GJN 9th Gujarati

Class 9 Gujarati Vyakaran સંધિ

Class 9 Gujarati Vyakaran સંધિ

GSEB Std 9 Gujarati Vyakaran Sandhi

Std 9 Gujarati Vyakaran Sandhi Notes

સંધિઃ બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર છે અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ કહે છે.
દા. ત.,
વિદ્યા + અર્થી = વિદ્યાર્થી

સંધિના પ્રકારોઃ

  • સ્વરસંધિ,
  • વ્યંજન સંધિ અને
  • વિસર્ગસંધિ.

આપણે સ્વરસંધિ અને વ્યંજનસંધિ વિશે અભ્યાસ કરીએ.

સ્વરસંધિઃ સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ રે સ્વર હોય તો તે સ્વરસંધિ કહેવાય છે.
દા. ત.,
હિમાલય = હિમ + આલય (અ + આ બંને સ્વર છે.)
મહેશ = મહા + ઈશ (આ + ઈ બને સ્વર છે.)

વ્યંજન સંધિ સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય છે.
દા. ત.,
નિસ્તેજ = નિસ્ + તેજ (સ્ + ત = સ્વ – બંને વ્યંજન છે.)
દુરાચાર = દુર્ + આચાર (સ્ + આ = રા – એક વ્યંજન, એક સ્વર છે)

સ્વરસંધિના નિયમો – ઉદાહરણોઃ

સંધિનો નિયમ ઉદાહરણ
અ + અ = આ સૂર્ય + અસ્ત = સૂર્યાસ્ત
અ + આ = આ વાત + આવરણ = વાતાવરણ
આ + અ = આ ભાષા + અંતર = ભાષાંતર
આ + આ = આ વિદ્યા + આલય = વિદ્યાલય
ઈ + ઈ = ઈ હરિ + ઇચ્છા = હરીચ્છા
ઈ + ઈ = ઈ પરિ + ઈક્ષા = પરીક્ષા
ઈ + ઈ = ઈ દેવી + ઇચ્છા = દેવીચ્છા
ઈ + ઈ = ઈ ગોરી + ઈશ્વર = ગૌરીશ્વર
ઉ + ઉ = ઊ ગુરુ + ઉપસદન = ગુરૂપસદન
ઉ + ઊ = ઊ સિંધુ + ઊર્મિ = સિંધૂમિ
ઊ + ઉ = ઊ વધુ + ઉલ્લાસ = વધૂલ્લાસ
ઊ + ઊ = ઊ વધૂ + ઊર્મિ = વધુર્મિ

જુદા જુદા વર્ગના સ્વર એકબીજામાં ભળે તો ત્રીજો સ્વર ઉચ્ચારાય. તે માટે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો :

સ્વર, સંધિસ્વર ઉદાહરણ
અ + ૪ = એ સ્વ + ઇચ્છા = સ્વેચ્છા
અ + ઈ = એ ગણ + ઈશ = ગણેશ
આ + ધ = એ યથા + ઈષ્ટ = યથેષ્ટ
આ + ઈ = એ મહા + ઈશ = મહેશ
અ + ઉ = ઓ વન + ઉત્સવ = વનોત્સવ
અ + ઊ = ઓ નવ + ઊઢા = નવોઢા
આ + ઉ = ઓ મહા + ઉદધિ = મહોદધિ
આ + ઊ = ઓ ગંગા + ઊર્મિ = ગંગોર્મિ
અ + ઝ = અર્ સપ્ત + ઋષિ = સપ્તર્ષિ
આ + ઝ = અરુ મહા + ઋષિ = મહર્ષિ
ઇ/ઈ + અ/આ = ય ઇતિ + આદિ = ઇત્યાદિ
ઉ/ઊ + અ/આ = વ સુ + આગત = સ્વાગત
ઝ + અ = ૨ પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા
અ = અય ને + અન = નયન
એ + અ = આય ગે + અક = ગાયક
ઓ + અ = અવ પો + અન = પાવન
ઓ + અ = આવ પો + એક = પાવક

વ્યંજન સંધિના નિયમો – ઉદાહરણોઃ

સંધિ શબ્દ  સંધિ પ્રક્રિયા
દિક્ + અંત = દિગંત  ફ + અ = ‘ક’ નો “ગ”
ષટ્ + આનન = ષડાનન  સ્ + આ = ‘’ નો ‘ડે’
જગત્ + ગુરુ = જગદ્ગુરુ  તું + ગ = ‘ત’ નો “દ’
અપ + જ = અશ્વ  ૫ + જ = ‘પ’ નો “બ”
વાક્ + ય = વાડમય  અનુનાસિક ધ્વનિ
ષ + માસ = ષષ્માસ  અનુનાસિક ધ્વનિ
ઉત્ + નયન = ઉન્નયન  અનુનાસિક ધ્વનિ
કિમ્ + ચિત = કિંચિત  “મનું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + યોગ = સંયોગ  ‘મનું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + રક્ષણ = સંરક્ષણ  “મનું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + ષ = સંતોષ  ‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન
સમ્ + વાદ = સંવાદ  ‘મૂનું અનુસ્વારમાં પરિવર્તન
સમુ + લગ્ન = સંલગ્ન  ‘મ્’નું અનુસ્વારમાં પરિવર્તન

વિસર્ગસંધિઃ બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદાં ધ્વનિપરિવર્તનો આવતાં હોય છે, આવી સંધિને વિસર્ગસંધિ કહે છે.

વિસર્ગસંધિના નિયમો :
(1) વિસર્ગ પહેલાં “અ” સ્વર અને પછી “અ” સ્વર અથવા કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો “ઓ થાય.
દા. ત.,
અધઃ + ગતિ = અધોગતિ
મનઃ + બળ = મનોબળ

(2) વિસર્ગ પહેલાં “અ” અને “આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષધ્વનિ હોય તો વિસર્ગનો “ર” થાય છે.
દા. ત., નિઃ + આહાર = નિરાહાર, નિઃ + ધન = નિર્ધન

(3) વિસર્ષ પહેલાં “ઇ”, “ઉ” અને વિસર્ગ પછી – ક, ૫, ટ, ફ’ – માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો ‘’ થાય છે.
દા. ત., દુઃ + કર્મ = દુષ્કર્મ, ચતુઃ + પાદ = ચતુષ્પાદ ( નિઃ + ફળ = નિષ્ફળ, ધનુ + ટંકાર = ધનુષ્ટકારી

(4) નિસર્ગ ધરાવતા નિઃ” પ્રત્યય પછી “ર” ધ્વનિ આવે તો ની’ દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે.
દા. ત., નિઃ + રોગી = નીરોગી, નિઃ + રસ = નીરસ

(5) વિસર્ગ પછી “ચ”, “છ” “શ” ધ્વનિ હોય તો વિસર્ગનો શું” થાય છે.
દા. ત., નિઃ + ચિંત = નિશ્ચિત, મનઃ + ચક્ષુ = મનશ્ચલ્સ, પુનઃ + ચ = પુનશ્ચ

(6) નિઃ”, “દુઃ’ પૂર્વ-પ્રત્યય પછી શ, સ આવે તો વિસર્ગ યથાવત્ રહે છે.
દા. ત., શ – નિઃશંક, નિઃશબ્દ, નિઃશસ્ત્ર, નિઃશુક્લ, નિઃશેષ,
નિઃશ્વાસ સ – નિઃસંદેશ, નિઃસત્વ, નિઃસંકોચ, નિઃસ્વાર્થ, દુઃસાધ્ય, દુઃસાહસ, દુઃસ્વપ્ન

(7) વિસર્ગ પછી ત’, ‘સ’ હોય તો વિસર્ગનો “થાય છે.
દા. ત., નમઃ + ત = નમસ્તે
અંતઃ + તત્ત્વ = અંતસ્તત્ત્વ
નિઃ + તેજ = નિસ્તેજ

યાદ રાખોઃ સંધિ બોલવાથી નિયમો સરળતાથી સમજાશે.

Std 9 Gujarati Vyakaran Sandhi Questions and Answers

સંધિ સ્વાધ્યાય

1. નીચેના શબ્દોની સંધિ છોડો:

પ્રશ્ન 1.
“સત્યાગ્રહ
(અ) સત્ય + આગ્રહ
(બ) સત્યા + ગ્રહ
(ક) સત્ય + અગ્રહ
ઉત્તર :
(અ) સત્ય + આગ્રહ

પ્રશ્ન 2.
‘પ્રત્યક્ષ
(અ) પ્રત્ય + અક્ષ
(બ) પ્રતિ + અક્ષ
(ક) પ્રત્યા + અક્ષ
ઉત્તર :
(બ) પ્રતિ + અક્ષ

પ્રશ્ન 3.
નયન’
(અ) ન + અન
(બ) ન + અયન
(ક) ને + અન
ઉત્તર :
(ક) ને + અન

પ્રશ્ન 4.
‘સપ્તર્ષિ
(અ) સપ્ત + અર્ષિ
(બ) સપ્ત + ઋષિ
(ક) સપ્ત + સર્ષિ
ઉત્તર :
(બ) સપ્ત + ઋષિ

પ્રશ્ન 5.
પર્યાવરણ
(અ) પર્ય + આવરણ
(બ) પરિ + આવરણ
(ક) પરિ + અવરણ
ઉત્તર :
(બ) પરિ + આવરણ

પ્રશ્ન 6.
“સૂક્તિ
(અ) સૂ + ઉક્તી
(બ) સુ + ઊક્તિ
(ક) સુ + ઉક્તિ
ઉત્તર :
(બ) સુ + ઊક્તિ

પ્રશ્ન 7.
પાવન’
(અ) પો + અન
(બ) પા + વન
(ક) ૫ + અન
ઉત્તર :
(અ) પો + અન

પ્રશ્ન 8.
“ગણેશ”
(અ) ગણ + ઈશ
(બ) ગણા + ઇશ
(ક) ગ + ણેશ
ઉત્તર :
(અ) ગણ + ઈશ

પ્રશ્ન 9.
“નીરસ
(અ) નિર્ + ઇસ
(બ) નિઃ + રસ
(ક) ની + રસ
ઉત્તર :
(બ) નિઃ + રસ

પ્રશ્ન 10.
“વિદ્યોપાસના’
(અ) વિદ્ય + ઊપાસના
(બ) વિદ્યા + ઉપાસના
(ક) વિદ્યા + અપાસના
ઉત્તર :
(બ) વિદ્યા + ઉપાસના

2. નીચેના શબ્દોની સંધિ જોડોઃ

પ્રશ્ન 1.
‘હિત + ઇચ્છું’
(અ) હિતેચ્છુ
(બ) હીતેચ્છુ
(ક) હિતઇચ્છ
ઉત્તર :
(અ) હિતેચ્છુ

પ્રશ્ન 2.
નિસ્ + ફળ’
(અ) નિષ્ફળ
(બ) નિફળ
(ક) નિષ્ફળ
ઉત્તર :
(અ) નિષ્ફળ

પ્રશ્ન 3.
‘વાત + આવરણ”
(અ) વાતવરણ
(બ) વાતાવરણ
(ક) વાતઆવરણ
ઉત્તર :
(બ) વાતાવરણ

પ્રશ્ન 4.
વિ + આખ્યાન
(અ) વ્યાખ્યાન
(બ) વિખ્યાન
(ક) વ્યાખ્યાન
ઉત્તર :
(ક) વ્યાખ્યાન

પ્રશ્ન 5.
“સ + અક્ષર
(અ) સાક્ષર
(બ) સાક્ષર
(ક) સાઅક્ષર
ઉત્તર :
(બ) સાક્ષર

પ્રશ્ન 6.
પરિ + ઈક્ષા’
(અ) પરિક્ષા
(બ) પરીક્ષા
(ક) પરીક્સા
ઉત્તર :
(બ) પરીક્ષા

પ્રશ્ન 7.
‘પર + ઉપકાર
(અ) પરોપકાર
(બ) પરાપકાર
(ક) પરઉપકાર
ઉત્તર :
(અ) પરોપકાર

પ્રશ્ન 8.
“સમ્ + હાર’
(અ) સમહાર
(બ) સંહાર
(ક) સમહાર
ઉત્તર :
(બ) સંહાર

પ્રશ્ન 9.
નમઃ + તે
(અ) નમતે
(બ) નમસતે
(ક) નમસ્તે
ઉત્તર :
(ક) નમસ્તે

પ્રશ્ન 10.
“સ્વ + અર્થ
(અ) સ્વાર્થ
(બ) સ્વઅર્થ
(ક) શ્વાર્થ
ઉત્તર :
(અ) સ્વાર્થ

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *