Gujarat Board Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)
Gujarat Board Solutions Class 10 Science Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)
નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Class 10 GSEB Solutions Science Chapter 16
→ નૈસર્ગિક સ્ત્રોતો (Natural resources) મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્રોતોને નૈસર્ગિક સ્રોતો કહે છે. જમીન, પાણી, હવા, જંગલો, વન્ય જીવો, કોલસો, પેટ્રોલિયમ વગેરે નૈસર્ગિક સ્ત્રોતોનાં ઉદાહરણ છે.
→ ગંગા નદીના પાણીની ગુણવત્તાની જાળવણી અને સફાઈ માટે 1985માં ગંગા સફાઈ યોજના(Ganga Action Plan)ની શરૂઆત કરવામાં આવી. પાણીમાં કોષિફોર્મ જીવાણુ (Coliform bacteria) – હાજરી, પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી દૂષિત હોવાનું સૂચવે છે.
→ કેટલાંક માપન યોગ્ય પરિબળો કે કારકોનો ઉપયોગ પાણીની જરૂરી ગુણવત્તાની જાળવણી અને પ્રદૂષણ માપન માટે કરવામાં આવે છે. સાર્વત્રિક સૂચકUિniversal indicator)ની મદદથી પાણીની pH સરળતાથી તપાસી શકાય છે. પાણીના pHનું સ્તર 6.5–8.5 હોય, તો તે પીવાલાયક ગણાય છે.
→ બધા જ સજીવોના લાભ માટે નૈસર્ગિક સ્ત્રોતોના નિયંત્રિત ઉપયોગને જાળવણી (Conservation) કહે છે.
→ પર્યાવરણ બચાવવા માટેના પાંચ “R:
- Reduce (ઓછો ઉપયોગ),
- Recycle (પુનઃચક્રીયકરણ),
- Reuse (પુનઃઉપયોગિતા),
- Refuse (ના પાડવી) અને
- Repurpose (હેતુ ફેર કરવો).
- ઓછો ઉપયોગ તેનો અર્થ વસ્તુનો ઉપયોગ ઘટાડી નૈસર્ગિક સ્રોતો બચાવવા.
- પુનઃચક્રીયકરણ : તેનો અર્થ નકામાં ગણાતાં દ્રવ્યોમાંથી વિવિધ પ્રક્રિયા દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ કરવું.
- પુનઃઉપયોગિતા તેનો અર્થ વસ્તુનો વારંવાર ઉપયોગ કરવો. કોઈ વસ્તુ તેના પ્રાથમિક અને મૂળ હેતુ માટે વધારે ઉપયોગી ન રહે ત્યારે અન્ય હેતુ માટે તેનો ઉપયોગ કરવો.
- ના પાડવી તેનો અર્થ પર્યાવરણને હાનિકારક હોય તેવાં ઉત્પાદનોને ખરીદવાની ના પાડવી.
- હેતુ ફેર કરવો તેનો અર્થ કોઈ ઉત્પાદનનો ઉપયોગ મૂળભૂત હેતુ માટે ન થઈ શકે તો બીજા હેતુ માટે ઉપયોગ કરવો.
→ સુપોષિત વિકાસની સંકલ્પના (The concept of sustainable development) : મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ તેમજ વિકાસને પ્રોત્સાહિત કરે છે. આર્થિક વિકાસ એ પર્યાવરણ-સંરક્ષણ અને જાળવણી સાથે સંબંધિત છે.
→ નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનની જરૂરિયાત નીચેના કારણોસર છે:
- તે ભવિષ્યની પેઢીઓ માટે જળવાઈ રહે.
- તેનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતે થાય.
- પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તેનો ઉપયોગ થાય.
→ જંગલો (Forests) અગત્યનો પુનઃપ્રાપ્ય નૈસર્ગિક સ્ત્રોત છે. વિવિધ પ્રકારનાં સજીવ-સ્વરૂપોની વિશાળ શ્રેણી જંગલોમાં જોવા મળે છે. જંગલો જૈવ-વિવિધતાના “વિશિષ્ટ સ્થળ” (Biodiversity hot spot) છે.
→ જંગલ-સંરક્ષણ સાથે સંકળાયેલા સહભાગીઓ stakeholders of forest protection) :
- જંગલમાં કે તેની નજીક રહેતા લોકો
- સરકારી વનવિભાગ
- ઉદ્યોગપતિઓ
- વન્ય જીવ અને પ્રકૃતિપ્રેમીઓ
→ ભારત સરકારે પ્રાણી-સંરક્ષણ માટે અમૃતાદેવી બશ્નોઈ નેશનલ Buais(Amrita Devi Bishnoi National Award for wildlife conservation)ની વ્યવસ્થા કરી છે. આ પુરસ્કાર અમૃતાદેવી બીગ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે, કે જેમણે 1731માં ખેજરી વૃક્ષોને બચાવવા 363 લોકોની ‘સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
→ ચીપકો આંદોલન (Chipko movement) 1970ના શરૂઆતના દશકામાં ગઢવાલના ‘રેની’ નામના ગામથી શરૂ થયું હતું. ચીપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે થયું હતું.
→ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના અરાબારી (Arabari) વનવિસ્તારમાં સાલ વૃક્ષનાં જંગલોને સ્થાનિક ગ્રામવાસીઓના સહયોગથી સંરક્ષણ આપી, સમૃદ્ધ કરવામાં આવ્યાં.
→ જંગલ વિસ્તારમાં એક જ પ્રકારનાં વૃક્ષો પાઇન (ચીડ), સાગ કે નીલગિરિના વાવેતર વનવિભાગ માટે લાભકારક સ્રોત બને છે. પરંતુ તેનાથી જંગલ- વિસ્તારની જૈવ-વિવિધતા મોટા પાયે નાશ પામે છે.
→ પૃથ્વી પર વસતા બધા જ સજીવોની મૂળભૂત જરૂરિયાત પાણી છે. મીઠા પાણી માટે વરસાદ ખૂબ અગત્યનો સ્ત્રોત છે. મોટા બંધ(Damમાં પાણીનો પર્યાપ્ત માત્રામાં સંગ્રહ સિંચાઈ માટે તેમજ વિદ્યુત-ઉત્પાદન માટે ઉપયોગી છે. મોટા બંધ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓ સર્જે છે.
→ પાણીનો સંગ્રહ (Water harvesting) કરવાનું વ્યવસ્થાપન માત્ર પાણીનો સંગ્રહ કરતા ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવક વધારવાનો નથી, પરંતુ શુષ્કતા તેમજ પૂરને શાંત કરવાનું છે. ડિૉ. રાજેન્દ્ર સિંઘ 2015માં પાણી-સંરક્ષણનું ઈનામ જીત્યા. તેમને “India’s Waterman’ તરીકે ઓળખવામાં આવે છે.
→ અશ્મી બળતણ (Fossil fuels) એટલે કે કોલસો અને પેટ્રોલિયમ લાખો વર્ષો પૂર્વે સજીવોના જૈવભારના વિઘટનથી ઉત્પન્ન થયા છે. ઊર્જાસંબંધી મોટા ભાગની જરૂરિયાતો કોલસા અને પેટ્રોલિયમના ભંડારોમાંથી સંતોષવામાં આવે છે. આપણે ઊર્જાના વૈકલ્પિક સ્રોતોનો ઉપયોગ વધારી અશ્મી બળતણ પરનું અવલંબન ઘટાડવાની જરૂરિયાત છે. કોલસો અને પેટ્રોલિયમ સમાપ્ત થઈ જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય ઊર્જાસ્ત્રોત છે.
GSEB Class 10 Science Important Questions Chapter 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)
વિશેષ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
તફાવત આપો:
પ્રશ્ન 1.
પુનઃચક્રીયકરણ (Recycle) અને પુનઃઉપયોગિતા (Reuse)
ઉત્તર:
પ્રશ્ન 2.
કોલસો અને પેટ્રોલિયમ
ઉત્તર:
પ્રશ્ન 2.
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો:
પ્રશ્ન 1.
કેટલાંક સામાન્ય પગલાં / ઉપાય ઊર્જાસ્રોતોના સંરક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.
ઉત્તરઃ
- જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, ટેલિવિઝન અને અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની સ્વિચ બંધ કરવી.
- બેથી ત્રણ માળનાં મકાનોમાં લિફટની જગ્યાએ પગથિયાંનો ઉપયોગ કરવો.
- પ્રેશર કૂકરનો ઉપયોગ કરી બળતણનો બચાવ કરવો.
- ટૂંકા અંતરે જવા સાઇકલનો ઉપયોગ કરવો.
- અંગત વાહનોના બદલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ હું કરવો.
આ સામાન્ય પગલાં ઊર્જાસ્રોતોના સંરક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.
પ્રશ્ન 2.
આપેલી આકૃતિઓ/ ચાર્ટનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપોઃ
(1)
પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
ગંગા નદીના પાણીમાં સલામત સ્તર કરતાં અધિકતમ પ્રમાણમાં જોવા મળતા રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ આપો.
ઉત્તરઃ
મનુષ્યના આંતરડામાં રહેલા કોલિફૉર્મ રોગકારક સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ ગંગા નદીના પાણીમાં સલામત સ્તર કરતાં અધિકતમ માત્રામાં છે.
પ્રશ્ન 2.
ગંગા નદી પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ કયું છે?
ઉત્તરઃ
ગંગા નદીના કિનારે આવેલાં 100થી વધારે શહેરો ઉત્સર્જિત કચરો તેમજ સારવાર કર્યા વગરનો મળ ગંગાના પ્રવાહમાં વહેવડાવે છે. તે ગંગા નદી પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ છે.
પ્રશ્ન 3.
કયા સ્ત્રોત દ્વારા આપણે માહિતગાર થઈએ છીએ કે ગંગા નદીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ ઊંચું છે?
ઉત્તરઃ
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ – CPCB (Central Pollution Control Board)
(2)
પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
(a) અને (b) જલ-સંગ્રાહકનાં નામ આપો.
ઉત્તર:
(a) જલ-સંગ્રાહક – તળાવ જલ-સંગ્રહ
(b) જલ-સંગ્રાહક – ભૂગર્ભ જલ-સંગ્રહ
પ્રશ્ન 2.
(a) જલ-સંગ્રાહક કરતાં (b) જલ-સંગ્રાહકનો શો લાભ ૨ છે? શા માટે?
ઉત્તર:
તળાવ જલ-સંગ્રહ કરતાં ભૂગર્ભ જલ-સંગ્રહ વધારે લાભદાયી છે, કારણ કે તે બાષ્પરૂપે ઊડી જતું નથી. તે પ્રદૂષકો વડે સરળતાથી પ્રદૂષિત થતું નથી. તે મોટા વિસ્તારો સુધી પ્રસરી કૂવાના જલસ્તરમાં વધારો કરે છે.
પ્રશ્ન 3.
પ્રશ્નો:
પ્રશ્ન 1.
આકૃતિમાં કઈ પરંપરાગત પદ્ધતિ દર્શાવી છે?
ઉત્તર:
ખાદીન પદ્ધતિ
પ્રશ્ન 2.
કયા રાજ્યમાં અને શાના માટે આ પદ્ધતિ વ્યવસ્થા અપનાવવામાં આવી છે?
ઉત્તર:
રાજસ્થાનમાં પાણીના સંગ્રહણ માટે આ પદ્ધતિ / વ્યવસ્થા અપનાવવામાં આવી છે.
પ્રશ્ન 3.
જલ-સંગ્રહણની પ્રાચીન પદ્ધતિઓનાં નામ આપો.
ઉત્તર :
કુલહ, કટ્ટા, તાલ (તળાવ), બંધીશ, અહાર, એરિસ, 3 સુરંગમ્ વગેરે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે?
ઉત્તરઃ
પૃથ્વી પર નૈસર્ગિક સોતો મર્યાદિત છે. વસતિ-વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્રોતોની માંગ ખૂબ ઝડપથી વધતી જાય છે.
- નૈસર્ગિક સ્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દષ્ટિકોણમાં રાખી કરવું જોઈએ. જેથી ભવિષ્યની વધુમાં વધુ પેઢીઓ સુધી સોતો પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિશોષણ ન થાય.
- આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે, તેનું વિતરણ સમાજના બધા વગોંમાં સમાન રીતે થાય.
- સ્ત્રોત મેળવતી વખતે કે તેના ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે. દા. ત., ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આથી સુપોષિત નૈસર્ગિક સ્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ.
પ્રશ્ન 2.
જૈવ-વિવિધતા (Biodiversity) એટલે શું? જૈવવિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે? જૈવ-વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે?
ઉત્તર:
કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિનાં સજીવસ્વરૂપો (જીવાણુઓ, ફૂગ, ત્રિઅંગીઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ વગેરે) અને તેમની સંખ્યાને જૈવ-વિવિધતા કહે છે.
જૈવ-વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ-વિવિધતાની જાળવણી કરવાનો છે.
જૈવ-વિવિધતાનું વિશિષ્ટ સ્થળ જંગલો છે.
પ્રશ્ન 3.
વન-સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે, તે જણાવો.
ઉત્તર:
વન-સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ નીચેની વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે:
- જંગલની અંદર તેમજ તેની નજીક રહેતા લોકો તેઓ પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર આધારિત હોય છે.
- સરકારનો વનવિભાગ તેની પાસે જંગલોનું નિયંત્રણ છે -. અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્રોતોનું નિયંત્રણ કરે છે.
- ઉદ્યોગપતિઓઃ તેઓ ઉદ્યોગો માટે કાચા પદાર્થો મેળવે છે, પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર પર આધારિત નથી. તેઓ જંગલના ગમે તે વિસ્તારોમાંથી શોષણ કરે છે.
- વન્ય જીવન અને પ્રકૃતિપ્રેમીઓ તેઓ પ્રકૃતિ(કુદરત)નું તેની મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી ઇચ્છે છે.
પ્રશ્ન 4.
જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો / ભાગીદારો દ્વારા અસર પામે છે, તે સમજાવો.
ઉત્તર:
જંગલ સ્ત્રોતો મુખ્ય દાવેદારો | ભાગીદારો દ્વારા વિવિધ રીતે અસર પામે છે.
(1) સ્થાનિક લોકો તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે.
- તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલની નીપજો/વસ્તુઓ પર આધારિત હોય છે.
- તેઓને મોટી માત્રામાં બળતણનાં લાકડાં, નાની લાકડીઓ તેમજ છાપરાંની જરૂરિયાત હોય છે.
- તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા; ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા; ખેતીનાં સાધનો ઉપરાંત માછલી પકડવાનાં તેમજ શિકાર કરવાનાં સાધનો બનાવવા માટે કરે છે.
- તેઓ મોટા ભાગે જંગલમાંથી ફળો, કવચવાળાં ફળ, ચારો, ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં વ્યસ્ત રહે છે.
- તેઓ જંગલમાં પશુઓ ચરાવે છે.
- આમ, સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિઓ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી.
(2) સરકારી વનવિભાગ સરકારી વનવિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો.
- અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વનવિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારનાં વૃક્ષો પાઇન, સાગ કે નીલગિરિનું વાવેતર કર્યું.
- આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી.
- તેથી આવા વિસ્તારની જૈવ-વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ.
- આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વનવિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો.
(3) ઉદ્યોગપતિઓઃ ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્રોત ગણે છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ-વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે.
- તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી – પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી.
- તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાના બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિશોષણ કરે છે.
ઉદા., જંગલના એક વિસ્તારમાં સાગનાં બધાં વૃક્ષોની કરાઈ કરાવ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગનાં વૃક્ષોની કટાઈ શરૂ કરાવે છે.
(4) પ્રકૃતિ અને વન્ય જીવ પ્રેમીઓ તેઓ જંગલો અને વન્ય જીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે.
- તેઓ જંગલ પર નિર્ભર નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં છે તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે.
- જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતાં સ્થાનિક લોકોને પણ તેમાં સમાવાય છે.
પ્રશ્ન 5.
ટૂંક નોંધ લખો ચીપકો આંદોલન
ઉત્તર:
ચીપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ 3 ઓળખાય છે.
- આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના “રેની’ ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું.
- “ચીપકો આંદોલન’ સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું.
- ગામની નજીક જંગલ વિસ્તારનાં વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કૉન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કૉન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા.
- એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કૉન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા.
- ત્યાંની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતા અટકાવ્યા.
- ચીપકો આંદોલન માનવ-સમુદાયો અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. પરિણામે ભારત સરકારને જંગલના સ્રોતોના સઉપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા પુર્નવિચારણા કરવાની ફરજ પડી.
પ્રશ્ન 6.
ચીપકો આંદોલન પાછળ કયું કારણ જવાબદાર હતું હું અને તે દરમિયાન શું થયું? આ આંદોલનનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
ચીપકો આંદોલન પાછળ કૉન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા રેની ગામ નજીક જંગલનાં વૃક્ષોને કપાતાં અટકાવવાનું કારણ જવાબદાર હતું.
આ ઘટના દરમિયાન, જ્યારે કૉન્ટ્રાક્ટર તેના માણસો સાથે વૃક્ષો : કાપવા માટે આવ્યા ત્યારે ગામની સ્ત્રીઓ વૃક્ષોના થડને ભેટી વીંટળાઈને ઊભી રહી અને મજૂરોને વૃક્ષો કાપતા અટકાવ્યા.
આ ચળવળને પરિણામે માલિકોએ વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. ભારત સરકારને પણ જંગલના સ્ત્રોતોના ઉપયોગ માટે તેમજ તેની જાળવણી માટે પુર્નવિચારણા કરવાની ફરજ પાડી.
પ્રશ્ન 7.
ઉદાહરણ વડે સમજાવો કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી અસરકારક રીતે થઈ શકે છે.
ઉત્તરઃ
સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઈ શકે છે.
1972માં પશ્ચિમ બંગાળના વનવિભાગને સમજાયું કે, રાજ્યના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ (શોરિયા રોબોટા – Shorea robusta) નાં જંગલોની પુનઃસ્થાપનની યોજના નિષ્ફળ થઈ રહી છે.
આથી વનવિભાગના અધિકારી એ. કે. બેનર્જીએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જિલ્લાના અરાબારીના 1272 હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો.
તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાંની 25 % નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઉપરાંત, તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટેનાં લાકડાં અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી.
સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબારીનાં સાલનાં જંગલો સમૃદ્ધ થઈ ગયાં.
પ્રશ્ન 8.
બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા જણાવો.
ઉત્તર:
બંધ બાંધવાના ફાયદાઓઃ
- બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહને કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ-પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે.
- બંધમાં સંગૃહીત પાણીનો વિદ્યુત-ઉત્પાદન માટે ઉપયોગ થાય છે.
- વરસાદી પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવી શકાય છે. તેમજ કેટલાક અંશે પૂરનું નિયંત્રણ કરી શકાય છે.
- બંધમાંથી નહેરો દ્વારા વધુ માત્રામાં પાણી દૂરના અર્ધશુષ્ક અને શુષ્ક વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે.
બંધ બાંધવાના ગેરફાયદાઓઃ
- ગરીબ સ્થાનિક લોકો તેમના વસવાટ ગુમાવે છે.
- મોટા પ્રમાણમાં કૃષિ-જમીન ડૂબી જાય છે.
- મોટા નિવસનતંત્રનો નાશ થાય છે.
- પાણીનું સમાન વિતરણ થતું નથી. તેથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા લોકો વંચિત રહે છે. પાણીના સ્ત્રોતની નજીક રહેતા લોકો ડાંગર, શેરડી જેવા વધારે પાણી દ્વારા ઊગતા પાકો લઈ શકે છે, જ્યારે પાણીના સ્રોતથી દૂર રહેતા લોકોને પાણી મળી શકતું નથી.
પ્રશ્ન 9.
મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં કઈ પાયાની સમસ્યાઓ કારણભૂત છે? સમજાવો. (કોઈ પણ બે) (March 20)
ઉત્તર:
મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં નીચેની ત્રણ છે પાયાની સમસ્યાઓ કારણભૂત છે :
- સામાજિક સમસ્યાઓ : બંધના નિર્માણથી મોટી સંખ્યામાં છે ખેડૂતો અને આદિવાસી વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરતું વળતર મળતું નથી.
- આર્થિક સમસ્યાઓ તેમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ મળતા નથી.
- પર્યાવરણીય સમસ્યાઓ બંધ-નિર્માણથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ-વિવિધતાને નુકસાન થાય છે.
પ્રશ્ન 10.
જળ-સંગ્રહણના વ્યવસ્થાપનના ઉદ્દેશ કયા કયા છે?
ઉત્તર:
જળ-સંગ્રહણના વ્યવસ્થાપનના ઉદ્દેશ નીચે મુજબ છે :
- ભૂમિ અને પાણીના વૈજ્ઞાનિક સંરક્ષણને પ્રાધાન્ય આપી, જૈવભાર ઉત્પાદનનો વધારો કરવો.
- ભૂમિ અને પાણીના પ્રાથમિક સ્રોતોનો વિકાસ કરવો.
- દ્વિતીય સ્ત્રોત વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ન થાય.
- પાણીનો સંગ્રહ કરતા સમુદાય ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવકમાં વધારો કરવો.
- શુષ્કતા (દુકાળ) અને પૂરનો પ્રભાવ ઘટાડવો.
- બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોના આયુષ્યમાં વધારો કરવો.
પ્રશ્ન 11.
પાણીના સંગ્રહ માટે સ્થાનિક સમુદાયોએ કઈ કઈ રીતો વિકસાવી છે?
ઉત્તરઃ
સ્થાનિક સમુદાયોએ તેમની જમીન પર પડતા પાણીના દરેક ટીપાના સંરક્ષણ – સંગ્રહ માટે સૌથી વધારે રીતો વિકસાવી છે. તે પૈકી કેટલીક રીતો નીચે મુજબ છે :
- નાના ખાડા અને સરોવર ખોદવા.
- પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાની સ્થાપના કરવી.
- માટીના નાના બંધ બનાવવા.
- રેતી અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરી જળાશય બનાવવા.
- ઘરના ધાબાઓ પરથી પાણી એકત્ર કરવું.
પ્રશ્ન 12.
પાણીનો સંગ્રહ એટલે શું? આ તકનિક પાણીની જાળવણીમાં કેવી રીતે મદદ કરે છે?
ઉત્તર:
વરસાદી પાણીને મોટી રચના / વિશાળ સ્થાનમાં ભેગું કરી, સમગ્ર વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવું તેને પાણીનો સંગ્રહ કહે છે. ભારતમાં પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ પ્રાચીન સંકલ્પના છે.
આ તકનિકનો મુખ્ય ઉદ્દેશ સપાટીય જળ (સપાટીની ઉપરનું) જાળવી રાખવાનો અને ભૂમીય જળસ્તરમાં (સપાટીની નીચેનું) વધારો કરવાનો છે.
પ્રશ્ન 13.
પાણી-સંગ્રહણની સ્થાનિક તકનિકોથી સ્થાનિક નિવાસીઓને કયા લાભ થાય છે?
ઉત્તર:
પાણીના સંગ્રહણની સ્થાનિક તનિકોથી સ્થાનિક નિવાસીઓને નીચેના લાભ થાય છે:
- પાણીના સંગ્રહણ અને સંરક્ષણનું નિયમન સ્થાનિક નિવાસીઓ પાસે હોવાથી આ સ્રોતોનું સક્ષમ વ્યવસ્થાપન વધે છે.
- પાણીનું અતિશોષણ દુરુપયોગ ઘટે છે. ભૂગર્ભમાં સંગ્રહાતા પાણીથી મોટા વિસ્તારમાં વનસ્પતિઓને ભેજ પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને પ્રાણીઓનાં ઉત્સર્ગ દ્રવ્યોથી પાણી પ્રદૂષિત થતું અટકે છે.
પ્રશ્ન 14.
પાણીના ભૂમીય જળસ્વરૂપમાં સંરક્ષણના લાભ / ફાયદા જણાવો.
ઉત્તર:
પાણીના ભૂમીય જળસ્વરૂપમાં સંરક્ષણના લાભ નીચે મુજબ છેઃ
- તે બાષ્પ બનીને ઊડી જતું નથી.
- તેમાં મચ્છરોના પ્રજનનની સમસ્યા ઉદ્ભવતી નથી.
- તે મનુષ્ય અને પ્રાણીઓનાં ઉત્સર્ગ દ્રવ્યોથી પ્રદૂષિત થતું નથી.
- તે મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ પૂરો પાડે છે.
- તે ભૂમિમાં પ્રસરીને કૂવાઓના જળસ્તરમાં વધારો કરે છે.
પ્રશ્ન 15.
ટૂંક નોંધ લખોઃ પાણીના સંગ્રહની પારંપરિક ખાદીન પદ્ધતિ
ઉત્તર:
મોટા સમતલીય ભૂમીય ભાગ પાણી-સંગ્રહણ સ્થળ તરીકે ઉપયોગી છે. તે મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા સ્વરૂપે અથવા વર્ષાઋતુમાં પૂરી રીતે ભરાઈ જતા નાળા (નીચાણવાળા ભાગ) સ્વરૂપે અથવા કુદરતી જળમાર્ગ પર ક્રોંક્રીટ અને નાના કાંકરા, પથ્થરોથી બનાવેલા ચેકૉમ સ્વરૂપે હોય છે.
આ નાના અવરોધોને કારણે ચોમાસામાં તળાવો પાણીથી ભરાઈ જાય છે. મોટાં જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. પરંતુ નાનાં જળાશયોમાં આ પાણી છ મહિના કે તેનાથી ઓછા સમય સુધી રહે છે અને પછી તે સુકાઈ જાય છે.
આ પારંપરિક પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીની સપાટીની નીચે રે ભૂમીય જળસ્તરમાં વધારો કરવાનો છે.
પ્રશ્ન 16.
પાણી-સંગ્રહણના ચાર ફાયદા જણાવો.
ઉત્તર:
પાણી-સંગ્રહણના ફાયદા નીચે મુજબ છે :
- ભૂગર્ભીય જળસ્તરમાં વધારો કરે છે.
- પીવા માટે પાણી પૂરું પાડે છે.
- સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે.
- વનસ્પતિઓની વૃદ્ધિ માટે પાણી પૂરું પાડે છે.
પ્રશ્ન 17.
ભારતના જુદા જુદા વિસ્તારમાં પાણીના સંગ્રહણની / વ્યવસ્થાપનની પરંપરાગત પદ્ધતિઓ વિશે જણાવો.
ઉત્તર:
પ્રશ્ન 18.
ભવિષ્યમાં ઉત્પન્ન થનારી પાણીની ગંભીર સમસ્યાના 3 નિવારણ માટે આપણે શું કરવું જોઈએ? (August 20)
ઉત્તર:
ભવિષ્યમાં ઉત્પન્ન થનારી પાણીની ગંભીર સમસ્યાના કે નિવારણ માટે આપણે નીચે મુજબના પ્રયત્નો કરવા જોઈએ :
- પાણીના સંગ્રહની પારંપરિક પદ્ધતિઓ વિકસાવવી.
- પાણીના પ્રદૂષણને અટકાવવું જોઈએ.
- વરસાદી પાણીને ભૂગર્ભીય કૂવા બનાવી સંગ્રહ કરવો.
- ઘરવપરાશ(કપડાં, વાસણ, વાહનો, ઘર તેમજ શરીર સફાઈ)માં પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો.
- બાગ તેમજ ખેતીમાં ટપક પદ્ધતિ – ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
- પાણી વપરાશના મીટર મૂકવા.
- વપરાયેલ પાણીના શુદ્ધીકરણની તનિક વિકસાવવી.
- સમુદ્રના જળનું વિક્ષારીકરણ કરવાની તનિક વિકસાવવી.
પ્રશ્ન 19.
આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. શા માટે?
ઉત્તર:
આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, કારણ કે
- કોલસો અને પેટ્રોલિયમ અમી બળતણ છે. તે ખૂટી જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે.
- તેના ભંડારો મર્યાદિત છે.
- કુદરતમાં આ સ્ત્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે.
- તેમના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે.
- તેમના દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતાં ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે.
પ્રશ્ન 20.
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના નિયંત્રણ માટેનાં પગલાં સૂચવો.
ઉત્તર:
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના નિયંત્રણ માટેનાં ? પગલાં આ મુજબ છેઃ
- પેટ્રોલ, ડીઝલ સંચાલિત વ્યક્તિગત વાહનો અને અશ્મી બળતણનો ઉપયોગ ઘટાડવો. જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો.
- અશ્મી બળતણના બદલે વૈકલ્પિક બળતણ CNGનો ઉપયોગ કરવો.
- કચરો સળગાવવાને બદલે તેનો ખાતર અને બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવો.
- મોટી છે સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો.
- થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્ત્વો દૂર કરી, પછી જ વાતાવરણમાં મુક્ત કરવો.
પ્રશ્ન 21.
નૈસર્ગિક સ્ત્રોતોના સુપોષિત વ્યવસ્થાપનની નિષ્ફળતાનાં બે કારણો સમજાવો.
ઉત્તરઃ
- વસતિવધારોઃ વસતિમાં થતા વધારાને કારણે દિન-પ્રતિદિન નૈસર્ગિક સ્ત્રોતોની માંગમાં વધારો થતો જાય છે. મર્યાદિત સ્રોતો માટે વધતી માંગના દબાણને કારણે વ્યવસ્થાપન નિષ્ફળ થઈ રહ્યું છે.
- સ્વાર્થ / લાલચ: કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકો માટે દુઃખનું કારણ બને છે અને આપણા પર્યાવરણનો સંભવતઃ પૂર્ણ વિનાશ કરે છે. તેનાથી સ્રોતોની અછત સર્જાય છે.
હેતુલક્ષી પ્રોત્તર
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
પર્યાવરણ બચાવવા માટેના પાંચ પૈકી કોઈ પણ ત્રણ ? R જણાવો.
ઉત્તર:
પર્યાવરણ બચાવવા માટેના ત્રણ R :
- Reduce (ઓછો ઉપયોગ),
- Recycle (પુનઃચક્રીયકરણ) અને
- Reuse (પુનઃઉપયોગ).
પ્રશ્ન 2.
કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્ત્વોનાં નામ આપો.
ઉત્તરઃ
કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક તત્ત્વો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે છે.
પ્રશ્ન ૩.
ખનનથી કઈ રીતે પ્રદૂષણ થાય છે?
ઉત્તર:
ખનન દરમિયાન ધાતુના નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો નીકળે છે. તેના દ્વારા પ્રદૂષણ થાય છે.
પ્રશ્ન 4.
જંગલ જૈવ-વિવિધતાના “વિશિષ્ટ સ્થળ’ શા માટે કહેવાય છે?
ઉત્તર:
જંગલ જૈવ-વિવિધતાના વિશિષ્ટ સ્થળ’ કહેવાય છે, કારણ કે તેમાં વિવિધ જાતિનાં સજીવ-સ્વરૂપો જેવાં કે જીવાણુઓ, ફૂગ, ત્રિભંગીઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ વગેરેની વિશાળ શ્રેણી આવેલી હોય છે.
પ્રશ્ન 5.
સુપોષિત વિકાસના મુખ્ય ધ્યેય કયા છે?
ઉત્તરઃ
સુપોષિત વિકાસના મુખ્ય બે ધ્યેય છેઃ
- આર્થિક સમૃદ્ધિ મેળવવી તથા
- ભવિષ્યની પેઢી માટે તંદુરસ્ત પર્યાવરણ જાળવી રાખવું.
પ્રશ્ન 6.
જંગલમાં એક જ પ્રકારના વૃક્ષ ઉછેરના ગેરફાયદા જણાવો.
ઉત્તર:
જંગલમાં એક જ પ્રકારના વૃક્ષ ઉછેરના ગેરફાયદા નીચે મુજબ છે :
- મોટા પાયે જૈવ-વિવિધતાનો નાશ થાય છે.
- સ્થાનિક લોકોની વિભિન્ન જરૂરિયાતો પૂરી થતી નથી.
પ્રશ્ન 7.
કયાં વૃક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ થાય છે?
ઉત્તરઃ
પાઇન (ચીડ), સાગ, નીલગિરિનાં વૃક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ થાય છે.
પ્રશ્ન 8.
જલ-સંગ્રહણનો શો હેતુ છે?
ઉત્તરઃ
જલ-સંગ્રહણનો હેતુ વરસાદી પાણીને સપાટી પર 3 એકત્ર કરી, તેને ભૂમિમાં ઊંડે ઊતારી, ભૂમિના જલસ્તરમાં વધારો કરવાનો છે.
પ્રશ્ન 9.
જંગલની નીપજો પર આધારિત ઉદ્યોગોનાં નામ આપો.
ઉત્તર:
કાગળ, ઇમારતી લાકડું, બીડી, લાખ અને રમતગમતનાં સાધનોના ઉદ્યોગો.
પ્રશ્ન 10.
ઊર્જાની માંગમાં થતો વધારો પર્યાવરણને કેવી રીતે અસર કરે છે?
ઉત્તરઃ
ઊર્જાની માંગમાં વધારો થતાં અશ્મી બળતણનો વપરાશ વધે છે. અશ્મી બળતણના દહનથી ઉત્પન્ન થતા CO2, SO2 અને નાઈટ્રોજનના ઑક્સાઈડ જેવા પ્રદૂષિત વાયુઓ વાતાવરણમાં ઉમેરાય છે. તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો તથા ઍસિડ વર્ષા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે.
પ્રશ્ન 11.
કોઈ બે બંધનાં નામ આપો જેના સામે વિરોધ ઊભા થયા છે?
ઉત્તરઃ
- ગંગા નદી પર તેહરી બંધ
- નર્મદા નદી પર સરદાર સરોવર બંધ
પ્રશ્ન 12.
કોલસો અને પેટ્રોલિયમ અશ્મી બળતણ તરીકે શા માટે ઓળખાય છે?
ઉત્તર:
કોલસો અને પેટ્રોલિયમ અશ્મી બળતણ તરીકે ઓળખાય છે, કારણ કે લાખો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં દટાયેલા સજીવો પર તાપમાન અને દબાણની અસરથી તેમનું નિર્માણ થયેલું છે.
પ્રશ્ન 13.
ગ્રીનહાઉસ વાયુનું નામ આપો. વાતાવરણમાં તેનું પ્રમાણ વધવાથી શું થાય છે?
ઉત્તરઃ
CO2 ગ્રીનહાઉસ વાયુ છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે અને આબોહવામાં ફેરફાર થાય છે.
પ્રશ્ન 14.
જંગલની નજીક રહેતી વ્યક્તિ તેની દૈનિક જરૂરિયાતની કઈ વસ્તુઓ જંગલમાંથી પ્રાપ્ત કરે છે?
ઉત્તર:
બળતણ માટેનું લાકડું, ચારો, ફળ, શાકભાજી, ઔષધિ, વગેરે.
પ્રશ્ન 15.
જો તમે એકત્રિત કરેલા નદીના પાણીના નમૂનામાં કોલિફૉર્મ બૅક્ટરિયાની હાજરી મેળવો છો, તો તે શું સૂચવે છે? તેનું કયું કારણ તમે વિચારો છો?
ઉત્તર:
પાણીના નમૂનામાં કોલિફૉર્મ બૅક્ટરિયાની હાજરી, પાણી રોગજન્ય બૅક્ટરિયા દ્વારા દૂષિત હોવાનું સૂચવે છે.
તેનું મુખ્ય કારણ સારવાર કરાયા વગરનો સુએજ કચરો પાણીમાં ઠાલવવો છે.
પ્રશ્ન 16.
પુનઃઉપયોગ શા માટે પુનઃચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય છે?
ઉત્તરઃ
પુનઃઉપયોગ એ પુનઃચક્રીયકરણ કરતાં વધારે સારું ગણાય. છે, કારણ કે
- વસ્તુના પુનઃઉપયોગમાં ઊર્જાનો વ્યય થતો નથી.
- તે પર્યાવરણ પરનું ભારણ ઘટાડે છે અને નૈસર્ગિક સ્રોતોનું સંરક્ષણ કરે છે.
પ્રશ્ન 17.
ગંગા સફાઈ યોજના શરૂ કરવાનાં બે કારણ જણાવો.
ઉત્તર:
ગંગા સફાઈ યોજના શરૂ કરવાનાં બે કારણ છે :
- પાણીની ગુણવત્તામાં સુધારો કરવો.
- ગંગાના પાણીમાં રહેલા રોગજન્ય કોલિફૉર્મ બૅક્ટરિયા દૂર કરવા.
પ્રશ્ન 18.
માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે? (March 20)
ઉત્તર:
કોલિફૉર્મ જીવાણુ
પ્રશ્ન 2.
વ્યાખ્યા આપો અથવા શબ્દ સમજાવોઃ
પ્રશ્ન 1.
નૈસર્ગિક સ્ત્રોતો
ઉત્તર:
જુઓ પ્રકરણસારમાં મુદ્દા 1ની સમજૂતી.
[અથવા કુદરતમાંથી મેળવાતા સોત, જેમનો બધા જ સજીવો જીવન ટકાવવા માટે ઉપયોગ કરે છે, તેને નૈસર્ગિક સ્રોત કહે છે.]
પ્રશ્ન 2.
સુપોષિત વ્યવસ્થાપન
ઉત્તરઃ
પર્યાવરણને નુક્સાન કર્યા વગર, પર્યાવરણના સ્ત્રોતોનો નિયંત્રિત ઉપયોગ એ રીતે કરવામાં આવે કે જેથી વર્તમાન પ્રાપ્તિની સાથે ભવિષ્યની પેઢીઓ માટે તેનો સતત પ્રવાહ મળતો રહે, તેને સુપોષિત વ્યવસ્થાપન કહે છે.
પ્રશ્ન 3.
બંધ
ઉત્તરઃ
વિવિધ હેતુ માટે નદી પર અવરોધ બાંધી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાને બંધ કહે છે.
પ્રશ્ન 4.
જલ-સંગ્રહણ
ઉત્તરઃ
વરસાદી પાણીને સપાટી પર સંગ્રહ કરી, તેને ભૂમિમાં ઊંડે ઊતારી, ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરવાની પદ્ધતિને જલસંગ્રહણ કહે છે.
પ્રશ્ન 5.
જૈવ-વિવિધતા
ઉત્તર:
કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિનાં સજીવસ્વરૂપો (જીવાણુઓ, ફૂગ, ત્રિભંગીઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ, વગેરે) અને તેમની સંખ્યાને જેવ-વિવિધતા કહે છે.
પ્રશ્ન 6.
અશમી બળતણ
ઉત્તર:
લાખો વર્ષ પૂર્વે ભૂમિમાં દટાયેલા વનસ્પતિ અને પ્રાણીના અવશેષો ગરમી અને દબાણની અસરથી બળતણમાં રૂપાંતર પામ્યા, તેને અશ્મી બળતણ કહે છે.
પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
પુનઃચક્રીયકરણની પ્રક્રિયા ………….. નો ઉપયોગ કરતી હોવાથી પુનઃઉપયોગની પદ્ધતિ ઉત્તમ ગણાય છે.
ઉત્તરઃ
ઊર્જા
પ્રશ્ન 2.
………ના વધારા સાથે ગ્રીનહાઉસ અસર સંકળાયેલી છે.
ઉત્તરઃ
CO2
પ્રશ્ન 3.
રાજસ્થાનમાં …………. સમુદાય જંગલો અને વન્ય સજીવોના સંરક્ષણ માટેની ધાર્મિક માન્યતા ધરાવે છે.
ઉત્તરઃ
બશ્નોઈ
પ્રશ્ન 4.
વન્ય જીવો નિવસનતંત્રમાં ……… ની મહત્ત્વની કડીઓ છે.
ઉત્તરઃ
આહારશૃંખલા
પ્રશ્ન 5.
બીડી બનાવવા ………… પાનનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ટીમરુ
પ્રશ્ન 6.
પશ્ચિમ બંગાળના મિદનાપુરના …….. વનવિસ્તાર સાલનાં વૃક્ષોથી સમૃદ્ધ છે.
ઉત્તરઃ
અરાબારી
પ્રશ્ન 7.
જંગલો ………. ના વિશિષ્ટ સ્થળ (Hot spot) છે.
ઉત્તરઃ
જૈવ-વિવિધતા
પ્રશ્ન 8.
ચીપકો આંદોલન ગઢવાલના ……. આ ગામથી શરૂ થયું.
ઉત્તરઃ
રેની
પ્રશ્ન 9.
…………… નહેરથી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારમાં હરિયાળી આવી છે.
ઉત્તરઃ
ઇંદિરા ગાંધી
પ્રશ્ન 10.
જૈવ-વિવિધતાનો નાશ થવાથી ……… સ્થાયિતા (સ્થિરતા) નાશ પામી શકે છે.
ઉત્તરઃ
પરિસ્થિતિકીય
પ્રશ્ન 11.
પાણીની ……… સાર્વત્રિક સૂચકની મદદથી સરળતાથી માપી શકાય છે.
ઉત્તરઃ
pH
પ્રશ્ન 12.
કોલિફૉર્મ જીવાણુનો વર્ગ માનવના ……… માં મળી આવે છે.
ઉત્તરઃ
આંતરડા
પ્રશ્ન 13.
ઉપયોગમાં લીધેલી વસ્તુઓમાંથી નવી વસ્તુઓનું નિર્માણ કરવાની ક્રિયાને …….. કહે છે.
ઉત્તરઃ
પુનઃચક્રીયકરણ
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
જંગલો વન્ય જીવોના કુદરતી વસવાટસ્થાન છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 2.
જંગલોમાં રહેતા કે તેની આસપાસ રહેતા લોકો જંગલના સંરક્ષણ માટેના ભાગીદાર છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 3.
ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુના નિષ્કર્ષણ સાથે વધુ માત્રામાં ધુમ્મસ નીકળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 4.
વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબાઓ વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણાં ભરવા માટે કરી શકાય છે. તે પુનઃઉપયોગિતાનું ઉદાહરણ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 5.
જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારનાં વૃક્ષોના ઉછેરથી જૈવ-વિવિધતામાં વધારો થાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 6.
ખંજરી વૃક્ષોને બચાવવાના હેતુથી અમૃતાદેવી બશ્નોઈએ 363 લોકોની સાથે જીવનનું બલિદાન આપ્યું.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
ચીપકો આંદોલન મૂળભૂત રીતે મિદનાપુર જિલ્લામાં સાલનાં જંગલો બચાવવા માટે હતું.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 8.
નર્મદા બચાવો આંદોલન નર્મદા નદી પર બનાવેલા બંધની ઊંચાઈ વધારવાના વિરોધમાં હતું.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 9.
આપણે નૈસર્ગિક સ્રોતોની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પૃથ્વી પર તેમની અખૂટ પ્રાપ્તિ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 10.
જલ-સંગ્રહણનો મુખ્ય ગેરફાયદો પર્યાવરણનું અસંતુલન થવાનો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 11.
લાખો વર્ષ પૂર્વે જૈવભારના થયેલા વિઘટનને પરિણામે કોલસો અને પેટ્રોલિયમ ઉત્પન્ન થયા છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 12.
અશ્મી બળતણનું અપૂરતા ઑક્સિજનની હાજરીમાં દહન થવાથી કાર્બન મોનૉક્સાઇડના બદલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.
ઉત્તર :
ખોટું
પ્રશ્ન 5.
જોડકાં જોડોઃ
(1)
ઉત્તર:
(1 – r),
(2 – p),
(3 – q),
(4 – t).
(2)
ઉત્તરઃ
(1 – q),
(2 – s),
(3 – p),
(4 – r).
(૩)
ઉત્તર:
(1 – s),
(2 – r),
(3 – q),
(4 – p).
(4)
ઉત્તરઃ
(1 – q),
(2 – p),
(3 – s),
(4 – r).
પ્રશ્ન 6.
આકૃતિ આધારિત પ્રશ્નો :
પ્રશ્ન 1.
ઉત્તરઃ
a – પાક-વિસ્તાર,
b – ક્ષારીય વિસ્તાર3
પ્રશ્ન 2.
ચિત્રમાં કયું વૃક્ષ દર્શાવ્યું છે? તેનું મૂળ નિવાસ જણાવો. કયા સમુદાયે તેના બચાવ માટે બલિદાન આપ્યું?
ઉત્તર:
ચિત્રમાં ખેજરી (ખીજડો) વૃક્ષ દર્શાવ્યું છે. તેનું મૂળ નિવાસ રાજસ્થાનના જોધપુર પાસે આવેલું એજરાલી ગામ છે. બશ્નોઈ સમુદાયે તેને બચાવવા બલિદાન આપ્યું.
પ્રશ્ન 7.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
અમૃતાદેવી બશ્નોઈને કારણે કયું ગામ ખ્યાતિ પામ્યું?
A. રેની
B. ખેરાલી
C. મિદનાપુર
D. અરાબારી
ઉત્તર:
ખેરાલી
પ્રશ્ન 2.
જંગલ આધારિત ઉદ્યોગ કયા છે?
A. માંસ અને ચામડાં
B. કોલસો અને લોખંડ
C. પેટ્રોલિયમ અને લાકડું
D. ઇમારતી લાકડું, લાખ અને કાગળ
ઉત્તર:
ઇમારતી લાકડું, લાખ અને કાગળ
પ્રશ્ન 3.
બીડી બનાવવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે?
A. ટીમરુ
B. નાગરવેલ
C. વડ
D. ખાખરો
ઉત્તર:
ટીમરુ
પ્રશ્ન 4.
નીચેમાંથી અસંગત વિધાન કયું છે?
A. જંગલો વિવિધતાસભર નીપજો પૂરી પાડે છે.
B. જંગલોની જૈવ-વિવિધતા ઘણી વધારે હોય છે.
C. પર્યાવરણ-સંરક્ષણમાં જંગલો અગત્યનાં નથી.
D. જંગલો વાતાવરણમાં CO2નું પ્રમાણ જાળવે છે.
ઉત્તર:
પર્યાવરણ સંરક્ષણમાં જંગલો અગત્યનાં નથી.
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયો બંધ ગુજરાતમાં છે?
A. તેહરી બંધ
B. સરદાર સરોવર બંધ
C. તવા બંધ
D. ભાખરા બંધ
ઉત્તર:
સરદાર સરોવર બંધ
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો એક નૈસર્ગિક સ્રોત નથી?
A. ભૂમિ
B. પાણી
C. વિદ્યુત
D. હવા
ઉત્તર:
વિદ્યુત
પ્રશ્ન 7.
વિશ્વમાં ઝડપથી ઘટી રહેલો નૈસર્ગિક સ્ત્રોત કયો છે?
A. પાણી
B. જંગલો
C. પવન
D. સૂર્યપ્રકાશ
ઉત્તર:
જંગલો
પ્રશ્ન 8.
નૈસર્ગિક સ્રોતની સૌથી યોગ્ય સમજૂતી નીચેના પૈકી કયો વિકલ્પ સૂચવે છે?
A. માનવ દ્વારા સર્જિત કરાતા અને માનવ દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ત્રોત
B. માનવ દ્વારા સર્જિત કરાતા અને બધા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ત્રોત
C. ફક્ત જંગલમાંથી મળતી નીપજો
D. કુદરતી રીતે બનતા અને બધા સજીવો માટે ઉપયોગી સાત
ઉત્તર:
કુદરતી રીતે બનતા અને બધા સજીવો માટે ઉપયોગી સ્રોત
પ્રશ્ન 9.
પર્યાવરણ બચાવવા માટેના પાંચ ર કયા છે?
A. Recycle, Regenerate, Reuse, Redistribute, Reform
B. Reduce, Regenerate, Redistribute, Refuse, Reform
C. Reduce, Reuse, Redistribute, Refuse, Regether
D. Reduce, Recycle, Reuse, Refuse, Repurpose
ઉત્તર:
Reduce, Recycle, Reuse, Refuse, Repurpose
પ્રશ્ન 10.
પર્યાવરણ બચાવવા માટે ક્યો વિકલ્પ પુનઃચક્રીયકરણમાં સમાવેશ પામતો નથી?
A. મીણિયા, કાચ, ધાતુ-કચરાને યોગ્ય રીતે અલગ કરવો.
B. ઘન કચરાને યોગ્ય તાપમાને ગરમ કરી, ગાળણ કરવું.
C. LPGનો વપરાશ ઘટાડવા સૌર-ઊર્જાથી ચાલતાં સાધનોનો ઉપયોગ કરવો.
D. કચરામાંથી નવી ચીજવસ્તુઓ બનાવવી.
ઉત્તર:
LPGનો વપરાશ ઘટાડવા સૌર-ઊર્જાથી ચાલતાં સાધનોનો ઉપયોગ કરવો.
પ્રશ્ન 11.
પુનઃચક્રીયકરણની પ્રક્રિયા કરતાં પુનઃઉપયોગની પદ્ધતિ હંમેશાં ઉત્તમ ગણાય છે, કારણ કે…
A. પુનઃઉપયોગની પદ્ધતિમાં ઊર્જાનો ઉપયોગ કરાતો નથી.
B. પુનઃ ઉપયોગની પદ્ધતિમાં નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરાય છે.
C. પુનઃઉપયોગની પદ્ધતિ કુદરતી સ્ત્રોતનું યોગ્ય વિતરણ કરી શકે છે.
D. પુનઃ ઉપયોગની પદ્ધતિથી વસ્તુ કે સાધનની જાળવણી લાંબો સમય કરાય છે.
ઉત્તર:
પુનઃઉપયોગની પદ્ધતિમાં ઊર્જાનો ઉપયોગ કરાતો નથી.
પ્રશ્ન 12.
જંગલોની જાળવણીની સફળતા માટે કયો ઉપાય વધારે યોગ્ય છે?
A. ઉચ્ચ પોષક સ્તરે રહેલા ઉપભોગીઓનું રક્ષણ કરવું.
B. માત્ર ઉત્પાદકોનું રક્ષણ કરવું.
C. જંગલોની નીપજોનો ઉપયોગ બંધ કરવો.
D. યોગ્ય વ્યવસ્થાપન દ્વારા બધા અજૈવિક અને જૈવિક સ્ત્રોતોનું રક્ષણ કરવું.
ઉત્તર:
યોગ્ય વ્યવસ્થાપન દ્વારા બધા અજૈવિક અને જૈવિક સ્રોતોનું રક્ષણ કરવું.
પ્રશ્ન 13.
ચીપકો આંદોલન શાના સંરક્ષણ માટેના પ્રકૃતિવિદોનું ઉદાહરણ છે?
A. જંગલ
B. પાણી
C. કોલસો
D. પેટ્રોલિયમ
ઉત્તર:
જંગલ
પ્રશ્ન 14.
જંગલો અને વન્ય જીવો કયા પ્રકારના નૈસર્ગિક સ્રોત છે?
A. જૈવિક અને પુનઃપ્રાપ્ય
B. જૈવિક અને પુનઃ અપ્રાપ્ય
C. અજૈવિક અને પુનઃપ્રાપ્ય
D. અજૈવિક અને પુનઃ અપ્રાપ્ય
ઉત્તર:
જૈવિક અને પુન:પ્રાપ્ય
પ્રશ્ન 15.
નીચેનામાંથી કયું અશ્મી બળતણ નથી?
A. કુદરતી વાયુ
B. પેટ્રોલિયમ
C. ખનીજ કોલસો
D. લાકડું
ઉત્તર:
લાકડું
પ્રશ્ન 16.
નૈસર્ગિક સ્રોતની વધતી માંગ માટે કઈ બાબત જવાબદાર છે?
A. પર્યાવરણીય પ્રદૂષણ
B. માનવવસતિનો વધારો
C. જૈવ અવિઘટનીય દ્રવ્યોનો ઉપયોગ
D. જંગલના આવરણમાં ઘટાડો
ઉત્તર:
માનવવસતિનો વધારો
પ્રશ્ન 17.
વનવિભાગના કાર્ય માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?
A. જંગલમાં અને તેની આજુબાજુ રહેતા લોકોમાં જંગલની નીપજોનું વિતરણ કરવું.
B. સરકારી માલિકીનાં જંગલોમાંથી મળતા સ્ત્રોતોનું નિયંત્રણ કરવું.
C. ઉદ્યોગપતિઓને તેમના ઉદ્યોગો માટે જંગલમાંથી કાચો માલ પૂરો પાડવો.
D. પ્રકૃતિપ્રેમીઓના અધિકારોનું રક્ષણ કરવું અને પર્યાવરણની જાળવણી કરવી.
ઉત્તર:
સરકારી માલિકીનાં જંગલોમાંથી મળતા સ્ત્રોતોનું નિયંત્રણ કરવું.
પ્રશ્ન 18.
નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ પર્યાવરણના સંરક્ષણમાં મદદરૂપ નથી?
A. વૃક્ષારોપણ
B. પ્લાસ્ટિક પર પ્રતિબંધ
C. સુએજ કચરાનું શુદ્ધીકરણ
D. વનકટાઈ
ઉત્તર:
વનકટાઈ
પ્રશ્ન 19.
અમૃતાદેવીએ કયાં વૃક્ષોના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું?
A. ખેજરી
B. વડ
C. પીપળો
D. કેવડો
ઉત્તર:
ખેજરી
પ્રશ્ન 20.
અમૃતાદેવી બશ્નોઈ નૅશનલ અવૉર્ડ શાના સંલગ્ન છે?
A. બાળ-ભૃણહત્યા રોકવા
B. વન્ય જીવોના સંરક્ષણ
C. બિનપ્રણાલીગત ઊર્જાસ્રોતનો વ્યાપ વધારવા
D. સામાજિક વનીકરણ
ઉત્તર:
વન્ય જીવોના સંરક્ષણ
પ્રશ્ન 21.
રાજસ્થાન સાથે સંબંધિત નીચેના પૈકી શું છે?
A. ઇંદિરા ગાંધી કૅનાલ
B. ખાદીન, ટૅન્ક, નાલિ
C. ખેજરી વૃક્ષ
D. આપેલ તમામ
ઉત્તર:
આપેલ તમામ
પ્રશ્ન 22.
એક વિદ્યાર્થી પોતાનું વાહન લઈને સ્કૂલે જવા નીકળ્યો છે. ચાર રસ્તા પાસે પહોંચે છે ત્યારે સિગ્નલ લાલ લાઇટ બતાવે છે. પોતાની સાઇડ ચાલુ થાય ત્યાં સુધી તે પોતાનું વાહન બંધ રાખે છે. પર્યાવરણ બચાવવા માટે તેણે કયા Rનો ઉપયોગ કર્યો ગણાય?
A. ઓછો ઉપયોગ
B. પુનઃચક્રીયકરણ
C. પુનઃઉપયોગિતા
D. ના પાડવી
ઉત્તર:
ઓછો ઉપયોગ
પ્રશ્ન 23.
વધતી જતી વસ્તીને પરિણામે જરૂરિયાતો વધી છે. આજે સમગ્ર વિશ્વ ઊર્જાની કટોકટી અનુભવી રહ્યું છે ત્યારે આપણે પણ ઊર્જાનું સંરક્ષણ કરવું જોઈએ. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઊર્જાસંરક્ષણનો અભિગમ નથી?
A. જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, ટેલિવિઝન અને અન્ય સાધનોની સ્વિચ બંધ રાખવી.
B. રસોઈ માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરવો.
C. પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ કરવો.
D. શાળાએ જવા માટે સાઇકલનો ઉપયોગ કરવો.
ઉત્તર:
પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના અંગત વાહનનો ઉપયોગ કરવો.
પ્રશ્ન 24.
જૈવ-વિવિધતાની સંકલ્પના સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
A. કોઈ વિસ્તારની વિવિધ વનસ્પતિ અને પ્રાણીજાતિનાં સ્વરૂપો અને સંખ્યા રજૂ કરે છે.
B. કોઈ વિસ્તારની માત્ર વનસ્પતિજાતિઓ રજૂ કરે છે.
C. તે જંગલોમાં સૌથી વધુ હોય છે.
D. કોઈ વિસ્તારની માનવવસતિની કુલ સંખ્યા રજૂ કરે છે.
ઉત્તર:
કોઈ વિસ્તારની વિવિધ વનસ્પતિ અને પ્રાણીજાતિનાં સ્વરૂપો અને સંખ્યા રજૂ કરે છે. તે જંગલોમાં સૌથી વધુ હોય છે.
પ્રશ્ન 25.
ભૂમિ જળ સંપોષણ માટે નીચેના પૈકી કયું ઉત્તરદાયી થઈ શકે?
A. વનસ્પતિ આચ્છાદનનો ક્ષય
B. વધુ પાણીનું શોષણ કરતા પાક તરફ ઝુકાવ
C. શહેરી અવશિષ્ટો(કચરા)થી પ્રદૂષણ
D. વૃક્ષારોપણ
ઉત્તર:
વૃક્ષારોપણ
પ્રશ્ન 26.
પૂરના પાણીથી ઉભરાતાં નાળા પર નાના ચેકડેમ બનાવવા અગત્યના છે, કારણ કે તેઓ
A. સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરે છે.
B. પાણીનો સંગ્રહ કરી, ભૂમિનું ધોવાણ અટકાવે છે.
C. ભૂમીય જળસ્તરમાં વધારો કરે છે.
D. પાણીનો કાયમી સંગ્રહ કરે છે.
ઉત્તર:
સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરે છે. ભૂમીય જળસ્તરમાં વધારો કરે છે.
પ્રશ્ન 27.
કોલિફૉર્મ શું છે?
A. મનુષ્યના આંતરડામાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.
B. પ્રાણીઓના છાણમાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.
C. કઠોળ વનસ્પતિની મૂળચંડિકાઓમાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
મનુષ્યના આંતરડામાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે.
પ્રશ્ન 28.
વિધાન A: પાઇન, સાગ કે નીલગિરિના વાવેતર માટે જંગલના મોટા વિસ્તારમાંથી અન્ય બધી વનસ્પતિઓ દૂર કરવામાં આવે છે.
કારણ R : એક જ પ્રકારનાં આવાં વૃક્ષોના વાવેતર ઉદ્યોગો તેમજ વનવિભાગ માટે લાભકારક સ્ત્રોત છે. વિધાન A અને કારણ R માટે ક્યો વિકલ્પ સાચો છે?
A. A અને B બંને સાચાં તથા R એ Aની સાચી સમજૂતી છે.
B. A અને B બંને સાચાં, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. A સાચું અને R ખોટું છે.
D. A ખોટું અને R સાચું છે.
ઉત્તર:
A અને B બંને સાચાં તથા R એ Aની સાચી સમજૂતી છે.
પ્રશ્ન 29.
સુપોષિત વિકાસની સંકલ્પના માટે કયો વિકલ્પ સાચો છે?
A. બધા ભાગીદારોને તેમનો યોગ્ય લાભ મળવો જોઈએ.
B. પર્યાવરણના સંરક્ષણ માટે બધાં વિકાસાત્મક કાર્યો બંધ કરવાં.
C. પર્યાવરણના નુકસાનના ભોગે વિકાસ કરવો.
D. પર્યાવરણનું સંરક્ષણ થાય તેવો આયોજિત વિકાસ કરવો.
ઉત્તર:
બધા ભાગીદારોને તેમનો યોગ્ય લાભ મળવો જોઈએ. પર્યાવરણનું સંરક્ષણ થાય તેવો આયોજિત વિકાસ કરવો.
પ્રશ્ન 30.
મોટા બંધના નિર્માણના વિરોધમાં કઈ સમસ્યાની વિશેષ ચર્ચા થાય છે?
A. સામાજિક સમસ્યાઓ
B. આર્થિક સમસ્યાઓ
C. પર્યાવરણીય સમસ્યાઓ
D. આપેલ તમામ
ઉત્તર:
આપેલ તમામ
પ્રશ્ન 31.
કોલસા અને પેટ્રોલિયમ નીપજોના અપૂર્ણ દહનથી ………..
p. હવાઈ પ્રદૂષણનો વધારો
q. યંત્રોની કાર્યક્ષમતામાં વધારો
r. વૈશ્વિક ઉષ્ણતામાં ઘટાડો
s. ઝેરી વાયુઓનો ઉમેરો
A. p અને q
B. p અને s
C. q અને r
D. r અને s
ઉત્તર :
p અને s
પ્રશ્ન 8.
માગ્યા મુજબ ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પૂર્ણ નામ આપોઃ CPCB, MPN
ઉત્તરઃ
CPCB – સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ (કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)
MPN – મોસ્ટ પ્રોબેબલ નંબર (મહત્તમ સંભવિત સંખ્યા)
પ્રશ્ન 2.
પાણીમાં કોલિફૉર્મ સંખ્યા પ્રમાણના માપનનો એકમ જણાવો.
ઉત્તર:
MPN / 100 mL
પ્રશ્ન 3.
અસંગત જોડ શોધો :
(i) પ્લાસ્ટિકની કોથળી – ઉપયોગ ન કરવો
(ii) ટપકતા નળનું સમારકામ – ઓછું કરવું
(iii) જામની ખાલી થયેલી શીશીમાં કઠોળ ભરવા–પુનઃચક્રીયકરણ
(iv) તૂટેલી ક્રૉકરીનો પક્ષીઓના દાણા મૂકવા ઉપયોગ – પુનઃ – ઉપયોગ
ઉત્તરઃ
(iii) જામની ખાલી થયેલી શીશીમાં કઠોળ ભરવા – પુનઃચક્રીયકરણ
પ્રશ્ન 4.
ગંગાના જળમાં કોલિફૉર્મનું ઇચ્છિત ન્યૂનતમ સ્તર…
ઉત્તર:
500 MPN / 100 mL
પ્રશ્ન 5.
હું કોણ છું? હું વિશાળ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સુરક્ષિત ક્ષેત્રમાં આવેલું જંગલ, જ્યાં ગ્રીષ્મઋતુમાં ભરવાડ ઘેટાંઓ ચરાવવા આવે છે.
ઉત્તરઃ
આલ્પાઇન
પ્રશ્ન 6.
મધ્ય પ્રદેશ : બંધીશ :: હિમાચલ પ્રદેશ: …
ઉત્તર:
કુલહ
પ્રશ્ન 7.
અસંગત જોડ શોધો :
(i) કર્ણાટક – કટ્ટા
(ii) તમિલનાડુ – એરિસ
(iii) બિહાર – સુરંગમ્
(iv) મહારાષ્ટ્ર- બંધારણ
ઉત્તરઃ
(ii) બિહાર-સુરંગમ્
પ્રશ્ન 8.
મને ઓળખો: હું પશ્ચિમ બંગાળના દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં લગભગ નષ્ટ થવાની તૈયારીએ પહોંચેલ જંગલ, જેના વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોએ સક્રિય સહયોગ અને ભાગીદારી કરતાં પુનઃ સમૃદ્ધ બન્યાં.
ઉત્તરઃ
સાલનાં જંગલ
પ્રશ્ન 9.
સાલનું વૈજ્ઞાનિક નામ જણાવો.
ઉત્તર:
સાલ – Shorea robusta
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)
પ્રશ્ન 1.
મ્યુનિસિપલ કોર્પોરેશન નગર નિગમ લોકોને સૂચિત કરે છે કે, તેમના ઘરવપરાશમાં ઉત્પન્ન થતા કચરા પૈકી ભીનો કચરો લીલા રંગના ડબ્બામાં અને સૂકો કચરો વાદળી રંગના ડબ્બામાં અલગ અલગ એકત્ર કરે.
ભીનો અને સૂકો કચરો અલગ હશે, તો જ મ્યુનિસિપાલિટીની કચરો લઈ જતી વાન ઘરે ઘરેથી કચરો લઈ જશે.
પ્રશ્નો:
પ્રશ્ન 1.
ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ છે?
ઉત્તર:
આ પદ્ધતિ જેવ-વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરવાનો સમય બચાવે છે. આથી આ કચરાના નિકાલ માટેનો યોગ્ય ઉપાય તરત જ લાગુ પાડી શકાય છે. આ
રીતે પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ છે.
પ્રશ્ન 2.
સામાન્ય રીતે ભીના કચરામાં શું હોય છે?
ઉત્તર:
સામાન્ય રીતે ભીના કચરામાં વધેલો ખોરાક (એઠવાડ), શાકભાજીનો કચરો, ફળની છાલ તથા બી, વગેરે હોય છે.
પ્રશ્ન 3.
ભીના કચરાનો ઉત્પાદક ઉપયોગ કયો છે?
ઉત્તર:
ભીનો કચરો જૈવ-વિઘટનીય દ્રવ્યો ધરાવે છે. તેની ખાતર અને બળતણ વાયુ ઉત્પન્ન કરવા ઉપયોગ કરી શકાય છે.
પ્રશ્ન 4.
સૂકા કચરાનો શો ઉપયોગ થાય છે? પર્યાવરણ બચાવવાના પાંચ ‘R પૈકી તમે કયો R વિચારો છો?
ઉત્તર:
પ્લાસ્ટિક, તૂટેલા કાચના ગ્લાસ, ધાતુનો ભંગાર વગેરે સૂકા કચરાનું તેના સંબંધિત એકમમાં પુનઃચક્રીયકરણ કરી તાજું પ્લાસ્ટિક, કાચની વસ્તુ, ધાતુની વસ્તુ વગેરે બનાવાય છે. પર્યાવરણ બચાવવાના પાંચ ‘R પૈકી Recycle સિદ્ધાંત વિચારી શકાય.
પ્રશ્ન 2.
કૉલેજના વિદ્યાર્થીઓના એક જૂથે તેમના મોબાઇલ નંબર પ્રસાર માધ્યમ(Social media)માં મૂક્યા. તેમણે લોકોને વિનંતી કરી કે, તેઓ તેમણે ઉપયોગમાં લીધેલા અને હવે ઉપયોગ ન કરતા હોય તેવાં કપડાં, પુસ્તકો, રમકડાં અને અન્ય વસ્તુઓ દાનમાં આપે.
મોબાઇલ નંબર પર એક સંદેશો મોકલતાં તેઓ ઘરે આવી વસ્તુઓ લઈ જશે અને જરૂરતમંદ લોકોને પહોંચાડશે.
રાષ્ટ્રીય સ્તરે ‘રોબિન હૂડ (Robin Hood)’ ખૂબ જાણીતું નામ છે. આ જૂથના સભ્યો રેસ્ટોરન્ટમાં તેમજ લગ્નપ્રસંગમાં વધેલો ખોરાક ભેગો કરીને જરૂરતમંદ લોકોમાં વહેચે છે.
પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
આ પ્રકારની શરૂઆતમાં પર્યાવરણ બચાવવાના કેટલા અને કયા પ્રકારના “R સંકળાયેલા છે?
ઉત્તર:
આ પ્રકારની શરૂઆતમાં પર્યાવરણ બચાવવાના પાંચ “R પૈકી બે ‘R એટલે કે Reduce અને Reuse સંકળાયેલા છે.
પ્રશ્ન 2.
આ પ્રકારની પ્રવૃત્તિઓથી કયા ઉદ્દેશો સંતોષાય છે?
ઉત્તર:
આ પ્રકારની પ્રવૃત્તિઓથી સામાજિક જવાબદારી, પર્યાવરણ પ્રત્યે સભાનતા, ખોરાકનો વ્યય અટકાવવો, વગેરે ઉદ્દેશો સંતોષાય છે.
પ્રશ્ન 3.
શું આ પર્યાવરણમિત્ર (અનુકૂલિત) પ્રવૃત્તિ ગણી શકાય?
ઉત્તર :
હા, આ પર્યાવરણમિત્ર (અનુકૂલિત) પ્રવૃત્તિ ગણી શકાય.
પ્રશ્ન ૩.
છેલ્લાં ત્રણેક વર્ષથી સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. વર્તમાન સમયમાં આપણે પાણીની અછતની સમસ્યા અનુભવી રહ્યા છીએ.
તમારી સોસાયટીના ચૅરમૅન દરેક સભ્યને પાણીનો વપરાશ ઘટાડવાની તેમજ વ્યય રોકવાની તાકીદ કરી છે. મ્યુનિસિપલ કૉપોરેશને ઘરે ઘરે પાણીના વપરાશના મીટરની યોજના નક્કી કરી છે. આ સ્થિતિમાં તમારા ચૅરમૅને સોસાયટીમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ કૂવો (Percoating well) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
ભૂગર્ભ કૂવાનો શો ફાયદો છે?
ઉત્તરઃ
ભૂગર્ભ કૂવામાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. ભૂગર્ભય જળસ્તરમાં વધારો કરી શકાય છે. સંગૃહીત પાણીનું બાષ્પીભવન થતું અટકાવી શકાય છે. તેને પ્રદૂષણથી બચાવી શકાય છે.
પ્રશ્ન 2.
તમે વરસાદી પાણીનો અન્ય કઈ વૈકલ્પિક રીતે સંગ્રહ કરશો કે જેથી તે પ્રદૂષિત થયા વગર સુરક્ષિત રહી શકે?
ઉત્તરઃ
બંધ ટાંકી અને ભૂગર્ભીય ટાંકી
પ્રશ્ન 3.
સોસાયટીના ચૅરમૅનનાં કયાં મૂલ્યો દષ્ટિગોચર થાય છે?
ઉત્તરઃ
સોસાયટીના ચૅરમૅનનાં પર્યાવરણ પ્રત્યે સભાનતા, પાણીનો બચાવ કરવો, પાણીનો સંગ્રહ કરવો, વગેરે મૂલ્યો દષ્ટિગોચર થાય છે.
પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)
ચાર વિવિધ જળસ્રોત – સાબરમતી નદી, II- કાંકરિયા તળાવ, II – ચંડોળા તળાવ અને IV – નર્મદા કેનાલમાંથી પાણીના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે.
પ્રશ્નો :
પ્રશ્ન 1.
જળસ્રોતમાં કોલિફોર્મ કેવી રીતે પ્રવેશે છે?
ઉત્તર:
સારવાર કર્યા વગરના સુએજ કચરાનો જળસ્રોતમાં સીધો નિકાલ કરતાં તેમાં કોલિફૉર્મ પ્રવેશે છે.
પ્રશ્ન 2.
ઉપરોક્ત પૈકી કોઈ સ્ત્રોતનું પાણી આપણે સીધું પીવા માટે ઉપયોગ કરી શકીએ? શા માટે?
ઉત્તર:
ના, કારણ કે કોઈ પણ સ્ત્રોતનું પાણી પીવા માટે સલામત નથી.
પ્રશ્ન 3.
પાણીનો પીવા માટે ઉપયોગ કરતાં પહેલાં કઈ બાબત જરૂરી છે?
ઉત્તર:
પાણીનો પીવા માટે ઉપયોગ કરતાં પહેલાં તેને સારી રીતે ઉકાળવું અને ત્યારબાદ ગાળવું આ બાબત જરૂરી છે.
પ્રશ્ન 4.
પાણીના નમૂનાની pH કેવી રીતે નક્કી કરી શકાય?
ઉત્તર:
સાર્વત્રિક સૂચક અથવા લિટમસપત્રનો ઉપયોગ કરી પાણીના નમૂનાની pH નક્કી કરી શકાય.
GSEB Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Textbook Questions and Answers
સ્વાધ્યાયના પ્રોત્તર
પ્રશ્ન 1.
તમારા ઘરને પર્યાવરણમિત્ર (અનુકૂલિત) બનાવવા માટે તમે કયાં કયાં પરિવર્તનોનું સૂચન કરો છો?
ઉત્તરઃ
નીચેનાં પરિવર્તનો વડે ઘર પર્યાવરણમિત્ર (અનુકૂલિત) બની શકે છે:
- પાણીનો વ્યય અટકાવવો. બ્રશ કરતી વખતે, સાબુ લગાવતી વખતે કે કપડાં-વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવવું.
- જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા વગેરેની સ્વિચ બંધ રાખવી.
- ખોરાક અને ઊર્જાનો વ્યય અટકાવવો.
- શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો.
- સોર-કૂકર અને સોલર વૉટર હીટરનો ઉપયોગ કરવો.
- કચરાનું ઉત્પાદન ઘટાડવું.
- શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી.
પ્રશ્ન 2.
શું તમે તમારી શાળામાં કેટલાંક પરિવર્તન માટેના સૂચનો સૂચવી શકો છો કે જેથી તે (શાળા) પર્યાવરણીય અનુકૂલિત બની શકે?
ઉત્તર:
નીચેનાં પરિવર્તનો વડે શાળા પર્યાવરણીય અનુકૂલિત બની શકે છે :
- રમતના મેદાનની ફરતે છોડ અને વૃક્ષો ઉગાડવા.
- વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરવી.
- શક્ય હોય તો સોલર સેલ પેનલ ગોઠવવી.
- ખરેલાં પણ, વધેલો-ઢોળાયેલો ખોરાક, નકામા કાગળ વગેરે જૈવભાર કચરામાંથી ખાતર બનાવવું.
- પીવાના પાણીના નળ, બાથરૂમના નળ ખુલ્લા રહી ન જાય તેની કાળજી રાખવી.
પ્રશ્ન 3.
આ પ્રકરણમાં આપણે જોયું કે જ્યારે જંગલ તેમજ વન્ય પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે ચાર મુખ્ય ભાગીદારો સામે આવે છે. તેમાંથી કોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય? તમે એવું કેમ વિચારો છો?
ઉત્તર:
ચાર મુખ્ય ભાગીદારો પૈકી, જંગલમાં અને તેની આસપાસ રહેતા લોકોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય.
કારણ કે સ્થાનિક લોકો સુપોષિત પદ્ધતિથી નૈસર્ગિક સ્રોતોનો ઉપયોગ કરવાની પરંપરાગત રીતોથી માહિતગાર હોય છે. સ્થાનિક લોકો પ્રાચીન કાળથી પર્યાવરણને સહેજ પણ નુકસાન કર્યા વગર જંગલો અને વન્ય જીવોનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન 4.
વ્યક્તિગત સ્વરૂપમાં તમે નીચે આપેલ પૈકી કોના વ્યવસ્થાપનમાં યોગદાન આપી શકો છો?
(a) જંગલ તેમજ વન્ય પ્રાણી
(b) જલસ્ત્રોત
(c) કોલસો તેમજ પેટ્રોલિયમ
ઉત્તર:
વ્યક્તિગત સ્વરૂપમાં હું આપેલ તમામ સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નીચે મુજબ યોગદાન આપીશ :
(a) જંગલ તેમજ વન્ય પ્રાણી : કાગળનો બગાડ અટકાવી, કાગળનો ઓછા પ્રમાણમાં ઉપયોગ, નકામા કાગળનું પુનઃચક્રીયકરણ, લાકડાના ફર્નિચરનો શક્ય તેટલો ઓછો ઉપયોગ વગેરે દ્વારા વૃક્ષો બચાવી શકાય.
પ્રાણીઓને મારીને મેળવાતી ફર, ચામડું, હાથીદાંત, શિંગડાં, કસ્તુરી જેવી કોઈ પણ પ્રાણીનીપજનો ઉપયોગ ન કરીએ.
(b) જલસોતઃ રોજિંદા પાણીનો વ્યય અટકાવીએ. ફુવારાને બદલે ડોલમાં પાણી લઈ નાહીએ. વાહન ધોવા શક્ય એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીએ. નળ યોગ્ય રીતે બંધ કરીએ. બ્રશ કરતી વખતે, શરીર પર સાબુ લગાવતી વખતે કે કપડાં -વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવીએ.
(c) કોલસો તેમજ પેટ્રોલિયમ નજીકના સ્થળે જવા પગપાળા જઈએ કે સાઇકલનો ઉપયોગ કરીએ. જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીએ. વીજઉપકરણોની જરૂર ન હોય ત્યારે સ્વિચ બંધ કરીએ.
પ્રશ્ન 5.
વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે શું કરી શકો છો?
ઉત્તરઃ
વ્યક્તિગત રીતે હું વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ નીચે મુજબ ઘટાડીશ :
- જરૂર ન હોય ત્યારે ઘરમાં કે શાળામાં વીજઉપકરણોની સ્વિચ બંધ કરીશ.
- જરૂર ન હોય ત્યારે પાણીનો નળ બંધ કરી, પાણીનો વ્યય અટકાવીશ.
- વાહનનો ઉપયોગ ઘટાડીશ.
- ખોરાકનો બગાડ કરીશ નહીં.
- કાગળનો વ્યય કરીશ નહીં.
- પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં.
પ્રશ્ન 6.
નીચે આપેલ બાબતો સંબંધિત પાંચ કાર્યો લખો કે જે તમે છેલ્લા સપ્તાહમાં કર્યા હોય
(a) આપણા પ્રાકૃતિક સ્ત્રોતોનું સંરક્ષણ.
ઉત્તર:
પ્રાકૃતિક સ્રોતોના સંરક્ષણ માટે કરેલાં પાંચ કાર્ય :
- બ્રશ કરતાં, શરીર પર સાબુ લગાવતાં પાણીનો નળ બંધ કર્યો.
- નજીકના સ્થળે ચાલીને ગયો.
- બલ્બના પ્રકાશની જરૂર ન હતી ત્યારે સ્વિચ બંધ કરી.
- કાગળની બીજી બાજુનો ઉપયોગ કર્યો.
- તૂટેલી ક્રૉકરીનો છોડ ઉગાડવા ઉપયોગ કર્યો.
(b) આપણા પ્રાકૃતિક સ્ત્રોતો પર દબાણનો વધારો.
ઉત્તર:
પ્રાકૃતિક સ્રોતો પર દબાણનો વધારો કરતાં પાંચ
કાર્યો :
- વારંવાર પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કર્યો અને તેને ગમે ત્યાં નાખી.
- ખોરાકનો વારંવાર બગાડ કર્યો. થાળીમાં ખોરાક રહેવા દીધો.
- ચામડાનાં બૂટ, પટ્ટો, પાકીટની ખરીદી કરી.
- નોટબુકના પેજ કારણ વગર ફાડી નાખ્યા. નોટબુકમાં માત્ર જમણી તરફના પેજ પર જ લખાણ લખ્યું.
- ટીવી ચાલુ રાખીને મોબાઇલ પર ગેમ રમી.
પ્રશ્ન 7.
આ પ્રકરણમાં ચર્ચવામાં આવેલી સમસ્યાને આધારે તમે તમારી જીવનશૈલીમાં શું પરિવર્તન લાવશો? જેથી આપણા સ્ત્રોતોના સુપોષણ(જરૂરિયાત પ્રમાણે ઓછો વપરાશ)ને પ્રોત્સાહન મળી શકે?
ઉત્તર:
જુઓ ‘સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન નો ઉત્તર.
GSEB Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર (પા.પ. પાના નં.271)
પ્રશ્ન 1.
પર્યાવરણમિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયાં પરિવર્તનો લાવી શકો છો?
ઉત્તર:
પર્યાવરણમિત્ર બનવા માટે અમે અમારી ટેવોમાં નીચેનાં પરિવર્તનો લાવીશું:
- પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું.
- ટૂંકા અંતર માટે સાઇકલનો ઉપયોગ કરીશું અથવા પગપાળા જઈશું.
- કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખીશું.
- પુનઃપ્રાપ્ય સ્ત્રોતો અને જૈવ-વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું.
- જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ-ઉપકરણોની સ્વિચ બંધ ? કરીશું.
- પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં.
પ્રશ્ન 2.
કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે ? થતાં સ્રોતોના શોષણના ફાયદા જણાવો.
ઉત્તર:
કુદરતી સ્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતાં સ્રોતોના શોષણના ફાયદા :
- તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે.
- તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક બને છે.
- તેનાથી ઔદ્યોગિક અને કૃષિવિકાસ ઝડપી બને છે. પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે.
પ્રશ્ન 3.
કુદરતી સ્ત્રોતોના શોષણથી ટૂંકા ગાળાના હેતુઓના ફાયદા, લાંબી અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર:
પ્રશ્ન 4.
તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? સ્ત્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ ક્યાં ક્યાં પરિબળો કાર્ય કરે છે?
ઉત્તર:
હા, સોતોનું સમાન વિતરણ થવું જોઈએ. જેથી ગરીબ અને અમીર બને તેનો સમાન લાભ મેળવી શકે.
પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોનો દુરુપયોગ કરે છે. પરિણામે તેઓ ગરીબ અને નબળા લોકોની સરખામણીમાં વધારે લાભ મેળવે છે.
સ્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ બે પરિબળો – પૈસા અને શક્તિ (તાકાત) કાર્ય કરે છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં 275]
પ્રશ્ન 1.
આપણે જંગલ અને વન્ય જીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
ઉત્તર:
જંગલોના સંરક્ષણની આવશ્યકતા :
- વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ પદાથોં મેળવવા.
- ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા.
- ઔષધો, મરીમસાલા, ગુંદર, રેઝીન, કાથો, લાખ વગેરે મેળવવા.
- પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પાડવા.
- ભૂમિનું ધોવાણ અટકાવવા અને ફળદ્રુપતા જાળવવા.
- આર્થિક અને સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા.
- વાતાવરણમાં CO2-O2ના પ્રમાણની સંતુલિતતા જાળવવા તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા.
વન્ય જીવોના સંરક્ષણની આવશ્યકતા
- જંગલના નિવસનતંત્રની જાળવણી માટે તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે.
- તેઓ જંગલમાં બીજવિકિરણ (ફેલાવા) દ્વારા જુદાં જુદાં સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ-વિકાસની અનુકૂળતા પૂરી પાડે છે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે.
- તેઓ પોષક સ્તરોમાં ઊર્જાવહન જાળવી રાખે છે અને જૈવ-વિવિધતામાં વધારો કરે છે.
પ્રશ્ન 2.
વન-સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો.
ઉત્તર:
વન-સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે :
- બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો.
- બળતણની ખેંચ, ઘાસચારાની અછત, વ્યાવસાયિક હેતુ, વગેરે માટે થતા અતિશોષણથી જંગલના નિવસનતંત્રને સુરક્ષિત રાખવું.
- વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી. પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતાં છોડ રોપી જંગલનો વિકાસ કરવો.
- જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી.
- વૈજ્ઞાનિક સંશોધનો, દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 278]
પ્રશ્ન 1.
તમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી-સંગ્રહની પરંપરાગત પદ્ધતિ વિશે જાણકારી મેળવો.
ઉત્તર:
અમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી-સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મુખ્યત્વે તળાવ, કૂવા અને વાવ છે.
પ્રશ્ન 2.
પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિની પર્વતીય વિસ્તારોમાં, મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોમાં તુલના કરો.
ઉત્તર:
પર્વતીય વિસ્તારોમાં પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિ મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોથી અલગ પડે છે.
દા. ત., હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારમાં સિંચાઈની સ્થાનિક પદ્ધતિ કુલહ છે. ઝરણામાં વહેતા પાણીને માનવસર્જિત પાઇપો કે નાળા દ્વારા પર્વતીય વિસ્તારનાં નીચેનાં ગામો તરફ લઈ જવાય છે.
જ્યારે મેદાની વિસ્તારોમાં પાણી ચેકડેમ, ટૅન્ક, તાલ (તળાવ) કે બંધીશમાં સંગ્રહવામાં આવે છે.
પ્રશ્ન 3.
તમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોતની તપાસ કરો. શું આ રે સ્ત્રોતથી પ્રાપ્ત પાણી તે વિસ્તારના બધા જ રહેવાસીઓ માટે પર્યાપ્ત છે?
ઉત્તર:
અમારા વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પાણીનો સ્રોત પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત, સોસાયટીના બોર દ્વારા ભૂગર્ભ જળ પ્રાપ્ત થાય છે.
આમ છતાં, ઉનાળામાં ગરીબ અને નીચલા વર્ગના લોકોને દૈનિક રે જરૂરિયાતના પાણી માટે વૉટર ટૅન્કર પર આધાર રાખવો પડે છે.
GSEB Class 10 Science નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન) Textbook Activities
પ્રવૃત્તિ 16.1 [પા.પુ. પાના નં 266]
- કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનના નિયમન માટે આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોની જાણકારી મેળવવી. >માનવ-પ્રવૃત્તિઓ દ્વારા ઉત્સર્જિત થતો કાર્બન ડાયૉક્સાઈડ (CO2) મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે.
- CO2 ઉત્સર્જનના નિયમનના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ક્યોટો પ્રોટોકૉલ (Kyoto Protocol) આધારિત છે.
- જાપાનના ક્યોટો શહેરમાં ડિસેમ્બર, 1997માં આ પ્રોટોકૉલ તૈયાર કરવામાં આવ્યો અને 16 ફેબ્રુઆરી, 2005માં અમલીકરણમાં મુકાયો.
- ડિસેમ્બર, 2006માં કુલ 169 દેશોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- આ કરાર મુજબ ઔદ્યોગિક દેશોએ CO2 અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના સંયુક્ત ઉત્સર્જનમાં 1990ના સ્તર કરતાં સરેરાશ 5%નો ઘટાડો કરવો.
પ્રશ્નો :
પ્રશ્ન 1.
કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનનું નિયમન શા માટે જરૂરી છે?
ઉત્તર:
કાર્બન ડાયોક્સાઈડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે. તે વૈશ્વિક તાપમાનમાં વધારો પ્રેરે છે. તેનાથી આબોહવામાં અનૈચ્છિક ફેરફારો થાય છે. તેથી કાર્બન ડાયૉક્સાઈડના ઉત્સર્જનનું નિયમન જરૂરી છે.
પ્રશ્ન 2.
વાતાવરણમાં CO2ના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય કયો છે?
ઉત્તરઃ
વૃક્ષારોપણ અને પૃથ્વી પર વનસ્પતિનાં લીલાં આવરણ (Green cover)ની જાળવણી એ વાતાવરણમાં CO2ના પ્રમાણના નિયમન માટે સૌથી સરળ ઉપાય છે.
પ્રશ્ન 3.
વૈશ્વિક ઉષ્ણતા (Global warming) એટલે શું?
ઉત્તર:
ગ્રીનહાઉસ વાયુઓમાં થતા વધારાને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતા કહે છે.
પ્રવૃત્તિ 16.2 [પા.પુ. પાના નં. 267]
- પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવતાં સંગઠનોની જાણકારી મેળવવી.
NGOs (Non-Government Organisations – બિનસરકારી સંગઠનો) જેવાં કે SEACOLOGY અને મેરા દેશ ફાઉન્ડેશન પર્યાવરણ વિશે સભાનતા ફેલાવે છે. તેઓ નૈસર્ગિક સ્રોતોની જાળવણી અને સંરક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે.
પર્યાવરણ જાળવણી માટે કાર્ય કરતાં અન્ય કેટલાંક સંગઠનો :
CSE- ધ સેન્ટર ફોર સાયન્સ અને એન્વાઇરમેન્ટ
TERI-ધ એનર્જી ઍન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ
WTI-વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા
પ્રશ્નો:
પ્રશ્ન 1.
તમારા ગામ / નગર કે શહેરમાં પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અંગે જાગૃતિ પ્રેરતાં કયાં સંગઠનો સક્રિય છે?
ઉત્તરઃ
(1) નેચરલ રિસોર્સ મૅનેજમેન્ટ (Natural Resource Management)
(2) કોર એન્વાઇરન્મેન્ટલ NGOs (Core environmental NGOs)
(3) સેન્ટર ફૉર એન્વાઇરન્મેન્ટ ઍન્ડ સોશિયલ કન્સન્સ (Centre for Environment and Social Concerns).
પ્રશ્ન 2.
આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે તમે શું યોગદાન આપી શકો?
ઉત્તરઃ
આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્રોતોની જાળવણી માટે અમે નીચે પ્રમાણે યોગદાન આપીશું:
- વ્યક્તિગત વાહનના બદલે પબ્લિક પરિવહન સેવાનો ઉપયોગ કરીશું.
- અમારા ઘરમાં લાકડાના ફર્નિચરનો ખૂબ ઓછો ઉપયોગ કરીશું.
- કાગળ અને નૈસર્ગિક સ્રોતોનો બગાડ અટકાવીશું.
- પાણીના સંગ્રહસ્થાનોને પ્રદૂષિત થતાં અટકાવીશું.
- કીટનાશક / પેસ્ટિસાઇડનો ઉપયોગ અટકાવીશું.
- વૃક્ષો કે વનટાઈ અટકાવીશું.
પ્રશ્ન 1.
“ગંગા સફાઈ યોજના’ શા માટે શરૂ કરવામાં આવી? પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે?
ઉત્તરઃ
1985માં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને – પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા “ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી.
મનુષ્યના આંતરડામાં જોવા મળતા કોલિફૉર્મ જીવાણુની પાણીમાં હાજરી, પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી પ્રદૂષિત હોવાનું સૂચવે છે.
પ્રવૃત્તિ 16.3 [પા.પુ. પાના નં 268]
નળના પાણીની pH ચકાસવી અને સ્થાનિક જળસ્ત્રોત (તળાવ, સરોવર, નદી કે ઝરણાં)ની pH સાથે સરખામણી કરવી.
સાધનો: કસનળી અથવા બીકર
પદાર્થો: સાર્વત્રિક pH સૂચક, લિટમસપત્ર
પદ્ધતિઃ
- તમારા ઘરે નળમાં આવતા પાણીનો નમૂનો કસનળીમાં લો.
- આ કસનળીમાં સાર્વત્રિક pH સૂચકનાં થોડાં ટીપાં ઉમેરો.
- કસનળીના પાણીના રંગપરિવર્તનનું અવલોકન કરો.
- બીજી કસનળીમાં નળમાં આવતા પાણીનો નમૂનો લઈ, લિટમસપત્રના રંગપરિવર્તનનું અવલોકન કરો.
- આ પ્રમાણે સ્થાનિક જળસ્રોત – નદી કે તળાવના પાણીનો નમૂનો લઈ, સાર્વત્રિક pH સૂચક તથા લિટમસપત્ર વડે ઉપરની પ્રવૃત્તિ ફરીથી કરો અને રંગપરિવર્તનનું અવલોકન કરો.
અવલોકન:
- નળનું પાણી ધરાવતી કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતાં પીળો રંગ જોવા મળે છે.
- નળનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસપત્ર ડુબાડતાં તેના રંગમાં કોઈ ફેર પડતો નથી.
- તળાવનું પાણી ધરાવતી કસનળીમાં સાર્વત્રિક pH સૂચક ઉમેરતાં લાલ રંગ જોવા મળે છે.
- તળાવનું પાણી ધરાવતી બીજી કસનળીમાં લિટમસપત્ર ડુબાડતાં તેનો રંગ લાલ થાય છે.
તારણઃ
નળમાં આવતું સ્વચ્છ પાણી તટસ્થ છે, જ્યારે તળાવનું પાણી ઍસિડિક છે.
પ્રશ્નો :
પ્રશ્ન 1.
તળાવનું પાણી કયા કારણથી ઍસિડિક છે?
ઉત્તર:
તળાવનું પાણી ઍસિડિક હોવાનું મુખ્ય કારણ પ્રદૂષણ છે.
પ્રશ્ન 2.
જળાશયના ઍસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવી શકે?
ઉત્તરઃ
ના, જળાશયના ઍસિડિક પાણીમાં જલીય જીવસૃષ્ટિ અસ્તિત્વ ન ધરાવી શકે.
પ્રશ્ન 3.
શું તમે તમારા અવલોકન પરથી કહી શકશો કે પાણી પ્રદૂષિત છે કે નહીં?
ઉત્તરઃ
હા, નળનું પાણી સ્વચ્છ અને અપ્રદૂષિત છે. જળાશયનું પાણી ગંદું અને પ્રદૂષિત છે.
પ્રશ્ન 2.
પર્યાવરણને બચાવવા માટેના પાંચ “R’ સમજાવો.
ઉત્તરઃ
પર્યાવરણને બચાવવા માટેના પાંચ “R’:
(1) Reduce (ઓછો ઉપયોગ),
(2) Recycle (પુનઃચક્રીયકરણ),
(3) Reuse (પુનઃઉપયોગિતા),
(4) Refuse (ના પાડવી) અને
(5) Repurpose (હેતુ ફેર કરવો).
(1) Reduce (ઓછો ઉપયોગ) તે નૈસર્ગિક સ્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે. દા. ત.,
- પાણીનો દુરુપયોગ અટકાવવો.
- પાણી અને ગેસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું.
- ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન (આયોજન) કરવું.
- સૌર-ઊર્જાથી ચાલતાં સાધનો જેવાં કે સોલર કૂકર, સોલર હીટરનો ઉપયોગ કરવો.
- પ્રવાહીકત પેટ્રોલિયમ વાયુ(લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ-LPG)નો ઓછો ઉપયોગ કરવો. છે
- જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો.
- ખનિજસ્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરી ખાણ-ખોદકામ ઓછું કરવું.
(2) Recycle (પુનઃચક્રીયકરણ) March 20): ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીયકરણ કહે છે. દા. ત.,
- ઉદ્યોગોમાં ઉદ્ભવતા મીણિયા, પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓને ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ કરીને નવી ચીજવસ્તુઓ બનાવી શકાય છે.
- ધાતુમાંથી બનેલાં જૂનાં વાસણો કે ઘરેણાંને ઓગાળી તેમાંથી નવાં વાસણો કે ઘરેણાં બનાવી શકાય છે.
- પુનઃચક્રીયકરણ માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવો જરૂરી છે, જેથી પુનઃચક્રીયકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય.
(3) Reuse (પુનઃઉપયોગિતા) (March 20): પુનઃચક્રીયકરણની પ્રક્રિયામાં ઊર્જાનો ઉપયોગ થાય છે. આથી તેની સરખામણીએ પુનઃઉપયોગની પદ્ધતિ હંમેશાં ઉત્તમ ગણાય છે. દા. ત.,
- દિવાલો શણગારવા રંગબેરંગી કાચના ટુકડાઓ, ટાઇલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ, ડિશ-રકાબીનો ઉપયોગ કરવો.
- અથાણાં કે મુરબ્બાની પ્લાસ્ટિકની બરણીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતાં તેનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા કરવો.
(4) Refuse (ના પાડવી): જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી. પર્યાવરણને હાનિકારક હોય તેવાં ઉત્પાદનો ખરીદવાની ના પાડવી. દા. ત.,
- એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે ના પાડવી.
- એક જ વાર વાપરી શકાય તેવી બૉલપેન માટે ના પાડવી.
- પ્લાસ્ટિક રેપર, થર્મોકોલ પૅકિંગ, પ્લાસ્ટિક ડિશ-કપ વગેરે માટે ના પાડવી.
(5) Repurpose (હેતુ ફેર કરવો) : કોઈ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ન થઈ શકે તો તેનો અન્ય ઉપયોગ કરવો, તેને હેતુ ફેર કરવો કહે છે. દા. ત.,
- હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા માટે કરવો.
- પાણી ભરવાની માટલી તૂટે તો તેનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો.
પ્રશ્ન 3.
સમજાવોઃ સુપોષિત વિકાસની સંકલ્પના અથવા સુપોષિત વિકાસથી જીવનનાં બધાં આયામ / ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. સમજાવો.
ઉત્તરઃ
સુપોષિત વિકાસથી જીવનનાં બધાં આયામ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે. તેથી નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છેઃ
- મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે.
- ભાવિ પેઢી માટે વિવિધ સ્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે.
- પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે.
સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક, સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે તેમના દષ્ટિકોણમાં ફેરફાર કરે અને નૈસર્ગિક સ્ત્રોતોના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે તેના પર છે.
પ્રવૃત્તિ 16.4 [પા.પુ. પાના નં.269].
વર્ષો પછી ગામ કે શહેરની મુલાકાતમાં જોવા મળતા વિકાસાત્મક ફેરફારો નોંધવા.
- ગામમાં થયેલા મુખ્ય વિકાસાત્મક ફેરફારો :
- નવા રસ્તા / રોડ બંધાયા.
- કાચાં મકાનોના સ્થાને નવાં પાકાં મકાનો બંધાયાં.
- ફેક્ટરી અને નવાં બજારો ઊભાં થયાં.
પ્રશ્નો:
પ્રશ્ન 1.
રસ્તા અને મકાનો બનાવવા માટેના પદાર્થો / સામગ્રીની યાદી બનાવો અને તેના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
પ્રશ્ન 2.
કયા ઉપાય વડે બાંધકામની સામગ્રીમાં ઘટાડો કરી શકાય?
ઉત્તર:
(1) ડામરના બદલે સિમેન્ટના રોડ તૈયાર કરવામાં આવે અથવા પૉલિમર (પ્લાસ્ટિક) મિશ્રિત રોડ બનાવવામાં આવે.
(2) બીમ બનાવવા લોખંડ અને સિમેન્ટ તથા બારી બારણાં બનાવવા ઍલ્યુમિનિયમ અને ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરી લાકડાનો ઉપયોગ ઘટાડી શકાય.
પ્રવૃત્તિ 16.5 [પા.પુ. પાના નં. 270]
રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિઓનું અવલોકન કરી અહેવાલ તૈયાર કરવો. –પર્યાવરણના સંરક્ષણ માટેની પરંપરાગત પ્રવૃત્તિઓ :
- ભારતનાં મોટા ભાગનાં ગામડાઓ અને નાનાં શહેરોમાં તુલસી, આકડો, આસોપાલવ, પીપળો, ખીજડો, વડ, બિલી ઉપરાંત અન્ય ઘણાં વૃક્ષોનું લોકો દ્વારા વાવેતર અને ઉછેર કરવામાં આવે છે. આવા છોડ કે વૃક્ષોને પવિત્ર ગણી ચોક્કસ વાર-તહેવારે તેની પૂજા કરવામાં આવે છે. આમ, તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
- કેટલાંક પક્ષીઓ, ગાય અને સાપ-નાગ જેવાં પ્રાણીઓને પવિત્ર ગણી પૂજા કરવામાં આવે છે. ઘણાં પ્રાણીઓ દેવી-દેવતાઓનાં વાહન તરીકે ગણવામાં આવે છે. આમ, તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે.
- નદીઓને લોકમાતાનો દરજ્જો આપી પવિત્ર ગણવામાં આવે છે. તેથી નદીના પાણીને પ્રદૂષિત થતું અટકાવી તેનું સંરક્ષણ થઈ શકે છે.
- જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને ધ્યાનમાં લઈને જંગલોના સંવર્ધન પર વૈદિક સમયથી ભાર આપવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ આધારિત જંગલો, ગુફાઓ તેમજ અન્ય કેટલાક વિસ્તારોને પવિત્ર ગણી તેની જાળવણી કરવામાં આવે છે.
પ્રવૃત્તિ 16.6 [પા.પુ. પાના નં.271]
જંગલ સ્ત્રોત પર આપણી આધારિતતા વિશે જાણવું.
પ્રશ્નો:
પ્રશ્ન 1. તમે ઉપયોગ કરતા હોય તેવી જંગલની પેદાશો કે નીપજોની યાદી બનાવો.
ઉત્તરઃ
અમે બળતણ લાકડું, વાંસ, ફળો, મરીમસાલા, કાગળ, જડીબુટ્ટીઓ, વગેરે જંગલકની પેદાશો કે નીપજોનો ઉપયોગ કરીએ છીએ.
પ્રશ્ન 2.
તમારા મતે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે?
ઉત્તર:
જંગલની નજીક રહેતી વ્યક્તિઓ લાકડું, ચારો, સૂકાં પર્ણો, વાંસ, શાકભાજી, ફળો, મરીમસાલા, વગેરે વસ્તુઓનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન ૩.
તમારા મતે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે?
ઉત્તર:
જંગલની અંદર રહેતી વ્યક્તિઓ લગભગ બધી પાયાની જરૂરિયાતો જેવી કે, બળતણ લાકડું, ઘાસચારો, વાંસ, ખોરાક, કપડાં, રહેઠાણ, શિકાર, માછીમારી, નાનાં લાકડાં, કવચવાળાં ફળો (Nuts), ઔષધિઓ, વગેરે માટે સંપૂર્ણપણે જંગલ પર આધારિત હોય છે.
પ્રવૃત્તિ 16.7 [પા.પુ. પાના નં 272]
કોઈ ઉદ્યોગના આધાર હોય તેવી બે વન્ય નિપજોનાં નામ જાણવા અને આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા આ વન્ય નીપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું જરૂરી છે, તે જાણવું.
- (Diospyros melanoxylon – Ebenaceae) ના પણ બીડી બનાવવા ઉપયોગમાં લેવાય છે. આવશ્યક તેલનો ઉપયોગ સાબુ અને કૉમેટિક ઉદ્યોગમાં થાય છે. દેવદારના વૃક્ષના લાકડાનો ઉપયોગ દિવાસળીની સળી બનાવવા થાય છે.
- આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી, કારણ કે જંગલોનું અતિશોષણ ઉદ્યોગોને લાંબો સમય કાચા પદાર્થો પૂરા પાડી શકે નહીં. આ વન્ય નીપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું તેમજ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે.
પ્રશ્ન 1.
“જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ ? રાખવાનો કોઈ ખાસ આધાર નથી.” ઉદાહરણ સાથે વિધાન સમજાવો.
ઉત્તરઃ
“જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી.” આ વિધાન નીચેના ઉદાહરણ પરથી સમજાવી શકાય :
વિશાળ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે. અહીં ઘેટાંઓનો ચારો ઊગે છે. પ્રત્યેક વર્ષે ગ્રીષ્મઋતુમાં ભરવાડો તેમનાં ઘેટાંઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા લઈ જતા. સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આથી ઘેટાં દ્વારા ઘાસનો ચારા તરીકે ઉપયોગ બંધ થયો. પરિણામે આ ઘાસ લાંબા થઈ વળી જઈ જમીન પર પડે છે. તેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકે છે.
આમ, જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ હોય છે.
પ્રશ્ન 2.
જંગલ-સંરક્ષણમાં બશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો.
ઉત્તરઃ
આપણા દેશમાં વંશપરંપરાગત રીતે જંગલ-સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે.
- બીન્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે.
- બીગ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર આવે છે કે, બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે.
બશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેરાલી ગામમાં ખેજરી(ખીજડા)નાં વૃક્ષોના રક્ષણ માટે અમૃતાદેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું.
ભારત સરકારે અમૃતાદેવી બીજનોઈની યાદમાં વન્ય જીવોના સંરક્ષણ માટે અમૃતાદેવી બીશનોઈ નૅશનલ અવૉર્ડની ઘોષણા કરી છે.
આમ, બશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે.
પ્રશ્ન 3.
જંગલોની અગત્ય જણાવો.
ઉત્તરઃ
જંગલોની અગત્ય નીચે પ્રમાણે છે :
- જંગલો ખૂબ જ કીમતી સ્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઈમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝીન, કાથો, વાંસ વગેરે મળે છે.
- જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા થાય છે.
- જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટસ્થાન છે.
- જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્ત્વનાં છે. ઋતુચક્રોના યોગ્ય સંચાલન, દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યનાં છે.
- જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી, તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે.
પ્રશ્ન 4.
વન-આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય?
અથવા
વનકટાઈની ગંભીર અસરો જણાવો.
ઉત્તર:
દુનિયામાં વન-આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વનકટાઈનો દર ઘણો વધારે છે. વસતિવધારો, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે વન-આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારોમાં વનકટાઈની ગંભીર અસરો થાય છે.
વન-આચ્છાદન ઘટવાથી (વનટાઈથી) સર્જાતી ગંભીર સમસ્યાઓ નીચે મુજબ છે :
- પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે.
- વરસાદનું પ્રમાણ ઘટે છે.
- વન-આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે.
- વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે.
- વન્ય જીવોના આશ્રય દૂર થતાં આહારજાળની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાયઃ અને લુપ્ત થાય છે.
- નિવસનતંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોનાં ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે.
પ્રવૃત્તિ 16.8 [પા.પુ. પાના નં. 275].
વનોમાં થતા નુકસાન સંદર્ભે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવીઃ
(1) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે આરામગૃહનું નિર્માણ કરવું.
(2) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓને ચરાવવા.
(3) પર્યટકો દ્વારા પ્લાસ્ટિકની શીશીઓ, થેલીઓ અને અન્ય કચરાને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફેંકવો.
તારણ :
(1) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પર્યટકો માટે બનાવવામાં આવતાં આરામગૃહ જંગલના પર્યાવરણને નુકસાન કરતી વિવિધ પ્રવૃત્તિઓનાં કેન્દ્ર બની જાય છે. પર્યટકો જંગલને પર્યટન સ્થળ તરીકે જુએ છે. તેઓ રોકાણ દરમિયાન પ્રદૂષણ કરે છે. જંગલના પર્યાવરણને વિવિધ રીતે નુકસાન કરી અસંતુલિત કરે છે.
(2) રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પાલતુ પશુઓની અનિયંત્રિત ચરાઈથી જંગલમાં વસવાટ કરતા તૃણાહારીઓ માટે ખૂબ ઓછું ઘાસ રહે છે અથવા ક્યારેક ઘાસ રહેતું પણ નથી. તેથી જંગલના તૃણાહારીઓની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. તેના પરિણામે જંગલના નિવસનતંત્રની આહારશૃંખલાના ઉપલા પોષક સ્તરોને ખલેલ પહોંચે છે.
(3) પર્યટકો દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિક કચરાથી રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય કચરો છે. આથી વિઘટકો તેનું વિઘટન કરી શકતા નથી અને આ કચરાના ઊંચા ઢગ થતા જાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેના કારણે જૈવઘટકોને ખૂબ ગંભીર અસર થાય છે.
પ્રવૃત્તિ 16.9 [પા.પુ. પાના નં. 275]
- મહારાષ્ટ્રના એક ગામમાં ઓછા પ્રમાણમાં પ્રાપ્ય પાણીની સમસ્યા લાંબા સમયથી છે. ગામવાસીઓ પાણીની પ્રાપ્તિ માટે નજીકના જલ મનોરંજન પાર્ક(water theme park)નો ઘેરાવો કરે છે.
આ વિશે ચર્ચા કરો કે શું પ્રાપ્ત પાણીનો આ યોગ્ય ઉપયોગ છે? શું તેમણે જલસંગ્રહના વિકલ્પો અપનાવવા જોઈએ? તારણઃ- પાણીની અછત ધરાવતા વિસ્તારમાં જલ મનોરંજન પાર્ક બનાવવો અને તેમાં હજારો લિટર પાણીનો વ્યય યોગ્ય નથી.
- બધા સજીવો માટે પાણી મૂળભૂત જરૂરિયાત છે. જે લોકોને પીવા તેમજ અન્ય ઉપયોગ માટે પાણી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત હોય, તે જલ મનોરંજન પાર્કમાં પાણીનો વ્યય સહન ન કરી શકે.
- પાણીના સ્ત્રોતનું આ અસમાન વિતરણ છે. લોકોએ તેનો વિરોધ કરવો જોઈએ. જલ-વ્યવસ્થાપન મંડળે સૌપ્રથમ ગામવાસીઓને જરૂરિયાતનું પાણી પૂરું પાડવું જોઈએ.
→ ગામવાસીઓએ પણ જલસંગ્રહના વિવિધ વિકલ્પો શોધી, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ.
પ્રવૃત્તિ 16.10 [પા.પુ. પાના નં. 275]
- ભૌગોલિક નકશા / ઍટલાસની મદદથી ભારતમાં વર્ષાની રીતનો અભ્યાસ કરવો. – સ્વ-પ્રયત્ન માટે :
તારણઃ
- ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં 200 cmથી વધારે વરસાદ થાય છે અને રાજસ્થાન તથા ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીના અછતગ્રસ્ત વિસ્તારો છે. ત્યાં 25 cmથી પણ ઓછો વરસાદ થાય છે.
- ભારતના દક્ષિણ વિસ્તારોમાં દરિયાકાંઠાના લીધે સારો વરસાદ થાય છે.
પ્રશ્ન 1.
ભારતમાં પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ શાના કારણે સમાપ્ત થઈ ગયું?
ઉત્તર:
જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાનિક લોકો દ્વારા થતા સિંચાઈના સ્ત્રોતોના વ્યવસ્થાપનની પદ્ધતિ બદલી નાખી. તેમણે વિશાળ બંધ અને દૂર સુધી પાણી જઈ શકે તેવી મોટી નહેરો જેવી પરિયોજનાઓનું આયોજન કર્યું. તેને કાર્યાન્વિત કરવાના પ્રયત્નો પણ અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવ્યા.
આ પરિયોજનાઓ સ્વતંત્રતા બાદ આપણી સરકારે પણ અપનાવેલી છે. આ વિશાળ પરિયોજનાઓથી સ્થાનિક સિંચાઈ ઉપેક્ષિત થતી ગઈ અને સરકારી પ્રશાસન દ્વારા તેનું સંપૂર્ણ વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવામાં આવ્યું.
આ કારણથી પાણીના સ્થાનિક સ્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું.
પ્રવૃત્તિ 16.11 [પા.પુ. પાના નં. 279].
• કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો શોધવા.
કોલસા અને પેટ્રોલિયમનો વપરાશ ઘટાડવાનાં પગલાં આ મુજબ છે :
- વ્યક્તિગત વાહનોના બદલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો.
- બલ્બના બદલે CFLનો ઉપયોગ કરવો.
- સોલર વોટર હીટરનો ઉપયોગ કરવો.
- નજીકના સ્થળે જવા વાહનોના ઉપયોગને બદલે પગપાળા જવું અથવા સાઇકલનો ઉપયોગ કરવો.
- ટ્રાફિક જંક્શને લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ રાખવું.
- ખોરાક રાંધવા માટે પ્રેશર કૂકર કે સૂર્ય-કૂકરનો ઉપયોગ કરવો.
- બે-ત્રણ માળનાં મકાનોમાં લિફ્ટના બદલે પગથિયાંનો ઉપયોગ કરવો.
- વાહનોનાં ટાયરોમાં હવાનું દબાણ યોગ્ય જાળવવું.
- કાર્યદક્ષ અને અસરકારક રીતે બળતણનું દહન કરતા એન્જિનનો ઉપયોગ કરવો અને તેની સારસંભાળ રાખવી.
- શિયાળામાં હીટર / સગડીના ઉપયોગને બદલે એક વધારાનું સ્વેટર પહેરવું.
આજના યુગમાં વિદ્યુત ઉપકરણો તેમજ પરિવહનમાં વિદ્યુતનો ઉપયોગ થાય છે. આથી વિદ્યુતનો બચાવ કરી, તાપીય વીજમથકોમાં કોલસાનો ઉપયોગ અને પરિવહન સાધનોમાં પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડી શકાય.
પ્રવૃત્તિ 16.12 [પા.પુ. પાના નં 279]
- વાહનોમાંથી ઉત્સર્જિત થતા વાયુઓના માપન અંકો / નિયમોની જાણકારી મેળવવી.
- યુરો નિયમો પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં વાહનોમાંથી ઉત્સર્જિત થતા વાયુઓનું ઇચ્છનીય પ્રમાણ જાળવવા માટે છે. તે યુરોપમાં અમલીકરણમાં મૂકવામાં આવ્યા છે.
- વાહન-ઉત્પાદકો તનિકી ફેરફારો કરી, પ્રદૂષકોનું ઓછું ઉત્સર્જન કરે તેવાં વાહનોનું ઉત્પાદન કરે તે માટે આ માપદંડ જરૂરી છે.
- યુરો નિયમો / માપદંડ ઉત્સર્જિત થતા કાર્બન ડાયૉક્સાઇડ (CO2), નાઇટ્રોજનના ઑક્સાઇડ (NOx), તરતા રજકણ (Suspended particulate matter), વગેરેના નિયમન માટે છે.
- યુરોપિયન સંગઠન (European Union) ઉત્સર્જન માપન અંક અને બળતણની કાર્યક્ષમતાનાં ધોરણોમાં તબક્કાવાર સુધારા કરે છે.
- વાહનોમાંથી ઉત્સર્જિત થતાં દ્રવ્યો માટે આ માપદંડ લાગુ કરવાથી હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવામાં મદદ મળે છે.