GJN 9th Gujarati

Class 9 Gujarati Vyakaran ક્રિયાવિશેષણ

Class 9 Gujarati Vyakaran ક્રિયાવિશેષણ

GSEB Std 9 Gujarati Vyakaran Kriya Visheshan

Std 9 Gujarati Vyakaran Kriya Visheshan Questions and Answers

પ્રશ્ન 1.
ક્રિયાવિશેષણ કોને કહે છે?
ઉત્તર :
જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને “ક્રિયાવિશેષણ કહે છે. દા. ત., મમ્મીએ મોટેથી બૂમ મારી.

સસલું ઝડપથી દોડે છે. મોટેથી’ અને ‘ઝડપથી ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તેથી તે ક્રિયાવિશેષણો છે.

પ્રશ્ન 2.
વિશેષણ અને ક્રિયાવિશેષણનું કાર્ય કરતા શબ્દો જણાવો અને તેનો તફાવત ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
કેટલાક શબ્દો વિશેષણ તરીકે વપરાય છે અને ક્રિયાવિશેષણ તરીકે પણ વપરાય છે. જેમ કે, ખૂબ, ઘણું, બહુ, ચોક્કસ વગરે.

ઉદાહરણઃ

વિશેષણ  ક્રિયાવિશેષણ
મારે ખૂબ કામ છે.  આજે અમે ખૂબ રમ્યા.
અહીં ઘણી ભીડ છે.  તેઓ ઘણું રખડ્યા.
ઘેર બહુ મહેમાન છે.  ભિખારીએ બહુ ખાધું.

ખૂબ’, ‘ઘણી” અને “બહુ સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે ત્યારે તે વિશેષણનું કાર્ય કરે છે; પણ જ્યારે ક્રિયાના અર્થમાં વધારો કરે છે ત્યારે તે ક્રિયાવિશેષણનું કાર્ય કરે છે.

પ્રશ્ન 3.
ક્રિયાવિશેષણના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
ઉત્તર :
ક્રિયાવિશેષણના પ્રકાર નીચે મુજબ છે :

  • રીતવાચક ક્રિયાવિશેષણ ચૂપચાપ, એકદમ, જલદી, તરત, માંડ, તાબડતોબ, એકાએક.
  • સમયવાચક ક્રિયાવિશેષણ અત્યારે, જ્યારે, ત્યારે, હમણાં, નિરંતર, સદા, હંમેશાં, ક્યારેક, કદી, વારંવાર, અવારનવાર.
  • સ્થળવાચક ક્રિયાવિશેષણ અંદર, બહાર, ઉપર, નીચે, નજીક, પાસે, દૂર, અહીં.
  • ક્રમવાચક ક્રિયાવિશેષણ : આગળ, પાછળ, પછી, પહેલાં, ત્યારબાદ.
  • નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ જરૂર, ખરેખર, અવશ્ય.

ક્રિયાવિશેષણ સ્વાધ્યાય

પ્રશ્ન. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને લખો:

(1) બાળકે ધીરેથી આંખ ખોલી.
(2) ચિત્તો ઝડપથી દોડે છે.
(3) સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું.
(4) શ્રી ઐયપ્પા થોડા ભીંજાયા હતા.
(5) હું તમારે ઘેર ચોક્કસ આવીશ.
(6) મારા મામા સવારે આવશે.
(7) સાહેબે આજે અમને બહુ હસાવ્યા.
(8) તે ગાદી ઉપર બેઠો.
(9) આજે સાંજે કદાચ કામ પૂરું થાય.
(10) સ્વાવજ તો ઠાઠથી હાલ્યો જાય.
ઉત્તરઃ
(1) ધીરેથી
(2) ઝડપથી
(3) અચાનક
(4) થોડા
(5) ચોક્કસ
(6) સવારે
(7) બહુ
(8) ઉપર
(9) કદાચ
(10) ઠાઠથી

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *