GJN 9th Science

Gujarat Board Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ

Gujarat Board Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ

GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ

પરમાણુઓ અને અણુઓ Class 9 GSEB

→ પરમાણુ (atom) એ તત્ત્વનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે.

→ દળ-સંચયનો નિયમ (Law of conservation of Mass) : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.

→ નિશ્ચિત પ્રમાણનો નિયમ (Law of constant Proportions): રાસાયણિક પદાર્થોમાં તત્ત્વો હંમેશાં દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે.

→ સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે.

→ દરેક તત્ત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. પરમાણ્વીય દળ એકમને ‘u’ તરીકે દર્શાવવામાં આવે છે.

→ કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળના ૨ મા ભાગને માન્ય પરમાણ્વીય દળ એકમ તરીકે લેવામાં આવે છે.

→ મોટા ભાગનાં તત્ત્વોના પરમાણુઓ સ્વતંત્રરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી.

→ બે અથવા વધુ પરમાણુઓના સમૂહને અણુ કહે છે.

→ કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે.

→ જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુનું નિર્માણ કરે છે.

→ ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે.

→ ઋણ વીજભારિત આયનને “એનાયન અને ધન વીજભારિત આયનને કેટાયન’ કહે છે.

→ કોઈ પણ તત્ત્વની બીજા તત્ત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ (ક્ષમતા)ને તે તત્ત્વની સંયોજકતા કહે છે.

→ બે જુદાં જુદાં તત્ત્વોથી બનતાં સૌથી સરળતમ સંયોજનોને દ્ધિઅંગી સંયોજનો કહે છે.

→ સંયોજનનું આવીય દળ = સંયોજનમાં રહેલા બધા પરમાણુઓના : પરમાણ્વીય દળનો સરવાળો

→ 1 મોલ = 6.022 × 1023 સંખ્યા = ગ્રામમાં સાપેક્ષ દળ

→ પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે, તેને બહુપરમાણ્વીય આયન કહે છે. તે ચોક્કસ વીજભાર ધરાવે છે.

→ કોઈ પણ પદાર્થમાં કણોની સંખ્યા (પરમાણુઓ / આયનો / અણુઓ / સૂત્ર એકમો વગેરે) એ કાર્બન-12ના નિશ્ચિત દળ 12 ગ્રામમાં હાજર રહેલા પરમાણુઓની સંખ્યા જેટલી હોય, તો તે પદાર્થના જથ્થાને મોલ કહે છે.

→ પદાર્થના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહે છે.

GSEB Class 9 Science પરમાણુઓ અને અણુઓ Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
ઑક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24g ડે નમૂનામાં 0.096 g બોરોન અને 0.144 g ઑક્સિજન હાજર છે, હું તી વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો.
ઉત્તર:

GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 1
સંયોજનનું વજન બોરોન તત્ત્વનું ટકાવાર પ્રમાણ = 0.096/0.24 × 100.
= 40
ઑક્સિજન તત્ત્વનું ટકાવાર પ્રમાણ = 0.144/0.24 × 100
= 60
આમ, બોરોન અને ઑક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે 40 અને 60 છે.

પ્રશ્ન 2.
8g ઑક્સિજનમાં જ્યારે 3g કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 હુ કાર્બન ડાયોક્સાઈડ બને છે. જ્યારે ૩g કાર્બનને 50 g ઑક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયૉક્સાઈડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે?
ઉત્તર:
કાર્બનનું ઑક્સિજનની હાજરીમાં દહન સમીકરણ નીચે મુજબ છે:

સમીકરણ પરથી કહી શકાય કે, 12 g કાર્બનનું દહન 32 g 3 ઑક્સિજનની હાજરીમાં થવાથી 44 g કાર્બન ડાયૉક્સાઈડ મળે છે.

આથી ૩ g (1/4 મોલ કાર્બનનું 8g [1/4 મોલ] ઑક્સિજનની હાજરીમાં દહન થવાથી 11g [1/4 મોલ] કાર્બન ડાયોક્સાઇડ મળે છે.
આમ, જ્યારે 3 g કાર્બનનું 50 g ઑક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે 11 g કાર્બન ડાયૉક્સાઈડ બનશે. આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે.

પ્રશ્ન 3.
બહુપરમાણ્વીય આયન એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે, તેને ? બહુપરમાણ્વીય આયન કહે છે.
અથવા
એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાવીય આયન કહે છે.

ઉદાહરણઃ NH4 1+: એમોનિયમ આયન
CO3 2-: કાર્બોનેટ આયન
SO4 2-: સલ્ફટ આયન
PO4 3-, ફૉસ્ફટ આયન

પ્રશ્ન 4.
નીચે દર્શાવેલાં સંયોજનોનાં રાસાયણિક સૂત્રો લખો:
(a) મૅગ્નેશિયમ ક્લોરાઇડ
ઉત્તર:
મૅગ્નેશિયમ ક્લોરાઇડ :

(b) કૅલ્શિયમ ઑક્સાઇડ
ઉત્તર:
કૅલ્શિયમ ઑક્સાઇડ :

(c) કૉપર નાઇટ્રેટ
ઉત્તર:
કૉપર નાઇટ્રેટ :

(d) ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
ઉત્તર:
ઍલ્યુમિનિયમ ક્લોરાઈડ:
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 6

(e) કૅલ્શિયમ કાર્બોનેટ
ઉત્તર:
કૅલ્શિયમ કાર્બોનેટ :
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 7

પ્રશ્ન 5.
નીચે દર્શાવેલાં સંયોજનોમાં હાજર રહેલ તત્ત્વોનાં નામ જણાવો
(a) ક્વિક લાઇમ
(b) હાઈડ્રોજન બ્રોમાઈડ
(c) બેકિંગ પાઉડર
(d) પોટેશિયમ સલ્ફટ
ઉત્તર:

પ્રશ્ન 6.
નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો :
(a) ઇથાઇન (C2H2),
ઉત્તર:
ઇથાઇન C2H2 = 2 (Cનું પરમાણ્વીય દળ) + 2 (Hનું પરમાણ્વીય દળ)
= 2 (12) + 2 (1)
= 24 + 2 = 26 u

(b) સલ્ફર અણુ (S8),
ઉત્તર:
સલ્ફર અણુ S(S8) = 8 (Sનું પરમાણ્વીય દળ)
= 8 (32)
= 256 u

(c) ફૉસ્ફરસ અણુ (P4) (ફૉસ્ફરસનું પરમાણ્વીય દળ = 31 u),
ઉત્તર:
ફૉસ્ફરસ અણુ P4 = 4 (Pનું પરમાણ્વીય દળ)
= 4 (31)
= 124 u

(d) હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl),
ઉત્તર:
હાઇડ્રોક્લોરિક ઍસિડ HCl
= 1 (Hનું પરમાણ્વીય દળ) + 1 (CIનું પરમાણ્વીય દળ)
= 1 (1) + 1 (35.5)
= 36.5 u

(e) નાઇટ્રિક ઍસિડ (HNO3)
ઉત્તર:
નાઇટ્રિક ઍસિડ HNO3 = 1 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Nનું પરમાણ્વીય દળ) + 3 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (1) + 1 (14) + 3 (16)
= 63 u

પ્રશ્ન 7.
નીચેનાનાં દળ શું હશે?
(a) 1 મોલ નાઇટ્રોજન પરમાણુ
ઉત્તર:
1 મોલ નાઇટ્રોજન પરમાણુનું દળ = 14g

(b) 4 મોલ ઍલ્યુમિનિયમ પરમાણુ (ઍલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ = 27 u)
ઉત્તર:
4 મોલ ઍલ્યુમિનિયમ પરમાણુનું દળ = 4 × 27
= 108 g

(c) 10 મોલ સોડિયમ સલ્ફાઇટ (Na2SO3)
ઉત્તર:
10 મોલ સોડિયમ સલ્ફાઇટ (Na2SO3)
1 મોલ Na2SO3નું દળ = 2 (Na) + 1 (S) + 3 (O)
= 2 (23) + 1 (32) + 3(16)
= 126 u
– 10 મોલ સોડિયમ સલ્ફાઇટનું દળ = 10 × 126
= 1260 g

પ્રશ્ન 8.
નીચેનાનું મોલમાં રૂપાંતર કરો
(a) 12 g ઑક્સિજન વાયુ
ઉત્તર:
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 9
12/32
= 0.375 મોલ

(b) 20 g પાણી
ઉત્તર:
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 9
20/18
= 1.11 મોલ

(c) 22 g કાર્બન ડાયૉક્સાઇડ
ઉત્તર:
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 9
22/44
= 0.5 મોલ

પ્રશ્ન 9.
નીચેનાનું દળ કેટલું થશે?
(a) 0.2 મોલ ઑક્સિજન પરમાણુ
ઉત્તર:
0.2 મોલ ઑક્સિજન પરમાણુનું દળ = 0.2 × 16
= 3.2 g

(b) 0.5 મોલ પાણીના અણુ
ઉત્તર:
0.5 મોલ પાણીના અણુનું દળ = 0.5 × 18
= 9.0 g

પ્રશ્ન 10.
16 g ઘન સલ્ફરમાં રહેલા અણુ (S)ની સંખ્યા ગણો.
ઉત્તર:
અણુની સંખ્યા =GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 10 × ઍવોગેડો અંક
N = m/M × N0
= 6 × 6.022 × 1023
= 0.876 × 1023
= 3.76 × 1022 અણુ

પ્રશ્ન 11.
0.051 g ઍલ્યુમિનિયમ ઑક્સાઇડમાં હાજર રહેલા ઍલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો.
(Hint : કોઈ પણ આયનનું દળ તે જ તત્ત્વના પરમાણુના દળ જેટલું હોય છે. ઍલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ = 27 u)
ઉત્તર:
Al2O3નું મોલર દળ
= 2 (AIનું પરમાણ્વીય દળ) + 3(Oનું પરમાણ્વીય દળ)
= 2 (27) + 3 (16) = 102 u
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 11
0.051/102
= 0.0005 = 5 × 10-4 મોલ

1 મોલ Al2O3માં Al3+ આયનની સંખ્યા
= 2 × 6.022 × 1023
5.0 × 10-4 મોલ Al2O3 માં A3+ આયનની સંખ્યા
= 2 × 6.022 × 1023 × 5 × 10-4
= 101 × 6.022 × 1023 × 10-4
= 6.022 × 1020 Al3+ આયન

GSEB Class 9 Science પરમાણુઓ અને અણુઓ Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 32 )

પ્રશ્ન 1.
એક પ્રક્રિયામાં 5.8g સોડિયમ કાર્બોનેટ 6 g ઇથેનૉઇક ઍસિડ (ઍસિટિક ઍસિડ) સાથે પ્રક્રિયા પામે છે તથા 2.2 g કાર્બન ડાયૉક્સાઇડ, 0.9 g પાણી અને 8.2 g સોડિયમ ઇથેનૉએટ (સોડિયમ
એસિટેટ) નીપજ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દ્રવ્ય-સંચયના નિયમનું સમર્થન કરે છે.
સોડિયમ કાર્બોનેટ + ઇથેનૉઇક ઍસિડ → સોડિયમ ઇથેનૉએટ + કાર્બન ડાયૉક્સાઇડ + પાણી
ઉત્તર:

પ્રક્રિયકોનું દળ = 5.3 + 6.0 = 11.3 ગ્રામ
નીપજોનું દળ = 8.2 + 0.9 + 2.2 = 11.3 ગ્રામ
આમ, પ્રક્રિયકોનું દળ = નીપજોનું દળ
જે સૂચવે છે કે આ અવલોકન દ્રવ્ય-સંચયના નિયમનું સમર્થન આપે છે.

પ્રશ્ન 2.
પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઑક્સિજન દળથી 1: 8ના પ્રમાણમાં જોડાય છે, તો 3g હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઑક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે?
ઉત્તર:
પાણી બનાવવા માટે,
1 g હાઇડ્રોજન માટે જરૂરી ઑક્સિજન = 8 g
3g હાઇડ્રોજન માટે જરૂરી ઑક્સિજન = 8 × 3g
= 24g
આમ, 3 g હાઇડ્રોજન માટે જરૂરી ઑક્સિજનનું વજન = 24g

પ્રશ્ન 3.
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય-સંચયના નિયમનું પરિણામ છે?
ઉત્તર:
દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.” આ અભિધારણા દ્રવ્ય-સંચયના નિયમનું પરિણામ છે.

પ્રશ્ન 4.
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે?
ઉત્તર:
“કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.” આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 35)

પ્રશ્ન 1.
પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો.
ઉત્તર:
કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળના મા ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે. – તેને ‘u’ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે.

પ્રશ્ન 2.
કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી?
ઉત્તર:
દરેક તત્ત્વનો પરમાણુ અતિસૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં.39)

પ્રશ્ન 3.
રાસાયણિક સૂત્રો લખો
(i) સોડિયમ ઑક્સાઈડ
ઉત્તર:
સોડિયમ ઑક્સાઇડ :
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 13

(ii) ઍલ્યુમિનિયમ ક્લોરાઈડ
ઉત્તર:
ઍલ્યુમિનિયમ ક્લોરાઈડ:
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 14

(iii) સોડિયમ સલ્ફાઈડ
ઉત્તર:
સોડિયમ સલ્ફાઈડ:
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 15

(iv) મૅગ્નેશિયમ હાઈડ્રૉક્સાઇડ
ઉત્તર:
મૅગ્નેશિયમ હાઈડ્રૉક્સાઇડ:
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 16

પ્રશ્ન 4.
નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતાં સંયોજનોનાં નામ લખો :
(i) Al2(SO4)3
(ii) CaCl2
(iii) K2SO4
(iv) KNO3
(v) CaCO3
ઉત્તરઃ

સંયોજન સંયોજનનું નામ
(i) Al2(SO4)3 ઍલ્યુમિનિયમ સલ્ફટ
(ii) CaCl2 કૅલ્શિયમ ક્લોરાઇડ
(iii) K2SO4 પોટેશિયમ સલ્ફટ
(iv) KNO3 પોટેશિયમ નાઇટ્રેટ
(v) CaCO3 કૅલ્શિયમ કાર્બોનેટ

પ્રશ્ન 5.
‘રાસાયણિક સૂત્ર’ શબ્દનો અર્થ શું છે?
ઉત્તર:
સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે.

પ્રશ્ન 6.
નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે?
(i) H2S અણુ
ઉત્તરઃ
H2Sમાં બે હાઇડ્રોજન અને એક સલ્ફર એમ કુલ ત્રણ પરમાણુઓ હાજર છે.

(ii) PO43-, આયન
ઉત્તરઃ
PO43- આયનમાં એક ફૉસ્ફરસ અને ચાર ઑક્સિજન એમ કુલ પાંચ પરમાણુઓ હાજર છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 40)

પ્રશ્ન 1.
નીચેનાનાં આણ્વીય દળ ગણો
H2, O2, Cl2, CO2, CH4, C2H6, C2H4, NH3, CH3OH
ઉત્તરઃ
Hનું આણ્વીય દળ = 2 (Hનું પરમાણ્વીય દળ)
= 2 (1) = 2 u

→ O2નું આણ્વીય દળ = 2 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (16) = 32 u

→ Cl2નું આવીય દળ = 2 (Clનું પરમાણ્વીય દળ)
= 2 (35.5) = 71 u

→ CO2 નું આણ્વીય દળ
= 1 (Cનું પરમાણ્વીય દળ) + 2 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (12) + 2 (16)
= 12 + 32 = 44 u

→ CH4,(મિથેન)નું આવીય દળ
= 1 (Cનું પરમાણ્વીય દળ) + 4 (Hનું પરમાણ્વીય દળ)
= 1 (12) + 4 (1)
= 16 u

→ C2H6(ઇથેન)નું આવીય દળ
= 2 (Cનું પરમાણ્વીય દળ) + 6 (Hનું પરમાણ્વીય દળ)
= 2 (12) + 6 (1)
= 24 + 6 = 30 u

→ C2H4 (ઇથીન)નું આણ્વીય દળ
= 2 (Cનું પરમાણ્વીય દળ) + 4 (Hનું પરમાણ્વીય દળ)
= 2 (12) + 4 (1)
= 28 u

→ NH3(એમોનિયા)નું આવીય દળ
= 1 (Nનું પરમાણ્વીય દળ) + 3 (Hનું પરમાણ્વીય દળ)
= 1 (14) + 3(1) = 17 u

→ CH3OH(મિથેનોલ)નું આવીય દળ
= 1 (Cનું પરમાણ્વીય દળ) + 4 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (12) + 4 (1) + 1 (16)
= 32 u

પ્રશ્ન 2.
ZnO, Na2O, K2CO3, માટે સૂત્ર એકમ દળની રે ગણતરી કરો
‘Znનું પરમાણ્વીય દળ = 65u
Naનું પરમાણ્વીય દળ = 23u
Rનું પરમાણ્વીય દળ = 39 u
Cનું પરમાણ્વીય દળ = 12 u
Oનું પરમાણ્વીય દળ = 16u
ઉત્તરઃ
→ ZnOનું સૂત્ર એકમ દળ
= 1 (Znનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (65) + 1 (16)
= 81 u

→ Na2Oનું સૂત્ર એકમ દળ
= 2 (Naનું પરમાણ્વીય દળ) + 1 (0નું પરમાણ્વીય દળ)
= 2 (23) + 1 (16)
= 62 u

→ K2CO3 નું સૂત્ર એકમ દળ
= 2 (Kનું પરમાણવીય દળ) + 1 (Cનું પરમાણ્વીય દળ) + 3 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (39) + 1 (12) + 3 (16)
= 78 + 12 + 48 = 138 u

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 42 ]

પ્રશ્ન 1.
જો એક મોલ કાર્બન પરમાણુનું દળ 12 g હોય, તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું થશે?
ઉત્તરઃ

= 1.99 × 10-23 g

પ્રશ્ન 2.
100 ગ્રામ સોડિયમ અથવા 100 ગ્રામ લોખંડ પૈકી શેમાં પરમાણુની સંખ્યા વધુ હશે?
Naનું પરમાણ્વીય દળ = 23 u, Feનું પરમાણ્વીય દળ = 56 u
ઉત્તરઃ
GSEB Solutions Class 9 Science Chapter 3 પરમાણુઓ અને અણુઓ 18
Na(સોડિયમ)ના મોલ = 100/23 = 4.34 મોલ

Na પરમાણુની સંખ્યા = 4.34 × 6.022 × 1023
= 26.135 × 1023
= 2.6135 × 1024 Na પરમાણુ

Fe(લોખંડ)ના મોલ = 100/56 = 1.78 મોલ

Fe પરમાણુની સંખ્યા = 1.78 × 6.022 × 1023
= 10.71 × 1023
= 1.071 × 1024

આમ, 100 g સોડિયમ અને 100 g લોખંડ પૈકી 100 g સોડિયમમાં પરમાણુની સંખ્યા વધુ હશે.

GSEB Class 9 Science પરમાણુઓ અને અણુઓ Textbook Activities

પ્રવૃત્તિ 3.1 [પા.પુ. પાના નં. 31]

હેતુ : જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર (પ્રક્રિયા) થાય ત્યારે દળમાં થતા ફેરફાર અંગેનો અભ્યાસ કરવો.
નીચે દર્શાવેલાં X અને Y રસાયણોનાં જૂથો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો :

X Y
(i) કૉપર સલ્ફટ 1.25 g સોડિયમ કાર્બોનેટ 1.43 g
(ii) બેરિયમ ક્લોરાઇડ 1.22 g સોડિયમ સલ્ફટ 1.53g
(iii) લેડ નાઇટ્રેટ 2.07 g સોડિયમ ક્લોરાઇડ 1.17 g
  • X અને Yમાં દર્શાવેલી યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થોનું પાણીમાં અલગ અલગ 10 mLનું દ્રાવણ તૈયાર કરો.
  • એક કોનિકલ લાસ્કમાં નું દ્રાવણ લો અને એક નાની પ્રજ્વલન નળી(Ignition Tube)માં થોડી માત્રામાં X દ્રાવણ લો.
  • પ્રજ્વલન નળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફલાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્ર થઈ ન જાય. ફલાસ્ક પર બૂચ લગાવો. (જુઓ આકૃતિ)


[આકૃતિ : X દ્રાવણ ધરાવતી પ્રજ્વલન નળીને Y દ્રાવણ ધરાવતા કોનિકલ ફલાસ્કમાં મૂકેલ છે.]

  • ફલાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક વજન કરો.
  • હવે લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલ X અને Y દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય.
  • હવે ફરી વાર ફલાસ્કનું વજન કરો.

1. ફલાસ્કમાં શું પ્રક્રિયા થશે?
ઉત્તર:
દરેક કિસ્સામાં ફ્લાસ્ટમાં અવક્ષેપ (અદ્રાવ્ય પદાર્થ) ઉત્પન્ન થાય છે.

2. શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે?
ઉત્તર:
દરેક કિસ્સામાં લાસ્કમાં અવક્ષેપ મળતા હોવાથી પ્રક્રિયા થાય છે.

3. લાસ્કના મુખ પર બૂચ (કૉક) શા માટે લગાવીએ છીએ?
ઉત્તર:
લાસ્કના મુખ પર બૂચ લગાવવાથી ફલાસ્કને હલાવતાં તેમાંથી કોઈ દ્રવ્ય બહાર ઢોળાઈ ન શકે.

4. શું ફલા અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે?
ઉત્તર:
પ્રક્રિયા પહેલાં કે પછી ફલાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થતો નથી.
નિષ્કર્ષ : કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી.

પ્રવૃત્તિ 3.2 [પા.પુ. પાના નં. 36]

હેતુ સંયોજનના અણુઓમાં રહેલાં તત્ત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધવો.

  • અણુઓમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ માટે કોષ્ટક 4 તથા તત્ત્વોના પરમાણ્વીય દળ માટે કોષ્ટક 2 જુઓ.
  • કોષ્ટક 4માં આપેલ સંયોજનોના અણુઓમાં રહેલાં તત્ત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.

કોષ્ટક : કેટલાંક સંયોજનોના અણુઓ

સંયોજન સંયોજાતાં તત્ત્વો દળથી ગુણોત્તર
પાણી હાઇડ્રોજન, ઑક્સિજન 1: 8
એમોનિયા નાઇટ્રોજન, હાઇડ્રોજન 14 : 3
કાર્બન ડાયૉક્સાઇડ કાર્બન, ઑક્સિજન 3: 8

પાણીના અણુઓમાંના પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ નોંધી શકાય છે :

  • આમ, પાણી માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર H: 0 = 2 : 1 ડે છે.
  • એમોનિયાના અણુઓમાંના પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ નોંધી શકાય છે :

  • આમ, એમોનિયા માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર N: H = 1: ૩ છે.
  • કાર્બન ડાયૉક્સાઇડના અણુઓમાંના પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ નોંધી શકાય છેઃ


આમ, કાર્બન ડાયોક્સાઇડ માટે પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર C: 0 = 1: 2 છે.
નિષ્કર્ષ : H2O, NH3 અને CO2માં પરમાણુઓની સંખ્યાનો 3 ગુણોત્તર અનુક્રમે 2: 1, 1: 3 અને 1 : 2 છે.

GSEB Class 9 Science પરમાણુઓ અને અણુઓ Important Questions and Answers

વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દાખલા ગણો

પ્રશ્ન 1.
નીચે આપેલા પદાર્થોનાં આણ્વીય દળ શોધોઃ
1.H2O2
ઉત્તર:
H2O2નું આણ્વીય દળ
= 2 (Hનું પરમાણ્વીય દળ) + 2 (Oનું પરમાણ્વીય દળ)
= (2 × 1) + (2 × 16).
= 2 + 32 = 34 u

2. NaCl
ઉત્તર:
NaClનું આણ્વીય દળ
= 1 (Naનું પરમાણ્વીય દળ) + 1 (Clનું પરમાણ્વીય દળ)
= (1 × 23) + (1 × 35.5)
= 23 + 35.5
= 58.5 u

3. NH3
ઉત્તર:
NH3 નું આવીય દળ
= 1 (Nનું પરમાણ્વીય દળ) + 3 (Hનું પરમાણ્વીય દળ)
= (1 × 14) + (3 × 1)
= 14 + 3
= 17 u

4. PCl5
ઉત્તર:
PCl5 નું આવીય દળ = 1 (Pનું પરમાણવીય દળ) +5 (Cનું પરમાણ્વીય દળ)
= (1 × 31) + (5 × 35.5).
= 31 + 177.5
= 208.5 u

5.HCl
ઉત્તર:
HClનું આણ્વીય દળ
= 1 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Cનું પરમાણ્વીય દળ)
= (1 × 1) + (1 × 35.5). = 1 + 35.5
= 36.5 u

6. NaOH
ઉત્તર:
NaOHનું આણ્વીય દળ
= 1 (Naનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ) + 1 (Hનું પરમાણ્વીય દળ)
= (1 × 23) + (1 × 16) + (1 × 1)
= 23 + 10 + 1
= 40 u

પ્રશ્ન 2.
નીચેનાને મોલમાં ફેરવો
1. 12g ઑક્સિજન [O2નું આણ્વીય દળ 32 u]
ઉત્તર:
12 g ઑક્સિજનની મોલ-સંખ્યા
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 1
12/32 = 0.375 મોલ

2. 20 g પાણી H2Oનું આવીય દળ 18 u]
ઉત્તર:
20 g પાણીની મોલ-સંખ્યા
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 2
20/18
= 1.11 મોલ

3. 22 g કાર્બન ડાયૉક્સાઈડ (CO2નું આણ્વીય દળ 44 u].
ઉત્તર:
22 g કાર્બન ડાયૉક્સાઇડની મોલ–સંખ્યા
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 3
22/44
= 0.5 મોલ

4. 102.5 g Ca(NO3)2
[Ca(NO3)2નું આવીય દળ 164u]
ઉત્તર:
102.5 g Ca(NO3)2ની મોલ-સંખ્યા _
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 4
102.5/164
= 0.625 મોલ

5. 43.5 g K2SO4, [K2SO4,નું આવીય દળ 174 u].
ઉત્તર:
43.5 g Kasoની મોલ સંખ્યા
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 5
43.5/174
= 0.25 મોલ

પ્રશ્ન 3.
નીચેનાં તત્ત્વો / સંયોજનોનાં ગ્રામમાં વજન આપ્યાં છે. તેમના મોલ અને અણુઓની સંખ્યા શોધો:
1. 8 g ઑક્સિજન (O2)
ઉત્તર:

8 g ઑક્સિજનમાં અણુઓની સંખ્યા
= O2 ની મોલ-સંખ્યા ૪ ઍવોગેડ્રો અંક
= 0.25 મોલ 6.023 × 1023 અણુ / મોલ
= 1.506 × 1023 અણુ

2. 9 g ઍલ્યુમિનિયમ (AL)
ઉત્તર:

9 g ઍલ્યુમિનિયમમાં અણુઓની સંખ્યા
= Alની મોલ-સંખ્યા × ઍવોગેડ્રો અંક
1/3 મોલ × 6.022 × 1023 અણુ / મોલ
≈ 2.008 × 1023 અણુ

3. 46 g સોડિયમ (Na)
ઉત્તર:

46 g સોડિયમમાં અણુઓની સંખ્યા
= Naની મોલ-સંખ્યા × ઍવોગેડો અંક
= 2 મોલ = 6.022 × 1023 અણુ / મોલ
= 12.046 × 1023 અણુ
≈ 1.205 × 1024 અણુ

4. 2 g પાણી (H2O).
ઉત્તર:

2g પાણીમાં અણુઓની સંખ્યા
= H2Oની મોલ-સંખ્યા ૪ ઍવોગેડ્રો અંક
1/9 મોલ = 6.023 × 1023 અણુ / મોલ
≈ 0.6692 × 1023 અણુ
≈ 6.692 × 1022 અણુ

5. 22 g કાર્બન ડાયોક્સાઈડ (CO2)
ઉત્તર:
22 g કાર્બન ડાયૉક્સાઈડની મોલ-સંખ્યા
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 10
22 g કાર્બન ડાયૉક્સાઇડમાં અણુઓની સંખ્યા
= CO2ની મોલ-સંખ્યા × ઍવોગેડો અંક
= 0.5 મોલ × 6.023 × 1023 અણુ / મોલ
= 3.0115 × 1023 અણુ

પ્રશ્ન 4.
નીચેની અણુ સંખ્યા પરમાણુ સંખ્યાને મોલ-સંખ્યામાં – રૂપાંતર કરો
1. 12.044 × 102 અણુ સલ્ફર ડાયોક્સાઇડ
ઉત્તર:

2. 6.022 × 10 અણુ એમોનિયા
ઉત્તર:

3. 3.011 × 105 અણુ હિલિયમ
ઉત્તર:

4. 2.4088 × 1023 અણુ ક્લોરિન
ઉત્તર:

5. 3.6132 × 1080 અણુ પાણી
ઉત્તર:

પ્રશ્ન 5.
નીચેનાં સંયોજનોમાં રહેલાં તત્ત્વોની ટકાવારીની ગણતરી કરો:
1. એમોનિયા
ઉત્તર:
એમોનિયાનું અણુસૂત્ર NH3 છે.
NH3નું આવીય દળ = 1 (Nનું પરમાણ્વીય દળ) + 3 (Hનું પરમાણ્વીય દળ)
= (1 × 14) + (3 × 1). = 14 + 3 = 17 u
∴ 17 g એમોનિયામાં 14 g નાઇટ્રોજન અને 3 g 3
હાઇડ્રોજન છે. નાઇટ્રોજનની ટકાવારી = 14/17 × 100 = 82.35
હાઇડ્રોજનની ટકાવારી = 3/17 × 100 = 17.65
નાઈટ્રોજન 82.35 % અને હાઇડ્રોજન: 17.65 %
[નોંધઃ 100 %માંથી નાઈટ્રોજનની ટકાવારી બાદ કરવાથી પણ હાઇડ્રોજનની ટકાવારી મળી શકે. હાઇડ્રોજનની ટકાવારી = 100 – 82.35 = 17.65].

2. ઇથેનોલ (C2H5OH)
ઉત્તર:
ઈથેનોલ(C2H5OH)નું આણ્વીય દળ
= 2 (Cનું પરમાણ્વીય દળ) + 6 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ)
= (2 × 12) + (6 × 1) + (1 × 16)
= 24 + 6 + 16 = 46 u
∴ 46 g ઇથેનોલમાં 24g કાર્બન, ઉg હાઇડ્રોજન અને 16 g ઑક્સિજન છે.
કાર્બનની ટકાવારી = 24/46 × 100 ≈ 52.174
હાઇડ્રોજનની ટકાવારી = 6/46 × 100 ≈ 13.043
ઑક્સિજનની ટકાવારી = 16/46 × 100 ≈ 34.783
કાર્બન 52.174 %, હાઇડ્રોજન : 13.043 % અને ઑક્સિજન 34.783 %

3. K2SO4
ઉત્તર:
K2SO નું આવીય દળ = 2 (Kનું પરમાણ્વીય દળ) + 1 (Sનું પરમાણ્વીય દળ) + 4 (0નું પરમાણ્વીય દળ)
= (2 × 39) + (1 × 32) + (4 × 16)
= 78 + 32 + 64 = 174u
∴ 174g K2SO4માં 78 g પોટેશિયમ, 32 g સલ્ફર અને 64 g ઑક્સિજન છે.

પોટેશિયમની ટકાવારી = 78/174 × 100 ≈ 44.83
સલ્ફરની ટકાવારી = 32/174 × 100 ≈ 18.39
ઑક્સિજનની ટકાવારી = 64/174 × 100 ≈ 36.78
પોટેશિયમ : 44.83 %, સલ્ફર : 18.39 % અને ઑક્સિજન : 36.78 %

નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો :

પ્રશ્ન 1.
લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મો સમાન છે. પરંતુ ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મો લોખંડ કરતાં જુદા છે.
ઉત્તર:

  • ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણા મુજબ, એક જ તત્ત્વના જુદા જુદા નમૂનામાં રહેલા પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન છે. આથી સળિયા અને તારમાં માત્ર લોખંડના જ પરમાણુઓ હોવાથી સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે.
  • ડાલ્ટનના સિદ્ધાંતની અભિધારણા મુજબ, જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. આથી લોખંડ અને ચાંદી એ બે જુદાં જુદાં તત્ત્વો હોવાથી તેમના રાસાયણિક ગુણધમાં જુદા છે.

પ્રશ્ન 2.
CO2 અને NH3, બંને વાયુઓ છે, છતાં તેમની = પરમાવીયતા જુદી જુદી છે.
ઉત્તર:
કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને ? તે અણુની પરમાણ્વીયતા કહે છે. ઉપરાંત, દરેક તત્ત્વની સંયોજકતા પણ જુદી જુદી હોય છે.
આથી, CO2ની પરમાણ્વીયતા ત્રણ, જ્યારે NH3ની પરમાણ્વીયતા = ચાર છે.

પ્રશ્ન 3.
100 g H2, અને 100 g He બંનેનું વજન સમાન : હોવા છતાં પરમાણુઓની સંખ્યા સમાન નથી.
ઉત્તર:
અણુ(સંયોજન)માં પરમાણુની સંખ્યા એ મોલ-સંખ્યા તથા પરમાણ્વીયતા પર આધાર રાખે છે.
→ 100 g H2ના મોલ = 100g/2u
= 50 મોલ

∴ 100 g H2માં પરમાણુની સંખ્યા = 2 × 50 = 6.022 × 1023
= 6.022 × 1024 પરમાણુ

→ 100 g Heના મોલ = 100g/4u
= 25 મોલ

∴ 100 g Heમાં પરમાણુની સંખ્યા = 1 × 25 × 6.022 × 1023
= 150.55 × 1023
= 1.5055 × 1025 પરમાણુ
આમ, બંને વાયુના મોલ અને પરમાણ્વીયતા જુદી જુદી હોવાથી પરમાણુઓની સંખ્યા સમાન નથી.

જોડકાં જોડો:

પ્રશ્ન 1.

વિભાગ I વિભાગ II
1. કાર્બનનું પરમાણ્વીય દળ a. Na
2. કાર્બન ડાયૉક્સાઇડનું આણ્વીય દળ b. CH4
3. મિથેનનું આણ્વીય સૂત્ર c. 44
4. સોડિયમની સંજ્ઞા d. 12
e. 5

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. કાર્બનનું પરમાણ્વીય દળ d. 12
2. કાર્બન ડાયૉક્સાઇડનું આણ્વીય દળ c. 44
3. મિથેનનું આણ્વીય સૂત્ર b. CH4
4. સોડિયમની સંજ્ઞા a. Na

પ્રશ્ન 2.

વિભાગ I વિભાગ II
1. H2Oના એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા a. 18
2. H2Oનું આવીય દળ b. 2
3. H2Oના એક અણુમાં પરમાણુઓની સંખ્યા c. 6.022 × 1023
4. H2Oમાં રહેલાં તત્ત્વોની સંખ્યા d. 4
e. 3

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. H2Oના એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા c. 6.022 × 1023
2. H2Oનું આવીય દળ a. 18
3. H2Oના એક અણુમાં પરમાણુઓની સંખ્યા e. 3
4. H2Oમાં રહેલાં તત્ત્વોની સંખ્યા b. 2

પ્રશ્ન 3.

વિભાગ I વિભાગ II
1. મહર્ષિ કણાદ a. નિશ્ચિત પ્રમાણનો નિયમ
2. એમેડિયો ઍવોગેડ્રો b. “મોલ’ શબ્દનો પરિચય
3. એન્ટોની લેવાઇઝર c. એક મોલમાં કણની સંખ્યા
4. જોસેફ એલ. પ્રાઉસ્ટ d. રાસાયણિક સંયોગીકરણના નિયમો
5. વિલ્હેમ ઓસ્વાલ્ડ e. પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ

ઉત્તર:

વિભાગ I વિભાગ II
1. મહર્ષિ કણાદ e. પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ
2. એમેડિયો ઍવોગેડ્રો c. એક મોલમાં કણની સંખ્યા
3. એન્ટોની લેવાઇઝર d. રાસાયણિક સંયોગીકરણના નિયમો
4. જોસેફ એલ. પ્રાઉસ્ટ a. નિશ્ચિત પ્રમાણનો નિયમ
5. વિલ્હેમ ઓસ્વાલ્ડ b. “મોલ’ શબ્દનો પરિચય

પ્રશ્ન 4.

વિભાગ I (તત્ત્વ) વિભાગ II (સંયોજકતા)
1. ક્લોરિન a. 3
2. ઑક્સિજન b. 1
3. ઍલ્યુમિનિયમ c. 2

ઉત્તરઃ

વિભાગ I (તત્ત્વ) વિભાગ II (સંયોજકતા)
1. ક્લોરિન b. 1
2. ઑક્સિજન c. 2
3. ઍલ્યુમિનિયમ a. 3

પ્રશ્ન 5.

ઉત્તર:
(1 – C),
(2 – d),
(3 – a),
(4 – b).

પ્રસ્તાવના

પ્રશ્ન 1.
મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણા જણાવો.
ઉત્તર:
પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ હંમેશાં દ્રવ્યના અજ્ઞાત અને અદશ્ય સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા.

  • ઈ. સ. પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો.
  • ભારતીય તત્ત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી કે જો દ્રવ્ય(પદાર્થ)નું સતત વિભાજન કરવામાં આવે, તો તેનું વધુ ને વધુ નાના નાના કણોમાં વિભાજન થતું રહેશે.
  • અંતે એક એવો સમય આવશે કે આ કણનું વધુ વિભાજન શક્ય બનશે નહિ, અર્થાત્ આ કણ અવિભાજ્ય રહેશે.
  • મહર્ષિ કણાદે તત્ત્વના આ અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું.

પ્રશ્ન 2.
ભારતીય તત્ત્વજ્ઞાની પકુધા કાત્યાયમનું પરમાણુ માટેનું સૂચન જણાવો.
ઉત્તર:
મહર્ષિ કણાદે સૂચવેલા સિદ્ધાંતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી શકુધા કાત્યાયમે સૂચવ્યું કે, “પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્તરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યનાં વિવિધ સ્વરૂપો આપે છે.”

પ્રશ્ન 3.
પ્રાચીન ગ્રીક તત્ત્વજ્ઞાનીઓનું પરમાણુ માટેનું સૂચન જણાવો. આ અભિધારણાઓની મર્યાદા જણાવો.
ઉત્તર:
પ્રાચીન ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ ડેમોક્રિટસ અને લ્યુસિપણે સૂચવ્યું કે જો દ્રવ્યનું વધુ ને વધુ વિભાજન કરવામાં આવે, તો અંતે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય બનશે નહિ. આ અવિભાજ્ય કણોને તેમણે પરમાણુઓ કહ્યા. મર્યાદા: આ વિચારો માત્ર માન્યતાઓ પર આધારિત હતા. તેમને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો તે સમયમાં થયા ન હતા.

પ્રશ્ન 4.
રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે?
અથવા
રાસાયણિક સંયોગીકરણ વિશે પ્રાથમિક સમજૂતી આપો.
ઉત્તર:

  • રસાયણવિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે.
  • રાસાયણિક સંયોગીકરણના બે મહત્ત્વના નિયમોની રજૂઆત એન્ટોની એલ. લેવોઇઝરે અને જોસેફ એલ. પ્રાઉટે કરી હતી.

આ નિયમો નીચે મુજબ છે :

  • દળ-સંચયનો નિયમ (દ્રવ્ય-સંરક્ષણનો નિયમ)
  • નિશ્ચિત પ્રમાણનો નિયમ

પ્રશ્ન 5.
દળ-સંચયનો નિયમ સમજાવો.
અથવા
દ્રવ્ય-સંરક્ષણનો નિયમ સમજાવો.
ઉત્તર:

  • નિયમઃ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી.
  • સમજૂતી : પાણીમાં x ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે.
  • આ અવક્ષેપનું વજન (x + y) ગ્રામ જેટલું મળે છે, જે શરૂઆતમાં લીધેલાં દ્રાવણોના વજન જેટલું જ છે.
  • આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી.

પ્રશ્ન 6.
નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી, ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:
નિયમઃ રાસાયણિક પદાર્થમાં તત્ત્વો હંમેશાં દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે.

સમજૂતીઃ

  • પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. પાણીનો સ્રોત કોઈ પણ હોય પરંતુ જો 9 g પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશાં 1 g હાઇડ્રોજન અને 8 g ઑક્સિજન ઉદ્ભવે છે. તેથી પાણીમાં હાઇડ્રોજન અને ઑક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશાં 1 : 8 થાય છે.
  • એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશાં 14 : 3 હોય છે.

પ્રશ્ન 7.
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો.
ઉત્તર:
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ છે :

  • બધાં જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, જે અતિસૂક્ષ્મ કણો છે.
  • પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી.
  • એક જ તત્ત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે.
  • જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે.
  • પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને સંયોજન (અણુ) બનાવે છે.
  • કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.

પ્રશ્ન 8.
પરમાણુ શું છે? સમજાવો.
ઉત્તર:
જેમ વિશાળ ઇમારતના પાયાનો એકમ ઈંટ છે તથા કીડીના દરના પાયાનો એકમ રેતીનો કણ છે, તેમ દરેક દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ છે. દ્રવ્યની રચના પરમાણુઓ દ્વારા થાય છે.

પ્રશ્ન 9.
તત્ત્વમાં પરમાણુઓની ગોઠવણી કેવી હોય છે?
ઉત્તર:

  • આધુનિક તનિકોની મદદથી સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકાય છે.
  • સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ(STM)ની મદદથી સિલિકોનની સપાટીની તસવીર નીચે મુજબની મેળવી શકાય છે :


આ તસવીર પરથી કહી શકાય કે, તત્ત્વમાં પરમાણુઓની ગોઠવણી નિયમિત હોય છે.

પ્રશ્ન 10.
પરમાણ્વીય ત્રિજ્યાના માપન માટેનો એકમ જણાવો. જુદા જુદા પરમાણુઓની ત્રિજ્યા મીટર એકમમાં અને નેનોમીટર એકમમાં દર્શાવો.
ઉત્તર:
પરમાણુઓ અતિસૂક્ષ્મ હોય છે.

  • લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે સ્તરની જાડાઈ માંડ કાગળની જાડાઈ જેટલી થાય છે.
  • પરમાણ્વીય ત્રિજ્યા નેનોમીટર (nm) એકમમાં મપાય છે.

1 nm = 1/109 = 10-9m
1 m = 109 nm

પ્રશ્ન 11.
તત્ત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ડાલ્ટન દ્વારા દર્શાવાયેલ કેટલાંક તત્ત્વોની સંજ્ઞા જણાવો.
ઉત્તર:
તત્ત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા.

  • તેમણે જ્યારે કોઈ તત્ત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્ત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો.
  • અર્થાત્ તત્ત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી.
  • બઝેલિયસે સૂચવ્યું કે તત્ત્વોની સંજ્ઞાને તેમનાં નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય.
  • ડાલ્ટન દ્વારા દર્શાવાયેલી કેટલાંક તત્ત્વોની સંજ્ઞાઓ નીચે મુજબ છે :


[આકૃતિ: ડાલ્ટન દ્વારા દર્શાવાયેલ કેટલાંક તત્ત્વોની સંજ્ઞાઓ]

પ્રશ્ન 12.
પ્રાચીન સમયમાં તત્ત્વોનાં નામ કેવી રીતે અપાતાં હતાં? સમજાવો.
ઉત્તર:

  • શરૂઆતના (પ્રાચીન) સમયમાં તત્ત્વોનાં નામ તેમનાં પ્રાપ્તિસ્થાન કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યાં હતાં, તેનાં નામ પરથી અપાતાં હતાં.
  • દા. ત., કૉપરનું નામ સાયપ્રસ (Cyprus) પરથી આપવામાં આવ્યું હતું, કારણ કે કૉપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું.
  • કેટલાંક તત્ત્વોનાં નામ તેમના વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવ્યાં હતાં.
  • દા. ત., સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું છે, કારણ કે, સોનાનો રંગ પીળો છે અને ઓરમનો અર્થ પીળો થાય છે.

પ્રશ્ન 13.
આધુનિક સમયમાં તત્ત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે? સમજાવો.
ઉત્તર:
આધુનિક સમયમાં તત્ત્વનાં નામ અને સંજ્ઞાની મંજૂરી ઈન્ટરનૅશનલ યુનિયન ઑફ પ્યોર એન્ડ એપ્લાઈડ કેમેસ્ટ્રી (International Union of Pure and Applied Chemistry – IMPAC) દ્વારા આપવામાં આવે છે.

  • મોટા ભાગનાં તત્ત્વોની સંજ્ઞા તે તત્ત્વોના અંગ્રેજી નામના એક : અથવા બે અક્ષરોથી બનેલી છે.
  • કોઈ પણ તત્ત્વની સંજ્ઞાનો પ્રથમ અક્ષર હંમેશાં કૅપિટલ અક્ષરમાં અને બીજા અક્ષર હંમેશાં નાના (લઘુલિપિ
  • બીજી એબીસીડી) અક્ષરોમાં લખાય છે.


કેટલાંક તત્ત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને હું ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે.
દા. ત.,

  1. ક્લોરિન (Chlorine) : Cl
  2. ઝિક (Zinc) : Zn

કેટલાંક તત્ત્વોની સંજ્ઞાઓ જે-તે તત્ત્વના લૅટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓનાં નામ પરથી રાખવામાં આવે છે.
દા. ત.,

  • લોખંડની સંજ્ઞા Fe, તેનાં લૅટિન નામ ફેરમ પરથી રાખવામાં આવી છે.
  • સોડિયમની સંજ્ઞા Na, તેનાં લૅટિન નામ નેટ્રિયમ પરથી રાખવામાં આવી છે.
  • ટંગસ્ટનની સંજ્ઞા W, તેનાં ગ્રીક નામ વૉલફામ પરથી રાખવામાં આવી છે.

આમ, દરેક તત્ત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે.
કોષ્ટક 1: કેટલાંક તત્ત્વોની સંજ્ઞાઓ

પ્રશ્ન 14.
કેટલાંક તત્ત્વોનાં લૅટિન અથવા ગ્રીક નામ અને સંજ્ઞાઓ જણાવો.
ઉત્તર:

પ્રશ્ન 15.
ટૂંક નોંધ લખો: પરમાણવીય દળ
ઉત્તર:
ડાલ્ટનના મત મુજબ, દરેક તત્ત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે.

  • અતિસૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે.
  • રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલાં સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય છે.
  • શરૂઆતના સમયમાં પરમાણ્વીય દળ એકમને ટૂંકમાં amu (atomic mass unit) તરીકે દર્શાવાતો હતો. પરંતુ UPACની ભલામણોને આધારે તેને u (યુનિફાઇડ માસ
  • એકીકૃત દળ) તરીકે દર્શાવવામાં આવે છે.
  • વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વેજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઑક્સિજનના 1/16 મા ભાગના દળને એકમ તરીકે લીધું હતું.
    ઈ. સ. 1961માં પરમાણ્વીય દળ નક્કી કરવા માટે કાર્બન-12ના સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો.
  • કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 મા ભાગને માન્ય પરમાણ્વીય દળ એકમ તરીકે લેવાય છે.
  • કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે-તે તત્ત્વના દળને પરમાણ્વીય દળ કહે છે.

કોષ્ટક : કેટલાંક તત્ત્વોના પરમાણ્વીય દળ પરમાવીય

પ્રશ્ન 16.
વૈજ્ઞાનિકોએ તત્ત્વનું પરમાણ્વીય દળ એકમ નક્કી કરવા ઑક્સિજનને મહત્ત્વ આપ્યું હતું. શા માટે?
ઉત્તર:
વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતાં ઑક્સિજનના મા ભાગના દળને એકમ તરીકે લીધું.

નીચે દર્શાવેલાં કારણોને લીધે મહત્ત્વ આપવામાં આવ્યું :

  • ઑક્સિજન અનેક તત્ત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે.
  • પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્ત્વોના- પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 17.
સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?
ઉત્તર:
મોટા ભાગનાં તત્ત્વોના પરમાણુઓ સ્વતંત્રરૂપે અસ્તિત્વ ધરાવતાં નથી.

  • બે કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ અણુ અથવા આયનની રચના કરે છે.
  • આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે.
  • પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અથવા સ્પર્શ કરી શકીએ છીએ.

પ્રશ્ન 18.
સમજાવો : અણુ
અથવા અણુ વિશે સામાન્ય માહિતી આપો.
ઉત્તર:
સામાન્ય રીતે બે કે તેથી વધુ તત્ત્વોના રાસાયણિક સંયોગીકરણથી પરમાણુઓ સંયોજાય છે, ત્યારે તેમાં પરમાણ્વીય પ્રમાણની સંખ્યા સાદા પૂર્ણાકમાં હોય છે.

  • આવા પરમાણ્વીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહે છે.
  • અણુ તત્ત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે, જે સામાન્ય પરિસ્થિતિઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મો દર્શાવે છે.
  • એક જ તત્ત્વના પરમાણુઓ અથવા જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે.

પ્રશ્ન 19.
ટૂંક નોંધ લખો: પરમાણ્વીયતા
ઉત્તર:
કેટલાંક અધાતુ તત્ત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે. દા. ત., આર્ગોન (Ar), હિલિયમ (He)

  • મોટા ભાગનાં અધાતુ તત્ત્વોના અણુઓ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બને છે. દા. ત., ઑક્સિજનનો એક અણુ ઑક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે. તેથી જ તે દ્વિ-પરમાણ્વીય અણુ (O2) તરીકે જાણીતો છે. જો ઑક્સિજનના 2 પરમાણુના બદલે પરમાણુઓ સંયોજાય, તો ઓઝોન (O2) મળે છે.
  • ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્ત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે.
  • કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે.

કોષ્ટક : કેટલાંક તત્ત્વોની પરમાણ્વીયતા

પ્રશ્ન 20.
સંયોજનનો અણુ એટલે શું?
ઉત્તર:
જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે, તેને સંયોજનનો અણુ કહે છે.
દા. ત., પાણી (H2O), એમોનિયા (NH3) અને કાર્બન ડાયૉક્સાઈડ (CO2)

પ્રશ્ન 21.
આયન એટલે શું? તેમનું વર્ગીકરણ કરો.
ઉત્તર:
ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો(સ્પીસિઝ)ના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે.
-આયનનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે :

પ્રશ્ન 22.
આયનીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા જોડાઈને બનતાં સંયોજનોને આયનીય સંયોજનો કહે છે.
કોષ્ટક : કેટલાંક આયનીય સંયોજનો

આયનીય સંયોજન જોડાતાં તત્ત્વો દળથી ગુણોત્તર
કૅલ્શિયમ ઑક્સાઇડ કેલ્શિયમ અને ઑક્સિજન 5 : 2
મૅગ્નેશિયમ સલ્ફાઇડ મૅગ્નેશિયમ અને સલ્ફર 3 : 4
સોડિયમ ક્લોરાઈડ સોડિયમ અને ક્લોરિન 23: 35.5

પ્રશ્ન 23.
કેટલાક આયનોનાં નામ અને સંજ્ઞાઓ જણાવો.
ઉત્તર:
કેટલાક આયનોનાં નામ અને સંજ્ઞાઓ નીચે કોષ્ટક 6માં દર્શાવ્યા છે :
કોષ્ટક : કેટલાક આયનોનાં નામ અને સંજ્ઞાઓ

* કેટલાંક તત્ત્વો એકથી વધુ સંયોજકતા દર્શાવે છે. કોષ્ટકમાં દર્શાવેલ રોમન આંક તેમની સંયોજક્તા દર્શાવે છે.

પ્રશ્ન 24.
સંયોજકતા એટલે શું? તેનું મહત્ત્વ જણાવો.
ઉત્તરઃ
કોઈ પણ તત્ત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ(ક્ષમતા)ને તે તત્ત્વની સંયોજકતા કહે છે.
મહત્ત્વઃ કોઈ એક તત્ત્વના પરમાણુઓ અન્ય તત્ત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે, તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે.

પ્રશ્ન 25.
રાસાયણિક સૂત્ર એટલે શું? રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ
ઉત્તર :
કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે.

  • જુદાં જુદાં સંયોજનોનાં રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે.
  • આ માટે તત્ત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જરૂરી છે.
  • રાસાયણિક સૂત્રો લખતી વખતે નીચે દર્શાવેલ નિયમોનું પાલન

કરવું જરૂરી છે :

  • આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ.
  • કોઈ સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. દા. ત., કૅલ્શિયમ ઑક્સાઈડ (CaO), સોડિયમ ક્લોરાઈડ (NaCI), આયર્ન સલ્ફાઇડ (FeS), કૉપર ઑક્સાઇડ (CuO) વગેરે. અહીં કૅલ્શિયમ, સોડિયમ, આયર્ન અને કોપર ધાતુઓ છે અને તેઓને ડાબી તરફ લખાય છે. જ્યારે ઑક્સિજન, ક્લોરિન અને સલ્ફર અધાતુઓ છે અને તેઓને જમણી તરફ લખાય છે.
  • બહુપરમાણ્વીય આયનો દ્વારા બનતાં સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કોંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે.
    • જો બહુપરમાણ્વીય આયનની સંખ્યા એક હોય, તો કોંસ દર્શાવવો જરૂરી નથી. દા. ત., NaOH
    • પરંતુ જો બહુપરમાણ્વીય આયનની સંખ્યા એકથી વધુ હોય, તો 3 કૌસ દર્શાવવો જરૂરી છે. દા. ત., (NH4)2SO4

પ્રશ્ન 26.
દ્ધિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનોનાં સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે?
ઉત્તર:
બે જુદાં જુદાં તત્ત્વોથી બનતાં સૌથી સરળતમ સંયોજનોને દ્ધિઅંગી સંયોજનો કહે છે.
– સંયોજનોનાં રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્ત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે.
– ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાનો ક્રૉસ કરવામાં આવે છે.

દા. ત., (1) હાઇડ્રોજન ક્લોરાઇડઃ
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 27

(2) હાઇડ્રોજન સલ્ફાઈડ
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 28

(3) પાણી :
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 29

(4) કાર્બન ટેટ્રાક્લોરાઇડ :
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 30

પ્રશ્ન 27.
આયનીય સંયોજનોનાં સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
આયનીય સંયોજનોનાં સૂત્રો એ તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા વડે લખવામાં આવે છે.

ઉદાહરણઃ મૅગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ આપણે ધનાયનની સંજ્ઞા (Mg2+) લખીએ છીએ. ત્યારબાદ ઋણાયનની સંજ્ઞા (Cl) લખીએ છીએ. ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ.

→ મૅગ્નેશિયમ ક્લોરાઈડનું સૂત્રઃ

  • તેથી મૅગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર MgCl2 છે.
  • આમ, મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક મૅગ્નેશિયમ (Mg2+) આયન માટે બે ક્લોરાઇડ (C) આયનો રહેલા હોય છે.
  • અહીં ધન તેમજ ત્રણ વીજભાર એકબીજાને સમતોલિત કરતાં ૨ હોવા જોઈએ અને સંપૂર્ણ બંધારણ વીજભારની દષ્ટિએ તટસ્થ હોવું જોઈએ.
  • રાસાયણિક સૂત્રમાં આયન પરનો વીજભાર દર્શાવવામાં આવતો નથી.

પ્રશ્ન 28.
નીચેનાં સંયોજનોનાં રાસાયણિક સૂત્રો લખોઃ
(1) ઍલ્યુમિનિયમ ઑક્સાઈડ
ઉત્તર:
એલ્યુમિનિયમ ઑક્સાઇડ
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 32

(2) કેલ્શિયમ ઑક્સાઇડ
ઉત્તર:
કેલ્શિયમ ઑક્સાઇડ:
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 33
અહીં, બને તત્ત્વોની સંયોજકતાઓ સમાન છે. તેથી – Ca2O2 પ્રકારનું સૂત્ર મળે; પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવીએ છીએ.

(3) સોડિયમ નાઈટ્રેટ
ઉત્તર:
સોડિયમ નાઇટ્રેટ:
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 34

(4) કૅલ્શિયમ હાઈડ્રૉક્સાઈડ
ઉત્તર:
કૅલ્શિયમ હાઈડ્રૉક્સાઈડ :
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 35

(5) સોડિયમ કાર્બોનેટ
ઉત્તર:
સોડિયમ કાર્બોનેટ :
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 36
ઉપર દર્શાવેલ તમામ રાસાયણિક સંયોજનોમાં માત્ર એક જ આયન હોવાથી કૌસ દર્શાવવાની જરૂર નથી.

(6) એમોનિયમ સલ્ફટ
ઉત્તર:
એમોનિયમ સલ્ફટ :
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 37

પ્રશ્ન 29.
આવીય દળ એટલે શું? તેનો એકમ જણાવો.
ઉત્તર:
અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળનો ઉપયોગ કરી આણ્વીય દળ શોધવામાં આવે છે.

  • જો અણુનું આણ્વીય સૂત્ર જાણતા હોઈએ તો તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણ્વીય દળ વડે ગુણી તેમનો સરવાળો કરતા આણ્વીય દળ મળે છે.
  • કોઈ પણ પદાર્થનું આવીય દળ તેમાં રહેલા બધા ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળા જેટલું હોય છે.
  • આણ્વીય દળ = અણુમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો
  • આણ્વીય દળ એ અણુનું સાપેક્ષ દળ છે.

તેનો એકમ ‘u છે. દા. ત., HClનું આણ્વીય દળ નીચે મુજબ નક્કી કરી શકાય છેઃ
HCનું આણ્વીય દળ = 1 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Clનું પરમાણ્વીય દળ)
= 1 (1) + 1 (35.5) = 1 + 35.5
= 36.5 u

પ્રશ્ન 30.
સૂત્ર એકમ દળ એટલે શું? સમજાવો.
ઉત્તર:
કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો છે.

  • પરંતુ “એકમ સૂત્ર’ શબ્દનો ઉપયોગ એવા પદાર્થો માટે થાય છે કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે.
  • ટૂંકમાં, સંયોજન જ્યારે આયનીય સ્વરૂપમાં હોય ત્યારે તેના આવીય દળને સૂત્ર એકમ દળ કહે છે. તેનો એકમ ‘u છે.
  • દા. ત., સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ NaCl છે.

તેથી તેનાં સૂત્ર એકમ દળની ગણતરી નીચે મુજબ થાય છે :
NaCl = 1 (Naનું પરમાણ્વીય દળ) + 1 (CIનું પરમાણ્વીય દળ)
= 1 (23) + 1 (35.5). = 23 + 35.5
= 58.5 u

પ્રશ્ન 31.
ટૂંક નોંધ લખો મોલ-સંકલ્પના
ઉત્તર:
કોઈ પણ પદાર્થની માત્રા(જથ્થા)ને તેના દળ અથવા 3 અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય; પરંતુ રાસાયણિક પ્રક્રિયા 2 સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે.

  • પદાર્થના જથ્થાને દળના સંદર્ભમાં દર્શાવવા કરતાં અણુઓ કે પરમાણુઓની સંખ્યાના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે.
  • આથી વૈજ્ઞાનિકોએ પદાર્થના દળ અથવા વજન અથવા જથ્થાને સંખ્યા સાથે સંબંધિત કરવા માટે એક સંકલ્પના રજૂ કરી, જેને મોલ-સંકલ્પના કહે છે.

જેમ કે, 1 ડઝન = 12 નંગ,
1 કોડી = 20 નંગ,
1 ગ્રોસ = 144 નંગ
તેમ 1 મોલ = 6.022 × 1023 સંખ્યા

  • કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકો(અણુઓ, પરમાણુઓ કે આયનો)ની સંખ્યા 6.022 × 1023 જેટલી નિશ્ચિત હોય છે. તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે.
  • ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો ઍવોગેડ્રોના માનમાં આ સંખ્યાને ઍવોગેડો અચળાંક અથવા ઍવોગેડો અંક કહે છે. તેને N0 દ્વારા દર્શાવાય છે.

આ મુજબ, 1 મોલ ઑક્સિજન પરમાણુ
= 6.022 × 1023 ઑક્સિજન પરમાણુની સંખ્યા
1 મોલ હાઇડ્રોજન અણુ = 6.022 × 1023 હાઇડ્રોજન અણુની સંખ્યા
1 મોલ Na+ આયન = 6.022 × 1023 Na+ આયનોની સંખ્યા
ટૂંકમાં, 1 મોલ XYZ = 6.022 × 1023 XYZ કણોની સંખ્યા

એક મોલ એટલે 6.022 × 1023 કણો. આમ, મોલ એ સંખ્યા ર છે અને સંખ્યાને એકમ હોતો નથી. આથી મોલને પણ એકમ હોય નહિ .
⇒ મોલની સંખ્યા નક્કી કરવા જો પરમાણુ હોય તો તેનું પરમાણ્વીય = દળ, અણુ હોય તો તેનું આવીય દળ, આયન હોય તો તેનું

આયનીય દળ, સંયોજન હોય તો તેનું સંયોજનદળ તેના સૂત્ર પ્રમાણે ગણી મોલની ગણતરી કરી શકાય.

  • કાર્બનના સ્થાયી સમસ્થાનિક C-12ના પરમાણ્વીય દળ 12 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા 6.022 × 1023 સ્વીકારવામાં આવેલી છે. આ સંખ્યાને મોલ કહે છે.
  • પદાર્થના દળ પરથી મોલ અને મોલ પરથી ઍવોગેડો અંક દ્વારા કણોની સંખ્યા ગણી શકાય.

પ્રશ્ન 32.
મોલ એટલે શું? તેનો એકમ શું છે?
ઉત્તર:
ઈ. સ. 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્વે “મોલ’ શબ્દનો પરિચય આપ્યો. તે એક લૅટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે. તેનો અર્થ ‘ઢગલો” અથવા “થપ્પી’ થાય છે.

  • ઈ. સ. 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ. જેના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવી શકાય છે.
  • રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે અણુઓ કે પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓને દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે, જે નીચે પ્રમાણે થઈ શકે છે :
    1 મોલ = 6.022 × 1023
    = ગ્રામમાં સાપેક્ષ દળ
  • આમ, રસાયણશાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ મોલ છે. તેને કોઈ એકમ નથી.

પ્રશ્ન 33.
સમજાવો મોલર દળ
ઉત્તર:
કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળ છે.

  • પદાર્થનું પરમાણ્વીય દળ એ એક પરમાણુનું દળ છે. પરમાણ્વીય દળનો એકમ ‘u’ છે.
  • પદાર્થના એક મોલ પરમાણુઓના દળને મોલર દળ કહે છે.
  • તેનો એકમ ‘u’ ને બદલે ‘g’ દર્શાવવામાં આવે છે.
  • પરમાણુના આવીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહે છે. દા. ત., હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ = 1 u
    ∴ હાઇડ્રોજનનું ગ્રામ પરમાવીય દળ = 1 g
  • 1 u હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 g હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુઓ ધરાવે છે.
  • 16 u ઑક્સિજન માત્ર એક જ ઑક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16g ઑક્સિજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 × 1023 જેટલા ઑક્સિજન પરમાણુઓ ધરાવે છે.

પ્રશ્ન 34.
મોલ, ઍવોગેડ્રો અંક અને દળ વચ્ચેનો સંબંધ જણાવો.
ઉત્તર:
મોલ, ઍવોગેડ્રો અંક અને દળ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે :

[આકૃતિ : મોલ, ઍવોગેડો અંક અને દળ વચ્ચેનો સંબંધ]

પ્રશ્ન 35.
નીચેના દાખલા ગણો
(1) (a) પાણી(HO)ના સાપેક્ષ આવીય દળની ગણતરી કરો.
ઉકેલ:
હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ = 1 u
ઑક્સિજનનું પરમાણ્વીય દળ = 16 u
આથી બે હાઈડ્રોજન પરમાણુ અને એક ઑક્સિજન પરમાણુ ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ
= 2 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (1) + 1 (16) = 18 u

(b)HNOના આણ્વીય દળની ગણતરી કરો.
ઉકેલ:
HNOજુનું આણ્વીય દળ = 1 (Hનું પરમાણ્વીય દળ) + 1 (Nનું પરમાણ્વીય દળ) + 3 (Oનું પરમાણ્વીય દળ)
= 1 (1) + 1 (14) + 3 (16)
= 1 + 14 + 48
= 63u

(2) CaCl2, માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો.
ઉકેલ:
CaCl2 નું એકમ સૂત્ર દળ
= (Caનું પરમાણ્વીય દળ) + 2 (CIનું પરમાણ્વીય દળ)
= (40) + 2 (35.5)
= 40 + 71 = 111 u

(૩) નીચે દર્શાવેલા માટે મોલ-સંખ્યાની ગણતરી કરોઃ
(i) 52 g He (દળ દ્વારા મોલ શોધો.)
(ii) 12.044 × 1023 He પરમાણુઓ (કણોની સંખ્યા દ્વારા મોલ શોધો.)
ઉકેલ:
મોલ-સંખ્યા = n
આપેલ દળ = m
મોલર દળ = M
આપેલ કણોની સંખ્યા = N
કણો માટે ઍવોગેડ અંક = N0

(i) Heનું પરમાણ્વીય દળ = 4u
Heનું મોલર દળ = 4g
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 40
n = m/M=52/4 = 13 મોલ

(ii) 1 મોલ = 6.022 × 1023

(4) નીચે દર્શાવેલા માટે દળની ગણતરી કરોઃ
(1) 0.5 મોલ Nઝ વાયુ (અણુના મોલમાંથી દળ)
ઉકેલ:
દળ = મોલર દળ × મોલ-સંખ્યા
m = M × n = 28 × 0.5 = 14g

(ii) 0.5 મોલ N પરમાણુ (પરમાણુના મોલમાંથી દળ).
ઉકેલ:
દળ = મોલર દળ × મોલ-સંખ્યા
m = M × n = 14 × 0.5 = 7g

(iii) 3.011 × 1023 N પરમાણુની સંખ્યા (સંખ્યામાંથી દળ)
ઉકેલ:

(i) 8g ઑક્સિજન અણુ (દળમાંથી અણુ સંખ્યા)
ઉકેલ:
અણુની સંખ્યા = GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 43 × ઍવોગેડો અંક
N = × N0.
ઑક્સિજન પરમાણુનું દળ = 16u
ઑક્સિજન અણુનું મોલર દળ = 16 × 2
= 32 g.
N = 8/32 × 6.022 × 1023
N = 1.5055 × 1023
≈ N = 1.51 × 1023

(iii) 0.1 મોલ કાર્બન પરમાણુ (આપેલ મોલમાંથી સંખ્યા)
ઉકેલ:
કણો(પરમાણુઓની સંખ્યા
= કણની મોલ-સંખ્યા × ઍવોગે અંક
N = n × N0
= 0.1 × 6.022 × 1023
= 6.022 × 1022

હેતુલક્ષી :
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો

પ્રશ્ન 1.
દળ-સંચયનો નિયમ લખો.
ઉત્તરઃ
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.

પ્રશ્ન 2.
કયો સિદ્ધાંત દ્રવ્ય-સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમની રે સમજૂતી પૂરી પાડે છે?
ઉત્તર:
ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત દ્રવ્ય-સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડે છે.

પ્રશ્ન 3.
IMPACનું પૂર્ણ નામ લખો.
ઉત્તરઃ
ઇન્ટરનેશનલ યુનિયન ઑફ પ્યોર ઍન્ડ એપ્લાઈડ કેમેસ્ટ્રી.

પ્રશ્ન 4.
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મર્યાદા લખો.
ઉત્તરઃ
કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમની મહત્તા રહેતી નથી.

પ્રશ્ન 5.
નિશ્ચિત સંરચનાના નિયમની મર્યાદા લખો.
ઉત્તરઃ
સમસ્થાનિકોના સંદર્ભમાં નિશ્ચિત સંરચનાનો નિયમ લાગુ પાડી શકાતો નથી.

પ્રશ્ન 6.
કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્ત્વોની સંજ્ઞાને તેમનાં નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે?
ઉત્તર:
બઝેલિયસે સૂચવ્યું કે તત્ત્વોની સંજ્ઞાને તેમનાં નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે.

પ્રશ્ન 7.
પરમાણ્વીય દળ કયા સાધનની મદદથી ચોકસાઈપૂર્વક માપી શકાય છે?
ઉત્તર:
દ્રવ્યમાન સ્પેક્ટ્રૉમિટર નામના સાધનની મદદથી પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક માપી શકાય છે.

પ્રશ્ન 8.
એકમ સૂત્ર દળ કયાં સંયોજનો માટે ઉપયોગી છે?
ઉત્તરઃ
આયનીય સંયોજનોના આણ્વીય દળ માટે એકમ સૂત્ર – દળ ઉપયોગી છે.

પ્રશ્ન 9.
CO2માં કાર્બન અને ઑક્સિજનનો દળથી ગુણોત્તર કેટલો છે?
ઉત્તર:
CO૦માં કાર્બન અને ઑક્સિજનનો દળથી ગુણોત્તર = 12 : 32 = 3: 8 છે.

પ્રશ્ન 10.
CO2 માં કાર્બન અને ઑક્સિજનનો દળ ગુણોત્તર ૩: 8 છે, તો ઉg કાર્બન સાથે કેટલા ગ્રામ ઑક્સિજન સંયોજાઈ શકે?
ઉત્તર:
COમાં કાર્બન અને ઑક્સિજનનો દળ ગુણોત્તર ૩: 8 હોવાથી 6ઠ્ઠ કાર્બન સાથે 16g ઑક્સિજન સંયોજાઈ શકે.

પ્રશ્ન 11.
મૅગ્નેશિયમ ઑક્સાઈડમાં કેટાયન અને એનાયન અનુક્રમે જણાવો.
ઉત્તરઃ
મૅગ્નેશિયમ ઑક્સાઇડમાં કેટાયન અને એનાયન અનુક્રમે Mg2+ અને O2- છે.

પ્રશ્ન 12.
કોઈ એક તત્ત્વ ની સંયોજકતા 3 છે, તો તેના ઑક્સાઇડનું સૂત્ર શું હોઈ શકે?
ઉત્તરઃ

પ્રશ્ન 13.
Al2O3માં AIની સંયોજકતા જણાવો.
ઉત્તર:
Al2O3માં AIની સંયોજકતા 3 છે.

પ્રશ્ન 14.
34 g NH4માં NH4ના મોલ કેટલા છે?
ઉત્તરઃ

પ્રશ્ન 15.
ઑક્સિજનના એક પરમાણુનું વજન શોધો.
ઉત્તર:
ઑક્સિજનના એક પરમાણુનું વજન = 32/6.022×10-23
= 5.31 × 10-23

વ્યાખ્યા આપો

પ્રશ્ન 1.
અણુ
ઉત્તરઃ
અણુ તત્ત્વ કે સંયોજનના નાનામાં નાના કણને અણુ કહે છે.

પ્રશ્ન 2.
પરમાણ્વીય દળ
ઉત્તરઃ
પરમાણ્વીય દળ કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 5 મા ભાગને માન્ય પરમાણ્વીય દળ કહે છે.

પ્રશ્ન 3.
આણ્વીય દળ
ઉત્તરઃ
આણ્વીય દળઃ તત્ત્વ કે સંયોજનના અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે.

પ્રશ્ન 4.
મોલર દળ
ઉત્તરઃ
મોલર દળઃ પદાર્થના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહે છે.

પ્રશ્ન 5.
પરમાણવીયતા
ઉત્તરઃ
પરમાણ્વીયતા કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે.

પ્રશ્ન 6.
સંયોજકતા
ઉત્તરઃ
સંયોજકતા કોઈ પણ તત્ત્વની બીજા તત્ત્વ સાથે સંયોજાવાની – – સાપેક્ષ શક્તિ(ક્ષમતા)ને તે તત્ત્વની સંયોજકતા કહે છે.

પ્રશ્ન 7.
બહુપરમાણ્વીય આયન
ઉત્તરઃ
બહુપરમાણ્વીય આયન: પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે, તેને બહુપરમાણ્વીય આયન કહે છે.

ખાલી જગ્યા પૂરો :

પ્રશ્ન 1.
રાસાયણિક સંયોગીકરણના નિયમો ________ આપ્યા.
ઉત્તરઃ
લેવોઇઝરે

પ્રશ્ન 2.
એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર ________ હોય છે.
ઉત્તરઃ
14: 3

પ્રશ્ન 3.
પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. સંયોજનના આ નાનામાં નાના ભાગને ________ કહે છે.
ઉત્તરઃ
અણુ

પ્રશ્ન 4.
પાણીના અણુની ત્રિજ્યા આશરે ________ m છે.
ઉત્તરઃ
10-9

પ્રશ્ન 5.
હીમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે ________ નેનોમીટર છે.
ઉત્તરઃ
10

પ્રશ્ન 6.
Co એ ________ છે, જ્યારે CO એ ________ છે.
ઉત્તરઃ
કોબાલ્ટ, કાર્બન મોનૉક્સાઇડ

પ્રશ્ન 7.
CH4, C2H6. C2H4, અને C2H2 માં કાર્બનની સંયોજકતા અનુક્રમે ________, ________, ________ અને ________ છે.
ઉત્તરઃ
4, 3, 2, 1

પ્રશ્ન 8.
FeCl, અને FeCl માં Feની સંયોજકતા અનુક્રમે ________ અને ________ છે.
ઉત્તરઃ
2, 3

પ્રશ્ન 9.
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 46 દ્વારા નિર્દેશિત તત્ત્વ ________ છે.
ઉત્તરઃ
મરક્યુરી

પ્રશ્ન 10.
પ્લેટિનમની બલિયસ દ્વારા નિર્દેશિત સંજ્ઞા ________ છે.
ઉત્તરઃ
D

પ્રશ્ન 11.
સોડિયમનું લૅટિન નામ ________ છે.
ઉત્તરઃ
નેટ્રિયમ

પ્રશ્ન 12.
ઓરમ એ નું લૅટિન નામ છે.
ઉત્તરઃ
ગોલ્ડ (સોનું)

પ્રશ્ન 13.
C2H5OHમાં પરમાણ્વીયતા ________ છે.
ઉત્તરઃ
9

પ્રશ્ન 14.
60 g કાર્બનમાં મોલ-સંખ્યા ________ છે.
ઉત્તરઃ
5

પ્રશ્ન 15.
64g ઑક્સિજનના જથ્થામાં ઑક્સિજન પરમાણુની સંખ્યા ________ છે.
ઉત્તરઃ
2.4088 × 1024

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઑક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશાં 1: 4 હોય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
લોખંડ માટેની સંજ્ઞા Fe છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
1mm = 1/10-9 m
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
CO માં કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઑક્સિજન સાથે સંયોજાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
માન્ય પરમાણ્વીય એકમ દળ માટે કાર્બનના C-14 સમસ્થાનિકને ધ્યાનમાં લેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 7.
હિલિયમ, ફૉસ્ફરસ અને હાઇડ્રોજનની પરમાણ્વીયતા અનુક્રમે 1, 2 અને 4 છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 8.
સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરિનનો દળથી ગુણોત્તર 23: 35.5 છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
કૅલ્શિયમ ઑક્સાઇડનું આણ્વીય સૂત્ર Ca2O છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
NayOના એક મોલમાં Na પરમાણુની સંખ્યા 2 × 6.022 × 1023
ઉત્તર:
ખરું

પ્રશ્ન 11.
46 g સોડિયમ પરમાણુમાં સોડિયમ પરમાણુના મોલ 2 છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 12.
પદાર્થના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહે છે.
ઉત્તર:
ખરું

નીચેનાં સંયોજનોનાં સૂત્રો લખો

પ્રશ્ન 1.
ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
ઉત્તર:
સંયોજન : ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
સૂત્ર : AlCl3

પ્રશ્ન 2.
એમોનિયમ નાઇટ્રાઇટ
ઉત્તર:
સંયોજન : એમોનિયમ નાઇટ્રાઇટ
સૂત્ર : NH4NO2

પ્રશ્ન 3.
બેરિયમ સલ્ફટ
ઉત્તર:
સંયોજન : બેરિયમ સલ્ફટ
સૂત્ર : BaSO4

પ્રશ્ન 4.
બિસ્મથ નાઈટ્રેટ
ઉત્તર:
સંયોજન : બિસ્મથ નાઈટ્રેટ
સૂત્ર : Bi(NO3)3

પ્રશ્ન 5.
કેમિયમ કાર્બોનેટ
ઉત્તર:
સંયોજન : કેમિયમ કાર્બોનેટ
સૂત્ર : CdCO3

પ્રશ્ન 6.
કૅલ્શિયમ બ્રોમાઇડ
ઉત્તર:
સંયોજન : કૅલ્શિયમ બ્રોમાઇડ
સૂત્ર : CaBr2

પ્રશ્ન 7.
ક્રોમિયમ સલ્ફટ
ઉત્તર:
સંયોજન : ક્રોમિયમ સલ્ફટ
સૂત્ર : Cr2(SO4)3

પ્રશ્ન 8.
કોબાલ્ટ નાઈટ્રેટ
ઉત્તર:
સંયોજન : કોબાલ્ટ નાઈટ્રેટ
સૂત્ર : Co(NO3)2

પ્રશ્ન 9.
ક્યુપ્રિક હાઈડ્રૉક્સાઇડ
ઉત્તર:
સંયોજન : ક્યુપ્રિક હાઈડ્રૉક્સાઇડ
સૂત્ર : Cu(OH)2

પ્રશ્ન 10.
ક્યુપ્રસ ક્લોરાઇડ
ઉત્તર:
સંયોજન : ક્યુપ્રસ ક્લોરાઇડ
સૂત્ર : CuCl

પ્રશ્ન 11.
હાઇડ્રોજન પેરૉક્સાઇડ
ઉત્તર:
સંયોજન : હાઇડ્રોજન પેરૉક્સાઇડ
સૂત્ર : H2O2

પ્રશ્ન 12.
ફેરસ સલ્ફાઈડ
ઉત્તર:
સંયોજન : ફેરસ સલ્ફાઈડ
સૂત્ર : Fes

પ્રશ્ન 13.
મૅગ્નેશિયમ ફૉસ્ફટ
ઉત્તર:
સંયોજન : મૅગ્નેશિયમ ફૉસ્ફટ
સૂત્ર : Mg3(PO4)2

પ્રશ્ન 14.
નિકલ નાઈટ્રેટ
ઉત્તર:
સંયોજન : નિકલ નાઈટ્રેટ
સૂત્ર : Ni(NO3)2

પ્રશ્ન 15.
સોડિયમ સલ્ફાઈટ
ઉત્તરઃ
સંયોજન : સોડિયમ સલ્ફાઈટ
સૂત્ર : Na2SO3

નીચેનું ટેબલ પૂર્ણ કરો

પ્રશ્ન 1.

ઉત્તર:

માગ્યા મુજબ ઉત્તર આપો

પ્રશ્ન 1.
મેગ્નેશિયમ ઑક્સાઇડમાંના કેટાયન અને એનાયન અનુક્રમે જણાવો.
ઉત્તર:
મૅગ્નેશિયમ ઑક્સાઈડમાં કેટયન (ધનાયન) Mg2+ અને એનાયન (કણાયન) O2- છે.

પ્રશ્ન 2.
તત્ત્વ નો પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક અનુક્રમે 2 અને 4 છે, તો તત્ત્વ ની સંયોજકતા જણાવો.
ઉત્તર: શૂન્ય

પ્રશ્ન 3.
H2SO4 અને CCl4ની પરમાણ્વીયતા અનુક્રમે જણાવો.
ઉત્તર:
7 અને 5

પ્રશ્ન 4.
PO43- (ફાસ્કેટ) આયનમાં ઑક્સિજન પરમાણુની મોલસંખ્યા જણાવો.
ઉત્તર:
4

પ્રશ્ન 5.
તત્ત્વ ની સંયોજકતા 3 અને તત્ત્વ પુની સંયોજકતા 1 છે, તો તેમાંથી બનતાં સંયોજનનું આવીય સૂત્ર શું હોઈ શકે?
ઉત્તર xU9

પ્રશ્ન 6.
મીઠામાં રહેલાં તત્ત્વોની સંજ્ઞા જણાવો.
ઉત્તર:
Na અને CI

પ્રશ્ન 7.
એમોનિયમ સલ્ફટનું આણ્વીય સૂત્ર જણાવો.
ઉત્તરઃ
(NH4)2SO4

નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો

પ્રશ્ન 1.
K2Cr2O7 ની પરમાણ્વીયતા = ________
A. 9
B. 11
C. 10
D. 12
ઉત્તર:
B. 11

પ્રશ્ન 2.
ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર ________ છે.
A. CaCl2
B. CaCO3
C. Ca(OH)2
D. CaO
ઉત્તર:
D. CaO

પ્રશ્ન 3.
બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણ્વીયતા કેટલી છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
A. એક

પ્રશ્ન 4.
NH3માં N પરમાણુની સંયોજકતા ________ છે.
A. 1
B. 3
C. 4
D. 5
ઉત્તર:
B. 3

પ્રશ્ન 5.
ઇથેનોલનું આવીય સૂત્ર C2H5OH છે, તો તેનું આવીય દળ શોધો.
A. 46 u
B. 34 u
C. 34 g
D. 46g
Hint : C2H5OH į balsL4 Eur
= 2 (Cનું પરમાણ્વીય દળ) + 1 (Oનું પરમાણ્વીય દળ) + 6 (Hનું પરમાણ્વીય દળ)
= 2 (12) + 1 (16) + 6 (1)
= 46 u
ઉત્તર:
A. 46 u

પ્રશ્ન 6.
કૅમિયમ તત્ત્વની સંજ્ઞા ________ છે.
A. Ca
B. Cu
C. Cd
D. Cm
ઉત્તર:
C. Cd

પ્રશ્ન 7.
28 g નાઇટ્રોજન વાયુમાં નાઈટ્રોજન પરમાણુના મોલ કેટલા છે?
A. 1
B. 2
C. 2.3
D. 5
GSEB Class 9 Science Important Questions Chapter 3 પરમાણુઓ અને અણુઓ 49
1 મોલ N2 અણુ ∴ નાઇટ્રોજનના પરમાણુ = 2 મોલ
ઉત્તર:
B. 2

પ્રશ્ન 8.
એક સંયોજનનું આવીય દળ 106 u છે, તો તે સંયોજન કર્યું હશે?
A. CaCO3
B. SO3
C. Na2CO3
D. NaCl
Hint : Na2CO3 નું આણવીય દળ
= 2 (Naનું પરમાણ્વીય દળ) + 1 (Cનું પરમાણ્વીય દળ) + 3 (Oનું પરમાણ્વીય દળ)
= 2 (23) + 1 (12) + 3(16)
= 106 u
ઉત્તર:
C. Na2CO3

પ્રશ્ન 9.
નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી?
A. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી.
B. જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ જુદા જુદા કદ, દળ અને રાસાયણિક વર્તણૂક ધરાવે છે.
C. એક જ તત્ત્વના પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે.
D. પરમાણુ એ અતિસૂક્ષ્મ અવિભાજ્ય કણ છે.
ઉત્તર:
C. એક જ તત્ત્વના પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે.

પ્રશ્ન 10.
નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે.
A. 32 g ઑક્સિજન = 6.022 × 1023 ઑક્સિજન અણુ
B. 23g સોડિયમ = 6.022 × 1023 સોડિયમ પરમાણુ
C. 24g કાર્બન = 6.022 × 1023 કાર્બન પરમાણુ
D. 1g હાઇડ્રોજન પરમાણુ = 6.022 × 1023 હાઈડ્રોજન પરમાણુ
Hint: 24g કાર્બન = 2 મોલ કાર્બન
= 2 × 6.022 × 1023 કાર્બન પરમાણુ
ઉત્તર:
C. 24g કાર્બન = 6.022 × 1023 કાર્બન પરમાણુ

પ્રશ્ન 11.
નીચેના પૈકી હાઇડ્રોજનના આવીય દળ માટે કયો વિકલ્પ ખોટો છે?
A. 2 g
B. 6.022 × 1023 હાઇડ્રોજન પરમાણુ
C. 6.022 × 1023 હાઈડ્રોજન અણુ
D. 1 મોલ હાઇડ્રોજન
ઉત્તર:
B. 6.022 × 1023 હાઇડ્રોજન પરમાણુ

પ્રશ્ન 12.
નીચેના પૈકી કયો વિકલ્પ પદાર્થનું મોલર દળ રજૂ કરતો નથી?.
A. 1 મોલ HCI.
B. 6.022 × 1023 હિલિયમ પરમાણુ
C. 16 g O2
D. 44 g CO2
ઉત્તર:
C. 16 g O2

પ્રશ્ન 13.
એક પરમાણ્વીય દળ = ________ વજન.
A. હાઇડ્રોજનના એક પરમાણુનું
B. ઑક્સિજન પરમાણુના 1/16મા ભાગનું
C. કુદરતી કાર્બનના દળના 1/12મા ભાગનું
D. 12C ના 1/12મા ભાગનું
ઉત્તર:
D. 12C ના 1/12મા ભાગનું

પ્રશ્ન 14.
ઓઝોન, સલ્ફર, ફૉસ્ફરસ અને હિલિયમની પરમાણ્વીયતા અનુક્રમે રૂં જણાવો.
A. 8, 3, 4, 1
B. 1, 3, 4, 8
C. 4, 1, 8, 3
D. 3, 8, 4, 1
Hint: O3, S8, P4, He માટે પરમાણ્વીયતા અનુક્રમે 3, 8, 4, 1 છે.
ઉત્તર:
D. 3, 8, 4, 1

પ્રશ્ન 15.
થરમૉમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ________ છે.
A. Ag
B. Hg
C. Mg
D. Sg
ઉત્તર:
B. Hg

પ્રશ્ન 16.
નીચેના પૈકી કયા તત્ત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે?
A. નાઇટ્રોજન
B. નિયૉન
C. ઑક્સિજન
D. ક્લોરિન
ઉત્તર:
B. નિયૉન

પ્રશ્ન 17.
હાઇડ્રોજન પેરૉક્સાઈડ(H2O2)માં હાઈડ્રોજન અને ઑક્સિજનનું દળથી પ્રમાણ …….. છે.
A. 1: 8
B. 1: 16
C. 8: 1
D. 16: 1
Hint: H2O2 = 2 : 32 = 1: 16
ઉત્તર:
B. 1: 16

પ્રશ્ન 18.
નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે?
A. CaCl
B. Na3N
C. NaSO4
D. NaS
ઉત્તર:
B. Na3N

પ્રશ્ન 19.
નીચેના પૈકી કઈ જોડમાં મોલ-પ્રમાણ 1: 1 છે?
A. 10 g Ca અને 12 g Mg
B. 12 g Mg અને 6 g C
C. 12 g C અને 20 g Ca
D. 20 g Na અને 20 g Ca
Hint: Mgના મોલ = 12/24 = 0.5
Cના મોલ = 6/12 = 0.5
ઉત્તર:
B. 12 g Mg અને 6 g C

પ્રશ્ન 20.
જો 32 g સલ્ફરમાં x પરમાણુ હોય, તો 32 g ઑક્સિજનમાં કેટલા પરમાણુઓ હશે?
A. x/2
B. 2x
C. x
D. 4x
Hint: સલ્ફરના મોલ = 32/32 = 1 મોલ = x પરમાણુ
ઑક્સિજનના મોલ = 32/16 = 2 મોલ = 2x પરમાણુ
ઉત્તર:
B. 2x

પ્રશ્ન 21.
નીચેનાં સંયોજનોના અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને આધારે યોગ્ય ક્રમમાં ગોઠવોઃ
2 gNH3, 2 gH2O, 2 g CO, 2 g HCl
A. CO < HCl < H2O < NH3
B. HCl < CO < H2O < NH3
C. NH3 < H2O < CO < HCl
D. NH3 <H2O < HCl < CO
ઉત્તર:
B. HCl < CO < H2O < NH3

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
મોટા ભાગના લોકો ઘરગથ્થુ વપરાશમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક લોકો આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરતા નથી. આ લોકોમાં આયોડિનની ઊણપ રહે છે. જેથી તેઓ ગૉઇટર અને થાઈરાઈડથી પીડાય છે. આયોડિન દરિયાઈ ક્ષારમાં હોય છે.
(a) શા માટે આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ?
ઉત્તરઃ
આયોડિનની ઊણપથી ગૉઇટર અને થાઇરૉઇડનો રોગ થાય છે. આથી આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

(b) આયોડિન ધાતુ કે અધાતુ તત્ત્વ છે?
ઉત્તરઃ
આયોડિન અધાતુ તત્ત્વ છે.

(c) આયોડિનની ભૌતિક સ્થિતિ અને રંગ જણાવો.
ઉત્તરઃ
તે જાંબલી રંગનો ઘન પદાર્થ છે.

(d) હાઇપોથાઇરૉડિઝમનો અર્થ શું છે?
ઉત્તરઃ
હાઇપોથાઇરૉડિઝમ એ થાઇરૉક્સિન અંતઃસ્ત્રાવની ઊણપથી થતો રોગ છે. જેનાથી વ્યક્તિનું વજન સતત વધે છે.

પ્રશ્ન 2.
હીમોગ્લોબિનમાં આયર્ન તત્ત્વ આવેલું છે, જે આપણા શરીરમાં ઑક્સિજનવાહક તરીકેનું કાર્ય કરે છે. તેની ઊણપથી એનેમિયાનો રોગ થાય છે, આયર્ન આપણને ખોરાક દ્વારા મળી રહે છે.
(a) આયર્નયુક્ત ફળનાં નામ જણાવો.
ઉત્તર:
સફરજન

(b) આયર્નયુક્ત શાકભાજીનું નામ જણાવો.
ઉત્તર:
પાલક

(c) તમે વિદ્યાર્થીઓને કેવી રીતે આયર્નયુક્ત ખોરાક લેવાનું માર્ગદર્શન આપશો?
ઉત્તર:
આયર્નથી થતા ફાયદાના પોસ્ટર્સ લગાવી, માર્ગદર્શન પૂરું પાડી શકાય.

(d) એનેમિયાથી પીડાતી વ્યક્તિ માટે કઈ દવા યોગ્ય છે?
ઉત્તર:
ફૉલિક ઍસિડ

(e) આયર્ન ધાતુ છે કે અધાતુ તે જણાવો.
ઉત્તર:
આયર્ન એ ધાતુતત્ત્વ છે.

પ્રાયોગિક કૌશલ્ય આધારિત પ્રશ્નોત્તર
(Practical Skill Based Questions with Answers)

સૂત્ર લખવા માટે નીચેની રમત રમો :

ઉદાહરણ 1:
તત્ત્વોની સંજ્ઞાઓ અને સંયોજકતાઓ દર્શાવતાં અલગ અલગ પ્લેકાર્ડ (ગંજીફાનાં પત્તાં જેવાં) બનાવો. પ્રત્યેક વિદ્યાર્થી સંજ્ઞા દર્શાવતું કાર્ડ જમણા હાથમાં અને સંયોજકતા દર્શાવતું કાર્ડ ડાબા હાથમાં લેશે. વિદ્યાર્થીઓ તત્ત્વોની સંજ્ઞાઓને ધ્યાનમાં રાખીને તેની સંયોજકતાઓ પરસ્પર જોડીને (Criss-Cross) સંયોજનનું સૂત્ર બનાવશે.

ઉદાહરણ 2:
સુત્ર લખવાનો ખૂબ જ ઓછી કિંમતનો નમૂનો દવાઓના ખાલી થઈ ગયેલા ફૂલેલા (Bister) પૅકેટ્સ (જથ્થો) લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને સંયોજકતાના આધારે સમૂહોમાં કાપો. હવે, તમે એક પ્રકારના આયનને અન્ય પ્રકારના આયન સાથે જોડીને સૂત્ર બનાવી શકો છો.

સોડિયમ સલ્ફટનું સૂત્ર બે સોડિયમ આયન એક સલ્ફટ આયન સાથે જોડાઈ શકે છે. તેથી સૂત્ર: Na2SO4, થશે.
તમારી જાતે કરો હવે સોડિયમ ફૉફેટનું સૂત્ર લખો.
સોડિયમ ફૉફેટનું સૂત્ર : Na2PO4

Memory Map:

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *