GJN 10th Gujarati

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 20 વિરલ વિભૂતિ (First Language)

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 20 વિરલ વિભૂતિ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 20 વિરલ વિભૂતિ (First Language)

વિરલ વિભૂતિ Summary in Gujarati

વિરલ વિભૂતિ પાઠ – પરિચય

Class 10 Gujarati Textbook Solutions Chapter 20 વિરલ વિભૂતિ (First Language) 1
– આત્માપિત અપૂર્વજી (જન્મઃ 04 – 01 – 1977]

વિરલ વિભૂતિ’ ચરિત્રનિબંધમાં લેખકે શ્રીમદ્ રાજચંદ્રની અનોખી આધ્યાત્મિક સંતપ્રતિભાનો પરિચય કરાવ્યો છે. શ્રીમદ્ જીવન પ્રેરણારૂપ હતું. લેખકે તેમના જીવનના અનેક ગુણોને અહીં પ્રગટ કર્યા છે. કોઈ ઉચ્ચ આત્મામાં હોય તેવી અદ્ભુત શક્તિ તેમને વરી હતી. તેઓ શતાવધાની હતા, તેમનામાં શીઘ્ર કવિત્વ હતું.

તેમના પરોપકારી, નિર્મળ, પવિત્ર અને નિખાલસ વ્યક્તિત્વથી મહાત્મા ગાંધી પણ અંજાયા હતા, એવી વિરલ વિભૂતિને લેખકે અહીં શબ્દદેહ આપ્યો છે. અલ્પ આયુષ્યમાં તેઓ એક યુગપ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા.

માત્ર 19 વર્ષની વયે શતાવધાની શક્તિ સિદ્ધ કરનાર આ પ્રતાપી પુરુષને સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ પ્રદાન થાય એ આપણા સૌના માટે ગૌરવની વાત છે.

વિરલ વિભૂતિ શબ્દાર્થ

  • આધ્યાત્મિક – આત્મા કે આત્મતત્ત્વસંબંધી.
  • વિરલ – દુર્લભ, અનન્ય.
  • વિભૂતિ – દિવ્ય કે અલૌકિક શક્તિ ધરાવનાર વ્યક્તિ.
  • ઉતારો – ઊતરવાનો મુકામ.
  • જિજ્ઞાસા – જાણવાની ઇચ્છા.
  • સંવાદ – વાર્તાલાપ.
  • ઢળી જવું – ઢોળાઈ જવું.
  • ઘણાય ફેરા ભરી આપવા – ઘણી વાર ભરી આપવું.
  • જતો કરવો – (અહીં) ત્યાગ કરવો, છોડી દેવો.
  • અવળું – ઊંધું, ખોટું.
  • મૂલ્યવાન – કીમતી.
  • દેહ ઢોળાઈ જવો – (અહીં) દેહ મૃત્યુ પામવો.
  • નુકસાન – હાનિ.
  • મતલબ – નિસ્બત. બોધ – ઉપદેશ.
  • પિતૃપક્ષ – પિતા તરફનાં સગાંસંબંધી.
  • માતૃપક્ષ – માતા તરફનાં સગાંસંબંધી.
  • નિષ્ઠા – શ્રદ્ધા, આસ્થા, ભક્તિ.
  • નોખું / નિરાળું – અલગ.
  • સતેજ – (અહીં) જાગ્રત, તીવ્ર, વૃત્તિ – ઇચ્છા, ભાવના.
  • પ્રબળ – દઢ, મક્કમ.
  • આપોઆપ – સ્વાભાવિક રીતે.
  • શીધ્ર કવિ – કલમથી કાગળ પર ટપકાવ્યા સિવાય, વિચારવા પણ ન રહેતાં, કવિતા કરવાની શક્તિવાળો કવિ.
  • જાતિસ્મરણ – પૂર્વજન્મની સ્મૃતિ.
  • હાલીચાલી – હલનચલન.
  • નિહાળવું – જોવું.
  • બાદ – પછી.
  • મનોમંથન – મનમાં ચાલતું મંથન.
  • ગહન – ઊંડું.
  • પૂર્વભવ – પૂર્વજન્મ.
  • સ્મરણ – સ્મૃતિ, યાદ.
  • પ્રભાવશાળી – તેજસ્વી.
  • ઋજુ – કોમળ.
  • પારદર્શિતા – મર્મને પામનારું.
  • સવાર થવું – (અહીં) સાંઢળી પર બેસવું.
  • બીજમંત્ર – ગૂઢમંત્ર, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોયછે.
  • મોસાળ – માતાનું પિયર, માતાના પિતાનું ઘર.
  • ખટપટ – યુક્તિપ્રયુક્તિ.
  • વેર – શત્રુતા, દ્વેષ.
  • પરહિત – પારકાનું ભલું.
  • કજોડું – ઉંમર ઉપરાંત સ્વભાવ, રૂપ વગેરેમાં સમાનતા ન હોય તેવાં
  • પતિ – પત્ની.
  • કુરિવાજ – ખરાબ કે ખોટા રિવાજ.
  • ચિંતનગ્રંથ – તત્ત્વદર્શનનો ગ્રંથ.
  • સૂત્રાત્મક શૈલી – સૂત્રમાં કહેવાની લેખનરીતિ.
  • બોધવચનો – ઉપદેશનાં વચનો.
  • નીતિબોધ – નીતિને લગતો ઉપદેશ.
  • ધર્માચરણ – ધર્મનિયમ પ્રમાણેનું વર્તન.
  • એકી બેઠકે – એક આસને.
  • સર્વોત્કૃષ્ટ – સર્વોત્તમ.
  • દર્શનગ્રંથ – તત્ત્વજ્ઞાનનો ગ્રંથ.
  • કાર્યરત – કાર્યમાં વ્યસ્ત.
  • સહજ – સરળ, આસાન.
  • અવધાન – એકાગ્રતા.
  • બહોળો – વિશાળ,
  • ઘીકતો – ધમધોકાર.
  • નિર્મોહી – મોહરહિત.
  • નિઃસ્પૃહ – ઇચ્છા રહિત.
  • અનાસક્ત – આસક્તિ વિનાનું.
  • અનુરાગી – પ્રેમાસક્ત.
  • મૂંઝવણ – અકળામણ, ગભરામણ.
  • અપરિગ્રહ – ધન કે માલમતાનો સંગ્રહ ન કરવો તે.
  • અઢળક – પુષ્કળ.
  • ખેંચાવું – આકર્ષિત થવું.
  • ગ્રહણ કરવું – સ્વીકારવું.
  • અંતરંગ સંબંધ – આત્મીય સંબંધ.
  • ઉજ્વલ – પ્રકાશિત.
  • ઉદાસીન – ઉદાસ, રસ ન ધરાવનારું.
  • તટસ્થ – નિષ્પક્ષ, પક્ષપાત રહિત.
  • વળગણ – આસક્તિ.
  • રાગ – મોહ.
  • દ્રષ – ઈર્ષા. વિદેહીઅનાસક્ત.
  • સત્તાવન રતલ – લગભગ 490 ગ્રામ.
  • સંગ્રહણી – ઝાડાનો એક રોગ.
  • વ્યાધિ – રોગ, દર્દ,
  • મુકામ – નિવાસ, ઉતારો.
  • યુગપ્રવર્તક – યુગ પ્રવર્તાવનાર, યુગ બદલનાર.

Class 10 Gujarati Textbook Solutions Chapter 20 વિરલ વિભૂતિ Important Questions and Answers

વિરલ વિભૂતિ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
શ્રીમદ્જીએ બાળકોને દેહ અને “આત્માની ગૂઢ વાત કેવી રીતે સમજાવી?
ઉત્તર :
શ્રીમદ્જીએ બાળકોને દેહ’ અને “આત્મા’ની ગૂઢ વાત બાળકોને એમની ભાષામાં સરળ તેમજ સચોટ ઉદાહરણ આપીને સમજાવી. શ્રીમદ્જીએ બાળકો સાથે સંવાદ કરતાં પ્રશ્ન કર્યો, ‘તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય અને તમને માર્ગે જતાં કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો?”

બાળકોએ સહજ રીતે, સાચી વાત કરી, ઘીનો લોટો વધારે સાચવીશું.” બાળકોએ એમ પણ કહ્યું કે છાશ ઢળી જાય તો જલદી કોઈ ભરી આપે પણ ઘીનો લોટો ભરી આપવા કોઈ તૈયાર થાય નહિ. બાળકોના જવાબને આધારે જ શ્રીમજીએ સમજાવ્યું, દેહ છાશના જેવો છે.

જીવ તેને સાચવે છે, જ્યારે આત્મા ઘીના જેવો છે. દેહનો તે ત્યાગ કરે છે. જીવ અવળી સમજણવાળો છે. છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે. દેહ મૃત્યુ પામે, નાશ પામે પણ એથી નુકસાન થતું નથી, તેથી દેહ નહિ, પણ આત્મા મૂલ્યવાન છે.

પ્રશ્ન 2.
રાયચંદને ક્યારે પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું?
ઉત્તરઃ
એક વખત રાયચંદના ગામમાં તેમના પરિચિત અમીચંદભાઈને સાપે દંશ દીધો. સર્પદંશથી તેઓ ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું એ રાયચંદ જાણતા નહોતા. તેમણે તેમના દાદા પાસેથી જાણ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. પછી માણસ હાલી ચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ – પી ન શકે.

એટલે તેને તળાવ પાસેના સ્મશાનમાં બાળી આવે. બાળ રાયચંદને ઉત્સુકતા થઈ. તળાવ પાસેના ઝાડ ઉપર ચડીને તેમણે ભડભડ બળતી ચિતાને જોઈ. આ ઘટના જોયા પછી તેમના મનમાં વિચારોનું મનોમંથન શરૂ થયું. તેઓ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. એમાંથી જ તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું.

પ્રશ્ન 3.
“શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ…. ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે.” સમજાવો.
ઉત્તરઃ
શ્રીમદ્ વિશે ગાંધીજીએ લખ્યું છે: “મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય, તો તે કવિશ્રીના જીવનમાંથી છે.” શ્રીમી સ્મરણશક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચરિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા હતા.

ગાંધીજી ધર્મ તેમજ અધ્યાત્મસંબંધી પોતાની મૂંઝવણો રજૂ કરતા, પ્રશ્નો પૂછતા અને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન મેળવતા. શ્રીમદ્ગી રહેણીકરણી જોઈને પણ ઘણું શિક્ષણ પ્રાપ્ત થતું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય જેવા ગુણો ગાંધીજીમાં પ્રયોગો દ્વારા વિકાસ પામ્યા અને જીવનસંદેશ બન્યા એના મૂળમાં શ્રીમદ્ રાજચંદ્ર છે.

શ્રીમના “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’નું અંગ્રેજી ભાષાંતર ગાંધીજીએ કરેલું, એટલું જ નહિ પણ શ્રીમતું ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ એ પદને ગાંધીજીએ “આશ્રમ ભજનાવલિ’માં સ્થાન આપેલું. આમ, ગાંધીજીનો શ્રીમદ્ સાથે ઊંડો આધ્યાત્મિક સંબંધ હતો.

આમ, “શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમનાં બંનેનાં જીવનનું જ નહિ, માત્ર ગુજરાતનું જ નહિ, છે પણ ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે.”

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
છાશ અને ઘીના દખંતથી શ્રીમદ્ રાજચંદ્ર છોકરાઓને શું સમજાવ્યું?
ઉત્તરઃ
છાશ અને ઘીના દષ્ટાંતથી શ્રીમદ્ રાજચંદ્ર છોકરાઓને સમજાવ્યું કે દેહ છાશના જેવો છે. તેને જીવ સાચવે છે. આત્મા ઘીના જેવો છે. તે દેહનો ત્યાગ કરે છે. એટલે આ જીવ અવળી સમજણવાળો છે. છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે.

છાશની જેમ દેહ ઢોળાઈ જાય એટલે કે મૃત્યુ પામે, નાશ પામે પણ એનાથી નુકસાન થતું નથી. એનો અર્થ એ કે દેહ નહિ, પણ આત્મા મૂલ્યવાન છે.

પ્રશ્ન 2.
શ્રીમદ્જીના “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ ગ્રંથની ખાસિયત શી છે?
ઉત્તરઃ
શ્રીમદ્જીનો ‘ો આત્મસિદ્ધિ શાસ્ત્ર’ ગ્રંથ સર્વોત્કૃષ્ટ દર્શનગ્રંથ છે. આ દર્શનગ્રંથમાં બેતાળીસ ગાથાઓ આપેલી છે. નોંધપાત્ર બાબત એ છે કે શ્રીમદે આ ગ્રંથ એક જ બેઠકે દોઢ કલાકમાં જ તેની રચના કરેલી છે.

પ્રશ્ન 3.
બાળવયે રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
ઉત્તરઃ
શીઘ્ર કવિ રાયચંદે આઠ વર્ષની ઉંમરે કવિતાની આશરે 5000 કડીઓ લખી હતી. નવમા વર્ષે તેમણે રામાયણ મહાભારતને કાવ્યરૂપે લખવાનું શરૂ કરેલું. તેઓ રમતગમતમાં પણ રસ લેતા. તેરમા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો હતો. તે સમયે તેઓ પિતા સાથે દુકાને પણ બેસતા.

પ્રશ્ન 4.
શ્રીમદ્ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પરિચય આપો.
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિ. સં. 1924 કાર્તિક પૂનમ દેવદિવાળીના દિવસે તા. 09/11/1867ના રોજ વવાણિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. જન્મસમયે શ્રીમદ્ નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું, પણ ચાર વર્ષની ઉંમરે તેમનું નામ બદલીને રાયચંદ રાખવામાં આવ્યું હતું.

તેમના દાદા પંચાણભાઈ કૃષ્ણભક્ત હતા. આથી તેમને પિતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા. તેમને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા.

પ્રશ્ન 5.
શ્રીમમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો.
ઉત્તરઃ
શ્રીમદ્ભા બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજસંબંધી ખટપટ વેર હતું. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો. એમની વાતચીત પરથી શ્રીમ એ બાબતની ગંધ આવી ગઈ.

તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા. આ પ્રસંગ પરથી સમજાય છે કે, શ્રીમદ્ભાં પરહિત અને પરોપકારની ભાવના હતી.

પ્રશ્ન 6.
શ્રીમદ્ રાજચંદ્રરચિત “સ્ત્રીનીતિબોધક વિભાગ 1ની વિશેષતા શી છે?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રરચિત “સ્ત્રીનીતિબોધક વિભાગ માં સ્ત્રીનું હિત થાય એવા વિષયો પર ભાર મૂક્યો છે. તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય, તેમના માટે સારા ગ્રંથો લખાય, બાળલગ્નો, કજોડાં જેવા કુરિવાજો બંધ થાય એવા વિષયો પર લખીને સમાજને આ બાબતે જાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો છે.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
શ્રીમદ્ રાજચંદ્રનું ચાર વર્ષની વયે શું નામ રાખવામાં આવ્યું હતું?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રનું ચાર વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું હતું.

પ્રશ્ન 2.
કોનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન છે?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન છે.

પ્રશ્ન 3.
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ કયા દિવસે (કઈ તારીખે) થયો હતો?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિ.સં. 1924ની કાર્તિક પૂનમે એટલે કે દેવદિવાળીના દિવસે (તારીખ : 9 – 11 – 1867) થયો હતો.

પ્રશ્ન 4.
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ કયા ગામમાં થયો હતો?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વવાણિયા ગામમાં થયો હતો.

પ્રશ્ન 5.
શ્રીમદ્ રાજચંદ્રનું જન્મસમયનું નામ શું હતું?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રનું જન્મસમયનું નામ લક્ષ્મીનંદન હતું.

પ્રશ્ન 6.
રાયચંદના દાદા પંચાણભાઈ કેવા ભક્ત હતા?
ઉત્તરઃ
રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણભક્ત હતા.

પ્રશ્ન 7.
રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું?
ઉત્તરઃ
રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓનું શ્રવણ દાદા પાસેથી કર્યું હતું.

પ્રશ્ન 8.
રાયચંદને બાળવયે પિતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કાર મળ્યા હતા?
ઉત્તરઃ
રાયચંદને બાળવયે પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા.

પ્રશ્ન 9.
રાયચંદને બાળવયે માતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કાર મળ્યા હતા?
ઉત્તરઃ
રાયચંદને બાળવયે માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા.

પ્રશ્ન 10.
રાયચંદે બાળવયે કોની પાસેથી કંઠી બંધાવી હતી?
ઉત્તરઃ
રાયચંદે બાળવયે રામદાસ સાધુ પાસેથી કંઠી બંધાવી હતી.

પ્રશ્ન 11.
શ્રીમદ્દી નિષ્ઠા કયા ધર્મમાં સ્થિર થઈ હતી?
ઉત્તરઃ
શ્રીમદ્દી નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થઈ હતી.

પ્રશ્ન 12.
શ્રીમની નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાશિખવવાની વૃત્તિ કેવી હતી?
ઉત્તરઃ
શ્રીમદ્ભી નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાશિખવવાની વૃત્તિ પ્રબળ હતી.

પ્રશ્ન 13.
શ્રીમદે કેટલામે વર્ષે કાવ્યરચના કરવાનો પ્રારંભ કરેલો?
ઉત્તર :
શ્રીમદે આઠમા વર્ષે કાવ્યરચના કરવાનો પ્રારંભ કરેલો.

પ્રશ્ન 14.
નાની ઉંમરે શ્રીમ કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું?
ઉત્તરઃ
નાની ઉંમરે શ્રીમ જાતિસ્મરણ (જાતિ અંગેનું જ્ઞાન) પ્રાપ્ત થયું હતું.

પ્રશ્ન 15.
બાળપણની કઈ ઘટનાથી શ્રીમદ્ભાં જીવદયા અને કરુણા જેવા સંસ્કાર જાગૃત થયા?
ઉત્તરઃ
બાળપણની શાક સુધારવાની ઘટનાથી શ્રીમદ્ભાં જીવદયા અને કરુણા જેવા સંસ્કાર જાગૃત થયા.

પ્રશ્ન 16.
શ્રીમ કયું દશ્ય જોઈને જાતિસ્મરણ જાગ્યું હતું?
ઉત્તર :
અમીચંદકાકાના શબને મસાણમાં બળતું જોઈને શ્રીમ જાતિસ્મરણ જાગ્યું હતું.

પ્રશ્ન 17.
શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતાં શ્રીમદ્ગ શું થયું?
ઉત્તરઃ
શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતાં શ્રીમદ્ગી આંખો ભરાઈ આવી.

પ્રશ્ન 18.
અગિયાર વર્ષની ઉંમરે શ્રીમદ્ભા લેખો કયા સુપ્રતિષ્ઠિત સામયિકમાં પ્રગટ થયા હતા?
ઉત્તરઃ
અગિયાર વર્ષની ઉંમરે શ્રીમા લેખો બુદ્ધિપ્રકાશ જેવા સુપ્રતિક્તિ સામયિકમાં પ્રગટ થયા હતા.

પ્રશ્ન 19.
કોના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી?
ઉત્તરઃ
સૌભાગ્યભાઈના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી.

પ્રશ્ન 20.
શ્રીમન્ના જીવનની કઈ ઘટના પરથી ખ્યાલ આવે છે કે તેઓ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા?
ઉત્તરઃ
ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાની ઘટના પરથી ખ્યાલ આવે છે કે તેઓ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા.

પ્રશ્ન 21.
વઢવાણ કેમ્પમાં શ્રીમદે કયા મંડળની સ્થાપના કરેલી?
ઉત્તર :
વઢવાણ કેમ્પમાં શ્રીમદે પરમશ્રત પ્રભાવક મંડળ’ની સ્થાપના કરેલી.

પ્રશ્ન 22.
શ્રીમદે “સ્ત્રીનીતિબોધક’ પુસ્તકનો પહેલો ભાગ કેટલા વર્ષની ઉંમરે લખેલો?
ઉત્તરઃ
શ્રીમદે ‘સ્ત્રીનીતિબોધક પુસ્તકનો પહેલો ભાગ સોળસત્તર વર્ષની ઉંમરે લખેલો.

પ્રશ્ન 23.
મુંબઈમાં શ્રીમદે શાના પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા?
ઉત્તરઃ
મુંબઈમાં શ્રીમદે શતાવધાન પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા.

પ્રશ્ન 24.
શ્રીમદ્જીના “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ પદને ગાંધીજીએ શામાં સ્થાન આપેલું?
ઉત્તરઃ
શ્રીમદ્જીના “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ પદને ગાંધીજીએ આશ્રમ ભજનાવલિમાં સ્થાન આપેલું.

પ્રશ્ન 25.
વિરલ વિભૂતિ’ પાઠના લેખકની દષ્ટિએ કોની કોની વચ્ચેનું જીવન ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે?
ઉત્તરઃ
“વિરલ વિભૂતિ’ પાઠના લેખકની દષ્ટિએ ગાંધીજી અને શ્રીમદ્ વચ્ચેનું જીવન ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે.

પ્રશ્ન 26.
શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં ઉત્તરોત્તર કઈ દશા નિર્ણાયક બનતી ગયેલી?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં સદેહે વિદેહીની દશા નિર્ણાયક બનતી ગયેલી.

પ્રશ્ન 27.
શ્રીમદ્ભો ગાંધીજીને પરિચય કોણે કરાવી આપેલો?
ઉત્તર :
ડૉ. પ્રાણજીવન મહેતાએ શ્રીમદ્રનો ગાંધીજીને પરિચય કરાવી આપેલો.

પ્રશ્ન 28.
શ્રીમદ્ મન દેહ શેનું સાધન માત્ર હતું?
ઉત્તરઃ
શ્રીમદ્ મન દેહ ધર્મસાધનાનું સાધન માત્ર હતું.

પ્રશ્ન 29.
વિસ્લ વિભૂતિ’ કૃતિમાં જણાવ્યા પ્રમાણે “સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું?
ઉત્તરઃ
‘વિરલ વિભૂતિ’ કૃતિમાં જણાવ્યા પ્રમાણે “સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ શ્રીમદ્ રાજચંદ્રને પ્રાપ્ત થયું હતું.

પ્રશ્ન 30.
ગાંધીજીએ શ્રીમદ્જીના કયા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું?
ઉત્તરઃ
ગાંધીજીએ શ્રીમના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું.

પ્રશ્ન 31.
લેખકની દષ્ટિએ શ્રીમદ્ કઈ પરંપરામાં આજના યુગના મહાન તીર્થકર સમાન હતા?
ઉત્તર :
લેખકની દષ્ટિએ શ્રીમદ્ જૈન તીર્થકરોની પરંપરામાં આજના યુગના મહાન તીર્થકર સમાન હતા.

પ્રશ્ન 32.
વિરલ વિભૂતિ પાઠમાં કોના જીવન – દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે?
ઉત્તરઃ
‘વિરલ વિભૂતિ’ પાઠમાં શ્રીમદ્ રાજચંદ્રના જીવન – દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે.

પ્રશ્ન 33.
“દેહ છતાં વિદેહી દશા’ આ શબ્દો કોને લાગુ પડે છે?
ઉત્તર :
“દેહ છતાં વિદેહી દશા’ આ શબ્દો શ્રીમદ્ રાજચંદ્રને લાગુ પડે છે.

પ્રશ્ન 34.
આત્માર્પિત અપૂર્વજીનો ક્યો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં છે?
ઉત્તરઃ
આત્માપિત અપૂર્વજીનો ‘વિરલ વિભૂતિ’ પાઠ અમારાં પાઠ્યપુસ્તકમાં છે.

4. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરોઃ

પ્રશ્ન 1.
શ્રીમદ્ રાજચંદ્રનું જન્મસમયનું નામ શું હતું?
A. ધનનંદન
B. બુદ્ધિનંદન
C. લક્ષ્મીનંદન
D. નંદનંદન
ઉત્તરઃ
C. લક્ષ્મીનંદન

5. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

“અ” ઉક્તિ) “બ” (પાત્ર)
1. છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો?’ a. મામા
2. “ઘીનો લોટો વધારે સાચવીશું.’ b. શ્રીમદ્
3. તમે કોની સાથે આવ્યા છો?” c. દાદાજી
4. “ગુજરી જવું એટલે શું? d. છોકરાઓ
5. “ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો.” e. સંત

ઉત્તરઃ

“અ” ઉક્તિ) “બ” (પાત્ર)
1. છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો?’ e. સંત
2. “ઘીનો લોટો વધારે સાચવીશું.’ d. છોકરાઓ
3. તમે કોની સાથે આવ્યા છો?” a. મામા
4. “ગુજરી જવું એટલે શું? b. શ્રીમદ્
5. “ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો.” c. દાદાજી

વિરલ વિભૂતિ વ્યાકરણ Vyakaran

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ

  1. જીજ્ઞાસા – (જીજ્ઞાષા, જીજ્ઞાશા, જિજ્ઞાસા)
  2. નૂકશાન – (નુકશાન, નુકસાન, નૂકસાન)
  3. સર્વોત્કૃષ્ઠ – (સર્વત્કૃષ્ટ, સર્વાત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ)
  4. નિષ્ઠા – (નીષ્ઠા, નિષ્ઠા, નષ્ટા)
  5. રુજુ – (જુ, રૂજુ, જૂ)
  6. મુલ્યવાન – (મૂલ્યમાન, મૂલ્યવાન, મૂલવાન)
  7. પ્રતીષ્ઠિત – (પ્રતિષ્ટિત, પ્રતિષ્ઠિત, પ્રતિષ્ટિત)
  8. પ્રસીધ્ધ – (પ્રસીદ્ધ, પ્રસિધ્ધ, પ્રસિદ્ધ)
  9. આત્મસિધ્ધિ – (આત્મસિધ્ધી, આત્મસિદ્ધિ, આત્મસીદ્ધી)
  10. અધ્યાત્મિક – (આધ્યાત્મીક, આધ્યાત્મિક, અધ્યાત્મીક)

ઉત્તરઃ

  1. જિજ્ઞાસા
  2. નુકસાન
  3. સર્વોત્કૃષ્ટ
  4. નિષ્ઠા
  5. ઋજુ
  6. મૂલ્યવાન
  7. પ્રતિષ્ઠિત
  8. પ્રસિદ્ધ
  9. આત્મસિદ્ધિ
  10. આધ્યાત્મિક

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. સત્ + સંગ = (સત્સંગ, સંત્સગ, સંસર્ગ)
  2. અભિ + આસ = (અભિયાસ, અભ્યાસ, અભિયાસ્ય)
  3. વિ + આધિ = (વિયાધિ, વ્યાધિ, વ્યાધી)
  4. શત્ + અવધાન = (સત્વધાન, શતાવધાન, શતાવધાન)
  5. સન્ + કૃતિ = (સંસ્કૃતિ, સંસ્કૃતિ, સંસ્કૃતિ)
  6. મનઃ + મંથન = (મનોમંથન, મનમંથન, મંથન)
  7. સમ્ + આધિ = (સમધિ, સમાધિ, સમાધી)
  8. અધિ + અયન = (અધ્યયન, અધિયન, અધ્યાયન)
  9. સૂત્ર + આત્મન્ + ક = (સૂત્રાત્મક, સૂત્રત્મક, સુત્રાત્મક)
  10. વિ + અવતાર = (વિવહાર, વ્યવહાર, વ્યાવહાર)
  11. સમ્ + આધીન = (સમાધાન, સમધાન, સામાધાન)
  12. મહા + અનુભાવ = (મહાનુભાવ, મહાનભાવ, મહાનોભાવ)

ઉત્તરઃ

  1. સત્સંગ
  2. અભ્યાસ
  3. વ્યાધિ
  4. શતાવધાન
  5. સંસ્કૃતિ
  6. મનોમંથન
  7. સમાધિ
  8. અધ્યયન
  9. સૂત્રાત્મક
  10. વ્યવહાર
  11. સમાધાન
  12. મહાનુભાવ

3. નીચેના શબ્દોની સાચી સંધિ છોડોઃ

  1. સંસ્કાર = (સમ્ + કાર, સત્ + કાર, સંક્ + આર)
  2. સ્મરણ = (સ્મ + અન, સ્મર + ન, સ્મરુ + અન)
  3. અધ્યાત્મ = (અધ્ય + આત્મ, અધિ + આત્મ, આધ્ય + આત્મ)
  4. ઉત્કૃષ્ટ = (ઉત્ + કૃષ્ટ, ઉત્ + કુષ્ટ, ઉત્ક + ષ્ટ)
  5. શ્રવણ = (શ્રો + અન, શ્રવ + ન, શ્રાવ)
  6. ભાષાંતર = (ભાષ + અંતર, ભાષા + અંતર, – ભાસ્ + અંતર)
  7. ધર્માચરણ = (ધર્મ + આચરણ, ધમ + ચરણ, ધર્મ + અચરણ)
  8. ઉજ્વળ = (ઉ + જવળ, ઉ જ્વલ, ઉદ્ + જ્વલ)
  9. સ્વચ્છ = (સુ + અચ્છ, સ્વ + ચ્છ, સંધિ છૂટી ન પડે)
  10. ભજનાવલિ = (ભજન + આવલિ, ભજના + વિલિ, ભજુ + અનાવલિ)
  11. અનાસક્ત = (અન્ + આસક્ત, અનાર્ + અક્ત, અનાસક્)
  12. અનુપમ = (અન્ + ઉપમા, અનુપ + મ, અન્ + ઉપમક)

ઉત્તર :

  1. સમ્ + કાર
  2. અન
  3. અધિ + આત્મ
  4. ઉત્ + કૃષ્ટ
  5. શ્રો + અન
  6. ભાષા + અંતર
  7. ધર્મ + આચરણ
  8. ઉદ્ + ક્વલ
  9. સુ + અચ્છ
  10. ભજન + આવલિ
  11. અન્ + આસક્ત
  12. અન્ + ઉપમા

4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. શતાવધાની – (ઉપપદ, તપુરુષ, બહુવીહિ)
  2. તટસ્થ – (બહુવ્રીહિ, કર્મધારય, ઉપપદ)
  3. સુવર્ણચંદ્રક – (તપુરુષ, મધ્યમપદલોપી, દ્વિગુ)
  4. મહાત્મા – (કર્મધારય, તપુરુષ, ઉપપદ)
  5. લક્ષ્મીનંદન – (તપુરુષ, હિંગુ, દ્વન્દ્ર)
  6. યુગપ્રવર્તક – (બહુવ્રીહિ, ઉપપદ, કર્મધારય)
  7. મનોમંથન – (મધ્યમપદલોપી, ઉપપદ, કર્મધારય)
  8. આત્મજ્ઞાન – (બહુવ્રીહિ, કર્મધારય, મધ્યમપદલોપી)
  9. સુપ્રતિષ્ઠિત – (કર્મધારય, ઉપપદ, તપુરુષ)
  10. રહેણીકહેણી – (દ્વિગુ, કન્દ, તપુરુષ)
  11. નિર્મળ – (૮ન્દ્ર, ઉપપદ, બહુવ્રીહિ)
  12. ભાષાંતર – (કર્મધારય, તપુરુષ, બહુવીહિ)
  13. ગૃહસ્થ – (ઉપપદ, તપુરુષ, બહુવ્રીહિ)
  14. ઘરવ્યવહાર – (તપુરુષ, કન્દ, ઉપપદ)

ઉત્તરઃ

  1. બહુવ્રીહિ
  2. ઉપપદ
  3. મધ્યમપદલોપી
  4. કર્મધારય
  5. તપુરુષ
  6. ઉપપદ
  7. મધ્યમપદલોપી
  8. મધ્યમપદલોપી
  9. કર્મધારય
  10. દ્વન્દ્ર
  11. બહુવ્રીહિ
  12. કર્મધારય
  13. ઉપપદ
  14. તપુરુષ

5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. મરણ
  2. ઉદાસી
  3. કુરિવાજ
  4. સાંઢણી
  5. પ્રબળ
  6. મૂલ્યવાન
  7. અનુરાગ
  8. વ્યાધિ
  9. બ્રહ્મચર્ય
  10. વ્યક્તિત્વ
  11. રાજકીય
  12. ઉત્કૃષ્ટ

ઉત્તરઃ

  1. પરપ્રત્યય
  2. પૂર્વપ્રત્યય/પરપ્રત્યય
  3. પૂર્વપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. પૂર્વપ્રત્યય
  6. પરપ્રત્યય
  7. પૂર્વપ્રત્યય
  8. પૂર્વપ્રત્યય
  9. એક પણ પ્રત્યય નહિ
  10. પરપ્રત્યય
  11. પરપ્રત્યય
  12. પૂર્વપ્રત્યય

6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

  1. પેઢી = (પેટી, દુકાન, ગ્રાહકો
  2. સાંઢણી = (ઊંટડી, ઘોડી, બળદની ખૂંધ)
  3. સંવાદ = (વાદવિવાદ, વાર્તાલાપ, સુલેહ)
  4. અવધાન = (વ્યવધાન, આડખીલી, એકાગ્રતા)
  5. મતલબ = (નિસ્બત, ખ્યાલ, વિષય)
  6. બોધ = (મૂલ્ય, ઉપદેશ, તાત્પર્ય)
  7. નિષ્ઠા = (આસ્થા, ધર્મ, ફરજ).
  8. પ્રબળ = (દઢ, બળપ્રદ, તાકાતવીર)

ઉત્તરઃ

  1. દુકાન
  2. ઊંટડી
  3. વાર્તાલાપ
  4. એકાગ્રતા
  5. ખ્યાલ
  6. ઉપદેશ
  7. આસ્થા
  8. દઢ

7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

  1. સમુદાય – (દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
  2. ગાંધીજી – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
  3. ગ્રંથ – (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
  4. ઘી – (દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  5. નિષ્ઠા – (જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  6. મંડળ – (સમૂહવાચક, ભાવવાચક, જાતિવાચક)
  7. મુંબઈ – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
  8. જ્ઞાન – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)

ઉત્તરઃ

  1. સમૂહવાચક
  2. વ્યક્તિવાચક
  3. જાતિવાચક
  4. દ્રવ્યવાચક
  5. ભાવવાચક
  6. સમૂહવાચક
  7. વ્યક્તિવાચક
  8. ભાવવાચક

8. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
  2. શ્રીમદ્રનાં અઢળક આંતરિક ગુણસંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
  3. શીરાની જેમ ગળે ઊતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ્ રાજચંદ્ર! – (સજીવારોપણ, દષ્ટાંત, અનન્વય)
  4. તેઓ આજના યુગના મહાન તીર્થકર સમાન હતા. – (રૂપક, અનન્વય, ઉપમા)
  5. દેહ છાશ જેવો સામાન્ય છે. – (ઉપમા, રૂપક, દષ્ટાંત)

ઉત્તરઃ

  1. ઉપમા
  2. રૂપક
  3. દિગંત
  4. ઉપમા
  5. ઉપમા

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
9. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

  1. ગળે ઊતરવું – સરળતાથી સમજાઈ જવું
  2. ઠેકાણે પાડી દેવું – મારી નાખવું, પતાવી દેવું
  3. પીછો ન છોડવો – સતત આગ્રહ રાખવો
  4. કંઠી બંધાવવી – ગુરુ પાસેથી ધર્મની કંઠી પહેરાવવી
  5. ગુજરી જવું – મૃત્યુ પામવું, દેવલોક થવું
  6. આંખો ભરાઈ આવવી – રડી પડવું, આંખમાં આંસુ આવવાં
  7. કારસો ઘડવો – પ્રપંચ કરવો, યુક્તિ કરવી
  8. ગંધ આવવી – અણસાર આવી જવો, ખબર પડી જવી
  9. ચેતવી દેવું – સાવચેત કરી દેવું
  10. મુગ્ધ કરી દેવું – ચકિત કરી દેવું

10. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  1. માતા તરફનાં સગાંસંબંધી – માતૃપક્ષ
  2. જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગૂઢમંત્ર – બીજમંત્ર
  3. સૂત્રમાં કહેવાની લેખનરીતિ – સૂત્રાત્મક શૈલી
  4. તત્ત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ – દર્શનગ્રંથ
  5. એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના, ક્રમમાં યાદ રાખવાની શક્તિ – શતાવધાની શક્તિ
  6. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ – પારદર્શિતા
  7. યુગ પ્રવર્તાવનાર, યુગ બદલનાર – યુગપ્રવર્તક
  8. આસક્ત ન હોય એવું – અનાસક્ત

11. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. સત્સંગ
  2. સ્મરણ
  3. પ્રારંભ
  4. જ્ઞાન
  5. લીલી
  6. કજોડું
  7. આસક્ત
  8. હિંસા
  9. પરહિત
  10. સમાન
  11. સતેજ
  12. અપકાર
  13. નિવૃત્ત

ઉત્તરઃ

  1. સત્સંગ ✗ કુસંગ
  2. સ્મરણ ✗ વિસ્મરણ
  3. પ્રારંભ ✗ અંત
  4. જ્ઞાન ✗ અજ્ઞાન
  5. લીલી ✗ સૂકી
  6. કજોડું ✗ સજોડું
  7. આસક્ત ✗ અનાસક્ત
  8. હિંસા ✗ અહિંસા
  9. પરહિત ✗ સ્વહિત
  10. સમાન ✗ અસમાન
  11. સતેજ ✗ નિસ્તેજ
  12. અપકાર ✗ ઉપકાર
  13. નિવૃત્ત ✗ પ્રવૃત્ત

12. નીચેના શબ્દોના અર્થ આપોઃ

  1. સુરત – સૂરત
  2. શત – સત
  3. નિવૃતિ – નિવૃત્તિ
  4. ગારો – ગાળો
  5. ભર્યું – ભળ્યું

ઉત્તરઃ

  1. સુરત – એ
    નામનું શહેર
  2. શત – સો
    સૂરત – ચહેરો
    સત – સાચું
  3. નિવૃતિ – સંતોષ
  4. ગારો – કાદવ
    નિવૃત્તિ – નિરાંત
    ગાળો – અમુક સમય
  5. ભર્યું – સંઘર્યું
    ભળ્યું – ભેગું મળી જવું

13. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

  1. મસાણ
  2. કારસો
  3. ધીકતો
  4. નોખું

ઉત્તરઃ

  1. સ્મશાન
  2. યુક્તિ
  3. ધમધોકાર
  4. નિરાળું

14. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો

  1. … એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન !
  2. રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું.
  3. ચાર વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું.
  4. તેમને બે પુત્રો અને બે પુત્રી હતાં.
  5. શ્રીમદ્ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા.
  6. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ નામનો એકસો બેતાળીસ ગાથાનો પદ્યમયગ્રંથ છે.

ઉત્તરઃ

  1. એક – સંખ્યાવાચક, આધ્યાત્મિક – ગુણવાચક
  2. નોખું, નિરાળું – ગુણવાચક
  3. ચાર – સંખ્યાવાચક
  4. બે – બે – સંખ્યાવાચક
  5. પ્રભાવશાળી – ગુણવાચક
  6. એકસો બેતાળીસ – સંખ્યાવાચક

15. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. નાની ઉંમરે શ્રીમ જાતિસ્મરણનું જ્ઞાન જન્મેલું.
  2. રાજકોટમાં તેમણે શરીરનો ત્યાગ કર્યો.
  3. ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિતાને જોઈ હતી.
  4. હવે અમીચંદકાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં.
  5. (તેઓ) હવાફેર માટે કેટલાંક સ્થળોએ ગયેલા.
  6. ઘીનો લોટો વધારે સાચવીશું.

ઉત્તરઃ

  1. નાની ઉંમરે – પ્રમાણવાચક
  2. રાજકોટમાં – સ્થાનવાચક
  3. ભડભડ – રીતિવાચક
  4. હવે – સમયવાચક
  5. કેટલાંક – માત્રાસૂચક
  6. વધારે – માત્રાસૂચક

18. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. મુગ્ધ
  2. ગ્રહણ
  3. ક્રમ
  4. ચિત્ત
  5. શ્રીમદ્

ઉત્તરઃ

  1. મુગ્ધ – ન્ + ઈ + ણ્ + ૬ + અ
  2. ગ્રહણ – ગુ + ૨ + અ + ણ્ + અ + ણ્ + આ
  3. ક્રમ – ક + ૨ + અ + મેં
  4. ચિત્ત – સ્ + ઈ + ત્ + આ
  5. શ્રીમદ્ – શું + ૨ + ઈ + મ્ + અ + ૬

17. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું.
2. કર્મણિરચના 2. શ્રીમદ રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો.
3. તેઓ એકલા ચાલ્યા ગયા.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના શ્રીમદ રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો.
2. કર્મણિરચના ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું.

પ્રશ્ન 2.

“અ” “બ”
1. કર્તરિરચના 1. તેમના દ્વારા પ્રભાવક મંડળની સ્થાપના કરાવેલી.
2. કર્મણિરચના 2. (અમે) ઘીનો લોટો વધારે સાચવીશું.
3. તેમનાથી ગહન ચિંતનમાં ડૂબી જવાયું!

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના (અમે) ઘીનો લોટો વધારે સાચવીશું.
2. કર્મણિરચના તેમના દ્વારા પ્રભાવક મંડળની સ્થાપના કરાવેલી.

પ્રશ્ન 3.

“અ”  “બ”
1. ભાવેરચના  1. રાજકોટમાં તેમણે શરીરનો ત્યાગ કર્યો.
2. પ્રેરકરચના  2. એમનાથી એકલા ચાલ્યા જવાતું.
 3. ભાગીદારે શ્રીમદ્ રાજચંદ્ર પાસે રંગૂનમાં પણ ઝવેરાતની દુકાન ખોલાવી હતી.

ઉત્તરઃ

“અ”  “બ”
1. ભાવેરચના એમનાથી એકલા ચાલ્યા જવાતું.
2. પ્રેરકરચના ભાગીદારે શ્રીમદ્ રાજચંદ્ર પાસે રંગુનમાં પણ ઝવેરાતની દુકાન ખોલાવી હતી.

પ્રશ્ન 4.

“અ” “બ”
1. ભાવેરચના 1. મામાઓ દ્વારા ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડાયેલો.
2. પ્રેરકરચના 2. અમીચંદકાકાથી હાલી ચાલી કે બોલી શકાશે નહિ.
3. ગામમાં આવતા રામદાસજી નામના-સાધુ પાસે બાળવયે કંઠી બંધાવેલી.

ઉત્તર :

“અ” “બ”
1. ભાવેરચના અમીચંદકાકાથી હાલી ચાલી કે બોલી શકાશે નહિ.
2. પ્રેરકરચના ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળવયે કંઠી બંધાવેલી.

18. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવોઃ

  1. છોકરાઓએ જવાબ આપ્યો.
  2. એક દિવસ કંઠી તૂટી જતાં, ફરીથી તે બાંધી નહોતી.
  3. શ્રીમદ્ વિશે તેમણે લખ્યું છે.

ઉત્તરઃ

  1. સંતે છોકરાઓ દ્વારા જવાબ અપાવ્યો.
  2. એક દિવસ કંઠી તૂટી જતાં, ફરીથી સાધુ પાસે તે બંધાવી નહોતી.
  3. શ્રીમદ્ વિશે તેમણે વિદ્વાનો પાસે લખાવડાવ્યું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 20 વિરલ વિભૂતિ Textbook Questions and Answers

વિરલ વિભૂતિ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા?
(A) શ્રીમદ્ રાજચંદ્ર
(B) વિનોબા ભાવે
(C) લોકમાન્ય ટિળક
(D) ગોપાલકૃષ્ણ ગોખલે
ઉત્તરઃ
(A) શ્રીમદ્ રાજચંદ્ર

પ્રશ્ન 2.
મનુષ્યદેહ શાના જેવો છે?
(A) છાશ
(B) દૂધ
(C) ધી
(D) દહીં
ઉત્તરઃ
(A) છાશ

પ્રશ્ન 3.
શ્રીમદ્ રાજચંદ્ર લખેલો તત્ત્વજ્ઞાનથી ભરપૂર ચિંતનગ્રંથ કયો છે?
(A) પુષ્પમાળા
(B) મોક્ષમાળા
(C) ભાવમાળા
(D) રાજમાળા
ઉત્તરઃ
(B) મોક્ષમાળા

2. એક-એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
શતાવધાની શક્તિ એટલે શું?
ઉત્તર
શતાવધાની શક્તિ એટલે એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના, ક્રમમાં યાદ રાખવાની શક્તિ.

પ્રશ્ન 2.
મનુષ્ય આત્મા શાના જેવો છે?
ઉત્તરઃ
મનુષ્ય – આત્મા મૂલ્યવાન ઘી જેવો છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો?
ઉત્તરઃ
શ્રીમદ્ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા, ભણતા, ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં સાત વર્ષ લાગે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. આ પરથી કહી શકાય કે, શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી.

પ્રશ્ન 2.
શ્રીમદ્ રાજચંદ્રની જીવદયા અને કરણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે?
ઉત્તરઃ
શ્રીમદ્ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા – આપ્યું. શાક સુધારવા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા. આ જોઈ તેમની આંખો ભરાઈ આવી. તેમનામાં જીવદયા અને કરુણા હતાં એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે.

પ્રશ્ન 3.
કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા?
ઉત્તરઃ
શ્રીમદ્ગા કાકાજી સસરા ડૉ. મહેતાએ ગાંધીજીને શ્રીમદ્દો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય કરાવ્યો. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદ્ વાંચી સંભળાવ્યા.

આ પછી શ્રીમદ્ સહજ રીતે, એક પછી એક, બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા! ત્યારે ગાંધીજી એમની શતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા.

પ્રશ્ન 4.
ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો.
ઉત્તરઃ
ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમની સ્મરણશક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમના જીવનમાંથી ગ્રહણ કર્યું છે.

ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મસંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્નો પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું.

શ્રીમદ્જીની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દઢ થયા હતા. ગાંધીજીએ શ્રીમજીના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમલિખિત કાવ્ય “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?”

“આશ્રમ ભજનાવલિ’માં સ્થાન પામ્યું છે. આ દષ્ટિએ જોતાં એમ કહી શકાય કે, ગાંધીજીનો શ્રીમજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *