GJN 10th Gujarati

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અનોખું મૈત્રીપર્વ

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અનોખું મૈત્રીપર્વ

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 અનોખું મૈત્રીપર્વ

અનોખું મૈત્રીપર્વ Summary in Gujarati

અનોખું મૈત્રીપર્વ કાવ્ય-પરિચય :

લેખક પરિચય : હિમાંશી શેલતનો જન્મ સૂરતમાં થયો હતો. તેમણે સૂરતની કૉલેજમાં અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. હતી, ‘આઠમો રંગ’, ‘સપ્તધારા’ તેમની નવલકથાઓ છે, ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘એ લોકો’, ‘સાંજનો સમય’, પંચવાયકા’ તેમની ટૂંકીવાર્તાઓના સંગ્રહો છે, ‘મુક્તિવૃત્તાંત’ તેમની આત્મકથા છે. ‘વિક્ટર’ પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનકથાઓ છે, ‘એકડાની ચકલીઓ’ તેમનો નિબંધ સંગ્રહ છે.

પાઠનો સારાંશ : મનુષ્યની પશુઓ સાથેની મૈત્રી યુગયુગોથી રહી છે. આજે આપણે એ ભૂલતાં જ ઈએ છીએ, પોતાના ઘરમાં પાળેલાં બિલાડી અને કૂતરાનાં બચ્ચાં સાથે લેખિકાને એવી મૈત્રી હતી કે એને પર્વરૂપે ઓળખાવે છે. આ બચ્ચાંઓનું વર્ણન જાણે કુટુંબીજનોનું વર્ણન હોય એવી આત્મીયતા આખા પાઠમાં છલકાય છે, ઝીણી ઝીણી વિગતોથી દરેક બચ્ચાંની ખૂબીઓ ૨જૂ થઈ છે તે વર્ણન મોહે કે ” છે. લેખિકાની અવલોકનશક્તિ કેવી સૂમ છે તે પણ સૂચવાય છે. કૂતરાં-બિલાડાં ઝઘડે જ એવી માન્યતા સામે, અહીં સૌ પ્રેમથી સાથે રહે છે એ નોંધપાત્ર છે. ઝઘડતા માણસો માટે કોઈ કૂતરાં-બિલાડાંની ઉપમા આપે તો લેખિકાને માઠું લાગે છે એ તેમની મૈત્રી કેવી મધુર અને નિકટની હતી તે સૂચવે છે.

અનોખું મૈત્રીપર્વ શબ્દાર્થ :

  • ઉત્તેજના – ઉશકેરણી, આવેશ
  • ઉત્કંઠા – આતુરતા, અધીરાઈ
  • શ્રમ – મહેનત
  • પેંતરો – યુક્તિ, પ્રપંચ
  • તબ – પ્રકાર, પદ્ધતિ
  • માર – બિલાડો
  • સાદી – સાથી
  • સન્નાટો – શાંતિ, નીરવતા
  • મુગ્ધતા – મુગ્ધ હોવાપણું
  • નબીરા – દીકરા કે દીકરીનું સંતાન
  • જાસૂસ – ગુપ્તચરે, બાતમીદાર
  • મસ્તી – ચકચૂર હોવાપણું, અડપલું
  • માતેલું – મત્ત બનેલું
  • અનુમાન – અટકળ, સંભાવના
  • મનસ્વી – સ્વછંદી
  • પરવી – તજવીજ, યુક્તિ
  • ફિકર – પરવા, ચિંતા

Class 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 અનોખું મૈત્રીપર્વ

સ્વાધ્યાય

નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લેખિકા શું ખોલીને અંદર ઘખલ થઈ ?
(A) કમાંડ
(B) કપાટ
(C) બારણું
(D) રૂમ
ઉત્તર :
(C) બારણું

પ્રશ્ન 2.
ઓરડામાં શું હતું ?
(A) લાઈટ
(B) ટેબલ
(C) પ્રકાશ
(D) અંધારું
ઉત્તર :
(D) અંધારું

પ્રશ્ન 3.
ભીંતે હાથ ફેરવીને શું દાળ્યું ?
(A) સ્વીચ
(B) માથું
(C) નાક
(D) પગ
ઉત્તર :
(A) સ્વીચ

પ્રશ્ન 4.
ટોપલો કેવો હતો ?
(A) નાનો
(B) મોટો
(C) વાંસનો
(D) ખપાટનો
ઉત્તર :
(B) મોટો

પ્રશ્ન 5.
મોટો ટોપલો શા માટે હતો ?
(A) શયનાથે
(B) અનાજાથે
(C) મનોરંજનાર્થે
(D) રમતાર્થે
ઉત્તર :
(A) શયનાથે

પ્રશ્ન 6.
મોટા ટોપલામાં કોણ સૂવે છે ?
(A) બિલાડીના ત્રણ બચ્ચાં
(B) કૂતરીનાં બે બચ્ચાં
(C) બિલાડીનું એક બચ્ચું
(D) કૂતરીનાં ત્રણ બચ્ચાં
ઉત્તર :
(A) બિલાડીના ત્રણ બચ્ચાં

પ્રશ્ન 7.
બિલાડીના કેટલાં બચ્યાં હતાં ?
(A) એક
(B) ત્રણ
(C) બે
(D) ચાર
ઉત્તર :
(B) ત્રણ

પ્રશ્ન 8.
લેખિકાની ગેરહાજરીમાં બચ્ચાંને કોણે સાચવ્યાં હતાં ?
(A) બહેને
(B) ભાઈએ
(C) બાએ
(D) પિતાશ્રીએ
ઉત્તર :
(C) બાએ

પ્રશ્ન 9.
બહાર નીકળીને ત્રણેય શું રમે છે ?
(A) લંગડી
(B) ખોખો
(C) પકડદાવ
(D) કબડ્ડી
ઉત્તર :
(C) પકડદાવ

પ્રશ્ન 10.
આ ત્રણેય બચ્ચાં શેના બનાયા હોય એમ લાગે છે ?
(A) સફેદ રેશમના
(B) કાળા રેશમના
(C) કાળી ઊનના
(D) સફેદ સુતરાઉ કાપડના
ઉત્તર :
(B) કાળા રેશમના

પ્રશ્ન 11.
એક બચ્ચે કેવું હતું ?
(A) જરા મોટું
(B) જરા નાનું
(C) જરા જાડું
(D) જરા પાતળું
ઉત્તર :
(A) જરા મોટું

પ્રશ્ન 12.
બીજું બચ્ચું કેવું હતું ?
(A) નાનું ને નબળું
(B) મોટું ને કમજોર
(C) નાનું ને તાકતવર
(D) મોટું ને પાતળું
ઉત્તર :
(A) નાનું ને નબળું

પ્રશ્ન 13.
ત્રીજું બચ્ચું કેવું હતું ?
(A) જાડું અને મજબૂત
(B) પાતળિયું પણ મજબૂત
(C) નાનું ને નીચું
(D) પાતળું પણ કાળું
ઉત્તર :
(B) પાતળિયું પણ મજબૂત

પ્રશ્ન 14.
મોટા બચ્ચાંની આંખ કેવી હતી ?
(A) સોનેરી
(B) રૂપેરી
(C) લાલ
(D) વાદળી
ઉત્તર :
(A) સોનેરી

પ્રશ્ન 15.
નાના નમણાની આંખ કેવી હતી ?
(A) લાલાશ પડતી
(B) ભૂરાશ પડતી
(C) સફેદ
(D) ભૂરી
ઉત્તર :
(B) ભૂરાશ પડતી

પ્રશ્ન 16.
પાતળિયા બચ્ચાંની આંખ કેવી હતી ?
(A) લાલ ઝાંયવાળી
(B) લીલી ઝાંયવાળી
(C) ભૂરી ઝાંયવાળી
(D) લીલી ઝાંયવાળી બદામી
ઉત્તર :
(D) લીલી ઝાંયવાળી બદામી

પ્રશ્ન 17.
લેખિકાના ખોળામાં ક્યું બચ્ચું બેસે છે ?
(A) મોટું
(B) નાનું
(C) પાતળું
(D) જાડું
ઉત્તર :
(A) મોટું

પ્રશ્ન 18.
બિલાડીના બચ્ચાં કઈ જાતિનાં હતાં ?
(A) રશિયન
(B) સિયામીઝ
(C) ચીની
(D) દેશી
ઉત્તર :
(B) સિયામીઝ

પ્રશ્ન 19.
આ બિલાડીનાં બચ્ચાં કયા શહેરમાં આવે છે ?
(A) ખેડા
(B) નડિયાદ
(C) સૂરત
(D) આણંદ
ઉત્તર :
(C) સૂરત

પ્રશ્ન 20.
ત્રણ બચ્ચાં પહેલાં ઘરમાં કેટલી દેશી બિલાડીઓ હાજર હતી ?
(A) ચાર
(B) પાંચ
(C) ત્રણ
(D) બે
ઉત્તર :
(B) પાંચ

પ્રશ્ન 21.
‘ખાવું પીવું નથી ?’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) પિતાશ્રી
(B) નાની બહેન
(C) બા
(D) બહેનપણી
ઉત્તર :
(C) બા

પ્રશ્ન 22.
કોણ આકર્ષક છટાવાળું પ્રાણી છે ?
(A) સિંહ
(B) વાધ
(C) ચિત્તો
(D) બિલાડી
ઉત્તર :
(D) બિલાડી

પ્રશ્ન 23.
બિલાડીઓના કયા નામ રાખ્યા ?
(A) મેબલ અને રાશેલ
(B) કેબલ અને રેશમ
(C) જેસલ અને ચેતન
(D) લયલા અને નાની
ઉત્તર :
(A) મેબલ અને રાશેલ

પ્રશ્ન 24.
બિલાડાનું શું નામ રાખ્યું ?
(A) ટાઈગરે
(B) રોકી
(C) થિયોડોર
(D) કમાન્ડર
ઉત્તર :
(C) થિયોડોર

પ્રશ્ન 25.
ઓરડામાંથી ક્યાં જવાની સુવિધા હતી ?
(A) બાગમાં
(B) અગાશીમાં
(C) ધાબે
(D) ગલીમાં
ઉત્તર :
(B) અગાશીમાં

પ્રશ્ન 26.
શી બિલાડીઓની શું ચાલે ?
(A) દાદાગીરી
(B) ખાણીપીણી
(C) રમત
(D) મસ્તી
ઉત્તર :
(A) દાદાગીરી

પ્રશ્ન 27.
સિયામીઝ બચ્ચાંની કુદરતી હાજત માટે શું રાખેલું હતું ?
(A) કમોડ
(B) માટીનો ટોપલો
(C) રેતીનું ટબ
(D) વાંસનો ટોપલો
ઉત્તર :
(B) માટીનો ટોપલો

પ્રશ્ન 28.
થિયોડોર કોના પાન સાથે રમે છે ?
(A) વડના
(B)પિપળાના
(C) નાળિયેરના
(D) લીમડાના
ઉત્તર :
(C) નાળિયેરના

પ્રશ્ન 29.
મેબલ અને રાશેલ કઈ બનાવટી રમત રમે છે ?
(A) શિકારીની
(B) ક્રિકેટની
(C) સાત તાલીની
(D) સતોડિયાની
ઉત્તર :
(A) શિકારીની

પ્રશ્ન 30.
મેબલ કોના જેવી લાગે છે ?
(A) કાળા રીંછ જેવી
(B) કાળા દીપડા જેવી
(C) કાળા હાથી જેવી
(D) કાળા કૂતરા જેવી
ઉત્તર :
(B) કાળા દીપડા જેવી

પ્રશ્ન 31.
મેબલ બારી નજીક બેસી શું ખાય છે ?
(A) બિસ્કીટ
(B) ખાખરા
(C) તડકો
(D) છીંક
ઉત્તર :
(C) તડકો

પ્રશ્ન 32.
બિલાડી કેવું પ્રાણી છે ?
(A) મનસ્વી
(B) સુંદર
(C) ગંદુ
(D) જંગલી
ઉત્તર :
(A) મનસ્વી

પ્રશ્ન 33.
લેખિકા કોને બૂમ પાડીને ઓરડામાં બોલાવે છે ?
(A) મેબલને
(B) રાશેલને
(C) થિયોડોરને
(D) ભાઈને
ઉત્તર :
(C) થિયોડોરને

પ્રશ્ન 34.
દેશી બિલાડીઓ શું પતાવીને ઊંધ તાતી હતી ?
(A) શિરામણ
(B) રોંઢો
(C) વાળ
(D) નાસ્તો
ઉત્તર :
(A) શિરામણ

પ્રશ્ન 35.
મેબલ અને રાશેલ ક્યાં દેખાય છે ?
(A) બાગમાં
(B) અગાશીમાં
(C) રસોડામાં
(D) રડામાં
ઉત્તર :
(C) રસોડામાં

પ્રશ્ન 36.
કોણ અમારો જરા ગામડિયો કૂતરો છે ?
(A) રોકી
(B) ટોમી
(C) ટાઈગર
(D) ટીકો
ઉત્તર :
(D) ટીકો

પ્રશ્ન 37.
રાશેલ સ્વભાવે કેવી છે ?
(A) થોડી શરમાળ
(B) થોડી ગુસ્સાવાળી
(C) થોડી શાંત સ્વભાવની
(D) થોડી કંજૂસ
ઉત્તર :
(A) થોડી શરમાળ

પ્રશ્ન 38.
ટેબલ પરથી ટેબલ નીચે શેની મોજ માણે છે ?
(A) લંગડીની
(B) સંતાકૂકડીની
(C) ખાવાની
(D) પકડાવની
ઉત્તર :
(B) સંતાકૂકડીની

પ્રશ્ન 39.
કુલ કેટલા પ્રાણીઓ એક સાથે રમે છે ?
(A) છે
(B) સાત
(C) આઠ
(D) પાંચ
ઉત્તર :
(C) આઠ

પ્રશ્ન 40.
‘આ બધી બિલાડીઓ તમારી ?’ આવું કોણ પૂછે છે ?
(A) પાડોશીખો
(B) મિત્રો
(C) ૨ાહધરીનો
(D) વિદેશી
ઉત્તર :
(C) ૨ાહધરીનો

પ્રશ્ન 41.
અમારો દોસ્ત કોણ છે ?
(A) ગાંડિયો
(B) લાલિયો
(C) જાડીઓ
(D) ખેપાની
ઉત્તર :
(B) લાલિયો

પ્રશ્ન 42.
‘અનોખું મૈત્રીપર્વ’ પાઠની લેખિકા કોણ છે ?
(A) વાસંતી દવે
(B) નીતા આચાર્ય
(C) ઉષા રાવલ
(D) હિમાંશી શેલત
ઉત્તર :
(D) હિમાંશી શેલત

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લેખિકાને જલ્દી શું જોવાની ઇચ્છા છે ?
ઉત્તર :
લેખિકાને જલ્દી બિલાડીના બચ્ચાંને જોવાની ઇચ્છા છે.

પ્રશ્ન 2.
બિલાડીના બચ્ચાંને શયનાર્થે કેવી વ્યવસ્થા ગોઠવાઈ છે ?
ઉત્તર :
બિલાડીના બચ્ચાંને શયનાથે મોટા ટોપલાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રશ્ન 3.
લેખિકાની ગેરહાજરીમાં બિલાડીના બચ્ચાંને કોણે સાચવ્યા હતા ?
ઉત્તર :
લેખિકાની ગેરહાજરીમાં બિલાડીના બચ્ચાંને તેમની બાએ ઠીકઠીક શ્રમ લીધો હતો.

પ્રશ્ન 4
બિલાડીના ત્રણેય બચ્ચાં કેવાં હતાં ?
ઉત્તર :
બિલાડીના ત્રણેય બચ્ચાં કાળા રેશમના બન્યા હોય તેવાં હતાં. રંગ એકદમ સરખો, જરીક ફેર નહિ. શી બિલાડીમાં હોય એવું એકાદ સફેદ કે કેસરી ધાબુ – ટપકુંય નહિ. કાળો એટલે કાળો.

પ્રશ્ન 5.
બિલાડીના ત્રણ બચ્ચાંની શરીર સંપત્તિ કેવી હતી ?
ઉત્તર :
બિલાડીના ત્રણેય બચ્ચાં શરીર સંપત્તિમાં ભિન્ન-ભિન્ન જણાતા હતા. એક જરા મોટું લાગ્યું. બીજું નાનું ને નબળું ને ત્રીજું પાતળિયું – પણ મજબૂત.

પ્રશ્ન 6.
ત્રણેયની આંખોનો રંગ કેવો હતો ?
ઉત્તર :
મોટા બચ્ચાંની આંખ સોનેરી હતી. નાના-નમણાં બચ્ચાંની આંખ ભૂરાશ પડતી હતી અને પાતળિયાની આંખ લીલી ઝાંયવાળી બદામી હતી.

પ્રશ્ન 7.
લેખિકાને મોટા બચ્ચાં સાથે કેવી રીતે મૈત્રી થઈ ?
ઉત્તર :
લેખિકાએ મોટા બચ્ચાંને હાથ લંબાવીને મંત્રીની ઓફર કરી. નજીક આવ્યું એટલે એને ગાલે, દાઢીને ગરદન પર લેખિકાએ આંગળીઓ ફેરવી તે રાજી થઈને લેખિકાની ગોદમાં બેઠું અને ગેલ કરવા લાગ્યું. આમ, મોટા બચ્ચાં સાથે લેખિકાને પાકી મૈત્રી થઈ.

પ્રશ્ન 8.
લેખિકાની બહેનપણીએ બિલાડીના બચ્ચાંને કેવી રીતે મોકલ્યા ?
ઉત્તર :
બિલાડીઓ માટેનું લેખિકાનું ગાંડપણ મારી બહેનપણી જાણે એટલે એણે તો બચ્ચાં મેળવી જ લીધાં અને મોટી બાસ્કેટમાં સારો સંગાથ મેળવી સૂરત મોકલી આપ્યાં.

પ્રશ્ન 9.
બિલાડીના આ ત્રણ બચ્ચાંનો પરિચય આપો.
ઉત્તર :
બિલાડીના આ ત્રણ બચ્ચાં નવાં ને તે પણ પાછા ઊંચા કુળના માનવંતા નબીરા પરિવારના સભ્યોને ઉત્સાહ અને ટેન્શન એક સાથે, કારણ કે લેખિકા બહારગામ, મૂળ સિયામીઝ માર્જર ત્રિપુટી હતી, જાણે કે અમાસની રાતના પોલમાં બનાવી હોય એવી કાળી.

પ્રશ્ન 10.
બાએ બબડતાં લેખિકાને શું કહ્યું ?
ઉત્તર :
બાએ બબડતાં લેખિકાને કહ્યું : “આ ક્યારની શું કરે છે ? બિલાડીના બચ્ચાંને જોઈને ગાંડી થઈ જાય છે ? ખાવું-પીવું નથી ?”

પ્રશ્ન 11.
લેખિકાએ બિલાડીઓના કેવા નામ રાખ્યાં ?
ઉત્તર :
લેખિકાએ બિલાડીઓના નામ રાખવામાં ફોઈની ભૂમિકા અદા કરી. બે બિલાડીઓના નામ મેબલ અને રાશેલ રાખ્યાં તથા એક બિલાડીનું નામ થિયોડોર રાખ્યું

પ્રશ્ન 12.
આ નવાં આગંતુકોની દિનચર્યા વર્ણવો.
ઉત્તર :
આ ત્રણા મુંબઈગરાં સોફિસ્ટિકેટેડ એટલે દૂધ, બિસ્કીટ અને ઈંડાં ખાય. ખાવાનું ઘડિયાળના કાંટે, કુદરતી હાજત માટે માટીવાળો ટોપલો.

પ્રશ્ન 13.
ઘરની દેશી બિલાડીઓની દિનચર્યા કેવી હતી ?
ઉત્તર :
પરની શી બિલાડીઓનું વૃંદ ખાઈપીને માતેલું થયેલું. ઘરનો અને આસપાસનો ખૂણેખૂણો જાશે, એમની તો દાદાગીરી ચાલે.

પ્રશ્ન 14.
થિયોડોર કોના પાન સાથે કેવા ખેલ કરે છે ?
ઉત્તર :
થિયોડોર નાળિયેરીના પાનને વળગી સમતુલાના ભાતભાતના ખેલ દેખાડી અમને સૌને ચકિત કરી દેતો.

પ્રશ્ન 15.
મેબલ અને રાશેલ કેવી રમત રમે છે ?
ઉત્તર :
મેબલ અને રાશેલ બનાવટી શિકારીની રમત રમે. નાનાં અમથા પાન કે ઠળિયા પાછળ દોડાદોડી કરીને ગાંડા થાય.

પ્રશ્ન 16.
ત્રણેય બિલાડીઓની ખાવાની ટેવ કેવી છે ?
ઉત્તર :
ત્રણેય બિલાડીઓને ખવડાવવું બહુ મુશ્કેલ હતું, કેટલા લાડ અને માનપાન મળે પછી ખાવા બેસે, ખાવાની કશી ઉતાવળ નહિ. આરામથી જમે.

પ્રશ્ન 17.
મેબલની શરીર સંપત્તિ કેવી છે ?
ઉત્તર :
મેબલનો વિકાસ સહુથી સરસ રહ્યો હતો. ઝડપથી વજન વધતું હતું. પાછલા પગ લગીર ઊંચા, લચકદાર, મોહક ચાલ, અણિયાળા કાનની ટોચ લાલાશ પડતી બદામી કાળા દીપડા જેવી લાગે.

પ્રશ્ન 18.
લેખિકાએ બૂમ પાડીને કોને બોલાવ્યો ?
ઉત્તર :
લેખિકાએ બૂમ પાડીને થિયોડોરને બોલાવ્યો ને તે તુરંત દોડતો ઓરડામાં હાજર પણ થઈ ગયો !

પ્રશ્ન 19.
સિયામીઝ બિલાડીઓ અને દેશી બિલાડીઓનો પરિચય વિધિ કેવો રહ્યો ?
ઉત્તર :
સિયામીઝ બિલાડીઓ અને દેશી બિલાડીઓનો પરિચય વિધિ આનંદદાયક રહ્યો. પાંચ વત્તા ત્રણ એટલે કે કુલ આઠ બિલાડીઓ સંપીને એક સાથે સંતાકુકડી અને બીજી અવનવી રમતો રમીને, પ્રેમની ભાષા સમજીને લેખિકાને રાજીરાજી કરે છે. કોઈ બાઝીબાઝી કે લડાઈ નહિ..

પ્રશ્ન 20.
થિયોડોર અને ટીકો કેવી રીતે ભાઈબંધ થયા ?
ઉત્તર :
થિયોડોર ખુરશી પર બે પગ રાખી ટીકાને તેની ભાષામાં કંઈક કહે છે. ટીકો થોડું સમજે છે, પછી થિયોડોર ટીકા અને નાનીની – વચ્ચે બેસી જાય છે, બસ પછી ભાઈબંધી પાકી થઈ જાય છે.

પ્રશ્ન 21.
રાશેલનો સ્વભાવ કેવો છે ?
ઉત્તર :
રાશેલ જરા શરમાળ સ્વભાવની છે, પણ પછી મેબલનું મમતાવડું વલણ જોઈ તે હિંમત ભેગી કરે છે, થોડી ડરે છે, પણ અંતે એનો પણ ખચકાટ જતો રહે છે.

પ્રશ્ન 22.
રાહદારીઓ લેખિકાને શું પૂછે છે ?
ઉત્તર :
આઠેય બિલાડીઓને એકી સાથે રમતી જોઈને રાહદારીઓને આશ્ચર્ય થાય છે. લેખિકાને પૂછે પણ છે : ‘આ બધી બિલાડીઓ તમારી ?’ લેખિકા પૂરા સંતોષથી કહે છે : ‘બધીયે અમારી…’

પ્રશ્ન 23.
લેખિકા જ્યારે જીભ કચરે છે ?
ઉત્તર :
માણસો એક વાક્ય બોલે છે : ‘આ લોકો તો કૂતરાં-બિલાડા જેવું લડે છે’ સાંભળીને લેખિકા જીભ કરે છે, તેમને આ વાક્ય સાંભળી દુ:ખ થાય છે.

પ્રશ્ન 24.
‘અનોખું મૈત્રીપર્વ’ પાઠના લેખિકા કોણ છે ?
ઉત્તર :
અનોખું મૈત્રીપર્વ’ પાઠના લેખિકા હિમાંશી શેલત છે.

નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લેખિકાને શેનું આકર્ષણ વધુ છે ?
ઉત્તર :
લેખિકાને બિલાડીનાં બચ્ચાંને પાળવાનું અને તેની સાથે રમવાનું અને તેની સાથે મૈત્રી બાંધવાનું ખૂબ આકર્ષણ છે. તેની બહેનપણી તેને માટે ત્રણ બિલાડીનાં બચ્ચાં મોકલે છે, જેને જોવામાં અને તેની સાથે મૈત્રી કરવામાં લેખિકા સાનભાન ભૂલીને ખાવાનું પણ વિસરી જાય છે. લેખિકાનો આ શોખ ગાંડપણમાં ખપે તેવી છે.

પ્રશ્ન 2.
સિયામીઝ બિલાડીના બચ્ચાં કેવાં છે ?
ઉત્તર :
સિયામીઝ બિલાડીના બચ્ચાં એકદમ કાળાં છે. ચતુર છે. શિસ્તબદ્ધ છે. માયાળુ છે. સમજ ધર છે, બીજી દેશી બિલાડીનો સાથે, કૂતરાં સાથે સંપીને રહે છે, સમયસર ખાય છે, કુદરતી હાજત પણ યોગ્ય ઠેકાણો કરે છે, ઘડિયાળના કોટ જાગે છે, ખાય છે અને સૂવે છે, કોઈ જાતની લડાઈમાં માનતા નથી. ખૂબ ઉમદા અને જાણે ઉચ્ચ કેળવણી પામેલા હોય તેવા શાંત, પ્રેમાળ અને માયાળુ છે, લેખિકા આવાં બચ્ચાં મેળવી ખૂબ ખુશ થાય છે !

પ્રશ્ન 3.
લેખિકાની સાંજ કેવી રીતે પસાર થાય છે ?
ઉત્તર :
લેખિકા સાંજે ઘેર આવે ત્યારે જાણે પાંખો ફૂટી હોય એમ ઉત્સાહિત બને છે. ઓરડામાં પેસી બારણું બંધ કરીને પહેલાં ખાણીપીણી ચાલે, પછી અગાશીમાં સીધી પહોંચે આ મંડળી. નારંગી ઉજાસમાં કાળા રેશમી આકાર ઊછળતા, કંતા મસ્તીએ ચડે, થિયોડોર નાળિયેરના પાન પર સમતુલા બતાવે. મેબલ અને રાશેલ બનાવટી શિકારીની રમત રમે, નાનાં પાન કે ઠળિયા માટે દોડીઘેડીને ગાંડા થાય ! આમ, લેખિકાની સાંજ આનંદભરી અને હર્ષથી છલોછલ પસાર થાય છે.

પ્રશ્ન 4.
લેખિકાના મિત્ર કેવી રીતે ખુશ થાય છે ?
ઉત્તર :
લેખિકાના મિત્રો એવું માને છે કે પોતાનું નામ સાંભળીને દોડતું આવે એવું પ્રાણી બિલાડી હોઈ જ ન શકે. એટલે લેખિકા પ્રયોગ ખાતર થિયોડોર બિલાડાને નામથી બોલાવે છે ને સૌના આશ્ચર્ય વચ્ચે થિયોડોર દોડતો આવીને ઓરડીમાં સૌની વચ્ચે હાજર થાય છે. આ રીતે લેખિકા પોતાના મિત્રોને ખુશ કરી દે છે. પ્રેમથી પશુ પણ વશ થાય છે.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો:

પ્રશ્ન 1.
સિયામીઝ બિલાડીનાં બચ્ચાંની ખાનપાનની ટેવ વિશે ટૂંકમાં લખો.
ઉત્તર :
સિયામીઝ બિલાડીનાં બચ્ચાંની ખાનપાનની ટેવ એક ઉમદા અને શિક્ષિત પરિવારનાં સભ્ય હોય તેવી વિશિષ્ટ અને શિસ્તબદ્ધ છે. ઘડિયાળના કાંટે જમવાનું, જાગવાનું, કુદરતી હાજતે યોગ્ય ઠેકાણે જવાનું, શાંતિથી જમવાનું અને મસ્તીથી સૂવાનું એવું લાગે છે કે જાણે પોતે કહેબના એક સભ્ય જ હોય ! શાંતિથી જમે, રમે અને કોઈ પણ જાતની ઉપાધિ કરાવ્યા વગર શાંતચિત્તે જમે, રમે અને કોઈ પણ જાતની ઉપાધિ કરાવ્યા વગર શાંતચિત્તે જીવે છે અને સૌને આનંદ આપીને જીવાડે છે. લેખિકા પણ આવાં બચ્ચાં મેળવીને ગૌરવ અનુભવે છે. દેશી બિલાડી અને દેશી કૂતરાં સાથે પણ આ સિયામીઝ બચ્ચાં, જેમ દૂધમાં સાકર ભળે, એમ ભળીને રમે છે. આ એની વિશેષતા છે. ખરેખર, આ બચ્ચાં ખૂબ ઉમદા છે.

પ્રશ્ન 2.
સિયામીઝ બિલાડીનાં બચ્ચાં અને દેશી બિલાડીઓની રમતનું વર્ણન ટૂંકમાં કરો.
ઉત્તર :
સિયામીઝ બિલાડીનાં બચ્ચાં અને દેશી બિલાડીઓ એક સાથે તુરંત જ મિત્ર બની જાય છે અને પછી એમની રમત ચાલુ થાય છે, ટેબલ ઉપર અને ટેબલની નીચે સંતાકુકડીની રમત રમે છે. પડદા પરથી નખ ભેરવીને સડસડાટ ઉપર પહેંચવાની સ્પર્ધા ચાલે છે, બધાં સહજ ભાવે એકબીજાને સ્વીકારી લે છે, અમને તો ડર હતો કે ક્યાંક ત્રીજુ વિશ્વયુદ્ધ ન ફાટી નીકળે ? બધાં જ મિત્રો હોય, એક જ પરિવારના હોય એમ સિયામીઝ બિલાડી, દેશી બિલાડી અને દેશી કૂતરાં સંપીને સાથે રહે છે, રમે છે અને મૈત્રીની મજબૂત ગાંઠ બંધાય છે, અગાશીમાં પણ બધાં સાથે રમે છે, નાચે છે ને ખુશ થાય છે. રાહદારીઓને પણ આવી મૈત્રી જોઈ આશ્ચર્ય થાય છે.

નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

  • ઉત્તેજના . આવેશ
  • ઉત્કંઠા – અધીરાઈ
  • સાહેદી – સાક્ષી
  • જાસૂસ – ગુપ્તચર
  • શ્રમ – મહેનત
  • હબ – પ્રકારે
  • સન્નાટો – શાંતિ
  • મસ્તી – અડપલું
  • પેંતરો – યુક્તિ
  • માર્જર – બિલાડી
  • નબીરા – સંતાન
  • અનુમાન – સંભાવના

નીચેના શબ્દોની સાચી જોડણી લખો :

  • મૈત્રિ – મૈત્રી
  • અંધારૂ – અંધારું
  • પાતળી – પાતળિયા
  • બીલાડ – બિલાડી
  • ખાવુંપીવું – ખાવુંપીવું
  • સ્થીતી – સ્થિતિ
  • સોફીસ્ટીક્ટ – સોફિસ્ટિકેટેડ
  • ત્રીપૂટિ – ત્રિપૂટી
  • પ્રકૃતી – પ્રકૃતિ

નીચેના શબ્દોની સંધિ છોડો :

  • કૃષ્ણાર્જુન – કૃષ્ણ + અર્જુન
  • સુરેન્દ્ર – સુર + ઈન્દ્ર
  • દિગંબર – દિક + અંબર
  • પુત્રેષણા – પુત્ર + એષણા
  • સંમતિ – સ + મતિ
  • નિઃશબ્દ – નિઃ + શબ્દ
  • સજ – સરઃ + જ
  • પાવક – પ + અક
  • પ્રાણાગ્નિ – પ્રાણ + અગ્નિ

નીચેની પંક્તિની માત્રા લખો અને સવિસ્તર ઉત્તર આપો.
ચાતક ચકવા ચતુર નર, પ્રતિદિન ફરે ઉદાસ;
ખર, ઘૂવડને મૂર્ખ જન, સુખે સુવે નિજવાસ.
ઉત્તર :
211 112 111 1 1 = 13 માત્રા
પહેલું ચરણ :
1. ચાતક ચકવા ચતુર નર ત્રીજું ચરણ
3. ખર, ઘૂવડને મૂર્ખ જન
11 2112 21 1 = 13 માત્રા
1111 12 121 = 11 માત્રા
બીજું ચરણ :
2. પ્રતિદિન ફરે ઉદાસ
12 12 1 12 1 = 21 માત્રા
ચોથે ચરશ :
4. સુખે સુવે નિજવાસ
માત્રા મેળ છંદનું નામ : દોહરો
માત્રાની ગણતરી : પહેલા/ત્રીજા ચરણમાં 13 માત્રા અને બીજા/ચોથામાં 11 માત્રા.
પતિ : 13 માત્રા પછી.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *