GJN 9th Gujarati

Std 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઉપમન્યુ

Std 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 ઉપમન્યુ

Class 9 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 ઉપમન્યુ

ઉપમન્યુ Summary in Gujarati

ઉપમન્યુ પાઠ-પરિચય
નાનાભાઈ કાલિદાસ ભટ્ટ (જન્મ : ઈ. સ. 1882, મૃત્યુ : ઈ. સ. 1961)

પાઠ-પરિચય આ પાઠમાં ઉપમન્યુની વાર્તા છે. ઉપમન્યુ ધૌમ્યઋષિનો શિષ્ય છે. તે તેજસ્વી હોવા છતાં ખાઉધરો છે. તેને વિદ્યાનો અધિકારી બનાવવા માટે તેમજ તેનું ખાઉધરાપણું દૂર કરવા માટે ધૌમ્ય ઋષિ તેની કસોટી કરે છે. છેવટે ઉપમન્યુને આંધળા થવાનો માઠો અનુભવ થાય છે. તેને તેની ભૂલ માટે પસ્તાવો થાય છે. ઋષિ તેના પર પ્રસન્ન થઈને તેને દીક્ષા આપે છે.

[There is a story of Upmanyu in this lesson. Upmanyu is a disciple of Rushi Dhaumya. Though he is clever, he is voracious. To make him eligible for learning and to remove his voraciousness Rushi Dhaumya tests him. At last Upmanyu has a bad experience of becoming blind. He regrets for his mistake. Rushi is pleased and gives him sermon.]

ઉપમન્યુ શબ્દાર્થ (Meanings)

  • મૃગચર્મ- હરણનું ચામડું; the skin of a deer.
  • સમિધ – યજ્ઞમાં હોમવાનું લાકડું; wood for a ceremonial sacrifice.
  • વાત મનમાં ઘોળાવી – મૂંઝાયા કરવું; to be perplexed.
  • દીક્ષા – ઉપદેશ; sermon.
  • અનવાસના – અન્ન માટેની લાલસા; intense desire for food.
  • ભિક્ષાન– ભિક્ષા માગી મેળવેલું અન્ન; food from begging.
  • સત્ત્વ – સાર, અર્ક, (અહીં) ઉત્તમ પૌષ્ટિક તત્ત્વ; essence, there nutritious.
  • મન ચળવું – ઇચ્છા થવી; to desire.
  • ઍડવું – કાલું; pod.
  • ભાડિયો કૂવો – પાણી qolerà sai; a well without water.

Class 9 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 ઉપમન્યુ

ઉપમન્યુ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર લખો:
ધૌમ્યઋષિનાં પત્નીના મનમાં શી વાત ઘોળાયા કરતી હતી?
ઉત્તર:
ધોમ્યઋષિનાં પત્નીના મનમાં આ વાત ઘોળાયા કરતી હતી. ઉપમન્યુ ધૌમ્યઋષિનો ખાસ શિષ્ય હતો. શાસ્ત્રો ભણવામાં ખૂબ તેજસ્વી હતો. યોગમાં ખૂબ આગળ વધેલો હતો. ત્રણ-ત્રણ કલાક સમાધિ કરતો હતો. આમ છતાં, ધૌમ્યઋષિ તેને આખરી દીક્ષા આપતા ન હતા.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ધૌમ્યઋષિ ઉપમન્યુને આખરી દીક્ષા કેમ આપતા ન હતા?
ઉત્તરઃ
ધૌમ્યઋષિ ઉપમન્યુને આખરી દીક્ષા આપતા ન હતા, કારણ કે તે ખાઉધરો હતો, તેનામાં અન્નવાસના હતી.

પ્રશ્ન 2.
ઉપમન્યુ આંધળો શી રીતે થયો?
ઉત્તરઃ
ઉપમન્ય પાંચમા દિવસે ગાયો ચરાવીને આશ્રમ તરફ આવતો હતો ત્યારે તેને રસ્તાની બાજુમાં થોર પર જીંડવાં દેખાયાં. તેના હાથ જીંડવાં પાસે પહોંચી ગયા. ત્યાં થોરના દૂધની એક સેડ ઉપમન્યુની આંખોમાં પડી અને તે આંધળો થઈ ગયો.

પ્રશ્ન 3.
ઉપમન્યુએ અશ્વિનીકુમારોએ આંખો સાજી કરવા માટે આપેલી ઔષધિ કેમ ન ખાધી?
ઉત્તર :
ઉપમન્યુએ અશ્વિનીકુમારોએ આંખો સાજી કરવા માટે આપેલી ઔષધિ ન ખાધી, કારણ કે એણે નિર્ધાર કર્યો હતો કે હું ગુરુની આજ્ઞા વગર મોંમાં કાંઈ જ નહિ મૂકું.

3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઉપમન્યુની અન્નવાસના માટે કોનો દોષ છે?
A. ગુરુપત્નીનો
B. અન્ય શિષ્યોનો
C. તેના ઉછેરનો
D. તેની માતાનો
ઉત્તરઃ
C. તેના ઉછેરનો

પ્રશ્ન 2.
ગુરુજીએ ઉપમન્યુને કયું કામ સોંપ્યું?
A. ગાયો ચરાવવા વનમાં જવાનું
B. ઘેરઘેર જઈ ભિક્ષા માગવાનું
C. આશ્રમની સફાઈ કરવાનું
D. ઋષિપત્નીને ઘરકામમાં મદદ કરવાનું
ઉત્તરઃ
A. ગાયો ચરાવવા વનમાં જવાનું

પ્રશ્ન 3.
“ઉપમન્યુ, ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષાન્ન ખાય છે, તે અપવિત્ર અન્ન ખાય છે.” આ વાક્ય કોણ બોલે છે?
A. ઋષિપત્ની
B. ધૌમ્યઋષિ
C. નાનાભાઈ ભટ્ટ
D. ઉપમન્યુનાં માતા
ઉત્તરઃ
B. ધૌમ્યઋષિ

પ્રશ્ન 4.
ચોથા દિવસે ઉપમન્યુએ પોતાની ભૂખ કેવી રીતે શમાવી?
A. ગાયોનાં દૂધ પીને
B. વનમાંનાં ફળો ખાઈને
C. આઠ-દસ વાછરડાંના મોં પરના દૂધના ફીણથી
D. ભિક્ષાન ખાઈને
ઉત્તરઃ
C. આઠ-દસ વાછરડાંના મોં પરના દૂધના ફીણથી

પ્રશ્ન 5.
અંધ થયા પછી ઉપમન્યુ કેવી રીતે ચાલ્યો?
A. લાકડીના સહારે
B. મિત્રના સહારે
C. મંત્રના સહારે
D. ગાયોની ખરીઓના અવાજે
ઉત્તરઃ
D. ગાયોની ખરીઓના અવાજે

પ્રશ્ન 6.
“શિષ્યોએ દિવસમાં એક જ વાર ભિક્ષા લેવાય.” આ વાક્ય કોણ બોલે છે?
A. ઋષિપત્ની
B. કુમારો
C. ઉપમન્યુ
D. ધીમ્યઋષિ
ઉત્તરઃ
D. ધીમ્યઋષિ

પ્રશ્ન 7.
“મારે તો નાનો ભાઈ કે પુત્ર જે ગણો તે ઉપમન્યુ છે.” આ વાક્ય કોણ બોલે છે?
A. ધૌમ્યઋષિ
B. દ્રોણગુરુ
C. ઋષિપત્ની
D. ઉપમન્યુ
ઉત્તરઃ
C. ઋષિપત્ની

પ્રશ્ન 8.
“બેટા ઉપમન્યુ, તારો અંતેવાસ આજે પૂરો થાય છે.” આ વાક્ય કોણ બોલે છે?
A. ધોમ્યઋષિ
B. દ્રોણગુરુ
C. ઋષિપત્ની
D. કુમારો
ઉત્તરઃ
A. ધોમ્યઋષિ

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *