GJN 10th Gujarati

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 5 દીકરી (First Language)

Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 5 દીકરી (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 5 દીકરી (First Language)

દીકરી Summary in Gujarati

દીકરી કાવ્ય – પરિચય

Class 10 Gujarati Textbook Solutions Chapter 5 દીકરી (First Language) 1
– અશોક ચાવડા બેદિલ’ [જન્મઃ 23 – 08 – 1978).

દીકરી વહાલનો દરિયો’ એવી દીકરીનું ગૌરવ અહીં આ કાવ્યમાં ગઝલસ્વરૂપે થયું છે. અહીં કવિને દીકરીમાં સ્વર્ગની એકએક દેવીની ઝલક દેખાય છે. તેમની દષ્ટિએ દીકરી તો જાણે કોઈ ખડકમાંથી કોતરેલું શિલ્પ !

કવિએ એક – એક પંક્તિમાં પોતાના જીવનમાં દીકરીનાં સ્થાન અને માન કેવાં રહ્યાં છે, તેને વાચા આપી છે. દીકરીને વળાવતી વખતે તેના માથે હાથ મૂકી તેને આશિષ આપનાર પિતાને આજે હાથ દેતી આ સમજણી દીકરી સહારો આપે છે.

જ્યારે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે લગ્નની ભીડમાં પણ કવિની આંખો દીકરીની યાદમાં ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી સાક્ષાત્ પ્રગટ થાય છે.

કવિ બાલમુકુંદ દવેએ દીકરીને તુલસીનો ક્યારો’ કહીને તેની પવિત્રતાને મૂલવી છે, જ્યારે અહીં કવિના મતે પિતા પ્રત્યે સ્નેહનું ઝરણું વહાવતી, શરમાળ, સુખડ – ચંદનની સુગંધ અને શીતળતા વરસાવતી દીકરી મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વનું પવિત્ર રૂપ છે.

કાવ્યની સમજૂતી

સ્વર્ગની એક – એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ – ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે.

સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ (ફળ) છે. (જાણે) કોઈ વરસોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે.

લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશાં ફડક(બીક)માં ઊછરતી રહી છે.

પહેલાં જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો, આશિષ દેતો. આજે એ મને હાથ દે (સહારો આપે) છે. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે.

જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગાંસંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતાં આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે.

દીકરી શબ્દાર્થ

  • સ્વર્ગ – દેવોનો લોક.
  • ઝલક – શોભા, તેજસ્વિતા.
  • સુખડ – ચંદન – ચંદનના ઝાડનું સુગંધી લાકડું.
  • તિલક – કપાળમાં કરવામાં આવતું ટીલું.
  • સ્નેહ – હેત, પ્રેમ.
  • ઝરણું – જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો.
  • પરિણામ – ફળ.
  • કોતરવું – નકશી કરવી.
  • ગૌરીવ્રત – ગૌરી(પાર્વતી)ની પૂજાનું વ્રત.
  • કાયમથી – હંમેશાં.
  • ફડક – ચિંતા.
  • શિર – મસ્તક, માથું.
  • વિસ્તરવું – ફેલાવું.
  • સમજણ – ડહાપણ, શાણપણ.
  • ફલક – આસમાન, સ્વર્ગ.
  • સૂર – સ્વર.
  • શરણાઈ – ફૂંકીને વગાડવાનું એક વા.
  • ભીની થવી – ભીંજાવી.
  • પલક – પાંપણનો પલકારો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 5 દીકરી Important Questions and Answers

દીકરી પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“દીકરી” ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે?
ઉત્તરઃ
“દીકરી” ગઝલમાં કવિએ દીકરીનાં ગૌરવ અને ગુણોને મૂલવ્યાં છે. કવિને સ્વર્ગની એક – એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ – ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે.

દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વરસો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશાં ફડક(બીક)માં ઊછરતી રહી છે.

એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશિષ આપ્યાં એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે! આજે એ મને હાથ દે છે અર્થાતું મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ ભુલાય?

જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગાંસંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ, વહાલી અને મીઠડી દીકરીનાં ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશાં પિતાના હૃદયમાં રહેવાનાં.

પ્રશ્ન 2.
“દીકરી” કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર :
દીકરી’ ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. દીકરીમાં કવિને સ્વર્ગની એક – એક દેવીની ઝલક પ્રતીત થાય છે. ખડકમાંથી, વરસોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કવિને લાગે છે. જીવનમાં દીકરીનાં માન અને સ્થાન કવિએ વાત કરી છે.

જેના માથે હાથ મૂકીને આશિષ આપ્યા હતા, એ પિતાને દીકરી હાથ આપે છે, સહારો આપે છે. શરણાઈ સૂર સાંભળી, લગ્નની ભીડમાં પિતાકવિની આંખ ભીની થઈ જાય છે.

કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી, શરમાળ, સુશીલ, સુખડ – ચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે?
ઉત્તર :
દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ, દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે.

પ્રશ્ન 2.
“જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે’ એમ કવિ શા માટે કહે છે?
ઉત્તરઃ
‘જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે! દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે. એમાં વહાલ છે તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે.

પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમને હાથ દેશે. એમનો સહારો બનશે, એમને હૂંફ આપશે.’

પ્રશ્ન 3.
“સૂર, શરણાઈ, સગાંસંબંધીઓની ભીડમાં, ભીની પલક’ શબ્દો શું સૂચવે છે?
ઉત્તરઃ
“સૂર, શરણાઈ, સગાંસંબંધીઓની ભીડમાં, ભીની પલક’ શબ્દો એક પિતાની દીકરીના વિરહની વેદના સૂચવે છે. જ્યારે શરણાઈના સૂર સંભળાય ત્યારે સગાંસંબંધીઓની ભીડમાં પણ પિતા સંયમ રાખી શકતા નથી.

દીકરીની યાદમાં તેમની આંખ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં પિતાને પોતાની દીકરી જ પ્રત્યક્ષરૂપે દેખાય છે.

પ્રશ્ન 4.
“ઊછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી’ એમ કવિ શા માટે કહે છે?
ઉત્તરઃ
દીકરી બાપને ત્યાં ઊછરે છે, ત્યારે એના ઉછેરમાં કેટલાંક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનોથી ડરતાં ડરતાં જીવે છે, તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઊછરે છે.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે?
ઉત્તરઃ
સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે.

પ્રશ્ન 2.
કવિ શાના તિલકમાં દીકરીને જુએ છે?
ઉત્તરઃ
કવિ સુખડ, ચંદન તેમજ કુમકુમના તિલકમાં દીકરીને જુએ છે.

પ્રશ્ન 3.
કોઈ વરસોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે?
ઉત્તર :
કોઈ વરસોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે.

પ્રશ્ન 4.
કોઈ ખડકમાં વરસોથી કોતરે છે, એનું પરિણામ કવિ કોને ગણાવે છે?
ઉત્તરઃ
કોઈ ખડકમાં વરસોથી કોતરે છે, એનું પરિણામ કવિ સ્નેહના ફૂટતા ઝરણાને ગણાવે છે.

પ્રશ્ન 5.
‘કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી પંક્તિનો અર્થ શો છે?
ઉત્તરઃ
“કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી’ – અર્થ: ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા – બાપ દીકરીને ઉછેરે છે.

પ્રશ્ન 6.
દીકરી કયું વ્રત કરે છે?
ઉત્તરઃ
દીકરી ગૌરીવ્રત કરે છે.

પ્રશ્ન 7.
સંસ્કાર – સંવર્ધનની હારમાળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી?
ઉત્તરઃ
સંસ્કાર – સંવર્ધનની હારમાળામાં શિક્ષણનો ઉલ્લેખ નથી.

પ્રશ્ન 8.
સંસારમાં રોજ – કાયમથી દીકરી કેવી રીતે જીવે છે?
ઉત્તરઃ
સંસારમાં રોજ – કાયમથી દીકરી ફડકથી જીવે છે.

પ્રશ્ન 9.
“સૂર, શરણાઈ અને ભીડદ્વારા કયું દશ્ય ફૂટ થાય છે?
ઉત્તરઃ
“સૂર, શરણાઈ અને ભીડ દ્વારા લગ્નનું દશ્ય ફૂટ થાય છે.

પ્રશ્ન 10.
“રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી’. આ પંક્તિમાં ‘પલકાના કયા બે અર્થ છે?
ઉત્તરઃ
“રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી’ આ પંક્તિમાંના પલક’ શબ્દના બે અર્થ : આંખનો પલકારો અને ક્ષણ.

પ્રશ્ન 11.
‘બેદિલ’ કોનું ઉપનામ છે?
ઉત્તરઃ
‘બેદિલ’ ઉપનામ કવિ અશોક ચાવડાનું છે.

પ્રશ્ન 12.
“દીકરી” કાવ્ય ક્યા કાવ્યસંગ્રહમાંથી લીધેલું છે?
ઉત્તરઃ
“દીકરી” કાવ્ય “પગરવ તળાવમાં’ કાવ્યસંગ્રહમાંથી લીધેલું છે.

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

  1. કૂમકૂમ – (કુમકુમ, કુમકુમ, કુમકુમ)
  2. પરીણામ – (પરિણામ, પરીણમ, પરિણમ)
  3. જલક – (ઝલક, ઝલ્લક, જલ્લક)
  4. ગોળીવ્રત – (ગૌરીવ્રત, ગૌરીવંત, ગૌરિવ્રત)
  5. દિકરી – (દીકરી, દિકરિ, દીકરિ)
  6. સરણાઈ – (ખરણાઈ, શર્કાઈ, શરણાઈ)

ઉત્તરઃ

  1. કુમકુમ
  2. પરિણામ
  3. ઝલક
  4. ગૌરીવ્રત
  5. દીકરી
  6. શરણાઈ

2. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. ગૌરીવ્રત – (દ્વન્દ્ર, હિંગુ, મધ્યમપદલોપી)
  2. સગાંસંબંધી – (ઉપપદ, બહુવ્રીહિ)
  3. લાજમર્યાદા – હિન્દુ, ઉપપદ, કર્મધારય)
  4. સુખડ – ચંદન – (ઉપપદ, દ્વન્દ્ર, બહુવ્રીહિ)

ઉત્તરઃ

  1. મધ્યમપદલોપી
  2. દ્વન્દ્ર
  3. દ્વન્દ્ર
  4. દ્વન્દ્ર

3. નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો: – સમજણ – (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
ઉત્તર:
પરપ્રત્યય

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો

  1. ફડક = (ચિતા, ચિંતા, રોફ)
  2. ભીડ = (મેદની વચ્ચે, પશુ)
  3. શિર = (ટોચ, શિખર, મસ્તક)
  4. ફલક = (ઊંડાણ, મેદાન, વિસ્તાર)
  5. ઝલક = (ઝબકારો, શોભા, રૂપરેખા)
  6. સૂર = (સ્વર, દેવ, વાંસળી)

ઉત્તરઃ

  1. ચિંતા
  2. મેદની
  3. મસ્તક
  4. વિસ્તાર
  5. શોભા
  6. સ્વર

5. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

  1. સ્નેહ – (દ્રવ્યવાચક, ભાવવાચક, સમૂહવાચક)
  2. ફડક – (સમૂહવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  3. શરણાઈ – (જાતિવાચક, વ્યક્તિવાચક, ક્રિયાવાચક)
  4. ઝરણું – (જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક)
  5. તિલક – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
  6. ભીડ – (સમૂહવાચક, જાતિવાચક, ભાવવાચક)

ઉત્તરઃ

  1. ભાવવાચક
  2. ભાવવાચક
  3. જાતિવાચક
  4. જાતિવાચક
  5. જાતિવાચક
  6. સમૂહવાચક

6. નીચેની પંક્તિઓમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી. – (સજીવારોપણ, રૂપક, ઉન્મેલા)
  2. ભીની પલકમાં દીકરી. – (શ્લેષ, યમક, રૂપક)
  3. જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે. – (વર્ણાનુપ્રાસ, સજીવારોપણ, ઉપમા)

ઉત્તર :

  1. સજીવારોપણ
  2. શ્લેષ
  3. વર્ણાનુપ્રાસ

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો: નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

  • માથે હાથ ફેરવવો – આશિષ આપવા
  • હાથ દેવો – સહારો આપવો, હૂંફ આપવી

8. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • દેવોનો લોક – સ્વર્ગ
  • જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો – ઝરણું
  • આંખનો પલકારો – પલક

9. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

  1. શરમ
  2. સમજ
  3. ભીનું
  4. સ્વર્ગ
  5. સ્નેહ
  6. વિસ્તરે

ઉત્તરઃ

  1. શરમ ✗ બેશરમ
  2. સમજ ✗ અણસમજ
  3. ભીનું ✗ સૂકું
  4. સ્વર્ગ ✗ નરક
  5. સ્નેહ ✗ નફરત
  6. વિસ્તરે ✗ સંકોચાય

10. નીચેના શબ્દોના અર્થ આપો?

  1. ઉછરે – ઊછળે
  2. સૂર – સૂર
  3. પરિણામ – પરિમાણ
  4. રોજ – રોઝ

ઉત્તર :

  1. ઉછરે – વિકસિત થાય
    ઊછળે – કૂદે
  2. સૂર – અવાજ
    સૂર – સૂર્ય
  3. પરિણામ – ફળ
    પરિમાણ – માપ
  4. રોજ – હંમેશ
    રોઝ – ઘોડાને મળતું જંગલી પશુ

11. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી.
  2. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી.
  3. ભીની પલકમાં દીકરી.

ઉત્તરઃ

  1. એકેક – સંખ્યાવાચક
  2. સમજણના – સંબંધવાચક
  3. ભીની – ગુણવાચક

12. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી.
  2. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી.

ઉત્તર:

  1. એમ – રીતિવાચક
  2. રોજ – સમયવાચક

13. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. સ્વર્ગ
  2. ઝરણું
  3. મર્યાદા
  4. સૂર

ઉત્તરઃ

  1. સ્વર્ગ – સ્ + ન્ + અ + ૨+ ન્ + અ
  2. ઝરણું – ઝ + અ + ૨ + અ + ણ્ + ઉં
  3. મર્યાદા – મ્ + અ + ૨ + યુ + આ + ધ + આ
  4. સૂર – સ્ + ઊ + ૨

Class 10 Gujarati Textbook Solutions Chapter 5 દીકરી Textbook Questions and Answers

દીકરી સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો.

પ્રશ્ન 1.
દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે ?
(A) દેવોની ઝલકમાં
(B) પરીની ઝલકમાં
(C) દેવીઓની ઝલકમાં
(D) અપ્સરાની ઝલકમાં
ઉત્તરઃ
(A) દેવોની ઝલકમાં
(B) પરીની ઝલકમાં
(C) દેવીઓની ઝલકમાં 
(D) અપ્સરાની ઝલકમાં

પ્રશ્ન 2.
દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય ?
(A) પિતાને સહારો આપે છે તેથી
(B) પિતાને ખર્ચ કરાવે છે તેથી
(C) સાસરે જાય છે તેથી
(D) ABC માંથી એકપણ નહિ
ઉત્તરઃ
(A) પિતાને સહારો આપે છે તેથી 
(B) પિતાને ખર્ચ કરાવે છે તેથી
(C) સાસરે જાય છે તેથી
(D) આપેલ પૈકી એક પણ નહિ

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો.

પ્રશ્ન 1.
કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે ?
ઉત્તર :
કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે.

પ્રશ્ન 2.
‘દીકરીને માથે હાથ ફેરવવો’ અને ‘દીકરી હાથ દે’ એમાં શો ફરક છે ?
ઉત્તર :
“દીકરીને માથે હાથ ફેરવવો’ અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાનું વહાલ અને દીકરીનો સહારો.

3. નીચેના પ્રશ્નોના પાંચ-સાત વાક્યોમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી – મધુરી વાણીથી સૌનાં દિલ જીતી શકે.

તેનો સર્વાગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ.

પ્રશ્ન 2.
નીચેની કાવ્યપંક્તિ સમજાવો.
‘સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ-ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી’.
ઉત્તર :
પ્રસ્તુત કાવ્યપંક્તિઓ “દીકરી”નું મહત્ત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક – એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ – ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *