Class 9 Gujarati Vyakaran લિંગવ્યવસ્થા
Class 9 Gujarati Vyakaran લિંગવ્યવસ્થા
GSEB Std 9 Gujarati Vyakaran Linga Vyavastha
Std 9 Gujarati Vyakaran Linga Vyavastha Notes
ગુજરાતી ભાષામાં લિંગના પ્રકારોઃ
- પુંલ્લિંગ,
- સ્ત્રીલિંગ અને
- નપુંસકલિંગ.
હિંદી ભાષામાં લિંગના પ્રકારો
- પુંલ્લિંગ અને
- સ્ત્રીલિંગ.
ગુજરાતી ભાષાના લિંગની વિસ્તૃત સમજ:
(1) પુંલ્લિંગઃ જે સંજ્ઞાઓ નરજાતિ (પુરુષજાતિ) દર્શાવે છે, તેને પુંલ્લિંગ કહે છે. દા. ત., છોકરો, આંબો, રાજા, બળદ.
સામાન્ય રીતે પુંલ્લિંગ માટે “ઓ લિંગસુચક પ્રત્યય છે. દા. ત., રોટલો, ઓટલો, ગોટલો, કાગડો.
“ઓ’ લિંગસૂચક પ્રત્યય વગરની ઘણી પુંલ્લિંગ સંજ્ઞાઓ પણ છે. દા. ત., ચંદ્ર, દાદા, ભાઈ, પતિ.
‘કેવો’ કે ‘કેવા પ્રશ્ન પૂછવાથી પુંલ્લિંગનો બોધ થાય છે.
(2) સ્ત્રીલિંગ જે સંજ્ઞાઓ નારીજાતિ (સ્ત્રીજાતિ) દર્શાવે છે, તેને સ્ત્રીલિંગ કહે છે. દા. ત., ભાભી, દાદી, પત્ની, દીદી.
સામાન્ય રીતે સ્ત્રીલિંગ માટે “ઈ’ લિંગસૂચક પ્રત્યય છે. દા. ત., બકરી, રોટલી, કૂતરી, દીકરી.
‘ઇ લિંગસૂચક પ્રત્યય વગરની સ્ત્રીલિંગ સંજ્ઞાઓ પણ છે. દા. ત., પેન, લાત, વાત, લુ, કથા.
‘કેવી’ પ્રશ્ન પૂછવાથી સ્ત્રીલિંગનો બોધ થાય છે.
(૩) નપુંસકલિંગ જે સંજ્ઞાઓથી પુરુષ કે સ્ત્રી જાતિની ખબર પડતી ન હોય તે નપુંસકલિંગ કહેવાય છે. દા. ત., લવારું, છોકરું, ગધેડું, ખોલકું.
સામાન્ય રીતે નપુંસકલિંગ માટે ‘ઉ’ લિંગસૂચક પ્રત્યય છે. દા. ત., માટલું, બકરું, વાંદરું, કૂતરું.
‘ઉ’ લિંગસૂચક પ્રત્યય વગરની નપુંસકલિંગ સંજ્ઞાઓ પણ છે. દા. ત., મોં, લસણ, પુસ્તક, પાણી.
કેવું કે કેવા પ્રશ્ન પૂછવાથી નપુંસકલિંગનો બોધ થાય છે.
પંલ્લિંગ સંજ્ઞાને કેટલાક પ્રત્યય લગાડીને તેને સ્ત્રીલિંગમાં ફેરવાય છે. જેમ કે,
પર્લિંગ | સ્ત્રીલિંગ | પ્રત્યય |
સુત | સુતા | આ |
પ્રિયતમ | પ્રિયતમા | આ |
બાલક | બાલિકા | ઇકા |
નવલ | નવલિકા | ઇકા |
ઇન્દ્ર | ઇન્દ્રાણી | આણી |
ક્ષત્રિય | ક્ષત્રિયાણી | આણી |
શેઠ | શેઠાણી | આણી |
પટેલ | પટલાણી | આણી |
લોટી | ધોબણ | ણ |
માળી | માળણ | ણ |
વાઘ | વાવણ | ણ |
નાગ | નાગણ. | ણ |
સુતાર | સુતારણ | ણ |
વાંઝિયો | વાંઝણી | ણી |
હાથી | હાથણી | ણી |
દાસ | દાસી | ઈ |
છોકરો | છોકરી | ઈ |
પુલિંગ અને સ્ત્રીલિંગની કેટલીક સંજ્ઞાઓ મોટા કે નાના કદનો નિર્દેશ કરે છે.
દા. ત.,
પુલિંગ | સ્ત્રીલિંગ |
લોટો | લોટી |
પાટલો | પાટલી |
ખાટલો | ખાટલી |
ઓટલો | ઓટલી |
રોટલો | રોટલી |
ચોટલો | ચોટલી |
ડંડો | ડંડી |
શીશ | શીશી |
એ જ રીતે નપુંસકલિંગ અને સ્ત્રીલિંગની કેટલીક સંજ્ઞાઓ મોટા કે નાનાનો નિર્દેશ કરે છે.
દા. ત.,
નપુંસકલિંગ | સ્ત્રીલિંગ |
માટલું | માટલી |
કેડું | કેડી |
Std 9 Gujarati Vyakaran Linga Vyavastha Questions and Answers
લિંગવ્યવસ્થા સ્વાધ્યાય
1. (અ) લિંગ શબ્દ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
દિવેલ
(અ) પુંલ્લિંગ
(બ) સ્ત્રીલિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ
(ક) નપુંસકલિંગ
પ્રશ્ન 2.
જાત્રાળુ
(અ) પુંલ્લિંગ
(બ) સ્ત્રીલિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ
(અ) પુંલ્લિંગ
પ્રશ્ન 3.
મુલાકાત
(અ) પુંલ્લિંગ
(બ) સ્ત્રીલિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ
(બ) સ્ત્રીલિંગ
પ્રશ્ન 4.
માનવી
(અ) પુંલ્લિંગ
(બ) સ્ત્રીલિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ
(અ) પુંલ્લિંગ
પ્રશ્ન 5.
તેજ
(અ) પુંલ્લિંગ
(બ) સ્ત્રીલિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ
(ક) નપુંસકલિંગ
(બ) લિંગ શબ્દ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) રાણી
(બ) રાજા
(ક) ધોબણ
ઉત્તરઃ
(બ) રાજા
પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ભૂમિ
(બ) નોકર
(ક) પોટલું
ઉત્તરઃ
(અ) ભૂમિ
પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ગાય
(બ) બળદ
(ક) વાછરડું
ઉત્તરઃ
(ક) વાછરડું
2. નીચેના શબ્દોના લિંગ બદલોઃ
પ્રશ્ન:
1. દીકરી
(2) માળી
(3) હાથી
(4) પ્રિયતમ
(5) દાસ
(6) સુથાર
(7) પતિ
(8) નોકર
(9) શેઠાણી
(10) ગોર
(11) જેઠાણી
(12) સોની
(13) પટેલ
(14) લોટી
(15) શીશો
(16) છોકરી
ઉત્તરઃ
(1) દીકરો
(2) માળણ
(3) હાથણી
(4) પ્રિયતમા
(5) દાસી
(6) સુથારણ
(7) પત્ની
(8) નોકરાણી
(9) શેઠ
(10) ગોરાણી
(11) જેઠ
(12) સોનારણ
(13) પટલાણી
(14) લોટો
(15) શીશી
(16) છોકરો