Gujarat Board Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા
Gujarat Board Solutions Class 10 Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા
Class 10 GSEB Solutions Social Science Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા
→ માતા-પિતા તરફથી મળતો શારીરિક અને માનસિક લક્ષણોવાળો વારસો “જૈવિક વારસો’ કહેવાય.
→ માતા-પિતા તરફથી મળતો ઘરબાર, જમીન-જાયદાદ કે સ્થાવર જંગમનો વારસો ‘ભૌતિક વારસો’ કહેવાય.
→ પ્રાચીન સમયમાં ભારત હસ્તક્લા-કારીગરી, ચિત્રકલા, શિલ્પક્કા, સ્થાપત્યક્તા, સંગીતક્લા, નૃત્યકલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો.
→ ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ :
- માટીકામ,
- વણાટકામ
- ધાતુકામ
- ભરતગૂંથણ,
- ચર્મઉદ્યોગ
- મોતીકામ
- જરીકામ
- અકીકકામ અને
- કાષ્ઠક્લા વગેરે..
→ કુંભારનો ચાકડો પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર મનાય છે.
→ પ્રાચીન સમયમાં માટીમાંથી ઈંઢે, રમકડાં, માટલી, ધો, કોડિયાં, કુલડીઓ, ચૂલો; ઘી, તેલ, દૂધ અને દર્દી માટેનાં પાત્રો, રસોઈનાં સાધનો, અનાજનો સંગ્રહ કરવા માટે નાની-મોટી કોઠીઓ, દેવ દેવીની સ્થાપના માટેના તાકાઓ વગેરે બનાવવામાં આવતાં.
→ રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એક્બીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને “કાંતણ’ કહે છે.
→ ઢામ શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો.
→ કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણનાં પટોળાં, કાંજીવરમ તથા બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે.
→ પ્રાચીન સમયમાં આપણો દેશ પાટલનું પટોળું, રાજસ્થાની બાંધણી, કાંજીવરમની સાડીઓ અને ઢાકાની મલમલ માટે જાણીતો હતો.
→ પાટણમાં બનાવવામાં આવતા રેશમના વસાબેવડ-ઇક્ત)ને પાટણનાં પટોળાં’ કહેવાય છે. બેવડ એટલે બંને બાજુ અને ઈક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલાં રેસામાંથી બનાવેલું કાપડ. આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી, કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાય છે.
→ ચંદરવા, શાખ તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણાં, ઓશીકાં, કેડીયાં વગેરે વસ્ત્રો પર ભરતગૂંથણ કરવાની કારીગરી આજે પન્ન પ્રખ્યાત છે. કચ્છના બન્ની વિસ્તારની “જત’ કોમના ભરતગૂંથણના નમૂના ગુજરાતની ગૂંથણકળાની અદ્દભુત સિદ્ધિ ગણાય છે.
→ પ્રાચીન સમયમાં ચર્મકારો મૃત પ્રાણીઓનાં ચામડાંમાંથી પખાલ મશકો, ધમણો, પગરખાં, કોશ, જીન, ઢોલ, નગારાં, તબલાં, ઢોલક, ઢાલ, પલાન્ન, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતાં સાધનો વગેરે બનાવતા.
→ આભૂષજ્ઞો બનાવવામાં હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, પોખરાજ વગેરે રત્નોનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં તારો, પછીત, બારી, ચાકળા, લગ્નનાં નારિયેળ અને મોડિયા, થોડિયાં, ઘૂઘરા, ઈંઢોણી, કળશ, બળદ માટેના મોડિયા અને તેનાં શીંગડાંની ફૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે.
→ પ્રાચીન સમયમાં ભારતમાં તાંબુ, કાંસું, પિત્તળ વગેરે ધાતુઓમાંથી પાણી ભરવાના ઘડા, વાસણો, વિવિધ પાત્રો, મૂર્તિઓ વગેરે બનાવવામાં આવતાં.
→ વીંટી, હાર, દામણી, નેબ્લેસ, ચૂની, નથણી, ઐરિંગ, કાપ વગેરે સોનાના અલંકારોમાં હીરા જેવા કીમતી પથ્થરો અને સાચાં મોતી જડવાની ક્લા “જતરામ’ કહેવાય છે,
→ નદીઓના ખીણપ્રદેશમાંથી મળી આવતો કલ્લિડોનિક (સિલિકા મિશ્રિત) ભૂરા કે સફેદ રંગનો પથ્થર – સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને “અકીક’ કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે. અકીક પર પહેલ પાડી તેમાંથી વિવિધ પ્રકારનાં ઘરેણાં બનાવવામાં આવે છે.
→ ક્લાસમાં ચિત્રકલાનું સ્થાન સૌથી મોખરે છે. ચિત્રક્લાની વિશેષતા એ છે કે તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. રંગ અને રેખા વડે પ્રકૃતિનાં જડ તથા ચેતન તત્ત્વોનું અનુકરણ કરી આપન્ના મનની ઊર્મિઓને અભિવ્યક્ત કરવી તે ચિત્રકલાનો મુખ્ય હેતુ છે.
→ પાષાણયુગનાં પશુ-પંખીઓનાં આલેખનો આદિમાનવનાં ગુફા ચિત્રોમાં જોવા મળે છે.
→ ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકાર છે :
- શાસ્ત્રીય સંગીત અને
- લોકસંગીત.
→ ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છે :
- શ્રી,
- દીપક,
- હીંડોળ,
- મેઘ અને
- ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
→ આર્યોનો “સામવેદ’ નામનો ગ્રંથ “સંગીતનો વેદ’ ગણાય છે.
→ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
→ સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં ‘તુતી-એ-હિંદ'(હિંદના પોપટ)ના નામે પ્રસિદ્ધ છે.
→ નૃત્યકલાનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ ‘કરાવવાનું છે. નૃત્યકલાના આદિદેવ ભગવાન શંકર નટરાજ મનાય છે.
→ ભરતનાટ્યમ, કૂચીપુડી, કથકલી, કથક અને મણિપુરી – એ ભારતનાં શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
→ પંડિત અહોબલે વિવિધ રાગોનું મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે.
→ નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે. એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.” મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસ અને મહાકવિ ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના મહાન નાટ્યકારો છે.
→ શાસ્ત્રકારોએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે. પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજ, ભૂંગળ વાદ્ય સાથે સંગીતપ્રધાન નાટકો અને વિવિધ વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની વિશેષતાઓ છે.
→ ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્ય-પ્રસંગો ભજવવામાં આવે છે.
→ ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા હોય છે. તેઓ મુખ્યત્વે વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં નૃત્યો કરે છે.
→ ભીલ અને કોળી જાતિઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. આ નૃત્યમાં તેઓ જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરે છે.
→ ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ પરથી બન્યો છે કોરાવેલા ઘડામાં દીવો મૂકી તેની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે કરવામાં આવતા નૃત્યને “ગરબો’ કહે છે. ગુજરાતમાં ગરબા નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક સુદ દસમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે.
→ રાસ એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે. ગુજરાતમાં મોટે ભાગે રાસ જન્માષ્ટમી અને નવરાત્રીના તહેવારો દરમિયાન રમાય છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પોશાક પહેરે છે.
→ ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં રહેતા સીદી લોકોનું નૃત્ય છે.
→ બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય કહે છે.
→ પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.
→ કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું), આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે.
GSEB Class 10 Social Science Important Questions Chapter 2 ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિતકલા
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો છે વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ભારત સમૃદ્ધ …………………. વારસો ધરાવતો દેશ છે.
A. પૌરાણિક
B. સાંસ્કૃતિક
C. સામાજિક
ઉત્તર:
B. સાંસ્કૃતિક
પ્રશ્ન 2.
પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે ……………………. કલાઓ પ્રવર્તતી હતી.
A. 64
B. 68
C. 54
ઉત્તર:
A. 64
પ્રશ્ન 3.
આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન ……………………. વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.
A. રસાયણ
B. વાસ્તુ
C. યોગ
ઉત્તર:
C. યોગ
પ્રશ્ન 4.
આજે સમગ્ર વિશ્વ ………………………….. ના દિવસને વિશ્વ યોગ દિવસ
તરીકે મનાવે છે.
A. 5 જૂન
B. 21 જૂન
C. 5 સપ્ટેમ્બર
ઉત્તર:
B. 21 જૂન
પ્રશ્ન 5.
માનવજીવન અને ……………………… વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ
રહ્યો છે.
A. માટી
B. વૃક્ષો
C. હસ્તકલા
ઉત્તર:
A. માટી
પ્રશ્ન 6.
કુંભારનો ચાકડો ……………………….. માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર
‘ગણી શકાય.
A. લુહારકામ
B. સુથારકામ
C. માટીકામ
ઉત્તર:
C. માટીકામ
પ્રશ્ન 7.
કાચી માટીમાંથી પકવેલાં …………………… વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે.
A. ટેરાકૉટા
B. ડેરાકૉટા
C. જેમાકૉટા
ઉત્તર:
A. ટેરાકૉટા
પ્રશ્ન 8.
દક્ષિણ ભારતમાં ……………………… માંથી હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.
A. મદુરાઈ
B. કાંચીપુરમ્
C. નાગાર્જુન કોંડા
ઉત્તર:
C. નાગાર્જુન કોંડા
પ્રશ્ન 9.
ગુજરાતમાં ……………………… માંથી હાથથી બનાવેલા માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.
A. મોઢેરા
B. લાંઘણજ
C. ગોઝારિયા
ઉત્તર:
B. લાંઘણજ
પ્રશ્ન 10.
વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ………………………… જોડાયેલી રહે છે.
A. અકીક
B. પથ્થર
C. માટી
ઉત્તર:
C. માટી
પ્રશ્ન 11.
મહાત્મા ગાંધીએ ……………………. ના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું.
A. હાથવણાટ
B. કાંતણવણાટ
C. હસ્તકલા
ઉત્તર:
B. કાંતણવણાટ
પ્રશ્ન 12.
પ્રાચીન સમયથી ભારત ………………………. ક્ષેત્રે જાણીતું છે.
A. વસ્ત્રવિદ્યા
B. ધાતુવિદ્યા
C. રસાયણવિદ્યા
ઉત્તર:
A. વસ્ત્રવિદ્યા
પ્રશ્ન 13.
………………………… ની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો.
A. કોલકાતા
B. બનારસ
C. ઢાકા
ઉત્તર:
C. ઢાકા
પ્રશ્ન 14.
ઢાકાની સાડી …………………….. માંથી પસાર થઈ જતી હતી.
A. ભૂંગળ
B. વીંટી
C. કળશ
ઉત્તર:
B. વીંટી
પ્રશ્ન 15.
ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન તે વખતના …………………….. માં અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા હતા.
A. પાટણ
B. અમદાવાદ
C. વિસનગર
ઉત્તર:
A. પાટણ
પ્રશ્ન 16.
પાટણનાં ……………………. અનો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે.
A. ઘરેણાં
B. પટોળાં
c. રમકડાં
ઉત્તર:
B. પટોળાં
પ્રશ્ન 17.
પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર ‘ …………………. ’અને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે.
A. બેવડ-યુક્ત
B. બેવડ-પક્ત
C. બેવડ-ઇક્ત
ઉત્તર:
C. બેવડ-ઇક્ત
પ્રશ્ન 18.
હડપ્પા અને મોંહે-જો-દડોના ઉત્પનન દરમિયાન મળેલી ……………………… પર પણ ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે.
A. મૂર્તિઓ
B. પૂતળીઓ
C. ઈંઢોળીઓ
ઉત્તર:
A. મૂર્તિઓ
પ્રશ્ન 19.
સિંધુખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને ……………………… નાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે.
A. રાજસ્થાન
B. કચ્છ
C. પંજાબ
ઉત્તર:
B. કચ્છ
પ્રશ્ન 20.
ગુજરાતના ………………………… , જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે.
A. જોનપુર
B. પાલનપુર
C. જામનગર
ઉત્તર:
C. જામનગર
પ્રશ્ન 21.
ભારતમાં જરીકામના હુન્નર માટે ……………………… શહેર જાણીતું છે.
A. સુરત
B. બનારસ
C. રાજકોટ
ઉત્તરઃ
A. સુરત
પ્રશ્ન 22.
પાષાણયુગ પછીના ધાતુયુગમાં ……………………. વિકસી.
A. કાષ્ઠકલા
B. કૃષિવિદ્યા
C. ધાતુવિદ્યા
ઉત્તરઃ
C. ધાતુવિદ્યા
પ્રશ્ન 23.
…………………………. યુદ્ધોમાં વપરાતી માં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો.
A. મશકો
B. ઢાલ
C. પખાજ
ઉત્તરઃ
B. ઢાલ
પ્રશ્ન 24.
……………………. કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા.
A. લોથલ
B. ધોળાવીરા
C. મોહેં-જો-દડો
ઉત્તરઃ
A. લોથલ
પ્રશ્ન 25.
ગુજરાતમાં ……………………… ફર્નિચર તથા લાકડાના હીંચકા માટે જાણીતું છે.
A. ઈડર
B. સંખેડા
C. કપડવંજ
ઉત્તરઃ
B. સંખેડા
પ્રશ્ન 26.
ગુજરાતમાં ………………………… નાં રમકડાં જાણીતાં છે.
A. સંખેડા
B. જામનગર
C. ઈડર
ઉત્તરઃ
C. ઈડર
પ્રશ્ન 27.
રાજસ્થાનનું …………………… શહેર ઘરેણાના જડતરકામ માટે જાણીતું છે.
A. બિકાનેર
B. અજમેર
C. જયપુર
ઉત્તરઃ
A. બિકાનેર
પ્રશ્ન 28.
………………………. એ ભારતની કેટલીક નદીઓના ખીણપ્રદેશમાંથી મળી – આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે.
A. હકીક
B. કકક
C. અકીક
ઉત્તરઃ
C. અકીક
પ્રશ્ન 29.
મુખ્યત્વે સિલિકામિશ્રિત ભૂરા કે સફેદ રંગના (કલ્સિડોનિક) પથ્થરોને ‘ …………………… ’ તરીકે ઓળખવામાં આવે છે.
A. અકીક
B. કકક
C. આરસપહાણ
ઉત્તરઃ
A. અકીક
પ્રશ્ન 30.
અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ……………………… મોકલવામાં આવે છે.
A. જેતપુર
B ખંભાત
C. ભુજ
ઉત્તરઃ
B ખંભાત
પ્રશ્ન 31.
……………………. નું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે.
A. ચિત્રકલા
B. નૃત્યકલા
C. નાટ્યલા
ઉત્તરઃ
A. ચિત્રકલા
પ્રશ્ન 32.
આશરે 5000 વર્ષ જૂની …………………….. સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે.
A. મોંગોલિયન
B. ઇજિપ્તની
C. હડપ્પીયન
ઉત્તરઃ
C. હડપ્પીયન
પ્રશ્ન 33.
પાષાણયુગના આદિમાનવનાં …………………………. માં પશુ-પક્ષીઓનાં આલેખનો જોવા મળે છે.
A. ભીંતચિત્રો.
B. ગુફાચિત્રો
C. પાષાણચિત્રો
ઉત્તરઃ
B. ગુફાચિત્રો
પ્રશ્ન 34.
…………………….. ના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.
A. હડપ્પા
B. ધોળાવીરા
C. લોથલ
ઉત્તરઃ
A. હડપ્પા
પ્રશ્ન 35.
………………….. નાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે.
A. બાઘ
B. ઍલિફન્ટા
C. અજંતા-ઇલોરા
ઉત્તરઃ
C. અજંતા-ઇલોરા
પ્રશ્ન 36.
ભારતીય સંગીત સ્વર, લય અને …………………….. ની દષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે.
A. તાલ
B. ભાવ
C. મુદ્રા
ઉત્તરઃ
A. તાલ
પ્રશ્ન 37.
આપણા 4 વેદો પૈકી …………………….. એ સંગીતનો વેદ ગણાય છે.
A. યજુર્વેદ
B. સર્વેદ
C. સામવેદ
ઉત્તરઃ
C. સામવેદ
પ્રશ્ન 38.
…………………….. ની ઋચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે.
A. અથર્વવેદ
B. સામવેદ
C. ઋગ્વદ
ઉત્તરઃ
B. સામવેદ
પ્રશ્ન 39.
…………………….. માં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.
A. નૃત્ય
B. નાટ્ય
C. સંગીત
ઉત્તરઃ
C. સંગીત
પ્રશ્ન 40.
સા, રે, ગ, મ, ૫, ધ, ની એ સંગીતના મુખ્ય ……………………… સ્વર છે.
A. 7
B. 9
C. 11
ઉત્તરઃ
A. 7
પ્રશ્ન 41.
ભારતીય સંગીતના 5 રાગો ભગવાન ના પંચમુખેથી ………………………. ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
A. બ્રહ્મા
B. વિષ્ણુ
C. શંકર
ઉત્તરઃ
C. શંકર
પ્રશ્ન 42.
સંગીત મકરંદ એ સંગીતશાસ્ત્રના જ્ઞાતા પંડિત …………………… ઈ. સ. 900ના અરસામાં લખ્યો હતો.
A. અહોબલે
B. નારદે
C. સારંગદેવે
ઉત્તરઃ
B. નારદે
પ્રશ્ન 43.
‘ ………………. ’માં 19 પ્રકારની વિણા અને 101 પ્રકારના તાલનું
વર્ણન છે.
A. સંગીત મકરંદ
B. સંગીત રત્નાકર
C. સંગીત પારિજાત
ઉત્તરઃ
A. સંગીત મકરંદ
પ્રશ્ન 44.
“સંગીત રત્નાકરએ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત ………………………. રચ્યો હતો.
A. અહોબલે
B. સારંગદેવે
C. નારદે
ઉત્તરઃ
B. સારંગદેવે
પ્રશ્ન 45.
પંડિત સારંગદેવ ………………………. ના નિવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા.
A. દોલતાબાદ દિવગિરિ)
B. સિકંદરાબાદ
C. હૈદરાબાદ
ઉત્તરઃ
A. દોલતાબાદ દિવગિરિ)
પ્રશ્ન 46.
પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ‘ …………………… ’ને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
A. સંગીત પારિજાત
B. સંગીત રત્નાકર
C. સંગીત મકરંદ
ઉત્તરઃ
B. સંગીત રત્નાકર
પ્રશ્ન 47.
પંડિત અહોબલે ઈ. સ. 1665માં ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત ‘ …………………… ’ ગ્રંથની રચના કરી હતી.
A. રત્નાકર
B. મકરંદ
C. પારિજાત
ઉત્તરઃ
C. પારિજાત
પ્રશ્ન 48.
પંડિત ………………… 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
A. અહોબલે
B. નારદે
C. સારંગદેવે
ઉત્તરઃ
A. અહોબલે
પ્રશ્ન 49.
ભારતમાં સંગીતક્ષેત્રે અમીર ખુશરો ‘ …………………. ’ તરીકે જાણીતા ? હતા.
A. યુતી-એ-સંગીત
B. તુતી-એ-સંગીત
C. તુતી-એ-હિંદ
ઉત્તરઃ
C. તુતી-એ-હિંદ
પ્રશ્ન 50.
બૈજુ બાવરા અને તાનસેન સ્વામી …………………. ના શિષ્યો હતા.
A. રામદાસ
B. હરિદાસ
C. ગોપાલદાસ
ઉત્તરઃ
B. હરિદાસ
પ્રશ્ન 51.
નૃત્ય શબ્દની વ્યુપત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘ ……………….. ’ ઉપરથી થઈ છે.
A. કૃત્
B. નૃત્ (નૃત્ય કરવું)
C. યુત્
ઉત્તરઃ
B. નૃત્ (નૃત્ય કરવું)
પ્રશ્ન 52.
નૃત્ય એ તાલ અને લય સાથે ………………………. ની અનુભૂતિ કરાવે છે.
A. સૌંદર્ય
B. ભાવ
C. કલા
ઉત્તરઃ
A. સૌંદર્ય
પ્રશ્ન 53.
નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ ‘ ……………….. ’ ગણાય છે.
A. નટરાજ
B. વિષ્ણુ
C. કૃષ્ણ
ઉત્તરઃ
A. નટરાજ
પ્રશ્ન 54.
ભરતનાટ્યમનું ઉદ્ભવસ્થાન તમિલનાડુ રાજ્યનો ………………….. જિલ્લો ગણાય છે.
A. કોઈમ્બતૂર
B. મદુરાઈ
C. તાંજોર
ઉત્તરઃ
C. તાંજોર
પ્રશ્ન 55.
ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત ‘અભિનવ દર્પણ’ ……………………… નૃત્યશૈલીના આધાર-સોત ગણાય છે.
A. કૂચીપુડી
B. ભરતનાટ્યમ્
C. કથકલી
ઉત્તરઃ
B. ભરતનાટ્યમ્
પ્રશ્ન 56.
મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણ ………………….. નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.
A. ભરતનાટ્યમ્
B. કથક
C. કથકલી
ઉત્તરઃ
A. ભરતનાટ્યમ્
પ્રશ્ન 57.
વૈજયંતીમાલા અને હેમામાલિની …………………. નૃત્યશેલી સાથે જોડાયેલાં છે.
A. કથકલી
B. કથક
C. ભરતનાટ્યમ્
ઉત્તરઃ
C. ભરતનાટ્યમ્
પ્રશ્ન 58.
…………………… નૃત્યશેલીની રચના 15મી સદીના સમયમાં થઈ છે.
A. મણિપુરી
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ્
ઉત્તરઃ
B. કૂચીપુડી
પ્રશ્ન 59.
……………………. નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે.
A. કૂચીપુડી
B. કથક
C. કથકલી
ઉત્તરઃ
A. કૂચીપુડી
પ્રશ્ન 60.
…………………. નૃત્ય કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
A. કથક
B. ભરતનાટ્યમ્
C. કથકલી
ઉત્તરઃ
C. કથકલી
પ્રશ્ન 61.
…………………….. નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે.
A. કથક
B. કથકલી
C. મણિપુરી
ઉત્તરઃ
B. કથકલી
પ્રશ્ન 62.
કેરલના કવિ શ્રી વલ્લભથોળ, કલામંડલ, કૃષ્ણપ્રસાદ, શિવારામન વગેરેએ ………………… નૃત્યશૈલીને દેશ-વિદેશમાં નામના અપાવી છે.
A. કથકલી
B. કથક
C. ભરતનાટ્યમ્
ઉત્તરઃ
A. કથકલી
પ્રશ્ન 63.
કથન કરે સો કથક કહાવે’ વાક્ય પરથી ……………………… નૃત્ય ઊતરી
આવ્યું છે.
A. કથક
B. કથકલી
C. ભરતનાટ્યમ્
ઉત્તરઃ
A. કથક
પ્રશ્ન 64.
……………………….. નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.
A. કથકલી
B. મણિપુરી
C. કથક
ઉત્તરઃ
C. કથક
પ્રશ્ન 65.
પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારામ દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ …………………….. નૃત્યકલાને જીવંત રાખી છે.
A. કથક
B. મણિપુરી
C. કથકલી
ઉત્તરઃ
A. કથક
પ્રશ્ન 66.
………………….. નૃત્યશેલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા
પર આધારિત છે.
A. મણિપુરી
B. કથકલી
C. કથક
ઉત્તરઃ
A. મણિપુરી
પ્રશ્ન 67.
…………………….. નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
A. ભરતનાટ્યમ્
B મણિપુરી
C. કથકલી
ઉત્તરઃ
B મણિપુરી
પ્રશ્ન 68.
મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો કબજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો દોરવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘ ……………….. ’ પહેરવામાં આવે છે.
A. કુમીન
B. યામીન
C. અમીન
ઉત્તરઃ
A. કુમીન
પ્રશ્ન 69.
મનોરંજન સાથે ………………….. એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે.
A. અભિનય
B. સંસ્કાર
C. સૌંદર્ય
ઉત્તરઃ
B. સંસ્કાર
પ્રશ્ન 70.
ભરતમુનિએ રચેલું ‘ …………………..’ કલાક્ષેત્રે પ્રચલિત છે.
A. નાટ્યશાસ્ત્ર
B. અભિનવ દર્પણ
C. નૃત્યશાસ્ત્ર
ઉત્તરઃ
A. નાટ્યશાસ્ત્ર
પ્રશ્ન 71.
ભરતમુનિરચિત પ્રથમ નાટકનું કથાનક ‘ …………………..’ હતું.
A. દૂતવાક્યમ્
B. કર્ણભાર
C. દેવાસુર સંગ્રામ
ઉત્તરઃ
C. દેવાસુર સંગ્રામ
પ્રશ્ન 72.
ગુજરાતની નાટ્યકલામાં ………………………. નું નામ મોખરે ગણાય છે.
A. જયશંકર સુંદરી
B. પ્રાણસુખ નાયક
C. બાપુલાલ નાયક
ઉત્તરઃ
A. જયશંકર સુંદરી
પ્રશ્ન 73.
શાસ્ત્રકારોએ ભવાઈને ‘ ………………….. નાટકો’ કહ્યાં છે.
A. પ્રેમપ્રધાન
B. ભાવપ્રધાન
C. લયપ્રધાન
ઉત્તરઃ
B. ભાવપ્રધાન
પ્રશ્ન 74.
ભવાઈ એ ……………………….. દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે
700 વર્ષ જૂની નાટ્યકલા છે.
A. અસાઈત ઠાકર
B. ગુણવંત ઠાકર
C. ધીરુભાઈ ઠાકર
ઉત્તરઃ
A. અસાઈત ઠાકર
પ્રશ્ન 75.
ગુજરાતની નાટ્યકલાને ……………………. યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું.
A. વાઘેલા
B. સોલંકી
C. ચૌહાણ
ઉત્તરઃ
B. સોલંકી
પ્રશ્ન 76.
ભવાઈ ભજવનાર ભવાયાઓ ……………………… વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.
A. ઢોલ
B. વાંસળી
C. ભૂંગળ
ઉત્તરઃ
C. ભૂંગળ
પ્રશ્ન 77.
ગુજરાતની પ્રજા ……………….. પ્રિય છે.
A. સંગીત
B. ઉત્સવ
C. ગરબા
ઉત્તરઃ
B. ઉત્સવ
પ્રશ્ન 78.
ગુજરાતના ………………………….. ‘ચાળો’ નૃત્ય કરે છે.
A. આદિવાસીઓ
B. નાટ્યકારો
C. પઢાર લોકો
ઉત્તરઃ
A. આદિવાસીઓ
પ્રશ્ન 79.
ગરબો શબ્દ ‘ …………………..’ પરથી બન્યો છે.
A. ગર્વ-દીપ
B. ઘટ-દીપ
C. ગર્ભ-દીપ
ઉત્તરઃ
C. ગર્ભ-દીપ
પ્રશ્ન 80.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ……………………… દરમિયાન ગરબા ગવાય છે.
A. હોળી-ધૂળેટી
B. નવરાત્રિ
C. શિવરાત્રી
ઉત્તરઃ
B. નવરાત્રિ
પ્રશ્ન 81.
ગુજરાતી કવિ …………………….. ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે.
A. નરસિંહ મહેતાએ
B. દયારામે
C. પ્રેમાનંદ
ઉત્તરઃ
B. દયારામે
પ્રશ્ન 82.
……………………….. એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે.
A. રાસ
B. ગરબા
C. પઢાર નૃત્ય
ઉત્તરઃ
A. રાસ
પ્રશ્ન 83.
શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત ……………………… ને રાસલીલા બતાવી હતી.
A. અખા
B. પ્રેમાનંદ
C. નરસિંહ મહેતા
ઉત્તરઃ
C. નરસિંહ મહેતા
પ્રશ્ન 84.
………………………… રાસ એ રાસનો પ્રકાર છે.
A. મેરાયો
B. દાંડિયા
C. મશીરા
ઉત્તરઃ
B. દાંડિયા
પ્રશ્ન 85.
ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોએ …………………………. રચાય છે.
A. રાસ
B. ગરબા
C. રમતો
ઉત્તરઃ
A. રાસ
પ્રશ્ન 86.
………………………… સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે.
A. શૈવ
B. વૈષ્ણવ
C. સ્વામિનારાયણ
ઉત્તરઃ
B. વૈષ્ણવ
પ્રશ્ન 87.
………………… નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે.
A. ગોફ ગૂંથન
B. મેરાયો
C. ધમાલ
ઉત્તરઃ
C. ધમાલ
પ્રશ્ન 88.
…………………….. લોકો પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં ધમાલ નૃત્ય કરે છે.
A. સીદી
B. પઢાર
C. કોળી
ઉત્તરઃ
A. સીદી
પ્રશ્ન 89.
બનાસકાંઠાના વાવ વિસ્તારમાં ……………………… નામનું નૃત્ય જાણીતું છે.
A. પઢાર
B. મેરાયો
C. ધમાલ
ઉત્તરઃ
B. મેરાયો
પ્રશ્ન 90.
………………………. વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે. હું
A. સુરેન્દ્રનગર
B. ભાવનગર
C. જામનગર
ઉત્તરઃ
A. સુરેન્દ્રનગર
પ્રશ્ન 91.
સૌરાષ્ટ્રના …………………… લોકો કોળી નૃત્ય કરે છે.
A. કોળી
B. પઢાર
C. સીદી
ઉત્તરઃ
A. કોળી
પ્રશ્ન 92.
ગુજરાતમાં …………………….. ના મેર અને ભરવાડ જાતિનાં નૃત્યો પણ જાણીતાં છે.
A. કચ્છ
B. દક્ષિણ ગુજરાત
C. સૌરાષ્ટ્ર
ઉત્તરઃ
C. સૌરાષ્ટ્ર
પ્રશ્ન 93.
……………………. નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે.
A. કૂચીપુડી
B. કથકલી
C. મણિપુરી
ઉત્તરઃ
A. કૂચીપુડી
પ્રશ્ન 94.
…………………………. નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિતરામણ(મુખાકૃતિ)ને સમજવું પડે છે.
A. ભરતનાટ્યમ્
B. મણિપુરી
C. કથકલી
ઉત્તરઃ
C. કથકલી
પ્રશ્ન 95.
ભરતમુનિએ નોંધ્યું છે કે, ……………………. કલામાં બધી કલાઓનો
સમન્વય થયેલો છે.
A. ચિત્ર
B. નાટ્ય
C. નૃત્ય
ઉત્તરઃ
B. નાટ્ય
પ્રશ્ન 96.
……………………… ના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો
પણ સમાવેશ થાય છે.
A. ગરબા
B. ભવાઈ
C. નૃત્યકલા
ઉત્તરઃ
B. ભવાઈ
પ્રશ્ન 97.
ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય ……………………. નૃત્ય તરીકે જાણીતું છે.
A. પઢાર
B. મેરાયો
C. ધમાલ
ઉત્તરઃ
B. મેરાયો
પ્રશ્ન 98.
………………………… નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.
A. પઢાર
B. મેરાયો
C. ગોફ ગૂંથન
ઉત્તરઃ
A. પઢાર
પ્રશ્ન 99.
……………………… નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં ઉપર હિલોળા લેતા વહાણ જેવું દશ્ય ખડું કરે છે.
A. ધમાલ
B. મેરાયો
C. પઢાર
ઉત્તરઃ
C. પઢાર
પ્રશ્ન 100.
……………………….. રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે.
A. ગરબા
B. રાસ
C. રમતો ઉત્તરઃ
ઉત્તરઃ
B. રાસ
પ્રશ્ન 101.
આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું?
A. લોકમાન્ય ટિળકે
B. ગોપાલકૃષ્ણ ગોખલેએ
C. જવાહરલાલ નેહરુએ
D. ગાંધીજીએ
ઉત્તરઃ
D. ગાંધીજીએ
પ્રશ્ન 102.
કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો?
A. ઢાકામાં
B. આગરામાં
C. કાનપુરમાં
D. બેંગલુરુમાં
ઉત્તરઃ
A. ઢાકામાં
પ્રશ્ન 103.
પાટણ શહેર ક્યા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?
A. બનારસી
B. બાંધણી
C. કાંજીવરમ
D. પટોળું
ઉત્તરઃ
D. પટોળું
પ્રશ્ન 104.
ઈક્ત એટલે …………………..
A. છપાઈ
B. વણાટ
C. ગૂંથણ
D. ભરત
ઉત્તરઃ
B. વણાટ
પ્રશ્ન 105.
કચ્છના બન્ની વિસ્તારના જત’ લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે?
A. માટીકામ
B. વણાટકામ
C. ભરતગૂંથણ ક્લા
D. મીનાકામ
ઉત્તરઃ
C. ભરતગૂંથણ ક્લા
પ્રશ્ન 106.
નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવાં પ્રાણીઓ માટે પ્રચલિત નથી?
A. પલાણ
B. લગામ
C. સાજ
D. પટ્ટા
ઉત્તરઃ
D. પટ્ટા
પ્રશ્ન 107.
બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે?
A. નૃત્યકલા
B. નાટ્યકલા
C. સંગીતકલા
D. ચિત્રજ્યા
ઉત્તરઃ
D. ચિત્રજ્યા
પ્રશ્ન 108.
નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી?
A. મેઘ
B. દીપક
C. શ્રી
D. જ્યોત
ઉત્તરઃ
D. જ્યોત
પ્રશ્ન 109.
તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે?
A. નાટ્યકલા
B નૃત્યકલા
C. ચિત્રકલા
D. સંગીતકલા
ઉત્તરઃ
B નૃત્યકલા
પ્રશ્ન 110.
તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન ગણાય છે?
A. કથકલી
B. કૂચીપુડી
C. ભરતનાટ્યમ્
D. મણિપુરી
ઉત્તરઃ
C. ભરતનાટ્યમ્
પ્રશ્ન 111.
કૂચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે?
A. ઓડિશા (ઓરિસ્સા)
B. કેરલ
C. આંધ્ર પ્રદેશ
D. અસમ
ઉત્તરઃ
C. આંધ્ર પ્રદેશ
પ્રશ્ન 112.
કયા નૃત્યનાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે?
A. કથક
B મણિપુરી
C. કૂચીપુડી
D. કથકલી
ઉત્તરઃ
D. કથકલી
પ્રશ્ન 113.
“કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે?
A. કથક
B. ભરતનાટ્યમ્
C મણિપુરી
D. કથકલી
ઉત્તરઃ
A. કથક
પ્રશ્ન 114.
કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે?
A. સંગીતકલા
B. નાટ્યકલા
C. ચિત્રકલા
D. નૃત્યકલા
ઉત્તરઃ
B. નાટ્યકલા
પ્રશ્ન 115.
નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?
A. ભવભૂતિએ
B. યાજ્ઞવક્ય મુનિએ
C. મહાકવિ કાલિદાસે
D. ભરતમુનિએ
ઉત્તરઃ
D. ભરતમુનિએ
પ્રશ્ન 116.
બધી કલાઓનો સંયોગ કઈ ક્લામાં છે?
A. સંગીતકલામાં
B. નૃત્યકલામાં
C. નાટ્યકલામાં
D. ચિત્રકલામાં
ઉત્તરઃ
C. નાટ્યકલામાં
પ્રશ્ન 117.
નૃત્યના આદિદેવ કોણ હતા?
A. શિવ-નટરાજ
B. નારદ
C. વિષ્ણુ
D. બ્રહ્મા
ઉત્તરઃ
A. શિવ-નટરાજ
પ્રશ્ન 118.
ટેરાકૉટા એટલે શું?
A. મરેલાઓનો ટેકરો
B. કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન
C. પાણી લાવવા-લઈ જવા માટે વપરાતી પખાલ
D. દિવાસળીની પેટીમાં સમાઈ શક્તો કાપડનો તાકો
ઉત્તરઃ
B. કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન
પ્રશ્ન 119.
કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે?
A. બાંધણી
B. પટોળું
C. કાંજીવરમ
D. જરદોશી
ઉત્તરઃ
B. પટોળું
પ્રશ્ન 120.
કયું નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દશ્ય ખડું કરે છે?
A. ગોફ ગૂંથન
B. ધમાલ
C. મેરાયો
D. પઢાર
ઉત્તરઃ
D. પઢાર
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
(1) વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ધાતુ સાથે જોડાયેલી રહે છે.
ઉત્તરઃ
ખોટું
(2) કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.
ઉત્તરઃ
ખોટું
(3) પાટણની બનારસી સાડીઓ બનાવવાનો હુન્નર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે.
ઉત્તરઃ
ખોટું
(4) પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર ‘બેવડ-ઇક્ત’ ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(5) કચ્છના બન્ની વિસ્તારમાં ‘જત’ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું
(6) ભારતના દરિયાકિનારાની કુલ લંબાઈ 8525 કિલોમીટર છે.
ઉત્તરઃ
ખોટું
(7) વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ ઇન્ડિયન નામના હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.
ઉત્તરઃ
ખોટું
(8) ભારતમાં જરીકામના હુન્નર માટે સુરત જાણીતું છે.
ઉત્તરઃ
ખોટું
(9) રાજસ્થાનનું જયપુર શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે.
ઉત્તરઃ
ખોટું
(10) અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(11) ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે.
ઉત્તરઃ
ખરું
(12) અજંતા-ઇલોરાનાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે.
ઉત્તરઃ
ખરું
(13) સર્વેદ એ સંગીતનો વેદ ગણાય છે.
ઉત્તરઃ
ખોટું
(14) સંગીતના મુખ્ય 9 સ્વર છે.
ઉત્તરઃ
ખોટું
(15) શ્રી, દીપક, હીંડોળ, મેઘ અને ભૈરવી આ ભારતીય સંગીતના 5 રાગો છે.
ઉત્તરઃ
ખરું
(16) સંગીત પારિજાતમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે.
ઉત્તરઃ
ખોટું
(17) પંડિત સારંગદેવે ‘સંગીત રત્નાકર’ ગ્રંથની રચના કરી હતી.
ઉત્તરઃ
ખરું
(18) પંડિત અહોબલે ‘સંગીત મકરંદ’ ગ્રંથની રચના કરી હતી.
ઉત્તરઃ
ખોટું
(19) પંડિત અહોબલે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
ઉત્તરઃ
ખરું
(20) અબુલ ફઝલ ‘તુતી-એ-હિંદ’ તરીકે વિખ્યાત હતા.
ઉત્તરઃ
ખોટું
(21) બેજુ બાવરા અને તાનસેન સ્વામી રામદાસના શિષ્યો હતા.
ઉત્તરઃ
ખોટું
(22) તાના અને રીરી ગુજરાતની સંગીત બેલડી હતી.
ઉત્તરઃ
ખરું
(23) સંગીતમાં ગાયન, વાદન અને નૃત્યનો સમાવેશ થાય છે.
ઉત્તરઃ
ખોટું
(24) નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ-નટરાજ મનાય છે.
ઉત્તરઃ
ખરું
(25) કૂચીપુડી નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે.
ઉત્તરઃ
ખોટું
(26) કૂચીપુડી નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે.
ઉત્તરઃ
ખરું
(27) વૈજયંતીમાલા અને હેમામાલિની કથક નૃત્યશૈલી સાથે ? જોડાયેલાં છે.
ઉત્તરઃ
ખોટું
(28) કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
ઉત્તરઃ
ખરું
(29) કથક નૃત્યનો વિકાસ ઉત્તર ભારતમાં થયો છે.
ઉત્તરઃ
ખરું
(30) મણિપુરી નૃત્યશૈલી મુખ્યત્વે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ
સાથે જોડાયેલી છે.
ઉત્તર:
ખોટું
(31) મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
ઉત્તરઃ
ખરું
(32) કથકલી નૃત્ય વખતે ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘કુમીન’ પહેરવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(33) ભરતમુનિએ રચેલું ‘નાટ્યશાસ્ત્ર’ કલાક્ષેત્રે પ્રચલિત છે.
ઉત્તરઃ
ખરું
(34) જયશંકર સુંદરીએ ભવાઈને ‘ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.
ઉત્તરઃ
ખોટું
(35) ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે.
ઉત્તરઃ
ખરું
(36) વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 એપ્રિલે ઊજવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(37) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ આફ્રિકાના હતા.
ઉત્તરઃ
ખરું
(38) અભિજ્ઞાનશાકુન્તલમ્ નામની રચના મહાકવિ કાલિદાસની છે.
ઉત્તરઃ
ખરું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
(1) વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઊજવવામાં આવે છે? – 21 જૂન
(2) પ્રાચીન ભારતનું માટીકામ માટેનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય? – કુંભારના ચાકડાને
(3) કાચી માટીમાંથી પકવેલાં વાસણોના અવશેષો દક્ષિણ ભારતના કયા સ્થળેથી મળી આવ્યા હતા? – નાગાર્જુન કોંડા
(4) આઝાદીના આંદોલન દરમિયાન કાંતણ વણાટના ગૃહઉદ્યોગને કોણે મહત્ત્વ આપ્યું હતું? – મહાત્મા ગાંધીએ
(5) પાટણમાં બનતાં પટોળાંને કયા નામે ઓળખવામાં આવે છે? – બેવડ-ઇક્ત
(6) કચ્છના બન્ની વિસ્તારોમાં કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે? – ‘જત’ કોમની
(7) ભારતમાં જરીકામના હુન્નર માટે કયું શહેર જાણીતું છે? – સુરત
(8) પાષાણયુગ પછીના યુગમાં કઈ વિદ્યા વિકસી? – ધાતુવિદ્યા
(9) ગુજરાતમાં લાકડાનું ફર્નિચર અને લાકડાના હીંચકા ક્યા સ્થળના જાણીતા છે? – સંખેડાના
(10) ગુજરાતમાં ક્યા સ્થળનાં લાકડાનાં રમકડાં જાણીતાં છે? – ઈડરનાં
(11) રાજસ્થાનનું કયું શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે – બિકાનેર
(12) ગુજરાતના કયા વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે? – સુરત અને રાણપુરના
(13) અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે? – ખંભાત
(14) પાષાણયુગના આદિમાનવનાં ગુફાચિત્રોમાં શાનાં આલેખનો જોવા મળે છે? – પશુ-પક્ષીઓનાં
(15) કોનાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે? – અજંતા-ઇલોરાનાં
(16) કયો વેદ સંગીતનો વેદ ગણાય છે? – સામવેદ
(17) સંગીતમાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે? – ગાયન અને વાદનનો
(18) ભારતીય સંગીતના 5 રાગો કોના મુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે? – ભગવાન શંકરના
(19) કયા ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે? – સંગીત મકરંદમાં
(20) સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ કોણ ગણાવે છે? – પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે
(21) ઈ. સ. 1665માં કોણે ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી? – પંડિત અહોબલે
(22) કોણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે? – પંડિત અહોબલે
(23) અમીર ખુશરો કયા નામે પ્રખ્યાત થયા હતા? – તુતી-એ-હિંદ
(24) નૃત્યકલાના આદિદેવ કોણ મનાય છે? – ભગવાન શિવ-નટરાજ
(25) તમિલનાડુ રાજ્યનો કયો જિલ્લો ભરતનાટ્યનું ઉદ્ભવસ્થાન ગણાય છે? – તાંજોર
(26) કયા બે ગ્રંથો ભરતનાટ્યમના આધાર-સાત ગણાય છે? – નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ
(27) કઈ બે અભિનેત્રીઓએ ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનો વારસો જાળવ્યો છે? – વૈજયંતીમાલા અને હેમામાલિનીએ
(28) કઈ નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે? – કૂચીપુડી
(29) કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય કયું છે? – કથકલી
(30) કઈ નૃત્યશૈલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે? – કથકલી
(31) “કથન કરે સો કથક કહાવે’ વાક્ય પરથી કયું નૃત્ય ઉતરી આવ્યું છે? – કથક
(32) કયા નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે? – કથક
(33) કઈ નૃત્યશૈલીમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે? – કથક નૃત્યશૈલીમાં
(34) કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? – કથક નૃત્યમાં
(35) કઈ નૃત્યશેલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની રાસલીલા અને બાળલીલા પર આધારિત છે? – મણિપુરી નૃત્યશૈલી
(36) મણિપુરી નૃત્યના કયા કયા બે પ્રકાર છે? – લાસ્ય અને તાંડવ
(37) ભરતમુનિરચિત પ્રથમ નાટકનું કથાનક શું હતું? – દેવાસુર સંગ્રામ
(38) ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરાનું છે? – જયશંકર સુંદરીનું
(39) શાસ્ત્રકારોએ ભવાઈને કેવાં નાટકો કહ્યાં છે? – ભાવપ્રધાન નાટકો
(40) ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? – આદિવાસીઓનું નૃત્ય
(41) ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા? – આફ્રિકાના
(42) વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા કોની સાથે જોડાયેલી રહે છે? – માટી સાથે
(43) ગુજરાતમાં કયા યુગના સુવર્ણકાળ દરમિયાન પાટણમાં સાળવીઓ આવીને વસ્યા હતા? – સોલંકી
(44) પાટણમાં પટોળાં કોણ બનાવતું હતું? – સાળવીઓ
(45) પાટણનો ક્યો હુન્નર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન
હોવાનું જણાય છે? – પટોળાં બનાવવાનો
(46) ગુજરાતનું કયું શહેર પટોળાંના હુન્નર માટે જાણીતું છે? – પાટણ
(47) કશ્મીરનું કયું ભરત જાણીતું છે? – કશ્મીરી
(48) માનવજીવનનો સંબંધ શરૂઆતથી જ કોની સાથે જોડાયેલો છે? – વૃક્ષ અને વનરાજી સાથે
(49) અકીકના પથ્થરોની માળા કે મણકા કોણ તૈયાર કરે છે? – ખંભાતના કારીગરો
(50) સંગીતનાં અંગો સમજવા માટે કયો ગ્રંથ બેજોડ ગણાય છે? – સંગીત રત્નાકર
(51) ગુજરાતની સંગીત બેલડી કન્યાઓનાં નામ જણાવો. – તાના અને રીરી
યોગ્ય જોડકાં જોડોઃ
‘અ’ | ‘બ’ |
1. વિશ્વ યોગ દિવસ | a. કુંભારનો ચાકડો |
2. પાટણનાં પટોળાં | b. જયપુર |
3. મીનાકારીગરી | c. 5 જૂન |
4. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર | d. બેવડ-ઇક્ત |
e. 21 જૂન |
ઉત્તરઃ
‘અ’ | ‘બ’ |
1. વિશ્વ યોગ દિવસ | e. 21 જૂન |
2. પાટણનાં પટોળાં | d. બેવડ-ઇક્ત |
3. મીનાકારીગરી | b. જયપુર |
4. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર | a. કુંભારનો ચાકડો |
2.
‘અ’ | ‘બ’ |
1. જરીકામ | a. સંખેડા |
2. જડતરકામ | b. ખંભાત |
3. અકીકકામ | c. બિકાનેર |
4. લાકડાના હીંચકા | d. સુરત |
e. અમદાવાદ |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. જરીકામ | d. સુરત |
2. જડતરકામ | c. બિકાનેર |
3. અકીકકામ | b. ખંભાત |
4. લાકડાના હીંચકા | a. સંખેડા |
3.
‘અ’ | ‘બ’ |
1. સંગીત મકરંદ | a. પંડિત અહોબલ |
2. સંગીત રત્નાકર | b. ભગવાન શિવ-નટરાજ |
3. સંગીત પારિજાત | c. પંડિત નારદ |
4. નૃત્યકલાના આદિદેવ | d. ભરતમુનિ |
e. પંડિત સારંગદેવ |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. સંગીત મકરંદ | c. પંડિત નારદ |
2. સંગીત રત્નાકર | e. પંડિત સારંગદેવ |
3. સંગીત પારિજાત | a. પંડિત અહોબલ |
4. નૃત્યકલાના આદિદેવ | b. ભગવાન શિવ-નટરાજ |
4.
‘અ’ | ‘બ’ |
1. મૃણાલિની સારાભાઈ | a. કૂચીપુડી |
2. ગુરુ પ્રહલાદ શર્મા | b. ભરતનાટ્યમ્ |
3. કવિ શ્રી વલ્લભથોળ | c. કથક |
4. પંડિત શ્રી બિરજુ મહારાજ | d. દેવાસુર સંગ્રામ |
e. કથકલી |
ઉત્તરઃ
‘અ’ | ‘બ’ |
1. મૃણાલિની સારાભાઈ | b. ભરતનાટ્યમ્ |
2. ગુરુ પ્રહલાદ શર્મા | a. કૂચીપુડી |
3. કવિ શ્રી વલ્લભથોળ | e. કથકલી |
4. પંડિત શ્રી બિરજુ મહારાજ | c. કથક |
5.
‘અ’ | ‘બ’ |
1. ભરતનાટ્યમ્ (August 20) | a. ભવાઈ |
2. મહાકવિ ભાસ | b. રાસ |
3. મહાકવિ કાલિદાસ | c. કર્ણભાર |
4. ભાવપ્રધાન નાટકો | d. તમિલનાડુ |
e. વિક્રમોર્વશીયમ્ |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. ભરતનાટ્યમ્ (August 20) | d. તમિલનાડુ |
2. મહાકવિ ભાસ | c. કર્ણભાર |
3. મહાકવિ કાલિદાસ | e. વિક્રમોર્વશીયમ્ |
4. ભાવપ્રધાન નાટકો | a. ભવાઈ |
6.
‘અ’ | ‘બ’ |
1. આદિવાસીઓનું નૃત્ય | a. મેરાયો નૃત્ય |
2. સીદીઓનું નૃત્ય | b. ચાળો નૃત્ય |
3. બનાસકાંઠાના વાવ વિસ્તારનું નૃત્ય | c. પઢાર નૃત્ય |
4. સુરેન્દ્રનગર વિસ્તારનું નૃત્ય (March 20) | d. કોળી નૃત્ય |
e. ધમાલ નૃત્ય |
ઉત્તરઃ
‘અ’ | ‘બ’ |
1. આદિવાસીઓનું નૃત્ય | b. ચાળો નૃત્ય |
2. સીદીઓનું નૃત્ય | e. ધમાલ નૃત્ય |
3. બનાસકાંઠાના વાવ વિસ્તારનું નૃત્ય | a. મેરાયો નૃત્ય |
4. સુરેન્દ્રનગર વિસ્તારનું નૃત્ય (March 20) | c. પઢાર નૃત્ય |
7.
‘અ’ | ‘બ’ |
1. તાના-રીરી મહોત્સવ | a. ભરતમુનિ |
2. નાટ્યશાસ્ત્ર | b. અકીક |
3. લીલા રંગનો ચણિયો | c. સિદ્ધપુર |
4. સફેદ રંગનો પથ્થર | d. વડનગર |
e. કુમીન |
ઉત્તરઃ
‘અ’ | ‘બ’ |
1. તાના-રીરી મહોત્સવ | d. વડનગર |
2. નાટ્યશાસ્ત્ર | a. ભરતમુનિ |
3. લીલા રંગનો ચણિયો | e. કુમીન |
4. સફેદ રંગનો પથ્થર | b. અકીક |
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
પ્રાચીન સમયમાં ભારત કઈ કઈ કલાઓમાં વિશિષ્ટ : લાયકાત ધરાવતો દેશ હતો?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારત હસ્તકલા-કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો.
પ્રશ્ન 2.
ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ આપો.
ઉત્તર:
ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામઃ
- માટીકામ,
- વણાટકામ,
- ધાતુકામ,
- ભરતગૂંથણ,
- ચર્મઉદ્યોગ
- મોતીકામ,
- જરીકામ,
- અકીકકામ,
- કાષ્ઠકલા વગેરે.
પ્રશ્ન 3.
પ્રાચીન સમયમાં માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં માટીમાંથી ઈંટો, રમકડાં, માટલી, ઘડો, કોડિયાં, કુલડીઓ, ચૂલો; ઘી, તેલ, દૂધ અને દહીં માટેનાં પાત્રો, રસોઈનાં સાધનો, અનાજના સંગ્રહ કરવા માટે નાની-મોટી કોઠીઓ, દેવદેવીઓની સ્થાપના માટેના તાકાઓ વગેરે બનાવવામાં આવતાં.
પ્રશ્ન 4.
માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે તે કયા આધારે કહી શકાય?
ઉત્તરઃ
માટીનાં વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે, તે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતનાં લાંઘણજ(મહેસાણા જિલ્લો)માંથી મળી આવેલા માટીનાં વાસણોના જૂના અવશેષોના આધારે કહી શકાય.
પ્રશ્ન 5.
ઢાકાની મલમલના તાકાની વિશેષતા શી હતી?
ઉત્તરઃ
ઢાકા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેડીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ પસાર થઈ જતો હતો. એ તેની વિશેષતા હતી.
પ્રશ્ન 6.
હાથવણાટના બેનમૂન હુનરના કયા કયા નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે?
ઉત્તરઃ
કશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણનાં પટોળાં, કાંજીવરમ તથા બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણીઓ જેવા હાથવણાટના બેનમૂન હુન્નરના નમૂના ભારતની એક આગવી ઓળખ ગણાય છે.
પ્રશ્ન 7.
બેવડ-ઇક્ત એટલે શું?
ઉત્તર:
બેવડ એટલે બંને બાજુ અને ઈક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલાં રેસામાંથી બનાવેલું કાપડ. આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ આકાર દેખાય છે.
પ્રશ્ન 8.
પાટણનાં પટોળાં વિશે કઈ કહેવત પ્રચલિત થઈ છે?
ઉત્તરઃ
પાટણના પટોળાં વિશે આ કહેવત પ્રચલિત થઈ છેઃ પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ’.
પ્રશ્ન 9.
ગુજરાતની સ્ત્રીઓ ભરતગૂંથણનો કયો ગૃહઉદ્યોગ કરે છે?
ઉત્તર:
ગુજરાતની સ્ત્રીઓ કપડાં પર છપાઈ કરવી અને કપડાં પર વિવિધ પ્રકારનું ભરતગૂંથણ કરવું એ ગૃહઉદ્યોગ કરે છે.
પ્રશ્ન 10.
પ્રાચીન સમયમાં ચર્મકારો કઈ કઈ વસ્તુઓ બનાવતા?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ચર્મકારો પખાલ-મશકો, ધમણો, પગરખાં, કોશ, જીન, ઢોલ, નગારાં, તબલાં, ઢોલક, ઢાલ, પલાણ, લગામ, ચાબુક, પાકીટ, પટ્ટા તેમજ પાલતુ પ્રાણીઓને બાંધવા માટે વપરાતાં સાધનો વગેરે બનાવતા.
પ્રશ્ન 11.
ગુજરાતમાં કઈ કઈ વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે?
ઉત્તર:
ગુજરાતમાં તોરણો, પછીત, બારી, ચાકળા, લગ્નનાં નારિયેળ અને મોડિયા, ઘોડિયાં, ઘૂઘરા, ઈંઢોણી, કળશ, બળદ માટેના મોડિયા અને તેનાં શીંગડાંની ખૂલ, પંખા વગેરે વસ્તુઓ મોતી ગૂંથીને બનાવવામાં આવે છે.
પ્રશ્ન 12.
પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ ધાતુઓમાંથી, કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારતમાં તાંબુ, કાંસું, પિત્તળ વગેરે ધાતુઓમાંથી પાણી ભરવાના ઘડા, વાસણો, વિવિધ પાત્રો, મૂર્તિઓ વગેરે વસ્તુઓ બનાવવામાં આવતી.
પ્રશ્ન 13.
લાકડાની કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે?
ઉત્તર:
લાકડાની મૂર્તિઓ, રમકડાં, સોગઠાં, થાંભલીઓ, બારીબારણાં, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.
પ્રશ્ન 14.
જડતરકામ એટલે શું?
ઉત્તરઃ
વીંટી, હાર, દામણી, નેકલેસ, ચૂની, નથણી, એરિંગ, કાપ વગેરે સોનાના અલંકારોમાં હીરા જેવા કીમતી પથ્થરો અને સાચાં મોતી જડવાની કલા “જડતરકામ’ કહેવાય છે.
પ્રશ્ન 15.
ભારતીય સંગીતના કેટલા રાગો છે? કયા કયા?
ઉત્તર:
ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છે :
- શ્રી,
- દીપક,
- હીંડોળ,
- મેઘ અને
- ભૈરવી.
આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હતા એમ મનાય છે.
પ્રશ્ન 16.
ભારતીય સંગીતના મુખ્ય કેટલા સ્વર છે? કયા કયા?
ઉત્તર:
ભારતીય સંગીતના મુખ્ય સાત સ્વર છે સા, રે, ગ, મ, ૫, ધ અને ની.
પ્રશ્ન 17.
પંડિત અહોબલે વિવિધ રાગોનું કયું મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે?
ઉત્તર:
પંડિત અહોબલે વિવિધ રાગોનું આ મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે.
પ્રશ્ન 18.
અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં ક્યા નામે પ્રસિદ્ધ છે? શા માટે?
ઉત્તરઃ
સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે અમીર ખુશરો ભારતીય ઇતિહાસમાં ‘તુતી-એ-હિંદી’ (હિંદના પોપટ)ના નામે પ્રસિદ્ધ છે.
પ્રશ્ન 19.
ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો કયા કયા છે?
ઉત્તરઃ
ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક, ઓડિસી અને મણિપુરી એ ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
પ્રશ્ન 20.
ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના આધારભૂત ગ્રંથો કયા કયા છે?
ઉત્તર:
ભરતનાટ્યમ્ નૃત્યશેલીના આ બે આધારભૂત ગ્રંથો છે: ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નન્ટિકેશ્વરરચિત ‘અભિનય દર્પણ’.
પ્રશ્ન 21.
ભરતનાટ્યમના ખ્યાતનામ નૃત્યકારોનાં નામ આપો.
ઉત્તર:
ભરતનાટ્યના ખ્યાતનામ નૃત્યકારો : મૃણાલિની સારાભાઈ, મલ્લિકા સારાભાઈ, ગોપીકષ્ણ વૈજયંતીમાલા અને હેમામાલિની વગેરે.
પ્રશ્ન 22.
કૂચીપુડી નૃત્યના જાણીતા નર્તકો કોણ કોણ છે?
ઉત્તર:
કૂચીપુડી નૃત્યના જાણીતા, નર્તકોઃ ગુરુ પ્રફ્લાદ શર્મા, – રાજા રેડી, યામિની રેડી, શોભા નાયડુ વગેરે.
પ્રશ્ન 23.
મણિપુરી નૃત્ય કરતી વખતે ક્યાં વસ્ત્રો પહેરવામાં આવે છે?
ઉત્તરઃ
મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તેમજ નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો ‘કુમીન’ પહેરવામાં આવે છે.
પ્રશ્ન 24.
કયા કયા નૃતકોએ મણિપુરી નૃત્યને દેશ-પરદેશમાં નામના અપાવી છે?
ઉત્તરઃ
ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે નર્તકોએ મણિપુરી નૃત્યને દેશવિદેશમાં નામના અપાવી છે.
પ્રશ્ન 25.
નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ શું કહ્યું છે?
ઉત્તર :
નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.”
પ્રશ્ન 26.
કવિ કાલિદાસની નાટ્યકૃતિઓનાં નામ આપો. અથવા મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ કઈ કઈ છે?
ઉત્તર :
‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘વિક્રમોર્વશીયમ્’ અને ‘માલવિકાગ્નિમિત્રમ્’ – આ ત્રણ મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ છે.
પ્રશ્ન 27.
ભવાઈની વિશેષતા કઈ છે?
ઉત્તરઃ
પડદા વિના ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથે સંગીતપ્રધાન નાટકો અને વિવિધ વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની વિશેષતા છે.
પ્રશ્ન 28.
ગુજરાતમાં કયા કાર્યક્રમો માટે ભવાઈ નાટ્યપ્રયોગો થાય છે?
ઉત્તર :
ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલી જેવાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો થાય છે.
પ્રશ્ન 29.
ગુજરાતના આદિવાસીઓ ક્યારે નૃત્યો કરતા હોય છે?
ઉત્તરઃ
ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અને મેળાઓમાં નૃત્યો કરતા હોય છે.
પ્રશ્ન 30.
ગુજરાતના આદિવાસીઓ કેવી રીતે નૃત્યો કરે છે?
ઉત્તરઃ
ગુજરાતના આદિવાસીઓ મુખ્યત્વે વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં નૃત્યો કરે છે.
પ્રશ્ન 31.
ભીલ અને કોળી જાતિઓ ક્યું નૃત્ય કરે છે? કેવી રીતે?
ઉત્તરઃ
ભીલ અને કોળી જાતિઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. આ નૃત્યમાં તેઓ જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરે છે.
પ્રશ્ન 32.
ગરબો કોને કહે છે?
ઉત્તરઃ
ગરબો શબ્દ ‘ગર્ભ-દીપ’ પરથી બન્યો છે. કોરાવેલા ઘડામાં દીવો મૂકી તેની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે કરવામાં આવતા નૃત્યને ‘ગરબો’ કહે છે.
પ્રશ્ન 33.
મેરાયો નૃત્ય કોને કહે છે?
ઉત્તર:
બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રહેતા લોકો સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરે છે, જેને મેરાયો નૃત્ય કહે છે. જતા હથિ છે.
પ્રશ્ન 34.
પઢાર નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તરઃ
પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.
પ્રશ્ન 35.
કોળી નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
કોળી નૃત્યમાં સૌરાષ્ટ્રના કોળીઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું), આંટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે.
પ્રશ્ન 36.
કયા જગવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા?
ઉત્તર:
કોહિનૂર અને ગ્રેટ મુઘલ નામના જગવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ
આપો.
અથવા આપણો દેશ કલાઓથી સમૃદ્ધ છે એમ શાથી કહી શકાય?
ઉત્તર:
ભારતની મુખ્ય હસ્તકલા-કારીગરીનાં નામ આ પ્રમાણે છેઃ
- માટીકામ,
- વણાટકામ,
- ધાતુકામ,
- ભરતગૂંથણ,
- ચર્મઉદ્યોગ,
- મોતીકામ,
- જરીકામ,
- અકીકકામ,
- કાષ્ઠકલા વગેરે.
ઉપર્યુક્ત કલાઓને કારણે આપણો દેશ કલાઓથી સમૃદ્ધ છે ? એમ કહી શકાય.
પ્રશ્ન 2.
બેવડ-ઇક્ત એટલે શું?
ઉત્તર:
બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ.
- આમ, બેવડ-ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ ભાત દેખાય છે.
- તેથી તે બંને બાજુ પહેરી શકાય છે.
- પાટણમાં બનતાં પટોળાંમાં બેવડું ઇક્ત હોય છે. તેથી તે બેવડઇક્ત કહેવાય છે.
- પાટણનાં પટોળાં તેના પાકા રંગો અને ટકાઉ વણાટ માટે વિશ્વમાં પ્રખ્યાત છે.
પ્રશ્ન 3.
હડપ્પાના લોકો માટીમાંથી કઈ કઈ સામગ્રી બનાવતા હતા?
ઉત્તર:
હડપ્પાના લોકો માટીમાંથી રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે; અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ; ઘી, તેલ, દૂધ, દહીં, છાસ વગેરેનાં પાત્રો તેમજ રસોઈનાં વાસણો બનાવતા હતા.
પ્રશ્ન 4.
અકીક એટલે શું? સમજાવો.
ઉત્તર:
નદીઓના ખીણપ્રદેશોમાંથી મળી આવતો કૅલ્સિડોનિક (સિલિકામિશ્રિત) ભૂરા કે સફેદ રંગનો પથ્થર – સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય છે, જેને “અકીક’ કહેવામાં આવે છે. અકીક એક કિંમતી પથ્થર છે.
પ્રશ્ન 5.
ભારતની એક કલા તરીકે જડતરકલાનો પરિચય આપો.
ઉત્તર:
જડતરકામ ભારતની એક પ્રાચીન કલા છે.
- તે મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે.
- ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો તેમજ શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી અને માણેક જેવાં કિંમતી રત્નોને હાર, બાજુબંધ, કડાં, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા.
- વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ-કારીગરો જડતરકલામાં પ્રવીણ હતા.
- અલંકારોના જડતરકામ માટે ભારતમાં રાજસ્થાનનું બીકાનેર શહેર સુપ્રસિદ્ધ છે.
પ્રશ્ન 6.
ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવો. તેનાં ઉદ્ભવસ્થળો વિશે જણાવો.
ઉત્તર:
ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે રે ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
ભરતનાટ્યમનું ઉદ્ભવસ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય 3 છે. કૂચીપુડીનું ઉદ્ભવસ્થાન આંધ્ર પ્રદેશ રાજ્ય છે. કથકલીનું ઉદ્ભવસ્થાન કેરલ રાજ્ય છે. કથકનું ઉદ્ભવસ્થાન ઉત્તર ભારત છે, જ્યારે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે.
પ્રશ્ન 7.
“નાટ્યકલા સમાજજીવનને પ્રતિબિંબિત કરે છે.” આ ૨ વિધાન સમજાવો.
ઉત્તર:
ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ 8 લોકપ્રિય છે. ભરતમુનિરચિત “નાટ્યશાસ્ત્ર’ નાટ્યકલાક્ષેત્રે અતિ પ્રચલિત છે. આ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. તે જીવન અને જગતનું દર્પણ છે. તેમાં જ્ઞાન અને ગમ્મત સમાયેલાં છે. નાટ્યકલાની કથાવસ્તુ સામાજિક બાબતો પર આધારિત હોય છે. સમાજની પ્રથાઓ, પરંપરાઓ, રિવાજો, રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ થતાં હોય છે. આમ, નાટ્યકલા સમાજજીવનને પ્રતિબિંબિત કરે છે.
પ્રશ્ન 8.
સંગીત મકરંદનો પરિચય આપો.
ઉત્તરઃ
સંગીત મકરંદ પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.
- ઈ. સ. 900ની આસપાસ પંડિત નારદ નામના સંગીતશાસ્ત્રીએ તેની રચના કરી છે.
- તેમણે આ ગ્રંથમાં જાતિ ગાયન અને વિવિધ રાગ-રાગિણીનું વિવેચન કર્યું છે.
- સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણાઓ તથા 101 પ્રકારના તાલ જણાવ્યા છે, જે હાલના સમયમાં પણ ઉપયોગી સાબિત થયા છે.
પ્રશ્ન 9.
ભારતીય સંગીતકલાની માહિતી આપો.
ઉત્તર:
સ્વર, તાલ અને લયની દષ્ટિએ ભારતીય સંગીત અન્ય દેશોના સંગીતથી અલગ છે.
- સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે.
- સંગીતને શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતમાં વહેંચી શકાય.
- સા, રે, ગ, મ, ૫, ધ, ની – એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
- ભારતીય સંગીતમાં શ્રી, દીપક, હીંડોળ, મેઘ અને ભૈરવી એવા પાંચ રાગો છે. આ રાગો ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયેલા મનાય છે.
પ્રશ્ન 10.
સંગીત પારિજાતનો પરિચય આપો.
ઉત્તર:
બધા સંગીત-ગ્રંથોમાં “સંગીત પારિજાત’ નામનો ગ્રંથ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
- ઈ. સ. 1665માં પંડિત અહોબલે ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો.
- તેમણે વિવિધ રાગોનું એક મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વિશિષ્ટતા
ધરાવે છે. - તેમણે સ્વરોના કુલ 29 પ્રકારો ગણાવ્યા છે.
- સંગીતક્ષેત્રે પંડિત અહોબલનું આ નોંધપાત્ર પ્રદાન છે.
પ્રશ્ન 11.
નૃત્યકલાનો પરિચય આપો.
ઉત્તરઃ
લલિત કલાના કુટુંબમાં નૃત્ય રૂપuદ કલા છે.
- નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ “ત’ (નૃત્ય કરવું) પરથી થઈ છે.
- તેનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે.
- નૃત્યકલાના આદિદેવ ભગવાન શંકર “નટરાજ મનાય છે.
- મનુષ્યલોકના માનવોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા.
- નૃત્યમાં અભિનય માટે શરીરનાં વિવિધ અંગોનો ઉપયોગ થાય છે.
- ભરતનાટ્યમ્, કૂચીપુડી, કથકલી, કથક, ઓડિશી અને મણિપુરી
- એ ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે.
પ્રશ્ન 12.
ભરતનાટ્યમ નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તરઃ
ભારતની પ્રચલિત નૃત્યશેલીઓમાં ભરતનાટ્યમ્ સૌથી પ્રાચીન છે.
- તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ્ નૃત્યશેલીનું ઉદ્ભવસ્થાન મનાય છે.
- ભરતનાટ્યમ્રનો મુખ્ય આધાર ભરતમુનિરચિત “નાટ્યશાસ્ત્ર’ અને નન્દિકેશ્વરરચિત “અભિનય દર્પણ” નામના ગ્રંથો છે.
- મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમામાલિની ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે.
પ્રશ્ન 13.
કૂચીપુડી નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તરઃ
કૂચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ છે.
- આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત છે.
- આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે.
- આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે.
- તે આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેને “અષ્ટભાગવતમ્’ પણ કહેવામાં આવે છે.
- કૂચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં ગુરુ પ્રફ્લાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી, શોભા નાયડુ વગેરે મુખ્ય છે.
પ્રશ્ન 14.
કથક નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તરઃ
કથકના નામમાં કથા રહેલી છે. “કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે.
- કથાનું તત્ત્વ એ કથક નૃત્યનું હાર્દ છે.
- કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેનાં નૃત્યોની કથાઓ પર આધારિત છે.
- વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
- તેમાં એક પગ પર ગોળ ગોળ ફરતાં ફરતાં નૃત્યના પ્રસંગો દર્શાવવામાં આવે છે.
- કથક નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.
- પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યશૈલીને જીવંત રાખી છે.
પ્રશ્ન 15.
મણિપુરી નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તરઃ
મણિપુરી નૃત્યશૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. તેથી તે “મણિપુરી નૃત્ય” કહેવાય છે.
- મણિપુરના લોકો દરેક ઉત્સવના પ્રસંગે આ નૃત્ય કરે છે.
- આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
- મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
- આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો “કુમીન’ કહેવાય છે.
- કબજો રેશમનો હોય છે અને તેની ઉપર “વાંગોઈ’ નામનો કમરપટ્ટો બાંધવામાં આવે છે.
- ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં ગુરુ આમોબીસિંગ આતોમ્બોસિંગ, ગુરુ શ્રી બિપિન સિંહા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેનો ફાળો અનન્ય છે.
પ્રશ્ન 16.
નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ શું કહ્યું છે?
ઉત્તરઃ
નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કમ નથી કે જે નાટ્યકલામાં ન હોય.”
પ્રશ્ન 17.
રાસનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો રાસ
ઉત્તરઃ
રાસ એટલે વર્તુળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે.
- શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી, એવો એક પ્રસંગ ખૂબ જાણીતો છે.
- ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રી અને જન્માષ્ટમીના તહેવારોમાં લોકો રાસ રમે છે.
- દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. કેટલાક લોકો માથે ગાગર ? કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે.
- સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતાં રાસ વધારે લોકપ્રિય બન્યા છે.
- રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયાં-ધોતીનો પોશાક પહેરે છે.
પ્રશ્ન 18.
ગોફ ગૂંથન નૃત્યનો પરિચય આપો.
ઉત્તર:
ગોફ ગૂંથન નૃત્યમાં લોકો ઢોલના તાલે નૃત્ય કરે છે.
- તેમાં માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધવામાં આવે છે.
- આ નૃત્યમાં નાચનારા લોકો એક હાથમાં દોરીના છેડાને પકડે છે અને બીજા હાથમાં દાંડિયો પકડે છે.
- એ પછી તેઓ વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે.
પ્રશ્ન 19.
સીદીઓના ધમાલ નૃત્યનો પરિચય આપો.
ઉત્તર:
ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીદી લોકોનું નૃત્ય છે.
- આ નૃત્યમાં સીદીઓ નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી, તેના પર કપડું બાંધીને બનાવેલા મશીરાને ખવડાવતાં ખવડાવતાં મોરપીંછનું ઝૂંડ અને નાનાં ઢોલકાં સાથે ગોળાકારે ફરીને નૃત્ય કરે છે.
- હો-હો અવાજના આરોહ-અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડઘા પડતા હોય એવું લાગે છે.
- સીદીઓ આ નૃત્યમાં પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં નૃત્ય કરે છે.
પ્રશ્ન 20.
મેરાયો, પઢાર અને કોળી નૃત્યનો પરિચય આપો.
ઉત્તર: મેરાયો નૃત્ય બનાસકાંઠા વાવ વિસ્તારના લોકોનું નૃત્ય છે.
- સરખડ કે ઝંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાંનો મેરાયો ગૂંથવામાં આવે છે.
- મેરાયોને હાથમાં પકડીને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરવામાં આવે છે, જેને “મેરાયો’ નૃત્ય કહેવામાં આવે છે.
- પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકોનું નૃત્ય છે.
- આ નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સર લઈ બેઠા થવાનું હોય છે.
- પઢાર નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દશ્ય ખડું કરે છે.
- કોળી નૃત્ય સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે.
- તેમાં તેઓ માથે મધરાસિયો (માથે બાંધવાનું રંગીન કપડું) અને આંટીઆળી ગોળ પાઘડી પહેરે છે અને તેને છેડે આભલાં ભરેલું લીલા રંગના પટ્ટાનું બાંધણું બાંધે છે, તેમજ કેડ પર રંગીન ભેટ પહેરે છે અને નૃત્ય કરે છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો.
ઉત્તર:
પ્રાચીન સમયથી ભારત હાથવણાટની વસ્ત્ર-વિદ્યાક્ષેત્રે જાણીતું છે.
- ભારતના કુશળ કારીગરો દ્વારા ઢાકામાં બનતું મલમલ તેની બારીકાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. એ મલમલનો તાકો દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો તેમજ મલમલની સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હતી.
- કશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શહેરનું પટોળું, કાંજીવરમની સાડીઓ, બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણી વગેરેની હાથવણાટની બેનમૂન હુન્નર માટે ભારત જગતભરમાં જાણીતું છે.
- ગુજરાતના સોલંકીયુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરો(સાળવીઓ)એ બનાવેલાં પટોળાં જગતભરમાં પ્રખ્યાત છે.
- પટોળાંની આ હાથવણાટની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર “બેવડ-ઈક્ત'(બેવડ વણાટ)ને “પાટણનાં પટોળાં’ કહેવામાં આવે છે. પટોળાંમાં બેવડું વણાટ હોય છે. તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળાં તેના ટકાઉ વણાટકામ અને પાકા રંગો માટે વિશ્વમાં પ્રખ્યાત છે. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ’.
પ્રશ્ન 2.
ભારતની એક કલા તરીકે ભરતગૂંથણ કલાનો પરિચય આપો.
ઉત્તર:
પ્રાચીન સમયમાં ભારત ભરતગૂંથણની કલામાં મોટી નામના ધરાવતો હતો.
- હડપ્પા અને મોહેં-જો-દડોના ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાંનાં વસ્ત્રો પર ભરતગૂંથણ કામ જોવા મળ્યું હતું. તેથી પુરવાર થાય છે કે ભારતમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનાં વસ્ત્રો પર ભરતગૂંથણ કરવાની કલા ઘણી પ્રાચીન છે.
- સિંધુખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છનાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ થયેલું જોવા મળ્યું છે.
- દેશ-વિદેશમાં કશ્મીરનું કશ્મીરી ભરત ખૂબ પ્રખ્યાત છે.
- ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ, માંડવી વગેરે વિસ્તારો પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરેની મનોહર ડિઝાઇનોવાળી બાંધણી માટે જાણીતા છે.
- ફુરસદના સમયમાં કાપડ પર છપાઈ કરવી તેમજ ભરતગૂંથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહઉદ્યોગ છે.
- ચંદરવા, શાખ, તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, ઓશીકાં, પારણાં, કેડીયા વગેરે પર ભરતગૂંથણ કરવાની કલા આજે પણ પ્રચલિત છે. આ ઉપરાંત, ધાબળા અને રજાઈ પર ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓનું ભરતકામ કરીને તેને સુશોભિત બનાવવામાં આવે છે. કચ્છના બન્ની વિસ્તારની “જત’ કોમની ભરતકલા આગવું સ્થાન
ધરાવે છે. - રેશમ ભરત, આરી ભરત, આભલા ભરત વગેરે ભરતગૂંથણના પ્રકારો છે.
પ્રશ્ન 3.
ભારતની એક કલા તરીકે કાષ્ઠકલાનો પરિચય આપો.
અથવા
ભારતીય કાષ્ઠકલાનો ટૂંકમાં પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ભારતીય કાષ્ઠકલા
અથવા
“માનવજીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર:
શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો છે.
- ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેનાં રમકડાં, સોગઠાં; થાંભલીઓ, બારીબારણાં, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠલા વિકસતી ગઈ.
- લાકડા પરનું કોતરકામ એ ભારતની કલાકારીગરીની એક વિશેષતા છે.
- ગુજરાતમાં સોમનાથ (પ્રભાસપાટણ) ખાતેથી આશરે 350 વર્ષ પૂર્વે થયેલું લાકડાનું કોતરકામ પ્રાપ્ત થયું છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે તે થયેલું છે.
- ગુજરાતમાં સંખેડામાં લાકડામાંથી પારણાં, માંચીઓ, બાજઠ, પલંગ, હિંડોળા, કબાટ તેમજ વિવિધ પ્રકારનું મનોહર ફર્નિચર બને છે. ઈડર રમકડાંની બનાવટ માટે જાણીતું છે.
પ્રશ્ન 4.
ભારતની એક કલા તરીકે અકીકકામનો પરિચય આપો.
ઉત્તર:
અકીક ભારતની કેટલીક નદીઓના ખીણપ્રદેશોમાંથી મળી આવતો કીમતી પથ્થર છે.
- નદીઓના ખીણપ્રદેશોમાંથી મળી આવતા ચકમક, કાર્નેનિયન (અર્ધપારદર્શક – સુંદર રાતો પથ્થર) વગેરે પથ્થરમાં અકીક મુખ્ય છે.
- અકીક એટલે મુખ્યત્વે સિલિકામિશ્રિત (કલ્સિડોનિક) ભૂરા કે સફેદ રંગનો પથ્થર.
- સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે.
- ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત (નાની નરોલી) પાસેથી વિવિધ આકારના નાના-મોટા અકીક મળે છે.
- અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં
આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પહેલ પાડી તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરી તેને વિવિધ અલંકારોમાં જવાપાત્ર બનાવે છે. - તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે.
પ્રશ્ન 5.
ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો.
ઉત્તરઃ
કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે.
- ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિનાં જડ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે.
- આશરે 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે.
- પુરાતત્ત્વ ખાતા દ્વારા વખતોવખત કરાતાં ઉત્પનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે.
- પાષાણયુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુપંખીઓનાં ચિત્રો દોર્યા હતાં.
- તેના સૌથી પ્રાચીન નમૂના મધ્ય પ્રદેશમાં ભીમબેટકામાંથી મળી આવ્યા છે; જેમાં હાથી, ગેંડો, હરણ વગેરેનાં ચિત્રોનું આલેખન નોંધપાત્ર છે.
- હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીનાં વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલછોડની ભાત પાડતા.
- અજંતા-ઇલોરાની ગુફાઓનાં ચિત્રો ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણાય છે.
- ભારતમાં પારંપરિક રીતે મંગલ પ્રસંગોએ સ્વસ્તિક, કલશ, ગણેશજી વગેરેનાં ચિત્રો દોરવાની તેમજ કેટલાક વિસ્તારોમાં ચિત્રાત્મક રંગોળી પૂરવાની પ્રથા ઘણી જૂની છે.
પ્રશ્ન 6.
ભારતીય નાટ્યકલાનો પરિચય આપો.
ઉત્તર:
ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે.
- નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેનાં નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ બની છે.
- ભરતમુનિરચિત “નાટ્યશાસ્ત્ર’ નાટ્યકલાક્ષેત્રે અતિ પ્રચલિત છે.
- ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે.
- નાટ્યકલા એ રંગમંચ પર દશ્ય-શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન તથા લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે.
- નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે. એવું વર્ણવતાં ભરતમુનિએ કહ્યું છે કે, “એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય.”
- ભરતમુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ’ હતું.
- મહાકવિ ભાસે મહાભારત આધારિત ‘કર્ણભાર’, ‘ઊરુભંગ” અને દૂતવાક્યમ્’ જેવાં નાટકોનો વારસો આપણને આપ્યો છે.
- મહાકવિ કાલિદાસનાં ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, “વિક્રમોર્વશીયમ્ અને માલવિકાગ્નિમિત્રમ્ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે.
પ્રશ્ન 7.
પ્રાચીન ભારતના કલાવારસામાં સંગીતક્ષેત્રનું પ્રદાન જણાવો.
ઉત્તર:
સ્વર, તાલ અને લયની દષ્ટિએ ભારતીય સંગીત જગતના અન્ય દેશોના સંગીતથી જુદું સ્વરૂપ ધરાવે છે. ભારતીય સંગીતમાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે.
- સા, રે, ગ, મ, ૫, ધ, ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
- ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકારો છે : (1) શાસ્ત્રીય સંગીત અને (2) લોકસંગીત.
- ભારતીય સંગીતના કુલ પાંચ રાગો છેઃ (1) શ્રી, (2) દીપક, (3) હીંડોળ, (4) મેઘ અને (5) ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
- આર્યોનો સામવેદ નામનો ગ્રંથ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે.
- પ્રાચીન ભારતમાં સંગીતના અનેક ગ્રંથો લખાયા છે. તેમાં આ ત્રણ ગ્રંથો મુખ્ય છેઃ (1) સંગીત મકરંદ, (2) સંગીત રત્નાકર અને (3) સંગીત પારિજાત.
- ઈ. સ. 900ની આસપાસ પંડિત નારદ નામના સંગીતશાસ્ત્રીએ સંગીત મકરંદ’ની રચના કરી છે. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવ્યા છે.
- પંડિત સારંગદેવે “સંગીત રત્નાકર’ની રચના કરી છે. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે “સંગીત રત્નાકર’ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતનાં બધાં અંગોને સંપૂર્ણપણે સમજવા માટે “સંગીત રત્નાકર’ અનન્ય ગ્રંથ મનાય છે.
- ઈ. સ. 1665માં પંડિત અહોબલે ઉત્તર હિંદુસ્તાની સંગીત માટે “સંગીત પારિજાત’ ગ્રંથ લખ્યો હતો. તેમણે વિવિધ રાગોનું એક મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે, બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
- અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મહાન સંગીતકાર હતા.
- સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે તેઓ ભારતીય ઇતિહાસમાં “તુતી-એ-હિંદી (હિંદના પોપટ) તરીકે પ્રખ્યાત થયા છે.
- 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન દરમિયાન સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરેનાં ભજનો અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.
- ભારતમાં 15મી સદીના સંગીતકારોમાં સ્વામી (બાબા) હરિદાસનું નામ પ્રખ્યાત હતું. સંગીતકાર બેજુ બાવરા (બેજનાથ) તથા સંગીત સમ્રાટ તાનસેન તેમના પરમ શિષ્યો હતા. આ બંને સંગીતનાં અણમોલ રત્નો ગણાય છે. સંગીતક્ષેત્રે ગુજરાતની સંગીત બેલડી તાના અને રીરીનું નામ પણ જાણીતું છે.
GSEB Class 10 Social Science ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકલા Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:
પ્રશ્ન 1.
પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો.
અથવા
ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો: ભારતની માટીકામની કલા
અથવા
માનવજીવન અને માટી વચ્ચેનો સહસંબંધ સમજાવો. (August 20)
અથવા
“માનવજીવન અને મારી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર:
પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલાં પાત્રોનો ઉપયોગ કરતા.
-
- એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતાં.
- અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી.
- ઘી, તેલ, દૂધ, દહીં, છાસ વગેરેનાં પાત્રો તેમજ રસોઈનાં વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતાં.
- ગામડાંનાં બધાં જ ઘરોની દીવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી.
- ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી(ટેરાકૉટા)નાં વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો પરથી મળે છે.
- લોથલ, મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલાં લાલ રંગના પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે.
- કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે.
- આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો (કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે.) જોવા મળે છે.
પ્રશ્ન 2.
ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે. તેની સ્પષ્ટતા કરો.
અથવા
ભારતની એક કલા તરીકે ચર્મઉદ્યોગનો પરિચય આપો.
ઉત્તર:
પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલાં પશુઓનાં ચામડાનો ચર્મઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો.
- ચામડાંને જૂની પદ્ધતિઓથી કમાવવામાં (Process) આવતાં.
- ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલી; ઢોલ, નગારાં, ઢોલક, તબલાં જેવાં સંગીતનાં સાધનો, લુહારની ધમણો, પગરખાં, પાલતુ પ્રાણીઓને બાંધવાનાં સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતાં.
- આજે ભરતગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાનાં પાકીટ, પટ્ટા તેમજ ઊંટ-ઘોડાનાં સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવાં સાધનો ચર્મઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે.
- પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ, ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે.
પ્રશ્ન 3.
સંગીત રત્નાકરનો પરિચય આપો.
ઉત્તરઃ
સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત-ગ્રંથ છે.
- સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે.
- તેઓ દેવગિરિ(દોલતાબાદ)માં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા.
- પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
- સંગીતનાં અંગો સંપૂર્ણપણે સમજવા-સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે.
પ્રશ્ન 4.
કથકલી નૃત્ય વિશે સમજ આપો.
અથવા
કથકલી નૃત્યશૈલીનો પરિચય આપો.
ઉત્તર:
કથકલી કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
- પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાયાં.
- આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
- તેનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ)ને સમજવું પડે છે.
- કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે.
- એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકનાં પાત્રોને સજીવ કરે છે.
- ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરલના કવિ શ્રી વલ્લભથોળ (સ્થાપિત કલામંડળમાં કથકલી), કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
પ્રશ્ન 1.
નૃત્યકલાક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો.
અથવા
નૃત્યકલાક્ષેત્રમાં ભારતમાં થયેલ પ્રગતિ સમજાવો.
ઉત્તર:
નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ “નૃત્’ (નૃત્ય કરવું) પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે.
- નૃત્યના આદિદેવ ભગવાન શંકર ‘નટરાજ’ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે.
- ભારતમાં (1) ભરતનાટ્યમ, (2) કૂચીપુડી, (3) કથકલી, (4) કથક, (5) મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે.
1. “ભરતનાટ્યમ્’ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ભવસ્થાન તાંજોર જિલ્લો ગણાય છે.
- ભરતનાટ્યમનો મુખ્ય આધાર-સ્રોત ભરતમુનિરચિત “નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત “અભિનવ દર્પણ’ નામના ગ્રંથો છે.
- ભરતનાટ્યમૂના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમામાલિની વગેરે મુખ્ય છે.
2. “કૂચીપુડી નૃત્ય આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે.
- તે મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષ બંને આ નૃત્ય કરે છે.
- કૂચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે.
- ગુરુ પ્રફ્લાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કૂચીપુડી નૃત્યશેલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.
3. કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
- આ નૃત્યશેલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.
- આ નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણ (મુખાકૃતિ)ને સમજવું પડે છે.
- કેરલના કવિ વલ્લભથોળ, કલામંડલમ્ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે.
4. કથકના નામમાં કથા રહેલી છે. ‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે.
- કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેનાં નૃત્યોની કથાઓ પર આધારિત છે.
- વૈષ્ણવ સંપ્રદાયની શંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
- પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્યકલાને જીવંત રાખી છે.
5. મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે.
- આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
- મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.
- આ નૃત્યમાં નર્તક “કુમીન’ તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો કે ચણિયો અને રેશમનો કબજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો બાંધે છે.
પ્રશ્ન 2.
ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો.
ઉત્તરઃ
ગરબો શબ્દ “ગર્ભ-દીપ’ પરથી બન્યો છે.
- કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું, તેને “ગરબો’ કહેવામાં આવે છે.
- સમગ્ર ગુજરાતમાં નવરાત્રી – આસો સુદ 1થી આસો સુદ 9 (ક્યાંક 5 સુદ દસમ કે શરદપૂનમ) દરમિયાન ગરબા રમાય છે.
- નવરાત્રી એ આદ્યશક્તિ મા જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે.
- સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી, તેની વર્તુળાકારે ફરતાં ફરતાં તાલીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે.
- આ ઉપરાંત, ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારાં સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતાં હોય છે.
- ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્તકવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કિંઠને ગુંજતો કરી દીધો છે.
પ્રશ્ન 3.
ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી વિશે જણાવો.
અથવા
ભારતની એક કલા તરીકે મોતીકામ અને મીનાકારીગરીનો પરિચય આપો.
અથવા
પ્રાચીન ભારતની એક કલા તરીકે “મોતી અને મીનાકારીગરી” વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારત આશરે 7517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે છે. તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરામોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે.
- ભારતના કારીગરોએ બનાવેલાં હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે.
- કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા.
- ભારતના લોકો હીરાજડિત સોનાના અલંકારોના શોખીન છે.
- પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, અમીર-ઉમરાવો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વેવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવાં કીમતી રત્નોનો ઉપયોગ કરતા.
- પ્રાચીન સમયના રાજા-મહારાજાઓ અને બાદશાહો તેમનાં સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા.
- વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે.
- કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નનાં નાળિયેર, ઈંઢોણી, હાથપંખા, બળદ માટેના મોડિયાં, શીંગડાં, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે.
- વિશ્વના દેશોમાં માત્ર ભારતદેશ જ સોના-ચાંદીની મીનાકારીની કલામાં મોખરાના સ્થાને છે.
- મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝૂમખો વગેરે સોના-ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે.
- ભારતમાં જયપુર, લખનઉ, દિલ્લી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે.
પ્રશ્ન 4.
ગુજરાતનાં આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ગુજરાતનાં આદિવાસી નૃત્યો
ઉત્તર:
ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં, દેવી-દેવતાઓને રિઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબનાં નૃત્યો કરે છે.
- તેમનાં મોટા ભાગનાં નૃત્યો વર્તુળાકારે ફરતાં ફરતાં, ઢોલ અને રૂઢિ મુજબનાં મંજીરાં, થાપી, તૂર, પાવરી, તંબૂરા વગેરે વાજિંત્રો સાથે થતાં હોય છે.
- તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે.
- આવાં નૃત્યોમાં “ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવાં પક્ષીઓની નકલ કરે છે.
- ડાંગના આદિવાસીઓ “માળીનો ચાળો’ તેમજ “ઠાકર્યા ચાળો’ જેવાં નૃત્યો કરે છે.
- ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા કરીને તેને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો
પ્રશ્ન 1.
‘સંગીત રત્નાકર’ અને ‘સંગીત પારિજાત’ ગ્રંથોની રચના કરનાર પંડિતોનાં નામ જણાવો.
ઉત્તર:
પંડિત સારંગદેવ ‘સંગીત રત્નાકર’ ગ્રંથના અને પંડિત અહોબલ ‘સંગીત પારિજાત’ ગ્રંથના રચયિતા છે.
પ્રશ્ન 2. “કાંતણ” કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
ઉત્તરઃ
“કાંતણ’ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે.
પ્રશ્ન 3.
લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે?
ઉત્તર:
લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડાં, શારડીઓ, વળાંકવાળી કરવત, આરો અને સોય જેવાં ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત, તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધો માટેનાં અસ્ત્રો અને શસ્ત્રો પણ 3 ધાતુમાંથી બનાવતા.
પ્રશ્ન 4.
હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર કઈ કઈ ભાત ૨ પાડતા હતા?
ઉત્તર:
હડપ્પાના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ૨ ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.
પ્રશ્ન 5.
ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ભવાઈ
અથવા
રંગલો અને રંગલી જેવાં પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુને સમજાવે છે, તે કલાનો પરિચય આપો. (March 20)
ઉત્તર:
રંગલો અને રંગલી જેવાં પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષયવસ્તુને સમજાવે છે, તે કલા ભવાઈ’ છે.
- ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે.
- શાસ્ત્રકારોએ ભવાઈને “ભાવપ્રધાન નાટકો’ કહ્યાં છે.
- ભવાઈની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી.
- ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકીયુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું.
- મોટે ભાગે પડદા વગર ભજવાતાં નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેનાં સંગીતપ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ (રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ વગેરે) એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે.
- ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે.
- ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.
- ગુજરાતમાં કન્યાકેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા-રંગલીનાં પાત્રો સાથે ભવાઈ નાટ્યપ્રયોગો ભજવવામાં આવે છે.
4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?
A. ઊરુભંગ
B. કર્ણભાર
C. મેઘદૂતમ્
D દૂતવાક્યમ્
ઉત્તરઃ
C. મેઘદૂતમ્
પ્રશ્ન 2.
વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
A. મણિપુરી
B. કૂચીપુડી
C. કથકલી
D. ભરતનાટ્યમ્
ઉત્તરઃ
D. ભરતનાટ્યમ્
પ્રશ્ન 3.
ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?
A. ઋગ્વદ
B. સામવેદ
C. યજુર્વેદ
D. અથર્વવેદ
ઉત્તરઃ
B. સામવેદ
પ્રશ્ન 4.
ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ’ (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?
A. તાનસેન
B. તુલસીદાસ હે. કબીર
D. અમીર ખુશરો
ઉત્તરઃ
D. અમીર ખુશરો
પ્રશ્ન 5.
“ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય
A. આદિવાસીઓનું નૃત્ય
B. ભરવાડોનું નૃત્ય
C. કોળીઓનું નૃત્ય
D. પઢારોનું નૃત્ય
ઉત્તરઃ
A. આદિવાસીઓનું નૃત્ય
પ્રશ્ન 6.
ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
A. રાજસ્થાન
B. અંદમાન
C. આફ્રિકા
D. થાઈલૅન્ડ
ઉત્તરઃ
C. આફ્રિકા
પ્રશ્ન 7.
વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઊજવવામાં આવે છે?
A. 21 જૂને
B. 1 મેએ
C. 21 એપ્રિલે
D. 5 સપ્ટેમ્બરે
ઉત્તરઃ
A. 21 જૂને