GJN 10th Gujarati

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જેઠીબાઈ

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જેઠીબાઈ

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જેઠીબાઈ

જેઠીબાઈ Summary in Gujarati

જેઠીબાઈ કાવ્ય-પરિચય :

લેખક પરિચય : દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુંદ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોકસાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે.

તેમણે ‘બ્લેક હિલ્સ ઑફ કચ્છ’ ગ્રંથનો કારા ડુંગર કચ્છા જા’ નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોક કથાઓ આપી છે. કચછના ‘મેધાણી’ તરીકે તેઓ ઓળખતા હતા. તેમણે લખેલો ‘કચ્છ કલાધર’ એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ‘ગાંધીબાવની’, ‘સોનલબાવની’ તેમજ ‘કચ્છી સંગર’ જેવી પઘ રચનાઓ મળી છે. તેમણે ‘કચ્છના સંતો અને કવિઓ’, ‘કચ્છનું લોકસાહિત્ય’ જેવી કૃતિઓ આપી છે.

પાઠનો સારાંશ : આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતાં જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકનાં માતાપિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉધરતાથી વિજય મેળવે છે.

એટલું જ નહિ, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજ થી દોઢ-બે સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે.

જેઠીબાઈ શબ્દાર્થ :

  • શાણપણ – ડહાપણ, બુદ્ધિમત્તા
  • આપખૂદી – આપખૂદ વર્તન, સ્વેચ્છાચાર
  • ઉત્પાત – ધાંધલ, તોફાન
  • શમાવી દેવું – ટાઢવું પાડવું, શાંત કરવું
  • મમત – હઠ, જિદ
  • ચાંચડ – એક જંતુ
  • જાલિમ – જુલમ કરનારું
  • સકંજો – ભીંસ
  • જુલમ – સિતમ, અત્યાચાર
  • સાંગોપાંગ – પૂરેપૂરું
  • માતબર – ભરપૂર, સમૃદ્ધ
  • સૌજન્ય – સજજનતા, માણસાઈ
  • ફરમાન – હુકમ, આદેશ

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જેઠીબાઈ Additional Important Questions and Answers

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

પ્રશ્ન 1.
રાઓશ્રીનું શું નામ હતું ?
(A) બારેમલ્લજી
(B) ભારમલજી
(C) જામલ્લજી
(D) રાયમલ્લજી
ઉત્તર :
(B) ભારમલજી

પ્રશ્ન 2.
ખત્રિયાણી જેઠીભાઈ કયા ગામના હતા ?
(A) કચ્છ
(B) અંજાર
(C) માંડવી
(D) ભૂજ
ઉત્તર :
(C) માંડવી

પ્રશ્ન 3.
ખત્રિયાશીબાઈનું શું નામ હતું ?
(A) મેઠીબાઈ
(B) મીઠીબાઈ
(C) જેઠીબાઈ
(D) હતીબાઈ
ઉત્તર :
(C) જેઠીબાઈ

પ્રશ્ન 4.
જેઠીબાઈનો કિસ્સો કેટલા વર્ષ જૂનો છે ?
(A) 100
(B) 150-200
(C) 100-150
(D) 200
ઉત્તર :
(B) 150-200

પ્રશ્ન 5.
જેઠીબાઈનો આ પ્રસંગ ભારતના ઇતિહાસમાં કેવા અક્ષરે અંકિત રહેશે ?
(A) મોટા અક્ષરે
(B) નાના અક્ષરે
(C) રજત અક્ષરે
(D) સુવર્ણ અક્ષરે
ઉત્તર :
(D) સુવર્ણ અક્ષરે

પ્રશ્ન 6.
કયા દિવસની અંધાર ઘેરી રાત્રિ હતી ?
(A) પૂનમ
(B) આઠમ
(C) અમાસ
(D) વર્ષાઋતુ
ઉત્તર :
(C) અમાસ

પ્રશ્ન 7.
સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે કયું બંદર આવેલું છે ?
(A) જાફરાબાદ
(B) પીપાવાવ
(C) દીવ
(D) દમણ
ઉત્તર :
(C) દીવ

પ્રશ્ન 8.
કચ્છના કામદારનું શું નામ હતું ?
(A) માવજી
(B) કાનજી
(C) વાલજી
(D) જાદવજી
ઉત્તર :
(B) કાનજી

પ્રશ્ન 9.
કચ્છ માંડવીના ખત્રીનું શું નામ હતું ?
(A) પંજુ
(B) ૨મ
(C) દાદૂ
(D) રંજુ
ઉત્તર :
(A) પંજુ

પ્રશ્ન 10.
પંજુ ખત્રીના પત્નીનું શું નામ હતું ?
(A) ગગીબાઈ
(B) જેઠીબાઈ
(C) લાઠીબાઈ
(D) નાનીબાઈ
ઉત્તર :
(B) જેઠીબાઈ

પ્રશ્ન 11.
‘કાનજીના દીકરાની ઉમર, દીવ આવ્યો ત્યારે કેટલા વર્ષની હતી ?
(A) આઠ
(B) નવા
(C) દસ
(D) અગિયાર
ઉત્તર :
(C) દસ

પ્રશ્ન 12.
આજે આ દીકરો કેટલા વર્ષનો થયો છે ?
(A) ચૌદ
(B) બાર
(C) અગિયાર
(D) પંદર
ઉત્તર :
(A) ચૌદ

પ્રશ્ન 13.
કાનજીના દીકરાનું શું નામ હતું ?
(A) લાલો
(B) જીવો
(C) હોતી
(D) પમી
ઉત્તર :
(D) પમી

પ્રશ્ન 14.
કારખાનાની માલિકણ કોણ હતી ?
(A) સંતોષમા
(B) જીવીમાં
(C) જેઠીમા
(D) નાનીમાં
ઉત્તર :
(C) જેઠીમા

પ્રશ્ન 15.
ભારતના રંગાટકામના હુન્નરમાં ક્યા પ્રદેશનો ફાળો મોટો હતો ?
(A) ગુજરાતનો
(B) કચ્છનો
(C) સૌરાષ્ટ્રનો
(D) ખેડાનો
ઉત્તર :
(B) કચ્છનો

પ્રશ્ન 16.
ખત્રીઓ કરછથી કયા શહેરમાં રંગાટ કળાને લઈને આવ્યા ?
(A) પોરબંદર
(B) વેરાવળ
(C) પાટેણ
(D) જામનગર
ઉત્તર :
(D) જામનગર

પ્રશ્ન 17.
એ સમયે જામનગરમાં કોનું શાસન હતું ?
(A) જામ રાવળ
(B) રણજિતસિંહ
(C) હીયાકુવરે
(D) વિભા રાવળ
ઉત્તર :
(A) જામ રાવળ

પ્રશ્ન 18.
જામનગરનું રંગાટકામ એક અવાજે શેમાં વખણાતું ?
(A) ભારતમાં
(B) વિદેશમાં
(C) સૌરાષ્ટ્રમાં
(D) દ્વારકામાં
ઉત્તર :
(C) સૌરાષ્ટ્રમાં

પ્રશ્ન 19.
આ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું ?
(A) મોગલોનું
(B) મુસલમાનોનું
(C) અંગ્રેજોનું
(D) સુલતાનોનું
ઉત્તર :
(D) સુલતાનોનું

પ્રશ્ન 20.
કોણે આક્રમણ કરીને દીવને જીતી લીધું ?
(A) માઠાઓએ
(B) ફિરંગીઓએ
(C) પોર્ટુગીઝે.
(D) ગુજરાતીઓએ
ઉત્તર :
(C) પોર્ટુગીઝે.

પ્રશ્ન 21.
આ સમય કેટલામાં સૈકાની અધવચ્ચેનો હતો ?
(A) સત્તરમાં
(B) સોળમાં
(C) અઢારમાં
(D) પંદરમાં
ઉત્તર :
(A) સત્તરમાં

પ્રશ્ન 22.
આ સમયે દીવનો વહીવટ કોના નામે ચાલતો હતો ?
(A) પોર્ટુગલની મહારાણી
(B) અંગ્રેજની મહારાણી
(C) પોર્ટુગલના મહારાજા
(D) ફ્રાન્સની મહારાણી
ઉત્તર :
(A) પોર્ટુગલની મહારાણી

પ્રશ્ન 23.
ધવનો વહીવટ કોણ ચલાવતું હતું ?
(A) પોર્ટુગીઝ ગવર્નર
(B) અંગ્રેજ ગવર્નર
(C) મરાઠી ગવર્નર
(D) ઈટાલીનો ગવર્નર
ઉત્તર :
(A) પોર્ટુગીઝ ગવર્નર

પ્રશ્ન 24.
આ સમયે પાદરીઓ કઈ વટાળ પ્રવૃત્તિ કરતા હતા ?
(A) જાત પરિવર્તન
(B) રંગપરિવર્તન
(C) કર્મ પરિવર્તન
(D) ધર્મ પરિવર્તન
ઉત્તર :
(D) ધર્મ પરિવર્તન

પ્રશ્ન 25.
ભારતમાં કયા ધર્મનો ફેલાવો કરવા પાદરીઓ કામે લાગ્યા હતા ?
(A) હિન્દુ ધર્મ
(B) ખ્રિસ્તી ધર્મ
(C) જૈન ધર્મ
(D) વૈષ્ણવ ધર્મ
ઉત્તર :
(B) ખ્રિસ્તી ધર્મ

પ્રશ્ન 26.
અનાથ બાળકને કયો ધર્મ સ્વીકારવો પડતો ?
(A) મુસ્લિમ
(B) સનાતન
(C) બૌદ્ધ
(D) ખ્રિસ્તી
ઉત્તર :
(D) ખ્રિસ્તી

પ્રશ્ન 27.
પોર્ટુગીઝ કેવા બાળકને ખ્રિસ્તી બનાવતા ?
(A) આધારવાળા
(B) નિરાધાર
(C) લગ્નવાળી
(D) શ્યામ રંગના
ઉત્તર :
(B) નિરાધાર

પ્રશ્ન 28.
પોર્ટુગીઝના કાયદાથી કોને ફફડાટ થાય છે ?
(A) અંજારની જનતાને
(B) ભૂજની જનતાને
(C) જેઠીબાઈના કામદારોને
(D) દીવની જનતાને
ઉત્તર :
(D) દીવની જનતાને

પ્રશ્ન 29.
કોનો જીવ નીકળતો ન હતો ?
(A) રાણીનો
(B) ગવર્નરનો
(C) કાનજીનો
(D) પમાનો
ઉત્તર :
(C) કાનજીનો

પ્રશ્ન 30.
આઠ દિવસ સુધી કાનજીએ શું ખાધું નથી ?
(A) અનાજ
(B) ફળ
(C) મોસંબી
(D) પપૈયું
ઉત્તર :
(A) અનાજ

પ્રશ્ન 31.
કાનજીના જીવનું શું થતું ન હતું ?
(A) ભલું
(B) શાંતિ
(C) મુક્તિ
(D) કલ્યાણ
ઉત્તર :
(C) મુક્તિ

પ્રશ્ન 32.
જેઠીબાઈના આશ્વાસનથી કાનજીનું શું શમી ગયું ?
(A) મગજ
(B) ઉત્પાત
(C) જીવ
(D) તોફાન
ઉત્તર :
(B) ઉત્પાત

પ્રશ્ન 33.
કાનજીનું શું પરવારી ગયું ?
(A) ૧૨
(B) કારખાનું
(C) મજૂરી
(D) પ્રાણ
ઉત્તર :
(D) પ્રાણ

પ્રશ્ન 34.
કાનજીની કઈ વાત પર પડદો પાડવામાં આવ્યો ?
(A) નોકરી
(B) લગ્ન
(C) મજૂરી
(D) મૃત્યુ
ઉત્તર :
(D) મૃત્યુ

પ્રશ્ન 35.
પમાના લગ્ન કોની સાથે થયા ?
(A) વિધવા સાથે
(B) બીજા કામદારની પુત્રી સાથે
(C) સરપંચની દીકરી સાથે
(D) શિક્ષિત દીકરી સાથે
ઉત્તર :
(B) બીજા કામદારની પુત્રી સાથે

પ્રશ્ન 36.
પોર્ટુગીઝ સરકારે જેઠીમાને કોની માફક ચોળી નાખે એવી હતી ?
(A) માંકડ
(B) ચાંચડ
(C) માખી
(D) પતંગિયા
ઉત્તર :
(B) ચાંચડ

પ્રશ્ન 37.
જેઠીમાએ કોની કાનૂની સલાહ લીધી ?
(A) વકીલની
(B) એડવોકેટની
(C) ન્યાયાધીશની
(D) બૅરિસ્ટરની
ઉત્તર :
(D) બૅરિસ્ટરની

પ્રશ્ન 38.
જેઠીમાએ અંગ્રેજી અક્ષરો શેના ઉપર છાપ્યા ?
(A) મોટી સાડી ઉપર
(B) મોટી ઓઢણી પર
(C) મોટી રેશમી ઓઢણી પર
(D) મોટી ચાદર ઉપર
ઉત્તર :
(C) મોટી રેશમી ઓઢણી પર

પ્રશ્ન 39.
મોટી રેશમી ઓઢણી પર હિંદુ ગૃહસ્થોનું શું લેવામાં આવ્યું ?
(A) સહીઓ
(B) ફોટાઓ
(C) જામીન
(D) લખાણ
ઉત્તર :
(A) સહીઓ

પ્રશ્ન 40.
દીવ બંદરેથી જેઠીમા કેટલા દિવસે પોર્ટુગલ પહોંચ્યા ?
(A) પંદર દિવસે
(B) એક અઠવાડિયામાં
(C) બે અઠવાડિયામાં
(D) ચોથે દિવસે
ઉત્તર :
(C) બે અઠવાડિયામાં

પ્રશ્ન 41.
પોર્ટુગલના એક ગવર્નરનું શું નામ હતું ?
(A) ઍન્ટોનિયોમેલો-દ-કૅસ્ટ્રો
(B) ઍન્થની-ડી-મેલો
(C) ઑટોક્સી-દ-વેલો
(D) ઍનેકલી-દ-વાલો
ઉત્તર :
(A) ઍન્ટોનિયોમેલો-દ-કૅસ્ટ્રો

પ્રશ્ન 42.
પોર્ટુગલના બીજા ગવર્નરનું શું નામ હતું ?
(A) એનડિવીલો-દ-ગાલ
(B) ઍનલિકેસ્ટ્રો-દ-રાલ
(C) ઑલ્વીડેન-ડી-નાવો
(D) સૅલ્વીનો-ડી-નાલ
ઉત્તર :
(B) ઍનલિકેસ્ટ્રો-દ-રાલ

પ્રશ્ન 43.
પોર્ટુગલની રાણીનું શું નામ હતું ?
(A) ડૉન ક્યૂબા
(B) ડૉન ભૂઝા
(C) ડૉન મારિયા
(D) ડૉન મેરી
ઉત્તર :
(B) ડૉન ભૂઝા

પ્રશ્ન 44.
સ્ત્રીના હૃદયને કોણ ઓળખી શકે છે ?
(A) પુરુષ
(B) દેવતા
(C) પતિ
(D) સ્ત્રી
ઉત્તર :
(D) સ્ત્રી

પ્રશ્ન 45.
જેઠીબાઈની ઓઢણીનું કયું નામ પ્રખ્યાત થઈ ગયું ?
(A) ‘પાન-દ-જેઠી’
(B) ‘ખાના-ડી-જેઠી’
(C) ‘આના-દી-જેઠી’
(D) લાના-દ-જેઠી
ઉત્તર :
(A) ‘પાન-દ-જેઠી’

પ્રશ્ન 46.
જેઠીબાઈના ઘર આગળ શું વગાડવામાં આવે છે ?
(A) શહનાઈ
(B) હોલ
(C) બૅન્ડ
(D) ભૂંગળ
ઉત્તર :
(C) બૅન્ડ

પ્રશ્ન 47.
પોર્ટુગીઝ અફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થાય ત્યારે શું ઉતારી નાખે છે ?
(A) માથા પરની હેટ
(B) બુશર્ટ
(C) પગના ભૂટે
(D) હાથમાંનું ઘડિયાળ
ઉત્તર :
(A) માથા પરની હેટ

પ્રશ્ન 48.
‘જેઠીબાઈ’ પાઠના લેખક કોણ છે ?
(A) દુલા કાગ
(B) દુલીચંદ શાહ
(C) દુલેરાય કારાણી
(D) દુલેરામ અંબાણી
ઉત્તર :
(C) દુલેરાય કારાણી

પ્રશ્ન 49.
‘જેઠીબાઈ’ પાઠ સાહિત્યના કયા પ્રકારમાં આવે છે ?
(A) વાર્તા
(B) નિબંધ
(C) આત્મકથા
(D) લોકકથા
ઉત્તર :
(D) લોકકથા

પ્રશ્ન 50.
‘જેઠીબાઈ’ લોકકથામાં નીચેનું ક્યું પાત્ર નથી આવતું ?
(A) પમો
(B) કાનજી
(C) ખેમ
(D) જેઠીબાઈ
ઉત્તર :
(C) ખેમ

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
કચ્છમાં કોનો રાજ્યઅમલ ચાલતો હતો ?
ઉત્તર :
કચ્છમાં રાઓશ્રી ભારમલજીનો રાજ્ય-અમલ ચાલતો હતો.

પ્રશ્ન 2.
માંડવીની ખત્રિયાણીનું શું નામ હતું ?
ઉત્તર :
માંડવીની ખત્રિયાણીનું જેઠીબાઈ નામ હતું.

પ્રશ્ન 3.
જેઠીબાઈમાં કયા બે ગુણો હતાં ?
ઉત્તર :
જેઠીબાઈમાં હિંમત અને કુનેહ બે ગુસ્સ હતાં.

પ્રશ્ન 4.
કચ્છનો કયો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ?
ઉત્તર :
કચ્છનો કાનજી કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો.

પ્રશ્ન 5.
કાનજી કામદારના દીકરાનું શું નામ હતું ?
ઉત્તર :
કાનજી કામદારના દીકરાનું પમો નામ હતું.

પ્રશ્ન 6.
કારખાનાની માલિકણ જેઠીમા કોનાથી વધારે હતાં ?
ઉત્તર :
કારખાનાની માલિકણ જેઠીમા મા કરતાં પણ વધારે હતાં.

પ્રશ્ન 7.
જામનગરમાં કોનું શાસન હતું ?
ઉત્તર :
જામનગરમાં જામ રાવળનું શાસન હતું.

પ્રશ્ન 8.
કયા પ્રદેશમાં જામનગરનું રંગાટકામ વખણાતું ?
ઉત્તર :
સૌરાષ્ટ્ર પ્રદેશમાં જામનગરનું રંગાટકામ વખણાતું,

પ્રશ્ન 9.
પોર્ટુગીઝોએ કયું બંદર જીતી લીધું ?
ઉત્તર :
પોર્ટુગીઝોએ દીવ બંદર જીતી લીધું.

પ્રશ્ન 10.
પોર્ટુગીઝો કઈ વટાળ પ્રવૃત્તિ ચલાવતા ?
ઉત્તર :
પોર્ટુગીઝ નિરાધાર બાળકોને ખ્રિસ્તી બનાવવાની વટાળ પ્રવૃત્તિ ચલાવતા હતા.

પ્રશ્ન 11.
પોર્ટુગીઝની મહારાણીવતી કોણ વહીવટ ચલાવતું ?
ઉત્તર :
પોર્ટુગીઝની મહારાણીવતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવતો.

પ્રશ્ન 12.
જેઠીમાએ કાનજીને શેનું વચન આપ્યું ?
ઉત્તર :
જેઠીમાએ કાનજીને કહ્યું કે “તારો દીકરો એ હવે મારો દીકરો છે. તું સુખેથી તારા જીવને ગતે કર.”

પ્રશ્ન 13.
પાના લગ્ન કોની સાથે થાય છે ?
ઉત્તર :
પમાના લગ્ન બીજા કામદારની પુત્રી સાથે થાય છે.

પ્રશ્ન 14.
જેઠીબાઈએ શેના પર કાળા કાયદાથી છૂટવા લખાણ છપાવ્યું ?
ઉત્તર :
જે ઠીબાઈએ મોટી રેશમી ઓઢણી પર કાળા કાયદાથી છૂટવા લખાણ છપાવ્યું.

પ્રશ્ન 15.
દીવ બંદરેથી જેઠીબાઈ કેટલા દિવસે પોર્ટુગલ પહોંચે છે ?
ઉત્તર :
દીવ બંદરેથી જેઠીબાઈ બે અઠવાડિયે પોર્ટુગલ પહોંચે છે.

પ્રશ્ન 16.
પોર્ટુગલમાં જેઠીબાઈ કોને કોને મળે છે ?
ઉત્તર :
પોર્ટુગલમાં જેઠીબાઈ બે ગવર્નરો અને રાણીને મળે છે

પ્રશ્ન 17.
જેઠીબાઈની મોટી રેશમી ઓઢણી પર છાપેલી અરજી જોઈને રાણી પર કેવી અસર પડી ?
ઉત્તર :
જેઠીબાઈની મીટી રેશમી ઓઢણી પર છાપેલી અરજી જોઈને રાણી આશ્ચર્યમુગ્ધ બની ગયાં અને આંખમાં આંસુ આવી ગયાં.

પ્રશ્ન 18.
દીવના કાળા કાયદાનું શું થયું ?
ઉત્તર :
દીવનો કાળો કાયદો નાબૂદ થયો.

પ્રશ્ન 19.
જેઠીબાઈની ઓઢણી કયા નામથી પ્રખ્યાત થઈ ?
ઉત્તર :
જે ઠીબાઈની ઓઢણી ‘પાન-દ-જેઠી’ નામથી પ્રખ્યાત થઈ.

પ્રશ્ન 20.
રાણીની આજ્ઞાનો ઠરાવ શેના પર કોતરવામાં આવ્યો ?
ઉત્તર :
રાણીની આજ્ઞાનો ઠરાવ અંક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો.

પ્રશ્ન 21.
અઠવાડિયામાં એક દિવસ જેઠીબાઈના ઘર પાસે શું વગાડવામાં આવે છે ?
ઉત્તર :
અઠવાડિયામાં એક દિવસ જેઠીબાઈના ઘર પાસે બૅન્ડ વગાડવામાં આવે છે.

પ્રશ્ન 22.
પોર્ટુગીઝ ઑહિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા, તો શું ઉતારે છે ?
ઉત્તર :
પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા, તો પોતાના માથા પરની હેટ ઉતારી તેમને માન આપતા.

પ્રશ્ન 23.
જેઠીબાઈનું નામ ઇતિહાસમાં કેવું થઈ ગયું ?
ઉત્તર :
જેઠીબાઈનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું.

નીચેના પ્રબોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જેઠીબાઈએ નિરાધાર પમાને કેવી રીતે બચાવ્યો ?
ઉત્તર :
જેઠીબાઈએ નિરાધાર પમાને રાતોરાત બીજા કામદારની પુત્રી સાથે પરણાવીને નિરાધારમાંથી આધારવાળો બનાવી દીધો.

પ્રશ્ન 2.
કાનજી કામદારને જેઠીબાઈએ શું કહ્યું?
ઉત્તર :
કાનજી કામદારને જેઠીબાઈએ કહ્યું, ‘કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહિ દઉં ! આજથી ઓ દીકરો તા નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર !’

પ્રશ્ન 3.
કાનજી કામદારનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
કાનજી કામદાર કચ્છનો હતો. દીવના રંગાટ અને વણાટકામના કારખાનામાં નોકરી કરતો હતો. પત્ની ગુજરી ગઈ હતી, એ કે દસ વર્ષનો દીકરો હતો, જે હવે ચૌદ વરસનો થયો હતો. પોતે ગંભીર બીમાર હતો, જેઠીમાએ દીકરા પમાને પોતાનો દીકરો . માન્યો, પછી કાનજીનું શાંતિથી અવસાન થયું. જેઠીમાં કારખાનાના બધાં જ કામદારોની માં હતાં.

પ્રશ્ન 4.
પોર્ટુગીઝનો દીવમાં ચાલતો કાળો કાયદો કેવો હતો ?
ઉત્તર :
પોર્ટુગીઝોનો દીવમાં કાળો કાયદો ચલાવતા હતા. જે વ્યક્તિ નિરાધાર થઈ જાય, તેની માલ-મિલકત સરકાર લઈ લે અને જે તે વ્યક્તિને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડે. જેઠીમાએ આ કાયદો નાબૂદ કરાવ્યો.

પ્રશ્ન 5.
નિરાધાર પમાને બચાવવા જેઠીમાએ શું કર્યું?
ઉત્તર :
નિરાધાર પમાને બચાવવા માટે જેકીમાએ કાનજીના અવસાનને દબાવી દીધા. રાતોરાત પમાને બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા. ઘરવખરી આપી ઘર વસાવી દીધું, જેઠીમાએ પમાના લગ્ન કરાવીને તેને નિરાધારમાંથી આધારવાળો બનાવી પોર્ટુગીઝના કાળા કાયદાથી બચાવી લીધો.

નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

  • શાણપણ – ડહાપણ, બુદ્ધિમત્તા
  • ઉત્પાત – ધાંધલ, તોફાન
  • મમત – હઠ, જિદ
  • જાલિમ – જુલમ કરનારું
  • જુલમ – સિતમ, અત્યાચાર
  • માતબર – ભરપૂર, સમૃદ્ધ
  • ફરમાન – હુકમ, આદેશ
  • આપખુદી – આપખુદ વર્તન, સ્વેચ્છાચાર
  • શમાવી દેવું – ટાઢું પાડવું, શાંત કરવું
  • ચાંચડ. – એક જંતુ
  • સકંજો – ભીંસ
  • સાંગોપાંગ – પૂરેપૂરું
  • સૌજન્ય – સજ્જનતા, માણસાઈ
  • અજ્ઞાની – ઓછું ભણેલા

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

  • અમાસ × પૂનમ
  • ન્યાય × અન્યાય
  • અંધકાર × ઉજાસ
  • વિજય × પરાજય
  • અજ્ઞાની × જ્ઞાની
  • નૈતિક × અનૈતિક
  • ભોળું × લુ
  • તામ્રપત્ર × સુવર્ણપત્ર
  • શાંત × અશાંત
  • ચાલુ × બંધ

નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો :

કાળજાને કોરી ખાવું. અર્થ : દુઃખની અનુભૂતિ થવી.
વા. પ્ર. – દીકરીનું દુઃખ માતાના કાળજાને કોરી ખાય છે.

ઊની આંચ આવવી. અર્થ : દુ:ખ કે તકલીફ આવવી.
વા. પ્ર. – નરેન્દ્ર મોદીને કારણે દેશને ઊની આંચ આવશે નહિ.

બાજી બગડી જવી. અર્થ : યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી.
વા. પ્ર. – મુકેશની પૈસા કમાવાની બાજી બગડી જતાં નુકસાન થયું.

ધૂળમાં મળી જવું. અર્થ : નાશ પામવું.
વા. પ્ર. – મફતમાં મળેલું ધન આખરે ધૂળમાં મળી જાય છે.

પ્રાણ પરંવારી જવા, અર્થ : મૃત્યુ થવું.
વા. પ્ર. – ગંભીર માંદગી પછી રમેશના પ્રાણ પરવારી ગયા.

નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

  1. કામ કઢાવી લેવાની કળા – કુનેહ
  2. અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ – અમાસ
  3. કારીગરવાળો ઉઘોગ – હુન્નર
  4. બહાદુર સ્ત્રી – વીરાંગના
  5. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ – અનાથાશ્રમ
  6. પહેલાના વખતમાં થઈ ગયેલું – પુરોગામી
  7. પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ

સૂચના પ્રમાણે ઉત્તર લખો :

પ્રશ્ન 1.
નીચેના વાક્યનું કર્મણિ વાક્ય લખો :
(એ) મીર તો હજુ સગડ મેલતો નથી.
ઉત્તર :
મીરથી તો હજુ સગડ મેલાતો નથી.

પ્રશ્ન 2.
નીચેના વાક્યનું કર્તરિ વાક્ય લખો :
(બ) જેનાથી હાથ વચ્ચે નામ ઘુંટાયું હોય તે અહીં બેસે.
ઉત્તર :
જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે.

પ્રશ્ન 3.
નીચેના વાક્યને ભાવે પ્રયોગમાં બદલો :
(ક) રમઝુ યંત્રવત આગળ વધ્યો.
ઉત્તર :
રમઝુથી યંત્રવત આગળ વધાયું.

પ્રશ્ન 4.
નીચેના વાક્યને કર્તરિમાં બદલો :
(ડ) રમેશથી કુટુંબથી દૂર નહિ રહેવાય.
ઉત્તર :
રમેશ કુટુંબથી દૂર નહિ રહે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 14 જેઠીબાઈ Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

પ્રશ્ન 1.
જેઠીબાઈનું મૂળ વતન કયું?
(a) કચ્છ-માંડવી
(b) કચ્છ-અંજાર
(c) કચ્છ-ભૂજ
(d) કચ્છ-મુંદ્રા
ઉત્તર :
(a) કચ્છ-માંડવી

પ્રશ્ન 2.
જેઠીબાઈ અને તેમના પતિ શેનું કારખાનું ચલાવતાં હતાં ?
(a) હીરા ઉદ્યોગ
(b) શણ ઉદ્યોગ
(c) રંગાટ-વણાટકામ
(d) ભરત-ગૂંથણકામ
ઉત્તર :
(c) રંગાટ-વણાટકામ

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જેઠીબાઈએ કયા સ્થળે રંગાટ અને વણાટકામ ઊભું કર્યું હતું ?
ઉત્તર :
જે ઠીબાઈએ દીવમાં રંગાટ અને વણાટકામનું કામ ઊભું કર્યું હતું.

પ્રશ્ન 2.
સૌરાષ્ટ્રમાં કયા સ્થળનું રંગાટકામ વખણાતું ?
ઉત્તર :
સૌરાષ્ટ્રમાં જામનગર સ્થળનું રંગાટકામ વખણાતું.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જેઠીબાઈના કારખાનાનો માલ કયા-કયા દેશમાં જતો હતો ?
ઉત્તર :
જેઠીબાઈના કારખાનાનો માલ યુરોપ, ઈરાન અને જંગબાર-મોઝાંબિક દેશમાં જતો હતો.

પ્રશ્ન 2.
પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા?
ઉત્તર :
પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતાં ત્યારે પોતાના માથા પરની હેટ ઉતારી તેમને માન આપતા હતા.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતો અપનાવતા હતા ?
ઉત્તર :
પોર્ટુગીઝોના પાદરીઓ ખ્રિસ્તી ધર્મની વટાળ પ્રવૃત્તિ ચલાવવા આંધળો કાયદો બનાવીને નિરાધાર લોકોને ફરજિયાત ખ્રિસ્તી. બનાવતાં હતાં. અજ્ઞાન, પછાત અને ભોળા લોકોને જુદી જુદી લાલચમાં લપેટીને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવવામાં આવતા. ઉપરાંત, સરકારે પણ એવો કાયદો બનાવ્યો હતો કે જે વ્યક્તિ મા-બાપ વગરની બને, તેને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ અપનાવવી પડે, તેની માલ-મિલકત પણ પોર્ટુગીઝ સરકાર જપ્ત કરી લેતી. દીવની જનતા આ કાયદાથી કંટાળી ગઈ હતી. જેઠીમાએ આ કાયદો દૂર કરાવ્યો.

પ્રશ્ન 2.
જેઠીબાઈનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
માંડવી-કચ્છના ખત્રિયાણી જેઠીબાઈ હિંમતવાન અને કુનેહબાજ સ્ત્રી હતા. જેઠીબાઈના પતિનું નામ પંજુ ખત્રી હતું. બંનેએ માંડવી-કચ્છમાંથી રંગાટ-વણાટકામનો ધંધો સંકેલીને દીવ બંદરમાં આ ધંધાનો વિકાસ કર્યો હતો. સૌરાષ્ટ્ર અને દેશ તથા પ૨દેશમાં જેઠીબાઈનાં રંગાટ અને વણાટકામના વસ્ત્રો અને કાપડ વખણાતાં હતાં.

દીવનો કાળો કાયદો જેઠીબાઈએ પોર્ટુગલ જઈને, રાણીને રેશમી ઓઢણી ભેટ આપીને નાબૂદ કરાવ્યો હતો, તેઓ જીવ્યાં ત્યાં સુધી તેમના ઘર પાસે, અઠવાડિયે એક દિવસે બંન્ડ વગાડવામાં આવતું, ઉપરાંત કોઈ પોર્ટુગીઝ ઑફિસર તેમના ઘર પાસેથી પસાર થતો તો પોતાના માથા પરની હેટ ઉતારીને જેઠીબાઈને માન આપતો હતો. પોતાના કારખાનાના બધા જ કારીગરોના મા જેઠીમાં હતા, બસો વર્ષ પહેલાં જેઠીમાએ જે કર્યું, તે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે, આવાં ગૌરવશાળી જેઠીમાને અમારાં વંદન છે !

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *