Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 1 વૈષ્ણવજન (First Language)
Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 1 વૈષ્ણવજન (First Language)
Class 10 Gujarati Textbook Solutions Chapter 1 વૈષ્ણવજન (First Language)
વૈષ્ણવજન Summary in Gujarati
વૈષ્ણવજન કાવ્ય – પરિચય
– નરસિંહ મહેતા [ઈ. સ. પંદરમી સદી]
“વૈષ્ણવજન’ સાહિત્યસ્વરૂપની દષ્ટિએ ‘પદ છે. આપણા આદ્યકવિ નરસિંહ મહેતા આ પદના કવિ છે. મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલાં કેટલાંક શ્રેષ્ઠ પદોમાં, નરસિંહ મહેતાનું આ પદ, સાચા ભક્તનાં લક્ષણોને સરળ ભાષામાં રજૂ કરતું હોવાથી, તેમજ તેની સાદી, સરળ, સહજ છતાં માર્મિક કાવ્ય – ભાષા – શૈલીને કારણે નોખું તરી આવે છે.
માનવ અને માનવતાને પ્રગટ કરતું હોવાથી, આ પદ મહાત્મા ગાંધીને પણ અતિપ્રિય હતું. આશ્રમમાં દરરોજ થતી પ્રાર્થનામાં, ગાંધીજીએ આ પદને સ્થાન આપ્યું હતું. ઉપરાંત તેમણે જાતે તૈયાર કરેલી સર્વધર્મ – પ્રાર્થનાની પુસ્તિકા “આશ્રમ ભજનાવલી’માં આ પદ પ્રગટ (પ્રકાશિત) કર્યું હતું.
આમ, એ પુસ્તિકાને કારણે આ પદ વિશ્વવિખ્યાત બન્યું હતું.
આમ તો વૈષ્ણવજન’નો સાદો અર્થ છે – જે વિષ્ણુભક્ત છે, વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરે છે, તે વ્યક્તિ. જોકે કવિની દષ્ટિએ આ અર્થ અધૂરો છે. ખરો વૈષ્ણવ બીજાને પીડા આપતો નથી, પણ બીજાની પીડા સમજી – પામી તેને દૂર કરવા પ્રયત્ન કરે છે.
બીજાના ભલામાં ઊભો રહે છે, ભલું કરવા છતાં મનમાં લેશમાત્ર ભાર રાખતો નથી. પોતે નિંદા સહન કરે છે, પણ બીજાની નિંદા કરતો નથી. સાચું બોલે છે, સાચું જીવે છે. જેનાં વાણી, ચારિત્ર્ય તેમજ મન પવિત્ર અને નિર્મળ હોય છે.
પરસ્ત્રી પ્રત્યે એનો માતા સમાન વ્યવહાર હોય છે. જે લોભ, મોહ, કામ, કપટ તેમજ ક્રોધરહિત હોય છે.
આવી વ્યક્તિ સ્વયં તીર્થરૂપ છે, એનાં દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે ને આપણી ઈકોતેર પેઢી પુણ્યપ્રભાવથી તરી જાય છે.
વૈષ્ણવજન કાવ્યની સમજૂતી
સાચો વૈષ્ણવ એ છે જે – પરાઈ પીડાને જાણે છે, સમજે છે, એ પીડાને દૂર કરી ભલાઈ કરે છે, છતાં ભલું કર્યાનું સહેજ પણ અભિમાન મનમાં રાખતો નથી.
(સાચો વૈષ્ણવ એ છે) જે – સારાયે સંસારમાં સૌને વંદન કરે છે, સૌનો આદર કરે છે. કોઈની નિંદા કરતો નથી. વાણી, ચારિત્ર્ય તેમજ મન દઢ રાખે છે, એવા(વૈષ્ણવજન)ની જનની ખરેખર (એને જન્મ આપીને) ધન્ય છે.
(સાચો વૈષ્ણવ એ છે) જે સંસારમાં સૌને સમભાવથી, સમાન નજરે જુએ છે, જેણે પોતાને દુઃખી કરે એવી ઇચ્છાઓ(કામનાઓ)નો ત્યાગ કર્યો છે, જે ક્યારેય ખોટું બોલતો નથી, ખોટું કરતો નથી. પરસ્ત્રીને માતા માને છે ને પારકાના ધનને સ્પર્શ કરતો નથી.
જેનામાં સંસાર ઉપરના મોહનો અભાવ હોય છે, તેને સંસારની મોહમાયા અસર કરતી નથી, દુઃખ આપતી નથી. જેને રામનામની ધૂન લાગી હોય એવો વૈષ્ણવજન પોતે જ તીર્થસ્વરૂપ હોય છે.
સાચો વેષ્ણવ કપટ કે ક્રોધ વિનાનો હોય છે, કામ – ક્રોધ ઉપર એણે વિજય મેળવ્યો હોય છે. કવિ નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજનનાં જે દર્શન કરે છે, એનાં ઈકોતેર કુળ તરી જાય છે.
વૈષ્ણવજન શબ્દાર્થ
- વૈષ્ણવજન – વિષ્ણુની ઉપાસના કરનાર વ્યક્તિ, (અહીં) વિષ્ણુભક્ત.
- પીડ – દુઃખ, મુશ્કેલી.
- પરાઈ – બીજાની,
- સકળ લોક – આખું જગત.
- ઉપકાર – ભલું કરવું તે, ભલાઈ.
- સકળ – સમગ્ર.
- નિંદા – બદગોઈ, વગોવણી.
- નિશ્ચલ(ળ) – અડગ, સ્થિર.
- જનની – માતા.
- સમદષ્ટિ – સૌને સમાનભાવે જોવું, સૌના પ્રત્યે સમભાવ રાખનારી દષ્ટિ.
- તૃષ્ણા – લાલસા, ઇચ્છા,
- ત્યાગવું – ત્યજી દેવું.
- જિહ્વા – જીભ, (અહીં) વાણી.
- મોહ – આસક્તિ.
- માયા – મમતા, સ્નેહ.
- વ્યાપે નહિ – સ્પર્શે નહિ.
- દઢ – અટલ, અડગ,
- વૈરાગ્ય – સંસાર ઉપરના મોહનો અભાવ.
- રામનામ શું – રામના નામની.
- તન – કાયા, શરીર, દેહ.
- વણલોભી – લોભ વિનાનું.
- કપટરહિત – પ્રપંચ વિનાનું.
- કામ – વાસના, ઇચ્છા.
- નિવારવું – દૂર કરવું.
Std 10 Gujarati Textbook Solutions Chapter 1 વૈષ્ણવજન Important Questions and Answers
વૈષ્ણવજન પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો
પ્રશ્ન 1.
નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે?
ઉત્તર :
જે સકળમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેનાં મન – વચન – ચારિત્ર્ય નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે.
પ્રશ્ન 2.
પરસ્ત્રી જેને માત રે’ પંક્તિ સમજાવો.
ઉત્તર :
પરસ્ત્રી જેને માત રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દષ્ટિને વ્યક્ત કરે છે. તે સૌની તરફ સમભાવ અને સમદષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતા ગણે છે.
પ્રશ્ન 3.
કવિ વૈષ્ણવજનનાં દર્શનને પવિત્ર શા માટે ગણે છે?
ઉત્તરઃ
સાચો વૈષ્ણવ નિલભી, નિર્મળ અને નિખાલસ હોય છે. તેના હૃદયમાં કામક્રોધ અને મોહમાયાને કોઈ સ્થાન નથી. એ તીર્થસ્વરૂપ હોય છે. આથી કવિ વૈષ્ણવજનનાં દર્શનને પવિત્ર ગણે છે.
પ્રશ્ન 4.
કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ શા માટે કહે છે?
અથવા
સકળ તીરથ તેના તનમાં રે” પંક્તિનો અર્થ જણાવો.
2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
ગુજરાતી સાહિત્યમાં ‘આદિકવિ’નું બિરૂદ કોને મળેલું છે?
ઉત્તર :
ગુજરાતી સાહિત્યમાં “આદિકવિ’નું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે.
પ્રશ્ન 2.
નરસિંહ મહેતાનાં પદ કયા નામે જાણીતાં છે?
ઉત્તર:
નરસિંહ મહેતાનાં પદ પ્રભાતિયાં તરીકે જાણીતાં છે.
પ્રશ્ન 3.
નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિપ્રિય હતું? .
ઉત્તર :
નરસિંહ મહેતાનું “વૈષ્ણવજન’ પર ગાંધીજીને અતિપ્રિય હતું.
પ્રશ્ન 4.
વૈષ્ણવજન બીજાના દુઃખે શું કરે, છતાં અભિમાન કરતો નથી?
ઉત્તર :
વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે, છતાં અભિમાન કરતો નથી.
પ્રશ્ન 5.
સકળ લોકમાં “વૈષ્ણવજન’ શબ્દ કેવી વ્યક્તિ માટે વપરાયો છે?
ઉત્તર :
સકળ લોકમાં “વૈષ્ણવજન’ શબ્દ સજ્જન માટે વપરાયો છે.
પ્રશ્ન 6.
ભારત અને વિશ્વમાં વૈષ્ણવજન’ કોને કારણે જાણીતું થયું?
ઉત્તર :
ભારત અને વિશ્વમાં “વૈષ્ણવજન’ ગાંધીજીને કારણે જાણીતું થયું.
પ્રશ્ન 7.
વૈષ્ણવજન કોને વંદન કરે છે?
ઉત્તર :
વૈષ્ણવજન સકળ લોકને વંદન કરે છે.
પ્રશ્ન 8.
કવિએ વૈષ્ણવજનના “ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે?
ઉત્તરઃ
કવિએ વૈષ્ણવજનના ચારિત્ર્ય’ માટે ‘કાછ’ શબ્દ પ્રયોજ્યો છે.
પ્રશ્ન 9.
નરસિંહ મહેતા કોને ધન્ય માને છે?
ઉત્તરઃ
નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય માને છે.
પ્રશ્ન 10.
વૈષ્ણવજનને કોણ માતા સમાન છે?
ઉત્તરઃ
વૈષ્ણવજનને પરસ્ત્રી માતા સમાન છે.
પ્રશ્ન 11.
વૈષ્ણવજન જીવનમાં તૃષ્ણા સાથે કઈ રીતે કામ લે છે?
ઉત્તર:
વૈષ્ણવજન જીવનમાં ત્યાગ કરીને કામ લે છે.
પ્રશ્ન 12.
વૈષ્ણવજન જીવનમાં જીભનો શો ઉપયોગ કરે છે?
ઉત્તરઃ
વેષ્ણવજન જીવનમાં જીભનો સાચું બોલવામાં ઉપયોગ કરે છે.
પ્રશ્ન 13.
પારકાની લક્ષ્મીને જે હાથ લગાડતો નથી, તેને નરસિંહ મહેતા કેવો કહે છે?
ઉત્તર :
પારકાની લક્ષ્મીને જે હાથ લગાડતો નથી, તેને નરસિંહ મહેતા વૈષ્ણવજન કહે છે.
પ્રશ્ન 14.
વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી?
ઉત્તરઃ
વૈષ્ણવજનનું મન મોહમાયામાં વ્યાપેલું રહેતું નથી.
પ્રશ્ન 15.
વૈષ્ણવજનના મનમાં દઢપણે શું જોવા મળે છે?
ઉત્તર :
વૈષ્ણવજનના મનમાં દઢપણે વૈરાગ્ય જોવા મળે છે.
પ્રશ્ન 16.
સકળ લોકમાં કોણ તીર્થસ્વરૂપ છે?
ઉત્તરઃ
સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થસ્વરૂપ છે.
પ્રશ્ન 17.
વૈષ્ણવજનને શાની લગની લાગી હોય છે?
ઉત્તરઃ
વૈષ્ણવજનને રામનામની લગની લાગી હોય છે.
પ્રશ્ન 18.
“વણલોભી ને કપટરહિત છે, કામ – ક્રોધ નિવાર્યા રે,’ આ પંક્તિ કયા કાવ્યની છે?
ઉત્તરઃ
‘વણલોભી ને કપટરહિત છે, કામ – ક્રોધ નિવાર્યા રે,’ આ પંક્તિ વૈષ્ણવજન કાવ્યની છે.
પ્રશ્ન 19.
કોનાં દર્શન માત્રથી ઈકોતેર કુળ તરી જવાય છે?
ઉત્તરઃ
વૈષ્ણવજનનાં દર્શન માત્રથી ઈકોતેર કુળ તરી જવાય છે.
વૈષ્ણવજન સાકરણ
માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:
- દષ્ટિ – (દષ્ટિ, દ્રષ્ટિ, દ્રસ્ટિ)
- તુષ્ણા – (તૃષ્ણા, તૃસ્યા, તૃષ્ણા)
- વઇષ્ણવ – (વૈષ્ણવ, વૈષ્ણવ, વિષ્ણવ)
- અભેમાન – (અભીમાન, અભિમાન, અભિમન)
- આહવા – (જીહ્વા, જિદ્વા, જિહવા)
- કામક્રોધ – (કામક્રોધ, કૉમક્રોધ, કામકોધ)
- પરસ્ત્રી – (પરસ્ત્રી, પરસિ, પરસ્ત્રિ)
- વિરાગ્ય – (વૈરાગ્ય, વેરાય, વિરગ્ય)
ઉત્તરઃ
- દષ્ટિ
- તૃષ્ણા
- વૈષ્ણવ
- અભિમાન
- જિહ્વા
- કામક્રોધ
- પરસ્ત્રી
- વેરાગ્ય
2. નીચેના શબ્દની સાચી સંધિ જોડોઃ
વિ + આપ = (વિલાપ, વીઆપ, વ્યાપ)
ઉત્તર :
વ્યાપ
3. નીચેના શબ્દની સાચી સંધિ છોડોઃ
નિર્મળ = (નિર (નિ) + મળ, નીર (ની: + મળ), (નિત્ + મળ).
ઉત્તરઃ
નિર્ (નિ) + મળ
4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- વૈષ્ણવજન – (કર્મધારય, ધન્દ્ર, તપુરુષ)
- પરધન – (તપુરુષ, કર્મધારય, બહુવ્રીહિ)
- નિર્મળ – (બહુવ્રીહિ, તપુરુષ, કર્મધારય)
- સમદષ્ટિ – (દ્વન્દ્ર, કર્મધારય, ઉપપદ)
- રામનામ – (તપુરુષ, હિંગુ, કન્દ્ર)
- કામક્રોધ – (દ્વિગુ, કન્દ્ર, તત્પરુષ)
ઉત્તરઃ
- કર્મધારય
- તત્પરુષ
- બહુવ્રીહિ
- કર્મધારય
- તપુરુષ
- દ્વન્દ
5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
- લોભી
- ઉપકાર
- પરધન
- પરસ્ત્રી
- અસત્ય
- વણલોભી
- સમદષ્ટિ
- અભિમાન
- પરાઈ
- નિર્મળ
ઉત્તરઃ
- પરપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પરપ્રત્યય
- પૂર્વપ્રત્યય
6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
- નિંદા = (વગોવણી, ઊંઘ, નીંદણ)
- કપટ = (પડદો, ખરાબ કિનારો, છળપ્રપંચ).
- વૈરાગ્ય = (અનાસક્તિ, આસક્તિ, આદ્યશક્તિ)
- દષ્ટિ = (આંખ, નેત્ર, નજર)
- ઉપકાર = (કલ્યાણ, હાનિ, દ્રોહ)
- લોક = (જનસમૂહ, જેલ, લોકઅપ)
- દઢ = (બહાદુર, મજબૂત, સંકલ્પ)
- જિહ્વા = (જીભ, જીવન, દૂર)
- કુળ = (કુટુંબ, મૂળ, ઓળખ)
- તીરથ = (મા – બાપ, પ્રયાગ, યાત્રાસ્થળ)
ઉત્તરઃ
- વગોવણી
- છળપ્રપંચ
- અનાસક્તિ
- નજર
- કલ્યાણ
- જનસમૂહ
- મજબૂત
- જીભ
- કુટુંબ
- યાત્રાસ્થળ
7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ
- વૈષ્ણવજન – (દ્રવ્યવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
- તૃષ્ણા – (ભાવવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
- નિંદા – (ક્રિયાવાચક, સમૂહવાચક, ભાવવાચક)
- લોક – (દ્રવ્યવાચક, ભાવવાચક, સમૂહવાચક)
- નરસૈયો – (વ્યક્તિવાચક, ક્રિયાવાચક, જાતિવાચક)
- કામક્રોધ – (ભાવવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક)
- જનની – (જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક)
- તીરથ – (જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક)
ઉત્તરઃ
- જાતિવાચક
- ભાવવાચક
- ભાવવાચક
- સમૂહવાચક
- વ્યક્તિવાચક
- ભાવવાચક
- જાતિવાચક
- જાતિવાચક
8. નીચેની પંક્તિમાંના અલંકારનો પ્રકાર લખોઃ
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ, કાછ, મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
(અંત્યાનુપ્રાસ, સજીવારોપણ, યમક)
ઉત્તરઃ
અંત્યાનુપ્રાસ
નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
9. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:
- તાળી લાગવી – લગની લાગવી
- ઈકોતેર કુળ તારવાં – બધા વડવાઓનો ઉદ્ધાર કરવો છે
10. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
- લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ – વણલોભી
- સૌની તરફ જોનાર સરખી દષ્ટિ – સમદષ્ટિ
- સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવાં તે – વૈરાગ્ય
- એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય – તીર્થ
11. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ
- પરાઈ
- નિંદા
- નિર્મળ
- સમ
- અસત્ય
- દઢ
- વણલોભી
- રહિત
- ઉપકાર
- અભિમાન
ઉત્તર :
- પરાઈ ✗ પોતીકી
- નિંદા ✗ વખાણ
- નિર્મળ ✗ મલિન
- સમ ✗ વિષમ
- અસત્ય ✗ સત્ય
- દઢ ✗ ઢીલું
- વણલોભી ✗ લોભી
- રહિત ✗ સહિત
- ઉપકાર ✗ અપકાર
- અભિમાન ✗ નિરભિમાન
12. નીચેના શબ્દોના અર્થ આપોઃ
- ઉપકાર – અપકાર
- નિંદવું – નીંદવું
ઉત્તરઃ
- ઉપકાર – ભલું કરવું તે; કલ્યાણ અપકાર – અનુપકાર, હાનિ
- નિંદવું – નિંદા (વગોવણી) કરવી નીંદવું – છોડ આસપાસનું નકામું ઘાસ દૂર કરવું
13. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ
- તોયે
- આણે
- કાછ
- ઝાલે
- તીરથ,
- ભણે
- દરશન
- કેની
- વાચ
- નવ
- ધન
ઉત્તરઃ
- તોપણ
- લાવે
- કાછડી (ચારિત્ર્ય)
- પકડે
- તીર્થ
- કહે
- દર્શન
- કોઈની
- વાણી
- ના, નહિ
- ધન્ય
14. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો ?
- જે પીડ પરાઈ જાણે રે.
- સકળ લોકમાં સહુને વંદે, …
- પરસ્ત્રી જેને માત રે;
- કુળ ઈકોતેર તાર્યા રે.
ઉત્તરઃ
- પરાઈ – ગુણવાચક
- સકળ – માત્રાસૂચક
- જેને – સાર્વનામિક
- ઈકોતેર – સંખ્યાવાચક
15. નીચેની પંક્તિમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:
પરધન નવ ઝાલે હાથ રે.
ઉત્તરઃ
નવ – અભિગમવાચક
18. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ
- દષ્ટિ
- તૃષ્ણા
- વૈષ્ણવ
ઉત્તરઃ
- દષ્ટિ – દૂ + ઋ + ષ્ર + દ્ર + ઈ
- તૃષ્ણા – ત્ + ઋ + ૬ + ણ + આ
- વૈષ્ણવ – વ + એ + ષ + અ + ણ + અ + અ + વ.
Class 10 Gujarati Textbook Solutions Chapter 1 વૈષ્ણવજન Textbook Questions and Answers
વૈષ્ણવજન સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી ?
(A) બીજાના દુ:ખને સમજી શકે છે.
(B) નિરભિમાની હોય છે.
(C) અભિમાની હોય છે.
(D) કોઇની પણ નિંદા કરતા નથી.
ઉત્તરઃ
(A) એકબીજાના દુઃખને સમજી શકે છે.
(B) નિરભિમાની હોય છે.
(C) અભિમાની હોય છે. ( ✓ )
(D) કોઈની પણ નિંદા કરતો નથી.
પ્રશ્ન 2.
વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે..
(A) વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે
(B) વાણી, કાયા અને મનને કપટી બનાવે
(C) વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે
(D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે
ઉત્તરઃ
(A) વાણી, ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે.
(B) વાણી, કાયા અને મનને કપટી બનાવે.
(C) વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. ( ✓ )
(D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે.
2. એક – એક વાક્યમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
‘‘સકળ તીરથ તેના તનમાં રે” – પંક્તિનો અર્થ જણાવો.
ઉત્તર :
કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ કહે છે, કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદયી વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે. તેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય છે.
પ્રશ્ન 2.
મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી ?
ઉત્તરઃ
મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતાં નથી.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો :
પ્રશ્ન 1.
કોનાં દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે ?
ઉત્તર :
જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થસ્વરૂપ વૈષ્ણવજનનાં દર્શન કરવાથી દર્શન કરનાર એકોતેર પેઢી તરી જાય છે.
પ્રશ્ન 2.
પરસ્ત્રી જેને માત રે – પંક્તિ સમજાવો.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી, તેમનું ચિંતન કરે છે, તે જ વૈષ્ણવજન નથી. પોતાનાં દુઃખોનાં ગાણા ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે.
પણ જે વ્યક્તિનું હૃદય બીજાનાં દુઃખ જોઈને પીડા પામે છે ને કે એ દુ:ખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાનાં દુઃખો દૂર કરી, “કશુંક કર્યાનો’, ઉપકારનો, ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી.
4. નીચેના પ્રશ્નોના સાત – આઠ લીટીમાં જવાબ આપો :
પ્રશ્ન 1.
નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયાં – કયાં લક્ષણો જણાવે છે ? તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
‘વૈષ્ણવજન’નો એક સામાન્ય અર્થ છે – વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર, વિષ્ણુભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનનાં અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને, “વૈષ્ણવજન’ શબ્દના અર્થને વિશાળ જીવનસંદભ સાથે, પદ દ્વારા, નવો અર્થ આપ્યો.
નરસિંહ મહેતાની દષ્ટિએ નીચેનાં લક્ષણો ધરાવનાર માનવી, સાચા અર્થમાં “વૈષ્ણવજન’ જ છેઃ
સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત્ કરી, ભલાઈ દ્વારા એ પીડાને, સહેજ પણ અભિમાન લાવ્યા વિના, પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે.
તે નમ્ર હોય છે, સોને વંદન કરે છે, સૌનો આદર પામે છે. કોઈ નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી. મનવચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી, એ જ એનું સાચું ચારિત્ર્ય છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે.
એ વૈષ્ણવ સાચો છે, જે સમાન દષ્ટિથી સૌને જુએ છે, એને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે ઇચ્છા કે કામના સોને દુઃખી કરે છે, એનો એણે ત્યાગ કર્યો છે. પરસ્ત્રીને માતા સમાન ગણે છે.
સાચું બોલે છે, સાચું જીવે છે. સાચાને સાથ આપે છે. મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું, પારકું ધન, એને માટે ત્યાજ્ય છે. એને હાથ અડાડતો નથી.
એને મોહમાયા સ્પર્શતાં નથી; એથી એ પર હોય છે. એનું જીવન જલકમલવતુ હોય છે. અંતરમાં દઢ વૈરાગ્ય હોય છે. ચિત્ત રામનામની ધૂનમાં તન્મય હોય છે. નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. કામક્રોધ ઉપર એનો કાબૂ હોય છે.
5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
પ્રશ્ન 1.
‘‘વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે,”
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી, તેમનું ચિંતન કરે છે, તે જ વૈષ્ણવજન નથી. પોતાનાં દુઃખોનાં ગાણા ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે.
પણ જે વ્યક્તિનું હૃદય બીજાનાં દુઃખ જોઈને પીડા પામે છે ને કે એ દુ:ખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાનાં દુઃખો દૂર કરી, “કશુંક કર્યાનો’, ઉપકારનો, ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી.