GJN 9th Gujarati

Class 9 Gujarati Vyakaran વિરુદ્ધાર્થી શબ્દો

Class 9 Gujarati Vyakaran વિરુદ્ધાર્થી શબ્દો

GSEB Std 9 Gujarati Vyakaran Virudharthi Shabd

Std 9 Gujarati Vyakaran Virudharthi Shabd Notes

નીચે કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે, તેનો અભ્યાસ કરો:

કેટલાંક વિરુદ્ધાર્થી વિશેષણોઃ

  • અઘરું × સહેલું
  • અઢળક × અલ્પ, થોડું
  • અબોલ × બોલકું
  • અમીર × ગરીબ
  • ઉછીનું × રોકડું
  • ઉત્તમ × અધમ
  • ઉદ્યમી × આળસુ
  • હલકું × ભારે
  • કડવું × મીઠું
  • કાચું × પાકું
  • ખરું × ખોટું
  • દૂર, આવું × પાસે, નજીક
  • નાનું × મોટું
  • નિશ્ચિત × અનિશ્ચિત
  • નૂતન × પ્રાચીન, પુરાણું
  • પરિણીત × અપરિણીત
  • પહેલું × છેલ્લે
  • પારકું × પોતાનું
  • ભદ્ર × અભદ્ર
  • ભોળું × કપટી
  • મંગલ × અમંગલ
  • મજબૂત × તકલાદી
  • મૂંગુ × વાચાળ
  • મૂર્ખ × ડાહ્યું
  • યોગ્ય × અયોગ્ય
  • વધારે × ઓછું
  • વિધવા × સધવા
  • સફળ × નિષ્ફળ
  • સરળ × કઠિન
  • સુખદ × દુઃખદ
  • સ્પષ્ટ × અસ્પષ્ટ
    મોંઘુ × સોંઘું – સસ્તુ
  • ઊનું – ઉષ્ણ – ગરમ × શીળું – શીતળ – ઠંડું

કેટલીક વિરુદ્ધાર્થી સંજ્ઞા

  • અંધકાર × પ્રકાશ
  • આકર્ષણ × અપાકર્ષણ
  • આકાશ × પાતાળ
  • આશા × નિરાશા
  • ઇચ્છા × અનિચ્છા
  • ઉત્સાહ × નિરુત્સાહ
  • ઉદય × અસ્ત
  • ઉદ્યમ × આળસ
  • ઉન્નતિ × અવનતિ
  • કાળજી × નિષ્કાળજી, બેદરકારી
  • કીર્તિ × અપકીર્તિ
  • ખરીદ × વેચાણ
  • ગમો × અણગમો
  • જય × પરાજય
  • દેવ × દાનવ
  • ધ્યાન × બેધ્યાન
  • નફો × નુકસાન, ખોટ
  • પાપ × પુણ્ય
  • પ્રગતિ × અવગતિ
  • ભરતી × ઓટ
  • ભીતર × બહાર
  • મિલન × વિરહ
  • રાગ × ષ
  • લાભ × ગેરલાભ
  • વક્તા × શ્રોતા
  • વખાણ × નિંદા
  • વિવેક × અવિવેક
  • શાપ × આશીર્વાદ
  • શિખર × તળેટી
  • સગવડ × અગવડ
  • સર્જન × વિસર્જન
  • સુગંધ × દુર્ગધ
  • સ્મિત × રુદન
  • સ્મૃતિ × વિસ્મૃતિ
  • સ્વદેશ × પરદેશ
  • હાજરી × ગેરહાજરી
  • હિત × અહિત

કેટલાંક વિરુદ્ધાર્થી ક્રિયાપદોઃ

  • વેચવું × ખરીદવું
  • ખીલવું × કરમાવું
  • પ્રગટાવવું × બુઝાવવું
  • સળગાવવું × ઓલવવું, ઠારવું
  • ઊગવું × આથમવું
  • ફૂલવું × સંકોચાવું,

Std 9 Gujarati Vyakaran Virudharthi Shabd Questions and Answers

પ્રશ્ન 1.
વિરુદ્ધાર્થી શબ્દો કોને કહેવાય?
ઉત્તરઃ
વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને ‘વિરુદ્ધાર્થી શબ્દો’ કહે છે.

પ્રશ્ન 2.
વિરુદ્ધાર્થી શબ્દો શા માટે જાણવા જોઈએ?
ઉત્તરઃ
વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા, વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધેયવાક્યમાં ફેરવવા માટે વિરુદ્ધાથી શબ્દો જાણવા જોઈએ.

સ્વાધ્યાય
પ્રશ્ન. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખોઃ

પ્રશ્ન 1.
આશા
(અ) ઉષા
(બ) નિરાશા
(ક) વિરહ
ઉત્તરઃ
(બ) નિરાશા

પ્રશ્ન 2.
કીર્તિ
(અ) અપકીતિ
(બ) સુકીર્તિ
(ક) ખ્યાતિ
ઉત્તરઃ
(અ) અપકીતિ

પ્રશ્ન 3.
નૂતન
(અ) વિશિષ્ટ
(બ) પ્રાચીન
(ક) નવીન
ઉત્તરઃ
(બ) પ્રાચીન

પ્રશ્ન 4.
ઉત્તમ
(અ) અધમ
(બ) શ્રેષ્ઠ
(ક) નીચ
ઉત્તરઃ
(અ) અધમ

પ્રશ્ન 5.
જય
(અ) વિજય
(બ) પરાજય
(ક) જયજય
ઉત્તરઃ
(બ) પરાજય

પ્રશ્ન 6.
લાભ
(અ) ઘેરલાભ
(બ) ગેરલાભ
(ક) શુભ
ઉત્તરઃ
(બ) ગેરલાભ

પ્રશ્ન 7.
શિખર
(અ) તળેટી
(બ) સફળતા
(ક) શ્રેષ્ઠ
ઉત્તરઃ
(અ) તળેટી

પ્રશ્ન 8.
પાપ
(અ) અપાપ
(બ) પુણ્ય
(ક) શાપ
ઉત્તરઃ
(બ) પુણ્ય

પ્રશ્ન 9.
સ્પષ્ટ
(અ) અસ્પષ્ટ
(બ) ચોખ્ખું
(ક) ઝાંખું
ઉત્તરઃ
(અ) અસ્પષ્ટ

પ્રશ્ન 10.
ઉન્નતિ
(અ) છોકરી
(બ) અવનતિ
(ક) સુમતિ
ઉત્તરઃ
(બ) અવનતિ

પ્રશ્ન 11.
વિવેક
(અ) અવિવેક
(બ) ઉદાર
(ક) કપટ
ઉત્તરઃ
(અ) અવિવેક

પ્રશ્ન 12.
ભરતી
(અ) નોકરી
(બ) ઓટ
(ક) ખોટ
ઉત્તરઃ
(બ) ઓટ

પ્રશ્ન 13.
ખરીદ
(અ) વેચાણ
(બ) સોંઘું
(ક) ઉપજ
ઉત્તરઃ
(અ) વેચાણ

પ્રશ્ન 14.
ભોળું
(અ) કપટી
(બ) કાળું
(ક) વિશિષ્ટ
ઉત્તરઃ
(અ) કપટી

પ્રશ્ન 15.
પારકું
(અ) પોતાનું
(બ) પરાયું
(ક) મિલકત
ઉત્તરઃ
(અ) પોતાનું

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *