GJN 9th SST

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 14 ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 14 ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II

GSEB Solutions Class 9 Social Science Chapter 14 ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-2 Class 9 GSEB

→ ભૂપૃષ્ઠની વિવિધતાના આધારે ભારતના પાંચ પ્રાકૃતિક વિભાગો છે:

  • ઉત્તરનો પર્વતીય પ્રદેશ
  • ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ
  • દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
  • તટીય મેઘનો રિયાકિનારાના મેદ્યની પ્રદેશો) અને
  • દ્વીપસમૂહો.

1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ તે ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમમાં આશરે 2400 કિમીની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વતશ્રેણી કહેવાય છે, તેની પહોળાઈ આશરે 240થી 320 કિમી છે. સમગ્ર હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય બે વિભાગ છે :

  • ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને
  • પૂર્વ હિમાલય.

1. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ :
આ પ્રદેશમાં એકબીજીને સમાંતર એવી ત્રણ પર્વતશ્રેણીઓ છે, સૌથી ઉત્તર તરફની પર્વતશ્રેણી “બૃહંદ હિમાલય’ કે ‘હિમાદ્રિ’ કહેવાય છે. તેની સરાસરી ઊંચાઈ 7000 મીટર કરતાં વધારે છે. હિમાલયનાં ઊંચાં શિખરો આ પ્રદેશમાં આવેલાં છે. અહીં નેપાળ-ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોંડવિન ઑસ્ટિન પણ (F2 861 મીટર) અ આવેલું છે. હિમાલયમાં શિષ્ઠી લા, એલોપલા, નાયુ લા વગેરે મહત્ત્વના ઘાટ છે. અર્થી પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર આવેલું છે. હિમાદ્રિની દક્ષિશ્વમાં “મધ્ય હિમાલય’ અથવા હિમાચલ’ શ્રેણી આવેલી છે. તેની પહોળાઈ 80થી 100 કિમી અને ઊંચાઈ 1700થી 4500 મીટર છે. આ ક્ષેત્રમાં પીર પંજાલ, ધૌલાધાર, નાગાટીબા અને મહાભારત શ્રેણીઓ છે. ઉત્તર ભારતનાં બધાં હવા ખાવાનાં સ્થળો તેમજ જાણીતાં યાત્રાધામો આ પર્વતશ્રેબ્રીમાં આવેલાં છે. મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વતશ્રેણી ‘બાહ્ય હિમાલય’ કે ‘શિવાલિક’ નામે ઓળખાય છે. તે 10થી 15 કિમી પહોળી અને સરેરાશ 1000 મીટર ઊંચી છે. આ પર્વતશ્રેણીમાં આવેલી સમથળ ખીણો ‘દૂન (DUN) કહેવાય છે. દા. ત., દેહરાદૂન, પાટલદૂન, કોયરીદુન વગેરે.

2. પૂર્વ હિમાલયઃ હિમાલય પર્વતશ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે. તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે. તેમાં પતકાઈ, નાગા અને લુશાઈ (મિઝો) ટેકરીઓ તેમજ ગારો, ખાસી અને જેનિયા ટેકરીઓ આવેલી છે.

2. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ :
આ પ્રદેશ સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર તેમજ તેમની શાખા-નદીઓના કાંપથી રચાયું છે. તે લગભગ 2400 કિમી લાંબો છે. દિલ્લીની પશ્ચિમે સતલુજનું અને પૂર્વે ગંગાનું મેદાન આવેલું છે. તેથી દિલ્લીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર” કહેવામાં આવે છે. આ મેદાનમાં દિલ્લી, આગરા, કાનપુર, લખનઉ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મોટાં શહેરો આવેલાં છે. સિંધુ અને તેની પાંચ સહાયક નદીઓએ રચેલું મેદાન પંજાબ કહેવાય છે. તેનો થોડો ભાગ ભારતમાં અને મોટો ભાગ પાકિસ્તાનમાં છે. સિંધુ નદી અરબ સાગરને મળે છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના ચાર વિભાગો પડે છે :

  • ભાભર
  • તરાઈ
  • બાંગર અને
  • ખદર, શિવાલિકના તળેટીપ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર-પથ્થરોની 8થી 16 કિમી પહોળી પટ્ટીને ભાબર કહે છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. તે ભીનાશવાળું અને દલદલીય છે. અર્શી ગીચ જંગલો છે. જૂના કાંપના થરોને બાંગર કહે છે અને નવા કાંપવાળા થરોને ખદર કહે છે.

3. દીપકલ્પીય ઉચ્ચપ્રદેશ :
આ દેશનો સૌથી પ્રાચીન ભાગ છે. આ ત્રિભુજાકાર ક્ષેત્રનો પાયો ઉત્તરમાં અને શીર્ષભાગ દલિમાં છે. તેની સામાન્ય ઊંચાઈ 600થી 900 મીટર છે. તેના ઉત્તર ભાગનો ઢળાવ ઉત્તર-પૂર્વ તરફ અને દક્ષિણ ભાગનાં ઢોળાવ દક્ષિણ-પૂર્વ તરફ છે. તેના બે ભાગ પડે છે :

  • માળવાનો ઉચ્ચપ્રદેશ અને
  • દખ્ખણનો ઉચ્ચપ્રદેશ. માળવાના ઉચ્ચપ્રદેશનો ઉત્તર ભાગ નક્કર અગ્નિકૃત ખડકોનો બનેલો છે. તેની ઉત્તર-પશ્ચિમે અરવલ્લી પર્વતશ્રેણી છે અને ગુજરાતથી દિલ્લી સુધી વિચ્છિન્ન ટેકરીઓ સ્વરૂપે છે. અરવલ્લી પ્રાચીન ગેડ પર્વતનો અવશિષ્ટ ભાગ છે.

માળવાના ઉચ્ચભૂમિની દક્ષિણ સરહદે વિંધ્યાચળ ગિરિમાળા અને પૂર્વ સરહદે કૈમૂર ટેકરીઓ છે. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે માળવાનો ઉચ્ચપ્રદેશ છે, તેમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ છે. તેનો ઉત્તર-પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે. ઉચ્ચભૂમિ ક્ષેત્રના વચ્ચેના ભાગમાં નર્મદા અને શોણ નદીખીણોની મધ્યે વિંધ્યાચળ-કેમૂર ટેકરીઓની ભેખડો બની છે, શોલ નદીની પૂર્વે ઝારખંડમાં આવેલો છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ પણ આ ક્ષેત્રનો ભાગ છે. તે લાવાનો બનેલો છે. માળવાના ઉચ્ચભૂમિની લગભગ બધી નદીઓ ઉત્તર તરફ વહી યમુના કે ગંગાને મળે છે. રાજમહલની ટેકરીઓ અને શિલાંગનો ઉચ્ચપ્રદેશ પણ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ભાગ છે. દાખણનો ઉચ્ચપ્રદેશ ઉત્તરે સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓથી લઈને દ્વીપકલ્પના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો છે. તેની પશ્ચિમ સરહદે પશ્ચિમઘાટ અને પૂર્વ સરહદે પૂર્વથાટે છે.

પશ્ચિમધાટ અરબ સાગરને કિનારે લગભગ અવિચ્છિરૂપે વ્યાપ્ત છે. તેને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિ તથા તમિલનાડુમાં નીલગિરિ કહે છે. કેરળ-તમિલનાડુની સરહદ પર તે અન્નામલાઈ અને કામમની ટેકરીઓના નામે ઓળખાય છે. પૂર્વઘાટ તૂટક છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 900થી 100 મીટર છે. તેનો ઢાળ પૂર્વ અને દક્ષિણ-પૂર્વ તરફનો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે. આ સિવાયની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે.

4. દરિયાકિનારાના મેદાની પ્રદેશો :
પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરલ સુધી ફેલાયેલું છે. ગુજરાતને બાદ કરતાં તે સાંકડું છે. મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોંક્ષ તથા ગોવાની દક્ષિણે મલબાર કહેવાય છે. કોંકક્ષનું મેદાન અસંખ્ય ટેકરીઓને લીધે ઘણું અસમતલ છે. પશ્ચિમ તટની નદીઓનાં મુખ પહોળી ખાડી સ્વરૂપે છે. તે માછીમારી અને બંદરોના વિકાસ માટે ઉપયોગી છે. પશ્ચિમ કિનારે ઘણાં કુદરતી બંદરો આવેલાં છે, તેમાં મુંબઈ, મામગોવા (મુડગાંવ) અને કોચીન મુખ્ય છે. કેરલના તટ પર પશ્ચાદ્દ જળા(back water)થી નિર્માણ થયેલાં ખારા પાણીનાં ‘લગૂન’ તેમજ રેત-પાળા (કand bars) અને સાંકડી ભૂશિર (sptts) જેવાં ભૂસ્વરૂપો જોવા મળે છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે. અહીં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ડેલ્ટાપ્રદેશોમાં કાંપ નિક્ષેપણ વધારે થયું છે.
આ મેદાનનો ઉત્તર ભાગ ઉત્તર સરકાર તટના નામે અને દકિન્ન ભાગ કોરોમંડલ તટના નામે ઓળખાય છે.

5. દ્વીપસમૂહો :
લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર આ બે ભારતના મુખ્ય દ્વીપસમૂહો છે. લક્ષદ્વીપ ટાપુઓ કેરલથી થોડે દૂર અરબ સાગરમાં આવેલા છે, તે પરવાળાના નિક્ષેપથી બનેલા છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. તેને “ઍટલ’ કહે છે, બંગાળની ખાડીમાં આવેલા અંદમાન અને નિકોબાર રાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. તે નિમજજન-પર્વત શ્રેણીઓનાં શિખરો છે. કેટલાક જ્વાળામુખીય ક્રિયા દ્વારા બનેલા છે. આ વીપસમૂહો દેશની સુરક્ષાની દષ્ટિએ બૂાત્મક મહત્વ ધરાવે છે, ભારતના પ્રાકૃતિક વિભાગો એકબીજાના પૂરક છે. ઉત્તરના પર્વતો જળ અને જંગલોના મુખ્ય સ્રોત છે. ઉત્તરનું મેદાન દેશનો અન્નભંડાર છે. ઉચ્ચપ્રદેશ ખનીજોના ભંડાર છે તથા તટીય મેદાનો માછીમારી અને બંદર-સંબંધિત પ્રવૃત્તિઓ માટે મહત્વનાં છે,

→ ખડક એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડકી કહે છે.

→ ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો છે : (1) આગ્નેય ખડકો, (2) પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો અને (3) રૂપાંતરિત ખડકો.

→ પૃથ્વીના પેટાળમાં અર્ધપ્રવાહી સ્થિતિમાં રહેલો લાવા સપાટી પર આવી મૅગ્મા (magma)રૂપે ઠંડું પડે છે ત્યારે આગ્નેય ખડકો રચાય છે. તે પૃથ્વીની આંતરિક ગરમી વડે બનેલા હોવાથી તેમને આગ્નેય ખડકો’ કે ‘અગ્નિકૃત ખડકો’ કહે છે. દા. ત., ગ્રેનાઇટ

→ ધોવાણ અને ખવાણનાં પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવાં જળાશયોના તળિયે નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને “પ્રસ્તર” અથવા “નિક્ષેપકૃત ખડકો કહે
છે, દાત., કોલસો.

→ પૃથ્વીની ભૂસંચલન ક્રિયાને લીધે અગ્નિત અને પ્રસ્તર ખડકોનાં કન્નરચના, સ્તરરચના અને બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેમને ‘રૂપાંતરિત ખડકો’ કહે છે.

→ નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુબ્રધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનીજ કહેવામાં આવે છે.

→ ખનીજોના મુખ્ય બે વિભાગો છે :

  • ધાતુમય ખનીજો અને
  • અધાતુમય ખનીજો.

→ ધાતુમય બનીજો

  • કીમતી ધાતુમય ખનીજો દા. ત., સોનું, ૩૬ (ચાંદી), પ્લેટિનમ વગેરે
  • હલકી ધાતુમય ખનીજો દા. ત., મૅગ્નેશિયમ, બોક્સાઈટ, ટીટાનિયમ વગેરે
  • સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો દા. ત., લોખંડ, તાંબું વગેરે
  • મિશ્રધાતુ રૂપે વપરાતાં ખનીજો દા. ત., મેંગેનીઝ, ટંગસ્ટન વગેરે.

→ અધાતુમય બનીજો ચૂનાના ખડકો, ચૌક, ફ્લોરસ્પાર, અબરખ વગેરે.

→ સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

→ મુખ્ય ખનીજો અને તેનું ક્ષેત્રિય વિતરણ :

  • લોખંડઃ ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ગોવા, ઓરિસ્સા (ઓડિશા), તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કન્નટિક, બિહાર, મધ્ય પ્રદેશ વગેરે.
  • મેંગેનીઝ : કર્ણાટક, ઓરિસા (ઓડિશા), મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા વગેરે.
  • તાંબું ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે.
  • બૉક્સાઇટ: ઓરિસ્સા (ઓડિશા), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત વગેરે.
  • સીસું રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા (ઓડિશા), મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત વગેરે.
  • અબરખઃ આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ વગેરે.
  • ચૂનાના ખડકોઃ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ વગેરે.

→ પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને “જમીન’ કહે છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોનું ખવાણ થતાં ભૂકો બને છે અને જમીન તૈયાર થાય છે.

→ ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને “રેગોલિથ’ કહેવામાં આવે છે.

→ ભારતની જમીનોના છ પ્રકારો છે :

  • કાંપની જમીન
  • કાળી કે રેગુર જમીન
  • રાતી જમીન
  • પડખાઉ કે લેટેરાઇટ જમીન
  • પર્વતીય જમીન અને
  • રણપ્રકારની જમીન.

1. કાંપની જમીનના ખદર અને બાંગર એમ બે પેટાપ્રકારો છે. ખદર જમીન નદીના તટની નવા કાંપની બનેલી છે. તે રેતાળ અને આછા રંગની હોય છે. બાંગર જમીન નદીન જૂના કાંપની બનેલી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે.

2. કાળી કે રેગુર જમીનઃ તે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે. તે ચીકણી અને કસવાળી હોય છે. તે કપાસના પાક માટે વધુ અનુકૂળ હોવાથી તેને “કપાસની કાળી જમીન’ પણ કહે છે. તે “રેગુર’ના નામે પણ ઓળખાય છે.

3. રાતી જમીન : લોહતત્ત્વ અને અન્ય સેન્દ્રિય તત્ત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. તે પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે.

4. પડખાઉ કે લેટેરાઇટ જમીનઃ વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થતાં પડખાઉ જમીન તૈયાર થાય છે. તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપ છે.

5. પર્વતીય જમીનઃ તે દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે.

6. રણપ્રકારની જમીનઃ તે મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં ક્ષારકણો વધારે અને જૈવિક પદાર્થો ઓછા હોય છે.

GSEB Class 9 Social Science ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
હિમાલય પર્વતશ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે?
ઉત્તરઃ

પ્રશ્ન 2.
રેગોલિથ એટલે શું?
ઉત્તરઃ
ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને ‘રેગોલિથ’ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો હોય છે.

પ્રશ્ન 3.
ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે?
ઉત્તર:
ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે :

  • આગ્નેય ખડકો,
  • પ્રસ્તર અથવા નિક્ષેપકત ખડકો અને
  • રૂપાંતરિત ખડકો.

પ્રશ્ન 4.
જમીન અથવા જમીન-નિર્માણ કઈ રીતે થાય છે?
અથવા
જમીન-નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો.
ઉત્તર:
તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ-આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી-રજ વગેરે હોય છે, જે રેગોલિથ’ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.

2. નીચેની શબ્દ-સંકલ્પનાઓ સમજાવો :

પ્રશ્ન 1.
નિક્ષેપણ અથવા નિક્ષેપણ એટલે શું?
ઉત્તર:

  • નદી, હિમનદી, પવન, દરિયાનાં મોજાં જેવાં ઘસારાનાં પરિબળો દ્વારા થતો કાંપ-માટીનો પથરાટ નિક્ષેપણ’ કહેવાય છે.
  • પૂરનાં મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખત્રિકોણપ્રદેશો ડિલ્ટા) વગેરે ઘણાં ભૂમિસ્વરૂપો નિક્ષેપણથી રચાય છે.

પ્રશ્ન 2.
બાંગર અથવા બાંગર એટલે શું?
ઉત્તર:

  • તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાંપના થર ‘બાંગર’ કહેવાય છે.
  • કાંપના નિરંતર થતા જમાવને કારણે તે નવાં પૂરનાં મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે.

પ્રશ્ન 3.
ખનીજ
ઉત્તર:
નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનીજ’ કહે છે.

પ્રશ્ન 4.
ખડક
ઉત્તર:
પૃથ્વીના પોપડામાં કે ભૂ-કવચમાં આવેલા બધા જ ઘન ? પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે.

પ્રશ્ન 5.
જમીન
ઉત્તર:
તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ-આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી-રજ વગેરે હોય છે, જે રેગોલિથ’ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.

3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદાસર આપો :

પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો : ભારતના દ્વીપસમૂહો
ઉત્તર:
ભારત બે દ્વીપસમૂહો ધરાવે છેઃ

  1. લક્ષદ્વીપ ટાપુઓ અને
  2. અંદમાન તથા નિકોબાર ટાપુઓ. આ બંને દ્વીપસમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે.
  • લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરલના કિનારાથી 280થી 480 કિમી દૂર આવેલા છે. આ દ્વીપસમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને “ઍટૉલ’ (atoll) કહે છે. લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુઓ છે, જેમાંના 11 પર વસ્તી છે.
  • અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નઈથી લગભગ 1200 કિમીના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના-મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના ટાપુઓ નિર્જન છે.
  • આ ટાપુઓ નિમજ્જન-પર્વત શ્રેણીઓનાં શિખરો છે. એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60થી 100 કિમી જેટલી છે. નિકોબાર દ્વીપસમૂહ લગભગ 350 કિમીના અંતરમાં ફેલાયેલો છે.
  • અંદમાન-નિકોબાર દ્વીપસમૂહો દેશની ભૂહાત્મક સુરક્ષાની દૃષ્ટિએ ઘણા મહત્ત્વપૂર્ણ છે.

4. નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ પૂર્ણ કરો :

પ્રશ્ન 1.
પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ; લુશાઈ : ……………………
A. નાગાલૅન્ડ
B. મણિપુર
C. મિઝોરમ
D. મેઘાલય
ઉત્તરઃ
C. મિઝોરમ

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? શોધો.
A. કશીશ: સોનું, ચાંદી, લૅટિનમ કીમતી ધાતુમય ખનીજો છે.
B. કિન્ની : બૉક્સાઇટ, ટીટાનિયમ અને મૅગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે.
C. ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
D. નિધિ સીસું, તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો છે.
ઉત્તરઃ
C. ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.

પ્રશ્ન 3.
નીચેનામાંથી એક જોડકું સાચું છે. તે શોધીને ઉત્તર લખો.

‘અ’ ’બ’
1. પ્રસ્તર ખડક a. ગ્રેનાઈટ
2. રૂપાંતરિત ખડક b. ચૂનાનો ખડક
3. આગ્નેય ખડક c. આરસપહાણ (માર્બલ)

A. (1- b), (2 – C), (3 – a)
B. (1-2), (2 – C), (3-b).
C. (1 – C), (2 -b), (3 – a)
D. (1-5), (2 – a), (3 – c)
ઉત્તરઃ
A. (1- b), (2 – C), (3 – a)

પ્રશ્ન 4.
નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
A. પશ્ચિમઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે.
B. કર્ણાટકમાં પશ્ચિમઘાટને નીલગિરિ કહે છે.
C. પશ્ચિમઘાટ અરબ સાગરને કિનારે અવિછિન્નરૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે.
D. કેરલ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમઘાટને સહ્યાદ્રિ કહે છે.
ઉત્તરઃ
C. પશ્ચિમઘાટ અરબ સાગરને કિનારે અવિછિન્નરૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે.

પ્રશ્ન 5.
અરવલ્લી અને વિધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
A. છોટાનાગપુરનો
B. માળવાનો
C. દખ્ખણનો
D. શિલોંગનો
ઉત્તરઃ
B. માળવાનો

GSEB Class 9 Social Science ભારત: સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II Important Questions and Answers

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
પવિત્ર યાત્રાધામ માનસરોવર ……………………………… હિમાલયમાં આવેલું છે.
A. લઘુ
B. બૃહદ
C. બાહ્ય
ઉત્તર:
B. બૃહદ

પ્રશ્ન 2.
માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં …………………………….. ની ગિરિમાળા આવેલી છે.
A. અરવલ્લી
B. સહ્યાદ્રિ
C. નીલગિરિ
ઉત્તર:
A. અરવલ્લી

પ્રશ્ન 3.
બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને ‘…………………………..’ કહે છે.
A. દૂન
B. દોઆબ
C. શિખી લા
ઉત્તર:
B. દોઆબ

પ્રશ્ન 4.
દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ વિવિધ …………………………….. સંપત્તિથી સમૃદ્ધ છે.
A. ખનીજ
B. જંગલ
C. જળ
ઉત્તર:
A. ખનીજ

પ્રશ્ન 5.
આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર …………………………….. છે.
A. ધવલગિરિ
B. મકાલુ
C. ગુરુશિખર
ઉત્તર:
C. ગુરુશિખર

પ્રશ્ન 6.
ખનીજ તેલ ………………………… ખડકોમાંથી મળે છે.
A. રૂપાંતરિત
B. પ્રસ્તર
C. આગ્નેય
ઉત્તર:
B. પ્રસ્તર

પ્રશ્ન 7.
……………………………….. એ કૃષિ પ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે.
A. જમીન
B. રાસાયણિક ખાતર
C. વરસાદ
ઉત્તર:
A. જમીન

પ્રશ્ન 8.
………………………………. જમીનને રેગુર’ પણ કહેવાય છે.
A. કાંપની
B. લાલ
C. કાળી
ઉત્તર:
C. કાળી

પ્રશ્ન 9.
હિમાલયનું ‘………………………………. ‘ વિશ્વનું સર્વોચ્ચ શિખર છે.
A. માઉન્ટ ગોડવિન ઑસ્ટિન
B. માઉન્ટ એવરેસ્ટ
C. ગુરુશિખર
ઉત્તર:
B. માઉન્ટ એવરેસ્ટ

પ્રશ્ન 10.
…………………………… ભારતનું સર્વોચ્ચ શિખર છે.
A. માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (K2)
B. ગુરુશિખર
C. ધવલગિરિ
ઉત્તર:
A. માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (K2)

પ્રશ્ન 11.
માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં ‘……………………………’ કહે છે.
A. સાગર મથ્થા
B. માઉન્ટ સાગર
C. સાગર શિખર
ઉત્તરઃ
A. સાગર મથ્થા

પ્રશ્ન 12.
પતકાઈ નામની ટેકરી ………………………………….. માં આવેલી છે.
A. મેઘાલય
B. અસમ
C. અરુણાચલ પ્રદેશ
ઉત્તરઃ
C. અરુણાચલ પ્રદેશ

પ્રશ્ન 13.
લુશાઈ નામની ટેકરી ……………………………… માં આવેલી છે.
A. મિઝોરમ
B. અસમ
C. મેઘાલય
ઉત્તરઃ
A. મિઝોરમ

પ્રશ્ન 14.
ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ આશરે ………………………………. કિમી છે.
A. 2800
B. 3200
C. 2400
ઉત્તરઃ
C. 2400

પ્રશ્ન 15.
………………………………. ને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.
A. હરદ્વાર
B. દિલ્લી
C. પટના
ઉત્તરઃ
B. દિલ્લી

પ્રશ્ન 16.
દખ્ખણના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમી ભાગો મુખ્યત્વે ………………………………………. થી બનેલા છે.
A. કાર્બનિક ક્રિયા
B. લાવા-નિક્ષેપો
C. અકાર્બનિક ક્રિયા
ઉત્તરઃ
B. લાવા-નિક્ષેપો

પ્રશ્ન 17.
પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી …………………………… સુધી ફેલાયેલું છે.
A. ગોવા
B. કેરલ
C. કર્ણાટક
ઉત્તરઃ
B. કેરલ

પ્રશ્ન 18.
પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં ………………………… કહે છે.
A. મલબાર તટ
B. કોરોમંડલ તટ
C. ગોદાવરી તટ
ઉત્તરઃ
A. મલબાર તટ

પ્રશ્ન 19.
દક્ષિણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ ‘……………………’ નામથી જાણીતો છે.
A. પૂર્વના તટીય મેદાન
B. મલબાર તટ
C. કોરોમંડલ તટ
ઉત્તરઃ
C. કોરોમંડલ તટ

પ્રશ્ન 20.
એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ………………………………….. તરીકે ઓળખવામાં આવે છે.
A. ખડક
B. ભૂ-કવચ
C. ખનીજ
ઉત્તરઃ
A. ખડક

પ્રશ્ન 21.
નદીઓના નિક્ષેપણથી તૈયાર થયેલી નવા કાંપની જમીનને ………………………. તરીકે ઓળખવામાં આવે છે.
A. બાંગર
B. ખદર
C. તટીય
ઉત્તરઃ
B. ખદર

પ્રશ્ન 22.
નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન ………………………. તરીકે જાણીતી છે.
A. બાંગર
B. તટીય
C. ખદર
ઉત્તરઃ
A. બાંગર

પ્રશ્ન 23.
વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે?
A. કાંચનજંગા
B. માઉન્ટ એવરેસ્ટ
C. 2
D. ધવલગિરિ
ઉત્તરઃ
B. માઉન્ટ એવરેસ્ટ

પ્રશ્ન 24.
ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
A. કાંચનજંગા
B. K2 (ગોડવિન ઑસ્ટિન)
C. ધવલગિરિ
D. માઉન્ટ એવરેસ્ટ
ઉત્તરઃ
B. K2 (ગોડવિન ઑસ્ટિન)

પ્રશ્ન 25.
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે?
A. બાંગર
B. દોઆબ
C. દીપકલ્પ
D. દૂન
ઉત્તરઃ
B. દોઆબ

પ્રશ્ન 26.
ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહે છે?
A. ભાબર
B. ખદર
C. તરાઈ
D. બાંગર
ઉત્તરઃ
D. બાંગર

પ્રશ્ન 27.
ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશનાં પૂરનાં મેદાનોના નવા કાંપને શું કહે છે?
A. ખદર
B. તરાઈ
C. બાંગર
D. ભાબર
ઉત્તરઃ
A. ખદર

પ્રશ્ન 28.
છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ કયા રાજ્યમાં છે?
A. બિહાર
B. મધ્ય પ્રદેશ
C. ઝારખંડ
D. છત્તીસગઢ
ઉત્તરઃ
C. ઝારખંડ

પ્રશ્ન 29.
પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે?
A. કોરોમંડલ
B. કોંકણ
C. મલબાર
D. દક્ષિણ સરકાર
ઉત્તરઃ
C. મલબાર

પ્રશ્ન 30.
ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?
A. ઉત્તરના વિશાળ પર્વતો
B. દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
C. ઉત્તરનું મેદાન
D. દરિયાકિનારાનાં મેદાનો
ઉત્તરઃ
B. દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ

પ્રશ્ન 31.
નીચેનામાંથી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?
A. તાંબુ
B. ફલોરસ્પાર
C. મેંગેનીઝ
D. બૉક્સાઇટ
ઉત્તરઃ
B. ફલોરસ્પાર

પ્રશ્ન 32.
ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે?
A. વૃષ્ટિ
B. જમીન
C. ખાતર
D. આબોહવા
ઉત્તરઃ
B. જમીન

પ્રશ્ન 33.
કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ ગણાય છે?
A. કાળી
B. રાતી
C. પડખાઉ
D. કાંપની
ઉત્તરઃ
B. રાતી

પ્રશ્ન 34.
હિમાલય પર્વતીય પ્રદેશની ઉત્તર તરફની હારમાળા ક્યા નામે ઓળખાય છે?
A. બૃહદ હિમાલય
B. બાહ્ય હિમાલય
C. મધ્ય હિમાલય
D. ભારત-ચીન હિમાલય
ઉત્તરઃ
A. બૃહદ હિમાલય

પ્રશ્ન 35.
વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે?
A. રૉકીઝ
B. આલ્સ
C. ઍન્ડીઝ
D. હિમાલય
ઉત્તરઃ
D. હિમાલય

પ્રશ્ન 36.
નીચેના પૈકી કયો ઘાટ બૃહદ હિમાલયમાં આવેલો છે?
A. શિખી લા
B. થળઘાટ
C. બોરઘાટ
D. ખેબરઘાટ
ઉત્તરઃ
A. શિખી લા

પ્રશ્ન 37.
પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે?
A. શિવાલિકમાં
B. પશ્ચિમઘાટમાં
C. મધ્ય હિમાલયમાં
D. બૃહદ હિમાલયમાં
ઉત્તરઃ
D. બૃહદ હિમાલયમાં

પ્રશ્ન 38.
ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ વગેરે ઉત્તર ભારતનાં પવિત્ર યાત્રાધામો કઈ પર્વતશ્રેણીમાં આવેલાં છે?
A. મધ્ય હિમાલય
B. બાહ્ય હિમાલય
C. પૂર્વ હિમાલય
D. બૃહદ હિમાલય
ઉત્તર :
A. મધ્ય હિમાલય

પ્રશ્ન 39.
શિવાલિક હારમાળામાં કંકર, પથ્થરો અને જાડા કાંપથી ઢંકાયેલી ખીણ રચનાને સ્થાનિક ભાષામાં શું કહે છે?
A. દોઆબ
B. દૂન (DUN)
C. બાંગર
D. ભાબર
ઉત્તર :
B. દૂન (DUN)

પ્રશ્ન 40.
ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે?
A. દિલ્લીને
B. ચંડીગઢને
C. હરદ્વારને
D. આગરાને
ઉત્તર :
A. દિલ્લીને

પ્રશ્ન 41.
કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે?
A. વિંધ્યાચળ
B. સહ્યાદ્રિ
C. નીલગિરિ
D. અરવલ્લી
ઉત્તર :
D. અરવલ્લી

પ્રશ્ન 42.
અરવલ્લી ક્યા પ્રકારનો પર્વત છે?
A. ગેડ
B. ખંડ
C. અવશિષ્ટ
D. જ્વાળામુખી
ઉત્તર :
A. ગેડ

પ્રશ્ન 43.
માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવાખાવાનું સ્થળ છે?
A. અરવલ્લી
B. નીલગિરિ
C. અન્નામલાઈ
D. સહ્યાદ્રિ
ઉત્તર :
A. અરવલ્લી

પ્રશ્ન 44.
કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?
A. અરબ સાગરને
B. હિંદ મહાસાગરને
C. ખંભાતના અખાતને
D. બંગાળની ખાડીને
ઉત્તર :
D. બંગાળની ખાડીને

પ્રશ્ન 45.
લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
A. ખંભાતના અખાતમાં
B. અરબ સાગરમાં
C. બંગાળની ખાડીમાં
D. હિંદ મહાસાગરમાં
ઉત્તર :
B. અરબ સાગરમાં

પ્રશ્ન 46.
અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
A. અરબ સાગરમાં
B. હિંદ મહાસાગરમાં
C. મનારના અખાતમાં
D. બંગાળાની ખાડીમાં
ઉત્તર :
D. બંગાળાની ખાડીમાં

પ્રશ્ન 47.
કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્નભંડાર છે?
A. દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
B. મધ્યવર્તી ઉચ્ચભૂમિ
C. તટીય મેદાનો
D. ઉત્તરનું મેદાન કે
ઉત્તર :
D. ઉત્તરનું મેદાન કે

પ્રશ્ન 48.
ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?
A. ઉત્તરના વિશાળ પર્વતો
B. દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
C. ઉત્તરનું મેદાન
D. દરિયાકિનારાનાં મેદાનો
ઉત્તરઃ
B. દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ

પ્રશ્ન 49.
બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે?
A. રૂપાંતરિત
B. રાસાયણિક
C. આગ્નેય
D. પ્રસ્તર
ઉત્તરઃ
C. આગ્નેય

પ્રશ્ન 50.
લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનીજો કયા ખડકમાંથી મળે છે?
A. રૂપાંતરિત
B. આગ્નેય
C. રાસાયણિક
D. પ્રસ્તર
ઉત્તરઃ
B. આગ્નેય

પ્રશ્ન 51.
કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે ક્યા ખડકમાંથી મળે છે?
A. રાસાયણિક
B. રૂપાંતરિત
C. આગ્નેય
D. પ્રસ્તર
ઉત્તરઃ
D. પ્રસ્તર

પ્રશ્ન 52.
સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે કયા ખડકમાંથી મળે છે?
A. પ્રસ્તર
B. રાસાયણિક
C. રૂપાંતરિત
D. આગ્નેય
ઉત્તરઃ
C. રૂપાંતરિત

પ્રશ્ન 53.
કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?
A. ખદર
B. પડખાઉ
C. રેગુર
D. બાંગર
ઉત્તરઃ
C. રેગુર

પ્રશ્ન 54.
કઈ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે?
A. કાળી
B. રાતી
C. પહાડી
D. પડખાઉ
ઉત્તરઃ
C. પહાડી

પ્રશ્ન 55.
કઈ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે?
A. પહાડી
B. રાતી
C. કાળી
D. પડખાઉ
ઉત્તરઃ
A. પહાડી

પ્રશ્ન 56.
ક્યા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?
A. કાંપની
B. રાતી
C. કાળી
D. રણપ્રકારની
ઉત્તરઃ
D. રણપ્રકારની

પ્રશ્ન 57.
નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં હલકી છે?
A. સીસું
B. વેનેડિયમ
C. લૅટિનમ
D. ટીટાનિયમ
ઉત્તરઃ
D. ટીટાનિયમ

પ્રશ્ન 58.
સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનીજ કયું છે?
A. યુરેનિયમ
B. અબરખ
C. મેંગેનીઝ
D. નિકલ
ઉત્તરઃ
A. યુરેનિયમ

પ્રશ્ન 59.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.

GSEB Class 9 Social Science Important Questions Chapter 14 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II 4
A. કાંપની જમીન
B. કાળી જમીન
C. રાતી જમીન
D. લેટેરાઇટ જમીન
ઉત્તર :
C. રાતી જમીન

પ્રશ્ન 60.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.
GSEB Class 9 Social Science Important Questions Chapter 14 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – II 5
A. રાતી જમીન
B. પડખાઉ જમીન
C. કાંપની જમીન
D. કાળી જમીન
ઉત્તર :
D. કાળી જમીન

પ્રશ્ન 61.
ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?
A. નીલગિરિ, અન્નામલાઈ, કાડૅમમ
B. નીલગિરિ, કામમ, અન્નામલાઈ
C. અન્નામલાઈ, નીલગિરિ, કાડૅમમ
D. કાર્ડમમ, નીલગિરિ, અન્નામલાઈ
ઉત્તર :
A. નીલગિરિ, અન્નામલાઈ, કાડૅમમ

પ્રશ્ન 62.
દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?
A. નીલગિરિ, સહ્યાદ્રિ, અન્નામલાઈ
B. અન્નામલાઈ, સહ્યાદ્રિ, નીલગિરિ
C. અન્નામલાઈ, નીલગિરિ, સહ્યાદ્રિ
D. સહ્યાદ્રિ, અન્નામલાઈ, નીલગિરિ
ઉત્તર :
C. અન્નામલાઈ, નીલગિરિ, સહ્યાદ્રિ

પ્રશ્ન 6૩.
કીમતી ધાતુમય ખનીજોનો સાચો ક્રમ કયો છે?
A. લોખંડ, તાંબું, સીસું
B. સોનું, રૂપું (ચાંદી), પ્લેટિનમ
C. મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ
D. ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન
ઉત્તર :
B. સોનું, રૂપું (ચાંદી), પ્લેટિનમ

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
માઉન્ટ એવરેસ્ટને ભારતમાં સાગર મથ્થા’ કહે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
લુશાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની ચારે બાજુ સમુદ્રો હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ કહે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
બૉક્સાઈટ હલકી ધાતુમય ખનીજ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
પવિત્ર યાત્રાધામ માનસરોવર મધ્ય હિમાલયમાં આવેલું છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 7.
K2 (ગોડવિન ઑસ્ટિન) વિશ્વનું સર્વોચ્ચ શિખર છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 8.
પતકાઈ ટેકરી અરુણાચલ પ્રદેશમાં આવેલી છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
ચંડીગઢને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 11.
ચંબલ અને બેતવા નદીઓ યમુના નદીને મળે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
સાબરમતી અને મહી નદીઓ ખંભાતના અખાતને મળે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 13.
છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ છત્તીસગઢ રાજ્યમાં છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 14.
નર્મદા અને તાપી નદીઓ અરબ સાગરને મળે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 15.
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ભારતનો અન્નભંડાર છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 16.
ગ્રેનાઈટ સેન્દ્રિય પ્રકારનો ખડક છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
મેંગેનીઝ મિશ્ર ધાતુરૂપે વપરાતું ખનીજ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 18.
ખાતર ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 19.
કાળી જમીન રેગુરના નામે પણ ઓળખાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 20.
કાંપની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અનિયમિત અને ઊર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને કહેવાય છે?
ઉત્તરઃ
ભૂપૃષ્ઠ

પ્રશ્ન 2.
સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વતશ્રેણી કઈ છે?
ઉત્તરઃ
બૃહદ હિમાલય

પ્રશ્ન 3.
બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે?
ઉત્તરઃ
માઉન્ટ એવરેસ્ટ

પ્રશ્ન 4.
માઉન્ટ એવરેસ્ટ શિખર કયા દેશોની સરહદે આવેલું છે?
ઉત્તરઃ
નેપાળ અને ચીનની

પ્રશ્ન 5.
માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં શું કહે છે?
ઉત્તરઃ
સાગર મથ્થા

પ્રશ્ન 6.
ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે?
ઉત્તરઃ
માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (અથવા K2)

પ્રશ્ન 7.
લાપલા, નાથુ લા, શિખી લા વગેરે ઘાટો ક્યાં આવેલા છે?
ઉત્તરઃ
બૃહદ હિમાલયમાં

પ્રશ્ન 8.
પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર કઈ હારમાળામાં આવેલું છે?
ઉત્તરઃ
બૃહદ હિમાલયમાં

પ્રશ્ન 9.
બૃહદ હિમાલયની દક્ષિણે કઈ હારમાળા આવેલી છે?
ઉત્તરઃ
મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય (હિમાચલ શ્રેણી)

પ્રશ્ન 10.
શિમલા, નૈનિતાલ, દાર્જિલિંગ વગેરે ગિરિમથકો કઈ ગિરિમાળામાં આવેલાં છે?
ઉત્તરઃ
મધ્ય હિમાલયમાં

પ્રશ્ન 11.
ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ વગેરે જાણીતા યાત્રાધામો કઈ ગિરિમાળામાં આવેલાં છે?
ઉત્તરઃ
મધ્ય હિમાલયમાં

પ્રશ્ન 12.
કુલ્લ (Kullu), કાંગડા અને કશ્મીર કઈ ગિરિમાળાના રમણીય ખીણપ્રદેશો છે?
ઉત્તરઃ
મધ્ય હિમાલયના

પ્રશ્ન 13.
કઈ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે?
ઉત્તરઃ
શિવાલિક (બાહ્ય હિમાલય)

પ્રશ્ન 14.
પતકાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે?
ઉત્તરઃ
અરુણાચલ પ્રદેશમાં

પ્રશ્ન 15.
લુશાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે?
ઉત્તરઃ
મિઝોરમમાં

પ્રશ્ન 16.
પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન કઈ હારમાળા સાથે છે?
ઉત્તરઃ
આરાકાનયોમા

પ્રશ્ન 17.
ગારો, ખાસી અને જૈત્તિયા ટેકરીઓ ક્યાં આવેલી છે?
ઉત્તરઃ
મેઘાલયમાં

પ્રશ્ન 18.
દિલ્લીની પશ્ચિમ બાજુએ કયું મેદાન આવેલું છે?
ઉત્તરઃ
સતલુજનું મેદાન

પ્રશ્ન 19.
દિલ્લીની પૂર્વ બાજુએ કયું મેદાન આવેલું છે?
ઉત્તરઃ
ગંગાનું મેદાન

પ્રશ્ન 20.
ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
દિલ્લીને

પ્રશ્ન 21.
ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ કયો ગણાય છે?
ઉત્તરઃ
ગંગાનું મેદાન

પ્રશ્ન 22.
દિલ્લી, આગરા, લખનઉ, કોલકાતા વગેરે શહેરો કયા પ્રદેશમાં આવેલાં છે?
ઉત્તરઃ
ગંગાના મેદાનમાં

પ્રશ્ન 23.
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે?
ઉત્તરઃ
‘દોઆબ’

પ્રશ્ન 24.
સિંધુ નદીથી તિસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહે છે?
ઉત્તરઃ
‘ભાબર’

પ્રશ્ન 25.
ભાબર પછી કયું ક્ષેત્ર આવેલું છે?
ઉત્તરઃ
તરાઈનું

પ્રશ્ન 26.
મેદાનોના જૂના કાંપને શું કહે છે?
ઉત્તરઃ
‘બાંગર’

પ્રશ્ન 27.
પૂરનાં મેદાનોનો નવો કાંપ શું કહેવાય છે?
ઉત્તરઃ
‘ખદર’

પ્રશ્ન 28.
ભારતનો પ્રાચીનતમ ભાગ કયો છે?
ઉત્તરઃ
દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશ

પ્રશ્ન 29.
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ કઈ રીતે વિસ્તરેલો છે?
ઉત્તરઃ
ઊંધા ત્રિકોણાકારે

પ્રશ્ન 30.
દક્ષિણના ઉચ્ચપ્રદેશની ત્રણે બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને ? શું કહેવામાં આવે છે?
ઉત્તરઃ
દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશ

પ્રશ્ન 31.
માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે?
ઉત્તરઃ
અરવલ્લીની ગિરિમાળા

પ્રશ્ન 32.
અરવલ્લીની ગિરિમાળામાં ક્યું ગિરિમથક આવેલું છે?
ઉત્તરઃ
માઉન્ટ આબુ

પ્રશ્ન 33.
અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે?
ઉત્તરઃ
ગુરુશિખર

પ્રશ્ન 34.
પશ્ચિમઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શું કહે છે?
ઉત્તરઃ
સહ્યાદ્રિ

પ્રશ્ન 35.
પશ્ચિમઘાટને તમિલનાડુમાં કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
નીલગિરિના નામે

પ્રશ્ન 36.
પશ્ચિમઘાટને કેરલ અને તમિલનાડુની સીમા પર કયા નામથી ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
અનામલાઈ અને કાર્ડમમ

પ્રશ્ન 37.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની પૂર્વ સીમાને શું કહે છે?
ઉત્તરઃ
પૂર્વઘાટ

પ્રશ્ન 38.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહીને કોને મળે છે?
ઉત્તરઃ
બંગાળની ખાડીને

પ્રશ્ન 39.
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ક્યાંથી ક્યાં સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે?
ઉત્તરઃ
કચ્છથી ઓડિશા

પ્રશ્ન 40.
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ગોવાથી દક્ષિણમાં કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
મલબાર તટના નામે

પ્રશ્ન 41.
દક્ષિણમાં કેરલના તટ પર જોવા મળતા પશ્ચજળ(Back Water)ને સ્થાનિક ભાષામાં શું કહે છે?
ઉત્તરઃ
કાયેલ

પ્રશ્ન 42.
દક્ષિણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ કયા નામથી જાણીતો છે?
ઉત્તરઃ
કોરોમંડલ તટ

પ્રશ્ન 43.
ભારતના મુખ્ય દ્વીપસમૂહો કયા કયા છે?
ઉત્તરઃ
અંદમાન-નિકોબાર અને લક્ષદ્વીપ

પ્રશ્ન 44.
ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહે છે?
ઉત્તરઃ
ઍટૉલ

પ્રશ્ન 45.
અંદમાન-નિકોબાર દ્વીપસમૂહો ક્યાં આવેલા છે?
ઉત્તરઃ
બંગાળની ખાડીમાં

પ્રશ્ન 46.
લક્ષદ્વીપ દ્વીપસમૂહો ક્યાં આવેલા છે?
ઉત્તરઃ
કેરલ તટથી થોડે દૂર અરબી સમુદ્રમાં

પ્રશ્ન 47.
ઉત્તરના ફળદ્રુપ કાંપના મેદાનને શું કહેવામાં આવે છે?
ઉત્તરઃ
અનાજનો ભંડાર

પ્રશ્ન 48.
દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ કયા સંસાધનથી સમૃદ્ધ છે?
ઉત્તરઃ
ખનીજ

પ્રશ્ન 49.
અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
ઉત્તરઃ
માળવાનો

પ્રશ્ન 50.
લોખંડ, તાંબું, સોનું, ચાંદી વગેરે ખનીજો ક્યા ખડકોમાંથી મળે છે?
ઉત્તરઃ
આગ્નેય

પ્રશ્ન 51.
કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકોમાંથી મળે છે?
ઉત્તરઃ
પ્રસ્તર

પ્રશ્ન 52.
સ્લેટ, આરસપહાણ અને હીરા કયા ખડકોમાંથી મળે છે?
ઉત્તરઃ
રૂપાંતરિત

પ્રશ્ન 53.
ખેતી માટેનું મૂળભૂત સંસાધન કયું છે?
ઉત્તરઃ
જમીન

પ્રશ્ન 54.
પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહે છે?
ઉત્તરઃ
જમીન

પ્રશ્ન 55.
ભૂમિ-આવરણમાં રહેલા ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા,માટી, રજ વગેરે કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
રેગોલિથ

પ્રશ્ન 56.
નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જમીનને શું કહે છે?
ઉત્તરઃ
ખદર

પ્રશ્ન 57.
જૂના કાંપની જમીનને શું કહે છે?
ઉત્તરઃ
બાંગર

પ્રશ્ન 58.
કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે?
ઉત્તરઃ
કાળી જમીન

પ્રશ્ન 59.
કઈ જમીન કપાસની જમીન’ તરીકે જાણીતી છે?
ઉત્તરઃ
કાળી જમીન

પ્રશ્ન 60.
કઈ જમીન રેગુર’ નામે પણ ઓળખાય છે?
ઉત્તરઃ
કાળી જમીન

પ્રશ્ન 61.
પડખાઉ જમીનનું બીજું નામ શું છે?
ઉત્તરઃ
લેટેરાઇટ જમીન

પ્રશ્ન 62.
કઈ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે?
ઉત્તરઃ
પર્વતીય જમીનમાં

પ્રશ્ન 63.
કઈ જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?
ઉત્તરઃ
રણપ્રકારની જમીનમાં

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશમાં એકબીજીને સમાંતર એવી પર્વતશ્રેણીઓ વિશે માહિતી આપો.
ઉત્તરઃ
ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશમાં એકબીજીને સમાંતર ત્રણ પૂર્વ-પશ્ચિમ પર્વતશ્રેણીઓ છેઃ
સૌથી ઉત્તર તરફની શ્રેણી “બૃહદ હિમાલય’ કે ‘હિમાદ્રી’ નામે ઓળખાય છે. તે સમગ્ર હિમાલયની સૌથી ઊંચી પર્વતશ્રેણી છે. તેનાં 40થી વધુ શિખરો આશરે 7000 મીટરથી વધુ ઊંચાં છે. અહીં નેપાળ-ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) વિશ્વનું સર્વોચ્ચ અને સૌથી વધુ પ્રખ્યાત શિખર છે. અહીંનું માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (8611 મીટર) ભારતનું સર્વોચ્ચ શિખરો છે. બૃહદ હિમાલયમાં લાપલા, નાથુ લા, શિખી લા વગેરે ઘાટ આવેલા છે. પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર પણ આ પર્વતશ્રેણીમાં આવેલું છે.

બૃહદ હિમાલયની દક્ષિણમાં “મધ્ય હિમાલય” અથવા “હિમાચલ પર્વતશ્રેણી આવેલી છે. તેની પહોળાઈ આશરે 80થી 100 કિમી અને ઊંચાઈ આશરે 1700થી 4500 મીટર છે. આ શ્રેણીમાં ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાની ખેત, અલમોડા, નૈનિતાલ, દાર્જિલિંગ, ગુલમર્ગ, પહેલગામ વગેરે હવા ખાવાનાં પ્રખ્યાત ગિરિમથકો છે. અહીં ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતાં યાત્રાધામ આવેલાં છે. આ પર્વતશ્રેણીમાં અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણપ્રદેશો છે.

મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વતશ્રેણી બાહ્ય હિમાલય” કે શિવાલિક’ નામે ઓળખાય છે. તે આશરે 10થી 15 કિમી પહોળી અને સરેરાશ 1000 મીટર ઊંચી છે. આ પર્વતશ્રેણીઓ નક્કર ખડકોની બનેલી નથી. તેથી અહીં અવારનવાર ભૂ-અલન થતું રહે છે. શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે ઘણી જગ્યાએ સમથળ ખીણો જોવા મળે છે. કંકર, પથ્થર અને કાંપના જાડા થરથી ઢંકાયેલી આ ખીણો દૂન’ કહેવાય છે. દા. ત., દેહરાદૂન, પાટલીદૂન, કોથરાદૂન વગેરે.

પ્રશ્ન 2.
ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો.
ઉત્તર:
ઉત્તર ભારતનું મેદાન ઉત્તર હિમાલય અને દક્ષિણે ? દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશની વચ્ચે આવેલું છે. તેનું નિર્માણ આ બંને પ્રદેશોમાંથી નીકળતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓ અને તેમની શાખા-નદીઓએ યુગોથી પાથરેલા કાંપથી થયું છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાંપના થર આવેલા છે. તે લગભગ સપાટ છે. તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધુ નથી.

  • આ મેદાની પ્રદેશ આશરે 2400 કિમી લાંબો છે. તેના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે.
  • નદીઓએ નિર્માણ કરેલા દુનિયાના સૌથી મોટા મેદાની પ્રદેશ તરીકે તેની ગણના થાય છે.

→ ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને પર્યાપ્ત માત્રામાં મળતા પાણીને લીધે અહીં ખેતીનો ખૂબ વિકાસ થયો છે. આ મેદાન ભારતનો સમૃદ્ધ ભાગ ગણાય છે. અહીં દિલ્લી, આગરા, કાનપુર, લખનઉ, અલાહાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે શહેરો આવેલાં છે.

  • આ મેદાન દિલ્લી પાસે સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. તેથી દિલ્લીને ‘ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.
  • ઉત્તર ભારતનું મેદાન સિંધુ નદીના મુખથી લઈને ગંગા-બ્રહ્મપુત્રના મુખ સુધી લગભગ 2400 કિમી લાંબું અને 150થી 300 કિમી પહોળું છે. પૂર્વમાં તે સાંકડું છે.
  • તેના બે વિભાગો પડે છે : સિંધુ નદીતંત્રનું મેદાન અને ગંગા-બ્રહ્મપુત્ર નદીતંત્રનું મેદાન.
  • સિંધુ અને તેની પાંચ સઘયક નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજે રચેલું મેદાન પંજાબ (પંજ + આબ) કહેવાય છે. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે.
  • ગંગા નદી હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશી પૂર્વ તરફ વહે છે. માર્ગમાં તેને યમુના, ગોમતી, ઘાઘરા, ગંડક, શોણ (સોન), કોસી જેવી અનેક સહાયક નદીઓ મળે છે. બાંગ્લાદેશમાં તેને બ્રહ્મપુત્ર નદી મળે છે. તેમનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. આ નદીઓએ રચેલો મુખત્રિકોણ (ડેલ્ટા) જગતનો સૌથી મોટો અને વિસ્તાર પામતો મુખત્રિકોણપ્રદેશ છે.
  • ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના ચાર વિભાગો પડે છેઃ ભાબર, તરાઈ, બાંગર અને ખદર, શિવાલિકના તળેટી-પ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર-પથ્થરોની 8થી 16 કિમી પહોળી પટ્ટીને ભાબર કહે છે. ભાબરની દક્ષિણે તરાઈનું ક્ષેત્ર છે. આ ભીનાશવાળા અને દલદલીય ક્ષેત્રમાં ગીચ જંગલો છે. તેનાથી દક્ષિણે જૂના કાંપના થરોના ક્ષેત્રને બાંગર અને નવા કાંપવાળા થરોના ક્ષેત્રને ખદર કહે છે.

પ્રશ્ન 3.
ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના એક ભાગ તરીકે ‘માળવાના ઉચ્ચપ્રદેશ’ની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
માળવાના ઉચ્ચપ્રદેશની લાક્ષણિકતાઓ :

  • તેનો ઉત્તર ભાગ નક્કર આગ્નેય ખડકોનો બનેલો છે. તેની ઉત્તર-પશ્ચિમે અરવલ્લીની ગિરિમાળા છે. તે એક પ્રાચીન ગેડ પર્વતનો એક અવશિષ્ટ ભાગ છે. માઉન્ટ આબુ તેનું રમણીય અને સુંદર ગિરિમથક છે. ગુરુશિખર (1722 મીટર) તેનું સૌથી ઊંચું શિખર છે.
  • માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણ સરહદે વિંધ્યાચળની ગિરિમાળા છે. આ ગિરિમાળા તેને પૂર્વોત્તર છેડે કમર ટેકરીઓ’ના નામે ઓળખાય છે. વિંધ્યાચળની પૂર્વમાં મૈકલ પર્વત આવેલો છે.
  • વિંધ્યાચળમાંથી નીકળતી ચંબલ અને બેતવા નદીઓ ઉત્તર તરફ વહી યમુનાને મળે છે તથા શોણ નદી ગંગાને મળે છે. આ પરથી જણાય છે કે મધ્યવર્તી ઉચ્ચપ્રદેશનો ઢોળાવ ઉત્તર તરફનો છે.
  • માળવાના ઉચ્ચપ્રદેશનો ઉત્તર-પૂર્વ ભાગ જે ક્રમશઃ ઉત્તરના મેદાનમાં ભળી જાય છે. તે ‘બુંદેલખંડ’ કહેવાય છે.
  • અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળતી લૂણી અને બનાસ નદીઓ નૈત્રત્ય તરફ વહી કચ્છના રણમાં લુપ્ત થાય છે. સાબરમતી અને મહી નદીઓ ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી જણાય છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચપ્રદેશનો ઢોળાવ નૈઋત્ય તરફનો છે.
  • શોણ નદીની પૂર્વે ઝારખંડમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. તેમાં રાજમહલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ અને રાંચીના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 4.
ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના એક ભાગ તરીકે દખ્ખણના ઉચ્ચપ્રદેશ’ની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
દખ્ખણના ઉચ્ચપ્રદેશની લાક્ષણિકતાઓ :

  • દખ્ખણનો ઉચ્ચપ્રદેશ ઉત્તરે સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓથી લઈને દ્વીપકલ્પના દક્ષિણ છેડા કન્યાકુમારી સુધી ફેલાયેલો છે, તેની પશ્ચિમ સરહદે પશ્ચિમઘાટ અને પૂર્વ સરહદે પૂર્વઘાટ આવેલા છે.
  • દખ્ખણના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમી ભાગો લાવારસના બનેલા છે.
  • પશ્ચિમઘાટ અરબ સાગરને કિનારે લગભગ સળંગ અવિચ્છિન્નરૂપે વ્યાપ્ત છે. તે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિ તથા તમિલનાડુમાં નીલગિરિ નામે ઓળખાય છે. કેરળ-તમિલનાડુની સરહદ પર તેને અન્નામલાઈ અને છેક દક્ષિણમાં કાર્ડમમની ટેકરીઓ કહે છે. પૂર્વઘાટ નદીઓથી કોરાયેલો હોવાથી તૂટક છે. પશ્ચિમઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધુ ઊંચો છે.
  • દખ્ખણના ઉચ્ચપ્રદેશનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 900થી 1100 મીટર છે. તેનો ઢાળ પૂર્વ અને દક્ષિણ-પૂર્વ તરફનો છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચપ્રદેશની પૂર્વ સીમા બનાવે છે. એ સીમાને ‘પૂર્વઘાટકહે છે.
  • દખ્ખણના ઉચ્ચપ્રદેશની નર્મદા અને તાપી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે. આ સિવાયની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે.

પ્રશ્ન 5.
ભારતના પશ્ચિમના તટીય મેદાન વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતના પશ્ચિમ કિનારાનું મેદાન ગુજરાતથી કેરલ સુધી ફેલાયેલું છે. માત્ર ગુજરાતમાં તે પહોળું છે. અન્ય ભાગોમાં તે સાંકડું છે.

  • મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોંકણ તથા ગોવાની દક્ષિણે મલબાર તટ કહેવાય છે.
  • કોંકણનું મેદાન અસંખ્ય નાની ટેકરીઓને લીધે ઘણું ઊંચુંનીચું અને અસમતલ છે. કેટલીક જગ્યાએ તે અતિશય સાંકડું છે.
  • પશ્ચિમ તટના દરિયાને મળતી મોટી નદીઓમાં નર્મદા અને તાપી મુખ્ય છે. નાની નાની અનેક નદીઓ છે.
  • પશ્ચિમ તટની નદીઓનાં મુખ પહોળી ખાડી (estuary) સ્વરૂપે છે. મોટા ભાગની ખાડીઓ નદી અને દરિયાના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે. આ પ્રકારની ખાડીઓ માછીમારી અને બંદરોના વિકાસ માટે ઉપયોગી છે.
  • પશ્ચિમ કિનારે ઘણાં કુદરતી બંદરો આવેલાં છે. મુંબઈ અને માર્માગોવા(મુડગાંવ)નો તેમાં સમાવેશ થાય છે.
  • કેરલના તટ પર પશ્ચાદ્ જળ(back water)થી નિર્માણ થયેલાં હું ખારા પાણીનાં સરોવર (lagoon- લગૂન) જોવા મળે છે. તેને રે સ્થાનિક ભાષામાં “કાયલ’ કહે છે.”
  • આ ઉપરાંત, રેત-પાળા (sand bars) અને અવરોધક ભૂશિર (spits) જેવાં નિક્ષેપણથી રચાયેલાં તટીય ભૂમિસ્વરૂપો પણ નોંધપાત્ર છે.

પ્રશ્ન 6.
ભારતના પૂર્વ તટીય અને પશ્ચિમ તટીય મેદાનોની તુલના કરો.
ઉત્તર:
ભારતના પૂર્વ તટીય અને પશ્ચિમ તટીય મેદાનો :

પૂર્વ તટીય મેદાન પશ્ચિમ તટીય મેદાન
1. આ મેદાન ઓડિશાના પૂર્વ તટથી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. 1. આ મેદાન ગુજરાતથી કેરલ સુધી ફેલાયેલું છે.
2. તે પશ્ચિમના તટીય મેદાન કરતાં પહોળું છે. 2. તે માત્ર ગુજરાતમાં પહોળું અને અન્ય ભાગોમાં સાંકડું છે.
3. તેનો ઉત્તર તરફનો ભાગ ‘ઉત્તર સરકારના મેદાન’ તરીકે અને દક્ષિણનો ભાગ કોરોમંડલ તટ’ તરીકે ઓળખાય છે. 3. મહારાષ્ટ્ર અને ગોવામાં આ મેદાન કોંકણના મેદાન’ તરીકે અને ગોવાની દક્ષિણે ‘મલબારના મેદાન’ તરીકે ઓળખાય છે.
4. આ મેદાનમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓએ મુખત્રિકોણપ્રદેશો રચ્યા છે, જેમાં ઘણું કાંપ-નિક્ષેપણ થાય છે. 4. પશ્ચિમ તટના દરિયાને મળતી મોટી નદીઓમાં નર્મદા અને તાપી મુખ્ય છે. નાની નાની અનેક નદીઓ છે. આ મેદાન તરફનો પશ્ચિમઘાટનો ઢોળાવ સીધો છે. તેથી અહીંની નદીઓએ મુખત્રિકોણપ્રદેશો બનાવ્યા નથી.
5. આ તટીય મેદાનમાં મુખત્રિકોણપ્રદેશોની જમીન ઘણી ફળદ્રુપ છે. તેથી અહીં ખેતીનો વિકાસ થયો છે અને ઠીક ઠીક ગીચ વસ્તી છે. 5. આ તટીય મેદાનમાં મુખત્રિકોણપ્રદેશો નથી. તેથી અહીં ખેતીનો પૂરતો વિકાસ થયો નથી.
6. અહીંનો દરિયો છીછરો હોવાથી આ મેદાનના દરિયાકિનારે કુદરતી બંદરો બહુ ઓછાં છે. 6. અહીંનો દરિયો ઊંડો અને કિનારો ખંડિત હોવાથી પશ્ચિમ કિનારે ઘણાં કુદરતી બંદરો આવેલાં છે.

પ્રશ્ન 7.
ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો.
ઉત્તર:
ભારતની જમીનોને છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે :

  1. કાંપની જમીન,
  2. કાળી કે રેગુર જમીન,
  3. રાતી જમીન,
  4. પડખાઉ કે લેટેરાઇટ જમીન,
  5. પર્વતીય જમીન અને
  6. રણપ્રકારની જમીન.

1. કાંપની જમીનઃ કાંપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરનાં મેદાનો, કિનારાનાં મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં આવેલી છે.

  • કાંપની જમીનના બે પ્રકાર છે: ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપથી બનેલી નવા કાંપની જમીન ખદર નામે ઓળખાય છે. આવી જમીનો મોટી નદીઓનાં નજીકનાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
  • નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાંપની જમીનો બાંગર કહેવાય છે.
  • ખદર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે – બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે.
  • કાંપની જમીનની ફળદ્રુપતા જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાંપની જમીન આવેલી છે.

2. કાળી જમીનઃ કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશોમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે.

  • તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે.
  • તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે.
  • તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની કાળી કે જમીન’ તરીકે ઓળખાય છે. તે રેગુર’ નામે પણ જાણીતી છે.

૩. રાતી જમીનઃ ભારતમાં રાતી જમીન મોટા ભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં આવેલી છે.

  • તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં છે.
  • તેનો રાતો રંગ તેમાં રહેલા લોહતત્ત્વ અને અન્ય સેન્દ્રિય તત્ત્વોને આભારી છે.
  • જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે ત્યાં તે 8 છિદ્રાળુ અને ઉપજાઉ છે.

4. પડખાઉ કે લેટેરાઈટ જમીનઃ પડખાઉ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલ, ઓડિશા, અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે.

  • ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય ક્ષારો ધોવાઈને પડખાઉ જમીન બને છે.
  • ધોવાઈ ગયેલા પડમાં લોહ અને ઍલ્યુમિનિયમ તત્ત્વોનાં સંયોજનોનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય છે.
  • પડખાઉ જમીનમાં જેવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે.

5. પર્વતીય જમીન ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતાં જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે.

  • જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે.
  • શિવાલિક પર્વતશ્રેણી પર આ જમીન ઓછા કસવાળી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે.

6. રણપ્રકારની જમીન ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાનાં શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે.

  • અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે, તો કેટલીક સિંધુખીણમાંથી ઊડી આવીને જમા થઈ છે.
  • કેટલાંક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે.
  • અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ડે ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની લાક્ષણિકતાઓ :

  • તે ભારતની પ્રાચીનતમ ભાગ છે. તે ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે.
  • દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે.
  • તે ભારતનો સૌથી પ્રાચીન ભાગ છે.
  • તેમાં પ્રાચીન પર્વતશ્રેણીઓના અવશિષ્ટ ભાગો તથા કપાયેલા ઉચ્ચપ્રદેશો છે.
  • આ ત્રિભુજાકાર ક્ષેત્રનો પાયો ઉત્તરમાં દિલ્લીની ડુંગરધારથી રાજમહલની ટેકરીઓની વચ્ચે છે.
  • ભૂસ્તરશાસ્ત્રની દષ્ટિએ શિલોંગનો ઉચ્ચપ્રદેશ પણ તેનો એક વિસ્તૃત ભાગ છે.
  • તેનો શીર્ષભાગ દક્ષિણમાં કન્યાકુમારી પાસે છે.
  • તેની સામાન્ય ઊંચાઈ 600થી 900 મીટર છે.
  • તેના ઉત્તર ભાગનો ઢોળાવ ઉત્તર-પૂર્વ તરફ અને દક્ષિણ ભાગનો ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ-પૂર્વ તરફ છે. દખ્ખણના ઉત્તર-પશ્ચિમ ભાગનો ઢોળાવ પશ્ચિમ તરફ છે.
  • દખણના ઉચ્ચપ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા છે. તેથી તેને ‘દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ’ કહે છે. વળી, આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચપ્રદેશ કહેવાય છે.
  • દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના બે ભાગ પડે છે: માળવાનો ઉચ્ચપ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચપ્રદેશ.

પ્રશ્ન 2.
પૂર્વના તટીય મેદાન વિશે માહિતી આપો.
ઉત્તર:
પૂર્વનું તટીય મેદાન ઓડિશાના પૂર્વ તટથી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલું છે. તે પશ્ચિમના તટીય મેદાન કરતાં વધારે પહોળું છે.
પૂર્વના તટીય મેદાનના બે ભાગ પડે છેઃ
(1) ઉત્તર સરકારનું મેદાન અને
(2) કોરોમંડલ કિનારાનું મેદાન. ઉત્તર સરકારના મેદાનમાં ઓડિશા અને આંધ્ર પ્રદેશના ઘણા ભાગોનો સમાવેશ થાય છે. દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો પૂર્વ કિનારો કોરોમંડલ તટ’ . કહેવાય છે.

  • આ મેદાનમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓએ 3 મુખત્રિકોણપ્રદેશ ડેલ્ટા) છે, જેમાં ઘણું કાપ-નિક્ષેપણ થયું છે.
  • આ તટીય મેદાનમાં ડેલ્ટાઓની જમીન ઘણી ફળદ્રુપ હોવાથી ત્યાં ખેતીનો વિકાસ થયો છે. તેથી ત્યાં પ્રમાણમાં ગીચ વસ્તી છે.
  • અહીંનો દરિયો છીછરો હોવાથી અહીં કુદરતી બંદરો બહુ ઓછાં છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ખડકોના મુખ્ય પ્રકારો જણાવો.
ઉત્તરઃ
એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક’ કહે છે. પૃથ્વીના પોપડામાં કે ભૂ-કવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં “ખડક (rock) કહેવામાં આવે છે.] ખડકો અતિ નક્કર સ્વરૂપ ધરાવતા હોય છે તેમ તદ્દન નરમ સ્વરૂપ પણ ધરાવતા હોય છે. ખડકો છિદ્રાળુ કે અછિદ્રાળ તેમજ વજનમાં ભારે કે હલકા હોઈ શકે છે. વિવિધ પ્રક્રિયાઓના ફળસ્વરૂપે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. ખડકો સામાન્ય રીતે નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા નથી. તે મોટે ભાગે એક કરતાં વધુ ખનીજદ્રવ્યોના બનેલા હોય છે.
નિર્માણ ક્રિયાને આધારે ખડકોના નીચે મુજબ મુખ્ય ત્રણ પ્રકારો પડે છે:

  • આગ્નેય ખડકો
  • પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો
  • રૂપાંતરિત ખડકો

પ્રશ્ન 2.
ખડકોનું વર્ગીકરણ કરો.
ઉત્તર :

પ્રશ્ન 3.
આગ્નેય ખડકોની રચના સમજાવો.
ઉત્તરઃ
આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે ભૂગર્ભની આ ગરમીને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશાં ધીકતું રહે છે. પૃથ્વીના ભૂગર્ભમાંથી પોપડામાં આવેલો અર્ધપ્રવાહી ઍમા” અથવા લાવારસ પોપડામાં જ અથવા તેની સપાટી પર ઠરી જતાં તેમાંથી રચાતા ખડકો ‘આગ્નેય ખડકો’ કહેવાય છે. વધુ લોહતત્ત્વ ધરાવતા અગ્નિકૃત ખડકો ઘેરા કાળા રંગના હોય છે, જ્યારે ઍસિડિક તત્ત્વોવાળા ખડકો આછા કાળા કે રાખોડી રંગના હોય છે. ગ્રેનાઈટ અને બેસાલ્ટ આગ્નેય ખડકનાં ઉદાહરણો છે. અગ્નિકૃત ખડકો પૃથ્વી પરના સૌથી પ્રાચીન ખડકો હોવાથી તે પ્રાથમિક (primary) કે આદ્ય ” ખડકો તરીકે પણ ઓળખાય છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઈટ’ એ અંતઃસ્થ પ્રકારના ખડકનું જાણીતું દષ્ટાંત છે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. અગ્નિકૃત ખડકોમાંથી સોનું, ચાંદી, નિકલ, તાંબું, લોખંડ, અબરખ, ગ્રેફાઇટ વગેરે ખનીજો મળે છે.

પ્રશ્ન 4.
પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકોની રચના સમજાવો.
ઉત્તર:
પૃથ્વીની સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવાં પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટાં પડેલાં ખડકદ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને સમુદ્ર કે મહાસાગરના તળિયે એકઠાં થાય છે. આમ, સમુદ્રના તળિયે નિક્ષેપ દ્વારા એકઠાં થયેલાં દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે.

કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. કે તેથી આ ખડકોને “પ્રસ્તર ખડકો’ કહેવામાં આવે છે. પ્રસ્તર ખડકોની નિર્માણ ક્રિયામાં વરસાદ, નદી, સમુદ્ર વગેરેનું પાણી મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી તે “જળકૃત ખડકો” પણ કહેવાય રે છે. પ્રસ્તર ખડકોમાંથી ચૂનાના પથ્થર, કોલસો, ખનીજ તેલ, ચિરોડી { (જિપ્સમ) વગેરે ખનીજદ્રવ્યો મળી આવે છે.

પ્રશ્ન 5.
રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો.
ઉત્તર:
પૃથ્વીની ભૂસંચલન ક્રિયાને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકોનાં કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે. તે રૂપાંતરિત ખડકો’ કહેવાય છે. આ ખડકોની રચનામાં ગરમી અને દબાણ એ બે પરિબળો મુખ્ય 3 ભાગ ભજવે છે. રૂપાંતરિત ખડકોમાંથી આરસપહાણ, ક્વાલ્ઝાઇટ, ગ્રેફાઇટ, સ્લેટ, હીરા વગેરે ખનીજો મળી આવે છે.

પ્રશ્ન 6.
ખનીજોનું વર્ગીકરણ કરો.
ઉત્તર:
ખનીજોનું સામાન્ય વર્ગીકરણ :
1. ધાતુમય ખનીજો:

  • કીમતી ધાતુમય ખનીજો સોનું, રૂપું (ચાંદી), લૅટિનમ વગેરે.
  • હલકી ધાતુમય ખનીજો મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ વગરે.
  • સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે.
  • મિશ્રધાતુના રૂપે વપરાતાં ખનીજો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે.

2. અધાતુમય ખનીજો ચૂનાના પથ્થર, ચૉક, ઍમ્બેસ્ટૉસ, 1 અબરખ, ફલોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), ગંધક, હીરા વગેરે.
૩. સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજો કોલસો; ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.

નીચેના વિધાનોનાં ભૌગોલિક કારણો આપો:

પ્રશ્ન 1.
પશ્ચિમઘાટ સળંગ છે, જ્યારે પૂર્વઘાટ તૂટક છે.
ઉત્તરઃ

  • દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. તેથી પશ્ચિમઘાટમાંથી નીકળતી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને પૂર્વઘાટના ડુંગરોને કોતરી બંગાળની ખાડીને મળે છે. આથી પૂર્વઘાટ તૂટક છે.
  • પશ્ચિમઘાટમાં કોઈ મોટી નદી નથી. તેથી તે સળંગ છે.

પ્રશ્ન 2.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની નદીઓ બંગાળની ખાડીને મળે છે.
ઉત્તરઃ

  • દખ્ખણનો ઉચ્ચપ્રદેશ પૂર્વ કરતાં પશ્ચિમ બાજુએ વધારે ઊંચો છે. તેથી તેનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે.
  • તેને લીધે દખ્ખણના ઉચ્ચપ્રદેશની નદીઓ ઢોળાવ તરફની પૂર્વ દિશામાં વહી બંગાળની ખાડીને મળે છે.

નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવોઃ

પ્રશ્ન 1.
ભૂ-અલન અથવા ‘ભૂ-અલન’ એટલે શું?
ઉત્તર:

  • પહાડોના ઢોળાવો પરના ખડકોમાં ઘસારાનાં બળોની અસરથી તિરાડો પડી ખડકોના ટુકડા થાય છે. આમાંના જે ટુકડાઓ પહાડના સીધા ઊભા ઢોળાવ પર હોય છે, તે ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને નીચે સરકી એકાએક તૂટી પડે છે. તે ઘટનાને ભૂ-સ્મલન’ કહે છે.
  • જોરદાર વરસાદ અને ભૂકંપ જેવાં પરિબળો આ ઘટનામાં મદદરૂપ થાય છે. હિમાલય અને પૂર્વાચલ વિસ્તારમાં અવારનવાર ભૂ-લન થયા કરે છે.

પ્રશ્ન 2.
પૂરનું મેદાન અથવા પૂરનું મેદાન કઈ રીતે રચાય છે?
ઉત્તર:

  • નદીમાં આવેલું પૂર ઓસરવા લાગે ત્યારે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈ આવેલો વધારાનો કાંપ નદીના કિનારે પથરાય છે.
  • આ કાંપથી રચાતું મેદાન પૂરનું મેદાન’ કહેવાય છે.

પ્રશ્ન 3.
આગ્નેય અથવા અગ્નિકૃત ખડક અથવા : આગ્નેય ખડક એટલે શું?
ઉત્તર:

  • પૃથ્વીના મૅન્ટલમાંથી પોપડામાં આવેલો મૅગ્સ અથવા લાવારસ પોપડામાં જ અથવા તેની સપાટી પર ઠરી જતાં હું છે તેમાંથી રચાતો ખડક “આગ્નેય ખડક’ કહેવાય છે.
  • ગ્રેનાઈટ અને ર બેસાલ્ટ આગ્નેય ખડકનાં ઉદાહરણો છે.

પ્રશ્ન 4.
ઉત્તર સરકારનું મેદાન
ઉત્તરઃ

  • ભારતના પૂર્વ કિનારે બંગાળની ખાડી અને પૂર્વઘાટની વચ્ચે પૂર્વ કિનારાનું મેદાન આવેલું છે. તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે. આ મેદાનનો ઉત્તર તરફનો ભાગ “ઉત્તર સરકારના મેદાન’ના નામે ઓળખાય છે.
  • તેમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના ઘણા ભાગોનો સમાવેશ થાય છે.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ભારતના મુખ્ય પ્રાકૃતિક વિભાગો જણાવો.
ઉત્તર:
ભારતના મુખ્ય પ્રાકૃતિક વિભાગો :

  • ઉત્તરનો પર્વતીય પ્રદેશ,
  • ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ,
  • દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ,
  • તટીય મેદાની (દરિયાકિનારાના મેદાની પ્રદેશો) અને
  • દ્વીપસમૂહો.

પ્રશ્ન 2.
હિમાલયનો વ્યાપ જણાવો.
ઉત્તરઃ
હિમાલય પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વમાં મ્યાનમાર સુધી વ્યાપ્ત છે. ચાપ આકારની આ પર્વતશ્રેણી આશરે 2400 કિમી લાંબી અને 240થી 320 કિમી પહોળી છે. તે પૂર્વમાં સાંકડી છે.

પ્રશ્ન 3.
હિમાલય કઈ મુખ્ય પર્વતશ્રેણીનો એક ભાગ છે?
ઉત્તર:
હિમાલય મધ્ય એશિયાની ‘પામી ગ્રંથિ’ તરીકે ઓળખાતી મુખ્ય પર્વતશ્રેણીનો એક ભાગ છે.

પ્રશ્ન 4.
હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય કેટલા વિભાગ પડે છે?
ઉત્તરઃ
હિમાલય પર્વતશ્રેણીના મુખ્ય બે વિભાગ પડે છે.

પ્રશ્ન 5.
હિમાલયની મુખ્ય ત્રણ હારમાળાઓનાં નામ જણાવો.
ઉત્તર:
હિમાલયની સૌથી ઉત્તરની હારમાળા ‘બૃહદ હિમાલય’, ‘આંતરિક હિમાલય’ કે ‘હિમાદ્રિ’; મધ્યની હારમાળા ‘મધ્ય હિમાલય’ કે “હિમાચલ’; અને છેક દક્ષિણની હારમાળા બાહ્ય હિમાલય’ કે. ‘શિવાલિક’ નામે ઓળખાય છે.

પ્રશ્ન 6.
સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વતશ્રેણી કઈ છે?
ઉત્તરઃ
સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વતશ્રેણી બૃહદ હિમાલય છે.

પ્રશ્ન 7.
બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? તેની ઊંચાઈ કેટલી છે?
ઉત્તર :
‘માઉન્ટ એવરેસ્ટ’ બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 8848 મીટર છે.

પ્રશ્ન 8.
માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે?
ઉત્તર:
માઉન્ટ એવરેસ્ટ બૃહદ હિમાલયમાં નેપાળ-ચીનની સરહદે આવેલું છે.

પ્રશ્ન 9.
તિબ્બતમાં માઉન્ટ એવરેસ્ટને શું કહે છે?
ઉત્તર:
તિબ્બતમાં માઉન્ટ એવરેસ્ટને ‘સાગર મથ્યા’ કહે છે.

પ્રશ્ન 10.
ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? તેની ઊંચાઈ કેટલી છે?
ઉત્તર:
ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (K<sub>2</sub>) છે. તેની ઊંચાઈ 8611 મીટર છે.

પ્રશ્ન 11.
બૃહદ હિમાલયમાં મહત્ત્વનાં શિખરો કયાં કયાં છે?
ઉત્તરઃ
બૃહદ હિમાલયમાં મહત્ત્વનાં શિખરો માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન ઑસ્ટિન (K2), કાંચનજંગા, મકાલુ, અન્નપૂર્ણા, ધવલગિરિ વગેરે.

પ્રશ્ન 12.
હિમાલય પર્વતશ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે?
ઉત્તર:
હિમાલય પર્વતશ્રેણીઓમાં શિખી લો, જેલાપલા, નાગુ લા વગેરે ઘાટ આવેલા છે.

પ્રશ્ન 13.
મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે?
ઉત્તરઃ
મધ્ય હિમાલયમાં પીર પંજાલ’, ધૌલાધાર, ‘મહાભારત’ અને ‘નાગટીબા’ નામની ગિરિમાળાઓ આવેલી છે.

પ્રશ્ન 14.
મધ્ય હિમાલયમાં હવા ખાવાનાં પ્રખ્યાત સ્થળો (ગિરિમથકો) કયાં કયાં છે?
ઉત્તરઃ
મધ્ય હિમાલયમાં હવા ખાવાનાં પ્રખ્યાત સ્થળો (ગિરિમથકો) : ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાની ખેત, નૈનિતાલ, દાર્જિલિંગ વગેરે.’

પ્રશ્ન 15.
મધ્ય હિમાલયમાં ક્યાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે?
ઉત્તર:
મધ્ય હિમાલયમાં આવેલાં પ્રસિદ્ધ યાત્રાધામો: ગંગોત્રી. યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે.

પ્રશ્ન 16.
મધ્ય હિમાલયમાં અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણપ્રદેશો કયા કયા છે?
ઉત્તરઃ
મધ્ય હિમાલયમાં અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણપ્રદેશો કુલ, કાંગડા અને કશ્મીર છે.

પ્રશ્ન 17.
‘દૂન’ (DUN) એટલે શું?
ઉત્તરઃ
હિમાલયમાં શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે આવેલી સમથળ ખીણો ‘દૂન’ (DUN) નામે ઓળખાય છે. દા. ત., દેહરાદૂન, પાટલીદૂન, કોથરાદૂન વગેરે.

પ્રશ્ન 18.
પૂર્વ હિમાલયમાં કઈ કઈ ટેકરીઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
પૂર્વ હિમાલયમાં પતકાઈ બુમ, નાગા અને લુશાઈ (મિઝો) ટેકરીઓ તેમજ ગારો, ખાસી અને જૈન્તિયા ટેકરીઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 19.
પૂર્વ હિમાલયમાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ શાથી ઘણો જ ઓછો થયો છે?
ઉત્તર:
પૂર્વ હિમાલયમાં ગીચ જંગલો આવેલાં છે, તેથી અહીં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ ઘણો જ ઓછો થયો છે.

પ્રશ્ન 20.
ઉત્તર ભારતના મેદાની પ્રદેશનું સ્થાન જણાવો.
ઉત્તર:
ઉત્તર ભારતના મેદાની પ્રદેશ ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચપ્રદેશની વચ્ચે આવેલો છે.

પ્રશ્ન 21.
ઉત્તર ભારતના મેદાની પ્રદેશની રચના કઈ રીતે થયેલી છે?
ઉત્તરઃ
ઉત્તર ભારતના મેદાની પ્રદેશની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓ તથા તેને મળતી નાનીમોટી અનેક નદીઓએ યુગોથી પાથરેલા કાંપ વડે થયેલી છે.

પ્રશ્ન 22.
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે?
ઉત્તરઃ
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને “દોઆબ’ (દો – બે અને આબ –જળ) કહે છે.

પ્રશ્ન 23.
સિંધુની શાખા-નદીઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
સિંધુની શાખા-નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ.

પ્રશ્ન 24.
ભૂપૃષ્ઠના આધારે ઉત્તરના મેદાની પ્રદેશના કયા ચાર વિભાગો પડે છે?
ઉત્તર:
ભૂપૃષ્ઠના આધારે પડતા ઉત્તરના મેદાની પ્રદેશના ચાર વિભાગો:

  1. ભાબર,
  2. તરાઈ,
  3. બાંગર અને
  4. ખદર.

પ્રશ્ન 25.
ભાબરની ઓળખ આપો. અથવા સંકલ્પના સમજાવોઃ ભાબર
ઉત્તરઃ

  • શિવાલિકના તળેટી-પ્રદેશમાં કંકર-પથ્થરોની એક પાતળી પટ્ટી જોવા મળે છે. 8થી 16 કિમી પહોળી આ પટ્ટીને ‘ભાબર’ કહે છે.
  • તે નદીઓના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે.

પ્રશ્ન 26.
કર્યું ક્ષેત્ર તરાઈ નામે ઓળખાય છે? અથવા સંકલ્પના સમજાવો: સરાઈ
ઉત્તરઃ

  • શિવાલિકની દક્ષિણે ભાબર પટ્ટી પછી તરાઈનું ક્ષેત્ર’ આવેલું છે. તે ઘણી ભીનાશવાળું અને દલદલીય છે.
  • તેમાં ગીચ જંગલો અને વિવિધ વન્ય જીવો જોવા મળે છે.

પ્રશ્ન 27.
ખદર એટલે શું? અથવા સંકલ્પના સમજાવો: ખદર
ઉત્તરઃ
પૂરનાં મેદાનોમાં બાંગરથી નીચાઈએ પથરાયેલો નવો કાંપ “ખદર’ કહેવાય છે.

પ્રશ્ન 28.
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના કયા બે ભાગ પડે છે?
ઉત્તર:
દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશના બે ભાગ :

  • માળવાનો ઉચ્ચપ્રદેશ અને
  • દખ્ખણનો ઉચ્ચપ્રદેશ.

પ્રશ્ન 29.
માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે?
ઉત્તરઃ
માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે.

પ્રશ્ન 30.
અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે?
ઉત્તર:
અરવલ્લી ગેડ પર્વતની અવશિષ્ટ ભાગ છે.

પ્રશ્ન 31.
અરવલ્લી પર્વતમાં કયું સુંદર અને રમણીય ગિરિમથક આવેલું છે?
ઉત્તર:
અરવલ્લી પર્વતમાં સુંદર અને રમણીય ગિરિમથક માઉન્ટ આબુ આવેલું છે.

પ્રશ્ન 32.
અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તેની ઊંચાઈ કેટલી છે?
ઉત્તરઃ
અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર ગુરુશિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે.

પ્રશ્ન 33.
માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણે કયો પર્વત આવેલો છે?
ઉત્તરઃ
માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણે વિંધ્યાચળ પર્વત આવેલો છે.

પ્રશ્ન 34.
માળવાના ઉચ્ચપ્રદેશની ત્રણ મુખ્ય નદીઓ કઈ કઈ છે? તે કયા પર્વતમાંથી નીકળે છે?
ઉત્તર:
માળવાના ઉચ્ચપ્રદેશની ત્રણ મુખ્ય નદીઓ ચંબલ, બેતવા અને સોન છે. તે વિંધ્યાચળ પર્વતમાંથી નીકળે છે.

પ્રશ્ન 35.
માળવાના ઉચ્ચભૂમિના ઉત્તર-પૂર્વ ભાગને શું કહે છે?
ઉત્તર:
માળવાના ઉચ્ચભૂમિના ઉત્તર-પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે.

પ્રશ્ન 36.
માળવાનો ઉચ્ચપ્રદેશ કઈ કઈ ગિરિમાળાઓની વચ્ચે આવેલો છે?
ઉત્તર:
માળવાનો ઉચ્ચપ્રદેશ અરવલ્લી અને વિંધ્યાચળ ગિરિમાળાઓની વચ્ચે આવેલો છે.

પ્રશ્ન 37.
માળવાના ઉચ્ચપ્રદેશની ઉત્તર તરફ વહેતી નદીઓ કઈ નદીઓને મળે છે?
ઉત્તરઃ
માળવાના ઉચ્ચપ્રદેશની ઉત્તર તરફ વહેતી નદીઓ ગંગા કે યમુનાને મળે છે.

પ્રશ્ન 38.
કઈ બે નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે? તે કયા પર્વતમાંથી નીકળે છે?
ઉત્તર:
લૂણી અને બનાસ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. તે અરવલ્લી પર્વતમાંથી નીકળે છે.

પ્રશ્ન 39.
સાબરમતી અને મહી નદી કોને મળે છે?
ઉત્તર:
સાબરમતી અને મહી નદીઓ ખંભાતના અખાતને મળે છે.

પ્રશ્ન 40.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઉત્તર સરહદે કઈ કઈ ગિરિમાળાઓ છે?
ઉત્તરઃ
દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઉત્તર સરહદે સાતપુડા, મહાદેવ અને મૈકલની ગિરિમાળાઓ છે.

પ્રશ્ન 41.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની પશ્ચિમ અને પૂર્વ સરહદે કઈ કઈ ગિરિમાળા આવેલી છે?
ઉત્તર:
દખ્ખણના ઉચ્ચપ્રદેશની પશ્ચિમ સરહદે પશ્ચિમઘાટ અને પૂર્વ સરહદે પૂર્વઘાટની ગિરિમાળાઓ આવેલી છે.

પ્રશ્ન 42.
પશ્ચિમઘાટ કયા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
પશ્ચિમઘાટ

  • મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિ નામે,
  • તમિલનાડુમાં નીલગિરિ નામે,
  • કેરળ-તમિલનાડુની સરહદ પર મધ્યમાં અન્નામલાઈ અને
  • છેક દક્ષિણે કામ ટેકરીઓના નામે ઓળખાય છે.

પ્રશ્ન 43.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની કઈ બે મોટી નદીઓ અરબ સાગરને મળે છે?
ઉત્તરઃ
દખ્ખણના ઉચ્ચપ્રદેશની નર્મદા અને તાપી નદીઓ અરબ સાગરને મળે છે.

પ્રશ્ન 44.
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ક્યાંથી ક્યાં સુધી મેદાનોની સાંકડી – પટ્ટીથી ઘેરાયેલો છે?
ઉત્તર:
દીપકલ્પીય ઉચ્ચપ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે.

પ્રશ્ન 45.
પશ્ચિમનું તટીય મેદાન ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે?
ઉત્તર:
પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરલ સુધી વિસ્તરેલું છે.

પ્રશ્ન 46.
પશ્ચિમના તટીય મેદાનના કેટલા ભાગ પડે છે? ક્યા ક્યા?
ઉત્તર:
પશ્ચિમના તટીય મેદાનના ત્રણ ભાગ પડે છેઃ

  • ઉત્તરમાં ? ગુજરાતનું મેદાન,
  • મધ્યમાં કોંકણનું મેદાન અને દક્ષિણમાં મલબારનું મેદાન.

પ્રશ્ન 47.
પશ્ચિમના તટે મહત્ત્વનાં કયાં કયાં કુદરતી બંદરો આવેલાં છે?
ઉત્તર:
પશ્ચિમના તટે આવેલાં મહત્ત્વનાં કુદરતી બંદરો : કંડલા, મુંબઈ, મામગોવા (મુડગાંવ), કારવાર, નવું મેંગલોર અને કોચી.

પ્રશ્ન 48.
પૂર્વીય તટીય મેદાનના કેટલા વિભાગો પડે છે? કયા કયા?
ઉત્તર:
પૂર્વીય તટીય મેદાનના બે વિભાગો પડે છેઃ

  • ઉત્તર સરકારનું મેદાન અને
  • કોરોમંડલ કિનારાનું મેદાન.

પ્રશ્ન 49.
કયો તટ “કોરોમંડલ તટ’ કહેવાય છે?
ઉત્તર:
દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ 2 “કોરોમંડલ તટ’ કહેવાય છે.

પ્રશ્ન 50.
‘ઍટૉલ’ એટલે શું?
ઉત્તર:
લગૂનની ચોતરફ પરવાળાના નિક્ષેપથી રચાયેલો ઘોડાની નાળના આકારનો ટાપુ “ઍટૉલ’ કહેવાય છે.

પ્રશ્ન 51.
અંદમાન-નિકોબાર ટાપુઓ કેવી રીતે બનેલા છે?
ઉત્તર:

  • મોટા ભાગના અંદમાન-નિકોબાર ટાપુઓ જળનિમગ્ન પર્વતશ્રેણીનાં પાણીની બહારનાં શિખરો છે.
  • કેટલાક ટાપુઓ જ્વાળામુખી પ્રક્રિયાથી બનેલા છે.

પ્રશ્ન 52.
ખડક એટલે શું?
ઉત્તર:
એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને 3 ‘ખડક’ કહે છે. પૃથ્વીના પોપડામાં કે ભૂ-કવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહેવામાં આવે છે.

પ્રશ્ન 53.
પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો કોને કહે છે?
ઉત્તર:
ધોવાણ અને ખવાણનાં પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવાં જળાશયોના તળિયે નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને ‘પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો કહે છે.

પ્રશ્ન 54.
રૂપાંતરિત ખડકો કોને કહે છે?
ઉત્તરઃ
પૃથ્વીની ભૂ-સંચલન ક્રિયાને લીધે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોનાં કણરચના, સ્તરરચના અને બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેમને ‘રૂપાંતરિત ખડકો’ કહે છે.

પ્રશ્ન 55.
ખનીજોને કયા મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે?
ઉત્તર:
ખનીજોને આ મુખ્ય બે વિભાગોમાં વહેંચવામાં આવે છેઃ

  • ધાતુમય ખનીજો અને
  • અધાતુમય ખનીજો.

પ્રશ્ન 56.
આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકોમાંથી – કયાં કયાં ખનીજો પ્રાપ્ત થાય છે?
ઉત્તર:
લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે આગ્નેય ખડકોમાંથી; કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ પ્રસ્તર ખડકોમાંથી અને આરસપહાણ, સ્લેટ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી ખનીજો પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 57.
અધાતુમય ખનીજો કયાં કયાં છે?
ઉત્તરઃ
ચૂનાના ખડકો, ચૉક, ઍમ્બેસ્ટૉસ, અબરખ, ફલોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), સલ્ફર, હીરા વગેરે અધાતુમય ખનીજો છે.

પ્રશ્ન 58.
સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજો કયાં કયાં છે?
ઉત્તર:
કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ – વગેરે સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજો છે.

પ્રશ્ન 59.
ભારતમાં લોખંડ કયાં ક્યાં રાજ્યોમાંથી મળી આવે છે?
ઉત્તરઃ
ભારતમાં લોખંડ આ રાજ્યોમાંથી મળી આવે છેઃ ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ગોવા, ઓરિસ્સા (ઓડિશા), તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્ય પ્રદેશ.

પ્રશ્ન 60.
ભારતમાં મેંગેનીઝ કયાં કયાં રાજ્યોમાંથી મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં મેંગેનીઝ આ રાજ્યોમાંથી મળી આવે છે: કર્ણાટક, ઓરિસ્સા (ઓડિશા), મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા.

પ્રશ્ન 61.
ભારતમાં તાંબુ કયાં કયાં રાજ્યોમાંથી મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં તાંબું આ રાજ્યોમાંથી મળી આવે છે : ગુજરાત, , કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ.

પ્રશ્ન 62.
ભારતમાં બૉક્સાઇટ કયાં ક્યાં રાજ્યોમાંથી મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં બૉક્સાઇટ આ રાજ્યોમાંથી મળી આવે છે : ઓરિસ્સા (ઓડિશા), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત.

પ્રશ્ન 63.
ભારતમાં સીસું ક્યાં કયાં રાજ્યોમાંથી મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં સીસું આ રાજ્યોમાંથી મળી આવે છે. રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા (ઓડિશા), મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત.

પ્રશ્ન 64.
ભારતમાં અબરખ કયાં કયાં રાજ્યોમાંથી મળી આવે છે?
ઉત્તર:
ભારતમાં અબરખ આ રાજ્યોમાંથી મળી આવે છે: આંધ પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઝારખંડ.

પ્રશ્ન 65.
ભારતમાં ચૂનાના ખડકો કયાં કયાં રાજ્યોમાં છે?
ઉત્તરઃ
ભારતમાં ચૂનાના ખડકો આ રાજ્યોમાં છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત અને હિમાચલ પ્રદેશ.

પ્રશ્ન 66.
જમીન કોને કહે છે?
ઉત્તરઃ
પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને ‘જમીનકહે છે.

પ્રશ્ન 67.
ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે?
ઉત્તર:
ભારતની જમીનોને છ પ્રકારોમાં વહેંચવામાં આવે છેઃ

  1. કાંપની જમીન,
  2. કાળી જમીન કે રેગુર જમીન,
  3. રાતી: જમીન,
  4. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન,
  5. પર્વતીય જમીન અને
  6. રણપ્રકારની જમીન.

પ્રશ્ન 68.
કાંપની જમીનના કયા ક્યા બે પેટાપ્રકાર પડે છે?
ઉત્તર:
કાંપની જમીનના આ બે પેટાપ્રકાર પડે છેઃ

  • ખદર અને
  • બાંગર.

પ્રશ્ન 69.
‘ખદર’ અને ‘બાંગર’ જમીનો વચ્ચે મુખ્ય તફાવત ક્યા છે?
ઉત્તરઃ

  • ‘ખદર’ જમીન નદીના તટની નવા કાંપની બનેલી છે; જ્યારે બાંગર’ જમીન નદીના જૂના કાંપની બનેલી છે.
  • ખદર જમીન રેતાળ અને આછા રંગની હોય છે; જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે.

પ્રશ્ન 70.
કાળી જમીન ધરાવતાં મુખ્ય રાજ્યોનાં નામ લખો.
ઉત્તર:
કાળી જમીન ધરાવતાં મુખ્ય રાજ્યો: મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુ.

પ્રશ્ન 71.
ભારતમાં રાતી જમીન કયાં ક્ષેત્રોમાં આવેલી છે?
ઉત્તર:
ભારતમાં રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકોવાળાં ક્ષેત્રોમાં આવેલી છે.

પ્રશ્ન 72.
ભારતમાં પડખાઉ જમીન કયા વિસ્તારોમાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં પડખાઉ જમીન મોસમી આબોહવાના ભારે વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

પ્રશ્ન 73.
ભારતમાં રણપ્રકારની જમીન મુખ્યત્વે કયા વિસ્તારોમાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં રણપ્રકારની જમીન મુખ્યત્વે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે.

કારણો આપી વિધાનો પૂરાં કરો:

પ્રશ્ન 1.
પૂર્વ હિમાલયમાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ ઘણો જ ઓછો થયો છે, કારણ કે…
ઉત્તર:
પૂર્વ હિમાલયમાં ગીચ જંગલો આવેલાં છે.

પ્રશ્ન 2.
દિલ્લી ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવાય છે, કારણ કે….
ઉત્તર:
દિલ્લીની પશ્ચિમે સતલુજનું મેદાન અને પૂર્વે ગંગાનું મેદાન છે. દિલ્હી એ બંનેને જોડતા સાંકડા પ્રદેશમાં આવેલું છે.

પ્રશ્ન 3.
દક્ષિણના ઉચ્ચપ્રદેશને દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ’ કહેવામાં આવે છે, કારણ કે…
ઉત્તરઃ
દક્ષિણના ઉચ્ચપ્રદેશની ત્રણે બાજુએ સમુદ્રો આવેલા છે. જે

પ્રશ્ન 4.
આગ્નેય ખડકોને પ્રાથમિક ખડકો કહે છે, કારણ કે…
ઉત્તર:
પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આગ્નેય ખડકો સર્વપ્રથમ બન્યા છે.

પ્રશ્ન 5.
આગ્નેય ખડકોને અગ્નિકૃત ખડકો પણ કહે છે, કારણ કે..
ઉત્તરઃ
આગ્નેય ખડકો પૃથ્વીની આંતરિક ગરમી વડે બનેલા છે. હું

પ્રશ્ન 6.
કાળી જમીનને ‘કપાસની કાળી જમીન’ પણ કહે છે, કારણ કે…
ઉત્તરઃ
કાળી જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ હોય છે.

પ્રશ્ન 7.
પડખાઉ કે લેટેરાઇટ જમીન ઓછી ફળદ્રુપ છે, કારણ કે…
ઉત્તર:
તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે.

પ્રશ્ન 8.
ભારતના પૂર્વ તટીય મેદાનમાં ખેતીનો વિકાસ થયો છે, કારણ કે..
ઉત્તર:
અહીંના મુખત્રિકોણપ્રદેશોની જમીન ઘણી ફળદ્રુપ છે.

પ્રશ્ન 9.
ભારતના પૂર્વ તટીય મેદાનના દરિયાકિનારે કુદરતી બંદરો બહુ ઓછાં છે, કારણ કે..
ઉત્તર:
અહીંનો દરિયાકિનારો છીછરો છે.

પ્રશ્ન 10.
ભારતના પશ્ચિમ તટીય મેદાનમાં ખેતીનો પૂરતો વિકાસ થયો નથી, કારણ કે…
ઉત્તર:
આ તટીય મેદાનમાં મુખત્રિકોણપ્રદેશો નથી.

પ્રશ્ન 11.
ભારતના પશ્ચિમ કિનારે ઘણાં કુદરતી બંદરો આવેલાં રે છે, કારણ કે…
ઉત્તર:
અહીંનો દરિયો ઊંડો અને કિનારો ખંડિત છે.

યોગ્ય જોડકાં બનાવો:

પ્રશ્ન  1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતનું સર્વોચ્ચ શિખર 1. ગ્રેનાઇટ
2. જેન્તિયા ટેકરીઓ 2. આરસપહાણ
3. નિલગિરિ 3. મેઘાલય
4. આગ્નેય ખડક 4. ગોડવિન ઑસ્ટિન (K2)
5. તમિલનાડુ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતનું સર્વોચ્ચ શિખર 4. ગોડવિન ઑસ્ટિન (K2)
2. જેન્તિયા ટેકરીઓ 3. મેઘાલય
3. નિલગિરિ 5. તમિલનાડુ
4. આગ્નેય ખડક 1. ગ્રેનાઇટ

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માઉન્ટ એવરેસ્ટ 1. દાર્જિલિંગ
2. મધ્ય હિમાલયનું ગિરિમથક 2. અરુણાચલ પ્રદેશ
3. પતકાઈ ટેકરીઓ 3. દિલ્લી
4. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર 4. ‘સાગર મથ્થા’
5. મેઘાલય

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માઉન્ટ એવરેસ્ટ 4. ‘સાગર મથ્થા’
2. મધ્ય હિમાલયનું ગિરિમથક 1. દાર્જિલિંગ
3. પતકાઈ ટેકરીઓ 2. અરુણાચલ પ્રદેશ
4. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર 3. દિલ્લી

પ્રશ્ન 3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર 1. ઉત્તર સિરકાર તટ
2. કચ્છના રણમાં લુપ્ત થતી નદી 2. કાયલ
3. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 3. સહ્યાદ્રિ પશ્ચિમઘાટ
4. બનાસ 4. કેરલના તટ પર પશ્ચજળ
5. ગુરુશિખર

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર 5. ગુરુશિખર
2. કચ્છના રણમાં લુપ્ત થતી નદી 4. કેરલના તટ પર પશ્ચજળ
3. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 3. સહ્યાદ્રિ પશ્ચિમઘાટ
4. બનાસ 2. કાયલ

પ્રશ્ન 4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઘોડાની નાળ જેવા પરવાળા દીપો 1. આગ્નેય ખડકો
2. અંદમાન-નિકોબાર ટાપુઓ 2. રૂપાંતરિત ખડકો
3. પ્રાથમિક અથવા આદ્ય ખડકો 3. ‘ઍટૉલ’
4. આરસપહાણ 4. બંગાળાની ખાડી
5. પ્રસ્તર ખડકો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઘોડાની નાળ જેવા પરવાળા દીપો 3. ‘ઍટૉલ’
2. અંદમાન-નિકોબાર ટાપુઓ 4. બંગાળાની ખાડી
3. પ્રાથમિક અથવા આદ્ય ખડકો 1. આગ્નેય ખડકો
4. આરસપહાણ 2. રૂપાંતરિત ખડકો

પ્રશ્ન 5.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. જૂના કાંપની જમીન 1. ખદર
2. નવા કાંપની જમીન 2. કોરોમંડલ તટ
3. પવિત્ર યાત્રાધામ 3. ઉત્તર સરકાર
4. આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો 4. બાંગર તટીય પ્રદેશ
5. માનસરોવર

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. જૂના કાંપની જમીન 3. ઉત્તર સરકાર
2. નવા કાંપની જમીન 5. માનસરોવર
3. પવિત્ર યાત્રાધામ 1. ખદર
4. આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો 2. કોરોમંડલ તટ

પ્રશ્ન 6.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કાળી જમીન 1. લોહ અને ઍલ્યુમિનિયમ
2. રાતી જમીન 2. ખનીજ તેલ
3. પડખાઉ જમીન 3. રેગુર
4. પ્રસ્તર ખડકો 4. ગ્રેફાઇટ
5. લોહતત્ત્વ

ઉત્તર :

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કાળી જમીન 3. રેગુર
2. રાતી જમીન 5. લોહતત્ત્વ
3. પડખાઉ જમીન 1. લોહ અને ઍલ્યુમિનિયમ
4. પ્રસ્તર ખડકો 2. ખનીજ તેલ

પ્રશ્ન 7.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સંચાલનશક્તિ માટેનું ખનીજ 1. મેંગેનીઝ
2. અધાતુમય ખનીજ 2. મૅગ્નેશિયમ
3. હલકી ધાતુમય ખનીજ 3. તાંબુ
4. મિશ્રધાતુના રૂપે વપરાતું ખનીજ 4. ફલોરસ્પાર
5. યુરેનિયમ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. સંચાલનશક્તિ માટેનું ખનીજ 5. યુરેનિયમ
2. અધાતુમય ખનીજ 4. ફલોરસ્પાર
3. હલકી ધાતુમય ખનીજ 2. મૅગ્નેશિયમ
4. મિશ્રધાતુના રૂપે વપરાતું ખનીજ 3. તાંબુ

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *