Class 9 Gujarati Vyakaran વિશેષણ
Class 9 Gujarati Vyakaran વિશેષણ
GSEB Std 9 Gujarati Vyakaran Visheshan
Std 9 Gujarati Vyakaran Visheshan Questions and Answers
પ્રશ્ન 1.
વિશેષણ કોને કહે છે?
ઉત્તર :
(નામ) સંજ્ઞા પહેલાં આવતા અને સંજ્ઞાની વિશેષતા (આકાર, રંગ, અવસ્થા કે સંખ્યા) દર્શાવતા શબ્દને “વિશેષણ’ કહે છે. દા. ત.,
- મોટું ટીવી
- ચોરસ ડિઝાઈન
- કાળી છત્રી
- ભૂખ્યો સિંહ
- વીર ભામાશા
- બે સ્ત્રીઓ
પ્રશ્ન 2.
વિકારી વિશેષણ કોને કહે છે?
ઉત્તર :
જે વિશેષણમાં નામ-વિશેષ્યના લિંગ-વચન અનુસાર બદલાવ આવે તેને “વિકારી વિશેષણ’ કહે છે.
દા. ત.,
મોટાં ઝાડ, મોટો ભાઈ, મોટી પ્રાર્થના
ખાટી છાશ, ખાટું ફળ, ખાટો સ્વાદ
પ્રશ્ન 3.
અવિકારી વિશેષણ કોને કહે છે?
ઉત્તર :
જે વિશેષણમાં નામ-વિશેષ્યના લિંગ-વચન અનુસાર બદલાવ ન આવે તેને “અવિકારી વિશેષણ’ કહે છે.
દા. ત.,
સુંદર ચિત્ર, સુંદર બાળકો, સુંદર દશ્ય
સફેદ કાગળ, સફેદ શર્ટ, સફેદ પક્ષીઓ
મહેનતુ ખેડૂત, મહેનતુ વિદ્યાર્થીઓ, મહેનતુ સ્ત્રીઓ
પ્રશ્ન 4.
વિશેષણના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
ઉત્તર :
વિશેષણના પ્રકાર નીચે મુજબ છે :
વિશેષણના પ્રકાર | ઉદાહરણ |
1. ગુણવાચક વિશેષણ | સુંદર, ખરાબ, ચોખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડું, તીવ્ર, સમજ, લોભી, ક્રૂર, દયાળુ, મુખ્ય, શોખીન, ડાહ્યું, વિશાળ, સાંકડું, અજાણ્યું, પરિચિત વગેરે. |
2. સંખ્યાવાચક વિશેષણ | |
(ક) સાદી-પૂર્ણ સંખ્યાવાચક | એક, બે, પચાસ, સો, હજાર વગેરે. |
(ખ) ક્રમિક સંખ્યાવાચક | પહેલું, બીજું, દસમું, બારમું વગેરે. |
(ગ) સંખ્યાશવાચક | પા, અડધું, પોણું, સવા, દોઢ વગેરે. |
3. જથ્થાવાચક વિશેષણ | બહુ, થોડું, ઘણું, ઓછું, વધારે વગેરે. |
4. માત્રાસૂચક વિશેષણ | આછું, ઘેરું, સાવ, તદ્દન વગેરે. |
5. સાર્વનામિક વિશેષણ | મારું, તારું, આપણું, તેનું, તેમનું વગેરે. |
વિશેષણ સ્વાધ્યાય
પ્રશ્ન. 1.
નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો:
(1) દાદા ગરમ ચા પીએ છે.
(2) જૂઠી કીર્તિના ભૂતને ભગાડો.
(3) દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થનાસંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે.
(4) મિત્રનો મોટો દીકરો આવ્યો.
(5) બે-ત્રણ દિવસ મેં કોઈ ઇલાજ કર્યો નહીં.
(6) રીમાએ સુંદર ગીત ગાયું.
(7) મારાં વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતાં હતાં.
(8) મેં બે લાડુ ખાધા.
(9) તે સાવ ગરીબ છે.
(10) મારું ઘર મોટું છે.
ઉત્તરઃ
(1) ગરમ
(2) જૂઠી
(3) શ્રેષ્ઠ
(4) મોટો
(5) બે-ત્રણ, કોઈ
(6) સુંદર
(7) વૃદ્ધ, પૂજાનું
(8) બે
(9) સાવ
(10) મારું