Gujarat Board Solutions Class 10 Science Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર
Gujarat Board Solutions Class 10 Science Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર
ઍસિડ, બેઇઝ અને ક્ષાર Class 10 GSEB Solutions Science Chapter 2
→ ઍસિડ (Acid) તે સ્વાદે ખાટા હોય છે. તે ભૂરા લિટમસપેપરને લાલ કરે છે. તે H+(aq) આયન મુક્ત કરે છે. તેના pHનું મૂલ્ય 7 કરતાં ઓછું હોય છે. ઍસિડિક ગુણ માટે H+(aq) આયન જવાબદાર છે.
→ બેઈઝ (Base) તે સ્વાદે તૂરા હોય છે. તે લાલ લિટમસપેપરને ભૂરું કરે છે. તે OH–(aq) આયન મુક્ત કરે છે. તેના pHનું મૂલ્ય 7 કરતાં વધુ હોય છે. બેઝિક ગુણ માટે OH–(aq) આયન જવાબદાર છે.
→ સૂચક (Indicatory : તે ઍસિડ અને બેઇઝની હાજરીમાં રંગપરિવર્તન કરે છે અથવા ઍસિડ કે બેઈઝની હાજરીમાં વાસ બદલે છે.
- કૃત્રિમ સૂચકોઃ મિથાઇલ ઑરેન્જ અને ફિનોલ્ફથેલિન
- કુદરતી સૂચકો (Indicators): લાલ કોબીજનાં પાન, હળદર, વેનિલા, ડુંગળી
→ ઍસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને અનુરૂપ ક્ષાર (Salt) આપે છે. જ્યારે બેઈઝ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થતા ક્ષારનો કણ આયન એ ધાતુ અને ઑક્સિજન સાથે જોડાય છે.
→ ઍસિડ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને અનુરૂપ ક્ષાર, કાર્બન ડાયૉક્સાઈડ વાયુ અને પાણી આપે છે.
→ પાણીમાં બનાવેલા ઍસિડિક અને બેઝિક દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે, કારણ કે તેઓ અનુક્રમે હાઈડ્રોજન આયન H+(aq) અને હાઇડ્રૉક્સાઇડ આયન OH–(aq) ઉત્પન્ન કરે છે.
→ pH માપક્રમ (pH scale): તે ઍસિડ અને બેઇઝની પ્રબળતા નક્કી કરવા વપરાય છે.
- ઍસિડિક દ્રાવણ : pH < 7, pOH > 7
- બેઝિક દ્રાવણ pH > 7, pOH < 7
- તટસ્થ દ્રાવણ : pH = 7, pOH = 7
→ સજીવોમાં ચયાપચયની પ્રક્રિયાઓ મહત્તમ pH સ્તરે (7.0થી 7.8ની હદમાં) થતી હોય છે.
→ સાંદ્ર ઍસિડ અથવા બેઈઝનું પાણી સાથેનું મિશ્રણ અત્યંત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
→ તટસ્થીકરણ પ્રક્રિયા (Neutralisation reaction): જે પ્રક્રિયામાં ઍસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. દૈનિક જીવનમાં તેમજ ઉદ્યોગોમાં ક્ષારનો ઉપયોગ વિવિધ સ્તરે થાય છે.
→ પદાર્થ (સંયોજન) અને તેના ઉપયોગો :
- વેનિલા અર્ક, ડુંગળી, લવિંગ : ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે
- મિલ્ક ઑફ મૅગ્નેશિયા: ઍન્ટાસિડ તરીકે
- સોડિયમ ક્લોરાઈડ (NaC): સોડિયમ હાઈડ્રૉક્સાઈડ અને બેકિંગ સોડા, ધોવાનો સોડા, બ્લીચિંગ પાઉડરની બનાવટમાં તથા દૈનિક જીવનમાં.
- સોડિયમ હાઇડ્રૉક્સાઈડ (NaOH) સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધીકરણમાં, પ્રયોગશાળામાં.
- બ્લીચિંગ પાઉડર (CaOCl2) : વિરંજક તરીકે, જંતુનાશક તરીકે અને ઑક્સિડેશનકર્તા તરીકે.
- બેકિંગ સોડા (ખાવાનો સોડા -NaHCO3) ઍન્ટાસિડ તરીકે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં, ખોરાકને નરમ બનાવવા તથા સોડા-ઍસિડ અગ્નિશામક તરીકે.
- વૉશિંગ સોડા (ધોવાનો સોડા – Na2CO3) કાચ, સાબુની બનાવટમાં, સફાઈકર્તા તરીકે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં તથા પ્રયોગશાળામાં.
- પ્લાસ્ટર ઑફ પેરિસ (CaSO4. 1/2 H2O) : બાંધકામ ઉદ્યોગમાં, ફ્રક્વરમાં, બ્લેકબોર્ડના ચૉક, પૂતળાં બનાવવાં, બીબાં બનાવવા તથા પ્રયોગશાળામાં.
GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર
વિશેષ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ઍસિડ અને બેઇઝ શેમાંથી અને કેવી રીતે બને છે?
ઉત્તર:
અધાતુ તત્ત્વોના ઑક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ? ઍસિડ બને છે. જેમ કે,
(2) સમજાવોઃ પ્રબળ ઍસિડ અને નિર્બળ ઍસિડ
ઉત્તરઃ
પ્રબળ ઍસિડઃ જે ઍસિડને પાણીમાં ઓગાળતાં તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, તેવા ઍસિડને પ્રબળ ઍસિડ કહે છે. > હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl), સફ્યુરિક ઍસિડ (H2SO4) અને
નાઈટ્રિક ઍસિડ (HNO3) જેવા ખનીજ ઍસિડને પાણીમાં ઓગાળતાં તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. આથી તે પ્રબળ ઍસિડ છે.
પ્રબળ ઍસિડના જલીય દ્રાવણમાં બધો જ દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણ આયનીકરણને કારણે તેના આયન સ્વરૂપે હોય છે, એટલે કે બધો જ દ્રાવ્ય પદાર્થ H3O+ માં આયનીકરણ પામેલો હોય છે. દા. ત.,
1M આમ, 1 M H2SO4ના જલીય દ્રાવણમાં H3O+ અને SO42- ની સાંદ્રતા અનુક્રમે 2 M અને 1 M હોય છે, કારણ કે 1 મોલ H2SO4ના જલીય દ્રાવણના આયનીકરણથી 2 મોલ H3O+ બને છે.
નિર્બળ ઍસિડઃ જે ઍસિડને પાણીમાં ઓગાળતાં તેનું આંશિક અથવા અપૂર્ણ આયનીકરણ થાય છે, તે ઍસિડને નિર્બળ ઍસિડ કહે છે.
ઍસિટિક ઍસિડ (વિનેગરમાં), લેક્ટિક ઍસિડ (દહીં, છાશમાં), સાઇટ્રિક ઍસિડ (લીંબુ, નારંગીમાં), ટાટરિક ઍસિડ (આમલીમાં), ઑક્ઝલિક ઍસિડ(ટામેટામાં)ને પાણીમાં ઓગાળતાં તેનું આંશિક અથવા અપૂર્ણ આયનીકરણ થાય છે. આથી તે નિર્બળ ઍસિડ છે.
દા. ત., 1 M CH3COOHના જલીય દ્રાવણમાં H3O+ની સાંદ્રતા 1 M હોતી નથી, પણ ખૂબ જ ઓછી (આશરે 2થી 3 %) હોય છે.
(૩) સમજાવોઃ પ્રબળ બેઇઝ અને નિર્બળ બેઇઝ
ઉત્તર:
પ્રબળ બેઈઝ: જે બેઇઝને પાણીમાં ઓગાળતાં તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, તેવા બેઇઝને પ્રબળ બેઇઝ કહે છે. દા. ત., સોડિયમ હાઇડ્રૉક્સાઈડ (NaOH), પોટેશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH).
પ્રબળ બેઇઝના જલીય દ્રાવણમાં બધો જ દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણ આયનીકરણને કારણે તેના આયન સ્વરૂપે હોય છે, એટલે કે બધો જ દ્રાવ્ય પદાર્થ OH માં આયનીકરણ પામેલો હોય છે. દા. ત.,
આમ, 1 M Mg(OH)2 ના જલીય દ્રાવણમાં Mg2+ અને OH ની સાંદ્રતા અનુક્રમે 1 M અને 2 M હોય છે, કારણ કે 1 મોલ Mg(OH)2 ના જલીય દ્રાવણના આયનીકરણથી 2 મોલ OH બને છે.
નિર્બળ બેઈઝઃ જે બેઇઝને પાણીમાં ઓગાળતાં તેનું આંશિક આયનીકરણ થાય છે, તેને નિર્બળ બેઇઝ કહે છે. દા. ત., એમોનિયમ હાઇડ્રૉક્સાઈડ (NH_OH) અને કૅલ્શિયમ હાઈડ્રૉક્સાઈડ (Ca(OH)2).
નિર્બળ બેઈઝના જલીય દ્રાવણમાં દ્રાવ્યનો અલ્પ જથ્થો જ (આશરે . 2થી 3 %) OH માં આયનીકરણ પામેલ હોય છે. દા. ત., 1 M NH4OHના જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા 1 M હોતી નથી, પણ ખૂબ જ ઓછી હોય છે.
(4) ઍસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો.
ઉત્તર:
ઍસિડની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા H+ આયન અથવા H3O+ આયન જવાબદાર હોય છે.
(1) ઍસિડની ધાતુ સાથે પ્રક્રિયા ઍસિડની ધાતુ સાથે પ્રક્રિયા થઈ ધાતુને અનુરૂપ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ કે,
ટૂંકમાં, ઍસિડ + ધાતુન્ → ધાતુનો ક્ષાર + ડાયહાઇડ્રોજન વાયુ
(ii) ઍસિડની બેઇઝ સાથે પ્રક્રિયા ઍસિડની બેઈઝ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે, જેમ કે,
(1) HCl(aq) + NaOH(aq) → NaCl(aq) + H2O1)
ટૂંકમાં, ઍસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
(iii) ઍસિડની ધાતુ-ઑક્સાઈડ સાથે પ્રક્રિયા ઍસિડની ધાતુઑક્સાઈડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. જેમ કે,
ટૂંકમાં, ઍસિડ + ધાતુ-ઑક્સાઇડ → ક્ષાર + પાણી
(iv) ઍસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા મોટા ભાગના ઍસિડ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, પાણી અને CO વાયુ ઉત્પન્ન કરે છે. જેમ કે,
ટૂંકમાં, ઍસિડ + ધાતુ કાર્બોનેટ / ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ → ક્ષાર + પાણી + CO2(g)
(5) બેઇઝના રાસાયણિક ગુણધર્મો સમજાવો.
ઉત્તર:
બેઇઝની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા OH– આયન જવાબદાર હોય છે.
(i) બેઇઝની ઍસિડ સાથે પ્રક્રિયા: બેઇઝની ઍસિડ સાથે પ્રક્રિયા 5 થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. જેમ કે,
(1) NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(l)
(2) 2KOH(aq) + H2SO4(aq) → K2SO4(aq) + 2H2O(l)
ટૂંકમાં, બેઇઝ + ઍસિડ → ક્ષાર + પાણી
(ii) બેઇઝની અધાતુ ઑક્સાઈડ સાથે પ્રક્રિયા બેઇઝની અધાતુ 2 ઑક્સાઈડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. જેમ કે,
ટૂંકમાં, બેઇઝ + અધાતુ ઑક્સાઇડ → ક્ષાર + પાણી
(iii) બેઇઝની ધાતુ સાથે પ્રક્રિયાઃ સોડિયમ હાઈડ્રૉક્સાઈડ અને પોટેશિયમ હાઈડ્રૉક્સાઇડ જેવા પ્રબળ બેઇઝની કેટલીક ઉભયધર્મી ધાતુઓ (જેવી કે Z કે Al) સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ કે,
ટૂંકમાં, બેઇઝ + ધાતુ + પાણી → સંકીર્ણ ક્ષાર + H2(g)
(6) “નિર્બળ ઍસિડ અને પ્રબળ બેઇઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતાં ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે, જ્યારે નિર્બળ બેઇઝ અને પ્રબળ ઍસિડના તટસ્થીકરણથી ઉત્પન્ન થતાં ક્ષારનું જલીય દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.” સમજાવો.
ઉત્તર:
આમ, Na2CO3 ક્ષાર એ પ્રબળ બેઇઝ અને નિર્બળ ઍસિડમાંથી ઉત્પન્ન થતો હોવાથી તેના જલીય દ્રાવણમાં [H+(aq)] કરતાં [OH–(aq))ની સાંદ્રતા વધુ હોવાથી દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે.
આમ, NH4CI ક્ષાર એ પ્રબળ ઍસિડ અને નિર્બળ બેઇઝમાંથી ઉત્પન્ન થતો હોવાથી તેના જલીય દ્રાવણમાં [OH–(aq)] કરતાં H+(aq))ની સાંદ્રતા વધુ હોવાથી દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.
(7) બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર એ રાસાયણિક રીતે શું છે? કેક બનાવતી વખતે બેકિંગ પાઉડરના બદલે બેકિંગ સોડા નાખવામાં આવે તો શું થાય?
ઉત્તર:
બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર એ રાસાયણિક રીતે બેઝિક ક્ષાર છે. NaHCO3 – સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બેકિંગ સોડા છે. જ્યારે NaHCO3 અને ટાર્ટરિક ઍસિડના મિશ્રણને બેકિંગ પાઉડર કહે છે. કેક બનાવતી વખતે બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો તે ગરમ થતાં સોડિયમ કાર્બોનેટ ઉત્પન્ન કરે છે, જે કેકમાં કડવો સ્વાદ ઉમેરે છે. આ ટાળવા માટે બેકિંગ સોડામાં ટાટરિક ઍસિડ ઉમેરવામાં આવે, તો તે ઍસિડનો સોડિયમ ક્ષાર બનાવે છે, જે કેકના સ્વાદને અસર પહોંચાડતો નથી, અર્થાત્ સ્વાદ કડવો થતો નથી.
(8) જુદી જુદી pH ધરાવતાં બે ઍસિડિક જલીય દ્રાવણો A અને Bની ઍસિડિકતાની સરખામણી કરો.
ઉત્તર:
બે ઍસિડિક જલીય દ્રાવણોની ઍસિડિકતાની સરખામણી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે :
આમ, આપેલ કોષ્ટક પરથી કહી શકાય કે બે ઍસિડિક જલીય દ્રાવણની pH વચ્ચેનો તફાવત x હોય, તો ઓછી pHવાળું દ્રાવણ, વધુ pHવાળા દ્રાવણ કરતાં H3O+ની સાંદ્રતા 10x અથવા antilog x ગણી વધારે ધરાવે છે. એટલે કે તે દ્રાવણ 10x અથવા antilog x ગણું વધુ ઍસિડિક હોય છે.
પ્રશ્ન 2.
નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપોઃ
(1) FeCl3નું જલીય દ્રાવણ ઍસિડિક હોય છે.
ઉત્તર:
FeCl3 એ ક્ષાર છે. તેને પાણીમાં ઓગાળતાં પ્રબળ ઍસિડ (HCl) અને નિર્બળ બેઇઝ (Fe(OH)3) બને છે. આથી દ્રાવણમાં રહેલા OH–(aq)ની સાંદ્રતા કરતાં H+(aq)ની સાંદ્રતા વધી જાય છે. આથી દ્રાવણ ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે. આથી FeCl3નું જલીય દ્રાવણ ઍસિડિક હોય છે.
(2) CH3COONaનું જલીય દ્રાવણ બેઝિક હોય છે.
ઉત્તર:
CH3COONA એ ક્ષાર છે. તેને પાણીમાં ઓગાળતાં પ્રબળ બેઇઝ (NaOH) અને નિર્બળ ઍસિડ CH3COOH) બને છે. આથી દ્રાવણમાં રહેલા H+(aq) ની સાંદ્રતા કરતાં OH–(aq) ની : સાંદ્રતા વધી જાય છે. આથી દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. આથી : CH3COONaનું જલીય દ્રાવણ બેઝિક હોય છે.
(3) NaClનું જલીય દ્રાવણ તટસ્થ હોય છે.
ઉત્તર:
NaCl એ ક્ષાર છે. તેને પાણીમાં ઓગાળતાં પ્રબળ ઍસિડ (HCI) અને પ્રબળ બેઇઝ (NaOH) બને છે. આથી દ્રાવણમાં રહેલા H+(aq) આયન અને OH–(aq) આયનની સાંદ્રતા સમાન બને છે. આથી દ્રાવણ તટસ્થ પ્રકૃતિ ધરાવે છે. આથી NaClનું જલીય દ્રાવણ તટસ્થ હોય છે.
પ્રશ્ન 3.
નીચેના દાખલા ગણો :
(1) 8pHવાળા જલીય દ્રાવણમાં [OH (aq)ની સાંદ્રતા ગણો.
ઉકેલ:
(2) HCIના 2 mol ને પાણીમાં ઓગાળી 500 mL જલીય દ્રાવણ બનાવેલું છે. આ દ્રાવણની મોલારિટી શોધો.
ઉકેલ:
(3) 0.01 M HClના દ્રાવણની pH ગણો.
ઉકેલ:
HCl એ પ્રબળ ઍસિડ છે. તેનું નીચે પ્રમાણે સંપૂર્ણ આયનીકરણ થાય છે :
∴ [H+(aq)] = 0.01 M = 1 × 10-2 M
હવે, pH = – log10[H+(aq)].
= -log [1 × 10-2] = – [latex]\overline{2} .0000[/latex]
= 2
(4) 50 mL KOHના દ્રાવણનું 5mL આપેલ HNOના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે એ જ KOHનું 15 mL દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે HNO3 ના દ્રાવણનું કદ કેટલું જોઈએ?
ઉકેલ:
50 mL KOHનું દ્રાવણ એ 5 mL HNO3 ના દ્રાવણને તટસ્થ કરે છે.
∴ 15 mL KOHનું દ્રાવણ (?)
15×5/50 = 1.5 mL HNO3 જોઈએ.
(5) ApHવાળા જલીય દ્રાવણ કરતાં 2 pHવાળું જલીયા દ્રાવણ કેટલા ગણું વધુ ઍસિડિક હશે?
ઉકેલ:
4pHવાળા જલીય દ્રાવણ માટે,
pH = -log10[H3O+]
∴ -log10[H3O+] = 4
∴ log10[H3O+] =-4
∴ [H3O+] = 10-4 M થાય.
તે જ પ્રમાણે 2 pHવાળા જલીય દ્રાવણમાં [H3O+] = 10-2 M થાય.
આમ, 4pHવાળા જલીય દ્રાવણ કરતાં 2 pHવાળા જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા 100 ગણી વધુ છે. એટલે કે તે 100 ગણું વધુ ઍસિડિક હશે.
(6) 8pHવાળા બેઝિક જલીય દ્રાવણ કરતાં 11.9 pHવાળું બેઝિક જલીય દ્રાવણ oની કેટલા ગણી વધુ સાંદ્રતા ધરાવશે?
ઉકેલ:
8 pHવાળા બેઝિક જલીય દ્રાવણની
pOH = 14 – 8 = 6 થશે. (∵ pH + pOH = 14)
∴ [OH–] = 1 × 10-6 M થાય.
આ જ પ્રમાણે, 11.9 pHવાળા બેઝિક જલીય દ્રાવણની
pOH = 14 – 11.9 = 2.1 થશે.
pOH = – log10 (OH–)
∴ 2.1 = -log10 (OH–)
∴ -2.1 = log10 (OH–)
∴ log10[OH–] =
∴ [OH–] = antilog 3¯¯¯⋅9
= 7.943 × 10-3M
આમ, 8pH વાળા બેઝિક જલીય દ્રાવણ કરતાં 11.9 pHવાળું બેઝિક જલીય દ્રાવણ 7943 ગણી વધુ સાંદ્રતા ધરાવશે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
ઍસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મો લખો.
ઉત્તરઃ
ઍસિડના ગુણધર્મો :
(1) ઍસિડ સ્વાદે ખાટા હોય છે. (2) તે ભીના ભૂરા લિટમસપેપરને લાલ બનાવે છે. (3) તે બેઇઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. (4) તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H2(g) મુક્ત કરે છે.
બેઈઝના ગુણધર્મો (1) બેઇઝ સ્વાદે તૂરા હોય છે. (2) તે ભીના લાલ લિટમસપેપરને ભૂરું બનાવે છે. (3) તે ઍસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે.
પ્રશ્ન 2.
સૂચક એટલે શું? ઍસિડ-બેઇઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો.
ઉત્તરઃ
જે દ્રાવણ ઍસિડ અને બેઇઝની હાજરીમાં રંગપરિવર્તન કરે છે, તેને સૂચક કહે છે.
ઍસિડ-બેઇઝની પરખ માટે કૃત્રિમ સૂચકો – મિથાઇલ ઑરેન્જ અને ફિનોલ્ફથેલિન તથા કુદરતી સૂચકો – લિટમસપેપર, હળદર, લાલ કોબીજનાં પાન, હાઇડ્રન્જિયા, પેટ્રનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે.
વેનિલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો ઍસિડ અને બેઇઝની હાજરીમાં વાસ બદલે છે, તેમને ધ્રાણેન્દ્રિય સૂચકો કહે છે.
આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય છે, જેને લાઈકેન કે જે થેલોફાયટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે, જે સૂચક તરીકે વર્તે છે.
પ્રશ્ન 3.
ધ્રાણેન્દ્રિય (Olfactory) સૂચક કોને કહે છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે પદાર્થોની ઍસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે, તેવા પદાર્થોને ધ્રાણેન્દ્રિય સૂચક કહે છે.
ઉદાહરણ : વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ.
પ્રશ્ન 4.
ધ્રાણેન્દ્રિય સૂચકની મદદથી ઍસિડ અને બેઇઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
ઍસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક(પદાર્થ)ની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઇઝ ધ્રાણેન્દ્રિય સૂચક(પદાર્થ)ની વાસ દૂર કરે છે.
દા. ત., લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCl(ઍસિડ)નાં ટીપાંનો છંટકાવ કરી, કપડું સુંઘતાં તેમાંથી લવિંગના તેલની વાસ આવશે. જે સૂચવે છે કે, ઍસિડ એ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી.
પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH(બેઇઝ)નાં ટીપાંનો છંટકાવ કરી, કપડું સુંઘતાં તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે. જે સૂચવે છે કે, બેઇઝ એ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે.
પ્રશ્ન 5.
ઝિંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી? કેમ?
ઉત્તર:
ઝિક ધાતુ મંદ HCl કે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે, કારણ કે Zn ધાતુ એ H2 વાયુ કરતાં વધુ ક્રિયાશીલ હોવાથી તે મંદ HCl કે મંદ H2SO4 માંથી સરળતાથી H2 વાયુનું વિસ્થાપન કરે છે.
જેમ કે,
Zn(s) + 2HCl(aq) (મંદ) → ZnCl2(aq) + H2(g)
Zn(s) + H2SO4(aq) (મંદ) → ZnSO4(aq) + H2(g)
પણ મંદ HNO3ની Zn ધાતુ સાથે પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે મંદ HNO3 પ્રબળ ઑક્સિડેશનકર્તા છે. આથી તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2Oમાં ઑક્સિડેશન કરે છે.
પ્રશ્ન 6.
ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો.
ઉત્તર:
પ્રશ્ન 7.
કઈ ધાતુઓ મંદ ઍસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ મંદ ઍસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી?
ઉત્તર:
જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય, તે ઍસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે.
દા. ત., Zn(s) + 2HCl (aq) →ZnCl2(aq) + H2(g)
Mg(s) + 2HCl(aq) → MgCl2(aq) + H2(g)
Fe(s) + H2SO4(aq) → FeSO4(aq) + H2(g)
જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય, તે ઍસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં.
દા. ત., 4Cu(s) + 10HNO3(aq) → 4Cu(NO3)2(aq) + N2O(g) + 5H2O(l)
પ્રશ્ન 8.
સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું – મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
Na2CO3(s) + 2HCl (aq) → 2NaCl (aq) + H2O(l) + CO2(g)
NaHCO3(s) + HCl(aq) → NaCl(aq) + H2O(l) + CO2(g)
પ્રશ્ન 9.
કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરતાં કઈ નીપજો – મળે છે? મળતી નીપજની પાણીમાં દ્રાવ્યતા જણાવો.
ઉત્તર:
જો કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં – કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, તો પાણીમાં અદ્રાવ્ય કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO3 ચૂનાનો પથ્થર) બને છે. જેથી દ્રાવણ દૂધિયું બને છે.
આ દૂધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પસાર કરવામાં આવે, તો પાણીમાં દ્રાવ્ય કૅલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ [Ca(HCO3)2] નીપજ બનવાને લીધે દ્રાવણનો દૂધિયો રંગ દૂર થાય છે.
CaCO3(s) + H2O(l) + CO2(g) → Ca(HCO3)2(aq) (પાણીમાં દ્રાવ્ય)
પ્રશ્ન 10.
કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે?
ઉત્તરઃ
કૅલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં લાઈમસ્ટૉન (ચૂનાના પથ્થર), ચાક, આરસપહાણ, પરવાળાં, શંખ વગેરે જુદાં જુદાં સ્વરૂપે મળે છે.
પ્રશ્ન 11.
સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, તો કઈ નીપજ મળે છે? મળતી નીપજની પાણીમાં દ્રાવ્યતા લખો. પ્રક્રિયા સમીકરણ લખો.
ઉત્તરઃ
સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પસાર કરવામાં આવે, તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3) મળે છે.
સોડિયમ હાઇડ્રોજન કાબનેટની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ છે ઓછી છે.
Na2CO3(aq) + H3O(l) + CO3(g) → 2NaHCO3(aq)
(નોંધઃ KHCO3ની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ વધુ છે.]
પ્રશ્ન 12.
NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણમાં મંદ HClનાં બે ટીપાં ઉમેરતાં રંગમાં શું પરિવર્તન થાય છે? આ રંગપરિવર્તન માટેનું કારણ જણાવો.
ઉત્તર:
NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણનો રંગ ગુલાબી છે. જો તેમાં મંદ HClનાં બે ટીપાં ઉમેરવામાં આવે, તો દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય છે.
આ રંગપરિવર્તન થવાનું કારણ તટસ્થીકરણ પ્રક્રિયા છે. જેમાં ઍસિડ દ્વારા બેઇઝ (NaOH)ની અસર નાબૂદ થાય છે.
પ્રશ્ન 13.
કૉપર ઑક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરતાં શું બને છે? દ્રાવણના રંગમાં શો ફેર પડે છે? સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
કૉપર ઑક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરતાં કૉપર (II) ક્લોરાઇડ બને છે. પરિણામે દ્રાવણનો રંગ વાદળી-લીલો બને છે.
CuO(s) + 2HCl(aq) → CuCl(aq) + H2O(l)
પ્રશ્ન 14.
બેઝિક ઑક્સાઇડ કોને કહે છે? ધાત્વીય ઑક્સાઇડ કેવા પ્રકારના ઑક્સાઇડ છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે ઑક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઇઝ બનાવતા હોય તેમને બેઝિક ઑક્સાઇડ કહે છે.
ધાત્વીય ઑક્સાઇડ બેઝિક ઑક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી બેઇઝ બનાવે છે.
આમ, ધાત્વીય ઑક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે.
ઉદાહરણ: Na2O, MgO, CaO, BaO
પ્રશ્ન 15.
ઍસિડિક ઑક્સાઇડ કોને કહે છે? અધાત્વીય ઑક્સાઇડ કેવા પ્રકારના ઑક્સાઇડ છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે ઑક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી ઍસિડ બનાવતા હોય તેમને ઍસિડિક ઑક્સાઇડ કહે છે.
અધાત્વીય ઑક્સાઇડ ઍસિડિક ઑક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી ઍસિડ બનાવે છે.
આમ, અધાત્વીય ઑક્સાઇડ સ્વભાવે ઍસિડિક હોય છે.
ઉદાહરણ : SO2, Cl2O7, CO2, N2O5
પ્રશ્ન 16.
ઍસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો જણાવો. ઍસિડિક અને બેઇઝ વર્તણુક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો.
ઉત્તર:
ઍસિડિક વર્તણૂક માટે H+(aq) આયન અથવા H3O+(aq) અને બેઝિક વર્તણૂક માટે OH–(aq) આયન જવાબદાર છે.
HCl(aq) + H2O → Cl–(aq) + H3O+(aq)
આમ, HClના જલીય દ્રાવણમાં H+(aq) આયન ઉત્પન્ન થતો હોવાથી HCl એ ઍસિડ છે એમ કહેવાય.
પ્રશ્ન 17.
(1) શું બધા જ બેઇઝ પાણીમાં દ્રાવ્ય હોય છે?
(2) પાણીમાં દ્રાવ્ય બેઇઝ કયા નામે ઓળખાય છે ?
(૩) તેના ગુણધર્મો અને ઉદાહરણ આપો.
ઉત્તર:
(1) ના
(2) પાણીમાં દ્રાવ્ય બેઇઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે.
(3) ગુણધર્મો તે સ્પર્શે સાબુ જેવા ચીકણા, સ્વાદે તૂરા અને ક્ષારીય હોય છે.
ઉદાહરણ : NaOH, KOH
પ્રશ્ન 18.
મંદન પ્રક્રિયા કોને કહે છે? સમજાવો.
ઉત્તર:
ઍસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ કદદીઠ આયનો(H3O+ અથવા OH–)ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આવી પ્રક્રિયાને મંદન (Dilution) કહે છે અને આવા ઍસિડ કે બેઇઝને મંદીત (Diluted) ઍસિડ કે બેઇઝ કહે છે.
દા. ત., સાંદ્ર HNO3 કે H2SO4ને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતાં, સાંદ્ર HNO3 કે H2SO4 ની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ મંદ બને છે.
પ્રશ્ન 19.
રસાયણોની બૉટલોના લેબલ પરનાં ચેતવણી ચિહ્નો દોરી, તેનો અર્થ લખો.
ઉત્તર:
રસાયણોની બૉટલોના લેબલ પરનાં ચેતવણી ચિહ્નો નીચે પ્રમાણે છે :
પ્રશ્ન 20.
ટૂંક નોંધ લખો : pH માપક્રમ
ઉત્તર:
દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન(H+(aq))ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે.
- pHમાં p જર્મન શબ્દ ‘પોટેન્ઝ’ અર્થાત્ ‘શક્તિ’ સૂચવે છે.
- pH માપક્રમ દ્વારા આપણે (ખૂબ જ ઍસિડિક)થી 14 (ખૂબ જ આલ્કલાઇન (બેઝિક)) સુધીની pHનું માપન કરી શકીએ છીએ. હ
- જેમ કે, pH માપક્રમ પર 7થી ઓછાં મૂલ્યો ઍસિડિક દ્રાવણનું સૂચન કરે છે. 7થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે. જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ 2.6 પરથી જોઈ શકાય છે:
- વધુમાં, જેમાં pH મૂલ્ય 7થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH– આયનની સાંદ્રતામાં વધારો થાય છે અર્થાત્ આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત પેપરનો ઉપયોગ થાય છે.
- ટૂંકમાં, જેમ હાઇડ્રોનિયમ આયન(H+(aq))ની સાંદ્રતા વધુ તેમ ઍસિડિકતા વધુ પણ pHનું મૂલ્ય ઓછું અને જેમ હાઇડ્રોનિયમ આયન(H+(aq)ની સાંદ્રતા ઓછી તેમ ઍસિડિકતા ઓછી પણ pHનું મૂલ્ય વધુ.
યાદ રાખો
pH + pOH = 14
pH = – log10(H+(aq)] or
pOH = -log10 [OH–(aq)]
પ્રશ્ન 21.
સાર્વત્રિક સૂચક (Universal indicator) શું છે? તેનો ઉપયોગ લખો.
ઉત્તર:
સાર્વત્રિક સૂચક એ કેટલાંક સૂચકોનું મિશ્રણ છે. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રૉક્સિલ કે હાઇડ્રૉક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ.
દા. ત., સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રૉક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે.
પ્રશ્ન 22.
ઍસિડ અને બેઇઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય?
અથવા
નિર્બળ અને પ્રબળ ઍસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઇઝ કોને કહે છે?
ઉત્તર:
ઍસિડ અને બેઇઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH– આયનોની સંખ્યા પર આધાર રાખે છે.
દા. ત., એક મોલર HCl અને એક મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની ઍસિડ તરીકેની પ્રબળતા જુદી જુદી હોય છે.
- જે ઍસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે, તેને પ્રબળ ઍસિડ કહે છે. દા. ત., HCl, HNO3, H2SO4, વગેરે.
- જે ઍસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે, તેને નિર્બળ ઍસિડ કહે છે. દા. ત., HCOOH, CH3COOH, HCN વગેરે.
- જે બેઇઝ પાણીમાં વધુ માત્રામાં OH– આયનો આપે છે, તેને પ્રબળ બેઇઝ કહે છે. દા. ત., NaOH, KOH, Cu(OH)2 વગેરે.
- જે બેઇઝ પાણીમાં ઓછી માત્રામાં OH– આયનો આપે છે, તેને નિર્બળ બેઇઝ કહે છે. દા. ત., NH3, NH4OH વગેરે.
પ્રશ્ન 23.
દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ
દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ નીચે પ્રમાણે છે :
(1) સજીવના અસ્તિત્વમાં pHનું મહત્ત્વ સામાન્ય રીતે માનવશરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7થી 7.8 pHની મર્યાદામાં થાય છે. જો આ pHમાં ફેરફાર થાય, તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે.
સામાન્ય પાણીની pH લગભગ 7.0 હોય છે, જ્યારે વરસાદી પાણીની pH લગભગ 5.6ની આસપાસ હોય છે. જે વરસાદની pH 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને ઍસિડવર્ષા કહે છે. ઍસિડવર્યાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવાં જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની pH ઘટે છે. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મ જીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે.
(2) જમીનમાં pHનું મહત્ત્વ: વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદાની જરૂરિયાત હોય છે. :
- જે જમીનની pH 6.5થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
- આથી ખેડૂત ઍસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ (CaO) ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જિપ્સમ (CaSO4 2H2O) ઉમેરે છે.
(3) પાચનતંત્રમાં pHનું મહત્ત્વ: આપણે જાણીએ છીએ તેમ, ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે.
- જઠર હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉત્પન્ન કરે છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં ઍસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને ઍસિડિટી કહે છે.
- ઍસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ કરીએ છીએ, જેને : ઍન્ટાસિડ (પ્રતિઍસિડ પદાર્થ) કહે છે. તે જઠરમાં રહેલા વધારાના ઍસિડનું તટસ્થીકરણ કરે છે.
ઍન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા (NaHCO3) : અને મિલ્ક ઑફ મૅગ્નેશિયા (Mg(OH)2) ઉપયોગમાં લેવાય છે.
(4) દાંતનું ક્ષયન (સડવું) રોકવામાં pHનું મહત્ત્વ: જ્યારે – મોના અંદરના ભાગની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો (ક્ષયન) શરૂ થાય છે.
- દાંતનું ઉપરનું પડ (આવરણ) કૅલ્શિયમ ફોસ્ફટ (Ca3(PO4)2) જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી. પરંતુ, મોંની અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું કહેવાય છે.
- મોંમાં હાજર બૅક્ટરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી ઍસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ.
- દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, જે વધારાના ઍસિડને તટસ્થ કરે છે. પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે.
(5) મધમાખીના ડંખની અસરના ઉપચારમાં મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ ઍસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે.
મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા (ખાવાના સોડા) જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે ઍસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે.
આ ઉપરાંત, કોવચ (Nettle) નામની એક તૃણીય વનસ્પતિનાં પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક ઍસિડ મુક્ત કરે છે. આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે.
પ્રશ્ન 24.
એવા કુદરતી સ્ત્રોત જણાવો કે જેમાં ઍસિડ હોય છે.
ઉત્તર:
પ્રશ્ન 25.
ક્ષાર-પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મૅગ્નેશિયમ ક્ષાર પરિવારનાં બે-બે ઉદાહરણ આપો.
ઉત્તર:
એકસમાન ધન અથવા કણ આયનો (મૂલકો) ધરાવતા ક્ષારોને ક્ષાર-પરિવાર કહે છે.
સોડિયમ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ : NaCl, Na2SO4
ક્લોરાઇડ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ : NaCl, KCl
મૅગ્નેશિયમ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ : MgCl2, MgSO4
પ્રશ્ન 26.
તટસ્થ ક્ષાર, ઍસિડિક ક્ષાર અને બેઝિક ક્ષારનાં pH મૂલ્યો લખો.
ઉત્તર:
પ્રબળ ઍસિડ અને પ્રબળ બેઇઝમાંથી બનતા તટસ્થ ક્ષારની pH 7 હોય છે.
પ્રબળ ઍસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતા ઍસિડિક ક્ષારની pH 7 કરતાં ઓછી હોય છે.
પ્રબળ બેઈઝ અને નિર્બળ ઍસિડમાંથી બનતા બેઝિક ક્ષારની 3 pH 7 કરતાં વધુ હોય છે.
પ્રશ્ન 27.
હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી ઉદ્ભવતા ક્ષારનું નામ અને અણુસૂત્ર લખી, તેનો ઉપયોગ અને સ્વભાવ લખો.
ઉત્તર:
હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રૉક્સાઈડના દ્રાવણના સંયોગીકરણથી સોડિયમ ક્લોરાઇડ ક્ષાર ઉદ્ભવે છે.
અસુસૂત્ર: NaCl
ઉપયોગ: ખોરાકમાં
સ્વભાવ : તટસ્થ
પ્રશ્ન 28.
દરિયાના પાણીમાં ઓગળેલ ક્ષારો જણાવો.
ઉત્તર:
દરિયાના પાણીમાં ઓગળેલ મુખ્ય ક્ષારો NaCl, KCl, NaBr, RBr, MgBr2 તથા NaIO3 (સોડિયમ આયોડેટ) છે.
પ્રશ્ન 29.
ખનિજ ક્ષાર (રૉક સોલ્ટ) કોને કહે છે?
ઉત્તર:
દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં નિક્ષેપિત કરતાં મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના બને છે, જેને ખનિજ ક્ષાર (રૉક સોલ્ટ) કહે છે.
પ્રશ્ન 30.
ટૂંક નોંધ લખોઃ સોડિયમ હાઇડ્રૉક્સાઈડ (NaOH)
ઉત્તર:
બનાવટઃ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ(ક્ષારીય જળ)નું વિદ્યુતવિભાજન કરતાં ઍનોડ પાસે ક્લોરિન વાયુ મુક્ત થાય છે, જ્યારે કૅથોડ પાસે હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રૉક્સાઇડ બને છે. 2NaCl (aq) + 2H2O(l) » 2NaOH(aq) + Cl2(g) + H2(g)
આ પદ્ધતિ ક્લોર-આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નીપજો ક્લોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રૉક્સાઇડ છે.
આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નીપજ ઉપયોગી છે.
ઉપયોગો (1) ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, (2) સાબુની બનાવટમાં, (3) પેટ્રોલિયમના શુદ્ધીકરણમાં, (4) સુતરાઉ કાપડને સુંવાળું બનાવવા માટે અને (5) પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.
પ્રશ્ન 31.
H2 અને Cl2ના ઉપયોગો લખો.
ઉત્તર:
H2ના ઉપયોગો (1) બળતણ તરીકે, (2) વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનમાં અને (3) એમોનિયાની બનાવટમાં.
Cl2ના ઉપયોગો (1) જળ ઉપચારમાં, (2) પાણીને જંતુ રહિત બનાવવા માટે, (3) PVCની બનાવટમાં, (4) CFCsની બનાવટમાં અને (5) બ્લીચિંગ પાઉડરની બનાવટમાં.
પ્રશ્ન 32.
ક્લોર-આલ્કલી ક્રિયામાં ઉદ્ભવતી ત્રણેય નીપજોની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે લખો.
ઉત્તર:
પ્રશ્ન 33.
ટૂંક નોંધ લખો : વિરંજન પાઉડર (બ્લીચિંગ પાઉડર)
અથવા
બ્લીચિંગ પાઉડરની બનાવટ અને ઉપયોગી લખો.
ઉત્તર:
બનાવટઃ ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂના (Slaked lime – Ca(OH)2) સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે.
Cl2 + Ca(OH)2 → CaoCl2 + H2O
વિરંજન પાઉડરને CaOCI) દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કૅલ્શિયમ ઑક્સિક્લોરાઇડ છે.
વિરંજન પાઉડરનો ઉપયોગ : (1) ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લૉન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે(2) અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઑક્સિડેશનકર્તા તરીકે. (3) પીવાના પાણીને રંતુ રહિત કરવા જંતુનાશક તરીકે.
પ્રશ્ન 34.
ટૂંક નોંધ લખો : બેકિંગ સોડા (ખાવાનો સોડા – NaHCO3)
અથવા
બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો.
ઉત્તર:
બનાવટઃ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2g) અને NH3(g) પસાર કરતાં બેકિંગ સોડા બને છે.
NaCl(aq) + H2O(1) + CO2(g) + NH3(g) →
સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પસાર કરતાં બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે.
Na2CO3(aq) + H2O(l) + CO 2(g) → 2NaHCO3(aq)
બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે. તે મંદ બિન ક્ષારીય બેઇઝ છે.
ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે, ત્યારે હું નીચે મુજબ પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે.
ઉષ્મા
2NaHCO3(s) → 11 Na2CO3(s) + H2O(g) + CO2(g)
ઉપયોગો:
- બેકિંગ સોડા અને ટાર્ટરિક ઍસિડ જેવા મંદ ખાદ્ય ઍસિડનું મિશ્રણ બેકિંગ પાઉડરની બનાવટમાં વપરાય છે,
- તેને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતા CO2 વાયુને લીધે પાઉં (Bread), કેક તથા ભજિયાં ફૂલે છે. પરિણામે તે નરમ અને પોચા બને છે. NaHCO3 + H+ CO2 → H2O + ઍસિડનો સોડિયમ ક્ષાર (કોઈ પણ ઍસિડમાંથી),
- ઍસિડિટીમાં રાહત મેળવવા ઍન્ટાસિડ તરીકે,
- સોડા-ઍસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા,
- ચેપનાશક તરીકે,
- પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે,
- ઘરગથ્થુ ઉપયોગ તરીકે.
પ્રશ્ન 35.
ટૂંક નોંધ લખો : ધોવાનો સોડા (વૉશિંગ સોડા – Na2CO3 . 10H2O)
અથવા
ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો.
ઉત્તર:
બનાવટઃ બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે.
ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે.
ઉપયોગો:
- કાચ અને સાબુ જેવાં સંયોજનોના ઉત્પાદનમાં,
- બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં,
- ઘરમાં સફાઈકર્તા તરીકે,
- પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે,
- કાગળ અને કાપડ ઉદ્યોગમાં,
- પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.
પ્રશ્ન 36.
સ્ફટિક જળ શું દર્શાવે છે? સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો.
ઉત્તર:
સ્ફટિક જળ એ ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્રદીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે.
દા. ત., CuSO4 . H2O, CaSO4 ∙ 2H2O,
FeSO4 · 7H2O આને Na2CO3 ∙ 10H2O
પ્રશ્ન 37.
શુષ્ક કસનળીમાં કૉપર સલ્ફટના સ્ફટિકને ગરમ કરતાં શા માટે તે રંગવિહીન બને છે?
ઉત્તર:
કૉપર સલ્ફટના એક એકમ સૂત્રમાં પાણીના પાંચ અણુઓ હાજર હોય છે. આ પાણીના અણુઓની હાજરીને કારણે કૉપર સલ્ફટના સ્ફટિક ભૂરા રંગના દેખાય છે. હવે, આવા સ્ફટિકને ગરમ કરવામાં આવે, તો પાણીના અણુઓ દૂર થાય છે. પરિણામે સ્ફટિક રંગવિહીન બને છે.
પ્રશ્ન 38.
ટૂંક નોંધ લખોઃ પ્લાસ્ટર ઑફ પૅરિસ –POP
અથવા
પ્લાસ્ટર ઑફ પેરિસની બનાવટ અને ઉપયોગી લખો.
ઉત્તર:
બનાવટ : જ્યારે જિપ્સમ(ચિરોડી)ને 373 K તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઑફ પૅરિસ બને છે.
આમ, પ્લાસ્ટર ઑફ પૅરિસ (POP) એ કૅલ્શિયમ સલ્ફટનો હેમી (અડધો) હાઇડ્રેટ છે. જેમાં બે Ca2+ અને બે SO42- આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે.
પ્લાસ્ટર ઑફ પૅરિસ સફેદ પાઉડર છે અને પાણી સાથે મિશ્ર કરતાં તે સખત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે.
જિપ્સમ ઉપયોગો:
- બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં થાય છે.
- ફૂંક્યર થયેલાં હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે.
- દાંતનાં ચોકઠાં માટેનાં બીબાં બનાવવા માટે.
- રમકડાં અને પૂતળાં બનાવવા માટે.
- બ્લેકબોર્ડ પર લખવાના ચૉક બનાવવા માટે.
- પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) જિપ્સમ અને પ્લાસ્ટર ઑફ પૅરિસમાં રહેલા પાણીના અણુઓનો તફાવત કેટલો હશે?
ઉત્તર:
(2) સોડાલાઈમ એટલે શું? તેમાં કળીચૂનાની ભૂમિકા શું છે?
ઉત્તર:
કોસ્ટિક સોડા (NaOH) અને કળીચૂના(લાઈમ – CaO)ના મિશ્રણને સોડાલાઇમ કહે છે.
તેમાં કળીચૂનાની ભૂમિકા ભેજ શોષવાની છે.
(3) અગ્નિશામક સોડા-ઍસિડ આગને કેવી રીતે બુઝાવે છે?
ઉત્તર:
સોડા-ઍસિડ હવાનો સંસર્ગ બંધ કરીને આગને બુઝાવે છે.
(4) પાણી, હાઈડ્રોક્લોરિક ઍસિડ અને ઍસિટિક ઍસિડને તેમની ઍસિડિકતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
ઉત્તર:
ઍસિડિકતાનો ઊતરતો ક્રમ: હાઈડ્રોક્લોરિક ઍસિડ > ઍસિટિક ઍસિડ > પાણી.
(5) ક્લોર-આલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
2NaCl(aq) + 2H2O(l) → 2NaOH(aq) + Cl2(g) + H2(g)
(6) મંદન પ્રક્રિયા કોને કહે છે?
ઉત્તર:
ઍસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ કદદીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે.
(7) ઝિકની સોડિયમ હાઈડ્રૉક્સાઈડ સાથે પ્રક્રિયા થતા મળતી નીપજનું નામ અને અણુસૂત્ર લખો.
ઉત્તર:
સોડિયમ ઝિકેટ – Na2ZnO2
(8) સામાન્ય રીતે ધાતુ અને અધાતુ તત્ત્વોના ઑક્સાઇડ કેવો ? ગુણ ધરાવે છે?
ઉત્તર:
સામાન્ય રીતે ધાતુ તત્ત્વોના ઑક્સાઈડ બેઝિક, જ્યારે અધાતુ તત્ત્વોના ઑક્સાઈડ ઍસિડિક ગુણ ધરાવે છે.
(9) દૂધમાંથી દહીં બને ત્યારે કયો ઍસિડ ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
દૂધમાંથી દહીં બને ત્યારે લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે.
(10) ઍસિડિક અને બેઝિક ગુણધર્મો માટે જવાબદાર આયનો કયા છે?
ઉત્તર:
ઍસિડિક ગુણધર્મ માટે H+(aq) આયન અને બેઝિક ગુણધર્મ માટે OH–(aq) આયન જવાબદાર છે.
(11) યૂરિયાના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થશે? શા માટે?
ઉત્તરઃ
ના, કારણ કે યૂરિયાના જલીય દ્રાવણમાં OH–(aq) કે H3O+ આયનો મુક્ત થતા નથી.
(12) આલ્કલી પ્રબળ બેઈઝનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
NaOH અને KOH એ બે પ્રબળ આલ્કલી બેઈઝ છે.
(13) ભોજન પહેલાં અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો બને છે?
ઉત્તર:
ભોજન પહેલાં લાળનો સ્વભાવ બેઝિક હોય છે, પરંતુ ભોજન પછી લાળનો સ્વભાવ ઍસિડિક બને છે.
(14) ઍસિડવર્ષા કોને કહે છે?
ઉત્તર:
જે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેને ઍસિડવર્ષા કહે છે.
(15) કેટલી pH મર્યાદામાં જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે?
ઉત્તર:
જે જમીનની pH 6.5થી 7.3ની મર્યાદામાં હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
(16) લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણને બળતરા કેમ થાય છે?
ઉત્તર:
લાલ કીડી ચટકો ભરે છે ત્યારે તેના દ્વારા આપણા શરીરમાં ફૉર્મિક ઍસિડ (મિથેનોઇક ઍસિડ) દાખલ થાય છે, જેને પરિણામે આપણને બળતરા થાય છે.
(17) pHનું મૂલ્ય 5 અને 9 હોય, તો તેમાંથી કયા pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે? શા માટે?
ઉત્તર:
9 pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે, કારણ કે તેમાં H+(aq) કરતાં OH–(aq) આયનની સાંદ્રતા વધુ હશે.
પ્રશ્ન 2.
એક શબ્દમાં ઉત્તર આપો?
(1) કૉસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર લખો.
ઉત્તર:
KOH
(2) ઍક્વારિજીયા એ કોનું મિશ્રણ છે?
ઉત્તર:
1 ભાગ સાંદ્ર HNO3 + 3 ભાગ સાંદ્ર HCl
(3) સોડા ઍશનું સૂત્ર લખો.
ઉત્તર:
Na2CO3
(4) કયું સંયોજન ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને વિરંજન પાઉડર બનાવે છે?
ઉત્તર:
Ca(OH)2
(5) નારંગીમાં કયો ઍસિડ હોય છે?
ઉત્તર:
ઍસ્કોર્બિક ઍસિડ
(6) માનવરુધિરનું pH મૂલ્ય જણાવો.
ઉત્તર:
7.36થી 7.42 (અંદાજિત 7.4)
(7) સામાન્ય તાપમાને પદાર્થને વાતાવરણમાં રાખતાં તે સ્ફટિકીકરણનું પાણી મુક્ત કરે છે, જે કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
પ્રફુટન
(8) ઍસિડમાં બેઇઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
તટસ્થીકરણ પ્રક્રિયા
(9) સોડિયમ, પોટેશિયમ તત્ત્વો શેના તરીકે ઓળખાય છે?
ઉત્તર:
આલ્કલી તત્ત્વો
(10) ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ લખો.
ઉત્તર:
સોડિયમ ક્લોરાઈડ
પ્રશ્ન 3.
વ્યાખ્યા આપો :
(1) ધ્રાણેન્દ્રિય સૂચક
ઉત્તરઃ
જે પદાર્થોની ઍસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે, તેવા પદાર્થોને ધ્રાણેન્દ્રિય સૂચક કહે છે.
(2) તટસ્થીકરણ પ્રક્રિયા
ઉત્તરઃ
જે પ્રક્રિયામાં ઍસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે, તેવી પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.
(૩) મંદન પ્રક્રિયા
ઉત્તર:
ઍસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ છે કદદીઠ H+ અથવા OH– આયનની સાંદ્રતામાં ઘટાડો થાય તે પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે.
(4) pH માપક્રમ
ઉત્તરઃ
દ્રાવણમાં રહેલા હાઈડ્રોજન આયનો [H+(aq)ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે.
(5) ક્ષાર-પરિવાર
ઉત્તર:
એકસમાન ધન અથવા ત્રણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર-પરિવાર કહે છે.
(6) ખનિજ ક્ષાર (રૉક સોલ્ટ)
ઉત્તર:
દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારોમાં નિક્ષેપિત કરતાં મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના બને છે, જેને ખનિજ ક્ષાર કહે છે.
પ્રશ્ન 4.
ખાલી જગ્યા પૂરોઃ
(1) ઍસિડ અને બેઇઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ …………………. અને ……………… બને છે.
ઉત્તર:
ક્ષાર, પાણી
(2) ઍસિડિક દ્રાવણની pH ………. કરતાં ઓછી હોય છે.
ઉત્તર:
7
(3) 4pHવાળા જલીય દ્રવણ કરતાં 2 pHવાળું જલીય દ્રાવણ વધુ ……………………. હોય છે.
ઉત્તર:
ઍસિડિક
(4) મિલ્ક ઑફ મૅગ્નેશિયાનો ઉપયોગ …………………. તરીકે થાય છે. હું
ઉત્તર:
ઍન્ટાસિડ
(5) જિસમનું આવીય સૂત્ર ……………… છે.
ઉત્તર:
CaSO4 . 2H2O
(6) છાશ …………………. સ્વભાવ ધરાવે છે.
ઉત્તર:
ઍસિડિક
(7) હળદર એ એક ……………….. સૂચક છે.
ઉત્તર:
કુદરતી
(8) ઍસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં …………………. પદાર્થ ઉમેરે છે.
ઉત્તર:
લાઇમ (CaO)
(9) MgO એ ……………… ઑક્સાઈડ છે.
ઉત્તર:
બેઝિક
(10) ……………. ગ્રહનું વાતાવરણ સક્યુરિક ઍસિડના સફેદ અને પીળાશપડતા જાડાં વાદળોનું બનેલું છે.
ઉત્તર:
શુક્ર
(11) સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે ……………….. કાગળનો ઉપયોગ થાય છે.
ઉત્તર:
ઍરંતરત્નારિત (Impregnated)
(12) કવચના ડંખથી …………….. નો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે.
ઉત્તરઃ
મિથેનોઇક ઍસિડ(ફૉર્મિક ઍસિડ)
પ્રશ્ન 5.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) સોડિયમ ઝિકેટનું આવીય સૂત્ર Na2Zn(OH)4 છે.
ઉત્તરઃ
ખોટું
(2) ધોવાના સોડાનું જલીય દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું
(3) જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણોનું બૅક્ટરિયા દ્વારા વિઘટન થઈ બેઇઝ પેદા થાય છે.
ઉત્તરઃ
ખોટું
(4) લોહીની pH 7થી વધુ હોય છે.
ઉત્તરઃ
ખરું
(5) નારંગીમાં સાઇટ્રિક ઍસિડ હોય છે.
ઉત્તરઃ
ખરું
(6) બેઇઝની રાસાયણિક પ્રક્રિયા માટે OH–(aq) આયન જવાબદાર છે.
ઉત્તરઃ
ખરું
(7) ફિનોલ્ફથેલીન એ કુદરતી સૂચક છે.
ઉત્તરઃ
ખોટું
(8) Ca(HCO3)2 એ પાણીમાં દ્રાવ્ય છે.
ઉત્તરઃ
ખરું
(9) Cl2O7 એ બેઝિક ઑક્સાઈડ છે.
ઉત્તરઃ
ખોટું
(10) લૂકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી.
ઉત્તરઃ
ખરું
(11) પાણીની ઉપસ્થિતિમાં HCl માં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે.
ઉત્તરઃ
ખરું
(12) ઍસિડ અને બેઇઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્માશોષક હોય છે.
ઉત્તરઃ
ખોટું
(13) pHમાં ) જર્મન શબ્દ પોટેઝ સૂચવે છે.
ઉત્તરઃ
ખરું
(14) પ્રબળ ઍસિડ અને પ્રબળ બેઈઝના ક્ષાર pHના 7 મૂલ્ય સાથે તટસ્થ હોય છે.
ઉત્તરઃ
ખરું
(15) ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાઉડર વપરાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
જોડકાં જોડોઃ
(1)
ઉત્તર:
(1 – q), (2 -p), (3 – r), (4 – s).
(2)
ઉત્તર:
(1 – r), (2 – s), (3 – p), (4 – q).
(3)
ઉત્તર:
(1 – r), (2 – s), (3 – p), (4 – q).
પ્રશ્ન 7.
નીચે આપેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
(1) CaO(s) + H2O(l) →
ઉત્તર:
Ca(OH)2(aq)
(2) 2HNO3(aq) + Ca(OH)2(aq) →
ઉત્તર:
Ca(NO3)2(aq) + 2H2O(l)
(3) 2HNO3(aq) + CaO (s) →
ઉત્તર:
Ca(NO3)2(aq) + H2O
(4) HCl(aq) + NaHCO3(aq) →
ઉત્તર:
NaCl(aq) + H2O(l) + CO2(g)
(5) 2NaOH(aq) + H2CO3(aq) →
ઉત્તર:
Na2CO3(aq) + 2H2O(l)
(6) CH3COOH(aq) + NaOH(aq) →
ઉત્તર:
CH3COONa(aq) + H2O(l)
(7) HNO3(aq) + KOH(aq) →
ઉત્તર:
KNO3(aq) + H2O(l)
(8) BaCl2(aq) + H2SO4(aq) →
ઉત્તર:
BaSO4(aq) + 2HCl(aq)
પ્રશ્ન 8.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
1. દાંતનું શયન ક્યારે થાય છે?
A. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે
B. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં વધુ હોય ત્યારે
C. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 હોય ત્યારે
D. જ્યારે મોંના અંદરના ભાગની pH 7.0 હોય ત્યારે
ઉત્તર:
A. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે
2. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે?
A. pH = 8.2
B. pH = 9.3
C. pH = 11.5
D. pH = 10.6
ઉત્તર:
C. pH = 11.5
Hint:
ઍસિડિક દ્રાવણની pH < 7 અને pOH > 7
બેઝિક દ્રાવણની pH > 7 અને pOH < 7
3. NH CIના જલીય દ્રાવણની pH કેટલી હશે? A. pH = 7 B. pH > 7
C. pH < 7
D. pH = 0
ઉત્તર:
C. pH < 7
Hint:
NH4Clનું જલીય દ્રાવણ ઍસિડિક હોવાથી તેની pH < 7 થશે.
4. નીચેના પૈકી કયો ઍસિડ પ્રબળ છે?
A. ઍસિટિક ઍસિડ
B. સાઇટ્રિક ઍસિડ
C. ઑક્ઝલિક ઍસિડ
D. નાઈટ્રિક ઍસિડ
ઉત્તર:
D. નાઈટ્રિક ઍસિડ
5. જો જલીય દ્રાવણો A, B, C અને Dની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3.0 હોય, તો ઍસિડિકતાનો ક્રમ શું થશે?
A. A < C < B < D
B. D < C < B < A
C. D < B < C < A D. D > C > B > A
ઉત્તર:
C. D < B < C < A
Hint:
જે જલીય દ્રાવણની pH ઓછી તે વધુ ઍસિડિક બને.
6. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે?
A. ખાટાં ફળોનો રસ
B. લીંબુનો રસ
C. ધોવાના સોડાનું દ્રાવણ
D. મીઠાનું જલીય દ્રાવણ
ઉત્તર:
D. મીઠાનું જલીય દ્રાવણ
7. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસપત્ર નાખતા લાલ બને, તો તે દ્રાવણનું pH મૂલ્ય કેટલું હોય?
A. 0થી 7 વચ્ચે
B. 7થી 14 વચ્ચે
C. 14
D. 0
ઉત્તર:
A. 0થી 7 વચ્ચે
8. દાંતનું બહારનું પડ શાનું બનેલું છે?
A. કૅલ્શિયમ ફૉસ્ફટ
B. કૅલ્શિયમ નાઇટ્રેટ
C. પોટૅશિયમ ફૉસ્ફટ
D. સોડિયમ ફોસ્ફટ
ઉત્તર:
A. કૅલ્શિયમ ફોસ્ફટ
9. કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે?
A. Na2CO3
B. CH3COONa
C. NH4Cl
D. KNO3
ઉત્તર:
D. KNO3
Hint:
KNO3 ના જલીય દ્રાવણમાં પ્રબળ ઍસિડ (HNO3) અને પ્રબળ બેઇઝ (KOH) ઉત્પન્ન થવાથી.
10. CaCl2 + x → CaSO42 + 2NaCl x =
A. Na2SO4
B. CaSO3
C. Na2SO3
D. CaSO2
ઉત્તર:
A. Na2SO4
11. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી?
A. ખાટાં ફળો – સાઇટ્રિક ઍસિડ
B. દહીં – લૅક્ટિક ઍસિડ
C. કીડીનો ડંખ – મિથેનોઈક ઍસિડ
D. ટામેટાં – ટાટરિક ઍસિડ
ઉત્તર:
D. ટામેટાં – ટાટરિક ઍસિડ
Hint:
ટામેટામાં સાઇટ્રિક ઍસિડ હોય છે
12. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH– આયનોનું પ્રમાણ વધારે હશે?
A. NaCl
B. Na2SO4
C. CH3COONa
D. બધામાં સમાન
ઉત્તર:
C. CH3COONa
Hint:
CH3COONaના જલીય દ્રાવણમાં નિર્બળ ઍસિડ (CH3COOH) અને પ્રબળ બેઇઝ (NaOH) બનતો હોવાથી.
13. નીચેના પૈકી કયો પદાર્થ મંદ ઍસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયૉક્સાઈડ આપતો નથી?
A. માર્બલ
B. ચૂનાનો પથ્થર
C. ચૂનો
D. ખાવાનો સોડા
ઉત્તરઃ
C. ચૂનો
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)
પ્રશ્ન 1.
રમેશના બાપુજી એક ખેડૂત છે. તેઓ તેમના ખેતરની જમીનમાં કે કોઈ પણ પાક ઉગાડી ના શકતા હોવાથી નિરાશ છે, કારણ કે તેમની જમીન વધુ પડતી બેઝિક હતી. આ થવાનું કારણ નજીકમાં સ્થપાયેલ કાગળ ઉદ્યોગનું નકામું પ્રવાહી કેનાલમાં ઠલવાતું હતું, જે પાણી ખેતરની જમીનમાં વહન પામે છે. રમેશે ગામના અન્ય યુવકો સાથે મળીને કાગળ ઉદ્યોગના માલિકને તેમના દ્વારા થતા પ્રદૂષણની જાણ કરી.
(1) પાકના યોગ્ય વિકાસ માટે કેવા પ્રકારની જમીન હોવી જોઈએ?
(2) ખાતરોનો ઉપયોગ જમીનની pH માં બદલાવ લાવે છે. ખેડૂતો કેવી રીતે આ સમસ્યા ઉકેલે છે?
(3) ઉપરોક્ત ઉદાહરણમાં રમેશના કયા ગુણનું પ્રતિબિંબ પડે છે?
ઉત્તર:
(1) ખેતરની જમીન વધુ પડતી ઍસિડિક અથવા બેઝિક ના હોવી જોઈએ. એટલે કે પાકના વિકાસ માટે જમીન તટસ્થ હોવી જોઈએ.
(2) જો જમીન વધુ પડતી ઍસિડિક હોય, તો તેમાં ચૂનો ઉમેરીને જમીનને તટસ્થ કરવી જોઈએ અને જો બેઝિક હોય, તો તેમાં ઍસિડિક ક્ષારો ઉમેરીને જમીનને તટસ્થ કરવી જોઈએ.
(3) રમેશના જવાબદાર જાગૃત નાગરિક તરીકે અને સમૂહકાર્ય જેવા ગુણોનું પ્રતિબિંબ પડે છે.
પ્રશ્ન 2.
રીટાની માતાને જ્યારે મધમાખીએ હાથમાં ડંખ માર્યો ત્યારે સખત દુખાવો થતો હતો. રીટાના દાદીએ દર્દમાંથી છુટકારો મળે તે માટે ડિંખવાળા વિસ્તારમાં લોખંડ ઘસ્યું. પરંતુ રીટાએ રસોડામાંથી ખાવાનો સોડા લઈને ડંખવાળા હાથ પર ઘસ્યો. જેથી ઝડપથી દુખાવામાં રાહત મળી.
(1) મધમાખી કરડવાથી શા માટે દુખાવો થાય છે?
(2) ખાવાનો સોડા મધમાખીના ડંખના દુખાવાને કઈ રીતે દૂર કરે છે?
(3) ઉપરની ઘટનામાં રીટાનો કયો ગુણ દેખાય છે?
ઉત્તર:
(1) મધમાખીના ડંખ ઍસિડ ધરાવે છે, જે શરીરમાં મુક્ત થતાં દુખાવો અને બળતરા થાય છે.
(2) ખાવાના સોડાનો સ્વભાવ બેઝિક છે. તે મધમાખીના ડંખ ૬ દ્વારા શરીરમાં મુક્ત થયેલ ઍસિડનું તટસ્થીકરણ કરે છે. હું પરિણામે દુખાવો દૂર થાય છે.
(3) રીટાના ત્વરિત, ચોક્કસ અને જવાબદાર વર્તણૂક જેવા ગુણ દેખાય છે.
પ્રશ્ન 3.
ભરતનો મિત્ર જયદીપ કૉફીનો શોખ ધરાવે છે. તે દરરોજ સવારે શાળામાં બે કપ કૉફી પીવે છે અને અવારનવાર પેટના દુખાવાની ફરિયાદ કરે છે. ભરતે તેને સવારમાં કૉફી ના પીવાની સલાહ આપે છે.
(1) પેટમાં દુખાવાનું કારણ શું છે?
(2) કૉફી પીધા પછી પેટમાંના પાચક રસોની pH કેટલી થશે?
(3) આ કાર્યમાં ભરતનો કયો ગુણ પ્રદર્શિત થાય છે?
ઉત્તર:
(1) કૉફી ઍસિડિટી કરે છે, જે અંતે પેટના દુખાવામાં પરિણમે છે.
(2) કૉફી પીધા પછી પેટના પાચક રસોની pH5 થાય છે.
(3) ભરતના કાળજી, લગાવ અને જાગૃતિના ગુણ પ્રદર્શિત થાય છે.
પ્રશ્ન 4.
આશિષે નોંધ્યું કે, તેનો મિત્ર ટિફિનમાં કાયમ મીઠાઈ લાવે છે. જેના લીધે તેના દાંતમાં સડો થાય છે. આશિષે તેના મિત્રને સૂચન કર્યું છે કે તે શાળાના સમય દરમિયાન મીઠાઈ ઓછી ખાય, જેથી દાંતનો સડો અટકાવી શકાય.
(1) મીઠાઈ ખાવાથી દાંતમાં શા માટે સડો થાય છે?
(2) મીઠાઈ ખાધા પછી મુખની pH કેટલી થાય છે?
(3) આ કાર્યમાં આશિષનો કયો ગુણ દેખાય છે?
ઉત્તર:
(1) મીઠાઈ ખાવાથી મીઠાઈના કણો દાંતની અંદરની બાજુએ ચોંટી જાય છે. મીઠાઈના કણો પર બૅક્ટરિયા ઉછરે છે અને ઍસિડ ઉત્પન્ન થાય છે, જેથી દાંતમાં સડો થાય છે.
(2) મીઠાઈ ખાધા પછી મુખની pH 2થી 6ના ગાળામાં રહે છે.
(3) આશિષના મિત્રતામાં નિષ્ઠા, જવાબદારી અને કાળજી રાખવાનો ગુણ દેખાય છે.
પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Practical Skill Based Questions with Answers)
પ્રશ્ન 1.
પ્રયોગશાળામાં કસનળીનો ઘોડો મૂકેલો છે. કસનળીઓમાં થોડોક ઍસિડ ભરેલો છે. આ ઍસિડોનું વર્ગીકરણ કેવી રીતે કરશો?
ઉત્તર:
ઍસિડનું વર્ગીકરણ કરવા માટે આપણે ઍસિડની pH ચકાસવી જોઈએ અને તેમને પ્રબળ અથવા નિર્બળ ઍસિડમાં વર્ગીકૃત કરવા જોઈએ.
પ્રશ્ન 2.
પાણીની pH શું છે? તે પાણીને ગરમ કરતાં pHમાં શું ફેરફાર થશે? શા માટે?
ઉત્તર:
સામાન્ય રીતે શુદ્ધ પાણીની pHનું મૂલ્ય 25 °C તાપમાને 7.0 હોય છે. પાણીને ગરમ કરતાં તેનું pH મૂલ્ય બદલાય છે, કારણ કે પાણીને ગરમ કરતાં તેનું વધુ H+(aq) આયનમાં આયનીકરણ થતાં H+(aq)ની સાંદ્રતા વધતાં pH મૂલ્ય ઘટે છે.
પ્રશ્ન ૩.
પ્રયોગશાળામાં જુદાં જુદાં ઠંડાં પીણાંઓની pH શોધવા માટે કસોટી યોજવામાં આવી. અવલોકન કોઠો દોરી, પ્રયોગની એકઠી કરેલ માહિતી આપો. પરિણામનું પ્રાકથન કરો.
ઉત્તર:
એકઠી કરેલ માહિતીનો અવલોકન કોઠો :
પ્રાકકથન: ઘેરા ઠંડા પીણાંની pHનું મૂલ્ય ઊંચું હશે. જે વધુ પડતું કૅફિન ધરાવે છે. જે વધુ ઍસિડિક છે અને ઠંડા પીણાં ઉઘાડતાં જે વધુ પરપોટા મુક્ત કરે છે. તે વધુ પડતા ઍસિડિક છે. જેમાં કાર્બોનેટેડ પાણી હાજર છે. તેની pH વધુ હશે.
Memory Map
GSEB Class 10 Science ઍસિડ, બેઇઝ અને ક્ષાર Textbook Questions and Answers
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેની pH લગભગ …………………. હશે.
(a) 1
(b) 4
(c) 5
(d) 10
ઉત્તર:
(d) 10
પ્રશ્ન 2.
એક દ્રાવણ ઈંડાંના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ? ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ………………… ધરાવે છે.
(a) NaCl
(b) HCl
(c) LiCl
(d) KCl
ઉત્તર:
(b) HCl
પ્રશ્ન 3.
10 mL NaOHના દ્રાવણનું 8mL આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOHનું 20 mL દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે HCના દ્રાવણ(પહેલાં હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ………………. .
(a) 4 mL
(b) 8 mL
(c) 12 mL
(d) 16 mL
ઉત્તર:
(d) 16 mL
Hint: તટસ્થીકરણ પ્રક્રિયા મુજબ, 10 mL NaOH એ 8 mL
HClનું તટસ્થીકરણ કરે છે. : 20 mL NaOH એ (?)
∴ 20 mL × 8 mL = 16 mL
∴ = 16 mL
પ્રશ્ન 4.
અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે?
(a) ઍન્ટિબાયોટિક (પ્રતિજીવી)
(b) એનાલ્જસિક (વેદનાહર)
(c) ઍન્ટાસિડ (પ્રતિઍસિડ)
(d) ઍન્ટિસેપ્ટિક (જીવાણુનાશી)
ઉત્તર:
(c) ઍન્ટાસિડ (પ્રતિઍસિડ)
પ્રશ્ન 5.
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલાં શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખોઃ
(a) મંદ સેફ્યુરિક ઍસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં.
(b) મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની મૅગ્નેશિયમની પટ્ટી સાથે છે પ્રક્રિયા કરતાં.
(c) મંદ સક્યુરિક ઍસિડની ઍલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં.
(d) મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં.
ઉત્તર:
(a) ઝિંક + મંદ સફ્યુરિક ઍસિડ → ઝિંક સલ્ફટ + હાઇડ્રોજન વાયુ
Zn(s) + H2SO4(aq) → ZnSO4(aq) + H2(g)
(b) મૅગ્નેશિયમ + મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ — મૅગ્નેશિયમ ક્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ
Mg(s) + 2HCl(aq) → MgCl2(aq) + H2(g)
(c) ઍલ્યુમિનિયમ + મંદ સક્યુરિક ઍસિડ → ઍલ્યુમિનિયમ સલ્ફટ + હાઇડ્રોજન વાયુ
2Al(s) + 3H2SO4(aq) → Al2(SO4)3(aq) + 3H2(g)
(d) લોખંડ + મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ → આયર્ન ફ્લોરાઇડ + હાઇડ્રોજન વાયુ
Fe(s) + 2HCl(aq) → FeCl2(aq) + H2(g)
પ્રશ્ન 6.
આલ્કોહોલ અને લૂકોઝ જેવાં સંયોજનો હાઈડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઍસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો.
ઉત્તર:
આકૃતિ 2.3માં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો.
હવે, દ્રાવણ તરીકે આલ્કોહોલ (ઇથેનોલ) ઉમેરો અને અવલોકન નોંધો. ત્યારબાદ આલ્કોહોલને બદલે લૂકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો.
અવલોકનઃ બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે, બંને દ્રાવણોમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો નથી. આ પ્રયોગ સૂચવે છે કે, ઇથેનોલ અને લૂકોઝનું આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+(aq) આયનો મુક્ત થતા નથી. જ્યારે ઍસિડનાં દ્રાવણોમાં H+(aq) આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે.
આમ, આલ્કોહોલ અને ડ્યુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું ઍસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી.
પ્રશ્ન 7.
શા માટે નિત્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે, જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે?
ઉત્તર:
નિયંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી ઍસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે.
આમ, નિયંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે.
પ્રશ્ન 8.
શામાટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા છે નથી?
ઉત્તરઃ
પાણીની ગેરહાજરીમાં ઍસિડ H+(aq) આયનો મુક્ત કરી શકતા નથી. ઍસિડિક વર્તણૂક માટે H+(aq) આયનો જવાબદાર છે. આમ, પાણીની ગેરહાજરીમાં ઍસિડ H+(aq) આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તે ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી.
પ્રશ્ન 9.
પાંચ દ્રાવણો A, B, C, D અને મને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં તે અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે, તો કયું દ્રાવણ …
(a) તટસ્થ હશે?
(b) પ્રબળ બેઝિક હશે?
(c)પ્રબળ ઍસિડિક હશે?
(d) નિર્બળ ઍસિડિક હશે?
(e) નિર્બળ બેઝિક હશે?
pHનાં મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો.
ઉત્તર:
(1) (a) દ્રાવણ ‘D’ તટસ્થ હશે. . તેની pH 7 છે.
(b) દ્રાવણ ‘C’ પ્રબળ બેઝિક હશે.
∵ તેની pH 11 (સૌથી વધુ) છે.
(c) દ્રાવણ ‘B’ પ્રબળ ઍસિડિક હશે.
∵ તેની pH 1 (સૌથી ઓછી) છે.
(d) દ્રાવણ “A’ નિર્બળ ઍસિડિક હશે. . તેની pH 4 છે.
(e) દ્રાવણ ‘E’ નિર્બળ બેઝિક હશે. . તેની pH 9 છે.
(2) pHનાં મૂલ્યોને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે છે:
pH : 11 < 9 < 7 < 4 < 1
(હાઇડ્રોજન : 10-11 < 10-9 < 10-7 < 10-4 < 10-1 આયનની
સાંદ્રતા Mમાં) [H+] = 10-pH)
પ્રશ્ન 10.
કસનળી A અને Bમાં સમાન લંબાઈની મૅગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી Aમાં હાઈડ્રોક્લોરિક ઍસિડ HCl ઉમેરવામાં આવે છે અને કસનળી Bમાં ઍસિટિક ઍસિડ (CH3COOH) ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર H2(g)ના ઊભરા મળે છે? શા માટે?
ઉત્તર:
હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl) એ ઍસિટિક ઍસિડ (CH3COOH) કરતાં વધુ પ્રબળ ઍસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl+ આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે. આથી કસનળી Aમાં અતિ તીવ્ર H2(g)ના ઊભરા મળશે.
પ્રશ્ન 11.
તાજા દૂધની pH6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય, તો તેની pHના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવો.
ઉત્તર:
દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લૅક્ટિક ઍસિડ બને છે. તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે.
પ્રશ્ન 12.
એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.
(a) તે તાજા દૂધની pHને 6થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે?
(b) શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે?
ઉત્તર:
(a) તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો pHનું મૂલ્ય 6થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે.
(b) દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા (ખાવાનો સોડા) ઉમેરતાં દૂધ બેઝિક બને છે. તેથી દૂધમાં રહેલ લૅક્ટિક ઍસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.
પ્રશ્ન 13.
પ્લાસ્ટર ઑફ પૅરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. શા માટે? સમજાવો.
ઉત્તર:
પ્લાસ્ટર ઑફ પૅરિસને ભેજયુક્ત પાત્રાવાસણ)માં સંગૃહીત કરવું જોઈએ, કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જિસમમાં ફેરવાય છે. પરિણામે તે પ્લાસ્ટર ઑફ પૅરિસ તરીકેનો ગુણ ધરાવતો નથી.
પ્રશ્ન 14.
તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? બે ઉદાહરણ આપો.
ઉત્તર:
જે પ્રક્રિયામાં ઍસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે, તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.
દા. ત.,
ટૂંકમાં, તટસ્થીકરણ પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવાય :
ઍસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
પ્રશ્ન 15.
ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્ત્વના ઉપયોગો આપો.
ઉત્તર:
ધોવાનો સોડાના ઉપયોગો : (1) કાચ, સાબુ, કાપડ અને પેપર ઉદ્યોગમાં. (2) પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે.
બેકિંગ સોડાના ઉપયોગો : (1) ઍન્ટાસિડ અને ચેપનાશક તરીકે. (2) સોડા-ઍસિડનો ઉપયોગ આગ બુઝાવવા માટે.
GSEB Class 10 Science ઍસિડ, બેઇઝ અને ક્ષાર Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં 18)
પ્રશ્ન 1.
તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિયંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસપેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો?
ઉત્તર:
સૌપ્રથમ ત્રણ કસનળીને A, B અને Cથી ચિનિત કરો. કસનળી A, B અને Cમાં રાખેલ દ્રાવણમાંથી એક-એક ટીપું તે લાલ લિટમસપેપર પર નાખો. જે કસનળીના દ્રાવણનું ટીપું લાલ લિટમસપેપરને ભૂરું બનાવે છે. તે કસનળીમાં બેઈઝ હશે તેમ કહેવાય.
હવે, બાકી રહેતી બે કસનળીમાં ઍસિડ અથવા નિયંદિત પાણી હશે એમ કહેવાય.
હવે, બાકી રહેતી કસનળીના દ્રાવણમાંથી એક-એક ટીપું લઈ : – તેમાં બેઇઝના દ્રાવણનું એક-એક ટીપું નાખો. જે કસનળીના દ્રાવણનું ટીપું બેઇઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઈ રંગીન બને તે ઍસિડ છે તેમ કહેવાય અને જે મિશ્રિત ટીપાના રંગમાં કોઈ ફેરફાર થાય નહિ તે નિયંદિત પાણી છે એમ કહેવાય.
આ રીતે ત્રણેય કસનળીમાં રહેલાં ઘટકોની પરખ કરી શકાય.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 22)
પ્રશ્ન 1.
શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ?
ઉત્તર:
દહીં અને ખાટા પદાર્થો ઍસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવશરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા ન જોઈએ.
પ્રશ્ન 2.
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી કયો 2 વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો?
ઉત્તર:
ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.
દા. ત., Zn(s) + 2HCl(aq) → ZnCl9(aq) + H2(g)
હાઇડ્રોજન વાયુની હાજરીની કસોટી કરવા માટે સળગતી દિવાસળી કે મીણબત્તીને જ્યાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, તે કસનળીના 3 મુખ પાસે રાખતાં મુક્ત થતો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે.
પ્રશ્ન 3.
ધાતુનું એક સંયોજન A મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતાં સંયોજનો પૈકી એક કૅલ્શિયમ ક્લોરાઇડ હોય, તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
ઉત્તર:
ધાતુનું સંયોજન A એ CaCO3 છે.
ઉદ્ભવતો વાયુ એ CO2 છે.
સમતોલિત રાસાયણિક સમીકરણ :
CaCO3(s) + 2HCl(aq) → CaCl2(aq) + CO2(g) + H2O(1)
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 25)
પ્રશ્ન 1.
શા માટે HCl, HNO વગેરે જલીય દ્રાવણોમાં ઍસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ લૂકોઝ જેવાં સંયોજનોનાં દ્રાવણો ઍસિડિક લક્ષણો ધરાવતા નથી?
ઉત્તર:
HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં H+(aq) આયન મુક્ત કરે છે. આથી તેઓનાં જલીય દ્રાવણો ઍસિડિક લક્ષણો ધરાવે છે.
જ્યારે આલ્કોહોલ તેમજ લૂકોઝ વગેરે જલીય દ્રાવણોમાં H+(aq) આયન મુક્ત કરતા નથી. આથી તેઓનાં જલીય દ્રાવણો ઍસિડિક લક્ષણો ધરાવતાં નથી.
પ્રશ્ન 2.
શા માટે ઍસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે?
ઉત્તર:
ઍસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે ઍસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે.
પ્રશ્ન 3.
શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસપેપરનો રંગ ! બદલતો નથી?
ઉત્તર:
શુષ્ક HCl વાયુ એ H+(aq) આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે ઍસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે શુષ્ક લિટમસપેપર પર કોઈ અસર કરતો નથી. આથી લિટમસપેપરનો રંગ બદલાતો નથી.
પ્રશ્ન 4.
ઍસિડને મંદ કરતી વખતે શા માટે ઍસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને ઍસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે?
ઉત્તર:
સાંદ્ર ઍસિડને મંદ કરતી વખતે જો ઍસિડમાં પાણી ઉમેરવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉખાને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે.
આથી ઍસિડને મંદ કરવા માટે ઍસિડમાં પાણી ઉમેરવાને બદલે ઍસિડને હંમેશાં પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ. જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય. પરિણામે કોઈ હાનિ થતી નથી.
પ્રશ્ન 5.
જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે ? હાઇડ્રોનિયમ આયનો(H3O+)ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે?
ઉત્તર:
જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે, ત્યારે એકમ કદદીઠ હાઇડ્રોનિયમ આયનો(H3O+)ની સાંદ્રતામાં ઘટાડો થાય છે.
પ્રશ્ન 6.
જ્યારે સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રૉક્સાઇડ આયનો(NaOH)ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે?
ઉત્તર:
જ્યારે સોડિયમ હાઇડ્રૉક્સાઇડ(NaOH)ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રૉક્સાઇડ આયનો(OH–)ની સાંદ્રતામાં વધારો થાય છે.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 28)
પ્રશ્ન 1.
તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે. ક્યા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું દ્રાવણ ઍસિડિક અને ક્યું બેઝિક છે? ,
ઉત્તર:
દ્રાવણ Aની pH 6 છે.
∴ તે ઍસિડિક છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા (10-7 કરતાં) વધુ હશે. (લગભગ 10-6 M જેટલી)
દ્રાવણ Bની pH 8 છે.
∴ તે બેઝિક છે. તેમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા (10-7 કરતાં) ઓછી હશે. (લગભગ 10-8 M જેટલી)
પ્રશ્ન 2.
H+(aq) આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે?
ઉત્તર:
જે દ્રાવણમાં H+(aq) આયનની સાંદ્રતા વધુ હશે, તે દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવશે અને જે દ્રાવણમાં H+(aq) આયનની સાંદ્રતા ઓછી હશે, તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે.
પ્રશ્ન 3.
શું બેઝિક દ્રાવણો પણ H+(aq) આયનો ધરાવે છે? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે?
ઉત્તર:
હા, બેઝિક દ્રાવણો પણ H+(aq) આયનો ધરાવે છે. પરંતુ બેઝિક દ્રાવણોમાં વધુ પ્રમાણમાં OH–(aq) આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે.
પ્રશ્ન 4.
તમારા મત મુજબ, ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિકલાઇમ (કૅલ્શિયમ ઑક્સાઇડ) અથવા ફોડેલો ચૂનો (કેલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ) અથવા ચાક(કેલ્શિયમ કાર્બોનેટ)નો ઉપયોગ કરશે?
ઉત્તર:
ખેતરની માટીની pH જ્યારે 6.5થી ઓછી હોય ત્યારે તે ઍસિડિક ગુણ ધરાવે છે. આ ઍસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિકલાઇમ, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં.33)
પ્રશ્ન 1.
CaOCl2 સંયોજનનું સામાન્ય નામ શું છે?
ઉત્તર:
CaOCl2 સંયોજનનું સામાન્ય નામ બ્લીચિંગ પાઉડર છે.
પ્રશ્ન 2.
એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાઉડર મળે છે.
ઉત્તર:
કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ [Ca(OH)2] ક્લોરિન (Cl2) સાથે પ્રક્રિયા કરીને બ્લીચિંગ પાઉડર બનાવે છે.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O
પ્રશ્ન 3.
સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો.
ઉત્તર:
સોડિયમ કાર્બોનેટ (Na2CO3).
પ્રશ્ન 4.
સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં – શું થશે? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.
ઉત્તર:
સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયૉક્સાઈડ પ્રાપ્ત થાય છે.
2NaHCO3(aq) Na2CO3(s) + H2O(g) + CO2(g)
પ્રશ્ન 5.
પ્લાસ્ટર ઑફ પૅરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.
ઉત્તર:
GSEB Class 10 Science ઍસિડ, બેઇઝ અને ક્ષાર Textbook Activities
પ્રવૃત્તિ 2.1 (પા.પુ. પાના નં 18)
હેતુઃ ઍસિડ-બેઇઝની પરખ કરવી.
પ્રવૃત્તિ
વિજ્ઞાનની પ્રયોગશાળામાંથી હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl), સક્યુરિક ઍસિડ (H2SO4), નાઈટ્રિક ઍસિડ (HNO3), ઍસિટિક ઍસિડ CH3COOH), સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (NaOH), પોટૅશિયમ હાઈડ્રૉક્સાઈડ (KOH), કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઈડ (Ca(OH)2), મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઈડ . (Mg(OH)2) અને એમોનિયમ હાઇડ્રૉક્સાઈડ (NH4OH)ના નમૂનાને એકત્રિત કરો.
ઉપરોક્ત નમૂનાના દ્રાવણમાંથી એક ટીપું વૉચગ્લાસમાં લઈ, લાલ લિટમસપેપર, ભૂ લિટમસપેપર તથા ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઑરેન્જ જેવાં સૂચકોની મદદથી થતું રંગપરિવર્તન જુઓ.
તમે અવલોકેલ પરિણામોને કોષ્ટક 2.1માં લખો.
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં – નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સૂચકનું કાર્ય જણાવો.
ઉત્તર:
સૂચક ઍસિડ અને બેઇઝની હાજરીમાં રંગપરિવર્તન કરે છે.
પ્રશ્ન 2.
ધ્રાણેન્દ્રિય સૂચક કોને કહે છે?
ઉત્તર:
જે પદાર્થોની ઍસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે, તેવા પદાર્થોને ધ્રાણેન્દ્રિય સૂચક કહે છે.
પ્રશ્ન 3.
CH3COOH અને NH4OH કેવા પદાર્થ છે?
ઉત્તર:
CH3COOH એ નિર્બળ ઍસિડ છે, જ્યારે NH4OH એ નિર્બળ બેઇઝ છે.
પ્રવૃત્તિ 2.2 (પા.પુ. પાના નં 18)
હેતુ ધ્રાણેન્દ્રિય સૂચકની મદદ વડે ઍસિડ અને બેઇઝની પરખ કરવી.
પ્રવૃત્તિઃ
- સારી રીતે સમારેલી ડુંગળીને પ્લાસ્ટિકની થેલીમાં સ્વચ્છ કપડાના કેટલાક ટુકડા સાથે લો. થેલીને ચુસ્ત રીતે બાંધી દો અને આખી રાત તેને ફ્રિજમાં રહેવા દો. હવે, આ કપડાના ટુકડાને ઍસિડ અને બેઇઝની પરખ માટે ઉપયોગમાં લો.
- સૌપ્રથમ કપડાના ટુકડામાંથી બે ટુકડા લઈ તેની વાસ ચકાસો.
- તેમને સ્વચ્છ સપાટી પર રાખી એક ટુકડા પર મંદ HCl દ્રાવણનાં થોડાં ટીપાં અને બીજા ટુકડા પર મંદ NaOH દ્રાવણનાં થોડાં ટીપાં મૂકો.
- કપડાના બંને ટુકડાને ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી તેમની વાસ ચકાસો.
- તમારાં અવલોકનો નોંધો.
- હવે, એક કસનળીમાં થોડું મંદ HCL દ્રાવણ અને બીજી કસનળીમાં થોડું મંદ NaOH દ્રાવણ લો.
- બંને કસનળીમાં મંદ વેનિલા અકvanilla essence)નાં થોડાં ટીપાં ઉમેરો અને બરાબર હલાવો. ફરી એક વાર તેની વાસ ચકાસો અને જો વાસમાં કોઈ ફેરફાર થતો હોય, તો તેની નોંધ કરો.
- આ જ પ્રમાણે મંદ HCL અને મંદ NaOHનાં દ્રાવણો સાથે લવિંગના તેલ(Clove oil)ની વાસમાં થતો ફેરફાર ચકાસો અને તમારાં અવલોકનો નોંધો.
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગના તેલ પૈકી કોનો ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઉપયોગ કરી શકાય?
ઉત્તર:
વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ એ ત્રણેયનો ઉપયોગ ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે કરી શકાય.
પ્રશ્ન 2.
વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગના તેલને મંદ HCI અને મંદ NaOH સાથે મિશ્ર કરતાં વાસમાં કોઈ ફેરફાર જણાશે?
ઉત્તર:
વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગના તેલની વાસ મંદ HCl ઉમેરતાં દૂર થતી નથી, પરંતુ મંદ NaOH ઉમેરતાં ત્રણેયની વાસ દૂર થાય છે.
પ્રવૃત્તિ 2.3 (પા.પુ. પાના નં. 19)
હેતુઃ દાણાદાર ઝિકની મંદ Hyso, સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2(g)ની પરખ કરવી.
પ્રવૃત્તિઃ
આકૃતિ 2.1માં દર્શાવ્યા પ્રમાણે સાધનોને વ્યવસ્થિત ગોઠવો.
સૂચના : આ પ્રવૃત્તિ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ થાય તે અનિવાર્ય છે.
એક કસનળીમાં આશરે 5 mL મંદ સક્યુરિક ઍસિડ લઈ તેમાં થોડાક દાણાદાર ઝિંક નાખો.
- દાણાદાર ઝિકની સપાટી પર તમને શું દેખાય છે?
- ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો.
- સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે?
- વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ.
- તમે શું અવલોકન કર્યું?
- બીજા અન્ય ઍસિડ જેવા કે HCl, HNO3 અને CH3COOH ની સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો.
- પ્રત્યેક સ્થિતિમાં તમારાં અવલોકન સમાન છે કે જુદાં તે તપાસો.
- ઉપરની પ્રક્રિયાઓમાં ધાતુ ઍસિડમાંથી H2(g) નું વિસ્થાપન કરે છે. ટૂંકમાં, ધાતુ ઍસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે અને ક્ષાર બનાવે છે.
ધાતુ + ઍસિડ → ક્ષાર + હાઇડ્રોજન વાયુ
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
દાણાદાર ઝિકની સપાટી પર શું દેખાય છે?
ઉત્તર:
દાણાદાર ઝિકની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે.
પ્રશ્ન 2.
સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? ઉત્તર : દાણાદાર ઝિકના ટુકડા H2SO4 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતાં પરપોટા બને છે.
પ્રશ્ન 3.
સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતાં શું થાય છે?
ઉત્તર:
સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતાં H2 વાયુ ધડાકા સાથે સળગી ઊઠે છે.
પ્રશ્ન 4.
શું ઝિંક ધાતુ મંદ HCl, મંદ HNO3 અને CH3COOH સાથે H2 વાયુ મુક્ત કરશે? પ્રક્રિયા સમીકરણથી દર્શાવો.
ઉત્તર:
Zn(s) + 2HCl(aq) (મંદ) → ZnCl2(aq) + H2(g)↑
મુક્ત થાય છે.
Zn(s) + HNO3(aq) (મંદ) → H2(g) મુક્ત થતો નથી.
(મંદ) Zn(s) + CH3COOH(aq) + H2(g) મુક્ત થતો નથી.
પ્રશ્ન 5.
ઝિકના ટુકડાની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
Zn(s) + H2SO4(aq) (મંદ) → ZnSO4(aq) + H2(g)
પ્રવૃત્તિ 2.4 (પા.પુ. પાના નં. 20)
હેતુઃ ધાતુની બેઇઝ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.
પ્રવૃત્તિ
- એક કસનળીમાં દાણાદાર ઝિંક લો.
- તેમાં આશરે 2 mL સોડિયમ હાઇડ્રૉક્સાઇડનું દ્રાવણ ઉમેરી, મિશ્રણને થોડુંક ગરમ કરો.
- ત્યારબાદ પ્રવૃત્તિ 2.3 મુજબ પ્રક્રિયાઓ કરી તમારાં અવલોકનો નોંધો.
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ઝિકના ટુકડાની સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ નીકળે છે?
ઉત્તર:
હાઇડ્રોજન વાયુ
પ્રશ્ન 2.
સોડિયમ ઝિકેટનું અણુસૂત્ર લખો.
ઉત્તર:
Na2ZnO2
પ્રશ્ન 3.
ઝિંક અને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
Zn(s) + 2NaOH(aq) → Na2ZnO2(aq) + H2(g)
પ્રવૃત્તિ 2.5 (પા.પુ. પાના નં. 20)
હેતુ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ
HCL સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.
પ્રવૃત્તિઃ
- એક કસનળી લો.
- કસનળીમાં આશરે 0.5 g સોડિયમ કાર્બોનેટ (NaCO3) અથવા આશરે 0.5 g સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3) લો.
- તેમાં આશરે 2 mL મંદ HCl ઉમેરો.
- તમે શું અવલોકન કર્યું?
- આકૃતિ 2.2 મુજબ ઉત્પન્ન થતા CO2 વાયુને કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરો અને તમારાં અવલોકનો નોંધો.
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં – નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મંદ – HCl સાથે કયો વાયુ ઉત્પન્ન કરે છે?
ઉત્તર:
કાર્બન ડાયોક્સાઇડ વાયુ
પ્રશ્ન 2.
ઉપરોક્ત પ્રવૃત્તિ માટે સામાન્ય રાસાયણિક સમીકરણ લખો.
ઉત્તર:
ધાતુ કાર્બોનેટ અથવા + ઍસિડ → ક્ષાર + કાર્બન ડાયૉક્સાઇડ + પાણી ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ
પ્રશ્ન 3.
Cu(OH)2 નું જાણીતું નામ જણાવો.
ઉત્તર:
ચૂનાનું પાણી અથવા લાઇમ વૉટર
પ્રશ્ન 4.
Ca(HCO3)2 ની પાણીમાં દ્રાવ્યતા કેવી છે?
ઉત્તર:
Ca(HCO3)2 ની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ છે, અર્થાત્ તે પાણીમાં દ્રાવ્ય છે.
પ્રશ્ન 5.
Ca(OH)2 માં CO2 વાયુ પસાર કરતાં શું મળે?
ઉત્તર:
CaCO3 ના સફેદ અવક્ષેપ મળે.
Ca(OH)2(aq) + CO2(g) → CaCO3(s) + H2O(l)
પ્રવૃત્તિ 2.6 (પા.પુ. પાના નં. 21)
હેતુઃ ઍસિડ અને બેઇઝ વચ્ચે થતી પ્રક્રિયાની પરખ કરવી.
પ્રવૃત્તિઃ
- એક કસનળીમાં આશરે 2 mL મંદ NaOHનું દ્રાવણ લો. તેમાં ફિનોલ્ફથેલિનનાં બે ટીપાં ઉમેરો. રંગપરિવર્તન જુઓ.
- હવે આ દ્રાવણમાં મંદ HCIનું એક-એક ટીપું ઉમેરો. શું પ્રક્રિયા મિશ્રણમાં રંગપરિવર્તન થાય છે?
- શા માટે ઍસિડ ઉમેરવાથી ફિનોલ્ફથેલિનનો રંગ બદલાય છે?
- આ મિશ્રણમાં હવે NaOHનાં ટીપાં ઉમેરો. શું ફિનોલ્ફથેલિનનો ગુલાબી રંગ ફરીથી દેખાય છે?
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
પ્રશ્ન 1.
NaOHનું દ્રાવણ ફિનોલ્ફથેલિન સૂચક સાથે કેવો રંગ આપશે?
ઉત્તર:
ગુલાબી
પ્રશ્ન 2.
NaOH અને ફિનોલ્ફથેલિન સૂચકના દ્રાવણમાં મંદ HCIનાં બે ટીપાં નાખતાં શું થશે?
ઉત્તરઃ
ગુલાબી રંગ દૂર થશે.
પ્રશ્ન 3.
ઍસિડમાં બેઇઝ ઉમેરતાં થતી પ્રક્રિયાનું માત્ર નામ લખો.
ઉત્તર:
તટસ્થીકરણ પ્રક્રિયા
પ્રશ્ન 4.
તટસ્થીકરણ પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.
ઉત્તર:
NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(l)
પ્રવૃત્તિ 2.7 (પા.પુ. પાના નં. 21)
હેતુઃ ધાતુના ઑક્સાઈડની ઍસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.
પ્રવૃત્તિઃ
- એક બકરમાં થોડી માત્રામાં કૉપર ઑક્સાઇડનો ભૂકો લો.
- તેમાં ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતા જાઓ અને દ્રાવણને સતત હલાવતા જાઓ.
- દ્રાવણનો રંગ નોંધો.
- કૉપર ઑક્સાઇડનું શું થાય છે?
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
કોપર ઑક્સાઈડ (CuO)ના ભૂકાનો રંગ લખો.
ઉત્તર:
કૉપર ઑક્સાઇડ (CuO)નો ભૂકો કાળા રંગનો છે.
પ્રશ્ન 2.
કૉપર ઑક્સાઇડમાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં દ્રાવણનો રંગ કેવો થાય છે?
ઉત્તર:
વાદળી-લીલો
પ્રશ્ન ૩.
દ્રાવણનો રંગ વાદળી-લીલો થવાનું કારણ જણાવો.
ઉત્તર:
દ્રાવણનો રંગ વાદળી-લીલો થવાનું કારણ તેમાં ઉત્પન્ન થતો કોપર (II) ક્લોરાઇડ છે.
પ્રશ્ન 4.
કૉપર (II) ક્લોરાઇડનું અણુસૂત્ર લખો.
ઉત્તર:
CuCl2
પ્રશ્ન 5.
ધાતુ ઑક્સાઇડ અને મંદ ઍસિડ વચ્ચે થતી પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ લખો.
ઉત્તર:
ધાતુ ઑક્સાઇડ + ઍસિડ → ક્ષાર + પાણી
પ્રવૃત્તિ 2.8 [પા.પુ. પાના નં. 22].
હેતુઃ ઍસિડ અને બેઇઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુતવહનનો અભ્યાસ કરવો.
પ્રવૃત્તિ :
આકૃતિ 2.3 મુજબ સાધનો ગોઠવો.
આપેલ આકૃતિમાં જ્યારે બીકરમાં જુદા જુદા પદાર્થોનાં દ્રાવણોને અલગ અલગ રેડવામાં આવે છે, ત્યારે નીચે મુજબ અવલોકનો મળે છે :
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
બલ્બનું પ્રકાશિત થવું એ શું સૂચવે છે?
ઉત્તર:
બલ્બનું પ્રકાશિત થવું એ સૂચવે છે કે, દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે.
પ્રશ્ન 2.
દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે?
ઉત્તર:
દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે.
પ્રશ્ન 3.
ઍસિડિક અને બેઝિક ગુણધર્મો માટે જવાબદાર આયન લખો.
ઉત્તર:
ઍસિડિક ગુણધર્મ માટે H+(aq) અને બેઝિક ગુણધર્મ માટે OH–(aq) આયન જવાબદાર છે.
પ્રવૃત્તિ 2.9 (પા.પુ. પાના નં. 23)
હેતુઃ શુષ્ક HCl ઍસિડિક નથી, પરંતુ HCIનું જલીય દ્રાવણ ઍસિડિક છે, તે દર્શાવતી કસોટી કરવી.
પ્રવૃત્તિ:
- શુદ્ધ અને શુષ્ક કસનળીમાં આશરે 1g ઘન NaCI લો અને આકૃતિ 2.4માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો.
- કસનળીમાં થોડો સાંદ્ર (જલદ) સફ્યુરિક ઍસિડ ઉમેરો.
- તમે શું અવલોકન કરો છો? શું વિતરણ નળીમાંથી વાયુ બહાર નીકળી રહ્યો છે?
- ઉદ્ભવેલા વાયુની ક્રમશઃ સૂકા અને ભીના ભૂરા લિટમસપેપર વડે પરખ કરો.
- કયા કિસ્સામાં લિટમસપેપરના રંગમાં પરિવર્તન થાય છે?
- ઉપરોક્ત પ્રવૃત્તિના આધાર પર તમે (I) શુષ્ક HCl વાયુ અને (II) HCl દ્રાવણના ઍસિડિક સ્વભાવ વિશે શું અનુમાન કરો છો?
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
પાણીની ગેરહાજરીમાં HCIના અણુઓમાંથી HY આયનનું અલગીકરણ થશે?
ઉત્તર:
ના
પ્રશ્ન 2.
હાઇડ્રોજન આયનોને હંમેશાં શેના વડે દર્શાવાય છે?
ઉત્તર:
H+(aq) અથવા H3O+(aq) (હાઇડ્રોનિયમ આયન) વડે દર્શાવાય છે.
પ્રશ્ન 3.
બેઝિક ગુણધર્મ દર્શાવવા માટે કયો આયન જવાબદાર છે?
ઉત્તર:
OH– આયન
પ્રશ્ન 4.
આલ્કલી બેઇઝની પાણીમાં દ્રાવ્યતા જણાવો.
ઉત્તર:
આલ્કલી બેઇઝ પાણીમાં દ્રાવ્ય (ઓગળે) છે.
પ્રશ્ન 5.
આલ્કલી બેઇઝનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
NaOH, KOH
પ્રશ્ન 6.
બેઇઝના ગુણધર્મ લખો.
ઉત્તર:
તેઓ સ્પર્શે સાબુ જેવા ચીકણા, સ્વાદે કડવા અને ક્ષારીય (ખવાઈ જાય તેવા) હોય છે.
પ્રશ્ન 7.
તટસ્થીકરણ પ્રક્રિયા માટે સામાન્ય સમીકરણ લખો.
ઉત્તર:
ઍસિડ + બેઇઝ → ક્ષાર + પાણી
અથવા
HX + MOH → MX + H2O
પ્રવૃત્તિ 2.10 (પા.પુ. પાના નં. 24)
હેતુ: પાણીને ઍસિડ અથવા બેઇઝ સાથે મિશ્ર કરવું.
પ્રવૃત્તિઃ
- એક બીકરમાં 10 mL પાણી લો.
- તેમાં થોડાં ટીપાં સાંદ્ર H2SO4 ઉમેરો અને બીકરને ગોળ ગોળ ફેરવો.
- બીકરના તળિયાને સ્પર્શ કરો.
- શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે?
- શું તે ઉષ્માશોષક કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા (પ્રક્રમ) છે?
- H2SO4ને બદલે NaOHની નાની ગોળીઓ લઈ ફરીથી ઉપરની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો.
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ઍસિડ અને બેઇઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કઈ છે?
ઉત્તર:
ઉષ્માક્ષેપક પ્રક્રિયા
પ્રશ્ન 2.
ઍસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરતાં તેમના દ્રાવણની સાંદ્રતામાં શો ફેર પડે છે?
ઉત્તર:
દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે.
પ્રવૃત્તિ 2.11 (પા.પુ. પાના નં. 26)
હેતુઃ આપેલ દ્રાવણોનાં pH મૂલ્યોની પરખ કરો.
પ્રવૃત્તિ:
કોષ્ટક 2.2 માં આપેલ દ્રાવણોના pH પેપરનો રંગ, આશરે pH મૂલ્ય અને પદાર્થનો સ્વભાવ લખો.
[આકૃતિ 2.7: pH પેપર પર દર્શાવેલ અમુક સામાન્ય પદાર્થોની pH (રંગો એ માત્ર આશરે માર્ગદર્શક છે.)]
પ્રવૃત્તિ 2.12 (પા.પુ. પાના નં. 27)
હેતુ માટીની pH માપવી.
પ્રવૃત્તિ:
- એક કસનળીમાં 2 g માટી લઈ, તેમાં આશરે 5 mL પાણી ઉમેરો.
- કસનળીને બરાબર હલાવી, ઘટકોને ગાળીને કસનળીમાં ગાળણ એકત્રિત કરો.
- સાર્વત્રિક સૂચકપત્રની મદદથી આ ગાળણની pH ચકાસો.
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં ‘ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
કસનળીમાં રહેલ ગાળણ એ લાલ લિટમસપત્રને ભૂરું કરે છે, તો તમે લીધેલ માટીનો નમૂનો કયો ગુણ ધરાવશે?
ઉત્તર:
બેઝિક ગુણ ધરાવતો હશે.
પ્રશ્ન 2.
જે માટી માટે pHનું મૂલ્ય 5.6થી ઓછું હશે તે માટી કેવો ગુણ ધરાવશે?
ઉત્તર:
ઍસિડિક ગુણ ધરાવશે.
પ્રશ્ન ૩.
ઍસિડિક જમીન અને બેઝિક જમીનને તટસ્થ કરવા શું કરશો?
ઉત્તર:
ઍસિડિક જમીનને તટસ્થ કરવા લાઇમ જેવો બેઇઝ ઉમેરો અને બેઝિક જમીનને તટસ્થ કરવા જિપ્સમ જેવો ઍસિડ ઉમેરો.
પ્રશ્ન 4.
જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે ? pH કેટલી હોવી જોઈએ?
ઉત્તર:
6.5થી 7.3ની વચ્ચે pH હોવી જોઈએ.
પ્રવૃત્તિ 2.13 (પા.પુ. પાના નં. 28)
હેતુઃ આપેલ ક્ષાર બનાવવા જરૂરી ઍસિડ-બેઇઝની ઓળખ કરવી.
પ્રવૃત્તિ :
કોષ્ટક 2.3માં આપેલ ક્ષાર બનાવવા વપરાતો ઍસિડ અને બેઇઝ ઓળખો.
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ક્ષાર-પરિવાર કોને કહેવાય?
ઉત્તરઃ
એકસમાન ધન અથવા કણ આયનો (મૂલકો) ધરાવતા ક્ષારોને ક્ષાર-પરિવાર કહે છે.
પ્રશ્ન 2.
સોડિયમ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ
NaCl, Na2SO4, Na2CO3
પ્રશ્ન 3.
ક્લોરાઇડ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
NaCl, KCl, NH4Cl
પ્રવૃત્તિ 2.14 (પા.પુ. પાના નં. 29)
હેતુઃ ક્ષારની પાણીમાં દ્રાવ્યતા અને pH તપાસો.
પ્રવૃત્તિઃ
કોષ્ટક 2.4માં આપેલ ક્ષારની નિયંદિત પાણીમાં દ્રાવ્યતા ચકાસો. તે ક્ષારની અંદાજિત pH લખી, તે ક્ષાર બનાવવા કયો ઍસિડ કે બેઇઝ વપરાશે તે જણાવો.
પ્રવૃત્તિ 2.15 (પા.પુ. પાના નં. 32)
હેતુઃ સ્ફટિકીકરણ પ્રક્રિયાથી સ્ફટિકનું પાણી દૂર કરવું.
પ્રવૃત્તિઃ
- શુષ્ક ઉત્કલન નળીમાં કૉપર સલ્ફટના થોડાક સ્ફટિકો લઈને તેને ગરમ કરો.
- કૉપર સલ્ફટના સ્ફટિકને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે?
- શું તમને ઉત્કલન નળીમાં પાણીનાં ટીપાં દેખાય છે? તે ક્યાંથી આવે છે?
- ગરમ કર્યા પછીના કૉપર સલ્ફટના નમૂના પર પાણીનાં 2-3 ટીપાં ઉમેરી અવલોકન કરો કે શું કૉપર સલ્ફટનો ભૂરો રંગ પાછો આવે છે?
ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું, તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
પ્રશ્ન 1.
કૉપર સલ્ફટના સ્ફટિકને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે?
ઉત્તર:
વાદળી રંગમાંથી સફેદ બને છે.
પ્રશ્ન 2.
શું તમને ઉત્કલન નળીમાં પાણીનાં ટીપાં દેખાય છે? શા માટે?
ઉત્તર:
હા, કૉપર સલ્ફટના સ્ફટિક જળયુક્ત હોય છે (CuSO4. 5H2). આથી જો તેને ગરમ કરવામાં આવે તો સ્ફટિકમાંથી પાણી દૂર થાય છે, જે ઉત્કલન નળીમાં ટીપાં સ્વરૂપે દેખાય છે.
પ્રશ્ન 3.
ગરમ કર્યા પછીના કૉપર સલ્ફટના નમૂના પર પાણીનાં 2-3 ટીપાં ઉમેરતાં કૉપર સલ્ફટનો ભૂરો (વાદળી) રંગ પાછો આવે છે?
ઉત્તર:
હા.
પ્રશ્ન 4.
કૉપર સલ્ફટ સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર લખો.
ઉત્તર:
CuSO4. 5H2O