GJN 9th Gujarati

Std 9 Gujarati Textbook Solutions Chapter 11 વારસાગત

Std 9 Gujarati Textbook Solutions Chapter 11 વારસાગત

Class 9 Gujarati Textbook Solutions Chapter 11 વારસાગત

વારસાગત Summary in Gujarati

વારસાગત પાઠ-પરિચય
દુર્ગેશ ભાસ્કરરાય ઓઝા (જન્મ: 06-03-1965)

આ લઘુકથામાં સ્વજનોની ચડવણી છતાં, મોહન, રામશંકરનો દીકરો, મગન પાસેથી તેના પિતાએ મગનને તેની મહેનત અને નિષ્ઠાના બદલામાં આપેલી જમીન પાછી લેવાનો વિચાર કરતો નથી, તેની રજૂઆત છે. મોહનને નિષ્ઠા તેના પિતા તરફથી વારસામાં મળેલી છે અને તે આ વાર્તાના નાટ્યાત્મક અંતમાં સાબિત થાય છે. તે કહે છે, “આજથી આ જમીન કાયદેસરની તારી થઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ.’

આ વાર્તાનો સંદેશ : નિષ્ઠાવાનની કદર થવી જોઈએ.

[In this short story, despite relatives’ instigation, Mohan, the son of Ramshankar does not think to get back his land from Magan which his father has already given as a reward to Magan for his hard work and honesty, is presented. Mohan inherited nobility from his father and it is proved at the dramatic end of the story. He says, “From today the land is legally yours. Take and preserve the document.’

The message of the story: The sincere must be rewarded.]

વારસાગત શબ્દાર્થ (Meanings)

  • જતન-સંભાળ, જાળવણી; care.
  • ફળદ્રુપ-પુષ્કળ પાક કે નીપજ આવે તેવી; fertile.
  • રાજીપો -ખુશી; pleasure.
  • ગણકાર્યા વિના – ધ્યાનમાં લીધા વિના; without considering
  • મબલક – પુષ્કળ, અતિશય; abundant.
  • કટકો – ટુકડો; piece.
  • પાકું લખાણ – દસ્તાવેજ; document.
  • દેહ છોડવો – અવસાન થવું; to die.
  • નિષ્ફળ જવો – નકામો જવો; to fail. પુરાવો
  • આધાર – સાબિતી, પ્રમાણ; proof, evidence.
  • સોનાનો સૂરજ ઊગવો – ખૂબ આનંદ થવો; to be pleased.
  • પગ નીચેની જમીન સરી જવી – આઘાત લાગવો; to be shocked.
  • દોસ્ત – ભાઈબંધ, મિત્ર; friend,
  • જમીનદોસ્ત – નાશ પામતી; completely destroyed.
  • દસ્તાવેજ – અધિકૃત લખાણ; document.
  • સ્તબ્ધ – ચકિત; astonished, stunned.

Class 9 Gujarati Textbook Solutions Chapter 11 વારસાગત Textbook Questions and Answers

વારસાગત સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો?
(A) થોડા પૈસા આપીને
(B) ઢોર-ઢાંખર આપીને
(C) જમીનનો એક કટકો આપીને
(D) મકાન આપીને
ઉત્તરઃ
(C) જમીનનો એક કટકો આપીને

પ્રશ્ન 2.
મગનને પગ નીચેની જમીન સરી જતી કેમ લાગી?
(A) ધરતીકંપનો અનુભવ થવાથી
(B) “આ જમીન તારી નથી.’ એવા મોહનના શબ્દો સાંભળીને.
(C) સ્તબ્ધ સ્વજનોને જોઈને
(D) રામશંકરના અવસાનના સમાચાર સાંભળીને
ઉત્તરઃ
(B) “આ જમીન તારી નથી.’ એવા મોહનના શબ્દો સાંભળીને.

પ્રશ્ન 3.
‘હું રામશંકરનો દીકરો છું’ – આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો.
(A) મારા ઉપર વિશ્વાસ કરવો નહિ.
(B) પિતા-પુત્રના વિચારો જુદા પડે છે.
(C) હું જ જમીનનો વારસદાર છું.
(D) મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે.
ઉત્તરઃ
(D) મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે.

પ્રશ્ન 4.
‘મારી જમીનમાં સોનાનો સૂરજ’ વાક્યનો અર્થ શોધો.
(A) જમીનમાં કશું જ ઊપજતું નથી.
(B) જમીનમાં મબલક પાક ઊપયો છે.
(C) જમીનમાંથી સોનું મળી આવ્યું છે.
(D) સોનાના પતરામાં સૂરજનું ચિત્ર છે.
ઉત્તરઃ
(B) જમીનમાં મબલક પાક ઊપયો છે.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી?
ઉત્તરઃ
સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી. તેમણે કહ્યું, ‘તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વહેવારું બન.’

પ્રશ્ન 2.
મોહને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે.
ઉત્તર :
મગને કહ્યું કે તમારા બાપુ રામશંકરની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઊગ્યો છે. આ સાંભળી તરત જ મોહને તેને ધમકાવતાં પૂછ્યું કે, “આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે?” મોહનના આવા શબ્દો સાંભળીને મગને દસ્તાવેજમાં સહી કરી આપી.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો :

પ્રશ્ન 1.
“મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો.’- આ વિધાન સમજાવો.
ઉત્તર:
મોહનના પિતા રામશંકર હતા. તેમની જમીન છેલ્લા દસ વર્ષથી મગન ખેડતો હતો. મગન ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના મહેનત કરતો. પરિણામે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક થતો અને તેથી અઢળક કમાણી થતી. મગનની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર આવતાં રામશંકરે મગનને જમીનનો એક કટકો કાઢી આપ્યો હતો. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં રામશંકરે દેહ છોડ્યો.

સ્વજનોએ મોહનને જમીન પાછી મેળવી લેવા ચડાવ્યો. સ્વજનોની હાજરીમાં મોહને મગનને ધમકાવ્યો અને તેની પાસેની જમીન તેની છે તેનો કોઈ આધાર, કોઈ લખાણ હોય તો બતાવવા કહ્યું. પછી તેને કાગળો પર સહી કરવા કહ્યું. મગને સહી કરી. મોહન બોલી ઊઠ્યો, ‘આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. તે સાચવ, આ તારો દસ્તાવેજ.”

સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું, “હું રામશંકરનો દીકરો છું.’

આ રીતે મોહને ખાનદાનીનો વારસો જાળવ્યો. આ રીતે આ પાઠનું શીર્ષક ‘વારસાગત’ યોગ્ય છે.

પ્રશ્ન 2.
‘વારસાગત’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.

Std 9 Gujarati Textbook Solutions Chapter 11 વારસાગત Additional Important Questions and Answers

વારસાગત પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
રામશંકરે મગનને જમીનનો એક કટકો કેમ કાઢી આપ્યો?
ઉત્તરઃ
મગન રામશંકરની જમીનનું છેલ્લાં દસ વર્ષથી જતન કરતો હતો. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે તેમાંથી અઢળક કમાણી કરાવી આપી હતી. તેથી રામશંકરને તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર આવતાં તેમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો.

પ્રશ્ન 2.
“હું રામશંકરનો દીકરો છું.’ આ વિધાન દ્વારા મોહન શું છે કહેવા માગે છે?
ઉત્તર :
હું રામશંકરનો દીકરો છું.” આ વિધાન દ્વારા મોહન કહેવા માગે છે કે મારા પિતાના સંસ્કાર અને વારસામાં મળ્યા છે. તેમની જેમ હું પણ ઉદાર છું; હું પિતાએ ઉદાર ભાવે આપેલી જમીન પાછી ન લઈ શકું, ખાનદાની મને વારસામાં મળેલી છે.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
મગનની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર કોને આવ્યો?
ઉત્તર :
મગનની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવ્યો.

પ્રશ્ન 2.
મોહનના પિતાનું નામ શું હતું?
ઉત્તરઃ
મોહનના પિતાનું નામ રામશંકર હતું.

પ્રશ્ન 3.
રામશંકરની જમીન મગન કેટલાં વર્ષથી ખેડતો હતો?
ઉત્તરઃ
રામશંકરની જમીન મગન છેલ્લાં દસ વર્ષથી ખેડતો હતો.

પ્રશ્ન 4.
મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવાની સલાહ કોણે આપી?
ઉત્તર:
મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવાની સલાહ એનાં સ્વજનોએ આપી.

પ્રશ્ન 5.
“આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે?” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તરઃ
આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે?” આ વાક્ય મોહન બોલે છે.

પ્રશ્ન 6.
“હું રામશંકરનો દીકરો છું.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તરઃ
“હું રામશંકરનો દીકરો છું.” આ વાક્ય મોહન બોલે છે.

પ્રશ્ન 7.
“મગન, આજથી આ જમીન તારી.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
“મગન, આજથી આ જમીન તારી.” આ વાક્ય મોહન બોલે છે.

પ્રશ્ન 8.
“લે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તરઃ
“લે આ કાગળો ને કર સહી એટલે છેડો ફાટે.” આ વાક્ય મોહન બોલે છે.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *