Gujarat Board Solutions Class 9 Science Chapter 6 પેશીઓ
Gujarat Board Solutions Class 9 Science Chapter 6 પેશીઓ
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ
પેશીઓ Class 9 GSEB
→ પેશી (Tissues) શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય એક વિશિષ્ટ કોષસમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહને પેશી કહે છે.
- “પેશી એ કોષોનો સમૂહ છે, જેમાં કોષોની સંરચના અને કાર્ય એકસમાન હોય છે.”
- બહુકોષી સજીવોમાં શ્રમવિભાજન માટે ક્રમશઃ પેશી – અંગ – અંગતંત્રનો ઉદ્વિકાસ થયો હોય છે.
→ વનસ્પતિ પેશીઓના પ્રકારો-વર્ગીકરણ (Types-classification of Plant Tissues) :
- વર્ધનશીલ પેશી (Meristematic Tissue): તે વનસ્પતિઓના વૃદ્ધિ પામતા પ્રદેશોમાં જોવા મળે છે. તેના કોષો વિભાજનની ક્ષમતા ધરાવતા હોય છે.
- તે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. તેના વિભાજનથી સર્જાતા કોષો વિભાજનક્ષમતા ગુમાવી અન્ય પેશીના નિર્માણમાં સંકળાય છે.
- સરળ સ્થાયી પેશી (Simple Permanent Tissue) : 241 પેશીના કોષો રચનાની દષ્ટિએ સમાન હોય છે. મૃદૂતક, સ્થૂલકોણક અને દઢોતક સરળ સ્થાયી પેશીઓ છે.
- મૃદૂતક (Parenchyma): પાતળી દીવાલવાળા, જીવંત અને સરળ કોષોની બનેલી સ્થાયી પેશી છે. તે મુખ્યત્વે આધારીતક કાર્ય કરે છે.
- સ્થૂલકોણક (Collenchyma): જીવંત, લાંબા અને પ્રાથમિક કોષદીવાલનું કોણીય રીતે સ્થૂલન ધરાવતા કોષોની બનેલી
સ્થાયી પેશી છે. તે મુખ્યત્વે નમ્યતાનું કાર્ય કરે છે. - દઢોતક (Sclerenchyma): મૃત, લાંબા અને સાંકડા કોષો, કોષદીવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવતી સ્થાયી પેશી છે.
તે દઢતા અને મજબૂતાઈનું કાર્ય કરે છે. - જટિષ સ્થાયી પેશીઓ (Complex Permanent Tissues) : આ પેશીના કોષો રચનાની દષ્ટિએ એકથી વધુ પ્રકારના હોય છે.
→ જલવાહક પેશી xylems : આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહન કરતી જટિલ સ્થાયી પેશી છે. તેના બંધારણમાં ચાર પ્રકારના ઘટકો હોય છે :
- જલવાહિનિકી,
- જલવાહિની,
- જલવાહક મૃદૂતક અને
- જલવાહક દઢોતક (તંતુઓ).
→ અન્નવાહક પેશી (Phloem): આ પેશી વનસ્પતિમાં ખોરાકનાં કાર્બનિક દ્રવ્યોનું વહન કરતી જટિલ સ્થાયી પેશી છે. તેના બંધારણમાં ચાર પ્રકારના ઘટકો હોય છેઃ
- ચાલનીનલિકા,
- સાથીકોષો,
- અન્નવાહક મૃદૂતક અને
- અન્નવાહક તંતુઓ.
→ પ્રાણીપેશી (Animal Tissue) : ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં પ્રાણીપેશીઓનું ચાર પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે : પ્રાણીપેશીઓ અધિચ્છદીય પેશી સંયોજક પેશી ] સ્નાયુ પેશી ( ચેતા પેશી)
- અધિચ્છદ પેશી (Epithelial Tissue) : તે પ્રાણીશરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી છે.
- તે શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરનાં વિવિધ અંગોની વચ્ચે દ્રવ્યોની આપ-લેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
→ અધિચ્છદ પેશીના પ્રકારો :
(1) લાદીસમ અધિચ્છદ (squamous Epithelium): તેના કોષો ચપટા, પાતળા અને લાદીની માફક ગોઠવાયેલા હોય છે.
રુધિરવાહિનીઓ, ફેફસાંના વાયુકોષ્ઠનું અસ્તર સરળ લાદીસમ અધિચ્છદ વડે જ્યારે ત્વચામાં અધિચ્છદીય પેશીના કોષો ઘણા બધા સ્તરોમાં હોવાથી તૃત અધિચ્છદ પેશીથી બનેલા છે.
(2) ઘનાકાર અધિચ્છદ (Cuboidal Epithelium):
- તેના કોષો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં લગભગ સમાન હોવાથી ઘન આકારના હોય છે.
- આ અધિચ્છદ કોષો સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે.
(3) સ્તંભીય અધિચ્છદ (Columnar Epithelium) તેના કોષોની પહોળાઈ કરતાં ઊંચાઈ વધુ હોવાથી તે ખંભાકાર દેખાય છે.
- શ્વાસનળીમાં ખંભાકાર અધિચ્છદ પેશીના કોષો પલ્મો ધરાવે છે.
- સંયોજક પેશી (Connective Tissue): તે શરીરની બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કરે છે કે જોડાણ સાધે છે અને આધાર આપે છે. તેમાં કોષોની સાપેક્ષે આંતરકોષીય દ્રવ્ય વધુ હોય છે.
→ સંયોજક પેશીના પ્રકારો :
- રુધિર (Blood) : તેમાં પ્રવાહી આધારક રુધિરરસમાં લાલ રુધિરકોષો, શ્વેત રુધિરકોષો અને ત્રાકકણો નિલંબિત હોય છે.
- અસ્થિ (Bone) શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે.
- કાસ્થિ (Cartilage) : તે અસ્થિઓના સાંધાને લીસા બનાવે છે.
- અસ્થિબંધ (Ligament) : બે ક્રમિક અસ્થિઓને જોડતી ખૂબ જ સ્થિતિસ્થાપક સંયોજક પેશી છે.
- સ્નાયુબંધ (Tendon): તે સ્નાયુ પેશીને અસ્થિઓ સાથે જોડતી સીમિત સ્થિતિસ્થાપક સંયોજક પેશી છે. (6) તંતુઘટક પેશી
- (Areolar Tissue): તે શરીરનાં અંગો વચ્ચેની અને અંગોની અંદરની ખાલી જગ્યા પૂરતી આધાર પેશી છે.
- મેદપૂર્ણ પેશી (Adipose Tissue) : ચરબીનો સંગ્રહ કરતી અને ઉષ્માનિયમનનું કાર્ય કરતી પેશી છે.
સ્નાયુ પેશી (Muscular Tissue): શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર પેશી છે.
→ સ્નાયુ પેશીના પ્રકારો :
- રેખિત સ્નાયુ પેશી (Striated Muscle Tissue) : તેના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રીય તંતુઓ સ્વરૂપે હોય છે.
- અરેખિત સ્નાયુ પેશી (Non-striated Muscle Tissue) : તેના કોષો લાંબા, ત્રાકાકાર અને એકકોષકેન્દ્રીય તંતુઓ સ્વરૂપે હોય છે.
- હૃદુ સ્નાયુ પેશી (Cardiac Muscle Tissue) : તેના કોષો નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય તંતુ સ્વરૂપે હોય છે. રેખિત સ્નાયુ પેશી ઐચ્છિક જ્યારે અરેખિત અને હૃદ્ સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી છે.
- ચેતા પેશી (Nervous Tissue) : તે ચેતાકોષોની બનેલી છે. તે બાહ્ય પર્યાવરણમાંથી ઉત્તેજના | સંવેદના ગ્રહણ કરી ઊર્મિવેગરૂપે પ્રતિચાર દ્વારા શરીર કાર્યરત રાખે છે.
GSEB Class 9 Science પેશીઓ Textbook Questions and Answers
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
પેશીની વ્યાખ્યા આપો.
ઉત્તર:
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 5નો ઉત્તર.
પ્રશ્ન 2.
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે? તેમનાં નામ આપો.
ઉત્તર:
ચાર પ્રકારના એકમો:
- જલવાહિનિકી,
- જલવાહિની,
- જલવાહક મૃદૂતક અને
- જલવાહક તંતુ (દઢોતક) મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે.
પ્રશ્ન 3.
વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી જ પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે?
ઉત્તર:
વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે.
પ્રશ્ન 4.
કોષદીવાલને આધારે મૃદૂતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
મૃદૂતક પેશી | ચૂલકોણક પેશી | દઢોતક પેશી | |
કોષદીવાલઃ | પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. | પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે. | વધારે જાડી દીવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. |
પ્રશ્ન 5.
રંધ્ર કે વાયુરંધનું કાર્ય શું છે?
ઉત્તર:
રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય
- બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવા(બાષ્પોત્સર્જન)નું
- વાતાવરણના વાયુઓ(O2 – CO2)નો વિનિમય.
પ્રશ્ન 6.
ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
આકૃતિ:
1. પ્રકારઃ | ઐચ્છિક | અનેચ્છિક | અનૈચ્છિક |
2. સ્થાન: | હાથ અને પગના સ્નાયુ | અન્નમાર્ગની દીવાલ | હૃદયની દીવાલ |
3. સ્નાયુતંતુની રચના: | લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી | ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી | શાખિત અને એકકોષકેન્દ્રી |
પ્રશ્ન 7.
હૃદુ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે?
ઉત્તર:
હૃદુ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય હૃદયના સ્નાયુઓ જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના રુધિરપંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 8.
રેખિત, અરેખિત અને હૃદ્ સ્નાયુ પેશીમાં, શરીરમાં તેમની રચના અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
આકૃતિ:
1. પ્રકારઃ | ઐચ્છિક | અનેચ્છિક | અનૈચ્છિક |
2. સ્થાન: | હાથ અને પગના સ્નાયુ | અન્નમાર્ગની દીવાલ | હૃદયની દીવાલ |
3. સ્નાયુતંતુની રચના: | લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી | ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી | શાખિત અને એકકોષકેન્દ્રી |
પ્રશ્ન 9.
ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.
ઉત્તર:
લક્ષણઃ ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોઈ શકે છે.
પ્રશ્ન 10.
નીચે આપેલાનાં નામ લખોઃ
(a) પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે.
ઉત્તર:
લાદીસમ અધિચ્છદ
(b) પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે.
ઉત્તર:
સ્નાયુબંધ
(c) પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે.
ઉત્તર:
અન્નવાહક પેશી
(d) પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે.
ઉત્તર:
મેદપૂર્ણ પેશી
(e) તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે.
ઉત્તર:
રુધિર
(f) મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી.
ઉત્તર:
ચેતા પેશી
પ્રશ્ન 11.
નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો:
ત્વચા, વનસ્પતિની છાલ, અસ્થિ, મૂત્રપિંડનલિકાનું અસ્તર, વાહિપુલ
ઉત્તર:
- ત્વચા – તૃત અધિચ્છદ પેશી
- વનસ્પતિની છાલ – દ્વિતીય રક્ષણાત્મક પેશી
- અસ્થિ – સંયોજક પેશી મૂત્રપિંડનલિકાનું
- અસ્તર – ઘનાકાર અધિચ્છદ પેશી
- વાહિપુલ – જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક
પ્રશ્ન 12.
મૃદુતક પેશી કયા પ્રદેશમાં હોય છે?
ઉત્તર:
મૃદૂતક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે.
પ્રશ્ન 13.
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે?
ઉત્તર:
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકાઃ
- તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે.
- તે શોષણ, સાવ અને ઉસ્વેદનમાં મદદ કરે છે.
પ્રશ્ન 14.
છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે?
ઉત્તર:
છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત હોય છે. તેમની કોષદીવાલ પર સુબેરિન રસાયણ યૂલિત હોય છે. તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે.
પ્રશ્ન 15.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
ઉત્તર:
- a – મૃદૂતક,
- b – દઢોતક,
- c – અન્નવાહક
GSEB Class 9 Science પેશીઓ Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 69]
પ્રશ્ન 1.
પેશી એટલે શું?
ઉત્તર :
- શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા
- વિશિષ્ટ કોષસમૂહને પેશી કહે છે.
પ્રશ્ન 2.
બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે?
ઉત્તરઃ
- બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે.
- દા. ત., સ્નાયુકોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન, રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન, વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે છે.
- આમ, બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમવિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 74]
પ્રશ્ન 1.
સરળ પેશીઓના કેટલા પ્રકારો છે?
ઉત્તર :
સરળ પેશીઓના ત્રણ પ્રકારો છે :
- મૃદુતક,
- સ્થૂલકોણક અને
- દઢોતક.
પ્રશ્ન 2.
અગ્રસ્થ વર્ધનશીલ પેશી શેમાં મળી આવે છે?
ઉત્તર :
અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકાંડની – ટોચમાં મળી આવે છે.
પ્રશ્ન 3.
નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે?
ઉત્તર :
નાળિયેરના રેસાઓ દઢોતક પેશીના બનેલા હોય છે.
પ્રશ્ન 4.
અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે?
ઉત્તર :
અન્નવાહક પેશીના ચાર ઘટકો કે એકમો :
- ચાલનીનલિકા
- સાથીકોષ
- અન્નવાહક મૃદૂતક અને
- અન્નવાહક તંતુઓ છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 78]
પ્રશ્ન 1.
એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે.
ઉત્તર :
સ્નાયુ પેશી
પ્રશ્ન 2.
ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે?
ઉત્તર :
ચેતાકોષ દેખાવમાં પૂંછડિયા તારા જેવો લાગે છે.
પ્રશ્ન 3.
હૃદુ સ્નાયુ પેશીનાં ત્રણ લક્ષણો આપો.
ઉત્તર :
હૃદ્ સ્નાયુ પેશીનાં ત્રણ લક્ષણો
- તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે.
- સ્નાયુતંતુ નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રી છે.
- તે જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન-શિથિલન કરે છે.
પ્રશ્ન 4.
તંતુઘટક પેશીનાં કાર્યો કયાં છે?
ઉત્તર :
તંતુઘટક પેશીનાં કાર્યો
- પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.
- આંતરિક અંગોને આધાર આપે છે.
GSEB Class 9 Science પેશીઓ Textbook Activities
પ્રવૃત્તિ 6.1 [પા.પુ. પાના નં. 69].
→ કાચના બે બીકર (જાર) લઈ તેમાં પાણી ભરો. ડુંગળી(Onion)ના બે કંદ લઈ તેને પાણી ભરેલા બીયરમાં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો, જેથી ડુંગળીના મૂળ અને પ્રકાંડ પાણીમાં ડૂબેલા રહે. બકરને A અને B લેબલ કરી તેમાં થોડા દિવસો પછી બંને બીકરમાં ડુંગળીના બંને કંદના મૂળની લંબાઈ પ્રથમ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે માપો.
ચોથા દિવસે બીકર 3માં ડુંગળીના કંદના મૂળની ટોચનો લગભગ સેમી ભાગ કાપી, ફરીથી બીકરમાં ગોઠવો અને તેને થોડા વધારે
દિવસ બાકરમાં રાખો. ડુંગળીના કંદોના મૂળની લંબાઈનું પાંચ દિવસ પછી અવલોકન કરી પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપની કોષ્ટકમાં નોંધ કરો. મૂળની પ્રથમ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો લંબાઈ દિવસ દિવસ દિવસ દિવસ દિવસ દિવસ દિવસ બીકર 3
ઉપર્યુક્ત નિરીક્ષણોને અનુલક્ષીને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :
1. કયા બીકર(જાર)માં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે? શા માટે?
ઉત્તર :
બીકર (જાર) Aમાં રાખેલી ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે. કારણ કે, મૂળની ટોચ કપાયા વગરની હોવાથી મૂળની લંબાઈમાં વૃદ્ધિ ચાલુ રહે છે.
2. મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે?
ઉત્તર : મૂળની ટોચના ભાગને આપણે કાપી નાખ્યા પછી બીકર (જાર) Bમાં મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી.
3. જ્યારે આપણે બીકર (જાર) માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? શા માટે?
ઉત્તર :
હા, જ્યારે આપણે બીકર (જાર) Bમાં રાખેલી ડુંગળીના કંદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે મૂળની ટોચ વૃદ્ધિ કરવાનું બંધ કરે છે. કારણ કે, મૂળની ટોચને કાપતાં આ ભાગે વૃદ્ધિમાં મદદરૂપ વધુનશીલ પેશી દૂર થઈ જાય છે.
પ્રવૃત્તિ 6.2 [પા.પુ. પાના નં. 70]
→ વનસ્પતિના અંગ(પ્રકાંડ)ના છેદને અભિરંજિત કરી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવું.
હેતુ : વનસ્પતિના અંગના છેદમાં વિવિધ પ્રકારના કોષોની ગોઠવણીનો અભ્યાસ કરવો.
- સાધનો : વૉચ ગ્લાસ, સ્લાઇડ, કવરસ્લિપ
- નમૂનો : વનસ્પતિના પ્રકાંડનો ટુકડો
- અભિરંજક : સેક્રેનિન
આસ્થાપન તૈયાર કરવાની રીત :
- વૉચ ગ્લાસમાં સેક્રેનિન અભિરંજકનાં બે-ત્રણ ટીપાં લઈ તેમાં પાણી ઉમેરી મંદ દ્રાવણ તૈયાર કરો.
- તમારા શિક્ષકની મદદથી વનસ્પતિના પ્રકાંડના ટુકડાના શક્ય એટલા પાતળા છેદ લો.
- પાતળા છેદને વૉચ ગ્લાસમાં સેક્રેનિન અભિરંજકના મંદ દ્રાવણમાં અભિરંજિત કરો.
- એક પાતળા છેદને કાચની સ્લાઇડ પર આસ્થાપિત કરી તેના પર ગ્લિસરિનનું એક ટીપું મૂકો.
- તેના પર કવરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
- તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
- અવલોકનમાં વિવિધ પ્રકારના કોષોના સ્વરૂપ, ગોઠવણીનો અભ્યાસ કરો અને આકૃતિ સાથે તુલના કરો.
આ પ્રમાણે આ જ વનસ્પતિના મૂળના છેદ તેમજ અન્ય વનસ્પતિના મૂળ અને પ્રકાંડના છેદ લઈ તેનો અભ્યાસ કરો.
1. શું બધા જ કોષોની સંરચના સમાન છે?
ઉત્તર :
ના, બધા કોષોની સંરચના સમાન નથી. કારણ કે, અવલોકનમાં વિવિધ કદ અને આકારમાં ભિન્નતા ધરાવતા કોષો જોવા મળે છે.
2. કેટલા પ્રકારના કોષો જોવા મળે છે?
ઉત્તર :
10 વિવિધ પ્રકારના કોષો સ્લાઇડમાં જોવા મળે છે.
3. શું આપણે તેનાં કારણો પર વિચારી શકીએ છીએ કે કોષોના આટલા પ્રકારો શા માટે છે?
ઉત્તર :
હા, કોષોના વિવિધ પ્રકારો વનસ્પતિના અંગમાં ચોક્કસ કાર્ય સાથે સંકળાઈને અંગમાં શ્રમવિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારે છે.
પ્રવૃત્તિ 6.3 [પા.પુ. પાના નં. 72]
હેતુ : રીહો(ટ્રેડેસ્કેન્શિયા)ના પર્ણના આસ્થાપનમાં અધિસ્તર અને વાયુરંધ્રોનું અવલોકન કરવું.
સાધનો : પેટ્રી ડિશ, સ્લાઈડ, કવરસ્લિપ
અભિરંજક : સેક્રેનિન
નમૂનો : રીહો(ડેસ્કેન્શિયા)નાં તાજાં પર્ણ
સ્લાઇડ તૈયાર કરવાની રીતઃ રીતો(ડેસ્કેન્શિયા)નાં તાજાં પર્ણ લો.
- પર્ણ પર દબાણ આપી એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળે.
- અલગ કરેલી આ છાલને પાણી ભરેલી પેટી ડિશમાં મૂકો.
- તેમાં સેક્રેનિન અભિરંજકનાં ટીપાં ઉમેરો.
- બે-ત્રણ મિનિટ પછી છાલને સ્વચ્છ સ્લાઇડ પર મૂકો. તેના પર કલરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
1. તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
2. અવલોકન આધારે આકૃતિ દોરી, નોંધ કરો.
અવલોકન :
આકૃતિ 6.7માં દર્શાવ્યા મુજબ છૂટાછવાયા વાયુરંધ્રો જોવા મળે છે. વાયુરંધ્રની રચના કરતા રક્ષક કોષો અને તેને ઘેરીને અધિસ્તરીય કોષો આવેલા હોય છે. રક્ષક કોષો લીલા રંગના જોવા મળે છે. રક્ષક કોષો મૂત્રપિંડ આકારના હોય છે.
GSEB Class 9 Science પેશીઓ Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
તફાવત આપોઃ
પ્રશ્ન 1.
વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી
ઉત્તર:
વર્ધનશીલ પેશી | સ્થાયી પેશી |
1. તેના કોષો હંમેશાં જીવંત હોય છે તેમજ સતત કોષવિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે. | 1. તેના કોષો જીવંત કે મૃત હોય છે તેમજ કોષોમાં વિભાજન પામવાનો ગુણધર્મ હોતો નથી. |
2. તેના કોષોમાં રસધાનીઓનો અભાવ હોય છે તેમજ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. | 2. તેના જીવિત કોષોમાં રસધાનીઓ હોય છે તેમજ પેશીના પ્રકાર પ્રમાણે આંતરકોષીય અવકાશ હોય છે. |
3. તે વનસ્પતિનાં મૂલાગ્ર, પ્રરોહાગ્ર અને પ્રકાંડની ગાંઠોમાં કે ઘણાંખરાં વાહિપુલોમાં જોવા મળે છે. | 3. તે પેશી વનસ્પતિનાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજ વગેરે બધાં જ અંગોમાં જોવા મળે છે. |
4. તે વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરે છે તેમજ તેના કોષો કદી વિભેદન દર્શાવતા નથી. | 4. તે વનસ્પતિમાં વિભેદન પામ્યા પછી વિવિધ કાર્યો દર્શાવે છે. |
પ્રશ્ન 2.
મૃદૂતક પેશી અને દઢોતક પેશી
ઉત્તર:
મૃદુતક પેશી | દઢોતક પેશી |
1. તે જીવંત કોષોની બનેલી છે. | 1. તે મૃત કોષોની બનેલી છે. |
2. તેના કોષોની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. | 2. તેના કોષોની સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક દીવાલ પર અંદરની બાજુ લિઝિનનું સ્થૂલન હોવાથી કોષદીવાલ જાડી હોય છે. |
3. તેના કોષો વચ્ચે સામાન્ય રીતે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે. | 3. તેના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ છે. |
4. આ પેશીમાં હરિતકણોતક પેશી અને વાયુતક એમ બે વિશિષ્ટ પ્રકાર જોવા મળે છે. | 4. આ પેશીના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. |
5. તે આધારોતક રચવાના અને આધાર આપવાના કાર્ય સાથે તેમજ સંગ્રહ, પ્રકાશસંશ્લેષણ, તારકતા જેવાં કાર્યો સાથે સંકળાયેલી છે. | 5. તે યાંત્રિક મજબૂતાઈ અને સખતાઈ પૂરી પાડે છે. |
6. તે પૂરક પેશી છે. | 6. તે મૃત યાંત્રિક પેશી છે. |
પ્રશ્ન 3.
સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી
ઉત્તર:
સ્થૂલકોણક પેશી | દઢોતક પેશી |
1. તેના કોષો જીવંત હોય છે. | 1. તેના કોષો મૃત હોય છે. |
2. તેમાં ઍક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. | 2. તેમાં લિનિનનું સ્થૂલન થયેલું હોય છે. |
3. કોષોના ખૂણાઓના ભાગમાં સ્થૂલન વિશેષ જોવામાં આવે છે. | 3. કોષની બધી જ કોષદીવાલો પર લગભગ સમાન સ્થૂલન થાય છે. |
4. તે વનસ્પતિઅંગોને યાંત્રિક મજબૂતાઈની સાથે સાથે નમ્યતા પણ બક્ષે છે. | 4. તે વધુ યાંત્રિક મજબૂતાઈ આપે છે. તે નમ્યતા નહિ, પરંતુ કઠિનતા (સખતાઈ દઢતા) બક્ષે છે. |
5. કોષોની વચ્ચે અવકાશ ઓછો હોય છે. | 5. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. |
6. તે કુમળા પ્રકાંડ અને પર્ણદંડમાં જોવા મળે છે. | 6. તે પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ T અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. |
પ્રશ્ન 4.
જલવાહક પેશી અને અન્નવાહક પેશી
ઉત્તર:
જલવાહક પેશી | અન્નવાહક પેશી |
1. આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઊર્ધ્વવહન સાથે સંકળાયેલી છે. | 1. આ પેશી વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા તેમજ સંગ્રહાયેલા ખોરાકના ઊર્ધ્વવહન તેમજ અધઃવહન સાથે સંકળાયેલી છે. |
2. તેના ઘટકોમાં જલવાહિનિકીઓ, જલવાહિનીઓ, જલવાહક મૃદૂતક અને જલવાહક તંતુઓનો સમાવેશ થાય છે. | 2. તેના ઘટકોમાં ચાલનીનલિકાઓ, સાથીકોષો, અન્નવાહક મૃદંતક અને અન્નવાહક તંતુઓનો સમાવેશ થાય છે. |
3. જલવાહક મૃદૂતક સિવાયના અન્ય સર્વ ઘટકો મૃત કોષોના બનેલા હોય છે. | 3. અન્નવાહક તંતુઓ સિવાયના અન્ય સર્વ ઘટકો જીવિત કોષોના બનેલા હોય છે. |
4. જલવાહક મૃદૂતક સિવાયના અન્ય સર્વ ઘટકોની કોષદીવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે. | 4. અન્નવાહક તંતુઓ સિવાયના કોઈ પણ ઘટકોની કોષદીવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોતું નથી. |
પ્રશ્ન 5.
અસ્થિ અને કાસ્થિ
ઉત્તર:
અસ્થિ | કાસ્થિ |
1. તે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે. | 1. તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. |
2. તેના પેશીકોષોને અસ્થિકોષો કહે છે. | 2. તેના પેશીકોષોને કાસ્થિકોષો કહે છે. |
3. તેના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે. | 3. તેનું આધારક દ્રવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. |
4. તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે ઉપરાંત શરીરનાં મુખ્ય અંગોને આધાર આપે છે. | 4. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. |
5. અસ્થિને વાળી શકાતા નથી. | 5. કેટલાક કાસ્થિને વાળી શકાય છે. |
પ્રશ્ન 6.
રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ
ઉત્તર:
રેખિત સ્નાયુ | અરેખિત સ્નાયુ |
1. તે ઐચ્છિક સ્નાયુ પેશી છે. | 1. તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. |
2. તેમાં ક્રમશઃ રીતે ગોઠવાયેલાં ઘેરાં બિંબ અને ઝાંખાં બિંબ હોય છે. | 2. તેમાં ઘેરાં બિબ અને ઝાંખાં બિંબનો અભાવ હોય છે. |
3. તેની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે. | 3. તેની રચના કરતા કોષો લાંબા, બંને છેડે અણીદાર ત્રાકાકાર હોય છે. |
4. તેના સ્નાયુતંતુ બહુકોષકેન્દ્રીય હોય છે. | 4. તેના સ્નાયુતંતુ એકકોષકેન્દ્રીય હોય છે. |
5. હાડકાં સાથે ચોટેલા હોવાથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. | 5. તેને સરળ સ્નાયુ પેશી પણ કહે છે. |
6. તે હાથપગના હલનચલન સાથે સંકળાયેલા છે. | 6. તે અન્નનળીમાં ખોરાકના વહન, રુધિરવાહિનીમાં રુધિરપ્રવાહના વહન સાથે સંકળાયેલા છે. |
પ્રશ્ન 7.
અધિચ્છદીય પેશી અને સંયોજક પેશી
ઉત્તર:
અધિચ્છદીય પેશી | સંયોજક પેશી |
1. તેની રચનામાં મોટી સંખ્યામાં કોષો હોય છે. | 1. તેની રચનામાં ઓછી સંખ્યામાં કોષો હોય છે. |
2. તેમાં કોષો પાસેપાસે અને એકબીજાના સંપર્કમાં રહીને ગોઠવાયેલા હોય છે. | 2. તેમાં કોષો આંતરકોષીય દ્રવ્યમાં છૂટાછવાયા પથરાયેલા કે તરતા હોય છે. |
3. કોષોની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે. | ૩. આંતરકોષીય દ્રવ્ય ઘટ્ટ રસ, તંતુઓ કે પ્રવાહી સ્વરૂપે હોય છે. |
4. તેના કોષો કોષવિહીન આધારકલા પર ચોંટીને ગોઠવાયેલા હોય છે. | 4. તેના કોષો કોષવિભાજન પામી નવા કોષો સર્જે છે |
પ્રશ્ન 8.
અસ્થિબંધ અને સ્નાયુબંધ
ઉત્તર:
અસ્થિબંધી | સ્નાયુબંધ |
1. તે બે અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. | 1. તે સ્નાયુઓ અને અસ્થિને જોડતી સંયોજક પેશી છે. |
2. તે મજબૂત અને ખૂબ સ્થિતિસ્થાપક છે. | 2. તે અત્યંત મજબૂત, પરંતુ મર્યાદિત વળી શકે તેવા હોય છે. |
3. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ થોડા પ્રમાણમાં હોય છે. | 3. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય વધારે હોય છે. |
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો :
પ્રશ્ન 1.
વધુનશીલ પેશી વનસ્પતિમાં મુખ્યત્વે વૃદ્ધિ કાર્ય સાથે સંકળાયેલી છે.
ઉત્તર:
વર્ષનશીલ પેશીના કોષો સતત વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. નવા કોષો વનસ્પતિનાં અંગોમાં ઉમેરાતા જઈ કદ, આકાર અને શુષ્ક દળમાં વધારો કરે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે. આમ લંબ અક્ષે પ્રાથમિક વૃદ્ધિ પ્રેરાય છે. પાર્શ્વય વધનશીલ પેશી વનસ્પતિના મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારી દ્વિતીયક વૃદ્ધિ દર્શાવે છે. આમ, વર્ધનશીલ પેશી વનસ્પતિમાં મુખ્યત્વે વૃદ્ધિકાર્ય સાથે સંકળાયેલી છે.
પ્રશ્ન 2.
દઢોતકના કોષો અને જલવાહક પેશીના મોટા ભાગના ઘટકો મૃત હોય છે.
ઉત્તર:
દઢોતકના કોષો તેમજ જલવાહિનિકી, જલવાહિની અને જલવાહક તંતુ જેવા જલવાહક પેશીના ઘટકો લિન્ઝિનનું સ્થૂલન ધરાવે છે. આ કોષોમાં સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક દીવાલ પર અંદરની બાજુએ લિગ્નિનનું દ્વિતીય સ્તર રચાય છે. લિગ્નિનના નિર્માણમાં કોષરસ વપરાઈ જાય છે અને કોષકેન્દ્ર વિઘટન પામે છે. આમ, કોષરસ અને કોષકેન્દ્ર વગરના કોષો મૃત બને છે.
પ્રશ્ન 3.
જલવાહક પેશી જટિલ પેશી છે.
ઉત્તર:
એકથી વધુ પ્રકારના કોષોથી બનેલી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોના ઊર્ધ્વદિશામાં વહન સાથે સંકળાયેલી પેશી જલવાહક છે. જલવાહક પેશીની રચનામાં જલવાહિનિકી એકકોષી, જલવાહિની બહુકોષી અને જલવાહક તંતુઓ મૃત ઘટકો છે. જલવાહક પેશીમાં જલવાહક મૃદૂતક એકમાત્ર જીવંત ઘટક છે. આમ, જલવાહક પેશીની રચનામાં જીવંત અને મૃત બંને પ્રકારના કોષો હોવાથી તે જટિલ પેશી છે.
પ્રશ્ન 4.
દઢોતક પેશી વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે.
ઉત્તરઃ
દઢોતક પેશીના કોષો મૃત હોય છે. આ પેશીના કોષોની કોષદીવાલ લિગ્નિનના પૂલનને લીધે જાડી હોય છે. લિગ્નિન કોષોને દઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરતો રાસાયણિક પદાર્થ છે. આમ, લિનિનની જમાવટને કારણે દઢોતક પેશી દઢ બની વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે.
પ્રશ્ન 5.
મૃદૂતક પેશી વનસ્પતિમાં વિવિધ કાર્ય માટે આયોજન પામેલી છે.
ઉત્તર:
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 13નો ઉત્તર.
પ્રશ્ન 6.
વનસ્પતિમાં મૂળ અને પ્રકાંડના અધિસ્તરના કાર્યમાં વિવિધતા જોવા મળે છે.
ઉત્તર:
- વનસ્પતિનાં બધાં જ અંગોમાં સૌથી બહાર એકસ્તરીય, રક્ષણાત્મક આવરણ તરીકે અધિસ્તર આવેલું હોય છે.
- આમ છતાં મૂળના અધિસ્તરીય કોષો પર જલપ્રતિરોધક ક્યુટિનની ગેરહાજરી છે. મૂળના અધિસ્તર પર વાળ જેવા વૃદ્ધિ પામતા લાંબા પ્રવધે આવેલા છે. મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું અભિશોષણ કરે છે.
- પ્રકાંડ જેવા હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો પર ક્યુટિનનું સ્તર હોવાથી તે પાણીના વ્યય સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે.
- આમ, મૂળ અને પ્રકાંડના અધિસ્તરના કાર્યમાં વનસ્પતિની આવશ્યકતાને અનુરૂપ વિવિધતા જોવા મળે છે.
પ્રશ્ન 7.
વૃક્ષની છાલના કોષો મૃત હોય છે.
ઉત્તર:
છાલ કોષોના વધારે સ્તર ધરાવતી અને રક્ષણાત્મક કાર્ય = માટે હોય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી વધારે સ્તરો ધરાવતી છાલ નિર્માણ કરે છે. નિર્માણ પામતા કોષોની દીવાલો પર સુબેરિન રસાયણ ટ્યૂલિત થાય છે. આ પદાર્થ છાલને હવા તેમજ રૂ પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે. આમ, હવા અને પાણી વગર વૃક્ષની છાલના કોષો મૃત હોય છે.
પ્રશ્ન 8.
રેખિત સ્નાયુતંતુ બહુકોષકેન્દ્રી હોય છે.
ઉત્તર:
રેખિત સ્નાયુ પેશીની રચના કરતા સ્નાયુકોષો નળાકાર સ્નાયુતંતુ બનાવે છે. આમ, સ્નાયુતંતુની રચનામાં એક કરતાં વધારે સ્નાયુકોષો ભાગ લે છે અને પ્રત્યેક સ્નાયુકોષોમાં એક કોષકેન્દ્ર હોય ૨ છે. તેથી સ્નાયુતંતુમાં ઘણાં કોષકેન્દ્રો હોય છે એટલે કે તે બહુકોષકેન્દ્રીય હોય છે.
પ્રશ્ન 9.
રુધિર દ્વારા શરીરનાં વિવિધ અંગોનું કાર્યાત્મક જોડાણ થાય છે.
ઉત્તર:
રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. હૃદયની ધબકવાની કામગીરીને કારણે રુધિર શરીરમાં વહન પામતું રહે છે, ત્યારે તેની સાથે વિવિધ દ્રવ્યોને શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે, ફેફસાંમાંથી 09ને વિવિધ કોષો સુધી અને કોષોથી CO)ને ફેફસાં સુધી, અન્નમાર્ગમાંથી પચેલા ખોરાકને વિવિધ કોષો અને શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્ર કરી ઉત્સર્જન માટે યકૃત તથા મૂત્રપિંડ સુધી પહોંચાડે છે. આ ઉપરાંત ક્ષારો, અંતઃસ્ત્રાવો વગેરેનું પણ વહન કરે છે.
આમ, રુધિર દ્વારા શરીરના અંગોનું કાર્યાત્મક જોડાણ થાય છે.
જોડકાં જોડો :
પ્રશ્ન 1.
વિભાગ I | વિભાગ II |
1. અગ્રીય વર્ધનશીલ | a. પૂરક પેશી તરીકે આધાર આપે |
2. પાર્શ્વય વર્ધનશીલ | b. મૂળની લંબાઈમાં વૃદ્ધિ |
3. મૃદૂતક | c. યાંત્રિક મજબૂતાઈ અને સખતાઈ |
4. દઢોતક | d. પ્રકાંડના પરિઘની વૃદ્ધિ માટે જવાબદાર |
ઉત્તર:
વિભાગ I | વિભાગ II |
1. અગ્રીય વર્ધનશીલ | b. મૂળની લંબાઈમાં વૃદ્ધિ |
2. પાર્શ્વય વર્ધનશીલ | d. પ્રકાંડના પરિઘની વૃદ્ધિ માટે જવાબદાર |
3. મૃદૂતક | a. પૂરક પેશી તરીકે આધાર આપે |
4. દઢોતક | c. યાંત્રિક મજબૂતાઈ અને સખતાઈ |
પ્રશ્ન 2.
વિભાગ I | વિભાગ II |
1. સ્થૂલકોણક | a. સાંકડું કોષકોટર ધરાવે |
2. દઢોતક તંતુ | b. પાણીના પાર્ષીય વહનમાં સહાયક |
3. જલવાહક મૃદૂતક | c. અધિસ્તરની નીચે અધઃસ્તરનું |
4. ચાલનીનલિકા નિર્માણ | d. છિદ્રાળુ અનુપ્રસ્થ દીવાલ |
ઉત્તર:
વિભાગ I | વિભાગ II |
1. સ્થૂલકોણક | c. અધિસ્તરની નીચે અધઃસ્તરનું |
2. દઢોતક તંતુ | a. સાંકડું કોષકોટર ધરાવે |
3. જલવાહક મૃદૂતક | b. પાણીના પાર્ષીય વહનમાં સહાયક |
4. ચાલનીનલિકા નિર્માણ | d. છિદ્રાળુ અનુપ્રસ્થ દીવાલ |
પ્રશ્ન 3.
વિભાગ I | વિભાગ II |
1. કંકાલ સ્નાયુ પેશી | a. મૃદૂતક પેશી |
2. આધારોતક પેશી | b. રેખિત સ્નાયુ પેશી |
3. જીવંત યાંત્રિક પશી | c. દઢોતક પેશી |
4. મૃત પેશી | d. સ્થૂલકોણક પેશી |
ઉત્તર:
વિભાગ I | વિભાગ II |
1. કંકાલ સ્નાયુ પેશી | b. રેખિત સ્નાયુ પેશી |
2. આધારોતક પેશી | a. મૃદૂતક પેશી |
3. જીવંત યાંત્રિક પશી | d. સ્થૂલકોણક પેશી |
4. મૃત પેશી | c. દઢોતક પેશી |
પ્રશ્ન 4.
વિભાગ I | વિભાગ II |
1. ગ્લેખનલિકા | a. છાલના કોષો |
2. ક્યુટિકલ | b. દઢોતક કોષો |
3. લિગ્નિન | c. બાહ્યક |
4. સુબેરિન | d. અધિસ્તરની સપાટી |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. ગ્લેખનલિકા | c. બાહ્યક |
2. ક્યુટિકલ | d. અધિસ્તરની સપાટી |
3. લિગ્નિન | b. દઢોતક કોષો |
4. સુબેરિન | a. છાલના કોષો |
પ્રશ્ન 5.
વિભાગ I | વિભાગ II |
1. ગ્રંથિકોષો | a. સ્તંભીય અધિચ્છદ |
2. પહ્મલ કોષો | b. રુધિર |
3. શૃંગીય કોષો | c. ઘનાકાર અધિચ્છદ |
4. નિલમ્બિત કોષો | d. સ્તૃત અધિચ્છદ |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. ગ્રંથિકોષો | c. ઘનાકાર અધિચ્છદ |
2. પહ્મલ કોષો | a. સ્તંભીય અધિચ્છદ |
3. શૃંગીય કોષો | d. સ્તૃત અધિચ્છદ |
4. નિલમ્બિત કોષો | b. રુધિર |
પ્રશ્ન 6.
વિભાગ I | વિભાગ II |
1. પેશીનું સમારકામ | a. મેદપૂર્ણ પેશી |
2. ઉષ્માનિયમન | b. તંતુઘટક પેશી |
3. મુખ્ય અંગોને આધાર | c. કાસ્થિ |
4. સાંધાને લીસા બનાવે | d. અસ્થિ |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. પેશીનું સમારકામ | b. તંતુઘટક પેશી |
2. ઉષ્માનિયમન | a. મેદપૂર્ણ પેશી |
3. મુખ્ય અંગોને આધાર | d. અસ્થિ |
4. સાંધાને લીસા બનાવે | c. કાસ્થિ |
પ્રશ્ન 7.
વિભાગ I | વિભાગ II |
1. રક્ષક કોષ | a. તંતુઘટક |
2. માસ્ટ કોષ | b. અન્નવાહક |
3. ત્રાકકણ | c. વાયુરંધ્ર |
4. સાથીકોષ | d. રુધિર |
ઉત્તર:
વિભાગ I | વિભાગ II |
1. રક્ષક કોષ | c. વાયુરંધ્ર |
2. માસ્ટ કોષ | a. તંતુઘટક |
3. ત્રાકકણ | d. રુધિર |
4. સાથીકોષ | b. અન્નવાહક |
નામનિર્દેશનવાળી આકૃતિ દોરો :
પ્રશ્ન 1.
સ્થૂલકોણક પેશીનો આયામ છેદ
ઉત્તરઃ
સ્થૂલકોણક પેશી વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે.
પ્રશ્ન 2.
મૃદૂતક પેશી
ઉત્તરઃ
મૃદૂતક પેશી વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદૂતક પેશી કહે છે. તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે.
પ્રશ્ન 3.
અન્નવાહક પેશીનો છેદ
ઉત્તર:
વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનાં કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે.
રચનાઃ અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમો :
- ચાલનીનલિકાઓ,
- સાથીકોષો,
- અન્નવાહક મૃદંતક અને
- અન્નવાહક તંતુઓની બનેલી છે.
ચાલનીનલિકા છિદ્રિષ્ઠ કોષદીવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષકેન્દ્રવિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે.
અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે.
કાર્ય તે ખોરાકના વહનનું કાર્ય કરે છે. અન્નવાહક પેશીમાં = પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે.
પ્રશ્ન 4.
વિવિધ પ્રકારની શ્વેત રુધિરકણિકાઓ
ઉત્તર:
રુધિર: રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે.
[આકૃતિ : રુધિરકોષો].
કાર્યઃ O2 – CO2, શ્વસન વાયુઓ, શરીરમાં પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરે છે.
પ્રશ્ન 5.
ચેતાકોષ
ઉત્તર:
- ચેતા પેશીનું સ્થાન મગજ (મસ્તિષ્ક), કરોડરજ્જુ અને ચેતાઓ.
- ચેતા પેશીના કોષોઃ ચેતા પેશીના કોષને ચેતાકોષ કહે છે.
- ચેતાકોષની રચનાઃ ચેતાકોષમાં કોષકેન્દ્ર અને ચેતારસ (કોષરસ) આવેલો છે. ચેતાકોષમાંથી લાંબી, પાતળી શાખાઓ નીકળે છે.
[આકૃતિ : ચેતા પેશીનો એકમ – ચેતાકોષ)
- ચેતાકોષની લંબાઈ ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ 3 શકે છે.
- ચેતાનું નિર્માણઃ ઘણા ચેતાતંતુ(અક્ષતંતુ)ઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે.
- કાર્ય ચેતા પેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ, આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે.
પ્રસ્તાવના
પ્રશ્ન 1.
એકકોષીય અને બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? સમજાવો.
ઉત્તરઃ
એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયાનાં બધાં જ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે, અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ અને શ્વસન વાયુઓનો વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવાં કાર્યો થાય છે.
બહુકોષીય સજીવોમાં લાખો-કરોડોની સંખ્યામાં કોષો હોય છે. તેમાં પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે.
આ કોષસમૂહ નિયત કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે. ઉદાહરણ તરીકે, મનુષ્યમાં સ્નાયુકોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન દર્શાવે છે.
ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા શ્વસનવાયુઓ, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામાં દ્રવ્યોનું વહન થાય છે.
વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા 9 એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે.
આથી બહુકોષી સજીવોમાં શ્રમવિભાજન (કાર્ય વહેંચણી) માટે પેશી-અંગ-અંગતંત્રો ઉદ્વિકાસ પામે છે.
પ્રશ્ન 2.
પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે? પેશીનાં ઉદાહરણ લખો.
ઉત્તર:
- પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષસમૂહ.
- પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં – વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે.
- પેશીનાં ઉદાહરણ રુધિર, અન્નવાહક, સ્નાયુ વગેરે.
પ્રશ્ન 3.
વનસ્પતિઓ અને પ્રાણીઓનાં કાર્યો અને પેશી આયોજનની તુલના કરો.
ઉત્તર:
વનસ્પતિઓ | પ્રાણીઓ |
1. વનસ્પતિઓ ગતિ કરતી નથી. તેઓ એક સ્થાને સ્થાપિત હોય છે. | પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે છે. |
2. તેમની મોટા ભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. | 2.તેમની મોટા ભાગની પેશી જીવંત હોય છે. |
3. વનસ્પતિઓની તુલનામાં તેઓ વધુ ઊર્જા વાપરે છે. | 3. પ્રાણીઓની તુલનામાં ઓછી ઊર્જા વાપરે છે. |
4. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. | 4. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય છે. |
5. વનસ્પતિઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે. | 5. પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી |
6. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી. | 6. પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. |
પ્રશ્ન 4.
વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત છે પેશીમાં ભિન્નતા જોવા મળે છે. સમજાવો.
ઉત્તર:
વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. જ્યારે પ્રાણીઓમાં આવી પ્રદેશોની સીમિતતા હોતી નથી.
વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવનપર્યત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજનક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ષનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન રીતે થાય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી.
આમ, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે.
પ્રશ્ન 5.
વધુનશીલ પેશી એટલે શું? વનસ્પતિદેહમાં વધુનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો.
ઉત્તર:
વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. વનસ્પતિદેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો પ્રદેશોમાં જ થાય છે. આ સ્થાને વધુનશીલ (વર્ધમાન) પેશી આવેલી છે.
[આકૃતિ : વનસ્પતિદેહમાં વર્ધનશીલ પેશીનું સ્થાન].
પ્રશ્ન 6.
વધુનશીલ પેશીનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
વર્ધનશીલ પેશીનાં લક્ષણો
- આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે.
- કોષો સ્પષ્ટ કોષકેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે.
- કોષો સેલ્યુલોઝયુક્ત પાતળી કોષદીવાલ ધરાવે છે.
- કોષો રસધાની ધરાવતા નથી.
પ્રશ્ન 7.
વર્ધનશીલ પેશી એટલે શું? તેના દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભૂદિત થાય છે?
ઉત્તર:
- વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે.
- વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે.
- તેનાં લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભૂદિત થાય છે.
પ્રશ્ન 8.
શા માટે વધુનશીલ કોષો રસધાની ધરાવતા નથી?
ઉત્તર:
- વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી, કારણ કે વર્ધનશીલ કોષો ખૂબ સક્રિય કોષો છે અને વિભાજનશીલ હોય છે.
- તેઓ અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી. તેથી તેમના સંગ્રહ માટે રસધાનીની જરૂર નથી. સામાન્ય રીતે રસધાની પરિપક્વ વનસ્પતિકોષોમાં હોય છે, જે વિભાજનશીલ હોતા નથી.
પ્રશ્ન 9.
સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે?
અથવા
વર્ઘનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે?
ઉત્તર:
- સ્થાયી પેશીનું નિર્માણ વધનશીલ પેશીના કોષો દ્વારા થાય છે.
- વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે.
- તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે.
- આમ, વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે.
પ્રશ્ન 10.
મૃદૂતક પેશી કોને કહે છે? તેનાં લક્ષણો અને પ્રકાર સમજાવો.
અથવા
વનસ્પતિમાં આધારોતક કાર્ય કરતી સરળ સ્થાયી પેશી વર્ણવો.
ઉત્તરઃ
મૃદૂતક પેશી વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદૂતક પેશી કહે છે. તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે.
લક્ષણોઃ
- કોષો જીવંત હોય છે.
- મૃદૂતક પેશી પાતળી કોષદીવાલવાળા સરળ કોષોની બનેલી છે.
- કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે.
- કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે.
- કોષો અનપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે.
પ્રકારઃ મૃદૂતકના કોષો હરિતદ્રવ્ય(Chlorophyll)યુક્ત હરિતકણ ધરાવતા હોય, તો તેને હરિતકણોતક (Chlorenchyma) કહે છે. તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવાકોટરો (વિશાળ વાયુકોટરો) ધરાવતી મૃદુતક પેશી આવેલી છે. આ પ્રકારની મૃદૂતકને વાયુતક (Aerenchyma) પેશી કહે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે.
પ્રશ્ન 11.
મૃદૂતક પેશીનાં કાર્યો જણાવો.
ઉત્તર:
મૃદૂતક પેશી નીચેનાં કાર્યો કરે છે :
- તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન (પ્રકાશસંશ્લેષણ) કરવાનું કાર્ય કરે છે.
- તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર 3 આપવાનું કાર્ય કરે છે.
- તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે.
- તે વનસ્પતિનાં અંગોનું આધારોતક રચે છે.
- તે જલીય વનસ્પતિઅંગોને તારક ક્ષમતા બક્ષે છે.
- તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે.
પ્રશ્ન 12.
સ્થૂલકોણક પેશીની રચના અને કાર્યો જણાવો.
અથવા
વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સ્થાયી પેશી વર્ણવો.
ઉત્તર:
સ્થૂલકોણક પેશી વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે.
સ્થાનઃ વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે (નોંધઃ સ્થૂલકોણક પેશી દ્વિદળી વનસ્પતિનાં હવાઈ અંગોમાં જોવા મળે છે. ભૂગર્ભીય અંગ મૂળમાં ક્યારેય હોતી નથી.]
લક્ષણો :
- આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય (ખૂણા) બાજુ અનિયમિત મોટા હોય છે.
- કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે.
- કોષોની પ્રાથમિક દીવાલ પર ખૂણાના ભાગે સ્કૂલન થયેલું હોય છે.
કાર્યો :
- વનસ્પતિનાં અંગો(પ્રકાંડ, પર્ણ)ને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે.
- વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે.
પ્રશ્ન 13.
દઢોતક પેશી(sclerenchyma)ની રચના અને કાર્ય રે સમજાવો.
અથવા
દઢોતક પેશીનાં લક્ષણો અને કાર્ય વર્ણવો. અથવા વિસ્તૃતમાં વર્ણવોઃ મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી
ઉત્તરઃ
- મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દઢોતક પેશી કહે છે.
- સ્થાન પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પણની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે.
- નાળિયેરની રેસાયુક્ત છાલ દઢોતક પેશીની બનેલી છે.
લક્ષણો (રચના):
- આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે.
- કોષોની પ્રાથમિક દીવાલ પર લિઝિનનું સ્થૂલન (જમાવટ) હોય છે.
- કોષોની દીવાલ જાડી હોય છે.
- કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી.
- કોષો મૃત હોય છે.
કાર્ય વનસ્પતિના ભાગોને દઢતા (સખતતા) અને મજબૂતાઈ – આપે છે.
પ્રશ્ન 14.
ટૂંક નોંધ લખો : અધિસ્તર
અથવા
અધિસ્તર એટલે શું? તેની રચના અને કાર્યોની નોંધ કરો.
ઉત્તર:
- વનસ્પતિનાં અંગોના સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહે છે.
- રચના : અધિસ્તરના કોષો દૂતક પેશીના બનેલા, એક સ્તરમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવે છે.
- મોટા ભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે અને તેમની બાહ્ય તથા પાર્થ દીવાલ આંતરિક કોષદીવાલ કરતાં જાડી હોય છે.
વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણ(ક્યુટિન)ના સાવથી આવરિત હોય છે.
કાર્યો :
- અધિસ્તર વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપે છે.
- અધિસ્તર પર મીણયુક્ત (ક્યુટિન) આવરણ વનસ્પતિને પાણીના વ્યયની સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે.
- શુષ્ક વસવાટમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે.
- મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે.
પ્રશ્ન 15.
ટૂંક નોંધ લખો : વાયુરંધ્રો
અથવા
વાયુરંધ્ર એટલે શું? તેની રચના અને કાર્યો જણાવો.
ઉત્તર:
વાયુરંધ્રો એટલે પર્ણના અધિસ્તરમાં આવેલાં નાનાં છિદ્રો.
રચનાઃ વાયુરંધ્રો વૃક્કાકાર (મૂત્રપિંડ આકારના) બે રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રમય રચના છે.
[આકૃતિ : રક્ષક કોષો અને અધિસ્તરીય કોષો (a) પાર્થ દેખાવ (b) સમતલીય દેખાવ
કાર્યો :
- બાષ્પોત્સર્જન(ઉર્વેદન–બાપ્પરૂપે પાણી ગુમાવવાની) ક્રિયા વાયુરંધ્રો વડે થાય છે.
- વાતાવરણ સાથે વાયુ વિનિમય માટે વાયુરંધ્રો આવશ્યક છે.
પ્રશ્ન 16.
મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની = ક્ષમતામાં વધારો શાના કારણે થાય છે?
ઉત્તર:
મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે છે.
- કેટલાક અધિસ્તરીય કોષો વાળ જેવા લાંબા પ્રવર્ધરૂપે વૃદ્ધિ પામે છે
- આ પ્રવધથી શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધે છે. આ કારણથી મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
પ્રશ્ન 17.
મનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય સપાટી – પર ક્યુટિન(ક્યુટિકલ)નું લેપન થયેલું હોય છે. શું આપણે તેનું કારણ વિચારી શકીએ છીએ?
ઉત્તર:
- હા, મરુનિવાસી વનસ્પતિઓ રણપ્રદેશમાં ઊગતી હોવાથી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવે છે. આ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર નીચો રાખવો જરૂરી છે.
- ક્યુટિન (ક્યુટિકલ) જલ અવરોધક મીણ જેવો રાસાયણિક પદાર્થ છે. અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વ્યય ઘટાડી, મરુનિવાસી વનસ્પતિઓ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખી શકે.
પ્રશ્ન 18.
તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં વૃક્ષની શાખાનું બાહ્યસ્તર કેવી રીતે જુદું હોય છે?
ઉત્તર:
તરુણ પ્રકાંડનું બાહ્ય સ્તર પાતળું, લીલું હોય છે. જ્યારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું, સખત, મજબૂત અને નિર્જીવ કોષોથી બનેલી છાલ સ્વરૂપે હોય છે.
પ્રશ્ન 19.
વૃક્ષની છાલનું નિર્માણ અને તેની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તર:
- વૃક્ષની છાલનું નિર્માણઃ વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાંક પરિવર્તન થાય છે.
- દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ કરે છે.
છાલની વિશિષ્ટતાઓઃ
- છાલના કોષો મૃત હોય છે.
- છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે.
- કોષોની દીવાલ પર સુબેરિન રસાયણનું સ્થૂલન હોય છે.
- છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ હોય છે.
[આકૃતિ : રક્ષણાત્મક પેશી]
પ્રશ્ન 20.
જટિલ સ્થાયી પેશી કોને કહે છે? તેનાં ઉદાહરણ આપી જણાવો કે શા માટે તેમને સંવહન પેશી કહે છે?
ઉત્તર:
- એક કરતાં વધારે પ્રકારના કોષો સાથે મળીને સામાન્ય કાર્ય કરે તેવી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે.
- ઉદાહરણઃ જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે અને અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે.
- આમ, જટિલ સ્થાયી પેશી મુખ્યત્વે વહન કાર્ય સાથે સંકળાયેલી હોવાથી તેને સંવહન પેશી (વાહક પેશી) કહે છે.
પ્રશ્ન 21.
જલવાહક પેશી(Xylem)ની રચના અને કાર્યો વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખો : જલવાહક પેશી
ઉત્તર:
વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે.
રચનાઃ જલવાહક પેશીના બંધારણમાં ચાર ઘટકોનો સમાવેશ થાય છે:
- જલવાહિનિકી,
- જલવાહિની,
- જલવાહક મૃદૂતક અને
- જલવાહક તંતુઓ (દઢોતક).
જલવાહિનિકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે. આ કોષોની કોષદીવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઊર્ધ્વ તરફ સ્થળાંતર કરે છે.
- જલવાહક મૃદૂતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીના સંવહન કરવામાં મદદરૂપ થાય છે.
- જલવાહક તંતુઓ મુખ્યત્વે મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદરૂપ છે.
પ્રશ્ન 22.
અન્નવાહક પેશી(Phloem)ની રચના અને કાર્ય વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખો : અન્નવાહક પેશી
ઉત્તર:
વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનાં કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે.
રચનાઃ અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમો :
- ચાલનીનલિકાઓ,
- સાથીકોષો,
- અન્નવાહક મૃદંતક અને
- અન્નવાહક તંતુઓની બનેલી છે.
ચાલનીનલિકા છિદ્રિષ્ઠ કોષદીવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષકેન્દ્રવિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે.
અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે.
કાર્ય તે ખોરાકના વહનનું કાર્ય કરે છે. અન્નવાહક પેશીમાં = પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે.
પ્રશ્ન 23.
કોષોને O2ની જરૂરિયાત શા માટે હોય છે? આ જરૂરિયાત કેવી રીતે સંતોષાય છે?
ઉત્તર:
- કોષોમાં કણાભસૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યોના દહન દ્વારા ATP સ્વરૂપે ઊર્જા મુક્ત કરવા તેની જરૂરિયાત હોય છે. કોષોને O2 જરૂરિયાત પૂરી પાડવા સ્નાયુકોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે.
- શ્વાસક્રિયા દરમિયાન લેવાતો O2ફેફસાંમાં અવશોષિત થઈ રુધિર દ્વારા શરીરના બધા કોષોમાં O2 પહોંચાડવામાં આવે છે.
પ્રશ્ન 24.
અધિચ્છદ પેશીનાં સામાન્ય લક્ષણો, સ્થાન અને કાર્ય છે જણાવો.
ઉત્તર:
પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદ પેશી તરીકે ઓળખાય છે. તે શરીરની અંદર રહેલાં મોટા ભાગનાં અંગો અને તેમનાં પોલાણોને ઢાંકે છે.
સામાન્ય લક્ષણોઃ
- અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે.
- બધી જ અધિચ્છદની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધારકલા હોય છે, જે અન્ય પેશીથી તેને અલગ કરે છે.
- અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે.
- મોટા ભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે.
સ્થાનઃ
- ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાંના વાયુકોષ્ઠો, મૂત્રપિંડનલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે.
- કાર્યઃ અધિચ્છદ પેશી વિવિધ શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા અવરોધ(અંતરાલ)નું નિર્માણ કરતી હોવાથી જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના સ્તર(પટલ)માંથી પસાર થાય છે.
- આથી વિવિધ પ્રકારની અધિચ્છદ પેશીના કોષો વચ્ચેની 5 પારગમ્યતા, બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરનાં વિવિધ અંગો વચ્ચે પદાર્થોની આપ-લેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પ્રશ્ન 25.
લાદીસમ અધિચ્છદ પેશીના પ્રકાર, શરીરમાં ગોઠવણી અને કાર્ય જણાવો.
ઉત્તર:
પ્રશ્ન 26.
ટૂંક નોંધ લખો :
(1) સ્તંભીય (ખંભાકાર) અધિચ્છદ
ઉત્તર:
તંભીય (ખંભાકાર) અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે.
આ પેશી આંતરડાનું અંદરનું સ્તર (અસ્તર) બનાવે છે અને અભિશોષણ તેમજ સાવ ક્રિયામાં મદદરૂપ છે.
પર્મલ અધિચ્છદ પેશી : એ રૂપાંતરિત ખંભાકાર અધિચ્છદ પેશી છે. ખંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચનાઓ રૂપે પલ્મો આવેલા છે.
શ્વાસનળીમાં પક્ષ્મલ અધિચ્છદના પલ્મોની ગતિ શ્લેખને બહારની સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે.
(2) ઘનાકાર અધિચ્છદ
ઉત્તર:
ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે.
આ પેશી મૂત્રપિંડનલિકા અને લાળગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે.
[આકૃતિ : ઘનાકાર અધિચ્છદ]
આ અધિચ્છદ કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યોનો સાવ કરી ગ્રંથિકોષો તરીકે કાર્ય કરે છે.
કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. તેને ગ્રંથિય અધિચ્છદ કહે છે.
પ્રશ્ન 27.
સંયોજક પેશી એટલે શું? તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો.
ઉત્તર:
સંયોજક પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી, આધાર આપતી પ્રાણીપેશી.
લક્ષણ : પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે.
આંતરકોષીય આધારક દ્રવ્યઃ તે જેલી જેવું, પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે.
પ્રશ્ન 28.
ટૂંક નોંધ લખો:
(1) રુધિર
ઉત્તર:
રુધિર: રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે.
[આકૃતિ : રુધિરકોષો].
કાર્યઃ O2 – CO2, શ્વસન વાયુઓ, શરીરમાં પચેલા ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરે છે.
(2) અસ્થિ
ઉત્તર:
અસ્થિ શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી છે.
કૅલ્શિયમ તથા ફૉસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે,
[આકૃતિ : અસ્થિ પેશી].
કાર્ય તે શરીરનાં મુખ્ય અંગોને આધાર આપે છે. તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે.
(3) અસ્થિબંધ અને સ્નાયુબંધ
ઉત્તર:
અસ્થિબંધ અને સ્નાયુબંધઃ અસ્થિબંધ (Ligament) બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે.
સ્નાયુબંધ (Tendon) સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે.
(4) કાસ્થિ
ઉત્તર:
કાસ્થિ : કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થિકોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે.
[આકૃતિ : કાચવતું કાસ્થિ પેશી]
કાસ્થિ નાક, કાન, ગળામાં અને શ્વાસનળીમાં આવેલી હોય છે. તે જે-તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે. તેથી આપણા કાનનો બાહ્ય ભાગ (કર્ણપલ્લવ) વાળી શકાય છે.
કાચવત્ કાસ્થિ એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી છે. કાસ્થિ પેશી સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે.
(5) તંતુઘટક પેશી
ઉત્તર:
તંતુઘટક પેશીઃ સ્થાનઃ ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિમજ્જામાં આવેલી છે.
રચનાઃ આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા છે. આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદ્ કોષ, માસ્ટ કોષ જોવા મળે છે.
[આકૃતિ : તંતુઘટક સંયોજક પેશી]
કાર્ય તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.
(6) મેદપૂર્ણ પેશી
ઉત્તર:
મેદપૂર્ણ પેશીઃ આ પેશી ત્વચાની નીચે, આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે.
આ પેશી ચરબી(મેદ)નો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના – કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે.
કાર્યઃ તે ઉષ્માનિયમનનું કાર્ય કરે છે.
[આકૃતિ : મેદપૂર્ણ પેશી]
પ્રશ્ન 29.
સ્નાયુ પેશીનાં સામાન્ય લક્ષણો જણાવી, સ્નાયુ પેશીના ડે પ્રકાર લખો.
ઉત્તર:
સ્નાયુ પેશીનાં સામાન્ય લક્ષણોઃ સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે. તેને સ્નાયુતંતુ કહે છે.
સ્નાયુતંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન (ઍક્ટિન અને માયોસીન) આવેલું હોય છે. તેના કારણે સંકોચન અને શિથિલનની
ગતિ મળે છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન શા માટે જવાબદાર છે.
સ્નાયુ પેશીના પ્રકારઃ
- રેખિત સ્નાયુ પેશી
- અરેખિત સ્નાયુ પેશી અને
- હૃદુ સ્નાયુ પેશી.
પ્રશ્ન 30.
રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો.
અથવા
વર્ણવો : કંકાલ સ્નાયુ પેશી અથવા આકૃતિ દોરી ઐચ્છિક સ્નાયુ પેશી વર્ણવો.
ઉત્તર:
- આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ (અસ્થિ) સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે.
- આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઇચ્છાશક્તિને આધીન એટલે કે આપણી ઇચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ કે રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે.
- સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતાં આ પેશીના સ્નાયુતંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓ જોવા મળે છે. તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે.
સ્થાનઃ તે ઉપાંગો, શરીરદીવાલ, જીભ, કંઠનળીમાં જોવા મળે છે.
[આકૃતિ : રેખિત સ્નાયુ પેશી), સ્નાયુતંતુ આ પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી હોય છે.
પ્રશ્ન 31.
ટૂંક નોંધ લખો:
(1) અરેખિત (સરળ) સ્નાયુ પેશી
ઉત્તર:
સ્થાનઃ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાંની શ્વાસવાહિનીઓમાં, અન્નનળી અને રુધિરવાહિનીની દીવાલમાં.
લક્ષણોઃ
- પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી ? તેને સરળ સ્નાયુ પેશી કહે છે.
- અરેખિત સ્નાયુતંતુઓ ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે.
- સ્નાયુતંતુઓ એકકોષકેન્દ્રીય હોય છે.
- તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે.
[આકૃતિ : અરેખિત સ્નાયુ પેશી]
અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીઓમાં રુધિરપ્રવાહ અનૈચ્છિક ગતિવિધિ છે. તેની ગતિવિધિ આપણી ઇચ્છાનુસાર પ્રારંભ કે બંધ થતી નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે.
(2) હૃદુ સ્નાયુ પેશી
ઉત્તર:
હૃદયના સ્નાયુઓ જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હદ્ સ્નાયુ પેશી કહે છે.
હૃદુ સ્નાયુતંતુઓ (સ્નાયુકોષો) નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય હોય છે.
[આકૃતિ : હૃદ્ સ્નાયુ પેશી]
પ્રશ્ન 32.
વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરો. તેમના આકાર, કોષકેન્દ્રોની સંખ્યા તથા કોષમાં કોષકેન્દ્રોના સ્થાનને નોંધો.
ઉત્તર:
પ્રશ્ન 33.
ચેતા પેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો.
ઉત્તર:
- ચેતા પેશીનું સ્થાન મગજ (મસ્તિષ્ક), કરોડરજ્જુ અને ચેતાઓ.
- ચેતા પેશીના કોષોઃ ચેતા પેશીના કોષને ચેતાકોષ કહે છે.
- ચેતાકોષની રચનાઃ ચેતાકોષમાં કોષકેન્દ્ર અને ચેતારસ (કોષરસ) આવેલો છે. ચેતાકોષમાંથી લાંબી, પાતળી શાખાઓ નીકળે છે.
[આકૃતિ : ચેતા પેશીનો એકમ – ચેતાકોષ)
ચેતાકોષની લંબાઈ ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ 3 શકે છે. ચેતાનું નિર્માણઃ ઘણા ચેતાતંતુ(અક્ષતંતુ)ઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે.
કાર્ય ચેતા પેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ, આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે.
પ્રશ્ન 34.
ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
- ચેતાના ઊર્મિવેગ આપણને ઇચ્છાનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે.
- સ્નાયુઓના હલનચલન અંગને ગતિશીલતા આપે છે.
- સામાન્ય રીતે બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન પાયારૂપ છે. આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે.
હેતુલક્ષી:
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો
પ્રશ્ન 1.
પ્રકાશસંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે?
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ માટે CO2 (કાર્બન ડાયૉક્સાઇડ) વાયુ આવશ્યક છે.
પ્રશ્ન 2.
વનસ્પતિની ત્રણ સરળ સ્થાયી પેશીઓનાં નામ આપો.
ઉત્તરઃ
મૃદૂતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી એ વનસ્પતિની ત્રણ સરળ સ્થાયી પેશીઓ છે.
પ્રશ્ન 3.
વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ કઈ પેશીના કારણે હોય છે?
ઉત્તર:
વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ સ્થૂલકોણક પેશીના કારણે હોય છે.
પ્રશ્ન 4.
જલવાહક પેશીના વિવિધ ઘટકોનાં નામ આપો.
ઉત્તર:
જલવાહક પેશીના ઘટકોનાં નામઃ (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) જલવાહક તંતુઓ (દઢોતક) અને (4) જલવાહક મૃદૂતક.
પ્રશ્ન 5.
અન્નવાહક પેશીની રચના કરતાં એકમો જણાવો.
ઉત્તર:
અન્નવાહક પેશીની રચના કરતાં એકમો :
- ચાલનીનલિકા
- સાથીકોષ
- અન્નવાહક તંતુ અને
- અન્નવાહક મૃદૂતક.
પ્રશ્ન 6.
આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન જણાવો.
ઉત્તર:
આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન : પર્ણોના તલપ્રદેશમાં, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ.
પ્રશ્ન 7.
સક્રિય વિભાજન પામતા કોષોમાં કઈ અંગિકાની હાજરી અને કઈ અંગિકાની ગેરહાજરી હોય છે?
ઉત્તર:
સક્રિય વિભાજન પામતા કોષોમાં કણાભસૂત્ર અંગિકાની મોટી સંખ્યામાં હાજરી અને રસધાની અંગિકાની ગેરહાજરી હોય છે.
પ્રશ્ન 8.
મૃદૂતક પેશીના વિશિષ્ટ પ્રકારનાં નામ અને કાર્ય જણાવો.
ઉત્તર:
મૃદૂતક પેશીના વિશિષ્ટ પ્રકાર કાર્ય
- હરિતકણોતક – પ્રકાશસંશ્લેષણ
- વાયૂતક
પ્રશ્ન 9.
હરિતકણોતક સિવાય કઈ પેશી હરિતકણ ધરાવતી હોઈ શકે?
ઉત્તર:
હરિતકણોતક સિવાય સ્થૂલકોણક પેશી હરિતકણ ધરાવતી હોઈ શકે.
પ્રશ્ન 10.
કોષોમાં રસધાનીની હાજરી ધરાવતી બે પેશીનાં નામ આપો.
ઉત્તર:
કોષોમાં રસધાનીની હાજરી ધરાવતી પેશી :
- મદૂતક અને
- સ્થૂલકોણક.
પ્રશ્ન 11.
મનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તર પર કોનું લેપન થયેલું છે?
ઉત્તરઃ
મનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તર પર મીણ જેવા જલ અવરોધક રાસાયણિક પદાર્થ ક્યુટિનનું લેપન થયેલું છે.
પ્રશ્ન 12.
સુબેરિનનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
સુબેરિન વૃક્ષની છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે.
પ્રશ્ન 13.
શ્વાસક્રિયા કઈ કોષીય અંગિકાના કાર્ય માટે અગત્યની છે?
ઉત્તર:
શ્વાસક્રિયા કણાભસૂત્ર અંગિકાના કાર્ય માટે અગત્યની છે.
પ્રશ્ન 14.
શ્વાસનળીમાં શ્લેષ્મને બહાર ધકેલી તે પ્રદેશને સ્વચ્છ રાખવામાં કયું હલનચલન મદદરૂપ છે?
ઉત્તર:
શ્વાસનળીમાં ગ્લેખને બહાર ધકેલી તે પ્રદેશને સ્વચ્છ રાખવામાં પક્ષ્મલ હલનચલન મદદરૂપ છે.
પ્રશ્ન 15.
અન્નનળીનું અસ્તર, આંતરડાંનું અસ્તર, લાળગ્રંથિની નલિકાનું અસ્તર કઈ પેશી ધરાવે છે?
ઉત્તર:
અન્નનળીનું અસ્તર લાદીસમ અધિચ્છદ, આંતરડાંનું અસ્તર ખંભાકાર અધિચ્છદ અને લાળગ્રંથિની નલિકાનું અસ્તર ઘનાકાર અધિચ્છદ પેશી ધરાવે છે.
પ્રશ્ન 16.
રુધિરરસ એટલે શું?
ઉત્તર:
રુધિરરસ એટલે રુધિર પેશીના પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય.
પ્રશ્ન 17.
રુધિરરસમાં મુખ્યત્વે કયાં દ્રવ્યો હોય છે?
ઉત્તરઃ
રુધિરરસમાં મુખ્યત્વે પ્રોટીન, મીઠું (NaC), અંતઃસ્ત્રાવ વગેરે દ્રવ્યો હોય છે.
પ્રશ્ન 18.
હાવર્સિયનનલિકા કઈ પેશીનું લક્ષણ છે?
ઉત્તર:
હાર્સિયનનલિકા અસ્થિ પેશીનું લક્ષણ છે.
પ્રશ્ન 19.
મેદપૂર્ણ પેશી ક્યાં જોવા મળે છે? તે કયું કાર્ય કરે છે?
ઉત્તર:
મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે જોવા મળે છે. તે ઉષ્માનિયમનનું કાર્ય કરે છે.
પ્રશ્ન 20.
અરેખિત સ્નાયુ પેશી ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
અરેખિત સ્નાયુ પેશી આંખની કીકી, મૂત્રવાહિની, શ્વાસવાહિની, અન્નનળી અને રુધિરવાહિનીમાં જોવા મળે છે.
પ્રશ્ન 21.
અક્ષતંતુ અને શિખાતંતુ વચ્ચે મુખ્ય ભેદ કયો છે?
ઉત્તર:
અક્ષતંતુ એક જ હોય અને લાંબો પ્રવધે છે, જ્યારે. શિખાતંતુ એક અથવા વધારે અને ટૂંકા પ્રવધે છે.
પ્રશ્ન 22.
કઈ કઈ પેશીનું કેવું સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે?
ઉત્તરઃ
ચેતા અને સ્નાયુ પેશીનું કાર્યાત્મક સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે.
પ્રશ્ન 23.
વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ભૂમિકા શોધો.
ઉત્તર:
વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાના પાણીને બાષ્પરૂપે દૂર કરી જલનિયમન જળવાય છે. બાષ્પરૂપે પાણી દૂર કરતાં બહારની ઉષ્મા વાતાવરણમાં પાછી ફેંકી વનસ્પતિના આંતરિક 3 ભાગોને ગરમી સામે રક્ષણ આપે છે.
નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પર્ણમાં આવેલ હરિતકણોતક એ કઈ પેશીનું રૂપાંતરિત સ્વરૂપ છે?
ઉત્તર:
મદૂતક
પ્રશ્ન 2.
કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે?
ઉત્તર:
લિનિન
પ્રશ્ન 3.
અન્નવાહક પેશીના કયા ઘટકમાં છિદ્રાળુ દીવાલ આવેલી છે?
ઉત્તર:
ચાલનીનલિકામાં
પ્રશ્ન 4.
કઈ પેશી સ્થૂલન ધરાવતી હોવા છતાં જીવંત છે?
ઉત્તર:
સ્થૂલકોણક
પ્રશ્ન 5.
જલવાહક પેશીનો કયો ઘટક પાર્વીય વહનમાં સહાય કરે છે?
ઉત્તર:
જલવાહક મૃદૂતક
પ્રશ્ન 6.
જલવાહક પેશીનો કયો ઘટક વહનકાર્ય સાથે સંકળાયેલ નથી?
ઉત્તર:
જલવાહક તંતુ (દઢોતક)
પ્રશ્ન 7.
કઈ પેશીને કારણે વનસ્પતિનાં અંગો તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે?
ઉત્તર:
સ્થૂલકોણક
પ્રશ્ન 8.
મેદપૂર્ણ પેશીનું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તર:
ચરબીનો સંગ્રહ
પ્રશ્ન 9.
કઈ અધિચ્છદ પેશીનું કાર્ય શરીરના અંતઃસ્થ ભાગોનું, જંતુઓના પ્રવેશ અને ઘા પડવા સામે રક્ષણ કરવાનું છે?
ઉત્તર:
લાદીસમ અધિચ્છદ
પ્રશ્ન 10.
કઈ સંયોજક પેશી ત્વચા અને સ્નાયુની વચ્ચે પૂરણ તરીકે હોય છે?
ઉત્તર:
તંતુઘટક પેશી
પ્રશ્ન 11.
અન્નમાર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સાવ કાર્ય સાથે સંકળાયેલી છે?
ઉત્તર:
સ્તંભીય અધિચ્છદ
પ્રશ્ન 12.
રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે?
ઉત્તર:
લાલ રુધિરકોષો
પ્રશ્ન 13.
કયા કોષો કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ક્ષારોના બનેલા નક્કર દ્ર આંતરકોષીય દ્રવ્યમાં જકડાયેલા હોય છે?
ઉત્તર:
અસ્થિકોષો
પ્રશ્ન 14.
માનવમાં અસ્થિ અને સ્નાયુને કઈ સંયોજક પેશી જોડે છે?
ઉત્તર:
સ્નાયુબંધ
પ્રશ્ન 15.
ક્યા પ્રકારની નાયુ પેશીમાં ઘેરી અને આડી પટ્ટીઓ આવેલી નથી?
ઉત્તર:
અરેખિત
પ્રશ્ન 16.
કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવનપર્યત સંકોચન અને વિકોચન પામે છે?
ઉત્તર:
હદ સ્નાયુ પેશી
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
હરિતદ્રવ્ય ધરાવતા મૃદૂતકના કોષોને __________ પેશી કહે છે.
ઉત્તરઃ
હરિતકણોતક
પ્રશ્ન 2.
પરોહાગ્રમાં __________ પેશી જોવા મળે છે.
ઉત્તરઃ
વર્ધનશીલ
પ્રશ્ન 3.
દઢોતક પેશીમાં __________નું સ્થૂલન જોવા મળે છે.
ઉત્તરઃ
લિગ્નિન
પ્રશ્ન 4.
બીજ અને ફળોની છાલમાં આવેલા કોષોને __________ કહે છે.
ઉત્તરઃ
દઢોતક
પ્રશ્ન 5.
વાયૂતક એ __________ પેશીનો એક પ્રકાર છે.
ઉત્તરઃ
મૃદૂતક
પ્રશ્ન 6.
જલવાહક પેશીનો __________ ઘટક યાંત્રિક મજબૂતાઈ આપે છે.
ઉત્તરઃ
જલવાહક દઢોતક
પ્રશ્ન 7.
ચાલનીનલિકા એ __________ પેશીના બંધારણનો અગત્યનો ઘટક છે.
ઉત્તરઃ
અન્નવાહક
પ્રશ્ન 8.
જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક __________ છે.
ઉત્તરઃ
જલવાહક મૃદૂતક
પ્રશ્ન 9.
અન્નવાહક પેશીનો એકમાત્ર મૃત ઘટક __________ છે.
ઉત્તરઃ
અન્નવાહક દઢોતક
પ્રશ્ન 10.
જે પેશીના કોષો સતત કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે, તેવી પેશીને __________ પેશી કહે છે.
ઉત્તરઃ
વર્ધનશીલ
પ્રશ્ન 11.
__________ એ રેખિત સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે.
ઉત્તરઃ
સ્નાયુબંધ
પ્રશ્ન 12.
__________એ સાંધા પાસે બે અસ્થિઓને એકબીજા સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે.
ઉત્તરઃ
અસ્થિબંધ
પ્રશ્ન 13.
__________ પેશી હાડકાં સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
રેખિત
પ્રશ્ન 14.
બધી જ અધિચ્છદને આધાર આપતી બાહ્ય રેસામય રચના __________ છે.
ઉત્તરઃ
આધારકલા
પ્રશ્ન 15.
ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળી __________નું નિર્માણ કરે છે.
ઉત્તરઃ
બહુકોષી ગ્રંથિ
પ્રશ્ન 16.
મજબૂત પરંતુ સીમિત સ્થિતિસ્થાપકતાવાળી રેસામય પેશી __________ છે.
ઉત્તરઃ
સ્નાયુબંધ
પ્રશ્ન 17.
નળાકાર, શાખિત, એકકોષકેન્દ્રી અને રેખીય પટ્ટા ધરાવતા સ્નાયુ __________ છે.
ઉત્તરઃ
હદ્ સ્નાયુ
પ્રશ્ન 18.
__________ પેશી યાંત્રિક મજબૂતાઈ સાથે પાણી અને ક્ષારોનું પણ વહન કરવાનું કાર્ય કરે છે.
ઉત્તરઃ
જલવાહક
પ્રશ્ન 19.
__________ પેશીમાં કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે.
ઉત્તરઃ
દઢોતક
પ્રશ્ન 20.
__________ પેશી પોષક પદાર્થોના સંગ્રહનું કાર્ય કરે છે.
ઉત્તરઃ
મૃદૂતક
પ્રશ્ન 21.
જલવાહક પેશીનો __________ ઘટક પાર્ષીય વહનકાર્ય સાથે સંકળાયેલ છે.
ઉત્તરઃ
જલવાહક મૃદૂતક
પ્રશ્ન 22.
મૂળમાં ક્યારેય ન જોવા મળતી પેશી __________ છે.
ઉત્તરઃ
સ્થૂલકોણક
પ્રશ્ન 23.
વનસ્પતિમાં છાલનું નિર્માણ કરતી પેશી __________ છે.
ઉત્તરઃ
દ્વિતીય વર્ધનશીલ
પ્રશ્ન 24.
ત્વચામાં સ્તૃત અધિચ્છદ પેશી __________ અધિચ્છદના ઘણા સ્તરો ધરાવે છે.
ઉત્તરઃ
લાદીસમ
પ્રશ્ન 25.
__________ અધિચ્છદ કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવી ગ્રંથિકોષો તરીકે કાર્ય કરે છે.
ઉત્તરઃ
ઘનાકાર
પ્રશ્ન 26.
__________ની રચનામાં કાસ્થિ પેશીનો અભાવ હોય છે.
ઉત્તરઃ
અસ્થિબંધ
પ્રશ્ન 27.
અસ્થિના બંધારણમાં __________ ખનિજ તત્ત્વના ક્ષારો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
ઉત્તરઃ
કૅલ્શિયમ
પ્રશ્ન 28.
લાદીસમ અધિચ્છદ કોષોનું આંતરકોષીય દ્રવ્ય __________ તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
સિમેન્ટ દ્રવ્ય
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
પ્રશ્ન 1.
વધુનશીલ પેશીના કોષો સતત કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 2.
મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ભાગે અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 3.
સ્થૂલકોણક પેશીના કોષોની અંદરની દીવાલ લિનિનની બનેલી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 4.
વાલ, વટાણા અને મગના બીજાવરણમાં દઢોતક કોષો હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 5.
દઢોતક એ મૃત યાંત્રિક પેશી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
મૃદૂતકનું બીજું નામ હરિતકણોતક છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 7.
પાર્ષીય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
જલવાહક પેશીના બધા કોષો નિર્જીવ હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 9.
અન્નવાહક પેશીના બધા જ કોષો જીવંત હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 10.
અન્નવાહક પેશી પાણી અને ક્ષારોનું ઊર્ધ્વદિશામાં મૂળથી પર્ણ સુધી સંવહન કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 11.
ચામડી તથા જીભનું બહારનું આવરણ લાદીસમ અધિચ્છદનું બનેલું છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 12.
મૂત્રપિંડનલિકા અને લાળગ્રંથિની નલિકાનું અસ્તરમાં પક્ષ્મલ અધિચ્છદ પેશી જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 13.
પશ્નલ અધિચ્છદ એક પ્રકારના પરિવર્તન પામેલા સંભીય અધિચ્છદ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 14.
ચેતાકોષ પાસે એક શિખાતંતુ અને એક કરતાં વધારે અક્ષતંતુ હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 15.
સંયોજક પેશીના આંતરકોષીય દ્રવ્ય જેલી જેવા, પ્રવાહી કે બરડ છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
અસ્થિ અને કાસ્થિ એ તંતુઘટક પેશીના બે પ્રકાર છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 17.
રુધિર એ સંયોજક પેશી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 18.
હૃદુ સ્નાયુમાં ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ ઉપરાંત થોડે થોડે અંતરે જાડા અને ઘેરા અધિબિંબ આવેલાં છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 19.
રેખિત સ્નાયુતંતુઓ ત્રાકાકાર, એકકોષી, ચપટા અને છેડેથી સાંકડા હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 20.
ચેતા પેશીનો ઉદ્ભવ ગર્ભીય મધ્યસ્તરમાંથી થાય છે.
ઉત્તર:
ખોટું
આકૃતિ – ચાર્ટ આધારિત પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ચાર વિદ્યાર્થીઓએ દઢોતકની આકૃતિ દોરી છે. તેમાંથી સાચી આકૃતિ કઈ છે, તે જણાવો.
ઉત્તર:
(4)
પ્રશ્ન 2.
નીચે દર્શાવેલી આકૃતિઓમાં કઈ અસંગત છે?
ઉત્તર:
(4)
પ્રશ્ન 3.
આપેલી આકૃતિમાં a, b, c અને તેનાં સાચાં નામ નિર્દેશન કયા છે?
ઉત્તરઃ
(1) a – શિખાતંતુ,
b – અક્ષતંતુ,
c – ચેતાંતો
d – ચેતાકોષકાય
પ્રશ્ન 4.
રુધિર પેશીના આપેલા ચાર્ટમાં ખાલી સ્થાન ભરોઃ
ઉત્તરઃ
a – રુધિરરસ,
b – લાલ રુધિરકણિકા,
c – અશ્લરાગી કણ,
d – લસિકાકણ પ્રશ્ન
માગ્યા મુજબ ઉત્તર લખો :
પ્રશ્ન 1.
અસંગત જોડ કઈ છે?
(i) વાયુરંધ્ર – રક્ષક કોષ
(ii) અધિસ્તર – મૃદૂતક
(iii) લિગ્નિનયુક્ત દીવાલ – ચાલની પટ્ટિકા
(iv) નાળિયેરના રેસા – દઢોતક
ઉત્તરઃ
(iii) લિગ્નિનયુક્ત દીવાલ – ચાલની પટ્ટિકા
પ્રશ્ન 2.
મને ઓળખો હું છાલના કોષોની કોષદીવાલ પર ધૂલિત થયેલું રસાયણ છું અને છાલને પાણી અને હવા માટે અપ્રવેશશીલ બનાવું છું.
ઉત્તરઃ
સુબેરિન
પ્રશ્ન 3.
પ્રકાંડનો પરિધીય વિસ્તાર : પાર્થય વર્ધનશીલ પેશી :: ડાળીઓની આંતરગાંઠ : __________
ઉત્તરઃ
આંતર્વિષ્ટ વર્ઘનશીલ પેશી
પ્રશ્ન 4.
તમને સૂક્ષ્મદર્શક યંત્રમાં એક સ્લાઇડ ઓળખવા માટે આપી છે. તેમાં લાંબા સાંકડા છેડા ધરાવતા મૃત કોષો જોવા મળે છે. આ કોષોને કઈ પેશી તરીકે ગણશો?
ઉત્તરઃ
દઢોતક
પ્રશ્ન 5.
સ્નાયુને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી : સ્નાયુબંધ : અસ્થિને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી : __________
ઉત્તર:
અસ્થિબંધ
પ્રશ્ન 6.
અસંગત જોડ શોધો :
(i) ઉષ્માનિયમન – મેદપૂર્ણ પેશી
(ii) સંકોચનશીલ પ્રોટીન – સ્નાયુ
(iii) ગ્રંથિકોષો – શૃંગીય સ્તૃત અધિચ્છદ
(iv) ચેતાકોષ – ઉત્તેજનાનું વહન
ઉત્તરઃ
(i) ગ્રંથિકોષો – શૃંગીય સ્તૃત અધિચ્છદ
પ્રશ્ન 7.
જલ અવરોધક બે પદાર્થનાં નામ લખો.
ઉત્તર:
ક્યુટિન, સુબેરિન
પ્રશ્ન 8.
નીચે આપેલા કોષોમાંથી કોષકેન્દ્રવિહીન કોષો અલગ પાડો:
માસ્ટ કોષ, મેદપૂર્ણ કોષ, લાલ રુધિરકણિકા, અશ્લરાગી કણ, એકકેન્દ્રી કણ, અસ્થિકોષ, સાથીકોષ, રક્ષક કોષ, ચાલનીનલિકા
ઉત્તરઃ
લાલ રુધિરકણિકા, ચાલનીનલિકા
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
પ્રશ્ન 1.
એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે __________
A. સ્થૂલકોણક પેશી
B. સરળ પેશી
C. મૃદૂતક પેશી
D. જટિલ પેશી
ઉત્તરઃ
D. જટિલ પેશી
પ્રશ્ન 2.
જીવંત યાંત્રિક પેશી એટલે..
A. મૃદૂતક પેશી
B. સ્થૂલકોણક પેશી
C. દઢોતક પેશી
D. હરિતકણોતક પેશી
ઉત્તરઃ
B. સ્થૂલકોણક પેશી
પ્રશ્ન 3.
કઈ પેશી સામાન્યપણે વનસ્પતિઅંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે?
A. મૃદૂતક
B. સ્થૂલકોણક
C. દઢોતક
D. જલવાહક
ઉત્તરઃ
B. સ્થૂલકોણક
પ્રશ્ન 4.
વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે?
A. પાણીનું સંવહન
B. ખોરાકનું વહન
C. પ્રકાશસંશ્લેષણ
D. રસારોહણ
ઉત્તરઃ
B. ખોરાકનું વહન
પ્રશ્ન 5.
જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે?
A. જલવાહિનિકી
B. જલવાહક તંતુ
C. જલવાહક મૃદૂતક
D. જલવાહિની
ઉત્તરઃ
C. જલવાહક મૃદૂતક
પ્રશ્ન 6.
અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે?
A. ચાલનીનલિકા
B. ચાલનીકોષ
C. અન્નવાહક મૃદૂતક
D. અન્નવાહક તંતુ
ઉત્તરઃ
D. અન્નવાહક તંતુ
પ્રશ્ન 7.
આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય છે?
A. વર્ધમાન પ્રદેશની સૌથી ટોચ પર
B. વનસ્પતિઅંગોની પાર્શ્વ બાજુ પર
C. જલવાહિનીની અંદર
D. પર્ણોના તલપ્રદેશમાં
ઉત્તરઃ
D. પર્ણોના તલપ્રદેશમાં
પ્રશ્ન 8.
કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે?
A. વર્ધનશીલ
B. મૃદૂતક
C. સ્થૂલકોણક
D. દઢોતક
ઉત્તરઃ
B. મૃદૂતક
પ્રશ્ન 9.
કયા ઘટકનો અન્નવાહક પેશીમાં સમાવેશ થતો નથી?
A. ચાલનીકોષ
B. સાથીકોષ
C. સ્થૂલકોણક
D. અન્નવાહક મૃદૂતક
ઉત્તરઃ
C. સ્થૂલકોણક
પ્રશ્ન 10.
કઈ પેશીમાં લિનિનનું સ્થૂલન જોવા મળે છે?
A. સ્થૂલકોણક
B. દઢોતક
C. અન્નવાહક
D. જલવાહક
ઉત્તરઃ
B. દઢોતક
પ્રશ્ન 11.
કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે?
A. સ્થૂલકોણક
B. મૃદૂતક
C. દઢોતક
D. વાયૂતક
ઉત્તરઃ
B. મૃદૂતક
પ્રશ્ન 12.
કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે સાથે નમ્યતા પણ બક્ષે છે? હું
A. મૃતક
B. વાયૂતક
C. સ્થૂલકોણક
D. દઢોતક
ઉત્તરઃ
C. સ્થૂલકોણક
પ્રશ્ન 13.
કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે કઠિનતા પણ બક્ષે છે?
A. મૃદૂતક
B વાયૂતક
C. સ્થૂલકોણક
D. દઢોતક
ઉત્તરઃ
D. દઢોતક
પ્રશ્ન 14.
ક્યો ઘટક હરિતકણ ધરાવતો છે?
A. જલવાહિનિકી
B. રક્ષક કોષ
C. અન્નવાહક મૃદૂતક
D. સાથીકોષ
ઉત્તરઃ
B. રક્ષક કોષ
પ્રશ્ન 15.
વર્ધનશીલ પેશીના કોષો નીચેના પૈકી શું ધરાવતા નથી?
A. ઘટ્ટ કોષરસ
B. કોષકેન્દ્ર
C. સેલ્યુલોઝ
D. રસધાની
ઉત્તરઃ
D. રસધાની
પ્રશ્ન 16.
કઈ પેશી હવાઈ અંગોમાં અધિસ્તરની તરત જ નીચે ગોઠવાયેલી હોય છે?
A. અગ્રીય વર્ધનશીલ
B. સ્થૂલકોણક
C. જલવાહક
D. અન્નવાહક
ઉત્તરઃ
B. સ્થૂલકોણક
પ્રશ્ન 17.
નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દીવાલ કયો પદાર્થ છે ધરાવે છે?
A. લિગ્નિન
B. ક્યુટિન
C. સુબેરિન
D. ઍક્ટિન
ઉત્તરઃ
A. લિગ્નિન
પ્રશ્ન 18.
કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ રે બનાવે છે?
A. સેલ્યુલોઝ
B. લિનિન
C. સુબેરિન
D. ઍક્ટિન
ઉત્તરઃ
C. સુબેરિન
પ્રશ્ન 19.
વાયુરંધ્રને આવરતા બે કોષ કયા છે?
A. સાથીકોષ
B. સહાયક કોષ
C. રક્ષક કોષ
D. દઢોતક કોષ
ઉત્તરઃ
C. રક્ષક કોષ
પ્રશ્ન 20.
વિધાન X: જલવાહક અને અન્નવાહક મળીને વાહિપુલનું નિર્માણ કરે છે. વિધાન Y: વાહક પેશીઓ જટિલ પેશીઓ છે. વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે?
A. વિધાન X સાચું અને Y ખોટું છે.
B. વિધાન X ખોટું અને Y સાચું છે.
C. વિધાન X અને Y બંને સાચાં છે.
D. વિધાન X અને Y બંને ખોટાં છે.
ઉત્તરઃ
C. વિધાન X અને Y બંને સાચાં છે.
પ્રશ્ન 21.
ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે?
A. લાળગ્રંથિની નલિકાનું અસ્તર
B. શ્વાસનળીનું અસ્તર
C. ત્વચાનું બાહ્ય પડ
D. અન્નનળીનું અસ્તર
ઉત્તરઃ
A. લાળગ્રંથિની નલિકાનું અસ્તર
પ્રશ્ન 22.
અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે?
A. લાંબા, નળાકાર, એકકોષકેન્દ્રી
B. લાંબા, ત્રાકાકાર, એકકોષકેન્દ્રી
C. ટૂંકા, નળાકાર, બહુકોષકેન્દ્રી
D. લાંબા, ત્રાકાકાર, બહુકોષકેન્દ્રી
ઉત્તરઃ
B. લાંબા, ત્રાકાકાર, એકકોષકેન્દ્રી
પ્રશ્ન 23.
આંતરડામાં અભિશોષણ અને સ્ત્રાવ માટે અંદરના અસ્તર કઈ પેશી ધરાવે છે?
A. લાદીસમ અધિચ્છદ
B. તૃત અધિચ્છદ
C. સ્તંભાકાર અધિચ્છદ
D. પહ્મલ અધિચ્છદ
ઉત્તરઃ
C. સ્તંભાકાર અધિચ્છદ
પ્રશ્ન 24.
તંતુઘટક પેશીને શું સંગત નથી?
A. કોલાજન તંતુ
B. તંતુકોષ
C. ભક્ષક કોષ
D. હાવર્સિયનનલિકા
ઉત્તરઃ
D. હાવર્સિયનનલિકા
પ્રશ્ન 25.
અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે?
A. સોડિયમ અને ક્લોરાઇડ
B. સોડિયમ અને પોટેશિયમ
C. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ
D. આપેલ તમામ
ઉત્તરઃ
C. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ
પ્રશ્ન 26.
નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિરકણિકા તરીકે થતો નથી?
A. તટસ્થ કણ
B. લસિકા કણ
C. એકકેન્દ્રી કણ
D. ત્રાકકણ
ઉત્તરઃ
D. ત્રાકકણ
પ્રશ્ન 27.
તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી છે.
A. કંકાલ સ્નાયુ પેશી
B. સરળ સ્નાયુ પેશી
C. હદ્ સ્નાયુ પેશી
D. તંતુઘટક પેશી
ઉત્તરઃ
C. હદ્ સ્નાયુ પેશી
પ્રશ્ન 28.
1 મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે?
A. ચેતાકોષ
B. અરેખિત સ્નાયુતંતુ
C. હૃદુ સ્નાયુકોષ
D. કોલાજન તંતુકોષ
ઉત્તરઃ
A. ચેતાકોષ
પ્રશ્ન 29.
માનવમાં સ્નાયુકોષ __________
A. એક ભાગમાંથી બીજા ભાગમાં સંદેશાનું વહન કરે છે.
B. સંકોચન અને શિથિલનને કારણે હલનચલન થાય છે.
C. પ્રાણીઓમાં ખોરાક વહન કરે છે.
D. ઑક્સિજનનું વહન કરે છે.
ઉત્તરઃ
B. સંકોચન અને શિથિલનને કારણે હલનચલન થાય છે.
પ્રશ્ન 30.
અસ્થિ એ __________ છે.
A. અધિચ્છદીય પેશી
B. સ્નાયુ પેશી
C. સંયોજક પેશી
D. ચેતા પેશી
ઉત્તરઃ
C. સંયોજક પેશી
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)
પ્રશ્ન 1.
તમારા શિક્ષક દ્વારા શાળાના મેદાનમાં ઊગેલાં વૃક્ષોને ઓળખી તેના થડ પર વૃક્ષોનાં નામ સાથે ધાતુની તકતી (પ્લેટ) લગાડવાનું કાર્ય તમારા વર્ગને સોપવામાં આવ્યું છે. ઓળખ પછી એક વિદ્યાર્થી વૃક્ષો પર ધાતુની તકતી લગાડવાનો વિરોધ કરે છે. શા માટે? તમારા શિક્ષક તે વિદ્યાર્થીને શું સમજાવશે?
ઉત્તર:
- વિદ્યાર્થી વૃક્ષો પર ધાતુની તકતી (પ્લેટ) લગાડવાનો છે વિરોધ કરે છે. કારણ કે, આમ કરવાથી વૃક્ષના ઘણા કોષોનો નાશ હૈ થાય અને કદાચ વૃક્ષ સુકાઈ જાય.
- પરંતુ વિદ્યાર્થીની આ શંકાનું સમાધાન શિક્ષક દ્વારા કરાશે કે વૃક્ષોની બહારની છાલ જાડી, ખરબચડી અને નિર્જીવ કોષોની બનેલી હોય છે. તકતી લગાડવાથી માત્ર નિર્જીવ કોષોને જ અસર થાય.
પ્રશ્ન 2.
તમે તમારા માતા-પિતા સાથે એક સંબંધીની ખબર પૂછવા જાઓ છો, જેમને લકવાની અસર થઈ છે. ત્યાં તમે જુઓ છો કે તેમને જડબાં તેમજ જમણી તરફના હાથ-પગના હલનચલનમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે.
(a) લકવાની સ્થિતિમાં કઈ પેશીનું કાર્ય ખોરવાય છે?
ઉત્તર:
લકવાની સ્થિતિમાં ચેતા પેશી અને સ્નાયુ પેશીનું કાર્ય ખોરવાય છે.
(b) હાથ-પગના હલનચલનમાં કઈ પેશી સંકળાયેલી હોય છે?
ઉત્તર:
હાથ-પગના હલનચલનમાં રેખિત (ઐચ્છિક) સ્નાયુ પેશી સંકળાયેલી હોય છે.
(c) સારવારમાં દવાઓ સાથે તમે બીજું શું વિચારી શકો છો?
ઉત્તર:
સારવારમાં દવાઓ સાથે ફિઝિયૉથેરપિસ્ટ દ્વારા સૂચવાતી હળવી કસરતો હલનચલન કરાવવી જોઈએ.
પ્રશ્ન 3.
એક વ્યક્તિને એકાએક ગભરામણ થતાં તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે. ડૉક્ટર તેના નાડીના ધબકારા અને દબાણ માપી હાઈ બ્લડપ્રેશરનું નિદાન કરે છે.
(a) હાઈ બ્લડપ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય છે?
ઉત્તરઃ
હાઈ બ્લડપ્રેશરમાં હૃદ્ સ્નાયુ પેશી વધારે કાર્યરત હોય છે.
(b) આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને છે?
ઉત્તરઃ
આ સ્થિતિમાં રુધિર પેશીનો પ્રવાહ ઝડપી બને છે.
(c) શું આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે?
ઉત્તરઃ
હા.
પ્રશ્ન 4.
તમે બગીચામાં માળીને કેટલાક છોડની શાખાઓને કાપતા જોઈ રહ્યા છો. માળી તે છોડને ચોક્કસ આકાર આપે છે. થોડા દિવસો પછી ફરીથી તમે બગીચામાં તે જ છોડ જોયા કે જેને માળીએ ચોક્કસ આકારમાં કાપ્યા હતા. આ છોડની લંબાઈ અને ઘેરાવો વધેલો જોવા મળ્યો.
(a) છોડની લંબાઈમાં વધારો શાના કારણે જોવા મળ્યો?
ઉત્તરઃ
છોડની લંબાઈમાં વધારો અઝીય વર્ધનશીલ પેશીના કારણે જોવા મળ્યો.
(b) કઈ પેશી ઘેરાવામાં વધારા માટે જવાબદાર છે?
ઉત્તરઃ
પાર્શ્વય વર્ધનશીલ પેશી ઘેરાવામાં વધારા માટે જવાબદાર છે.
(c) છોડની છાલ અગાઉ કેવી હતી અને હવે કેવી દેખાય છે?
ઉત્તરઃ
છોડની છાલ અગાઉ લીલી અને પાતળી હતી અને હવે 3 પ્રમાણમાં જાડી અને સાધારણ કથ્થઈ રંગની દેખાય છે.
પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Practical Skill Based Questions with Answers)
પ્રશ્ન 1.
તમારી શાળાની પ્રયોગશાળામાં ત્રણ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ મૂળ, પ્રકાંડ અને પર્ણની સ્લાઇડમાં અધિસ્તર સ્પષ્ટ રીતે અવલોકી શકાય તેમ ગોઠવવામાં આવ્યા છે. તમે ત્રણેય સ્લાઇડનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી કેવી રીતે તેને અલગ ઓળખશો.
ઉત્તર:
- સૂક્ષ્મદર્શક હેઠળ અવલોકનમાં મૂળના અધિસ્તર પાસે બારીક ૬ વાળ જેવા પ્રવર્ધની હાજરી અને ક્યુટિનની ગેરહાજરી જોવા મળે છે.
- પ્રકાંડના અધિસ્તર પર ક્યુટિન તેમજ પ્રકાંડરોમની હાજરી જોવા મળે છે.
- પર્ણના અધિસ્તર પર ક્યુટિનની હાજરી તેમજ અધિસ્તરમાં વાયુરંધ્રો જોવા મળે છે. આ પરથી અલગ ઓળખી શકાય છે.
પ્રશ્ન 2.
તમને આપેલી પ્રકાંડની આકૃતિમાં સૂચિત ભાગ કે પેશી ઓળખી તેનું એક-એક કાર્ય લખો. જો પેશી હોય, તો તે જીવંત છે કે મૃત તે જણાવો.
ઉત્તર:
(A) ક્યુટિન – મીણ જેવો રાસાયણિક પદાર્થ → પાણીનો વ્યય અટકાવે
(B) મૃદૂતક – જીવંત પેશી → સંગ્રહ અને આધારોતક કાર્ય
(C) દઢોતક – મૃત પેશી → યાંત્રિક મજબૂતાઈ અને દઢતાનું કાર્ય
(D) જલવાહક – મૃત પેશી → પાણી અને ક્ષારોના વહનનું કાર્ય
પ્રશ્ન 3.
શાળાની પ્રયોગશાળામાં તમારા વિષયશિક્ષક તમારી આંગળીના ટેરવા પર જંતુરહિત સોય ભોંકી બહાર નીકળતા રુધિરના કાચની બે સ્લાઇડ પર એક-બે ટીપાં મૂકે છે. અન્ય એક સ્લાઇડ રુધિરનાં ટીપાં પર હળવેથી ઘસતા બંને સ્લાઇડ પર રુધિરનું પાતળું પડ રચાય છે. રુધિર સુકાઈ જતાં એક સ્લાઇડને અભિરંજિત કર્યા વગર અને બીજી સ્લાઇડને મિથિલીન બ્લના મંદ દ્રાવણથી અભિરંજિત કરી સૂક્ષ્મદર્શક યંત્રમાં તમને અવલોકન કરવા માટે આપવામાં આવે છે.
(a) અભિરંજિત ન કરેલી સ્લાઇડમાં તમે કયા રુધિરકોષો સરળતાથી અવલોકી શકશો?
ઉત્તર:
લાલ રુધિરકણિકા
(b) મિથિલીન બ્લ વડે અભિરંજિત કરતા કયા કોષોની ઓળખ સ્પષ્ટ મેળવી શકશો? શા માટે?
ઉત્તર:
શ્વેત રુધિરકણિકાની ઓળખ સ્પષ્ટ મેળવી શકાશે, કારણ કે મિથિલીન બ્લ્યુ કોષકેન્દ્રને અભિરંજિત કરે છે અને રુધિરમાં ફક્ત 5 શ્વેત રુધિરકણિકાઓ જ કોષકેન્દ્ર ધરાવે છે.
(c) ક્યા રુધિરકોષો બંનેમાંથી એક પણ સ્લાઇડમાં અવલોકી ન શકાય?
ઉત્તર:
ત્રાકકણિકા
પ્રશ્ન 4.
ચાર વિદ્યાર્થીઓએ દઢોતક કોષની નામનિર્દેશિત આકૃતિ દોરેલી છે.
(a) કઈ આકૃતિ સાચી છે?
ઉત્તર:
આકૃતિ C સાચી છે.
(b) સાચી આકૃતિમાં જાડી કોષદીવાલ શાના કારણે છે?
ઉત્તર:
જાડી કોષદીવાલ લિઝિનના ફ્યુલનને કારણે છે.
(c) તમે ઉપયોગમાં લીધેલા બીજ કે ફળની છાલ જેમાં દઢોતક કોષો હોય તેનાં નામ લખો.
ઉત્તર:
વાલ, વટાણાના બીજના બાહ્ય આવરણ, દાડમની છાલમાં દઢોતક કોષો હોય છે.
Memory Map: