GJN 10th Gujarati

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 18 લઘુકાવ્યો

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 18 લઘુકાવ્યો

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 લઘુકાવ્યો

લઘુકાવ્યો Summary in Gujarati

લઘુકાવ્યો કાવ્ય-પરિચય :

લેખક પરિચય : દુહાનું સ્વરૂપ બે લીટીનું હોય છે, પરંતુ જીવનભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલાં દુહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરે છે. લીમડો કડવો હોય, પણ તેનો છાંયો શીતળ હોય છે, તેમ ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ ખરે ટાણો એ પડખે ઊભા રહે છે. બીજા દુહામાં કહ્યું છે કે ઘડો પૂરેપૂર ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ છલકાય છે, તેમ જે પૂર્ણતા પામ્યો હોય છે તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. દષ્ટાંતો દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કર્યો છે.

કાવ્યનો સારાંશ : શેખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી બેફિકરાઈથી, મૌજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લધુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું. અરે, મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભીડીને બધા મોરચા સર કરશે એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહિ હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે.

હર્ષ ત્રિવેદીએ મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે. માણસ પીંજરાનું બારણું ખલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે.’ પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહિ તેવું

હાઈકુ જાપાનીઝ કાવ્યપ્રકાર છે તેમાં 5-7-5 એમ સત્તર અક્ષરની ત્રણ પંક્તિ હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. પ્રથમ હાઈકુમાં લીલને કારણે જાણે કે તળાવ પોઢી ગયું છે, કશો સંચાર નથી, જીવંતતા નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બો છે અને તળાવ જાગી ઊઠે છે, જાણો તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઊઠે તેનું આ મધુર ચિત્ર છે.’

બીજા હાઈકુમાં ઊડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતાં પર્વત ટોચે પહોંચે છે ને વેરાય જાય છે, ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતાં જવાનું છે. હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે.

– શેખાદમ આબુવાલા
જન્મ : તા. 15-10-1929, અવસાન : તા. 20-05-1985

શેખ આદમ મુલ્લા શુજાઉદીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વૉઇસ ઑફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિંદી-ઊર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સરળ, બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. ‘ચાંદની’, ‘સોનેરી લટ’ તેમના ગઝલ સંગ્રહો છે. ‘ખુરશી’ તેમનો કટાક્ષનો કાવ્યસંગ્રહ છે.

– હર્ષદ ત્રિવેદી
જન્મ : તા. 17-07-1958

હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે, ‘એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તાર અવાજ’, ‘તારા-વિના’, તેમના કાવ્યસંગ્રહો છે. ‘શબ્દાનુભવ’ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. ‘લાલિત્ય’, રાજેન્દ્ર શાહનાં સૉનેટ’, ‘અલંકૃતા’, ‘નવલકથા અને હું’ તેમનાં સંપાદનો છે.

– ફિલીપ ક્લાર્ક
જન્મ : તા. 21-12-1940

ફિલીપ સ્ટાનીસા ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના શામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ‘ટહુકી રહ્યું ગગન’, ‘સૂરથી ગાજે વન’, ‘તે પહેલાં તેમના કાવ્યસંગ્રહો છે. ‘બારી’ તેમનો લઘુકથા સંગ્રહ છે. ‘રિમઝિમ રિમઝિમ’, ‘રમતાં રમતાં રાત પડી’, ‘સવારના તડકામાં’ તેમના બાળસાહિત્યના સંગ્રહો છે. ‘મોર્નિંગ વૉક તેમનું હાસ્યથંગનું પુસ્તક છે.

– ધીરુ પરીખ
જન્મ : તા. 31-08-1933

ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી તેઓ નિવૃત્ત થયા છે, ‘કટકની ખુશબો’ તેમની વાર્તાસંગ્રહ છે. ‘ઉઘાડ’ તેમનો કાવ્યસંગ્રહ છે, ‘અંગપચીસી’માં છપ્પા શૈલીનાં પચીસ કટાક્ષ કાવ્યો છે, ‘આગિયા’ એમનો હાઈ સંગ્રહ છે, ‘રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ’ એમનો શોધપ્રબંધ છે, દેશ-વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે, ‘નિકુળાનંદ પદાવલી’, ‘સાત મહાકાવ્યો’, ‘પેય મહાકાવ્યો’ તેમના સંપાદન ગ્રંથો છે.

નીચેના બે દુહાનો અર્થ આપો :

કડવા હોયે ………. પોતાની બાંય.

અર્થ : લીંબડો કડવો હોય છે; પણ તેની છાયા કડવી નહિ પણ મીઠી-ઠંડી હોય છે. આપણો ભાઈ અબોલે હોય, તો પણ જ્યારે જરૂર પડે એ જ ભાઈ અપણી મદદ કરે છે.

જે જન પામે ………… મમમમ છલકાય.

અર્થ : જે માણસ પૂર્ણતાને પામે છે; તે અભિમાન કરતો નથી. જે પાણીનો ઘડો ભરેલો હોય તે છલકાતો નથી, પણ અધૂરો પાણી ભરેલો ઘડો જ છલકાતો હોય છે.

નીચેના બે મુક્તકોનો અર્થ આપો :

અમને નાખો ………… લાગમાં.

અર્થ : અમને જિંદગીની આગમાં નાખો, તો પણ અમે એ આગને બાગમાં બદલી નાખશું. અમે બધા જ મોરચે વિજય પ્રાપ્ત કરીશું. અરે ! મોત પણ જો આવશે તો તેને પણ નક્કરતાથી મુકાબલો કરીશું.

પિંજરાનું બારણું …………… ભરાઈ ગયું.

અર્થ : કોઈ એક માણસે પિંજરાનું બારણું ખોલીને પક્ષીને કહ્યું કે હવે તું મુક્ત છે. તારે પિંજરામાં રહેવાની જરૂર નથી, તો પક્ષીને નવાઈ લાગી, પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પોતાની મૂળ જગ્યા-પિજ રામાં ભરાઈ ગયું.

નીચેના બે હાઈકુના અર્થ આપો :

લીલ ઓઢીને …………… પંખીની ચાંચે

અર્થ : લીલ ઓઢીને તળાવ પોઢી ગયું હતું, ને સવારે એક પક્ષીએ આ તળાવમાં ચાંચ બોળી કે તુરત જાગી ગયું !

પર્વત ટોચે …………. ગયું વેરાઈ.

અર્થ : પર્વતની ટોચ ઉપર એક વાદળ પહોંચે છે અને પછી એ તરત જ આજુબાજુ વેરાઈ-વરસી જાય છે.

લઘુકાવ્યો શબ્દાર્થ :

  • બાંધવ – ભાઈ, સહોદર
  • શીતળ – ઠંડું
  • ઘટ – પડો, કુંભ
  • ફૂલાવું – અભિમાન કરવું
  • મુક્ત – આઝાદ
  • સ્વયં – પોતે, ખુદ
  • આગ – અગ્નિ, અસહા પીડા
  • બાંય – મદદકર્તા
  • અબોલડા – અબલા, ન બોલવું
  • પૂર્ણતા – ઉન્નતિ
  • પૂર્ણ – ભરેલો
  • અધૂરો – થોડો ભરેલો
  • બાગ – બગીચો, ખુશી
  • મોરચો – ધ્યેય
  • લાગ – ૫કડ
  • ભરાવું – બેસી જવું

લઘુકાવ્યો તળપદા શબ્દો

  • સમંદર – સમુદ્ર, દરિયો
  • પોઢવું – સૂઈ જવું, ઊંધવું
  • વેરાઈ જવું – છૂટું પડવું

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 લઘુકાવ્યો Additional Important Questions and Answers

સ્વિાધ્યાય

નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કો અબોલ હોય છે ?
(A) પત્ની
(B) પ્રેમિકા
(C) પાડોશી
(D) બાંધવ
ઉત્તર :
(D) બાંધવ

પ્રશ્ન 2.
બાંધવ અબોલડે હોય તો પણ શું ગણાય છે ?
(A) બાંય
(B) ગરજવાન
(C) સ્વાર્થી
(D) નકામો
ઉત્તર :
(A) બાંય

પ્રશ્ન 3.
લીમડાનો સ્વાદ કેવો છે ?
(A) તીખો
(B) કડવો
(C) મીઠો
(D) ખારો
ઉત્તર :
(B) કડવો

પ્રશ્ન 4.
કેવો ઘડો છલકાતો નથી ?
(A) માટીનો
(B) તાંબાનો
(C) મોટો
(D) પૂરો ભરેલો
ઉત્તર :
(D) પૂરો ભરેલો

પ્રશ્ન 5.
કેવો ઘડો છલકાય છે ?
(A) નાનો
(B) અધૂરો
(C) પૂરો ભરેલો
(D) સાવ ખાલી
ઉત્તર :
(B) અધૂરો

પ્રશ્ન 6.
કોણ ફૂલાય છે ?
(A) અજ્ઞાની
(B) પંડિત
(C) જ્ઞાની
(D) શિક્ષિત
ઉત્તર :
(A) અજ્ઞાની

પ્રશ્ન 7.
અમને શેમાં નાખવાના છે ?
(A) બાગમાં
(B) કૂવામાં
(C) તળાવમાં
(D) આગમાં
ઉત્તર :
(D) આગમાં

પ્રશ્ન 8.
કોણ આગ જેવું છે ?
(A) પત્ની
(B) પ્રેમિકા
(C) પાડોશણ
(D) જિંદગી
ઉત્તર :
(D) જિંદગી

પ્રશ્ન 9.
અમે આગને શેમાં ફેરવીશું ?
(A) બાગમાં
(B) રાખમાં
(C) જામમાં
(D) દાગમાં
ઉત્તર :
(A) બાગમાં

પ્રશ્ન 10.
અમે શું સર કરીશું ?
(A) શિખર
(B) મોરચા
(C) યુદ્ધ
(D) ડિગ્રી
ઉત્તર :
(B) મોરચા

પ્રશ્ન 11.
કોને લાગમાં લેવાનું છે ?
(A) દુશ્મનને
(B) મિત્રને
(C) મોતને
(D) જ્યોતને
ઉત્તર :
(C) મોતને

પ્રશ્ન 12.
કોનું બારણું ખોલવામાં આવ્યું ?
(A) ઓરડાનું
(B) ખોલીનું
(C) દાદરાનું
(D) પિંજરાનું
ઉત્તર :
(D) પિંજરાનું

પ્રશ્ન 13.
પક્ષીને ક્યાં પૂરેલું હતું ?
(A) રૂમમાં
(B) પિંજરામાં
(C) બરણીમાં
(D) ઝાડ ઉપર
ઉત્તર :
(B) પિંજરામાં

પ્રશ્ન 14.
પંખીને શું કહેવામાં આવ્યું ?
(A) હવે તું મુક્ત છે
(B) હવે તું ભક્ત છે
(C) હવે તું શાંત છે
(D) હવે તું સ્વસ્થ છે
ઉત્તર :
(A) હવે તું મુક્ત છે

પ્રશ્ન 15.
પંખીએ બહાર નીકળીને કોની સામે જોયું ?
(A) માળા તરફ
(B) પોતાની પત્ની તરફ
(C) માણસ તરફ
(D) દાણા તરફ
ઉત્તર :
(C) માણસ તરફ

પ્રશ્ન 16.
પંખી પાછું ક્યાં ભરાઈ ગયું ?
(A) આકાશમાં
(B) પિંજરામાં
(C) ઘરમાં
(D) માળામાં
ઉત્તર :
(B) પિંજરામાં

પ્રશ્ન 17.
પિંજરાનું શું ખોલવામાં અવ્યું ?
(A) સળિયો
(B) પડદો
(C) બારણું
(D) કાચ
ઉત્તર :
(C) બારણું

પ્રશ્ન 18.
લીલ ઓઢીને કોણ પોઢયું હતું ?
(A) પોપટ
(B) તળાવ
(C) દેડકો
(D) ગાય
ઉત્તર :
(B) તળાવ

પ્રશ્ન 19.
તળાવે શું કહ્યું હતું ?
(A) લીલ
(B) શાલ
(C) સાડી
(D) દુપટ્ટો
ઉત્તર :
(A) લીલ

પ્રશ્ન 20.
પંખીએ તળાવમાં શું બોળ્યું ?
(A) પાંખ
(B) ચાંચ
(C) પગ
(D) માથું
ઉત્તર :
(B) ચાંચ

પ્રશ્ન 21.
પંખીની ચાંચ કોશ જાગ્યું ?
(A) માણસ
(B) તળાવ
(C) સરોવર
(D) પ્રભાત
ઉત્તર :
(B) તળાવ

પ્રશ્ન 22.
કોણ પર્વતની ટોચે પહોંચે છે ?
(A) પક્ષી
(B) સાહસિક
(C) વાદળ
(D) વરસાદ
ઉત્તર :
(C) વાદળ

પ્રશ્ન 23.
વાદળ કોની ટોચે પહોંચે છે ?
(A) પર્વતની
(B) મેદાનની
(C) ખેતરની
(D) ઝાડની
ઉત્તર :
(A) પર્વતની

પ્રશ્ન 24.
પર્વતની ટોચે વાદળનું શું થયું ?
(A) સ્વયે વેરાઈ ગયું
(B) સ્વયં ભાગી ગયું
(C) સ્વયં ઊંધી ગયું
(D) સ્વયં ગાવા માંડ્યું
ઉત્તર :
(A) સ્વયે વેરાઈ ગયું

પ્રશ્ન 25.
પહેલા મુક્તકના કવિ કોણ છે ?
(A) શેખ શાદી
(B) શેખાદમ આબુવાલા
(C) શકી બદાયૂની
(D) કવિ પ્રદીપ
ઉત્તર :
(B) શેખાદમ આબુવાલા

પ્રશ્ન 26.
બીજા મુક્તકના કવિ કોણ છે ?
(A) હર્ષદ ત્રિવેદી
(B) હર્ષદ દવૈ
(C) અનિલ પંડ્યા
(D) રાહુલ વ્યાસ
ઉત્તર :
(A) હર્ષદ ત્રિવેદી

પ્રશ્ન 27.
પહેલા હાઈકના કવિ કોણ છે ?
(A) યોસેફ મેકવાન
(B) ફિલિપ ક્લાર્ક
(C) માર્ગારેટ ચાકો
(D) હતી દવે
ઉત્તર :
(B) ફિલિપ ક્લાર્

પ્રશ્ન 28.
બીજા હાઈકુના કવિ કોણ છે ?
(A) ધીરુ પરીખ
(B) તૃપ્તિ દવે
(C) વિધિ વ્યાસ
(D) જીની રાવલ
ઉત્તર :
(A) ધીરુ પરીખ

નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.

  • બાંધવ – ભાઈ, સહોદર
  • પૂરો – ભરેલો, પૂર્ણ
  • ફૂલાવું – અભિમાન કરવું
  • મોરચો – ધ્યેય, લક્ષ્ય
  • આગ – અગ્નિ, અસહ્ય પીડા
  • અબોલડા – ન બોલવું તે
  • પૂર્ણતા – ઉન્નતિ, જ્ઞાની
  • ઘટ – ઘડો, કુંભ
  • બાગ – બગીચો, ખુશી, આનંદ
  • સ્વયં – પોતે, ખુદ
  • ભરાવું – બેસી જવું
  • શીતળ – ઠંડું
  • અધૂરો – થોડો જ ભરેલો, અજ્ઞાની
  • મુક્ત – આઝાદ
  • લાગ – ૫કડ, ધવ લેવો
  • બાંય – મદદગાર, ભાઈ

નીચેની કહેવતનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો:

અધૂરો ઘડો છલકાય ઘણો. અર્થ : અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીપણાનું ગુમાન દાખવવું.
વા. પ્ર. – મુકેશ અભણ છે; તો પણ વેદ, પુરાણ અને પરમતત્ત્વની વાતો કરે છે; તેથી લોકો મુકેશને અધૂરો ઘડો છલકાય ઘણો કહે છે.

નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો :

સર કરવું. અર્થ : જીત મેળવવી.
વા. પ્ર. – તાનાજીએ જીવ આપીને સિંહગઢનો કિલ્લો સર કર્યો હતો.

આકાશ તૂટી પડવું. અર્થ : ઓચિંતી આપત્તિ આવવી.
વા. પ્ર. – રમેશની માતાનું અચાનક મૃત્યુ થતાં રમેશના માથે આકાશ તૂટી પડ્યું.

નાક વિનાનું. અર્થ : જેને કશી આબરૂ ન રહી હોય તેવું
વા. પ્ર. – પિજરાના પક્ષી સામે માણસ નાક વિનાનો લાગે છે.

પાણી ફેરવવું અર્થ : બધી મહેનત ફોગટ કરવી
વા. પ્ર. – પંખીને પિંજરામાં કેદ કરીને માનવે માનવજાતિનું પાણી ફેરવી દીધું.

નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

  1. બંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ – લીલ
  2. રીસાઈને અમુક વ્યક્તિ સાથે ન બોલવું તે – અબોલા, અબોલડાં
  3. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર – અક્ષયપાત્ર
  4. જેનો કોઈ આધાર નથી તે – નિરાધાર
  5. જેની આરપાર જોઈ ન શકાય તેવું – અપારદર્શક
  6. જીતી ન શકાય તેવું – અજય
  7. જોઈએ તે કરતાં અધિક ખર્ચ કરનાર – ઉડાઉ
  8. ચોમાસુ પાક – ખરીફ
  9. આકાશમાં ફરનારું – ખેચર
  10. ગાયોને રાખવાની જગ્યા – ગૌશાળા

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 લઘુકાવ્યો Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

પ્રશ્ન 1.
કડવા લીમડાની છાયા કેવી હોય છે?
(a) તૂરી
(b) શીતળ
(c) ગરમ
(d) આકરી
ઉત્તર :
(b) શીતળ

પ્રશ્ન 2.
કેવો માણસ કદી ફૂલાતો નથી ?
(a) દંભી
(b) નિરાશ
(c) પૂર્ણતાવાળો
(d) દુ:ખી
ઉત્તર :
(c) પૂર્ણતાવાળો

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જિંદગીની આગને શેમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે ?
ઉત્તર :
જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવાની કવિએ વાત કરી છે.

પ્રશ્ન 2.
પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું? શા માટે ?
ઉત્તર :
પંખીએ મારા સામે જોયા પછી પાછું પોતાના પિંજરામાં ભરાઈ ગયું.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
તળાવને કોણ જગાડે છે ?
ઉત્તર :
લીલ ઓઢીને તળાવ શાંતિથી સૂતું હોય છે ત્યારે સવારે એક પંખી પાણી પીવા આવે છે. આ પંખી જેવી પોતાની ચાંચ પાણીમાં બોલે છે કે તુરત જ તળાવ જાગી જાય છે. કોઈને પણ સારા કામ કરવા માટે એક ઇશારો જ કાફી છે.

પ્રશ્ન 2.
‘પૂર્ણ ઘડા’ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર :
‘પૂર્ણ ઘડા’ દ્વારા કવિ એ કહેવા માગે છે કે જેમ પડામાં પૂરેપૂરું પાણી ભરેલું હોય, તો તે છલકાતો નથી. એવી જ રીતે જે મનુષ્ય જ્ઞાની હોય, જાણકાર હોય તે વધારે પડતું બોલતો નથી. માત્ર અધૂરો ઘડો જ છલકાતો હોય છે, એમ એશાની કે મૂર્ખ લોકો જ નિરર્થક પ્રલાપ કરીને છલકાતા હોય છે.

પ્રશ્ન 3.
કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે ?
ઉત્તર :
કવિ મૃત્યુ સાથે અને સામે ખૂબ આકરો સંઘર્ષ કરવા માગે છે. અમે એવા મનુષ્યો છીએ કે આકરી મહેનત કરીને બધાં જ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરીશું. મૃત્યુને પણ અમારી પકડમાં લઈશું; અને અમે સંઘર્ષ કરીને તેને પણ જીતી લઈશું. મૃત્યુથી અમે લડી લઈશું અમને મૃત્યુનો જરા પણ ડર લાગતો નથી.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
‘વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું’ પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ.
ઉત્તર :
‘વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું’ પંક્તિમાં ખૂબ સુંદર અને સચોટ સંદેશ છૂપાયેલો છે, વાદળ એટલે કોઈ એક વ્યક્તિ અને ટોચે એટલે સર્વોચ્ચ શિખર – સંપૂર્ણ ઉન્નતિ. જ્યારે એક વ્યક્તિ પોતાની સર્વિસમાં કે ધંધામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી હોય ત્યારે તેણે સમાજના બધાં જ લોકો માટે પરોપકાર કરવો જોઈએ. સ્વાર્થ છોડીને નિઃસ્વાર્થ ભાવે ગરીબ, પીડિત અને દુ:ખી મનુષ્યની સેવા કરવી જોઈએ.

જેમ વાદળ પર્વતની ટોચ પર બિરાજમાન થાય છે, ત્યારે પોતાની પાણી રૂપી સંપત્તિ સર્વજન હિતાય ચારે બાજુ વરસાવે છે, એવી જ રીતે ઉચ્ચ પદવીએ પહોંચેલા મનુષ્ય માનવ વસ્તી ઉપર વરસીને નમ્ર બનવું જોઈએ. ઉચ્ચ હોઠો મેળવે તેમ તેનામાં વધુ નમ્રતા, બીજાની દરકાર, વિશાળતા, ઉદારતા અને ત્યાગભાવના જેવા ગુણોનો વિકાસ થાય તે અત્યંત જરૂરી છે.

પ્રશ્ન 2.
‘પંખી પીંજરામાં ભરાઈ ગયું’માં વ્યક્ત થતી વેદના વર્ણવો.
ઉત્તર :
‘પંખી પિંજરામાં ભરાઈ ગયું’ માં પંખીની અને માનવની વેદના મર્મસ્પર્શી રીતે અભિવ્યક્ત થઈ છે. પિંજરામાં કેદ કરેલા પક્ષીને માનવ વિજ રાનું બારણું ખોલીને ખુલ્લા આકાશમાં જવા મુક્ત કરે છે; પણ અફસોસ ! પંખીને માણસજાત પર પૂર્ણ ભરોસો નથી. આજે દંભ કરીને, પોતે કેટલો સારો – ઉદાર છે એ બતાવવા તે આમ કરે છે, ને પછી તરત જ પાછું એને કેદ કરીને, પકડીને પિંજરામાં પૂરી દેવાનો છે, પંખીને પિંજરામાં રહેવું દુ:ખદાયક લાગે છે, પણ માનવના દંભથી તે વધારે પીડાને પામે છે, માનવજાતિ પર પંખીને વિશ્વાસ નથી.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *