GJN 10th Gujarati

Gujarat Board Class 10 Gujarati Vyakaran અલંકાર સમજૂતી અને ઉદાહરણ

Gujarat Board Class 10 Gujarati Vyakaran અલંકાર સમજૂતી અને ઉદાહરણ

Class 10 Gujarati Vyakaran અલંકાર સમજૂતી અને ઉદાહરણ

Class 10 Gujarati Vyakaran Alankar Samjuti Ane Udaharan Questions and Answers

અલંકારના બે પ્રકાર છેઃ

  • શબ્દાલંકાર અને
  • અર્થાલંકાર.
  • શબ્દાલંકારઃ જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય તે શબ્દાલંકાર કહેવાય છે.

શબ્દાલંકારોઃ

  1. અનુપ્રાસ (એમાં વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ તેમજ અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ,
  2. યમક કે શબ્દાનુપ્રાસ અને
  3. પ્રાસસાંકળી કે આંતરપ્રાસ.

(1) અનુપ્રાસ ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી (વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ) અહીં ‘ઝ’ વર્ણનું પુનરાવર્તન થયું છે. સમાન વર્ણથી શરૂ થતા શબ્દો વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર થાય છે.

અંત્યાનુપ્રાસઃ

  • આવું કહ્યું ત્યાં શિર શૂળ ચાલ્યું,
  • રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું.

પહેલી પંક્તિના “ચાલ્યું પદ સાથે બીજી પંક્તિના “ઝાલ્ય પદનો પ્રાસ થયો છે, તેથી અંત્યાનુપ્રાસ થયો છે.

ઉદા.,

  • મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ.
  • કામિની કોકિલા કેલિ કૂજન કરે.

(2) યમક કે શબ્દાનુપ્રાસઃ
જોતાં વેંત જ હઈયું વિષમશરે વીંધી લીધ વિષમ શરે, તે જ પળે મારગે ઉર વસી એ દિવ્ય ઉરવશીએ.

વિષમશર = કામદેવ/વિષમ શરે = વિષમ બાણોથી ઉર વસી = હૃદયે વસી ઉરવશી – ઉર્વશી (એ નામની અપ્સરા)

એક જ અક્ષરસમૂહ એક કરતાં વધુ સ્થળોએ આવતો હોય, પણ સંદર્ભ પ્રમાણે એ અક્ષરસમૂહોના જુદા જુદા અર્થ થતા હોય, ત્યારે યમક કે શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે.

યામિની વ્યોમસર માંહી સરતી. (સર = સરોવર, સરવું)

એક સ્થાને અક્ષરસમૂહ સાર્થ અર્થરૂપે હોય ને બીજે સ્થાને અક્ષરસમૂહ સ્વતંત્ર અર્થ ધરાવતો ન હોય, તોપણ યમક અલંકાર થાય છે.
ઉદા.,

  • કોડભરી અંગના તારા તે અંગ માંહી રંગ શા અનંગના.
  • થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત.

(3) પ્રાસસાંકળી કે આંતરપ્રાસ
વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો;
વિદ્યા ભણિયો જેહ, તેહ સદાવ્રત આપે.

પહેલા ચરણના છેલ્લા શબ્દ (જેહ) સાથે બીજા ચરણ (તેહ) વચ્ચે પ્રાસ રચાય છે, આવા પ્રાસને પ્રાસસાંકળી કે આંતરપ્રાસ કહે છે.
ઉદા.,

  • જાણી લે જગદીશ, શીશ સદ્ગુરુને નામી.
  • ભયની ભુજાને કાયા નથી, નથી વળી સંશયને પાંખ.

(બ) અર્થાલંકારોઃ જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય તે અર્થાલંકાર કહેવાય છે.
અર્થાલંકારો:

  • ઉપમા,
  • રૂપક,
  • ઉમ્બેલા,
  • વ્યતિરેક,
  • અનન્વય,
  • શ્લેષ,
  • વ્યાજસ્તુતિ અને
  • સજીવારોપણ.

યાદ રાખો

  • ઉપમેય જે વસ્તુને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે.
  • ઉપમાનઃ જે વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે.
  • સાધારણ ધર્મઃ જે સમાન ગુણધર્મને કારણે ઉપમેય – ઉપમાનને સરખાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહે છે.
  • ઉપમાવાચક કે વાચકઃ જે શબ્દ વડે તે સરખામણી સૂચવાય તે શબ્દને ઉપમાવાચક કે વાચક કહે છે.

(1) ઉપમા અલંકાર
ઉદાહરણ દમયંતીનું મુખ ચંદ્ર સમું છે.
સ્પષ્ટીકરણ અહીં “મુખ ઉપમેય છે, “ચંદ્ર ઉપમાન છે, “સમું ઉપમાવાચક છે, “સુંદરતા સાધારણ ધર્મ છે.

કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા : અલંકાર બને છે. પેઠે, માફક, પ્રમાણે, જેવું, સમાન, સદશ જેવાં વાચકપદોથી સરખામણી થાય છે.
ઉદા.,

  • સાવ બાળકના સમું છે આ નગર.
  • ધીમે ધીમે તે ડગ ધરતો – કોઈ મત્ત ગજેન્દ્રની માફક.

(2) રૂપક અલંકાર
ઉદાહરણઃ દમયંતીનું મુખ તો ચંદ્ર છે.
સ્પષ્ટીકરણ ઉપમેય(મુખ)ને જ ઉપમાન(ચંદ્ર)નું રૂપ આપવામાં આવ્યું છે. ઉપમાન અને ઉપમેયને એકરૂપ બતાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર થાય છે. વાચકપદ હોતું નથી.
ઉદા.,

  • ડોલતો ડુંગર ઈતો અમારો સસરો જો.
  • કવિતા આત્માની માતૃભાષા.

(૩) ઉન્મેલા અલંકાર
ઉદાહરણ દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર !
સ્પષ્ટીકરણઃ ઉપમેય(મુખ)ને ઉપમાન (ચંદ્ર) સમાન હોય તેવી સંભાવના (કલ્પના) કરવામાં આવી છે. ‘જાણે’ એ વાચકપદ છે. જાણે, રખે, શકે, શું વગેરે શબ્દો વાચપદો તરીકે વપરાય છે.
ઉદા.,

  • હોડી જાણે આરબ ઘોડી.
  • આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના.

(4) વ્યતિરેક અલંકાર ઉદાહરણઃ દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ …!
સ્પષ્ટીકરણ ઉપમેય(મુખ)ને ઉપમાન (ચંદ્ર) કરતાં પણ ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે.

ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું (ઉત્કૃષ્ટ) દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે.
ઉદા.,

  • ગુલાબ લઉં? ના, કપોલ તુજ રમ્ય એથી ઘણા.
  • તું ચંદ્રથી ચારુ સુહાસિની હો.

(5) અનન્વય અલંકાર ઉદાહરણ દમયંતીનું મુખ એ તો દમયંતીનું મુખ!
સ્પષ્ટીકરણ મુખ’ ઉપમેયને માટે બીજું કોઈ ઉપમાન મળતું નથી, ઉપમેય પોતે જ જ્યાં ઉપમાનનું સ્થાન લે છે ત્યારે અનન્વય અલંકાર થાય છે.
ઉદા.,

  • મા તે મા, બીજા બધા વગડાના વા.
  • હિમાલય એટલે હિમાલય.

(6) શ્લેષ અલંકાર
ઉદાહરણઃ

  • કમલવત્ ગણીને બાલના ગાલ રાતા
  • રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે.

સ્પષ્ટીકરણ અહીં ‘કર’ના બે અર્થ થાય છે :

  • હાથ
  • કિરણ.

એક જ શબ્દના બે અર્થ થતા હોય અને એથી વાક્યના પણ બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે.

(નોંધઃ યમકમાં શબ્દ બે વાર આવે ને તેના જુદા જુદા અર્થ થાય છે ને શ્લેષમાં શબ્દ એક વાર વપરાય ને તેના જુદા જુદા અર્થ થાય છે.)
ઉદા.,

  • તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.
  • રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી.

(7) વ્યાજસ્તુતિ અલંકાર
ઉદાહરણ: મારા કંથમાં બે દોષ છે, સખી, એનાં જૂઠાં વખાણ ન કર. દાન કરતાં એણે મને બાકી રાખી છે અને યુદ્ધ કરતાં તલવારને.

સ્પષ્ટીકરણ જ્યારે કોઈની નિંદારૂપે પ્રશંસા (ઉપરથી જોતાં નિંદા હૈં લાગે પણ ખરેખર પ્રશંસા હોય) અને પ્રશંસાના રૂપમાં નિંદા (ઉપરથી જોતાં પ્રશંસા પણ ખરેખર નિંદા હોય) કરવામાં આવી હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર થાય છે.
ઉદા.,

  • શું એનું રૂપ, કંદર્પ કંઈ વિસાતમાં નહીં.
  • શી તેની બહાદુરી! વંદો જોઈને નાઠી !

(8) સજીવારોપણ અલંકાર
ઉદાહરણઃ ‘સૂર્યદેવતા આ કાપાકાપીથી કંટાળી જઈ તથા પોતાના ભક્તોનું દુઃખ જોઈ કષ્ટ પામી પશ્ચિમ દિશા તરફથી લાલચોળ મોં કરી ચાલ્યા ગયા.”

સ્પષ્ટીકરણ મનુષ્યતર પ્રાણીઓ, પ્રકૃતિ કે જડ પદાર્થો જાણે સજીવ (જીવંત) હોય અને મનુષ્યની જેમ વર્તતાં હોય એ રીતે એનું વર્ણન થાય ત્યારે તેને સજીવારોપણ (સજીવ આરોપણ) અલંકાર થયો એમ કહેવાય છે.
ઉદા.,

  • સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે.
  • સાંજવેળા તેજ, છાયા, ઘાસ – સૌ સાથે મળીને ખેલતાં.

અલંકાર સમજૂતી અને ઉદાહરણ સ્વાધ્યાય

1. નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખીને સમજાવોઃ

પ્રશ્ન 1.
ફૂલની પાંદડીઓ પર બેઠાં બેઠં પાંખોના પંખાને ફેલાવી-સંકોરી રહ્યાં છે.
ઉત્તરઃ
અલંકાર રૂપક, અહીં પાંખો(ઉપમેય)ને પંખા(ઉપમાન)નું રૂપ આપ્યું છે.

પ્રશ્ન 2.
વૃક્ષો ઋતુની રાહ જોતાં રહે છે.
ઉત્તરઃ
અલંકારઃ સજીવારોપણ, અહીં મનુષ્યતર પ્રાણી- વૃક્ષોને મનુષ્યની જેમ વર્તતાં દર્શાવ્યાં છે.

પ્રશ્ન 3.
શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા.
ઉત્તરઃ
અલંકારઃ ઉપમા, અહીં લોકો(ઉપમેય)ને વાઘ (ઉપમાન)
સાથે સરખાવેલ છે. (સામ્યદર્શક પદ- જેવા)

પ્રશ્ન 4.
થાય છે. મારી નજર જાણે હરણ;
ને રહે છે ઠેકતી એ ઘાસમાં.
ઉત્તરઃ
અલંકારઃ ઉન્મેલા, અહીં મારી નજર(ઉપમેય)ને હરણ (ઉપમાન)
હોય તેવી કલ્પના કરાઈ છે. (ઉ…ક્ષાદર્શક પદ જાણે), નજરને ઠેકતી બતાવી છે તેથી સજીવારોપણ અલંકાર.

પ્રશ્ન 5.
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ;
પામ્યો કસુંબીનો રંગ.
ઉત્તરઃ
અલંકારઃ વર્ણસગાઈ / વર્ણાનુપ્રાસ, અહીં “ધ” વર્ણની કર્ણપ્રિય પુનરાવૃત્તિ થઈ છે.

પ્રશ્ન 6.
દેહ પર તીણા ઉઝરડા હોરના;
થીજી રહ્યા છે આજ ઠંડા પહોરના!
ઉત્તરઃ
અલંકાર અંત્યાનુપ્રાસ, અહીં બંને પક્તિને અંતે “હોરના તેમજ “હોરના બંને સરખા ઉચ્ચારવાળાં પદો આવ્યાં છે.

પ્રશ્ન 7.
દીવા નથી, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર.
ઉત્તરઃ
અલંકાર યમક, અહીં દીવા નથી અને દવા નથી’ એ સરખા ઉચ્ચારવાળાં પદો આવ્યાં છે અને તેમનો અર્થ બદલાઈ જાય છે.

2. નીચેની પંક્તિઓના અલંકારનું નામ લખો:
(1)

  • લેખકની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી !- ઉન્મેલા
  • મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે. – અનન્વય
  • ચંદ્રેશને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. – વ્યાજસ્તુતિ
  • બંનેના મોં ઉપર શોકનાં વાદળ છવાયેલાં હતાં. – રૂપક
  • કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત. – ઉપમા

(2)

  • નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં. – વર્ણાનુપ્રાસ
  • હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવીથીએ મોટાજી. – વ્યતિરેક
  • બપોર એક મોટું શિકારી કૂતરું છે. – રૂપક
  • જાણે કોઈ ગુનો કર્યો હોય તેમ વિશાખાનું મોં પડી ગયું. – ઉત્યેક્ષા
  • જવાની તો આખરે જવાની છે. – યમક

(3)

  • મા તે મા, બીજા બધા વગડાના વા. – અનન્વય
  • તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. – શ્લેષ
  • જોગનો ધોધ એટલે જોગનો ધોધ.- અનન્વય
  • વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી પરથી ખસી ગયો. – રૂપક
  • રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય – શ્લેષ

3. નીચેના અલંકારોનાં ઉદાહરણ આપોઃ

(1) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઈ)

  • ભૂખથીયે ભૂંડી ભીખ છે.
  • પારકું પાતક પોતા પર ઓઢી લીધું.

(2) યમક (શબ્દાનુપ્રાસ)

  • યામિની વ્યોમસર માંડી સરતી.
  • અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે.

(3) અંત્યાનુપ્રાસ

  • ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું – સાંભળ્યું સર્વે ફોક.
  • સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે; યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.

(4) ઉપમા

  • ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા.
  • જ્યાં દેવાના પરમ વર-શો પુત્ર પામ્યા પનોતો.

(5) રૂપક

  • વદન-સુધાકરને રહું નિહાળી.
  • ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો.

(6) ઉભેક્ષા

  • હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો!
  • અધરબિંબ જાણે પરવાળી રે.

(7) વ્યતિરેક

  • કમળ થકી કોમળું રે બેની ! અંગ છે એનું.
  • સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર?

(8) અનન્વય

  • પંડિત સુખલાલજી તે પંડિત સુખલાલજી.
  • રામરાવણનું યુદ્ધ એ તો રામરાવણનું યુદ્ધ.

(9) શ્લેષ

  • દવા નથી દરબારમાં છે અંધારું ઘોર.
  • નૃપો વિરમ્યા અવ તો મહાલયે.

(10) વ્યાજસ્તુતિ

  • આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો ક્ટો વેરી છે.
  • ધન્ય છે તમારી બહાદુરીને – ઉંદર જોઈને નાઠા !

પરીક્ષાલક્ષી સ્વાધ્યાય (બોર્ડ-પ્રશ્નપત્રના પરિરૂપના પ્રશ્નપ્રકારો અનુસાર પ્રશ્નોત્તર)

નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર જણાવો:

પ્રશ્ન 1.

  1. ગર્વિષ્ઠ ગંભીર ગરજતો ગિરિરાજ ગુંજે, ગાઉં શું?
  2. નૂપો વિરમ્યા અવ તો મહાલયે. (મહા + આલય = મહેલ, મહા + લય = મહાનાશ)
  3. દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી.
  4. એ અદ્ભુત પ્રદેશ પૃથ્વી પર સ્વર્ગ જેવો પ્રકાશતો.
  5. ચપળ નેત્ર ઝીણું અંજવ, જાણે જાળે પડ્યું ખંજન

ઉત્તરઃ

  1. અનુપ્રાસ / વર્ણસગાઈ
  2. શ્લેષ
  3. રૂપક
  4. ઉપમા
  5. ઉભેલા

પ્રશ્ન 2.

  1. સાગર સાગરના સમો, ગગન ગગન સમ તેમ, રામ-રાવણનું યુદ્ધ બસ રામ-રાવણનું તેમ.
  2. જટા ધરે વડવૃક્ષ; પતંગ નિજ બાળે કાયા.
  3. કમળ થકી કુમળું રે બહેની ! અંગ છે એનું.
  4. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
  5. જાદવ સ્ત્રી તાળી દેઈ હસે ? “ધન્ય નગર આવો નર વસે. કીધાં હશે વ્રત તપ અપાર તે સ્ત્રી પામી હશે આ ભરથાર.

ઉત્તરઃ

  1. અનન્વય
  2. સજીવારોપણ
  3. વ્યતિરેક
  4. રૂપક
  5. વ્યાજસ્તુતિ

પ્રશ્ન 3.

  1. કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે.
  2. આકાશધરા ત્યાં કંપ્યાં, ડોલ્યાં ચૌદ બ્રહ્માંડ.
  3. જામી ગઈ તરત ઘોર, કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.
  4. રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.
  5. ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે છે.

ઉત્તરઃ

  1. વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ
  2. અતિશયોક્તિ
  3. અંત્યાનુપ્રાસ
  4. સજીવારોપણ
  5. શ્લેષ

પ્રશ્ન 4.

  1. દેવનદી, ઘાયલ વાઘણ જેવી, શોર અને ગર્જન સાથે રુદ્રકુંડમાં ખાબકે છે.
  2. ધીમે ધીમે તે ડગ ધરતો – કોઈ મત્ત ગજેદ્રની માફક
  3. કુલીન કન્યા બની લીન સંગીતે.
  4. પાણી વિણ નવ કામનાં – સર, વીર ને તલવાર
  5. રેલરાહત-ફાળામાં એક જ રૂપિયો! ધન્ય છે તમારી ઉદારતાને!

ઉત્તરઃ

  1. ઉપમા / સજીવારોપણ
  2. ઉપમા
  3. યમક / શબ્દાનુપ્રાસ
  4. શ્લેષ (પાણી = જળ, શૌર્ય ને ધાર)
  5. વ્યાજસ્તુતિ –

પ્રશ્ન 5.

  1. સમુદ્ર જેવું ઉર એ ઉદાર.
  2. નિશ્ચયના મહેલમાં વસે મારો હાલમો!
  3. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ.
  4. ધ્રુજે ધ્રુવ ને મેરુ ડગિયો, ખળભળિયાં પાતાળ.
  5. હતાં એનાં અંગો / કુસુમ થકીયે કોમળ વધુ.

ઉત્તરઃ

  1. ઉપમા
  2. રૂપક
  3. ઉન્મેલા
  4. અતિશયોક્તિ
  5. વ્યતિરેક

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *