Class 9 Gujarati Vyakaran અનુગ અને નામયોગી
Class 9 Gujarati Vyakaran અનુગ અને નામયોગી
GSEB Std 9 Gujarati Vyakaran Anug Ane Namyogi
Std 9 Gujarati Vyakaran Anug Ane Namyogi Questions and Answers
પ્રશ્ન 1.
“અનુગ” એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર :
“અનુગ” એટલે વિભક્તિ-પ્રત્યય. “એ”, “ને’, ‘થી”, “માં” < અને “ન’ (ન, ના, ના, ના, ની, નું) અનુગો છે.
ઉદાહરણઃ
- દેશસેવકોએ ફાળો ઉઘરાવ્યો.
- સરલાને ભાઈ નથી.
- મારાથી બોલાઈ ગયું.
- છોકરો ભણવામાં હોશિયાર છે.
- મામાનું ઘર નજીક જ છે.
પ્રશ્ન 2.
અનુગોનાં વિવિધ કાર્યો જણાવો.
ઉત્તરઃ
અનુગોનાં વિવિધ કાર્યો નીચે મુજબ છેઃ (1) “એ”
કર્તાઃ રામશંકરે દેહ છોડ્યો.
સાધન: કોઈને આમ સોટીએ ને સોટીએ મરાય?
ક્રિયાની રીત: ઉતાવળે આંબા ન પાકે.
ક્રિયાનું સ્થાનઃ તેઓ પાંચમા માળે રહે છે.
ક્રિયાનો સમયઃ હા, નિશ્ચિત સમયે શાળા ખૂલે છે.
(2) -ને
કર્મઃ હું ગંગાને ભણાવીશ.
(૩) “-થી’
કર્મણિ ભાવે રચનાનો – ગૌણ કર્તા કુતમ્માથી આગળ ભણી શકાયું નહીં.
સાધનઃ આ પેનથી લખ.
ક્રિયાની રીતઃ છોકરો ગુસ્સાથી બોલ્યો.
સમયની પૂર્વમર્યાદાઃ અમે સાંજે ઑસ્ટ્રેલિયાથી નીકળ્યા.
સ્થળનો ગાળો : હું જૂનાગઢથી સાસણ પહોંચ્યો.
સમયનો ગાળોઃ અમે સવારે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી વાંચીએ છીએ.
અપાદાનઃ એહમદ ટોળામાંથી બહાર આવ્યો.
તુલનાઃ મરઘીથી જરાક નાની એવી વનલાવરી.
(4) “-માં
સ્થળઃ દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે.
સમયઃ મારે દેશવિદેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ઘણું કરવાનું રહ્યું.
ગુણ લક્ષણ : છોકરો ભણવામાં હોશિયાર છે.
સીમા : આટલામાં જ થાકી ગયો?
(5) “-ન’ (ન, ના, ના, ના, ની, નું) – સંબંધ દર્શાવવા ગંગાના વિશાળ ઘાટો લાંબે સુધી પથરાયેલા છે.
તેજસનું બૅટ તૂટી ગયું.
નિીતાની ઢીંગલી ખોવાઈ ગઈ.
પ્રશ્ન 3.
નામયોગી એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર :
અનુગને બદલે અનુગ જેવી કામગીરી કરતા ભાષાઘટકને નામયોગી કહેવામાં આવે છે.
ઉદાહરણઃ
(1) હું પેનથી લખું છું. (અનુગ)
હું પેન વડે લખું છું. (નામયોગી)
(2) તારી બૅગમાં ઉંદર છે. (અનુગ)
તારી બૅગની અંદર ઉંદર છે. (નામયોગી)
(3) મને પગે વાગ્યું છે. (અનુગ)
મને પગ ઉપર વાગ્યું છે. (નામયોગી)
યાદ રાખો:
- અનુગો અને નામયોગીઓ વિભક્તિ-સંબંધ દર્શાવતા ભાષાઘટકો છે.
- અનુગો અને નામયોગીઓ એકબીજાને સ્થાને આવી શકે છે.
- અનુગો જે-તે પદ સાથે જોડાઈને આવે છે, જ્યારે નામયોગીઓ જે-તે પદથી અલગ લખાય છે.
પ્રશ્ન 4.
નામયોગીઓ કયાં વિવિધ કાર્ય કરે છે, તે ઉદાહરણ સાથે દર્શાવો.
ઉત્તર :
નામયોગીઓ નીચે દર્શાવ્યા પ્રમાણેનાં વિવિધ કાર્ય કરે છે :
અનુગ અને નામયોગી સ્વાધ્યાય
1. નીચેનાં વાક્યોમાંથી અનુગ શોધોઃ
પ્રશ્ન :
(1) તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું.
(2) એહમદે બીડી સળગાવી.
(3) ડ્રાઇવરની નજર પડી.
(4) તું તારા દિલનો દીવો થા.
(5) શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી.
(6) મારાથી બોલાઈ ગયું.
(7) તારી બૅગમાં ઉંદર છે.
(8) છોકરો ભણવામાં હોશિયાર છે.
(9) છોકરો નાનપણથી ઘરે ગુજરાતી સાંભળતો.
(10) મામાનું ઘર છેટે નથી.
ઉત્તરઃ
(1) માં, ની
(2) એ
(3) ની
(4) નો
(5) થી
(6) થી
(7) માં
(8) માં
(9) થી
(10) નું
2. નીચેનાં વાક્યોમાંથી નામયોગી શોધોઃ
પ્રશ્ન:
(1) તારા માણસો માટે કંઈક કર.
(2) કઠિયારાએ કુહાડી વડે ઝાડ કાપ્યું.
(3) છોકરો મમ્મી પાસે ગયો.
(4) હું તેમની સાથે ઘેર પહોંચી.
(5) ધાબા ઉપર વાંદરાં છે.
(6) મે મહિનામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે.
(7) પછી તો ઐયપ્પાએ ઘણી હોટલો ખોલી.
(8) આ કૂદ્યો કે પેલી તરફના અંધારા ખેતરમાં.
(9) હું પેન વડે લખું છું.
(10) કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ.
ઉત્તરઃ
(1) માટે
(2) વડે
(3) પાસે
(4) સાથે
(5) ઉપર
(6) દ્વારા
(7) પછી
(8) તરફ
(9) વડે
(10) કેરી