GJN 10th Gujarati

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 13 વતનથી વિદાય થતાં (First Language)

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 13 વતનથી વિદાય થતાં (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 13 વતનથી વિદાય થતાં (First Language)

વતનથી વિદાય થતાં Summary in Gujarati

વતનથી વિદાય થતાં કાવ્ય – પરિચય

Class 10 Gujarati Textbook Solutions Chapter 13 વતનથી વિદાય થતાં (First Language) 1
– જયંત પાઠક [જન્મ: 20 – 10 – 1980; મૃત્યુઃ 01 – 03 – 2003].

વતનથી વિદાય થતાં સૉનેટમાં કવિએ વતનથી છૂટા પડવાની વેદનાને વાચા આપી છે. આમ તો તેઓ કામધંધાર્થે વતન છોડી શહેરમાં સ્થાયી થયા હતા, પરંતુ વતનને તેઓ ભૂલ્યા નથી.

વર્ષો પછી વતનમાં ગયેલા કવિને વિદાય લેવાની ઘડી આવી ત્યારે વતનનાં પ્રકૃતિ અને માનવીને છોડતાં દુઃખ થાય છે. વેચી દીધેલું ઢોર પણ પોતાનું મૂળ ઘર ઝંખતું હોય છે, તો માણસ પણ પોતાના વતનને ઝંખે જ ને! વહી ગયેલું પાણી પાછું ન આવે તેવું જ વીતી ગયેલા સમયનું છે.

ગામનો કૂતરો પણ વતનની હદ છોડતો નથી, આ એક સ્વાભાવિક ક્રમ છે જેનું કવિએ અહીં આલેખન કર્યું છે. કાવ્યને અંતે કવિને ભ્રમ થાય છે કે રિસાયેલા બાળકને મા પાછું બોલાવતી હોય છે તેમ મને મારી મા બોલાવે છે. આ ભ્રમ છે, પણ હકીકત નથી.

આવી ભ્રમણામાં રાચતા કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવાતી વ્યથાને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. પ્રસ્તુત કાવ્ય શાર્દૂલવિક્રીડિત છંદમાં છે, પણ કવિ જયંત પાઠકે એના બંધારણમાં ઘણી જગ્યાએ છૂટ લીધી છે.

કાવ્યની સમજૂતી

ઘણાં વર્ષો પછી જે ઘડીએ વન – જન, ડુંગર – નદી, ખેતર – કોતર જોવા મળ્યાં, એ બધાંને (વતનથી વિદાય થતાં) છોડવાં પડ્યાં. બે આંખો પાછી વળીવળીને બંધ ઘરને જોઈ રહી છે – જેમ છોડેલું ધણ અને વેચાઈ ગયેલું ઢોર કોઢારથી બંધાવા વ્યાકુળ હોય!

(વતનનું ઘર છોડી) કેડી તરફ આગળ વધું છું, પણ પગ અવળા પડે છે (વતન ભણી વધે છે). કેમે કરીને (મહામહેનતે) આગળ ઊપડે છે. આંખોમાં આંસુ ભરાય છે. રસ્તે જતાં વૃક્ષની કાંટાળી ડાળી નડે છે.

જાણે લોહીના ટશિયા ફૂટ્યા હોય અને એમાંથી લોહી ઝરે તેમ હૈયું વિદાયની વેદનાથી ઘેરાયું છે. દૂર નદીની વેકુરમાં હજી આજેય આ આંગળીઓ રમે છે.

ચાલો જીવ, આગળ જવાનું છે. કાળના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ફરી પાછા ઉપરવાસ જવાનું છે. આંખનાં આંસુને લૂછી નાખો. વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે.

સાથે કૂતરો જોડાયો છે, પણ વતનની હદ પૂરી થતાં એને પણ પાછા વળી જવાનું છે (એ પણ સાથ છોડી દેશે).

દૂરથી ખેતર જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરી મને વારતી – એ મારી ભ્રમણા હતી? કે રિસાળ શિશુને બોલાવતી બા હતી !!

વતનથી વિદાય થતાં શબ્દાર્થ

  • મૂક્યું / મૂક્યાં – (અહીં) છોડ્યું છોડ્યાં.
  • વતન – મૂળ ગામ કે દેશ.
  • વિદાય – વળાવવું, (અહીં) છૂટા પડવું તે.
  • ક્ષણ – ઘડી. કોતર – જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો.
  • વળી વળી પાછી – (અહીં) વારંવાર.
  • ભીડ્યું – બંધ કર્યું.
  • તલખે – તડપે, તલસે.
  • કોઢાર – ઢોર બાંધવાની જગ્યા.
  • પાય – પગ.
  • અવળું – વાંકું, ઊંધું.
  • વાટ – માર્ગ, રસ્તો.
  • ડાળી – શાખા.
  • નડવું – અવરોધવું, આડખીલીરૂપ બનવું.
  • રક્તટશયા – લોહીની ટશરો, લોહી ઝમવું તે.
  • ઝમવું – (અહીં) લોહીનું થોડી થોડી વાર ઝરવું.
  • વેકુર – નદીની રેતી.
  • કાળ – સમય.
  • ઉપરવાસ – (અહીં) ગામની બહારનો વસવાટ.
  • વેઠિયો – વગર મહેનતાણાથી કામ કરનાર.
  • શ્વાન – કૂતરો.
  • હદ – સીમા.
  • કર – હાથ, હસ્ત.
  • વારવું – રોકવું.
  • ભૂત – ભૂતકાળ, વીતી ગયેલું.
  • ભ્રમણા – ભ્રમ, ભ્રાંતિ.
  • રિસાળ – મનદુઃખથી નારાજ થઈ દૂર જવું.
  • શિશુ – બાળક.

Class 10 Gujarati Textbook Solutions Chapter 13 વતનથી વિદાય થતાં Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કવિ મુળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે?
ઉત્તરઃ
વતનથી વિદાય લેતાં કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી, ધણ છૂટતાં, પોતાના મૂળ સ્થાન(કોઢાર)ને ઝંખે એમ કવિ ઘરને ઝંખે છે.

પ્રશ્ન 2.
“ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં દ્વારા કવિ શું સૂચવે છે?
ઉત્તર :
“ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં’ પંક્તિમાં “ચાલો જીવ’, શબ્દ સૂચવે છે કે કવિએ સમાધાન કરી લીધું છે. હકીકત એ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે. એટલે હું વતનની યાદોને જ અમૂલ્ય સંભારણું ગણીને હૃદયમાં સાચવી રાખવું ?

જોઈએ, કારણ કે વહી ગયેલો સમય ફરી આવવાનો નથી. આથી ? કવિએ ચાલો જીવ, એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની રે જાતને તૈયાર કરી લીધી છે. વાસ્તવિકતા સ્વીકારી લીધી છે.

પ્રશ્ન 3.
કેડીએ ચાલતા કવિ શાનો અનુભવ કરી રહ્યા છે? ?
ઉત્તરઃ
વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે ! જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે. મહામહેનતે ચાલવા પગ ઊપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે.

રસ્તે ચાલતાં કાંટાળી ડાળી પણ દેખાતી નથી. જાણે લોહીના ટશિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું ? વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે.

2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કાવ્યનાયકને શું છોડવાની ક્ષણ આવી ગઈ?
ઉત્તર :
કાવ્યનાયકને વતન, વન અને જન છોડવાની ક્ષણ આવી ગઈ.

પ્રશ્ન 2.
જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર (મૂળ ઘર) ઝંખે છે, એમ કાવ્યનાયક શું ઝંખે છે?
ઉત્તરઃ
જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર (મૂળ ઘર) ઝંખે છે, એમ કાવ્યનાયક વતનનું ઘર ઝંખે છે.

પ્રશ્ન 3.
‘આંખો બે રહી ભાળતી વળી વળી પાછી.” આ બે આખો કોનો નિર્દેશ કરે છે?
ઉત્તરઃ
‘આંખો બે રહી ભાળતી વળી વળી પાછી.” આ બે આંખો કાવ્યનાયકનો નિર્દેશ કરે છે.

પ્રશ્ન 4.
વેચાઈ ગયેલાં ઢોર સતત શાની ઝંખના કરે છે?
ઉત્તરઃ
વેચાઈ ગયેલાં ઢોર સતત કોઢારની ઝંખના કરે છે.

પ્રશ્ન 5.
કાવ્યનાયકના પગ પાછળ જાય છે, ત્યારે આગળ શું જતું લાગે છે?
ઉત્તર:
કાવ્યનાયકના પગ પાછળ જાય છે, ત્યારે આગળ કેડી જતી લાગે છે.

પ્રશ્ન 6.
કેડી આગળ જાય છે, પગ કેમે ઊપડતા નથી, ત્યારે આંખો શો અનુભવ કરે છે?
ઉત્તરઃ
કેડી આગળ જાય છે, પગ કેમે ઊપડતા નથી, ત્યારે આંખો ભરાઈ આવે છે.

પ્રશ્ન 7.
“વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયકને શું નડે છે?
ઉત્તરઃ
“વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયકને કાંટાળી ડાળી નડે છે.

પ્રશ્ન 8.
વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી કઈ સ્મૃતિ વાગોળે છે?
ઉત્તરઃ
‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતની સ્મૃતિ વાગોળે છે.

પ્રશ્ન 9.
વતનથી વિદાય થતાં’ કાવ્યના કવિ નદીની વેકુરમાં શું કરતા?
ઉત્તરઃ
‘વતનથી વિદાય થતાં’ કાવ્યના કવિ નદીની વેકુરમાં આંગળીઓથી રમતા હતા.

પ્રશ્ન 10.
ચાલો જીવ, જવાનું આગળ …” પંક્તિમાં “ચાલો જીવ’ એમ કાવ્યનાયક કોને કહે છે?
ઉત્તરઃ
“ચાલો જીવ, જવાનું આગળ …’ પંક્તિમાં “ચાલો જીવ’ એમ કાવ્યનાયક પોતાને કહે છે.

પ્રશ્ન 11.
હૈયું ઉઝરડાતાં શું ફૂટી નીકળે છે?
ઉત્તરઃ
હૈયું ઉઝરડાતાં રક્તટશયા ફૂટી નીકળે છે.

પ્રશ્ન 12.
કોના વહેણમાં કવિ પોતાને આગળ વધવાનું કહે છે?
ઉત્તરઃ
કવિ પોતાને કાળના વહેણમાં આગળ વધવાનું કહે છે.

પ્રશ્ન 13.
કાવ્યનાયકને કાળના વહેણમાં પાછા ક્યાં જવું શક્ય લાગતું નથી?
ઉત્તર :
કાવ્યનાયકને કાળના વહેણમાં પાછા ઉપરવાસમાં જવું શક્ય લાગતું નથી.

પ્રશ્ન 14.
કાવ્યનાયક સ્વયંને આંસુ લૂછી લેવાનું કેમ કહે છે?
ઉત્તરઃ
હવે ભૂતકાળને પાછો મેળવી શકાય એમ નથી, તેથી કાવ્યનાયક સ્વયંને આંસુ લૂછી લેવાનું કહે છે.

પ્રશ્ન 15.
કાવ્યનાયક માથે શાનો ભારો લઈ ચાલી રહ્યા છે?
ઉત્તરઃ
કાવ્યનાયક માથે વિસ્મૃત થતી સંવેદનાઓનો ભારો લઈ ચાલી રહ્યા છે.

પ્રશ્ન 16.
કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ કોની જેમ ચાલવાનું કહે છે?
ઉત્તર :
કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ ગુલામની જેમ ચાલવાનું કહે છે.

પ્રશ્ન 17.
વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે?
ઉત્તરઃ
વતનની હદ પૂરી થતાં કૂતરાને પાછા જવાનું છે.

પ્રશ્ન 18.
‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિની કઈ ભાવના વ્યક્ત થઈ છે?
ઉત્તરઃ
વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિની પીડાની ભાવના વ્યક્ત થઈ છે.

પ્રશ્ન 19.
વતનની હદ સુધી કાવ્યનાયક સાથે કોણ ચાલતું ચાલતું આવ્યું હતું?
ઉત્તરઃ
વતનની હદ સુધી કાવ્યનાયક સાથે શ્વાન ચાલતો ચાલતો આવ્યો હતો.

પ્રશ્ન 20.
આઘે ખેતરમાં કાવ્યનાયકને કોણ દેખાય છે?
ઉત્તરઃ
આઘે ખેતરમાં ખેતરમાં ઊભેલી, હાથ ઊંચા કરી કાવ્યનાયકને બોલાવતી માતા દેખાય છે.

પ્રશ્ન 21.
“વતનથી વિદાય થતાં’ કાવ્ય દ્વારા કાવ્યનાયકે શા કારણે અનુભવાતી કરુણા વ્યક્ત કરી છે?
ઉત્તરઃ
‘વતનથી વિદાય થતાં’ કાવ્ય દ્વારા કાવ્યનાયકે વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણા વ્યક્ત કરી છે.

પ્રશ્ન 22.
રિસાળ શિશુને બોલાવતી બા હતી!!’ કાવ્યના અંતની { આ પંક્તિ કાવ્યનાયકની કઈ મનઃસ્થિતિ સૂચવે છે?
ઉત્તરઃ
રિસાળ શિશુને બોલાવતી બા હતી !’ કાવ્યના અંતની આ પંક્તિ કાવ્યનાયકની (મનની) ભ્રમણા સૂચવે છે.

પ્રશ્ન 23.
રિસાયેલા શિશુને બા બોલાવતી હોય, એવી ભ્રમણા કયા કાવ્યમાં વ્યક્ત થઈ છે?
ઉત્તર :
રિસાયેલા શિશુને બા બોલાવતી હોય, એવી ભ્રમણા વતનથી વિદાય થતાં’ કાવ્યમાં વ્યક્ત થઈ છે.

પ્રશ્ન 24.
“વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિશ્રી જયંત પાઠકે કયા અલંકારો પ્રયોજ્યા છે?
ઉત્તર:
“વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિશ્રી જયંત પાઠકે ઉપમા, રૂપક, દષ્ટાંત અલંકારો પ્રયોજ્યા છે.

વતનથી વિદાય થતાં વ્યાકરણ Vyakaran

માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ

  1. ઉંચું – (ઊંચુ, ઊંચું, ઉચું)
  2. શીશુ – (શિશુ, શિશુ, શીશુ)
  3. સ્વાન – (સ્વાન, શ્વાન, સવાન)
  4. ફુટવું – (ફૂટવું, ફુટવું, ફૂટવું),
  5. કાંટારી – (કાંટાળી, કાંટાળી, કાંટાળિ)
  6. ઊપરવાશ – (ઉપરવાસ, ઉપરવાશ, ઊપરવાસ)

ઉત્તરઃ

  1. ઊંચું
  2. શિશુ
  3. શ્વાન
  4. ફૂટવું
  5. કાંટાળી
  6. ઉપરવાસ

2. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. રક્તટશયા – (દ્વિગુ, કન્દ, તપુરુષ)
  2. ઉપરવાસ – (બહુવ્રીહિ, કર્મધારય, અવ્યયીભાવ)

ઉત્તરઃ

  1. તત્પરુષ
  2. અવ્યયીભાવ

3. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. વણપૂષે
  2. રિસાળ
  3. વેઠિયા
  4. ઉઝરડાય

ઉત્તરઃ

  1. પૂર્વપ્રત્યય
  2. પરપ્રત્યય
  3. પરપ્રત્યય
  4. પરપ્રત્યય

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

  1. અવળું = (સવળું, ઊંધું, સીધું)
  2. તરુ = (તરવું, છોકરી, વૃક્ષ)
  3. પાય = (ઝાંઝર, પાયલ, પગ)
  4. કેડી = (કમર, ઘરેણું, રસ્તો)
  5. શ્વાન = (પશુ, કૂતરો, શિયાળ)
  6. હદ = (પાદર, સીમા, વાડ)

ઉત્તરઃ

  1. ઊંધું
  2. વૃક્ષ
  3. પગ
  4. કમર
  5. કૂતરો
  6. સીમા

5. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો:

  1. ઢોર – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
  2. કાળ – (ભાવવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
  3. કેડી – (જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક)
  4. રેતી – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)
  5. ખેતર – (દ્રવ્યવાચક, જાતિવાચક, ભાવવાચક)
  6. ભ્રમણા – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)

ઉત્તરઃ

  1. જાતિવાચક
  2. ભાવવાચક
  3. જાતિવાચક
  4. દ્રવ્યવાચક
  5. જાતિવાચક
  6. ભાવવાચક

6. નીચેની પંક્તિઓમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. વેચાઈ ગયું ઢોર જેમ તલને કોઢાર … – (વ્યાજસ્તુતિ, ઉપમા, રૂપક)
  2. આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. – (શ્લેષ, વર્ણસગાઈ, સજીવારોપણ)

ઉત્તરઃ

  1. ઉપમા
  2. શ્લેષ

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

7. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપોઃ
ઉત્તરઃ
હૈયું ઉઝરડાવું – મનમાં પ્રબળ વેદના થવી

8. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  1. સાંકડો પગરસ્તો – કેડી
  2. ઢોરને બાંધવાની જગ્યા – કોઢાર
  3. પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ – ઉપરવાસ છે
  4. નદીની કાંકરાવાળી જાડી રેતી – વેકુર
  5. ગાયોનું ચરાવવા લઈ જવાતું ટોળું – ધણ
  6. વગર મહેનતાણાથી કામ કરનાર વેઠિયો

9. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. અવળું
  2. આદું
  3. હદ
  4. રિસાવું

ઉત્તરઃ

  1. અવળું ✗ સવળું
  2. આદું ✗ નજીક
  3. હદ ✗ અનહદ
  4. રિસાવું ✗ મનાવવું

10. નીચેના શબ્દોના અર્થ આપો?

  1. જમવું – ઝમવું
  2. આંખો – આખો
  3. પાણી – પાણિ
  4. કોઠાર – કોઢાર

ઉત્તરઃ

  1. જમવું – ભોજન કરવું
    ઝમવું પ્રવાહીનું ઝરવું, સ્રાવ થવો
  2. આંખો – નેત્ર
    આખો – અખંડ
  3. પાણી – પીવાનું કુદરતી પ્રવાહી
    પાણિ – હાથ
  4. કોઠાર – અનાજ ભરવાનો ઓરડો
    કોઢાર – ગમાણ, ઢોરને બેસવાની જગ્યા

11. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

  1. ભાળવું
  2. તલખવું
  3. વહેણ
  4. લે

ઉત્તરઃ

  1. જોવું
  2. વ્યાકુળ થવું
  3. વહેણ
  4. લઈ

12. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો

  1. નહીં આ કાળના વ્હેણમાં.
  2. આંખો બે રહી ભાળતી.
  3. વાટ તરુની કાંટાળી ડાળી નડે.
  4. રિસાળ શિશુને બોલાવતી બા હતી !

ઉત્તરઃ

  1. કાળના – સાર્વનામિક
  2. બે – સંખ્યાવાચક
  3. તરુની – સાર્વનામિક
  4. રિસાળ – ગુણવાચક

13. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.
  2. કેડી આગળ જાર. પાય અવળા, કેમે કરી ઊપડે.

ઉત્તરઃ

  1. હવે – સમયવાચક
  2. આગળ – સ્થાનવાચક

14. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. ભ્રમ
  2. કોઢાર

ઉત્તરઃ

  1. ભ્રમ – સ્ + ૨ + અ + મ્
  2. કોઢાર – ફ + ઓ + સ્ + આ + ૨

15. નીચેની પંક્તિનો છંદ ઓળખાવોઃ

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી.
ઉત્તરઃ
શાર્દૂલવિક્રીડિત

16. શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.
ઉત્તર :
છંદ : શાર્દૂલવિક્રીડિત
પંક્તિ એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી!
અક્ષર : 19
ગણ : મ સ જ સ ત ત ગા
(નોંધઃ આ છંદ અભ્યાસક્રમમાં નથી, પણ છંદ વિશેની વિશેષ જાણકારી માટે, પાઠ્યપુસ્તકની કૃતિ – સંદર્ભે મૂક્યો છે.)

Class 10 Gujarati Textbook Solutions Chapter 13 વતનથી વિદાય થતાં Textbook Questions and Answers

વતનથી વિદાય થતાં સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

(1) કવિને શાની ભ્રમણા થાય છે?
(A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની
(B) શહેરની ગીચ વસ્તીની
(C) પોતાની પત્નીની
(D) પુત્રની
ઉત્તરઃ
(A) બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની 

(2) વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે….
(A) શહેરી દુનિયાની મજા મસ્તી
(B) ઉલ્લાસ અને આનંદ
(C) વતન પ્રત્યેનો તિરસ્કાર
(D) વતન માટેનો તલસાટ
ઉત્તરઃ
(D) વતન માટેનો તલસાટ

2. નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર આપો :

(1) વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે ?
ઉત્તરઃ
વતનથી વિદાય થતાં કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે.

3. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

(1) કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે કારણ કે…
ઉત્તરઃ
કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા.

4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં ઉત્તર આપો :

(1) વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય! વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહામહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે.

તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે, ચાલો જીવ. (પોતાને આશ્વત કરે છે.) વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે એટલે આંખનાં આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો.

જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને, બે હાથ ઊંચા કરીને, તેમની બા તેમને બોલાવતી હતી.

કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે.

(2) કાવ્યપંક્તિ સમજાવો.
આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચાં મને વારતી – એ મારી ભ્રમણા ? રિસાળ શિશુને બોલાવતી બા હતી !!
ઉત્તરઃ
સૉનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને સ – રસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિ(કાવ્યનાયક)ને વતન છોડવું ગમતું નથી. તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે.

ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતાં અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી? એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને મા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય!

બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું. પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના દ્યોતક છે.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *