GJN 10th English

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 2 Oh; Jalebis

Gujarat Board Solutions Class 10 English Supplementary Chapter 2 Oh; Jalebis

GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 2 Oh; Jalebis (Second Language)

Oh; Jalebis Summary in Gujarati

હું એક સરકારી સ્કૂલમાં પાંચમા ધોરણમાં હતો. એક દિવસ સ્કૂલની ફી આપવા માટે મારા ખિસ્સામાં ચાર રૂપિયા લઈને સ્કૂલમાં ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે જે શિક્ષક ફી લેતા હતા તે, માસ્ટર ગુલામ મોહમદ, રજા પર હતા અને તેથી ફી બીજે દિવસે લેવામાં આવશે. આખો દિવસ તો સિક્કા મારા ખિસ્સામાં સાવ પડ્યા રહ્યા, પણ સ્કૂલ પૂરી થયા પછી હું જતો હતો ત્યારે તેઓ (સિક્કા) બોલવા લાગ્યા.

બહુ સારું. સિક્કાઓ વાતો નથી કરતા. તેઓ ખણ -ખણ ખખડ્યા કરે. પણ એ દિવસે તેઓ ખરેખર બોલ્યા! એક સિક્કાએ કહ્યું, “પેલી તાજી ગરમાગરમ જલેબી વિશે તું શું વિચારે છે? જલેબી ખાવા માટે તો હોય છે, અને જેમના ખિસ્સામાં પૈસા હોય તેઓ તેમને (જલેબી) ખાઈ શકે.”

આ સિક્કાઓને તમારો શો જવાબ હશે? | આમ જુઓ, (તમે) ચાર રૂપિયા,” મેં તેમને કહ્યું. “હું સારો છોકરો છું. મને ગેરમાર્ગે દોરશો નહિ, નહીં તો) એ તમારે માટે સારું નથી. ઉપરાંત તમે મારી ફી માટેના પૈસા છો. આજે હું તમને વાપરું તો કાલે હું માસ્ટર ગુલામ મોહમદને શાળામાં મારું મોં કેવી રીતે દેખાડું?”

મેં જે કહ્યું તે સિક્કાઓને ગમ્યું નહિ. બધા એકસાથે જ બોલવા લાગ્યા. એટલો બધો ઘોંધાટ કરી મૂક્યો કે બજારમાં પસાર થતા લોકો મારી સામે અને મારા ખિસ્સા સામે તાકી રહ્યા. મેં એ ચારેયને મજબૂત પકડીને મારી મુઠ્ઠીમાં દાબી દીધા, અને પછી તેઓ શાંત પડ્યા. પણ થોડું આગળ ચાલીને મેં મારી પકડ ઢીલી કરી. તરત જ સૌથી જૂના સિક્કાએ કહ્યું, “હવે મને પ્રામાણિકપણે કહે કે તને પેલી ગરમાગરમ જલેબી ખાવાનું મન નથી થતું?

અને તું આજે અમને વાપરી નાખીશ તો તને કાલે સ્કૉલરશિપના પૈસા તો મળવાના જ છે ને? ફીના પૈસાથી મીઠાઈ અને સ્કૉલરશિપના પૈસાથી ફી.” “તમે જે કહો છો તે સાચું નથી”, મેં કહ્યું, “પણ તે ખોટું પણ નથી. સાંભળો, હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી.” સિક્કાઓએ દલીલ કરતાં કહ્યું, “પણ તો પછી પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. જલેબી કડક, તાજી અને મીઠા રસથી ભરપૂર છે.”

એ દિવસે સિક્કાઓ વપરાઈ જવા માટે એટલા આતુર હતા, કે તેમણે એમના પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે હું દુકાન પર દોડી ગયો. હું ખૂબ ગભરાઈ ગયો હતો, પણ મેં કંદોઈને એક રૂપિયાની જલેબી ઝડપથી તોળવા કહ્યું. કંદોઈએ એક આખુંય છાપું પાથર્યું અને તેના પર જલેબીનો ખડકલો કર્યો.

આ રીતે જલેબી ખાવાનો છોકરાનો નિર્ણય તમને ગમ્યો? શા માટે? જલેબીને મારી છાતી સરસી દબાવી હું એક ગલીમાં દોડી ગયો. એક સલામત ખૂણે પહોંચીને મેં જલેબી આરોગવા માંડી. મેં એટલી બધી … એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને જરા પણ દબાવત તો જલેબી મારા કાન અને નસકોરામાંથી બહાર કૂદી પડત.

બહુ ઝડપથી આખાય લત્તામાંથી છોકરાઓ ગલ્લીમાં એકઠા થઈ ગયા. ત્યાં સુધીમાં તો મારા જલેબીથી ભરેલા પેટથી હું એટલો ખુશ હતો કે કંઈક ગમ્મત કરવાના મિજાજમાં આવી ગયો. આસપાસના છોકરાઓને હું જલેબી વહેંચવા લાગ્યો. હું કંદોઈની દુકાને દોડી ગયો અને બીજા એક રૂપિયાની જલેબી ખરીદી લાવ્યો અને એક ઘરના ચબૂતરા પર ઊભા રહીને બાળકોને છૂટથી જલેબી વહેંચવા લાગ્યો.

હવે છોકરાઓનું એક મોટું ટોળું મને ઘેરી વળ્યું. ભિખારીઓએ પણ હુમલો કર્યો. બાકી બચેલા બે રૂપિયાની પણ જલેબી હું ખરીદી લાવ્યો અને તેમને વહેંચી દીધી. પછી મેં જાહેર નળ પર મારા હાથ અને મોં ધોયાં અને જિંદગીમાં જાણે કે ક્યારેય જલેબીની કલ્પના કરી ન હોય તેવા નિર્દોષ ચહેરે ઘરે આવ્યો. જલેબી પચાવવી એ એક બીજી બાબત હતી. રાત્રે મારે વાળ પણ કરવું પડ્યું.

પરિણામે પેટના દુખાવાથી કણસતો હું આખી રાત જલેબીના ગૂંચળાની જેમ પડી રહ્યો. ઈશ્વરનો આભાર કે ચારેય રૂપિયાની જલેબી મારે જ ખાવાની ન હતી. સવારે, બીજા કોઈ પણ દિવસની માફક, હું સ્કૂલે ગયો. હું જાણતો હતો કે તે દિવસે મને અગાઉના મહિનાની સ્કૉલરશિપ મળવાની હતી, અને એક વાર એ રકમમાંથી હું ફી આપી દઉં કે જલેબી પૂરેપૂરી પચી જશે. પણ હું શાળાએ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે સ્કૉલરશિપ તો આવતા મહિને અપાવાની હતી. મારું માથું ભમવા લાગ્યું.

હવે આ છોકરાને તમારી શી સલાહ છે? માસ્ટર ગુલામ મોહમદે જાહેર કર્યું કે ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. રિસેસનો બેલ વાગતાં જ હું સ્કૂલમાંથી રવાના થઈ ગયો, અને ક્યાંય સુધી ચાલતો રહ્યો. છેવટે હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. મેં અલ્લા મિયાંને બંદગી કરવાનું શરૂ કર્યું. ‘આ એક જ વાર મને બચાવી લો. ફરિતાને હુકમ ફરમાવો કે એ મારી પાસેથી પસાર થઈને મારા ખિસ્સામાં માત્ર ચાર રૂપિયા સરકાવી જાય. હું વચન આપું છું કે હું તેનો ઉપયોગ જલેબી ખાવામાં નહિ પણ માત્ર મારી ફી આપવામાં જ કરીશ.”

રેલવેના પાટા પાસે એક છાંયડાવાળું ઝાડ હતું. આખીયે બાબત પહેલાં તો સાવ સાદી લાગતી હતી : ફીના પૈસામાંથી જલેબી અને સ્કૉલરશિપના પૈસામાંથી ફી. મને જો ખબર હોત કે સ્કૉલરશિપ આવતા મહિને મળવાની હતી તો જલેબી ખાવાનો કાર્યક્રમ આવતા મહિના પર મુલતવી રાખત. જલેબી ખાવાના ગુના માટે મારી જિંદગીમાં પહેલી વાર હું સ્કૂલમાં ગેરહાજર રહ્યો. ત્યાં ઝાડ નીચે બેસીને પહેલાં તો હું રડુ રડુ થઈ ગયો. પછી મને જ્યારે એ ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતાં હતાં તે આંસુ નહોતાં પણ જલેબીના રસનાં ટીપાં હતાં ત્યારે મને હસવાનું મન થઈ આવ્યું.

હું ત્યાંથી ઊભો થયો અને બજારમાં ગયો અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ, જેથી છોકરાઓ બહાર આવે ત્યારે હું પણ તેમની સાથે ચાલીને શાળાએથી જ આવ્યો હોઉં તેવું લાગે. બીજે દિવસે પણ એમ જ કર્યું. કપડાં પહેરી ઘેરથી નીકળીને સ્કૂલના દરવાજા સુધી જઈને ત્યાંથી રેલવે સ્ટેશને જવા વળી ગયો. એ જ ઝાડ નીચે બેસીને એ જ બંદગી કરવા લાગ્યો. મેં વારંવાર અરજ કરી, “અલ્લા મિયાં!

ઓછામાં ઓછું આજે તો મને એ આપો. આજે બીજો દિવસ છે.” પછી મેં કહ્યું, “સારું, ચાલો, આપણે એક રમત રમીએ. અહીંથી હું પેલા સિગ્નલ સુધી જઈશ. તમે છૂપી રીતે પેલા મોટા પથ્થર નીચે ચાર રૂપિયા મૂકી દેજો. હું સિગ્નલને. અડીને પાછો આવીશ.”

હું સિગ્નલ સુધી જઈને હસતાં હસતાં પાછો આવ્યો. આખરે બિસમિલ્લાહ કહીને મેં પથ્થરને ઊંચક્યો ને એક મોટા વાળવાળું જીવડું ઊભું થયું. હું ચીસ પાડીને દોડી ગયો. હું પકડાઈ ગયો. મારી ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ હતી. પછી શું બન્યું તેનું વર્ણન કરવું વ્યર્થ છે. આ પછી ઘેર અને શાળામાં શું બન્યું હશે?

આ પછી ઘેર અને શાળામાં શું બન્યું હશે? સારું, જે કંઈ થયું તે થયું. પણ સાતમા કે આઠમા ધોરણ સુધી હું વિચારતો રહ્યો કે અલ્લા મિયાંએ મને તે દિવસે ચાર રૂપિયા મોકલી આપ્યા હોત તો કોઈને શું નુકસાન થયું હોત? વખત જતાં હું એ નિષ્કર્ષ પર આવ્યો કે જો આપણે જે કંઈ માગીએ તે અલ્લા મિયાં આપે તો આજે પણ માણસ કાગડાની પેઠે માળામાં રહેતો હોત અને જલેબી બનાવવાની કલા શીખ્યો ન હોત! –  જલેબી હંમેશાં મીઠી નથી હોતી.

Word Meanings

GSEB Solutions Class 10 English Supplementary Chapter 2 Oh; Jalebis 3
GSEB Solutions Class 10 English Supplementary Chapter 2 Oh; Jalebis 5

Phrases
GSEB Solutions Class 10 English Supplementary Chapter 2 Oh; Jalebis 1
GSEB Solutions Class 10 English Supplementary Chapter 2 Oh; Jalebis 2

GSEB Class 10 English Oh; Jalebis Text Book Questions and Answers

Read the passage and answer the questions.

(1) I was in the fifth standard at the government school. One day, I went to school with four rupees in my pocket to pay the school fees. When I got there I found that the teacher who collected the fees, Master Ghulam Mohammed, was on leave and so the fees would be collected the next day. All through the day the coins simply sat in my pocket, but once school got over and I was on my way, they began to speak.

All right. Coins don’t talk. They jingle or go khanak-khanak. But that day they actually spoke! One coin said, “What are you thinking about those fresh, hot jalebis ? Jalebis are meant to be eaten and only those with money in their pocket can eat them.”

“Look here, you four rupees,” I said to them. “I am a good boy. Don’t misguide me or it won’t be good for you. Besides, you are my fees money. If I spend you today, then how shall I show my face to Master Ghulam Mohammed in school tomorrow?” [Page 6]

Questions :
(1) Where did the boy study ? In which standard ?
(2) Why did the boy go with four rupees to the school?
(3) The fees would be collected the next day because
(4) What did a coin tell the boy ?
(5) What did the boy warn the coins ?
Answers :
(1) The boy studied in the fifth standard in a government school.
(2) The boy went with four rupees to the school to pay his fees.
(3) The fees would be collected the next day because the teacher who collected the fees, Master Ghulam Mohammed, was on leave.
(4) A coin told the boy that jalebis were meant to be eaten and only those with money in their pockets could eat them.
(5) The boy warned the coins that he was a good boy and they should not misguide him or it won’t be good for them.

(2) The coins were so keen on being spent that day, they kept up their attempts. Finally I – rushed to the Shop. Terrified I was, but quickly I told the halwai to weigh a whole rupee worth of jalebis. The halwai opened up a whole newspaper and heaped a pile of jalebis on it.

I clutched the jalebis to my chest and ran into a gali. When I reached a safe corner, I began to devour the jalebis. I ate so many… so many jalebis that if anyone pressed my stomach a little, jalebis would have popped out of my ears and nostrils.

Very quickly, boys from the entire neighbourhood assembled in the gali. By that time I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun.

I started handing out jalebis to the children around. I dashed to the halwai and bought one more rupee worth of jalebis, came back and stood on the chabutara of one of the houses, liberally distributing jalebis to the children. By now there was a huge mob of children around me. The beggars too launched an assault! I bought jalebis for the remaining two rupees as 1 well and distributed them. [Page 7]

Questions:
(1) How many rupees worth of jalebis did the boy buy the first time ?
(2) What did the boy do with the jalebis that he bought the first time ?
(3) What was the boy’s condition after eating the jalebis ? .
(4) Who assembled in the gali ?
(5) What did the boy do for some fun ?
(6) How many rupees worth of jalebis did the boy buy the second time ?
(7) What did the boy do with the jalebis that he bought the second time ?
(8) Who gathered around the boy ?
(9) In the end how many rupees worth of jalebis did the boy buy?
Answers :
(1) The boy bought jalebis worth one rupee , the first time.
(2) The boy ran into a gali, found a safe corner and began to devour the jalebis.
(3) The boy ate so many jalebis that if anyone pressed his stomach, jalebis would have popped out of his ears and nostrils.
(4) Boys from the entire neighbourhood assembled in the gali.
(5) The boy started handing out jalebis to the children around.
(6) The boy bought jalebis worth one rupee the second time.
(7) The boy stood on the chabutara of one of the houses and liberally distributed the jalebis to the children.
(8) Children and beggars gathered around the boy.
(9 ) In the end, the boy bought jalebis for the remaining two rupees.

(3) In the morning, just like any other day, I went to school. I knew I would get the previous month’s scholarship that day and once I’d paid the fees with that amount, the jalebis would be completely digested. But when I got to school, I found out that the scholarship was going to be paid the following month. My head started to spin.

Master Ghulam Mohammed announced that the fees would be taken during the recess. When the recess bell rang, I left the school and walked on and on. Finally, I reached the railway station. I started praying to Allah miyan, “Just this once save me. Order a farishta to pass by and drop just four rupees in my pocket. I promise I will use them only to pay my fees and not to eat jalebis.” [Page 8]

Questions :
(1) How did the boy plan to pay the fees ?
(2) The jalebis would be completely digested when
(3) What did the boy come to know when he went to school?
(4) What did Master Ghulam Mohammed announce ?
(5) What did the boy do during the recess ?
(6) What did the boy pray to Allah miyan ?
(7) What did the boy promise Allah miyan ?
Answers :
(1) The boy planned to pay the fees with the previous month’s scholarship.
(2) The jalebis would be completely digested when he would pay the fees with the previous month’s scholarship.
(3) When the boy went to school, he came to know that scholarship was going to be paid the following month.
(4) Master Ghulam Mohammed announced that the fees would be taken during the recess.
(5) During the recess, the boy left the school and walked on and on till he reached the railway station.
(6) The boy prayed to Allah miyan to save him by ordering a farishta to pass by and drop just four rupees in his pocket.
(7) The boy promise Allah miyan that he would use the four rupees only to pay his fees and not to eat jalebis.

(4) The next day I did the same thing. I got dressed and left home, went up to the school gate and then turned off to the railway station. Under the same tree I sat and began to say the same prayers. I repeatedly pleaded, “Allah miyan! At least give it to me today. Today is the second day.” Then I said, “All right come, let’s play a game. I will go from here to that signal.

You secretly place four rupees under this big stone. I will touch the signal and come back.”- I went up to the signal and returned, smiling. Finally after saying Bismillah, when I lifted up the rock, a big hairy worm got up. I screamed and ran away. [Page 8]

Questions :
(1) What did the boy do the next day ?
(2) What did the boy pray to Allah miyan ?
(3) What did the boy ask Allah miyan to do while he touched the signal and came back ?
(4) What happened when the boy lifted the rock ?
(5) What was the boy doing when he returned after touching the signal? What was his reaction when he lifted the rock?
Answers :
(1) The next day, the boy got dressed, left home, went up to the school gate and then went to the railway station.
(2) The boy prayed to Allah miyan to give him four rupees because it was the second day.
(3) While the boy touched the signal and came back, he asked Allah miyan to secretly place four rupees under a big stone.
(4) When the boy lifted the rock, he saw a big hairy worm under it.
(5) When the boy returned after touching the signal, he was smiling, but when he lifted the rock, he screamed and ran away.

Vocabulary Recognition

Select the word having the nearest meaning.

Question 1.
clamour
A. peace
B. noise
C. calm
D. melody
Answer:
B. noise

Question 2.
grab
A. donate
B. eat
C. give
D. take
Answer:
D. take

Question 3.
sort
A. shot
B. shoot
C. type
D. solve
Answer:
C. type

Question 4.
attempt
A. try
B. assault
C. fault
D. noise
Answer:
A. try

Question 5.
terrified
A. warned
B. threatened
C. surprised
D. frightened
Answer:
D. frightened

Question 6.
heap
A. collection
B. pile
C. crowd
D. group
Answer:
B. pile

Question 7.
devour
A. eat
B. look
C. stare
D. gulp
Answer:
A. eat

Question 8.
assemble
A. recover
B. connect
C. collect
D. disperse
Answer:
C. collect

Question 9.
worth
A. prize
B. precious
C. note
D. value
Answer:
D. value

Question 10.
liberally
A. accidently
B. generously
C. suddenly
D. slowly
Answer:
B. generously

Question 11.
mob
A. meeting
B. group
C. crowd
D. unit
Answer:
C. crowd

Question 12.
repeatedly
A. again and again
B. never
C. always
D. sometimes
Answer:
A. again and again

Question 13.
wonder
A. unique
B. beauty
C. surprise
D. quest
Answer:
C. surprise

Question 14.
conclusion
A. exclusion
B. inclusion
C. begiining
D. end
Answer:
D. end

Question 15.
provide
A. take
B. give
C. sell
D. buy
Answer:
B. give

Question 16.
assault
A. assembly
B. shooting
C. attack
D. help
Answer:
C. attack

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *