Gujarat Board Class 10 Gujarati પરિશિષ્ટ છંદ
Gujarat Board Class 10 Gujarati પરિશિષ્ટ છંદ
Class 10 Gujarati પરિશિષ્ટ છંદ
GSEB Class 10 Gujarati Parishisht Chhand
નોધઃ બોર્ડના પ્રશ્નપત્રના નવા પરિરૂપ મુજબ વિભાગ (વ્યાકરણવિભાગ)માં 1 – 1 (કુલ 2) ગુણના બે પ્રશ્નો છંદના પુછાશે. વિદ્યાર્થીને – પરીક્ષાની સઘન તાલીમ માટે છંદ અલગ પરિશિષ્ટ રૂપે મૂક્યા છે. છંદ અંગેની સમજૂતી વ્યાકરણવિભાગમાં અલગ આપી છે.
1. નીચે આપેલી પંક્તિમાંનો છંદ ઓળખાવો:
પ્રશ્ન 1.
(1) પ્રિયે સ્પર્શ કરું છું હું? અધિકાર જરાયે નથી!
(2) મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ!
(3) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.
(4) મા મારે પય બીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ; રાજા થઈને લૂંટી લેય; પ્રજા કોણ આગળ જઈ કહેય.
(5) નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન; સાગરને નદીઓ ભજે, છોડી ઊંચાં સ્થાન.
ઉત્તરઃ
(1) અનુષ્ટ્રપ
(2) મંદાક્રાન્તા
(3) શિખરિણી
(4) ચોપાઈ
(5) દોહરો
પ્રશ્ન 2.
(1) પોલું છે તે બોલ્યું તેમાં, કરી તે શી કારીગરી? સાંબેલું બજાવે તો હું, જાણું કે તું શાણો છે.
(2) હૈયાં વાસો નહિ શું વસતાં મેં હશે સ્નેહભીનાં?
(3) મને એ ચક્ષુમાં પ્રભુ! જગત તીર્થોત્તમ મળ્યું.
(4) ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભૂંડાં, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે.
(5) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય; તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચાર કરીએ કામ.
ઉત્તરઃ
(1) મનહર
(2) મંદાક્રાન્તા
(3) શિખરિણી
(4) મનહર
(5) ચોપાઈ
પ્રશ્ન 3.
(1) કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય; વણતૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.
(2) સૌંદય વેડફી દેતાં ના ના સુંદરતા મળે; સૌદયો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.
(3) તંબૂરે તાર તૂટ્યા છે, તૂટ્યો તંબૂર આજ છે, મૃત્યુનાં તીવ્ર સૂત્રોથી ઘેરાતી આજ સાંજ છે.
(4) નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે હવાર છે, આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે.
(5) હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે !
ઉત્તરઃ
(1) દોહરો
(2) અનુષ્ટ્રપ
(3) અનુષ્ટ્રપ
(4) અનુષ્ટ્રપ
(5) મંદાક્રાન્તા
પ્રશ્ન 4.
(1) ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની.
(2) મળી આપણ જણ બંને બેન; સંપી રમીએ તો સુખચેન.
(3) દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ.
(4) આંધળી દળે ને આટો ચાર શ્વાન ચાટી જાય, એ આટો ક્યારે એને આવશે આહારમાં.
(5) દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
ઉત્તરઃ
(1) શિખરિણી
(2) ચોપાઈ
(3) દોહરો
(4) મનહર
(5) મંદાક્રાન્તા
પ્રશ્ન 5.
(1) રે આ સાફલ્યટાણું યુગયુગ પલટે તોય પાછું ન આવે.
(2) આ મોક્ષથી મોધું અને સાકર થકી વધતું ગળ્યું.
(3) ઉદ્ગીવ દષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે.
(4) સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં ન હિંમત હારવી.
(5) ધોમ ધખો મધ્યાહ્ન તણો ને થંભ્યા વનવગડાના વા.
ઉત્તર:
(1) સુગ્ધરા
(2) હરિગીત
(3) વસંતતિલકા
(4) હરિગીત
(5) સયા
પ્રશ્ન 6.
(1) અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા.
(2) રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો.
(3) હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મોન ધરી રહું
આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું !
(4) મને એ ચક્ષુમાં પ્રભુ! જગતતીર્થોત્તમ મળ્યું.
(5) શેરીમિત્રો સો મ, તાળીમિત્ર અનેક.
ઉત્તરઃ
(1) શિખરિણી
(2) મંદાક્રાન્તા
(3) અનુપ
(4) શિખરિણી
(5) ચોપાઈ
પ્રશ્ન 7.
(1) કાયાના કરડિયામાં પોઢેલો આ પ્રાણ મારો, મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે.
(2) વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરિયાં શા તારલિયા લે, ચંદા આભે રમવા જાય.
(3) ઓ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુજ નામ; ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.
(4) તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મળે, તીરથી પક્ષી તો ના ના કિન્તુ સ્થળ મળી શકે.
(5) શરદની રાતે અહીં પોળ તણા ચોકઠામાં, સરખી સાહેલીઓએ કંઠ જ્યારે ખોલ્યો છે.
ઉત્તરઃ
(1) મનહર
(2) ચોપાઈ
(1) દોહરો
(4) અનુષ્ટ્રપ
(5) મનહર
પ્રશ્ન 8.
(1) વેશ વિશેષ નરેશનો, બેટા કર્યા શિર કેશ, દેશ નહીં લવલેશ તો, વેશ ન નભે હંમેશા
(2) કાળધોળીરાતી ગાય, પીએ પાણી ચરવા જાય; ચાર પગો ને ચાંચળ ચાર, વાછરડા પર હેત અપાર.
(3) અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા.
(4) હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
(5) પુષ્મતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
ઉત્તરઃ
(1) દોહરો
(2) ચોપાઈ
(3) શિખરિણી
(4) મંદાક્રાન્તા
(5) સવૈયા
પ્રશ્ન 9.
(1) ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય.
(2) ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે.
(3) છે માનવજીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી
(4) ઈલા! સ્મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણા બે રમેલાં.
(5) જિંદગી! નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત!
ઉત્તરઃ
(1) અગ્ધરા
(2) હરિગીત
(3) વસંતતિલકા
(4) ઇન્દ્રવજા
(5) હરિગીત
પ્રશ્ન 10.
(1) પાને પાને પોઢી રાત, તળાવ જેવું કહેતાં વાત; ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા.
(2) એક દિ મહેતાજીએ છોકરાને પ્રશ્ન કર્યો, ઇતિહાસ વિશે પ્રશ્ન સૌથી મોટો કયો છે?
(3) રાગને ત્યાગની વચ્ચે, હૈયું એ ઝૂલતું હતું.
(4) દીઠાં હોતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડો.
(5) ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે સૌમ્ય વચનો, સવારોને જોતો વિકસિત થતાં શૈલ શિખરે.
ઉત્તરઃ
(1) ચોપાઈ
(2) મનહર
(3) અનુષ્ટ્રપ
(4) મંદાક્રાન્તા
(5) શિખરિણી
પ્રશ્ન 11.
(1) હા! તાપસી નૃપની સાથે બની હતી એ.
(2) પિતા પેલો આઘે, જગત વીંટતો સાગર વહે.
(3) કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો. સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.
(4) એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે બની શકે કેમ કારીગરી મોટા કામની.
(5) દરિયાથી ડુંગર પર જાય, કેડી ત્યાં નાનકડી થાય તરુવરો ત્યાં ઢોળે છાંય, ને ઠંડો વાયુ લહેરાય
ઉત્તરઃ
(1) વસંતતિલકા
(2) શિખરિણી
(3) અનુષ્ટ્રપ
(4) મનહર
(5) ચોપાઈ
પ્રશ્ન 12.
(1) આકાશે તારાની ભાત, ધરતી હૈયે ફૂલબિછાત સર્જી, તો કાં સર્જી તાત? માનવના મનમાં મધરાત.
(2) કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.
(3) પ્રભો! અંતર્યામી જીવન જીવના દીન શરણા.
(4) બેઠો બેઠો સખિસહિત હું માલતી મંડપે ત્યાં
(5) લાગ્યું તને નવીન આ વળી વેન ક્યાંથી?
ઉત્તરઃ
(1) ચોપાઈ
(2) દોહરો
(3) શિખરિણી
(4) મંદાક્રાન્તા
(5) વસંતતિલકા
પ્રશ્ન 13.
(1) વર્ષોની બંધ બારીને, આજ જ્યારે ઉઘાડતો આવ આવ દિશાઓથી, સૂર એ કર્ણ આવતો.
(2) કલરવ પંખીડાં કરે, નિર્મળ વહેતાં નીર સરોવરો છલકાય છે, શીતલ શાંત સમીર
(3) ગુરુ કીધા મેં ગોકુળનાથ ઘરડા બળદને ઘાલી નાથ.
(4) સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી
(5) ટૌકો તારો, અલિ, સરગિરિવ્યોમ, ગુંજ્યો રસાળ!
ઉત્તરઃ
(1) અનુષ્ટ્રપ
(2) દોહરો
(3) ચોપાઈ
(4) હરિગીત
(5) મંદાક્રાન્તા
પ્રશ્ન 14.
(1) મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ; રાજા થઈને લૂંટી લેય; પ્રજા કોણ આગે જઈ કહેય?
(2) સંસારે શાંતિ ક્યાં છે? કલહ કુપણતા કારમી માનવીની.
(3) ઝાઝા નબળા લોકથી, કદી ન કરિયે વેર; કીડી કાળા નાગનો, પ્રાણ હરે આ પર.
(4) સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.
(5) હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં; લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
ઉત્તરઃ
(1) ચોપાઈ
(2) સ્ત્રગ્ધરા
(3) દોહરો
(4) મનહર
(5) શિખરિણી
પ્રશ્ન 15.
(1) ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે સૌમ્ય વયનાં, સવારોને જોતો વિકસિત થતાં શૈલ શિખરે.
(2) ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે.
(3) આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા! રિસાળ શિશુને બોલાવતી બા હતી!!
(4) સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે; તૂટતા આભને ઝીલી, લેવાની શક્તિ એ ઉરે.
(5) પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેતાં વાત.
ઉત્તરઃ
(1) શિખરિણી
(2) મંદાક્રાન્તા
(3) શાર્દૂલવિક્રીડિત
(4) અનુષ્ટ્રપ
(5) ચોપાઈ
2. નીચેની પંક્તિઓમાં છંદ ઓળખાવી, તેમનું બંધારણ લખીને સમજાવો:
ઉદાહરણઃ મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો, ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે.
ઉત્તર :
છંદ : શિખરિણી
બંધારણ : 17 અક્ષર, યમનસભલગા
યતિ : 6 અને 12મા અક્ષરે
પ્રશ્ન 1.
પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજનવચ હું એકલ ઊભી.
ઉત્તર :
છંદ : શિખરિણી
બંધારણ : 17 અક્ષર, યમનસભલગા
યતિ : 6 અને 12મા અક્ષરે
પ્રશ્ન 2.
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણીકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !
ઉત્તર:
છંદ : મંદાક્રાન્તા
બંધારણ : 17 અક્ષર, મભનતતગાગા
યતિ : 4 અને 10મા અક્ષરે
પ્રશ્ન 3.
રે રે! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે;
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
ઉત્તર :
છંદ : મંદાક્રાન્તા
બંધારણ : 17 અક્ષર, મભનતતગાગા
યતિ : 4 અને 10માં અક્ષરે
પ્રશ્ન 4.
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો,
ઘડી બે ઘડી જે મળી – નયનવારિ થંભો જરા.
ઉત્તરઃ
છંદ : પૃથ્વી
બંધારણ : 17 અક્ષર, જસદસયલગા
યતિ : 8મા અક્ષરે
પ્રશ્ન 5.
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે.
ઉત્તર :
છંદ : મનહર
બંધારણ : બે પંક્તિમાં મળીને એકવીસ અક્ષર, પહેલી પંક્તિમાં સામાન્ય રીતે 16 અક્ષર બીજી પંક્તિમાં 15 અક્ષર
યતિ : 8, 16 અને 24માં અક્ષરે
પ્રશ્ન 6.
કહે દલપતરામ રાજ અધિરાજ સુણો,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
ઉત્તર :
છંદ : મનહર
બંધારણ : બે પંક્તિમાં મળીને એકત્રીસ અક્ષર, પહેલી પંક્તિમાં સામાન્ય રીતે 16 અક્ષર બીજી પંક્તિમાં 15 અક્ષર
યતિ : 8, 16 અને 24મા અક્ષરે
પ્રશ્ન 7.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો,
દેવી વૈમાનિકોના વિરતિભવન શો સિદ્ધ શૈલેશ ઊભો.
ઉત્તર :
છંદ : અગ્ધરા
બંધારણ : 21 અક્ષર, મનભનયયય
યતિ : 7 અને 14મા અક્ષરે
પ્રશ્ન 8.
આંસુના પડદા વતી નયન તો મારાં થયાં આંધળાં!
લૂક્યાં ના પણ ઉષ્ણ શ્વાસ દિલને અશ્રુ સુકાવી દીધાં!
ઉત્તરઃ
છંદ : શાર્દૂલવિક્રીડિત
બંધારણ : 19 અક્ષર, મસજસતતગા
યતિ : 12મા અક્ષરે
પ્રશ્ન 9.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શેલરાજની;
ન જણાય જશે તેવી સંધ્યા એ મધ્ય આજની.
ઉત્તરઃ
છંદ : અનુષ્ટ્રપ
બંધારણ : ચાર ચરણ, દરેકમાં આઠ અક્ષર. દરેક ચરણમાં પાંચમો લઘુ અને છઠ્ઠો ગુરુ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે.
પ્રશ્ન 10.
બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું, ઊભા રહેલનું;
સૂતેલાનું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલત્તનું.
ઉત્તર :
છંદ : અનુષ્ટ્રપ
બંધારણ : ચાર ચરણ, દરેકમાં આઠ અક્ષર. દરેક ચરણમાં પાંચમો લઘુ અને છઠ્ઠો ગુરુ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં અક્ષર ગુરુ અને બીજા તેમજ ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે.
પ્રશ્ન 11.
વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે?
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન.
ઉત્તરઃ
છંદ : ચોપાઈ
બંધારણ : ૧, દરેકમાં 15-15 માત્રા હોય છે.
પ્રશ્ન 12.
ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય
ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય.
ઉત્તરઃ
છંદ : દોહરો
બંધારણ : ૧, ચરણ; કુલ 24 માત્રા હોય છે.
પ્રશ્ન 13.
દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ;
સૂરજ જો ગરમી કરે, તો વરસ્યાની આશ.
ઉત્તરઃ
છંદ : દોહરો
બંધારણ : 4 ચરણ; કુલ 24 માત્રા હોય છે.
પ્રશ્ન 14.
કરવા સુધાની શાંતિ નૃપ નિજ વસ્ત્ર તે પર પાથરે.
ઉત્તરઃ
છંદ : હરિગીત
બંધારણ : 4 ચરણ, દરેક ચરણમાં 28 માત્રાઓ અને 28મો છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ.
પ્રશ્ન 15.
આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ.
ઉત્તર :
છંદ : સવૈયા એકત્રીસા
બંધારણ : 4 ચરણ, 31 અને 32 માત્રા હોય છે.
યતિ : 16મી માત્રાએ