Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન
Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન
GSEB Std 9 Gujarati Lekhan Kaushalya Varta Lekhan
Std 9 Gujarati Lekhan Kaushalya Varta Lekhan Questions and Answers
વાર્તા લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ
- આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તાને બરાબર સમજી લો.
- મુદ્દાઓનો કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો. શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરો.
- વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી હોવી જોઈએ.
- જ્યાં શક્ય હોય ત્યાં સંવાદો ઉમેરો. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ.
- વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો ખ્યાલ રાખો.
- વાર્તા મોટે ભાગે ભૂતકાળમાં જ લખો.
- વાર્તાના મુખ્ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક ન આપો.
- વાર્તામાં કોઈ બોધ રહેલો હોય તો તે વાર્તાને અંતે જણાવો.
- લેખનમાં જોડણી અને વિરામચિહ્નો ખ્યાલ રાખો.
પ્રશ્ન. નીચેના મુદ્દાઓ પરથી વાર્તાઓ લખો અને દરેક વાર્તાને છે યોગ્ય શીર્ષક આપોઃ
પ્રશ્ન 1.
મુદ્દા:બે સ્ત્રીઓ–બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો -એક કહે, “બાળક મારું છે.” –બીજી કહે, “બાળક મારું છે.” –બંનેનું ન્યાયાધીશ પાસે જવું-ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેચી લેવા કહેવું –બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત –પહેલી સ્ત્રીની અસંમતિ – તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર – ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોપવું–બોધ.
ઉત્તરઃ
માતૃહૃદય
એક સ્ત્રી પોતાના બાળક સાથે બહારગામ જતી હતી. તે બસસ્ટેશને આવી. તે બસની રાહ જોતી બસસ્ટેશનના બાંકડા પર બેઠી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં ત્યાં બીજી સ્ત્રી આવી. તે પહેલી સ્ત્રી પાસે બાંકડા પર બેઠી. બાળક તેની સામે જોઈ હસવા લાગ્યું. રૂપાળું બાળક તેને ગમી ગયું. તે એને લઈ રમાડવા લાગી.
એટલામાં એક બસ આવી. બાળકની માતાએ બાળકને લેવા હાથ લંબાવ્યા. પણ બીજી સ્ત્રીએ બાળક ન આપ્યું.
પહેલી સ્ત્રીએ કહ્યું, “બહેન, મારી બસ આવી ગઈ છે. મારે ? મોડું થાય છે. મને મારું બાળક આપી દો.”
તું કોની વાત કરે છે? શું આ બાળક તારું છે? તું વળી તેની મા ક્યાંથી થઈ ગઈ?” બીજી સ્ત્રી બોલી.
બાળકની મા આ સાંભળીને ડઘાઈ ગઈ. તે રડવા લાગી.
બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું.
કોઈ સજ્જને તેઓને ઝઘડવાને બદલે ન્યાયાધીશ પાસે જવા કહ્યું.
બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનપૂર્વક સાંભળી. પછી બંને સ્ત્રીઓને સમજાવવાની કોશિશ કરી. પરંતુ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી.
આથી ન્યાયાધીશે વિચાર કરીને કહ્યું, “આ બાળકના બે ટુકડા કરી બંને એક-એક ટુકડો લઈ લો!”
આ સાંભળતાં જ બીજી સ્ત્રી ખુશ થઈ, પરંતુ પહેલી સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેણે ન્યાયાધીશને બે હાથ જોડી કહ્યું, “સાહેબ, બાળકના બે ટુકડા નથી કરવા. ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી. મારું બાળક મારી પાસે નહિ રહે પણ જીવતું તો રહેશેને!”
ન્યાયાધીશ માતૃહૃદય પારખી ગયા. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી.
મા તે મા, બીજા બધા વગડાના વા.
પ્રશ્ન 2.
મુદ્દા એક રાજા – એશઆરામવાળી જિંદગી – ઊંઘ ન ? આવવી – ચિંતા થવી – અનેક પ્રકારની દવા કરાવવી – અનેક વૈદોને બોલાવવા-નિષ્ફળતા – એક વૈદની યુક્તિ-જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી રાજાને આપવાં –ગેડીદડાની રમતથી રોગ દૂર થવો – વૈદને ઈનામ – બોધ.
ઉત્તર :
શ્રમનું મહત્ત્વ
એક રાજા હતો. તેને બુદ્ધિશાળી અને શાણો પ્રધાનમંત્રી હતો. તે રાજ્યવહીવટ કુશળતાથી ચલાવતો. આથી રાજા નિશ્ચિત હતો. તેને રાજ્યમાં કંઈ કામકાજ કરવાનું રહેતું નહિ. તે એશઆરામવાળી જિંદગી જીવવા લાગ્યો.
કામ કરે તો ખાધેલું પચે, થાક લાગે અને ઊંઘ આવે. રાજાનું જીવન એશઆરામવાળું એટલે તેને ઊંઘ ન આવતી. તે આખી રાત ઢોલિયામાં આળોટ્યા કરતો અને કંટાળતો.
રાજાને ચિંતા થવા લાગી. ઊંઘની દવા માટે તેણે અનેક વેદોને બોલાવ્યા. પરંતુ તેમાંના એક પણ વૈદની દવા તેને લાગુ ન પડી.
એક દિવસ વિદેશથી એક વૈદ આવ્યા. વેદે રાજાની વાત ધ્યાનથી સાંભળી. રાજાની એશઆરામવાળી જિંદગી વિશે પણ સાંભળ્યું. તેને ઉપાય જડી ગયો.
વેદે રાજાને જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી આપી. તેણે { રાજાને દરરોજ સવારે અને સાંજે એક-એક કલાક જાદુઈ ગેડીદડો રમવાની સલાહ આપી.
રાજા સવાર-સાંજ જાદુઈ ગેડીદડાની રમત રમવા લાગ્યો અને દવાની ભૂકી લેવા લાગ્યો.
એક અઠવાડિયામાં જ તેની ઊંઘ ન આવવાની ફરિયાદ જતી રહી. રાજાએ વૈદને બોલાવ્યો અને તેને ઇનામ આપ્યું.
વેદે રાજાને કહ્યું, “રાજાજી, દવાની ભૂકી એ તો આશ્વાસન છે. તમે ગેડીદડો રમો છો તેથી શ્રમ થાય છે, શરીરને થાક લાગે છે, તેથી ઊંઘ આવે છે.”
શારીરિક શ્રમ જ સૌ રોગોનો શ્રેષ્ઠ ઇલાજ છે.
પ્રશ્ન 3.
મુદ્દા એક શિલ્પી – મૃત્યુની આગાહી – પોતાના જ જેવાં છ પૂતળાં બનાવવાં – યમદૂતનું આગમન – મૂંઝવણ – યુક્તિ, “હા, 5 ભૂલ મળી ગઈ” એમ બોલવું –શિલ્પીનો પ્રશ્ન, “કઈ ભૂલ?” – “બસ, આ જ ભૂલ’ – શિલ્પી પકડાઈ જવો –બોધ.
ઉત્તર:
એક ભૂલ
એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો.
એક દિવસ એક ભાઈ મૂર્તિ ખરીદવા આવ્યા. તે જ્યોતિષી હતા. તેમણે શિલ્પીના મોં પર જોતાં જ આગાહી કરી કે આવતા માસની અમાસ પછી તમે આ દુનિયામાં નહિ હો.
શિલ્પી આગાહી સાંભળી ગભરાઈ ગયો. એવામાં વિચાર કરતાં તેને એક ઉપાય જડી આવ્યો. તેણે પોતાના શરીર જેવાં જ બીજાં છ પૂતળાં બનાવ્યાં. આ પૂતળાં વચ્ચે એ ઊભો રહે તો તેને કોઈ ઓળખી ન શકે તેવા અદ્ભુત એ પૂતળાં હતાં.
શિલ્પી મનોમન મલકાવા લાગ્યો કે હવે યમદૂતને ખાલી હાથે પાછા જવું પડશે.
અમાસનો દિવસ આવ્યો. તેણે એક ઓરડામાં છ પૂતળાં સૂતાં હોય તેમ ગોઠવ્યાં. આ પૂતળાંની વચ્ચે તે પોતે સૂઈ ગયો.
સમય થયો. યમદૂતો આવી પહોંચ્યા. ઓરડામાં એકને બદલે સાત શિલ્પી જોતાં વિચારમાં પડી ગયા. સાચા શિલ્પીને તેઓ ઓળખી શક્યા નહિ.
એક યમદૂત વિચાર કરીને બોલ્યો, “શિલ્પીએ બનાવેલાં પૂતળાં ખરેખર અદ્ભુત છે. પણ, શિલ્પીની એક ભૂલ થઈ ગઈ છે.”
કઈ ભૂલ?” શિલ્પીથી તરત જ બોલી જવાયું.
બસ, આ જ ભૂલ.” યમદૂતે કહ્યું. જો તું ચૂપચાપ પડ્યો રહ્યો હોત, તો અમારા માટે તને શોધી કાઢવાનું કામ મુશ્કેલ હતું.
યમદૂતો શિલ્પીને લઈ વિદાય થયા. મૃત્યુ ટાળી શકાતું નથી. ન બોલ્યામાં નવ ગુણ.
પ્રશ્ન 4.
મુદ્દા એક સિંહ – વૃક્ષ નીચે આરામ – સિંહના શરીર પર ઉંદરનું દોડવું – ઉંદરનું પકડાઈ જવું – ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન -સિહે ઉંદરને છોડી મૂકવો – એક વાર સિંહનું જાળમાં ફસાવું – ઉંદરે જાળ કાપી નાખી સિંહને મુક્ત કરવો – બોધ.
ઉત્તર :
સિંહ અને ઉંદર
એક ગાઢ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. શિયાળાનો દિવસ હતો. સિંહ તેની બોડ પાસે એક ઝાડ નીચે આરામ કરતો હતો. ઝાડ પાસે ઉંદરનું દર હતું. દરમાંથી એક ઉંદર બહાર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહ જાગી ગયો. ઉંદર સિંહના પંજામાં પકડાઈ ગયો.
ઉંદર ગભરાઈ ગયો. તે થરથર ધ્રુજવા લાગ્યો. ઉંદરે સિંહને વિનંતી કરીને કહ્યું, “હે વનરાજ, મારી ભૂલ થઈ. મને માફ કરો. મને છોડી મૂકો. હવે હું કદી તમારા શરીર પર નહિ દોડું. હું તમને ક્યારેક જરૂર મદદ કરીશ.”
સિંહ હસ્યો. તે મનમાં બોલ્યો, “આ ઉંદર મને શી મદદ કરવાનો છે?”
સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યો.
થોડા દિવસ પછીની વાત છે. એક શિકારી જંગલમાં આવ્યો. તે સિંહની બોડ પાસેના ઝાડ પર બેઠો. સિંહ બોડમાંથી બહાર આવ્યો અને ઝાડ નીચે બેઠો. તરત જ શિકારીએ સિંહ પર જાળ ફેંકી. સિંહ જાળમાં ફસાઈ ગયો. તેણે ત્રાડ પાડી અને જાળમાંથી છૂટવા ધમપછાડા કર્યા, પણ વ્યર્થ.
સિંહની ત્રાડ સાંભળી દરમાંથી ઉંદર બહાર દોડી આવ્યો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. તરત જ તે બીજા ઉંદરોને બોલાવી લાવ્યો. બધા ઉંદરોએ મળીને જાળ કાપી નાખી. સિંહ જાળમાંથી મુક્ત થયો.
સિંહે બધા ઉંદરોનો આભાર માન્યો. શિકારી નિરાશ થઈ ચાલતો થયો.
જે કામ નાના કરી શકે છે તે કામ મોટા કરી શકતા નથી. માટે સૌને આદર આપવો. કોઈનું અપમાન કરવું નહિ.
પ્રશ્ન 5.
મુદ્દા એક લુચ્ચો દુકાનદાર – કરિયાણાની દુકાન – એક ગ્રાહક – ખાંડ ખરીદવી – દુકાનદારનું ઓછું તોલવું – ગ્રાહકની ફરિયાદ -દુકાનદારનો જવાબ, “વધારે ઊંચકવું નહિ પડે.” – ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા – દુકાનદારે પૂરા પૈસા માગવા – ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહિ પડે.” –બોધ.
ઉત્તર :
જેવા સાથે તેવા
એક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો.
એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.
ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરોને.”
ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે “ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે.”
ગ્રાહક પણ તેના માથાનો હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવા હું મનોમન વિચાર્યું. તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા.
દુકાનદારે પૈસા ગણ્યા. ઓછા હતા. તેણે ગ્રાહકને કહ્યું, “ભાઈ, તેં મને ઓછા પૈસા ચૂકવ્યા છે.”
ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહિ પડે.” ગ્રાહકે રોકડું પરખાવ્યું.
દુકાનદાર ચૂપ થઈ ગયો. ગ્રાહક ચાલતો થયો. જેવા સાથે તેવા થવું પડે.
પ્રશ્ન 6.
મુદ્દાઃ ચાર ચોર – ચોરી કરવા જવું –પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું -બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું – મીઠાઈમાં ઝેર ભેળવવું –બીજા બે ચોરની યુક્તિ – મીઠાઈની ખરીદી કરીને આવેલા બે ચોરને કૂવામાં ધકેલી દેવા – મીઠાઈ ખાવી –પરિણામ –બોધ.
ઉત્તર:
ખાડો ખોદે તે પડે
ચાર ચોર હતા. તે દરરોજ નાની-મોટી ચોરી કરતા.
એક દિવસ રાતે ચોરી કરતાં ખૂબ ધન મળ્યું. તેઓ ચોરીનો માલ લઈને જંગલમાં ગયા. આજે ચોરીમાં સોનાચાંદીના દાગીના અને ખૂબ રૂપિયા મળ્યા હતા. તેથી તેઓ ઘણા ખુશ હતા.
તેઓએ મીઠાઈ ખાઈ આનંદ મનાવવા વિચાર્યું.
બે ચોર પાસેના નગરમાં મીઠાઈ ખરીદવા ગયા. તેમના મનમાં દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈમાં ઝેર ભેળવી પેલા બે ચોરોને મારી નાખવાની યોજના બનાવી. – જંગલમાં રહેલા બે ચોરોના મનમાં પણ દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈ લઈને આવતા બે ચોરોને કૂવામાં ધકેલી મારી નાખવાની યોજના બનાવી.
મીઠાઈ લેવા ગયેલા બે ચોરો મીઠાઈ લઈને આવ્યા. પછી { ચારેય ચોર કૂવાકાંઠે હાથપગ ધોવા ગયા. લાગ જોઈને જંગલમાં રહેલા બે ચોરોએ મીઠાઈ લઈને આવેલા ચોરોને ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધા. પછી ઉપરથી મોટા પથ્થરો ફેંકીને તેઓને મારી નાખ્યા.
હવે બાકીના બંને ચોરો મનમાં હરખાતા મીઠાઈ ખાવા બેઠા. પરંતુ મીઠાઈ ખાધા પછી થોડી વારમાં ઝેરની અસર થતાં તેઓના પણ રામ રમી ગયા.
ચોરીનો માલ જંગલમાં પડી રહ્યો.
આ વાર્તા પરથી બોધ મળે છે કે જે ખાડો ખોદે તે પડે. જેવું વાવો તેવું લણો.
સ્વાધ્યાય પ્રશ્ન. નીચે આપેલા મુદ્દાઓ પરથી વાર્તાઓ લખો અને તેમને યોગ્ય શીર્ષક આપો: