GJN 10th SST

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

Class 10 GSEB Solutions Social Science Chapter 12 ભારત : ખનિજ અને શક્તિનાં સંસાધનો

→ માનવીની વિકાસયાત્રામાં ખનીજ સંસાધનોનો ફાળો અમૂલ્ય છે. તેથી માનવીની વિકાસયાત્રાના કેટલાક મહત્ત્વના તબકકાઓ ખનીજોથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, બ્રેસ્યયુગ, લોહયુગ અને છેલ્લે અણુયુગ. તેથી જ કદાચ આધુનિક યુગને – “ખનીજયુગ” કહે છે.

→ આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજુ ગણાય છે. યુ.એસ.એ. અને રશિયા જેવી મહાસત્તાઓનો વિકાસ ખનીજોથી થયો છે.

→ દરેક ખનીજને તેનું ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે. જુદા જુદા પ્રકારના ખડકોમાંથી જુદા જુદા પ્રકારનાં ખનીજો મળે છે, જેમ કે

  • આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સૌનું, રૂપું વગેરે ધાતુમય ખનીજો મળે છે.
  • પ્રસ્તર ખડકોમાંથી ચૂનાના પથ્થર, જિસમ, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે મળે છે,
  • રૂપાંતરિત ખડકીમાંથી પ્લેઇટ, આરસપહાણ, હીરા વગેરે મળે છે.

→ ખનીજોનું સામાન્ય વર્ગીકરન્ન નીચે પ્રમાણે કરી શકાય? (1) ધાતુમય ખનીજો :

  1. કીમતી ધાતુમય ખનીજો સોનું, રૂપું (ચાંદી), પ્લેટિનમ વગેરે.
    • વજનમાં હલકી એવી ધાતુવાળાં ખનીજો મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, યઇટેનિયમ વગેરે.
    • સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો લોખંડ, તાંબું, સીસું, જસત, ક્લાઈ, નિલ વગેરે.
    • મિશ્રધાતુ બનાવવા વપરાતાં ખનીજો : મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે,
  2. અધાતુમય બનીજો ચૂનાના પથ્થર, ઍબ્રેસ્ટૉસ, અબરખ, ફ્લોરસ્પાર, જિસમ, સલ્ફર (ગંધક), હીરા વગેરે.
  3. સંચાલન શક્તિ માટે વપરાતાં ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

→ લોખંડ (લોહ, અયસ્ક, Iron ore) : તે વિશ્વવ્યાપી મહત્ત્વ ધરાવતી સરતી, મજબૂત અને ટકાઉ ધાતુ છે. પોલાદરૂપે તેની મોટી માંગ છે. લોખંડની કાચી ધાતુઓના હેમેટાઇટ, મૅગ્નેટઈટ, લિમોનાઈટ અને સિડેરાઈટ એમ ચાર પ્રકારો છે. આ ખનીજોનું પહેલાં લોખંડના ઑક્સાઇડમાં રૂપાંતર કરી તેને મોટી વાતભઠ્ઠીમાં કોક અને ચૂના સાથે ગાળવામાં આવતાં તેમાંથી જે લોખંડ મળે છે, તે ઢળનું લોખંડ (ie Iron) કહેવાય છે. ઢાળના લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતાં મળતું લોખંડ ઘડતરનું લોખંડ કહેવાય છે. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળે છે. તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે.

→ મેંગેનીઝ તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે, જે ઘડ્યું લવચીક, મજબૂત અને ઘસારા સામે ટકી શકે તેવું હોય છે. ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, ટિક, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી મળે છે. ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની ખામાંથી મેંગેનીઝ મળે છે.

→ તાંબું: તેને ટીપીને કોઈ પણ આકાર આપી શકાય છે. તેને જસત સાથે ભેળવતાં પિત્તળ અને કલાઈ સાથે ભેળવતાં કાંસું બને છે. સોના, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે. ભારતમાં ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તાંબાનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો છે. તે વિધુતનું સુવાહક છે. જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો રંગીન કાચ, સિક્કા, છાપકામ વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે.

→ બૉક્સાઇટ: તે ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે. ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટરોધક તેમજ ટીપી શકાય તેવી હોવાથી તેનો ઉપયોગ વાસણો, વિમાનો, વીજળીના તાર, વિદ્યુત સાધનો, રંગો વગેરે બનાવવામાં થાય છે. ભારતમાં બૉક્સાઇટનું ઉત્પાદન ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થાય છે. ગુજરાતમાં તે બીજા નંબરનું અગત્યનું ખનીજ છે. જામનગર અને કચ્છ જિલ્લાઓમાં તેનો મોટો જથ્થો છે.

→ અબરખ : વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તે પારદર્શક, અતુટ, સ્થિતિસ્થાપક, અગ્નિરક્ષક અને વિધુતનું અવાહક હોવાથી વીજસાધનો, રેડિયો, ટેલિકોન, વિમાન,મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન એબરખના ઉત્પાદનનો મુખ્ય રાજ્યો છે,

→ સીસું તેનું મુખ્ય ખનીજ શૈલેના નામે ઓળખાય છે, સૌનું નરમ પન્ન ભારે ધાતુ છે. તેનો ઉપયોગ મિશ્રધાતુ, ક્યૂઝ, સ્ટોરેજ બૅટરી, શસ્ત્રો, રંગ, કાચ, રબર વગેરે બનાવવામાં થાય છે, ભારતમાં સીસું મુખ્યત્વે રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાંથી મળે છે.

→ ચૂનાનો પથ્થર (લાઇમએન) : તેને ભઠ્ઠીમાં સખત તપાવવાથી તેમાંથી ચૂનો બને છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે. આ ઉપરાંત, તે લોખંડ-પોલાદ, કાગળ અને રંગ ઉઘોગોમાં, ખાંડના શુદ્ધીકરણમાં તેમજ ચૂનો, સોડા એંશ, કેલ્શિયમ કાર્બાઇડ વગેરે બનાવવા માટે વપરાય છે. ભારતમાં ચૂનાના પથ્થરના કુલ ઉત્પાદનના 70 % જેટલું ઉત્પાદન મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુમાં થાય છે. ગુજરાતના જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી, ખેડા વગેરે જિલ્લાઓમાં ચૂનાનો પથ્થર વધુ પ્રમાણમાં મળે છે. જામનગર જિલ્લામાં મળતા ચૂનાના પથ્થરમાં ચૂનાનું તત્વ 07 % જેટલું છે.

→ સંચાલન શક્તિનાં ખનીજો દરેક રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધભક્ત રાખે છે, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, અણુ – ખનીજો વગેરે સંચાલન શક્તિનાં ખનીજો છે.

→ શક્તિ સંસાધનોને પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વહેંચવામાં આવે છે. પરંપરાગત શક્તિ સંસાધનો : કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અને અશુ ખનીજો, બિનપરંપરાગત શક્તિ સંસાધનોઃ સૌરશક્તિ, પવનઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊજાં અને બાયોગેસ. શક્તિ સંસાધનોને ઉપયોગના આધારે તેમને વ્યાપારી (Commercial) 24 Butonu (Non-commercial) કહેવામાં આવે છે. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે વ્યાપારી શક્તિ સંસાધનો છે; જ્યારે બળતણનું લાકડું, લક્કડિયો કોલસો, છાણાં વગેરે બિનવ્યાપારી શક્તિ સંસાધનો છે.

→ કોલસો : તે બળતણ તરીકે, કારખાનાંઓમાં ઊર્જાના સોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. ખનીજ કોલસો અશ્મીભૂત થયેલી વનસ્પતિ છે. આ કોલસાના નિમશિમાં અનેક સદીઓ લાગે છે. તેનો જથ્થો મર્યાદિત છે. તે નવેસરથી ઉત્પન્ન ન થઈ શકે તેવો ઊર્જાસ્ત્રોત છે. જળ અને જમીન પરનાં વરાળયંત્રથી ચાલતાં વાહનોમાં અને લોખંડ પિગાળવાની ભઠ્ઠીમાં તેનો બહોળો ઉપયોગ થવા લાગતાં કોલસાનું મહત્ત્વ ઘણું વધી ગયું. આજે તેનો મહત્તમ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાનાં કારખાનાંઓમાં થાય છે. કોલસો પ્રસ્તર ખડકોમાંથી મળે છે. તેમાં રહેલા કાર્બનના પ્રમાણ મુજબ તેના મુખ્ય ચાર પ્રકાર છે : (1) એન્થસાઇટ કોલસો, (2) બિટ્યૂમિનસ કોલસો, (3) લિગ્નાઇટ કોલસો અને (4) પીટ કોલસો. ભારતમાં મુખ્યત્વે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, જમ્મુ-કશ્મીર, લડાખ અને મધ્ય પ્રદેશમાં કોલસો મળે છે. (કોલસાની મુખ્ય ખાણો ઝરિયા, રાણીગંજ, બોકારો, ગિરિદિઠ અને કરણપુરમાં છે.) ગુજરાતમાંથી લિગ્નાઈટ કોલસો મળે છે.

→ ખનીજ તેલઃ તે પ્રસ્તર ખડકોમાં મળી આવે છે. તે પણ કોલસાની માફક જળચર જીવોના ટાવાથી બન્યું છે. ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે :

  • ઉત્તર-પૂર્વનાં ક્ષેત્રો
  • ગુજરાતનાં તેલક્ષેત્રો
  • બૉમ્બે હાઈના તેલક્ષેત્રો
  • પૂર્વકિનારાનાં તેલક્ષેત્રો અને
  • રાજસ્થાનનાં તેલક્ષેત્રો.

ભારતમાં સૌપ્રથમ 1866માં અસમ રાજ્યના કૂવામાંથી તેલ મળી આવ્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલાં ખેડા જિલ્લાના લુણેજ ખાતે 1958માં તેલ મળ્યું હતું. આજે અંકલેશ્વર, મહેસાણા, ક્લોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમઘવાદ, ગાંધીનગર, વડેદરા, ભરૂચભાવનગર વગેરે સ્થળોએથી ખનીજ તેલ મળી આવે છે.

→ ખનીજ તેલનું શુદ્ધીકરણ : ભારતમાં ગુવાહાટી, બરીની, કોયલ, કોચીન, ચેન્નઈ, મથુરા, કોલકાતા, હલ્દિયા વગેરે સ્થળોએ ખનીજ તેલની રિફાઇનરીઓ કાર્યરત છે. વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ્લ ગુજરાતના જામનગર શહેરમાં આવેલું છે.

→ કુદરતી વાયુ તે ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયું છે. તે સસ્તો અને પ્રદૂષણ રહિત ઊર્જાસ્રોત ગવાય છે. ભારતમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાર્વરી બેસિન અને રાજસ્થાનમાં જેસલમેર ખાતે આવેલા છે. ગુજરાતમાં અંકલેશ્વર ખનીજ તેલ અને કુદરતી વાયુનો મોટો ભંવર ધરાવતું ક્ષેત્ર છે.

→ બિનપરંપરાગત ઊર્જાનાં સાધનો તેમાં સૌરઊર્જા, પવનઊર્જા, બાયોગેસ, ભૂતાપીય ઊર્જા અને ભરતી શક્તિનો સમાવેશ થાય છે.

19. સૌરઊર્જા પૃથ્વીનો મૂળ ઊર્જાસત સૂર્ય છે. ભારતમાં સૌરઊર્જા મેળવવામાં ઘણી પ્રગતિ થઈ છે. સૌરઊર્જાનો ઉપયોગ રસોઈ માટે, પાણી ગરમ કરવા માટે, રેફ્રિજરેટર ચલાવવા માટે અને રસ્તા પરની લાઇટમાં થઈ શકે છે. ગુજરાતમાં સૌરશક્તિથી ચાલતું એક શીતાગાર છાણી – વડોદરામાં સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત, વીજળી વગરનાં ગામોમાં દીવાબત્તી તેમજ ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભુજ પાસે માધોપુરમાં દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો સૌરઊજાં પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

→ પવનઊર્જા તે સૂર્ય ઊર્જાનું જ એક સ્વરૂપ છે. તે અખૂટ અને પ્રદૂષણ રહિત છે. આ ફેંકાયેલી ઉર્જાને પવનચક્કી દ્વારા એકઠી કરવામાં આવે છે. વિશ્વમાં ભારત પવનઊર્જા મેળવતો પાંચમો દેશ છે. ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરલ વગેરે પવનઊર્જા મેળવતાં રાજ્યો છે. ગુજરાતમાં કચ્છ-માંડવીમાં તથા જામનગર જિલ્લાના લાંબામાં વિન્ડ ફાર્મ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, જામનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.

→ બાયોગેસઃ ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, છાણ, માનવ મળમૂત્ર વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતો ગૅસ બાયોગૅસ’ કહેવાય છે. બાયોગૅસના પદાર્થો સડવાથી દહનશીલ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. ફક્ત છાણમાંથી મળતા ગૅસને ગોબર ગેસ’ કહે છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું કીમતી ખાતર બને છે. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં છે. અમદાવાદ નજીક રૂદાતલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.

→ ભૂતાપીય ઊર્જા ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જા ‘ભૂતાપીય ઊર્જા’ કહેવાય છે. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, યુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઊર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે.

→ ભરતીશક્તિ કેટલાક અખાતોમાં મોટી ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ વખતે ધોધરૂપે ટર્બાઇન પર વહેવરાવવામાં આવે, તો વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ઈ. સ. 1968માં ફ્રાન્સે ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરી હતી. ભારતમાં વિશાળ દરિયાકિનારો હોવાથી ભરતીશક્તિ દ્વારા ઊર્જા મેળવવાની ઘણી શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં ભરતીશક્તિ દ્વારા ઊર્જા મેળવવાની યોજનાઓ અમલમાં મુકાઈ છે.

→ ખનીજ સંરક્ષણ ખનીજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનીજ સંરક્ષણ. આજે દરેક દેશ નિકાસ વધારી હૂંડિયામણ મેળવવા ખનીજોનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. પરિણામે કેટલાંક ખનીજો ખૂટી જવાનો સંભવ ઊભો થયો છે. આથી ખનીજોનું સંરક્ષણ જરૂરી બન્યું છે.

→ ખનીજોનો ઉપયોગ વિવેકપૂર્ણ હોવો જોઈએ. તેમના ઉપયોગમાં નવીનીકરણ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી તે લાંબો સમય ચાલી શકે. ખલાસ થવાની અણી પર આવેલાં ખનીજોના વિકલ્પો શોધીને વાપરવા જોઈએ. ચોક્કસ અને અનિવાર્ય હોય ત્યાં જ ખનીજો વાપરવાં જોઈએ. ખનીજોનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ખનીજોનો ફરી ફરીને અનેક વખત ઉપયોગ થાય તેવી પ્રક્રિયાને ઉત્તેજન આપવું જોઈએ. ખનીજોની જાળવણી અને સંવર્ધન અત્યંત આવશ્યક છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 12 ભારત: ખનિજ અને શક્તિનાં સંસાધનો

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
………………….. ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી હૈ જેવાં ખનીજો મળે છે.
A. રૂપાંતરિત
B. પ્રસ્તર
C. આગ્નેય
ઉત્તરઃ
C. આગ્નેય

પ્રશ્ન 2.
કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવાં ખનીજો …………………… ખડકોમાંથી મળે છે.
A. આગ્નેય
B. રૂપાંતરિત
C. પ્રસ્તર
ઉત્તરઃ
C. પ્રસ્તર

પ્રશ્ન 3.
સ્લેઈટ, આરસપહાણ અને હીરા ………………………. ખડકોમાંથી મળે છે.
A. રૂપાંતરિત
B પ્રસ્તર
C. આગ્નેય
ઉત્તરઃ
A. રૂપાંતરિત

પ્રશ્ન 4.
મેગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનીજો …………………………. ખનીજો છે.
A. કીમતી ધાતુમય
B. હલકી ધાતુમય
C. સામાન્ય ઉપયોગમાં લેવાતાં
ઉત્તરઃ
B. હલકી ધાતુમય

પ્રશ્ન 5.
ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે ખનીજો ………………………….. ખનીજો છે.
A. મિશ્રધાતુરૂપે વપરાતાં
B. હલકી ધાતુમય
C. સામાન્ય ઉપયોગમાં લેવાતાં
ઉત્તરઃ
A. મિશ્રધાતુરૂપે વપરાતાં

પ્રશ્ન 6.
લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે ખનીજો ………………………. ખનીજો છે.
A. સામાન્ય ઉપયોગમાં લેવાતાં
B. મિશ્રધાતુરૂપે વપરાતાં
C. હલકી ધાતુમય
ઉત્તરઃ
A. સામાન્ય ઉપયોગમાં લેવાતાં

પ્રશ્ન 7.
………………………… એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે.
A. મેંગેનીઝ
B. સોનું
C. લોખંડ
ઉત્તરઃ
C. લોખંડ

પ્રશ્ન 8.
ભારતમાંથી મળતી લોખંડની ધાતુના ……………………….. પ્રકાર છે.
A. ચાર
B. પાંચ
c. ત્રણ
ઉત્તરઃ
A. ચાર

પ્રશ્ન 9.
ભારતમાં સૌથી વધુ લોખંડ ………………………….. રાજ્યમાંથી મળે છે.
A. બિહાર
B. કર્ણાટક
C. ઉત્તર પ્રદેશ
ઉત્તરઃ
B. કર્ણાટક

પ્રશ્ન 10.
……………………… ને લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે મહત્ત્વની ધાતુ ગણવામાં આવે છે.
A. મેંગેનીઝ
B બૉક્સાઈટ
C. અબરખ
ઉત્તરઃ
A. મેંગેનીઝ

પ્રશ્ન 11.
માનવીએ સૌપ્રથમ ………………………. ની ધાતુનો ઉપયોગ કર્યો હતો.
A. તાંબા
B. લોખંડ
C. સીસા
ઉત્તરઃ
A. તાંબા

પ્રશ્ન 12.
તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી ……………………. બને છે.
A. જસત
B. પિત્તળ
C. કાંસું
ઉત્તરઃ
C. કાંસું

પ્રશ્ન 13.
તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી ……………………… બને છે.
A. પિત્તળ
B. કાંસું
C. જસત
ઉત્તરઃ
A. પિત્તળ

પ્રશ્ન 14.
……………………… વિદ્યુતની સુવાહક ધાતુ છે.
A. તાંબુ
B. બૉક્સાઈટ
C. લોખંડ
ઉત્તરઃ
A. તાંબુ

પ્રશ્ન 15.
………………….. ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે.
A. ચૂનાનો પથ્થર
B. અબરખ
C. બૉક્સાઈટ
ઉત્તરઃ
C. બૉક્સાઈટ

પ્રશ્ન 16.
…………………………. માંથી ઍલ્યુમિનિયમ બનાવવામાં આવે છે.
A. બૉક્સાઈટ
B. કલાઈ
C. જસત
ઉત્તરઃ
A. બૉક્સાઈટ

પ્રશ્ન 17.
વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં …………………….. સ્થાન ધરાવે છે.
A. પ્રથમ
B. દ્વિતીય
C. તૃતીય
ઉત્તરઃ
A. પ્રથમ

પ્રશ્ન 18.
……………………… અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે.
A. ફલોરસ્પાર
B. અબરખ
C. લૅટિનમ
ઉત્તરઃ
B. અબરખ

પ્રશ્ન 19.
ભારતમાં ………………………… અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.
A. હેમેવાઇટ
B. નેલોવાઇટ
C. મસ્કોવાઈટ
ઉત્તરઃ
C. મસ્કોવાઈટ

પ્રશ્ન 20.
…………………… ની ધાતુને ગેલેના કહે છે.
A. અબરખ
B. સીસા
C. બૉક્સાઈટ
ઉત્તરઃ
B. સીસા

પ્રશ્ન 21.
ચૂનાનો ઉપયોગ …………………………… ની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે.
A. સિમેન્ટ
B. ઍલ્યુમિનિયમ
C. જસત
ઉત્તરઃ
A. સિમેન્ટ

પ્રશ્ન 22.
…………………….. જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97 % ચૂનાનું તત્ત્વ મળે છે.
A. સુરેન્દ્રનગર
B. ભાવનગર
C. જામનગર
ઉત્તરઃ
C. જામનગર

પ્રશ્ન 23.
કાર્બન તત્ત્વના આધારે કોલસાના …………………… પ્રકાર પડે છે.
A. ત્રણ
B. ચાર
C. બે
ઉત્તરઃ
B. ચાર

પ્રશ્ન 24.
ભારતમાં ઈ. સ. 1866માં ………………………. માં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો.
A. અસમ
B. અંકલેશ્વર
C. લુણેજ
ઉત્તરઃ
A. અસમ

પ્રશ્ન 25.
ઈ. સ ……………………….. માં માકુમ (અસમ) ખાતે ખનીજ તેલ મળી આવ્યું.
A. 1867
B. 1866
C. 1890
ઉત્તરઃ
A. 1867

પ્રશ્ન 26.
ઈ. સ. 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના ……………………… ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું.
A. આંકલાવ
B. લુણેજ
C. કાસિન્દ્રા
ઉત્તરઃ
B. લુણેજ

પ્રશ્ન 27.
વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ગુજરાતમાં …………………….. ખાતે આવેલ છે.
A. જામનગર
B. ભાવનગર
C. સુરેન્દ્રનગર
ઉત્તરઃ
A. જામનગર

પ્રશ્ન 28.
……………………… પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે.
A. પવન
B. સૂર્ય
C. બાયોગેસ
ઉત્તરઃ
B. સૂર્ય

પ્રશ્ન 29.
દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય ……………………. છે.
A. ઉત્તર પ્રદેશ
B. ગુજરાત
C. હરિયાણા
ઉત્તરઃ
B. ગુજરાત

પ્રશ્ન 30.
ગુજરાતમાં ભુજ પાસેના …………………… માં સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
A. માધોપુર
B. શાંતિપુર
C. ગણેશપુરા
ઉત્તરઃ
A. માધોપુર

પ્રશ્ન 31.
ગુજરાતમાં જામનગરના ……………………. ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
A. ભીમા
B સૂરજા
C. લાંબા
ઉત્તરઃ
C. લાંબા

પ્રશ્ન 32.
ગુજરાતમાં કચ્છના ……………………. ના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
A. માંડવી
B. મુંદ્રા
C. કંડલા
ઉત્તરઃ
A. માંડવી

પ્રશ્ન 33.
બાયોગેસ ઊર્જા મેળવવાનું ……………………. શક્તિ-સંસાધન છે.
A. બિનપરંપરાગત
B. કુદરતી
C. પરંપરાગત
ઉત્તરઃ
A. બિનપરંપરાગત

પ્રશ્ન 34.
ભારતમાં …………………….. રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
A. મહારાષ્ટ્ર
B. ઉત્તર પ્રદેશ
C. ગુજરાત
ઉત્તરઃ
B. ઉત્તર પ્રદેશ

પ્રશ્ન 35.
ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં …………………………. સ્થાન ધરાવે છે.
A. પ્રથમ
B. તૃતીય
C. દ્વિતીય
ઉત્તરઃ
C. દ્વિતીય

પ્રશ્ન 36.
અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના …………………… ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.
A. રુદાતલ
B. સીલા
C. દંતાલી
ઉત્તરઃ
A. રુદાતલ

પ્રશ્ન 37.
બનાસકાંઠા જિલ્લાના …………………… ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.
A. ભાભર
B. ડીસા
C. દાંતીવાડા
ઉત્તરઃ
C. દાંતીવાડા

પ્રશ્ન 38.
ગુજરાતમાં ………………….. ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.
A. સાપુતારા
B. તુલસીશ્યામ
C. ઉકાઈ
ઉત્તરઃ
B. તુલસીશ્યામ

પ્રશ્ન 39.
ઈ. સ. 1966માં વિશ્વમાં ………………………. ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી.
A. ફ્રાન્સ
B. જર્મનીએ
C. સ્પેને
ઉત્તરઃ
A. ફ્રાન્સ

પ્રશ્ન 40.
ધાતુમય ખનીજો મુખ્યત્વે ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે?
A. પ્રસ્તર
B. જળકૃત
C. આગ્નેય
D. રૂપાંતરિત
ઉત્તર:
C. આગ્નેય

પ્રશ્ન 41.
કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે?
A. આગ્નેય
B. રૂપાંતરિત
C. લાવાના
D. પ્રસ્તર
ઉત્તર:
D. પ્રસ્તર

પ્રશ્ન 42.
સ્લેઇટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?
A. આગ્નેય
B. પ્રસ્તર
C. રૂપાંતરિત
D. જળકૃત
ઉત્તર:
C. રૂપાંતરિત

પ્રશ્ન 43.
માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?
A. કાંસ્યયુગ
B. પાષાણયુગ
C. લોહયુગ
D. તામ્રયુગ
ઉત્તર:
B. પાષાણયુગ

પ્રશ્ન 44.
ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કર્યું તત્ત્વ ઓછું કરવામાં આવે છે?
A. કાર્બન
B. સિલિકન
C. સલ્ફર
D. ફૉસ્ફરસ
ઉત્તર:
A. કાર્બન

પ્રશ્ન 45.
મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે?
A. બૅટરીના ‘સેલ’
B. પોલાદ
C. જંતુનાશક દવાઓ
D. કાચ
ઉત્તર:
B. પોલાદ

પ્રશ્ન 46.
માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો?
A. તાંબુ
B. પિત્તળ
C. કાંસું
D. લોખંડ
ઉત્તર:
A. તાંબુ

પ્રશ્ન 47.
તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે?
A. ઍલ્યુમિનિયમ
B. કલાઈ
C. જસત
D. મેંગેનીઝ
ઉત્તર:
C. જસત

પ્રશ્ન 48.
તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે?
A. ક્લાઈ
B. લોખંડ
C. કોબાલ્ટ
D. કેલ્શિયમ
ઉત્તર:
A. ક્લાઈ

પ્રશ્ન 49.
બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?
A. બેરિયમ
B. બેરિલિયમ
C. ઍલ્યુમિનિયમ
D. સીસું
ઉત્તર:
C. ઍલ્યુમિનિયમ

પ્રશ્ન 50.
નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે?
A. મેંગેનીઝ
B. તાંબું
C. અબરખ
D. લોખંડ
ઉત્તર:
C. અબરખ

પ્રશ્ન 51.
નીચેનાં ખનીજોમાંથી કયાં ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી, મળે છે?
A. લોખંડ, તાંબું, સોનું
B. સ્લેઇટ, આરસપહાણ, હીરા
C. કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ
D. ચાંદી, બૉક્સાઈટ, જસત
ઉત્તર:
B. સ્લેઇટ, આરસપહાણ, હીરા

પ્રશ્ન 52.
શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે, “આ ધાતુ વજનમાં હલકી, પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે.” તો શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણોનું વર્ણન કરી રહ્યા હશે?
A. પોલાદ
B. ખનીજ ચેલેના
C. લોખંડ
D. ઍલ્યુમિનિયમ
ઉત્તર:
D. ઍલ્યુમિનિયમ

પ્રશ્ન 53.
માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેની ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવો
1. લોહયુગ
2. તામ્રયુગ
3. કાંસ્યયુગ
4. પાષાણયુગ
A. 2, 1, 3, 4
B. 4, 2, 1, 3
C. 3, 1, 2, 4
D. 4, 2, 3, 1
ઉત્તર:
D. 4, 2, 3, 1

પ્રશ્ન 54.
નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે?
A. સીસું
B. તાંબું
C. લોખંડ
D. મેંગેનીઝ
ઉત્તર:
B. તાંબું

પ્રશ્ન 55.
બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી?
A. ભારત
B. રશિયા
C. ફ્રાન્સ
D. જાપાન
ઉત્તર:
C. ફ્રાન્સ

પ્રશ્ન 56.
ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલક્ષેત્ર કયું છે?
A. અંકલેશ્વર
B. લુણેજ
C. કલોલ
D. મહેસાણા
ઉત્તર:
B. લુણેજ

પ્રશ્ન 57.
કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ આપે છે?
A. કુદરતી વાયુ
B. ખનીજ કોલસો
C. પેટ્રોલ
D. કેરોસીન
ઉત્તર:
A. કુદરતી વાયુ

પ્રશ્ન 58.
પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે?
A. રેડિયમ
B. થોરિયમ
C. ઍક્ટિનિયમ
D. યુરેનિયમ
ઉત્તર:
D. યુરેનિયમ

પ્રશ્ન 59.
ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં છે આવ્યો છે?
A. સિદ્ધપુરમાં
B. દાંતીવાડામાં
C. પાટણમાં
D. મેથાણમાં
ઉત્તર:
D. મેથાણમાં

પ્રશ્ન 60.
ગુજરાતમાં કયા સ્થળે ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે?
A. ધુવારણ
B. કોયલી
C. નવાગામ
D. પોરબંદર
ઉત્તર:
B. કોયલી

પ્રશ્ન 61.
ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ક્યાં આવેલું છે?
A. જામનગરમાં
B. કંડલા
C જૂનાગઢમાં
D. વડોદરામાં
ઉત્તર:
A. જામનગરમાં

પ્રશ્ન 62.
બાયોગેસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
A. કાર્બન ડાયૉક્સાઈડ
B. નાઈટ્રોજન
C. મિથેન
D. મિક
ઉત્તર:
C. મિથેન

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

(1) યુ.એસ.એ. અને ચીન દેશો ખનીજોના ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે.
ઉત્તરઃ
ખોટું

(2) આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબું, સોનું, ચાંદી જેવાં ખનીજો મળે છે.
ઉત્તરઃ
ખરું

(3) પ્રસ્તર ખડકોમાંથી સ્લેઇટ, આરસપહાણ અને હીરા મળે છે.
ઉત્તરઃ
ખોટું

(4) આરસપહાણ, સ્લેઇટ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે.
ઉત્તરઃ
ખરું

(5) કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવાં સંચાલન શક્તિનાં ખનીજો પ્રસ્તર ખડકોમાંથી મળે છે.
ઉત્તરઃ
ખરું

(6) મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે મિશ્રધાતુરૂપે વપરાતાં ખનીજો છે.
ઉત્તરઃ
ખોટું

(7) લોખંડ, તાંબું, જસત, સીસું, કલાઈ, નિકલ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો છે.
ઉત્તરઃ
ખરું

(8) ચૂનાના ખડકો, અબરખ, ફલોરસ્પાર, જિસમ વગેરે અધાતુમય ખનીજો છે.
ઉત્તરઃ
ખરું

(9) ભારતમાં સૌથી વધુ લોખંડ તમિલનાડુ રાજ્યમાંથી મળે છે.
ઉત્તરઃ
ખોટું

(10) મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ બૉક્સાઇટમાંથી ઍલ્યુમિનિયમ બનાવવામાં થાય છે.
ઉત્તરઃ
ખોટું

(11) તાંબું એ માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ હતી.
ઉત્તરઃ
ખરું

(12) તાંબામાં કલાઈ ઉમેરવાથી પિત્તળ બને છે.
ઉત્તરઃ
ખોટું

(13) તાંબામાં જસત ઉમેરવાથી કાંસું બને છે.
ઉત્તરઃ
ખોટું

(14) તાંબું એ વિદ્યુતની સુવાહક ધાતુ છે.
ઉત્તરઃ
ખરું

(15) બૉક્સાઈટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

(16) અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું

(17) સીસાની ધાતુને ગેલેના કહે છે.
ઉત્તરઃ
ખરું

(18) ચૂનાનો ઉપયોગ મકાનો બાંધવામાં મોટા પ્રમાણમાં થાય છે.
ઉત્તરઃ
ખોટું

(19) જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97 % ચૂનાનું દ્ર તત્ત્વ મળે છે.
ઉત્તરઃ
ખરું

(20) કાર્બન તત્ત્વના આધારે કોલસાના પાંચ પ્રકાર પડે છે.
ઉત્તરઃ
ખોટું

(21) ભારતમાં ઈ. સ. 1958માં લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ મળ્યું હતું.
ઉત્તરઃ
ખરું

(22) ભારતમાં ઈ. સ. 1880માં અસમમાં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો.
ઉત્તરઃ
ખોટું

(23) ભારતમાં ઈ. સ. 1867માં બરોની ખાતે ખનીજ તેલ મળી આવ્યું.
ઉત્તરઃ
ખોટું

(24) વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ગુજરાતમાં ભાવનગરમાં આવેલું છે.
ઉત્તરઃ
ખોટું

(25) કુદરતી વાયુ ખનીજ તેલની સાથે સંલગ્ન હોય છે.
ઉત્તરઃ
ખરું

(26) કુદરતી વાયુ પ્રદૂષણ સહિત ઊર્જાનો સ્રોત ગણાય છે.
ઉત્તરઃ
ખોટું

(27) ગુજરાતમાં ગાંધાર કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે.
ઉત્તરઃ
ખરું

(28) સૂર્ય પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે.
ઉત્તરઃ
ખરું

(29) ગુજરાત દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય છે.
ઉત્તરઃ
ખરું

(30) ગેડા(GEDA)એ વડોદરા પાસે છાણી ખાતે 50 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે.
ઉત્તરઃ
ખોટું

(31) ગુજરાતમાં ભુજ પાસે માધોપુરમાં સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખરું

(32) વિશ્વમાં ભારત પવનઊર્જા મેળવતો બીજો દેશ બન્યો છે.
ઉત્તરઃ
ખોટું

(33) ગુજરાતમાં જામનગરના લાંબા ગામે અને કચ્છના કંડલાના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
ઉત્તરઃ
ખોટું

(34) બાયોગેસ પરંપરાગત શક્તિ-સંસાધન છે.
ઉત્તરઃ
ખોટું

(35) બાયોગૅસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

(36) બાયોગૅસના ઉત્પાદનમાં ગુજરાત દ્વિતીય સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

(37) ગુજરાતમાં મહેસાણાના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું

(38) ગુજરાતમાં બનાસકાંઠાના ડીસા ખાતે બાયોગેસ કાર્યરત છે.
ઉત્તરઃ
ખોટું

(39) ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.
ઉત્તરઃ
ખરું

(40) ઈ. સ. 1966માં ફ્રાન્સે ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી.
ઉત્તરઃ
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

(1) ખનીજોના યોગ્ય ઉપયોગને કારણે કયા દેશો વિશ્વની મહાસત્તાઓ બન્યા છે? – યુ.એસ.એ. અને રશિયા
(2) આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ ગણાય છે? – લોખંડ
(3) ઢાળના લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતાં કયું લોખંડ મળે છે? – ઘડતરનું લોખંડ
(4) લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે કઈ ધાતુને મહત્ત્વની ગણવામાં આવે છે? – મૅગેનીઝને
(5) કઈ ધાતુના મિશ્રણથી પોલાદના પાટામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે? – મૅગેનીઝના
(6) માનવીને સૌપ્રથમ કઈ ધાતુ ઉપયોગમાં આવી હતી? – તાંબુ
(7) તાંબામાં કલાઈ ઉમેરવાથી કઈ ધાતુ બને છે? – કાંસું
(8) તાંબામાં જસત ઉમેરવાથી કઈ ધાતુ બને છે? – પિત્તળ
(9) ઍલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? (August 20) – બૉક્સાઈટ
(10) કઈ ધાતુ હવાઈ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં વપરાય છે છે? – ઍલ્યુમિનિયમ

(11) કઈ ધાતુ મુલાયમ અને વજનમાં ભારે હોય છે? – સીસું
(12) કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97 % ચૂનાનું તત્ત્વ મળે છે? – જામનગર
(13) કયા તત્ત્વના આધારે કોલસાના ચાર પ્રકાર પડે છે? – કાર્બન
(14) વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલું છે? – જામનગરમાં
(15) ગુજરાતનાં કયાં ક્ષેત્રો ખનીજ તેલ અને કુદરતી વાયુના ભંડાર છે? – અંકલેશ્વર અને ગાંધાર
(16) શાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે? – સૌરઊર્જાના
(17) બાયોગેસ પ્લાન્ટમાંથી કઈ બે બાબતો મેળવી શકાય છે? – ઊર્જા અને ખાતર
(18) ગુજરાતનાં કયાં સ્થળોએ ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરવામાં આવી છે? – કચ્છ અને ખંભાતના અખાતમાં
(19) માનવીની વિકાસકૂચમાં કોનો ફાળો મોટો છે? – ખનીજ સંસાધનોનો
(20) આજના સમયમાં રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ કોણ ગણાય છે? – ખનીજો

(21) પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજેવિક પ્રક્રિયાનું પરિણામ શું છે? – ખનીજ
(22) લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા કોની સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે? – કોક અને ચૂના સાથે
(23) ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? – કર્ણાટક
(24) મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ શું બનાવવામાં થાય છે? – લોખંડમાંથી પોલાદ બનાવવામાં
(25) આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ કયું છે? – લોખંડ
(26) ટાંકણીથી માંડી મોટાં યંત્રો, શસ્ત્રો વગેરે બનાવવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે? – લોખંડનો
(27) કયું ખનીજ સસ્તુ, મજબૂત અને ટકાઉ છે? – લોખંડ
(28) ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો કયાં કયાં છે? – ઝારખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
(29) બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? – ઍલ્યુમિનિયમ
(30) ક્યું ખનીજ ભારતના ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે? – બૉક્સાઈટ

(31) વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે? – પ્રથમ
(32) કયું ખનીજ અગ્નિરોધક વિદ્યુત અવાહક છે? – અબરખ
(33) કઈ ધાતુને ગેલેના કહેવામાં આવે છે? – સીસાને
(34) કયા ખનીજનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે? – ચૂનાનો
(35) કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં કયા ખનીજો મહત્ત્વનું સ્થાન ધરાવે છે? – સંચાલન શક્તિનાં
(36) કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનીજો કેવા પ્રકારનાં શક્તિ સંસાધનો કહેવાય છે? – પરંપરાગત કે વ્યાપારિક
(37) લક્કડિઓ કોલસો, જલાઉ લાકડું, છાણાં વગેરે કેવા પ્રકારનાં શક્તિ-સંસાધનો કહેવાય છે? – બિનવ્યાપારી
(38) કોલસો શેમાંથી રૂપાંતરિત થઈને બન્યો છે? – વનસ્પતિમાંથી
(39) કોલસાના સંદર્ભમાં આશરે 25 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો કયા સમયગાળા તરીકે ઓળખાયો? – કાર્બોનિફેરસ સમયગાળા તરીકે
(40) કોની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો? – વરાળયંત્રની

(41) કોની શોધથી તાપવિદ્યુતના ઉત્પાદનમાં કોલસો મહત્ત્વનું ખનીજ બનવા લાગ્યો? – વીજળીની
(42) રેત ખડકો, ચૂનાના ખડકો, શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી શું મળી આવે છે? – ખનીજ તેલ
(43) ભારતમાં ઈ. સ. 1866માં કયા રાજ્યમાં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો? – અસમ રાજ્યમાં
(44) ભારતમાં ઈ. સ. 1958માં ગુજરાતના ખેડા જિલ્લામાં કયા સ્થળેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું? – લુણેજ ખાતેથી
(45) ખનીજ તેલ સાથે શું સંલગ્ન હોય છે? – કુદરતી વાયુ
(46) પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ ગણાય છે? – સૂર્ય
(47) ભારતમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય કયું ગણાય છે? – ગુજરાત
(48) ગુજરાતમાં દરિયાના પાણીને ડિસેલિનેશન કરવા માટે કયા સ્થળે સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? – ભુજ પાસેના માધોપુરમાં
(49) વિશ્વમાં ભારત પવનઊર્જા મેળવતો કેટલામો દેશ બની ગયો ૨ છે? – પાંચમો
(50) નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, અન્ય વનસ્પતિ, છાણ અને માનવ મળ-મૂત્રના સડવાથી કયો વાયુ છૂટો પડે છે? – મિથેન વાયુ

(51) કયાં શક્તિ-સંસાધનો ભારતનાં ગામડાંઓની પરંપરાગત શૈલીને બદલી શકે તેમ છે? – સૌરઊર્જા અને બાયોગેસ
(52) બાયોગેસના ઉત્પાદનમાં ભારતનાં કયાં રાજ્યો અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે? – ઉત્તર પ્રદેશ અને ગુજરાત
(53) ગુજરાતમાં કયા સ્થળે સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? – સિદ્ધપુરના મેથાણમાં
(54) ઈ. સ. 1966માં કયા દેશે ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી? – ફ્રાન્સે
(55) ઊર્જાના બિનપરંપરાગત સાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે સૌરઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? (March 20) – ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા (GEDA)

યોગ્ય જોડકાં જોડોઃ
1.

‘અ’ ‘બ’
1. લોખંડ, તાંબું, સોનું, ચાંદી વગેરે a. પ્રસ્તર ખડકોમાંથી
2. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ b. મિશ્રધાતુમય ખનીજો
3. લેઇટ, આરસપહાણ, હીરા c. આગ્નેય ખડકોમાંથી
4. મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ d. રૂપાંતરિત ખડકોમાંથી વગેરે
e. હલકી ધાતુમય ખનીજો

ઉત્તર:

‘અ’ ‘બ’
1. લોખંડ, તાંબું, સોનું, ચાંદી વગેરે c. આગ્નેય ખડકોમાંથી
2. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ a. પ્રસ્તર ખડકોમાંથી
3. લેઇટ, આરસપહાણ, હીરા d. રૂપાંતરિત ખડકોમાંથી વગેરે
4. મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ e. હલકી ધાતુમય ખનીજો

2.

‘અ’ ‘બ’
1. ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય a. ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન
2. લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી b. કર્ણાટક
3. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતાં રાજ્યો c. ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર
4. ભારતમાં બૉક્સાઇટનું ઉત્પાદન કરતાં રાજ્યો d. આંધ્ર પ્રદેશ
e. મેંગેનીઝ

ઉત્તર:

‘અ’ ‘બ’
1. ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય b. કર્ણાટક
2. લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી e. મેંગેનીઝ
3. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતાં રાજ્યો a. ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન
4. ભારતમાં બૉક્સાઇટનું ઉત્પાદન કરતાં રાજ્યો c. ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર

3.

‘અ’ ‘બ’
1. મેંગેનીઝનું ઉત્પાદન કરતાં રાજ્યો a. ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ
2. અબરખનું ઉત્પાદન કરતાં રાજ્યો b. રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ
3. સીસાનું ઉત્પાદન કરતાં રાજ્યો c. ઝારખંડ, કર્ણાટક, તમિલનાડુ
4. કોલસાનું ઉત્પાદન કરતાં રાજ્યો d. બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ
e. ઓડિશા, કર્ણાટક, મધ્ય પ્રદેશ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. મેંગેનીઝનું ઉત્પાદન કરતાં રાજ્યો e. ઓડિશા, કર્ણાટક, મધ્ય પ્રદેશ
2. અબરખનું ઉત્પાદન કરતાં રાજ્યો d. બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ
3. સીસાનું ઉત્પાદન કરતાં રાજ્યો b. રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ
4. કોલસાનું ઉત્પાદન કરતાં રાજ્યો a. ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ

4.

‘અ’ ‘બ’
1. સૌરઊર્જા પ્લાન્ટ a. લસુન્દ્રા
2. વિન્ડ ફાર્મ b. લુણેજ
3. બાયોગેસ પ્લાન્ટ c. લાંબા
4. ગરમ પાણીના ઝરા d. માધોપુર
e. મેથાણ

ઉત્તરઃ

‘અ’ ‘બ’
1. સૌરઊર્જા પ્લાન્ટ d. માધોપુર
2. વિન્ડ ફાર્મ c. લાંબા
3. બાયોગેસ પ્લાન્ટ e. મેથાણ
4. ગરમ પાણીના ઝરા a. લસુન્દ્રા

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
માનવીની વિકાસયાત્રાને કયા કયા બે તબક્કાઓમાં વહેંચવામાં આવે છે?
ઉત્તર :
માનવીની વિકાસયાત્રાને આ ચાર તબક્કાઓમાં વહેંચવામાં આવે છેઃ

  1. પાષાણયુગ,
  2. તામ્રયુગ,
  3. કાંસ્યયુગ અને
  4. લોહયુગ.

પ્રશ્ન 2.
ખનીજ એટલે શું? અથવા ખનીજ કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ૨ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનીજ કહેવામાં આવે છે.

પ્રશ્ન 3.
પ્રસ્તર ખડકોમાંથી કયાં કયાં ખનીજો મળે છે?
ઉત્તર:
પ્રસ્તર ખડકોમાંથી કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, ચૂનાના પથ્થર, જિપ્સમ (ચિરોડી) વગેરે ખનીજો મળે છે.

પ્રશ્ન 4.
લોખંડ, તાંબું અને ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓની મિશ્રધાતુઓ બનાવવા માટે કઈ કઈ ધાતુઓ વપરાય છે?
ઉત્તર:
લોખંડ, તાંબું અને ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓની મિશ્રધાતુઓ બનાવવા માટે મેંગેનીઝ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે ધાતુઓ વપરાય છે.

પ્રશ્ન 5.
અધાતુમય ખનીજો ક્યાં ક્યાં છે?
ઉત્તર:
ચૂનાના ખડકો, ચૉક, ઍમ્બેસ્ટૉસ, અબરખ, ફલોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), સલ્ફર, હીરા વગેરે અધાતુમય ખનીજો છે.

પ્રશ્ન 6.
સંચાલન શક્તિ (ઊર્જાશક્તિ)ના ઉપયોગમાં લેવાતાં ખનીજો કયાં ક્યાં છે?
ઉત્તરઃ
સંચાલન શક્તિ(ઊર્જાશક્તિ)ના ઉપયોગમાં લેવાતાં ખનીજો કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ છે.

પ્રશ્ન 7.
લોખંડનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
લોખંડનો ઉપયોગ ટાંકણીથી માંડીને મોટાં યંત્રો, મોટરો, ગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, શસ્ત્રો બનાવવામાં થાય છે.

પ્રશ્ન 8.
ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના પ્રકારો કેટલા છે? કયા કયા?
ઉત્તર:
ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના ચાર પ્રકારો છેઃ

  1. હેમેટાઇટ,
  2. મૅગ્નેટાઇટ,
  3. લિમોનાઇટ અને
  4. સિડેરાઈટ.

પ્રશ્ન 9.
કયાં કયાં સાધનો બનાવવા તાંબાનો વધુ ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
વીજળીનાં ઉપકરણો ઉપરાંત ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, ઍરકંડિશનર વગેરે સાધનો બનાવવા તાંબાનો વધુ ઉપયોગ થાય છે.

પ્રશ્ન 10.
‘બૉક્સાઈટ’ નામ શાના પરથી પડ્યું છે?
ઉત્તર:
બૉક્સાઇટ’ ખનીજ સૌપ્રથમ ફ્રાન્સના લેસ-બાકસ (Les Bax) નામના વિસ્તારમાં મળી આવ્યું હતું, તેથી તેને બૉક્સાઇટ કહેવામાં આવે છે.

પ્રશ્ન 11.
એલ્યુમિનિયમના વિશિષ્ટ ગુણો જણાવો.
ઉત્તર:
ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ સહેલાઈથી ટીપી શકાય છે.

પ્રશ્ન 12.
એલ્યુમિનિયમના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમનો ઉપયોગ ઘરવપરાશનાં વાસણો, વિદ્યુતનાં સાધનો, રંગોમાં અને હવાઈ જહાજના બાંધકામમાં થાય છે.

પ્રશ્ન 13.
સીસાનો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
સીસાનો ઉપયોગ મિશ્રધાતુ બનાવવામાં તેમજ વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર અને સ્ટોરેજ બૅટરી વગેરે બનાવવામાં થાય છે.

પ્રશ્ન 14.
શક્તિસ્ત્રોત (ઊજા)નાં પરંપરાગત સંસાધનો કયાં કયાં છે?
ઉત્તર:
શક્તિસ્રોત ઊર્જા)નાં પરંપરાગત સંસાધનો કોલસો, છે ખનીજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનીજો, બળતણનું લાકડું, છાણાં વગેરે છે.

પ્રશ્ન 15.
શક્તિસ્ત્રોત (ઊજ)નાં ‘બિનપરંપરાગત સંસાધનો’ કયાં કયાં છે?
ઉત્તરઃ
શક્તિસ્રોત(ઊર્જા)નાં ‘બિનપરંપરાગત સંસાધનો’ સૌરઊર્જા, પવનઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા, બાયોગેસ વગેરે છે.

પ્રશ્ન 16.
કયા કયા ઊર્જાસ્ત્રોતોને ‘વ્યાપારી શક્તિ-સંસાધનો’ કહેવામાં આવે છે?
ઉત્તર:
ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અને વીજળીને ‘વ્યાપારી શક્તિ-સંસાધનો’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 17.
ક્યા ક્યા ઊર્જાસ્ત્રોતોને ‘બિનવ્યાપારી શક્તિ-સંસાધનો’ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
બળતણનું લાકડું, લક્કડિયો કોલસો, છાણાં, સાંઠી વગેરેને બિનવ્યાપારી શક્તિ-સંસાધનો કહેવામાં આવે છે.

પ્રશ્ન 18.
ખનીજ તેલ શું છે?
ઉત્તર :
ખનીજ તેલ અસંખ્ય જળચર જીવોના દટાવાથી તેમના હાઈડ્રોકાર્બન્સમાંથી બનેલું, જટિલ રાસાયણિક બંધારણ અને વિવિધ રંગો ધરાવતું જ્વલનશીલ પ્રવાહી છે.

પ્રશ્ન 19.
ભારતમાં ખનીજ તેલનો કૂક્વો સૌપ્રથમ ક્યાં ખોદવામાં આવ્યો? ક્યારે?
ઉત્તર:
ભારતમાં ખનીજ તેલનો કૂવો સૌપ્રથમ ઈ. સ. 1866માં અસમમાં ખોદવામાં આવ્યો.

પ્રશ્ન 20.
ભારતના ખનીજ તેલનાં ક્ષેત્રોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે? કયાં કયાં?
ઉત્તર:
ભારતના ખનીજ તેલનાં ક્ષેત્રોને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ

  1. ઉત્તર-પૂર્વનાં તેલક્ષેત્રો,
  2. ગુજરાતનાં તેલક્ષેત્રો,
  3. બૉમ્બે હાઈનાં તેલક્ષેત્રો,
  4. પૂર્વ કિનારાનાં તેલક્ષેત્રો અને
  5. રાજસ્થાનનાં તેલક્ષેત્રો.

પ્રશ્ન 21.
ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? ક્યારે?
ઉત્તરઃ
ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ઈ. સ. 1958માં ગુજરાતના ખેડા જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું.

પ્રશ્ન 22.
ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સંસાધનો કયાં કયાં છે?
ઉત્તરઃ
ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સંસાધનો સૌરઊર્જા, પવનઊર્જા, બાયોગેસ, ભરતીશક્તિ અને ભૂતાપીય ઊર્જા છે.

પ્રશ્ન 23.
ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સંસાધનો વિકસાવવા માટે ભારતે કઈ ર સંસ્થા સ્થાપી છે? ક્યારે? 3
ઉત્તરઃ
ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સંસાધનો વિકસાવવા માટે ભારતે ઈ. સ. 1981માં Commission for Additional sources of Energy (CASE) (કમિશન ફૉર ઍડિશનલ સોસિસ ઑફ ઍનજી) નામની સંસ્થા સ્થાપી છે.

પ્રશ્ન 24.
ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સંસાધનો વિકસાવવા માટે ગુજરાતમાં કઈ સંસ્થા કામ કરી રહી છે?
ઉત્તરઃ
ઊર્જાનાં પુનઃપ્રાપ્ય સંસાધનો વિકસાવવા માટે ગુજરાતમાં Gujarat Energy Development Agency (GEDA).- ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા કામ કરી રહી છે.

પ્રશ્ન 25.
ગુજરાતમાં સૌરઊર્જાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે?
ઉત્તર:
ગુજરાતમાં સૌરઊર્જાનો ઉપયોગ વીજળી વગરનાં ગામોમાં દીવાબત્તી (સ્ટ્રીટ લાઇટો), ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવીને કરવામાં આવે છે.

પ્રશ્ન 26.
ગુજરાતમાં સૌરઊર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? ? શા માટે?
ઉત્તર:
ગુજરાતમાં સૌરઊર્જા પ્લાન્ટ ભુજ પાસે માધોપુર ગામમાં દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા (મીઠું પાણી બનાવવા) માટે સ્થાપવામાં આવ્યો છે.

પ્રશ્ન 27.
ભારતનો સૌથી મોટો અને આદર્શ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે?
ઉત્તર:
ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાં પાટણ | જિલ્લામાં સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામે સ્થાપવામાં આવ્યો છે.

પ્રશ્ન 28.
ગુજરાતમાં કયાં સ્થળોએ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે?
ઉત્તર:
ગુજરાતમાં અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ અને બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.

પ્રશ્ન 29.
ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા | (કે કુંડ) આવેલા છે? |
ઉત્તરઃ
ગુજરાતમાં ઉનાઈ, લસુન્દ્રા, યુવા અને તુલસીશ્યામ ખાતે – ગરમ પાણીના ઝરા (કે કુંડ) આવેલા છે.

નીચેના શબ્દોના અર્થ સમજાવો. (August 20)

પ્રશ્ન 1.
ખનીજ
ઉત્તરઃ
કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ૨ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનીજ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
મસ્કોવાઇટ
ઉત્તરઃ
મસ્કોવાઇટ એ એક પ્રકારનું અબરખ છે. ભારતમાં આ પ્રકારના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. આ અબરખ અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે, જેમ કે, વિદ્યુત મોટર, ડાયનેમો રેડિયો, ટેલિફોન, મોટર ગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં મસ્કોવાઈટ અબરખનો ઉપયોગ થાય છે.

પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ-સંસાધનનો અર્થ આપી, એક-એક ઉદાહરણ આપો. (August 20)

પ્રશ્ન 1.
પરંપરાગત શક્તિ-સંસાધન
ઉત્તર:
જે શક્તિ-સંસાધન એક-વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી અથવા તેને ફરીથી બનાવી શકાતાં નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ત છે, તેને પરંપરાગત શક્તિ-સંસાધન નું કહેવાય. ઉદાહરણ તરીકે ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે.

પ્રશ્ન 2.
બિનપરંપરાગત શક્તિ-સંસાધન
ઉત્તર:
જે શક્તિ-સંસાધન પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. તેને બિનપરંપરાગત શક્તિ-સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે, સૌરઊર્જા, જળઊર્જા, પવનઊર્જા વગેરે.

નીચેના વિધાનોનાં ભૌગોલિક કારણો આપોઃ

પ્રશ્ન 1.
માનવી અને ખનીજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે.
અથવા
માનવીને ખનીજ સંસાધનો સાથે જૂનો અને ગાઢ સંબંધ કઈ રીતે છે?
ઉત્તર:
આજથી 5 લાખ વર્ષ પહેલાંનો આદિમાનવ પણ પથ્થરમાંથી બનાવેલાં સાધનોનો ઉપયોગ કરતો હતો. ત્યારથી આજ સુધીમાં માનવીએ પોતાનું જીવન ખનીજોની સાથે ખૂબ ઓતપ્રોત કરી દીધું છે.

  • નાની ટાંકણીથી માંડી કદાવર યંત્રો અને અવકાશયાનો ખનીજોમાંથી બન્યાં છે. માનવીના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખનીજોનો ફાળો અદ્વિતીય છે.
  • ખનીજોના પ્રતાપે માનવસંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ અને લોહયુગ નામે ઓળખાય છે. આજનો યુગ પણ ‘ખનીયુગ’ જ છે.

આમ, માનવી અને ખનીજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે.

પ્રશ્ન 2.
વિદ્યુતનાં સાધનોમાં અબરખનો ઉપયોગ થાય છે.
અથવા
વિદ્યુતનાં સાધનોમાં અબરખનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ
અબરખ ગરમી અને વિદ્યુતનું અવાહક (કે અતિમંદવાહક) છે. આથી વિદ્યુતનાં કેટલાંક સાધનોમાં તે વિદ્યુતરોધક (Insulator) તરીકે વપરાય છે.

  • અબરખને લીધે આવાં સાધનો વાપરનારને વિદ્યુતનો આંચકો (Electric shock) લાગતો નથી.
  • અબરખ વિદ્યુતના ભારે દબાણ High voltage) સામે ટકી શકે છે અને સ્થિતિસ્થાપક છે. તેથી પણ તે કેટલાંક વીજસાધનોમાં વપરાય છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ખનીજ એટલે શું? સમજાવો.
ઉત્તરઃ
પૃથ્વીના ખડકોમાં અનંત કાળથી ચાલતી ભૂ-વૈજ્ઞાનિક (Geological) અને નિરિંદ્રિય (અજૈવિક) (Inorganic) પ્રક્રિયાને કારણે રચાયેલા તથા ચોક્કસ અણુબંધારણ અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુસ્વરૂપના પદાર્થોને ખનીજ કહે છે.

  • આમ, કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનીજ કહેવામાં આવે છે.
  • લોખંડ, મેંગેનીઝ, તાંબું, ચાંદી વગેરે ખનીજો ઘન સ્વરૂપમાં પારો, પેટ્રોલિયમ વગેરે ખનીજો પ્રવાહી સ્વરૂપમાં અને કુદરતી વાયુ ખનીજ વાયુ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે.
  • પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારનાં ખનીજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના પર છે. જેમ કે, લોખંડ, તાંબું, જસત, સોનું, ચાંદી વગેરે ખનીજો આગ્નેય ખડકોમાંથી, કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે ખનીજો પ્રસ્તર ખડકોમાંથી અને સ્ટ્રેઈટ, આરસપહાણ, હીરા વગેરે ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે.

પ્રશ્ન 2.
“આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે.” શાથી?
ઉત્તર:
આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો છે અને અવકાશયાનો ખનીજોમાંથી બનાવવામાં આવે છે.

  • એ યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનીજોનો ઉપયોગ થાય છે.
  • યંત્રો દ્વારા દેશમાં નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારના ખૂબ જ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે. છે
  • તેથી આજના સમયમાં ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે.

પ્રશ્ન 3.
ઍલ્યુમિનિયમના ઉપયોગો જણાવો.
ઉત્તર:
ઍલ્યુમિનિયમના મુખ્ય ઉપયોગો નીચે પ્રમાણે છેઃ

  • ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કટાય નહિ તેવી અને ટીપી શકાય તેવી ધાતુ છે. તેથી તેનો ઉપયોગ ઘરવપરાશનાં વાસણો, વિદ્યુત સાધનો, વીજળીના તાર, બારીબારણાંનાં ફિટિંગ્સ, રંગો, વાહનો વગેરે બનાવવા માટે થાય છે.
  • ઍલ્યુમિનિયમનો ઉપયોગ મોટર, રેલવે, વિમાનો અને યાંત્રિક સાધનો બનાવવાના ઉદ્યોગોમાં થાય છે.

પ્રશ્ન 4.
ભારતમાં અબરખનાં પ્રાપ્તિસ્થાનો જણાવો.
ઉત્તર:
ભારતમાં અબરખની પ્રાપ્તિસ્થાનો નીચે પ્રમાણે છે:

  • ભારતમાં આછા રંગનું ‘મસ્કોવાઈટ’ અબરખ સ્ફટિકમય ખડકોમાં વિશાળ જથ્થામાં મળી આવે છે.
  • ભારતમાં અબરખનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન છે.
  • આ ઉપરાંત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે રાજ્યોમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે.
  • ઝારખંડમાં આવેલા હઝારીબાગની અબરખની ખાણો ઘણી જાણીતી છે.

પ્રશ્ન 5.
સીસાના ગુણધર્મો અને ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
સીસાનું મુખ્ય ખનીજ ચેલેના નામે ઓળખાય છે.
સીસાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છેઃ

  • સીસું મુલાયમ .પરંતુ વજનમાં ભારે ધાતુ છે. તેનું ગલનબિંદુ નીચું હોવાથી તેને સહેલાઈથી પિગળાવી શકાય છે.
  • તેનો ઉપયોગ મિશ્રધાતુઓ, ક્યૂઝ, સ્ટોરેજ બૅટરી (સંગ્રાહક કોષ), શસ્ત્રો, કેબલની રક્ષકનળીઓ, તેલિયા રંગ (સફેદો), કાચ, રબર વગેરે બનાવવામાં થાય છે.

પ્રશ્ન 6.
ભારતમાં તાંબાની કાચી ધાતુ ક્યાં ક્યાં મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં તાંબાની કાચી ધાતુ નીચેનાં સ્થળોએથી મળી આવે છે:

  • ભારતમાં તાંબાની કાચી ધાતુનો વ્યાપક જથ્થો મુખ્યત્વે ઝારખંડ, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં મળી આવ્યો છે.
  • આ ઉપરાંત, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાંથી પણ તાંબાની કાચી ધાતુ મળી આવે છે.

પ્રશ્ન 7.
ભારતમાં ચૂનાના પથ્થર(લાઇમસ્ટોન)નાં પ્રાપ્તિસ્થાનો જણાવો. ગુજરાતમાં તે ક્યાં ક્યાં મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં ચૂનાના પથ્થર(લાઈમસ્ટોન)નાં પ્રાપ્તિસ્થાનો નીચે પ્રમાણે છે:

  • ભારતમાં લગભગ બધાં રાજ્યોમાં ચૂનાનો પથ્થર મળી આવે છે. પરંતુ દેશના કુલ ઉત્પાદનના 70 % જેટલું ઉત્પાદન મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુમાં થાય છે.
  • ગુજરાતમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા જિલ્લાઓમાં ચૂનાના પથ્થરનું ઉત્પાદન વધુ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ જિલ્લા પણ ચૂનાના ખડકો ધરાવે છે.
  • જામનગર જિલ્લામાં મળતા ચૂનાના પથ્થરમાં ચૂનાનું તત્ત્વ 97 % જેટલું છે. તે સિમેન્ટ અને સોડા એંશ બનાવવામાં વપરાય છે.

પ્રશ્ન 8.
ધાતુમય ખનીજોનું વર્ગીકરણ કરો.
ઉત્તર:
ધાતુમય ખનીજોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે:

  1. કીમતી ધાતુમય ખનીજો સોનું, રૂપું (ચાંદી), પ્લેટિનમ વગેરે.
  2. વજનમાં હલકી એવી ધાતુવાળાં ખનીજોઃ મૅગ્નેશિયમ, બૉક્સાઈટ, ટાઈટેનિયમ વગેરે.
  3. સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો લોખંડ, તાંબુ, સીસું, કે જસત, કલાઈ, નિકલ વગેરે.
  4. મિશ્રધાતુ બનાવવા વપરાતાં ખનીજો: મૅગેનીઝ, ક્રોમિયમ, ટિંગસ્ટન, વેનેડિયમ વગેરે.

પ્રશ્ન 9.
શક્તિનાં સંસાધનો ક્યાં ક્યાંથી મેળવાય છે?
ઉત્તરઃ
શક્તિનાં સંસાધનો કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, લાકડું, છાણ તથા યુરેનિયમ જેવા પરંપરાગત સ્રોત તેમજ સૂર્ય, પવન, ભરતી, ભૂતાપીય ઊર્જા જેવા બિનપરંપરાગત સ્રોતમાંથી મેળવાય છે.

પ્રશ્ન 10.
શક્તિનાં સંસાધનોનો આર્થિક ઉપયોગ શો છે?
ઉત્તર:
શક્તિનાં સંસાધનોની મદદથી વાહનોમાં મુસાફરો તેમજ માલસામાનનું વ્યાપારી ધોરણે પરિવહન કરવામાં આવે તથા કારખાનાનાં યંત્રો ચલાવી તેના દ્વારા વ્યાપારી ધોરણે ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે તે શક્તિનાં સંસાધનોનો આર્થિક ઉપયોગ છે.

પ્રશ્ન 11.
શક્તિ-સંસાધનોના ઊર્જાસ્ત્રોતો પૈકી પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ-સંસાધનો કયાં કયાં છે?
ઉત્તર:
શક્તિ-સંસાધનોના ઊર્જાસ્રોતો પૈકી પરંપરાગત શક્તિસંસાધનોમાં કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું, છાણાં વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે બિનપરંપરાગત શક્તિ-સંસાધનોમાં સૌરઊર્જા, પવનઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા, બાયોગેસ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 12.
કયાં કયાં શક્તિ-સંસાધનોને વ્યાપારી શક્તિ-સંસાધનો ‘ કહેવામાં આવે છે? “બિનવ્યાપારી શક્તિ-સંસાધનો’ કયાં કયાં છે?
ઉત્તર:
ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ અને વિદ્યુતને વ્યાપારી શક્તિ-સંસાધનો કહેવામાં આવે છે. બળતણનું લાકડું, લક્કડિયો કોલસો, છાણાં, સાંઠી વગેરે “બિનવ્યાપારી શક્તિસંસાધનો છે.

પ્રશ્ન 13.
ભારતમાં કયાં કયાં રાજ્યોમાંથી કોલસો મળે છે? ગુજરાતનાં કોલસાનાં ક્ષેત્રો જણાવો.
ઉત્તર:
ભારતમાં મુખ્યત્વે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લડાખમાં કોલસો મળે છે. આ ઉપરાંત અસમ, તમિલનાડુ, રાજસ્થાન અને ગુજરાત પણ કોલસાનું ઉત્પાદન કરે છે. કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, સુરત વગેરે ગુજરાતનાં કોલસાનાં ક્ષેત્રો છે. તેમાંથી લિગ્નાઈટ કોલસો મળે છે.

પ્રશ્ન 14.
કોલસો કેવી રીતે બન્યો?
ઉત્તરઃ
આજથી કરોડો વર્ષ પૂર્વે પૃથ્વીના વિશાળ દલદલીય પ્રદેશોમાં વૈવિધ્યસભર વનરાજી હતી.

  • પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ.
  • પૃથ્વીની આંતરિક ગરમી (ઉષ્મા) અને દબાણને કારણે કાર્બનતત્ત્વ ધરાવતાં વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. તેમાંના કાર્બન તત્ત્વનું કોલસામાં રૂપાંતરણ થતું ગયું. આ રીતે કોલસો બન્યો.
  • આશરે 25 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો કાબોનિફેરસ સમયગાળા તરીકે ઓળખાયો.

પ્રશ્ન 15.
કોલસાના ઉપયોગો જણાવો.
અથવા
“કોલસો વિવિધ ઉપયોગી સંસાધન છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર:
કોલસાના મુખ્ય ઉપયોગો નીચે પ્રમાણે છે:

  • કોલસાનો મહત્તમ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાનાં કારખાનાઓમાં થાય છે.
  • તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓમાં ઊર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે.
  • તેમાંથી ડામર, અમોનિયા વાયુ, બેન્ઝોલ, અમોનિયા સલ્ફટ અને ક્રૂડ ઑઇલ જેવી આડપેદાશો મળે છે અને કોક, કોલગેસ, ઍકરીન તેમજ અત્તર જેવા પદાર્થો બનાવી શકાય છે.
    [આમ, ખનીજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાને લીધે તેને કાળો હીરો’ કહેવામાં આવે છે.]

પ્રશ્ન 16.
કુદરતી વાયુનો પરિચય આપો.
ઉત્તરઃ
કુદરતી વાયુ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે:

  • તે સૌથી સસ્તી, વાપરવામાં સરળ અને પ્રદૂષણ રહિત ઊર્જાશક્તિ પૂરી પાડે છે.
  • તેનો ઉપયોગ ઘરગથ્થુ બળતણ તરીકે, વાહનો અને કારખાનાં ચલાવવા માટે, ઠંડા પ્રદેશોમાં ગરમી મેળવવા માટે તેમજ પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ખાતર બનાવવા માટે થાય છે.
  • ભારતમાં કુદરતી વાયુના ભંડારો ખંભાત બેસિન, કાવેરી બેસિન અને રાજસ્થાનમાં જેસલમેર ખાતે આવેલા છે.
  • ગુજરાતમાં અંકલેશ્વર ખનીજ તેલ અને કુદરતી વાયુનો સૌથી મોટો ભંડાર ધરાવતું ક્ષેત્ર છે.

પ્રશ્ન 17.
તફાવત સમજાવોઃ શક્તિનાં સાધનોનો આર્થિક ઉપયોગ છે અને બિનઆર્થિક ઉપયોગ
ઉત્તરઃ
શક્તિનાં સાધનોના આર્થિક ઉપયોગ અને બિનઆર્થિક ઉપયોગ વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છેઃ

આર્થિક ઉપયોગ બિનઆર્થિક ઉપયોગ
1. શક્તિસાધન વ્યાપારી ધોરણે મોટું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે વપરાય ત્યારે તેનો ઉપયોગ આર્થિક ગણાય. 1. શક્તિસાધન ઘરમાં રસોઈ કરવા, પાણી ગરમ કરવા કે હું અન્ય બિનવ્યાપારી પ્રવૃત્તિ માટે વપરાય ત્યારે તેનો ઉપયોગ બિનઆર્થિક ગણાય.
2. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, વિદ્યુત વગેરે શક્તિશક્તિસાધનો કારખાનાઓમાં વ્યાપારી હેતુઓ માટે વપરાય છે. 2. બળતણનું લાકડું, છાણાં, લાકડિયો કોલસો વગેરે સાધનો ઘરમાં બિનવ્યાપારી હેતુઓ માટે વપરાય છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
મેંગેનીઝના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
મૅગેનીઝના ઉપયોગો નીચે પ્રમાણે છે :

  • મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ વિશિષ્ટ પ્રકારનું પોલાદ બનાવવા માટે થાય છે. આ પોલાદ લવચીક હોવાની સાથે ખૂબ મજબૂત હોય છે. તેનો ઉપયોગ પટ્ટા, સળિયા વગેરે બનાવવામાં થાય છે.
  • મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા (Flexibility) અને મજબૂતાઈ આવે છે.
  • ખડકો તોડવાનાં કે દળવાનાં યંત્રોમાં પણ મેંગેનીયુક્ત પોલાદ વપરાય છે. તે ઘસારા સામે ટકી શકે છે.
  • મેંગેનીઝનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. મુખ્યત્વે રસાયણ ઉદ્યોગો તેમજ બ્લીચિંગ પાઉડર, કીટનાશકો, સૂકી બૅટરી, ટાઇલ્સ વગેરે બનાવવામાં થાય છે.
  • આ ઉપરાંત મેંગેનીઝ ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગ, દીવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી વગેરે ઉદ્યોગોમાં ઘણું ઉપયોગી છે.
  • ચિનાઈ માટીનાં વાસણો અને રંગીન ઈંટો બનાવવામાં તે ઘણું ઉપયોગી છે.

પ્રશ્ન  2.
ટૂંક નોંધ લખો:

1. સૌરઊર્જા
ઉત્તરઃ
સૂર્ય પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે.

  • સૂર્ય વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે.
  • સૌરઊર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ જીવંત રહે છે. તે વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી શક્તિ છે.
  • સૌરઊર્જાની ટેકનોલૉજી વડે ભારતમાં વિવિધ ઉપકરણો બનાવવામાં આવ્યાં છે.
  • સૌરઊર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગો કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.
  • સૌરઊર્જાનો ઉપયોગ રસોઈ કરવા (સોલર કૂકર), પાણી ગરમ કરવા (સોલર હીટર), રેફ્રિજરેટર ચલાવવા અને રસ્તાની દીવાબત્તી(સોલર પેનલ)માં કરવામાં આવે છે.
  • ભારતમાં ગુજરાત સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત ઍનર્જી વિકાસ એજન્સી (GEDA) – ગડાએ વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે.
  • ગુજરાતમાં વીજળી વિનાનાં ગામોમાં દિવાબત્તી (સ્ટ્રીટ લાઇટ), ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે.
  • ગુજરાતના ભુજ પાસે માધોપુરમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા (ડિસેલિનેશન કરવા) માટે સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

( વિશેષઃ ભુજ પાસે આવેલી ‘કચ્છ ડેરી’ માટે ભારતનું સૌથી મોટું, 6000 ચોરસ મીટરનું ‘સોલર પૉન્ડ’ સ્થાપવામાં આવ્યું છે. તેના જ દ્વારા સંચિત થતી સૂર્યની ગરમીનો ઉપયોગ ડેરીના દૂધને જંતુરહિત કરવા માટે થાય છે.]

2. પવનઊર્જા
ઉત્તરઃ
પવનઊર્જા એ ઊર્જાનું બિનપરંપરાગત શક્તિ-સંસાધન છે. ?

  • સૂર્ય પૃથ્વીની સપાટી પર ઉષ્મા-ઊર્જા વરસાવે છે.
  • વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનો ઉદ્ભવે છે.
  • આમ, પવન સૂર્યઊર્જાથી ઉત્પન્ન થયેલું હવાનું સ્વરૂપ છે.
  • પવનઊર્જા પુનઃપ્રાપ્ય અને પ્રદૂષણ રહિત છે. આ ફેંકાયેલી ઊર્જાને પવનચક્કી દ્વારા એકઠી કરવામાં આવે છે.
  • પવનચક્કી પવનની ઝડપના ઘનના સમ પ્રમાણમાં વીજળી પેદા કરે છે. જ્યાં પવનો વિના અવરોધે 15-20 કિલોમીટરની ઝડપે ફૂંકાતા હોય તેવા સમુદ્રકિનારે કે પર્વતીય પ્રદેશોમાં પવનચક્કી બેસાડી શકાય છે. પવનચક્કીઓના સંકુલને ‘વિન્ડ ફાર્મ’ કહે છે.
  • ભારતમાં સમુદ્રકિનારે અને ખુલ્લા પ્રદેશોમાં પવનચક્કીઓ દ્વારા પવનઊર્જા મેળવવામાં આવે છે. વિશ્વમાં ભારત પવનઊર્જા મેળવતો પાંચમો દેશ છે.
  • ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ,
    ઓડિશા, કર્ણાટક, કેરલ વગેરે રાજ્યો પવનઊર્જા મેળવે છે.
  • ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઈ પર પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.

[વિશેષ: ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ સંકુલ તમિલનાડુમાં છે. તેની ક્ષમતા 150 મેગાવૉટ છે.].

૩. બાયોગૅસ
ઉત્તર:
બાયોગૅસ ઊર્જાશક્તિ મેળવવાનું બિનપરંપરાગત સાધન છે.

  • ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, ખાંડનાં કારખાનાંનો કચરો, છાણ, માનવ મળમૂત્ર વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતો ગેસ ‘બાયોગેસ’ કહેવાય છે.
  • તે બેકટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. તેમાંથી મિથેન વાયુ છૂટો પડે છે. તે દહનશીલ વાયુ છે.
  • બાયોગૅસ મેળવી લીધા પછી વધેલા કચરાનું વિષાણુ વગરનું કીમતી ખાતર બને છે.
  • આમ, બાયોગેસ દ્વારા ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે.
  • ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ‘ગોબર ગેસ’ કહે છે. બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને ‘બાયોગેસ પ્લાન્ટ’ કહે છે.
  • ગામડાંઓમાં બળતણ માટે લાખો ટન લાકડું અને છાણ વપરાય છે. તેને બદલે બાયોગેસ વપરાય તો વૃક્ષો કપાતાં બચાવી શકાય અને ગામડાંની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેમની ઘરેલું ઊર્જાની અછતને ઓછી કરી શકાય.
  • ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને ગુજરાત બીજા સ્થાને છે.
  • ભારતનો સૌથી મોટો અને આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં છે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના રૂદાતલમાં અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.
  • વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.

4. ભૂતાપીય ઊર્જા
ઉત્તર:
ભૂતાપીય ઊર્જા એ ઊર્જાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે.

  • ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જા ‘ભૂતાપીય ઊર્જા’ કહેવાય છે. કેટલીક વાર ભૂગર્ભમાં ઊતરેલું પાણી મૅગ્યાના સંપર્કથી વરાળ બને છે. કાળક્રમે તે ભૂસપાટી પર આવતાં ઊઠાઝરા અને ઊઠાકુવારા થકી ભૂતાપીય ઊર્જા મેળવાય છે.
  • ગુજરાતમાં ઉનાઈ, લસુન્દ્રા, યુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા (કે કુંડ) આવેલા છે. આ વિસ્તારોમાં ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ થવાની શક્યતાઓ છે.
  • યુ.એસ.એ., આઇસલૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઈટલી અને જાપાનમાં ઘણાં વર્ષોથી ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ થાય છે.

[વિશેષઃ ભારતમાં હિમાચલ પ્રદેશના મણિકરણ ખાતે ભૂતાપીય ઊર્જાની મદદથી એક નાનો વિદ્યુત પ્લાન્ટ ચલાવવામાં આવે છે.]

5. ભરતી ઊર્જા
ઉત્તર:
ભરતી ઊર્જા એ ઊર્જાનું બિનપરંપરાગત શક્તિસંસાધન છે.

  • સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે સમુદ્રકિનારે ભરતી-ઓટની ઘટના નિરંતર ચાલ્યા કરે છે. તેને લીધે દરિયાના પાણીની સપાટીમાં ચડઊતર થાય છે.
  • કેટલાક અખાતોમાં બહુ મોટી ભરતી અને ઓટ આવે છે. ત્યાં પાણીની સપાટીમાં બહુ મોટી ચડઊતર થાય છે. આવી જગાએ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ભરતીના પાણીમાં શક્તિ વધુ હોય છે.
  • અહીં મોટી ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ વખતે નીચાણમાં ગોઠવેલા ટર્બાઇન પર ધોધરૂપે વહેવડાવીને વિદ્યુતશક્તિ મેળવવામાં આવે છે.
  • ઈ. સ. 1966માં વિશ્વમાં સૌપ્રથમ ફ્રાન્સે ભરતી-ઓટની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવાની યોજના અમલમાં મૂકી હતી.
  • ભારત લગભગ 7516 કિલોમીટર જેટલો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી ભરતી ઊર્જા મેળવવાની ઘણી શક્યતાઓ છે.
  • ગુજરાત વિદ્યુત બોર્ડે ખંભાતના અખાત અને કચ્છના અખાતમાં જામનગરના કિનારે ભરતી ઊર્જાથી વિદ્યુત મેળવવાનો સંશોધન કાર્યક્રમ હાથ ધર્યો છે.

પ્રશ્ન 3.
તફાવત સમજાવો કુદરતી વાયુ અને ગોબર ગેસ
ઉત્તરઃ
કુદરતી વાયુ અને ગોબર ગેસ વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે:

કુદરતી વાયુ ગોબર ગેસ
1. કુદરતી વાયુ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે. 1. તે છાણને બૅટ્ટેરિયાની મદદથી કોહવડાવીને મેળવાતો વાયુ છે.
2. તે એક પરંપરાગત ઊર્જાસ્રોત છે. 2. તે એક બિનપરંપરાગત ઊર્જાસ્રોત છે.
3. તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી. 3. તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે.
4. તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. 4. તેના ઉત્પાદન એકમો ઘણા નાના હોય છે અને તેમાં ઘણી ઓછી મૂડી રોકવી પડે છે.
5. તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે. 5. તેનો ઉપયોગ બિનવ્યાપારી ધોરણે થાય છે.
6. તે વિદ્યુતનું ઉત્પાદન કરવા, રાસાયણિક ખાતરો બનાવવા, વાહનો અને કારખાનાંઓ ચલાવવા તથા ઘરમાં બળતણ તરીકે વપરાય છે. 6. તેનો ઉપયોગ મુખ્યત્વે ઘરગથ્થુ બળતણ તરીકે થાય છે.

પ્રશ્ન 4.
ખનીજ સંસાધનોની અછત ન સર્જાય તે માટે તમે ભવિષ્યના નાગરિક હોવાના નાતે કયા ઉપાયો સૂચવશો? (March 20)
ઉત્તર:
ખનીજ સંસાધનોની ભવિષ્યમાં અછત ન સર્જાય તે માટે હું ભવિષ્યના નાગરિક હોવાના નાતે નીચેના ઉપાયો સૂચવીશઃ
(1) ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ ઓછા પ્રમાણમાં મળતાં કે ખલાસ થવાની અણી પર હોય તેવાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવાં ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે, વિદ્યુતને સ્થાને સૌરઊર્જાનો, તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી.નો ઉપયોગ કરવો જોઈએ.

(2) બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગઃ પવનઊર્જા, સૌરઊર્જા, બાયોગેસ, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. આ બધા ઊર્જાસ્રોતો પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સંસાધનો છે.

(૩) પોષણક્ષમ (ટકાઉ વિકાસ) પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણમુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ.

(4) ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ.

(5) ખનીજો નાશવંત છે. તેમનું નવીનીકરણ થઈ શકતું નથી. તેથી તેમનો બહુ વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે.

(6) ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવાં જ કામો માટે 3 ખનીજો વાપરવાં જોઈએ.

(7) ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે, એ ખ્યાલ સ્વીકારીને ખનીજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લોખંડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો.
ઉત્તરઃ
લોખંડ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ ગણાય છે.
ગુણધર્મો:
(1) તે સોંઘુ, મજબૂત અને ટકાઉ ધાતુ છે.
(2) તે અન્ય ધાતુઓ સાથે ભળી જાય છે.

ઘડતરનું લોખંડઃ લોખંડ અશુદ્ધ સ્વરૂપ(લોહઅયસ્ક)માં મળે છે. તેને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે મોટી ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. તેથી ઢાળનું લોખંડ મળે છે. આ લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરવામાં આવતાં જે લોખંડ મળે છે, તે ‘ઘડતરનું લોખંડી’ કહેવાય છે.
લોખંડની કાચી ધાતુના ચાર પ્રકારઃ
(1) હેમેટાઈટ
(2) મૅગ્નેટાઇટ,
(3) લિમોનાઈટ અને
(4) સિડેરાઇટ.

ઉપયોગોઃ ટાંકણીથી માંડીને મોટાં યંત્રો, યંત્રસામગ્રી, 2 મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવામાં લોખંડનો મોટા પાયા પર ઉપયોગ થાય છે.

પ્રાપ્તિસ્થાનો: ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરલ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે.

પ્રશ્ન 2.
કોલસા વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો.
ઉત્તર:
કોલસો પરંપરાગત કે વ્યાપારી શક્તિ-સંસાધન ગણાય છે. તે પુનઃઅપ્રાપ્ય શક્તિ-સંસાધન પણ છે.

કોલસાની ઉત્પત્તિઃ આજથી કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર પુષ્કળ વનરાજી હતી. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે એ વનરાજી પૃથ્વીના પેટાળમાં દટાઈ. પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે વૃક્ષોનું મંદ થતાં તેમાંના કાર્બન તત્ત્વોનું કોલસામાં રૂપાંતર { થયું. આ રીતે કોલસાની ઉત્પત્તિ થઈ. તે પ્રસ્તર ખડકોમાં મળે છે.

કોલસાના પ્રકારો કાર્બન તત્ત્વના આધારે કોલસાના મુખ્ય ચાર પ્રકારો છેઃ
(1) ઍન્થસાઇટ કોલસો,
(2) બિટ્યુમિનસ કોલસો,
(3) લિગ્નાઇટ કોલસો અને
(4) પીટ કોલસો.

કોલસાના ઉપયોગો
(1) કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાનાં કારખાનાંઓમાં તેમજ રેલવે અને આગબોટ જેવાં પરિવહન સાધનોમાં થાય છે.
(2) તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાંઓમાં ઊર્જાના સ્ત્રોત તરીકે અને કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે.
(3) તેમાંથી ડામર, અમોનિયા વાયુ, બેન્ઝોલ, અમોનિયા સલ્ફટ અને ક્રૂડ ઑઇલ જેવી આડપેદાશો મળે છે.

કોલસાનાં પ્રાપ્તિસ્થાનો:
(1) ભારતમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લડાખમાં કોલસો મળે છે.
(2) આ ઉપરાંત, રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાંથી પણ કોલસો મળે છે.


ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, સુરત વગેરે 3 જિલ્લાઓમાંથી લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે.

GSEB Class 10 Social Science ભારત: ખનિજ અને શક્તિનાં સંસાધનો Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
ખનીજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો.
ઉત્તર:
ખનીજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ-સંસાધન ગણાય છે. તે પુનઃઅપ્રાપ્ય શક્તિ-સંસાધન પણ છે.

ખનીજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. આજથી કરોડી વર્ષ પહેલાં પૃથ્વી પરનાં પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયાં અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું. આવા કેટલાક ખનીજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો ભૂસંચલનના કારણે સમુદ્રમાંથી બહાર ઊંચકાઈ આવ્યા, તો કેટલાક સમુદ્રતળિયે જ રહ્યા.

ખનીજ તેલની પ્રાપ્તિઃ ઈ. સ. 1866માં ભારતમાં અસમમાં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. તેમાં સફળતા મળતાં દેશમાં ખનીજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્નો શરૂ થયા. આજે ભારતમાં મુખ્યત્વે ખંભાતના અખાત અને અરબ સાગરના બૉમ્બે હાઈ, ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે.

ખનીજ તેલના ભંડારોના વિભાગો ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ

  1. ઉત્તર-પૂર્વનાં તેલક્ષેત્રો,
  2. ગુજરાતનાં તેલક્ષેત્રો,
  3. બૉમ્બે હાઈનાં તેલક્ષેત્રો,
  4. પૂર્વ કિનારાનાં તેલક્ષેત્રો અને
  5. રાજસ્થાનના તેલક્ષેત્રો.

ખનીજ તેલના ઉપયોગો: ખનીજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનોના સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે. ખનીજ તેલની આડપેદાશોમાંથી પ્લાસ્ટિક, રંગો, રસાયણો, રાસાયણિક ખાતર, વાર્નિશ, આલ્કોહોલ, પેરેફીન, જંતુનાશક દવાઓ, સિક્વેટિક રેસા વગેરે બને છે.

પ્રશ્ન 2.
ખનીજ સંરક્ષણના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
ખનીજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે:

  • યોગ્ય ટેકનોલૉજીનો ઉપયોગ ખનીજો મેળવવા માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે, તો ખનીજો વેડફાઈ જતી અટકાવી શકાય છે.
  • પુનઃચક્રઃ વપરાઈ ગયેલાં લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ અને ક્લાઈના : ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ થઈ શકે છે.
  • ખનીજોનો વૈકલ્પિક ઉપયોગઃ ઓછા પ્રમાણમાં મળતાં કે ખલાસ છૂવાની અણી પર હોય તેવાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવાં ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે, વિદ્યુતને સ્થાને સૌરઊર્જાનો, તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી.નો ઉપયોગ કરવો જોઈએ.
  • બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ પવનઊર્જા, સૌરઊર્જા, બાયોગેસ, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. આ બધા ઊર્જાસ્ત્રોતો પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સંસાધનો છે.
  • પોષણક્ષમ (ટકાઉ વિકાસ) પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણમુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ.
  • ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ.
  • ખનીજો નાશવંત છે. તેમનું નવીનીકરણ થઈ શકતું નથી. તેથી તેમનો બહુ વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે.
  • ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવાં જ કામો માટે ખનીજો વાપરવાં જોઈએ.
  • ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે, એ ખ્યાલ સ્વીકારીને ખનીજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ.

પ્રશ્ન 3.
વિદ્યુતશક્તિ વિશે ટૂંકમાં લખો. અથવા
વિદ્યુતશક્તિના પ્રકારો કયા કયા છે? દરેક વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
આપણા ઘરમાં પંખા, ટેલિવિઝન, રેડિયો, વૉશિંગ મશીન, ફ્રિજ, ટ્યૂબલાઈટ્સ વગેરેને ચલાવવા વિદ્યુતશક્તિની જરૂર પડે છે. પર્યાવરણનાં તત્ત્વોનો ઉપયોગ કરી માનવીએ સંચાલન શક્તિનાં વિવિધ સાધનો વિકસાવ્યાં છે. તેમાંની એક છે વિદ્યુતશક્તિ. ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુતશક્તિ રહેલી છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિદ્યુતશક્તિની શોધ થઈ.
ઊર્જાનાં સાધનોને આધારે વિદ્યુતશક્તિના ત્રણ પ્રકાર પડે છે.
1. તાપવિદ્યુત,
2. જલવિદ્યુત અને
3. પરમાણુવિદ્યુત.

1. તાપવિદ્યુતઃ કોલસો, ખનીજ તેલ કે કુદરતી વાયુનો ઊર્જાના સોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી વિદ્યુત તાપવિદ્યુત’ કહેવાય છે.

  • ભારતના કુલ વિદ્યુત ઉત્પાદનની આશરે 70 % વિદ્યુત તાપવિદ્યુત છે. ભારતમાં 310થી વધુ તાપવિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે. તેમાં મુખ્યત્વે કોલસો વપરાય છે, કારણ કે તે ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ હોવાથી પ્રમાણમાં સસ્તો છે.
  • તાપવિદ્યુતમથકોમાં લાખો ટન કોલસો વપરાય છે, એટલે તેનું પરિવહન ખર્ચ ઓછું કરવા, સામાન્ય રીતે કોલસાના ક્ષેત્રમાં જ તાપવિદ્યુતમથક સ્થાપવામાં આવે છે.
  • ભારતમાં મુખ્યત્વે તાપવિદ્યુત પર આધાર રાખતાં રાજ્યો ગુજરાત, અસમ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્લી પણ સારા પ્રમાણમાં તાપવિદ્યુત ઉત્પન્ન કરે છે.

2. જલવિદ્યુતઃ નદીના ધોધના સ્થળે કે ઊંચા સ્થળે જમા કરેલા પાણીને પાઈપ દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઇન : ચલાવી ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત જલવિદ્યુત’ કહેવાય છે.

  • તેના ઉત્પાદનમાં માત્ર પાણીનો ઉપયોગ થતો હોવાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. વળી, આ પાણી વૃષ્ટિ દ્વારા મળ્યા કરતું હોવાથી અખૂટ શક્તિસાધન છે.
  • જલવિદ્યુતના ઉત્પાદન માટે પાણીનો એકધારો પુરવઠો અને જળધોધ માટે પર્વતીય ભૂપૃષ્ઠ જરૂરી છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરલ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોમાં જલવિદ્યુતનું ઉત્પાદન વધુ થાય છે.
  • ગુજરાતમાં સરદાર સરોવર, કડાણા અને ઉકાઈ ખાતે જલવિદ્યુત મથકો છે.
  • નર્મદા નદી પરની ‘સરદાર સરોવર’ યોજનાનાં જલવિદ્યુતમથકો 1450 મેગાવૉટ વિદ્યુત ઉત્પન્ન કરશે.

૩. પરમાણુવિદ્યુતઃ યુરેનિયમ અને થોરિયમ જેવાં કિરણોત્સર્ગી તત્ત્વોના પરમાણુ વિભાજનથી જે વિરાટ ગરમીશક્તિ પેદા થાય છે, તેનો ઉપયોગ પરમાણુવિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે.

  • એક અંદાજ પ્રમાણે 450 ગ્રામ યુરેનિયમના પરમાણુ વિભાજનથી આશરે 120 લાખ કિલોવૉટ વિદ્યુતશક્તિ મળે છે.
  • ભારતમાં યુરેનિયમ ઝારખંડ અને રાજસ્થાનમાંથી બહુ થોડા પ્રમાણમાં મળે છે.
  • ભારતમાં છ પરમાણુ વિદ્યુતમથકો છેઃ મહારાષ્ટ્રમાં તારાપુર, તમિલનાડુમાં કલ્પક્કમ, રાજસ્થાનમાં કોટા પાસે રાવતભાટા, ઉત્તર :પ્રદેશમાં મથુરા પાસે નરોરા, ગુજરાતમાં કાકરાપાર અને કર્ણાટકમાં કૈગા. તેમની કુલ વિદ્યુત ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા 2720 મેગાવૉટ જેટલી છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
ચૂનાના (પથ્થરના) ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ચૂનાના પથ્થરના) ઉપયોગો નીચે પ્રમાણે છે:

  • ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધકામમાં થાય છે.
  • તે લોખંડને પિગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે.
  • આ ઉપરાંત, તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગોમાં, ખાંડના શુદ્ધીકરણમાં તથા ચૂનો, સોડા એંશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે.

પ્રશ્ન 2.
અબરખ વિશે જણાવો.
અથવા
અબરખના ગુણધર્મો અને ઉપયોગ લખો.
અથવા અબરખનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
અબરખના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છેઃ

  • અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક (અતિમંદવાહક) છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે.
  • આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેનાં હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુતરોધક (Insulator) તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત, તે અન્ય વીજસાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે.
  • તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે.
  • ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે.
  • ભારતમાં મસ્કોવાઈટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે.
  • અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે.

પ્રશ્ન 3.
તાંબાની ઉપયોગિતા જણાવો. અથવા તાંબાના ગુણધર્મો અને ઉપયોગ જણાવો. (March 20)
ઉત્તર:
તાંબાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે:

  1. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્રધાતુઓ બનાવવા માટે થાય છે. તેમાં જસત ભેળવતાં પિત્તળ અને કલાઈ ભેળવતાં કાંસું બને છે. સોનું, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે.
  2. તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી હું ખનીજોમાં સર્વપ્રથમ તાંબું માનવીના ઉપયોગમાં આવ્યું હશે એમ મનાય છે.
  3. તાંબું વિદ્યુતની સુવાહક ધાતુ છે.
  4. ‘તામયુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે.
  5. તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનનાં સાધનો, સિક્કા, છાપકામનાં બીબાં, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે.
    > તાંબું એક ઉત્તમ વિદ્યુતવાહક હોવાથી વીજળીના તાર, વીજસાધનો અને રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, ઍરકંડિશનર વગેરે સાધનો બનાવવામાં વપરાય છે.

પ્રશ્ન 4.
ખનીજોના વર્ગીકરણ વિશે લખો.
ઉત્તર:
ખનીજોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે:

ખનીજોનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે પણ કરી શકાય?
(1) ધાતુમય ખનીજો:
(i) કીમતી ધાતુમય ખનીજો સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે.
(ii) વજનમાં હલકી એવી ધાતુવાળાં ખનીજોઃ મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ (ટાઈટેનિયમ) વગેરે.
(iii) સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે.
(iv) મિશ્રધાતુ બનાવવા વપરાતાં ખનીજો મૅગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ (વનેડિયમ) વગેરે.

(2) અધાતુમય ખનીજો:
ચૂનાના પથ્થર, ચૉક, ઍબ્રેસ્ટૉસ, અબરખ, ફ્લોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), સલ્ફર, હીરા વગેરે.

(૩) સંચાલન શક્તિ માટે વપરાતાં ખનીજો:
કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
‘આધુનિક યુગને ‘ખનીજયુગ’ કહે છે’ શા માટે?
અથવા
આધુનિક યુગને ‘ખનીયુગ’ શા માટે કહે છે? અથવા
ભૌગોલિક કારણો આપોઃ આધુનિક યુગને ‘ખનીયુગ’ પણ કહેવામાં આવે છે.
ઉત્તરઃ
માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનીજોમાંથી બનાવાયેલાં સાધનો સંકળાયેલાં છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદનાં યંત્રો, વાહનો વગેરે ખનીજોમાંથી બને છે.
ઓદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આજનાં તમામ વિકસિત રાખે ખનીજોનાં વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનિકી વિકાસના કારણે સમૃદ્ધ થયાં છે. તેથી આધુનિક યુગને ‘ખનીયુગ’ પણ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
આજે બિનપરંપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે?
ઉત્તર:
હાલમાં વિશ્વની ઊર્જાની મોટા ભાગની જરૂરિયાત કોલસો, ખનીજ તેલ, કુદરતી તેલ અને લાકડું જેવાં પરંપરાગત ઊર્જાસ્રોતોથી સંતોષાય છે.

  • આ ઊર્જાસ્રોતોનો જથ્થો મર્યાદિત છે. વળી, તે પુનઃઅપ્રાપ્ય શક્તિ સંસાધનો છે.
  • પરંપરાગત ઊર્જાસ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે. જંગલો પણ ઘટી રહ્યાં છે, એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે.
  • આ સંજોગોમાં, નજીકના જ ભવિષ્યમાં ઊર્જાના બિનપરંપરાગત સ્રોતોનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે. વળી, તે પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સંસાધનો છે.
  • આથી આજે બિનપરંપરાગત ઊર્જાશક્તિનો ઉપયોગ વધ્યો છે.

પ્રશ્ન 3.
લોખંડનાં મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો.
ઉત્તરઃ
લોખંડ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ ગણાય છે.
ગુણધર્મો:
(1) તે સોંઘુ, મજબૂત અને ટકાઉ ધાતુ છે.
(2) તે અન્ય ધાતુઓ સાથે ભળી જાય છે.

ઘડતરનું લોખંડઃ લોખંડ અશુદ્ધ સ્વરૂપ(લોહઅયસ્ક)માં મળે છે. તેને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે મોટી ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. તેથી ઢાળનું લોખંડ મળે છે. આ લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરવામાં આવતાં જે લોખંડ મળે છે, તે ‘ઘડતરનું લોખંડી’ કહેવાય છે.
લોખંડની કાચી ધાતુના ચાર પ્રકારઃ
(1) હેમેટાઈટ
(2) મૅગ્નેટાઇટ,
(3) લિમોનાઈટ અને
(4) સિડેરાઇટ.

ઉપયોગોઃ ટાંકણીથી માંડીને મોટાં યંત્રો, યંત્રસામગ્રી, 2 મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવામાં લોખંડનો મોટા પાયા પર ઉપયોગ થાય છે.

પ્રાપ્તિસ્થાનો: ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરલ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે.

પ્રશ્ન 4.
ભારતમાં મેંગેનીઝ કયાં કયાં રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે?
ઉત્તર:
ભારતમાં મૅગેનીઝ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?
A. ધુવારણ
B. દાંતીવાડા
C. મેથાણ
D. ઉન્મેલ
ઉત્તર:
B. દાંતીવાડા

પ્રશ્ન 2.
ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે. તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?
A. તુલસીશ્યામ
B. ઉનાઈ
C. સાપુતારા
D. લસુન્દ્રા
ઉત્તર:
C. સાપુતારા

પ્રશ્ન 3.
નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ ચાર વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ચાંદી, પ્લેટિનમ a. સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ
2. મૅગ્નેશિયમ, ટાઇટેનિયમ b. મિશ્રધાતુરૂપે વપરાતું ખનીજ
3. સીસું, નિકલ c. કીમતી ધાતુમય ખનીજ
4. ટંગસ્ટન, વેનેડિયમ d. હલકી ધાતુમય ખનીજ

A. (1 – a), (2 – c), (3 – b), (4 – d).
B. (1 – c), (2 – d), (3 – a), (4 – b).
C. (3 – b), (2 – a), (3 – d), (4 – c).
D. (1 – d), (2 – a), (3 – c), (4 – b).
ઉત્તર:
B.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ચાંદી, પ્લેટિનમ c. કીમતી ધાતુમય ખનીજ
2. મૅગ્નેશિયમ, ટાઇટેનિયમ d. હલકી ધાતુમય ખનીજ
3. સીસું, નિકલ a. સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ
4. ટંગસ્ટન, વેનેડિયમ b. મિશ્રધાતુરૂપે વપરાતું ખનીજ

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *