Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 8 છત્રી (First Language)
Gujarat Board Class 10 Gujarati Textbook Solutions Chapter 8 છત્રી (First Language)
Class 10 Gujarati Textbook Solutions Chapter 8 છત્રી (First Language)
છત્રી Summary in Gujarati
છત્રી પાઇ – પરિચય
– રતિલાલ બોરીસાગર [જિન્મઃ 31 – 08 – 1938]
છત્રી’ નિબંધમાં લેખકના ભૂલકણા સ્વભાવને કારણે તેમની છત્રી ખોવાઈ જવાના પ્રસંગો અને છત્રીને સાચવવા માટે સૂચવેલા ઉપાયોને કારણે હાસ્ય નિષ્પન્ન થાય છે. એક ઉપાય પ્રમાણે લેખક છત્રી ઉપર પોતાનાં નામ, સરનામું, ફોન નં.
વગેરે લખાવે છે, આથી એક ફાયદો એ થાય છે કે, છત્રી ભૂલથી રાજકોટ પહોંચી ગયાનો પત્ર મળે છે. અનેક વિચારોને અંતે લેખક રાજકોટથી છત્રી લઈને પાછા તો ફરે છે, પણ ફરી ભૂલી જવાની આદતને કારણે તેઓ છત્રી બસમાં ભૂલી જાય છે.
આમ, લેખકે આ નિબંધમાં સામાન્ય વસ્તુને ભૂલી જવાની તેમની આદતને વિષય બનાવી, છત્રી સાથેના પોતાના અનેક સ્વાનુભવો વણી લઈ, તેમાંથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જોકે, આ હાસ્ય વ્યંગ નથી, નિર્મળ છે, કોઈના દિલને ઠેસ પહોંચાડતું નથી.
છત્રી શબ્દાર્થ
- સાઈઝ (અં) – કદ.
- શ્યામલ – કાળું.
- યત્ન – પ્રયાસ, કોશિશ.
- ઉધાર – પૈસા લીધા વિના આપેલું.
- ગભરાવું – બીવું, મૂંઝાવું.
- સાલ – વર્ષ.
- ટકાઉ – ટકી રહે તેવું, મજબૂત.
- ઉપાય – ઇલાજ, (અહીં) યુક્તિ.
- કાંટો – કંટક, શૂળ, શલ્ય. હુકમ ફરમાન.
- મિથ્યા – વ્યર્થ.
- જ્ઞાન – સમજણ.
- ન વળવું – ફાયદો ન થવો.
- આચરણ – વર્તન.
- સહેલું – સરળ, સુગમ.
- સાનિધ્ય – સમીપતા.
- ચંચળ બની જવું – અધીરું થઈ જવું.
- શર્ટ (અં) – ખમીસ.
- ઓછાડ – ચાદર, (અહીં) કપડું.
- વીંટી રાખવો – ઢાંકી દેવો.
- સલાહ – અભિપ્રાય, શિખામણ.
- અમલ કરવો – આચરણમાં મૂકવું.
- મુશ્કેલ – અઘરું.
- ભૂંસાઈ જવું – રદ ન થવું, છેકાઈ ન જવું.
- બાયોડેટા (સં.) – વ્યક્તિના શિક્ષણ અને કામગીરીની નોંધ.
- સંયમ રાખવો – કાબૂ રાખવો, નિયમમાં રાખવું.
- એકરાર – કબૂલાત.
- ક્ષમાયાચના કરવી – ક્ષમા (માફી) માગવી.
- ઘટતું કરવું ઉચિત કરવું, યોગ્ય લાગે તે કરવું.
- શ્રદ્ધા – આસ્થા, ભરોસો.
- સજ્જન – ખાનદાન.
- દિલગીરી – અફસોસ.
- રૂબરૂ – પ્રત્યક્ષ.
- ન સૂઝવું – સમજમાં ન આવવું.
- નકામો – વ્યર્થ.
- વ્યવહારુ – યોગ્ય લાગવો, સમજદારીવાળો.
- મત – અભિપ્રાય.
- મક્કમ – દઢ.
- પ્રશ્ન – સવાલ.
- પરત કરવી – પાછી સોંપવી.
- સૂમ રીતે – બારીકાઈથી.
- જમા કરાવવી – (અહીં) સોંપવી.
- સ્ટોર (અં.) – દુકાન.
- સ્મિત – મંદ હાસ્ય.
Class 10 Gujarati Textbook Solutions Chapter 8 છત્રી Important Questions and Answers
છત્રી પ્રસ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:
પ્રશ્ન 1.
છત્રી’ નિબંધમાંથી હાસ્યરસ રજૂ કરતાં ઉદાહરણો આપો.
ઉત્તર :
‘છત્રી’ નિબંધના હાસ્ય નિષ્પત્તિના કેટલાક પ્રસંગો આપણે જોઈએ:
- “તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહિ એવી છત્રી તમે રાખો છો?” આવા વિચિત્ર પ્રશ્નોને હળવાશથી મૂકીને વાચકને લેખક હસતાં કરી દે છે.
- ‘દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતાં સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે!! – જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એ રીતે જણાવીને એમાંથી પણ લેખક ખોવાઈ જવાની વાતને હસી કાઢે છે.
- છત્રી ખોવાય નહિ એ માટે લોકોએ આપેલી સલાહો પણ રમૂજનાં જ ઉદાહરણો છે.
- છત્રી પર નામ, વીગતવાર સરનામું, ટેલિફોન નંબર લખાવવાની વાત તો રમૂજ પ્રેરે છે, પણ એથીયે વિશેષ છત્રી પર પોતાનો આખો બાયોડેટા લખાવવાના વિચાર પર તેમને સંયમ રાખવો પડ્યો, એમાં પણ હળવો વિનોદ છે.
- એ પછી ખોવાયેલી છત્રી લેવા અમદાવાદથી છેક રાજકોટ જવું. એ માટે ખાસ્સો ખચ કરવો અને અંતે ભૂલકણા સ્વભાવને કારણે મેળવેલી છત્રી ફરી બસમાં ભૂલી જવી ત્યારે પેલી કહેવત યાદ આવે છેઃ “તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ.’
આ સર્વે પ્રસંગોની રજૂઆતમાં ન કોઈના પર દોષારોપણ કે ન ખોવાયાનો અફસોસ કે ગમ. વાત સાદીસીધી પણ એને હળવાશથી રજૂ કરીને તેમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની અદ્ભુત કળા લેખકમાં છે એનો પરિચય આ નિબંધ કરાવે છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો.
ઉત્તરઃ
લેખકને દુકાનદારે કહ્યું કે તેમને ત્યાં વેચાતી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તે એક વરસમાં તૂટી જાય એવી નથી હોતી. લેખકને એમની ટકાઉ છત્રી અંગે કોઈ શંકા નહોતી, પણ તેમને ખોવાય નહિ એવી છત્રી જોઈતી હતી. આવી છત્રી ક્યાંથી મળે?
આથી દુકાનદાર તેમને જણાવે છે કે તમે જે પ્રકારની છત્રી માગો છો એ કદાચ કોઈ નહિ રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે.
પ્રશ્ન 2.
રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાનું તાત્પર્ય જણાવો.
ઉત્તરઃ
રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના છે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે, એમ સમજીને એના રાજ્યના એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂઝે છે.
તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતાં કાંટો ન વાગે. આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, પોતાની જાતને સુધારવી.
પ્રશ્ન 3.
લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે?
ઉત્તરઃ
લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ – સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકી. એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વીગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું.
વરસાદના પાણીને કારણે એ ભૂંસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી લખાવી.
3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક ક્યાં ગયા?
ઉત્તરઃ
મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક છત્રી લેવા જાણીતા સ્ટોરમાં ગયા.
પ્રશ્ન 2.
લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા શા માટે ગયા?
ઉત્તરઃ
લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા ગયા, કારણ કે વરસાદમાં છત્રી જરૂરી હતી.
પ્રશ્ન 3.
લેખકે સ્ટોરમાં માલિક પાસે કેવી છત્રીની માગણી કરી?
ઉત્તરઃ
લેખકે સ્ટોરમાં માલિક પાસે નાની ને નાજુક છત્રીની માગણી કરી.
પ્રશ્ન 4.
લેખકને કેવી છત્રી ગમી?
ઉત્તરઃ
લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી.
પ્રશ્ન 5.
દુકાનદારે કરેલું કયું સંબોધન લેખકને ગમ્યું?
ઉત્તરઃ
દુકાનદારે “સાહેબ” તરીકે કરેલું સંબોધન લેખકને ગમ્યું.
પ્રશ્ન 6.
કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો લાગતો હશે એ વિચારે લેખકને શું લાગ્યું?
ઉત્તરઃ
કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો લાગતો હશે એ વિચારે લેખક ગભરાયા.
પ્રશ્ન 7.
દુકાનદારે પોતાની દુકાનની છત્રી વિશે લેખકને શું કહ્યું?
ઉત્તરઃ
દુકાનદારે પોતાની દુકાનની છત્રી ટકાઉ છે એમ લેખકને કહ્યું.
પ્રશ્ન 8.
છત્રી ટકતી નથી, એનું લેખક કયું કારણ જણાવે છે?
ઉત્તર :
છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી, એમ લેખક જણાવે છે.
પ્રશ્ન 9.
એક માણસે રાજાના કુંવર માટે શું કરી આપ્યું હતું?
ઉત્તર :
એક માણસે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા.
પ્રશ્ન 11.
જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, જાતને સુધારવાનો ઉપદેશ કોની વાર્તા દ્વારા મળે છે?
ઉત્તરઃ
જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, જાતને સુધારવાનો ઉપદેશ કવિવર ટાગોરની વાર્તા દ્વારા મળે છે.
પ્રશ્ન 12.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે રાજાના કુંવર ..’ની વાર્તામાં શો ઉપદેશ આપ્યો છે?
ઉત્તર :
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે “રાજાના કુંવર …’ની વાર્તામાં જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, પોતાની જાતને સુધારવાનો ઉપદેશ આપ્યો છે.
પ્રશ્ન 13.
દુકાનદાર લેખકને છત્રી શોધવાના ફાંફાં મારવાનું છોડીને, શું કરવા સમજાવી રહ્યા હતા?
ઉત્તરઃ
દુકાનદાર લેખકને છત્રી શોધવાના ફાંફાં મારવાનું છોડીને છત્રી ખોવાય જ નહિ એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા.
પ્રશ્ન 14.
જ્ઞાન અને તેના આચરણ અંગે ‘છત્રી’ નિબંધના લેખક શું માને છે?
ઉત્તર :
જ્ઞાન અને તેના આચરણ અંગે “છત્રી’ નિબંધના લેખક આમ માને છે: “જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી.’
પ્રશ્ન 15.
લેખકે કઈ બાબતમાં એકથી વધુ વાર વિક્રમ નોંધાવ્યા છે?
ઉત્તર :
લેખકે છત્રી ખોઈ નાખવાની બાબતમાં એકથી વધુ વાર વિક્રમો નોંધાવ્યા છે.
પ્રશ્ન 16.
છત્રી ન ખોવાય એ માટે મળેલી સલાહોમાંથી કઈ સલાહ પાઠને લાગુ પડતી નથી?
ઉત્તર :
છત્રી ન ખોવાય એ માટે મળેલી સલાહોમાંથી આ સલાહ પાઠને લાગુ પડતી નથી : પત્નીને યાદ અપાવવાનું કહી રાખો.’
પ્રશ્ન 17.
છત્રી’ પાઠના લેખકનો કયો ઉપાય કારગત નીવડ્યો?
ઉત્તર :
‘છત્રી’ પાઠના લેખકનો છત્રી પર નામ – સરનામું લખાવવાનો ઉપાય કારગત નીવડ્યો.
પ્રશ્ન 18.
લેખકનો છત્રી પર શું લખાવવાનો વિચાર હતો?
ઉત્તરઃ
લેખકનો વિચાર પોતાનો આખો બાયોડેટા છત્રી પર લખાવવાનો હતો.
પ્રશ્ન 19.
નવી છત્રી ઉપર લખેલું નામ – સરનામું વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એ માટે લેખકે શું કર્યું?
ઉત્તર :
નવી છત્રી ઉપર લખેલું નામ – સરનામું વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એ માટે લેખકે પાકા રંગથી લખાવ્યું.
પ્રશ્ન 20.
ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર કયા શહેરથી લેખક ઉપર આવ્યો?
ઉત્તરઃ
ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટથી લેખક ઉપર આવ્યો.
પ્રશ્ન 21.
છત્રી લેવા જવાની બાબતમાં લેખકનો શો દઢ મત હતો?
ઉત્તર :
છત્રી લેવા જવાની બાબતમાં રશિયા જવું પડે તોપણ જવું જોઈએ એવો લેખકનો દઢ મત હતો.
પ્રશ્ન 22.
છત્રી’ પાઠ રતિલાલ બોરીસાગરના ક્યા સંગ્રહમાંથી લીધો છે?
ઉત્તર :
“છત્રી’ પાઠ રતિલાલ બોરીસાગરના “ૐ હાસ્યમ્’ સંગ્રહમાંથી લીધો છે.
પ્રશ્ન 23.
છત્રી પાછી મેળવી, રાજકોટથી વળતી બસમાં પાછા ફરતાં, લેખક ક્યાં છત્રી ભૂલી ગયા?
ઉત્તર :
છત્રી પાછી મેળવી, રાજકોટથી વળતી બસમાં પાછા ફરતાં, લેખક અમદાવાદ ઊતરતાં બસમાં છત્રી ભૂલી ગયા.
4. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરોઃ
પ્રશ્ન 1.
છત્રી ન ખોવાય એ માટે મળેલી સલાહોમાંથી કઈ સલાહ પાઠને લાગુ પડતી નથી?
A. છત્રી સાચવવા પગારદાર માણસ રાખવો.
B. ચાતુર્માસ કરો, એકટાણાં કરો, ઘેર રહો.
C. છત્રી ઉપર નામ – સરનામું લખાવો.
D. પત્નીને યાદ અપાવવાનું કહી રાખો.
ઉત્તર :
D. પત્નીને યાદ અપાવવાનું કહી રાખો.
પ્રશ્ન 2.
અથવા છત્રી ખરીદવી જ ન પડે તે માટે દુકાનદારે કઈ સલાહ આપી?
A. ચાતુર્માસમાં ઘરે જ રહેવું.
B. એકટાણાં કરવાં.
C. પ્રભુ ભજન કરવું.
D. A, B, C ત્રણેય સાચાં
ઉત્તર :
D. A, B, C ત્રણેય સાચાં
5. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ
પ્રશ્ન 1.
“અ” (પાત્ર) | “બ” (ઉક્તિ) |
1. લેખક | a. દુકાનદારે સ્મિત કર્યું. |
2. દુકાનદાર | b. ‘પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી.’ |
c. ‘… અમારી છત્રી બહુ ટકાઉ હોય છે.” |
ઉત્તરઃ
“અ” (પાત્ર) | “બ” (ઉક્તિ) |
1. લેખક | b. ‘પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી.’ |
2. દુકાનદાર | c. ‘… અમારી છત્રી બહુ ટકાઉ હોય છે.” |
છત્રી વ્યાકરણ Vyakaran
માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:
1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:
(1) પૉષ્ટકાર્ડ – (પોસ્ટકાર્ડ, પોસ્ટકાર્ડ, પોષ્ટકાર્ડ)
(2) શ્રધ્ધા – (ઋત્વા, શ્રદ્ધા, શ્રદ્ધા)
(3) પરીસ્થીતિ – (પરિસ્થિતી, પરિસ્થિતિ, પરીસ્થીતી)
(4) રવિન્દ્ર – (રવીન્દ્ર, રવીન્દ્ર, રવિન્દ્ર)
(5) દીલગિરિ – (દિલગીરી, દિલગિરિ, દિલગીરિ)
(6) ચાર્તુમાસ – (ચાતુર્માસ, ચાર્તુમાસ, ચાતુરમાસ)
(7) નાજૂક – (નાઝુક, નાજુક, નાજૂક)
(8) દ્વારા – (દ્વારા, ધ્વારા, ધ્વારા)
(9) રુબરુ – (રૂબરુ, રૂબરૂ, રુબરૂ)
(10) મુખઈભર્યુ – (મૂર્ખાઈભર્યું, મૂર્ખાઈભર્યું, મુખાઈભર્યું)
(11) કાર્ગત – (કારગત, કારગ્રત, કાગ્રત)
(12) રીક્ષાભાડું – (રિક્ષાભાંડુ, રિક્ષાભાડું, રીક્ષાભાડું)
ઉત્તરઃ
(1) પોસ્ટકાર્ડ
(2) શ્રદ્ધા
(3) પરિસ્થિતિ
(4) રવીન્દ્ર
(5) દિલગીરી
(6) ચાતુર્માસ
(7) નાજુક
(8) દ્વારા
(9) રૂબરૂ
(10) મૂર્ખાઈભર્યું
(11) કારગત
(12) રિક્ષાભાડું
2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ
(1) રવિ + ઇન્દ્ર = (રવીન્દ્ર, રવિન્દ્ર, રવીન્દ્ર)
(2) ચાતુ + માસ = (ચાર્તુમાસ, ચાતુર્માસ, ચતુરમાસ)
(3) સત્ + જ = (સજ્જન, સજજન, સંજન)
(4) ઉપ + આ = (ઊપાય, ઉપાય, ઉપય)
(5) શ્રત્ + ધ = (શ્રધ્ધા, શ્રદ્ધા, ઋત્વા)
(6) વિ+ અવતાર = (વ્યવહાર, વ્યાવહાર, વિવહાર)
ઉત્તરઃ
(1) રવીન્દ્ર
(2) ચાતુર્માસ
(3) સજ્જન
(4) ઉપાય
(5) શ્રદ્ધા
(6) વ્યવહાર
3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
(1) ચાતુર્માસ – (દ્વિગુ, તપુરુષ, દ્વન્ડ)
(2) પ્રભુભજન – (૮ન્દ્ર, તત્પરુષ, કર્મધારય)
(3) મૂર્ખાઈભર્યું – (મધ્યમપદલોપી, બહુવ્રીહિ, ઉપપદ)
(4) જીવનશેલી – (બહુવ્રીહિ, તપુરુષ, મધ્યમપદલોપી)
(5) ઋણમુક્ત – (મધ્યમપદલોપી, કર્મધારય, તપુરુષ)
(6) ક્ષમાયાચના – (તપુરુષ, કન્દ, બહુવ્રીહિ)
(7) રિક્ષાભાડું – (દ્વન્દ્ર, તપુરુષ, ઉપપદ)
(8) નામ – સરનામું – (કર્મધારય, દ્વન્દ્ર, તપુરુષ)
ઉત્તરઃ
(1) કિંગ
(2) તત્પરુષ
(3) ઉપપદ
(4) મધ્યમપદલોપી
(5) તપુરુષ
(6) તત્પરુષ
(7) તત્પરુષ
(8) ધન્ડ
4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
(1) દુકાનદાર
(2) પરિસ્થિતિ
(3) જગત
(4) શ્યામલ
(5) એકટાણું
(6) સજ્જન
ઉત્તરઃ
(1) પરપ્રત્યય
(2) પૂર્વપ્રત્યય
(3) પરપ્રત્યય
(4) પરપ્રત્યય
(5) એક પણ પ્રત્યય નહિ
(6) પૂર્વપ્રત્યય
5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
(1) ગ્રાહક = (ઘરાક, વેપારી, દલાલ)
(2) ક્ષમા = (વીરત્વ, માફી, દાન)
(3) એકરાર = (કબૂલાત, સત્ય, સાચુકલાપણું)
(4) આચરણ = (પગ, રસપાન, વર્તન)
(5) શ્યામલ = (કાળું, લીલું, ચાર રસ્તા)
(6) કાંટો = (દુશ્મન, વિઘ્ન, શૂળ)
(7) મિથ્યા = (ફોગટ, મથવું, માન)
(8) ઓછાડ = (ધુમ્મસ, ચાદર, ઓઢાડવું)
(9) કારગત = (સફળ, ક્રિયાકર્મ, વિધિ)
(10) સૂઝ = (સમજ, સોજો, વિચાર)
ઉત્તરઃ
(1) ઘરાક
(2) માફી
(3) કબૂલાત
(4) વર્તન
(5) કાળું
(6) શૂળ
(7) ફોગટ
(8) ચાદર
(9) સફળ
(10) સમજ
6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો:
(1) છત્રી – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
(2) ઉપદેશ – (વ્યક્તિવાચક, ક્રિયાવાચક, ભાવવાચક)
(3) ચા – પાણી – (સમૂહવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
(4) રશિયા – (દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
(5) ભૂલ – (જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક)
(6) માણસ – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
(7) દિવસ – (ભાવવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
(8) શ્રદ્ધા – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
(10) લોકો – (સમૂહવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
ઉત્તરઃ
(1) જાતિવાચક
(2) ભાવવાચક
(3) દ્રવ્યવાચક
(4) વ્યક્તિવાચક
(5) ભાવવાચક
(6) જાતિવાચક
(7) ભાવવાચક
(8) ભાવવાચક
(9) વ્યક્તિવાચક
(10) સમૂહવાચક
7. નીચેનાં વાક્યોમાંના અલંકારોનો પ્રકાર લખોઃ
(1) એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. – (શ્લેષ, સજીવારોપણ, રૂપક)
(2) તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો.
(3) રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય ! – (શ્લેષ, અનન્વય, સજીવારોપણ)
(4) પ્રિયાનું મુખ તો ચંદ્ર કરતાંય સુંદર છે. – (અનન્વય, વ્યતિરેક, વર્ણાનુપ્રાસ)
(5) છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજે વાર લાગતી નથી. – (શ્લેષ, ઉપમા, સજીવારોપણ)
ઉત્તરઃ
(1) શ્લેષ
(2) ઉપમા
(3) સજીવારોપણ
(4) વ્યતિરેક
(5) સજીવારોપણ
નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ
(1) ફાંફાં મારવાં – વ્યર્થ પ્રયત્ન કરવા
(2) કારગત નીવડવું – સફળ થવું
(3) કદર કરવી – મહત્ત્વ સમજવું
(4) ત્યાગ કરવો – છોડી દેવું
(5) કશું ન વળવું – કોઈ ફાયદો ન થવો
9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
(1) ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી – શ્યામા
(2) ચોમાસાની ઋતુના ચાર માસ – ચાતુર્માસ
(3) ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર – ઓછાડ
(4) અડગ રહેવું તે – મક્કમ
10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ
(1) ઉધાર
(2) ટકાઉ
(3) સહેલું
(4) જ્ઞાન
(5) ભીની
(6) પ્રશ્ન
(7) નવી
(8) ઘટતું
(9) સજ્જન
(10) નકામો
(11) વ્યવહાર
(12) પ્રામાણિકતા
(13) મૂર્ખાઈ
(14) ઉપાય
ઉત્તરઃ
(1) ઉધાર ✗ જમા
(2) ટકાઉ ✗ તકલાદી
(3) સહેલું ✗ અઘરું
(4) જ્ઞાન ✗ અજ્ઞાન
(5) ભીની ✗ સૂકી
(6) પ્રશ્ન ✗ ઉત્તર
(7) નવી ✗ જૂની
(8) ઘટતું ✗ અણઘટતું
(9) સજ્જન ✗ દુર્જન
(10) નકામો ✗ કામનો
(11) વ્યવહારુ ✗ અવ્યવહારુ
(12) પ્રામાણિકતા ✗ અપ્રામાણિકતા
(13) મૂર્ખાઈ ✗ શાણપણ
(14) ઉપાય ✗ નિરુપાય
11. નીચેના શબ્દોના અર્થ આપોઃ :
(1) પહેલા – પહેલા
(2) સાલ – શાલ
(3) શરત – સુરત
(4) સૂજ – સૂઝ
(5) આખુ – આખું
ઉત્તરઃ
(1) પહેલા – પ્રથમ
(2) સાલ – વર્ષ પહેલાં – પૂર્વે
શાલ – ઓઢવાનું વસ્ત્ર
(3) શરત – હોડ
(4) સૂજ – સોજો સરત – ધ્યાન
સૂઝ – સમજ
(5) આખું – બધું
આખુ – ઉંદર
12. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો? :
(1) ઓછાડ
(2) એકરાર
(3) ન વળવું
ઉત્તરઃ
(1) ચાદર
(2) કબૂલાત
(3) ફાયદો ન થવો
13. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો
(1) (મું) નાની નાજુક છત્રી બતાવવા કહ્યું.
(2) તમારી છત્રી ટકાઉ હશે જ.
(3) પછીની પાંચ મિનિટમાં હું ભૂલી ગયો.
(4) આમાં પૈસાનો પ્રશ્ન નહોતો.
(5) વિચાર તો આખો બાયોડેટા લખાવવાનો હતો.
(6) તમે બે – ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો.
ઉત્તરઃ
(1) નાની – પ્રમાણવાચક નાજુક – ગુણવાચક
(2) ટકાઉ – ગુણવાચક
(3) પાંચ – સંખ્યાવાચક
(4) પૈસાનો – સંબંધવાચક
(5) આખો – પ્રમાણવાચક
(6) બે – ત્રણ – સંખ્યાવાચક
14 નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
(1) એની પહેલાંની સાથે પણ છત્રી લેવા આવેલો.
(2) છત્રી પર નામ – સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો.
(3) પત્રલેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી.
(4) અમદાવાદ ઊતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો.
(5) ઉપરના જેવી ઘણી સલાહો મને મળી.
(6) દુકાનદાર ક્યારના મારી સામે ધારીધારીને જોઈ રહ્યા છે.
ઉત્તરઃ
(1) પહેલાંની સાથે – સમયવાચક
(2) ખરેખર – અભિગમવાચક
(3) ચોક્કસ – અભિગમવાચક
(4) બસમાં – સ્થાનવાચક
(5) ઘણી – માત્રાસૂચક
(6) સામે – સ્થાનવાચક
15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ
(1) પ્રયત્નો
(2) સાનિધ્ય
(3) ક્ષમા
(4) છત્રી
(5) સ્મિત
ઉત્તર :
(1) પ્રયત્નો – ૫ + ૨+ અ + મ્ + અ + ત્ + ન્ + ઓ
(2) સાન્નિધ્ય – સ્ + આ + ન્ + ન્ + ઇ + ધુ + ણ્ + અ
(3) ક્ષમા – ક + સ્ + અ + મ્ + આ
(4) છત્રી – છુ + અ + + ૨ + ઈ
(5) સ્મિત – સ્ + + + $ + હું
16. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડો:
પ્રશ્ન 1.
“અ” | “બ” |
1. કર્તરિરચના | 1. છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મગાઈ. |
2. કર્મણિરચના | 2. મારાથી મક્કમ રહેવાયું. |
3. એવી છત્રી અમે નથી રાખતા. |
ઉત્તરઃ
1. કર્તરિરચના – એવી છત્રી અમે નથી રાખતા.
2. કર્મણિરચના – છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મગાઈ.
પ્રશ્ન 2.
“અ” | “બ” |
1. કર્તરિરચના | 1. છત્રી પર નામ-સરનામું |
2. કર્મણિરચના લખાવ્યું. | 2. છત્રી ખોઈ નાખી. |
3. મારાથી પણ સ્મિત કરાયું. |
ઉત્તર:
1. કર્તરિરચના – મેં છત્રી ખોઈ નાખી.
2. કર્મણિરચના – મારાથી પણ સ્મિત કરાયું.
પ્રશ્ન 3.
“અ” | “બ” |
1. ભાવેરચના | 1. છત્રી ઉપર તમારું નામ-સરનામું |
2. પ્રેરકરચના લખાવડાવો, | 2. મારાથી ના નથી પાડી શકાતી. |
3. હું છત્રી લેવા એક જાણીતા સ્ટોરમાં ગયો. |
ઉત્તરઃ
1. ભાવેરચના – મારાથી ના નથી પાડી શકાતી.
2. પ્રેરકરચના – છત્રી ઉપર તમારું નામ – સરનામું લખાવડાવો.
17. નીચેનાં વાક્યોની પ્રેરક વાક્યરચના બનાવોઃ
(1) છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધ્યા છે.
(2) … ટેલિફોન નંબર વગેરે બધું જ મેં લખ્યું.
(૩) ઘરે ગયા પછી સીએ પૂછ્યું.
ઉત્તરઃ
(1) છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા.
(2) … ટેલિફોન નંબર વગેરે બધું જ (મું) લખાવડાવ્યું.
Class 10 Gujarati Textbook Solutions Chapter 8 છત્રી Textbook Questions and Answers
છત્રી સ્વાધ્યાય
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :
પ્રશ્ન 1.
દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું કારણ કે..
A. લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.
B. દુકાનદાર લેખકને હસાવવા ઇચ્છતો હતો.
C. દુકાનદાર બધા સામે સ્મિત કર્યા કરતો હતો.
D. લેખકની ચતુરાઇ જોઈ હસતો હતો.
ઉત્તર :
A. લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા.
પ્રશ્ન 2.
લેખકે છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે…
A. લેખક પાસે પૈસા ન હતા.
B. લેખકને રાજકોટ જવું ગમતું હતું.
C. તે બીજાની પ્રમાણિક્તાની કદર કરવા ઇચ્છતા હતા.
D. છત્રી હવે વેચાતી મળતી ન હતી.
ઉત્તર :
C. તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઇચ્છતા હતા.
2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
દુકાનદારે લેખકને કઈ સલાહ આપી?
ઉત્તર :
દુકાનદારે છત્રી’ પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી.
પ્રશ્ન 2.
પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?
ઉત્તર :
પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં કારણો આપો :
પ્રશ્ન 1.
રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખકે મક્કમ રહ્યા કારણ કે…
ઉત્તરઃ
છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખચ થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહિ, પણ મૂર્ખામીભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો.
બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિક્તાની કદર કરવી જોઈએ, એવો તેમનો દઢ મત હતો.
પ્રશ્ન 2.
રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈભરી લાગતી હતી કારણ કે…
ઉત્તરઃ
અમદાવાદથી છેક રાજકોટ જવાના બસભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષાભાડાં તેમજ ચા – પાણી – નાસ્તા વગેરેનો વધારોનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો – સાડા ત્રણસો રૂપિયા થઈ જાય.
આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી.
4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :
પ્રશ્ન 1.
છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી – કેવી સલાહો મળી હતી?
ઉત્તર:
છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતીઃ
- લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી. એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખૂલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખવો.
- લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઇવર રાખે છે તેમ તેઓ આવો બે – ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે.
- તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણાં કરવાં ને પ્રભુભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે. એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે!
- તેમણે છત્રી ઉપર પોતાનું નામ, સરનામું લખાવવું. જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે.
પ્રશ્ન 2.
અમદાવાદ – રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો.
ઉત્તર :
અમદાવાદ – રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા. છત્રી પર નામ – સરનામું હતાં. એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો, ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે.
લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું?
એમાં રાજકોટ જવા – આવવાનાં બસ ભાડાં અને રિક્ષાભાડાના તથા ચા – પાણીનાસ્તો વગેરેના મળીને ત્રણસો – સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા, પત્રલેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા.
છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા, પણ અમદાવાદ ઊતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ! ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું.
તેઓ તરત બસની ઑફિસે ગયા, પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી. આમ કરવા જતાં રિક્ષાભાડાના જવા – આવવાના બીજા એંશી રૂપિયા થયા. આમ, “તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ’ એ કહેવત જેવું થયું.