GJN 10th English

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 11 Socho … Scientifically

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 11 Socho … Scientifically

GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 11 Socho … Scientifically (Second Language)

Socho … Scientifically Summary in Gujarati

ભાષાંતર તમારે એક નાનો ભાઈ છે. તેને બપોરે ઊંઘવા ના મળે તો તે અસ્વસ્થ થઈ જાય છે. તે દિવસે તેના વર્તનમાં કેવું પરિવર્તન આવે છે? તે તમે શોધી કાઢવા માગો છો. તમે તેનો જવાબ કેવી રીતે મેળવી શકો તે જાણવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો તબક્કાવાર ઉપયોગ કરીએ.

(1) પ્રશ્ન પૂછો: મારો નાનો ભાઈ બપોરની ઊંધ ગુમાવે છે ત્યારે તેના વર્તનમાં શો ફેરફાર થાય છે?

(2) આ પ્રશ્ન વિશે માહિતી એકઠી કરો:
જે દિવસોમાં તમારો ભાઈ બપોરે ઊંઘે છે અને જે દિવસે તે ઊંધ્યો નથી હોતો તેનું નિરીક્ષણ કરો. તેના વર્તનમાં શા ફેરફારો થાય છે તે વિશે તમારાં માતા-પિતા, ભાઈઓ કે બહેનોને પૂછો.

(3) તાર્કિક ધારણા બાંધોઃ
“મારો નાનો ભાઈ જે દિવસોમાં બપોરે ઊંઘ લે છે તેની સરખામણીમાં તે જે દિવસોમાં ઊંઘવાનું ચુકે છે તે દિવસોમાં સાંજના તેનામાં ધીરજ ખૂટી જાય છે.”

(4) તાર્કિક અનુમાનની કસોટી કરોઃ
તમે કદાચ જોયું હશે કે કેટલીક સાંજે કોયડાઓના ઘટકો યોગ્ય રીતે ગોઠવવામાં તમારો નાનો ભાઈ લાંબા સમય સુધી કામ કરશે. બીજા કોઈ સમયે તે કોયડા પર ગુસ્સે થઈને ઘટકો રૂમમાં ચારે બાજુ વેરી મૂકે છે.

(a) એવા પાંચ દિવસો પસંદ કરો, જ્યારે તમારા ભાઈએ બપોરે ઊંઘ લીધી છે. એ દિવસોમાં તેને રાત્રે જમ્યા પછી કોયડાના ઘટકો ગોઠવવા આપો. કામ પડતું મૂકતા પહેલાં તે કેટલા ઘટકોનો ઉપયોગ કરે છે તે ગણી લો.

(5) એવા પાંચ દિવસો પસંદ કરો, જ્યારે તમારો ભાઈ બપોરની ઊંઘ ચૂક્યો છે. એ દિવસોમાં રાત્રે જમ્યા પછી તેને કોયડાના ઘટકો ગોઠવવા આપો.

કામ પડતું મૂક્તાં પહેલાં તે કેટલા ઘટકોનો ઉપયોગ કરે છે તે ગણી લો. નિરીક્ષણ : બંને પરિસ્થિતિમાં તે લગભગ સરખી સંખ્યામાં ઘટકોનો ઉપયોગ કરે છે. પરિણામ: અનુમાન : “એ જ્યારે બપોરના ઊંઘતો નથી ત્યારે તે ધીરજ ગુમાવી બેસે છે”, તે સિદ્ધ થતું નથી.

તમારા પ્રયોગ દ્વારા તમારા અનુમાનને પુષ્ટિ આપતી કોઈ સાબિતી ના મળે તો બીજી (પદ્ધતિ) અજમાવી જુઓ. તમે સહેલાઈથી ચકાસી શકો તેવું આ અનુમાન હોઈ શકે : “મારો ભાઈ જ્યારે બપોરની ઊંઘ ચૂકે છે ત્યારે સાંજે વધારે રડે છે.”

(a) એવા પાંચ દિવસો પસંદ કરો જ્યારે તમારા ભાઈએ ઊંઘ લીધી છે. સાંજના 6.00 અને 8.00 વચ્ચે તે કેટલી વાર રડે છે તે ગણી લો.

(b) એવા પાંચ દિવસો પસંદ કરો જ્યારે તમારો ભાઈ બપોરની ઊંધ ચૂક્યો છે. સાંજના 6.00 અને 8.00 વચ્ચે તે કેટલી વાર રડે છે તે ગણી લો. તમારા પરિણામને ચકાસો. જે દિવસોએ તમારો ભાઈ ઊંઘ ચૂક્યો છે તે દિવસે એ ખરેખર વધારે રડ્યો હોય તેમ લાગે છે?

(5) તમારું તારણ બીજાને કહોઃ
તમારાં માતા-પિતાને રસ પડશે. તમારા મોટા ભાઈ કે બહેનને જાણવું ગમશે. તમારું તારણ તમારી માતાને તમારા નાના ભાઈને કેવી રીતે સંભાળવો તેમાં ઉપયોગી થઈ શકે.
ગમે ત્યાં નજર કરી, બધે પ્રશ્નો ને પ્રશ્નો છે. એના ઉત્તરો આપવા તમે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી શકો.

  • તમારા કૂતરાને કોઈ જાતનો ખોરાક સૌથી વધારે પસંદ છે?
  • તમારી માતા સપ્તાહ (સોમથી શુક્ર) દરમિયાનની રાત્રે વહેલી સૂઈ જાય છે કે શનિ-રવિની રાત્રે?
  • તમે તમારા શાળાએ જવાના દિવસોએ વધારે પડતું ખાઓ છો કે તમે ઘેર રહો છો ત્યારે?
  • તમારા પિતા કાર બાઈક સપ્તાહ (સોમ થી શુક્ર) દરમિયાનના દિવસોમાં વધારે ચલાવે છે કે શનિ-રવિના દિવસોમાં?
  • થાળીઓ ઠંડા પાણીથી ધોવા કરતાં ગરમ પાણીથી ધોવાથી ખરેખર વધારે સારી સાફ થાય છે?
  • જો તમે ‘પ્લિઝ’ કહો, તો તમારી મોટી બહેન તમને મદદ કરશે તેવી વધુ શક્યતા છે?

તમે પૂછી શકો અને જવાબ આપી શકો તેવા હજારો પ્રશ્નો છે. તમે કદાચ આશ્ચર્યજનક વાતો શીખી શકો. તમારાં માતા-પિતા કે શિક્ષક ન જાણતાં હોય તેવું પણ શીખી શકો. બીજા કોઈએ કદી ન જાણી હોય તેવી વાત પણ તમે કદાચ શીખી શકો. આવી વાતો વિજ્ઞાનને ઉત્તેજિત કરે છે. જાતજાતની નવી શોધો કરી શકાય. તમારે માત્ર યોગ્ય પ્રશ્ન જ પૂછવાનો છે અને કઈ રીતે તેનો ઉત્તર આપવો તે સમજવાનું છે.
વિજ્ઞાન વિચારવાની પદ્ધતિ છે.

GSEB Class 10 English Socho … Scientifically Text Book Questions and Answers

Vocabulary Recognition

Select the word having the nearest meaning.

Question 1.
miss
A. forget
B. pass
C. lose
D. get
Answer:
C. lose

Question 2.
method
A. way
B. experiment
C. test
D. trial
Answer:
A. way

Question 3.
notice
A. read
B. see
C. think
D. catch
Answer:
B. see

Question 4.
observation
A. attention
B. concentration
C. experiment
D. watching
Answer:
D. watching

Question 5.
evidence
A. result
B. outcome
C. proof
D. charge
Answer:
C. proof

Question 6.
support
A. proof
B. backing
C. observation
D. rest
Answer:
B. backing

Question 7.
handle
A. manage
B. observe
C. feel
D. notice
Answer:
A. manage

Question 8.
get mad
A. become happy
B. become sad
C. get emotional
D. get angry
Answer:
D. get angry

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *