GJN 9th Gujarati

Std 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય

Std 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય

Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય

દીકરીની વિદાય Summary in Gujarati

દીકરીની વિદાય કાવ્ય-પરિચય
અનિલ પ્રેમજીભાઈ ચાવડા (જન્મ: 10-05-1985)

આ કાવ્યમાં દીકરીનાં લગ્ન પછીના ઘર અને શેરીની પરિસ્થિતિનું વર્ણન છે. દીકરી સાસરે વિદાય થઈ છે. ઘરમાં અને શેરીમાં ખાલીપો અનુભવાય છે. તેઓને લાગે છે કે ઘરનો દીપક દીકરી જતો રહ્યો છે, ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત પડશે નહિ.

(In this poem there is a picture description of the condition at home and in the street after the daughter’s marriage. Emptiness is experienced in the house and in the street. They feel that the lamp of the house – the daughter – has gone and now there will not be the design in the rangoli so good as before.)

કાવ્યની સમજૂતી આટઆટલાં વર્ષો જેણે ઘર હૂંફાળું રાખ્યું (તે) ઘરનું અજવાળું (દીકરી) મહેંદી મૂકી આજે ચાલ્યું. (દીકરી સાસરે ગઈ.)

[The light (daughter) who has kept the house warm for so many years, has left the house today after decorating hands with mahendi. (The daughter went to her father-in-law’s house.)]

દીકરી જતાં એવું લાગે છે કે જાણે ગોખમાંથી દીવો ગયો. હવે ગમે તેટલું સીવો પરંતુ આ ફળિયું સંધાશે નહિ. (ફળિયામાં ખાલીપો લાગે છે.) જેની પગલી પડતાં સઘળે રજવાડું થઈ જતું તે ઘરનું (દીકરી) અજવાળું આજે મહેંદી મૂકી ચાલ્યું. (દીકરી સાસરે ગઈ.)

(After going the daughter we feel that the lamp from ‘gokh’ – a recess in the wall – has gone. Now you may try to sew as much as possible, the street will not be sewed. (There is emptiness in the street.) The step that would make a native state everywhere has left the house after decorating hands with mahendi. (The daughter went to her father-in-law’s house.)]

[3-8) હવે રંગોળીમાં પહેલાં જેવી ભાત પડશે નહિ. ઘરની આ મિરાત – દોલત – (દીકરી) દૂર દૂર ચાલી જશે. સૌની આંખોનું પરવાળું આંસુથી ભીંજાશે. આજે એ ઘરનું અજવાળું મહેંદી મૂકી ચાલ્યું. (દીકરી સાસરે ગઈ.)

[Now there will not be a design in the rangoli so good as before. The wealth of the house (daughter) will go far away. The eyes of all will be wet with full of tears. The light of the house has left after decorating hands with mahendi. (The daughter went to her father-in-law’s house.)]

દીકરીની વિદાય શબ્દાર્થ (Meanings)

  • હૂંફાળું – સ્નેહભર્યું; warm.
  • અજવાળું – પ્રકાશ; light.
  • ગોખ-ગોખલો; a recess in a wal.
  • ફળિયું – શેરી; street.
  • રજવાડું- દેશી રાજ્ય; native state.
  • મિરાત – વારસો, દોલત, અમીરાત, પૂંજી; wealth.
  • ભીંજાવું-પલાળવું; to wet.
  • પરવાળું – પ્રવાલ; coral.

Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય Textbook Questions and Answers

દીકરીની વિદાય સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
“હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ ?”
(A) પ્રકાશ
(B) ઘરનું અજવાળું
(C) દીકરી
(D) દીકરો
ઉત્તરઃ
(C) દીકરી

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી?
(A) ઘરની અમીરાત
(B) ઘરનું અજવાળું
(C) ગોખનો દીવો
(D) ફાનસ
ઉત્તરઃ
(D) ફાનસ

પ્રશ્ન 3.
દીકરી જતાં સૌની આંખો કેવી થઈ ગઈ?
(A) કોરી પડી ગઈ
(B) ભીંજાઈ ગઈ
(C) લાલ થઈ ગઈ
(D) ફાટી રહી
ઉત્તરઃ
(B) ભીંજાઈ ગઈ.

પ્રશ્ન 4.
દીકરી ક્યાં જઈ રહી છે?
(A) ફરવા
(B) પ્રવાસમાં
(C) પિયરમાં
(D) સાસરે
ઉત્તરઃ
(D) સાસરે

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે કેમ નહિ પડે?
ઉત્તરઃ
રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે નહિ પડે, કારણ કે ઘરની મિરાત (દીકરી) દૂર દૂર ચાલી ગઈ છે.

પ્રશ્ન 2.
દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે, કારણ કે દીકરીએ ઘરને હૂંફાળું રાખ્યું છે.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો.
ઉત્તરઃ
દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે; કારણ કે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કાર્ય કર્યું હતું. એના જવાથી સ્વજનો વ્યથિત છે. દીકરીનાં સંસ્મરણો તાજાં થાય છે. એમને એવું લાગે છે કે જાણે ગોખેથી દીવો ચાલી ગયો. હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહિ. ઘરની મિરાંત ચાલી ગઈ છે, ઘરનું અજવાળું ચાલ્યું ગયું છે.

Std 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય Additional Important Questions and Answers

દીકરીની વિદાય પ્રજ્ઞોત્તર

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઘરનું અજવાળું એટલે કોણ? તે ક્યાં ચાલ્યું ગયું?
ઉત્તર :
ઘરનું અજવાળું એટલે દીકરી. તે મહેંદી મૂકી સાસરે ચાલી ગઈ.

પ્રશ્ન 2.
દીકરી જતાં સ્વજનોને કેવું લાગે છે? દીકરીના અભાવે ક્યાં ક્યાં ખાલીપો અનુભવાય છે?
ઉત્તરઃ
દીકરી જતાં સ્વજનોને ગોખલામાંથી દીવો ગયો હોય એવું લાગે છે. દીકરીના અભાવે ઘરમાં અને શેરીમાં ખાલીપો અનુભવાય છે.

પ્રશ્ન 3.
દીકરીના સાસરે જવાની શી શી અસર પડશે?
ઉત્તર :
દીકરીના સાસરે જવાથી ઘર અને શેરીમાં ખાલીપો અનુભવાશે. રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે પડશે નહિ. સોની આંખો આંસુથી ભીંજાશે.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
દીકરીએ ઘરને કેવું રાખ્યું છે?
ઉત્તર :
દીકરીએ ઘરને હૂંફાળું રાખ્યું છે.

પ્રશ્ન 2.
કવિએ દીકરીને ઘરની શું કહી છે?
ઉત્તર :
કવિએ દીકરીને ઘરની મિરાંત કહી છે.

પ્રશ્ન 3.
ઘર અને શેરીને જોડવાનું કામ કોણે કર્યું છે?
ઉત્તર :
ઘર અને શેરીને જોડવાનું કામ દીકરીએ કર્યું છે.

પ્રશ્ન 4.
દીકરી જાતાં કેવું લાગતું?
ઉત્તર :
દીકરી જાતાં એવું લાગતું કે ગોખેથી દીવો ગયો.

દીકરીની વિદાય વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
હૂંફાળું
(અ) સ્નેહભર્યું
(બ) ઊકળતું
(ક) નકામું
ઉત્તરઃ
(અ) સ્નેહભર્યું

પ્રશ્ન 2.
મિરાંત
(અ) મીરાં
(બ) દોલત
(ક) અમી
ઉત્તરઃ
(બ) દોલત

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો :

પ્રશ્ન 1.
અજવાળું
(અ) અંધારું
(બ) પ્રકાશ
(ક) તેજસ્વી
ઉત્તરઃ
(અ) અંધારું

પ્રશ્ન 2.
હૂંફાળું
(અ) બરફ
(બ) ઠંડું
(ક) ઊનું
ઉત્તરઃ
(બ) ઠંડું

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) અઝવાળું
(બ) અજવાળું
(ક) અજવાળું
ઉત્તરઃ
(ક) અજવાળું

પ્રશ્ન 2.
(અ) મિરાંત
(બ) મીરાંત
(ક) મીરાત
ઉત્તરઃ
(અ) મિરાંત

પ્રશ્ન 3.
(અ) ફળિયું
(બ) ફળીયુ
(ક) ફળીયું
ઉત્તરઃ
(અ) ફળિયું

4. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ફળિયું
(બ) દીવો
(ક) રંગોળી
ઉત્તરઃ
(ક) રંગોળી

પ્રશ્ન 2.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ગોખ
(બ) દીકરી
(ક) અજવાળું
ઉત્તરઃ
(ક) અજવાળું

5. વચન બદલોઃ

પ્રશ્ન 1.
દીકરી
(અ) દીકરો
(બ) દીકરીઓ
(ક) દીકરીયો
ઉત્તરઃ
(બ) દીકરીઓ

પ્રશ્ન 2.
ફળિયું
(અ) ફળિયાં
(બ) ફળિયુઓ
(ક) ફળીઓ
ઉત્તરઃ
(અ) ફળિયાં

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *