GJN 9th Gujarati

Std 9 Gujarati Textbook Solutions Chapter 9 પારખું

Std 9 Gujarati Textbook Solutions Chapter 9 પારખું

Class 9 Gujarati Textbook Solutions Chapter 9 પારખું

પારખું Summary in Gujarati

પારખું પાઠ-પરિચય
જયંતી ઘેલાભાઈ દલાલ (જન્મ: 18-11-1909, મૃત્યુ: 24-08-1970),

આ એકાંકીમાં રમૂજી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. ડૉ. પીયૂષ દાંતના ડૉક્ટર છે, પણ બેકાર છે. તેમની પહેલાં મનમોહનદાસ સાથે મુલાકાત થાય છે કે જેમને તે પોતાના થનાર સસરા માને છે. તે તેમની સમક્ષ ધંધાની બડાશ હાંકે છે, પરંતુ મનમોહનદાસ સરચાર્જ કલેક્ટર હોય છે. તેથી ડૉ. પીયૂષની મુશ્કેલી વધે છે. તેમની બીજી મુલાકાત નરરત્નમણિરાવ સાથે થાય છે, જે તેમની દીકરી માટે ડૉ. પીયૂષનું પારખું લેવા આવ્યા હોય છે. પરંતુ ડૉ. પીયૂષ તેમની સાથે ઉદ્ધતાઈથી વર્તે છે. આમ, ગફલતના કારણે રમૂજ થાય છે.

[In this one act play humorous events have been presented. Dr Piyush is a dentist but unemployed. He has his first visit with Manmohandas to whom he believes his becoming father-in-law. He boasts about his practice before him, but Manmohandas is a surcharge collector. So Dr Piyush put himself in difficulty. He has his second visit with Nararatnamanirao who has come there to examine Dr Piyush for his daughter. But Dr Piyush behaves rudely with him. Thus, there is humour in the play because of confusion.)

પારખું શબ્દાર્થ (Meanings)

  • વાકેફ કરવા – માહિતગાર કરવા; to inform.
  • સભ્યતા – શિસ્ત; discipline.
  • પૃષ્ઠ 36) અવતાર – મૂર્તરૂપ; incarnation.
  • માખ મારવી -બેકાર હોવું; to be unemployed.
  • ઉપકાર – આભાર; thanks.
  • દોગામી દેવી – આરોપ મૂકવો, દોષ દેવો; to blame.
  • ધીરજનાં ફળ મીઠાં – ધીરજ રાખવાથી સારું પરિણામ મળે; patience pays.
  • પરખવું – કસોટી કરવી; to test; to examine.
  • ફેરા ફરવા – લગ્ન કરવાં; to marry.
  • પૃષ્ઠ 37] જૂના જમાનાનું – જૂનવાણી; orthodox.
  • ફોક – રદબાતલ; cancelled.
  • બદન-શરીર; body
  • શિખા -ચોટલી; a lock of hair in the centre of the head.
  • લિબાસ પહેરવેશ, પોશાક; dress.
  • ધૂળ – રજ, રેણુ; dust.
  • ઉપાધિ – મુશ્કેલી; difficulty
  • છબી – તસવીર, ચિત્ર; photo.
  • વકરાપાણી – વેચાણથી મળેલાં નાણાં; money from selling
  • [પૃષ્ઠ 400 બુઝુર્ગ – ઘરડો, વૃદ્ધ; old.
  • પૃષ્ઠ 41] આડા ફંટાવું – વિરુદ્ધ જવું; to oppose.
  • કૂવામાં નાખવું-દુઃખમાં નાખવું; to make unhappy.

Class 9 Gujarati Textbook Solutions Chapter 9 પારખું Textbook Questions and Answers

પારખું સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
પારખું ગદ્યકૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) હળવું એકાંકી
(B) પૌરાણિક એકાંકી
(C) ઐતિહાસિક એકાંકી
(D) સામાજિક નાટક
ઉત્તર :
(A) હળવું એકાંકી

પ્રશ્ન 2.
‘પારખું” ગદ્યકૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોને આધારે કરેલી છે?
(A) બેકાર વકીલની બડાશ અને ગેરસમજ
(B) બેકાર તબીબ(ડૉક્ટર)ની બડાશ અને ગેરસમજ
(C) બેકાર સુશિક્ષિતની બડાશ અને ગેરસમજ
(D) બેકાર એન્જિનિયરની બેકારીને કારણે
ઉત્તર :
(B) બેકાર તબીબ(ડૉક્ટર)ની બડાશ અને ગેરસમજ

પ્રશ્ન 3.
‘પારખું એકાંકીમાં નીચેનામાંથી કયું પાત્ર સમાવિષ્ટ નથી?
(A) મનમોહન
(B) અનિરુદ્ધ
(C) ડૉ. પીયૂષ
(D) કરુણાશંકર
ઉત્તર :
(D) કરુણાશંકર

પ્રશ્ન 4.
‘જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે’ – વાક્ય નીચેનામાંથી કોણ કહે છે?
(A) ડૉ. પીયૂષ
(B) નરરત્નમણિરાવ
(C) અનિરુદ્ધ
(D) ગમન
ઉત્તર :
(C) અનિરુદ્ધ

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અનિરુદ્ધ શા માટે ડૉ. પીયૂષને સસરાથી સંભાળવાનું કહે છે?
ઉત્તર :
ડૉ. પીયૂષના સસરા જરા વહેમી છે. વળી પાછા જૂના જમાનાના છે. જો તે દવાખાનાના ભભકામાં ન અંજાયા, તો વિવાહ ફોક કરી નાખશે. આથી અનિરુદ્ધ ડૉ. પીયૂષને સસરાથી સંભાળવાનું કહે છે.

પ્રશ્ન 2.
અનિરુદ્ધ ડૉ. પીયૂષને શા માટે પોતાનો ઉપકાર માનવા કહે છે?
ઉત્તર :
અનિરુદ્ધ ડૉ. પીયૂષને ડૉ. પીયૂષરાયજી લખવાનું – બોલવાનું નહીં તેમ જણાવે છે. તેથી તે ડૉ. પીયૂષને પોતાનો ઉપકાર માનવા કહે છે.

પ્રશ્ન 3.
નરરત્નમણિરાવને એવું શા માટે લાગે છે કે પોતે છોકરીને જાણી જોઈને દુઃખમાં નાખી છે?
ઉત્તર:
નરરત્નમણિરાવ ડૉ. પીયૂષનું પારખું લેવા આવે છે ત્યારે ડૉ. પીયુષના ઉદ્ધત વર્તનથી તેમજ દવાખાનાની પરિસ્થિતિની જાણથી એમને લાગે છે કે તે છેતરાયા છે અને છોકરીને જાણીજોઈને દુઃખમાં નાખી છે.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અનિરુદ્ધનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
અનિરુદ્ધ ડૉ. પીયૂષનો મિત્ર છે. ડૉ. પીયૂષ બેકાર છે તે અનિરુદ્ધ સારી રીતે જાણે છે. તેથી ડૉ. પીયૂષ બડાશ હાંકે છે ત્યારે તે તેને રોકડું પરખાવે છે. ડૉ. પીયુષ જ્યારે તેને સભ્યતા શીખવાની વાત કરે છે ત્યારે તે કહે છે, “આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુસ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી.’ પછી તે ડૉ. પીયૂષને મજાકમાં સભ્યતાથી બોલાવે છે. અનિરુદ્ધ ડૉ. પીયૂષને કહે છે કે નીલુ નામની છોકરીના પિતા તેને જોવા-પરખવા આવવાના છે ત્યારે ડૉ. પીયૂષ ખુશ થઈ જાય છે અને તેમના વિશેની બધી જ માહિતી વિનંતી કરીને મેળવી લે છે. અનિરુદ્ધ તેને વ્યંગમાં ઘણું બધું સંભળાવે છે. જેમ કે – “અહીંના જેવી શાંતિ ક્યાં મળવાની છે?”, “જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે!’

આમ, અનિરુદ્ધનું પાત્ર નાટકમાં રમૂજ લાવે છે.

પ્રશ્ન 2.
ડૉ. પીયૂષ નરરત્નમણિરાવ પર પ્રભાવ પાડવા માટે શું કરે છે?
ઉત્તર :
ડૉ. પીયૂષે નરરત્નમણિરાવને જોયેલા નથી, પરંતુ અનિરુદ્ધના કહેવાથી તે તેમનું પારખું લેવા આવે છે તેમ જાણે છે. આથી તે તેમના પર પ્રભાવ પાડવા માટે ટેબલ પર કેસની ફાઈલ અને 1 લિટરેચર મુકાવે છે. તે જ્યારે આવે છે ત્યારે કમ્પાઉન્ડરને જાતજાતના આદેશ આપે છે. તેમણે પીયૂષ-ડૉસ’ નામની નવી શોધ કરી છે તેમ જણાવે છે. હજાર-બારસોનો એવરેજ વકરો થાય છે તેમ જણાવે છે. મહિને 500-600 દાંત પાડવામાં આવે છે તેમજ પચાસેક મેજર ઑપરેશન્સ કરે છે તેમ કહે છે. પીયૂષ-ડ્રૉસ અને પીયૂષ-પેઇસ્ટ વાપરવાની ભલામણ કરે છે.

પરંતુ જ્યારે તે વ્યક્તિ પોતાની ઓળખ આપે છે કે હું અહીંનો surecharge collector છું, ત્યારે જ તેમને ખ્યાલ આવે છે કે તે નરરત્નમણિરાવ નહીં પરંતુ મનમોહનદાસ હતા.

પ્રશ્ન 3.
પારખું કરવા નીકળ્યો એટલે પારખું થઈ ગયું – નરરતમણિરાવના આ વિધાનને વિગતે સમજાવો.
ઉત્તર :
નરરત્નમણિરાવની દીકરી નીલુના વિવાહ ડૉ. પીયુષ સાથે થવાના છે. નરરત્નમણિરાવ ડૉ. પીયૂષનું પારખું કરવા આવે છે, પરંતુ અનિરુદ્ધના જણાવ્યા પ્રમાણેના લાંબા કાળા કોટ, કાશ્મીરી ટોપી અને ચાર પાટલીનું ધોતિયું’ના પોશાકમાં આવતા નથી, તેને બદલે તે કોટ-પાટલૂનના પોશાકમાં આવે છે. તેથી ડૉ. પીયુષ તેમને ઓળખતા નથી અને તેમના દરેક પ્રશ્નનો ઉત્તર ઉદ્ધતાઈથી આપે છે. તેનાથી તેમના દવાખાનાની નક્કર હકીકત બહાર આવે છે, કે દવાખાનાનું ચાર માસનું ભાડું બાકી છે. પીયૂષ-પેઇસ્ટ તેમની નથી. લેન્સેટ પણ ભાડૂતી છે. કેસ પર કમિશન છે, વગેરે. નરરત્નમણિરાવને ડૉ. પીયૂષ છેતરપિંડી કરી છે એમ લાગે છે ત્યારે તે ગુસ્સે થઈ તેમને ‘હરામખોર!’ કહે છે. આથી ડૉ. પીયૂષ તેમને તમાચો મારે છે.

આમ, નરરત્નમણિરાવ જમાઈનું પારખું કરવા નીકળ્યા પણ તેમનું પારખું થઈ ગયું કે “છતી આંખે તેમણે દીકરીને કૂવામાં નાખી છે!’

Std 9 Gujarati Textbook Solutions Chapter 9 પારખું Additional Important Questions and Answers

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અનિરુદ્ધના કહેવા પ્રમાણે નરરત્નમણિરાવનું વ્યક્તિત્વ કેવું છે?
ઉત્તર :
અનિરુદ્ધના કહેવા પ્રમાણે નરરત્નમણિરાવનું વ્યક્તિત્વ જુદુ છે. ઘરમાં સાડા ત્રણ ફૂટની છૂટી પાટલીની ધોતી પહેરે છે. જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું એમનું ખુલ્લું બદન છે અને ભગવાન ચાણક્ય જેવી એમની શિખા છે.

પ્રશ્ન 2.
નરરત્નમણિરાવ બહાર કોઈને મળવા જતા હોય ત્યારે શું પહેરે છે?
ઉત્તર:
નરરત્નમણિરાવ બહાર કોઈને મળવા જતા હોય ત્યારે તે લાંબો કાળો કોટ અને ચાર પાટલીનું ધોતિયું પહેરે છે. માથે કાશ્મીરી ટોપી પહેરે છે.

પ્રશ્ન 3.
નરરત્નમણિરાવ કયા પોશાકમાં ડૉ. પીયુષને મળવા ગયા? શા માટે?
ઉત્તર :
નરરત્નમણિરાવ કોટ-પાટલૂનના પોશાકમાં ડૉ. પીયુષને મળવા ગયા. એમને એમ કે કમાઉ ભણેલા જમાઈ પાસે જરા વટમાં જાઉં.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ડૉ. પીયૂષના વિવાહ કોની સાથે થવાના હતા?
ઉત્તર :
ડૉ. પીયૂષના વિવાહ નીલુ સાથે થવાના હતા.

પ્રશ્ન 2.
“પારખું ગદ્યકૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોના આધારે કરેલી છે?
ઉત્તર:
પારખું ગદ્યકૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત બેકાર તબીબની બડાશ અને ગેરસમજને આધારે કરેલી છે.

પ્રશ્ન 3.
પારખું એકાંકીમાં કમ્પાઉન્ડર કોણ છે?
ઉત્તર :
પારખું એકાંકીમાં કમ્પાઉન્ડર ગમન છે.

પ્રશ્ન 4.
નરરત્નમણિરાવ કયા પોશાકમાં ડૉ. પીયૂષનું પારખું લેવા આવ્યા હતા?
ઉત્તર :
નરરત્નમણિરાવ કોટ-પાટલૂનના પોશાકમાં ડૉ. પીયૂષનું પારખું લેવા આવ્યા હતા.

પ્રશ્ન 5.
ડૉ. પીયૂષ કયા પેટન્ટની વાત કરે છે?
ઉત્તર :
ડૉ. પીયૂષ પીયૂષ-ડ્રૉસ પેટન્ટની વાત કરે છે.

પ્રશ્ન 6.
ડૉ. પીયુષના કહેવા મુજબ દવાખાનાનું કેટલા માસનું ભાડું ચૂકવાયું નથી?
ઉત્તર :
ડૉ. પીયૂષના કહેવા મુજબ દવાખાનાનું ચાર માસનું ભાડું ચૂકવાયું નથી.

પ્રશ્ન 7.
“માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું.’ આ ; વાક્ય કોણ બોલે છે?
ઉત્તર:
‘માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું. આ વાક્ય અનિરુદ્ધ બોલે છે.

પ્રશ્ન 8.
“વકરાપાણી કેમ ચાલે છે?’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
વકરાપાણી કેમ ચાલે છે?” આ વાક્ય મનમોહનદાસ બોલે છે.

પ્રશ્ન 9.
પેટનાં જ આડાં ફંટાય ત્યાં પછી પારકાનું શું?’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
‘પેટનાં જ આડાં ફંટાય ત્યાં પછી પારકાનું શું?” આ વાક્ય નરરત્નમણિરાવ બોલે છે.

પ્રશ્ન 10.
“જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
“જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે.” આ વાક્ય અનિરુદ્ધ બોલે છે.

પ્રશ્ન 11.
“છતી આંખે છોકરીને કૂવામાં નાખી!” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
‘છતી આંખે છોકરીને કૂવામાં નાખી !’ આ વાક્ય નરરત્નમણિરાવ બોલે છે.

પારખું વ્યાકરણ

પ્રશ્ન 1.
સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
(1) સભ્યતા
(અ) શાંતિ
(બ) ઉપકાર
(ક) શિસ્ત
ઉત્તરઃ
(ક) શિસ્ત

પ્રશ્ન 2.
શિખા
(અ) ધજા
(બ) ચોટલી
(ક) શિખર
ઉત્તરઃ
(બ) ચોટલી

પ્રશ્ન 3.
ઉપાધિ
(અ) પરીક્ષા
(બ) આશા
(ક) મુશ્કેલી
ઉત્તરઃ
(ક) મુશ્કેલી

પ્રશ્ન 4.
બુઝર્ગ
(અ) યુવાન
(બ) રોગી
(ક) વૃદ્ધ
ઉત્તરઃ
(ક) વૃદ્ધ

પ્રશ્ન 5.
બદન
(અ) શરીર
(બ) વદન
(ક) વજન
ઉત્તરઃ
(અ) શરીર

પ્રશ્ન 6.
છબી
(અ) તસવીર
(બ) છાપ
(ક) અવાજ
ઉત્તરઃ
(અ) તસવીર

પ્રશ્ન 7.
પારખું
(અ) પડખું
(બ) પરીક્ષા
(ક) વેપાર
ઉત્તરઃ
(બ) પરીક્ષા

પ્રશ્ન 8.
ફોક
(અ) રદબાતલ
(બ) શોક
(ક) નિષ્ફળ
ઉત્તરઃ
(અ) રદબાતલ

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
વિશ્વાસુ
(અ) સરળ
(બ) કપટી
(ક) અવિશ્વાસુ
ઉત્તરઃ
(ક) અવિશ્વાસુ

પ્રશ્ન 2.
ઉપકાર
(અ) અપકાર
(બ) આભાર
(ક) નિરુપાય
ઉત્તરઃ
(અ) અપકાર

પ્રશ્ન 3.
સંતોષ
(અ) શાંતિ
(બ) સુખ
(ક) અસંતોષ
ઉત્તરઃ
(ક) અસંતોષ

પ્રશ્ન 4.
દોસ્ત
(અ) ભાઈબંધ
(બ) દુશ્મન
(ક) સંબંધી
ઉત્તરઃ
(બ) દુશ્મન

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો

પ્રશ્ન 1.
(અ) વિદ્યાલય
(બ) વિધ્યાલય
(ક) વિધ્યાલય
ઉત્તરઃ
(અ) વિદ્યાલય

પ્રશ્ન 2.
(અ) હિંસા
(બ) પરીક્ષા
(ક) વીશ્વાસુ
ઉત્તરઃ
(અ) હિંસા

પ્રશ્ન 3.
(અ) શીખા
(બ) ઉપાધિ
(ક) સરીર
ઉત્તરઃ
(બ) ઉપાધિ

પ્રશ્ન 4.
(અ) ચોક્કસ
(બ) ચોકસ
(ક) ચૉકસ
ઉત્તરઃ
(અ) ચોક્કસ

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

પ્રશ્ન 1.
કૉલેજ, ઈશ્વર, ઉપકાર, વકરો, વિશ્વાસ, છબી
ઉત્તરઃ
ઈશ્વર, ઉપકાર, કૉલેજ, છબી, વકરો, વિશ્વાસ

5. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) જમાનો
(બ) ટોપી
(ક) ધોતિયું
ઉત્તરઃ
(અ) જમાનો

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ટોપી
(બ) વિશ્વાસ
(ક) બદન
ઉત્તરઃ
(અ) ટોપી

પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ધોતિયું
(બ) સાહેબ
(ક) દાંત
ઉત્તરઃ
(અ) ધોતિયું

6. વચન બદલોઃ
પ્રશ્ન 1.
દાંત
(અ) દાંતો
(બ) દાંત
(ક) દાંતાઓ
ઉત્તરઃ
(બ) દાંત

પ્રશ્ન 2.
ટોપી
(અ) ટોપિયો
(બ) ટોપીઓ
(ક) ટોપીઓ
ઉત્તરઃ
(ક) ટોપીઓ

પ્રશ્ન 3.
ધોતિયું
(અ) ધોતિયાં
(બ) ધોતિયું
(ક) ધોતીઓ
ઉત્તરઃ
(અ) ધોતિયાં

7. અનુગ શોધોઃ

પ્રશ્ન 1.
ઑફિસે જવાનું ને!
ઉત્તરઃ

પ્રશ્ન 2.
હું અહીં ઑફિસમાં કામે જ આવ્યો હતો.
ઉત્તરઃ
માં

8. નામયોગી શોધોઃ

પ્રશ્ન 1.
જ્ઞાન ઉપર કોઈનો ઈજારો ન હોવો જોઈએ.
ઉત્તરઃ
ઉપર

પ્રશ્ન 2.
માણસ સાથે કંપનીમાં કહેવરાવો કે Mixture તૈયાર થયું છે.
ઉત્તરઃ
સાથે

9. સંધિ છૂટી પાડોઃ

પ્રશ્ન 1.
પરીક્ષા
(અ) પરી + ઇક્ષા
(બ) પરિ + ઇક્ષા
(ક) પરી + ક્ષા
ઉત્તર :
પરિ + ઇક્ષા

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *