GJN 10th Science

Gujarat Board Solutions Class 10 Science Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ

Gujarat Board Solutions Class 10 Science Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ

આનુવંશિકતા અને ઉર્વિકાસ Class 10 GSEB Solutions Science Chapter 9

→ ભિન્નતા (Variation) એક જાતિના કે તેની વસતિના સજીવોમાં જોવા મળતાં લક્ષણોના તફાવતને ભિન્નતા કહે છે.

  • પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતાઓ સર્જાય છે. આ ભિન્નતાઓ સજીવોને તેમનું અસ્તિત્વ જાળવવામાં મદદ કરે છે.
  • ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને જુદા જુદા લાભ થઈ શકે છે.

→ આનુવંશિકતા (Heredity) સજીવોમાં પેઢી-દર-પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આનુવંશિકતા કહે છે. આ ક્રિયા વડે પિતૃનાં લક્ષણોનું તેમની સંતતિઓમાં વહન થાય છે.

→ લક્ષણ (Trait) વ્યક્તિની આગવી વિશિષ્ટતાને લક્ષણ કહે છે. • સરળ અર્થમાં વ્યક્તિનાં લક્ષણોની અભિવ્યક્તિ. ઉદાહરણઃ વાંકડિયા વાળ, વાદળી આંખો, જોડાયેલી કાનની બૂટ, ઊંચાઈ વગેરે.

→ કારક (Factor) આનુવંશિકતા માટે જવાબદાર કે લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા એકમને કારક કહે છે. લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકો હંમેશાં જોડમાં હોય છે. મેન્ડલે સૂચવેલા કારકને આધુનિક જનીનવિદ્યામાં જનીન(Gene)થી ઓળખવામાં આવે છે. કારક(જનીન)ને અંગ્રેજી મૂળાક્ષરો વડે રજૂ કરવામાં આવે છે.

→ ગ્રેગર હૉન મેન્ડલઃ તેમણે બગીચાના વટાણા(Ptsum sativum)ના છોડ પર આનુવંશિકતાના અભ્યાસ માટે ક્રમબદ્ધ પ્રયોગો કર્યા. મેન્ડલના પ્રયોગોનાં પરિણામો આનુવંશિકતાની ક્રિયાવિધિ સમજાવે છે.

→ જનીન (Gene) DNAનો ખંડ (ન્યુક્લિઓટાઈડનો ક્રમ) જે ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેની સૂચના પૂરી પાડે છે. તેને જનીન કહે છે.

→ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ (Dominant and recessive trait) લિંગી પ્રજનન કરનારા સજીવોમાં એક લક્ષણના જનીનની બે પ્રતિકૃતિ (નક્લો) હોય છે. આ પ્રતિકૃતિઓ એકસમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી લક્ષણ, જ્યારે પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવીની હાજરીમાં અવ્યક્ત રહે છે.

→ લિંગનિશ્ચયન (sex determination) ફલન દ્વારા નિર્માણ – પામતા યુગ્મનજ(ફલિતાંડ)માંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી થવાની ક્રિયાવિધિને લિંગનિશ્ચયન કહે છે. પ્રાણીઓમાં લિંગ નક્કી થવાની ક્રિયા માટે તાપમાન, રંગસૂત્રો, જનીનો, અંતઃસ્ત્રાવો વગેરે ભિન્ન પરિબળો જવાબદાર છે. કેટલાંક પ્રાણીઓમાં લિંગનિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. દા. ત., સ્નેઇલ પ્રાણી પોતાનું લિંગ (Sex) બદલી શકે છે.

→ મનુષ્યના દૈહિક કોષો(બિનપ્રજનનકોષો)માં દરેક કોષ 22 જોડ દૈહિક રંગસૂત્રો અને 1 જોડ લિંગી રંગસૂત્રોની હોય છે. 23મી જોડ સ્ત્રીમાં XX અને પુરુષમાં XY હોય છે.

→ આનુવંશિક વિચલન (Genetic drift): વસતિમાં કેટલાક જનીનોની આવૃત્તિમાં ફેરફાર થતા ઉત્તરજીવિતતાના લાભ વગર ભિન્નતા સર્જાય છે. તેને આનુવંશિક વિચલન કહે છે.

→ ઉદિકાસ (Evolution): ધીમા, ક્રમિક અને પ્રગતિકારક ફેરફારોને પરિણામે સરળ સ્વરૂપના સજીવોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની લાંબા સમયગાળાની પ્રક્રિયાને ઉદ્વિકાસ કહે છે. ચાર્લ્સ ડાર્વિને અનેક પ્રયોગોના આધારે પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ-ઉદ્વિકાસના સિદ્ધાંતની પરિકલ્પના રજૂ કરી.

→ ઉપાર્જિત લક્ષણ (Acquired trait) સજીવનાં જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિક્સાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી. તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. દા. ત., ભૂખ્યા રહી વજનમાં ઘટાડો કરવો, શરીર પર કોઈ ઈજાનું નિશાન.

→ આનુવંશિક લક્ષણો (Inherited traits) સજીવોનાં જે લક્ષણો પિતૃના પ્રજનનકોષોના DNAમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય તેને આનુવંશિક લક્ષણો કહે છે. દા. ત., ચામડી રંગ, આંખની કીકીનો રંગ, પુષ્યનો રંગ, છોડની ઊંચાઈ વગેરે.

→ જાતિનિર્માણ Speciation):

  • પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસતિના કેટલાક સભ્યોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિનિર્માણ કહે છે.
  • જાતિનિર્માણની ઘટના આનુવંશિક વિચલન, પ્રાકૃતિક પસંદગી, ભૌગોલિક અને પ્રજનનીય અલગીકરણને કારણે થાય છે.

→ જનીનપ્રવાહ (Gene flow) ચોક્કસ જાતિની આંતરપ્રજનન કરતી વસતિના સભ્યોમાં થતા જનીન સ્થળાંતરને જનીનપ્રવાહ કહે છે.

→ ઉદ્વિકાસના પુરાવાઓ (Evidences of evolution):

સમમૂલક અંગો (Homologous Organs) કાર્યસદશ અંગો (Analogous Organs) અમીઓ  [Fossils]
સરખી સંરચના
ધરાવતા અને
કાર્યમાં વિવિધતા
ધરાવતાં અંગો
દા. ત.,
ગરોળીનું અગ્ર-
ઉપાંગ અને
મનુષ્યનું અગ્ર
ઉપાંગ
પાયાની સંરચનામાં
વિવિધતા અને
દેખાવ તેમજ
કાર્યમાં
સમાનતા
ધરાવતાં અંગો દા. ત.,
પક્ષીની પાંખ અને ચામાચીડિયાની
પાંખ
પૃથ્વીના
પેટાળમાંથી
મળી આવતાં
સજીવ અંગો
કે તેમની છાપ
દા. ત.,
એમોનાઇટ્સ,
ટ્રાયલોબાઈટ
  • ઉદ્વિકાસનો અભ્યાસ અશ્મીઓ અને જીવંત જાતિઓની મદદથી કરવામાં આવે છે.
  • ઉદ્દિકાસીય સંબંધોને સજીવોના વર્ગીકરણમાં શોધી શકાય છે.
  • ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન, શરીરના અંગ અથવા આકાર નવાં કાર્યો માટે અનુકૂલિત થતા જાય છે. દા. ત.
    પીંછાં ધરાવતી પાંખ શરૂઆતમાં ઉષ્મા-અવરોધન માટે વિકાસ પામી હતી અને પછી ઊડવા માટે અનુકૂલિત થઈ.

→ કૃત્રિમ પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ (Evolution through artificial selection) : ખેડૂતોએ કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી કોબીજ, બ્રૉકોલી, ફલાવર, કહલરબી અને કેલે જેવી જાતિઓ મેળવી છે. આ જાતિઓ તેમના પૂર્વજ જંગલી કોબીજ કરતાં દેખાવમાં ભિન્ન છે.

→ માનવ ઉદ્વિકાસ (Human evolution): માનવ ઉદ્વિકાસના અભ્યાસ પરથી નક્કી થયું છે કે આપણે બધા એક જ જાતિ હોમો સેપિયન્સ(Homo sapiens)ના સભ્યો છીએ. આપણી આનુવંશિક છાપને કાળક્રમે આફ્રિકન મૂળમાંથી જ શોધી શકાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ

વિશેષ પ્રોત્તર

પ્રશ્ન 1.
તફાવત આપો :
(1) ઉપાર્જિત લાક્ષણિકતા અને આનુવંશિક લાક્ષણિકતા
ઉત્તર:

GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 23

(2) પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ
ઉત્તર:

(3) રચનાસદશ અંગો અને કાર્યસદશ અંગો
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 25

(4) કૃત્રિમ પસંદગી અને નૈસર્ગિક પસંદગી
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 26

પ્રશ્ન 2.
નીચેનાં વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ
(1) લિંગી પ્રજનન કરતા સજીવોમાં ભિન્નતાઓ વધારે સર્જાય છે.
ઉત્તર:
લિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લે છે. સંતતિને વારસામાં જનનકોષો દ્વારા બંને પિતૃનું જનીનદ્રવ્ય (DNA) પ્રાપ્ત થાય છે. DNAના સ્વયંજનન દરમિયાન કેટલીક ભિન્નતાઓ સર્જાય છે.

જનનકોષોના નિર્માણમાં અર્ધીકરણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અર્ધીકરણ દરમિયાન રંગસૂત્ર પર આવેલા જનીનોના નવા પ્રકારનાં સંયોજનો ઉદ્ભવે છે.

જનનકોષો દ્વારા જનીનોના નવા પ્રકારનાં સંયોજનો યુનજમાં અને સંતતિમાં ભિન્નતાઓ સર્જે છે. પિતૃઓની ભિન્નતાઓ અને વ્યક્તિગત ભિન્નતાઓ એકત્રિત થતી રહે છે.

આથી લિંગી પ્રજનન કરતા સજીવોમાં ભિન્નતાઓ વધારે સર્જાય છે.

(2) મેન્ડલે પ્રયોગો માટે વટાણાના છોડની પસંદગી કરી હતી.
ઉત્તર:
મેડલના પ્રયોગોમાં વટાણાના છોડની પસંદગીનાં કારણો: (1) વટાણાના છોડ નાના છે. તેને સરળતાથી ઉછેરી શકાય છે. (2) તે એકવર્ષાયુ છે. તેથી વધુ પેઢીઓના અભ્યાસની સરળતા રહે છે. (3) તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે. (4) તેનાં પુષ્પો કિલિંગી છે અને સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. (5) તેમાં કૃત્રિમ રીતે પરફલન (સંકરણ) સરળતાથી કરાવી શકાય છે. (6) તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે.

(૩) લક્ષણો જનીનોને નિયંત્રણ હેઠળ હોય છે.
ઉત્તર:
જનીન આનુવંશિકતાનો એકમ છે. તે રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલો નિશ્ચિત લંબાઈ ધરાવતો DNAનો ખંડ છે.

દરેક જનીન વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. આ પ્રોટીન ઉત્સુચક તરીકે ચોક્કસ જૈવરાસાયણિક ક્રિયા પ્રેરે છે. શરીરની આવી ક્રિયાઓમાં બનતાં દ્રવ્યો કે પ્રોટીનના પ્રકારો લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. આથી લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે.

(4) મનુષ્યમાં અવતરનાર બાળકની જાતિનો નિર્ણાયક તેના પિતા કે શુક્રકોષ છે.
ઉત્તરઃ
પિતામાં શુક્રકોષો બે પ્રકારના સર્જાય છે. 50% શુક્રકોષો X-રંગસૂત્ર ધરાવે છે અને બાકીના 50% શુક્રકોષોY-રંગસૂત્ર ધરાવે છે.

માતામાં સર્જાતા બધા અંડકોષો એક જ પ્રકારના અને X-લિંગી રંગસૂત્ર ધરાવે છે.

જો X-રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે, તો અવતરનાર સંતાન પુત્રી અને જો Y-રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે, તો અવતરનાર સંતાન પુત્ર બને.

આમ, મનુષ્યમાં ક્યો શુક્રકોષ ફલનમાં ભાગ લે છે તેના આધારે બાળકની જાતિ નક્કી થાય છે. આથી મનુષ્યમાં અવતરનાર બાળકની જાતિનો નિર્ણાયક તેના પિતા કે શુક્રકોષ છે.

(5) પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સરખી રહેલી છે.
ઉત્તર:
મનુષ્યમાં સંતાનની જાતિનો નિર્ણાયક તેના પિતા છે.

પુરુષમાં બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે. બંને પ્રકારના શુક્રકોષો સરખી સંખ્યામાં 50 % શુક્રકોષો X-રંગસૂત્ર ધરાવતા અને 50 % શુક્રકોષો Y-રંગસૂત્ર ધરાવતા ઉત્પન્ન થાય છે. બંને પ્રકારના શુક્રકોષોની ફલન ક્ષમતા સરખી હોય છે.

આથી પુત્ર કે પુત્રી અવતરવાની શક્યતા સરખી (50-50%) રહેલી છે.

(6) ભૂમિમાં કેટલીક વખત સજીવના મૃતદેહ કે તેમનાં અંગોની છાપ જળવાઈ રહે છે.
ઉત્તર:
મૃત સજીવ(વનસ્પતિ કે પ્રાણી)ના શરીર ભેજ અને ઑક્સિજનની હાજરીમાં સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામી જાય છે. પરંતુ કેટલીક વખત પર્યાવરણની પરિસ્થિતિમાં તેમના શરીર સંપૂર્ણ વિઘટન ? પામતા નથી. મૃતદેહ કાદવમાં દટાઈ જાય અને તેના પર ભૂમિના સ્તરોનું નિર્માણ થતું જાય ત્યારે તેમના શરીર વિઘટન પામતા નથી. કાદવ સજીવ અંગની ફરતે તેના આકારે ગોઠવાઈ, કઠણ પથ્થરમાં ફેરવાઈ જાય છે. તેમાં મૃતદેહ કે અંગની છાપ રચાય છે.

આથી ભૂમિમાં કેટલીક વખત સજીવના મૃતદેહ કે તેમનાં અંગોની છાપ જળવાઈ રહે છે.

(7) માનવનો ઉદ્વિકાસ ચિમ્પાન્ઝીમાંથી થયો છે. તે સાચું નથી.
ઉત્તર:
ઘણાં વર્ષો પૂર્વે માનવ અને ચિમ્પાન્ઝીના પૂર્વજ સમાન હતા. આ સમાન પૂર્વજ ન તો માનવ જેવા હતા, ન તો ચિમ્પાન્ઝી જેવા હતા. પૂર્વજમાંથી અલગ થવાના પ્રથમ તબક્કામાં આધુનિક ચિમ્પાન્ઝી અને માનવનો વિકાસ થવાને બદલે બંને જાતિઓ વિવિધ શાખાઓમાં પોતાની રીતે અલગ અલગ ઉદ્વિકાસ પામી. આ રીતે આધુનિક જાતિના વર્તમાન સ્વરૂપ બન્યા.

આથી માનવનો ઉદ્વિકાસ ચિમ્પાન્ઝીમાંથી થયો છે. તે સાચું નથી.

પ્રશ્ન 3.
આપેલી આકૃતિઓ/ ચાર્ટનું કાળજીપૂર્વક અવલોકન કરી, તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો :
(1) આપેલી આકૃતિઓમાંથી સમમૂલક અંગોની એક જોડ અને કાર્યસદશ અંગોની એક જોડ તૈયાર કરો.

ઉત્તરઃ
સમમૂલક અંગોની જોડ : A અને B
કાર્યસદશ અંગોની જોડ : B અને C

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 28

પ્રશ્નો :
(1) આપેલી આકૃતિમાં પ્રજનનના પ્રકાર માટે 2 અને b સ્થાન માટે યોગ્ય શબ્દ લખો.
ઉત્તર:
a – પરફલન (પરંપરાગનયન)
b – સ્વફલન (સ્વપરાગનયન)

(2) કયું લક્ષણ પ્રભાવી છે? તમે કેવી રીતે નક્કી કરશો કે તે પ્રભાવી લક્ષણ છે?
ઉત્તર:
પુષ્પનો જાંબલી રંગ પ્રભાવી લક્ષણ છે. પિતૃ વચ્ચેના સંકરણથી, પેઢીમાં બધા છોડ જાંબલી પુષ્પ ધરાવતા મળે છે. તે પરથી નક્કી કરી શકાય કે તે પ્રભાવી લક્ષણ છે.

(3) Fઝ પેઢીમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણનો ગુણોત્તર જણાવો.
ઉત્તર:
F2ઝ પેઢીમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણનો ગુણોત્તર 3:1.

(3) આકૃતિમાં a, b અને c અશ્મીઓ ઓળખી, તેનાં નામ : લખો.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 29
ઉત્તર :
a – એમોનાઇટ (અપૃષ્ઠવંશી)
b – ટ્રાયલોબાઇટ (અપૃષ્ઠવંશી)
c – ડાયનાસોરની ખોપરી (પૃષ્ઠવંશી)

(4) વટાણા(Pisum sativum)ના છોડ પર આનુવંશિકતાના અભ્યાસ માટે મેન્ડલે કરેલો પ્રયોગ નીચે ચાર્ટમાં દર્શાવ્યો છે. ચાર્ટનો કાળજીપૂર્વક અભ્યાસ કરી, તેમાં ખાલી બૉક્સ યોગ્ય રીતે ભરો.
P (પિત) પેઢી ,
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 30
ઉત્તર:

(5)
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 32
આકૃતિમાં a, b અને ૯નાં નામ આપો અને તે જંગલી કોબીજના ૨ કયા ભાગમાંથી મેળવાયા છે તે જણાવો. તે મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
a – ફ્લાવર – જંગલી કોબીજનાં વંધ્ય પુષ્પોમાંથી મેળવાયા છે.
b – બ્રૉકોલી – જંગલી કોબીજનાં પુષ્પોનો વિકાસ અવરોધીને મેળવાયા છે.
c – કેલે – જંગલી કોબીજનાં થોડાં મોટાં પણ દ્વારા મેળવાયા છે.
આ મેળવવા માટે કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરવામાં આવ્યો.

(6) આપેલા ચાર્ટમાં a, b, c, d અને e સ્થાને યોગ્ય શબ્દો જણાવો.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 33
ઉત્તર:
a – નવા જોડાણ (પુનઃસંયોજન)
b – કાર્યસદશ અંગો
c – પક્ષી અને મનુષ્યનાં અગ્રઉપાંગ
d – એમોનાઇટ, ટ્રાયલોબાઇટ, ડાયનાસોરની ખોપરી
e – કેલે, બ્રૉકોલી, ફ્લાવર, લાલ કોબીજ

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે?
ઉત્તર:
બધા સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ કરે છે.

  • પ્રજનનક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે.
  • અલિંગી પ્રજનનમાં, બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમના પિતૃની સાથે સમાનતા ધરાવે છે, છતાં તેમનામાં નાની ભિન્નતાઓ જોવા મળે છે.
  • શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે.
  • માનવ સહિત મોટા ભાગનાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતાં પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દશ્યમાન બને છે.

પ્રશ્ન 2.
ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો.
ઉત્તર:
સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતાં હોય છે, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે.

  • એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે.
  • બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મેળવે છે.

    આકૃતિ 9.1માં દર્શાવ્યા મુજબ ટોચ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા બે જીવાણુ (બંન્ટેરિયા) ઉત્પન્ન કરે છે. તેમની શરીરરચના સમાન છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે.
  • ઉત્પન્ન થયેલા બે જીવાણુ (બૅક્ટરિયા) અલિંગી પ્રજનન દ્વારા પુનઃવિભાજિત થઈ ચાર સ્વતંત્ર જીવાણુઓ ઉત્પન્ન કરે છે.
  • આ ચારેય સ્વતંત્ર જીવાણુ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે.
  • આ પ્રમાણે, ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો / સંતતિ ઉત્પન્ન થાય છે. તેમાંની કેટલીક ભિન્નતા નિયત હોય છે, જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે.
  • તેમનામાં રહેલી ભિન્નતાઓ DNA પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હોય છે.
    આમ, પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે.

પ્રશ્ન 3.
પ્રજનનક્રિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ પરિણામ કયું છે? આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે?
ઉત્તર:
પ્રજનનક્રિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે બંધારણ હોવું તે છે.
આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે, જેનાં { દ્વારા વિવિધ લક્ષણો અનુગામી પેઢીમાં આનુવંશિક થાય છે.

પ્રશ્ન 4.
સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું છે?
ઉત્તર:
બાળક તેના પિતૃનાં બધાં જ આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતાઓ કહે છે.
આમ છતાં, DNA પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફારોને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાતું નથી. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસતિમાં જોવા મળતાં નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતાઓ કહે છે.

પ્રશ્ન 5.
લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો.
ઉત્તર:
લક્ષણોની આનુવંશિકતા માટેની આધારભૂત બાબતો નીચે મુજબ છે :

  • પ્રત્યેક લક્ષણ બે અથવા વધારે વેકલ્પિક સ્વરૂપો ધરાવે છે.
  • ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક (જનીન) વડે નિયંત્રિત હોય છે.
  • એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે. દા. ત., કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ પર પ્રભાવી હોય છે.
  • લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે.
  • લક્ષણનું એક વેકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે.
  • લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક (આનુવંશિક) દ્રવ્યનું સંતતિમાં સ્થળાંતરણ કરે છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના DNAથી પ્રભાવિત હોઈ શકે છે.

પ્રશ્ન 6.
સંતાન / સંતતિમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પો શા માટે હોય છે? આ બે વિકલ્પો પૈકી સંતાન , સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે?
ઉત્તર:
મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનીનિક (આનુવંશિક) દ્રવ્ય DNAનું બાળકમાં સ્થળાંતરણ કરે છે. તેનો અર્થ દરેક લક્ષણ માતા અને પિતા બંનેના DNAથી પ્રભાવિત હોય છે. આથી આપણે કહી શકીએ કે, દરેક લક્ષણ માટે સંતાન | સંતતિમાં બે વિકલ્પો હોય છે.

સંતાન સંતતિમાં બે વિકલ્પો પૈકી પ્રભાવી લક્ષણ જોવા મળે છે. દા. ત., બાળકમાં કાનની મુક્ત બૂટનું જનીન માતા અને જોડાયેલી બૂટનું જનીન પિતામાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ બાળકમાં કાનની મુક્ત બૂટનું લક્ષણ જોવા મળે છે. કારણ કે, જોડાયેલી બૂટનું લક્ષણ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે.

પ્રશ્ન 7.
વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન “T” પ્રભાવી છે અને જનીન ‘t” પ્રચ્છન્ન છે. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો.
અથવા
વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો.
ઉત્તર:
મેન્ડલે પ્રયોગ માટે વટાણા(Pisum sativum)ના છોડની પસંદગી કરી. વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે.

મેન્ડલે વટાણામાં છોડની ઊંચાઈનું લક્ષણ અભ્યાસ માટે પસંદ હું કર્યું. વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચા છોડ અને નીચા છોડ જોવા મળે છે.

મેન્ડલે પિતૃપેઢી(P)માં જ્યારે ઊંચા છોડ(TT)નું સંકરણ નીચા છોડ (tt) સાથે કરતાં પ્રથમ પેઢી(F1)માં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. F1 પેઢીમાં કોઈ પણ છોડ નીચા કે મધ્યમ ઊંચાઈના થયા નહીં. આનો અર્થ એ થાય કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું.

જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરવામાં આવ્યું, ત્યારે 34 સંતતિ (75%) ઊંચા છોડ અને 14 સંતતિ (25%) નીચા છોડની મળી.

આથી ઊંચા અને નીચાપણા માટે જવાબદાર બને કારક (જનીન) F1 પેઢીના પિતૃઓમાંથી વારસાગમન પામે છે.

  • આ દર્શાવે છે કે, ઊંચા અને નીચાપણા બંને લક્ષણ F1 પેઢીના છોડમાં વારસાગમન પામે છે, પરંતુ ફક્ત ઊંચાપણાનું લક્ષણ જ અભિવ્યક્ત થાય છે.
  • આ પરથી મેન્ડલે નક્કી કર્યું કે, લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા – સજીવોમાં લક્ષણનું નિયમન કરતા જનીન(કારક)ની બે નકલો (પ્રતિકૃતિઓ) હોય છે.
  • જનીનની બંને નકલો એકસમાન અથવા ભિન્ન હોઈ શકે.
    GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 2
    GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 3
    મેન્ડલનો આ પ્રયોગ દર્શાવે છે કે, ઊંચા છોડ માટે જનીન- સ્વરૂપ TT અથવા Tt જ્યારે નીચા છોડ માટે જમીન-સ્વરૂપ tt છે. તે દર્શાવે છે કે, જનીન Tની હાજરી છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. જ્યારે પ્રભાવી જનીન Tની ગેરહાજરી અને it જનીન નીચાપણાનું લક્ષણ વ્યક્ત કરે છે.

આથી વટાણાના છોડમાં ઊંચાપણાનું લક્ષણ પ્રભાવી અને નીચાપણાનું લક્ષણ પ્રચ્છન્ન છે.

પ્રશ્ન 8.
જ્યારે વટાણાના બે છોડમાં બે વિકલ્પી જનીન યુગ્મોના અભ્યાસ માટે સંકરણ કરવામાં આવે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 4
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) જો ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડાં બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે, તો પ્રાપ્ત સંતતિ કેવી હોય?
ઉત્તર:
તમામ સંતતિ ગોળાકાર બીજ ધરાવતી અને ઊંચી હોય.

(2) કયાં લક્ષણો પ્રભાવી છે?
ઉત્તર:
ગોળાકાર બીજ અને ઊંચાપણાનાં લક્ષણો પ્રભાવી છે.

(3) F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની પ્રાપ્ત સંતતિ કેવી હોય છે?
ઉત્તર:
મેન્ડલના પ્રયોગ આધારે, F2 પેઢીની સંતતિઓમાં કેટલાક –છોડ ગોળાકાર બીજ અને ઊંચા, કેટલાક છોડ ખરબચડાં બીજ અને નીચા હોય છે.
આમ છતાં, F2 પેઢીની સંતતિના કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. તે પૈકી કેટલાક છોડ ખરબચડાં બીજ ધરાવતા અને ઊંચા, જ્યારે કેટલાક છોડ ગોળાકાર બીજ ધરાવતા અને નીચા હોય છે.

પ્રશ્ન 9.
વટાણામાં બીજના રંગ અને આકારનાં લક્ષણો માટે વારસાગમનની સમજૂતી આપો.
અથવા
મેન્ડલના પ્રયોગના આધારે વટાણામાં બે જુદાં જુદાં લક્ષણોની સ્વતંત્ર આનુવંશિકતા સમજાવો.
ઉત્તર:
મેન્ડલે વટાણા(Pisum sativum)માં આનુવંશિકતાના અભ્યાસ માટે બે લક્ષણો બીજનો રંગ અને બીજનો આકાર પસંદ કર્યા.

મેન્ડલે પિતૃ (P) તરીકે પીળાં અને ગોળ આકારનાં બીજ ધરાવતા છોડનું સંકરણ લીલાં અને ખરબચડાં બીજ ધરાવતા છોડ સાથે કર્યું.

પ્રથમ પેઢી(F1)માં બધા જ છોડ પીળાં અને ગોળ આકારનાં બીજ ધરાવતા મળ્યા. આ પરથી કહી શકાય કે, પીળો રંગ અને ગોળ આકારનાં બીજ પ્રભાવી લક્ષણો છે.

જ્યારે F1 પેઢીના છોડ(પીળા રંગ અને ગોળ આકારનાં બીજા – ધરાવતા)માં સ્વફલન અથવા સ્વપરાગનયન કરાવતાં F2 પેઢીમાં ચાર
વિવિધ પ્રકારના સંયોજન ધરાવતા છોડ ઉત્પન્ન થયા (1) પીળાં અને ગોળ બીજ, (2) લીલાં અને ખરબચડાં બીજ ધરાવતા છોડ, (3) પીળા – અને ખરબચડાં બીજ તથા (4) લીલાં અને ગોળ બીજ ધરાવતા છોડ.

આ દર્શાવે છે કે બીજના રંગ પીળા કે લીલા બીજ માટેનાં લક્ષણો અને બીજના આકાર ગોળ કે ખરબચડા બીજ માટેનાં લક્ષણો મુક્ત રીતે વારસાગમન પામે છે.

બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન Y અને લીલા રંગ માટે પ્રચ્છન્ન જનીન y તેમજ બીજના ગોળ આકાર માટે પ્રભાવી જનીન R અને ખરબચડા આકાર માટે પ્રચ્છન્ન જનીન નુ છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 6
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 7

પ્રશ્ન 10.
પ્રોટીન લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
અથવા
લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે?
ઉત્તર:
કોષમાં કોષીય DNA પ્રોટીનસંશ્લેષણ માટે માહિતીનો સ્રોત છે.

  • જનીન એ DNAનો ખંડ છે, જે પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષા છે.
  • આ પ્રોટીન ઉત્સુચક તરીકે વર્તે છે.
  • સજીવમાં ઉત્સુચક ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે.
  • આ ક્રિયામાં ઉત્પન્ન થતી નીપજ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરે છે.

ઉદાહરણ: બગીચાના વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે.

  • છોડની ઊંચાઈનો આધાર સંશ્લેષિત થતા ચોક્કસ અંતઃસ્ત્રાવની માત્રા (પ્રમાણ) પર રહેલો છે, જે છોડની વૃદ્ધિને પ્રેરે છે.
  • અંતઃસ્ત્રાવની માત્રાનો આધાર ચોક્કસ ઉત્સચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર છે.
  • જો ચોક્કસ ઉત્સુચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે, તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામી મુક્ત થાય અને છોડ ઊંચો થાય.
  • જો ઊંચાપણા માટેના જનીનમાં કોઈ પરિવર્તન આવે, તો ઉન્સેચકની કાર્યક્ષમતા ઘટે છે. પરિણામે નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા ઘટે છે. આથી છોડની ઊંચાઈ વધતી નથી અને નીચો રહે છે. આ રીતે, જનીનો પ્રોટીનસંશ્લેષણ દ્વારા લક્ષણોને નિયંત્રિત કરે છે.

પ્રશ્ન 11.
આનુવંશિકતાની કઈ ક્રિયાવિધિનો લિંગી પ્રજનન કરતા બધા સજીવો ઉપયોગ કરે છે?
અથવા
આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે?
ઉત્તર:
લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં આનુવંશિકતા માટે બંને પિતૃનો સમાન ફાળો હોય છે.

  1. બંને પિતૃમાંથી વારસાગમન પામતા જનીનોને આધારે સંતતિનાં લક્ષણો નક્કી થાય છે.
  2. દરેક સંતતિમાં એક પિતૃપક્ષ પાસેથી અને એક માતૃપક્ષ પાસેથી પ્રાપ્ત જનીનના બે સેટ (યુગ્મ) હોય છે.
  3. જનીનો તેમના પિતૃનાં રંગસૂત્રો દ્વારા વારસાગમન પામે છે.
  4. જનનકોષોના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રીભાજન દ્વારા બેકી રંગસૂત્ર સંખ્યા એકકીય થાય છે.
  5. આમ, પ્રત્યેક પિતૃકોષમાંથી જનનકોષમાં રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં માત્ર એક રંગસૂત્ર આવે છે.
  6. જ્યારે માતા અને પિતૃના એકકીય જનનકોષોના ફલનથી યુગ્મનજ નિર્માણ પામે છે.
  7. યુગ્મનજ નવી સંતતિનો પ્રથમ કોષ બને છે.
  8. ફલનમાં ભાગ લેતા જનનકોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃસામાન્ય (બેકી) થઈ જાય છે, કારણ કે તે દરેક રંગસૂત્રની બે પ્રતિકૃતિ મેળવે છે. તેમાં એક પૈતૃક અને બીજી માતૃક હોય છે.
  9. સંતતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે. તે જાતિના DNAની સ્થાયિતાને સુનિશ્ચિત કરે છે.
    આનુવંશિતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ લિંગી પ્રજનન કરતા બધા સજીવો કરે છે.

પ્રશ્ન 11.
લિંગનિશ્ચયન એટલે શું? પ્રાણીઓમાં લિંગનિશ્ચયનની વિવિધ પદ્ધતિ (રીત) જણાવો.
ઉત્તરઃ
એકલિંગી સજીવ કાં તો નર હોય કાં તો માદા હોય. વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની ક્રિયાવિધિને લિંગનિશ્ચયન કહે છે.
ફલન ક્રિયા દ્વારા નિર્માણ પામતા યુગ્મનજમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે બાબત લિંગનિશ્ચયન છે.

પ્રાણીઓમાં લિંગનિશ્ચયનની પદ્ધતિ જુદી જુદી જાતિઓ લિંગનિશ્ચયન માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે.
દા. ત., (1) કેટલાંક સરીસૃપ પ્રાણીઓમાં લિંગનિશ્ચયન વાતાવરણના કારક જેવા કે તાપમાન પર આધાર રાખે છે. ફલિત ઈંડાને કયું તાપમાન પ્રાપ્ત થાય છે, તે બાબત વિકસતા પ્રાણીની નર કે માદા જાતિના નિશ્ચયન માટે નિર્ણાયક બને છે.

કાચબાના ઈંડાને 30 °C કરતાં ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો માદા તરીકે વિકાસ થાય છે.

મગરના ઈંડામાં ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે અને નીચું તાપમાન માદાનો વિકાસ પ્રેરે છે.

(2) મનુષ્યમાં વ્યક્તિગત લિંગનિશ્ચયન લિંગી રંગસૂત્રો અને તેના પર રહેલા જનીનો દ્વારા થાય છે. મનુષ્યમાં લિંગનિશ્ચયન આનુવંશિકતા પર આધારિત છે. પિતૃમાંથી આનુવંશિકતા પામતાં જનીનો વડે લિંગનિશ્ચયન થાય છે.
અપવાદઃ સ્નેઇલ (ગોકળગાય) જેવા પ્રાણી તેમનું લિંગ બદલી શકે છે. તેમાં લિંગનિશ્ચયન જનીનિક નથી.

પ્રશ્ન 12.
મનુષ્યમાં લિંગનિશ્ચયન વર્ણવો.
અથવા
માનવમાં લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે? સમજાવો. (August 20)
ઉત્તર:
મનુષ્યમાં લિંગનિશ્ચયન જનીનો દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે.

મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે. દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય છે.

  • સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્રો સરખાં હોય છે. તેઓ શરીરનાં લક્ષણો નક્કી કરે છે. તેથી તે દૈહિક રંગસૂત્રો (Autosomes) તરીકે ઓળખાય છે.
  • 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે.
  • સ્ત્રીમાં બંને X-રંગસૂત્રો જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XX છે.
  • જ્યારે પુરુષમાં એક સામાન્ય આકારનું X-રંગસૂત્ર અને બીજું નાનું Y-રંગસૂત્ર જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XY છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 8
  • આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બાળક નર (છોકરો) કે માદા (છોકરી) જન્મવાની શક્યતા 50 % છે.
  • બધાં બાળકો
  • છોકરો કે છોકરી તેમની માતા પાસેથી X-રંગસૂત્ર મેળવે છે.

આથી બાળકના લિંગનિશ્ચયનનો આધાર તેમના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે.

જે બાળકને તેના પિતા પાસેથી x-રંગસૂત્ર આનુવંશિકતાની દષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે અને જે બાળકને તેના પિતા પાસેથી Y રંગસૂત્ર આનુવંશિકતાની દષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બનશે. :

પ્રશ્ન 13.
ભિન્નતાની પ્રવૃત્તિ આંતર-સંરચનાકીય બનવા માટે શું જવાબદાર છે?
ઉત્તર:
ભિન્નતાની પ્રવૃત્તિ આંતર-સંરચનાકીય બનવા માટે (1) DNA પ્રતિકૃતિમાં ત્રુટિઓ અને (2) લિંગી પ્રજનન જવાબદાર છે.

પ્રશ્ન 14.
યોગ્ય ઉદાહરણની મદદથી પ્રાકૃતિક પસંદગી સમજાવો. અથવા પ્રાકૃતિક પસંદગી ભમરાની વસતિમાં ઉદ્વિકાસની દિશા સૂચવે છે. વિસ્તૃત રીતે સમજાવો.
ઉત્તર:
લીલાં પર્ણોની ગીચતાવાળા પ્રદેશમાં લાલ ભમરાઓ(Beetles)નો એક સમૂહ રહે છે. તેમની વસતિ લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે. કાગડાઓ ભમરાના કુદરતી ભક્ષકો છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 10
પ્રજનન દરમિયાન રંગની વિવિધતાનો ઉદ્ભવ થાય છે. લાલ રંગના ભમરાઓની વસતિમાં એક ભમરો લીલા રંગનો ઉત્પન્ન થયો છે. લીલા રંગનો ભમરો આ રંગ-વિવિધતાનું તેની સંતતિમાં વારસાગમન કરે છે. તેથી તેની બધી સંતતિ લીલા રંગની હોય છે. લીલાં પર્ણોની ગીચતામાં કાગડાઓ લીલા રંગના ભમરાઓને જોઈ શકતા નથી. આથી લીલા રંગના ભમરાનો કાગડા દ્વારા શિકાર થતો નથી. જ્યારે લાલ રંગના ભમરાની સંતતિનો કાગડાઓ વડે ખોરાક માટે સતત શિકાર થતો રહે છે. તેના પરિણામે ભમરાની વસતિમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધી જાય છે.

આ પરિસ્થિતિમાં દુર્લભ ભિન્નતા સમયના અંતરાલમાં વસતિનું એક સામાન્ય લક્ષણ બન્યું, કારણ કે તે ઉત્તરજીવિતતાના લાભની સ્થિતિ એટલે પ્રાકૃતિક પસંદગી હતી. આ પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ. જેટલા કાગડા વધારે તેટલા વધારે લાલ રંગના ભમરાઓનો શિકાર વધુ થશે અને વસતિમાં લીલા ભમરાઓની સંખ્યા કે ગુણોત્તર વધતો જશે.

આથી પ્રાકૃતિક પસંદગી ભમરાની વસતિમાં ઉદ્વિકાસની દિશાને દોરવે છે. તેનાથી ભમરાની વસતિ પર્યાવરણમાં સારી રીતે રહી શકે તેવું અનુકૂલન દર્શાવે છે.

પ્રશ્ન 15.
ભમરાની વસતિમાં રંગ-પરિવર્તનના ઉદાહરણની મદદથી આનુવંશિક અપવાદનો સિદ્ધાંત સમજાવો.
ઉત્તર:
લાલ રંગના ભમરાની વસતિમાં પ્રજનન દરમિયાન રંગ વૈવિધ્ય સર્જાય છે. તેમાં એક ભમરો વાદળી રંગનો છે. આ ભમરાનો રંગ તેની સંતતિમાં આનુવંશિક થાય છે. તેથી તેની સંતતિ વાદળી રંગની હોય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 11
કાગડા લાલ રંગના અને વાદળી રંગના ભમરાઓને લીલાં પણમાં સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરી શકે છે. શરૂઆતમાં વસતિનું કદ વધતું જાય છે. તેમ તેમાં વાદળી રંગના ભમરા ખૂબ ઓછા હોય છે અને મોટા ભાગના ભમરા લાલ રંગના હોય છે. આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને લીલાં પણની ગીચ ઝાડીને વેરવિખેર કરી નાખે છે. તેમાં ઘણા બધા ભમરા મરી જાય છે અને લાલ રંગના ભમરાની વસતિમાં સંજોગોવશાત્ કેટલાક વાદળી રંગનાં ભમરા બચી જાય છે. લીલા રંગનાં પણમાં વાદળી રંગની કોઈ અનુકૂળતા નથી. ભમરાની વસતિ ધીમે ધીમે વધતી જાય છે, પરંતુ તેમાં મોટા ભાગના ભમરા વાદળી રંગના હોય છે.

આ વાદળી રંગ-પરિવર્તન અસ્તિત્વ માટે લાભદાયક નથી. તે માત્ર સંજોગોવશાત્ થયેલી દુર્ઘટના | અકસ્માતનું કારણ છે. તેના દ્વારા ભમરાની વસતિમાં વાદળી રંગ એક સામાન્ય લક્ષણ બને છે.

આમ, નાની વસતિમાં કોઈ અકસ્માત ઉત્તરજીવિતતાના લાભ વગર કોઈ પણ જનીનોની આવૃત્તિમાં ફેરફાર કરે છે. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે, જે કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે.

પ્રશ્ન 16.
ભમરાની વસતિમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે? સમજાવો. શું તે આનુવંશિક છે કે નથી? શા માટે?
ઉત્તર:
લીલાં પર્ણોવાળી ગીચ ઝાડીમાં ભમરાની વસતિનો વધારો શરૂ થાય છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગુ પડે છે. ભમરાઓના ખોરાક માટે પણ ઓછાં થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. ભમરાના સરેરાશ જૈવભારમાં ઘટાડો થાય છે. આવું કેટલીક પેઢીઓ સુધી જળવાઈ રહે છે.

આ સ્થિતિમાં શરીરનો જૈવભાર ઘટે છે. આ ભિન્નતા આનુવંશિક નથી.
ભમરાઓમાં તેમના જીવનકાળ દરમિયાન ભૂખમરાને કે પોષણના અભાવે શરીરના જૈવભારમાં થતો ઘટાડો ઉપાર્જિત લક્ષણ છે. તેનાથી DNAમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી આ લક્ષણ આનુવંશિક નથી.

કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસતિમાં ઘટાડો થાય છે, પણ કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિઓમાં રોગ દૂર થઈ જાય છે. ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ત બને છે ત્યારે ભમરા તેમનો અપેક્ષિત જૈવભાર મેળવે છે. ત્યારપછીની પેઢીઓમાં વધારે જૈવભાર ધરાવતા ભમરા સર્જાય છે.

પ્રશ્ન 17.
ટૂંક નોંધ લખો :
(1) ઉપાર્જિત લક્ષણો
ઉત્તર:
સજીવનાં જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી. તેને ઉપાર્જિત લક્ષણો કહે છે.

બિનપ્રજનનકોષો(દૈહિકકોષો)માં થતા ફેરફાર પ્રજનનકોષો DNAમાં અસર કરતા નથી અને અનુગામી પેઢીઓમાં વારસાગમન પામતા નથી. તેથી આ લક્ષણો ઉપાર્જિત લક્ષણો છે.

  • દૈહિક પેશીઓમાં થનારા પરિવર્તન, લિંગી કોષોના DNAમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલા અનુભવ સંતતિઓમાં વહન પામતા નથી અને ઉદ્વિકાસમાં અગત્યના નથી.
    ઉપાર્જિત લક્ષણોનાં ઉદાહરણો 
    1. ખોરાકના કે પોષણના અભાવે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો થાય છે. પોષણના અભાવને કારણે ઓછા જૈવભારવાળા ભમરાનું આ લક્ષણ સંતતિમાં વારસાગત કે આનુવંશિક થતું નથી.
    2. ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને દૂર કરવામાં આવે છે, પરંતુ પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થતી નથી, કારણ કે પૂંછડી કાપવાથી જનનકોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી.
    3. માનવી દ્વારા પાણીમાં તરવું, માનવી દ્વારા પોતાની સ્થાનિક ભાષા ઉપરાંત અન્ય ભાષા બોલવી, રોલર સ્કેટ પહેરી સરકવું, અકસ્માતને કારણે ચહેરા પર ઈજાનું નિશાન વગેરે.

(2) આનુવંશિક લક્ષણો
ઉત્તર:
સજીવોનાં જે લક્ષણો પિતૃના પ્રજનનકોષોના DNAમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય તેને આનુવંશિક લક્ષણો કહે છે.

પિત સજીવોના જનનકોષોના જનીનોમાં ફેરફાર થાય અને પ્રજનનની ક્રિયા દ્વારા આ ફેરફાર પામેલા જનીન તેમની સંતતિને મળે છે. પરિણામે આ લાક્ષણિકતા પેઢી-દર-પેઢી વારસાગત બને છે.

આનુવંશિક લક્ષણોનાં ઉદાહરણો :

  1. મનુષ્યમાં ત્વચાનો રંગ, આંખની કનિનીકાનો રંગ, વાળનું સ્વરૂપ વગેરે.
  2. વટાણામાં છોડની ઊંચાઈ, બીજનો આકાર, પુષ્પનો રંગ, ૪ પુષ્પનું સ્થાન વગેરે.
  3. લીલા રંગનાં પર્ણો પર વસવાટ કરતી ભમરાની વસતિ લાલ રંગની છે. લાલ રંગ માટે જવાબદાર જનીનમાં ફેરફાર થાય છે.
  4. લિંગી પ્રજનનમાં પ્રજનનકોષો દ્વારા આ જનીન વારસામાં વહન પામે છે અને પરિણામે લાલ રંગ પિતૃ ભમરાની સંતતિમાં લીલા રંગનો એક ભમરો ઉદ્ભવે છે. ભમરાનો લીલો રંગ આનુવંશિક લાક્ષણિકતા છે અને બીજી પેઢીમાં ઊતરી આવે છે.
    આમ, આનુવંશિક લાક્ષણિકતાઓ ઉદ્રિકાસનો અનિવાર્ય હેતુ છે.

પ્રશ્ન 18.
જીવની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે વિવિધ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી સમજૂતી આપો.
ઉત્તર:
(1) ડાર્વિનઃ તેમનો સિદ્ધાંત સમજાવે છે કે, સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો. ડાર્વિનના સિદ્ધાંતને ‘પ્રાકૃતિક પસંદગીવાદ’ કહે છે. પરંતુ તેઓ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજાવી ન શક્યા.

(2) જે. બી. એસ. હાર્લ્ડનઃ આ બ્રિટિશ વૈજ્ઞાનિકે 1929માં સમજાવ્યું કે, આદિ પૃથ્વીમાં હાજર રહેલા સરળ અકાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે.
તેમણે કલ્પના કરી કે, પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવ માટે જરૂરી કેટલાક જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું. સૌપ્રથમ પ્રાથમિક જીવ રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે.

(3) સ્ટેનલી એલ. મિલર અને હેરાલ્ડ સી. ઉરે : 1953માં તેમણે એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું.
તેમાં તેમણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળ વગેરે અણુઓ | સંયોજનો લીધા, પરંતુ ઑક્સિજનની ગેરહાજરી રાખી. આ મિશ્રણને 100 °Cથી થોડા ઓછા તાપમાને રાખ્યું અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. એક અઠવાડિયા પછી, 15 % કાર્બન સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા. તેમાં પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો ઍસિડ પણ હતા.
(નોંધઃ પાઠ્યપુસ્તકમાં આ પ્રયોગની સમજૂતીમાં હાઇડ્રોજન સલ્ફાઇડના અણુનો ઉલ્લેખ છે. જે યોગ્ય નથી.)

પ્રશ્ન 19.
જાતિનિર્માણ એટલે શું? કયાં પરિબળો જાતિનિર્માણ પ્રેરે છે તે સમજાવો.
અથવા
જાતિનિર્માણની ક્રિયાવિધિ સમજાવો.
ઉત્તર:
જાતિનિર્માણ પ્રેરતાં પરિબળોઃ
(1) જનીનપ્રવાહ: જુઓ પ્રકરણસારમાં મુદ્દા 14ની સમજૂતી. લીલાં પણ જેના પર ભમરાઓ ખોરાક માટે આધાર રાખે છે. તેની ઝાડીઓ પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. તેના પરિણામે ભમરાઓની વસતિનું કદ પણ વિશાળ થઈ જાય છે. ભમરાની આ મોટા કદની વસતિમાં વ્યક્તિગત ભમરા વધારે દૂર જતા નથી. પરંતુ તેઓ પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની ઝાડીઓ પર જ આધારિત રહે છે. આમ, ભમરાઓની વિશાળ વસતિમાં આસપાસ ઉપવસતિ (Sub-population) બને છે. સામાન્યતઃ આ ઉપવસતિના નર અને માદા સભ્યો વચ્ચે જ પ્રજનન દર્શાવાય છે.

કોઈ સંજોગોમાં કેટલાક સાહસિક ભમરા એક ઉપવસતિથી બીજા સ્થાને જાય અથવા કાગડા દ્વારા ભમરાને એક ઉપવસતિમાંથી ઉપાડી તેને નુકસાન કર્યા વગર બીજા સ્થાન પર મૂકી દે છે. બંને પરિસ્થિતિમાં સ્થળાંતરિત ભમરા સ્થાનિક વસતિના સભ્ય સાથે પ્રજનન કરે, તો તેના જનીનો સ્થાનિક વસતિમાં પ્રવેશ પામે છે. આ પ્રકારનો જનીનપ્રવાહ ફક્ત આંશિક રીતે અલગ થયેલી વસતિમાં જોવા મળે છે.
જો આ પ્રકારની ભમરાની બે ઉપવસતિ વિશાળ નદીથી અલગ પડે, તો વધારે અલગીકરણ થાય છે. તેના પરિણામે તેમની વચ્ચેનો જનીનપ્રવાહ ખૂબ નિમ્ન સ્તરે આવી જાય છે.

(2) આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી: પ્રત્યેક ઉપવસતિમાં પેઢી-દર-પેઢી આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે.
પ્રાકૃતિક પસંદગી જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસતિઓ { પર જુદી જુદી રીતે અસર કરે છે.

ઉદાહરણ તરીકે: એક ઉપવસતિની સીમામાં સમડીઓ દ્વારા કાગડાઓની વસતિ દૂર થઈ જાય છે. તેના પરિણામે, ભમરામાં લીલા રંગની ભિન્નતા પસંદગી પામતી નથી અને લાલ રંગના ભમરા પ્રજનન દ્વારા સતત સંખ્યાકીય વધારો કરે છે. પરંતુ બીજ ઉપવસતિની સીમામાં જ્યાં કાગડાઓની સંખ્યા વધારે છે અને સમડીઓ નથી. આ સ્થાને લીલા રંગના ભમરાની પસંદગી થશે.

ભમરાઓની સ્થાનિક ઉપવસતિમાં આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે અલગીકરણ થયેલી બે ઉપવસતિઓ એકબીજાથી વધારે ને વધારે ભિન્ન થતી જાય છે.

(3) પ્રજનનીય અલગીકરણઃ બે વસતિના સભ્યો એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પણ આંતરપ્રજનન માટે અસમર્થ બને.
આવો ફેરફાર ઘણી રીતે સંભવ છે.

  • DNAમાં થતો કોઈ મોટો ફેરફાર અથવા રંગસૂત્રોની સંખ્યામાં ફેરફારના કારણે બે વસતિના સભ્યોના પ્રજનનકોષો ફલન માટે અસમર્થ બને.
  • દા. ત., ભિન્નતાને કારણે લીલા રંગના ભમરાની માદા, લાલ રંગના નર ભમરા સાથે પ્રજનનક્ષમતા ગુમાવે છે. તે માત્ર લીલા રંગના નર ભમરા સાથે જ પ્રજનન કરી શકે છે. એ જ રીતે લીલા રંગના ભમરાની માદા, બીજા સમૂહના લાલ રંગના નર ભમરા સાથે મળે ત્યારે તેનો વ્યવહાર એવો થઈ જાય છે, જેથી તેમની વચ્ચે પ્રજનન ન થાય.
    આ રીતે અસરકારક જાતિનિર્માણ થાય છે અને ભમરાની નવી જાતિ અસ્તિત્વમાં આવે છે.

પ્રશ્ન 20.
ઉદ્રિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો.
અથવા
સજીવ જાતિઓનાં લક્ષણોની કક્ષાઓ આધારે તેમની વચ્ચેના ઉતિકાસીય સંબંધો રચી શકાય છે. સમજાવો.
ઉત્તર:
સજીવોમાં રહેલી સમાનતાઓ અને ભિન્નતાઓના આધારે તેમની જુદા જુદા સમૂહમાં ગોઠવણી તેમજ તેમના સંબંધો સમજાવતી કક્ષાઓની રચનાને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે.

  • વિશિષ્ટ લક્ષણોને આધારે સજીવોનું ચોક્કસ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તેના દ્વારા ઉદ્વિકાસના ક્રમની માહિતી અને સમજૂતી મળે છે.
  • સજીવોને તેમનાં લક્ષણો આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.
    ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ:
  • મોટા ભાગના સજીવોમાં કેટલાંક પાયાનાં લક્ષણો સામાન્ય હોય છે. કોષ બધા સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે.
    બીજા સ્તરના વર્ગીકરણ માટેનાં લક્ષણો મોટા ભાગના સજીવોમાં સામાન્ય હોય છે, પરંતુ બધામાં નહીં.
  • કોષ સુવિકસિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે કે નહીં, તેના આધારે સજીવોનું સુકોષકેન્દ્રી (Eukaryotes) અને આદિકોષકેન્દ્રી (Prokaryotes) એમ બે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે.
  • સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતા સજીવોમાં કોષોની સંખ્યાને આધારે એકકોષીય અને બહુકોષીય પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે.
  • પ્રકાશસંશ્લેષણની લાક્ષણિકતાના આધારે આગળના સ્તરમાં સજીવોને વનસ્પતિઓ અને પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
  • બહુકોષી વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પેશી, અંગો, અંગતંત્રો વગેરેનો વિકાસ થયેલો હોય છે.
  • પ્રાણીશરીરમાં શરીરની બહાર બાહ્યકંકાલ અને શરીરમાં અંતઃકંકાલ આધારભૂત રચનાનો ભેદ હોય છે.

આથી સજીવોમાં ઉદ્રિકાશીય સંબંધોની ક્રમિક વિકસતી કક્ષાઓ વર્ગીકરણ સમૂહોની રચના કરવામાં મદદરૂપ છે.

બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે, તેટલો તેમનો સંબંધ નજીકનો ગણાય છે. બે જાતિઓનો સંબંધ જેટલો નજીકનો, તેમ તેમનો ઉદ્વિકાસ નજીકના ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી થયો હોય.

આમ, સજીવ જાતિઓનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાશીય સંબંધોનું પ્રતિબિંબ છે.

પ્રશ્ન 21.
સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા આપે છે?
અથવા
ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમમૂલક અંગોની અગત્ય સમજાવો.
ઉત્તર:
ઉત્પત્તિ તેમજ સંરચનાની દષ્ટિએ એકસમાન પરંતુ કાર્યની દષ્ટિએ ભિન્ન હોય તેવાં અંગોને સમમૂલક અંગો (રચનાસદશ અંગો – Homologous organs) કહે છે. સજીવોમાં સંરચનાની સમાનતા પરથી કહી શકાય કે, તેઓ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા છે.

ઉદાહરણ દેડકા(ઉભયજીવી)ના અગ્રઉપાંગ, ગરોળી(સરીસૃપ)ના અગ્રઉપાંગ, પક્ષી (વિહગ)ની પાંખ, મનુષ્ય સસ્તન)નો હાથ વગેરે એકસમાન સંરચના ધરાવતાં સમમૂલક અંગો છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 14
ઉપાંગની પાયાની રચના એકસમાન હોવા છતાં વિવિધ પૃષ્ઠવંશીઓમાં વિવિધ કાર્ય માટે તેનું રૂપાંતરણ થયું છે.
સમજાત લક્ષણોની મદદથી ભિન્ન જાતિઓની વચ્ચે ઉદ્દિકાસીય સંબંધની ઓળખ કરી શકાય છે.

પ્રશ્ન 22.
ટૂંક નોંધ લખો કાર્યસદશ અંગો
ઉત્તર:
સરખો દેખાવ અને સમાન કાર્ય કરતાં પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દષ્ટિએ તદન જુદાં હોય તેવાં અંગોને કાર્યસદશ અંગો (Analogous organs) કહે છે.

ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે. પક્ષીની પાંખ તેના અગ્રઉપાંગની ત્વચાના સંપૂર્ણ વિસ્તરણથી નિર્માણ પામે છે અને પીંછાઓથી ઢંકાયેલી હોય છે. બંનેમાં પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં ભિન્નતા વધારે છે, પરંતુ ઊડવાના કાર્ય માટે તેનો ઉપયોગ કરે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 15
પાંખ એકસરખી દેખાય છે, કારણ કે તેનો સામાન્ય ઉપયોગ ઊડવા માટે છે. પરંતુ તેમની ઉત્પત્તિ સમાન રીતે થયેલી નથી. આ કારણસર તેને સમજાત લક્ષણ નહીં, પરંતુ કાર્યસદશ (સમરૂપ) અંગોનું લક્ષણ માનવામાં આવે છે.

વિવિધ પ્રાણીઓમાં કાર્યસદશ અંગોની હાજરીના પુરાવા દર્શાવે છે કે, આ પ્રાણીઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યાં નથી, પરંતુ ? તેમના પર્યાવરણને અનુકૂળ થવા પ્રબળ બની સમાન કાર્ય કરે છે.

પ્રશ્ન 23.
અમીઓ એટલે શું? અશ્મી કેવી રીતે નિર્માણ પામે છે તે જણાવી, વિવિધ પ્રકારના અશ્મીઓનાં ઉદાહરણો આપો. આપણે કેવી રીતે જાણી શકીએ, અશ્મી કેટલા પ્રાચીન છે?
ઉત્તર:
ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણીશરીરનાં અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષરૂપે મળી આવે તેને અશ્મી કે જીવાવશેષ કહે છે.

સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય છે. આમ છતાં, કેટલીક વખત સજીવશરીર કે તેના શરીરનો કોઈ ભાગ એવા પર્યાવરણમાં જતો રહે છે અને ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. આ કારણથી શરીર કે કોઈ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે કે તેની છાપ રહી જાય છે.

જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન થતું નથી. માટી સુકાઈને કડક થઈ જાય અને માટીમાં કીટકની છાપ સુરક્ષિત રહી જાય છે.
અમીનાં ઉદાહરણોઃ

અશ્મી કેટલા પ્રાચીન છે તે નીચે મુજબ બે પદ્ધતિ વડે નક્કી થાય છે:
(1) સાપેક્ષ પદ્ધતિઃ આ પદ્ધતિ કેટલી ઊંડાઈએ અશ્મી મળવાની શરૂઆત થાય છે, તેના પર આધારિત છે. જ્યારે અશ્મીનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના છે.
(2) ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ જીવાશ્મના સમયને નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિક મુખ્યત્વે C14ના જીવાશ્મમાં મળી આવતા તે જ તત્ત્વના ગુણોત્તરનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 24.
જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે?
ઉત્તર:
એક પછી એક સ્તરમાં જોવા મળતા જીવાશ્મ નીચે દર્શાવ્યા મુજબ બને છે :

સમુદ્રના તટ પ્રદેશ પર કેટલાંક અપૃષ્ઠવંશીનું મૃત્યુ થતાં તેમનાં શરીર લગભગ 100 મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં દટાઈ જાય છે. ધીમે ધીમે વધારે રેતી એકત્રિત થઈ વધુ દબાણને કારણે ખડક બની જાય છે.

કેટલાંક મિલિયન વર્ષો પછી તે વિસ્તારમાં વસવાટ કરનારા ડાયનાસોર મૃત્યુ પામતાં, તેમનાં શરીર પણ રેતીમાં દટાઈ જાય છે અને આ રેતી પણ દબાણ અનુભવી ખડક બને છે. આ ખડક હું અપૃષ્ઠવંશીઓના જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર બને છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 17
મિલિયન વર્ષો પછી ઘોડા જેવાં પ્રાણીના મૃતશરીર આ વિસ્તારમાં દટાઈને ખડકમાં ફેરવાય છે અને અગાઉના ખડકોની ઉપર રચાય છે.
ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય ત્યારે ઘોડા જેવાં પ્રાણીના જીવાશ્મ ખુલ્લા થાય છે. જો આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ, તો પ્રાચીન જીવામ પ્રાપ્ત થતા જાય છે.

પ્રશ્ન 25.
આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો.
અથવા
ટૂંક નોંધ લખો આંખનો ઉદ્વિકાસ
ઉત્તર:
પ્રાણીઓ માટે આંખ ખૂબ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. DNAના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી.

આવા જટિલ અંગનો વિકાસ ક્રમિક રીતે ઘણી પેઢીઓમાં તબક્કાવાર થયો છે.

સૌપ્રથમ આંખ જલીય ચપટા કમિ(પ્લેનેરિયા)માં અત્યંત સરળ ચક્ષુબિંદુ (નેત્રબિંદુ) સ્વરૂપે ઉદ્વિકાસ પામી છે. તે પ્રકાશને ઓળખી શકે છે. ચપટા કૃમિમાં બિંદુસ્વરૂપી આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન આપે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 18

  • કીટકો, ઑક્ટોપસ, અન્ય અપૃષ્ઠવંશીઓ અને મનુષ્ય સહિત બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે અને સ્વતંત્ર ઉદ્રિકાસીય ઉત્પત્તિ ધરાવે છે.
  • આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે.
  • ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે.

પ્રશ્ન 26.
ટૂંક નોંધ લખો: પીંછાઓનો ઉદ્વિકાસ
ઉત્તરઃ
પક્ષીઓનાં પીંછાંનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે.

સૌપ્રથમ પીંછાં પક્ષીઓમાં નહિ, પરંતુ ડાયનાસોરમાં ઉદ્વિકાસ પામ્યાં હતાં. ડાયનાસોર લુપ્ત સરીસૃપ પ્રાણી છે. કેટલાક ડાયનાસોરમાં પીંછાં ઊડવા માટે નહીં, પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા-અવરોધન માટે વિકાસ પામ્યાં. કાળક્રમે પીંછાંમાં ફેરફાર થયો અને ઊડવા માટે ઉપયોગી બન્યાં. પક્ષીઓ પછીથી પીંછાં ધરાવતી પાંખો ઊડવા માટે અનુકૂલન પામી. પક્ષીઓમાં પીંછાંની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ નજીકના સંબંધિત સમૂહ છે. ડાયનાસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનાસોર પીંછાં ધરાવતા હતા, જે પછીથી પક્ષીઓમાં ઊડવા માટે મદદરૂપ બન્યાં.

આમ, પીંછાં ધરાવતા કેટલાક ડાયનાસોરમાંથી ઊડવા માટે પક્ષીઓમાં પીંછાંનો ઉદ્વિકાસ થયો.

GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 20

પ્રશ્ન 27.
કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો.
અથવા
ખેડૂતોએ કોબીજની જંગલી જાતમાંથી કેવી રીતે કઈ કઈ બીજી જાતો વિકસાવી છે?
ઉત્તર:
ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે.

કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે. બે હજાર વર્ષો પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા. જંગલી કોબીજમાં પણ વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગી કોબીજનો વિકાસ કર્યો.

કેટલાક ખેડૂતોએ કોબીજનાં પુષ્પોમાં વિકાસ અટકેલો હતો, તેવી જાતો મેળવી તેનો બ્રૉકોલી તરીકે ઉછેર કર્યો.

કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી તેનો ફલાવર તરીકે ઉછેર કર્યો.

જંગલી કોબીજના ફુલેલા ભાગની પસંદગી કરીને તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલરબીનો વિકાસ કર્યો.

કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજનાં ફક્ત થોડાં મોટાં પર્ણોનો વિકાસ કર્યો અને કેલે તરીકે ઓળખાતી જાત વિકસાવી. કેલે પાંદડાયુક્ત શાકભાજી છે.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 21
આ બધી જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજ પૂર્વજ કરતાં હું અલગ દેખાય છે.

પ્રશ્ન 28.
ઉદ્રિકાશીય સંબંધ સ્થાપિત કરવામાં કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે?
ઉત્તર:
ઉકિંકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન DNAમાં ફેરફાર પર રહેલો છે. DNAમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. વિવિધ જાતિઓના DNAની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન DNAમાં કયાં કયાં અને કેટલાં પરિવર્તનો થયાં છે.

આથી DNAના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્રિકાશીય સંબંધ સ્થાપિત કરવામાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્રશ્ન 29.
ટૂંકમાં સમજાવો : આણ્વિક ઉદ્વિકાસ (Molecular Phylogeny)
ઉત્તર:
કોષવિભાજન દરમિયાન DNAમાં થતા ફેરફાર પ્રોટીનમાં છે ફેરફાર પ્રેરે છે. આ ફેરફારો પેઢી-દર-પેઢીમાં સંચય થતા જાય છે.

પ્રાચીન સમયમાં ક્યારે DNAમાં ફેરફારો થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે.

આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત પર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના DNAમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત હોય છે. આ અભ્યાસ ઉદ્રિકાશીય સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સ્થાપિત સંબંધોનો વર્ગીકરણ સાથે સુમેળ સાધવા માટે ઉપયોગી છે.

પ્રશ્ન 30.
જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?
ઉત્તર:
જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે :

  1. આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે.
  2. ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય તેવું નથી.
  3. નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું પર્યાવરણ પર નિર્ભર છે.
  4. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય.
  5. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસતિનું નિર્માણ થાય છે, જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે છે.
    આમ, પૃથક્કરણ જાતિનિર્માણ તરફ દોરી જાય છે.

પ્રશ્ન 31.
જૈવ-ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવો.
ઉત્તરઃ
ઉદ્વિકાસ વિવિધતાઓ સર્જે છે અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપ (આકાર) આપે છે.

જૈવ-ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુ ને વધુ જટિલતા એ પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે આદિ શરીરરચના કાર્યક્ષમ ન હતી. ખૂબ જ આદિ અને સરળ શરીર-બંધારણ અત્યારે પણ જીવિત અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, સરળતમ રચના ધરાવતા જીવાણુ(બૅક્ટરિયા)નો એક સમૂહ ગરમ પાણીના ઝરા, ઊંડા સમુદ્રના ગરમ સ્રોત તથા ઍન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે.

મનુષ્ય જૈવ-ઉદ્વિકાસના શિખર પર નથી, પરંતુ જૈવ-ઉદ્રિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ છે.

પ્રશ્ન 32.
મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો.
અથવા
માનવ ઉદ્રિકાસના અભ્યાસ દ્વારા કઈ માહિતી પ્રાપ્ત થઈ છે?
ઉત્તર:
આ ગ્રહ (પૃથ્વી) પર મનુષ્યમાં સ્વરૂપ, રંગ, આકારમાં વધારેમાં વધારે વિવિધતાઓ જોવા મળે છે.

  • લાંબા સમય સુધી મનુષ્યના આ સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી.
  • આ માન્યતાનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ પીળો, કાળો, સફેદ કે બદામી વગેરે હતો.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે, રંગ-આધારિત છે આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી. બધા મનુષ્યો એક જ પ્રજાતિ અને જાતિના સભ્યો છે.

માનવજાતિ હોમો સેપિયન્સ(Homo sapiens)ના સૌપ્રથમ સભ્યો આફ્રિકામાં શોધાયા છે. આપણી જનીનિક છાપ(પગલાં)ને આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે.

સેંકડો-હજારો વર્ષો અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં છે જ રહ્યા અને કેટલાકે આફ્રિકા છોડી ધીમે ધીમે પશ્ચિમ એશિયા,
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 22
મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, યુરેશિયામાં સ્થળાંતર કર્યું. કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને ફિલિપાઇન્સથી ઑસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી. તેઓ બેરિંગ લૅન્ડ પુલને પસાર કરી, અમેરિકા પહોંચ્યા હતા. આમ, પૃથ્વી પર માનવ-સમૂહોમાં સ્થળાંતર કરી ફેલાતા રહ્યા, કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુથી મુસાફરી કરતા ન હતા. તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. ભિન્ન સમૂહમાં આગળપાછળ થતાં કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા હતા. કેટલીક વાર એકબીજાથી છૂટા પડ્યા અને પાછા આવી એકબીજા સાથે ભળી ગયા અને કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર અને અંદર પણ સ્થળાંતર કરતા રહ્યા.

આમ, અન્ય જીવંત સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ જેવ-ઉદ્દિકાસની આકસ્મિક ઘટના છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
(1) પ્રાણીનું ઉદાહરણ આપો કે જેમાં લિંગનિશ્ચયન જનીનિક (આનુવંશિક) નથી.
ઉત્તર:
સ્નેઇલમાં લિંગનિશ્ચયન જનીનિક (આનુવંશિક) નથી.

(2) તમે એવું શાના પરથી કહી શકો કે કેટલાંક પ્રાણીઓમાં લિંગનિશ્ચયન પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત છે?
ઉત્તર:
કેટલાંક સરીસૃપ પ્રાણીઓમાં લિંગનિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત હોય છે. આ પરથી કહી શકાય કે, કેટલાંક પ્રાણીઓમાં લિંગનિશ્ચયન પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત છે.

(૩) બે સજીવોનાં નામ આપો, જે હાલમાં લુપ્ત થઈ ગયા છે અને તેમનો અભ્યાસ અશ્મી પરથી થાય છે.
ઉત્તરઃ
આર્કિટેરિક્સ અને ડાયનાસોર, જે હાલમાં લુપ્ત થઈ ગયા છે અને તેમનો અભ્યાસ અશ્મી પરથી થાય છે.

(4) જંગલી કોબીજમાંથી કૃત્રિમ પસંદગીની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી પાંચ શાકભાજીનાં નામ આપો.
ઉત્તર:
જંગલી કોબીજમાંથી કૃત્રિમ પસંદગીની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી શાકભાજીનાં નામ: બ્રૉકોલી, ફલાવર, કહલરબી, કેલે, કોબીજ.

(5) નીચે જણાવેલના પૂર્વજનાં નામ આપોઃ બ્રૉકોલી, કહલરબી, કેલે
ઉત્તર:
બ્રૉકોલી, કહલરબી, કેલેના પૂર્વજ : જંગલી કોબીજ

(6) નીચે જણાવેલમાંથી એક શબ્દ પસંદ કરો જેમાં બીજા ત્રણનો સમાવેશ થાય છે:
બ્રોકોલી, જંગલી કોબીજ, ફલાવર, કોબીજ
ઉત્તર:
જંગલી કોબીજ

(7) વટાણાના છોડ સ્વપરાગિત છે કે પરપરાગિત?
ઉત્તર:
વટાણાના છોડ સ્વપરાગિત છે, પરંતુ કૃત્રિમ રીતે પરપરાગનયન કરી શકાય છે.

(8) સૌપ્રથમ આંખો ધરાવતા ચપટા કૃમિનું નામ આપો. આંખોનું સ્વરૂપ અને કાર્ય જણાવો.
ઉત્તરઃ
સૌપ્રથમ આંખો ધરાવતા ચપટા કૃમિ પ્લેનેરિયા છે. તેમાં સરળ આંખો નેત્રબિંદુ કે ચક્ષુબિંદુ સ્વરૂપે હોય છે. તે પ્રકાશ ઓળખવાનું કાર્ય કરે છે.

(9) સંતાન પુત્ર તરીકે કે પુત્રી તરીકે અવતરવાની શક્યતા (સંભાવના) જણાવો.
ઉત્તરઃ
સંતાન પુત્ર તરીકે કે પુત્રી તરીકે અવતરવાની સંભાવના 50 % એટલે કે, 1: 1ની છે.

(10) X અને Y રંગસૂત્ર કેવી રીતે જુદા પડે છે?
ઉત્તર:
‘X’ રંગસૂત્ર સામાન્ય આકારનું જ્યારે ‘Y’રંગસૂત્ર’ નાનું હોય છે.

(11) કયું લક્ષણ સૂચવે છે, કે પક્ષી ખૂબ જ નજીકથી ડાયનાસોર સાથે સંબંધિત છે?
ઉત્તરઃ
ડાયનાસોરના અશ્મીના નમૂનામાં શીર્ષ પર પીંછાંની હાજરી સૂચવે છે કે, પક્ષી ખૂબ જ નજીકથી ડાયનાસોર સાથે સંબંધિત છે.

(12) જીવવિજ્ઞાન ક્ષેત્રમાં ક્યા પુરાવાને પ્રાચીન દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે?
ઉત્તરઃ
જીવવિજ્ઞાન ક્ષેત્રમાં અશ્મી(જીવાશ્મ)ના પુરાવાને પ્રાચીન દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે.

(13) શાના દ્વારા આપણે જાણી શકીએ કે, લુપ્ત થયેલી જાતિઓ ક્યારેક અસ્તિત્વમાં હતી?
ઉત્તરઃ
અશ્મીઓ (જીવાશ્મો) દ્વારા આપણે જાણી શકીએ કે લુપ્ત થયેલી જાતિઓ ક્યારેક અસ્તિત્વમાં હતી.

(14) અમીઓનો અભ્યાસ ક્યા હેતુ માટે અગત્યનો છે?
ઉત્તર:
અશ્મીઓનો અભ્યાસ કોઈ જાતિના ઉદ્વિકાસ તથા લુપ્ત જાતિઓની જાણકારીના હેતુ માટે અગત્યનો છે.

(15) સમાન પ્રાણીઓનો ઉપયોગ કરી સમમૂલક અંગો અને કાર્યસદશ અંગોનાં ઉદાહરણો આપો.
ઉત્તરઃ
સમમૂલક અંગો → પક્ષીનાં અગઉપાંગ અને ચામાચીડિયાનાં અગ્રઉપાંગ
કાર્યસદશ અંગો → પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ

(16) કયાં અંગોના પુરાવા ઉદ્વિકાસ અભ્યાસક્ષેત્રમાં સામાન્ય પૂર્વજ સૂચવતા નથી?
ઉત્તરઃ
ઉદ્વિકાસ અભ્યાસક્ષેત્રમાં કાર્યસદશ અંગોના પુરાવા સામાન્ય પૂર્વજ સૂચવતા નથી.

(17) શું કોઈ જાતિમાં બધી ભિન્નતાઓ સાથે પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એકસમાન છે?
ઉત્તરઃ
ના, કારણ કે ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવો વિવિધ પ્રકારનો લાભ લઈ શકે છે.

(18) ઉતિકાસીય પ્રક્રિયા માટેનો આધાર કોણ બનાવે છે?
ઉત્તરઃ
પર્યાવરણીય ઘટકો દ્વારા પરિવર્તકોની પસંદગી ઉદ્રિકાસીયા ્રક્રિયા માટેનો આધાર બનાવે છે.

(19) કાનની બૂટ (ar lobe) એટલે શું? તેને અનુસરી 3 પ્રભાવી અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ કઈ છે?
ઉત્તર:
કર્ણપલ્લવ(Ear pinna)ના તલસ્થ ભાગને કાનની બૂટ કહે છે. તેના બે વિકલ્પો પૈકી કાનની મુક્ત બૂટ પ્રભાવી અને જોડાયેલી બૂટ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે.

(20) મેન્ડલના પ્રયોગ સંદર્ભે જ પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ 3 જનીનિક રીતે આબેહૂબ પિતૃપેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે?
શા માટે?
ઉત્તરઃ
ના, કારણ કે F પેઢીના છોડ જનીનિક રીતે Tt (વિષમયુગ્મી), જ્યારે પિતૃપેઢીના છોડ TT (સમયુગ્મી પ્રભાવી) હોય છે.

(21) સામાન્ય દૈહિકકોષમાં જનીનના સેટની બે પ્રતિકૃતિઓ હોય છે, તો જનનકોષમાં તેનો એક સેટ કેવી રીતે થાય છે?
ઉત્તર:
સામાન્ય દૈહિકકોષમાં જનીનના સેટની બે પ્રતિકૃતિઓમાંથી અર્ધસૂત્રીભાજન દ્વારા જનનકોષમાં તેનો એક સેટ થાય છે.

(22) શું અલિંગી પ્રજનન કરતા સજીવો આનુવંશિકતાના નિયમોને અનુસરે છે? શા માટે?
ઉત્તરઃ
ના. કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે અને એક જ પિતૃના બધા જનીનના સેટની બંને નકલ સંતતિને વારસામાં મળે છે.
[બૅિક્ટરિયા, કેટલીક લીલ, ફૂગ અને દ્ધિઅંગી વનસ્પતિઓમાં તેના સામાન્ય વાનસ્પતિક કોષોમાં જનીનના એક સેટ આવેલા છે.]

(23) શું કપાયેલ પૂંછડી ધરાવતા ઉંદરની સંતતિ પૂંછડીવિહીન થશે? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તરઃ
ના, કારણ કે પૂંછડી કપાવાથી જનનકોષોના જનીન DNAમાં કોઈ ફેરફાર થતો નથી. આ ઉપાર્જિત લક્ષણ હોવાથી વારસાગત થતું નથી.

(24) જાતિની બે વસતિના સભ્યો એકબીજા સાથે પ્રજનન ન A કરી શકે તેને શું કહેવાય? તેનું પરિણામ શું આવે? ?
ઉત્તર:
જાતિની બે વસતિના સભ્યો એકબીજા સાથે પ્રજનન ન કરી શકે તેને પ્રજનનીય અલગીકરણ કહેવાય. તેના પરિણામે બે વસતિ બે સ્વતંત્ર જાતિ તરીકે ઉદ્વિકાસ પામે.

(25) સૂક્ષ્મ ઉદ્રિકાસ એટલે શું?
ઉત્તર:
ચોક્કસ જાતિના સજીવોના સમૂહનાં સામાન્ય લક્ષણોમાં થતા નાના ફેરફારને સૂક્ષ્મ ઉદ્વિકાસ કહે છે. તે નાની વસતિમાં જનીન આવૃત્તિમાં ફેરફાર કરે છે. સૂક્ષ્મ ઉદ્વિકાસ જાતિનિર્માણ પ્રક્રિયા સમજાવી શકતો નથી.

(26) લક્ષણોનો અર્થ શું છે?
ઉત્તરઃ
લક્ષણોનો અર્થ એટલે સજીવના ચોક્કસ દેખાવ, સ્વરૂપ, ચોક્કસ કાર્ય કે વર્તનની વિવરણાત્મક રજૂઆત.

(27) વર્ગીકરણમાં સજીવના સમૂહ કેવી રીતે બનાવી શકાય?
ઉત્તર:
સજીવોમાં સમાનતા અને પાયાની આધારભૂત વિવિધતાઓ પર વિવિધ કલાઓનો ઉપયોગ કરી વર્ગીકરણમાં સજીવના સમૂહ બનાવી શકાય.

(28) બે જાતિઓ સમાન પૂર્વજ ધરાવે છે. તેવું ક્યારે કહી શકાય?
ઉત્તર:
બે જાતિઓ લક્ષણોમાં જેટલી વધારે સમાનતા ધરાવે તેટલી વધારે નજીકની ગણાય. આવી બે જાતિઓનો ઉદ્ભવ પણ નજીકમાં થયો હોય ત્યારે કહી શકાય કે, તેઓ સમાન પૂર્વજ ધરાવે છે.

(29) નર્મદાની ખીણમાંથી થોડાં વર્ષો પૂર્વે કોના કયા અશ્મી પ્રાપ્ત થયા છે?
ઉત્તરઃ
નર્મદાની ખીણમાંથી થોડાં વર્ષો પૂર્વે ડાયનાસોરની ખોપરીના અશ્મી પ્રાપ્ત થયા છે.

(30) ઉતિકાસીય સંબંધો શોધવા કઈ પદ્ધતિ વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે?
ઉત્તર:
જાતિનિર્માણ દરમિયાન DNAમાં ફેરફાર અને જુદી જુદી જાતિઓના DNAની સંરચનાની તુલના ઉદ્રિકાશીય સંબંધો શોધવા વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

(31) માનવ ઉદ્રિકાસના અભ્યાસ માટે કયાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
માનવ ઉદ્વિકાસના અભ્યાસ માટે ઉત્પનન, સમય-નિર્ધારણ અને જીવાશ્મોના અભ્યાસની સાથે DNAના અનુક્રમનું નિર્ધારણ વગેરે – સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

(32) હોમો સેપિયન્સની જનીનિક છાપ ક્યાંથી શોધી શકાય છે?
ઉત્તર:
હોમો સેપિયન્સની જનીનિક (આનુવંશિક) છાપ આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે.

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપોઃ અથવા શબ્દ સમજાવો:
નૈસર્ગિક પસંદગી
ઉત્તર:
પર્યાવરણ સાથે વધુ અનુકૂલિત ભિન્નતા ધરાવતા સજીવો કુદરતી રીતે પસંદ ઉત્તીર્ણ થાય છે અને જે ભિન્નતાઓ સજીવને અનુકૂલન સાધવામાં મદદરૂપ નથી, તેવી ભિન્નતા ધરાવતા સજીવો નષ્ટ થાય છે, તેને નૈસર્ગિક પસંદગી કહે છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ
(1) …………………………….. દરમિયાન સર્જાતી ભિન્નતાઓ વારસાગત બને છે.
ઉત્તર:
લિંગી પ્રજનન

(2) ભિન્નતાઓ સાથે ભૌગોલિક અલગીકરણ ………………………… નિર્માણ તરફ દોરી જાય છે.
ઉત્તર:
જાતિ

(3) સજીવોનું વર્ગીકરણ ………………………… સંબંધો સમજાવે છે.
ઉત્તર:
ઉદ્વિકાશીય

(4) બ્રૉકોલી ……………………….. દ્વારા કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાઈ છે. (March 20)
ઉત્તર:
જંગલી કોબીજ

(5) …………………………ને આનુવંશિકતા અને ભિન્નતાનું વિજ્ઞાન કહે છે.
ઉત્તર:
જનીનવિદ્યા

(6) નૈસર્ગિક પસંદગી વડે જાતિનો ઉદ્રિકાસ પરિકલ્પના …………………….. નામના વૈજ્ઞાનિકે રજૂ કરી.
ઉત્તર:
ચાર્લ્સ ડાર્વિન

(7) કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન થાય તે બાબત …………………………. અપવાદનો સિદ્ધાંત છે.
ઉત્તર:
આનુવંશિક

(8) કોષમાં ઉલ્લેચકોનું સંશ્લેષણ ……………………….. દ્વારા નિયંત્રિત હોય છે.
ઉત્તર:
જનીનો

(9) વટાણાના છોડની વૃદ્ધિનો આધાર ચોક્કસ …………………………… ની માત્રા પર રહેલો છે.
ઉત્તર:
અંતઃસ્ત્રાવો

(10) મનુષ્યના Y-રંગસૂત્રની હાજરી …………………….. આવશ્યક છે.
ઉત્તર:
નર (છોકરા)

(11) જંગલી કોબીજનાં માત્ર પહોળાં પર્ણોની પસંદગી દ્વારા ……………….. શાકભાજીનો વિકાસ થયો.
ઉત્તર:
કેલે

(12) DNA માં ફેરફારને કારણે ………………………… લાક્ષણિકતા અસ્તિત્વમાં આવે છે.
ઉત્તર:
આનુવંશિક

(13) ………………………..ની આંખ ખૂબ સાદી અને ટપકાં સ્વરૂપે હોય છે.
ઉત્તર:
પ્લેનેરિયા

(14) ડાયનાસોર ………………………… વર્ગનાં પ્રાણી હતાં. (August 20)
ઉત્તર:
સરીસૃપ

(15) પૃથ્વી પર હાલની માનવજાતિનું મૂળ ઉદ્ગમ …………………………… છે.
ઉત્તર:
આફ્રિકા

(16) પોષણના અભાવે ઓછા જૈવભારવાળા ભમરા ……………………. લક્ષણ ગણાય.
ઉત્તરઃ
ઉપાર્જિત

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
(1) અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે.
ઉત્તરઃ
ખોટું

(2) અલિંગી પ્રજનનમાં DNAની નકલ બનતી વખતે થતા ફેરફારથી વિવિધતાનો ઉદ્ભવ થાય છે.
ઉત્તરઃ
ખરું

(3) મેન્ડલે પસંદ કરેલા બગીચાના વટાણા લાંબું જીવનચક્ર ધરાવતા અને મુશ્કેલીથી ઉછેરી શકાતા હતા.
ઉત્તરઃ
ખોટું

(4) મેન્ડલના પ્રયોગોમાં F1 પેઢીમાં બંને પિતૃનાં લક્ષણો અવલોકનમાં મળ્યાં.
ઉત્તરઃ
ખોટું

(5) મેડલે પ્રયોગો માટે પિતૃપેઢીમાં વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા.
ઉત્તરઃ
ખરું

(6) જનીન એ DNAનો ચોક્કસ ખંડ છે, જે પ્રોટીનસંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

(7) મનુષ્યમાં માતા અને પિતા બંને પાસેથી પુત્ર એક-એક X-રંગસૂત્ર મેળવે છે.
ઉત્તરઃ
ખોટું

(8) મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગનિશ્ચયન નક્કી થઈ જાય છે.
ઉત્તરઃ
ખરું

(9) ડાયનાસોરમાં પીંછાંનો ઉપયોગ ઠંડા હવામાન સામે અવાહક પડ તરીકે થયો હતો.
ઉત્તરઃ
ખરું

(10) દેડકા, ગરોળી, પક્ષી, ચામાચીડિયું અને માનવીમાં અગ્રઉપાંગના અસ્થિઓની અંત:સ્થ રચના અને ગોઠવણી અલગ અલગ છે.
ઉત્તરઃ
ખોટું

(11) પક્ષી અને કીટકની પાંખ સમમૂલક અંગો છે.
ઉત્તરઃ
ખોટું

(12) મેન્ડલે કરેલાં બે લક્ષણોના વારસાના પ્રયોગમાં F, પેઢીમાં ચાર પ્રકારના છોડ સર્જાય છે.
ઉત્તરઃ
ખરું

(13) ત્વચાના જુદા જુદા રંગ ધરાવતા બધા માનવ એક જ જાતિના સભ્યો છે.
ઉત્તરઃ
ખરું

(14) ઉદ્વિકાસ જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી સતત ચાલતી ક્રિયા છે.
ઉત્તરઃ
ખરું

(15) એક જ પૂર્વજમાંથી ઉદ્ભવતી બે જાતિઓ પરસ્પર પ્રજનન કરી શકે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
જોડકાં જોડોઃ
(1)

ઉત્તરઃ
(1 – q), (2 – r), (3 – s), (4 – p).

(2)

ઉત્તર:
(1 – r), (2 – p), (3 – s), (4 – q).

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 36
ઉત્તર:
(1 – q), (2 – s), (3 – p), (4 – r).

(4)
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 37
ઉત્તર:
(1 – s – f), (2 – p – e), (3 – t – b), (4 – q – a).

(5)

ઉત્તર:
(1 – s), (2 – r), (3 – q), (4 – p).

પ્રશ્ન 6.
આકૃતિ આધારિત પ્રશ્નોઃ
1.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 39
સજીવ ઓળખી, નિર્દેશિત ‘a’નું નામ અને કાર્ય જણાવો.
ઉત્તર:
ચપટા કૃમિ (પ્લેનેરિયા);
a – ચક્ષુબિંદુ સ્વરૂપે સાદી આંખો, તે પ્રકાશ ઓળખે છે.

2.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 40
ક્રમિક a, b અને c સ્તરમાં અશ્મી ઓળખો.
ઉત્તર:
a – અપૃષ્ઠવંશીના અશ્મી
b – ડાયનાસોરની ખોપરી
c – ઘોડા જેવા પ્રાણીના અશ્મી

3. નીચેની આકૃતિ આધારે તમારું તારણ જણાવો :
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 41
ઉત્તર:
તારણઃ ડાયનાસોર ઊડવા માટે અસમર્થ હતા. સંભવ છે કે પાંખોના વિકાસને ઊડવાની સાથે કોઈ સંબંધ નથી. પરંતુ ઉદ્વિકાસ દરમિયાન સરીસૃપ પક્ષમાં રૂપાંતરિત થયા હોઈ શકે.

4.

ઉદ્વિકાસ કેવી રીતે થાય છે તેની સાચી સમજૂતી દર્શાવતી આકૃતિ કઈ છે? શા માટે?
ઉત્તર:
આકૃતિ (B) એટલે કે જાતિઓનું વિવિધ શાખી વંશવૃક્ષ, કારણ કે ઉદ્વિકાસ નિસરણીના ક્રમિક પગથિયાં રૂપે એક જ દિશામાં થયો નથી, પરંતુ વૃક્ષની શાખાઓ રૂપે જુદી જુદી દિશામાં થયો છે.

દા. ત., ઘણાં વર્ષો પૂર્વે એક જ સામાન્ય પૂર્વજમાંથી ચિમ્પાન્ઝી અને મનુષ્ય બંને જાતિઓનો વિકાસ અલગ અલગ રીતે બે જુદી શાખામાંથી થયો.

5.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 43
આકૃતિ પરથી I, II અને III પરિસ્થિતિનાં પરિણામ જણાવો.
ઉત્તર:
I. લીલા રંગના ભમરા વસતિમાં પ્રાકૃતિક પસંદગી પામ્યા.
II. આનુવંશિક વિચલન, ઉત્તરજીવિતતાના લાભ વગર વિવિધતાનો ઉદ્ભવ.
III. પોષણના અભાવે ઓછો જૈવભાર ધરાવતા ભમરા, ઉપાર્જિત લક્ષણ.

પ્રશ્ન 7.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. જનીનોનાં નવાં સંયોજનો શામાં સર્જાય છે?
A. વાનસ્પતિક પ્રજનન
B. અલિંગી પ્રજનન
C. લિંગી પ્રજનન
D. કલિકાસર્જન
ઉત્તર:
C. લિંગી પ્રજનન

2. વટાણાના ઊંચા (ST) છોડ અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરતાં બધી સંતતિમાં ઊંચાપણાની અભિવ્યક્તિ જોવા મળે છે, કારણ કે ……..
A. ઊંચાપણાની અભિવ્યક્તિ પ્રભાવી છે.
B. નીચાપણાની અભિવ્યક્તિ પ્રભાવી છે.
C. ઊંચાપણાની અભિવ્યક્તિ પ્રચ્છન્ન છે.
D. વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ કે વડે નિયંત્રિત નથી.
ઉત્તર:
A. ઊંચાપણાની અભિવ્યક્તિ પ્રભાવી છે.

3. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
P. જે અંગોની અંત:સ્થ રચના સરખી હોય પણ કાર્યો જુદાં હોય તેને સમમૂલક અંગો કહે છે.
Q. સરખો દેખાવ અને સરખા કાર્ય કરતાં પરંતુ પાયાની સંરચના જુદી હોય તેવાં અંગોને કાર્યસદશ અંગો કહે છે.
R. ભૂતકાળમાં જીવંત હોય તેવાં પ્રાણીઓ અને વનસ્પતિની છાપ અશ્મી તરીકે ઓળખાય છે.

A. ત્રણેય વિધાનો સાચાં છે.
B. માત્ર વિધાન R સાચું છે.
C. વિધાનો P અને હુ સાચાં છે તથા વિધાન R ખોટું છે.
D. ત્રણેય વિધાનો ખોટાં છે.
ઉત્તર:
A. ત્રણેય વિધાનો સાચાં છે.

4. ભિન્નતા માટે કયું વિધાન ખોટું છે?
A. જાતિમાં બધી ભિન્નતાઓ જીવંત રહેવાની એકસરખી તક રહે છે.
B. અલિંગી પ્રજનનમાં ઘણી ઓછી ભિન્નતાઓ સર્જાય છે.
C. પર્યાવરણના ઘટકો દ્વારા ભિન્નતાની પસંદગી થતાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા થાય છે.
D. જનીનદ્રવ્ય(DNA)માં થતો ફેરફાર ભિન્નતામાં પરિણમે છે.
ઉત્તર:
A. જાતિમાં બધી ભિન્નતાઓ જીવંત રહેવાની એકસરખી તક રહે છે.

5. પીંછાં ધરાવતા ડાયનાસોર અને પીંછાં ધરાવતા પક્ષીના ઉદાહરણ ઉદ્વિકાસ અભ્યાસમાં શું સૂચવે છે?
A. સરીસૃપો વિહગમાંથી ઉદ્વિકાસ પામ્યા છે.
B. વિહગ સરીસૃપોમાંથી ઉદ્વિકાસ પામ્યા છે.
C. બંને એક જ વર્ગનાં પ્રાણી છે.
D. બંને વચ્ચે ઉત્ક્રાંતિનો કોઈ સંબંધ નથી.
ઉત્તર:
B. વિહગ સરીસૃપોમાંથી ઉદ્વિકાસ પામ્યા છે.

6. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા?
A. મિલરે
B. હાલ્ડેને
C. એન્ડલે
D. ડાર્વિને
ઉત્તર:
C. એન્ડલે

7. પેઢી-દર-પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે?
A. પ્રોટીન
B. DNA
C. RNA
D. ઉત્સેયક
ઉત્તર:
B. DNA

8. નીચે જણાવેલાં પ્રાણીસંગો રચના દશ અંગ નથી.
A. મનુષ્ય અને ગરોળીમાં અગ્રઉપાંગ
B. ગરોળી અને દેડકામાં અગ્રઉપાંગ
C. પતંગિયા અને ચામાચીડિયામાં પાંખો
D. ચામાચીડિયા અને પક્ષીની પાંખો
ઉત્તર:
C. પતંગિયા અને ચામાચીડિયામાં પાંખો

9. પીંછાં ધરાવતા ડાયનાસોર કયા વર્ગનાં પ્રાણી હતાં?
A. સરીસૃપ
B. વિહગ
C. સસ્તન
D. A અને B બંને
ઉત્તર:
A. સરીસૃપ

10. કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજનાં વંધ્ય પુષ્પોમાંથી કોનો વિકાસ મેળવ્યો છે?
A. બ્રૉકોલી
B. ફલાવર
C. કહલરબી
D. કેલે
ઉત્તર:
B. ફલાવર

11. માનવીનાં જનીનિક પગલાના નિશાન કોની સાથે સંબંધ ધરાવે છે?
A. એશિયાના ઉદ્ગમસ્થાન
B. ઑસ્ટ્રેલિયાના ઉદ્ગમસ્થાન
C. આફ્રિકાના ઉદ્ગમસ્થાન
D. અમેરિકાના ઉદ્ગમસ્થાન
ઉત્તર:
C. આફ્રિકાના ઉદ્ગમસ્થાન

12. નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે?
A. વસતિનું ભૌગોલિક અલગીકરણ
B. ભિન્નતા
C. જનીન વિચલન (જીનેટિક ડ્રિફ્ટ)
D. આપેલ તમામ
ઉત્તર:
A. વસતિનું ભૌગોલિક અલગીકરણ

13. મેન્ડલના પ્રયોગના પરિણામમાં બે લક્ષણોના વારસામાં F2 પેઢીમાં પીળાં, ખરબચડાં બીજ ધરાવતા છોડ અને લીલાં, ગોળ બીજા ધરાવતા છોડનું પ્રમાણ .
A. 3 : 3
B. 9 : 3
C. 3 : 1
D. 9 : 1
ઉત્તર:
A. 3 : 3

14. હોમો સેપિયન્સનું મૂળ ક્યાં છે?
A. આફ્રિકા
B. યુરેશિયા
C. ઈન્ડોનેશિયા
D. ફિલિપાઈન્સ
ઉત્તર:
A. આફ્રિકા

15. કયા પ્રાણીમાં સૌપ્રથમ આંખો ઉદ્ભવી?
A. પેરામીશિયમ
B પ્લાઝમોડિયમ
C. પ્લેનેરિયા
D. પેરિપેટસ
ઉત્તર:
C. પ્લેનેરિયા

16. માનવીના હાથ સાથે માછલીનું કયું અંગ સમમૂલક છે?
A. ઉપાંગો
B. મીનપક્ષ
C. ઝાલર
D. ફેફસાં
ઉત્તર:
B. મીનપક્ષ

17. પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
B. બે

18. પુરુષમાં Y-રંગસૂત્ર ………..
A. X-રંગસૂત્ર જેટલું જ કદ ધરાવે છે.
B. X-રંગસૂત્ર કરતાં કદમાં મોટું હોય છે.
C. X-રંગસૂત્ર કરતાં કદમાં નાનું હોય છે.
D. X-રંગસૂત્ર કરતાં બમણાં કદનું હોય છે.
ઉત્તર:
C. X-રંગસૂત્ર કરતાં કદમાં નાનું હોય છે.

19. ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં કયા પ્રકૃતિશાસ્ત્રી સંકળાયેલા છે?
A. મેન્ડલ
B. મિલર
C. ડાર્વિન
D. હેરાલ્ડ
ઉત્તર:
C. ડાર્વિન

20. ભિન્ન કાર્ય કરતાં પરંતુ પાયાની સંરચના સરખી હોય તેવાં અંગો કયા નામથી ઓળખાય છે?
A. સમમૂલક અંગો
B. કાર્યસદશ અંગો
C. સમરૂપ અંગો
D. અવશિષ્ટ અંગો
ઉત્તર:
A. સમમૂલક અંગો

21. જો સજીવના અશ્મીઓ પૃથ્વીના ઊંડા સ્તરોમાંથી મળી આવે, તો આપણે તેનું ભાવિકથન કહીએ છીએ.
A. સજીવ તાજેતરમાં લુપ્ત થયા છે.
B. સજીવ લુપ્ત થયાને હજારો વર્ષો વીતી ગયાં છે.
C. અશ્મીની પૃથ્વીના સ્તરમાં સજીવની લુપ્ત થવાની સ્થિતિને સમય સાથે કોઈ સંબંધ નથી.
D. લુપ્ત થવાના સમયનું નિશ્ચયન થઈ શકતું નથી.
ઉત્તર:
B. સજીવ લુપ્ત થયાને હજારો વર્ષો વીતી ગયાં છે.

22. નવી જાતિનું નિર્માણ ત્યારે થાય જો…
(1) જનનકોષોના DNAમાં અગત્યના ફેરફાર થાય.
(2) જનન પદાર્થમાં કોઈ ફેરફાર થતો નથી.
(3) તેઓમાં પિતૃજાતિ સાથે પ્રજનનક્રિયા થતી નથી.

A. (1) અને (2)
B. (1) અને (3)
C. (2) અને (3)
D. (1), (2) અને (3)
ઉત્તર:
B. (1) અને (3)

23. નીચેનાં કયાં અંગો બે પ્રાણીમાં હાજર હોય પણ સૂચવે છે કે તેઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવેલા નથી?
A. સમમૂલક અંગો
B. ઉત્સર્ગ અંગો
C. કાર્યસદશ અંગો
D. પ્રજનન અંગો
ઉત્તર:
C. કાર્યસદશ અંગો

24. જનીનનું કાર્ય કર્યું છે?
A. DNAનું બંધારણ રચવાનું
B. રંગસૂત્રનું બંધારણ રચવાનું
C. પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું
D. DNAનું સંશ્લેષણ કરવાનું
ઉત્તર:
C. પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું

25. મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
A. એક

26. મનુષ્યના પ્રજનનકોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?
A. એક
B. બે
C. ત્રેવીસ
D. છેતાલીસ
ઉત્તર:
A. એક

27. પ્લેનેરિયા, કીટક, ઑક્ટોપસ, અપૃષ્ઠવંશીઓ અને પૃષ્ઠવંશીઓમાં કોનો તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવી શકાય છે?
A. અશ્મીઓ
B. પાંખ
C. આંખ
D. પીંછાં
ઉત્તર:
C. આંખ

28. પર્યાવરણની પ્રતિક્રિયારૂપે વિકાસ પામતી લાક્ષણિકતા…
A. આનુવંશિક હોય છે.
B. ઉદ્વિકાસ માટે અગત્યની છે.
C. વારસાગત હોતી નથી.
D. સંતતિમાં ઊતરી આવે છે.
ઉત્તર:
C. વારસાગત હોતી નથી.

29. ઉપાર્જિત લાક્ષણિકતા માટે સંગત વિધાન કયું છે?
A. તે DNAના ફેરફારોને કારણે અસ્તિત્વમાં આવે છે.
B. તે પ્રજનનકોષો દ્વારા સંતતિમાં વહન પામે છે.
C. સજીવ આ લાક્ષણિકતાઓ સાથે જન્મ લે છે.
D. તેનો વિકાસ પર્યાવરણની પ્રતિક્રિયારૂપે થાય છે.
ઉત્તર:
D. તેનો વિકાસ પર્યાવરણની પ્રતિક્રિયારૂપે થાય છે.

30. નીચેના પૈકી કઈ ઉપાર્જિત લાક્ષણિક્તા નથી?
A. મનુષ્યમાં તરતા શીખવું
B. મનુષ્યના ચહેરા પર ઘાનું નિશાન હોવું
C. સ્કેટ પહેરી સ્કેટિંગ રિંગ પર સરકવું
D. કાનની બૂટ જોડાયેલી હોવી
ઉત્તર:
D. કાનની બૂટ જોડાયેલી હોવી

31. ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? (March 20)
A. ભૂમિનું સ્તરબંધારણ નક્કી કરવા
B. અશ્મીઓની ઉંમરનો અંદાજ મેળવવા
C. અશ્મીઓનું બંધારણ નક્કી કરવા
D. કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરવા
ઉત્તર:
B. અશ્મીઓની ઉંમરનો અંદાજ મેળવવા

32. વટાણાના ઊંચા (TT) છોડ અને નીચા (tt) છોડ વચ્ચે મેન્ડલે કરેલા સંકરણ પ્રયોગમાં F2 પેઢીનું પરિણામ ………………….
A. બધા ઊંચા છોડ
B. ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3 : 1
C. ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 1 : 1
D. ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 2 : 1
ઉત્તર:
B. ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3 : 1

33. નીચે આપેલી બાબતોમાંથી ભિન્નતા માટે શું સાચું છે?
(1) એક જાતિના સજીવોમાં જોવા મળતી અસમાનતાઓને ભિન્નતા કહે છે.
(2) ભિન્નતાઓ સજીવોની જીવંત રહેવાની તક ઘટાડે છે.
(3) ઉત્ક્રાંતિની પ્રક્રિયા સજીવોમાં ભિન્નતાનું પ્રમાણ ઘટાડે છે.
(4) પ્રજનનકોષોમાં વ્યતિકરણથી સર્જાતા જનીનોનાં નવાં જોડાણો ભિન્નતાનો નિર્દેશ કરે છે.

A. (1) અને (3)
B (2) અને (4)
C. (1) અને (4)
D. (2) અને (3)
ઉત્તર:
C. (1) અને (4)

34. સ્નેઇલ તેમનું લિંગ બદલી શકે છે તે શું સૂચવે છે?
A. તેમાં લિંગનિશ્ચયન આનુવંશિક નથી.
B. તે ઉભયલિંગી છે.
C. તે વંધ્ય છે.
D. તેના ફલિતાંડમાં કેટલાંક રંગસૂત્રોY-રંગસૂત્રમાં વિભેદન પામે છે.
ઉત્તર:
A. તેમાં લિંગનિશ્ચયન આનુવંશિક નથી.

35. વિધાન A અશ્મીઓને પ્રાચીન દસ્તાવેજો તરીકે ગણવામાં આવે છે.
કારણ R: હોમો સેપિયન્સની જનીનિક (આનુવંશિક) છાપ
અશ્મીઓની મદદથી શોધી શકાય છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે?

A. A અને R બંને સાચાં છે, R એ Aની સાચી સમજૂતી છે.
B. A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. A સાચું અને R ખોટું છે.
D. A ખોટું અને R સાચું છે.
ઉત્તરઃ
A. A અને R બંને સાચાં છે, R એ Aની સાચી સમજૂતી છે.

પ્રશ્ન 8.
માગ્યા મુજબ ઉત્તર આપોઃ
(1) પ્રકૃતિશાસ્ત્રી તરીકે ડાર્વિને કયો અભ્યાસ કર્યો?
ઉત્તર:
પ્રકૃતિશાસ્ત્રી તરીકે ડાર્વિને ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાનો અભ્યાસ કર્યો.

(2) ક્યો સિદ્ધાંત સમજાવે છે કે સરળ સ્વરૂપના સજીવોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો ઉદ્વિકાસ થયો?
ઉત્તર:
ડાર્વિનનો જૈવ-ઉદ્વિકાસનો સિદ્ધાંત

(3) મને ઓળખો હું કદમાં નાનું અને વિશિષ્ટ રંગસૂત્ર છું. પિતા પાસેથી વારસામાં મારા પ્રાપ્ત થવા કે ન થવા આધારે છોકરા કે છોકરી જાતિનું નિશ્ચયન થાય છે.
ઉત્તરઃ
Y-રંગસૂત્ર

(4) વટાણાના છોડમાં ઊંચાપણાના લક્ષણની અભિવ્યક્તિનો સાચો ક્રમ ગોઠવો.
(a) અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામે.
(b) જનીન પ્રોટીનસંશ્લેષણ માટે માહિતી આપે.
(c) અંતઃસાવ ઊંચાઈમાં વૃદ્ધિને ઉત્તેજે.
(d) ઉન્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે.
ઉત્તરઃ
(b) → (d) → (a) → (c)

(5) ખોટી જોડ શોધો:
(a) જનીનપ્રવાહ – તે બે જાતિઓની વસતિ પૂરતો મર્યાદિત
(b) જનીન વિચલન – વસતિમાં ચોક્કસ જનીનની આવૃત્તિમાં ફેરફાર
(c) જનીનિક ભિન્નતા – વારસાગત (આનુવંશિક) લક્ષણ
(d) જનીન – પ્રોટીનસંશ્લેષણ માટે માહિતી ધરાવતો DNAનો ખંડ
ઉત્તર:
(a) જનીનપ્રવાહ – તે બે જાતિઓની વસતિ પૂરતો મર્યાદિત

(6) પીંછાં માટે કઈ ઉદ્વિકાસય સમજૂતી સાચી છે?
(a) પક્ષીઓ ખૂબ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે.
(b) પક્ષીઓ અને ચામાચીડિયું ખૂબ નજીકથી એકબીજા સાથે સંબંધિત છે.
ઉત્તર:
(a)

(7) વટાણામાં ફૂલેલી શીંગનું લક્ષણ (I) પ્રભાવી છે. સંકુચિત શીંગનું લક્ષણ (i) પ્રચ્છન્ન છે. નીચેના સંકરણ માટે પ્રાપ્ત થતી સંતતિના જનીન-સ્વરૂપ, લક્ષણ અને તેમનાં પ્રમાણ સમજાવતો ચાર્ટ દોરો :
1. II × ii
2. Ii × ii
3. Ii × Ii
ઉત્તર:

(8) ટ્રાયેલોબાઇટ: અપૃષ્ઠવંશી અશ્મી :: ડાયનાસોર ખોપરી : ……………………..
ઉત્તરઃ
પૃષ્ઠવંશી અશ્મી

(9) આંખની સંરચનાની ઉત્પત્તિના ઉદ્વિકાસ સંદર્ભે નીચેનાને સાચા ક્રમમાં ગોઠવો :
પાંખ જેવી આંખ, કીટક-આંખ, માનવ-આંખ, ચક્ષુબિંદુ
ઉત્તર:
ચક્ષુબિંદુ → કીટક-આંખ → પાંખ જેવી આંખ → માનવઆંખ

(10) હું કોણ છું?
હું વસતિમાં ચોક્કસ જનીનની આવૃત્તિમાં ફેરફાર કરી, સજીવોમાં ઉત્તરજીવિતતા કે અનુકૂલનના લાભ વગર ભિન્નતા ઉત્પન્ન કરું છું.
ઉત્તરઃ
જનીનિક વિચલન

(11) કોણે દર્શાવ્યું કે સૌપ્રથમ પ્રાથમિક જીવ રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા છે?
ઉત્તર:
જે. બી. એસ. હાર્લ્ડન

(12) નીચેના પૈકી કયાં ઉદાહરણ કૃત્રિમ ઉદ્વિકાસ / પસંદગીનાં છે?
જંગલી કોબીજ, લીલા રંગના ભમરા, કેલે, કહલરબી, બદામી રંગની ચામડી ધરાવતો મનુષ્ય, ઓછો જૈવભાર ધરાવતા ભમરા, લાલ કોબીજ, નાઇટીઆ
ઉત્તર:
કેલે, કલહરબી, લાલ કોબીજ

(13) પ્રયોગશાળામાં સફળતાપૂર્વક એમિનો ઍસિડનું સંશ્લેષણ કરનાર વૈજ્ઞાનિકોનાં નામ આપો.
ઉત્તર:
સ્ટેનલી એલ. મિલર અને હેરાલ્ડ સી. ઉરે

(14) ઉદ્વિકાસની સમજ માટે કોનો ખ્યાલ / જ્ઞાન આવશ્યક છે તે જણાવો.
ઉત્તર:
આનુવંશિકતા અને જનીનવિદ્યાનું જ્ઞાન

(15) ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત રજૂ કર્યો?
ઉત્તર:
કુદરતી પસંદગી વડે જેવ-ઉદ્રિકાસ

(16) એક પ્રાણી P અંગ અને બીજું પ્રાણી અંગ ધરાવે છે. Q તેમની સંરચના અલગ છે, પરંતુ કાર્ય સમાન કરે છે, તો P અને ઉને કયા પ્રકારનાં અંગો કહેવાય? (August 20)
ઉત્તર:
કાર્યસદશ અંગો

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
રમેશને બે પુત્રીઓ છે. તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશ પુત્ર- મહેચ્છાને લીધે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભપરીક્ષણ કરાવવા દબાણ કરે છે, તો

પ્રશ્નો :
(1) પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ? પિતા કે માતાનું રંગસૂત્ર?
ઉત્તર:
પુત્ર કે પુત્રીના જન્મ માટે પિતાનું રંગસૂત્ર જવાબદાર છે.

(2) રમેશની બે પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દષ્ટિએ પ્રાપ્ત થયું નહોતું?
ઉત્તર:
રમેશની બે પુત્રીના કિસ્સામાં Y-રંગસૂત્ર આનુવંશિકતાની દષ્ટિએ પ્રાપ્ત થયું નહોતું.

(3) ગર્ભપરીક્ષણ ગેરકાયદેસર છે. શા માટે? (March 20)
ઉત્તર:
કારણ કે તેનો લોકો દ્વારા દુરુપયોગ થાય છે. કેટલાક લોકો ચોક્કસ લિંગ(જાતિ)નું બાળક ઇચ્છતા ન હોય ત્યારે માદા ગર્ભની જન્મ પહેલાં જ જાતિ જાણી ગર્ભપાત દ્વારા હત્યા કરાવે છે. તેથી માનવસમાજમાં નર અને માદાનો ગુણોત્તર ખોરવાઈ શકે છે.

પ્રશ્ન 2.
સચિન તેંડુલકર ક્રિકેટ વિશ્વમાં વિશ્વવિખ્યાત ક્રિકેટર છે. તે બૅટિંગના લગભગ મોટા ભાગના વિશ્વવિક્રમ ધરાવે છે. તેમના પુત્ર અર્જુન પાસે તેમના જેટલી ઉત્કૃષ્ઠ ક્ષમતા નથી. આ પ્રમાણે હિન્દી ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન સદીના મહાનાયક ગણાય છે, પરંતુ તેમના પુત્ર અભિષેક તેમના જેટલા સફળ નથી.

પ્રશ્નો :

(1) બૅટિંગ કે અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક છે? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તર:
ના, બૅટિંગ કે અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી. કારણ કે તેનાથી પ્રજનનકોષોના DNAમાં ફેરફાર થતો નથી.

(2) બૅટિંગ, અદાકારી વગેરે લક્ષણોને તમે કયાં પ્રકારનાં લક્ષણો ગણશો? શા માટે?
ઉત્તર:
બૅટિંગ, અદાકારી વગેરે ઉપાર્જિત લક્ષણો છે. વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન વિકસાવે છે.

(3) અર્જુનની ઊંચાઈ પ્રમાણમાં ઓછી છે. અભિષેકની ઊંચાઈ વધારે છે. ઊંચાઈ વિશે તમે શું વિચારો છો?
ઉત્તર:
પિતૃમાંથી ઊંચાઈનું લક્ષણ આનુવંશિક થાય છે. સચિન અમિતાભ જેટલા ઊંચા નથી. તેથી અર્જુનની ઊંચાઈ અભિષેક જેટલી વધારે નથી.

પ્રશ્ન 3.
આકૃતિમાં દર્શાવેલા આર્કિઑપ્રેરિક્સ અશ્મીભૂત પ્રાણી છે? તેમાં કયાં લક્ષણો સરીસૃપનાં અને કયાં લક્ષણો વિહગનાં જોવા મળ્યાં હતાં? તમે તમારા વિષયશિક્ષકની મદદ લઈને જણાવો.
GSEB Class 10 Science Important Questions Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 45
ઉત્તર:
આર્કિઑરિક્સને સરીસૃપ અને વિહગ (પક્ષીઓ) વચ્ચે જોડતી કડી ગણવામાં આવે છે.
તેના અશ્મીના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે તેનું કંકાલ સરીસૃપ પ્રાણીઓ જેવું અને પક્ષીઓની જેમ પીંછાં ધરાવતી પાંખો ધરાવતું હતું.

પ્રશ્ન 4.
દરેક વ્યક્તિએ તેનું પોતાનું તેમજ તેના કુટુંબના સભ્યોના રુધિરજૂથની જાણકારી રાખવી જરૂરી છે. A, B, AB અને O એમ ચાર પ્રકારના રુધિરજૂથ જાણીતા છે.
તમે તમારા ફેમિલી ડૉક્ટર પાસેથી રુધિરજૂથ અંગેની વધારે માહિતી એકત્ર કરો.

પ્રશ્નો:
(1) રુધિરજૂથનું જ્ઞાન શા માટે જરૂરી છે?
ઉત્તર:
અકસ્માત કે ગંભીર શસ્ત્રક્રિયાની સ્થિતિમાં રુધિરાધાનના સંજોગ વખતે રુધિરજૂથનું જ્ઞાન આવશ્યક છે.

(2) વ્યક્તિનું રુધિરજૂથ આનુવંશિક લક્ષણ છે કે ઉપાર્જિત લક્ષણ?
ઉત્તર:
વ્યક્તિનું રુધિરજૂથ આનુવંશિક લક્ષણ છે.

(3) શું પુત્રમાં તેના પિતાનું રુધિરજૂથ અને પુત્રીમાં તેની માતાનું રુધિરજૂથે આનુવંશિક થાય છે?
ઉત્તર:
ના.

(4) શું વ્યક્તિના રુધિરજૂથની આનુવંશિકતામાં માતા અને પિતા બંનેનો ફાળો છે?
ઉત્તર:
હા, વ્યક્તિના રૂધિરજૂથની આનુવંશિકતામાં તેના માતા અને પિતા બંનેનો ફાળો હોય છે.

(5) શું રુધિરજૂથના જનીનોમાં પ્રભાવી અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ હોય છે?
ઉત્તરઃ
હા, A અને B રુધિરજૂથ માટેના જનીન પ્રભાવી અને 0 રુધિરજૂથ માટેના જનીન પ્રચ્છન્ન છે.
પિરંતુ A અને B રુધિરજૂથના જનીન પરસ્પર સરખા પ્રભાવી હોય છે. તેથી તેમને સહપ્રભાવી (Co-dominant) કહે છે.]

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)

પ્રશ્ન 1.
વટાણાના છોડના બે પ્રકારના બીજના નમૂના આપવામાં આવ્યા છે. એક જૂથના નમૂનાઓ પીળાં અને ગોળ બીજ જેવા અને તેનું જનીન-બંધારણ YYRr તેમજ બીજા જૂથના નમૂનાઓ લીલાં અને ગોળ બીજ અને તેનું જનીન-બંધારણ yyRR છે. બંને પ્રકારનાં બીજ વાવીને વટાણાના છોડનો ઉછેર કરવામાં આવ્યો છે. વટાણાના છોડ સ્વપરાગતિ છે, પરંતુ બંને પ્રકારનાં બીજમાંથી ઉછેરેલા છોડ વચ્ચે કૃત્રિમ રીતે પરપરાગનયન પ્રેરવામાં આવે છે. સંતતિ વિશે તમે શું વિચારો છો? ચાર્ટ વડે દર્શાવો.
ઉત્તર:

બધી જ સંતતિમાં બીજના રંગ અને બીજના આકાર માટે ફક્ત પ્રભાવી લક્ષણ વ્યક્ત થાય છે. આથી બધાં સંતતિ છોડ પીળાં અને ગોળ બીજ ધરાવે છે.

પ્રશ્ન 2.
ચાર વિવિધ યુગલ(Couple)માં તેમજ તેમનાં સંતાનોમાં કાનની બૂટનાં લક્ષણ મુક્ત કે જોડાયેલી તેના અવલોકન આધારિત પ્રશ્નોના ઉત્તર આપો.

પ્રશ્નો:
(1) યુગલમાં પત્નીની કાનની બૂટ જોડાયેલી હોવા છતાં તેમનાં બધાં સંતાનોમાં કાનની બૂટ મુક્ત છે. સંતાનોના પિતાની કાનની બૂટ અંગે તમે શું વિચારો છો?
ઉત્તર:
પિતા કાનની મુક્ત બૂટ ધરાવે છે.

(2) યુગલનાં સંતાનોમાં કાનની મુક્ત અને જોડાયેલી બૂટનો ગુણોત્તર 1: 1 જોવા મળ્યો. આ સંતાનોનાં માતા-પિતામાં કાનની બૂટના લક્ષણ અંગે શું વિચારો છો?
ઉત્તર:
કોઈ એક પિતૃમાં કાનની બૂટ જોડાયેલી અને બીજામાં મુક્ત બૂટનાં પરંતુ બંને વૈકલ્પિક જનીન ધરાવે છે.

(3) યુગલમાં, પતિ અને પત્ની બંનેમાં કાનની બૂટ જોડાયેલી છે. તેમનાં સંતાનોમાં કાનની બૂટના લક્ષણ વિશે તમે શું વિચારો છો?
ઉત્તર:
તેમનાં સંતાનોમાં કાનની બૂટ જોડાયેલી હોય છે.

(4) એક યુગલનાં ચાર સંતાનો પૈકી, ત્રણ સંતાનો મુક્ત બૂટનું અને એક સંતાન કાનની જોડાયેલી બૂટનું લક્ષણ પ્રદર્શિત કરે છે. આ સંતાનોનાં માતા-પિતામાં કાનની બૂટના લક્ષણ વિશે તમે શું વિચારો છો?
ઉત્તર:
બંને પિતૃ(માતા-પિતા)માં બંને વૈકલ્પિક જનીન દ્વારા કાનની મુક્ત બૂટનું લક્ષણ જોવા મળે.

GSEB Class 10 Science આનુવંશિકતા અને ઉર્વિકાસ Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
મેન્ડલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા. તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા, તેની સાથે કરાવવામાં આવ્યું. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધોઅડધ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃછોડની આનુવંશિક રચના નીચેના પૈકી એક હતી.
(a) TTWW
(b) Ttww
(c) TUWW
(d) TIWw
ઉત્તરઃ
(c) TtWW

પ્રશ્ન 2.
સમજાત અંગો કે સમમૂલક અંગોનું ઉદાહરણ છે.
(a) આપણો હાથ અને કૂતરાનું અગ્રઉપાંગ
(b) આપણા દાંત અને હાથીના દાંત
(c) બટાટા અને ઘાસનું પ્રરોહ
(d) આપેલ તમામ
ઉત્તર:
(d) આપેલ તમામ

પ્રશ્ન 3.
ઉદ્રિકાશીય દષ્ટિકોણથી આપણી કોની સાથે વધારે સમાનતા છે?
(a) ચીનનો વિદ્યાર્થી
(b) ચિમ્પાન્ઝી
(c) કરોળિયો
(d) જીવાણુ
ઉત્તર:
(a) ચીનનો વિદ્યાર્થી

પ્રશ્ન 4.
એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળાં ? બાળકોના પિતૃ(માતા-પિતા)ની આંખો પણ આછા રંગની હોય છે. તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે? તમારા જવાબની સમજૂતી આપો.
ઉત્તરઃ
ના. આપેલી માહિતી આધારે કહી શકાય નહીં કે, આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, કારણ કે આંખોના રંગના બે વૈકલ્પિક લક્ષણ આછા રંગ અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે. જાણકારી માટે સામાન્ય રીતે વસતિમાં કાળા રંગની આંખોની સાપેક્ષે આંખોના આછા રંગનું લક્ષણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તે દર્શાવે છે કે, આછા રંગનું લક્ષણ પ્રચ્છન્ન છે.

પ્રશ્ન 5.
જૈવ-ઉદ્વિકાસ અને વર્ગીકરણના અભ્યાસક્ષેત્ર કઈ રીતે પરસ્પર સંબંધિત છે?
ઉત્તરઃ
જાતિઓના જૈવ-ઉદ્વિકાસનો ક્રમ તેમનાં લક્ષણોને આધારે સમૂહ બનાવીને નક્કી કરી શકાય છે.

સજીવોને તેમની સમાનતાઓને આધારે સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો બે જાતિઓ વચ્ચે વધુ લક્ષણો સામાન્ય હોય, તો તેઓ વધુ નજીક સંકળાયેલી છે અને નજીકના ભૂતકાળમાં સામાન્ય પૂર્વજમાંથી તેમનો ઉદ્વિકાસ થયો છે.

આમ, નજીકના સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના નાના સમૂહ, પછી દૂરના પૂર્વજ ધરાવતા મોટા સમૂહ તૈયાર કરવામાં આવે, તો જેવ-ઉદ્વિકાસ અને વર્ગીકરણ અભ્યાસ-ક્ષેત્રને પરસ્પર સાંકળી શકાય છે.

પ્રશ્ન 6.
સમજાત અને સમરૂપ અંગો ઉદાહરણ આપી સમજાવો. અથવા સમજાવો સમમૂલક અંગો અને કાર્યસદશ અંગો અને બંનેના એક-એક ઉદાહરણ આપો. (March 20)
ઉત્તર:
સમજાત અંગો (સમમૂલક અંગો) ઉત્પત્તિ તેમજ સંરચનાની દષ્ટિએ એકસમાન, પરંતુ કાર્યની દષ્ટિએ ભિન્ન હોય તેવાં અંગોને સમજાત અંગો (સમમૂલક અંગો) કહે છે. ઉદાહરણઃ દેડકા, ગરોળી, પક્ષી અને મનુષ્યનાં ઉપાંગો સમરૂપ અંગો (કાર્યસદશ અંગો) સરખો દેખાવ અને સમાન કાર્ય કરતાં, પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દષ્ટિએ તદ્દન જુદાં હોય તેવાં અંગોને સમરૂપ અંગો (કાર્યસદશ અંગો) કહે છે.
ઉદાહરણ: ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ

પ્રશ્ન 7.
કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રોજેક્ટ તૈયાર કરો.
ઉત્તરઃ

GSEB Solutions Class 10 Science Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 2
આથી કૂતરામાં કાળો રંગ ધરાવતી રુવાંટી પ્રભાવી લક્ષણ છે.
જો F1 પેઢીમાં બધી સંતતિમાં સફેદ રંગની રુવાંટી જોવા મળે, તો કૂતરામાં સફેદ રંગ ધરાવતી રુવાંટી પ્રભાવી લક્ષણ ગણાય.].

પ્રશ્ન 8.
ઉદ્રિકાશીય સંબંધ સ્થાપિત કરવા માટે જીવાશ્મ કે અશ્મીનું શું મહત્ત્વ છે?
ઉત્તરઃ
ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં વનસ્પતિ અને પ્રાણીઓનાં મૃતશરીરનાં અંગો કે તેમની છાપ અશ્મી છે.
અશ્મીઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટીની નજીક મળી આવતા અશ્મીઓ ઊંડા સ્તરમાં મળી આવેલા અશ્મીઓની તુલનામાં તાજેતરના છે. અશ્મીઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાશીય સંબંધ શોધી શકાય છે.
અશ્મીઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ માહિતી આપે છે.

પ્રશ્ન 9.
કયા પુરાવાને આધારે આપણે કહી શકીએ છીએ કે જીવની , ઉત્પત્તિ અજૈવિક પદાર્થોમાંથી થઈ છે?
ઉત્તર:
સ્ટેનલી એલ. મિલર અને હેરાલ્ડ સી. ઉરે : 1953માં તેમણે એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું.
તેમાં તેમણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળ વગેરે અણુઓ | સંયોજનો લીધા, પરંતુ ઑક્સિજનની ગેરહાજરી રાખી. આ મિશ્રણને 100 °Cથી થોડા ઓછા તાપમાને રાખ્યું અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. એક અઠવાડિયા પછી, 15 % કાર્બન સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા. તેમાં પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો ઍસિડ પણ હતા.
(નોંધઃ પાઠ્યપુસ્તકમાં આ પ્રયોગની સમજૂતીમાં હાઇડ્રોજન સલ્ફાઇડના અણુનો ઉલ્લેખ છે. જે યોગ્ય નથી.)

પ્રશ્ન 10.
“અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે.” સમજાવો. આ લિંગી પ્રજનન કરનારા સજીવોના ઉદ્રિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે?
ઉત્તરઃ

  1. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વઅસ્તિત્વ ધરાવતા બે પિતૃના DNAની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે.
  2. જનનકોષોના નિર્માણમાં અર્ધસૂત્રીભાજન દરમિયાન જનીનોનાં નવાં સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે.
    જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી.

પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે અને ઉદ્વિકાસને પ્રેરે છે.

પ્રશ્ન 11.
સંતતિ કે બાળપેઢીમાં નર અને માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે?
ઉત્તરઃ
નર અને માદા પિતૃઓ અનુક્રમે નર જનનકોષો (શુક્રકોષો) અને માદા જનનકોષો (અંડકોષો) ઉત્પન્ન કરે છે. તેમાં બિનપ્રજનનકોષો વાનસ્પતિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અને DNAની માત્રા અડધી હોય છે.

બંને પિતૃ નર અને માદાના આ શુક્રકોષ અને અંડકોષ સંમિલન પામી યુગ્મનજ (ફલિતાંડ) બનાવે છે. ફલિતાંડ નવી સંતતિનો પ્રથમ કોષ છે. આ બાબત સુનિશ્ચિત કરે છે કે ફલિતાંડમાંથી વિકાસ પામતી સંતતિમાં નર અને મારા પિતૃની આનુવંશિક (જનીનિક) ભાગીદારી સરખી છે.

પ્રશ્ન 12.
માત્ર તે ભિન્નતાઓ જે કોઈ એકલ સજીવના માટે ઉપયોગી હોય છે, વસતિમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે. શું તમે આ વિધાન સાથે સંમત છો? શા માટે અથવા શા માટે નહિ?
ઉત્તર:
હા. હું આ વિધાન સાથે સંમત છું, કારણ કે સજીવમાં આનુવંશિક (જનીનિક) ભિન્નતા તેને અનુકૂલન સાધવામાં અને જીવિતતા માટે ઉપયોગી નીવડી શકે. આ ઉપરાંત, ઉપયોગી ભિન્નતા ધરાવતા સજીવ પ્રજનન દ્વારા વધુ સંતતિ ઉત્પન્ન કરે અને આ જનીનિક ભિન્નતા વસતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ બને.

GSEB Class 10 Science આનુવંશિકતા અને ઉર્વિકાસ Intext Questions and Answers

Intext પ્રજ્ઞોત્તર (પા.પુ. પાના નં. 143)

પ્રશ્ન 1.
જો એક “લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં 10 % સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ ’ તેની વસતિમાં 60 % સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે?
ઉત્તર:
અલિંગી પ્રજનન કરતી વસતિમાં લક્ષણ B ધરાવતી વસતિ 60 % છે. તેથી લક્ષણ B, લક્ષણ A કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે.

કારણ કે, અલિંગી પ્રજનન કરતી વસતિઓમાં DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. તેથી લક્ષણ A’ અલિંગી પ્રજનનવાળી વસતિમાં પછીથી ઉત્પન્ન થયું હશે.

પ્રશ્ન 2.
ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે?
ઉત્તર:
જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે.

  • ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે.
  • લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણનાં પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે.
  • લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 147)

પ્રશ્ન 1.
મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે લક્ષણ પ્રભાવી અથવા પ્રચ્છન્ન હોય છે?
ઉત્તર:
મેન્ડલે શુદ્ધ ઊંચા (ST) અને શુદ્ધ નીચા (tt) છોડ વચ્ચે પરંપરાગનયન સંકરણ પ્રયોગ યોજ્યો અને F પેઢીમાં બધા ઊંચા (Tt) છોડ મેળવ્યા.

આ દર્શાવે છે કે, T જનીનની એક જ નકલ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. તે પરથી કહી શકાય કે એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપની હાજરીમાં વ્યક્ત થાય છે. આ પ્રભાવી લક્ષણ છે અને તેની હાજરીમાં વ્યક્ત ન થતું વૈકલ્પિક લક્ષણ પ્રચ્છન્ન છે.

પ્રશ્ન 2.
મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય કે વિવિધ લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે?
ઉત્તર:
મેન્ડલે વટાણાના છોડ પર ક્રિસંકરણ પ્રયોગ કર્યો.

ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ સાથે ખરબચડાં બીજ ધરાવતા નીચા છોડનું સંકરણ કરાવતાં F1 પેઢીમાં બધા છોડ ગોળ બીજ ધરાવતા ઊંચા જોવા મળ્યા. F1 સંતતિમાં સ્વપરાગનયન કરાવતાં F2 પેઢી મળી. F2 પેઢીમાં પિતૃ-સંયોજન સાથે નવા સંયોજન ધરાવતા છોડ મળ્યા. કેટલાંક ગોળ બીજ ધરાવતા નીચા છોડ અને કેટલાંક ખરબચડાં બીજ ધરાવતા ઊંચા છોડ મળ્યા.

તેઓ અર્થ બીજનો આકાર અને છોડની ઊંચાઈ આ બે લક્ષણોનું નિયમન કરતા કારકો (જનીનો) પુનઃસંયોજન પામી F2 પેઢીમાં નવાં સંયોજનો રચે છે. આથી ગોળાકાર / ખરબચડાં બીજ અને ઊંચા નીચા છોડનાં લક્ષણો સ્વતંત્ર રીતથી આનુવંશિક હોય છે.

પ્રશ્ન 3.
એક પુરુષનું રુધિરજૂથ A છે. તે એક સ્ત્રી કે જેનું રુધિરજૂથ O છે, તેની સાથે લગ્ન કરે છે. તેમની પુત્રીનું રુધિરજૂથ O છે. શું આ વિધાન પર્યાપ્ત છે કે જો તમને કહેવામાં આવે કે કયા વિકલ્પ રુધિરજૂથે A અથવા O પ્રભાવી લક્ષણ માટે છે? તમારા જવાબનું સ્પષ્ટીકરણ આપો.
ઉત્તર:
ના, આપેલી માહિતી એ કહેવા માટે પર્યાપ્ત નથી કે. A અથવા O રુધિરજૂથ પ્રભાવી છે.

કારણ કે, રુધિરજૂથનું લક્ષણ જનીન વડે નિયંત્રિત છે અને પિતૃમાંથી આનુવંશિક થાય છે.

પુત્રીમાં રુધિરજૂથ છે અને તે માટેના જનીનની બે નકલો પૈકી એક પિતામાંથી અને બીજી માતામાંથી આનુવંશિક થાય છે.

પ્રશ્ન 4.
માનવના બાળકનું લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
માનવના બાળકનું લિંગનિશ્ચયન તેના પિતા પાસેથી કર્યું $ લિંગી રંગસૂત્ર આનુવંશિક થાય છે, તેના દ્વારા થાય છે.

પિતા પાસે લિંગી રંગસૂત્રો XY હોય છે. લિંગી રંગસૂત્ર આધારે ૨ બે પ્રકારના જનનકોષો (શુક્રકોષો) ઉત્પન્ન થાય છે. 50 % શુક્રકોષો 3 X-રંગસૂત્ર ધરાવતા અને 50 % શુક્રકોષો રંગસૂત્રો ધરાવતા હોય છે.

જ્યારે X-રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે ત્યારે 2 છોકરી જન્મે અને જ્યારે Y-રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન 5 કરે ત્યારે છોકરો જન્મે.

Intext પ્રશ્નોત્તર (પા.પ. પાના નં. 150)

પ્રશ્ન 1.
તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા, વસતિમાં વધારો કરી શકે છે?
ઉત્તર:
વિશેષ લક્ષણવાળા સજીવોની સંખ્યાનો વસતિમાં વધારો નીચેની રીતે થાય છે :
(1) પ્રાકૃતિક પસંદગી – ઉત્તરજીવિતતાના લાભ સાથે ઉદ્વિકાસની દિશા સૂચવે.
(2) આનુવંશિક વિચલન – કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન થાય અથવા દુર્ઘટનાવશ જનીન આવૃત્તિમાં ફેરફાર થાય.

પ્રશ્ન 2.
એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ?
ઉત્તર:
એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી, કારણ કે બિનપ્રજનનીય | દૈહિક પેશીમાં થતા ફેરફાર જનનકોષોના DNAમાં દાખલ થતા નથી અને તેથી સંતતિમાં વારસાગમન પામતો નથી.

પ્રશ્ન 3.
વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે?
ઉત્તર:
વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે, કારણ કે જો તેઓ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે. ભવિષ્યમાં આ જાતિને પુનઃજીવિત કરવાની કોઈ શક્યતા રહેશે નહીં.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 151)

પ્રશ્ન 1.
તે કયાં પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે?
ઉત્તર:
નવી જાતિના નિર્માણમાં મદદરૂપ પરિબળો (1) જનીનપ્રવાહ, (2) આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી તથા (3) પ્રજનનીય અલગીકરણ.

પ્રશ્ન 2.
શું ભૌગોલિક પૃથક્કરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિનિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે છે? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તર:
ના, ભૌગોલિક પૃથક્કરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિનિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં, કારણ કે તેમાં એક જ પિતૃ સંકળાયેલો હોય છે. ભૌગોલિક પૃથક્કરણ પામેલી બે વસતિઓ વચ્ચે જનીનપ્રવાહ અટકી જાય છે.

પ્રશ્ન 3.
શું ભૌગોલિક પૃથક્કરણ અલિંગી પ્રજનનવાળા સજીવોમાં જાતિઓના નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે છે? શા માટે અથવા શા માટે નહીં?
ઉત્તરઃ
ના, ભૌગોલિક પૃથક્કરણ અલિંગી પ્રજનનવાળા સજીવોમાં જાતિનિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં, કારણ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે અને સામાન્ય રીતે ભિન્નતા સર્જાતી નથી.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં 156)

પ્રશ્ન 1.
બે જાતિઓના ઉદ્વિકાશીય સંબંધને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો.
ઉત્તર:
બે જાતિઓના ઉદ્રિકાશીય સંબંધને નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતી લાક્ષણિકતાનું ઉદાહરણ સમમૂલક અંગો છે.
ઉભયજીવી, સરીસૃપ, પક્ષી અને સસ્તનમાં ઉપાંગો વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતરિત થવા છતાં ઉપાંગોની આધારભૂત સંરચના એકસમાન હોય છે.

પ્રશ્ન 2.
એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી શકાય છે? કેમ અથવા કેમ નહીં?
ઉત્તર:
ના, તેમને સમજાત અંગ કહી શકાય નહીં, કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનું કાર્ય સમાન છે, પરંતુ બંનેની પાંખની રચના, તેમનું બંધારણ અને ઉત્પત્તિ સમાન નથી. તેથી તેમને સમજાત અંગ નહીં, પરંતુ સમરૂપ અંગ કહી શકાય.

પ્રશ્ન 3.
અશ્મી શું છે? તે જૈવ-ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે?
ઉત્તર:
ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં વનસ્પતિ અને પ્રાણીઓનાં મૃતશરીરનાં અંગો કે તેમની છાપ અશ્મી છે.

અશ્મીઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટીની નજીક મળી આવતા અશ્મીઓ ઊંડા સ્તરમાં મળી આવેલા અશ્મીઓની તુલનામાં તાજેતરના છે. અશ્મીઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાશીય સંબંધ શોધી શકાય છે.

અશ્મીઓ પ્રાચીન સજીવોની તેમજ તે સમયગાળાની પણ માહિતી આપે છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 158)

પ્રશ્ન 1.
આકાર, કદ, રૂપ-રંગમાં ભિન્ન દેખાતા માનવો એક ? જ જાતિના સભ્ય છે. તેનું કારણ શું છે?
ઉત્તર:
બધા માનવો પર્યાવરણીય પરિબળો અને પ્રજનન દરમિયાન છે જનીનોનાં નવાં સંયોજનોને કારણે આકાર, કદ, રૂપ-રંગમાં એકબીજાથી ભિન્ન દેખાય છે. પરંતુ તે બધા હોમો સેપિયન્સ માનવજાતિના સભ્યો છે અને આફ્રિકામાં સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. તેઓ પરસ્પર આંતરપ્રજનન દ્વારા પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. કે આ બાબત એક જ જાતિના સભ્ય માટે સૌથી અગત્યનો માપદંડ છે.

પ્રશ્ન 2.
ઉદ્વિકાસના આધારે શું તમે જણાવી શકો છો કે જીવાણુ, કરોળિયો, માછલી અને ચિમ્પાન્ઝીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ } છે? તમારા ઉત્તરની સમજૂતી આપો. છે.
ઉત્તર:
ઉદ્વિકાસના આધારે ચિમ્પાન્ઝીનું શારીરિક બંધારણ ઉત્તમ છે, કારણ કે અન્ય ત્રણ સજીવોની સાપેક્ષે ચિમ્પાન્ઝીની શરીરરચના ને વધારે સુવિકસિત અને જટિલ કક્ષાની છે. તે પર્યાવરણ સાથે વધુ અનુકૂલિત છે.

GSEB Class 10 Science આનુવંશિકતા અને ઉર્વિકાસ Textbook Activities

પ્રવૃત્તિ 9.1 (પા.પુ. પાના નં 143)

કર્ણની બૂટના પ્રકારની અભિવ્યક્તિ આધારે આનુવંશિકતાનો સંભવિત નિયમ રજૂ કરવો.
GSEB Solutions Class 10 Science Chapter 9 આનુવંશિકતા અને ઉર્વિકાસ 3
પદ્ધતિઃ

  • કર્ણપલ્લવ(Ear pinna)ના નીચેના ભાગને કાનની બૂટ કહે છે. તે જોડાયેલી અથવા મુક્ત હોય છે.
  • તમારા વર્ગના દરેક વિદ્યાર્થીના કાનની બૂટનું અવલોકન કરો. વિદ્યાર્થીઓની સૂચિ તૈયાર કરી, જે-તે વિદ્યાર્થીનાં નામની સામે તમે કરેલું અવલોકન નોંધો.
  • વર્ગના દરેક વિદ્યાર્થીના માતા-પિતાના પણ કાનની બૂટના લક્ષણની માહિતી મેળવી, તેની નોંધ કરો.
  • કાનની બૂટના લક્ષણ માટે દરેક વિદ્યાર્થી અને તેના માતા-પિતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરો.
  • ખાનામાં કાનની બૂટ મુક્ત હોય, તો F અને જોડાયેલી હોય, તો A લખો.

    તમારી પાસે એકત્રિત થયેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્નો :

પ્રશ્ન 1.
તમારા વર્ગમાં કાનની બૂટની કઈ અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે?
ઉત્તર:
મારા વર્ગમાં કાનની મુક્ત બૂટની અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

પ્રશ્ન 2.
શું કાનની બૂટનું લક્ષણ આનુવંશિક છે?
ઉત્તર:
હા.

પ્રશ્ન 3.
તમે એકત્રિત કરેલી માહિતી પરથી કઈ અભિવ્યક્તિ પ્રભાવી છે અને કઈ અભિવ્યક્તિ પ્રચ્છન્ન છે તે જણાવો.
ઉત્તર:
કાનની મુક્ત બૂટ પ્રભાવી અને કાનની જોડાયેલી બૂટ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે.

પ્રશ્ન 4.
તમારા વર્ગના વિદ્યાર્થીઓમાં મુક્ત બૂટ અને જોડાયેલી બૂટના લક્ષણનું ટકાવારી પ્રમાણ નક્કી કરો.
ઉત્તર:
મારા વર્ગમાં કુલ 60 વિદ્યાર્થીઓ છે. તે પૈકી 51 વિદ્યાર્થીઓના કાનની બૂટ મુક્ત છે અને 9 વિદ્યાર્થીઓના કાનની બૂટ જોડાયેલી છે.
મુક્ત બૂટની ટકાવારી = 51/60 × 100 = 85 %
જોડાયેલી બૂટની ટકાવારી = 9/60 × 100 = 15 %

પ્રવૃત્તિ 9.2 (પા.પુ. પાના નં. 144)

કયા પ્રયોગ પરથી આપણે સુનિશ્ચિત કરી શકીએ કે 5, પેઢીમાં વાસ્તવમાં TT, Tt અને ttનું સંયોજન 1:2: 1 ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થાય છે?
મેન્ડલનો એકરસંકરણ પરફલન પ્રયોગ :

ગુણોત્તર : TT Tt tt
1 : 2 : 1

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *