GJN 9th SST

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

GSEB Solutions Class 9 Social Science Chapter 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ Class 9 GSEB

→ એશિયા અને આફ્રિકામાં સંસ્થાની સ્થાપવામાં પશ્ચિમ યુરોપનાં – રાષ્ટ્રો મુખ્ય હતાં.

→ એને નેધરલૅટ્ઝ, બેલ્જિયમ, લક્ઝમ્બર્ગ, પોર્ટુગલ વગેરે રાષ્ટ્ર પર પોતાની સત્તા સ્થાપી હતી. પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો સામ્રાજ્યવાદી હતાં. તેમણે તેમનાં પડોશી રાણે પર સત્તા જમાવી હતી.

→ પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતાં લોહીના સંબંધે, પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવ્યું.

→ ઇંગ્લૅન્ડે એશિયાના ભારત, શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), સિંગાપુર, મલાયા, ચીન વગેરે દેશો પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.

→ ઈંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારના કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધો ઇતિહાસમાં “અફીણ વિગ્રહો” તરીકે જાણીતાં છે, તેમાં ચીનનો પરાજય થયો. પરિણામે ઇંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો.

→ ચીનમાં ઈંગ્લેન્ડ ઉપરાંત રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, અમેરિકા વગેરે દેશોએ પણ સત્તા સ્થાપી.

→ પશ્ચિમ એશિયાના ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંવરો છે. એ ભંડારો પર ઇંગ્લેન્ડ, જર્મની અને રશિયાએ કબજો જમાવ્યો.

→ ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વૈચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ જણાતાં યુરોપના દેશમાં આફ્રિકાનાં વિવિધ સ્થળોએ સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ થઈ.

→ 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો પર નેધરલૅઝ(હોલેન્ડ)ની ડચ પ્રજા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, બેલિજીયમ, જર્મની, ઇટલી, સ્પેન, પોર્ટુગલ વગેરે યુરોપના દેશોએ પોતાની સત્તા સ્થાપી.

→ ઈ. સ. 1884-85માં જર્મનીમાં બર્લિન ખાતે યુરોપના દેશોની પરિષદ મળી, એ પરિષદમાં યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લીધા.

→ 1 ઑગસ્ટ, 1914ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.

→ ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.

→ 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સની તુલનામાં માલ સસ્તી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડયાં.

→ આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરલ સર્જાયું. છે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ આ બે જૂથોમાં વહેંચાયેલું હતું : (1) જર્મની પ્રેરિત જૂથ, જેમાં જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, બબ્બેરિયા, તુર્કસ્તાન (તુર્કી) વગેરે રાષ્ટ્ર હતાં. (2) ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે રાષ્ટ્રો હતાં.

→ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી.

→ જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદની પ્રàતા હતો. તે અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો. તે ‘વિશ્વપ્રભુત્વ’ની નીતિમાં માનતો હતો. તેના સમયમાં યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણ’ની નીતિ પ્રબળ બની હતી.

→ ટ્રિટસ્કે નામના જર્મન લેખકે ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’ અને યુદ્ધ જ રાષ્ટ્રીય જરૂરિયાત’ના સિદ્ધાંતો પ્રચલિત ક્ય. નીત્રે નામના લેખકે યુદ્ધને “પવિત્ર કાર્ય’ ગણાવ્યું.

→ સર્બિયાની ‘બ્લેક હૅન્ડ’ નામની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળીબાર કરી ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા કરી. તેથી ઑસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું.

→ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાષ્ટ્રના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો.

→ ઈ. સ. 1917માં રશિયામાં બૉશૈવિક ક્રાંતિ થઈ. તેથી રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું.

→ જર્મનીએ અમેરિકાની ‘લ્યુસિટાનિયા’ નામની સ્ટીમરને ડુબાડી દીધી. તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. તેથી અમેરિકા એપ્રિલ, 1917માં પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રના પક્ષે જોડાયું.

→ 11 નવેમ્બર, 1918ના રૌજ જર્મન પ્રજાસત્તાકે મિત્રરાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

→ પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા હતા. 2 કરોડ ઘવાયા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા હતા.

→ વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પછી પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને સ્વીકારવી પડી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટયું હતું. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ.

→ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. જર્મનીના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેનાં સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યાં. આ સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.

→ રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા અને ખૂબ કઠોર હતા. જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને સાઇબીરિયાના કાતિલ ઠંડીવાળા પ્રદેશમાં મોકલી દેવામાં આવતો.

→ રશિયાની અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓ આપનારી હતી.

→ ઈ. સ. 1904 – 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રશિયાની હાર થઈ.

→ રશિયામાં 22 જાન્યુઆરી, 1905નો દિવસ ‘લોહિયાળ રવિવાર’ તરીકે જાણીતો છે.

→ લેનિને બૉલ્સેવિકો(બહુમતી)ને મેગ્નેવિકો (લઘુમતી) વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી રશિયામાં સત્તા હાંસલ કરી, જે ‘સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ’ તરીકે જાણીતી થઈ.

→ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું.

→ 10 જાન્યુઆરી, 1920ના દિવસે વિશ્વશાંતિ અને સલામતી માટે રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના કરવામાં આવી..

→ વિશ્વશાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને રોકી શક્યો નહિ, પરિણામે ઈ. સ. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.

GSEB Class 9 Social Science પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના જવાબ મુદાસર લખો:

પ્રશ્ન 1.
પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાની સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો.
ઉત્તર:
1. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલાં સંસ્થાનો પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતાં હતાં. તેમણે તેમનાં પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી.

  • નેધરલૅડ્ઝ, બેલ્જિયમ અને લક્ઝબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી.
  • પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતાં લોહીના સંબંધે, પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવ્યું.
  • લગભગ છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાની સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો.
  • ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાએ ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી.

2. એશિયામાં સ્થપાયેલાં સંસ્થાનોઃ ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), સિંગાપુર, મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર પણ સત્તા જમાવી.

  • ઇંગ્લૅને ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ‘અફીણ વિગ્રહો’ થયા. તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનનાં બીજાં 5 બંદરો મળ્યાં. તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો.
  • ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા.
  • પશ્ચિમ એશિયાના દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો હતા. તેથી તે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી.

3. આફ્રિકામાં સ્થપાયેલાં સંસ્થાનો: 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલૅન્ડ્રુઝ(હોલૅન્ડ)ના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં – કૅપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું.

  • ત્યારપછી ઇંગ્લેન્ડે કંપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયામાં સંસ્થાનો સ્થાપ્યાં.
  • બેલ્જિયમના રાજા લિયોપૉર્લ્ડ કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી.
  • ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી.
  • ફ્રાન્સ ટ્યૂનિસિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.
  • જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
  • ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી.
  • સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

આમ, ઈ. સ. 1880 સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

પ્રશ્ન 2.
પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો.
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ માટેનાં જવાબદાર પરિબળો નીચે મુજબ હતાં:

1. આર્થિક પરિબળઃ ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી.

  • 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ? ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં એશિયા તથા આફ્રિકાનાં બજારો તોડવા માંડ્યાં. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.

2. લશ્કરવાદઃ પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાનાં લશ્કર અને શસ્ત્રસામગ્રીમાં વધારો કરવા માંડ્યો.

  • આમ, આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું.

3. જૂથબંધીઓ – ગુખ સંધિઓ ઈ. સ. 1914 પહેલાં એક બાજુ જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, બબ્બેરિયા અને તુર્કીનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું.

  • યુરોપની સત્તાઓ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્ત્વનું પરિબળ બન્યું.

4. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાઃ બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજાં રાષ્ટ્રોનાં હિતો ટકરાવા લાગ્યાં. યુરોપનાં આગળ પડતાં રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા, પોતાના દેશ માટે પ્રેમ અને બીજાં રાષ્ટ્રો પ્રત્યેની ધૃણાને ઉત્તેજન આપવા માંડ્યું. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્ત્વાકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વપ્રભુત્વ’ની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઇચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું.

5. વર્તમાનપત્રોનો ફાળોઃ યુરોપનાં વર્તમાનપત્રોનાં આકરાં, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠાં લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી.

6. યુદ્ધ અંગેનું તત્ત્વજ્ઞાન યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું.

  • ટ્રિટસ્કે નામના જર્મન લેખકે ‘શક્તિમાનને જ જીતવાનો હક છે.’ અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા.
  • ની નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું.

7. તાત્કાલિક કારણ ઑસ્ટ્રિયાના રાજકુમાર આર્કયૂક ફર્ડિનાન્ડ અને તેની પત્નીનાં બૉસ્નિયાની રાજધાની સારાજેવોમાં સર્બિયાની કાળા હાથ’ (બ્લેક હેન્ડ) નામની ઉગ્ર સંસ્થાના સભ્ય ખૂન કર્યા.

  • આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઑસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઑસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઑસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહિ અને 28 જુલાઈ, 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું.
  • આમ, ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું.

પ્રશ્ન 3.
પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો લખો.
ઉત્તર:
1 ઑગસ્ટ, 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર, 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરીરાણનો પરાજય થયો અને મિત્રરાષ્ટ્રોનો વિજય થયો.

પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો નીચે મુજબ હતાં:
1. જાનમાલની હાનિઃ ઇતિહાસવિદ્દ લેંગસમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો.

2. સામાજિક પરિવર્તનઃ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનનાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી.

  • ઘરની ચાર દીવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેમણે વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપીય દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો થયા.
  • યુદ્ધ દરમિયાન જીવન-જરૂરિયાતોનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી.
  • યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની.

3. જૂન, 1919ની વર્સેલ્સની સંધિઃ ઈ. સ. 1919માં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે ‘પૅરિસ શાંતિ સંમેલન’ તરીકે પ્રસિદ્ધ બની.

  • તેમાં 58 જેટલાં કમિશનો રચાયાં. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ(મિરર પેલેસ)માં કરવામાં આવી હતી. તેથી તે ‘વર્સેલ્સની સંધિ’ તરીકે ઓળખાઈ.
  • અંતે મિત્રરાષ્ટ્રોએ હારેલાં રાષ્ટ્રો પર જૂન, 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતીઃ
    (1) પ્રાદેશિક વ્યવસ્થા,
    (2) લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ,
    (3) યુદ્ધમાં વળતરના હપતાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા
    (4) અન્ય જોગવાઈઓ.
  • વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટિશ વડા પ્રધાન લૉર્ડ જ્યૉર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્ત્વની કામગીરી કરી.
  • પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો.
  • ફ્રાન્સે જર્મનીનો રુદ્ધ પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
  • ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યાં.
  • જર્મનીનાં મોટા ભાગનાં સંસ્થાનો પડાવી લેવામાં આવ્યાં.
  • આલ્સેસ અને લૉરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા.
  • યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું.
  • આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ.
  • વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.

4. દૂરગામી પરિણામોઃ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહિ.

  • વિશ્વશાંતિ જાળવવા રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના થઈ.
  • રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહિ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહિ.
  • વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું. આમ, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી રોપાયાં.

2. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
રશિયન ક્રાંતિ
ઉત્તર:
ઈ. સ. 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્ત્વની ઘટના ગણાય છે.

  • રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ
    ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબીરિયામાં મોકલી દેવામાં આવતો.
  • આમ, રશિયાની આપખુદ, નિરંકુશ અને અત્યાચારી ઝારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદારો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોનાં ખેતરોમાં કમરતોડ કાળી મજૂરી કરતા, છતાં તેમને પૂરતું વળતર મળતું નહોતું તેમની સ્થિતિ કંગાળ બની હતી.
  • 22 જાન્યુઆરી, 1905ને રવિવારના દિવસે સેન્ટ પિટ્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. તે નિઃશસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. તેમાં ‘રશિયાનો ગોરો નાનો, પ્રભુ ઘણું જીવો’ જેવાં સૂત્રો લખેલાં હતાં. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો. તેથી એ દિવસ ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખાય છે.
  • ઈ. સ. 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં ? રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યા.
  • રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહિ કે બોલાવેલી ડુમા (DUMA- ધારાસભા) બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની ચાર બેઠકો થઈ. પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવાં પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી.
  • 8 માર્ચ, 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું. પરંતુ સૈન્ય ગોળીબાર કરવાનો ઇન્કાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ.
  • ઝારશાહીના પતન પછી કેરેન્કીના નેતૃત્વ નીચેના મેગ્નેવિક (લઘુમતી) પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા હતા.
  • લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો; મેગ્નેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બૉલ્સેવિકો(બહુમતી)ને મેગ્નેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ’ તરીકે જાણીતી બની.
  • આમ, રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. પ્રથમ વાર રશિયા ઝાર વિનાનું બન્યું.

પ્રશ્ન 2.
પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ
ઉત્તરઃ
1 ઑગસ્ટ, 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.

  • વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વનાં રાષ્ટ્રો બે જૂથોમાં વહેંચાઈ ગયાં:
    (1) ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્રરાષ્ટ્રનું જૂથ અને (2) જર્મની, બબ્બેરિયા, તુર્કી, હંગેરી, ઑસ્ટ્રિયા વગેરે ‘ધરી રાષ્ટ્રો’નું જૂથ.
  • મિત્રરાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો.
  • યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીને યુદ્ધ કરીને તેણે મિત્રરાષ્ટ્રોનાં અનેક જહાજો ડુબાડી દીધાં.
  • યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેના ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા.
  • ઈ. સ. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું.
  • આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસિટાનિયા સ્ટીમરને ડુબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ, 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્રરાષ્ટ્રના પક્ષે જોડાયાં. આથી મિત્રરાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો.
  • અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહિ. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું.
  • સપ્ટેમ્બર, 1918માં બબ્બેરિયાએ; ઑક્ટોબર, 1918માં ઑસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી.
  • જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો.
  • જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર, 1918ના રોજ મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી, યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

3. કારણો આપો:

પ્રશ્ન 1.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી.
વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વશાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ.

આથી વિશ્વયુદ્ધના અંતે પૅરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ, 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી, 1920ના રોજ રાષ્ટ્રસંઘ(લીગ ઑફ નેશન્સ)ની સ્થાપના કરવામાં આવી.

પ્રશ્ન 2.
22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાનો ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગૅપોન ૨ નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ કાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિઃશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી, 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 3.
રાષ્ટ્રસંઘ
ઉત્તર:
રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વશાંતિની જરૂર સમજાઈ. તેથી જગતમાં વિશ્વશાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનના નેતૃત્વ નીચે પૅરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી, 1920ના દિવસે વિશ્વનાં રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા રાષ્ટ્રસંઘ (The League of Nations – લીગ ઑફ નૅશન્સ)ની સ્થાપના કરી.

4. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિમાં વવાયાં હતાં?
A. વર્સેલ્સની સંધિ
B. ફ્રેન્કફર્ટની સંધિ
C. ફ્રાન્સ અને બ્રિટનની સંધિ
D. જર્મની અને હંગેરીની સંધિ
ઉત્તર:
B. ફ્રેન્કફર્ટની સંધિ

પ્રશ્ન 2.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી?
A. વર્સેલ્સની સંધિ
B. ગુપ્તસંધિ
C. લેટર્નની સંધિ
D. ફ્રેન્કફર્ટની સંધિ
ઉત્તર:
A. વર્સેલ્સની સંધિ

પ્રશ્ન 3.
ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?
A. ડેન્કિંગ પ્રદેશો
B. આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો
C. પશ્ચિમ રશિયાના પ્રદેશો
D. ઇંગ્લેન્ડના પ્રદેશો
ઉત્તર:
B. આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો

GSEB Class 9 Social Science પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ Important Questions and Answers

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા છે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો 1 ગુણ)

પ્રશ્ન 1.
ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ‘……………………….’ માં ચીનનો પરાજય થયો.
A. અફીણ વિગ્રહો
B. બંદર વિગ્રહો
C. તમાકુ વિગ્રહો
ઉત્તરઃ
A. અફીણ વિગ્રહો

પ્રશ્ન 2.
15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા …………………… કોંગોમાં સત્તા સ્થાપી.
A. નિયોપૉર્લ્ડ
B. કેસર વિલિયમ બીજાએ
C. લિયોપૉલ્વે
ઉત્તરઃ
C. લિયોપૉલ્વે

પ્રશ્ન 3.
આધુનિક વિશ્વની કેટલીક હદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં …………………… નો સમાવેશ થાય છે.
A. 1857ના વિપ્લવ
B. પ્રથમ વિશ્વયુદ્ધ
C. અમેરિકન ક્રાંતિ
ઉત્તરઃ
B. પ્રથમ વિશ્વયુદ્ધ

પ્રશ્ન 4.
ઈ. સ. 1871ની …………………….. ની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની.
A. ફ્રેન્કફર્ટ
B. વર્સેલ્સ
C. પૅરિસ
ઉત્તરઃ
A. ફ્રેન્કફર્ટ

પ્રશ્ન 5.
જર્મન સમ્રાટ ……………………….. ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.
A. વુડ્રો વિલ્સન
B. ઍડોલ્ફ હિટલર
C. કેસર વિલિયમ બીજો
ઉત્તરઃ
C. કેસર વિલિયમ બીજો

પ્રશ્ન 6.
પ્રથમ વિશ્વયુદ્ધ માટે ………………………….. ને જવાબદાર ગણવામાં આવ્યું.
A. ઑસ્ટ્રિયા
B. જર્મની
C. સ્પેન
ઉત્તરઃ
B. જર્મની

પ્રશ્ન 7.
રશિયામાં 22 જાન્યુઆરી, 1905ના દિવસને ઇતિહાસમાં ‘…………………….’ તરીકે ઓળખવામાં આવે છે.
A. લોહિયાળ રવિવાર
B. બૉલ્સેવિક રવિવાર
C. બ્લેક સન્ડે
ઉત્તરઃ
A. લોહિયાળ રવિવાર

પ્રશ્ન 8.
ઈ. સ. 1917ની રશિયન ક્રાંતિને …………………… ક્રાંતિ કહે છે.
A. સમાજવાદી બૉલ્સેવિક
B. સ્વાતંત્ર્ય
C. રક્તવિહીન
ઉત્તરઃ
A. સમાજવાદી બૉલ્સેવિક

પ્રશ્ન 9.
અમેરિકાના રાષ્ટ્રપતિ ……………………… રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું.
A. જ્યૉર્જ વૉશિંગ્ટને
B. અબ્રાહમ લિંકને
C. વુડ્રો વિલ્સને
ઉત્તરઃ
C. વુડ્રો વિલ્સને

પ્રશ્ન 10.
છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ………………………. પાસે રહ્યો હતો.
A. સ્પેન
B. જર્મની
C. ફ્રાન્સ
ઉત્તરઃ
A. સ્પેન

પ્રશ્ન 11.
19મી સદીમાં ………………………. એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું.
A. રશિયાએ
B. ઇંગ્લેન્ડે
C. જર્મનીએ
ઉત્તરઃ
B. ઇંગ્લેન્ડે

પ્રશ્ન 12.
રશિયાના બધા જ ………………………. રાજાઓ આપખુદ અને નિરંકુશ છે શાસન ભોગવતા હતા.
A. ઝાર
B. ગૅપોન
C. બૉલ્સેવિક
ઉત્તરઃ
A. ઝાર

પ્રશ્ન 13.
10 જાન્યુઆરી, …………………… ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી.
A. 1918
B. 1920
C. 1924
ઉત્તરઃ
B. 1920

પ્રશ્ન 14.
યુરોપમાં હવે ‘……………………… ‘ની નીતિએ જોર પકડ્યું હતું.
A. વિશ્વપ્રભુત્વ
B. યુદ્ધ એ જ પવિત્ર કાર્ય
C. યુદ્ધ એ જ કલ્યાણ
ઉત્તરઃ
C. યુદ્ધ એ જ કલ્યાણ

પ્રશ્ન 15.
ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ‘બ્લેક હેન્ડ’ નામની ………………………… ની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હત્યા કરી.
A. સર્બિયા
B. જર્મની
C. બૉર્નિયા
ઉત્તરઃ
A. સર્બિયા

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો : [પ્રિત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
નેધરલૅડ્ઝ, બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી?
A. ઇટાલીની
B. સ્પેનની
C. ઇંગ્લેન્ડની
D. જર્મનીની
ઉત્તર:
B. સ્પેનની

પ્રશ્ન 2.
શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં હતાં?
A. ચાના
B. અફીણના
C. ખનીજ તેલના
D. શસ્ત્રોના
ઉત્તર:
B. અફીણના

પ્રશ્ન ૩.
બેલ્જિયમના રાજા લિયોપૉલે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી?
A. મોરોક્કો
B. નાતાલ
C. ઇજિપ્ત
D. કોંગો
ઉત્તર:
D. કોંગો

પ્રશ્ન 4.
આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે?
A. પ્રથમ વિશ્વયુદ્ધ
B. સંસ્થાનવાદ
C. ઔદ્યોગિક ક્રાંતિ
D. રશિયન ક્રાંતિ
ઉત્તર:
A. પ્રથમ વિશ્વયુદ્ધ

પ્રશ્ન 5.
કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો?
A. બિસ્માર્કનો
B. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો
C. હિટલરનો
D. મુસોલિનીનો
ઉત્તર:
B. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો

પ્રશ્ન 6.
જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો?
A. ‘યુદ્ધ એ જ કલ્યાણ’
B. ‘વિશ્વપ્રભુત્વ’
C. ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’
D. ‘યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’
ઉત્તર:
B. ‘વિશ્વપ્રભુત્વ’

પ્રશ્ન 7.
‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’ આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો?
A. ટોલેદોએ
B. સૅન્ટેડેરે
C. નીલેં
D. ટ્રિટસ્કે
ઉત્તર:
D. ટ્રિટસ્કે

પ્રશ્ન 8.
કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે?
A. જર્મન ક્રાંતિ
B. રશિયન ક્રાંતિ
C. અમેરિકન ક્રાંતિ
D. ફ્રેચ ક્રાંતિ
ઉત્તર:
B. રશિયન ક્રાંતિ

પ્રશ્ન 9.
ઈ. સ. 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ?
A. ‘માર્ચ ક્રાંતિ’
B. ‘વસંત ક્રાંતિ’
C. ‘રક્તવિહીન ક્રાંતિ’
D. ‘સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ’
ઉત્તર:
D. ‘સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ’

પ્રશ્ન 10.
‘બ્લેક હેન્ડ’ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી?
A. ઑસ્ટ્રિયામાં
B. સર્બિયામાં
C. બૉર્નિયામાં
D. બેલ્જિયમમાં
ઉત્તર:
B. સર્બિયામાં

પ્રશ્ન 11.
નીચેનામાંથી કયા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું?
A. ફ્રાન્સને
B. અમેરિકાને
C. રશિયાને
D. જાપાનને
ઉત્તર:
C. રશિયાને

પ્રશ્ન 12.
નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું?
A. જાપાન
B. ઇટાલી
C. અમેરિકા
D. ફ્રાન્સ
ઉત્તર:
C. અમેરિકા

પ્રશ્ન 13.
22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં …………….
A. ‘ક્રાંતિકારી રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
B. ‘કલંકિત રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
C. ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
D. ‘સ્વાતંત્ર્ય રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
C. ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 14.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું?
A. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનનું
B. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટનનું
C. બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું
D. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનું
ઉત્તર:
A. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનનું

પ્રશ્ન 15.
લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો?
A. મધ્યમવર્ગના લોકોના
B. શ્રમજીવીઓના
C. અમીર વર્ગના લોકોના
D. ગરીબ વર્ગના લોકોના
ઉત્તર:
B. શ્રમજીવીઓના

પ્રશ્ન 16.
પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવી ગયો, કારણ કે …………..
A. સ્પેને પોર્ટુગલ દેશને યુદ્ધમાં પરાજિત કર્યો હતો.
B. સ્પેને પોર્ટુગલ દેશને પોતાનું સંસ્થાન બનાવ્યું હતું.
C. સ્પેને વિસ્તારવાદી રાજનીતિ અપનાવી હતી.
D. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો.
ઉત્તર:
D. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો.

(બ) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
A. ફ્રાન્સે જર્મની સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરી.
B. સૌપ્રથમ ડચ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું.
C. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે “અફીણ વિગ્રહો થયા.
D. મિત્રરાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.
ઉત્તર:
B, C, A, D

પ્રશ્ન 2.
A. રશિયામાં સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ થઈ.
B. જર્મની સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી.
C. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું.
D. જર્મન પ્રજાસત્તાક મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી.
ઉત્તર :
C, A, D, B

પ્રશ્ન 3.
A. વિશ્વશાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.
B. રશિયાના પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી.
C. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું.
D. જર્મનીએ રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી.
ઉત્તર : C, B, D, A

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) 15મી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું.
ઉત્તરઃ
ખોટું

(2) જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો.
ઉત્તરઃ
ખરું

(3) એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી.
ઉત્તરઃ
ખોટું

(4) નીત્સ નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો.
ઉત્તરઃ
ખરું

(5) પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો.
ઉત્તરઃ
ખોટું

(6) વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.
ઉત્તરઃ
ખરું

(7) ઈ. સ. 1904 – 05માં રશિયા-જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો.
ઉત્તરઃ
ખોટું

(8) દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી.
ઉત્તરઃ
ખરું

(9) છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ઇંગ્લેન્ડ પાસે રહ્યો હતો.
ઉત્તરઃ
ખોટું

(10) 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું.
ઉત્તરઃ
ખરું

(11) સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.
ઉત્તરઃ
ખરું

(12) ફ્રાન્સ સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો.
ઉત્તરઃ
ખોટું

(13) પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ ત્રણ જૂથોમાં વહેંચાયેલું હતું.
ઉત્તરઃ
ખોટું

(14) પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું.
ઉત્તરઃ
ખરું

(15) પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી સંધિમાં મૈત્રીની ભાવના હતી.
ઉત્તરઃ
ખોટું

(16) લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણીનો અનુયાયી હતો.
ઉત્તરઃ
ખરું

(17) રશિયાના મેજોવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા.
ઉત્તરઃ
ખરું

(18) રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના 20 ડિસેમ્બર, 1920ના દિવસે કરવામાં આવી.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો : [ પ્રત્યેકનો 1 ગુણ]

(1) એશિયા-આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયાં રાષ્ટ્રો મુખ્ય હતાં? – પશ્ચિમ યુરોપનાં
(2) છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાની સ્થાપવાનો ઇજારો કયા રાષ્ટ્ર પાસે રહ્યો? – સ્પેન
(3) અફીણના વેપારને કારણે કયા દેશો વચ્ચે યુદ્ધો થયાં? – ઇંગ્લેન્ડ અને ચીન
(4) પશ્ચિમ એશિયાના રણવિસ્તારમાં યુરોપની પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે કઈ બાબતે આકર્ષા? – ખનીજ તેલ
(5) પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું? – ડચ
(6) ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં કયા રાષ્ટ્ર વેપારી મથક સ્થાપ્યું? – ફાન્સ
(7) રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્ર કબજે કર્યા? – ઇટાલીએ
(8) આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય છે? – પ્રથમ વિશ્વયુદ્ધનો
(9) પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિમાં રોપાયાં હતાં? – ફ્રેન્કફર્ટ
(10) ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? – આલ્સેસ અને લૉરેન્સ

(11) કોના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડી? – ઔદ્યોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદના
(12) યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કેવું સ્વરૂપ ધારણ કર્યું? – ઉગ્ર અને સંકુચિત .
(13) જર્મન સમ્રાટ વિલિયમ બીજો શાનો પ્રણેતા હતો? – ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો
(14) જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? – વિશ્વ પ્રભુત્વની
(15) યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું? – યુદ્ધ એ જ કલ્યાણની
(16) નીસે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું? – પવિત્ર કાર્ય.
(17) ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્ય કરી? – બ્લેક હેન્ડ
(18) પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં કયા રાષ્ટ્ર યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા? – જર્મનીએ
(19) કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો? – બૉશેવિક ક્રાંતિ
(20) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડુબાડી દીધી હતી? – લ્યુસિટાનિયાને

(21) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા કોના પક્ષે જોડાયું? – મિત્રરાષ્ટ્રોના
(22) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓમાં કઈ લાગણી જન્મી? – સમાનતાની
(23) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ કઈ માગણી કરી? – સ્ત્રીમતાધિકારની
(24) પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મિત્રરાષ્ટ્રોએ પૅરિસ ખાતે કઈ પ્રક્રિયા હાથ ધરી? – શાંતિ પ્રક્રિયા
(25) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? – વર્સેલ્સની સંધિ
(26) જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? – રહાઈન
(27) કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહિ? – અમેરિકા
(28) કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? – બૉવિક ક્રાંતિ
(29) રશિયાના બધા જ ઝાર રાજાઓ કેવું શાસન ભોગવતા હતા? – આપખુદ અને નિરંકુશ
(30) રશિયાની રાજાશાહી કેવી હતી? – અનિયંત્રિત અને અત્યાચારી

(31) કયા પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ કારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ પહોંચ્યું? – ફાધર ટૅપોન
(32) રશિયામાં 22 જાન્યુઆરી, 1905નો દિવસ ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે? – લોહિયાળ રવિવાર
(33) ઈ. સ. 1904 – 05માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ? – રશિયાની
(34) નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય રશિયાને આપેલી હારથી શું છતું થયું? – ઝારશાહીની નબળાઈઓ
(35) રશિયાની ધારાસભા ક્યા નામે ઓળખાતી હતી? – ડુમા (DUMA)
(36) ઝારશાહીના પતન બાદ કોના નેતૃત્વવાળા મેગ્નેવિક પક્ષના હાથમાં સત્તા આવી? – કેરેન્કીના
(37) ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? – મેગ્નેવિક પક્ષ(લઘુમતી)ના
(38) લેનિન કોની વિચારસરણીમાં માનતો હતો? – કાર્લ માર્કસની
(39) લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે કોના વર્ચસ્વમાં માનતો હતો? – શ્રમજીવીઓના
(40) નવેમ્બર, 1917માં રશિયામાં કોણે ક્રાંતિ કરી? – લેનિને
(41) લેનિને કરેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ? – સમાજવાદી બૉલ્સેવિક
(42) અમેરિકાના કયા રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું? – વુડ્રો વિલ્સને
(43) 10 જાન્યુઆરી, 1920ના દિવસે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થઈ? – રાષ્ટ્રસંઘ(The League of Nations)ની

યોગ્ય જોડકાં બનાવો [ પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અફીણ વિગ્રહો 1. પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ
2. ફ્રેન્કફર્ટની સંધિ 2. કેસર વિલિયમ બીજો
3. દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ 3. એડોલ્ફ હિટલર
4. ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા 4. ચીનનો પરાજય
5. પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અફીણ વિગ્રહો 4. ચીનનો પરાજય
2. ફ્રેન્કફર્ટની સંધિ 1. પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ
3. દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ 5. પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા
4. ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા 2. કેસર વિલિયમ બીજો

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. 1 ઑગસ્ટ, 1914 1. વર્સેલ્સની સંધિ
2. નવેમ્બર, 1917 2. રાષ્ટ્રસંઘની રચના
3. જૂન, 1919 3. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત
4. 10 જાન્યુઆરી, 1920 4. તુર્કીની શરણાગતિ
5. રશિયાની બૉલ્સેવિક ક્રાંતિ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. 1 ઑગસ્ટ, 1914 3. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત
2. નવેમ્બર, 1917 5. રશિયાની બૉલ્સેવિક ક્રાંતિ
3. જૂન, 1919 1. વર્સેલ્સની સંધિ
4. 10 જાન્યુઆરી, 1920 2. રાષ્ટ્રસંઘની રચના

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અમેરિકાની સ્ટીમર 1. વુડ્રો વિલ્સન
2. સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા 2. લ્યુસિટાનિયા
3. અમેરિકાના પ્રમુખ 3. કેસર વિલિયમ બીજો
4. જર્મન સમ્રાટ 4. બ્લેક હેન્ડ
5. લેનિન

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અમેરિકાની સ્ટીમર 2. લ્યુસિટાનિયા
2. સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા 4. બ્લેક હેન્ડ
3. અમેરિકાના પ્રમુખ 1. વુડ્રો વિલ્સન
4. જર્મન સમ્રાટ 3. કેસર વિલિયમ બીજો

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કેસર વિલિયમ બીજો 1. માક્સવાદી વિચારક
2. ટ્રિટસ્કે 2. યુદ્ધ એ પવિત્ર કાર્ય છે
3. નીત્યું 3. લોહિયાળ રવિવાર
4. લેનિન 4. શક્તિમાનને જ જીવવાનો હક
5. વિશ્વપ્રભુત્વની નીતિ

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કેસર વિલિયમ બીજો 5. વિશ્વપ્રભુત્વની નીતિ
2. ટ્રિટસ્કે 4. શક્તિમાનને જ જીવવાનો હક
3. નીત્યું 2. યુદ્ધ એ પવિત્ર કાર્ય છે
4. લેનિન 1. માક્સવાદી વિચારક

5.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અમેરિકાના પ્રમુખ 1. કેરેન્કી
2. બ્રિટિશ વડા પ્રધાન 2. ટ્રિટસ્કે
3. ફ્રાન્સના વડા 3. લૉર્ડ જ્યૉર્જ
4. મેગ્નેવિક(લઘુમતી પક્ષ)ના નેતા 4. વુડ્રો વિલ્સન
5. ક્લેમેન્સો

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અમેરિકાના પ્રમુખ 4. વુડ્રો વિલ્સન
2. બ્રિટિશ વડા પ્રધાન 3. લૉર્ડ જ્યૉર્જ
3. ફ્રાન્સના વડા 5. ક્લેમેન્સો
4. મેગ્નેવિક(લઘુમતી પક્ષ)ના નેતા 1. કેરેન્કી

કારણો આપી વિધાનો પૂરાં કરો પ્રત્યેકનો 1 ગુણ).

પ્રશ્ન 1.
પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવી ગયો, કારણ કે………..
ઉત્તરઃ
પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો.

પ્રશ્ન 2.
ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં, કારણ કે……….
ઉત્તર:
ઇંગ્લેન્ડે ચીનમાં અફીણનો વેપાર શરૂ કર્યો હતો.

પ્રશ્ન 3.
યુરોપના દેશોમાં આફ્રિકાનાં વિવિધ સ્થળોએ સંસ્થાનો છે સ્થાપવાની હરીફાઈ થઈ, કારણ કે………..
ઉત્તર:
ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને હું તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ જણાયો હતો.

પ્રશ્ન 4.
ફ્રાન્સને ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી, કારણ કે………..
ઉત્તર:
સેડાનના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાન્સનો પરાજય થયો હતો.

પ્રશ્ન 5.
પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા ખસી ગયું, કારણ કે………..
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયામાં ક્રાંતિ શરૂ થઈ.

પ્રશ્ન 6.
રશિયાની ઝારશાહીની નબળાઈઓ ખૂલી પડી ગઈ, કારણ કે…………
ઉત્તર:
જાપાન સાથેના યુદ્ધમાં રશિયાની હાર થઈ.

પ્રશ્ન 7.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, કારણ કે…………
ઉત્તર:
ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ હતી.

પ્રશ્ન 8.
અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું, કારણ કે……….
ઉત્તર:
જર્મનીએ અમેરિકાની લ્યુસિટાનિયા નામની સ્ટીમરને ડુબાડી દીધી. તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા.

પ્રશ્ન 9.
જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ, કારણ કે……..
ઉત્તર:
19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યાં.

પ્રશ્ન 10.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગ્રત બની, કારણ કે…….
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનનાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું.

પ્રશ્ન 11.
22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રે રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે……….
ઉત્તર:
22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે નીકળેલા એક વિશાળ નિઃશસ્ત્ર લોકોના સરઘસ પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા, જેથી સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો.

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
એશિયા-આફ્રિકામાં સંસ્થાની સ્થાપવામાં ક્યાં રાષ્ટ્રો મુખ્ય છે હતાં?
ઉત્તર:
એશિયા-આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો મુખ્ય હતાં.

પ્રશ્ન 2.
સ્પેને કયાં કયાં રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી હતી?
ઉત્તર:
સ્પેને નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ વગેરે રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી હતી.

પ્રશ્ન 3.
ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુદ્ધો થયાં? એ યુદ્ધો ઇતિહાસમાં કયા વિગ્રહો તરીકે જાણીતાં થયાં?
ઉત્તર:
ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધો ઇતિહાસમાં ‘અફીણ વિગ્રહો’ તરીકે જાણીતાં થયાં.

પ્રશ્ન 4.
પશ્ચિમ એશિયાના કયા દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો છે?
ઉત્તર:
પશ્ચિમ એશિયાના ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો છે.

પ્રશ્ન 5.
15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું?
ઉત્તર:
15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ દક્ષિણ આફ્રિકામાં સંસ્થાન સ્થાપ્યું હતું.

પ્રશ્ન 6.
15મી સદીના અંત ભાગમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે ક્યાં ક્યાં પોતાનાં વેપારીમથકો સ્થાપ્યાં હતાં?
ઉત્તર:
15મી સદીના અંત ભાગમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાના કૅપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં પોતાનાં વેપારીમથકો સ્થાપ્યાં હતાં.

પ્રશ્ન 7.
કોંગોમાં કોણે સત્તા સ્થાપી?
ઉત્તર:
કોંગોમાં બેલ્જિયમના રાજા લિયોપૉલ્વે સત્તા સ્થાપી.

પ્રશ્ન 8.
ઇંગ્લેન્ડે આફ્રિકામાં ક્યાં ક્યાં પોતાનાં મથકો સ્થાપ્યાં?
ઉત્તર:
ઇંગ્લેન્ડે આફ્રિકામાં ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો, દક્ષિણ આફ્રિકાના દેશો, નાતાલ અને ટ્રાન્સવાલમાં પોતાનાં મથકો સ્થાપ્યાં.

પ્રશ્ન 9.
ફ્રાન્સ આફ્રિકામાં ક્યાં ક્યાં પોતાની સત્તા સ્થાપી?
ઉત્તર:
ફ્રાન્સે આફ્રિકામાં ટ્યૂનિસિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી.

પ્રશ્ન 10.
ઇટાલીએ આફ્રિકામાં ક્યા પ્રદેશો કબજે કર્યા?
ઉત્તર :
ઇટાલીએ આફ્રિકામાં રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો કબજે કર્યા.

પ્રશ્ન 11.
યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો કેવી રીતે વહેંચી લીધા?
ઉત્તર:
ઈ. સ. 1884-85માં જર્મનીમાં બર્લિન ખાતે યુરોપના દેશોની પરિષદ મળી. એ પરિષદમાં યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લીધા.

પ્રશ્ન 12.
યુરોપના કયા બે દેશોએ એકીકરણ સાધ્યું?
ઉત્તર:
યુરોપના જર્મની અને ઇટાલીએ એકીકરણ સાધ્યું.

પ્રશ્ન 13.
જર્મની અને ઇટાલીનું એકીકરણ થવાથી શું પરિણામ આવ્યું?
ઉત્તર:
જર્મની અને ઇટાલીનું એકીકરણ થવાથી જર્મનીએ ઔદ્યોગીકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું.

પ્રશ્ન 14.
પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ?
ઉત્તર:
1 ઑગસ્ટ, 1914ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.

પ્રશ્ન 15.
ફ્રાન્સને શાથી ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી?
ઉત્તરઃ
જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી.

પ્રશ્ન 16.
ફ્રાન્સ કર્યું અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું?
ઉત્તર:
ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રમાણે ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ તેમજ આલ્સેસ અને લૉરેન્સ નામના બે પ્રદેશો આપવા પડ્યા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું.

પ્રશ્ન 17.
પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કર્યું હતું?
ઉત્તર:
ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.

પ્રશ્ન 18.
જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો કેવી રીતે તોડવા માંડ્યાં?
ઉત્તર:
19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યાં.

પ્રશ્ન 19.
પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ ક્યાં બે જૂથોમાં વહેંચાયેલું હતું?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ આ બે જૂથોમાં વહેંચાયેલું હતું:

  1. જર્મની પ્રેરિત જૂથ: આમાં જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, બબ્બેરિયા, તુક વગેરે રાષ્ટ્રો હતાં.
  2. ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથ: આમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે રાષ્ટ્રો હતાં.

પ્રશ્ન 20.
યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કેવું સ્વરૂપ ધારણ કર્યું હતું?
ઉત્તર:
યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું.

પ્રશ્ન 21.
ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો?
ઉત્તર:
જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.

પ્રશ્ન 22.
જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો?
ઉત્તર:
જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો. તે ‘વિશ્વપ્રભુત્વ’ની નીતિમાં માનતો હતો.

પ્રશ્ન 23.
યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી?
ઉત્તરઃ
યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણ’ની નીતિ પ્રબળ બની હતી.

પ્રશ્ન 24.
ટ્રિટસ્કે નામના જર્મન લેખકે કયા સિદ્ધાંતો પ્રચલિત કર્યા હતા?
ઉત્તર:
ટ્રિટસ્કે નામના જર્મન લેખકે આ સિદ્ધાંતો પ્રચલિત કર્યા હતા : ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’ અને ‘યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.’

પ્રશ્ન 25.
નીન્સે નામના લેખકે યુદ્ધને કેવું કાર્ય ગણાવ્યું હતું?
ઉત્તર:
નીસે નામના લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય’ ગણાવ્યું હતું.

પ્રશ્ન 26.
સર્બિયામાં કઈ ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી?
ઉત્તર:
સર્બિયામાં બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી.

પ્રશ્ન 27
પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે અને ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલાં રાષ્ટ્રોએ ભાગ લીધો?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો.

પ્રશ્ન 28.
અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું તેની સાથે બીજાં ક્યાં રાષ્ટ્રો મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયાં?
ઉત્તર:
અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે રાષ્ટ્રો મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયાં.

પ્રશ્ન 29.
પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો?
ઉત્તરઃ
11 નવેમ્બર, 1918ના રોજ જર્મન પ્રજાસત્તાક મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

પ્રશ્ન 30.
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયાં રાષ્ટ્રોનો વિજય અને કયાં રાષ્ટ્રોનો પરાજય થયો?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરરાષ્ટ્રોનો પરાજય થયો.

પ્રશ્ન 31.
પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો?
ઉત્તર:
11 નવેમ્બર, 1918ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

પ્રશ્ન 32.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી કઈ કઈ સમસ્યાઓ ઊભી થઈ? શા માટે?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ.

પ્રશ્ન 33.
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે કઈ સંધિ કરવામાં આવી?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્ર સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી.

પ્રશ્ન 34.
વર્સેલ્સની સંધિમાં કોણે કોણે મહત્ત્વની કામગીરી બજાવી?
ઉત્તર:
વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટનના વડા પ્રધાન લૉર્ડ જ્યૉર્જી અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્ત્વની કામગીરી બજાવી.

પ્રશ્ન 35.
પ્રથમ વિશ્વયુદ્ધ માટે ક્યા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું? રે
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું.

પ્રશ્ન 36.
વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીએ પોતાનો કયો પ્રાંત, કયા ? દેશને આપવો પડ્યો?
ઉત્તર:
વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીએ પોતાનો રુદ્ધ પ્રાંત ફ્રાન્સને આપવો પડ્યો.

પ્રશ્ન 37.
વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી?
ઉત્તર:
વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.

પ્રશ્ન 38.
દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ શામાંથી સર્જાયું એમ કહી શકાય?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાંથી સર્જાયું એમ કહી શકાય.

પ્રશ્ન 39.
રશિયાના ઝાર રાજાઓ કેવી સત્તાઓ ભોગવતા હતા?
ઉત્તર:
રશિયાના ઝાર રાજાઓ આપખુદ અને નિરકુશ સત્તાઓ ભોગવતા હતા.

પ્રશ્ન 40.
રશિયાના રાજાઓની આપખુદ ઝારશાહીની કઠોરતાનું એક દષ્યત આપો.
ઉત્તર:
રશિયાના રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે, જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર અને દમન ગુજારવામાં આવતો અથવા તેને સાઇબીરિયાના કાતિલ ઠંડા પ્રદેશમાં મોકલવાની સજા કરવામાં આવતી.

પ્રશ્ન 41.
રશિયામાં કયો દિવસ લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખાય છે? {
ઉત્તર:
22 જાન્યુઆરી, 1905નો દિવસ રશિયામાં લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 42.
રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
ઈ. સ. 1904 – 05માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રશિયાની હાર થઈ.

પ્રશ્ન 43.
જાપાન સામે રશિયાની હાર થતાં ઉશ્કેરાયેલી પ્રજાને શાંત કરવા ઝારે શું કર્યું?
ઉત્તર:
જાપાન સામે રશિયાની હાર થતાં ઉશ્કેરાયેલી પ્રજાને શાંત કરવા ઝારે વર્ષોથી નહિ બોલાવેલી ડુમા (DUMA – ધારાસભા) બોલાવવાની જાહેરાત કરી.

પ્રશ્ન 44.
રશિયામાં ઝારશાહીના પતન પછી કોના હાથમાં સત્તા આવી?
ઉત્તરઃ
રશિયામાં ઝારશાહીના પતન પછી કેરેન્કીના નેતૃત્વવાળી મેગ્નેવિક (લઘુમતી) પક્ષના હાથમાં સત્તા આવી.

પ્રશ્ન 45.
લેનિન કોના વર્ચસ્વમાં માનતો હતો?
ઉત્તર:
લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો.

પ્રશ્ન 46.
રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોણે વિશેષ યોગદાન આપ્યું હતું?
ઉત્તર:
રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું.

પ્રશ્ન 47.
રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
ઉત્તરઃ
રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના 10 જાન્યુઆરી, 1920ના દિવસે કરવામાં આવી.

પ્રશ્ન 48.
રશિયન ક્રાંતિને કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
રશિયન ક્રાંતિને ઈ. સ. 1917ની સમાજવાદી ‘બૉલ્સેવિક ક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે.

નીચેના શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરોઃ [પ્રત્યેકના 1 અથવા 2 ગુણો]

પ્રશ્ન 1.
એકીકરણ
ઉત્તર:
એકીકરણ એટલે એકબીજા સાથેનું જોડાણ; અનેકનું એક થવું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીના ચાન્સેલર બિસ્માર્કે જર્મનીના જુદા જુદા પ્રદેશોને જોડીને જર્મનીને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. એટલે કે જર્મનીનું એકીકરણ કર્યું હતું.

પ્રશ્ન 2.
સામ્રાજ્યવાદ
ઉત્તરઃ
રાજકીય, આર્થિક અને લશ્કરી દષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને ‘સામ્રાજ્યવાદ’ કહેવાય.
સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેમનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રુંધે છે. તેમની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે.

પ્રશ્ન 3.
સંધિ
ઉત્તર:
સંધિ એટલે સુલેહ.
જગતના બે દેશો વચ્ચે કોઈ કારણસર યુદ્ધ થાય. યુદ્ધને અંતે એક દેશનો વિજય થાય અને બીજા દેશનો પરાજય થાય. પરાજિત દેશ વિજેતા દેશની શરણાગતિ સ્વીકારે ત્યારે તેને વિજેતા દેશ સાથે જે સુલેહ કરવી પડે તેને ‘સંધિ’ કહે છે. સંધિમાં પરાજિત દેશને વિજેતા દેશની કેટલીક શરતો સ્વીકારવી પડે છે.

પ્રશ્ન 4.
બ્લેક હેન્ડ
ઉત્તર:
‘બ્લેક હેન્ડ’ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઑસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઑસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું.

પ્રશ્ન 5.
અફીણ વિગ્રહો
ઉત્તરઃ
ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધો ઇતિહાસમાં ‘અફીણ વિગ્રહો’ તરીકે જાણીતાં છે. તેમાં ચીનનો પરાજય થયો. પરિણામે ઇંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો.

પ્રશ્ન 6.
લોહિયાળ રવિવાર
ઉત્તર:
22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગૅપોન ૨ નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ કાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિઃશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી, 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન 7.
બૉલ્સેવિક ક્રાંતિ
ઉત્તર:
લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો; મેગ્નેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બૉલ્સેવિકો(બહુમતી)ને મેગ્નેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બૉલ્સેવિક ક્રાંતિ’ તરીકે જાણીતી બની.

પ્રશ્ન 8.
વર્સેલ્સની સંધિ
ઉત્તર:
ઈ. સ. 1919માં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે પૅરિસ શાંતિ સંમેલન’ તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલાં કમિશનો રચાયાં. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ(મિરર પેલેસ)માં કરવામાં આવી હતી. તેથી તે ‘વર્સેલ્સની સંધિ’ તરીકે ઓળખાઈ.

નીચેનાં વિધાનોનાં કારણો આપો : [ પ્રત્યેકના 2 ગુણો]

પ્રશ્ન 1.
ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.
ઉત્તર :
જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રાન્સને તેની સાથે ઈ. સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો તેમજ આભેંસ અને લૉરેન્સ નામના બે પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું.

પ્રશ્ન 2.
જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.
ઉત્તર:
19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યાં. પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.

પ્રશ્ન 3.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગ્રત બની.
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની ચાર દીવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રીમતાધિકાર માટેનાં આંદોલનો થયાં. આમ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગ્રત બની.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [ પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ કયા કયા સ્થળે સંસ્થાનો સ્થાપ્યાં?
ઉત્તર:
આફ્રિકામાં સ્થપાયેલાં સંસ્થાનો: 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલૅન્ડ્રુઝ(હોલૅન્ડ)ના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં – કૅપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું.

  • ત્યારપછી ઇંગ્લેન્ડે કંપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયામાં સંસ્થાનો સ્થાપ્યાં.
  • બેલ્જિયમના રાજા લિયોપૉર્લ્ડ કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી.
  • ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી.
  • ફ્રાન્સ ટ્યૂનિસિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.
  • જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
  • ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી.
  • સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

આમ, ઈ. સ. 1880 સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

પ્રશ્ન 2.
વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી?
ઉત્તર:
પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રુદ્ધ 3 પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેનાં સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યાં. ફ્રાન્સની સીમાએ આવેલા હાઇન = પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આભેંસ અને લૉરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી.

ટૂંક નોંધ લખો [ પ્રત્યેકના 3 ગુણ]

પ્રશ્ન 1.
વર્સેલ્સની સંધિ
ઉત્તર:
જૂન, 1919ની વર્સેલ્સની સંધિઃ ઈ. સ. 1919માં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે ‘પૅરિસ શાંતિ સંમેલન’ તરીકે પ્રસિદ્ધ બની.

  • તેમાં 58 જેટલાં કમિશનો રચાયાં. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ(મિરર પેલેસ)માં કરવામાં આવી હતી. તેથી તે ‘વર્સેલ્સની સંધિ’ તરીકે ઓળખાઈ.
  • અંતે મિત્રરાષ્ટ્રોએ હારેલાં રાષ્ટ્રો પર જૂન, 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતીઃ
    (1) પ્રાદેશિક વ્યવસ્થા,
    (2) લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ,
    (3) યુદ્ધમાં વળતરના હપતાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા
    (4) અન્ય જોગવાઈઓ.
  • વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટિશ વડા પ્રધાન લૉર્ડ જ્યૉર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્ત્વની કામગીરી કરી.
  • પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો.
  • ફ્રાન્સે જર્મનીનો રુદ્ધ પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
  • ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યાં.
  • જર્મનીનાં મોટા ભાગનાં સંસ્થાનો પડાવી લેવામાં આવ્યાં.
  • આલ્સેસ અને લૉરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા.
  • યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું.
  • આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ.
  • વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.

પ્રશ્ન 2.
પ્રથમ વિશ્વયુદ્ધનાં દૂરગામી પરિણામો
ઉત્તર :
દૂરગામી પરિણામોઃ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહિ.

  • વિશ્વશાંતિ જાળવવા રાષ્ટ્રસંઘ(The League of Nations)ની સ્થાપના થઈ.
  • રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહિ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહિ.
  • વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું. આમ, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી રોપાયાં.

પ્રશ્ન 3.
રાષ્ટ્રસંઘના ઉદ્દેશો
ઉત્તર:
રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો (હેતુઓ) નીચે પ્રમાણે હતાઃ

  1. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી.
  2. દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી.
  3. દરેક રાષ્ટ્ર યુદ્ધનીતિનો ત્યાગ કરવો.
  4. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા.
  5. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો.
  6. જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર’ રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘનાં બધાં રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે.
  7. ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધનાં મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધાં સભ્યરાષ્ટ્રોએ પ્રયત્નો કરવા.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *