Gujarat Board Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા
Gujarat Board Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા
GSEB Solutions Class 9 Science Chapter 15 અન્તસ્ત્રોતોમાં સુધારણા
અન્તસ્ત્રોતોમાં સુધારણા Class 9 GSEB
→ સજીવો માટે ખોરાક (Food for Organisms) સજીવોને પોતાનાં સ્વાસ્થ, વૃદ્ધિ-વિકાસ અને વિવિધ કાર્યો માટે જરૂરી , ઊર્જા મેળવવા ખોરાક જરૂરી છે.
→ વનસ્પતિ અને પ્રાણીઓ પર ખોરાક અંગે મનુષ્યનું અવલંબન (Human Dependence on Plants and Animals for Food): વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. મોટા ભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનથી મળી રહે છે.
- આપણા દેશની વસતિના સતત વધારા સાથે પોષણ(ખોરાક)ની જરૂરિયાત સંતોષવા પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો આવશ્યક છે.
- હરિયાળી ક્રાંતિ દ્વારા પાક-ઉત્પાદનમાં અને શ્વેતક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે.
→ પાક-ઉત્પાદનમાં સુધારણા (Improvement in Crop yield): વિવિધ કૃષિપાકની વૃદ્ધિ અને જીવનચક્ર પૂર્ણ કરવા માટે વિવિધ આબોહવાકીય પરિસ્થિતિ, તાપમાન અને પ્રકાશઅવધિની જરૂરિયાત રહે છે.
→ ખોરાકના મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિઓ વિવિધ પોષક ઘટકો પૂરા પાડે છે. દા. ત.,
→ પાક-ઉત્પાદનમાં સુધારણા માટેની પ્રયુક્તિઓ (Activities for Improving Crop Yields)
→ પાકની જાતમાં સુધારણા (Improvement in Crop variety) રોગપ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને ઊંચાં ઉત્પાદન જેવાં ઉપયોગી લક્ષણોને આધારે વનસ્પતિ જાતો કે જાતિઓની પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે.
સંકરણ દ્વારા પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોનો ઉમેરો કરી શકાય છે.
- જનીનિક રૂપાંતરિત પાક (Genetically Modified Crops) મેળવવા માટે પાકમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન દાખલ કરવામાં આવે છે.
- વધુ ઉત્પાદન, સુધારેલી ગુણવત્તા, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, પરિપક્વન સમયમાં પરિવર્તન, વ્યાપક અનુકૂળતા, ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા વગેરે માટે કૃષિપાકની જાતિમાં સુધારણા કરવામાં આવે છે.
→ પાક-ઉત્પાદન વ્યવસ્થાપન (Crop Production Manage ment):
- ભારતમાં ખેતી નાનાં ખેતરોથી મોટાં ખેતરો સુધી થાય છે.
- આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેત પ્રણાલીઓ અને ખેત-તકનિકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
→ વનસ્પતિનાં પોષક તત્ત્વો (Nutrients of Plants): વનસ્પતિના ખોરાકની જરૂરિયાત પૂરી પાડતાં ખનીજ તત્ત્વોને વનસ્પતિનાં પોષક તત્ત્વો કહે છે.
- વનસ્પતિના પોષણ માટે 16 ખનીજ તત્ત્વો આવશ્યક છે. આ પૈકી જમીનમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 તત્ત્વ મળે છે.
- હવા અને પાણીમાંથી મળતાં પોષક તત્ત્વો કાર્બન, ઑક્સિજન અને હાઇડ્રોજન છે.
→ સેન્દ્રિય ખાતર Manure) : તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે પરંતુ પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં હોય છે. આ ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. તેના ઉપયોગથી ભૂમિના બંધારણમાં સુધારો અને ફળદ્રુપતામાં વધારો થાય છે.
→ ખાતરો (Fertilizers) : ખાતર એ વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્ય છે. તે નાઈટ્રોજન, પોટેશિયમ અને ફૉસ્ફરસ આપે છે. તે સ્વસ્થ વાનસ્પતિક વૃદ્ધિ માટે ઉપયોગી છે.
→ કાર્બનિક ખેતી (Organic Farming) રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ખૂબ જ ઓછો ઉપયોગ કે ઉપયોગ વગર ખેતી કરવાની પદ્ધતિ કાર્બનિક ખેતી છે.
→ સિંચાઈ (Irrigation) : ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે.
આમ છતાં, અનિયમિત અને ઓછા વરસાદની સ્થિતિમાં સિંચાઈ અગત્ય ધરાવે છે.
→ પાક-ઉછેર પદ્ધતિઓ (Cropping Pattern): મહત્તમ ઉત્પાદનનો લાભ મેળવવા માટે મિશ્ર પાક-ઉછેર, આંતરપાક પદ્ધતિ, પાકની ફેરબદલી જેવી ઉછેર પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે.
→ પાક-સંરક્ષણ (Crop Protection): પાકને વિવિધ કીટકો, જીવાણુઓ અને રોગો દ્વારા નુકસાન થાય છે. આવા નુકસાનકારક કીટકો અને જીવાણુઓનું નિયંત્રણ કરવું જરૂરી છે.
- જંતુનાશક, નીંદણનાશક અને ફૂગનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.
- પાક-સંરક્ષણ માટે જરૂરી પદ્ધતિઓ જેવી કે,
- રોગપ્રતિકારક જાતોનો ઉછેર,
- યોગ્ય સમયે પાકની રોપણી,
- યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરવા,
- આંતરિક પાક લેવા અને
- પાકની ફેરબદલી નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
→ અનાજનો સંગ્રહ (Storage of Grains) :
- પાક-ઉત્પાદનને નુકસાન કરતા જૈવિક તેમજ અજૈવિક કારકો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન જરૂરી છે.
- સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની સફાઈ, સુકવણી, રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે છે.
→ પશુપાલન (Animal Husbandry) : પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. તેમાં પ્રાણીઓના ખોરાક, પ્રજનન, રોગો પર નિયંત્રણ તેમજ પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓમાં સુધારણાની આવશ્યકતા છે.
→ પશુપાલનના ઉદ્દેશો (Aims of Animal Husbandry) : દૂધ આપવાવાળા (ગાય, ભેસ) અને ખેતી-કામ કરનારા (હળ ચલાવવા, સિંચાઈ અને ભારવહન માટે) પશુઓને પાળવામાં આવે છે.
→ મરઘાંપાલન (Poultry Farming) :
- વધુ ઈંડાં મેળવવા તેમજ માંસનું ઉત્પાદન વધારવા માટે મરઘાંપાલન કરવામાં આવે છે.
- ઈંડાં માટે લેયર મરઘી અને માંસ માટે બ્રોઇલર મરઘીને પાળવામાં આવે છે. જ્યારે દેશી મરઘી એસીલ (ભારતીય ગામે) અને વિદેશી મરઘી (લેહૉની જાતોનું સંકરણ કરી . નવી જાતો વિકસાવવામાં આવે છે.
→ મત્સ્ય-ઉછેર (Fish Farming) : ખોરાકમાં પ્રોટીનનો સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત માછલી છે. સમુદ્રો અને મીઠા પાણીનાં નિવસનતંત્રોમાં માછલી પકડવી અને મત્સ્ય-સંવર્ધન કરી શકાય છે.
- ભારત પાસે 7500 કિમી અને ગુજરાત પાસે તેમાંનો 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાથી મત્સ્ય-ઉત્પાદન માટે પૂરતો અવકાશ છે.
- પૉફ્ટ, મેકરલ, ટુના, સારડીન, બૉમ્બે ડક, ઈલ સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓ છે.
- સંગૃહીત મીઠા પાણી (તળાવ, સરોવર) અને વહેતા પાણી નદી, કેનાલ)માં અંતઃસ્થલીય મત્સ્ય-ઉછેર (ઇનલૅન્ડ ફિશરિસ) સારા પ્રમાણમાં વિકસી છે.
- કટલા, બ્રિગલ, રોહુ, સિલ્વર કાર્ડ, ગ્રાસ કાર્પ અને કૉમન કાપે મીઠા જળની માછલીઓ છે.
→ મધમાખી-ઉછેર (Bee-keeping) : મધ અને મીણ મેળવવાની આ ઉછેર પદ્ધતિમાં ખેડૂતો ઓછા રોકાણે વધારાની આવકનો સ્રોત મેળવી શકે છે.
- મધમાખી જ્યાં પાળવામાં આવે છે તે સ્થળને એપિઅરી કહે છે.
- મધમાખીની ત્રણ જાતિઓ નીચે મુજબ છે :
- એપિસ સીરાના ઇન્ડિકા (સામાન્ય ભારતીય મધમાખી)
- એપિસ ડોરસાટા પર્વતીય મધમાખી)
- એપિસ ફ્લોરી (લિટલ મધમાખી)
- ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરામાંથી વધુ પ્રમાણમાં મધ મેળવવામાં આવે છે.
GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Textbook Questions and Answers
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
પાક-ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો, જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય.
ઉત્તર:
વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક-ઉત્પાદનની એક રીતે સંકરણ દ્વારા સંકર જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે.
એક જ જાતિની ઉચ્ચ પસંદગીનાં લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે. સંકરણ દ્વારા મળતી સંકરજાતમાં બંને પિતૃનાં ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે છે.
સંકર જાતમાં ઊંચી રોગપ્રતિકારક ક્ષમતા, નીપજની વધારે ગુણવત્તા, ઝડપી વૃદ્ધિદર, વધારે ઉત્પાદન ક્ષમતા વગેરે લક્ષણો પ્રાપ્ત થાય છે. આવી સંકરજાત કે સુધારેલી જાત ઉગાડવાથી વધારે ઉત્પાદન મળે છે.
પ્રશ્ન 2.
ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે?
ઉત્તર:
ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા, ભૂમિમાં ખનીજ પોષકો ઉમેરવા, સારી વાનસ્પતિક વૃદ્ધિ (પોં, શાખાઓ અને પુષ્પો) દ્વારા સ્વસ્થ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે.
પ્રશ્ન 3.
આંતરપાક કે આંતરખેડ અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે?
ઉત્તર:
આંતરપાક કે આંતરખેડના લાભઃ
- પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે.
- મજૂરી અને સમયનો બચાવ થાય છે.
- રોગો અથવા રોગકારકોને એક જ પાકની બધી વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય છે.
- બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.
પાક-ફેરબદલીના લાભઃ
- ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય કે છે.
- ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવે છે.
- એક જ વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે.
- ભૂમિમાં ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ જતું અટકાવે છે.
પ્રશ્ન 4.
જનીનિક ફેરબદલી શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
જનીનિક ફેરબદલી કૃષિપાકની જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવાની પદ્ધતિ છે. અથવા સજીવમાં ઇચ્છિત લક્ષણોવાળા જનીન ઉમેરી, તેના મૂળભૂત જનીનબંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જનીનિક ફેરબદલી છે.
ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનીનિક ફેરબદલી દ્વારા જનીનિક રૂપાંતરિત પાકો (GMCs) મળે છે. તે સારી ગુણવત્તા, વહેલો અને ટૂંકો પરિપક્વતાનો ગાળો, પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને વધારે ઉત્પાદકતા જેવાં લક્ષણો માટે ઉપયોગી છે.
પ્રશ્ન 5.
ભંડારગૃહો(ગોદામો)માં અનાજને નુકસાન કેવી રીતે ? થાય છે?
ઉત્તરઃ
ભંડારગૃહો(ગોદામો)માં અનાજને નુકસાન જેવિક કારકો ફૂગ, ઇતરડી, બૅક્ટરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે.
આ પરિબળોથી સંગૃહીત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા(બીજ)ની અંકુરણક્ષમતામાં ઘટાડો થાય છે.
પ્રશ્ન 6.
ખેડૂતો માટે પશુપાલન-પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે?
ઉત્તર:
ખેડૂતો માટે પશુપાલન-પ્રણાલીઓ નીચેની રીતે લાભદાયક છે
- પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય છે.
- દૂધ, ઈંડાં, માંસ, માછલી, મધનું ઉત્પાદન વધારે મેળવાય છે.
- પાલતુ પ્રાણીઓના રહેઠાણ, ખોરાક, સ્વાથ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.
આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ બને છે.
પ્રશ્ન 7.
પશુપાલનથી શું લાભ થાય છે?
ઉત્તરઃ
પશુપાલનથી નીચેના લાભ થાય છે:
- દુધાળાં પ્રાણીઓની દુગ્ધસવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે.
- ખેતી ઉપયોગી (હળ ચલાવવા, સિંચાઈ, ભારવહન) કાર્ય માટેનાં પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે.
- સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે.
પ્રશ્ન 8.
મરઘાંપાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી-ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે શું સમાનતાઓ છે?
ઉત્તર:
મરઘાંપાલન, મત્સ્ય-ઉછેર અને મધમાખી-ઉછેરમાં ઉત્પાદન વધારવા માટે જાતોમાં સુધારણા, વસવાટ, આહાર, સ્વચ્છતા, રોગોનું નિયંત્રણ વગેરે સમાનતાઓ છે.
પ્રશ્ન 9.
પ્રગ્રહણ મત્સ્ય-ઉછેર, મેરિકલ્ચર (દરિયાઈ મત્સ્ય-ઉછેર) અને જલ-સંવર્ધનમાં શું તફાવત છે? [3 ગુણ)
ઉત્તરઃ
GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 204]
પ્રશ્ન 1.
આપણને અનાજ (ધાન્ય), દાળ (કઠોળ) અને ફળો, શાકભાજીમાંથી શું મળે છે?
ઉત્તર:
આપણને અનાજ(ધાન્ય)માંથી કાબોદિત, દાળ(કઠોળ)માંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનીજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 205]
પ્રશ્ન 1.
જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક3 ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે?
ઉત્તરઃ
જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાકઉત્પાદનને નુકસાન પહોંચે છે.
પ્રશ્ન 2.
પાક-સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે?
ઉત્તર:
ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ, જ્યારે અનાજ માટે વામન છોડ એ પાક-સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 206]
પ્રશ્ન 1.
બૃહદ્ કે ગુરુ પોષક તત્ત્વ કયાં છે? અને તેમને ગુરુ પોષક તત્ત્વ કેમ કહે છે? [1 ગુણ)
ઉત્તર:
બૃહદ્ કે ગુરુ પોષક તત્ત્વઃ નાઇટ્રોજન, પોટેશિયમ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ અને સલ્ફર.
તેઓને ગુરુ પોષક તત્ત્વ કહે છે, કારણ કે વનસ્પતિને આ પોષક તત્ત્વો વધારે માત્રામાં જોઈએ છે.
પ્રશ્ન 2.
વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે?
ઉત્તરઃ
વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી પોષક તત્ત્વોનું શોષણ કરીને પોષણ મેળવે છે.
વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક 16 પોષક તત્ત્વોમાંથી કાર્બન અને ઑક્સિજન હવામાંથી, હાઇડ્રોજન પાણીમાંથી અને બાકીનાં 13 પોષક તત્ત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 207]
પ્રશ્ન 1.
જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના કરો.
ઉત્તર:
જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા સેન્દ્રિય ખાતર અને ખાતરના ઉપયોગની તુલના નીચે મુજબ છે:
સેન્દ્રિય ખાતર | ખાતર |
1. તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનીજ પોષકો ઉમેરે છે. | 1. તે ભૂમિમાં માત્ર ખનીજ પોષકો ઉમેરે છે. |
2. તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મ જીવો અને અળસિયાંને ખોરાક મળી રહે છે. | 2. તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયાંને નુકસાન થાય છે. |
3. તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે. | 3. તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. |
4. તે રેતાળ જમીનની જલસંગ્રહ – ક્ષમતા વધારે છે અને ચીકણી (કાંપ) જમીનમાં પાણી એકત્ર થતું રોકે છે. | 4. તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જલ – પ્રદૂષણ પ્રેરે છે. |
5. તે ભૂમિનો ભેજ જાળવી રાખી, ભૂમિનું ક્ષરણ અટકાવે છે. | 5. તે ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ ઝડપી બને છે. |
આમ, સેન્દ્રિય ખાતર જૈવિક ખાતર હોવાથી ખાતરની તુલનામાં ભૂમિની ફળદ્રુપતા વધારવા અને લાંબો સમય જાળવી રાખવા ઉપયોગી છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 208]
પ્રશ્ન 1.
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે? કેમ? [1 ગુણ)
(a) ખેડૂત ઉચ્ચ કક્ષાનાં બીજનો ઉપયોગ કરે, સિંચાઈ ન કરે અથવા ખાતરનો ઉપયોગ કરતો નથી.
(b) ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે અને ખાતરનો પણ ઉપયોગ કરે છે.
(c) ખેડૂત સારી જાતનાં બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, ખાતરનો ઉપયોગ કરે છે અને પાક-સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે.
ઉત્તરઃ
(c) કારણ કે, સારી જાતનાં બીજ સિંચાઈમાં મળતા પાણી અને ખાતરમાંથી મળતાં પોષક દ્રવ્યો મેળવી ઝડપથી અંકુરણ પામે છે. સ્વસ્થ વૃદ્ધિ, વિકાસ ધરાવતો પાક મેળવે છે. પાક-સુરક્ષાની પદ્ધતિઓથી પાકને થતું નુકસાન રોકી વધારે ઉત્પાદન મેળવે છે. આમ, પરિસ્થિતિ (c)માં સૌથી વધારે લાભ થશે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 209]
પ્રશ્ન 1.
પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ-નિયંત્રણ શા માટે સારું સમજવામાં માનવામાં) આવે છે?
ઉત્તરઃ
પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ-નિયંત્રણ સારું માનવામાં આવે છે, કારણ કે તે પર્યાવરણ માટે સલામત, અન્ય સજીવ સ્વરૂપો માટે બિનહાનિકારક, ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્ય (જંતુ) પર અસર કરે છે.
પ્રશ્ન 2.
સંગ્રહની પ્રક્રિયા દરમિયાન કયા કારકો અનાજને થત નુકસાન માટે જવાબદાર ગણવામાં આવે છે
ઉત્તર:
જુઓ પ્રશ્ન 30ના ઉત્તરમાં પાક-ઉત્પાદનને નુકસાનકારા જૈવિક અને અજૈવિક પરિબળો (ઘટકો).
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 210]
પ્રશ્ન 1.
પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે? અને શા માટે?
ઉત્તર:
પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, સંકરણ માટે ઇચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત સાથે વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતાં, સંતતિમાં બંને પિતૃનાં ઇચ્છિત લક્ષણો મળે છે અને સુધારેલી જાત મળે છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 211]
પ્રશ્ન 1.
નીચે આપેલા વિધાનનું વિવેચન કરો
“એ રસપ્રદ છે કે ભારતમાં મરઘાં, ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. (જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે.)”
ઉત્તરઃ
મરઘાં-પાલનનો પાયાનો ઉદ્દેશ ઈંડાં તેમજ મરઘાંના માંસનું ઉત્પાદન વધારવાનો છે. ખેત-ઉત્પાદનની આડપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહાર ખાદ્ય પદાર્થ તરીકે મરઘાં માટે યોગ્ય છે, પરંતુ મનુષ્ય માટે અયોગ્ય છે. આ ઓછા રેસામય આહારનો ઉપયોગ કરી મરઘાં ઊંચી ગુણવત્તા ધરાવતું માંસ તેમજ ઈંડાં સાથે પીંછાં અને પોષક દ્રવ્યોયુક્ત ખાતર ઉત્પન્ન કરે છે.
આમ, ઓછા રેસાવાળા ખાદ્ય પદાર્થ માનવ માટે અયોગ્ય છે. તેને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહાર તરીકે ઈંડાંમાં પરિવર્તન કરવા માટે મરઘાં સૌથી વધારે સક્ષમ છે.
પ્રશ્ન 2.
પશુપાલન અને મરઘાંપાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે?
ઉત્તર:
પશુપાલન અને મરઘાંપાલનની પ્રબંધન પ્રણાલીમાં નીચેની બાબતોમાં સમાનતા જોવા મળે છે?
- નિવાસ ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ, હવાઉજાસયુક્ત, જંતુ રહિત નિવાસસ્થાન જરૂરી છે.
- આહાર સારી ગુણવત્તાયુક્ત પ્રાણી-ઉત્પાદન માટે પશુઓ અને મરઘાંને સંતુલિત પોષણક્ષમ આહાર જરૂરી છે.
- સ્વાથ્યઃ ડેરી પશુઓ અને મરઘાને વાઈરસ, બૅક્ટરિયા, ફૂગ વગેરે રોગકારકો સામે રક્ષણ આપી સ્વાથ્ય જાળવણી જરૂરી છે.
પ્રશ્ન 3.
બ્રોઇલર અને ઇંડાં આપવાવાળી (લેયર) મરઘીઓમાં શું ભેદ હોય છે? તેમનાં પ્રબંધનના ભેદને પણ સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
માંસ-ઉત્પાદન માટેની બ્રોઇલર મરઘી કરતાં ઈંડાંઉત્પાદનવાળી લેયર મરઘી કદમાં નાની હોય છે.
બ્રોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો લેયરથી કેટલાક અંશે અલગ હોય છે.
Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 213]
પ્રશ્ન 1.
માછલીઓ કેવી રીતે મેળવાય છે?
ઉત્તર:
માછલીઓ બે રીતે મેળવાય છે:
- પ્રાકૃતિક સ્રોતમાંથી માછલી પકડીને અને
- મત્સ્ય-પાલન (માછલીનું સંવર્ધન) કરીને મેળવાય છે.
પ્રશ્ન 2.
મિશ્ર મત્સ્ય-સંવર્ધનના શું લાભ છે?
ઉત્તર:
મિશ્ર મત્સ્ય-સંવર્ધનના લાભઃ
- તળાવના પ્રત્યેક ૨ ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે.
- એકસાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતઓિનું સંવર્ધન કરી શકાય છે.
- આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે.
પ્રશ્ન 3.
મધ-ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયાં ઐચ્છિક લક્ષણો હોય છે?
ઉત્તર:
મધ-ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપૂડામાં લાંબા સમય સુધી રહેવું, મધ એકત્રિત કરવાની વધુ ક્ષમતા, ઓછા ડંખ મારે વગેરે ઐચ્છિક લક્ષણો હોય છે.
પ્રશ્ન 4.
ચરાણ (ચારાગાહ) શું છે અને તે મધ-ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે?
ઉત્તર: ચરાણ (ચારાગાહ) એ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે પ્રાપ્ત ફૂલો (પુષ્પો) છે. પુષ્પોની જાતો અને તેમાંથી પ્રાપ્ત ખોરાક (મધુરસ અને પરાગ) પર મધના સ્વાદ અને મધની ગુણવત્તા સંબંધિત છે.
GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Textbook Activities
પ્રવૃત્તિ 15.1 [ પા.પુ. પાના નં. 209].
પ્રશ્ન 1.
જુલાઈ અથવા ઑગસ્ટના મહિનામાં નીંદણથી અસરગ્રસ્ત ખેતરનું અવલોકન કરો. ખેતરમાં આવેલા નીંદણ અને કીટકોની એક યાદી બનાવો.
ઉત્તર:
નીંદણ | કીટકો |
1. ગાજરઘાસ (Parthenium) | 1. તીઠ (Grasshopper) |
2. યુફોર્નિયા હિરતા (Euphorbia hirta) | 2. ઊધઈ (Termits) |
3. રુએલિયા ટુબરોસા (Ruellia tuberosa) | 3. જંતુ (Moths) |
4. બોરહેવિયા ડિક્યુસા (Boerhavia diffusa) | 4. લોકસ્ટ (Locust) |
પ્રવૃત્તિ 15.2 [ પા.પુ. પાના નં. 209].
પ્રશ્ન 1.
અનાજ, કઠોળ અને તેલીબિયાંનાં બીજ એકત્રિત કરી હર્બોરિયમ બનાવો તેમજ તેઓને કઈ ઋતુ ઉગાડી શકાય અને કાપણી કરી શકાય તે જણાવો.
ઉત્તર:
પ્રવૃત્તિ 15.3 [પા.પુ. પાના નં. 210].
પ્રશ્ન 1.
પશુપાલન ક્ષેત્રની મુલાકાત લો અને નીચે આપેલ બાબતો નોંધો:
(1) પશુઓની સંખ્યા અને વિવિધ પ્રકારની જાતોની સંખ્યા નોંધો.
ઉત્તર
પશુઓની સંખ્યા: 68
(2) વિવિધ જાતો દ્વારા દરરોજ મેળવાતા દૂધની માત્રાની નોંધ કરો.
ઉત્તર
પ્રવૃત્તિ 15.4 [પા.પુ. પાના નં 211]
પ્રશ્ન 1.
મરઘાં પાલન કેન્દ્રમાં જાઓ ત્યાં વિવિધ પ્રકારની જાતોનું અવલોકન કરો.
ઉત્તરઃ
મરઘાં પાલન કેન્દ્રમાં એસીલ, પીલા, યાકુબ અને કાજલ દેશી જાતો તેમજ લેહૉર્ન વિદેશી જાત છે.
પ્રશ્ન 2.
તેઓને આપવામાં આવતો આહાર, તેઓના નિવાસ અને પ્રકાશની સુવિધાઓને નોંધો. ઈંડાં આપવાવાળી લેયર અને બ્રોઇલરને ઓળખો.
ઉત્તર:
તેમનો આહાર પ્રોટીન અને ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો તથા
વિટામિન A અને K ધરાવતો હોય છે.
તેમનું નિવાસ સ્વચ્છ, યોગ્ય પ્રકાશ ધરાવતું, હવાઉજાસયુક્ત અને ખુલ્લું હોય છે.
ઈંડાં મૂકનાર લેયરનું કદ નાનું હોય છે. જ્યારે બ્રોઇલર થોડું મોટું કદ ધરાવે છે.
પ્રવૃત્તિ 15.5 [પા.પુ. પાના નં. 213]
- માછલીઓના પ્રજનનકાળમાં મત્સ્ય-ખેતરની મુલાકાત લો અને નીચે લખેલાં સ્થાનોનું અવલોકન કરો.
- તળાવોના પ્રકાર
- ખેતર(ફાર્મ)માં પ્રયુક્ત આહારમાં આવેલાં તત્ત્વો
પ્રશ્ન 1.
જાણો કે ખેતરના મત્સ્ય-ઉત્પાદનની ક્ષમતા શું છે?
ઉત્તર:
ખેતરના મત્સ્ય-ઉત્પાદનની ક્ષમતા વધારે છે. મત્સ્ય-ખેતર સામાન્ય રીતે તળાવમાં મિશ્ર મત્સ્ય-સંવર્ધન પદ્ધતિથી કરવામાં આવે છે.
GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
તફાવત આપો:
પ્રશ્ન 1.
મિશ્રપાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ
ઉત્તર:
મિશ્રપાક પદ્ધતિ | આંતરપાક પદ્ધતિ |
1. બે કે બેથી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે. | 1. બે કે બેથી વધારે પાકને એકસાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે છે. |
2. એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા જીવંત રહે છે. | 2. બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. |
3. ઉદાહરણઃ ઘઉં-ચણા અથવા ઘઉં-રાઈ અથવા મગફળી સૂર્યમુખી | 3. ઉદાહરણઃ સોયાબીન-મકાઈ, બાજરી ચોળા |
4. જુદા જુદા પાકની અલગ હાર નથી હોતી. | 4. જુદા જુદા પાકની અલગ અલગ હાર હોય છે. |
પ્રશ્ન 2.
સેન્દ્રિય ખાતરો અને ખાતરો
ઉત્તર :
1. પ્રાણીઓ અને માનવીનાં મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને સેન્દ્રિય ખાતર કહે છે. | 1. ઔદ્યોગિક એકમોમાં રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે વ્યાપારિક ધોરણે ઉત્પાદિત કરવામાં આવતા ખાતરને ખાતર કહે છે. |
2. વનસ્પતિ પોષક તત્ત્વો અલ્પ પ્રમાણમાં હોય છે. | 2. વનસ્પતિ પોષક તત્ત્વ વધુ પ્રમાણમાં હોય છે. |
3. વનસ્પતિને ધીમે ધીમે અસર કરે છે. | 3. વનસ્પતિને જલદી અસર કરે છે. |
4. વધારે જથ્થામાં જમીનમાં ઉમેરવાં પડે છે. | 4. ઓછા જથ્થામાં જમીનમાં ઉમેરવાં પડે છે. |
5. તેનાથી પ્રદૂષણ થતું નથી. | 5. તેના ઉપયોગથી ભૂમિ અને જલ-પ્રદૂષણ થાય છે. |
પ્રશ્ન 3.
ગુરુ પોષક દ્રવ્યો અને લઘુ પોષક દ્રવ્યો
ઉત્તરઃ
ગુરુ પોષક દ્રવ્યો | લધુ પોષક દ્રવ્યો |
1. આ પોષક દ્રવ્યો વનસ્પતિને વધુ માત્રામાં જોઈએ છે. | 1. આ પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈએ છે. |
2. તેમની સંખ્યા 6 છે. | 2. તેમની સંખ્યા 7 છે. |
3. ઉદાહરણઃ નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટેશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, સલ્ફર | 3. ઉદાહરણ આયર્ન, ઝિંક, કૉપર, ક્લોરિન, મેંગેનીઝ, મોલિન્ડેનમ, બોરોન |
પ્રશ્ન 4.
લેયર અને બ્રોઇલર
ઉત્તરઃ
લેયર | બ્રોઈલર |
1. તે મુખ્યત્વે ઈંડાં મેળવવા ઉપયોગી છે. | 1. તે મુખ્યત્વે માંસ મેળવવાના હેતુ માટે ઉપયોગી છે. |
2. તેને વધુ પ્રોટીનયુક્ત આહાર જરૂરી છે. | 2. તેને પ્રોટીન- લિપિડની વધુ માત્રા સાથે વિટામિન A અને Aની પણ વધુ માત્રા ધરાવતો આહાર જરૂરી છે. |
3. તેમનું કદ બ્રોઇલરની સરખામણીએ નાનું હોય છે. | 3. તેમનું કદ લેયરની સરખામણીમાં મોટું હોય છે. |
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
વનસ્પતિના પોષણ માટે પોષક તત્ત્વો ખૂબ જ જરૂરી છે.
ઉત્તરઃ
- પોષક તત્ત્વો વનસ્પતિનો ખોરાક છે.
- વનસ્પતિ આ પોષક તત્ત્વો જમીન, હવા અને પાણીમાંથી મેળવે છે.
- આ પોષક તત્ત્વો સિવાય વનસ્પતિ પોતાની જીવનક્રિયાઓ પૂર્ણ કરી શકતી નથી.
- પોષક તત્ત્વો વનસ્પતિના વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે જરૂરી છે. તેથી વનસ્પતિના પોષણ માટે પોષક તત્ત્વો ખૂબ જ જરૂરી છે.
પ્રશ્ન 2.
સેન્દ્રિય ખાતરો ખેતીમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે.
ઉત્તરઃ
સેન્દ્રિય ખાતરો:
- જમીનને પોષક તત્ત્વોથી ફળદ્રુપ બનાવે છે.
- જમીનમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરે છે.
- જમીનની ભેજસંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે.
- કાળી જમીનની નિતારશક્તિ વધારે છે અને રેતાળ જમીનની જલસંગ્રહક્ષમતા વધારે છે.
- જમીનના જીવાણુઓ માટે ખોરાક પૂરો પાડે છે.
- જૈવિક કચરાનો ઉપયોગ થતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે. તેથી સેન્દ્રિય ખાતરો ખેતીમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
પ્રશ્ન 3.
ખેતરમાં પાક ઉગાડતાં પહેલાં લીલું જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે.
ઉત્તરઃ
- લીલું જૈવિક ખાતર એ એક પ્રકારનું સેન્દ્રિય ખાતર છે.
- કઠોળ વર્ગના પાકને ખેતરમાં વાવીને ફૂલ આવ્યા પહેલાં જમીનમાં દબાવી દેવામાં આવે છે.
- શણ, ગુવાર અને ચોળા જેવા કઠોળપાકો જમીનમાં વિઘટન પામીને સેન્દ્રિય પદાર્થ ઉમેરે છે. આથી ખેતરમાં વાવેલા પાકને પોષક તત્ત્વો સરળતાથી પ્રાપ્ત થાય છે.
- તેનાથી જમીન ફળદ્રુપ અને પોચી બને છે તથા નાઈટ્રોજન અને ફૉસ્ફરસથી પરિપૂર્ણ થાય છે. તેથી ખેતરમાં પાક ઉગાડતાં પહેલાં લીલું જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે.
પ્રશ્ન 4.
અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવો જોઈએ.
ઉત્તરઃ
- અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવાથી અનાજને બગડતું અટકાવી શકાય છે અને બીજા વર્ષે બિયારણ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.
- વર્ષ દરમિયાન અનાજનો પુરવઠો ઉપલબ્ધ રહે છે.
- કૃષિપેદાશની ભાવસમતુલા જળવાઈ રહે છે.
- અનાજના સંગ્રહ પહેલાં અનાજની સારી રીતે સફાઈ કરીને પ્રથમ સૂર્યપ્રકાશમાં અને પછી છાંયડામાં સુકવણી કરી, રસાયણયુક્ત ધુમાડાની સારવાર આપી લાંબો સમય જાળવણી કરી શકાય છે. તેથી અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવો જોઈએ.
પ્રશ્ન 5.
ખાતરોનો ઉપયોગ વિવેકપૂર્ણ અને જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ.
ઉત્તરઃ
- ખાતરોમાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેને ઓછા જથ્થામાં આપવામાં આવે છે.
- વધુ જથ્થામાં આપવામાં આવે તો તે પાકને વિપરીત અસર કરે છે, પાક બળી જાય છે.
- જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ ખાતરો આપવામાં આવે છે. તેમ કરવામાં ન આવે તો તે દાહક અસર પેદા કરે છે.
- આ ખાતરો વધારે જથ્થામાં વાપરવામાં આવે તો જમીનનું બંધારણ બગડે છે. તેથી ભૂમિની ફળદ્રુપતા ઘટે છે અને પાણી સાથે વહી જઈ જલ-પ્રદૂષણ કરે છે. આ કારણોને લીધે ખાતરોનો ઉપયોગ વિવેકપૂર્ણ અને જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ.
પ્રશ્ન 6.
મિશ્રપાક પદ્ધતિ કરતાં આંતરપાક પદ્ધતિ વધારે સારી છે.
ઉત્તરઃ
- આંતરપાક પદ્ધતિમાં મુખ્ય પાક અને ગૌણ પાક હારબંધ વાવવામાં આવે છે.
- જરૂર પ્રમાણે દરેક પાકને ખાતર આપી શકાય છે.
- દરેક પાકને અલગ અલગ જંતુનાશક દવાની સારવાર આપી શકાય છે.
- દરેક પાકની અલગ અલગ લણણી કરી શકાય છે. આ બધું મિશ્રપાક માટે શક્ય નથી. તેથી મિશ્રપાક પદ્ધતિ કરતાં આંતરપાક પદ્ધતિ વધારે સારી છે.
પ્રશ્ન 7.
પાકની ફેરબદલી કરવી જોઈએ.
ઉત્તરઃ
1. વર્ષોવર્ષ ખેતરની ભૂમિ પર એક જ પાક લેવાથી ભૂમિમાં પોષક તત્ત્વોની ઊણપ ઊભી થાય છે અને ભૂમિની ફળદ્રુપતા ઘટે છે.
2. ભૂમિની મૃદૂતા અને સિંચાઈની પ્રાપ્યતા આધારે વિવિધ પાકનું સંમિશ્રણ કરવા પાકની ફેરબદલી કરતાં ભૂમિની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને એક વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. આથી પાકની ફેરબદલી કરવી જોઈએ.
પ્રશ્ન 8.
પશુને કૃમિનાશક દવા આપવી જોઈએ.
ઉત્તરઃ
- કૃમિ એ અંતઃપરોપજીવીઓ છે.
- અંતઃપરોપજીવીઓ પશુના અંદરના ભાગો જઠર, આંતરડાં, યકૃતમાં રહે છે અને રોગ કરે છે.
- પશુને કૃમિથી થતા રોગોથી બચાવવા, કૃમિનો નાશ કરવા કૃમિનાશક દવા આપવી જોઈએ.
પ્રશ્ન 9.
મરઘાંપાલનમાં ખૂબ જ કાળજી રાખવી પડે છે.
ઉત્તરઃ
- મરઘાં-પાલનમાં આહાર, રહેઠાણ અને રોગોના નિયંત્રણ માટે વિશેષ કાળજી રાખવી પડે છે.
- મરઘાને મોકળાશવાળી જગ્યા જોઈએ છે.
- મરઘાને પ્રોટીનસભર ખોરાક જોઈએ છે.
- મરઘાને બૅરિયા, વાઇરસ, ફૂગ અને પરોપજીવીઓથી રોગો 3 થાય છે.
- મરઘાને પોષણની ખામીથી ત્રુટિજન્ય રોગો થાય છે. તેથી મરઘાંપાલનમાં ખૂબ જ કાળજી રાખવી પડે છે.
પ્રશ્ન 10.
આપણા દેશમાં મત્સ્ય-ઉછેર માટે પૂરતો અવકાશ છે.
ઉત્તરઃ
- આપણા દેશમાં 7500 કિલોમીટર લાંબો દરિયાકિનારો અને ખૂબ ઊંડો દરિયો છે.
- 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલૅન્ડ વૉટર છે.
- ખેડૂતો, સહકારી સંગઠનો અને સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય-ઉછેરની જાગૃતિ આવી છે. વૈજ્ઞાનિક પદ્ધતિએ મત્સ્ય-ઉછેરની તાલીમ મળે છે. આ બધાં કારણોથી મત્સ્યઉછેર માટે પૂરતો અવકાશ છે.
પ્રશ્ન 11.
સારું ઉત્પાદન મેળવવાં ખેતરોમાંથી નીંદણ દૂર કરવું જરૂરી છે.
ઉત્તરઃ
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 27ના ઉત્તરમાં નીંદણ નિયંત્રણની જરૂરિયાત.
પ્રશ્ન 12.
મિશ્ર મત્સ્ય-સંવર્ધનથી મત્સ્ય-સંવર્ધન વધારી શકાય છે.
ઉત્તરઃ
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 51નો ઉત્તર.
જોડકાં જોડો:
પ્રશ્ન 1.
વિભાગ માં આપેલાં પોષક તત્ત્વ અને વિભાગ IIમાં તેના સ્ત્રોતની યોગ્ય જોડ મેળવો:
વિભાગ I | વિભાગ II |
1. હાઇડ્રોજન | a. જમીન |
2. કાર્બન | b. વનસ્પતિ માટે જરૂરી નથી |
3. મોલિન્ડેનમ | C. પાણી |
4. સોડિયમ | d. હવા |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. હાઇડ્રોજન | C. પાણી |
2. કાર્બન | d. હવા |
3. મોલિન્ડેનમ | a. જમીન |
4. સોડિયમ | b. વનસ્પતિ માટે જરૂરી નથી |
પ્રશ્ન 2.
વિભાગ Iમાં આપેલાં આહારનાં નામ અને વિભાગ IIમાં તેમાંથી મળતાં મુખ્ય પોષક દ્રવ્યની યોગ્ય જોડ મેળવોઃ
વિભાગ 1 | વિભાગ II |
1. જુવાર, ચોખા | a. પ્રોટીન |
2. સોયાબીન, રાઈ | b. કાર્બોદિત |
3. મગ, મસૂર | c. વિટામિન |
4. શાકભાજી, ફળ | d. આવશ્યક તેલ |
ઉત્તરઃ
વિભાગ 1 | વિભાગ II |
1. જુવાર, ચોખા | b. કાર્બોદિત |
2. સોયાબીન, રાઈ | d. આવશ્યક તેલ |
3. મગ, મસૂર | a. પ્રોટીન |
4. શાકભાજી, ફળ | c. વિટામિન |
પ્રશ્ન 3.
વનસ્પતિઓ માટે પોષક દ્રવ્યોની લાક્ષણિકતા વિભાગ Iમાં અને વિભાગ IIમાં તેને અનુરૂપ પોષક દ્રવ્યોની સંખ્યાની જોડ મેળવોઃ
વિભાગ I | વિભાગ II |
1. આવશ્યક પોષક તત્ત્વો | a. 7 |
2. ભૂમિમાંથી પ્રાપ્ત પોષક તત્ત્વો | b. 6 |
3. ગુરુ પોષક તત્ત્વો | c. 13 |
4. લઘુ પોષક તત્ત્વો | d. 16 |
ઉત્તર:
વિભાગ I | વિભાગ II |
1. આવશ્યક પોષક તત્ત્વો | d. 16 |
2. ભૂમિમાંથી પ્રાપ્ત પોષક તત્ત્વો | c. 13 |
3. ગુરુ પોષક તત્ત્વો | b. 6 |
4. લઘુ પોષક તત્ત્વો | a. 7 |
પ્રશ્ન 4.
વિભાગ Iમાં પાક-સુધારણાની પદ્ધતિ અને વિભાગ IIમાં તેની રીતને યોગ્ય રીતે જોડોઃ
વિભાગ I | વિભાગ II |
1. અંતર્જાતીય સંકરણ | a. બે ભિન્ન જાતિ |
2. આંતરજાતીય સંકરણ | b. બે ભિન્ન જાતો વચ્ચે |
3. આંતરપ્રજાતીય સંકરણ | c. ઇચ્છિત જનીનોનું ઉમેરણ |
4. જનીનિક રૂપાંતરણ | d. બે ભિન્ન પ્રજાતિ વચ્ચે |
ઉત્તર:
વિભાગ I | વિભાગ II |
1. અંતર્જાતીય સંકરણ | b. બે ભિન્ન જાતો વચ્ચે |
2. આંતરજાતીય સંકરણ | a. બે ભિન્ન જાતિ |
3. આંતરપ્રજાતીય સંકરણ | d. બે ભિન્ન પ્રજાતિ વચ્ચે |
4. જનીનિક રૂપાંતરણ | c. ઇચ્છિત જનીનોનું ઉમેરણ |
પ્રશ્ન 5.
વિભાગ Iમાં આપેલી વનસ્પતિને વિભાગ IIમાં આપેલા તેના પ્રકાર સાથે યોગ્ય જોડ મેળવોઃ
વિભાગ I | વિભાગ II |
1. ગાડરિયું | a. ઘાસચારો |
2. બર્સમ | b. રવી પાક |
3. કપાસ | c. નીંદણ |
4. અળસી | d. ખરીફ પાક |
ઉત્તર:
વિભાગ I | વિભાગ II |
1. ગાડરિયું | c. નીંદણ |
2. બર્સમ | a. ઘાસચારો |
3. કપાસ | d. ખરીફ પાક |
4. અળસી | b. રવી પાક |
પ્રશ્ન 6.
વિભાગ Iમાં મિશ્ર મત્સ્ય-સંવર્ધનની માછલી અને વિભાગ IIમાં તળાવમાં તેમના આહાર મેળવવાનાં સ્થાનની યોગ્ય જોડ મેળવો:
વિભાગ I | વિભાગ II |
1. કેટલા | a. તળાવનો મધ્યવિસ્તાર |
2. રાહુ | b. પાણીની સપાટી |
3. મ્રિગલ | c. નીંદણનો આહાર |
4. ગ્રાસ કાર્ડ | d. તળાવના તળિયે |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. કેટલા | b. પાણીની સપાટી |
2. રાહુ | a. તળાવનો મધ્યવિસ્તાર |
3. મ્રિગલ | d. તળાવના તળિયે |
4. ગ્રાસ કાર્ડ | c. નીંદણનો આહાર |
પ્રશ્ન 7.
વિભાગ Iમાં મધમાખીનાં વૈજ્ઞાનિક નામ અને વિભાગ IIમાં તેમની લાક્ષણિકતા/મૂળ નિવાસની સાચી જોડ મેળવોઃ
વિભાગ I | વિભાગ II |
1. એપિસ સીરાના ઇન્ડિકા | a. ઇટાલિયન મધમાખી |
2. એપિસ ડોરસાટા | b. લિટલ મધમાખી |
3. એપિસ ફ્લોરી | c. પર્વતીય મધમાખી |
4. એપિસ મેલિફેરા | d. ભારતીય મધમાખી |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. એપિસ સીરાના ઇન્ડિકા | d. ભારતીય મધમાખી |
2. એપિસ ડોરસાટા | c. પર્વતીય મધમાખી |
3. એપિસ ફ્લોરી | b. લિટલ મધમાખી |
4. એપિસ મેલિફેરા | a. ઇટાલિયન મધમાખી |
પ્રસ્તાવના
પ્રશ્ન 1.
સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી, આપણા ખોરાકના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. ખોરાકથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષાર પ્રાપ્ત થાય છે. ખોરાકના આ બધા ઘટકો સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ માટે અગત્યના હોવાથી સજીવોમાં ખોરાકની જરૂરિયાત છે.
આપણા ખોરાકના સ્ત્રોત: વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા મોટા ભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે.
પ્રશ્ન 2.
પાક-ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો.
ઉત્તર:
ભારતની વસતિ એક બિલિયન(સો કરોડ)થી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ વધતી જતી વસતિ માટે એક બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન-ઉત્પાદનની જરૂરિયાત છે. આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર ખેતીવાડી કરવામાં આવે. ભારતમાં પહેલેથી ઘણાં બધાં સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિની પ્રાપ્યતા સંભવિત નથી.
આથી વસતિની ખોરાક જરૂરિયાતને સંતોષવા પ્રાપ્ત ભૂમિ પર પાક-ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે.
પ્રશ્ન 3.
ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો.
ઉત્તર:
ખેતી અને પશુપાલન માટે સંપોષણીય પ્રણાલીઓની આવશ્યકતાઃ ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નોમાં પાક-ઉત્પાદનમાં વધારો હરિયાળી ક્રાંતિ દ્વારા જ્યારે દૂધ-ઉત્પાદનમાં વધારો શ્વેતક્રાંતિ દ્વારા થયો.
પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્રોતોનો ઘણોખરો ઉપયોગ થયો અને પરિણામે આ સ્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી પર્યાવરણને સંતુલિત રાખતાં પરિબળોને નુક્સાન ન 3 થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. આ માટે ખેતી અને પશુપાલન માટે સંપોષણીય (નુકસાન ન કરે તેવી) પ્રણાલીઓ અપનાવવાની આવશ્યકતા છે.
વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ: સારા પોષણયુક્ત જીવનનિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિપ્રણાલીઓ અપનાવી; ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, પશુપાલન, મરઘાં-પાલન, મત્સ્યઉદ્યોગ, મધમાખી
ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ.
પ્રશ્ન 4.
આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો.
અથવા
ખોરાકના મુખ્ય પોષક ઘટકોનાં નામ આપી, તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો.
અથવા
આપણી પોષણ જરૂરિયાત માટે કયા કયા કૃષિપાકનું ઉત્પાદન વધારવું જરૂરી છે?
ઉત્તરઃ
ઊર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે. કાર્બોદિત, લિપિડ (ચરબી), પ્રોટીન (નત્રલ), વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનીજોના સ્ત્રોત નીચે દર્શાવેલી વિવિધ વનસ્પતિઓ છેઃ
ખોરાકના પોષક ઘટકો, | વનસ્પતિ સ્ત્રોત પર |
1. કાર્બોદિત ઘઉં, | ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવાં ધાન્યો |
2. પ્રોટીન | ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવાં કઠોળ |
3. આવશ્યક તેલ | સોયાબીન, મગફળી, તલ, એરંડા (દિવેલા), રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવાં તેલબીજ કે તેલીબિયાં |
આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને 3 ખનીજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે.
પશુપાલન માટે ઘાસસારો ખર્સોમ (Berseem / Trifolium alexandrinum L – Legumes), જવ (ઓટ) અને સુદાન ઘાસ સ્વરૂપમાં થાય છે.
પ્રશ્ન 5.
વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિનાં નામ અને તેની જરૂરિયાત જણાવી, કોઈ એક પરિબળ આધારે પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો.
ઉત્તર:
વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ : તાપમાન : અને પ્રકાશઅવધિ.
જરૂરિયાત: પાકને સારી રીતે વૃદ્ધિ પામવા અને જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી છે.
દા. ત., પ્રકાશઅવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાકનું નિર્માણ કરે છે.
પાકના પ્રકારઃ જુઓ પ્રકરણસારના મુદ્દા 3માં કૃષિપાકના પ્રકાર ખરીફ પાક અને રવી પાકની સમજૂતી.
પ્રશ્ન 6.
અન્ન-ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક-ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો.
ઉત્તર:
ભારતમાં 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25 %નો વધારો અને અન્નના ઉત્પાદનમાં ચાર ગણો વધારો થયો છે.
અન્ન-ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને ત્રણ ચરણમાં વહેંચવામાં આવી છે : પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઊગેલા પાકની સુરક્ષા અને કાપણી (લણણી) કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો.
પાક-ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ:
- પાકની જાતોમાં સુધારણા કરવી,
- પાક-ઉત્પાદનમાં સુધારણા કરવી અને
- પાક-સુરક્ષાનું પ્રબંધન કરવું.
પ્રશ્ન 7.
પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તે માટે પસંદગીના માપદંડ જણાવો. [2 ગુણ]
ઉત્તર:
પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ માટે પસંદ કરેલી પાકની જાતો પર પાકના સારા ઉત્પાદનનો આધાર છે.
સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડઃ
- રોગપ્રતિકારક ક્ષમતા વધારે,
- ખાતર પ્રત્યે પ્રતિચાર,
- નીપજની ગુણવત્તા ઊંચી અને
- ઉત્પાદન વધારે.
પ્રશ્ન 8.
પાક-સુધારણામાં સંકરણ સમજાવો.
અથવા
સંકરણના પ્રકારની માહિતી આપો.
અથવા
કૃષિપાકમાં જનીન બંધારણમાં સુધારો કરવાની પદ્ધતિઓ સમજાવો.
ઉત્તર:
પાક-સુધારણામાં પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતાં જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે.
સંકરણના પ્રકાર:
[નોંધઃ સંકરણની સમજૂતી કે સંકરણના પ્રકારમાં અહીં સુધી ઉત્તર લખવો.]
જનીનિક રૂપાંતરિત પાકો (Genetically Modified Crops- GMCs): સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. ઉદા., બીટી કપાસ, બીટી રીંગણ.
પ્રશ્ન 9.
નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે છે જણાવો. [2 ગુણ].
ઉત્તર:
નવી જાતો સ્વીકારવા માટેની આવશ્યકતાઃ
- પાકની નવી જાતો ભિન્ન ક્ષેત્રો(વિસ્તારો)ની ભિન્ન પરિસ્થિતિઓમાં સાર (વધુ), ઉત્પાદન આપી શકે.
- ખેડૂતોને સારી ગુણવત્તાવાળાં વિશિષ્ટ બીજ(બિયારણ)ની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે.
- બધાં બીજ એક જ જાતનાં હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે.
- જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઊગી શકે. દા. ત., સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઊગી શકે છે.
પ્રશ્ન 10.
ક્યા કારકો કે પરિબળો માટે જાત-સુધારણા કરવામાં આવે છે? સમજાવો.
અથવા
કૃષિપાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે? સમજાવો.
ઉત્તરઃ
કૃષિપાક જાતોમાં નીચેના કારકો (બાબતો) માટે જાતસુધારણા કરવામાં આવે છે
1. વધુ ઉત્પાદન એકરદીઠ કૃષિપાકની ઉત્પાદકતામાં વધારો કરવો.
2. ગુણવત્તામાં સુધારણા પ્રત્યેક પાકની ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દા. ત., ઘઉંમાં બૅકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયાંમાં તેલની ગુણવત્તા. જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે.
3. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા રોગો, કીટકો અને કૃમિઓ જેવી જૈવિક જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક-ઉત્પાદકતા ઘટી શકે છે. આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક-ઉત્પાદન સુધારી (વધારી) શકે છે.
4. પરિપક્વન સમયમાં ફેરફાર: બિયારણ વાવવાથી પાકની કાપણી (લણણી) સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દષ્ટિએ સારું ગણાય. ઓછા સમયગાળાને કારણે પાક-ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય છે તેમજ ખેડૂત પ્રતિવર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે. સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને ઓછું નુકસાન થાય છે.
5. વ્યાપક અનુકુળતાઃ વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો | વિકાસ કરવાથી, આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક-ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે.
6. ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઃ ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે. કારણ કે, તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યક્તા રહે છે. આથી ઇચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસતી જાતો વધુ ઉત્પાદકતામાં મદદ કરે છે.
[નોંધઃ કોઈ પણ ચાર મુદ્દાની સમજૂતી લખવી.]
પ્રશ્ન 11.
ટૂંક નોંધ લખો પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન [2 ગુણ
ઉત્તર:
અન્ય ખેતીપ્રધાન દેશોની સરખામણીમાં ભારતમાં નાનાં નાનાં ખેતરોથી મોટાં ખેતરો સુધી ખેતી થાય છે. આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચના અને તકનિકીની પ્રાપ્યતા ઓછી અથવા વધુ હોય છે. આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતીપ્રણાલીઓ અને તકનિકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
વધુ રોકાણ / યોગદાન અને પાક-ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. આમ, ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા એ પાકના તંત્ર અને ઉત્પાદનપ્રણાલીઓનું નિર્ધારણ કરે છે.
પ્રશ્ન 12.
વનસ્પતિનાં પોષક તત્ત્વો સમજાવો.
ઉત્તરઃ
પોષક તત્ત્વોની આવશ્યકતાઃ વનસ્પતિઓને વૃદ્ધિ, વિકાસ , અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્ત્વોની આવશ્યકતા હોય છે.
પોષક તત્ત્વોની પ્રાપ્તિ વનસ્પતિઓને ત્રણ સ્રોત – હવા, પાણી , અને ભૂમિમાંથી પોષક તત્ત્વોની પ્રાપ્તિ થાય છે.
આવશ્યક પોષક તત્ત્વોની સંખ્યાઃ 16
આ પરથી સ્પષ્ટ થાય છે કે, વનસ્પતિને ભૂમિમાંથી 13, 5 પાણીમાંથી 1 અને હવામાંથી 2 આવશ્યક તત્ત્વો મળે છે.
ભૂમિમાંથી પ્રાપ્ત 18 પોષક તત્ત્વો પૈકી 6 તત્ત્વો વધારે માત્રામાં જોઈએ છે. તેથી તેઓ બૃહદ્ (મુખ્ય / ગુરુ) પોષક તત્ત્વો કહે છે. બાકીનાં 7 તત્ત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોવાથી તેઓને સૂક્ષ્મ (ગૌણ / લઘુ) પોષક તત્ત્વો કહે છે.
પોષક તત્ત્વોની ઉણપ: પોષક તત્ત્વોની ઊણપને કારણે વનસ્પતિઓની પ્રજનન, વૃદ્ધિ અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર અસર થાય છે.
ખાતરની આવશ્યકતા: વધારે પાક-ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણિયું ખાતર અને ખાતરની આવશ્યકતા હોય છે.
પ્રશ્ન 13.
ટૂંક નોંધ લખો સેન્દ્રિય ખાતર
ઉત્તરઃ
સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે.
સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે
- કમ્પોસ્ટ અને
- લીલું જૈવિક ખાતર એમ બે વર્ગો પાડવામાં આવ્યા છે.
સેન્દ્રિય ખાતરના લાભઃ
- તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે.
- તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીનની જલસંગ્રહક્ષમતા વધારે છે.
- ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે. તેથી પાણી એકત્રિત થતું અટકે છે.
- સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતાં પર્યાવરણને થતું નુકસાન પ્રદૂષણ ઘટે છે.
ગેરલાભઃ તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે.
પ્રશ્ન 14.
સેન્દ્રિય ખાતરના પ્રકાર સમજાવો.
અથવા
સેન્દ્રિય ખાતરના વર્ગો શાના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવી, તેના વર્ગો સમજાવો.
ઉત્તરઃ
સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે તેના બે વર્ગ | પ્રકાર પાડવામાં આવ્યા છે:
1. કમ્પોસ્ટ અને વર્મિકમ્પોસ્ટઃ પશુઓના મળમૂત્ર (છાણ), પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો, નીંદણ, ફેકેલી સ્ટ્રો, સુએઝ કચરો વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહે છે.
વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોના અળસિયાં દ્વારા વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મિકમ્પોસ્ટ કહે છે.
વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે.
2. લીલું જૈવિક ખાતર પાક ઉગાડતાં પહેલાં ખેતરોમાં શણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિઓ પર પુષ્પ બેસે તે પહેલાં તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે.
ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4-6 અઠવાડિયામાં વિઘટન પામી લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે.
લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફૉસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ છે.
(નોંધઃ કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર સ્વતંત્ર રીતે 2 ગુણના પ્રશ્ન ટૂંક નોંધ તરીકે પૂછી શકાય.)
પ્રશ્ન 15.
ખાતર / રાસાયણિક ખાતર શું છે? તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો.
ઉત્તરઃ
ખાતરી રાસાયણિક ખાતર વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિનાં પોષક દ્રવ્ય છે.
લાભઃ
- તે વનસ્પતિને નાઈટ્રોજન, ફૉસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ (પણે, શાખાઓ) અને. પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે.
- તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
આમ, તેના દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે.
ગેરલાભઃ
- તે આર્થિક રીતે મોંઘા છે.
- વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી.
- તેનાથી જલ-પ્રદૂષણ થાય છે.
- તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે.
- તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અળસિયાં જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાય છે.
આમ, ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ. તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા, યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને ધ્યાનમાં લેવી જરૂરી છે.
પ્રશ્ન 16.
ટૂંક નોંધ લખો કાર્બનિક ખેતી 12 ગુણ)
ઉત્તર:
રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિ છે.
કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાથ(વનસ્પતિ કચરો અને પશુધનનો કચરો)નું પુનઃચક્રીયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત, જૈવિક પરિબળો જેવાં કે નીલહરિત લીલનું સંવર્ધન, અળસિયાંનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક બૅક્ટરિયાનું સંવર્ધન કરી તેનો જૈવિક ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે.
જૈવ કીટનાશકોના સ્વરૂપમાં લીમડાનાં પર્ણો અને હળદરનો ખાદ્યસંગ્રહમાં ઉપયોગ થાય છે.
કાર્બનિક ખેતી જેવા સ્ત્રોત આધારિત ખેતી છે.
પ્રશ્ન 17.
આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્ત્વ ધરાવે છે તે જણાવો.
ઉત્તર:
ભારતમાં મોટા ભાગની કૃષિ વરસાદ પર આધારિત છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં સમયસર વર્ષાઋતુ આવવા પર અને વૃદ્ધિ સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન આધારિત છે. આથી ઓછો વરસાદ થવાથી પાક ઉત્પાદન ઘટી જાય છે.
વરસાદની અનિયમિતતા, અનાવૃષ્ટિથી શુષ્કતા સ્થિતિમાં તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક-ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત, ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા શિયાળાની ઋતુમાં ઉગાડાતા રવી પાકના પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ મહત્ત્વ ધરાવે છે.
પ્રશ્ન 18.
નિમ્ન કક્ષાની ભૂમિ એટલે શું? કૃષિપાક માટે – અનાવૃષ્ટિની સ્થિતિમાં કેવી પાક-જાતો ઉગાડવી જોઈએ? [2 ગુણ)
ઉત્તર:
નિમ્ન કક્ષાની ભૂમિ એટલે ભૂમિમાં પાણીનો સંગ્રહ કરવાની (જલસંગ્રહ) ક્ષમતા ઓછી હોય.
માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો જ્યાં ખેડૂતો પાકઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી, તેવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે. ત્યાં અનાવૃષ્ટિથી પાકને વધુ નુકસાન થાય છે.
અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી પાકની જાતો આવી નિમ્ન કક્ષાની ભૂમિમાં ઉગાડવી જોઈએ.
પ્રશ્ન 19.
ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની — રીતો સમજાવો.
અથવા
સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત સમજાવો.
ઉત્તરઃ
સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત:
1.
આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણી કાઢવામાં, આવે છે.
2. નહેરોઃ નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખા-ઉપશાખાઓમાં થઈ અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે.
3. નદીના પાણીને ઊંચકવાની પ્રણાલી / તંત્રો (River Lift systems-RLS) જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર (પ્રણાલી) વધારે ઉપયોગી છે. નદીકિનારે આવેલાં ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે.
4. તળાવોઃ નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાનાં જળાશયોમાં કરવામાં આવે છે. અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે.
આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી ભૂમિ-ધોવાણ ઓછું કરવામાં આવે છે. નાના બંધમાં સંગૃહીત પાણીથી ભૂમિજળમાં વધારો થાય છે.
પ્રશ્ન 20.
ટૂંક નોંધ લખો:
(1) મિશ્ર પાક-ઉછેર
ઉત્તર: એક જ ખેતરમાં એકસાથે બે અથવા બેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક-ઉછેર કહે છે.
ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલા પાકોના મિશ્રણનો ઉપયોગ મિશ્ર પાક-ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે છે:
- ઘઉં + ચણા
- મગફળી + સૂર્યમુખી
- કપાસ + મગ
- મકાઈ + અડદ
- ઘઉં + રાઈ
- બાજરી + તુવેર
લાભ: આ ઉછેર રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. કારણ કે, એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગ્રત રહે છે.
(2) આંતરપાક-ઉછેર પદ્ધતિ
ઉત્તર:
એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બેથી વધારે પાકને એકસાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક-ઉછેર પદ્ધતિ કહે છે.
કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેની એકાંતરે આવેલી બીજી હરોળ(ચાસ)માં બીજો પાક ઉગાડવામાં આવે છે.
ઉદાહરણઃ
- સોયાબીન – મકાઈ અને
- બાજરી – ચોળા.
આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓનાં પોષક દ્રવ્યોની આવશ્યકતાઓ ભિન્ન હોય. તેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થાય અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય.
લાભઃ
- બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે.
- એક પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતા રોકી શકાય છે.
(3) પાકની ફેરબદલી
ઉત્તર:
પૂર્વઆયોજન કાર્યક્રમ અનુસાર એક ખેતરમાં ક્રમવાર વિવિધ પાક ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે.
પાકની ફેરબદલી પરિપક્વન સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે અપનાવવામાં આવે છે.
પાકની ફેરબદલીનો પ્રકાર | ફેરબદલીમાં લેવાતા મુખ્ય પાકો |
1. વર્ષ માટે ફેરબદલી | 1. મકાઈ – રાઈ 2. ડાંગર- ઘઉં |
2 વર્ષ માટે ફેરબદલી | 1. મકાઈ – રાઈ – શેરડી – મેથી 2. મકાઈ- બટાટા – વટાણા |
3 વર્ષ માટે ફેરબદલી | 1. ડાંગર- ઘઉં – મગ – રાઈ – શેરડી
2. કપાસ- જવ – શેરડી – વટાણા – મકાઈ – ઘઉં |
નોંધ: કોષ્ટક ફક્ત જાણકારી માટે છે.
સામાન્ય રીતે એક પાક મેળવ્યા પછી વાવવા માટે બીજા પાકની પસંદગી ભેજ અને સિંચાઈ સુવિધાની પ્રાપ્યતા પર નક્કી કરાય છે.
જો પાક-ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે, તો એક વર્ષમાં બે કરતાં વધારે પાક ઉગાડી શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે.
પ્રશ્ન 21.
નીંદણ એટલે શું? નીંદણનાં ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો.
ઉત્તર:
નીંદણ એટલે કૃષિ-ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે . ઊગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ.
નીંદણનાં ઉદાહરણઃ ગાડરિયું (ઝેન્થિયમ), ગાજરઘાસ (પાર્શેનિયમ), મોથા (સાયપેરિનસ રોટુન્ડસ).
નીંદણ નિયંત્રણની જરૂરિયાતઃ કૃષિ-ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્ત્વો માટે સ્પર્ધા કરે છે. તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઊપજ માટે નીંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ.
નીંદણ નિયંત્રણની રીતો:
- તૃણનાશક (નીંદણનાશક) રસાયણનો છે છંટકાવ કરવો.
- યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવું (હાથેથી ચૂંટીને),
- સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાસ (ક્યારીઓ) તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 22.
કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે? તેનું નિયંત્રણ સમજાવો. 13 ગુણ].
ઉત્તર:
કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છેઃ
- મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે.
- તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે.
- તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે.
કીટક નિયંત્રણ:
1. કીટનાશક રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે. અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો સર્જે છે અને આ રસાયણો પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે.
2. કીટ-પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે.
3. ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે.
પ્રશ્ન 23.
પાક-ઉત્પાદનને નુકસાન કરતાં પરિબળો અને તેનાથી શું નુકસાન થાય છે તે જણાવો. [2 ગુણો
ઉત્તર:
પાક-ઉત્પાદનને વિવિધ પરિબળો (ઘટકો) દ્વારા નુકસાન થઈ શકે છે.
જૈવિક પરિબળો (ઘટકો): કીટકો, ખોતરીને ખાનારા (ઉંદર), પક્ષીઓ, ફૂગ, ઇતરડીઓ અને જીવાણુઓ.
અજૈવિક પરિબળો (ઘટકો): ભેજ અને તાપમાન.
આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણક્ષમતા, નીપજનો રંગ દૂર થવો વગેરે કારણોથી ઉત્પાદનની બજારકિંમત ઘટે છે. આ વિવિધ નુકસાન થાય છે.
પ્રશ્ન 24.
અનાજ સંગ્રહ કરતાં પહેલાં કઈ બાબતો જરૂરી છે?
ઉત્તરઃ
અનાજ સંગ્રહ કરતાં પહેલાં નુકસાનકારક જૈવિક અને અજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર જરૂરી છે.
આ માટે સંગ્રહ કરતાં પહેલાં નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં,
- સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને પહેલાં સૂર્યપ્રકાશમાં અને પછી છાંયડામાં સારી રીતે સૂકવવામાં આવે છે.
- ત્યારબાદ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરતાં જંતુઓ મરી જાય છે. આ પદ્ધતિઓ દ્વારા અનાજનો સુરક્ષિત સંગ્રહ થાય છે.
પ્રશ્ન 25.
પશુપાલન કોને કહે છે? તેના અંતર્ગત કયાં કાર્યો છે? પશુધનમાં સુધારણાની આવશ્યકતા શા માટે છે?
ઉત્તર:
પશુપાલન પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે.
પશુપાલન અંતર્ગત કાર્યો: પશુપાલનમાં દુધાળાં ઢોર, બકરી, ઘેટાં, મરઘાં અને મત્સ્ય-ઉછેરનો સમાવેશ થાય છે. આથી પશુઓને ખોરાક આપવો, પશુઓના પ્રજનન અને રોગો પર નિયંત્રણ રાખવું.
પશુધનમાં સુધારણાની આવશ્યકતાઃ વસતિવધારા અને 3 રહેણીકરણીમાં સુધારાના કારણે દૂધ, ઈંડાં અને માંસની માંગ વધી રહી છે. તેને સંતોષવા પશુધનના ઉત્પાદનમાં વધારો જરૂરી છે. તેથી તેમાં સુધારણાની આવશ્યકતા છે.
પ્રશ્ન 26.
પશુધન ખેતીના હેતુ જણાવી, ભારતીય પશુધનની મુખ્ય જાતિઓનાં નામ લખો. [2 ગુણ
ઉત્તર:
પશુધન ખેતીના હેતુઃ
- દૂધ-ઉત્પાદન તથા
- હળ ચલાવવું, સિંચાઈ અને ભારવહન જેવાં ખેતીવાડીનાં કામો માટે.
ભારતીય પશુધનની મુખ્ય જાતિઓનાં નામઃ
- બૉસ ઇન્ડિક્સ (ગાય) અને
- બૉસ બુબેલિસ (ભેસ).
પ્રશ્ન 27.
દુધાળાં પશુઓ એટલે શું? તેમની વિદેશી અને દેશી જાતોનાં નામ અને લક્ષણો આપી, કેવી રીતે જાત-સુધારણા થાય તે જણાવો. [3 ગુણ].
ઉત્તર:
દુધાળા પશુઓ એટલે દૂધ આપનાર માદા પશુઓ.
બચ્ચાંના જન્મ પછી દૂધ-ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય રે છે અને દુગ્ધસવણ એક મર્યાદા સુધી ચાલુ રહે છે.
દુધાળા પશુઓની જાત-સુધારણા: લાંબો દુગ્ધસવણ કાળ ધરાવતી વિદેશી જાત અને વધારે રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતી દેશી જાતના અનુક્રમે માદા અને નર વચ્ચે સંકરણ દ્વારા સંકરસંતતિ પ્રાપ્ત થાય છે, જેમાં બંને પિતૃનાં ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન 28.
પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાથ્ય માટે સફાઈ અને નિવાસસ્થાનની માહિતી આપો. [2 ગુણ]
ઉત્તર:
પશુપાલનમાં દુધાળા પશુઓનું સ્વાથ્ય વધુ દૂધ ઉત્પાદન માટે જરૂરી છે. તે માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસસ્થાનની આવશ્યકતા રહેલી છે.
શરીર-સફાઈ: પશુના શરીર પરથી ખરેલા વાળ અને શરીર પરની ધૂળ દૂર કરવા માટે નિયમિત રીતે પશુની બ્રશથી સફાઈ કરવી જોઈએ. તેમનાં મોં-જડબાં મીઠું ઘસીને સાફ કરવા જોઈએ.
નિવાસસ્થાન (ગમાણ):
- ભોંયતળિયું પાકું અને ઢોળાવવાળું હોવું જોઈએ. આથી નિવાસસ્થાન સ્વચ્છ અને સૂકું રહે.
- નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવરજવરયુક્ત હોવું જોઈએ. જેથી પશુઓને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળી શકે.
પ્રશ્ન 29.
ડેરી પશુનો આહાર સમજાવો.
અથવા
દુધાળાં પશુને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ?
ઉત્તર:
ડેરી પશુ(દુધાળા પશુ)ને બે પ્રકારના આહારની જરૂર રહે છેઃ
- સારું સ્વાસ્થ જાળવી રાખતો આહાર અને
- દૂધ-ઉત્પાદન વધારતો આહાર.
પશુના સંતુલિત આહારમાં યોગ્ય માત્રામાં આવશ્યક ગુરુ પોષક – તત્ત્વો અને લઘુ પોષક તત્ત્વો (સૂક્ષ્મ પોષક તત્ત્વો) ભેળવવામાં આવે છે.
સંતુલિત આહાર દુધાળા પશુઓને સ્વસ્થ રાખે છે અને દૂધ- ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે છે.
પ્રશ્ન 30.
ટૂંક નોંધ લખો: પશુરોગો
ઉત્તર:
પશુઓ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે છે.
સંસર્ગજન્ય રોગ બૅક્ટરિયા અને વાઇરસથી થાય છે.
અસરો: પશુઓ નિયમિત રીતે ખાઈ શકતા નથી. સારી રીતે બેસી કે ઊભા થઈ શકતા નથી. તેમની દૂધ-ઉત્પાદનક્ષમતામાં ઊણપ આવે છે કે ક્યારેક તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે.
બચાવઃ વાઇરસ અને જીવાણુથી થતા રોગોથી પશુઓને બચાવવા માટે રોગ વિરોધક રસીઓ અપાવવી જોઈએ.
પ્રશ્ન 31.
મરઘાં -પાલન શા માટે કરવામાં આવે છે? તે માટેની જાતોનાં નામ અને નવી જાતોનો વિકાસ કેવી રીતે કરવામાં આવે છે તે જણાવો.
ઉત્તર:
મરઘાંપાલન ઇંડાં તેમજ મરઘાંના માંસનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે.
ઈંડાં માટે ઈંડાં આપનારી લેયર મરઘી અને માંસ માટે બ્રોઇલર મરઘીની જાતો પાળવામાં આવે છે.
નવી જાતોના વિકાસ માટે દેશી એસીલ (Assel) જાત અને વિદેશી લેહૉર્ન (Leghorn) જાતનું સંકરણ કરાવવામાં આવે છે. મરઘાંપાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીની જાતનો વિકાસ કરવામાં આવે છે.
પ્રશ્ન 32.
કયાં લક્ષણો માટે નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે?
કોની વચ્ચે સંકરણ કરાવી મરઘાંની નવી જાતનો વિકાસ કરવામાં આવે છે અને તે કયાં લક્ષણો માટે?
ઉત્તર:
દેશી એસીલ અને વિદેશી લેહૉર્ન જાત વચ્ચે સંકરણ કરાવી નવી જાતનો વિકાસ કરવામાં આવે છે.
નવી જાતોનો વિકાસ નીચેનાં લક્ષણો માટે કરવામાં આવે છે:
- મરઘાંનાં બચ્ચાંની સંખ્યા અને ગુણવત્તા વધારવા
- નાના કદના બ્રોઇલર માતા-પિતા દ્વારા તેમનાં બચ્ચાઓનું વ્યાવસાયિક ઉત્પાદન હેતુ
- ગરમીથી અનુકૂલનક્ષમતા | ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા
- સારસંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત
- ખેતીના ઉપયોગી ઉત્પાદન સાથે આડપેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહારનો ઉપયોગ ઈંડાં મૂકનારાં પક્ષીનું કદ ઘટાડે છે.
પ્રશ્ન 33.
શાના પ્રયોજન માટે બ્રોઇલરના રૂપમાં ઉછેર કરવામાં આવે છે? તેમના ઉછેરમાં કઈ સાવચેતી રાખવી પડે છે? [2 ગુણ]
ઉત્તર:
માંસના પ્રયોજન માટે બ્રોઇલરના રૂપમાં ઉછેર કરવામાં આવે છે.
બ્રોઇલરનાં બચ્ચાઓના સારા વૃદ્ધિદર અને સારી આહારદક્ષતા માટે વિટામિનથી ભરપૂર આહાર, મૃત્યુદર ઓછો રાખવો, પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટેની સાવચેતી તેમના ઉછેરમાં રાખવી પડે છે.
પ્રશ્ન 34.
સમજાવો: મરઘાંપાલનમાં નિવાસ, આહાર અને રોગોનાં નિયંત્રણ પર વિશેષ કાળજી રાખવી પડે છે.
અથવા
મરઘાં-પાલનમાં સારું ઉત્પાદન મેળવવા કઈ પ્રબંધન પ્રણાલી જરૂરી છે?
અથવા
મરઘાં પાલનમાં રાખવી જોઈતી સારસંભાળ વિશે નોંધ લખો.
ઉત્તર:
મરઘાં પાલન કરનારે નીચેની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે:
1. નિવાસ: મરવાના નિવાસની સ્વચ્છતા અને સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. નિવાસ પૂરતી મોકળાશ ધરાવતું અને યોગ્ય તાપમાન મળી રહે તેવું હોવું જોઈએ.
2. આહાર ઈંડાં મૂકનાર મરઘી અને માંસ ઉત્પાદન માટેની મરઘીની આહારજરૂરિયાત અલગ અલગ હોવાથી તે મુજબનું આયોજન જરૂરી બને છે. આ માટે પ્રોટીન તથા ચરબી વધારે પ્રમાણમાં અને વિટામિન A, Kની વધારે માત્રા ધરાવતો ખોરાક આપવો જરૂરી છે.
3. રોગ-નિયંત્રણ મરઘાંને બૅક્ટરિયા (જીવાણુ), વાઇરસ (વિષાણુ), ફૂગ અને પરોપજીવીઓથી તેમજ આહારત્રુટિથી રોગો થાય છે. મરઘાં -પાલન કરનારે રોગો સામે સાવધાની રાખવી જરૂરી છે. આ માટે સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે નિયમિત રીતે રોગાણુનાશ કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જરૂરી છે. રોગોના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાંના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય છે.
પ્રશ્ન 35.
ટૂંક નોંધ લખોઃ મત્સ્ય-ઉત્પાદન [2 ગુણ)
ઉત્તરઃ
મત્સ્ય (માછલી) જલીય પ્રાણી તરીકે આહારનો એક સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત છે.
મસ્ય-ઉત્પાદનમાં મીનપક્ષોયુક્ત માછલીઓ (સાચી માછલીઓ) તેમજ કવચીય માછલીઓ (પ્રાણીઓ) જિંગા અને મૃદુકાયનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 36.
ટૂંક નોંધ લખોઃ દરિયાઈ મત્સ્ય-ઉછેર
ઉત્તર:
ભારતમાં દરિયાઈ મત્સ્ય-સ્રોત માટે પૂરતો અવકાશ છે. આપણા દરિયાઈ મત્સ્ય-સ્ત્રોત માટે 7500 કિલોમીટર લાંબો દરિયાકિનારો અને ખૂબ ઊંડો દરિયો છે. અરબ સાગર, બંગાળની ખાડી, ખંભાતનો અખાત વગેરે દરિયાઈ મત્સ્ય મેળવવાના મહત્ત્વના સ્ત્રોત છે.
સૌથી વધારે પ્રચલિત ઉપયોગમાં લેવાતી દરિયાઈ મત્સ્ય પૉસ્કેટ, મેકરલ, ટુના, સારડીન, બૉમ્બે ડક છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે બૉમ્બે ડક અને પૉફ્ટ મોટા જથ્થામાં મળી આવે છે.
દરિયાઈ નીંદણ સાથે સમુદ્રના ચોક્કસ પસંદ કરાયેલા વિસ્તારમાં આર્થિક મહત્ત્વ ધરાવતી સમુદ્રી માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે.
મોતીઓ પ્રાપ્ત કરવા માટે મોતી છીપ(ઑઇસ્ટર)નું સંવર્ધન કરવામાં આવે છે.
દરિયાઈ મલ્યના અમર્યાદિત ઉપયોગને કારણે ભવિષ્યમાં દરિયાઈ મસ્યભંડાર ઓછા થતા જવાની સ્થિતિમાં દરિયાઈ મત્સ્ય-સંવર્ધન પ્રણાલી દ્વારા તેમની પૂર્તિ થઈ શકે છે.
પ્રશ્ન 37.
અંતઃસ્થલીય મત્સ્ય-ઉછેર માટે ક્યાં સ્થાનો ઉપલબ્ધ છે તે જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો: ઇનલૅન્ડ ફિશરિસ
ઉત્તર:
અંતઃસ્થલીય મત્સ્ય-ઉછેર માટે મીઠા જળના સ્ત્રોત નહેરો, તળાવો, સરોવરો, પાણી સંગ્રહાલયો, નદીઓ વગેરે સ્થાનો ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, બ્રેકિસ (Brackish) જળ(ખારા જળ)માં મુખ્યત્વે એમ્યુરિસ (Estuaries- નદીનો મુખભાગ જેમાં દરિયાની ભરતીથી પાણી મિશ્ર થયેલું હોય છે), લગૂન (દરિયાકિનારે છૂટું પડેલ છીછરું ખારા પાણીનું સરોવર) અને મેન્ગવ જંગલ.
મીઠા જળ અને વહેતા જળ(બ્રેકિસ-Brackish)ના મત્સ્યઉદ્યોગને અંતઃસ્થલીય મત્સ્ય-ઉછેર કે ઇનલૅન્ડ ફિશરિસ કહે છે.
મત્સ્ય-સંવર્ધન ક્યારેક ડાંગરના પાકની સાથે થાય છે.
અંતઃસ્થલીય જલ-સ્થાનોએ માછલી પકડવામાં આવે છે, પરંતુ ઉત્પાદન વધારે હોતું નથી. આ સ્ત્રોતો પર મોટા ભાગે મત્સ્ય-ઉત્પાદન જલસંવર્ધન (Aquaculture) દ્વારા જ થાય છે.
પ્રશ્ન 38.
મિશ્ર મત્સ્ય-સંવર્ધન પદ્ધતિ સમજાવો. [3 ગુણ]
અથવા
સંયુક્ત મત્સ્ય કલ્ચર વિશે નોંધ લખો.
ઉત્તર:
મિશ્ર મત્સ્ય-સંવર્ધન પદ્ધતિથી વધુ મત્સ્ય-સંવર્ધન કરી શકાય છે. મિશ્ર કે સંયુક્ત મત્સ્ય-સંવર્ધનમાં દેશી અને આયાતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉછેર પદ્ધતિમાં એક જ તળાવમાં માછલીઓની 5 અથવા 6 જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન કરતી હોય અથવા જુદો જુદો આહાર હોય તેવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. આના પરિણામરૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે.
દા. ત., કટલા મત્સ્ય તળાવની સપાટીના વિસ્તારમાંથી, રોહુ તળાવના પાણીના મધ્યવિસ્તારમાંથી, જ્યારે બ્રિગલ અને કૉમન કાર્પ તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે. ગ્રાસ કાર્પ નીંદામણનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આ બધી મત્સ્ય એકબીજા સાથે કોઈ પણ જાતની સ્પર્ધા કર્યા વગર આહાર મેળવતી હોવાથી તળાવમાં મત્સ્યનું પ્રમાણ વધે છે.
પ્રશ્ન 39.
મિશ્ર મત્સ્ય-સંવર્ધનની સમસ્યા અને તેનું સમાધાન/હલ સમજાવો.
ઉત્તર:
મિશ્ર મત્સ્ય-સંવર્ધનની સમસ્યા મિશ્ર મત્સ્ય-સંવર્ધનમાં રે પસંદ કરતી માછલીઓ પૈકી કેટલીક માત્ર વર્ષાઋતુમાં જ પ્રજનન કરે છે. મત્સ-સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડિબ્બો પ્રાપ્ય ન હોવા 3 એ એક ગંભીર સમસ્યા છે. કારણ કે, દેશી જાત માટે મત્સ્ય ડિમ્ભ લેવામાં આવે, તો તે અન્ય જાતિના ડિલ્મો સાથે ભળી જઈ શકે છે.
સમસ્યાનો હલ કે સમાધાનઃ તળાવમાં અંતઃસ્ત્રાવના ઉપયોગ 3 દ્વારા માછલીઓનું સંવર્ધન કરવામાં આવે ત્યારે શુદ્ધ માછલીના ડિમ્ભ ઇચ્છિત પ્રમાણમાં મળી શકે છે.
પ્રશ્ન 40.
ટૂંક નોંધ લખો : મધમાખી ઉછેર
ઉત્તર:
મધમાખી-ઉછેર કે મધુમક્ષિકા-પાલન ઉદ્યોગને ખેડૂતોએ ખેતીઉદ્યોગ તરીકે અપનાવ્યો છે. આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના મધપૂડા મીણનો ખૂબ સારો સ્ત્રોત છે. મીણનો ઉપયોગ ઓષધ તૈયાર કરવા માટે થાય છે. આથી મધમાખી-ઉછેર ખેડૂતો માટે ઓછા રોકાણ વધારાની આવક મેળવવાનો સ્ત્રોત છે.
વ્યાવસાયિક રીતે મધ-ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતિઓ નીચે મુજબ છે :
- એપિસ સીરાના ઇન્ડિકા (Apis cerana indica). (સામાન્ય ભારતીય મધમાખી)
- એપિસ ડોરસાટા (Apis dorsata) (પર્વતીય મધમાખી)
- એપિસ ફ્લોરી (Apts florae) (લિટલ મધમાખી)
ઇટાલિયન મધમાખીની જાત એપિસ મેલિફેરા(Apts mellifera)માંથી પણ વધુ મધ [50થી 200 kg/year] મેળવવામાં આવે છે.
વ્યાવસાયિક મધ-ઉત્પાદનમાં ઇટાલીની મધમાખીનો સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. તેઓ ડંખ ઓછા મારે છે. તેઓના નિર્ધારિત મધપૂડામાં ઘણા સમય સુધી રહે છે. પ્રજનન તીવ્રતાથી કરે છે, તેમજ તેમની મધ એકત્રિત કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે.
વ્યાવસાયિક મધ-ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે.
દેતુલક્ષી પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપોઃ
પ્રશ્ન 1.
ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? હ
ઉત્તરઃ
ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને હું શાકભાજીમાંથી વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનીજો મળે છે.
પ્રશ્ન 2.
ખરીફ ઋતુના પાકનાં ઉદાહરણો આપો.
ઉત્તરઃ
ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે ખરીફ ઋતુના પાક છે.
પ્રશ્ન 3.
રવી ઋતુના પાકનાં ઉદાહરણો આપો.
ઉત્તરઃ
ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે રવી ઋતુના પાક છે.
પ્રશ્ન 4.
પાક-સુધારણામાં વનસ્પતિ જાતિની પસંદગી માટે કયાં લક્ષણો ધ્યાનમાં લેવાનાં હોય છે?
ઉત્તરઃ
ઉછેર માટે વનસ્પતિ પસંદગીનાં લક્ષણો રોગપ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા, વધુ ઉત્પાદન.
પ્રશ્ન 5.
મરઘાંપાલનનાં મુખ્ય બે મૂળ લક્ષ્યો કયાં છે?
ઉત્તરઃ
મરઘાં-પાલનનાં મુખ્ય બે મૂળ લક્ષ્યો:
- વધુ ને વધુ ઈંડાં મેળવવા અને
- માંસ મેળવવું.
પ્રશ્ન 6.
પાક-ફેરબદલી શા માટે જરૂરી છે?
ઉત્તર:
એકની એક જમીન પર એક જ પાક વર્ષોવર્ષ લેવાથી પોષક તત્ત્વોની ઊણપ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકના રોગમાં વધારો થાય છે. આવું થતું અટકાવવા પાકની ફેરબદલી જરૂરી છે.
પ્રશ્ન 7.
નીંદણ પાક વનસ્પતિઓની વૃદ્ધિને કેવી રીતે અસર કરે છે?
ઉત્તર:
નીંદણ જમીનમાંથી મોટા ભાગનાં પોષક તત્ત્વો લઈ લે છે. તે પોષક તત્ત્વો, જગ્યા અને પ્રકાશ માટે પાક વનસ્પતિઓ સાથે સ્પર્ધા કરી, પાકની વૃદ્ધિ ઘટાડે છે.
પ્રશ્ન 8.
મિશ્ર પાક-ઉછેર એટલે શું?
ઉત્તરઃ
એક જ ખેતરમાં એકસાથે બે કે બેથી વધારે પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક-ઉછેર કહે છે.
પ્રશ્ન 9.
આંતરપાક પદ્ધતિના બે ફાયદા જણાવો.
ઉત્તરઃ
આંતરપાક પદ્ધતિના બે ફાયદા
- ભૂમિનું ધોવાણ અસરકારક રીતે અટકાવી શકાય છે.
- સૂર્યપ્રકાશ, જમીન અને પાણી જેવા કુદરતી સ્રોતનો વધુ સારો ઉપયોગ કરી શકાય છે.
પ્રશ્ન 10.
ઘાસચારાના પાકનાં નામ આપો.
ઉત્તરઃ
ઘાસચારાના પાક બસમ, જવ (ઓટ), સુદાન ઘાસ છે.
પ્રશ્ન 11.
વનસ્પતિમાં સૂર્યપ્રકાશ આધારિત ક્રિયાનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
વનસ્પતિમાં સૂર્યપ્રકાશ આધારિત ક્રિયા વૃદ્ધિ અને પુષ્પસર્જન છે.
પ્રશ્ન 12.
પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં કઈ પ્રવૃત્તિઓ સામેલ છે?
ઉત્તર:
પાક-ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સામેલ પ્રવૃત્તિઓ:
- પાકની જાતોમાં સુધારણા,
- પાક-ઉત્પાદનમાં સુધારણા અને
- પાક-સુરક્ષાનું પ્રબંધન.
પ્રશ્ન 13.
વનસ્પતિ પાકની જાતમાં સુધારણા માટે કરવામાં આવતા સંકરણના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
વનસ્પતિ પાકની જાતમાં સુધારણા માટે કરવામાં આવતા સંકરણના પ્રકાર:
- અંતર્જાતીય સંકરણ,
- આંતરજાતીય સંકરણ અને
- આંતરપ્રજાતીય સંકરણ.
પ્રશ્ન 14.
ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાનાં ઉદાહરણ :
- ઘાસચારાના પાક માટે લાંબી તથા વધુ શાખાઓ અને
- અનાજના છોડ માટે વામનતા.
પ્રશ્ન 15.
ઘઉં, કઠોળ અને તેલીબિયાંમાં કઈ ગુણવત્તા મહત્ત્વની છે?
ઉત્તરઃ
ઘઉંમાં બૅકિંગની, કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયાંમાં તેલની ગુણવત્તા મહત્ત્વની છે.
પ્રશ્ન 16.
પોષક તત્ત્વોની ઊણપને કારણે વનસ્પતિઓની કઈ પ્રવૃત્તિઓ પર અસર પડે છે?
ઉત્તર:
પોષક તત્ત્વોની ઊણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક ક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને પ્રતિકારક પ્રવૃત્તિઓ પર અસર પડે છે.
પ્રશ્ન 17.
કઈ વનસ્પતિઓ પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ર ભેળવી દેતાં લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે?
ઉત્તરઃ
શણ, ગુવાર વનસ્પતિઓ પર હળ ચલાવીને ખેતરની 3 ભૂમિમાં ભેળવી દેતાં લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે.
પ્રશ્ન 18.
ખાતરની બે હાનિકારક અસરો જણાવો?
ઉત્તરઃ
ખાતરની બે હાનિકારક અસરો:
- ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો અને
- સૂક્ષ્મ જીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય.
પ્રશ્ન 19.
મિશ્ર પાક-ઉછેરમાં કયા પાક એકસાથે એક જ ખેતરમાં ઉછેરવામાં આવે છે?
ઉત્તર:
મિશ્ર પાક-ઉછેરમાં ઘઉં-ચણા, ઘઉં-રાઈ અથવા મગફળીસૂર્યમુખી એકસાથે એક જ ખેતરમાં ઉછેરવામાં આવે છે.
પ્રશ્ન 20.
લીલું જૈવિક ખાતર ભૂમિને કયાં પોષક દ્રવ્યોથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે?
ઉત્તર:
લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફૉસ્ફરસથી 3 પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 21.
વર્મિકમ્પોસ્ટ કોને કહે છે?
ઉત્તરઃ
અળસિયાં દ્વારા વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોના વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મિકમ્પોસ્ટ કહે છે.
પ્રશ્ન 22.
નીંદણ તરીકે જોવા મળતી વનસ્પતિઓનાં નામ આપો.
ઉત્તર:
નીંદણ તરીકે જોવા મળતી વનસ્પતિઓ : ગાડરિયું (ઝેન્થિયમ), ગાજરઘાસ (પાર્શેનિયમ), મોથા (સાયપેરિનસ રોટુન્ડસ).
પ્રશ્ન 23.
નીંદણને નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિઓ મદદરૂપ થાય છે?
ઉત્તરઃ
નીંદણને નિયંત્રિત કરવા માટે સમયસર પાક લેવો, યોગ્ય ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી જેવી પદ્ધતિઓ મદદરૂપ થાય છે.
પ્રશ્ન 24.
ભારતીય પાલતુ પશુઓની મુખ્ય જાતિઓ જણાવો.
ઉત્તર:
ભારતીય પાલતુ પશુઓની મુખ્ય જાતિઓઃ
- ગાય છે (બૉસ ઇન્ડિક્સ) અને
- ભેંસ (બૉસ બુબેલિસ)
પ્રશ્ન 25.
લાંબો સમય દુગ્ધરાવણ કાળ ધરાવતી વિદેશી જાતો કઈ છે?
ઉત્તર:
લાંબો સમય દુગ્ધસવણ કાળ ધરાવતી વિદેશી જાતો જસ અને બ્રાઉન સ્વિસ ગાય છે.
પ્રશ્ન 26.
સ્વસ્થ પશુને રોગી પશુથી કઈ રીતે અલગ કરશો?
ઉત્તર:
સ્વસ્થ પશુ નિયમિત રીતે ખાય છે અને સારી રીતે બેસે છે તેમજ સારી રીતે ઊભા થઈ શકે છે. આ પરથી સ્વસ્થ પશુને રોગી પશુથી અલગ પાડી શકાય છે.
પ્રશ્ન 27.
મરઘાની નવી જાતો મેળવવા કોની વચ્ચે સંકરણ કરાવાય છે?
ઉત્તરઃ
મરઘાની નવી જાતો મેળવવા દેશી જાત એસીલ અને વિદેશી જાત લેહૉર્ન વચ્ચે સંકરણ કરાવાય છે.
પ્રશ્ન 28.
મત્સ્ય-સંવર્ધન માટે કઈ ગંભીર સમસ્યા છે?
ઉત્તરઃ
મત્સ્ય-સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડિબ્બો પ્રાપ્ત ર્ડ ન હોવા એ ગંભીર સમસ્યા છે.
પ્રશ્ન 29.
મધમાખીઓ શાના માટે પુષ્પો પર નિર્ભર (આધારિત) છે?
ઉત્તર:
મધમાખીઓ તેમના ખોરાક તેમજ મધ એકત્ર કરવા માટે પુષ્પો પર નિર્ભર છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દ કે એક વાક્યમાં (1થી 10 શબ્દોની મર્યાદામાં) લખો:
પ્રશ્ન 1.
Trifolium alexandrinum L શું છે?
ઉત્તરઃ
ઘાસચારાનો પાક
પ્રશ્ન 2.
પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે?
ઉત્તરઃ
સંકરણ દ્વારા
પ્રશ્ન 3.
પાક-ઉત્પાદનની ઋતુ અને સંવર્ધન પ્રણાલીઓ કોના પર આધારિત છે?
ઉત્તરઃ
ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા
પ્રશ્ન 4.
એક જ વનસ્પતિ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય?
ઉત્તરઃ
વ્યાપક અનુકૂળતા
પ્રશ્ન 5.
કૃષિપાકોની કઈ બાબત કાપણીની ક્રિયાને સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે?
ઉત્તરઃ
સમાન પુખ્તતા (પરિપક્વન)
પ્રશ્ન 6.
વ્યાવસાયિક રૂપે તૈયાર કરેલાં ખાતર કયાં પોષક દ્રવ્યો આપે છે?
ઉત્તરઃ
નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ
પ્રશ્ન 7.
કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવસર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી?
ઉત્તરઃ
કાર્બનિક કૃષિ
પ્રશ્ન 8.
જૈવ કીટકનાશકના સ્વરૂપમાં ખાદ્યસંગ્રહમાં કોનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
લીમડાનાં પર્ણો અને હળદર
પ્રશ્ન 9.
કઈ પદ્ધતિમાં સોયાબીન-મકાઈ ખેતરમાં ચાસ(હરોળ)માં ઉગાડાય છે?
ઉત્તરઃ
આંતરપાક-ઉછેર
પ્રશ્ન 10.
મોતી મેળવવા કોનું સંવર્ધન કરવામાં આવે છે?
ઉત્તરઃ
ઑઇસ્ટર (મોતીછીપ)
પ્રશ્ન 11.
કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે?
ઉત્તરઃ
ઇટાલિયન મધમાખી એપિસ મેલિફેરા
ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
રવી પાક એટલે …………… ઋતુના પાક.
ઉત્તર:
શિયાળાની
પ્રશ્ન 2.
એક જ જાતિની બે જુદી જુદી વનસ્પતિ જાતો વચ્ચેના સંકરણને …………… સંકરણ કહે છે.
ઉત્તર:
આંતરઉપજાતીય
પ્રશ્ન 3.
પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્ત્વ …………… છે
ઉત્તર:
બોરોન
પ્રશ્ન 4.
મિશ્ર પાક-ઉછેરમાં મુખ્ય પાક ઘઉં સાથે …………… ગૌણ પાક ઉછેરી શકાય છે.
ઉત્તર:
ચણા કે રાઈ
પ્રશ્ન 5.
શ્વેત ક્રાંતિ દ્વારા …………… નું ઉત્પાદન વધારી શકાયું છે.
ઉત્તર:
દૂધ
પ્રશ્ન 6.
પર્વતીય મધમાખીને …………… કહે છે.
ઉત્તર:
એપિસ ડોરસાટા
પ્રશ્ન 7.
વધુ પ્રમાણમાં મધ મેળવવા માટે …………… મધમાખીનો ઉપયોગ કરાય છે.
ઉત્તર:
ઇટાલિયન
પ્રશ્ન 8.
શ્રિગલ અને કૉમન કાર્ડ માછલીઓ તળાવના …………… વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે.
ઉત્તર:
તળિયાના
પ્રશ્ન 9.
શેરડી …………… ઋતુનો પાક છે.
ઉત્તર:
રવી
પ્રશ્ન 10.
લેહૉર્ન જાત સાથે …………… દેશી મરઘાંની જાતનું સંકરણ કરાવવામાં આવે છે.
ઉત્તર:
એસીલ
પ્રશ્ન 11.
કઠોળ આપણને …………… પૂરા પાડે છે.
ઉત્તર:
પ્રોટીન
પ્રશ્ન 12.
પશુચારા માટેના મુખ્ય પાક …………… છે.
ઉત્તર:
ઓટ અને સુદાન ઘાસ
પ્રશ્ન 13.
ગાજરઘાસ …………… છે.
ઉત્તર:
નીંદણ
પ્રશ્ન 14.
ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે …………… પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે.
ઉત્તર:
આંતરપાક
પ્રશ્ન 15.
જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે …………… પદ્ધતિ ઉપયોગી છે.
ઉત્તર:
પાક-ફેરબદલી
પ્રશ્ન 16.
વર્મિકમ્પોસ્ટ તૈયાર કરવામાં …………… અગત્યના છે.
ઉત્તર:
અળસિયાં
પ્રશ્ન 17.
નીલહરિત લીલનું સંવર્ધન …………… ખાતર બનાવવામાં ઉપયોગ કરવા માટે થાય છે.
ઉત્તર:
જૈવિક
પ્રશ્ન 18.
મિશ્ર મત્સ-સંવર્ધનમાં …………… માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે.
ઉત્તર:
રાહુ
પ્રશ્ન 19.
પીનસ મોનોડોન …………… છે.
ઉત્તર:
સમુદ્રી જિંગા
પ્રશ્ન 20.
રાતી સિંધી, શાહીવાલમાં …………… ક્ષમતા ખૂબ વધારે છે.
ઉત્તર:
રોગપ્રતિકારક
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
બાજરી અને મકાઈ રવી પાક છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
યુરિયા નાઇટ્રોજન પોષક તત્ત્વ આપતું ખાતર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
શાહીવાલ ભેંસની ઓલાદનો એક પ્રકાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
સારી ગુણવત્તાવાળા ડિમ્ભ પ્રાપ્ત ન થવા તે મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ટ્યૂબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
જિગા મીઠા પાણી અને દરિયાઈ પાણી એમ બંને જગ્યાએ મળી આવતું કવચીય પ્રાણી છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
સેટેલાઇટ અને પ્રતિધ્વનિયંત્ર સમુદ્રની માછલીઓને કિનારેથી દૂર ઊંડાઈએ ધકેલવા માટે ઉપયોગમાં લેવાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે, પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
બ્રોઇલરના આહારમાં વિટામિન A અને જૂની માત્રા વધારે હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
ખેતીમાં ઉપયોગી ઉત્પાદનની સાથે આડપેદાશ તરીકે પ્રાપ્ત રેસામય આહારના ઉપયોગથી ઈંડાં મૂકનારાં પક્ષીનું કદ વધે છે.
ઉત્તરઃ
ખોટું
માગ્યા મુજબ ઉત્તર આપો:
પ્રશ્ન 1.
એક ખેડૂત તેના ખેતરમાં ઊગેલા શણના પાક પર હળ ચલાવી જમીનમાં ભેળવી દે છે. તેનાથી કૃષિભૂમિ કયા પોષકોથી પરિપૂર્ણ થઈ શકે છે?
ઉત્તર:
નાઇટ્રોજન અને ફૉસ્ફરસ
પ્રશ્ન 2.
પૂર્ણ નામ આપો: RLS, GMCs
ઉત્તર:
RLS-River Lift System
GMCs – Genetically Modified Crops
પ્રશ્ન 3.
મને ઓળખો મિશ્ર મત્સ્ય-સંવર્ધનમાં તળાવમાંથી માત્ર નીંદણનો ખોરાક તરીકે ઉપયોગ કરું છું.
ઉત્તર:
ગ્રાસ કાર્પ
પ્રશ્ન 4.
અસંગત જોડ કઈ છે?
(i) લેહૉર્ન – વિદેશી મરઘાંની જાત
(ii) મુલેટ – મોતી છીપ
(iii) એપિસ ડોરસાટા – પર્વતીય મધમાખી
(iv) બૉસ બુબેલિસ – ભેંસ
ઉત્તરઃ
(ii) મુલેટ – મોતીબીપ
પ્રશ્ન 5.
નીચે આપેલી કેટલીક પાક-જોડ પૈકી કઈ આંતરપાક 3 ઉછેર પદ્ધતિની છે?
ઘઉં – રાઈ, બાજરી – ચોળા, શણ – ગુવાર, ઘઉં – ચણા, સોયાબીન – મકાઈ, મગફળી – સૂર્યમુખી
ઉત્તર:
બાજરી – ચોળા, સોયાબીન – મકાઈ
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
શેનાથી પાકને પોષકો આપી શકાય?
A. સેન્દ્રિય ખાતર
B. ખાતર
C. A અને B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અને B બંને
પ્રશ્ન 2.
અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
A. સુપ
B, નીંદણ
C. ઘાસ
D. વૃક્ષ
ઉત્તર:
B, નીંદણ
પ્રશ્ન 3.
નીચે પૈકી કયું તત્ત્વ ગુરુ પોષક તત્ત્વ નથી?
A. પોટેશિયમ
B. ફૉસ્ફરસ
C. ઝિંક
D. કૅલ્શિયમ
ઉત્તર:
C. ઝિંક
પ્રશ્ન 4.
કઈ પદ્ધતિ દ્વારા દરેક ખેતરને પાણી ફેરબદલી દ્વારા પ્રાપ્ત થાય છે?
A. નદીના પાણી દ્વારા
B. કૂવા દ્વારા
C. નહેર પદ્ધતિ દ્વારા
D. ટાંકી દ્વારા
ઉત્તર:
C. નહેર પદ્ધતિ દ્વારા
પ્રશ્ન 5.
જમીનમાંથી વનસ્પતિઓને કેટલાં આવશ્યક તત્ત્વો મળે છે?
A. 12
B. 13
C. 14
D. 15
ઉત્તર:
B. 13
પ્રશ્ન 6.
વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્રોત કયો છે?
A. હવા
B. પાણી
C. જમીન
D. પ્રદૂષકો
ઉત્તર:
B. પાણી
પ્રશ્ન 7.
કૃમિઓ શેનાં ઉદાહરણો છે?
A. બાહ્ય પરોપજીવી
B. અંતઃપરોપજીવી
C. સહજીવન
D. પરજીવી
ઉત્તર:
B. અંતઃપરોપજીવી
પ્રશ્ન 8.
બૉસ ઇન્ડિક્સ કોની જાતિ છે?
A. ગાય
B. ભેંસ
C. મરઘાં
D. મધમાખી
ઉત્તર:
A. ગાય
પ્રશ્ન 9.
ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે?
A. એપિસ સીરાના ઇન્ડિકા
B. એપિસ ડોરસાટા
C. એપિસ ફ્લોરી
D. એપિસ મેલિફેરા
ઉત્તર:
D. એપિસ મેલિફેરા
પ્રશ્ન 10.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે ખાવાના ઉપયોગમાં આવતી ક્યા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે?
A. હિલ્સા
B. ઈલ
C. પૉપ્ટેટ
D. સારડીન
ઉત્તર:
C. પૉપ્ટેટ
પ્રશ્ન 11.
કયો ખોરાક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્રોત છે?
A. ઘઉં, મકાઈ, જવ, બાજરી
B. બાજરી, અડદ, સોયાબીન
C. સોયાબીન, સરસવ, તુવેર
D. અળસી, મગ, મકાઈ
ઉત્તર:
A. ઘઉં, મકાઈ, જવ, બાજરી
પ્રશ્ન 12.
પ્રોટીનના સ્ત્રોત તરીકે ઉપયોગી વનસ્પતિઓનું જૂથ કયું છે?
A. વટાણા, અડદ, મસૂર
B. મગફળી, અળસી, સૂર્યમુખી
C. મકાઈ, જવ, મગ
D. તુવેર, બાજરી, તલ
ઉત્તર:
A. વટાણા, અડદ, મસૂર
પ્રશ્ન 13.
સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે?
A. જલસંગ્રહણ ક્ષમતા
B. વાયુસંગ્રહણ ક્ષમતા
C. નિતારણ ક્ષમતા
D. આપેલ તમામ
ઉત્તર:
A. જલસંગ્રહણ ક્ષમતા
પ્રશ્ન 14.
આંતરજાતીય સંકરણ …
A. એક જ જાતિની બે વનસ્પતિ વચ્ચેનું સંકરણ છે.
B. એક જ જાતિની નર અને માદા વનસ્પતિ વચ્ચેનું સંકરણ છે.
C. એક જ પ્રજાતિની બે જાતિ વચ્ચેનું સંકરણ છે.
D. એક જાતિની એક જ ઉપજાતિની બે વનસ્પતિ વચ્ચેનું સંકરણ છે.
ઉત્તર:
C. એક જ પ્રજાતિની બે જાતિ વચ્ચેનું સંકરણ છે.
પ્રશ્ન 15.
નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત છે.
A. મકાઈ
B. ઘઉં
C. ચોખા
D. મગ
ઉત્તર:
D. મગ
પ્રશ્ન 16.
નીચે પૈકી કયું તત્ત્વ લઘુ પોષક તત્ત્વ છે?
A. પોટેશિયમ
B. ફૉસ્ફરસ
C. ઝિંક
D. કૅલ્શિયમ
ઉત્તર:
C. ઝિંક
પ્રશ્ન 17.
ઝેન્થિયમ, પાર્શેનિયમ અને સાયપેરિનસ રોટુડસ કોનાં ઉદાહરણો છે?
A. નીંદણ
B. તૃણનાશક
C. કીટનાશક
D. ફૂગનાશક
ઉત્તર:
A. નીંદણ
પ્રશ્ન 18.
મોતીઉદ્યોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે?
A. પર્લસ્પોટ
B. મુસ્સલ
C. મુલેટ
D. ઑઇસ્ટર
ઉત્તર:
D. ઑઇસ્ટર
પ્રશ્ન 19.
નીચે આપેલાં વિધાનો માટે સાચો વિકલ્પ કયો છે?
વિધાન X: મધમાખી પુષ્પોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે. વિધાન Y: મીણનો ઉપયોગ ઔષધીય ઉત્પાદનો તૈયાર કરવા માટે થાય છે.
A. વિધાન X અને Y સાચાં છે.
B. X ખોટું અને Y સાચું છે.
C. વિધાન X અને Y ખોટાં છે.
D. X સાચું અને Y ખોટું છે.
ઉત્તર:
A. વિધાન X અને Y સાચાં છે.
પ્રશ્ન 20.
મિશ્રિત મત્સ્ય-સંવર્ધન તંત્રમાં ઉછરાતી માછલીઓમાં નીંદણનો આહાર કોણ કરે છે?
A. કૉમન કાર્પ
B ગ્રાસ કાર્પ
C. બ્રિગલ
D. સારડીના
ઉત્તર:
B ગ્રાસ કાર્પ
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
Value Based Questions with Answers
(1) તમારી શાળાના વિદ્યાર્થીઓનું એક જૂથ શાળાના મેદાનના એક ખૂણામાં ખાડો કરીને તેમાં કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાનું આયોજન કરે છે. તેઓ તેમાં શાળાની કેન્ટીનમાંથી જૈવવિઘટનીય કચરો એકત્રિત કરી કમ્પોસ્ટ તૈયાર કરે છે.
પ્રશ્નો:
(a) કેન્ટીનમાંથી મળતા બે કચરાનાં નામ જે કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી છે અને બે કચરાનાં નામ જે કમ્પોસ્ટ તૈયાર કરવા ઉપયોગી નથી, તે જણાવો.
ઉત્તર:
શાકભાજીનો કચરો અને ફળોની છાલ કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી છે અને પૉલિથીન બૅગ અને પ્લાસ્ટિક બૉટલ કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી નથી.
(b) કમ્પોસ્ટ તૈયાર કરવા માટે કયા સજીવો અગત્યની ભૂમિકા ભજવે છે?
ઉત્તર:
ભૂગર્ભીય બૅક્ટરિયા અને ફૂગ કમ્પોસ્ટ તૈયાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
(c) કમ્પોસ્ટ તૈયાર થવા માટે કઈ ક્રિયા મહત્ત્વની છે?
ઉત્તર:
કમ્પોસ્ટ તૈયાર થવા માટે વિઘટનની ક્રિયા મહત્ત્વની છે.
(2) એક શાળામાં ગાર્ડનિંગ ક્લબના વિદ્યાર્થીઓ શાળાની પાછળના ભાગે આવેલી પડતર જગ્યામાં કિચન ગાર્ડન તૈયાર કરે છે. તેમાં વનસ્પતિઓ ઉગાડવા માટે કાર્બનિક કૃષિનો ઉપયોગ કરે છે. શાળના હૉલમાં સભાનું આયોજન કરી તેમાં વિદ્યાર્થીઓને કાર્બનિક કૃષિની સમજ આપી, તે અંગેની જાગૃતિ ફેલાવે છે.
પ્રશ્નોઃ
(a) હોર્ટિકલ્ચર (Horticulture) શું છે?
ઉત્તર:
શાકભાજી અને ફળોનું વ્યાવસાયિક રીતે ઉત્પાદન – કરવાની પદ્ધતિ હોર્ટિકલ્ચર છે.
(b) કાર્બનિક ખેતી શું છે?
ઉત્તર:
માત્ર વિવિધ જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ અને રસાયણોનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી કાર્બનિક ખેતી છે.
(c) કાર્બનિક ખેતી પર્યાવરણ માટે કેવી રીતે લાભદાયી છે?
ઉત્તર:
કાર્બનિક ખેતીથી ભૂમિ અને જળનું પ્રદૂષણ અટકે છે. ભૂગર્ભીય સજીવો જળવાઈ રહે છે અને પાક નીપજોમાં હાનિકારક રસાયણો એકત્રિત થતાં નથી તથા તેનું પોષણમૂલ્ય વધે છે.
(3) સમાચારપત્રોમાં વિશ્વ કૅન્સર દિવસ’ પર આવેલા લેખમાં દર્શાવ્યા પ્રમાણે કૃષિમાં અનિયંત્રિત રીતે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશથી કેન્સરના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તમે આ પ્રકરણમાં કરેલા અભ્યાસ આધારે તમારા શહેરની આજુબાજુના કે તમારા ગામના ખેડૂતોને રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડા માટે અને વૈકલ્પિક ખાતરના ઉપયોગ માટે શિક્ષિત કરવા પ્રયત્ન કરો છો.
પ્રશ્નોઃ
(a) ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરે છે?
ઉત્તરઃ
રાસાયણિક ખાતરના ઉપયોગથી વનસ્પતિને ત્વરિત નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટેશિયમ મળે છે અને તેથી સારી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે.
(b) રાસાયણિક ખાતરના વૈકલ્પિક માર્ગ કયા છે?
ઉત્તરઃ
રાસાયણિક ખાતરના વૈકલ્પિક માર્ગ તરીકે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર છે.
(c) લીલું જૈવિક ખાતર કેવી રીતે તૈયાર કરાય છે? તે કયા ખનીજ પોષકોથી ભૂમિને સમૃદ્ધ કરે છે?
ઉત્તરઃ
(c) ખેતરમાં શણ, ગુવાર કે અન્ય કેટલીક કઠોળ વનસ્પતિઓ ઉગાડી પછી તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દઈ, તેને જૈવિક ખાતરમાં પરિવર્તિત કરતાં લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે. તેનો ઉપયોગ ભૂમિને નાઇટ્રોજન અને ફૉસ્ફરસ જેવા ખનીજ પોષકોથી સમૃદ્ધ કરે છે.
(d) સેન્દ્રિય ખાતરનો વપરાશ શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છતા અભિયાન’માં કેવી રીતે મદદરૂપ નીવડે છે?
ઉત્તરઃ
સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિ કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં આ કચરો ખાતર માટે ઉપયોગમાં લેવાતા આ વિસ્તારોની સ્વચ્છતા જળવાય છે. આથી સેન્દ્રિય ખાતરનો વપરાશ શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છતા અભિયાન’માં મદદરૂપ નીવડી શકે છે.