GJN 9th Gujarati

Class 9 Gujarati Lekhan Kaushalya અહેવાલ લેખન

Class 9 Gujarati Lekhan Kaushalya અહેવાલ લેખન

GSEB Std 9 Gujarati Lekhan Kaushalya Aheval Lekhan

Std 9 Gujarati Lekhan Kaushalya Aheval Lekhan Questions and Answers

કોઈ પણ ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિનું સંક્ષિપ્ત, સચોટ આલેખન એટલે અહેવાલ લેખન. સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મોટા અકસ્માતો, કુદરતી આફતો, હડતાલો અને રમખાણો વગેરે “સમાચાર’ ગણાય તેવી ઘટનાઓના અહેવાલ લખવામાં આવે છે.

સારા અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

  • ઘટના કે હકીકત જેવી બની હોય એવી જ લખવી. સત્ય હકીકતને વિકૃત ન બનાવવી તેમજ અતિશયોક્તિ પણ ન કરવી.
  • ઘટનાક્રમની કાચી રૂપરેખા ગોઠવવી. તેમાં મહત્ત્વની બાબતોનો જ સમાવેશ કરવો.
  • જરૂર જણાય ત્યાં ફકરા પાડવા.
  • બિનજરૂરી લંબાણ ન થાય તેની કાળજી રાખવી.
  • હકીકતોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવી. સાદી, સરળ અને આકર્ષક શૈલીમાં રજૂઆત કરવી.
  • અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિવિશેષ વગેરેનો યથોચિત ઉલ્લેખ કરવો.
  • અહેવાલના પ્રારંભે અસરકારક શીર્ષક આપવું.
  • ભાષા વ્યાકરણશુદ્ધ હોવી જોઈએ.

પ્રશ્ન 1.
તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
ઉત્તરઃ
શાળાનો રમતોત્સવ તા. 5 – 2 – 19

અમારી શાળામાં દર વર્ષે રમતોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષનો રમતોત્સવ ફેબ્રુઆરી મહિનાની પહેલી અને બીજી તારીખે યોજાઈ ગયો. ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓ સવારે 7.00 વાગે અતિ ઉત્સાહથી શાળાએ આવી પહોંચ્યા. સો મેદાનમાં ગોઠવાઈ ગયા. સમૂહપ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. પછી શાળાના વ્યાયામ શિક્ષકશ્રી આશિષભાઈએ રમતોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ મુખ્ય મહેમાનશ્રી વિનય વોરાનો પરિચય આપ્યો અને તેમનું ફૂલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો અને ટૂંકું પ્રવચન આપ્યું. આચાર્યશ્રીએ ઉત્સાહપ્રેરક સૂત્રો બોલાવ્યાં. પછી સૌએ પ્રતિજ્ઞાવાચન કર્યું. મુખ્ય મહેમાને મંગલદીપ પ્રગટાવી રમતોત્સવ ખુલ્લો મૂક્યો. બૅન્ડના ધ્વનિ સાથે આકાશમાં ફુગ્ગા ઉડાડવામાં આવ્યા. સૌએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગજવી મૂક્યું.

રમતો શરૂ થઈ. અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખો-ખો, વૉલીબૉલ, દોડ જેવી રમતો રમાવા લાગી. ગુજરાતી શિક્ષકશ્રી પંકજભાઈ રમતોની “રનિંગ કૉમન્ટરી’ તેમની રમૂજી શૈલીમાં આપીને ખેલાડીઓ અને પ્રેક્ષકોનો ઉત્સાહ વધારી રહ્યા હતા. જેઓ જીતતા તેઓ અતિ આનંદમાં આવી જતા. સંગીતખુરશી, કોથળા દોડ, ત્રિપગી દોડ, ગોળાફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી અનેક રમતો રમાઈ.

બીજે દિવસે ઇનામવિતરણ કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાને વિજેતાઓને ઈનામો આપ્યાં. સૌ વિદ્યાર્થીઓએ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા.

રમતોના બંને દિવસ દરમિયાન શાળામાં ઉત્સાહનું અનેરું વાતાવરણ સર્જાયું હતું.

પ્રશ્ન 2.
તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. તેનો એક અહેવાલ તૈયાર કરો.
ઉત્તરઃ
પાણીની સમસ્યા તા. 8-4- 19

અમારા લુણાવાડા તાલુકામાં પાણીની કાયમી સમસ્યા છે. ચોમાસામાં ચાર માસ જ પાણીની થોડી રાહત રહે છે. બાકીના આઠ માસ પાણી માટે અમારે વલખાં મારવાં પડે છે. એમાંય ઉનાળામાં તો પરિસ્થિતિ કપરી બની જાય છે. આમ તો અમારા વિસ્તારમાં ખેતરે ખેતરે કૂવા છે. પરંતુ શિયાળાના બે માસ દરમિયાનમાં જ કૂવાનાં પાણી સુકાઈ જાય છે અથવા ખૂબ ઊંડાં ઊતરી જાય છે. લોકો દૂર દૂર સુધી જઈને ઊંડા કૂવામાંથી પાણી લઈ આવે છે. પાણી ખેંચવાનું દોરડું એટલું બધું લાંબું અને ભારે હોય છે કે એક જણને ખાસ આ દોરડું ઊંચકીને ચાલવું પડે છે.

સરકારે પાણીની સમસ્યા હલ કરવા માટે છૂટક છૂટક પ્રયત્નો કર્યા છે. દરેક ગામમાં ત્યાંની વસ્તીના પ્રમાણમાં હેન્ડપંપ મૂકવામાં આવ્યા છે. પણ આજે એમાંથી એક પણ હેન્ડપંપમાં પાણી આવતું નથી. અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર કે સરકારી કર્મચારીઓ અમારી સમસ્યા હલ કરવા કોઈ હિલચાલ કરતા નથી. પાણીની સમસ્યા હલ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની યોજનાઓ થાય છે. પરંતુ આ રૂપિયા ક્યાં ચાલ્યા જાય છે, તે જ સમજાતું નથી.

શું સરકાર અમારા વિસ્તારની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ ર માટે કંઈક વિચારશે ખરી?

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *