Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 2 શરણાઈના સૂર
Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 2 શરણાઈના સૂર
Class 10 Gujarati Textbook Solutions Chapter 2 શરણાઈના સૂર
શરણાઈના સૂર Summary in Gujarati
શરણાઈના સૂર કાવ્ય-પરિચય
‘લેખક પરિચય : ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો, તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. ઘૂઘવાતાં પૂર, “શરણાઈના સૂર’, ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર ‘ તેમનાં વાર્તાસંગ્રહો છે. ‘વ્યાજનો વારસ’, ‘વેળાવેળાની છાંયડી’, “લીલુડી ધરતી ભાગ 1 અને 2′, ‘ઇન્દ્રધનુષનો આઠમો રંગ’ એમની મહત્ત્વની નવલકથાઓ છે. રંગદા’, વિમોચન’, ‘રક્તતિલક’, એમના એકાંકીસંગ્રહો છે. સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે.
પાઠનો સારાંશ : આ વાર્તામાં વર્ણન લગ્નપ્રસંગનું છે, પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એ કેવું કરુણ બની જાય છે એનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. જાનવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝ મીર શરણાઈ વગાડી રહ્યો છે, પરંતુ એ તો શરણાઇના સુર દ્વારા પિતૃહૃદયની ગમગીની, એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો હતો. અંતે રમન્ન દાદમાં મળેલા બધા પૈસા ગવરીન ભેટ તરીકે આપી દે છે ત્યારે વાર્તામાં મોટો વળાંક આવે છે, કન્યાવિદાય ગવરીની છે પણ રમઝ માટે પોતાની પુત્રી સકીનાની બની રહે છે. મૃત પત્નીની કબર પાસે રમઝ મીરની શરણાઈની એ છેલ્લી સુરાવટ હતી, ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે.
શરણાઈના સૂર શબ્દાર્થ :
- ગોતરાજ – ગોત્રજ
- માફાળું ગાડું – પડદાવાળું, છાયાવાળું ગાડું કે વેલડું
- સોંસરવું – એક છેડેથી બીજા છેડા સુધી પોલાણવાળું એમાંથી પસાર થનારું, આરપાર
- પરિતોષ – ખૂબ સંતોષ, તૃષ્ટિ
- લીરા – ફેંટા ઉપરના છૂટાં છોગાં
- શુષ્ક – સૂકું, નીરસ
- રમમાણ – લીન, મગ્ન
- શલ્ય – શૂળ, અંજપાનું કારણ
- પૂર્ણેન્દુ – પૂર્ણચંદ્ર
- સ્નિગ્ધ – લીસું, કોમળ
- કૌમુદી – ચાંદની
- ગુલતાન – મશગૂલ, તલ્લીન
- સોડમ – સૌરભ, સુગંધ, સુવાસ
- અડાણા – શાસ્ત્રીય રાગનું નામ છે.
શરણાઈના સૂર તળપદા શબ્દો
- દલ્લી – દિલ્હી શહેર
- તાસીરો બોલી રહેવો – સૂર – તાલની રમઝટની મજા આવવી
- ગોઠિયણ – સખી, સાહેલી, સહિયર
- મોર્ય વેતો થતો – આગળ ચાલવા લાગ્યો
- મર થાતા – ભલે થાતો
- ગગો – છોકરો, દીકરો
- પૂગવું – પહોંચવું
- મેડિયું – મેડીઓ
- આણવું – લાવવું
- હાંઉ – બસ
- રતું કાવડિયું – રૂપિયાના 64 ભાગનો તાંબાનો જૂનો સિક્કો
- મોખરે – સૌથી આગળ
- ગમાણ – ઢોરને ચારો (નીરણ) નાખવાની / ખાવાની જગ્યા
- હરખે – હર્ષ, આનંદ
- ચસકેલ – ગાંડપણને વશ થયેલું
- ધુતારો – ધૂતીને સ્વાર્થ કાઢી લેનારો માણસ, ઢગ
- મગજ મેટ – ગાંડો, પાગલ
- ગગી – છોકરી, દીકરી
- લપરું – લપ કરનારું, કેડો મૂકે નહિ તેવું.
Class 10 Gujarati Textbook Solutions Chapter 2 શરણાઈના સૂર Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
પ્રશ્ન 1.
શું વધાવવામાં આવ્યું ?
(A) નાળિયેર
(B) બાજોઠ
(C) માંડવો
(D) ગોર મહારાજ
ઉત્તર:
(C) માંડવો
પ્રશ્ન 2.
કોની પાસે પગેલાગણે પતી ગયું ?
(A) ગોતરીજ
(B) માતા-પિતા
(C) સખીઓ
(D) ભાઈ
ઉત્તર:
(A) ગોતરીજ
પ્રશ્ન 3.
ઘરઘોડિયાએ શેના થાપા પાડી દીધા ?
(A) હળદર
(B) ચોખા
(C) મીઠાઈ
(D) કંકુ
ઉત્તર:
(D) કંકુ
પ્રશ્ન 4.
વરઘોડિયાએ કંકુના થાપા ક્યાં પાડી દીધા ?
(A) ઓટલે
(B) પીઠ ઉપર
(C) ટોડલે
(D) ગાલ ઉપર
ઉત્તર:
(C) ટોડલે
પ્રશ્ન 5.
કોને શીખ દેવામાં આવી ?
(A) કન્યાને
(B) જાનને
(C) વરને
(D) ઢોલીને
ઉત્તર:
(B) જાનને
પ્રશ્ન 6.
જાનને શું આપવામાં આવ્યું ?
(A) શીખ
(B) દહેજ
(C) મીઠાઈ
(D) વિદાય
ઉત્તર:
(A) શીખ
પ્રશ્ન 7.
શેનાં લાગ ભાનારા ચૂકવાઈ ગયાં ?
(A) ઢોલીનાં
(B) વેવાઈનાં
(C) સમાજનાં
(D) ધર્માદાનાં
ઉત્તર:
(D) ધર્માદાનાં
પ્રશ્ન 8.
‘કોણ એ કબીજાને વહાલપૂર્વક ભેટે છે ?
(A) વેવાઈઓ
(B) સાસુ-વહુ
(C) સખી
(D) મિત્રો
ઉત્તર:
(A) વેવાઈઓ
પ્રશ્ન 9.
વેવાઈઓ એકબીજાને કેવી રીતે ભેટે છે ?
(A) ઊભા-ઊભા
(B) આલિગનથી
(C) વહાલપૂર્વક
(D) હસતાં-હસતાં
ઉત્તર:
(C) વહાલપૂર્વક
પ્રશ્ન 10.
શું પેટાવવામાં આવે છે ?
(A) પેટ્રોમેક્સ
(B) રામણ દીવડો
(C) મીણબત્તી
(D) દીવાસળી
ઉત્તર:
(B) રામણ દીવડો
પ્રશ્ન 11.
વર કન્યા શેમાં ગોઠવાયાં ?
(A) માફાળા ગાડામાં
(B) ધોડાગાડીમાં
(C) મોટરમાં
(D) બળદગાડામાં
ઉત્તર:
(A) માફાળા ગાડામાં
પ્રશ્ન 12.
કોણ માફાળા ગાડામાં ગોઠવાયું ?
(A) વેવાઈઓ
(B) સાસુ-વહું
(C) ભાઈબંધો
(D) વર કન્યા
ઉત્તર:
(D) વર કન્યા
પ્રશ્ન 13.
કોનાં શુભ શુકન સાંપડી ગયા ?
(A) ગાય માતાના
(B) કુંવારી કન્યાના
(C) પશિયારીના
(D) વિઘાર્થીના
ઉત્તર:
(C) પશિયારીના
પ્રશ્ન 14.
પશિયારીના શુકન કેવા ગણાય છે ?
(A) સાચાં
(B) પવિત્ર
(C) શુભ
(D) આનંદદાયક
ઉત્તર:
(C) શુભ
પ્રશ્ન 15.
કોનું પૈડું સીંચવામાં આવે છે ?
(A) મોટરનું
(B) ઘોડાગાડીનું
(C) ગાડાનું
(D) લુહારનું
ઉત્તર:
(C) ગાડાનું
પ્રશ્ન 16.
કોણે શરણાઈનો સૂર છેડ્યો ?
(A) બિસ્મિલા ખાન
(B) ૨મજી મીરે
(C) વાજીદ અલીએ
(D) સંગીતકારે
ઉત્તર:
(B) ૨મજી મીરે
પ્રશ્ન 17.
૨મ મીર કેવો છે ?
(A) ડોસા જેવો
(B) યુવાન જેવો
(C) પાગલ જેવો
(D) શ્યામવર્ણ
ઉત્તર:
(A) ડોસા જેવો
પ્રશ્ન 18.
કોણે ઢોલ ઉપર દાંડી પાડી ?
(A) મિત્રોએ
(B) વાંદરાએ
(C) ઢોલીએ
(D) તોફાનીએ
ઉત્તર:
(C) ઢોલીએ
પ્રશ્ન 19.
ઢોલીએ શેના ઉપર દાંડી પાડી ?
(A) ઘોડા ઉપર
(B) બળદ ઉપર
(C) નાક ઉપર
(D) ઢોલ ઉપર
ઉત્તર:
(D) ઢોલ ઉપર
પ્રશ્ન 20.
કોણે ગીત ઉપાડ્યું ?
(A) સખીએ
(B) પશિયારીએ
(C) સુહાગણોએ
(D) પાડોશીઓએ
ઉત્તર:
(C) સુહાગણોએ
પ્રશ્ન 21.
સુહાગરોએ શું ઉપાડયું ?
(A) ચૂંદડી
(B) ખારેક
(C) ગીત
(D) થાળી
ઉત્તર:
(C) ગીત
પ્રશ્ન 22.
કોની જાન ઊધલે છે ?
(A) છેતીની
(B) નિધિની
(C) ખુશાલીની
(D) ગવરીની
ઉત્તર:
(D) ગવરીની
પ્રશ્ન 23.
ગામડા ગામની શેરી કેવી હતી ?
(A) ખૂબ ગંદી
(B) સાવ સાંકડી
(C) ખૂબ પહોળી
(D) ઊંચીનીચી
ઉત્તર:
(B) સાવ સાંકડી
પ્રશ્ન 24.
આજુબાજુ ના બૈરાઓ કોને જોવાં એ કઠાં થઈ ગયાં ?
(A) કન્યાને
(B) મીરને
(C) વરરાજાને
(D) વેવાઈને
ઉત્તર:
(C) વરરાજાને
પ્રશ્ન 25.
બૈરાંઓએ શું કાઢેલું છે ?
(A) લાજ
(B) ઘરકામ
(C) પિયળ
(D) બંગડીઓ
ઉત્તર:
(A) લાજ
પ્રશ્ન 26.
આ કોનો જ માઈ છે ?
(A) ગામનો
(B) ભૂધર મેરાઈનો
(C) ગવરીનો
(D) ૨મ મીરનો
ઉત્તર:
(B) ભૂધર મેરાઈનો
પ્રશ્ન 27.
ગવરીના વરે હાથમાં શું લીધું છે ?
(A) શરણાઈ
(B) તલવાર
(C) સોપારી
(D) નાળિયેર
ઉત્તર:
(B) તલવાર
પ્રશ્ન 28.
નાકા ઉપર કોણ દાદ લેવા આડો ફરી ફરીને ઊભો છે ?
(A) મેલો ઢોલી
(B) જમાઈ
(C) સરપંચ
(D) વેવાઈ
ઉત્તર:
(A) મેલો ઢોલી
પ્રશ્ન 29.
ઢોલીનું શું નામ છે ?
(A) ગાંડો
(B) ડાહ્યો
(C) મેલો
(D) ઘેલો
ઉત્તર:
(C) મેલો
પ્રશ્ન 30.
રમ મીર કેવી રીતે શરણાઈ વગાડે છે ?
(A) શ્વાસ છોડીને
(B) શ્વાસ ઘૂંટીને
(C) બંધ આંખે
(D) ડોકું ધૂણાવીને
ઉત્તર:
(B) શ્વાસ ઘૂંટીને
પ્રશ્ન 31.
કયા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું ?
(A) કન્યાપક્ષની
(B) વરપક્ષની
(C) માંડવા પક્ષની
(D) જાનપક્ષની
ઉત્તર:
(A) કન્યાપક્ષની
પ્રશ્ન 32.
કન્યા પક્ષની સ્ત્રીઓ શું ઉપાડે છે ?
(A) લાડવાં
(B) સાંબેલું
(C) સૂપડું
(D) ગીત
ઉત્તર:
(D) ગીત
પ્રશ્ન 33.
કયા પક્ષની જાનડીએ સામું ગીત માંડ્યું ?
(A) માંડવાપસની
(B) વરપક્ષની
(C) કન્યાપક્ષની
(D) વેવાઈપક્ષની
ઉત્તર:
(B) વરપક્ષની
પ્રશ્ન 34.
ગવરીબાઈએ શું કાઢેલું છે ?
(A) ઘુંઘટો
(B) પિયળ
(C) મોબાઈલ
(D) નારિયેળ
ઉત્તર:
(A) ઘુંઘટો
પ્રશ્ન 35.
જાનડીઓ ગીતમાં ત્રીજાને કેવો કહે છે ?
(A) હળવદનો દીવાન
(B) મુંબઈનો દીવાન
(C) દલીનો દીવાન
(D) સસરાનો દીવાન
ઉત્તર:
(C) દલીનો દીવાન
પ્રશ્ન 36.
વરનો બાપ રમઝૂના હાથમાં શું આપે છે ?
(A) પાવલી
(B) આનો
(C) રૂપિયો
(D) એક પૈસો
ઉત્તર:
(A) પાવલી
પ્રશ્ન 37.
રમની શરણાઈએ કોને જગાડી દીધી ?
(A) દુકાનને
(B) શેરીને
(C) બજારને
(D) જાનડીઓને
ઉત્તર:
(B) શેરીને
પ્રશ્ન 38.
કોના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઉડતા હતા ?
(A) મોથા ઢોલીના
(B) રમઝુના
(C) ગામ લોકોના
(D) મિત્રમંડળીના
ઉત્તર:
(B) રમઝુના
પ્રશ્ન 39.
કોના માથે લીલા રંગનું માથા બાંધણું બાંધેલું હતું ?
(A) વેવાઈના માથે
(B) સ્ત્રીઓના માથે
(C) મેઘા ઢોલીના માથે
(D) દુકાનદારના માથે
ઉત્તર:
(C) મેઘા ઢોલીના માથે
પ્રશ્ન 40.
જાનૈયાઓને વેવાઈઓ તરફથી શું મારવામાં આવેલા હતાં ?
(A) કંકુના થાપા
(B) ગામ ગપાટા
(C) લાઠીના માર
(D) ખાસડાં
ઉત્તર:
(A) કંકુના થાપા
પ્રશ્ન 41.
કેવા લોકોને શરણાઈની સુરાવલી સમજાતી નથી ?
(A) શહેરીજનોને
(B) પ્રાકૃતજનોને
(C) પંડિતલોકોને
(D) સ્ત્રીઓને
ઉત્તર:
(B) પ્રાકૃતજનોને
પ્રશ્ન 42.
ભર બજારે ચોગાનમાં ઊભીને રમઝુએ કયો રાગ ઉપાડ્યો હતો ?
(A) અડાણો
(B) મલ્હાર
(C) દીપક
(D) હિંડોલ
ઉત્તર:
(A) અડાણો
પ્રશ્ન 43.
તળશી વેવાઈ કયા ગામના હતા ?
(A) ભાવનગર
(B) અમદાવાદ
(C) ધ્રાંગધ્રા
(D) સણોસરા
ઉત્તર:
(D) સણોસરા
પ્રશ્ન 44.
‘હાલો મીર હાલ, ઝટ વહેતા થાવ’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) ભૂધર મેરાઈ
(B) વરરાજા
(C) ગવરી
(D) તળશી વેવાઈ
ઉત્તર:
(D) તળશી વેવાઈ
પ્રશ્ન 45.
સણોસરામાં હોરાજી શેનો ધંધો કરે છે ?
(A) મીઠાંનો
(B) લોખંડનો
(C) લાટીનો
(D) કિશન લાઈટનો
ઉત્તર:
(D) કિશન લાઈટનો
પ્રશ્ન 46.
“હાલો, મીર હવે હાંઉ કરો હોઉં !” આ વાક્ય કોણ બોલે છે ?
(A) જાનડીઓ
(B) વેવાઈઓ.
(C) મેઘો ઢોલી
(D) વરરાજા
ઉત્તર:
(C) મેઘો ઢોલી
પ્રશ્ન 47.
ભૂધર મેરાઈએ રમઝુને રીતસર શું માર્યું ?
(A) ખોડું
(B) હડસેલો
(C) લાકડી
(D) ઢીંકો
ઉત્તર:
(B) હડસેલો
પ્રશ્ન 48.
કેટલા વરસ પહેલાં રમઝુ મીરે દીકરી સકીનાને વિદાય આપી હતી ?
(A) દસ
(B) પંદર
(C) વીસ
(D) પાંચ
ઉત્તર:
(C) વીસ
પ્રશ્ન 49.
૨૫ મીરની દીકરીનું નામ શું હતું ?
(A) સાયરા
(B) સકીના
(C) રુકસાના
(D) શબાના
ઉત્તર:
(B) સકીના
પ્રશ્ન 50.
ભર જુવાનીમાં કોણ ઘરભંગ થયેલું ?
(A) તળશી વેવાઈ
(B) ભૂધર મેરાઈ
(C) સરપંચ
(D) રમઝુ મીર
ઉત્તર:
(D) રમઝુ મીર
પ્રશ્ન 51.
૨૫ મીરની પત્નીના અવસાન સમયે સકીનાની ઉમર કેટલી હતી ?
(A) એક વર્ષની
(B) બે વર્ષની
(C) ત્રણ વર્ષની
(D) છ માસની
ઉત્તર:
(B) બે વર્ષની
પ્રશ્ન 52.
૨૪ મીરે બાળકીનાં બાળોતિયાં કઈ નદીમાં ધોયેલાં ?
(A) ઓઝત
(B) ભાદર
(C) ભોગાવો
(D) શેઢી
ઉત્તર:
(A) ઓઝત
પ્રશ્ન 53.
સકીના કોના જેવી હતી ?
(A) ગુલાબના ફૂલ જેવી
(B) સાપના ભારાં જેવી
(C) સૂરજમુખીના ફૂલ જેવી
(D) ખળખળ વહેતી નદી જેવી
ઉત્તર:
(C) સૂરજમુખીના ફૂલ જેવી
પ્રશ્ન 54.
૨૪ મીર શરણાઈ વડે કોને સાચાં પાડતો હતો ?
(A) વર કન્યાને
(B) ગામલોકોને
(C) મૃત પત્નીને
(D) સપનાંને
ઉત્તર:
(D) સપનાંને
પ્રશ્ન 55.
સકીનાનું સાસરિયે કેટલા દિવસોમાં મૃત્યુ થયેલું ?
(A) આઠમે દિવસે
(B) છઠ્ઠ દિવસે
(C) પંદર દિવસે
(D) બીજે દિવસે
ઉત્તર:
(A) આઠમે દિવસે
પ્રશ્ન 56.
કયા ઝાડ નીચે ગાડું થોળ્યું ?
(A) વડના
(B) પીપળાના
(C) લીંબડાના
(D) પીપરના
ઉત્તર:
(B) પીપળાના
પ્રશ્ન 57.
માતાએ ગવરીને શેમાંથી બે ઘૂંટડા પાણી પાયું ?
(A) બોટલમાંથી
(B) કળશિયામાંથી
(C) ટબુડીમાંથી
(D) ઢોચકીમાંથી
ઉત્તર:
(C) ટબુડીમાંથી
પ્રશ્ન 58.
તળશી વેવાઈએ બાધા રૂપિયા જેવડી મોટી રકમની કેટલીવાર દાદ આપી ?
(A) બે વાર
(B) ત્રણ વાર
(C) પાંચ વાર
(D) ચાર વાર
ઉત્તર:
(B) ત્રણ વાર
પ્રશ્ન 59.
‘અમે રે લીલુડા વનની ચરકલડી’ ગીત કોણ ગાય છે ?
(A) જાનપક્ષની સ્ત્રીઓ
(B) ગામની સ્ત્રીઓ
(C) સખીઓ
(D) કન્યાપક્ષની સ્ત્રીઓ
ઉત્તર:
(D) કન્યાપક્ષની સ્ત્રીઓ
પ્રશ્ન 60.
‘અમારે તો અહીં સીમાડે જ સૂરજ આથમી જાશે એમ લાગે છે.’ આ વાક્ય કોણ બોલે છે ?
(A) દુકાનદારો
(B) ભૂધર મેરાઈ
(C) તળશી વેવાઈ
(D) જાનડીઓ
ઉત્તર:
(C) તળશી વેવાઈ
પ્રશ્ન 61.
“એક તો બીકાળો મારગ ને ભેગા જોખમ” આ વાક્ય કોણ બોલે છે ?
(A) મેલો ઢોલી
(B) તળશી વેવાઈ
(C) મદું મીર
(D) દુકાનદાર
ઉત્તર:
(B) તળશી વેવાઈ
પ્રશ્ન 62.
“થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે.” આ વાક્ય કોરા બોલે છે ?
(A) ભાઈબંધો
(B) ગામલોકો
(C) કન્યાપક્ષની સ્ત્રીઓ
(D) ભૂધર મેરાઈ
ઉત્તર:
(D) ભૂધર મેરાઈ
પ્રશ્ન 63.
જાન કયા ગામના કેડે ચઢે છે ?
(A) બોટાદ
(B) તલગાજરડા
(C) સણોસરા
(D) હળવદ
ઉત્તર:
(C) સણોસરા
પ્રશ્ન 64.
“ધૂતાર ધૂતી ગયો” ગીત કોણ ગાય છે ?
(A) ગામની સ્ત્રીઓ
(B) કન્યાપક્ષની સ્ત્રીઓ
(C) સખીઓ
(D) ગવરી પોતે
ઉત્તર:
(B) કન્યાપક્ષની સ્ત્રીઓ
પ્રશ્ન 65.
“સાવ મગજમેટ થઈ ગયો લાગે છે.” આ વાક્ય કોણ બોલે છે ?
(A) વડીલો
(B) જાનૈયાઓ
(C) વેવાઈઓ
(D) ભાઈબંધો
ઉત્તર:
(B) જાનૈયાઓ
પ્રશ્ન 66.
રમઝુ મીરના પગ ક્યાં આગળ થંભી ગયા ?
(A) પાદરમાં
(B) કબ્રસ્તાન પાસે
(C) શેરીમાં
(D) સર્ણાસરામાં
ઉત્તર:
(B) કબ્રસ્તાન પાસે
પ્રશ્ન 67.
કબ્રસ્તાનમાંથી કયા છોડની પરિચિત સોડમ આવતી હતી ?
(A) ગુલાબનો
(B) જૂહીના
(C) રાતરાણીના
(D) મરવાના
ઉત્તર:
(D) મરવાના
પ્રશ્ન 68.
“લે ગગી, આ કાપડાના કરીને આપું છું.” આ વાક્ય કોણ બોલે છે ?
(A) કન્યા પક્ષની સ્ત્રીઓ
(B) ૨મ મીર
(C) વૈવાઈ
(D) સખીઓ
ઉત્તર:
(B) ૨મ મીર
પ્રશ્ન 69.
કબ્રસ્તાનમાં રમશુ મીરને સકીનાનું શું આંખ સામે તરવરે છે ?
(A) મુખડું
(B) કફન
(C) કાપડું
(D) રમકડાં
ઉત્તર:
(B) કફન
પ્રશ્ન 70.
દિવસને આથમતે અજવાળે રમઝુએ કોની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી ?
(A) સકીનાની
(B) પત્નીની
(C) પોતાના પિતાની
(D) મિત્ર લોકોની
ઉત્તર:
(B) પત્નીની
પ્રશ્ન 71.
‘શરણાઈના સૂર ‘ના લેખક કોણ છે ?
(A) મોહમ્મદ માંકડ
(B) ચુનીલાલ મડિયા
(C) કાવ્યેશ દવે
(D) શહાબુદ્દીન રાઠોડ
ઉત્તર:
(B) ચુનીલાલ મડિયા
પ્રશ્ન 72.
‘શરણાઈના સૂર’ પાઠ સાહિત્યની કઈ કૃતિ ગણાય છે ?
(A) ટૂંકીવાર્તા
(B) નવલકથા અંશ
(C) નિબંધ
(D) ચરિત્ર લેખ
ઉત્તર:
(A) ટૂંકીવાર્તા
પ્રશ્ન 73.
કબ્રસ્તાનમાંની શરણાઈની સુરાવટ કેવી નીવડી ?
(A) છેલ્લી
(B) પહેલી
(C) બાધીતજનક
(D) બરફ જેવી ઠંડી
ઉત્તર:
(A) છેલ્લી
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
૨મઝુ મીરે ક્યારે પીઠ ફેરવી, ત્યારે જાન આગળ વધી ?
ઉત્તર :
જ્યારે ૨મઝુ મીરે વરના બાપ તળશી વેવાઈ પાસેથી પાવલીની દાદ મેળવી ત્યારે પીઠ ફેરવી અને જાન ખાગળ વધી,
પ્રશ્ન 2.
વરના બાપનું શું નામ હતું ?
ઉત્તર :
વરના બાપનું તળશી (વેવાઈ) નામ હતું.
પ્રશ્ન 3.
કન્યાના બાપનું શું નામ હતું ?
ઉત્તર :
કન્યાના બાપનું નામ ભૂધર મેરાઈ હતું.
પ્રશ્ન 4.
૨૫ઝુ મીરની દીકરીનું નામ શું હતું ?
ઉત્તર :
૨મઝુ મીરની દીકરીનું નામ સકીના હતું.
પ્રશ્ન 5.
૨૫ મીરને કયા બે પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી ?
ઉત્તર :
૨૫૪ મીરને શરણાઈ અને સકીના જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી.
પ્રશ્ન 6.
રમજુ મીરની પત્નીના અવસાન સમયે સકીનાની ઉંમર કેવડી હતી ?
ઉત્તર :
૨૫ મીરની પત્નીના અવસાન સમયે સકીનાની ઉંમર બે વર્ષની હતી,
પ્રશ્ન 7.
હોલીનું શું નામ હતું ?
ઉત્તર :
મેલો ઢોલીનું નામ છે.
પ્રશ્ન 8.
કોની જાન ઊથલે છે ?
ઉત્તર :
ગવરીની જાન ઉઘલે છે.
પ્રશ્ન 9.
ગામડા ગામની શેરી કેવી હતી ?
ઉત્તર :
ગામડા ગામની શેરી ખૂબ સાંકડી હતી.
પ્રશ્ન 10.
પરણવા આવનાર વરરાજા કોનો જમાઈ છે ?
ઉત્તર :
પરેશવા આવનાર વરરાજા ભૂધર મેરાઈનો જમાઈ છે.
પ્રશ્ન 11.
ગવરીના વરેના હાથમાં શું હતું ?
ઉત્તર :
ગવરીના વરેના હાથમાં તલવાર હતી.
પ્રશ્ન 12.
જાનડીઓ ગીતમાં ત્રીજાને કેવો કહે છે ?
ઉત્તર :
જાનડીઓ ગીતમાં ત્રીજાને ‘દલીનો દીવાન’ કહે છે.
પ્રશ્ન 13.
વરેનો બાપ રમના હાથમાં શું આપે છે ?
ઉત્તર :
વરેનો બાપ રમના હાથમાં પાવલી આપે છે.
પ્રશ્ન 14.
૨મઝુની શરણાઈએ કોને જગાડી દીધી ?
ઉત્તર :
૨મઝુની શરણાઈએ શેરીને જગાડી દીધી.
પ્રશ્ન 15.
જાનૈયાઓને વેવાઈઓ તરફથી શું મારવામાં આવેલા હતાં ?
ઉત્તર :
જાનૈયાઓને વેવાઈઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા હતાં.
પ્રશ્ન 16.
ભરબજારે ઊભા રહીને રમજુ મીરે કયો રાગ ઉપાડ્યો ?
ઉત્તર :
ભરબજારે ઊભા રહીને રમઝ મીરે અડાણો રાગ ઉપાડ્યો હતો,
પ્રશ્ન 17.
તળશી વેવાઈ કયા ગામના હતા ?
ઉત્તર :
તળશી વેવાઈ સણોસરા ગામના હતા.
પ્રશ્ન 18.
સણોસરામાં હોરાજી શેનો ધંધો કરે છે ?
ઉત્તર :
સણોસરામાં હોરાજી કિશનલાઈટ ભાડે આપવાનો ધંધો કરે છે.
પ્રશ્ન 19.
‘હાલો મીર હાલો, ઝટ વહેતાં થાવ’ આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
‘હાલો મીર હાલો, ઝટ વહેતાં થાવ’ આ વાક્ય તળશી વેવાઈ બોલે છે.
પ્રશ્ન 20.
“હાલો, મીર હવે હાંઉ કરો હાં !” આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
“હાલો, મીર હવે હાંઉ કરો હાં !” આ વાક્ય મેઘ ઢોલી બોલે છે.
પ્રશ્ન 21.
કેટલા વરસ પહેલાં રમજુ મીરે સકીનાને વિદાય આપી હતી ?
ઉત્તર :
વીસ વરસ પહેલાં રમઝુમીરે સકીનાને વિદાય આપી હતી.
પ્રશ્ન 22.
રમઝ મીરે સકીનાનાં બાળોતિયાં કઈ નદીમાં ધોયેલાં ?
ઉત્તર :
૨મ મીરે સકીનાનાં બાળોતિયા ઓઝત નદીમાં ધોયેલાં.
પ્રશ્ન 23.
સકીનાનું સાસરિયે કેટલા દિવસમાં અવસાન થયેલું ?
ઉત્તર :
આઠર્મ દિવસે સકીનાનું સાસરિયે અવસાન થયેલું.
પ્રશ્ન 24.
ગવરીની માતાએ ગવરીને શેમાંથી બે ઘૂંટડા પાણી પાયું ?
ઉત્તર :
ગવરીની માતાએ ટબૂડીમાંથી ગવરીને બે ઘૂંટડા પાણી પાયું.
પ્રશ્ન 25.
તળશી વેવાઈએ બાધા રૂપિયા જેવડી મોટી રકમની કેટલીવાર દાદ આપી ?
ઉત્તર :
ત્રણ વાર તળશી વેવાઈએ બાધા રૂપિયા જેવડી મોટી રકમની દાદ આપી.
પ્રશ્ન 26.
“અમે રે લીલુડા વનની ચરકલડી” ગીત કોણ ગાય છે ?
ઉત્તર :
“અમે રે લીલુડા વનની ચરકલડી” ગીત કન્યાપક્ષની સ્ત્રીઓ ગાય છે.
પ્રશ્ન 27.
‘એક તો બીકાળો મારગ, ભેગા જરજોખમ’ આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
‘એક તો બીકાળો મારગ, ભેગા કરજોખમ’ આ વાક્ય તળશી વેવાઈ બોલે છે.
પ્રશ્ન 28.
“સાવ મગજમેંટ થઈ ગયો લાગે છે.” આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
“સાવ મગજ મેટ થઈ ગયો લાગે છે.” આ વાક્ય જાનૈયાઓ બોલે છે.
પ્રશ્ન 29.
રમતુ મીરના પગ ક્યાં આગળ થંભી ગયા ?
ઉત્તર :
કબ્રસ્તાન પાસે રમઝુ મરના પગ થંભી ગયા.
પ્રશ્ન 30.
કબ્રસ્તાનમાંથી કયા છોડની સોડમ આવતી હતી ?
ઉત્તર :
કબ્રસ્તાનમાંથી મરવાના ફૂલ-છોડની સોડમ આવતી હતી.
પ્રશ્ન 31.
“લે ગગી, આ કાપડાના કરીને આપું છું.” આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર :
“લે ગગી, આ કાપડાના કરીને આપું .” આ વાક્ય ૨મ મીર બોલે છે.
પ્રશ્ન 32.
કબ્રસ્તાનમાં રમજુ મીરને સકીનાનું શું આંખ સામે તરવરે છે ?
ઉત્તર :
કબ્રસ્તાનમાં રમઝુ મીરને સકીનાનું કફન આંખ સામે તરવરે છે.
પ્રશ્ન 33.
દિવસને આથમતે અજવાળે રમજુ મીરે કોની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી ?
ઉત્તર :
દિવસને આથમતે અજવાળે રમ મીરે પોતાની મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરાવટે છેડી.
પ્રશ્ન 34.
“શરણાઈના સૂર” ટૂંકીવાર્તાના લેખક કોણ છે ?
ઉત્તર :
“શરણાઈના સૂર” ટૂંકીવાર્તાના લેખક ચુનીલાલ મડિયા છે.
પ્રશ્ન 35.
“શરણાઈના સૂર” પાઠ સાહિત્યની કેવી કૃતિ ગણાય ?
ઉત્તર :
“શરણાઈના સુર” પાઠ સાહિત્યમાં ટૂંકીવાર્તાની કૃતિ ગણાય.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં લગ્નપ્રસંગમાં કરુણ રસ કેવી રીતે દાખલ થઈ જાય છે ?
ઉત્તર :
“શરણાઈના સૂર’ ટૂંકીવાર્તાનો પ્રસંગ તો લગ્નપ્રસંગનો જ છે. એટલે તો ૨૫ મીરને શરણાઈ વગાડવા બોલાવવામાં આવે છે, પણ ગવરીની વિદાય પિતૃહૃદય ધરાવતા રમઝુ મીરને પોતાની વહાલી દીકરી સકીનાનો વિદાય પ્રસંગ લાગે છે, તેથી, શરણાઈમાં કરુણ રસ છલકાય છે.
પ્રશ્ન 2.
“શરણાઈના સૂર’ વાર્તાના આધારે ગામડાંની શેરીનું વર્ણન કરો.
ઉત્તર :
“શરણાઈના સૂર’ વાર્તામાં ગામડાંની શેરીનું આબેહુબ વર્ણન આવે છે, શેરી એકદમ સાંકડી છે, એમાંથી કન્યાવિદાયનું ગાડું માંડમાંડ નીકળે છે, કોઈના ઘરની પછીત કે કોઈના કરા સાથે ધકો અફડાવતું ગાડું મુશ્કેલીથી પસાર થાય છે. શેરીની સ્ત્રીઓ પણ વરરાજાને જોવા એકઠી થઈ જાય છે.
પ્રશ્ન 3.
ગવરીની જાન ક્યારે આગળ ચાલે છે ?
ઉત્તર :
ગવરીની વિદાય પ્રસંગે કન્યાપક્ષની સ્ત્રીઓ અને વરપક્ષની સ્ત્રીઓ સામસામે ગીતોની રમઝટ બોલાવે છે. આ બાજુ રમઝુ મીર પણ શ્વાસ ઘૂંટીન શરણાઈ વગાડવામાં તલ્લીન બની સૂરને ચગાવે છે ત્યારે ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ લાગે છે, પછી જ્યારે તળશી વેવાઈ મીરને પાવલીની દાદ આપે છે ત્યારે ૨૫ મીર પીઠ ફેરવે છે અને જાન આગળ વધે છે.
પ્રશ્ન 4.
ગવરીની વિદાય થતી જાનમાં કેવો રંગ મેળો જામ્યો હતો ?
ઉત્તર :
ગવરીની વિદાય થતી જાનમાં અનેક જાતના અને ભાતના વિધવિધ પ્રકારના રોગો દૃષ્ટિગોચર થાય છે. રમજુ મીરના મોથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા, મેધા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું, જાનૈયાઓને વેવાઈને કંકુના થાપા મારેલો. હીરભરતના ફૂલ અને શિગડીઓ વડે શણગારેલા બળદ ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયને જમો, હાથમાં રાખેલ તલવારનું રંગીન તેમજ કન્યાનું પંચરંગી પટોળું એમ એક વિશિષ્ટ રેગસૃષ્ટિનો રંગ મેળો જામ્યો હોય એમ દૃષ્ટિગોચર થાતું હતું.
પ્રશ્ન 5.
રમજુ મીરની શહનાઈના સૂર કેવા લાગે છે ?
ઉત્તર :
રમઝુ મીરની શહનાઈના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકે છે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે છે ને એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે છે, સૌ રમજુ મીરની સૂરની મોહિનીમાં મંત્રમુગ્ધ બની જાય છે.
પ્રશ્ન 6.
તળશી વેવાઈને શેની ચિંતા થાય છે ?
ઉત્તર :
૨મ મીર શહનાઈ વગાડવામાં તલ્લીન છે; તેથી જાનને પાદરે પહોંચતા મોડું થાય છે. વળી સાંજ પહેલાં જાન સણોસરે પહોંચે તો કિશનલાઈટનો ખર્ચ બચે, ઉપરાંત મોડું થાય તો રસ્તો બીકોળો અને ભેગું જરજોખમ સાથે હતું. તેથી તળશી વેવાઈને જાનની મોડી પહોંચવાની ચિંતા થાય છે.
પ્રશ્ન 7.
રમ મીરે સકીનાને કેવી રીતે ઉછેરીને મોટી કરી ?
ઉત્તર :
રમજી મીરે બે વર્ષની બાળકી સકીનાને ખૂબ જતનથી ઉછેરીને મોટી કરી છે. બે વર્ષની બાળકીને માતાનો અને પિતાનો નેહ આપ્યો છે, બાળકીના બાળોતિયાં ઓઝત નદીમાં ધોયાં છે, ચોવીસે કલાક પોતાની સાથે જ ફેરવે છે. શરણાઈ વગાડતી વખતે પણ સકીનાને પોતાની પીઠ ઉપર જ બેસાડી રાખે છે. આમ, ખૂબ પ્રેમથી અને જતનથી રમઝુ મીર સકીનાને ઉછેરીને મોટી
પ્રશ્ન 8.
૨૫ મીર ડોસાની ડાગળી ચસકી ગઈ છે એમ લોકો શા માટે કહે છે ?
ઉત્તર :
એક તો પોતાની પત્નીનું અવસાન થયું એ કારણ. બીજું કે સકીનાનું સાસરે એક અઠવાડિયામાં અવસાન થયું એ બીજું કારણ, ગવરીનો વિદાય વખતે રમઝુ મીરને સકીનાની વિદાયની વીતી ગયેલી વાત યાદ આવે છે, પત્ની અને દીકરીના દેહવિલયથી તે ચિત્તભ્રમે દશાને પામે છે. શૂન્યમનસ્ક થઈ જાય છે, તેથી રમઝુ મીર ડોસાની ડાગળી ચસકી ગઈ છે એમ લોકો કહે છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં વર્ણવેલ લગ્નના માહોલનું વર્ણન કરો.
ઉત્તર :
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં લેખક ચુનીલાલ મડિયા લગ્નનું વર્ણન કરીને સુંદર માહોલ ઊભો કરે છે. આપણે જાણે કે આ ‘ લગ્નપ્રસંગમાં જાનૈયા હોઈએ એમ આંખ સામે આ શુભપ્રસંગ દૃષ્ટિગોચર થાય છે.
“માંડવો બંધાઈ ગયો, ગોતરીજ પાસે પાય લાગણું પતી ગયું. ઘરને ટોડલે કંકુના થાપા પાડી દીધા, જાને શીખ દેવાઈ ગઈ, શુભ શુકન સાંપડી ગયો.” આવા સુંદર અને ટૂંકા વાક્યોથી લેખકે લગ્નનો માહોલ ખડો કરી દીધો છે, રમ મીરની શહનાઈ , તેનો એડાણો રાગ, રૂમઝુ મીરની મસ્તી અને બથા આપણને પ્રભાવિત કરે છે.
જાનમાં હાજર સૌ કોઈના ભાતીગળ રંગવાળા કપડાં પણ લગ્નના માહોલને વધુ રંગીન બનાવે છે. લગ્નપ્રસંગના સુખ-દુઃખું પણ કન્યાના માતા-પિતા, સખીમાં અસરકારક રીતે નિરૂપાયેલાં છે. વરપક્ષ, કન્યાપક્ષ અને જોનારાઓને પણ આ લગ્નપ્રસંગ યાદગાર લાગે છે, આ માટે લેખકશ્રી આપણા અભિનંદનને પાત્ર છે,
પ્રશ્ન 2.
રમજુ મીરનો અડાણો રાગ અને તેની સૂર શક્તિનું વર્ણન કરો.
ઉત્તર :
ગવરીની વિદાય વખતે રમઝુ મીર એડાણો રાગ ઉપાડ્યો હતો. અડાણા રાગની તેરજનું બંધારણ ભાગ્યે જ કોઈ સમજતાં, છતાં એમાં રહેલો આનંદ અને ઉછરંગ, તોફાન અને મસ્તી સૌ શ્રોતાઓ માણી ૨હ્યાં છે, ૨૫ મીર પાસે શબ્દો ન હતાં, પણ હતો તો કેવળ શક્તિશાળી સૂરનો અકબંધ પ્રવાહ, આ સૂરને સહારે રમઝુ મીરે સાસરિયે સોંઢતી પતિમિલનોલ્સ કે પરિણીતાનું કલ્પનાચિત્ર શ્રોતાઓની આંખ સામે ખડું કરી દીધું. એ મા મેલાઘેલા માણસે સાધ્ય કરેલી સૂરશક્તિની જ બલિહારી ગણાય.
પ્રશ્ન 3.
ગવરીની વિદાય-પ્રસંગે વ્યક્ત થતી વેવાઈઓની અધિરાઈનું વર્ણન કરો.
ઉત્તર :
ગવરીની વિદાય-પ્રસંગે બંને વેવાઈઓ ખૂબ બેચેન અને અધીર બની જાય છે, વરના બાપ તળશી વેવાઈને સાંજ પહેલાં જ સસરે પહોંચી જવાની તાલાવેલી લાગેલી છે; તો કન્યાના પિતાશ્રી ભૂધર મેરાઈને રમશુ મીર ઉપર બહુ જ ગુસ્સો ચડે છે. તેઓ ૨૪ મીરને ‘ડોસલા’, ‘ભૂખાળ’, ‘લઘરો’, ‘બાવા માગણ” જેવા અભદ્ર શબ્દોથી અપમાનિત કરે છે અને હડસેલો પણ ળશી વેવાઈને બીક છે કે રસ્તો બીકાળ છે અને સાથે જરજોખમ છે. સણોસરમાં મોંધીધટ કિશનલાઈટનાં ખર્ચ ભારે પડશે. આના કારણે બંને વેવાઈઓ રમઝ મીરને વારંવાર ન કહેવાના શબ્દો કહીને જલ્દી જાનને ગામને પાદર પહોંચાડવા હઠાગ્રહ કરે છે, બંનેમાં પિતૃદ્ધદય ન હોય એમ લાગે છે; કારણ કે ૨૪ મીર તો પિતૃહૃદયની વેદ- શરણાઈના સૂરે દ્વારા વ્યક્ત કરવામાં જ એક ધ્યાને છે.
પ્રશ્ન 4.
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં આવેલાં લગ્નગીતો વિશે ટૂંકમાં લખો.
ઉત્તર :
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં લેખકે લગ્નપ્રસંગના સુખના અને દુ:ખના લાગણીસભર લગ્નગીત આલેખીને પ્રસંગને વધુ કરુણ બનાવી દીધો છે.
કન્યાપક્ષની સ્ત્રીઓએ આ ગીત ઉપાડ્યું –
આ દશ આ દસ પીપળો….
આ દશ દાદાનાં ખેતર…..”
ત્યાર સામે પક્ષે વરપક્ષની જાનડીઓએ સામું ગીત માંડ્યું –
“ખોલો ગવરીબાઈ ઘુંઘટ,
જુઓ સાસરિયાનાં રૂ૫..
એક રાણો ને બીજો રાજિયો,
ત્રીજો દલીનો દીવાન……”
ગીત ગાતી સુહાગણોએ પણ જાણે કે શરણાઈના સૂરની અસર તળે જ વધારે કરુણ વિદાય-ગીતો ગાવા માંડ્યાં હતાં.
“આછલાં કંકુ ઘોળ રે લાડી
આછળી પિયળ કઢાવું,
તારા બાપના ઝૂંપડાં મેલ્ડો લાડી,
તળશીભાઈની મેડિયું દેખાડું….”
બીજી તરફ કન્યાપક્ષની કારુણ્યની પરાકાષ્ઠા સમું આ વિદાયગીત જુઓ. સાંભળો –
“દાદાને આંગણે આંબલો,
આંબલો ધીરગંભીર જો…
એક રે પાંદડું અમે તોડિયું,
ધદા ગાળ મા દેજો જો;
અમે રે લીલુડા વનની ચરકલડી..”
તો હવે છેલ્લું લગ્નગીત પણ સાંભળી લો –
“એક આવ્યો તો પરદેશી પોપટો,
બે’ની રમતાં’તાં માંડવા હેઠ….
ધુતારો ધૂતી ગયો….”
આમ, ‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં આવેલા આ લગ્નગીતમાં મકરી, સુખ અને દુ:ખની અનુભૂતિ થાય છે, જે ગાતાં અને સાંભળતાં સ્ત્રીઓની આંખોમાંથી ગંગા-જમના વહે છે. આધુનિક યુગના લગ્નપ્રસંગોમાં આવાં ગીતો માણવા મળતાં નથી, એ દુ:ખની વાત છે.
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ લખો :
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
- સુહાગણ × વિધવા
- ગામડું × શહેર
- વિષાદ × આનંદ
- વર × કન્યા
- હરખ × શોક
- આડો × ઊભો
- શુભ × અશુભ
- કન્યાપક્ષ × વરપક્ષ
- શુકન × અપશુકન
- શ્રોતા × વક્તા
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
- ગતરીજ – ગોત્ર
- ગુલતાન – તલ્લીન
- પરિતોષ – ખૂબ સંતોષ
- સોડમ – સુગંધ
- નિર્જીવ – જીવ વગરનું
- રમમારો – મન
- આદેશ – હુકમ
- શલ્ય – શૂળ
- ઝટ – જલ્દી
- પૂન્દુ – પૂર્ણ ચંદ્ર
- ઝાંપો – દરવાજો
- સ્નિગ્ધ – લીલું
- ઉછરંગ – આનંદ
- કૌમુદી – ચાંદની
- કામઢા – કામ કરનારા
નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો.
પૈડું સિંચવું. અર્થ : શુકન કરવા,
વા. પ્ર. : ગોર મહારાજે પૈડું સિંચ્યું, પછી જાન આગળ વધી.
અછોઅછો વાનાં કરવાં. અર્થ : લાડ લડાવવાં.
વા. પ્ર. : તૃપ્તિ હતીને અછોઅછો વાનાં કરે છે.
ઓછું આવવું. અર્થ : મન દુભાવવું.
વા. પ્ર. : મહિને એકાદવાર જીનીને ઓછું આવે છે,
4. સોનાનાં ઝાડ ભળી જવાં, અર્ધ : ખૂબ સમૃદ્ધિ જોવી.
વા. પ્ર. : અંગ્રેજો ભારતમાં સોનાનાં ઝાડ ભાળી ગયેલાં.
હૃદય હાથ ના રહેવું. અર્થ : ધીરજ ન રહેવી.
વા. પ્ર.: દીકરીની વિદાય વખતે માતાનું હૃદય હાથ રહેતું નથી.
તલપાપડ થઈ રહેવું. અર્થ : અત્યંત આતુર થઈ જવું.
વા. પ્ર. : નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા અલકેશ તલપાપડ થઈ જાય છે.
ધરવ ન થવો. અર્થ : સંતોષ ન થવો.
વા. પ્ર. : પ્રાર્થનાને કેરી ખાતાં ધરવ થતો નથી.
દાદ આપવી. અર્થ : હક્ક આપવો,
વા. પ્ર. : જગજીતસિંઘને બધાં દાદ આપે છે.
મંત્રમુગ્ધ બનવું. અર્થ: દંગ થઈ જવું.
વા. પ્ર. : કોહલીની રમત જોઈ હું મંત્રમુગ્ધ થઈ જાઉં છું.
ડાગળી ચસકી જવી. અર્થ : પાગલ થવું.
વા. પ્ર. : ડાગળી ચસકેલ સાથે વાત ન કરાય,
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
- કન્યા વિદાય વખતે કન્યાની મા મંગળનો દીવો લે છે તે – રામણદીવડો
- સૌભાગ્યવતી સ્ત્રી – સુહાગણ
- ઘરની પાછલી દીવાલ – પછીત
- ઘરની બાજુની દીવાલ – કરો
- માથે બાંધવાનું લૂગડું પાઘડી ફેંટો – માથાબાંધણું
- રેશમી દોરાથી કરેલું ભરતકામ – હીરભરત
- જરીના કસબવાળું – જરિયન
- ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું – જામો.
- રેશમી ઊંચી જાતનું સ્ત્રીનું વસ્ત્ર – પટકૂળ
- ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ – ગલોડું
- ચાર આનીનો જૂનો સિક્કો – પાવલી
- બેઠા ઘાટની નાની લોટી – ટબૂડી
- જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ – વિધુર
- ખભાની નીચેનાં હાથના મૂળમાંનો ખાડો – કાખ
- પગે કપાળે કરવામાં આવતી કંકુની અર્ચા – પિયળ
- તુલસીની જાતનો ઉગ્ર ગંધવાળો છોડ – મરવો ? – ડમરો
- શુભ કામ માટે પૈરથી તૈયારી સાથે નીકળવું – સોંઢવું.
નીચેની કહેવત સમજાવો.
આંગળી દેતાં પોંચા જ વળગે.
સમજૂતી – કોઈને થોડી મદદ કરીએ તો તે વધુ મદદની માગણી કરે ત્યારે આ કહેવત વપરાય છે.
મીઠા ઝાડનાં મૂળ ન ખવાય.
સમજૂતી – કોઈ ઉપકાર કરે તો તેનો વધુ ઉપયોગ કરીને તેને હેરાન ન કરાય, વધારે મદદની આશા ન રખાય. આવું થાય ત્યારે આ કહેવત વપરાય છે.
નીચેના શબ્દોની સાચી જોડણી લખો.
- સરણાઈ – શરણાઈ
- શુર – સૂર
- ચુનિલાલ – ચુનીલાલ
- ગોતરિજ – ગોતરી
- વરધોડીઆ – વરઘોડિયા
- પણીયારિ – પણિયારી
- આજૂબાજૂ – આજુ બાજુ
- વીદાયગિત – વિદાયગીતો
- પાકુતજનો – પ્રાકૃતજનો
- ધુળ – ધૂળ
- શોતા – શ્રોતા
- પતીમીલન – પતિમિલન
- પરીણામ – પરિણામ
- ગળાડુબ – ગળાડૂબ
- મુફલીસ – મુફલિસ
- શિક્કા – સિક્કા
- સુષ્ટિ – સૃષ્ટિ
- સુરશક્તી – સૂરશક્તિ
- પુન્દુ – પૂન્દુ
- દિસાસુન્ય – દિશાશૂન્ય
- સુરજમુખી – સૂરજમુખી
- બાળોતી – બાળોતિયાં
- વીર – વિધુર
- જીંદગી – જિંદગી
- ઢબુડિ – ટબુડી
- અભીવ્યક્તી – અભિવ્યક્તિ
- રુપીઓ – રૂપિયો
- વીશીસ્ટ – વિશિષ્ટ
નીચેના શબ્દના વિશેષણ બનાવો.
- કરુણા – કરુણ
- ભારે – ભારેલું
- લાલચ – લાલચુ.
- દુ:ખ – દુ:ખી
- વિચિત્રતા – વિચિત્ર
- નખરા – નખરાળી
- વિયોગ – વિર્ષાગી
- રંગ – રંગીન
- સંતોષ – સંતોષી
- દર્દ – દર્દનાક
નીચેના પરિચ્છેદને સારા અક્ષરે લખો.
”મર થાતો”, સીમને મારગે સામે ચાલતા રમઝુને જોઈને ભૂધર મેરાઈએ કહ્યું : ”થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે.” અને પછી વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું : ”હવે ખબરદાર, એને રાતું કાવડિયું પણ આપ્યું છે તો ! તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવા માંડી એમાં ડોસો સોનાના ઝાડ ભાળી ગયો, પણ હવે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય તોય સામું જોશો મા”
નીચેની કાવ્યપંક્તિઓને સારા અક્ષરે લખો.
પીળાં પીતાંબર જરકસી જામા, પીળો તે પટકો બિરાજે છે.
કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે.
વૃંદા તે વનની કુંજગલીમાં, વહાલો થનક થનક થૈ નાચે છે.
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુફા, દર્શન થકી દુ:ખે ભાંગે છે.
Class 10 Gujarati Textbook Solutions Chapter 2 શરણાઈના સૂર Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
‘શરણાઈના સૂર’ કૃતિમાં કોના વાત્સલ્યભાવની વાત કરવામાં આવી છે ?
(a) ભૂધર મેરાઈ
(b) રમઝુ મીર
(c) તળશી વેવાઈ
(d) ગવરી
ઉત્તરઃ
(b) રમઝુ મીર
પ્રશ્ન 2.
‘હવે હાલ્યની ઝટ, હાલ્યની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ’ – વાક્ય કોણ બોલે છે ?
(a) મેરામણ
(b) ભૂધર વેવાઈ
(c) રમઝુ મીર
(d) તળશી વેવાઈ
ઉત્તરઃ
(b) ભૂધર વેવાઈ
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
ગવરીની વિદાય પ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે ?
ઉત્તરઃ
ગવરીના વિધય પ્રસંગે ૨મજુ મીરને પોતાની દીકરી સકીનાની વિદાયનું સ્મરણ થાય છે.
પ્રશ્ન 2.
રમઝુ મીર પત્નીની કબર ઉપર ફૂલ ચડાવવા જતો ત્યાં કયા ફૂલ-છોડની મહેકને માણતો?
ઉત્તરઃ
૨૫૪ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના ફૂલ-છોડની મહેકને માણે છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે ?
ઉત્તરઃ
દાદમાં મળેલા પૈસા રમઝ મીર ગવરીને કાપડાના કરીને એટલા માટે આપી દે છે કે ગવરીની વિદાય જાણે કે પોતાની દીકરી સકીનાની વિદાય થતી હોય એમ પિતૃદય અનુભવે છે.
પ્રશ્ન 2.
શરણાઈ વગાડતી વખતે રમઝ મીર સકીનાને કેવી રીતે સાચવતો ?
ઉત્તરઃ
શરણાઈ વગાડતી વખતે ૨મ મીર સકીનાને એની કોખમાં બેસાડે છે. કોઈ વાર ગળામાં હાથ પરોવી પીઠ પર બેઠી હોય ત્યારે એમ લાગે છે કે પીઠ પર વાંદરીનું બચ્ચું વળગી રહેલું હોય ! આમ, ચોવીસે કલાક પોતાની સાથે જ ફેરવે છે.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘શરણાઈના સૂર’ – કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો.
ઉત્તરઃ
ભરે જુવાનીમાં વિધુર બનેલા ૨મઝુ મીરને બે વર્ષની પોતાની બાળકી સકીનાને ઉછેરીને મોટી કરવામાં ખૂબ તે કલીફ પડે છે, બે વર્ષની અબુધ બાળકીને માતા અને પિતાનો ખાર આપવો પડે છે. હૂંફ આપવી પડે છે. ચોવીસ કલાક સાચવણી કરવી પડે છે. જમાવડી, સંભાળ રાખવી, ઓછું ન આવે એવી તકેદારી રાખવી, બાળોતિયાં ધોવા, ચોવીસે કલાક સાથે જતનપૂર્વક સાચવવી વગેરે કાર્યો પિતાને વેદના તો આપે જ છે; પણ જ્યારે સકીનાનું સાસરે એક અઠવાડિયામાં અવસાન થાય છે, એ સમાચારથી ૨મઝુ મીરનું પિતાનું હૃદય વેદનાથી ફાટી પડે છે.
પત્ની અને પુત્રીના દેહવિલયથી પિતા રમઝુમીર ભાંગી પડે છે અને ચિત્તભ્રમ જેવી પાગલ દશાને પ્રાપ્ત થાય છે, આ વિરહનું દર્દ કોઈને કહેવાય નહીં અને પોતાનાથી સહેવાય નહીં એવું બની ૨હયું છે . પોતાને મળેલા બધા જ પૈસા ગવરીને કાપડાના કરીને આપીને રમજુ મીર પિતાની વેદનાને થોડી શાંત કરવા મથે છે, એ પણ દુ:ખની જ વાત ગણાય.
પ્રશ્ન 2.
રમઝુ મીરનું શબ્દ-ચિત્ર આલેખો.
ઉત્તરઃ
ભર જુવાનીમાં ઘરભંગ થયેલા ૨૫શુ મીરને બે વરસની મા વિહોણી બાળકીની માતા થવામાં બહુ તકલીફ પડેલી, ઓઝત નદીમાં દીકરી સકીનાનાં બાળોતિયાં ધોઈ તેને જીવની જેમ સાચવીને મોટી કરી. ચોવીસ કલાક સાથેને સાથે રાખે. જ્યારે શહેનાઈ વગાડવા જાય ત્યારે પોતાની પીઠ ઉપર જ રાખે ! પોતે સૂકો રોટલો ખાય, દીકરીને પકવાન ખવડાવે, પોતે સો થીંગડાંવાળું કપડું પહેરે પણ સ કીનાને ફૂલફટાક બનાવીને જ બહાર કોઢ, રમે મીરના જીવનમાં બે જ વસ્તુઓ ઈતી. એક તો શહેનાઈ અને બીજી આ લાડકી દીકરી સકીના.
ગવરીના લગ્નપ્રસંર્ગ શહનાઈ વગાડતાં તેને પોતાની વહાલી દીકરીની સાસરે વિદાયની પળ યાદ આવે છે; તેથી વેવાઈનોની નારાજગી વહોરવી પડે છે. કોઈ ૨૪ મીરના આ પિતૃહૃદયને ઓળખી શકતું નથી. પોતે જાણે સકીનાની વિદાયમાં શરણાઈ વગાડતો હોય એમ એમ સૂરમાં અને ધ્યાનમાં રાચે છે. છેલ્લે, દાદમાં મળેલા બધાં રૂપિયા ગવરીને કાપડાના કરીને ખાપી દે છે, ત્યારે તેનું પિતૃકૃદય વધુ ઉજજ્વળ બનીને આપણી સામે આવે છે, કબરસ્તાનમાં મૃત પત્નીને અંતિમવારે સુરાવલી સંભળાવીને તેનો આત્મા તૃપ્તિ અનુભવે છે. આમ, ૨મ મીર આપણા સૌની સહાનુભૂતિ જીતી લે છે.