GJN 10th English

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 6 The Sneak Thief

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 6 The Sneak Thief

GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 6 The Sneak Thief (Second Language)

The Sneak Thief Summary in Gujarati

ઇસ્પેક્ટર ઍન્ડરસન ફરજ પર નહોતા. તેઓ હમણાં જ થોડા મિત્રોને મળવા સ્ટેશન પર આવ્યા હતા, પણ તેમની ગાડી એક કલાક મોડી હતી. તેઓ જ્યારે ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા ત્યારે એક અસ્વસ્થ નજરવાળા માણસ તરફ તેમનું ધ્યાન ખેંચાયું. પછીથી એ પ્રવાસીઓના ટોળામાં ભળી ગયો.

થોડી મિનિટોમાં જ ઇન્સ્પેક્ટરે તેને શોધી કાઢ્યો. તે સ્ટેશનની કૉફી શૉપમાં જઈ રહ્યો હતો. હવે તેના હાથમાં ચામડાનું પાકીટ હતું. તે માણસ પાકીટને ખુરસી અને દીવાલ વચ્ચે મૂકીને ખૂણાના ખાલી ટેબલ પાસે બેસી ગયો.
આ માણસ પર શી શંકા થાય છે?

ઇન્સ્પેક્ટરે તેનો પીછો કર્યો અને તેના જ ટેબલ પાસે જઈને બેઠા અને તેને તેની પાસેના પાકીટની માલિકી વિશે થોડા પ્રશ્નોના જવાબ આપવા સ્ટેશન માસ્તરની ઑફિસમાં આવવા કહ્યું. માણસે ગુસ્સે થઈને પાકીટ પોતાનું જ હોવાનો દાવો કર્યો, પણ તે સાથે જવા સંમત થયો.

સ્ટેશન માસ્તરની ઑફિસમાં ટેબલ પર પાકીટ ખોલતાં જ તેમાં કાગળોની એક ફાઈલ અને 20,000 ડૉલર ભરેલું એક પાકીટ મળી આવ્યાં. “અરે આ મારું પાકીટ નથી.” મિ. ફિન્કે મોટા અવાજમાં કહ્યું.

‘મિ. ફિન્ક, આપણે આ પાકીટ ખોલ્યું તે પહેલાં તમે અમને કહ્યું કે તે પાકીટ તમારું જ હતું અને તેમાં માત્ર બે મૅગેઝિન્સ હતાં. હવે, તમે માલિક નથી એમ કહો છો. એ વિશે તમારે શું કહેવું છે?” ઇન્સ્પેક્ટરે પૂછ્યું. મિ. ફિન્ક મૂંઝાઈ ગયા. “આજે સવારે ક્લૉકરૂમમાં મેં સોંપેલું તે આ પાકીટ નથી.

” તેણે કહ્યું, “તેમણે મને બીજા કોઈનું (પાકીટ) આપ્યું હોવું જોઈએ. એ બરાબર મારા પાકીટ જેવું જ દેખાય છે. પણ હું જોઈ શકું છું કે તે (પાકીટ) મારું નથી. મારા પાકીટને તો તાળું વાસેલું હતું અને તેમાં કેટલાંક મૅગેઝિન્સ જ હતાં. હું ગાડીમાં તે વાંચતો હતો. આટલા પૈસા સાથેના આ પાકીટને તેના માલિકે આમ ખુલ્લું તો ના જ મૂકવું જોઈએ. એ ભૂલથી મારું પાકીટ લઈ ગયા હશે તો તે બહુ ખુશ નહીં થાય.”

“મને ખાતરી છે કે એમ નહિ થાય,” ઇન્સ્પેક્ટરે કહ્યું. “જેમાં માત્ર બે જ મૅગેઝિન્સ હોય તેવું પાકીટ કોઈ સાચવવા શા માટે મૂકે તેનું મને આશ્ચર્ય થાય છે.” સાફ વાત છે,” મિ. ફિનકે કહ્યું. “હું એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ લઈને આજે સવારે જ બાર વાગ્યા પહેલાં આ શહેરમાં આવ્યો છું.

ગાડીમાં હું મૅગેઝિન્સ વાંચતો હતો. થોડાં જૂનાં પુસ્તકો ખરીદવાની આશાએ હું આ પાકીટ લઈ આવ્યો પણ હું પુસ્તકભંડારમાં ગયો નહિ, કારણ કે મને એક મારો જૂનો મિત્ર મળી ગયો અને તે મને તેના ઘેર લઈ ગયો.” એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું?” બરાબર,” મિ. ફિન્કે કહ્યું. “હું એ સાથે લઈને ફરવા નહોતો ઇચ્છતો, તેથી (પાકીટ) અહીં મૂકી હું મારા મિત્ર સાથે ગયો. આવવા-જવાનું ટેક્સી ભાડું આપ્યું… મઝા કરી.”

મિ. ફિન્કના ખુલાસામાં તમને કંઈક અતાર્કિક વાતનો ખ્યાલ આવ્યો? એ શી છે?

નસીબદાર છો,” ઇન્સ્પેક્ટરે કહ્યું. “હવે તમને તમારાં બધાં ખિસ્સામાંની વસ્તુઓ કાઢી આ ટેબલ પર મૂકવામાં કંઈ વાંધો તો નથી ને?” ‘જરાય નહિ,” મિ. ફિઝે કહ્યું. “મારે કશું જ છુપાવવાનું નથી. તમને જેટલો વહેલો સંતોષ થાય તેટલો વહેલો હું જઈ શકું. મારે આ પાકીટ ક્લૉકરૂમમાં લઈ જઈ મારું (પાકીટ)

હજુ પણ ત્યાં છે કે નહિ તે જોવું પડશે.” ‘ આ શંકાસ્પદ વ્યક્તિ સાચું કહે છે કે નહીં તે જાણવા ઍન્ડરસન માટે મિ. ફિન્કનું નિવેદન અને તેના ખિસ્સામાંની ચીજો પૂરતી હતી. આ શંકાસ્પદ વ્યક્તિ ગુનેગાર છે? તમે એ કેવી રીતે કહી શકો? તમે હજુ પણ નિર્ણય કરી શક્યા ન હો તો આ કડીઓ તપાસો…

અથવા ઇન્સ્પેક્ટરને નિર્ણય પર આવવા માટે કડીઓ તરફના નિર્દેશો જુઓ.

કડીઓ :
નીચે આપેલા દરેક વિધાનમાં એક એક ઉકેલ મળી આવે છે:
1. “મારા પાકીટને તાળું વાસેલું હતું.”
2. “એક દિવસની કરતી પ્રવાસી ટિકિટ પર આજે સવારે બાર વાગ્યા પહેલાં હું આ શહેરમાં આવ્યો છું.”
3.“મને થોડાં જૂનાં પુસ્તકો ખરીદવાની આશા હતી.”

ઉકેલ:

શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુઓ નથી મળી : પાકીટની ચાવી. ટિકિટનો “પાછા ફરવાનો” ભાગ. પુસ્તકો ખરીદવા પૂરતા પૈસા (અને પૈસા ચૂકવવાનો બીજો કોઈ માર્ગ નથી). ફિન્કની ધરપકડ કરી તેના પર આરોપ મૂક્વામાં આવ્યો. પાકીટના માલિકને શોધી કાઢવાનું કામ સહેલું હતું.

સમાચારપત્ર ખરીદતી વેળાએ તેણે તેનું પાકીટ નીચે મૂકેલું અને આંખના પલકારામાં પાકીટ ગુમ થઈ ગયેલું એમ સિદ્ધ થયું. પાકીટના ઉઠાવગીરે સરસ મજાની વાત બનાવી કાર્ય પણ એ પાકીટમાંની ચીજો અને તેના ખિસ્સામાંની ચીજો એકસરખી હોવાનું દર્શાવવાનું ભૂલી ગયો. પ્રશ્નો અપકૃત્યો પર વિજય મેળવે છે.

Word Meanings


GSEB Solutions Class 10 English Supplementary Chapter 6 The Sneak Thief 2

GSEB Class 10 English The Sneak Thief Text Book Questions and Answers

Read the passage and answer the questions.

A few minutes later, the inspector spotted the man, he was entering the station’s coffee shop. Now he was carrying a leather briefcase. The man sat down at a vacant corner table, placing the briefcase between his chair and the wall.

The inspector followed him and sat at his table and asked him to come over to the Station Master’s office to answer a few questions about the ownership of the briefcase that he had with him. The man claimed angrily that the briefcase was his, but he agreed to go along.

In the Station Master’s office the briefcase lay open on the desk, revealing a file of papers and an envelope containing about $ 20,000. “Oh, this is not my briefcase,” shouted Mr Fink.“Before we opened this briefcase, Mr Fink,” began the Inspector, “you told us it was definitely yours and that it contained only a couple of magazines. Now you deny that you are the owner. How do you explain that ?” [Pages 27-28]

Questions :
(1) What was the man carrying ?
(2) Where did the man put the briefcase ?
(3) What did the Inspector tell the man ?
(4) What did the man claim ?
(5) What was found in the briefcase ?
(6) What did Mr Fink do when he saw the contents of the briefcase ?
Answers :
(1) The man was carrying a leather briefcase.
(2) The man put the briefcase between his chair and the wall.
(3) The Inspector asked the man to come over to the Station Master’s office to answer a few questions about the ownership of the briefcase that he had with him.
(4) The man claimed that he was the owner of the briefcase.
(5) A file of papers and an envelope containing about $ 20,000 were found in the briefcase.
(6) When Mr Fink saw the contents of the briefcase, he denied that he was the owner of the briefcase.

Vocabulary Recognition

Select the word having the nearest meaning.

Question 1.
restless
A. relaxed
B. impatient
C. patient
D. active
Answer:
B. impatient

Question 2.
vacant
A. available
B. full
C. occupied
D. empty
Answer:
D. empty

Question 3.
to spot
A. to see
B. to catch
C.to call
D.to shoot
Answer:
A. to see

Question 4.
reveal
A. see
B. notice
C. tell
D. hide
Answer:
C. tell

Question 5.
deny
A. refuse
B. accept
C. delay
D. depend
Answer:
A. refuse

Question 6.
puzzled
A. agitated
B. amazed
C. confused
D. surprised
Answer:
C. confused

Question 7.
clue
A. suspect
B. hint
C. spot
D. charge
Answer:
B. hint

Question 8.
charge
A. arrest
B. accuse
C. spot
D. deny
Answer:
B. accuse

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *