Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને?
Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને?
Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને?
સામગ્રી તો સમાજની છે ને? Summary in Gujarati
સામગ્રી તો સમાજની છે ને? કાવ્ય-પરિચય :
લેખક પરિચય : વિકાસ શર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર પોતાના અનુભવો વર્ણવતા હોય છે. આ અનુભવ અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે.
પાઠનો સારાંશ અહીં વર્ણવાયેલી ઘટના આંખ ઉઘાડે તેવી છે. પૈસા આપીને વસ્તુ ખરીદી હોય તો પણ એને બગાડવાનો અધિકાર કોઈનેય નથી. કારણ કે સામગ્રી આખા સમાજની છે. દરેક વસ્તુનો સાર્થક ઉપયોગ થવો જોઈએ એ સૃષ્ટિસંતુલન માટે પણ જરૂરી છે. વળી, પોતાને ઊંચા માનીને અન્ય દેશના લોકોને માટે પૂર્વગ્રહો ધરાવવા એ કેટલું ભ્રામક હોય છે એ પણ આ પ્રસંગ સમજાવે છે.
સામગ્રી તો સમાજની છે ને? શબ્દાર્થ :
- છાપ – એક વસ્તુ બીજી વસ્તુ ઉપર દબાવતાં ઊઠતી પ્રતિકૃતિ, બીજાના મન પરનો પ્રભાવ/અસર
- નિસ્બત – નાતો
- ગિરદી – લોકોની ભીડ
- ખણખોદિયું – ખણખોદ કરનારું, દોષ શોધનારું
- યુરો – યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ
- દંડ – સજા, શિક્ષા
- ખાણું – ભોજન, જમણ
- ઝટ – જલદી
- જણ – માણસ, વ્યક્તિ
- જરીક – થોડું, લગારેક
- ઢંઢોળવું – હલબલાવી સભાન બનાવવા, જગાડવું
- તળપદા શબ્દો ખાણું – ભોજન
- ઝટ – જલદી
- ઇંડાયેલું – બાકી છોડેલું
- જણ – માણસ, વ્યક્તિ
- જરીક – લગીર, સહેજ
Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને? Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કયો દેશ ઉઘોગ-ધંધાની દૃષ્ટિએ આગળ વૈધેલો દેશ છે ?
(A) જાપાન
(B) અમેરિકા
(C) ફ્રાંસ
(D) જર્મની
ઉત્તર :
(D) જર્મની
પ્રશ્ન 2.
કઈ દૃષ્ટિએ પણ જર્મની આગળ છે ?
(A) પત્રકારની
(B) મેગેઝિનની
(C) યંત્ર બનાવવામાં
(D) ટેક્નોલોજીની
ઉત્તર :
(D) ટેક્નોલોજીની
પ્રશ્ન 3.
કેવાં નગરોમાંયે ઉચ્ચ ટેક્નોલોજીવાળી વસ્તુઓ બનાવાય છે ?
(A) મોટાં મોટાં
(B) નાનાં નાનાં
(C) મધ્યમ કક્ષાનાં
(D) નિમ્ન કક્ષાનાં
ઉત્તર :
(B) નાનાં નાનાં
પ્રશ્ન 4.
લેખકને એકવાર ક્યાં જવાનું થાય છે ?
(A) ગામડે
(B) ચીન
(C) જર્મની
(D) નેધરલૅન્ડ
ઉત્તર :
(C) જર્મની
પ્રશ્ન 5.
એકવાર લેખકમિત્રો સાથે કયા શહેરમાં જાય છે ?
(A) હેમ્બર્ગ
(B) પેરિસ
(C) લંડન
(D) ન્યૂયોર્ક
ઉત્તર :
(A) હેમ્બર્ગ
પ્રશ્ન 6.
લેખકના મિત્રોએ ક્યાં પાર્ટી ગોઠવી હતી ?
(A) બાગમાં
(B) રેસ્ટોરાંમાં
(C) ધાબે
(D) સ્ટીમ્બરમાં
ઉત્તર :
(B) રેસ્ટોરાંમાં
પ્રશ્ન 7.
રેસ્ટોરાંમાં લેખકે શું ખાલી જોયું ?
(A) પાણીનાં જગ
(B) ટેબલો
(C) ડિશો
(D) ખુરશીઓ
ઉત્તર :
(B) ટેબલો
પ્રશ્ન 8.
એક ટેબલ ઉપર કોણ બેઠું હતું ?
(A) વૃદ્ધ દંપતી
(B) નાનાં બાળકો
(C) યુવાન દંપતી
(D) બે મિત્રો
ઉત્તર :
(C) યુવાન દંપત
પ્રશ્ન 9.
આ ટેબલ પર કેટલી ડિશ હતી ?
(A) ત્રણ
(B) બે
(C) એક
(D) ચાર
ઉત્તર :
(B) બે
પ્રશ્ન 10.
લેખકને છોકરો કેવો લાગ્યો ?
(A) ધનિક
(B) દારૂ પીધેલો
(C) ગાંડા જેવો
(D) કંજૂસ
ઉત્તર :
(D) કંજૂસ
પ્રશ્ન 11.
આપણો જુવાનડો છોકરીને કેવી રીતે આંજી નાખે ?
(A) જાતજાતની વાનગીઓથી
(B) જાતજાતની વાતોથી
(C) જાતજાતની મધી ગીફટથી
(D) જાતજાતની ઊંચી શરાબથી
ઉત્તર :
(A) જાતજાતની વાનગીઓથી
પ્રશ્ન 12.
બીજા ટેબલ ઉપર કોણ બેઠું હતું ?
(A) બે વૃદ્ધો
(B) બે સ્ત્રીઓ
(C) કેટલીક સ્ત્રીઓ
(D) કેટલાંક મિત્રો
ઉત્તર :
(C) કેટલીક સ્ત્રીઓ
પ્રશ્ન 13.
કોણ આવીને દરેક ડિશમાં પોતાના વાસણમાંથી ખાવાનું પીરસે છે ?
(A) મેનેજર
(B) રસોયો
(C) વેઈટર
(D) રસોયણ
ઉત્તર :
(C) વેઈટર
પ્રશ્ન 14.
દરેક જણ શું કરે છે ?
(A) બધું જ ખાઈ જાય
(B) થોડું જ ખાય છે
(C) ઘણું છાંડે છે
(D) પાણીથી હાથ ધૂએ છે.
ઉત્તર :
(A) બધું જ ખાઈ જાય
પ્રશ્ન 15.
ડિશમાં શું છાંડતા નથી ?
(A) એક બટાકુ
(B) એક સમોસ
(C) એક દાર્ણાય
(D) એક મરચું
ઉત્તર :
(C) એક દાર્ણાય
પ્રશ્ન 16.
રેસ્ટોરાંમાં શું ન હતું ?
(A) એ.સી.
(B) ખુરશી
(C) ગિરદી
(D) ધક્કામુક્કી
ઉત્તર :
(C) ગિરદી
પ્રશ્ન 17.
કેટલામા ભાગનું ભોજન ડિશોમાં ઇંડાયેલું હતું ?
(A) ચોથા ભાગનું
(B) બીજા ભાગનું
(C) ત્રીજા ભાગનું
(D) એક જ ભાગનું
ઉત્તર :
(C) ત્રીજા ભાગનું
પ્રશ્ન 18.
વૃદ્ધ સ્ત્રીઓ કોની સાથે અમારા વિશે વાત કરે છે ?
(A) યુવાનમિત્રો સાથે
(B) રેસ્ટોરાંના માલિક સાથે
(C) યુવાન સ્ત્રીઓ સાથે
(D) રસોયા સાથે
ઉત્તર :
(B) રેસ્ટોરાંના માલિક સાથે
પ્રશ્ન 19.
વૃદ્ધ સ્ત્રીઓએ લેખક સાથે કઈ ભાષામાં વાત કરી ?
(A) ફ્રેન્ચ
(B) જર્મન
(C) હિન્દી
(D) અંગ્રેજી
ઉત્તર :
(D) અંગ્રેજી
પ્રશ્ન 20.
એક જણીએ ફોનથી કોને બોલાવ્યો ?
(A) લકરના માણસને
(B) રેસ્ટોરાંના પુત્રને
(C) સોશિયલ સિક્યોરિટીના માણસને
(D) પોતાના લવરને
ઉત્તર :
(C) સોશિયલ સિક્યોરિટીના માણસને
પ્રશ્ન 21.
સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને કેટલો દંડ કર્યો ?
(A) 50 રૂપિયાનો
(B) 50 ડૉલરનો
(C) 50 પાઉન્ડનો
(D) 50 યુરીનો
ઉત્તર :
(D) 50 યુરીનો
પ્રશ્ન 22.
આ 50 યુરોનો દંડ કોષે ભર્યો ?
(A)
(B) લેખકના મિત્રોએ
(C) મેનેજરે
(D) વૃદ્ધ સ્ત્રીએ
ઉત્તર :
(B) લેખકના મિત્રોએ
પ્રશ્ન 23.
ડિશમાં છાંડેલી વાનગીઓ કોની છે ?
(A) ભિખારીની
(B) વેઈટરની
(C) વૃદ્ધ માણસોની
(D) સમાજની
ઉત્તર :
(D) સમાજની
પ્રશ્ન 24.
‘સામગ્રી તો સમાજની છે ને !’ પાઠના લેખક કોણ છે ?
(A) ધનશ્યામભાઈ વ્યાસ
(B) સુરેશ આચાર્ય
(C) કાશ્મિરા રાવલ
(D) વિકાસ શર્મા
ઉત્તર :
(D) વિકાસ શર્મા
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
લેખક ખાવાનું કેવી રીતે પતાવે છે ?
ઉત્તર :
લેખકને બીજાં પણ કામ હોવાથી ખાવાનું જલદી પતાવે છે.
પ્રશ્ન 2.
વૃદ્ધ સ્ત્રીઓને શું ગમ્યું નહોતું?
ઉત્તર :
અમે આટલો બધો ખોરાક અમારી ડિશમાં છોડીને ઊભા થઈ ગયેલા, તે આ વૃદ્ધ સ્ત્રીઓને ગમ્યું નહોતું.
પ્રશ્ન 3.
લેખકને આ સ્ત્રીઓ કેવી લાગી ?
ઉત્તર :
લેખકને આ સ્ત્રીઓ ખણખોદિયણ લાગી.
પ્રશ્ન 4.
લેખકે વૃદ્ધ સ્ત્રીઓને શો જવાબ આપ્યો ?’
ઉત્તર :
લેખકે આ વૃદ્ધ સ્ત્રીઓને કહ્યું : “અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત ?’
પ્રશ્ન 5.
લેખકના આ જવાબની પેલી વૃદ્ધ સ્ત્રીઓ પર કેવી અસર થઈ ?
ઉત્તર :
લેખકનો આ જવાબ સાંભળી પેલી વૃદ્ધ સ્ત્રીઓ ગુસ્સે થઈ ગઈ.
પ્રશ્ન 6.
એક જણીએ ફોન કરીને કોને બોલાવ્યો ?
ઉત્તર :
એક જણીએ ફોન કરીને સોશિયલ સિક્યોરિટીના માણસને બોલાવ્યો.
પ્રશ્ન 7.
સોશિયલ સિક્યોરિટીના માણસે શું પહેર્યું હતું ?
ઉત્તર :
સોશિયલ સિક્યોરિટીના માણસે યુનિફોર્મ પહેર્યો હતો.
પ્રશ્ન 8.
સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને કેટલો દંડ ફટકાર્યો ?
ઉત્તર :
સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને 50 યુરોનો દંડ ફટકાર્યો.
પ્રશ્ન 9.
પેલા ઑફિસરે કેવા અવાજમાં શું કહ્યું ?
ઉત્તર :
પેલા બૉફિસરે કડક અવાજ માં મક્કમતાથી કહ્યું કે ‘સાધન-સામગ્રી સમાજની છે અને તમને એનો બગાડ કરવાનો કોઈ હક્ક નથી.
પ્રશ્ન 10.
જર્મનીની સરખામણીમાં આપણો દેશ કેવો છે ?
ઉત્તર :
જર્મનીની સરખામણીમાં આપણો દેશ ગરીબ છે.
પ્રશ્ન 11.
આપણે કઈ વસ્તુઓનો બગાડ કરીએ છીએ ?
ઉત્તર :
આપણે ખોરાકની ચીજવસ્તુઓનો બગાડ કરીએ છીએ.
પ્રશ્ન 12.
અમને આ પ્રસંગ પરથી શું મળ્યું?
ઉત્તર :
અમને આ પ્રસંગ પરથી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ મળ્યો.
પ્રશ્ન 13.
દંડની ટિકિટનું આ લોકોએ શું કર્યું ?
ઉત્તર :
દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરીને દરેકે એક યાદગીરીરૂપે તેમની સાથે લીધી અને તેને તેમના ઓરડાની દીવાલ ઉપર ચોંટાડીને રાખી, કે જેથી તેઓ હવેથી કોઈ પણ વસ્તુનો બગાડ કરશે નહિ.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સિક્યોરિટી ઑફિસરના બયાન પછી લેખક અને તેના મિત્રો પર કેવી અસર થઈ ?
ઉત્તર :
સિક્યોરિટી ઑફિસરના બયાન પછી બધાં છોભીલા પડી ગયા. અમને ઑફિસરની વાત સાચી લાગી. ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈ અમને શરમ આવી. ભારતની ગરીબી યાદ આવી. અમારે પણ હવે આ બાબત ગંભીરતાથી વિચારવી પડશે એમ લાગ્યું. અમને ખોરાકનો બગાડ ગમતો નથી. હવે અમારી આંખો ઊઘડી ગઈ.
પ્રશ્ન 2.
દંડની ટિકિટનું લેખક અને મિત્રોએ શું કર્યું ?
ઉત્તર :
દેડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી. દરેકે પોતાના ધરના ઓરડાની દીવાલે ચોંટાડી; કે જેથી તેમને કાયમ યાદ રહે કે હવેથી કોઈ પણ વસ્તુનો બગાડ કરવાનો નથી; ને અમારી આદત સુધારવાની છે. આ ટિકિટથી અમને સારો બોધપાઠ મળ્યો.
નીચેના પ્રસ્તોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
લેખકનું જર્મની વિશેનું શું મંતવ્ય હતું?
ઉત્તર :
લેખક જર્મની વિશે એવું માનતા હતા કે જર્મની ખૂબ ધનવાન દેશ છે. લોકો મોજ શોખવાળું અને વૈભવવિલાસી જીવન જીવતાં હશે. પણ રૂબરૂ જતાં એમને ખ્યાલ આવ્યો કે તેઓ કોઈ પણ વસ્તુનો બગાડ કરતાં નથી અને જે કોઈ બગાડ કરે તો તેનો દેડ કરાવે છે. સમાજ પ્રત્યે એમની નિષ્ઠા ઉચ્ચ પ્રકારની છે. ગરીબો તરફ હમદર્દી બતાવે છે. જરૂર પૂરતી જ વસ્તુ ખાય છે. બગાડ જરા પણ કરતાં નથી.
નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.
- નિસ્બત – નાતો, સંબંધ
- ઝટ – જલદી
- ગિરદી – લોકોની ભીડ
- જણ – માણસ, વ્યક્તિ
- દેડ – સજા, શિક્ષા
- જરીક – થોડું, લગારેક
- ખાણું – ભોજન, જમા
- ઢંઢોળવું – જગાડવું
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો :
- શાંતિ × અશાંતિ
- કાયમ × કામચલાઉ
- કંજૂસ × ઉડાઉ
- ખોટી × સારી
- ધનવાન × ગરીબ
- બગાડ × સુધારા
- ધ્યાન × બેધ્યાન
- દંડ × ઇનામ
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.
આંજી નાખવું. અર્થ : $ક કરી નાખવું, પ્રભાવિત કરવું.
વા. પ્ર. – દેવયાનીબહેન પોતાની વાણીથી સૌને આંજી નાખે છે.
છોભીલા પડવું. અર્થ : શરમ અનુભવવી.
વા. પ્ર. – મિત્ર પાસે પૈસા માગીને હું છોભીલો પડી ગયો.
આંખ ન ઊઘડવી. અર્થ : સભાન/જાગૃત ન થવું.
વા. પ્ર. – દારૂ પીવાથી કુટુંબની બરબાદી થાય છે એ હું જાણું છું તો પણ મારી આંખ ઊઘડતી નથી.
પાઠ ભણાવવો. અર્થ : ખો ભુલાવવી, બોધપાઠ આપવો.
વા. પ્ર. – પોલીસે ચોરને રંગે હાથ પકડીને પાઠ ભણાવ્યો.
નાક કાપવું. અર્થ : આબરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું.
વા. પ્ર. – ભારતીય લોકો વિદેશમાં ગંદકી કરીને ભારતનું નાક કપાવે છે.
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- શામગરી – સામગ્રી
- ગીરદિ – ગિરદી
- દ્રષ્ટી – દષ્ટિ
- ખણખોદીઆ – ખણખોદિયા
- ટેકનોલોજિ – ટેક્નોલોજી
- પુરેપુરા – પૂરેપૂરા
- વિલાશી – વિલાસી
- સીક્યોરીટી – સિક્યોરિટી
- યુનીફોરમ – યુનિફૉર્મ
- જરમની – જર્મની
નીચેના શબ્દોના વિશેષણ બનાવો.
- શાંતિ – શાંત
- વિલાસ – વિલાસી
- તીવ્રતા – તીવ્ર
- અનુભવ – અનુભવી
- પૈસા – પૈસાદાર
- નકલ – નકલી
- શોખ – શોખીન
- ધન – ધનવાન
Class 10 Gujarati Textbook Solutions Chapter 6 સામગ્રી તો સમાજની છે ને? Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
હોટેલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા ?
(a) જથ્થાબંધ
(b) વધારે પડતું
(c) જરૂર પૂરતું
(d) વારંવાર મગાવતું હતું
ઉત્તર :
(c) જરૂર પૂરતું
પ્રશ્ન 2.
ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી ?
(a) તેઓ ભારતીય હતા
(c) બધા પુરુષો હતા
(b) તેઓ વિદેશી હતા
(d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા
ઉત્તર :
(d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વિદેશીઓ માટે લેખકને શો ખ્યાલ હતો ?
ઉત્તર :
વિદેશીઓ માટે લેખકને એવો ખ્યાલ આવે છે કે આ લોકો મૌજ શોખવાળું અને વૈભવવિલાસી જીવન જીવતાં હશે.
પ્રશ્ન 2.
વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર કેટલું પીરસતો હતો?
ઉત્તર :
વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર પોતાના વાસણમાંથી જરૂર પૂરતું જ ખાવાનું પીરસતો હતો.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે શું કર્યું?
ઉત્તર :
વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છોડનાર વિશે રેસ્ટોરાંના માલિકને ફરિયાદ કરી. લેખક સાથે અંગ્રેજીમાં વાત કરી અને ફોનથી સોશિયલ સિક્યોરિટીના માણસને બોલાવી 50 યુરોનો દંડ કરાવ્યો.
પ્રશ્ન 2.
સિક્યોરિટી ઑફિસરે શું સમજાવ્યું ?
ઉત્તર :
સિક્યોરિટી ઑફિસરે સમજાવ્યું કે ‘તમને જોઈતું હોય તેટલું જ તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પણ. સાધન-સામગ્રી તો બધી સમાજની છે. દુનિયામાં હજુ એવા ઘણા લોકો છે જે આ બધી સાધન-સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. માટે આ સાધન-સામ્રગીનો જરકેય બગાડ કરવાનો તમને કોઈ હક્ક નથી.’
4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર કેમ રાખી ?
ઉત્તર :
ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર એટલા માટે ચોંટાડી કે અમને કાયમ યાદ રહે કે હવે આજથી કોઈ પણ વસ્તુનો ખોટો બગાડ કરવાનો નથી. આવી વસ્તુની સમાજના ગરીબ માણસોને ખૂબ જરૂર હોય છે, આપણને હવેથી આવી વસ્તુનો બગાડ પોષાય નહિ. સમાજની વસ્તુ છે, તો સમાજના અભાવગ્રસ્ત લોકોને મળવી જોઈએ, આ બોધપાઠ મળ્યો.