Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 13 ક્યાં રે વાગી
Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 13 ક્યાં રે વાગી
Class 10 Gujarati Textbook Solutions Chapter 13 ક્યાં રે વાગી
ક્યાં રે વાગી Summary in Gujarati
ક્યાં રે વાગી કાવ્ય-પરિચય :
લેખક પરિચય : લોકગીત કોઈ કવિનું સર્જન હોતું નથી. લોકો દ્વારા કંઠોપકંઠ ઊતરી આવતું ગીત છે. એના પાઠમાં સમયાંતરે ફેરફાર પણ થતાં રહે છે.
કાવ્યનો સારાંશ : ગોપીના કૃષ્ણપ્રેમને વ્યક્ત કરતાં આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે, મૌરલીએ ગોપીનું મન હરી લીધું છે. ગરબો ઘેલો થયો છે. મોરલીના ઘેરા ગૂઢ નાદથી વિહ્વળ બનેલી ગોપી સુધબુધ ગુમાવી, મા-બાપને ભૂલીને, બાળકોને ૨ડતાં મૂકીને, ઘરનાં સઘળાં કામ પડતાં મૂકીને દોડી જાય છે. ઈશ્વરપ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. ‘ક્યાં રે વાગી !’ની ધ્રુવપંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્દ્ગાર પ્રભુપ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે. કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રીકૃષ્ણ ‘અહીં-તહીં-સઘળે” વિસરતા દેખાય છે.
નીચેની કાવ્યપંક્તિઓનો અર્થ આપો :
કાન, ……….. ક્યાં રે વાગી !
અર્થ હે કૃણા, તારી મોરલીએ અમારાં મનનું હરણ કર્યું છે. સાંજ પડતાં જ મોરલી વાગી, વિહરિશી ક્યાં વાગી ! તારો રાગ ગૂઢ-રહસ્યમય છે, એવી મોરલી ક્યાં વાગી ! તારી મોરલી મધ્યરાત્રિએ વાગી, એવી અભાગ્યશાળી મોરલી ક્યાં વાગી ! પ્રેમથી બોલાવતી એવી મોરલી ક્યાં વાગે છે !
કાન, તારી ……… સાથ મેલ્યો. સમી સાંજની
અર્થ : હે કાન, તારી મોરલીએ તો ગરબાને પાગલ કરી દીધો છે. ને હે કૃષ્ણ, તારી મોરલીએ તો મારી જે બહેનપણીઓ હતી, એનો સાથ છોડાવી દીધો છે. એવી સમી સાંજની મોરલી વાગી છે.
કાન, તારી મોરલી ……… કણ ખૂટ્યાં ………. સમી સાંજની
અર્થ : હે કાન તારી મોરલીમાં એવો જાદુ છે કે અમે અમારાં માં અને બાપને ભૂલી ગયાં. હે કૃષણ, તારી મોરલીનાં એવાં કામણ છે કે અમે અમારાં રોતાં બાળકોને પણ ભૂલી ગયાં અને તે કાન તારી મોરલીના સૂર એવાં મીઠાં છે કે અમે બધાં કામકાજ છોડીને તારી પાસે આવ્યાં; તેથી અમારી કોઠીઓમાં ખાવાનું અનાજ પણ ખૂટી ગયું, એવી મોરલી સાંજ થતાં જ વાગે છે !
ક્યાં રે વાગી શબ્દાર્થ :
- કેય – હરી લીધાં, ચોરી લીધાં
- વજોગણ – વિરહિણી
- સમીસાંજ – સંધ્યાકાળ, સાંજની વેળા
- સૈયરે – સહિય૨
- સોઇ – અવાજ
- ગૂઢા – ગૂઢાર્થ
- સરેવા – પ્રેમાળ, સરળ
ક્યાં રે વાગી તળપદા શબ્દો
- મેલવું – મૂકવું, છોડી દેવું
- કણ – અનાજ, ધાન
- ખૂટવું – ખલાસ થઈ જવું
Class 10 Gujarati Textbook Solutions Chapter 13 ક્યાં રે વાગી Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોનામાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાનાની મોરલી ક્યારે વાગે છે ?
(A) સવારે
(B) બપોરે
(C) ઉષાકાળે
(D) સમી સાંજે
ઉત્તર :
(D) સમી સાંજે
પ્રશ્ન 2.
કાનાની મોરલી કેવી છે ?
(A) પ્રિયા
(B) વજોગણ
(C) નટખટે
(D) શ્યામળી
ઉત્તર :
(B) વજોગણ
પ્રશ્ન 3.
કાનાની મોરલીન રાગ કેવો છે ?
(A) રૂડો
(B) જુદ
(C) ગૂઢો
(D) મંગો
ઉત્તર :
(C) ગૂઢો
પ્રશ્ન 4.
કાનાની મોરલી રાતે ક્યારે વાગે છે ?
(A) રાત પડતાં જ
(B) રાત પૂરી થતાં જ
(C) મધરાતે
(D) રાત પછી
ઉત્તર :
(C) મધરાતે
પ્રશ્ન 5.
કાનાની મોરલીનું ભાગ્ય કેવું છે ?
(A) અભાગણી
(B) નવું
(C) જૂનું
(D) બેકાર
ઉત્તર :
(A) અભાગણી
પ્રશ્ન 6.
મોરલીનો સાદ કેવો છે ?
(A) કર્કશ
(B) પેરો
(C) સરવો
(D) ગરવો
ઉત્તર :
(C) સરવો
પ્રશ્ન 7.
કાનાની મોરલીએ ગરબો કેવો થાય છે ?
(A) આનંદિત
(B) ટાઢો
(C) પ્રકાશિત
(D) ઘેલો
ઉત્તર :
(D) ઘેલો
પ્રશ્ન 8.
કાનાની મોરલીથી કોનો સાથ છૂટી જાય છે ?
(A) મિત્રોનો
(B) ગાયોનો
(C) સૈયરુંનો
(D) ગોપીઓનો
ઉત્તર :
(C) સૈયરુંનો
પ્રશ્ન 9.
કાનાની મોરલીને કારણે કોને મૂકવાં પડે છે ?
(A) બાલમિત્રોને
(B) સૈયરુંને
(C) ગાયોને
(D) મા અને બાપને
ઉત્તર :
(D) મા અને બાપને
પ્રશ્ન 10.
કાનાની મોરલીને કારણે કોને રોતાં મૂકવાં પડે છે ?
(A) બાળને
(B) મા-બાપને
(C) ગ્રામ્યજનોને
(D) વાછડાંને
ઉત્તર :
(A) બાળને
પ્રશ્ન 11.
કાનાની મોરલીને કારણે કોઠીમાં શું ખૂટે છે ?
(A) મોટી
(B) ઢાંકણાં
(C) કણ
(D) ચણ
ઉત્તર :
(C) કણ
પ્રશ્ન 12.
‘ક્યાં રે વાગી’ સાહિત્યના કયા પ્રકારમાં આવે ?
(A) પ્રાર્થનાગીત
(B) લોકગીત
(C) ગરબી
(D) પદ
ઉત્તર :
(B) લોકગીત
પ્રશ્ન 13.
ક્યાં રે વાગી’માં ગોપી કોને મેળવવા માગે છે ?
(A) મોરલીને
(B) મોહનને
(C) ધણીને
(D) બાળને
ઉત્તર :
(B) મોહનને
નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ?
પ્રશ્ન 1.
મોરલી કોનું મન હરે છે ?
ઉત્તર :
મોરલી ગોપીનું મન હરે છે.
પ્રશ્ન 2.
મોરલી કયા સમયે વાગે છે ?
ઉત્તર :
મોરલી સમી સાંજના સમયે વાગે છે.
પ્રશ્ન 3.
મોરલીને ગોપી કેવી કહે છે ?
ઉત્તર :
મોરલીને ગોપી વિજોગણ કહે છે.
પ્રશ્ન 4.
મોરલી રાતના કયા સમયે વાગે છે ?
ઉત્તર :
મોરલી રાતના મધરાતે વાગે છે.
પ્રશ્ન 5.
મોરલીને ગોપી કેવી કહે છે ?
ઉત્તર :
મોરલીને ગોપી અભાગણ કહે છે.
પ્રશ્ન 6.
મોરલીનો સાદ કેવો છે ?
ઉત્તર :
મોરલીનો સાદ સરવ છે.
પ્રશ્ન 7.
મોરલીએ કોને ઘેલો કર્યો છે ?
ઉત્તર :
મોરલીએ ગરબાને પેલો કર્યો છે.
પ્રશ્ન 8.
ગોપીએ મોરલીને કારણે કોને મેલ્યાં છે ?
ઉત્તર :
ગોપીએ મોરલીને કારણે મા ને બાપને મેલ્યાં છે.
પ્રશ્ન 9.
ગોપીએ મોરલીને કારણે કોને રોતાં મેલ્યાં છે ?
ઉત્તર :
ગોપીએ મોરલીને કારણે રોતાં બાળને મેલ્યાં છે.
પ્રશ્ન 10.
મોરલીને કારણે ગોપીના ઘરની કોઠીનું શું થયું ?
ઉત્તર :
મોરલીને કારણે ગોપીના ધરની કોડીનાં કણ ખૂટી ગયાં.
પ્રશ્ન 11.
‘ક્યાં રે વાગી’ કેવું ગીત છે ?
ઉત્તર :
માં ૨ વાગી’ એ લોકગીત છે.
પ્રશ્ન 12.
‘ક્યાં રે વાગી’ લોકગીતના કવિ કોણ છે ?
ઉત્તર :
‘ક્યાં ૨ વાગી’ લોકગીતના કોઈ એક કવિ હોતાં નથી. આ લોકગીત કંઠોપકંઠ ઊતરી આવે છે,
નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
- હયા – હરી લીધાં, ચોરી લીધાં
- વજોગણ – વિરહિણી
- સમી સાંજ – સંધ્યાકાળ, સાંજની વેળા
- ગૂઢા – ગૂઢાર્થ
- બાળ – બાળક, સંતાન
- સોદ – અવાજ
- સરવા – પ્રેમાળ
- ઘેલો – ગાંડો, પાગલ
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
- રાત્રિનો મધ્યભાગ – મધરાત
- અનાજ ભરવાનું માટીનું મોટું વાસણ – કોઠી
- લોકોના સમૂહ દ્વારા લખાયેલું ગીત – લોકગીત
- સાંકડો પગ રસ્તો – કડી
- પાણી ભરવાનું સાંકડા મોંનું વાસણ – ઘડો/ગાગર
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- ભક્તી – ભક્તિ
- ઉતરી – ઊતરી
- આવર્તીત – આવર્તિત
- ગુઢ – ગૂઢ
- તાલાવેલિ – તાલાવેલી
- સૂધબૂધ – સુધબુધ
- પ્રાપ્તી – પ્રાપ્તિ
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :
- તારી × મારી
- દોડવું × બેસવું
- સર્જન × વિસર્જન
- ત્યાગ × સ્વાર્થ
- ઘેલો × ડાહ્યો
- સુપેરે × કુપેરે
- ૨ડતાં × હસતાં
- પ્રેમ × ગુસ્સો
નીચેના શબ્દોના વિશેષણ બનાવો :
- ત્યાગ – ત્યાગી
- ઉત્સાહ – ઉત્સાહી
- કપટ – કપટી
- પ્રકાશ – પ્રકાશિત
- ઇચ્છા – ઇચ્છનીય
- સુગંધ – સુગંધી
- સ્વદેશ – સ્વદેશી
Class 10 Gujarati Textbook Solutions Chapter 13 ક્યાં રે વાગી Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
કાવ્યનાયિકા પર કાનાની મોરલીની શી અસર થઈ છે ?
(a) સ્તબ્ધ બનાવી દીધી
(b) મન હરી લીધું
(c) ભાન ભૂલાવી દીધું
(d) રાસ રમવા લાગી
ઉત્તર :
(b) મન હરી લીધું
પ્રશ્ન 2.
કાનાની મોરલીએ કોણ ઘેલું બન્યું?
(a) ગોપાળો
(b) ગોપીઓ
(c) ગાયો
(d) ગરબો
ઉત્તર :
(d) ગરબો
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાવ્યમાં મોરલીના રાગને કેવો કહ્યો છે ?
ઉત્તર :
કાવ્યમાં મોરલીના રાગને ગૂઢો કહ્યો છે.
પ્રશ્ન 2.
ગોપીએ કોનો સાથ છોડ્યો ?
ઉત્તર :
ગોપીએ સંયનો સાથ છોડ્યો છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
મોરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે તે વર્ણવો.
ઉત્તર :
મોરલીના સરેવા અને મધુર રાગની ગોપીઓના મન પર ઘેરી અસર થાય છે. મોરબીના ઘેરા ગૂઢા નાદથી વિહવળ બનેલી ગોપી સુધબુધ ગુમાવી, મા-બાપને ભૂલીને, બાળકોને રેડતાં મૂકીને, ઘરનાં સઘળાં કામ પડતાં.
પ્રશ્ન 2.
શ્રીકૃષ્ણની મોરલીને કવિએ અભાગણી કેમ કહી છે ?
ઉત્તર :
શ્રીકૃષ્ણની મોરલીને કવિએ અભાગણી કહી છે, કારણ કે શ્રીકૃષ્ણ પાસે અને સાથે મોરલી ચોવીસે કલાક રહે છે; તેથી ગોપીઓને મન તે શોક્ય સમાન લાગે છે. મોરલી શોક્યને કારણે ગોપીઓ શ્રીકૃષ્ણ પરમાત્માનું સાંનિધ્ય પામી શકતી નથી અને રાત્રે પણ મોરલીને વગાડીને ઉજાગરો કરાવે છે. કૃણ મોરલીને રાત્રે પણ આરામ કરવા દેતા નથી. આ કારણે મોરલી અભાગણી કહેવાય છે.
4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘ક્યાં રે વાગી’ – કાવ્યનો ભાવાર્થ સમજાવો.
ઉત્તર :
‘જ્યાં ૨ વાગી’ – લોકગીત બહુ સુંદર રીતે લખાયું છે. આ લોકગીતનો ભાવાર્થ પણ મોરલીના ગૂઢા નાદ જેવો ધીર ગંભીર છે, ના લોકગીતમાં ગોપીની કૃણમયતા સુંદર રીતે વ્યક્ત થઈ છે. મોરલીએ ગોપીનું મન હરી લીધું છે. ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં ‘ રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. જેને પ્રભુપ્રેમ પામવો હોય તેણે તન, મન અને ધન છોડવાં પડે છે, આ લોકગીતમાં પ્રભુપ્રેમની તાલાવેલી સરસ રીતે અભિવ્યક્ત થયેલી છે. કૃષ્ણમય બનેલી ગોપીને શ્રીકૃષ્ણ પરમાત્મા સર્વત્ર દેખાય છે.