Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 2 રેસનો ઘોડો (First Language)
Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 2 રેસનો ઘોડો (First Language)
Class 10 Gujarati Textbook Solutions Chapter 2 રેસનો ઘોડો (First Language)
રેસનો ઘોડો Summary in Gujarati
રેસનો ઘોડો પાઠ – પરિચય
– વર્ષા અડાલજા [જન્મઃ 10 – 04 – 1940]
“રેસનો ઘોડો’ નવલિકાનું શીર્ષક પ્રતીકાત્મક છે. આજની શિક્ષણપદ્ધતિને વર્ષા અડાલજાએ એક પ્રકારની રેસ કહી છે. એની દોડમાં બાળક(ઘોડા)નું બાળપણ, કહો કે જીવન, ખુદ મા – બાપ કે વાલી દ્વારા કેવી રીતે છિનવાઈ જાય છે એની કલાત્મક અભિવ્યક્તિ પ્રસ્તુત નવલિકામાં જોવા મળે છે.
ઊંચા માર્ક્સ મેળવી પ્રથમ નંબરે આવવું, અનેક ડિગ્રી મેળવવી, સ્પર્ધામાં ચંદ્રક લાવવા, કમ્યુટર ક્લાસમાં જવું, કૉચિંગ ક્લાસ ભરવા, ટીવી કે વર્તમાનપત્રોમાં મુલાકાત આપવી અને તેમાં ફોટા આવવા વગેરેમાં મા – બાપ બાળકોને રચ્યાપચ્યાં રાખે છે.
આથી બાળક આવા શિક્ષણના તેમજ મા – બાપની અંગત આશા – આકાંક્ષાના ભાર નીચે દબાઈ જાય છે.
આ નવલિકામાં સૌરભ અને અંક્તિ નામનાં બે બાળકોની પણ એવી જ સ્થિતિ લેખિકાએ સ્કૂટ કરી છે. મા – બાપનાં સખત દબાણ અને આગ્રહને કારણે બાળકોનો વિકાસ થતો નથી, એનું બાળપણ છિનવાઈ જાય છે;
પરંતુ મા – બાપ એની પરવા કરતાં નથી, એ સામે લેખિકાએ લાલબત્તી ધરી છે. અંકિતની માં આ બાબતે જુદી પડે છે. અંકિતને એ દોડમાંથી છોડાવી પોતાની રીતે તાલીમ આપે છે, અથવા કહો કે વાતાવરણ ઊભું કરે છે. એ અન્ય મા – બાપ માટે એક મિસાલ છે.
આજના શિક્ષણ બાળકને રેસનો ઘોડો બનાવી દીધો છે, ત્યારે આ નવલિકા જીવનમૂલ્યની રખેવાળી સંદર્ભે સુંદર બોધ આપી જાય છે.
રેસનો ઘોડો શબ્દાર્થ
- ગન (અં) – બંદૂક.
- ઝુમ્મર – એકસાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન છત પર લટકાવવાનું).
- બદમાશ – (અહીં) લાડમાં લુચ્ચું’.
- ચંદ્રક – ચંદ્રના ઘાટની સોનાચાંદીની ચકતી (જેના પર અક્ષરો અંક્તિ કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે.), મેડલ.
- અખબાર – વર્તમાનપત્ર. ઈન્ટરવ્યુ.
- (અ) – મુલાકાત.
- તબ ક્યા બાત હૈ! (હિં.) – તો શું કહેવું!
- સલાહ – શિખામણ – બોધ, ઉપદેશ.
- ઝાઝો – વધારે, વિશેષ.
- ફરક – તફાવત.
- હોમવર્ક (સં.) – વિદ્યાર્થીઓને ઘરે કરવા આપેલું શાળાનું કાર્ય.
- નૅશનલ જિયોગ્રાફિક ચૅનલ (અં.) – એક ચૅનલ, જેમાં રાષ્ટ્રીય ભૌગોલિક વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવે છે.
- ડિસ્કવરી ચેનલ (અં) – એક ચૅનલ, જેમાં વિવિધ વિષયો પર થયેલ સંશોધનની જાણ કરવામાં આવે છે.
- કંટાળવું – અણગમો આવવો, અકળાઈ જવું.
- જેલમાં પૂરવું – (અહીં) કેદખાનામાં રહેવા જેવી સજા કરવી.
- ભળવું – એકબીજામાં હળીમળી જવું.
- પ્રાપ્તિ થવી – મળવું.
- નિર્ભેળ – (અહીં) શુદ્ધ.
- નિર્દોષ – દોષ વિનાનું.
- ચહેરો – વદન, મુખ.
- કપાળ તમારું – “નસીબ તમારું એમ ગુસ્સામાં કહેવું.
- ભણેશરી – (અહીં) હોશિયાર.
- કંડારવું – કોતરવું, નકશી કરવી.
- તેજ ઝડપી. તીવ્ર હરીફાઈ – આકરી સ્પર્ધા.
- માથાકૂટ – કડાકૂટ, લમણાઝીક.
- નક્કામી – વ્યર્થ, નાહકની.
- વિફરવું – ગુસ્સે થવું.
- પરાણે – બળજબરીથી.
- સદ્દબુદ્ધિ – સારી અને પવિત્ર સમજ, સન્મતિ.
- નારાજ – નાખુશ.
- ભલુંબૂરું – સારુંખોટું.
- ઉમળકો – ઉમંગ, ઉત્સાહ.
- યૂશન – (અહીં) શિક્ષણ
- પીડા – દુઃખ, ત્રાસ.
- ઈન્ડસ્ટ્રી (અં.) – ઉદ્યોગ.
- ઍરકન્ડિશન્ડ (અં.) – વાતાનુકૂલ.
- કૅબિન (અં.) – ખાસ અંગત કાર્યાલય.
- દુશ્મન – વેરી, શત્રુ.
- લિજ્જત – લહેજત, આનંદ, મોજ.
- બદલાઈ જવું – પરિવર્તન આવવું.
- ઉપરાછાપરી – લાગલગાટ.
- નિમાણું – માન ઊતરી જતાં કે અપમાન થતાં મોટું ઊતરી ગયું હોય તેવું ગમગીન, ઉદાસ, ખિન્ન.
- પસવારવું – શરીરને હાથથી પંપાળવું.
- આપમેળે – આપોઆપ.
- માયકાંગલું – (અહીં) અશક્ત.
- પંપાળવો – લાડથી હાથ ફેરવવો.
- મક્કમતાથી – દઢતાથી.
- પરોવાવું – મગ્ન થઈ જવું.
- ગાયબ – અદશ્ય.
- ઠપકાનો સૂર – ટકોરની ભાષા.
- શૈશવ – બાળપણ.
- આઘાત – ચોટ, આંચકો.
- ધિક્કાર – તિરસ્કાર, નફરત.
- કદી – ક્યારેય.
- અક્કલ – (અહીં) સમજદારી. કુમળો
- જીવ – (અહીં) નાજુક બાળક.
- ન છોડવો – આઝાદ ન કરવો, બંધનમાં રાખવો.
- નબળા બાંધાનો – શરીરે દુર્બળ.
- શિલ્ડ (અં) – ઇનામ.
- હિલસ્ટેશન (અ.) – ઠંડી હવા ખાવાનું સ્થળ
- સૅનેટોરિયમ (અં) – આરોગ્યભવન.
- બુકિંગ (અં) – આરક્ષણ.
- ટ્રેકિંગ (અ.) – પર્વતારોહણ.
- ખુશાલીમાં – આનંદમાં.
- કાળજી – સંભાળ, જતન.
- ગંભીર – (અહીં) જોખમી.
- ઍમિશન (અ.) – પ્રવેશ, દાખલપત્ર.
- કિડની (અં) – મૂત્રપિંડ.
- ફેઇલ (અં) – નિષ્ક્રિય, કામ કરતી બંધ થઈ જવી.
- સૂરજ – સૂર્ય.
- અચૂક – ભૂલ્યા વગર, નક્કી.
- ગોઠણ – ઘૂંટણ.
- કાંડું – જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ.
Class 10 Gujarati Textbook Solutions Chapter 2 રેસનો ઘોડો Textbook Questions and Answers
રેસનો ઘોડો સ્વાધ્યાય
1. સાચો વિકલ્પ પસંદ કરો.
પ્રશ્ન 1.
વિનુકાકા વાતવાતમાં કહેતા.
(A) નિશાન ઊંચું રાખવું.
(B) નિશાન નીચું રાખવું.
(C) અન્યને નિશાન બનાવવું.
(D) ક્યારેય કોઈ નિશાન ન રાખવું.
ઉત્તર :
A. નિશાન ઊંચું રાખવું. (✓)
B. નિશાન નીચું રાખવું.
C. અન્યને નિશાન બનાવવું.
D. ક્યારેય કોઈ નિશાન ન રાખવું.
પ્રશ્ન 2.
અંકિતનાં માતા-પિતાનું સ્વપ્ન હતું કે…
(A) તે માત્ર ડિગ્રીઓ મેળવે.
(B) તે ઉમદા માણસ બને.
(C) તે ડૉક્ટર બને.
(D) તે ખૂબ પૈસાવાળો બને.
ઉત્તર :
A. તે માત્ર ડિગ્રીઓ મેળવે.
B. તે ઉમદા માણસ બને. (✓)
C. તે ડૉક્ટર બને.
D. તે ખૂબ પૈસાવાળો બને
2. એક – એક વાક્યમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી ?
ઉત્તર :
અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાનાં માતાપિતા માટે સમય નથી.
પ્રશ્ન 2.
અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતાં ?
ઉત્તર :
અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણમહાભારતની બાળકથાઓનાં પુસ્તકો ભેટ મળ્યાં હતાં.
3. બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1.
“બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું” વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો.
ઉત્તર :
“બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું,” વિનુકાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી – ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા – પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી.
સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું.
પ્રશ્ન 2.
‘હવે અમેરિકા ક્યારે જશો ?” પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
“હવે અમેરિકા ક્યારે જશો?” એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તર :માં વિનુકાકા માથું ધુણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો.
4. સાત – આઠ લીટીમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
‘રેસનો ઘોડો’ વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો.
ઉત્તર :
‘રેસનો ઘોડો’ વાર્તામાં સંજય – નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા – મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ – ઘડતરની વાત લેખકે સ – રસ કથાગૂંથણી દ્વારા સ્કૂટ કરી આપી છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ, શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે.
ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબહેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને, એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે.
આમ, બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો – પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને, રેસના ઘોડાની જેમ, એનાં સ્વતંત્રતા અને બાળપણને ભોગે, પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે, પણ મા – બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી.
બીજી બાજુ નીનાબહેન અંક્તિને, એનાં સ્વતંત્રતા અને બાળપણ આપીને, મા – બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને છે. પરિવાર સાથે રહે છે. પ્રેમ, સમય ને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે.
લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા, બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે.
પ્રશ્ન 2.
‘આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.’ આ વિધાન વિગતે સમજાવો.
ઉત્તર :
“આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.” આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને ફૂટ કરતી અંકિતનાં મમ્મી નીનાબહેનની વિધાયક દષ્ટિ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો.
એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યાં. સાથે રહીને પોતે બાળસહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણમહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુમ્બિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું.
અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા, એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો.
નીનાબહેન માનતાં હતાં કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દિકરા અંકિતે પુરવાર કર્યું.
પ્રશ્ન 3.
‘રેસનો ઘોડો’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ઉત્તર :
‘રેસનો ઘોડો’ શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને – યથાર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્ત્વનું પાત્ર છે. પોતાનાં સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં, રેસના ઘોડાની જેમ જોતરીને, પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા – બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે.
સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે.
એમાં સૌરભ ઊણો ઊતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને : ટોકતા કે ઉતારી પાડતા. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હૉસ્પિટલમાં કામે લાગી ગયો. એની નામના વધી.
વિશાળ બંગલો. કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી; પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી. મા – બાપ સાથે વાત કરવાનો, – એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. આમ, : સૌરભ શિક્ષણક્ષેત્રે “રેસનો ઘોડો’ જીતી ગયો, પણ સંસ્કારક્ષેત્રે તે હારી : ગયો.
આ દષ્ટિએ ‘રેસનો ઘોડો’ શીર્ષક યથાર્થ છે.
Std 10 Gujarati Textbook Solutions Chapter 2 રેસનો ઘોડો Important Questions and Answers
રેસનો ઘોડો પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર: લખો:
પ્રશ્ન 1.
“અંતિ’ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર :
અંક્તિ સંજય અને નીનાબહેનનો પુત્ર છે. એ શરીરે નબળો છે એટલે નીનાબહેન એનું વિશેષ ધ્યાન રાખે છે. પ્રકૃતિનું સાંનિધ્ય એને ગમે છે. નીનાબહેન પણ ઇચ્છે છે કે તે પરીક્ષાના ભારણમાં જીવે તે ઠીક નથી. ભલે તે બે ટકા ઓછા લાવે પણ સારો, ઉમદા માણસ બનવો જોઈએ.
પરીક્ષામાં એના મિત્ર સૌરભ કરતાં ઓછા નંબરે પાસ થાય છે. નીનાબહેન એને રામાયણ – મહાભારતની બાળકથાઓ વાંચવા આપે છે. એને એથી વાંચનનો પણ શોખ લાગે છે. એનામાં સમજણ અને સગુણોની ખિલવણી થાય છે.
ભણવાની સાથે કુટુંબના સભ્યો સાથે લાગણીના તંતુથી જોડાયેલો રહે છે.
એની મમ્મીની માંદગીમાં એનું ધ્યાન રાખવું, શાળાએથી આવીને જાતે જ દૂધ પી લેવું, મમ્મીને રસોઈમાં મદદ કરવી, લાડથી બહેનનું નામ ફોરમ પાડવું, ફોરમને કમળો થયો ત્યારે ભણતરને ગૌણ કરી બહેનની ખૂબ સેવા કરવી વગેરે અંકિતની નિઃસ્વાર્થ સેવાભાવનાને વ્યક્ત કરે છે.
એને 68 % માર્ક્સ આવ્યા ત્યારે તેને એમ લાગ્યું કે તે એનાં મા – બાપનું સ્વપ્ન પૂરું ન કરી શક્યો, એનો એને ગમ હતો, પણ નીનાબહેનને તો ગર્વ હતો કે તેનો દીકરો અંકિત એક ઉમદા માણસ બન્યો છે. પિતા સંજયના મૃત્યુ પછી પણ મમ્મી અને બહેનને સાચવી લીધાં.
તેમને કોઈ ખોટ સાલવા દીધી નહિ. પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વપ્રકારે સુખી છે. બીજી બાજુ પડોશમાં રહેતા વિનુકાકા અને મંજુકાકી જેને સૌરભે તરછોડી દીધાં હતાં, એ સોને પણ એ અને એની બહેન ફોરમ પ્રેમથી સાચવે છે.
આમ, સાચા અર્થમાં અંકિત સાલસ પ્રકૃતિ ધરાવતો ઉમદા માણસ છે.
પ્રશ્ન 2.
વિનુકાકા’ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર :
‘રેસનો ઘોડો’ નવલિકા પ્રતીકાત્મક શીર્ષક ધરાવે છે. “વિનુકાકા’ વાર્તાનું અગત્યનું તેમજ પાયાનું પાત્ર છે. સામાન્ય મનુષ્યના જીવનને તેઓ જીવન માનતા નથી. જીવનમાં ઊંચા આસને બેસવા માટે ઊંચાં નિશાન તાકવાં પડે.
જીવન મળ્યું છે તો કંઈક અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ, એવું તેઓ માને છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જે જીતે છે તેની પ્રશંસા થાય છે, હારનારની સામે કોઈ જોતું નથી. વિનુકાકા, સમાજનાં એવાં મા – બાપનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ પોતાનાં સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક રેસમાં ઘોડાની જેમ જોતરીને, પોતાના વિચારો તેમજ આગ્રહો તેમના ઉપર લાદે છે. બાળકો જાણે પોતાની ઇચ્છા પૂરી કરનારાં યંત્રો છે.
વિનુકાકા એમના પુત્ર સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છેસૌરભ ઉચ્ચ ડિગ્રીઓ મેળવે, ચંદ્રકો હાંસલ કરે, મીડિયામાં એનું નામ ઝળહળે એમ તેઓ ઇચ્છે છે. વિનુકાકાની ઇચ્છા પ્રમાણે સૌરભનું પરિણામ ન આવે તો તેઓ તેને ઉતારી પાડે છે.
સૌરભ રેસના ઘોડાની જેમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે – ડૉક્ટર બને છે. અમેરિકામાં સ્થાયી થાય છે. ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરે છે – બંગલો, ગાડી, પ્રતિષ્ઠા બધું એને મળે છે, પણ જીવવા માટેની સંવેદના એનામાં નથી. મા – બાપને સમજવા કે એમની પાસે બેસવાનો એની પાસે સમય નથી.
શિક્ષણક્ષેત્રે વિજયી થયેલો સોરભ સંસ્કારક્ષેત્રે પરાજય પામ્યો.
વિનુકાકાને પોતાની ભૂલ સમજાય છે, પણ ઘણું મોડું થઈ ગયું ડે છે. અફસોસની આંધીમાં અટવાય છે.
પ્રશ્ન 3.
સૌરભ’ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર :
સૌરભ મંજુકાકી અને વિનુકાકાનો દીકરો છે. વિનુકાકા એને માથે બેસીને હોમવર્ક કરાવતા. ટીવી પર નૅશનલ જિયૉગ્રાફિક કે ડિસ્કવરી ચૅનલ એને બતાવતા. સૌરભ પોતે પણ કમ્યુટર ક્લાસમાં જશે તો તેના ક્લાસમાં તેનો વટ પડશે એમ માનતો હતો.
સૌરભે કપ્યુટરની પરીક્ષામાં સર્ટિફિકેટ ઑફ મેરિટ મેળવ્યું હતું. પિતા વિનુભાઈની કડક દેખરેખ હેઠળ તેની શૈક્ષણિક પ્રગતિ તેજ ગતિએ આગળ વધવા લાગી હતી. આગળ જતાં સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું.
તેના પિતાની ઇચ્છા હતી કે દીકરો લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક મેળવે. સૌરભે એ સિદ્ધિ હાંસલ કરી. વિનુભાઈ પોતાના દષ્ટિકોણથી દીકરાની મૂર્તિ કંડારતા ગયા અને લક્ષ્યાંક પર પહોંચવા માટે સૌરભરૂપી ઘોડાને દોડાવતા રહ્યા. પરિણામે એસ.એસ.સી.માં સૌરભે 92 % મેળવ્યા.
તે સાયન્સમાં દાખલ થયો. એ પછી તે અમેરિકા જઈ ડૉક્ટર બન્યો. તેની પાસે વિશાળ બંગલો, કાર વગેરે બધું જ છે, પણ તેની પાસે તેનાં મા – બાપ માટે સમય નથી. આમ, સૌરભ ભૌતિક દષ્ટિએ ઊંચા શિખરે પહોંચ્યો, પણ તે ઉમદા માણસ બની શક્યો નહિ.
પ્રશ્ન 4.
અંકિત પ્રત્યેનો મંજુકાકી તેમજ નીનાબહેનનો જીવનલક્ષી અભિગમ સ્પષ્ટ કરો.
ઉત્તર :
અંતિ, સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે. સૌરભ, વિનુકાકા અને મંજુકાકીનો પુત્ર છે. વિનુકાકા, પોતાના પુત્ર સૌરભની સાથે, પાડોશમાં રહેતા અંકિતને પણ પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં જોતરીને, પોતાના વિચારો એમની ઉપર લાદી દેનાર મા – બાપનું પ્રતિનિધિત્વ કરે છે.
વિનુકાકા બાળકોના ઘડતરને નામે જે અત્યાચાર ગુજારે છે, એની સામે મંજુકાકી માત્ર હૈયાવરાળ કાઢીને અટકી જાય છે. મંજુકાકીથી જ્યારે બાળકો પ્રત્યેની આ યાતના સહન થતી નથી ત્યારે નીનાબહેનને કહે છે: “ટાંકણાં ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી?”
આખરે નીનાબહેનનો જીવ અકળાઈ ઊઠે છે. નીનાબહેન ઇચ્છે છે કે પોતાનો પુત્ર અંક્તિ રેસના ઘોડાની જેમ દોડીને સ્પર્ધામાં વધુ ગુણ મેળવે એના કરતાં માણસ તરીકે ગુણવાન બને તેમ કરવું જોઈએ. નીનાબહેન એ દિશામાં પ્રયત્ન કરે છે. વાંચનનો શોખ કેળવવા અંકિતને સારાં પુસ્તકો વાંચવા આપે છે. દરિયાકિનારે ફરવા લઈ જાય છે. જીવન જીવવામાં આનંદ મેળવી એવી પ્રવૃત્તિઓમાં અંકિતને સાહજિક રીતે જોતરે છે.
અંકિત પણ મમ્મીને મદદ કરે છે, જાતે ઘરનાં કામો કરે છે. નાની બહેન ફોરમને લાડ કરે છે. આમ નીનાબહેન, વિનુકાકા જે રીતે સૌરભને રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એમાંથી સલુકાઈપૂર્વક પોતાના અંકિતને સારા માણસ બનાવવાની પ્રવૃત્તિ મા તરીકે સ્વયં કરે છે.
અંકિત મંજૂકાકીની પરીક્ષામાં પાસ થયો તેથી તેઓ અંકિત માટે કેક લઈ આવે છે. સૌરભ ડૉક્ટર બને છે. વિનુકાકા ને મંજુકાકીને તરછોડે છે. ઉમદા માણસ બનેલો અંક્તિ એમને પ્રેમથી સાચવે છે. નવલિકામાં નીનાબહેન અને મંજુકાકીનાં પાત્રો દ્વારા લેખિકાએ જીવનલક્ષી અભિગમને પ્રગટ કરવા માટે વાર્તાનાં રસલક્ષી બિંદુઓની સ – રસ ગૂંથણી કરી છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર : લખો:
પ્રશ્ન 1.
વિનુકાકા અંકિતને બાજુમાં બેસાડી શું સમજાવતા?
ઉત્તર :
વિનુકાકા અંકિતને પ્રેમથી બાજુમાં બેસાડી, ધીરજથી કહેતા, બેટા! જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ. ભણે છે તો બધા જ, પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન પણ બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય.
એ માટે મોટી ડિગ્રીઓ, ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ. ચંદ્રકો મળવા જોઈએ, ટીવી, અખબારોમાં ઈન્ટરવ્યું ને ફોટા આવવા જોઈએ.
પ્રશ્ન 2.
વિનુકાકા સૌરભ અને અંકિત પાસે શી શી પ્રવૃત્તિઓ કરાવતા?
ઉત્તર :
વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચૉકલેટ આપતા હતા. સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા. પછી ટીવી પર નૅશનલ જિયૉગ્રાફિક કે ડિસ્કવરી ચૅનલ તેમને બતાવતા હતા.
પ્રશ્ન 3.
બાળકોના વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા?
ઉત્તર :
બાળકોના વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાંથી જેમ ઘડવી પડે એમ બાળકો નાનાં હોય ત્યારે એમને ઘડવાં પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે.
બાળકે હંમેશાં પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી.
પ્રશ્ન 4.
અંકિતનાં મમ્મી – પપ્પાને વિનુકાકાનો કયો વિચાર ગમ્યો?
ઉત્તર :
વિનુકાકા સૌરભની સાથે અંકિતને પણ કપ્યુટરના ક્લાસ કરાવવા માગતા હતા. અંકિતનાં મમ્મી – પપ્પાને વિનુકાકાનો આ વિચાર ગમ્યો. અંકિતને પણ સૌરભ સાથે કમ્યુટરના ક્લાસમાં દાખલ કર્યો.
પ્રશ્ન 5.
મંજુકાકીએ અંકિતની મમ્મી આગળ શી હૈયાવરાળ કાઢી?
ઉત્તર :
મંજુકાકીએ અંકિતની મમ્મી આગળ પોતાની હૈયાવરાળ કાઢતાં કહ્યું કે ઘરમાં પોતે બાપ – દીકરાથી વિખૂટાં પડીને જાણે ઊંબરે ઊભાં છે, બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. સૌરભ એની ઉંમરના છોકરા સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી.
બાપ સતત દીકરા ઉપર ભણવા અંગે દબાણ કરે છે. જાણે સૌરભને જેલમાં પૂરી દીધો હોય!
પ્રશ્ન 6.
નીનાબહેને બાલમંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું?
ઉત્તર :
વિનુકાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કમ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો. તેની ફી સામાન્ય વર્ગને પોષાય એમ નહોતી. આથી નીનાબહેને ભારે હૈયે બાલમંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યૂશન શરૂ કર્યા.
પ્રશ્ન 7.
“ટાંકણાં ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી?” આ વાક્ય કોણ બોલે છે? શા માટે?
ઉત્તર ::
ટાંકણાં ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી?” આ વાક્ય મંજુકાકી નીનાબહેનને કહે છે. બાળકોના ઘડતરને નામે વિનુકાકા જે માનસિક અત્યાચાર ગુજારે છે, તે સહન ન થતાં મંજુકાકી આમ બોલે છે.
પ્રશ્ન 8.
અંકિતનાં માતા – પિતાને તેની કઈ બાબતથી ભારે આઘાત લાગ્યો?
ઉત્તર :
અંકિત એનાં માતા – પિતા સાથે એક સાંજે દરિયાકિનારે ખૂબ રમ્યો, પાણીમાં ભીંજાયો. નીનાબહેને સહજ રીતે તેને પૂછ્યું, બેટા અંકિત! તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો.”
હાથમાંનો ફુગ્ગો હવામાં ઉડાડીને એ અચાનક જોરથી બરાડ્યો, “મને વિનુકાકા જરાય નથી ગમતા.” આમ, એકાએક વિનુકાકા પ્રત્યેના અંકિતના ધિક્કારની બાબતે તેનાં માતા – પિતાને ભારે આઘાત લાગ્યો.
પ્રશ્ન 9.
નીનાબહેન સાંજના સમયે શી પ્રવૃત્તિ કરતાં હતાં?
ઉત્તર :
નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલમંદિરમાં જતાં. ત્યાં ગરીબ વસ્તીનાં બાળકોને ઉમળકાથી ભણાવતાં હતાં. એ કામ તેઓ સેવાભાવથી કરતાં હતાં.
પ્રશ્ન 10.
ફોરમને શી તકલીફ થઈ?
ઉત્તર :
ફોરમ નાની હતી ત્યારે તેને કમળો થયો. થોડા સમયમાં દવાથી કમળો મટી ગયો, પણ કોઈ કારણસર શરીરે ફોડલીઓ ફરી નીકળી. આમ, નાની ફોરમ સ્વાથ્ય સંબંધી મોટી તકલીફમાં મુકાઈ ગઈ.
પ્રશ્ન 11.
અંકિતના પરિણામ પછી સંજય – નીનાબહેને શો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો?
ઉત્તર :
અંકિતના પરિણામ પછી સંજય – નીનાબહેને અંકિતને લઈને, અંકિત માટે જ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો. અંકિતના પિતા સંજયે એ માટે એક નાના હિલસ્ટેશન પરના સૅનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. ત્યાં ટ્રેકિંગની વ્યવસ્થા હતી.
ત્રણેય જણાંએ ત્યાં આનંદ કરવા, હરવા – ફરવાનું નક્કી કર્યું હતું.
પ્રશ્ન 12.
એસ.એસ.સી.ના પરિણામ પછી અંકિત કેમ ઉદાસ થઈ ગયો?
ઉત્તર :
એસ.એસ.સી.માં અંકિતને ઓછા ગુણ આવ્યા. જોકે નીનાબહેન અને સંજયભાઈએ પરિણામની ખુશીમાં અંકિતને ઘડિયાળ કે ભેટ આપ્યું. અંકિત ઓછા પરિણામને કારણે ઉદાસ થઈ ગયો. એને થયું કે પોતે મા – બાપનાં સ્વપ્નો પૂરાં કરી શક્યો નથી.
પ્રશ્ન 13.
સાથે રહેતા હોવા છતાં, સંજય અને વિનુભાઈ વચ્ચે ? શાથી અંતર વધી ગયું?
ઉત્તર :
બાળકોના અભ્યાસ અંગે, સંજય અને વિનુભાઈના વિચારોમાં અંતર વધતું ગયું. પરિસ્થિતિ પણ એવી નિર્માણ થઈ. અંકિત તેમજ સૌરભના વર્ગ જુદા જુદા થયા. કૉલેજમાં બંનેની લાઈન બદલાઈ ગઈ.
નીનાબહેન પણ દીકરીના જન્મ પછી એના ઉછેરમાં પડ્યાં; અંકિતને એની મસ્તીમાં, ખુશ જોઈને આનંદ પામતાં રહ્યાં. આમ, સંજય અને વિનુભાઈ વચ્ચે લિફ્ટમાં મળે તો પણ હાથ ઊંચો કરવા જેટલો જ સંબંધ રહ્યો, બંને સાથે રહેતા હોવા છતાં અંતર વધી ગયું.
પ્રશ્ન 14.
અંકિતે પોતાનું ઓછું પરિણામ આવતાં વ્યક્ત કરેલી દિલગીરી બદલ નીનાબહેને શું કહ્યું?
ઉત્તર :
પોતાનું પરિણામ ઓછું આવતાં અંકિતે કહ્યું, “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો!” ત્યારે નીનાબહેને કહ્યું, “બેટા, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને ઇચ્છીએ છીએ, ને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે.”
પ્રશ્ન 15.
નીનાબહેનના પતિ મૃત્યુ પામતાં, પુત્રએ પરિવારની જવાબદારી શી રીતે નિભાવી?
ઉત્તર :
નીનાબહેનના પતિ સંજય મૃત્યુ પામતાં, પુત્ર સંજય પરિવારની જવાબદારી નિભાવવા બૅન્કમાં નોકરી લીધી. સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા. નીનાબહેનને ફોરમની કાળજી લીધી. મોભી તરીકેની કશી ખોટ પડવા દીધી નહિ.
3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર : લખોઃ
પ્રશ્ન 1.
અંકિતની લાંબી ગન શાની બનેલી હતી?
ઉત્તર :
અંકિતની લાંબી ગન પ્લાસ્ટિકની બનેલી હતી.
પ્રશ્ન 2.
વિનુકાકાએ અંકિત પાસેથી ગન કેમ લઈ લીધી?
ઉત્તર :
અંકિતે ઝુમ્મર સામે નિશાન તાક્યું હતું. તેથી વિનુકાકાએ { તેની પાસેથી ગન લઈ લીધી.
પ્રશ્ન 3.
સૌરભ અને અંકિતને વિનુકાકા ટીવી પર કઈ ચૅનલ જોવાનું કહેતા હતા?
ઉત્તર :
સૌરભ અને અંકિતને વિનુકાકા ટીવી પર “રૅશનલ જિયૉગ્રાફિક તેમજ “ડિસ્કવરી ચૅનલ જોવાનું કહેતા.
પ્રશ્ન 4.
મંજુકાકીની દષ્ટિએ બાળકોના ચહેરા પર શાના કારણે આનંદ છે?
ઉત્તર :
મંજુકાકીની દષ્ટિએ બાળકોને આઇસક્રીમ મળ્યો એને કારણે એમના ચહેરા પર આનંદ છે.
પ્રશ્ન 5.
સૌરભ અને અંકિતને કયા ક્લાસમાં દાખલ કરવાનો વિનુકાકાનો આગ્રહ હતો?
ઉત્તર :
સૌરભ અને અંકિતને કયૂટરના ક્લાસમાં દાખલ કરવાનો વિનુકાકાનો આગ્રહ હતો.
પ્રશ્ન 6.
સૌરભને કયૂટર શા માટે શીખવું છે?
ઉત્તર :
કમ્યુટર શીખવાથી ક્લાસમાં વટ પડે એ માટે સૌરભને કમ્યુટર શીખવું છે.
પ્રશ્ન 7.
નીનાબહેન અને સંજય પોતાને શા માટે નસીબદાર માનતાં હતાં?
ઉત્તર :
વિનુકાકા જેવા પાડોશી, પોતાના દીકરાની દેખરેખ ને કાળજી રાખતા હતા તેથી નીનાબહેન અને સંજય પોતાને નસીબદાર માનતાં હતાં.
પ્રશ્ન 8.
ગરીબ વસ્તીનાં બાળકોને ભણાવવાનું નીનાબહેને કેમ છોડી દીધું?
ઉત્તર :
નીનાબહેન અંકિતની ફી માટે પૈસાથી ટ્યૂશન કરવા માંગતા હતાં. તેથી તેમણે ગરીબ વસ્તીનાં બાળકોને ભણાવવાનું છોડી દીધું.
પ્રશ્ન 9.
એક દિવસ મંજુકાકીએ રીતસર કોની પર હલ્લો કર્યો?
ઉત્તર :
એક દિવસ મંજુકાકીએ નીનાબહેન ઉપર રીતસર હલ્લો કર્યો.
પ્રશ્ન 10.
મંજુકાકી શા કારણે એકલાં પડી ગયાં છે?
ઉત્તર :
મંજુકાકીના પતિ, એમના દીકરા સૌરભને, રેસના ઘોડાની જેમ દોડાવે છે, એ જોઈને એકલાં પડી ગયાં છે.
પ્રશ્ન 11.
બારણે ઉપરાછાપરી કોણે ઘંટડી વગાડી?
ઉત્તર :
બારણે અંકિતે ઉપરાછાપરી ઘંટડી વગાડી.
પ્રશ્ન 12.
અંકિતનો ચહેરો કેમ નિમાણો લાગતો હતો?
ઉત્તર :
સખત તાવને કારણે અંક્તિનો ચહેરો નિમાણો લાગતો હતો.
પ્રશ્ન 13.
મંજુકાકીના ગયા પછી તૈયાર થતાં નીનાબહેનની સાડીની પાટલી કેમ હાથમાં રહી ગઈ?
ઉત્તર :
મંજુકાકીની વ્યથાની નીનાબહેન ઉપર એટલી ઘેરી અસર થઈ કે તૈયાર થતાં તેમની સાડીની પાટલી હાથમાં રહી ગઈ.
પ્રશ્ન 14.
અંકિતને તાવ હતો, છતાં વિનુકાકા શો આગ્રહ રાખતા હતા?
ઉત્તર :
અંકિતને તાવ હતો, છતાં તે કપ્યુટર ક્લાસમાં આવે એવો આગ્રહ વિનુકાકા રાખતા હતા.
પ્રશ્ન 15.
તાવમાં અંકિતને નહીં મોકલવા માટે મક્કમ એવાં 3 નીનાબહેન શા માટે બારણામાં જ ઊભાં રહી ગયાં?
ઉત્તર :
વિનુકાકા અંકિતને લેવા કદાચ ઘરમાં આવી જાય એ 3 ડરથી નીનાબહેન બારણામાં જ ઊભા રહી ગયાં.
પ્રશ્ન 16.
સાંજના રસોઈમાં નિમગ્ન નીનાબહેનને ટીવીનો અવાજ સાંભળતાં શી નવાઈ લાગી?
ઉત્તર :
સાંજના રસોઈમાં નિમગ્ન નીનાબહેનને, ટીવી પરના 3 કોઈ ગીતને અંકિત રસપૂર્વક સાંભળી રહ્યો હતો, એ જોઈને નવાઈ લાગી.
પ્રશ્ન 17.
તાવ ઊતરી જતાં, નીનાબહેન અંકિતને શા માટે બગીચામાં લઈ ગયાં?
ઉત્તર :
તાવ ઊતરી જતાં, નીનાબહેન અંકિતને બગીચામાં લઈ ગયાં, કારણ કે તેઓ અંકિતને રેસનો ઘોડો બનાવવા માગતાં નહોતાં.
પ્રશ્ન 18.
નીનાબહેન તેમના પતિ સંજય પાસે શું માગ્યું?
ઉત્તર :
નીનાબહેને તેમના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ માગ્યું.
પ્રશ્ન 19.
“હાથમાંનો ફુગ્ગો અંકિતે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઊડતો જોઈ રહ્યો.” આ વિધાન અંકિતની કઈ મનઃસ્થિતિ સૂચવે છે?
ઉત્તર :
“હાથમાંનો ફુગ્ગો અંકિતે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઊડતો જોઈ રહ્યો.’ આ વિધાન અંકિતને બાળસહજ સ્વતંત્રતા 3 અને મુક્તિ ગમે છે એવું સૂચવે છે.
પ્રશ્ન 20.
વિનુકાકા ભણાવતા તેમાં અંકિત શા માટે ધ્યાન આપતો નહોતો?
ઉત્તર :
વિનુકાકા અંકિતને ભણાવતાં વારંવાર ઉતારી પાડતા ર હતા. તેથી તે ભણવામાં ધ્યાન આપતો નહોતો.
પ્રશ્ન 21.
‘રેસનો ઘોડો’ કૃતિમાં નીનાબહેન અને સંજયને શાથી – 3 હાશ થઈ?
ઉત્તર :
‘રેસનો ઘોડો’ કૃતિમાં નીનાબહેન અને સંજયને, અંકિતસૌરભનો વર્ગ જુદો થવાથી હાશ થઈ.
પ્રશ્ન 22.
અંકિતે લાડથી એની નાની બહેનનું નામ શું પાડ્યું હતું?
ઉત્તર :
અંકિતે લાડથી એની નાની બહેનનું નામ “ફોરમ’ પાડ્યું હતું.
પ્રશ્ન 23.
નીનાબહેનનું મન કોને જોઈને અજબ સુખનો અનુભવ 3 કરતું હતું?
ઉત્તર :
અંકિતને ફોરમ પર ઓળઘોળ થતો જોઈને નીનાબહેનનું { મન અજબ સુખનો અનુભવ કરતું હતું.
પ્રશ્ન 24.
મંજુકાકી અંકિત માટે કેક શા માટે લઈ આવ્યા?
ઉત્તર :
અંકિત મંજુકાકીની પરીક્ષામાં પાસ થયો હતો. તેથી તેઓ અંકિત માટે કેક લઈ આવ્યાં.
પ્રશ્ન 25.
એસ.એસ.સી. પછી અંકિતે શામાં ઍમિશન લીધું?
ઉત્તર :
એસ.એસ.સી. પછી અંકિતે કોમર્સમાં ઍમિશન લીધું.
પ્રશ્ન 26.
એસ.એસ.સી.માં પાસ થતાં, અંકિતને તેનાં મમ્મી – પપ્પાએ શી ભેટ આપી?
ઉત્તર :
એસ.એસ.સી.માં પાસ થતાં, અંકિતને તેનાં મમ્મી – પપ્પાએ કીમતી ઘડિયાળ ભેટ આપી.
પ્રશ્ન 27.
એક્તિને ઘડિયાળ ભેટ મળી છતાં એના ચહેરા ઉપર શા માટે ઉદાસી છવાઈ ગઈ હતી?
ઉત્તર :
અંકિતને ઘડિયાળ ભેટ મળી છતાં એના ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ, કારણ કે તે એનાં મમ્મી – પપ્પાનું સ્વપ્ન પૂરું કરી શક્યો નહોતો.
પ્રશ્ન 28.
નીનાના પતિ સંજયનું મૃત્યુ શાથી થયું?
ઉત્તર :
નીનાના પતિ સંજયનું મૃત્યુ કિડની ફેઇલ થવાથી થયું.
પ્રશ્ન 29.
કોની આંખને ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠે છે?
ઉત્તર :
વિનુકાકા – મંજુકાકીની આંખના ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠે છે.
પ્રશ્ન 30.
સૌરભ ડૉક્ટર થઈને ક્યાં સ્થિર થયો હતો?
ઉત્તર :
સૌરભ ડૉક્ટર થઈને અમેરિકામાં સ્થિર થયો હતો.
પ્રશ્ન 31.
વિનુકાકા અને મંજુકાકીની ઉંમર એકદમ કેમ વધી ગઈ?
ઉત્તર :
ભૌતિક સુખ હૃદયને આંતરિક સહારો કે સુખ આપી શકતાં નથી, ત્યારે વિનુકાકા અને મંજુકાકીની ઉંમર એકદમ વધી ગઈ.
પ્રશ્ન 32.
કોઈ વાર થાય કે વાર્તાસંગ્રહના સર્જકનું નામ જણાવો.
ઉત્તર :
કોઈ વાર થાય કે વાર્તાસંગ્રહના સર્જકનું નામ વર્ષા અડાલજા છે.
પ્રશ્ન 33.
“રેસનો ઘોડો’ વાર્તા કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?
ઉત્તર :
રેસનો ઘોડો વાત કોઈ વાર થાય કે’ નામના વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે.
4. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ
પ્રશ્ન 1.
“અ” (ઉક્તિ) | “બ” (પાત્ર) |
1. “ચાલ બદમાશ ક્યાંનો !” | a. સૌરભ |
2. કપાળ તમારું. એ આનંદ આઇસક્રીમનો છે.’ | b. નીનાબહેન |
3. ‘ના, મમ્મી મારે કયૂટર શીખવું જ છે. | c. સંજય |
4. વિનુકાકાને તમારે માટે ખૂબ લાગણી છે. | d. મંજુકાકી. |
e. વિનુકાકા |
ઉત્તર :
“અ” (ઉક્તિ) | “બ” (પાત્ર) |
1. “ચાલ બદમાશ ક્યાંનો !” | e. વિનુકાકા |
2. કપાળ તમારું. એ આનંદ આઇસક્રીમનો છે.’ | d. મંજુકાકી. |
3. ‘ના, મમ્મી મારે કયૂટર શીખવું જ છે. | a. સૌરભ |
4. વિનુકાકાને તમારે માટે ખૂબ લાગણી છે. | b. નીનાબહેન |
પ્રશ્ન 2.
“અ” (ઉક્તિ) | “બ” (પાત્ર) |
1. “તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો.’ | a. સૌરભ |
2. ‘હવે મને સારું છે મમ્મી!’ | b. અંકિત |
3. હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા. નથી.’ | c. સંજય |
4. “જરૂર, પણ મોંઘી તો નથી ને?’ | d. નીનાબહેન |
e. વિનુકાકા |
ઉત્તર :
“અ” (ઉક્તિ) | “બ” (પાત્ર) |
1. “તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો.’ | e. વિનુકાકા |
2. ‘હવે મને સારું છે મમ્મી!’ | b. અંકિત |
3. હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા. નથી.’ | d. નીનાબહેન |
4. “જરૂર, પણ મોંઘી તો નથી ને?’ | c. સંજય |
પ્રશ્ન 3.
“અ” (ઉક્તિ) | “બ” (પાત્ર) |
1. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હોં!’ | a. અંકિત |
2. “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું | b. સૌરભ પૂરું ન કરી શક્યો !! |
3. “હા, બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું.’ | c. નીનાબહેન |
4. ‘તું એક ઉમદા માણસ બને એવું અમે | d. મંજુકાકી |
e. વિનુકાકા ઇચ્છતાં હતાં. |
ઉત્તર :
“અ” (ઉક્તિ) | “બ” (પાત્ર) |
1. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હોં!’ | d. મંજુકાકી |
2. “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું | a. અંકિત |
3. “હા, બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું.’ | e. વિનુકાકા ઇચ્છતાં હતાં. |
4. ‘તું એક ઉમદા માણસ બને એવું અમે | c. નીનાબહેન |
રેસનો ઘોડો વ્યાકરણ Vyakaran
માગ્યા પ્રમાણે ઉત્તર : લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર : લખોઃ
1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ
- નીશાન – (નિશાન, નસાન, નિસાન)
- હરિફાઈ – (હરીફાઈ, હરિફઈ, હરીફઈ)
- શીખામણ – (શીકામણ, શિકામણ, શિખામણ)
- પ્રતિબિંબ – (પ્રતિબીંબ, પ્રતિબિંબ, પ્રતીબીંબ)
- ઉ3ઉડે – (ઉડેઉડે, ઊડેઊડે, ઊંડેઊંડે)
- ઉણ – (ઉરિણ, ઉત્તીર્ણ, ઊત્તીર્ણ)
- જીંદગી – (જિંદગી, જીન્દગી, જિન્દગિ)
- પરિક્ષા – (પરીક્ષા, પરિક્ષા, પરિક્ષા)
- ભલ્બુરું – (ભલુંબૂરું, ભલૂધૂરું, ભલેબુ)
- સુર્યાસ્ત – (સૂર્યસ્ત, સૂર્યાસ્ત, સુર્યસ્ત)
- વિધ્યાર્થી – (વિદ્યાર્થી, વિદ્યાર્થિ, વીદ્યાર્થી)
- સર્ટીફિકેટ – (સર્ટિફિકેટ, સર્ટિફીકેટ, સટીફીકેટ)
ઉત્તર :
- નિશાન
- હરીફાઈ
- શિખામણ
- પ્રતિબિંબ
- ઊંડેઊંડે
- ઉત્તીર્ણ
- જિંદગી
- પરીક્ષા
- ભલુંબૂરું
- સૂર્યાસ્ત
- વિદ્યાર્થી
- સર્ટિફિકેટ
2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ
- નિરુ + ભેળ = (નર્ભેળ, નિર્ભેળ, નીભેળ)
- પરિ+ ઇક્ષા = (પરીક્ષા, પરિક્ષા, પરીક્ષા)
- નિરુ + દોષ = (નીર્દોષ, નદોર્ષ, નિર્દોષ)
- ઉદ્ + આસ = (ઉદાસ, ઊદાસ, ઉદ્ધાસ)
- શ્રદ્ + ધ = (શ્રધ્ધા, શ્રદ્ધા, શ્રષ્ટા)
- રામ + અયન = (રામયન, રામાયણ, રમાયણ)
ઉત્તર :
- નિર્ભેળ
- પરીક્ષા
- નિર્દોષ
- ઉદાસ
- શ્રદ્ધા
- રામાયણ
3. નીચેના શબ્દોની સાચી સંધિ છોડોઃ
- પરિણામ = (પરી + નામ, પરિ + નામ, પર્ય + નામ)
- વિદ્યાર્થી = (વિદ્યા + અર્થી, વિધ્યા + અર્થી, વિધા + અર્થ)
- લક્ષ્યાંક = (લક્ષ્ય + અંક, લક્ષ્યા + ક, લક્ષ્ય + ક)
- પ્રશ્નાર્થ = (પ્રશ્ન + ર્થ, પ્રશ્ન + અર્થ, પ્રશ્ન + આર્થ)
- વિષાદ = (વિષ + આદ, વિષ + આદ, વિ + સાદ)
- સૂર્યાસ્ત = (સુર્ય + અસ્ત, સૂર્ય + અસ્ત, સૂર્ય + અસ્ત)
- સંબંધ = (સમ્ + બંધ, સમ્ + બધ્ધ, સમ્ + બદ્ધ)
- નિર્ણય = (નિ + નય, નીર + નય, નિર + નય)
ઉત્તર :
- પરિ + નામ
- વિદ્યા + અર્થી
- લક્ષ્ય + અંક
- પ્રશ્ન + અર્થ
- વિ + સાદ
- સૂર્ય + અસ્ત
- સમ્ + બંધ
- નિર્ + નય
4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- મા – દીકરી – (૮ન્દ્ર, કર્મધારય, તપુરુષ)
- સદ્ગદ્ધિ – (દ્વિગુ, કન્દ, કર્મધારય).
- અઠવાડિયું – (બહુવીહિ, કર્મધારય, દ્વિગુ)
- નિદૉષ – (કર્મધારય, બહુવ્રીહિ, તપુરુષ)
- બાળકથા – (બહુવ્રીહિ, તપુરુષ, મધ્યમપદલોપી)
- દરિયાકાંઠો – (તપુરુષ, હિંગુ, દ્વન્દ્ર)
- રામાયણ – મહાભારત – (હિંગુ, કન્દુ, મધ્યમપદલોપી)
- સૂર્યાસ્ત – (તપુરુષ, કર્મધારય, બહુવ્રીહિ)
- બાલમંદિર – (બહુવ્રીહિ, મધ્યમપદલોપી, દ્વિગુ)
- મા – દીકરો – (દ્વિગુ, તપુરુષ, ધન્ડ)
- મંજુકાકી – (દ્વિગુ, ઉપપદ, કર્મધારય)
- ત્રિકોણ – (૬, દ્વિગુ, બહુવ્રીહિ)
ઉત્તર :
- દ્વન્દ્ર
- કર્મધારય
- દ્વિગુ
- બહુવ્રીહિ
- મધ્યમપદલોપી
- તત્પરુષ
- % (8) તપુરુષ
- મધ્યમપદલોપી
- દ્વન્દ્ર
- કર્મધારય
- દ્વિગુ
5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
- હરીફાઈ
- સરસ
- પ્રતિબિંબ
- પરીક્ષા
- મીઠડો
- નિર્ભેળ
- લક્ષ્યાંક
- સૌરભ
ઉત્તર :
- પરપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પરપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- એક પણ પ્રત્યય નહિ
- એક પણ પ્રત્યય નહિ
6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
- ઉમળકો = (આળસ, ઊભરો, ઉમંગ)
- નિમાણું = (નિર્માયું, ગમગીન, વાળ)
- પરાણે = (અકડાઈથી, બળજબરીથી, ભૂલથી)
- બગીચો = (ઉદ્યાન, મેદાન, ફૂલ – છોડ)
- લિજ્જત = (પાપડ, મજા, પરવા)
- અજબ = (અબજ, ગજબ, અદ્ભુત)
- વિષાદ = (શોક, શોખ, અર્જુન)
- શિખામણ = (બોધ, શિરામણ, ટોચ)
- શૈશવ = (બાળક, બાળપણ, લાડકું) .
- કંટાળો = (વાડ, અણગમો, ઉદાસી)
ઉત્તર :
- ઉમંગ
- ગમગીન
- બળજબરીથી
- ઉદ્યાન
- મજા
- અદ્ભુત
- શોક
- બોધ
- બાળપણ
- અણગમો
7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ
- સંજય – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
- ધ્યાન – (ભાવવાચક, ક્રિયાવાચક, વ્યક્તિવાચક)
- વિદ્યાર્થી – (ક્રિયાવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
- દીકરો – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
- કમ્યુટર – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
- પીડા – (દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
- ઘી – સાકર – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક)
- રેતી – (દ્રવ્યવાચક, ભાવવાચક, સમૂહવાચક)
- સૌરભ (અહીં) – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
- અમેરિકા – (ભાવવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક)
ઉત્તર :
- વ્યક્તિવાચક
- ભાવવાચક
- જાતિવાચક
- જાતિવાચક
- જાતિવાચક
- ભાવવાચક
- દ્રવ્યવાચક
- દ્રવ્યવાચક
- વ્યક્તિવાચક
- વ્યક્તિવાચક
8. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખો:
- હલકો અંધકાર ઊતરે છે. – (ઉપમા, વર્ણસગાઈ, સજીવારોપણ)
- એ બાપદીકરાની જાણે અલગ દુનિયા છે. – (ઉપમા, રૂપક, ઉ…ક્ષા)
- મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. – (ઉપમા, યમક, ઉન્મેલા)
ઉત્તર :
- સજીવારોપણ
- ઉમ્બેલા
- ઉપમા
નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર : લખોઃ
9. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ
- માથે બેસવું – સામે બેસીને કામનો આગ્રહ રાખવો
- ઉતારી પાડવું – માનભંગ કરવો
- નાદ લાગવો – ધૂન લાગવી
- ઓળઘોળ થઈ જવું – ન્યોછાવર થઈ જવું
- જીવ ઊંચો થઈ જવો – ઉચાટ કે ચિંતા થવી
- નિશાન ઊંચું રાખવું – લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું
- ચોકી કરવી – દેખભાળ રાખવી, નજર રાખવી
- માથું ધુણાવવું – માથું હલાવી ‘હા’ કે ‘ના’નો ઇશારો કરવો
- ભેજામાં ભૂસું ભરાવું – મગજમાં ખોટો વહેમ ભરાવો
- વટ પડી જવો – મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાં
- હલ્લો કરવો – ગુસ્સે થઈ હુમલો કરવો
- ટાંકણાં ટોચવાં – સતત ટોકટોક કરવું
- ઊંબરે ઊભવું – અલગ થઈ જવું
- ખોટું લાગવું – માઠું લાગવું, દુઃખ થવું
- મોંમાં ઘી – સાકર – સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
- ભારે હૃદયે – દુઃખી હૃદયે
- આંખ ભીની થવી – લાગણીસભર થવું
- કરી છૂટવા તૈયાર રહેવું – મદદ કરવા તૈયાર રહેવું
- ધૂંઆપૂંઆ થવું – મનમાં ગુસ્સે થવું, અકળાવું
- છુટકારો થઈ જવો – મુક્ત થઈ જવું
- ધ્યાન હટી જવું – નજર ખસી જવી, મહત્ત્વ ન આપવું
- ડોકિયું કરવું – ઉપર ઉપરથી જોઈ લેવું
- વિષાદ ડોકાવી – ગભરામણ દેખાવી
- સપનું પૂરું ન કરી શકવું – ઇચ્છા પૂરી ન કરી શકવી
- ખોટ પડવા ન દેવી – ઓછપ ન આવવા દેવી
10. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ લખોઃ
- એકસાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન – ઝુમ્મર
- ચંદ્રના ઘાટની સોના – ચાંદીની ચકતી જેના પર અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે તે – ચંદ્રક
- જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ – કાંડું
- માન ઊતરી જતાં કે અપમાન થતાં મોટું ઊતરી ગયું હોય તેવું – નિમાણું
- લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક – લક્ષ્યાંક
- પ્રવાસના સ્થળે, સારાં હવા – પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન – સૅનેટોરિયમ
- માણસ, ઘોડાં વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ – રેસ
- જેમાં ભેળ (ભગ) ન હોય તેવું – નિર્ભેળ
11. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ
- સામાન્ય
- આનંદ
- સદ્ગદ્ધિ
- નસીબદાર
- નારાજ
- અંધકાર
- નબળો
- પાસ
- મોંઘું
- અસ્ત
- કોમળ
- ઉતાવળ
- ભલું
- નિર્દોષ
ઉત્તર :
- સામાન્ય ✗ અસામાન્ય
- આનંદ ✗ શોક
- સદ્ગદ્ધિ ✗ દુર્બુદ્ધિ
- નસીબદાર ✗ કમનસીબ
- નારાજ ✗ રાજી
- અંધકાર ✗ ઉજાસ
- નબળો ✗ સબળો
- પાસ ✗ નાપાસ
- મોંધું ✗ સોંઘું
- અસ્ત ✗ ઉદય
- કોમળ ✗ કઠોર
- ઉતાવળ ✗ ધીરજ
- ભલું ✗ બૂરું
- નિર્દોષ ✗ દોષિત
12. નીચેના શબ્દોના અર્થ આપો?
- સારું – સારુ
- ચિતા – ચિંતા
- તેજ – તે જ
- હોંશ – હોશ
ઉત્તર :
- સારું ભલું
સારુ – માટે - ચિતા – ચેહ
ચિંતા – ફિકર - તેજ – પ્રકાશ
તે જ – તે સિવાયનું કોઈ નહિ - હોંશ – ઉમંગ
હોશ – ભાન
13. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો :
- મંજુકાકીએ બે હાથ જોડ્યા.
- સોરભ સીડીનું એકએક પગથિયું ચડી રહ્યો હતો.
- એમને નાનકડો મીઠડો દીકરો છે યશ.
- સંજયે કીમતી ઘડિયાળ ભેટ આપી.
- યશને મોટા હીંચકા ખાવા ખૂબ ગમે છે.
- તમારી વાત હું નથી સમજતી?
ઉત્તર :
- બે – સંખ્યાવાચક
- એકએક – સંખ્યાવાચક
- નાનકડો – ગુણવાચક, મીઠડો – ગુણવાચક
- કીમતી – ગુણવાચક
- મોટા – ગુણવાચક
- તમારી – સાર્વનામિક
14. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
- એની ઉંમરનાં છોકરાં સાથે જરા ભળવા તો ઘો.
- અમે એક જ મકાનમાં ઉપર – નીચે રહીએ.
- કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું.
- મંજુકાકી પાસેથી ધીમેધીમે મને ખબર પડી.
- તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઇચ્છતાં હતાં.
- એક દિવસ મંજુકાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો.
ઉત્તર :
- જરા – માત્રાસૂચક
- ઉપર – નીચે – સ્થાનવાચક
- તરત – રીતિવાચક
- ધીમેધીમે – રીતિવાચક
- જરૂર – અભિગમવાચક
- રીતસર – રીતિવાચક
15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ
- નિર્દોષ
- બુદ્ધિ
- સૂર્યાસ્ત
- ત્રણ
- મુઠ્ઠી
ઉત્તર :
- નિર્દોષ – ન્ + + ૨+ + ઓ + ૬
- બુદ્ધિ – ન્ + ઉ + + ધ +
- સૂર્યાસ્ત – સ્ + 9 + ૨ + યુ + આ + સ્ + ત્ + આ
- ત્રણ – ત્ + ૨+ અ + શું
- મુઠ્ઠી – મ્ + 9 + ક્ + ફ + ઈ
16. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ
પ્રશ્ન 1.
“અ” | “બ” |
1. કર્તરિરચના | 1. તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. |
2. કર્મણિરચના | 2. મારાથી એ કામ છોડી દેવાયું. |
3. હું એકલી પડી ગઈ છું. |
ઉત્તર :
1. કર્તરિરચના – તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો.
2. કમણિરચના – મારાથી એ કામ છોડી દેવાયું.
પ્રશ્ન 2.
“અ” | “બ” |
1. કર્તરિરચના | 1. અંકિતથી હજુ શાળાએથી અવાયું નથી? |
2. કર્મણિરચના | 2. વિનુકાકા ગન લઈ લેતા. |
3. સૌરભથી તરત કહી દેવાયું |
ઉત્તર :
1. કર્તરિરચના – વિનુકાકા ગન લઈ લેતા.
2. કર્મણિરચના – અંતિથી હજુ શાળાએથી અવાયું નથી?
પ્રશ્ન 3.
“અ” | “બ” |
1. કર્તરિરચના | 1. તું ભણવામાં ધ્યાન નથી |
2. કર્મણિરચના આપતો. | 2. વિનુકાકાથી ધૂંઆપૂંઆ થઈ જવાયું. |
3. એનાથી બધાં જ પુસ્તકો બબ્બે વાર વાંચી નંખાયાં. |
ઉત્તર :
1. કર્તરિરચના – તું ભણવામાં ધ્યાન નથી આપતો.
2. કમણિરચના – એનાથી બધાં જ પુસ્તકો બબ્બે વાર વાંચી નંખાયાં.
પ્રશ્ન 4.
“અ” | “બ” |
1. કર્તરિવાક્ય | 1. મારો દીકરો ઘોડાની જેમ દોડે છે. |
2. કર્મણિવાક્ય | 2. તમારી વાત મારાથી નથી સમજાતી? |
3. મારા દીકરાને ઘોડાની જેમ દોડાવે છે. |
ઉત્તર :
1. કર્તરિવાક્ય – મારો દીકરો ઘોડાની જેમ દોડે છે.
2. કર્મણિવાક્ય – તમારી વાત મારાથી નથી સમજાતી?
પ્રશ્ન 5.
“અ” | “બ” |
1. ભાવેરચના | 1. એ સાંજે અંકિતે ખૂબ હીંચકા |
2. પ્રેરકરચના ખવડાવ્યા. | 2. વિનુકાકાથી ધૂંઆપૂંઆ થઈ જવાયું. |
3. હું સંજયને ઘણી વાર કહેતી. |
ઉત્તર :
1. ભાવેરચના – વિનુકાકાથી ધૂંઆપૂંઆ થઈ જવાયું.
2. પ્રેરકરચના – એ સાંજે અંકિતે ખૂબ હીંચકા ખવડાવ્યા.
17. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવોઃ
- મંજુકાકીએ બે હાથ જોડ્યા.
- મેં બારણું ખોલ્યું.
- તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો.
- વિનુકાકા વાતવાતમાં હંમેશાં કહેતા.
ઉત્તર :
- મંજુકાકી પાસે બે હાથ જોડાવડાવ્યા.
- મેં નીના પાસે બારણું ખોલાવડાવ્યું.
- તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું.
- વિનુકાકા વાતવાતમાં કોઈની સાથે) હંમેશાં કહેવડાવતા.