GJN 9th SST

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

GSEB Solutions Class 9 Social Science Chapter 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ

ભારત : આઝાદી તરફ પ્રયાણ Class 9 GSEB

→ હિંદના વહીવટી તંત્રમાં નવા સુધારાની ભલામણ કરવા ઈ. સ. 1927માં ઇંગ્લેન્ડથી સાયમન કમિશન ભારત આવ્યું. સાત સભ્યોના બનેલા આ કમિશનમાં એકેય હિંદી સભ્ય ન હોવાથી
સમગ્ર ભારતે તેનો સખત વિરોધ કર્યો.

→ હિંદી વજીર બર્કનખેડે ફેંકેલા પડકારને ઉપાડી લઈને મોતીલાલ નેહરુ કમિટીએ એક વિશિષ્ટ પ્રકારના ભારતના બંધારણની રૂપરેખા તૈયાર કરી, જે “નેહરુ અહેવાલ’ તરીકે પ્રસિદ્ધ બન્યો.

→ (31 ડિસેમ્બર, 1929ની મધ્યરાત્રિએ) લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા કોંગ્રેસ અધિવેશને “પૂર્ણ સ્વરાજ્ય’નો ઠરાવ પસાર કર્યો. પ્રતિ વર્ષે દેશમાં 26 જાન્યુઆરીના દિવસને ‘પ્રજાસત્તાકદિન’
તરીકે મનાવવાનું નક્કી કર્યું.

→ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિનું ધ્યેય હાંસલ કરવા કોંગ્રેસે ગાંધીજીના નેતૃત્વ હેઠળ સવિનય કાનૂનભંગનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનના એક ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12મી માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ(ગાંધી આશ્રમ)થી નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી દાંડીકૂચ કરી.

→ 6 એપ્રિલ, 1930ના દિવસે સૂર્યોદય સમયે દાંડીના મીઠાના અગરમાંથી ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ ગગનભેદી અવાજે લોકમેદનીને કહ્યું, “મૈને નમક કા કાનૂન તોડ દિયા!” એ સમયે ધરાસણા અને વડાલામાં પણ મીઠાના સત્યાગ્રહો થયા.

→ ના-કર, વિદેશી કાપડનો બહિષ્કાર, સરકારી નોકરીઓ અને શાળાઓનો ત્યાગ, સરકારી કાયદાનો ભંગ, ખિતાબોનો ત્યાગ વગેરે કાર્યક્રમો પર આધારિત સવિનય કાનૂન ભંગનું આંદોલન ખૂબ વ્યાપક અને ઉગ્ર બન્યું.

→ ઈ. સ. 1930માં લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ. તેમાં – કોંગ્રેસે ભાગ ન લીધો. તેથી તે નિષ્ફળ ગઈ. માર્ચ, 1931માં ગાંધી-ઇરવિન કરાર થયા. ઈ. સ. 1931માં યોજાયેલી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી. પરંતુ તેમાં બ્રિટિશ પક્ષે ભારતની અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવ્યો. તેથી પરિષદ નિષ્ફળ ગઈ. ગાંધીજી નિરાશ હૃદયે ભારત પાછા આવ્યા.

→ ક્રિપ્સ મિશનની દરખાસ્તોથી સાબિત થઈ ગયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા ઇચ્છતા નથી. તેમજ હિંદુસ્તાનને સ્વરાજ્ય આપવાનો ઇરાદો ધરાવતી નથી. તેથી ગાંધીજીએ લોકોને નિરાશા ખંખેરી એક નવી અને અંતિમ લડત માટે તૈયાર રહેવા જણાવ્યું.

→ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વ નીચે 8 ઑગસ્ટ, 1942ની રાત્રે ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ અંગ્રેજ સરકારને ‘હિંદ છોડો’નું એલાન આપ્યું. ગાંધીજીએ કહ્યું, “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” ગાંધીજીએ પ્રજાને આ સૂત્ર આપ્યું: ‘કરેંગે યા મરેંગે’ (Do or Die).

→ 10 ઑગસ્ટના રોજ વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી સહિત દેશના બધા અગ્રણી નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા. પૂરજોશમાં શરૂ થયેલા આંદોલનને કચડી નાખવા બ્રિટિશ સરકારે તમામ દમનકારી પગલાં ભર્યા. દેશની પ્રજાએ એ પગલાંનો પ્રખર વિરોધ કર્યો. પ્રજાએ હિંસા અને ભાંગફોડનો આશરો લીધો.

→ મહાન ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. તેમણે ઇંગ્લેન્ડ જઈ I.C.S.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી હતી.

→ સુભાષચંદ્ર બોઝ ઈ. સ. 1921થી ભારતની આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તે યુવાન વયે જ બે વખત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા. ગાંધીજી સાથે ઉગ્ર મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને ફૉરવર્ડ બ્લૉક’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.

→ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકીને છુપા વેશે જર્મનીના બર્લિન શહેરમાં પહોંચ્યા. ઈ. સ. 1943માં તેઓ સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.

→ 2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ત્યાં તેઓ ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ના પ્રમુખ તથા “આઝાદ હિંદ ફોજ’ના વડા બન્યા. અહીં તેમને “નેતાજી’નું હુલામણું નામ આપવામાં આવ્યું.

→ સિંગાપુરમાં સુભાષચંદ્ર ભારતની કામચલાઉ સરકાર’ સ્થાપી. એ સરકારનું પ્રધાનમંડળ રચીને તેઓ તેના વડા પ્રધાન બન્યા.

→ ‘આઝાદ હિંદ ફોજ’નું વડું મથક સિંગાપુરથી રંગુન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફોજની ટુકડીઓએ હિંદની સરહદમાં પ્રવેશ કરી મોડોક, પ્રોમ, કોહિમા (હાલમાં ભારતના નાગાલેન્ડની રાજધાની), ઇમ્ફાલ (હાલમાં ભારતના મણિપુરની રાજધાની) વગેરે કબજે કર્યા.

→ એ અરસામાં અમેરિકાએ જાપાનનાં નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા. દેશમાં ભયંકર વિનાશ સર્જાતાં જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફોજને મળતી મદદ બંધ થઈ ગઈ. આઝાદ હિંદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવી પડી. છેવટે આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી. 18 ઑગસ્ટ, 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું, એમ માનવામાં આવે છે.

→ શાહ બ્રિટનના વડા પ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી, 1947ના રોજ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કૅબિનેટ મિશન અનુસાર રચાનાર હિંદની સરકારને તમામ સત્તાઓ સોંપીને જૂન, 1948 સુધીમાં હિંદમાંથી વિદાય લેશે.

→ પાકિસ્તાન મેળવવા માટે અંગ્રેજ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે મુસ્લિમોને 16 ઑગસ્ટ, 1946નો દિવસ “સીધા પગલાંદિન’ તરીકે મનાવવાનો આદેશ આપ્યો. આથી દેશભરમાં ભયંકર હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યાં. કોંગ્રેસના બધા નેતાઓને લાગ્યું કે, મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જવાહરલાલ નેહરુએ ગાંધીજી સાથે વાટાઘાટો કરી. ગાંધીજીએ નાછૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થા ભારે હૈયે સ્વીકારી.

→ જુલાઈ, 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટ ‘હિંદ સ્વાતંત્ર્યધારો – 1947′ પસાર કર્યો. એ ધારા મુજબ 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં.

→ 14 ઑગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ નવી દિલ્લીમાં સ્તંભ પરથી ઇંગ્લેન્ડનો ‘યુનિયન ઝેક નીચે ઊતારવામાં આવ્યો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

→ વાઇસરૉય માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને સોંપ્યા. સમગ્ર ભારતના અબાલવૃદ્ધ સૌએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ
સ્વાતંત્ર્યપર્વ ઊજવ્યું.

→ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતનાં 562 જેટલાં દેશી રાજ્યોમાં ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું.

GSEB Class 9 Social Science ભારત : આઝાદી તરફ પ્રયાણ Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો:

પ્રશ્ન 1.
‘હિંદ છોડો’ ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો: ‘હિંદ છોડો’ની લડત
ઉત્તર:
ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માગતી નથી. તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઇરાદો ધરાવતી નથી. તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતાં ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યાં. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા.

  • મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઑગસ્ટ, 1942ની રાત્રે હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
  • ગાંધીજીએ જાહેર કર્યું કે, “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” “આજે છુપાઈને કશું કરવું નથી.” “કરેંગે યા મરેંગે” (Do Or Die). આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને ‘હિંદ છોડો’ આદેશ આપ્યો.

‘હિંદ છોડો’ ચળવળના બનાવોઃ

  • હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત . દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશનેતાઓની ધરપકડને કારણે ભારતનાં શહેરો અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી.
  • ભારતભરનાં શહેરો અને ગામડાંમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડની મિલોમાં કામદારોએ હડતાલ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા-કૉલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યાં.
  • બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે છે ઉગ્ર દમનનીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતાં તે ભાંગફોડના બનાવો બન્યા.
  • લોકોએ રેલવે-સ્ટેશનો, પોલીસ-સ્ટેશનો, પોસ્ટ-ઑફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાંક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડીને ફેંકી દીધા. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બૉમ્બનો પણ ઉપયોગ કર્યો. અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયાં.
  • અંગ્રેજ સરકારે ‘હિંદ છોડો’ ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટિયરગૅસ, ગોળીબાર વગેરેનો વ્યાપક ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા; 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં ઘવાયા. આમ છતાં, અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહિ. > આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી. ‘હિંદ છોડો’ ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે પાંચ વર્ષે એટલે કે ઈ. સ. 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી.

પ્રશ્ન 2.
આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગત દર્શાવો.
અથવા
આઝાદ હિંદ ફોજે ભારતની સ્વાતંત્ર્ય લડતમાં શો ફાળો આપ્યો?
અથવા
ટૂંક નોંધ લખો : આઝાદ હિંદ ફોજ
ઉત્તરઃ
અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી કોલકાતાના : તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા. એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા.

  • તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ, 1942ના રોજ બર્લિન (જર્મની) પહોંચ્યા. બર્લિનમાં તેમણે ‘આઝાદ હિંદ રેડિયો સ્ટેશન’ સ્થાપ્યું. એ સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી.
  • સબિહારી બોઝ નામના હિંદી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોકિયો શહેરમાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફોજની રચના કરવા નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિંદીઓના 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના પ્રમુખપદે આઝાદ હિંદ ફોજની રચના કરી.
  • ઈ. સ. 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ના નેતા બનાવ્યા.
  • 2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ, 1943ના રોજ તેઓ ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ના પ્રમુખ બન્યા. એ જ સમયે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને “આઝાદ હિંદ ફોજ(Indian National Army – INA)ના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને “નેતાજી’નું હુલામણું નામ આપ્યું.
  • સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ‘ચલો દિલ્લી’ અને ‘જયહિંદ’નાં સૂત્રો આપ્યાં. તેમણે ફોજના સૈનિકોને કહ્યું, “તુમ મુઝે ખૂન દો, મેં તુમહેં આઝાદી દૂગા.”
  • સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર (આરઝી હકૂમત) સ્થાપી. આ સરકારના તેઓ વડા પ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, મ્યાનમાર (બર્મા) વગેરે દેશોએ માન્યતા આપી.
  • ઈ. સ. 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે ‘શહીદ’ અને ‘સ્વરાજ્ય’ એવાં નામ આપ્યાં.
  • સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફોજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફોજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્રોમ, કોહિમા (હાલના નાગાલૅન્ડની રાજધાની) ઇમ્ફાલ (હાલના મણિપુરની રાજધાની) વગેરે જીતી લીધાં.
  • એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેણે જાપાનનાં નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા. અણુબૉમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિંદ ફોજને જાપાનની મદદ મળતી બંધ થઈ. આ ઉપરાંત, બ્રિટને આઝાદ હિંદ ફોજ ઉપર હવાઈ હુમલાઓ કર્યા અને તેની પાસેથી રંગૂન કબજે કર્યું. આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી.
  • 18 ઑગસ્ટ, 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે.
  • આમ, ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિંદ ફોજે નોંધપાત્ર કામગીરી બજાવી.

2. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
સાયમન કમિશન
ઉત્તર:
ઈ. સ. 1919ના મૉન્ટ-ફર્ડ(મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ)ના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષે એક કમિશનની નિમણૂક કરવી.

  • પરંતુ ઈ. સ. 1927માં અર્થાત્ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.
  • જ્હૉન સાયમનના પ્રમુખપદે રચાયેલા સાયમન કમિશનમાં સાત સભ્યો હતા. આ સાતેય સભ્યો અંગ્રેજ હતા.
  • હિંદીઓનાં દુઃખદર્દ હિંદીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિંદી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહિ. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું.
  • 3 ફેબ્રુઆરી, 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઊતર્યું ત્યારે લોકોએ ‘સાયમન પાછો જા'(સાયમન ગો બૅક)ના બુલંદ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા.
  • કમિશનના ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવી તેમજ સભા-સરઘસો યોજવામાં આવ્યાં.
  • બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજાર્યું. હજારો નિર્દોષ અને નિઃશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ, ટિયરગૅસ અને ગોળીબાર કર્યો. તેમાં લાલા લજપતરાય, ગોવિંદવલ્લભ પંત, જવાહરલાલ નેહરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘવાયા.
  • લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય પછી તેમનું અવસાન થયું. ગોવિંદવલ્લભ પત જીવનપર્યત વિકલાંગ બની ગયા.
  • લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા. લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાંડર્સની હત્યા કરવામાં આવી.

પ્રશ્ન 2.
કયા સંજોગોમાં પૂર્ણ સ્વરાજ્યની માગણી કરવામાં આવી?
અથવા
ટૂંક નોંધ લખો: પૂર્ણ સ્વરાજ્યની માગણી
ઉત્તર:
બ્રિટિશ સરકારે નેહરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો.

  • આ સમયે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો.
  • 31 ડિસેમ્બર, 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નેહરુના પ્રમુખપદે ભરાયેલા હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી, 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવવામાં આવ્યો.
  • પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી, 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને “પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવીએ છીએ.

પ્રશ્ન 3.
દાંડીકૂચ
ઉત્તરઃ
સવિનય કાનૂનભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.

  • 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો.
  • તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ, 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની એ ઐતિહાસિક યાત્રા ‘દાંડીકૂચ’ના નામે પ્રસિદ્ધ છે.
  • 29 માર્ચ, 1930ના રોજ દાંડીયાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે, “હું કાગડા-કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.”
  • દાંડીયાત્રાના માર્ગમાં ગામેગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
  • દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગ્રત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા.
  • ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ, 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ, 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મૂઠી મીઠું લઈ, મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી.
  • ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું: “મૈને નમક કા કાનૂન તોડ દિયા!”
  • તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે, “હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં (આ પ્રસંગથી) લૂણો લગાડું છું.”
  • દાંડીકૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવાના સત્યાગ્રહો થયા.
  • શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના “મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે.

પ્રશ્ન 4.
સુભાષચંદ્ર બોઝના જીવન અને કારકિર્દીનો ટૂંકમાં અહેવાલ આપી, ભારતની સ્વતંત્રતાની લડતમાં તેમણે આપેલો ફાળો વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખોઃ સુભાષચંદ્ર બોઝ
ઉત્તરઃ
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરિસ્સા(ઓડિશા)ના કટક શહેરમાં થયો હતો.

  • કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા.
  • તેમણે લંડનમાં I.C.S.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પદવી મેળવી. પ્રેસિડેન્સી કૉલેજના ઘમંડી અંગ્રેજ અધ્યાપકોના હિંદીઓ પ્રત્યેના અપમાનજનક વર્તને તેમનામાં ક્રાંતિનાં બી રોપ્યાં.
  • ઈ. સ. 1923માં તે ‘રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ’માં જોડાયા. ટૂંક સમયમાં જ તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા.
  • દેશની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા.
  • ઈ. સ. 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા (સુરત) કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે, 1939માં ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
  • ત્યારપછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગ્રત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિંદ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને પોતાના નિવાસસ્થાનમાં જ નજરકેદ કર્યા.
  • 26 જાન્યુઆરી, 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર વેશપલટો કરી, અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ, 1942ના રોજ બર્લિન (જર્મની) પહોંચ્યા.
  • બર્લિનમાં તેમણે ‘આઝાદ હિંદ રેડિયો સ્ટેશન’ સ્થાપ્યું. એ સ્ટેશનેથી સુભાષચંદ્ર ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી.
  • ઈ. સ. 1943માં તે બર્લિનથી જાપાન ગયા.
  • 2 જુલાઈ, 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા.
  • 4 જુલાઈ, 1943ના રોજ તે ‘આઝાદ હિંદ ફોજ’ના સર્વોચ્ચ નેતા બન્યા. તેમને ‘નેતાજી’નું હુલામણું નામ મળ્યું.
  • સુભાષચંદ્ર બોઝે ‘ચલો દિલ્લી’ અને ‘જયહિંદ’નાં સૂત્રો આપ્યાં. તેમણે ફોજના સૈનિકોને કહ્યું, “તુમ મુઝે ખૂન દો, મેં તુચ્છે આઝાદી દૂગા.” ઑક્ટોબર, 1943માં સિંગાપુરમાં તેમણે ભારતની ‘કામચલાઉ સરકાર (આરઝી હકૂમત)ની રચના કરી.
  • એ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું.
  • મે, 1944માં તેમના નેતૃત્વ નીચે ફોજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધાં.
  • એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનનાં નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતાં જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફોજને મળતી મદદ બંધ થઈ ગઈ.
  • બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિંદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પાડી. મે, 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિંદ ફોજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી.
  • સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. 18 ઑગસ્ટ, 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં
    અવસાન થયું એમ માનવામાં આવે છે.
  • સુભાષચંદ્રનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી. ઈ. સ. 1941થી મૃત્યુપર્યત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો છે.

3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો?
ઉત્તર:
સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો.

પ્રશ્ન 2.
‘આઝાદ હિંદ ફોજ’નાં સૂત્રો જણાવો.
ઉત્તર :
‘ચલો દિલ્લી’, ‘તુમ મુઝે ખૂન દો, મેં તુહેં આઝાદી દંગા’ અને ‘જયહિંદ’ એ ‘આઝાદ હિંદ ફોજ’નાં સૂત્રો હતાં.

પ્રશ્ન 3.
માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ?
ઉત્તર:
માઉન્ટ બેટન યોજના 3 જૂન, 1947ના રોજ રજૂ થઈ.

પ્રશ્ન 4.
અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવેલા?
ઉત્તર:
અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ હિંદી ગવર્નર તરીકે ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને નિમવામાં આવ્યા હતા.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
A. 5
B. 6
C. 7
D. 8
ઉત્તર:
C. 7

પ્રશ્ન 2.
દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?
A. 12 એપ્રિલ, 1930
B. 12 માર્ચ, 1931
C. 12 માર્ચ, 1930
D. 12 માર્ચ, 1929
ઉત્તર:
C. 12 માર્ચ, 1930

પ્રશ્ન 3.
કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવે છે?
A. મહાદેવભાઈ દેસાઈ
B. સરદાર વલ્લભભાઈ
C. મૌલાના આઝાદ
D. સુભાષચંદ્ર બોઝ
ઉત્તર:
A. મહાદેવભાઈ દેસાઈ

પ્રશ્ન 4.
ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?
A. સાંસ્થાનિક સ્વરાજ્ય
B. સાંપ્રદાયિક્તા
C. પૂર્ણ સ્વરાજ્ય
D. સરમુખત્યારશાહી
ઉત્તર:
A. સાંસ્થાનિક સ્વરાજ્ય

પ્રશ્ન 5.
મૉન્ટ-ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલાં વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?
A. 20 વર્ષે
B. 10 વર્ષે
C. 7 વર્ષે
D. 5 વર્ષે
ઉત્તર:
B. 10 વર્ષે

પ્રશ્ન 6.
સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?
A. પંડિત જવાહરલાલનું
B. લાલા લજપતરાયનું
C. ગોવિંદવલ્લભ પંતનું
D. મોતીલાલ નેહરુનું
ઉત્તર:
B. લાલા લજપતરાયનું

પ્રશ્ન 7.
‘નેતાજી’નું હુલામણું નામ કોને મળ્યું હતું?
A. સુભાષચંદ્ર બોઝને
B. વલ્લભભાઈ પટેલને
C. રાસબિહારી બોઝને
D. જવાહરલાલ નેહરુને
ઉત્તર:
A. સુભાષચંદ્ર બોઝને

પ્રશ્ન 8.
હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?
A. મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ
B. વેલેસ્લી
C. માઉન્ટ બેટન
D. ડેલહાઉસી
ઉત્તર:
C. માઉન્ટ બેટન

GSEB Class 9 Social Science ભારત : આઝાદી તરફ પ્રયાણ Important Questions and Answers

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા: [પૂરો પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
સાયમન કમિશનમાં કુલ ………………………….. સભ્યો હતા.
A. બાર
B. સાત
C. પાંચ
ઉત્તર:
B. સાત

પ્રશ્ન 2.
અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે ………………………. નું અવસાન થયું.
A. લાલા લજપતરાય
B. મોતીલાલ નેહરુ
C. બાળગંગાધર ટિળક
ઉત્તર:
A. લાલા લજપતરાય

પ્રશ્ન 3.
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ‘……………………..’ તરીકે ઊજવવામાં આવે છે.
A. સ્વરાજ્યદિન
B. પ્રજાસત્તાકદિન
C. સ્વાતંત્ર્યદિન
ઉત્તર:
B. પ્રજાસત્તાકદિન

પ્રશ્ન 4.
ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ ……………………… નો સત્યાગ્રહ શરૂ કર્યો.
A. અસહકાર
B. હિંદ છોડો
C. મીઠા
ઉત્તર:
C. મીઠા

પ્રશ્ન 5.
………………… દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે કરી હતી.
A. શ્રી મહાદેવભાઈ દેસાઈએ
B. સુભાષચંદ્ર બોઝ
C. સરદાર વલ્લભભાઈ પટેલે
ઉત્તર:
A. શ્રી મહાદેવભાઈ દેસાઈએ

પ્રશ્ન 6.
‘…………………’ ની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્ત્વની ચળવળ હતી.
A. બંગભંગ
B. દાંડીકૂચ
C. અસહકાર
ઉત્તર:
B. દાંડીકૂચ

પ્રશ્ન 7.
ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ‘………………………’ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
A. ત્રીજી
B. પહેલી
C. બીજી
ઉત્તર:
C. બીજી

પ્રશ્ન 8.
……………………….. કોંગ્રેસ છોડીને ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
A. સુભાષચંદ્ર બોઝે
B. સરદાર વલ્લભભાઈ પટેલે
C. ચિત્તરંજનદાસ મુનશીએ
ઉત્તર:
A. સુભાષચંદ્ર બોઝે

પ્રશ્ન 9.
સિંગાપુરના હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને ‘………………………’ નું હુલામણું નામ આપ્યું.
A. સરદાર
B. શાંતિદૂત
C. નેતાજી
ઉત્તર:
C. નેતાજી

પ્રશ્ન 10.
…………………….. ભારતનાં દેશી રાજ્યોનું ‘ભારતીય સંઘ’માં વિલીનીકરણ કર્યું.
A. પંડિત જવાહરલાલ નેહરુએ
B. સરદાર વલ્લભભાઈ પટેલે
C. માઉન્ટ બેટને
ઉત્તર:
B. સરદાર વલ્લભભાઈ પટેલે

પ્રશ્ન 11.
જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ……………………… ના હિમાયતી હતા.
A. સાંસ્થાનિક સ્વરાજ્ય
B. પૂર્ણ સ્વરાજ્ય
C. દેશી સ્વરાજ્ય
ઉત્તર:
B. પૂર્ણ સ્વરાજ્ય

પ્રશ્ન 12.
……………………… ના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.
A. સવિનય કાનૂનભંગ
B. અસહકાર
C. બંગભંગ
ઉત્તર:
A. સવિનય કાનૂનભંગ

પ્રશ્ન 13.
સુભાષચંદ્ર બોઝ ……………………. રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.
A. સિંગાપુર
B. ટોકિયો
C. બર્લિન
ઉત્તર:
C. બર્લિન

પ્રશ્ન 14.
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે ‘……………………………..’ અને ‘……………………….’ નામ આપ્યાં.
A. શહીદ, સ્વરાજ્ય
B. આઝાદી, શહીદ
C. સ્વરાજ્ય, વતન
ઉત્તર:
A. શહીદ, સ્વરાજ્ય

પ્રશ્ન 15.
……………………….. ની યોજના અનુસાર બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.
A. વાઇસરૉય વેવેલ
B. વાઇસરૉય માઉન્ટ બેટન
C. સરદાર
ઉત્તર:
B. વાઇસરૉય માઉન્ટ બેટન

પ્રશ્ન 16.
……………………….. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.
A. અબ્દુલ ગફાર ખાન
B. મૌલાના અબ્દુલકમાલ આઝાદ
C. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
ઉત્તર:
C. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે?
A. પ્રજાસત્તાકદિન તરીકે
B. સ્વાતંત્ર્યદિન તરીકે
C. સ્વરાજ્યદિન તરીકે
D. શહીદદિન તરીકે
ઉત્તર:
A. પ્રજાસત્તાકદિન તરીકે

પ્રશ્ન 2.
ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી?
A. પાલડીના કોચરબ આશ્રમથી
B. વર્ધાના પવનાર આશ્રમથી
C. સાબરમતીના સંન્યાસ આશ્રમથી
D. સાબરમતીના હરિજન આશ્રમથી
ઉત્તર:
D. સાબરમતીના હરિજન આશ્રમથી

પ્રશ્ન 3.
“કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
A. સુભાષચંદ્ર બોઝ
B. ગાંધીજીએ
C. પંડિત જવાહરલાલ નેહરુએ
D. વિનોબા ભાવેએ
ઉત્તર:
B. ગાંધીજીએ

પ્રશ્ન 4.
“હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.” આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?
A. સાબરમતીના હરિજન આશ્રમે
B. પાલડીના કોચરબ આશ્રમે
C. દાંડીના દરિયાકિનારે
D. વર્ધાના પવનાર આશ્રમે
ઉત્તર:
C. દાંડીના દરિયાકિનારે

પ્રશ્ન 5.
”કરેંગે યા મરેંગે.” ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?
A. દાંડીયાત્રા વખતે
B. સવિનય કાનૂનભંગની ચળવળ વખતે
C. ‘હિંદ છોડો’ ચળવળ વખતે
D. અસહકારની ચળવળ વખતે
ઉત્તર:
C. ‘હિંદ છોડો’ ચળવળ વખતે

પ્રશ્ન 6.
‘સરહદના ગાંધી’ કોણ કહેવાયા?
A. મૌલાના આઝાદ
B. અબ્બાસ તૈયબજી
C. મહાદેવભાઈ દેસાઈ
D. અબ્દુલ ગફાર ખાન
ઉત્તર:
D. અબ્દુલ ગફાર ખાન

પ્રશ્ન 7.
સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?
A. ગોવિંદવલ્લભ પંત
B. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
C. સરદાર વલ્લભભાઈ પટેલ
D. પંડિત જવાહરલાલ નેહરુ
ઉત્તર:
B. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

પ્રશ્ન 8.
ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?
A. સ્કોનિલેની
B. સ્કોટનની
C. જનરલ ડાયરની
D. સાંડર્સની
ઉત્તર:
D. સાંડર્સની

પ્રશ્ન 9.
‘નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની ! માગણી કરવામાં આવી હતી?
A. સાંસ્થાનિક સ્વરાજ્ય
B. મર્યાદિત સ્વરાજ્ય
C. પૂર્ણ સ્વરાજ્ય
D. ફૉરવર્ડ સ્વરાજ્ય
ઉત્તર:
A. સાંસ્થાનિક સ્વરાજ્ય

પ્રશ્ન 10.
ઈ. સ. 1930માં કોંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી?
A. સાંસ્થાનિક સ્વરાજ્ય
B. પૂર્ણ સ્વરાજ્ય
C. દ્વિમુખી સ્વરાજ્ય
D. સમવાયી સ્વરાજ્ય
ઉત્તર:
B. પૂર્ણ સ્વરાજ્ય

પ્રશ્ન 11.
આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવીએ છીએ?
A. 2 ઑક્ટોબરના દિવસને
B. 30 જાન્યુઆરીના દિવસને
C. 15 ઑગસ્ટના દિવસને
D. 26 જાન્યુઆરીના દિવસને
ઉત્તર:
D. 26 જાન્યુઆરીના દિવસને

પ્રશ્ન 12.
ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી?
A. મીઠાના કાયદાનો ભંગ કરવા માટે
B. વિદેશી માલનો બહિષ્કાર કરવા માટે
C. ભારતને પૂર્ણ સ્વરાજ્ય અપાવવા માટે
D. દેશના નેતાઓની ધરપકડનો વિરોધ કરવા માટે
ઉત્તર:
A. મીઠાના કાયદાનો ભંગ કરવા માટે

પ્રશ્ન 13.
ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઈ?
A. 15 ઑગસ્ટ, 1921ના રોજ
B. 8 ઑગસ્ટ, 1942ના રોજ
C. 30 જાન્યુઆરી, 1932ના રોજ
D. 26 જાન્યુઆરી, 1930ના રોજ
ઉત્તર:
D. 26 જાન્યુઆરી, 1930ના રોજ

પ્રશ્ન 14.
આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
A. 15 ઑગસ્ટ, 1947ના રોજ
B. 15 ઑગસ્ટ, 1950ના રોજ
C. 30 જાન્યુઆરી, 1950ના રોજ
D. 26 જાન્યુઆરી, 1950ના રોજ
ઉત્તર:
D. 26 જાન્યુઆરી, 1950ના રોજ

પ્રશ્ન 15.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?
A. ત્રીજી
B. પહેલી
C. ચોથી
D. બીજી
ઉત્તર:
D. બીજી

પ્રશ્ન 16.
મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?
A. 12 માર્ચ, 1940ના દિવસે
B. 18 જુલાઈ, 1942ના દિવસે
C. 7 ઑગસ્ટ, 1942ની રાત્રે
D. 8 ઑગસ્ટ, 1942ની રાત્રે
ઉત્તર:
D. 8 ઑગસ્ટ, 1942ની રાત્રે

પ્રશ્ન 17.
કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો?
A. વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે બીમાર પડ્યા.
B. દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.
C. સત્યાગ્રહીઓની સંખ્યા ખૂટી ગઈ હતી.
D. આ સત્યાગ્રહ દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ વધી ગઈ હતી.
ઉત્તર:
B. દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.

પ્રશ્ન 18.
સુભાષચંદ્ર બોઝે ક્યો રાજકીય પક્ષ સ્થાપ્યો?
A. સ્વરાજ્ય પક્ષ
B. યંગ ઇન્ડિયા
C. ફૉરવર્ડ બ્લૉક
D. ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા
ઉત્તર:
C. ફૉરવર્ડ બ્લૉક

પ્રશ્ન 19.
સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?
A. આઝાદ હિંદ
B. જયહિંદ
C. કેસરે હિંદ
D. ભારતમાતા
ઉત્તર:
B. જયહિંદ

પ્રશ્ન 20.
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયાં નામ આપ્યાં?
A. શહીદ અને સ્વદેશ
B. શહીદ અને સ્વરાજ્ય
C. સ્વદેશ અને સ્વરાજ્ય
D. શહીદ અને દેવભૂમિ
ઉત્તર:
B. શહીદ અને સ્વરાજ્ય

પ્રશ્ન 21.
હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી?
A. વાઇસરૉય માઉન્ટ બેટને
B. વાઇસરૉય લિટને
C. વાઇસરૉય વેવલે
D. વાઇસરૉય એટલીએ
ઉત્તર:
A. વાઇસરૉય માઉન્ટ બેટને

પ્રશ્ન 22.
‘હિંદ સ્વાતંત્ર્યધારો’ કોણે પસાર કર્યો?
A. ભારતીય સંસદે
B. કામચલાઉ સરકારે
C. બ્રિટિશ પાર્લમેન્ટ
D. બંધારણસભાએ
ઉત્તર:
C. બ્રિટિશ પાર્લમેન્ટ

પ્રશ્ન 23.
ભારતનાં દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?
A. સરદાર વલ્લભભાઈ પટેલે
B. ડૉ. રાજેન્દ્રપ્રસાદે
C. ગાંધીજીએ
D, પંડિત જવાહરલાલ નેહરુએ
ઉત્તર:
A. સરદાર વલ્લભભાઈ પટેલે

પ્રશ્ન 24.
પ્રો. અગ્રવાલ ક્યા રિપૉર્ટને વર્તમાન ભારતીય બંધારણની ‘લૂ પ્રિન્ટ’ કહે છે?
A. ગાંધી રિપૉર્ટને
B. સરદાર રિપૉર્ટને
C. નેહરુ રિપોર્ટને
D. ટિળક રિપૉર્ટને
ઉત્તર:
C. નેહરુ રિપોર્ટને

પ્રશ્ન 25.
“આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” એમ કોણે કહ્યું હતું?
A. સુભાષચંદ્ર બોઝે
B. જવાહરલાલ નેહરુએ
C. ગાંધીજીએ
D. મોતીલાલ નેહરુએ
ઉત્તર:
C. ગાંધીજીએ

પ્રશ્ન 26.
‘ચલો દિલ્લી’નું સૂત્ર કોણે આપ્યું હતું?
A. રણજીતસિંહે
B. ટીપુ સુલતાને
C. ગાંધીજીએ
D. સુભાષચંદ્ર બોઝ
ઉત્તર:
D. સુભાષચંદ્ર બોઝ

પ્રશ્ન 27.
અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?
A. કેબિનેટ મિશન યોજના
B. ક્રિસ મિશન યોજના
C. માઉન્ટ બેટન યોજના
D. ગાંધી-ઇરવિન યોજના
ઉત્તર:
C. માઉન્ટ બેટન યોજના

(બ) માગ્યા મુજબ ઉત્તર લખો: [1 ગુણ]

પ્રશ્ન 1.
બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?


A. ચૌરી ચૌરાનો બનાવ
B. મીઠાના કાયદાનો ભંગ
C. બંગાળના ભાગલા
D. ચલો દિલ્લી દાંડી
ઉત્તર:
B

(ક) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
A. ગાંધીજી અને વાઇસરૉય ઇરવિન વચ્ચે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ.
B. સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.
C. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી.
D. હિંદી રાષ્ટ્રીય મહાસભાએ સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવ્યો.
ઉત્તર:
B, D, C, A

પ્રશ્ન 2.
A. પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી.
B. સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.
C. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
D. કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો
નિર્ણય કર્યો.
ઉત્તર :
A, D, C, B

પ્રશ્ન 3.
A. મુંબઈમાં નૌકાવિગ્રહ થયો.
B. વાઇસરૉય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજના રજૂ કરી.
C. સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી.
D. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા.
ઉત્તર:
D, C, A, B

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) સાયમન કમિશનના બધા જ સભ્યો હિંદીઓ હતા.
ઉત્તર:
ખોટું

(2) શ્રી જવાહરલાલ નેહરુએ નેહરુ અહેવાલ તૈયાર કર્યો હતો.
ઉત્તર:
ખોટું

(3) ગાંધીજીએ સાબરમતીના હરિજન આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી.
ઉત્તર:
ખરું

(4) ‘હિંદ છોડો’ની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું: “કરેંગે યા મરેંગે.”
ઉત્તર:
ખરું

(5) ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
ઉત્તર:
ખોટું

(6) સુભાષચંદ્ર બોઝ પઠાણના છૂપાવેશે કોલકાતાથી 28 માર્ચ, 1942ના રોજ ટોકિયો પહોંચ્યા.
ઉત્તર:
ખોટું

(7) મુસ્લિમ લીગે 16 ઑગસ્ટ, 1946નો દિવસ ‘સીધા પગલાદિન’ તરીકે પાળવાનો મુસ્લિમોને આદેશ આપ્યો.
ઉત્તર:

(8) સાયમન કમિશનનો વિરોધ કરતાં થયેલા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું.
ઉત્તર:
ખરું

(9) જવાહરલાલ નેહરુને નેતાજી’નું હુલામણું નામ મળ્યું હતું.
ઉત્તર:
ખોટું

(10) મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે.
ઉત્તરઃ
ખરું

(11) સાયમન કમિશન પાંચ સભ્યોનું બનેલું હતું.
ઉત્તર:
ખોટું

(12) ‘ડોમિનિયન સ્ટેટ્સ’ એટલે જવાબદાર રાજતંત્ર.
ઉત્તર:
ખોટું

(13) જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા.
ઉત્તર:
ખરું

(14) ગાંધીજી દાંડીકૂચ દરમિયાન પદયાત્રા કરીને 5 એપ્રિલ, 1930ના દિવસે દાંડી પહોંચ્યા.
ઉત્તર:
ખરું

(15) ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અમદાવાદમાં સાડા ચાર મહિના સુધી બજારો બંધ રહ્યાં હતાં.
ઉત્તર:
ખોટું

(16) સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
ઉત્તર:
ખરું

(17) ઈ. સ. 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે ‘શહીદ’ અને ‘ભારતમાતા’ નામ આપ્યાં હતાં.
ઉત્તર:
ખોટું

(18) હિંદુસ્તાનના વિભાજન સમયે વાઇસરૉય તરીકે વેવેલ હતા.
ઉત્તર:
ખોટું

(19) ચક્રવર્તી સી. રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ હતા.
ઉત્તર:
ખરું

(20) જવાહરલાલ નેહરુએ હિંદ સ્વાતંત્ર્યધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહ્યો હતો.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

(1) ઈ. સ. 1920થી 1947ના સમયગાળાને કયાં આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? – ગાંધીયુગનાં
(2) સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? – લાલા લજપતરાયનું
(3) ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? – સાંસ્થાનિક સ્વરાજ્ય
(4) કોના અધ્યક્ષપણા નીચે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? – જવાહરલાલ નેહરુના
(5) 12 માર્ચથી 6 એપ્રિલ, 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? – દાંડીયાત્રા (દાંડીકૂચ)
(6) ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? – મીઠાના
(7) ગાંધીજીએ દાંડીયાત્રા/દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી? – સાબરમતી હરિજન આશ્રમથી
(8) કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી? – શ્રી મહાદેવભાઈ દેસાઈએ
(9) ‘સરહદના ગાંધી’ તરીકે કોણ ઓળખાતું હતું? – અબ્દુલ ગફાર ખાન
(10) લંડનમાં મળેલી પ્રથમ ગોળમેજી પરિષદ શાથી નિષ્ફળ ગઈ? જ છે – કોંગ્રેસની ગેરહાજરીને લીધે

(11) બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોણે હાજરી આપી? – ગાંધીજીએ
(12) કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવા માગતી નથી? – ક્રિપ્સ દરખાસ્તો
(13) 8 ઑગસ્ટ, 1942ની રાત્રે કોંગ્રેસ મહાસમિતિએ કયો ઠરાવ પસાર કર્યો? – ‘હિંદ છોડો’નો
(14) “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” એમ કોણે કહ્યું હતું? – ગાંધીજીએ
(15) ‘કરેંગે યા મરેંગે’ એ કોનું સૂત્ર હતું? – ગાંધીજીનું
(16) ક્યા આંદોલન દરમિયાન અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યાં હતાં? – હિંદ છોડો’
(17) કયા દેશનેતાનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો? – સુભાષચંદ્ર બોઝનો
(18) સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? – રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં
(19) સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી? – ‘ફૉરવર્ડ બ્લૉકી’ની
(20) સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં કોની સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી? – હિટલર સાથે

(21) જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી? – રાસબિહારી બોઝ
(22) રાસબિહારી બોઝ ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો? – આઝાદ હિંદ ફોજ
(23) સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન કઈ રીતે પહોંચ્યા? – સબમરીન દ્વારા
(24) રાસબિહારી બોઝે આઝાદ હિંદ ફોજના વડા તરીકે કોની નિમણૂક કરી? – સુભાષચંદ્ર બોઝની
(25) સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપવામાં આવ્યું હતું? – ‘નેતાજી’
(26) ‘જય હિંદ’નું સૂત્ર કોણે આપ્યું હતું? – સુભાષચંદ્ર બોઝ
(27) સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝે કઈ સરકારની સ્થાપના કરી? – કામચલાઉ
(28) સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયાં નામ આપ્યાં? – ‘શહીદ’ અને ‘સ્વરાજ્ય’
(29) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનનાં ક્યાં શહેરો પર અણુબૉમ્બવર્ષા કરી? – હિરોશિમા અને નાગાસાકી
(30) સુભાષચંદ્ર બોઝને કયા વિમાન મથકે અકસ્માતથી વિમાનમાં આગ લાગી હતી? – તાઈપાઈ

(31) હિંદના વાઇસરૉય તરીકે વેવેલની જગ્યાએ કોની નિમણૂક થઈ? – માઉન્ટ બેટનની
(32) કોણે નાછૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો? – ગાંધીજીએ
(33) અખંડ હિંદના બે ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી? – વાઇસરૉય માઉન્ટ બેટને
(34) જુલાઈ, 1943માં બ્રિટિશ પાર્લમેન્ટ કયો ધારો પસાર કર્યો? – હિંદ સ્વાતંત્ર્યધારો
(35) હિંદ સ્વાતંત્ર્યધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને પસંદ કર્યા? – માઉન્ટ બેટનને
(36) હિંદ સ્વાતંત્ર્યધારા મુજબ પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને પસંદ કર્યા? – જનાબ જિન્ડાને –
(37) કયા ધારાથી હિંદની પરાધીનતાનો અંત આવ્યો? – હિંદ સ્વાતંત્ર્યધારાથી
(38) બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરૉય કોણ હતા? – માઉન્ટ બેટન
(39) સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે કોણ નિયુક્ત થયું હતું? – ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
(40) હિંદના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? – માઉન્ટ બેટન
(41) ભારતનાં 562 જેટલાં દેશી રજવાડાંઓને ભારતસંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? – સરદાર વલ્લભભાઈ પટેલે

યોગ્ય જોડકાં બનાવો [ પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ)

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1930 1. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા
2. ઈ. સ. 1942 2. મુંબઈનો નૌકાવિગ્રહ
3. ઈ. સ. 1943 3. દાંડીકૂચ
4. ઈ. સ. 1946 4. ‘હિંદ છોડો’ ચળવળ
5. નેહરુ અહેવાલ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1930 3. દાંડીકૂચ
2. ઈ. સ. 1942 4. ‘હિંદ છોડો’ ચળવળ
3. ઈ. સ. 1943 1. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા
4. ઈ. સ. 1946 2. મુંબઈનો નૌકાવિગ્રહ

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. નેહરુ અહેવાલ 1. સુભાષચંદ્ર બોઝ
2. દાંડીકૂચ 2. મોતીલાલ નેહરુ
3. ‘ફૉરવર્ડ બ્લૉક’ના સ્થાપક 3. જવાહરલાલ નેહરુ
4. હિંદના છેલ્લા બ્રિટિશ વાઈસરૉય 4. ગાંધીજી
5. માઉન્ટ બેટન

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. નેહરુ અહેવાલ 2. મોતીલાલ નેહરુ
2. દાંડીકૂચ 4. ગાંધીજી
3. ‘ફૉરવર્ડ બ્લૉક’ના સ્થાપક 1. સુભાષચંદ્ર બોઝ
4. હિંદના છેલ્લા બ્રિટિશ વાઈસરૉય 5. માઉન્ટ બેટન

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી 1. 12 માર્ચ, 1930ના – રોજ
2, દાંડીકૂચને પ્રારંભ 2. ગાંધીજી
3. ‘કરેંગે યા મરેંગે’નું સૂત્ર ૩. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી
4. હિંદના પ્રથમ હિંદી ગવર્નર 4. 26 જાન્યુઆરી, 1930ના રોજ
5. 26 જાન્યુઆરી, 1950ના રોજ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી 4. 26 જાન્યુઆરી, 1930ના રોજ
2, દાંડીકૂચને પ્રારંભ 1. 12 માર્ચ, 1930ના – રોજ
3. ‘કરેંગે યા મરેંગે’નું સૂત્ર 2. ગાંધીજી
4. હિંદના પ્રથમ હિંદી ગવર્નર ૩. ચક્રવર્તી સી. રાજગોપાલાચારી

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1927 1. મુંબઈમાં નૌકાસૈનિકોએ બળવો કર્યો
2. ઈ. સ. 1931 2. સાયમન કમિશનની નિમણૂક થઈ
3. ઈ. સ. 1942 3. ગાંધી-ઇરવિન સમજૂતી થઈ
4. ઈ. સ. 1947. 4. સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા
5. બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1927 2. સાયમન કમિશનની નિમણૂક થઈ
2. ઈ. સ. 1931 3. ગાંધી-ઇરવિન સમજૂતી થઈ
3. ઈ. સ. 1942 4. સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા
4. ઈ. સ. 1947. 5. બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
નેહરુ અહેવાલ
ઉત્તર:
સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિંદી વજીર બર્કનોડે, જણાવ્યું કે હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિંદી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નેહરુના પ્રમુખપદે નેહરુ કમિટીની રચના કરી. આ કમિટીએ બંધારણ અંગે જે અહેવાલ આપ્યો તે નેહરુ અહેવાલ’ તરીકે પ્રસિદ્ધ છે.

પ્રશ્ન 2.
દાંડીકૂચ
ઉત્તર:
સવિનય કાનૂનભંગના આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ(ગાંધી આશ્રમ)થી નવસારી જિલ્લાના દાંડી બંદરના કિનારા સુધી પદયાત્રા કરી, જે ‘દાંડીકૂચ’ના નામે પ્રસિદ્ધ બની.

પ્રશ્ન 3.
સવિનય કાનૂનભંગ
ઉત્તર:
‘સવિનય કાનૂનભંગ’ એટલે સરકારના અન્યાયી કાયદાનો 3 શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો.

પ્રશ્ન 4.
ગોળમેજી પરિષદો
ઉત્તર:
બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે જે પરિષદો બોલાવી તે ‘ગોળમેજી પરિષદો(Round Table Conferences)ના નામે ઓળખાય છે. લંડનમાં મળેલી પહેલી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો નહોતો, તેથી તે નિષ્ફળ ગઈ હતી. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા હતા. પરંતુ તે પરિષદ પણ નિષ્ફળ ગઈ હતી.

પ્રશ્ન 5.
ફૉરવર્ડ બ્લૉક
ઉત્તરઃ
સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ‘ ખાસ મેળ બેસતો નહોતો. ગાંધીજી સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી દીધી અને ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા પક્ષની રે સ્થાપના કરી.

પ્રશ્ન 6.
માઉન્ટ બેટન યોજના
ઉત્તર:
વાઇસરૉય માઉન્ટ બેટનના મતે હિંદના ભાગલા કરવા સિવાય કોઈ ઉપાય હવે બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ માઉન્ટ બેટનની વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આ સંજોગોમાં લાંબી ચર્ચા-વિચારણાના અંતે વાઇસરૉય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી. આ યોજના માઉન્ટ બેટન યોજના’ના નામે ઓળખાય છે.

કારણો આપી વિધાનો પૂરાં કરોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી, કારણ કે……
ઉત્તર:
ઈ. સ. 1919ના મૉન્ટ-ફર્ડ (મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ) સુધારાના અમલનો અભ્યાસ કરી, ભારતના વહીવટી તંત્ર માટે નવા સુધારાઓની જરૂરિયાત અંગે અભ્યાસ કરવાનો હતો.

પ્રશ્ન 2.
ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો, તે કારણ કે….
ઉત્તરઃ
સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા.

પ્રશ્ન 3.
ગાંધીજીએ દાંડીકૂચ કરી, કારણ કે…
ઉત્તર:
ગાંધીજી સવિનય કાનૂનભંગની ચળવળના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માગતા હતા.

પ્રશ્ન 4.
બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો યોજી, કારણ કે
ઉત્તર:
બ્રિટિશ સરકાર ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે ચર્ચા કરવા માગતી હતી.

પ્રશ્ન 5.
બ્રિટિશ સરકારે યોજેલી પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ, કારણ કે
ઉત્તર:
બ્રિટિશ સરકારે નવેમ્બર, 1930માં યોજેલી પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ મહાસભાના પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા.

પ્રશ્ન 6.
કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો, કારણ કે…
ઉત્તર :
દ્વિતીય વિશ્વયુદ્ધના સંજોગો બદલાઈ ગયા હતા.

પ્રશ્ન 7.
લાલા લજપતરાયનું અવસાન થયું, કારણ કે
ઉત્તર:
લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસમાં અંગ્રેજ અમલદાર જ્હૉન સાંડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાયને લાઠીઓ વડે જીવલેણ સખત ફટકા માર્યા હતા.

પ્રશ્ન 8.
ઈ. સ. 1929માં રાવી નદીના તટે લાહોર ખાતે યોજાયેલ હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, કારણ કે..
ઉત્તર:
આ સમયે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ વગેરે યુવા નેતાઓ સક્રિય હતા. તેઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા.

પ્રશ્ન 9.
બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ, કારણ કે……
ઉત્તર:
બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે એકમાત્ર ગાંધીજી હાજર રહ્યા, પરંતુ આ પરિષદમાં બ્રિટિશ પક્ષે બંધારણના ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજકારી મુદ્દો ઉઠાવતાં ગાંધીજી નિરાશ થયા હતા.

પ્રશ્ન 10.
સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી અને ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી, કારણ કે
ઉત્તરઃ
સુભાષચંદ્રના ઉદાત્ત વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી સુભાષચંદ્રને ગાંધીજી સાથે મતભેદ સર્જાયો હતો.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [ પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી કયા ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા?
ઉત્તરઃ
લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી વીર ભગતસિંહ, સુખદેવ, શિવરામ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા.

પ્રશ્ન 2.
‘નેહરુ અહેવાલ (રિપૉટ)’ કોણે તૈયાર કર્યો?
ઉત્તર:
પંડિત મોતીલાલ નેહરુના પ્રમુખપદે રચાયેલી નેહરુ કમિટીએ નેહરુ અહેવાલ (રિપૉટ)’ તૈયાર કર્યો.

પ્રશ્ન 3.
નેહરુ અહેવાલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
ઉત્તરઃ
નેહરુ અહેવાલમાં સાંસ્થાનિક સ્વરાજ્ય (ડોમિનિયન સ્ટેટ્સ), સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્તવય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રશ્ન 4.
કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ક્યારે અને ક્યાં પસાર કર્યો?
ઉત્તર:
કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ 31 ડિસેમ્બર, 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા અધિવેશનમાં પસાર કર્યો.

પ્રશ્ન 5.
ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઈ?
ઉત્તર:
26 જાન્યુઆરી, 1930ના દિવસે ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી થઈ.

પ્રશ્ન 6.
સમગ્ર ભારતમાં 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે કયા | દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તરઃ
સમગ્ર ભારતમાં 26 જાન્યુઆરીના દિવસને દર વર્ષે ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

પ્રશ્ન 7.
સવિનય કાનૂનભંગ એટલે શું?
અથવા
સંકલ્પના સમજાવોઃ સવિનય કાનૂનભંગ
ઉત્તરઃ
સવિનય કાનૂનભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો.

પ્રશ્ન 8.
સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે અને શા માટે શરૂ કરવામાં આવી?
ઉત્તરઃ
સવિનય કાનૂનભંગની લડત ગાંધીજીના નેતૃત્વ નીચે પૂર્ણ સ્વરાજ્ય મેળવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી.

પ્રશ્ન 9.
દાંડીકૂચનો આરંભ ક્યારે થયો?
ઉત્તર:
દાંડીકૂચનો આરંભ 12 માર્ચ, 1930ના રોજ થયો.

પ્રશ્ન 10.
દાંડીકૂચ કોણે, ક્યારે અને ક્યાંથી શરૂ કરી હતી?
ઉત્તરઃ
12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ પોતાના સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી હતી.

પ્રશ્ન 11
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ કઈ પ્રતિજ્ઞા લીધી?
ઉત્તર :
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ આ પ્રતિજ્ઞા લીધી : “કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.”

પ્રશ્ન 12
દાંડીકૂચનો અંત કઈ તારીખે આવ્યો?
ઉત્તર :
6 એપ્રિલ, 1930ના રોજ વહેલી સવારે દાંડીકૂચનો અંત આવ્યો.

પ્રશ્ન 13.
શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને કોની સાથે સરખાવી હતી?
ઉત્તર:
શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી હતી.

પ્રશ્ન 14.
દાંડીકૂચ દરમિયાન કયા કયા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું?
ઉત્તરઃ
દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ વગેરે રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

પ્રશ્ન 15.
ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?
ઉત્તરઃ
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

પ્રશ્ન 16.
8 ઑગસ્ટની રાત્રે મુંબઈમાં મળેલી કોંગ્રેસની અખિલ હિંદ મહાસમિતિએ કયો ઠરાવ પસાર કર્યો?
ઉત્તરઃ
8 ઑગસ્ટની રાત્રે મુંબઈમાં મળેલી કોંગ્રેસની અખિલ હિંદ મહાસમિતિએ ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કર્યો.”

પ્રશ્ન 17.
‘હિંદ છોડો’ લડત દરમિયાન અમદાવાદની કેટલી મિલોના મજુરોએ, કેટલા દિવસ હડતાલ પાડી?
ઉત્તર:
‘હિંદ છોડો લડત દરમિયાન અમદાવાદની કાપડની 75 મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ 105 દિવસની હડતાલ પાડી.

પ્રશ્ન 18.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે, ક્યાં થયો હતો?
ઉત્તર:
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરિસ્સા (ઓડિશા) રાજ્યના કટક શહેરમાં થયો હતો.

પ્રશ્ન 19.
સુભાષચંદ્ર બોઝે કયો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો?
ઉત્તર :
સુભાષચંદ્ર બોઝે ‘ફૉરવર્ડ બ્લૉક’ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો.

પ્રશ્ન 20.
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને કયાં નામ આપ્યાં?
ઉત્તર :
સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે 3 ‘શહીદ’ અને ‘સ્વરાજ્ય’ નામ આપ્યાં.

પ્રશ્ન 21.
‘આઝાદ હિંદ ફોજે’ ભારતની પૂર્વ સરહદે કયા કયા પ્રદેશો જીત્યા હતા?
ઉત્તર:
‘આઝાદ હિંદ ફોજે’ ભારતની પૂર્વ સરહદે પ્રોમ, કોહિમા (હાલના નાગાલેન્ડની રાજધાની), ઇમ્ફાલ (હાલના મણિપુરની રાજધાની) વગેરે પ્રદેશો જીત્યા હતા.

પ્રશ્ન 22.
20 ફેબ્રુઆરી, 1947ના રોજ બ્રિટનના વડા પ્રધાન એટલીએ કઈ જાહેરાત કરી?
ઉત્તર:
20 ફેબ્રુઆરી, 1947ના રોજ બ્રિટનના વડા પ્રધાન એટલીએ જાહેરાત કરી કે, કેબિનેટ મિશન યોજના મુજબ રચાયેલી હિંદ સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન, 1948 સુધીમાં બ્રિટિશ સરકાર ભારતમાંથી વિદાય લેશે.

પ્રશ્ન 23.
વેવલ પછી ભારતના વાઇસરૉય તરીકે કોને નીમવામાં આવ્યા?
ઉત્તર:
વેવલ પછી ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટનને નીમવામાં આવ્યા.

પ્રશ્ન 24.
બંધારણ સભાની રચના કરવા માટે ક્યારે ચૂંટણીઓ કરવામાં આવી? તેમાં કોંગ્રેસે અને મુસ્લિમ લીગે કેટલી કેટલી બેઠકો મેળવી?
ઉત્તર:
બંધારણ સભાની રચના કરવા માટે જુલાઈ, 1946માં ચૂંટણીઓ કરવામાં આવી. તેમાં કોંગ્રેસે 210 સામાન્ય બેઠકોમાંથી 201 બેઠકો અને મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી.

પ્રશ્ન 25.
હિંદ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નેહરુ અને સરદારને શું સમજાવ્યું?
ઉત્તર:
હિંદ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નેહરુ અને સરદારને સમજાવ્યું કે, “અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથેની સુદઢ સરકાર ધરાવતું ભારત વધારે શાંતિ ભોગવી શકશે.”

પ્રશ્ન 26.
હિંદ સ્વાતંત્ર્ય ધારા મુજબ ભારતીય સંઘે અને પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને કોને પસંદ કર્યા?
ઉત્તર:
હિંદ સ્વાતંત્ર્ય ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાને ગવર્નર જનરલ મહંમદઅલી જિન્ડાને પસંદ કર્યા.

પ્રશ્ન 27.
બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી?
ઉત્તર:
ફેબ્રુઆરી, 1948માં બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી.

પ્રશ્ન 28.
ભારતને આઝાદી મળી એ સમયે દેશમાં લગભગ કેટલાં દેશી રાજ્યો (રજવાડાં) હતાં?
ઉત્તર:
ભારતને આઝાદી મળી એ સમયે દેશમાં લગભગ 562 દેશી રાજ્યો (રજવાડાં) હતાં.

પ્રશ્ન 29.
દેશી રાજ્યોનો ભારતીય સંઘ સાથે જોડાણનો પ્રશ્ન કોના પ્રયાસોથી હલ થયો?
ઉત્તર:
દેશી રાજ્યોનો ભારતીય સંઘ સાથે જોડાણનો પ્રશ્ન એ સમયના ભારતના ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી હલ થયો.

નીચેનાં વિધાનોનાં કારણો આપો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો.
ઉત્તર:

  1. ઈ. સ. 1919ના મૉન્ટ-ફર્ડ મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ) સુધારાના અમલનો અભ્યાસ કરી, ભારતના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર, 1927માં બ્રિટિશ સરકારે સર જ્હૉન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની નિમણૂક કરી.
  2. એ કમિશન બ્રિટિશ પાર્લમેન્ટના સાત સભ્યોનું બનેલું હતું અને એ બધા જ સભ્યો અંગ્રેજો હતા.
  3. હિંદીઓનાં દુઃખદ હિંદીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિંદી સભ્યોએ સામેલ કરવાની છે. ભારતીયોએ ભલામણ કરી હતી. પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહિ.
  4. સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો.

પ્રશ્ન 2.
(ઈ. સ. 1929માં) લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે.
ઉત્તર:

  1. (31 ડિસેમ્બર, 1929માં) જવાહરલાલ નેહરુના પ્રમુખપદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્ય’નો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો.
  2. 26 જાન્યુઆરી, 1930ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવવામાં આવ્યો.
  3. એ પછી દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવો એમ આ અધિવેશનમાં ઠરાવવામાં આવ્યું.
  4. આમ, 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો. તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
ઈ. સ. 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ.1919ના મૉન્ટ-ફડ(મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડીના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈ. સ.1927માં અર્થાત્ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.

પ્રશ્ન 2.
ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો?
ઉત્તર:
ભારતમાં સાયમન કમિશનનો વિરોધ આ પ્રમાણે થયો:

  1. સાયમન કમિશનના સભ્યો મુંબઈ બંદરે ઊતર્યા તે દિવસે સમગ્ર દેશમાં હડતાલો અને સભા-સરઘસો દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો.
  2. ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેખાવકારોએ ‘સાયમન પાછો જા’નાં સૂત્રોવાળા કાળા વાવટા ફરકાવ્યા.
  3. દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ, ટિયરગૅસ અને ગોળીબારનો ઉપયોગ કરી દમન આચર્યો.
  4. ઉત્તર પ્રદેશમાં પંડિત જવાહરલાલ અને ગોવિંદવલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં ગોવિંદવલ્લભ પંત વિકલાંગ થયા અને જવાહરલાલ ઘાયલ થયા.
  5. લાહોરમાં લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો. લાઠીચાર્જની ઈજાઓને કારણે પાછળથી તેમનું અવસાન થયું.

પ્રશ્ન 3.
લાલા લજપતરાયનું અવસાન શાથી થયું?
ઉત્તર:
લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હૉન સાંડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય પર લાઠીઓના સખત ફટકા માર્યા. લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું.

પ્રશ્ન 4.
દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી? શા માટે?
ઉત્તર:
દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી.
સવિનય કાનૂનભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવેલી.

પ્રશ્ન 5.
વાઇસરૉય માઉન્ટ બેટને હિંદ અને પાકિસ્તાનના પ્રદેશોની વહેંચણી કઈ રીતે કરી?
ઉત્તરઃ
વાઇસરૉય માઉન્ટ બેટને પંજાબ, હિંદુ બહુમતી વિસ્તારોને ભારત સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને તેમજ વાયવ્ય સરહદ પ્રાંત, બલૂચિસ્તાન અને સિલ્હટ વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડ્યા. આ રીતે તેમણે હિંદ અને પાકિસ્તાનના પ્રદેશોની વહેંચણી કરી.

પ્રશ્ન 6.
ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી?
ઉત્તર:
ભારતના ભાગલાને પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓ

  1. લશ્કરોની વ્યવસ્થા,
  2. મિલકતોને લગતા પ્રશ્નો,
  3. લેણાં અને દેવાનો હિસાબ,
  4. નિરાશ્રિતોનો પુનર્વસવાટ,
  5. જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા,
  6. ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને
  7. નદીઓની જળવહેંચણી.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો: [પ્રત્યેકના 4 ગુણ]

પ્રશ્ન 1.
ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો?
ઉત્તર:
જુલાઈ, 1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગે 78 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી. તેથી મુસ્લિમ લીગે પાકિસ્તાન માટેની માગણી પ્રબળ બનાવી.

  • બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઑગસ્ટ, 1946નો દિવસ મુસ્લિમોને ‘સીધા પગલાંદિન’ તરીકે મનાવવાનો
    આદેશ કર્યો. પરિણામે દેશભરમાં હિંસક કોમી તોફાનો ફાટી નીકળ્યાં.
  • આ પરિસ્થિતિમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે, પાકિસ્તાનની માગણી સ્વીકાર્યા વિના અન્ય કોઈ વિકલ્પ નથી.
  • મુસ્લિમ લીગ અને મહંમદઅલી જિન્હાનો હઠાગ્રહ; 9 ડિસેમ્બર, 1946ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર તેમજ 31 જાન્યુઆરી, 1947ના રોજ મુસ્લિમ લીગે કે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજવાના આગ્રહને કારણે હિંદના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ.
  • તેથી માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. “અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને અધીન એવા વહીવટી એકમો સાથેની સુદઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે.”: માઉન્ટ બેટનની આ દલીલ જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી.
  • ગાંધીજીએ નાછૂટકે અને ભારે હૈયે હિંદના ભાગલાની યોજનાનો , સ્વીકાર કર્યો.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *