Gujarat Board Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
Gujarat Board Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
GSEB Solutions Class 9 Social Science Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Class 9 GSEB
→ માનવ હકો – માનવ અધિકારો (Human Rights):
માનવ હકો (Hurman Rights] એ માનવના જન્મસિદ્ધ અધિકારો છે. વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે જરૂરી સામાજિક પરિસ્થિતિઓને “માનવ અધિકારો” કહે છે.
→ 10 ડિસેમ્બર, 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રોયૂિ.એન.)ની સામાન્ય સભાએ માનવ અધિકારો અંગેનું જાહેરનામું મંજૂર કર્યું હતું. આથી સમગ્ર વિશ્વમાં 10 ડિસેમ્બરના દિવસે ‘માનવ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
→ મૂળભૂત હકો (Fundamental Rights): મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.
→ ભારતના બંધારણે નાગરિકોને આ છ મૂળભૂત હકો આપ્યા છે ;
- સમાનતાનો હક
- સ્વતંત્રતાનો હક
- શોષણ વિરોધી હક,
- ધાર્મિક સ્વતંત્રતાનો હક
- સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તથા
- બંધારણીય ઇલાજોનો ઉક.
→ મૂળભૂત હકોના અમલ અંગે બંધારણમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં ફરિયાદ કરી રક્ષણ મેળવી શકાય છે.
→ સમાનતાના હકમાં
- (1) કાયાની સમાનતા
- જાહેર સ્થળોના ઉપયોગની સમાનતા
- જાહેર નોકરીઓમાં સમાનતા
- અસ્પૃશ્યતા પર પ્રતિબંધ તથા
- ઇલકાબો અને ખિતાબો પર પ્રતિબંધનો સમાવેશ કરવામાં આવ્યો છે.
→ સ્વતંત્રતાના હકમાં
- વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા
- શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા
- મંડળો, સંસ્થાઓ અને સંઘો રચવાની સ્વતંત્રતા
- દેશભરમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા
- ભારતના સમગ્ર વિસ્તારના જિમ્મુ-કશ્મીર સિવાય) કોઈ પક્ષ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
- કોઈ પણ વ્યવસાય, ધંધો-રોજગાર કે વેપારની સ્વતંત્રતા વગેરે,
→ શોષણ વિરોધી હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે, આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠપ્રથા, બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
→ ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા કેટલીક મર્યાદાઓ સાથે દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બધા ધર્મો રાજ્ય સમક્ષ સરખા હોવાથી તે કોઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાત બતાવશે નહિ કે ભેદભાવ રાખશે નહિ,
→ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા બંધારણે ધર્મ, ભાષા અને સંસ્કૃતિના આધારે રચાયેલી લઘુમતીઓના હકોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે.
→ બંધારણીય ઇલાજોનો હક એ મૂળભૂત હકોનું જ નહિ, બલકે ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. આ ઇંક દરેક નાગરિકને મૂળભૂત કોના અમલની ખાતરી આપે છે, ડૉ. આંબેડકરના મત મુજબ, બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર “બંધારણના આત્મા સમાન” છે.
→ મૂળભૂત ફરજો: ઈ. સ. 1976માં બંધારત્રમાં સુધારો કરીને બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો સમાવવામાં આવી છે. મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, કેટલાક ઉચ્ચ આદશોં અને મૂલ્યો પ્રતિ જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે. આ વિષયના પાઠ્યપુસ્તકની શરૂઆતમાં મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે.
→ દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસને “મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવાનું સૂચન થયું છે.
→ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો: દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનનાં વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને “રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ કહે છે. આ સિદ્ધાંતોને બંધારજ્ઞમાં સ્થાન આપવામાં આવ્યું છે.
→ દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના માટે રાજ્ય સનિષ્ઠ પ્રયાસો કરે એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે.
→ આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે.
→ સ્વસ્થ વિદેશનીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાનાં રચનાત્મક સૂચનો કરે છે.
→ આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી.
→ આ સિદ્ધાંતોના અમલ માટે નાગરિકો અદાલતનો આશરો લઈ શક્તા નથી.
→ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો ગણાવ્યા છે.
→ બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
- આર્થિક નીતિઓના સિદ્ધાંતો
- સામાજિક નીતિઓના સિદ્ધાંતો
- રાજકીય અને વિદેશનીતિના સિદ્ધાંતો તથા
- શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓના સિદ્ધાંતો.
→ મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે; જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે; જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે.
→ આમ, મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.
GSEB Class 9 Social Science મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
પ્રશ્ન 1.
બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો.
ઉત્તર:
ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો નીચે મુજબ છેઃ
- બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું.
- બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો – ગૌરવ જાળવવું.
- સ્વાતંત્ર્યસંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેનું પાલન કરવું.
- દેશનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
- આવશ્યકતા ઊભી થાય ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્રસેવામાં જોડાવું.
- દેશના લોકોમાં સુમેળ રહે અને પરસ્પર બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય એવાં કામો કરવાં.
- સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો.
- રાષ્ટ્રના સમૃદ્ધ, સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
- કાયદાઓનું પાલન કરવું.
- કરવેરા પ્રામાણિકપણે ભરવા.
- જંગલો, નદીઓ, સરોવરો અને વન્ય જીવો સહિત પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય તેવા પ્રયત્નો કરવા. બધા જીવો પ્રત્યે દયા રાખવી.
- વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવાં.
- જાહેર મિલકતોનું રક્ષણ કરવું.
- હિંસાનું આચરણ ન કરવું.
- વ્યક્તિગત તેમજ સામૂહિક પુરુષાર્થના બધાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્નો કરવા.
- પોતાના બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે અપાતું શિક્ષણ આપવું એ દરેક માતા-પિતાની ફરજ રહેશે.
પ્રશ્ન 2.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો.
અથવા
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? એનું ધ્યેય શું છે? આ સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો.
ઉત્તર:
દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનનાં જુદાં જુદાં નીતિવિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને ‘રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ કહેવામાં આવે છે.
- દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય ધ્યેય છે.
- ભારત એક ‘કલ્યાણ રાજ્ય’ welfare state) બને એવો આદર્શ આ સિદ્ધાંતોએ સેવ્યો છે.
- દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સન્નિષ્ઠ પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે.
- મૂળભૂત હકો ઉપરાંત, મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા અન્ય કેટલાક હકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે.
- સ્વસ્થ વિદેશનીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાનાં રચનાત્મક સૂચનો કરે છે.
- આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. આમ છતાં, કલ્યાણ રાજ્ય અને વિશ્વશાંતિના ધ્યેયને વરેલી કોઈ પણ સરકારને આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરવી નહિ, એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાંથી મળી રહે છે.
- આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે.
- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાવિ સમાજનું દર્શન રજૂ કરે છે. આપણે કઈ દિશામાં જવાનું તે પ્રત્યે અંગુલીનિર્દેશ કરે છે.
- ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર કહે છે, આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું મહત્ત્વ ધરાવે છે. આપણે જે સરકારોને ચૂંટીને સત્તા સોંપીએ છીએ, એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુઓ માટે કરવાનો છે તેની આ સિદ્ધાંતો સતત યાદ આપે છે. આ દષ્ટિએ એમનું મહત્ત્વ જરાય ઓછું નથી.
પ્રશ્ન 3.
મૂળભૂત હકોની અગત્ય સમજાવો.
અથવા
મૂળભૂત હકો એટલે શું? તેમનું મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ
મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.
મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ , છે. તેમના દ્વારા નાગરિક સર્વાગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય. આમ, મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્ત્વ છે.
પ્રશ્ન 4.
વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું?
ઉત્તર:
સ્વતંત્રતાના હક દ્વારા ભારતના દરેક નાગરિક પોતાના વિચારોને વાણી અને લેખન દ્વારા રજૂ કરી શકે છે.
- પરંતુ કોઈ પણ નાગરિક આ હકનો અમર્યાદિત અને નિરંકુશપણે ઉપયોગ કરી શકે નહિ.
- ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ બધા નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે.
- ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, જાહેર શાંતિ અને સલામતી, વિદેશો સાથે મૈત્રીભર્યા સંબંધો, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર રાજ્ય કાયદા દ્વારા મર્યાદાઓ અને નિયંત્રણો મૂકી શકે છે.
- ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની, જાહેર સભા ભરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે. પરંતુ કોઈ પણ નાગરિકને રાષ્ટ્રીય ધોરી માર્ગ (હાઇવે) અને રેલમાર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર મળતો નથી.
- નાગરિકો મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાંક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે.
- બધા નાગરિકો જાહેર હિત જોખમાય નહિ એ રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતનાં ધોરણો નક્કી કરી શકે છે.
પ્રશ્ન 5.
નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.
ઉત્તર:
રાજ્ય સરકારને ખાતરી થાય કે એક વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીનાં પગલાં તરીકે તેની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે.
નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. આ ધારા અન્વયે અટકાયતીને ત્રણ માસ કરતાં વધારે સમય સુધી અટકાયતમાં રાખી શકાતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે.
અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે.
પ્રશ્ન 6.
ભારતના બંધારણમાં આપેલ બંધારણીય અધિકારો જણાવો.
અથવા
ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે?
ઉત્તર:
ભારતના નાગરિકને બંધારણે આ છ બંધારણીય અધિકારો – મૂળભૂત હકો – આપ્યા છે:
- સમાનતાનો હક,
- સ્વતંત્રતાનો હક,
- ધાર્મિક સ્વાતંત્ર્યનો હક,
- સાંસ્કૃતિક . અને શૈક્ષણિક હક,
- શોષણના વિરોધનો હક અને (6) બંધારણીય ઇલાજોના હક.
[ઈ. સ. 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યો છે. મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.]
પ્રશ્ન 7.
લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો.
ઉત્તર:
લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો આ મુજબ છે:
- લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે.
- રાજ્યસરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા બંધાયેલી છે.
- રાજ્યસરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે.
2. ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
સમાનતાનો હક
ઉત્તરઃ
સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે.
- સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે.
- આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે.
- દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહિ.
- આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે.
- ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. તેથી અસ્પૃશ્યો કે અન્ય પછાત જાતિઓના લોકોને અછૂત ગણી તેમનો તિરસ્કાર કરી શકાશે નહિ, અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે.
- સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ છે કરવામાં આવ્યા છે.
પ્રશ્ન 2.
બંધારણીય ઇલાજોનો હક
ઉત્તર:
ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે.
- કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ ૬ થતો હોય તો કોઈ પણ નાગરિક એ હકના રક્ષણ માટે વડી અદાલત (હાઈકોટ) કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી શકે છે.
- આ માટે અદાલતને હાજર હુકમ, કર્તવ્ય હુકમ, મનાઈ હુકમ વગેરે હુકમો – આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે.
- અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ બને છે.
- આમ, આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ ૨ બદલ અદાલતોમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે.
- ડૉ. બાબાસાહેબ આંબેડકરના મત મુજબ, “બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર “બંધારણના આત્મા’ સમાન છે.”
- અલબત્ત, જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે અન્ય મૂળભૂત હકોની જેમ આ હકનો અમલ પણ મોકૂફ રાખી શકાય છે.
પ્રશ્ન 3.
સ્વતંત્રતાનો હક
ઉત્તરઃ
સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે.
- સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહિ.
- લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે.
- દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે.
- વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે સ્વતંત્રતાના હકનું સવિશેષ મહત્ત્વ છે.
- આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે.
- વ્યક્તિ સ્વાતંત્ર્યને આવરી લેતા આ હકને છ પ્રકારની સ્વતંત્રતાઓમાં વહેંચી નાખવામાં આવ્યો છે.
- બંધારણે નિર્ધારિત કરેલ મર્યાદામાં રહીને આ હક ભોગવવાની નાગરિકોને બાંયધરી આપવામાં આવી છે.
- આ હક દ્વારા નાગરિકોને આ પ્રમાણે સ્વતંત્રતાઓ આપવામાં આવી છેઃ
(1) વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા;
(2) શાંતિપૂર્વક, શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા;
(3) મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા;
(4) ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા;
(5) ભારતના સમગ્ર ક્ષેત્રના (જમ્મુ-કશ્મીર સિવાય) કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
(6) કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા.
પ્રશ્ન 4.
શોષણ સામેનો હક
ઉત્તરઃ
આ હક દ્વારા શોષણવિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ સિદ્ધ થયો છે.
- આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે.
- આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠપ્રથા, બાળમજૂરી, લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
- કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુતમ વેતનથી ઓછા વતને ફરજિયાત કે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે.
- આ હક મુજબ, 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને કારખાનાંમાં, ખાણોમાં કે અન્ય જોખમભરેલાં સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
- માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
- આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે.
પ્રશ્ન 5.
ટૂંક નોંધ લખો આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો
ઉત્તર:
ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજનાં ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી કરવી.
- દેશમાં ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય એ માટે રાજ્યનાં ઉત્પાદનનાં સાધનો અને તેની વહેંચણી પર નિયંત્રણો મૂકવાં.
- જનકલ્યાણને અવરોધરૂપ આવતા સંપત્તિના કેન્દ્રીકરણને અટકાવવું.
- સમાન કામ માટે સ્ત્રી-પુરુષને સમાન વેતન મળે એ માટે રાજ્ય પ્રયાસ કરવા.
- સ્ત્રીઓ અને બાળમજૂરોને તેમનું આરોગ્ય જોખમાય એવાં કામમાં રોકવા નહિ. બધા જ વર્ગના કામદારોને કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું તથા તેમને શારીરિક અને માનસિક વિકાસની સગવડો પૂરી પાડવી. કામના સ્થળે બધા જ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું.
- સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત આપવાં.
- રાજ્ય નાગરિકોને માંદગી, અપંગ અવસ્થા, વૃદ્ધાવસ્થા કે અન્ય આફતો સામે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેપ્યુઇટી, બચત યોજના, આરોગ્યગૃહો, દવાખાનાં વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવું.
- ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની હિસ્સેદારી વધે એવાં પગલાં ભરવાં.
- આર્થિક લાચારીને કારણે બાળકોનું શોષણ ન થાય તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટેની જરૂરી તકો અને સવલતો ઊભી કરવા રાજ્ય ખાસ પગલાં ભરવાં.
- ખેતી અને પશુપાલનનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો. દુધાળાં ઢોર અને અન્ય પાલતુ પશુઓની કતલ ન થાય એ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા.
- રાજ્યમાં બધાને એકસમાન ન્યાય મળે તેમજ આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાનો ઇન્કાર કરવામાં ન આવે. સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવી. એ માટે જરૂરી કાયદા ઘડવા.
- ખેતમજૂરોને યોગ્ય જીવનધોરણ મળી રહે, તેમને જરૂરી કામ અને આરામ મળે તેમજ તેમને અન્ય નાગરિકોની જેમ શિક્ષણ વગેરેની સગવડો મળે એ માટે રાજ્ય આવશ્યક પગલાં ભરવાં.
પ્રશ્ન 6.
રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો
ઉત્તરઃ
રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપના કરવા આવશ્યક પગલાં ભરશે તેમજ તેમની સત્તા અને તેમના અધિકારોમાં વધારો કરશે. ગ્રામપંચાયતોના નિભાવ માટે રાજ્ય તેમને નાણાકીય મદદ કરશે.
- ન્યાયાધીશો નિષ્પક્ષ, નિર્ભિક અને નીડરતાથી ન્યાય આપી શકે એ માટે રાજ્ય તેની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા પગલાં ભરશે.
- આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને વિકાસ માટેના દરેક પ્રયત્નમાં રાજ્ય પૂરતો સહકાર આપશે.
- બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા.
- આંતરરાષ્ટ્રીય કાયદા અને બીજા દેશો સાથેના કરારોને માન આપવું અને તેનું પાલન કરવું.
- આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું યુદ્ધને બદલે ચર્ચાઓ અને લવાદોના શાંતિમય માર્ગો દ્વારા નિરાકરણ થાય એ માટે પ્રયત્નો કરવા.
- વિશ્વમાં દરેક રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જળવાય અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સંબંધો ગૌરવપ્રદ બને એ માટે પ્રયત્નો ચાલુ રાખવા.
3. નીચેના વિધાનોનાં કારણો આપો સમજાવો:
પ્રશ્ન 1.
મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે.
ઉત્તર:
ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે.
આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ બજાવે છે.
પ્રશ્ન 2.
બંધારણીય ઇલાજોનો હક ‘બંધારણના આત્મા’ સમાન છે.
ઉત્તર:
ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે.
- આ હક મુજબ, કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્ત્વ છે.
- તેથી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબના મતે, “બંધારણીય ઇલાજોનો હક ‘બંધારણના આત્મા સમાન’ છે.”
પ્રશ્ન 3.
સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ.
ઉત્તર:
ભારતના બંધારણે સ્વતંત્રતાના મૂળભૂત હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે.
- આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજનાં હિત અને સલામતી ધ્યાનમાં રાખવાં પડે છે.
દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે. આમ, સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ.
પ્રશ્ન 4.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વશરત છે.
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે મૂળભૂત હકોની જેમ તેમને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભલે આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી. પરંતુ આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને. આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વશરત છે.
પ્રશ્ન 5.
માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તાર છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે.
આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.
પ્રશ્ન 6.
શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.
ઉત્તર:
ભારતના બંધારણમાં દેશના બધા નાગરિકોને શોષણ સામેનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને શોષણમાંથી બચાવવા બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. માલિકો મજૂરોનું શોષણ ન કરે એ માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
આમ, શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.
પ્રશ્ન 7.
હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે.
અથવા
હક અને ફરજ એકબીજા સાથે જોડાયેલાં છે.
ઉત્તર:
હક અને ફરજ એકબીજાના પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો વિચાર પણ કરવો જ પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાના તે પ્રકારના હકો જાળવવા એ તેની ફરજ બની રહે છે. રસ્તાની ડાબી બાજુએ ચાલવાની આપણી ફરજ છે, તેમ બીજાને પણ એ રસ્તા પર સરળતાથી ચાલવાનો હક છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક નથી. હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. તે બંને એક સિક્કાની બે બાજુઓ છે.
પ્રશ્ન 8.
બાળમજૂરી સજાપાત્ર ગુનો છે.
ઉત્તર:
શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને જોખમભરેલાં સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે.
પ્રશ્ન 9.
(રાજ્યનીતિના) માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. તેમનો અમલ કરવા માટે સરકારને અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
પ્રશ્ન 10.
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.
ઉત્તર:
દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય ધ્યેય છે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સન્નિષ્ઠ પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે. આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજરચનાનું નિર્માણ કરવાની રૂપરેખા દોરી આપી છે. સરકારે તેની સત્તાનો ઉપયોગ કયા હેતુઓ માટે કરવાનો છે. તેની આ સિદ્ધાંતો સતત યાદ આપે છે. આ દષ્ટિએ તે શાસનસત્તાના આધારરૂપ સિદ્ધાંતો છે. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.
પ્રશ્ન 11.
આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે.
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. તેમનો અમલ કરવા માટે સરકારને અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
પ્રશ્ન 12.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે.
ઉત્તર:
આપણાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વે દેશના નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવવાં જોઈએ. આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન જ થવા દેવાય’ એવો લોકમત કેળવવો જોઈએ. આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. આમ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ ‘ જોવાની આપણા સૌની ફરજ છે.
4. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:
પ્રશ્ન 1.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?
A. સ્વતંત્રતાના હકને
B. સમાનતાના હકને
C. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકને
D. બંધારણીય ઇલાજોના હકને
ઉત્તરઃ
D. બંધારણીય ઇલાજોના હકને
પ્રશ્ન 2.
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?
A. નરેન્દ્ર મોદી
B. જવાહરલાલ નેહરુ
C. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
D. ડૉ. બાબાસાહેબ આંબેડકર
ઉત્તરઃ
D. ડૉ. બાબાસાહેબ આંબેડકર
પ્રશ્ન 3.
પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?
A. 24 કલાક
B. 6 માસ
C. 3 માસ
D. આજીવન
ઉત્તરઃ
C. 3 માસ
પ્રશ્ન 4.
કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
A. 6થી 14 વર્ષનાં
B. 3 વર્ષ સુધીનાં
C. 14 વર્ષથી ઉપરનાં
D. 18 વર્ષનાં
ઉત્તરઃ
A. 6થી 14 વર્ષનાં
પ્રશ્ન 5.
કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?
A. 14 વર્ષથી નીચેનાં
B. 18 વર્ષથી નીચેનાં
C. 6થી 14 વર્ષનાં
D. 28 વર્ષથી ઉપરનાં
ઉત્તરઃ
A. 14 વર્ષથી નીચેનાં
પ્રશ્ન 6.
કયું આચરણ સામાજિક કલંક ગણાય?
A. અસ્પૃશ્યતા
B. બાળમજૂરી
C. દહેજપ્રથા
D. વહેમ અને અંધશ્રદ્ધા
ઉત્તરઃ
A. અસ્પૃશ્યતા
GSEB Class 9 Social Science મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો Important Questions and Answers
1. નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની …………………… છીનવી શકાય નહિ.
A. ફરજો
B. સમાનતા
C. સ્વતંત્રતા
ઉત્તર:
C. સ્વતંત્રતા
પ્રશ્ન 2.
માર્ગદર્શક સિદ્ધાંતો ……………………. અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે.
A. ધાર્મિક
B. આધ્યાત્મિક
C. સામાજિક
ઉત્તર:
C. સામાજિક
પ્રશ્ન 3.
……………………….. સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.
A. કાયદા
B. જરૂરિયાતો
C. સંસ્કૃતિ
ઉત્તર:
A. કાયદા
પ્રશ્ન 4.
…………………….. અને …………………… એક સિક્કાની બે બાજુઓ છે.
A. હકો અને ફરજો
B. હકો અને જરૂરિયાતો
C. ફરજો અને જરૂરિયાતો
ઉત્તર:
A. હકો અને ફરજો
પ્રશ્ન 5.
………………………. ના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે.
A. જવાહરલાલ નેહરુ
B. વિનોબા ભાવે
C. ડૉ. ભીમરાવ આંબેડકર
ઉત્તર:
C. ડૉ. ભીમરાવ આંબેડકર
પ્રશ્ન 6.
મૂળભૂત હકોને ……………………….. નું પીઠબળ છે.
A. કાયદા
B. નીતિમત્તા
C. માનવશક્તિ
ઉત્તર:
A. કાયદા
પ્રશ્ન 7.
માર્ગદર્શક સિદ્ધાંતોની પાછળ …………………….. નું પીઠબળ છે.
A. સમાજ
B. નીતિમત્તા
C. કાયદા
ઉત્તર:
B. નીતિમત્તા
પ્રશ્ન 8.
…………………. રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે.
A. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
B. મૂળભૂત હકો
C. મૂળભૂત ફરજો
ઉત્તર:
B. મૂળભૂત હકો
પ્રશ્ન 9.
અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને …………………………. કલાકમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ.
A. 12
B. 48
C. 24
ઉત્તર:
C. 24
પ્રશ્ન 10.
બધા નાગરિકો …………………….. સમક્ષ સમાન છે.
A. કાયદા
B. રાષ્ટ્રીય હકો
C. સમાજવ્યવસ્થા
ઉત્તરઃ
A. કાયદા
પ્રશ્ન 11.
લઘુમતીઓને પોતાની ……………………. સંસ્થાઓ સ્થાપવાનો હક છે.
A. ન્યાયિક
B. શિક્ષણ
C. સરકારી
ઉત્તર:
B. શિક્ષણ
પ્રશ્ન 12.
ભારત એક ……………………. બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે.
A. લોકશાહીરાજ
B. પંચાયતીરાજ
C. કલ્યાણરાજ
ઉત્તર:
C. કલ્યાણરાજ
પ્રશ્ન 13.
માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે …………………….. નો આશરો લઈ શકાતો નથી.
A. અદાલતો
B. ગ્રામપંચાયતો
C. સામાજિક સંસ્થાઓ
ઉત્તર:
A. અદાલતો
પ્રશ્ન 14.
…………………… ને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
A. આંતરજ્ઞાતીય લગ્નો
B. અસ્પૃશ્યતા
C. નિરક્ષરતા
ઉત્તર:
B. અસ્પૃશ્યતા
પ્રશ્ન 15.
…………………… વર્ષથી નીચેની ઉંમરના બાળકને જોખમી વ્યવસાયમાં રાખવો એ કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.
A. 12
B. 13
C. 14
ઉત્તર:
C. 14
પ્રશ્ન 16.
ડૉ. ભીમરાવ આંબેડકરે ……………………. ના હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.
A. સમાનતા
B. બંધારણીય ઇલાજો
C. સ્વતંત્રતા
ઉત્તર:
B. બંધારણીય ઇલાજો
નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?
A. યુ.એસ.એ.એ
B. રશિયાએ
C. ભારતે
D. સંયુક્ત રાષ્ટ્રોએ
ઉત્તરઃ
D. સંયુક્ત રાષ્ટ્રોએ
પ્રશ્ન 2.
દર વર્ષે ક્યા દિવસને ‘માનવ હકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
A. 10 ડિસેમ્બરના દિવસને
B. 1 ઑગસ્ટના દિવસને
C. 12 જાન્યુઆરીના દિવસને
D. 10 ઑક્ટોબરના દિવસને
ઉત્તરઃ
A. 10 ડિસેમ્બરના દિવસને
પ્રશ્ન 3.
કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?
A. શ્રી જવાહરલાલ નેહરુએ
B. શ્રી કનૈયાલાલ મુનશીએ
C. શ્રી વલ્લભભાઈ પટેલે
D. ડૉ. બાબાસાહેબ આંબેડકરે
ઉત્તરઃ
D. ડૉ. બાબાસાહેબ આંબેડકરે
પ્રશ્ન 4.
દર વર્ષે કયા દિવસને ‘મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે?
A. 10 ડિસેમ્બરના દિવસને
B. 6 જાન્યુઆરીના દિવસને
C. 18 ફેબ્રુઆરીના દિવસને
D. 12 માર્ચના દિવસને
ઉત્તરઃ
B. 6 જાન્યુઆરીના દિવસને
પ્રશ્ન 5.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે?
A. પહેલા
B. બીજા
C. ત્રીજા
D. ચોથા
ઉત્તરઃ
D. ચોથા
પ્રશ્ન 6.
સંયુક્ત રાષ્ટ્રો UN)ની મહાસભાએ માનવ હકો ક્યારે જાહેર કર્યા?
A. 10 ડિસેમ્બર, 1948ના રોજ
B. 12 જાન્યુઆરી, 1950ના રોજ
C. 1 ઑગસ્ટ, 1951ના રોજ
D. 10 ઑક્ટોબર, 1955ના રોજ
ઉત્તરઃ
A. 10 ડિસેમ્બર, 1948ના રોજ
પ્રશ્ન 7.
દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ક્યા દિન તરીકે ઊજવીએ છીએ?
A. માનવફરજદિન
B. મહિલા વિકાસ દિન
C: સાક્ષરતાદિન
D. માનવ હકદિન
ઉત્તરઃ
D. માનવ હકદિન
પ્રશ્ન 8.
એક અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરી માટેની અનામત બેઠકોનું અરજીપત્રક ભર્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે?
A. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
B. સ્વતંત્રતાનો હક
C. સમાનતાનો હક
D. શોષણ વિરોધી હક
ઉત્તરઃ
C. સમાનતાનો હક
પ્રશ્ન 9.
એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?
A. સમાનતાનો હક
B. સ્વતંત્રતાનો હક
C. બંધારણીય ઇલાજોનો હક
D. શોષણ વિરોધી હક
ઉત્તરઃ
A. સમાનતાનો હક
પ્રશ્ન 10.
પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?
A. સ્વતંત્રતાનો હક
B. બંધારણીય ઇલાજોનો હક
C. સમાનતાનો હક
D. શોષણ વિરોધી હક
ઉત્તરઃ
A. સ્વતંત્રતાનો હક
પ્રશ્ન 11.
એક ફેક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં ક્યા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?
A. સ્વતંત્રતાનો હક
B. બંધારણીય ઇલાજોનો હક
C. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
D. શોષણ વિરોધી હક
ઉત્તરઃ
D. શોષણ વિરોધી હક
પ્રશ્ન 12.
ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણમાં શી જોગવાઈ છે?
A. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની
B. મૂળભૂત ફરજોની
C. મૂળભૂત અધિકારોની
D. લોકશાહી શાસનપ્રથાની
ઉત્તરઃ
A. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની
પ્રશ્ન 13.
રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે?
A. મૂળભૂત ફરજો
B. મૂળભૂત હકો
C. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
D. માનવ હકો
ઉત્તરઃ
B. મૂળભૂત હકો
પ્રશ્ન 14.
રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે?
A. માનવ હકો
B. મૂળભૂત ફરજો
C. મૂળભૂત હકો
D. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
ઉત્તરઃ
D. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
પ્રશ્ન 15.
બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી કયા હકનો સમાવેશ થતો નથી?
A. સમાનતાનો હક
B. શોષણ સામેનો હક
C. સ્વતંત્રતાનો હક
D. અપ્રમાણ મિલકતનો હક
ઉત્તરઃ
D. અપ્રમાણ મિલકતનો હક
પ્રશ્ન 16.
કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થાય છે?
A. સમાનતાનો હક
B. શોષણ વિરુદ્ધનો હક
C. સાંસ્કૃતિક અને શૈક્ષણિક
D. સ્વતંત્રતાનો હક
ઉત્તરઃ
B. શોષણ વિરુદ્ધનો હક
(અ) નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]
(1) જાહેર નોકરીઓમાં અનામત બેઠકો ફાળવવી એ સમાનતાના હકના ભંગ સમાન છે.
ઉત્તર:
ખોટું
(2) મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતનાં દ્વાર ખટખટાવી શકાય નહિ.
ઉત્તર:
ખોટું
(3) શિક્ષકો, વકીલોના સંગઠનની જેમ દાણચોરો પણ પોતાનું મંડળ રચવાની સ્વતંત્રતા ધરાવે છે.
ઉત્તર:
ખોટું
(4) ગાયોની કતલ અટકાવતો કાયદો ઘડવો એ રાજ્યનું સાંપ્રદાયિક પગલું ગણાય છે.
ઉત્તર:
ખરું
(5) રાજ્યસરકાર ધાર્મિક સંસ્થાઓની મિલકતનું સંપાદન કરવાનો હક ધરાવે છે.
ઉત્તર:
ખરું
(6) પાસા હેઠળના અટકાયતીને 24 કલાકમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે.
ઉત્તર:
ખોટું
(7) ભાષા, ધર્મ કે કોમના આધારે ચૂંટણીમાં ઉમેદવાર મત માગી શકે છે.
ઉત્તર:
ખોટું
(8) જીવન જીવવાનો હક એટલે અસ્તિત્વ ટકાવી રાખવાનો હક.
ઉત્તર:
ખરું
(9) રાજ્ય જાહેર હિતમાં સ્વતંત્રતાના હક પર વાજબી અંકુશો લાદી શકે છે.
ઉત્તર:
ખરું
(10) 18 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં કામે રોકી શકાય નહિ.
ઉત્તર:
ખોટું
(11) ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાનતાના હકને બંધારણનો આત્મા કહ્યો છે.
ઉત્તર:
ખોટું
(12) ડૉ. બાબાસાહેબ આંબેડકરના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે.
ઉત્તર:
ખરું
(13) ભારતના બંધારણે દેશના નાગરિકોને પાંચ પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે.
ઉત્તર:
ખોટું
(14) બાળમજૂરીનું આચરણ સામાજિક કલંક ગણાય છે.
ઉત્તર:
ખોટું
(15) પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને ત્રણ મહિના સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે.
ઉત્તર:
ખરું
(16) ભારતમાં 6 જાન્યુઆરીના દિવસને ‘મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખરું
(17) મૂળભૂત હકો રાજ્યની સત્તાને વિસ્તાર છે.
ઉત્તર:
ખોટું
(18) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે.
ઉત્તરઃ
ખોટું
(બ) નીચેના વિધાનો પૈકી ખાં વિધાનો માટે (3)ની અને ખોટાં વિધાનો માટે (7)ની નિશાની im માં કરો: [પ્રત્યેકનો 1 ગુણ]
(1) જાહેર નોકરીઓમાં અનામત બેઠકો ફાળવવી એ સમાનતાના હકના ભંગ સમાન છે.
ઉત્તરઃ
(7)
(2) મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતનાં દ્વાર ખટખટાવી શકાય નહિ.
ઉત્તરઃ
(7)
(3) શિક્ષકો, વકીલોના સંગઠનની જેમ દાણચોરો પણ પોતાનું મંડળ રચવાની સ્વતંત્રતા ધરાવે છે.
ઉત્તરઃ
(7)
(4) ગાયોની કતલ અટકાવતો કાયદો ઘડવો એ રાજ્યનું સાંપ્રદાયિક પગલું ગણાય છે.
ઉત્તરઃ
(3)
(5) રાજ્યસરકાર ધાર્મિક સંસ્થાઓની મિલકતનું સંપાદન કરવાનો હક ધરાવે છે.
ઉત્તરઃ
(3)
(6) પાસા હેઠળના અટકાયતીને 24 કલાકમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે.
ઉત્તરઃ
(7)
(7) ભાષા, ધર્મ કે કોમના આધારે ચૂંટણીમાં ઉમેદવાર મત માગી શકે છે.
ઉત્તરઃ
(7)
(8) જીવન જીવવાનો હક એટલે અસ્તિત્વ ટકાવી રાખવાનો હક.
ઉત્તરઃ
(3)
(9) રાજ્ય જાહેર હિતમાં સ્વતંત્રતાના હક પર વાજબી અંકુશો લાદી શકે છે.
ઉત્તરઃ
(3)
(10) 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં કામ રોકી શકાય નહિ.
ઉત્તરઃ
(7)
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
(1) સંયુક્ત રાષ્ટ્ર(UN)ની મહાસભાએ 10 ડિસેમ્બર, 1948ના રોજ શું જાહેર કર્યું? – માનવ અધિકારો
(2) આપણે 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવીએ છીએ? – માનવ હકદિન
(3) કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? – અસ્પૃશ્યતાનું
(4) કયું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે? – અસ્પૃશ્યતાનું
(5) કોની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય નહિ? – મૅજિસ્ટ્રેટની
(6) મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા કોણ બજાવે છે? – સર્વોચ્ચ અદાલત
(7) કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? – ડૉ. બાબાસાહેબ આંબેડકરે
(8) ભારતમાં 6 જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઊજવવાનું નક્કી થયું છે? – મૂળભૂત ફરજદિન
(9) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? – ચોથા
(10) કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? – ડૉ. બાબાસાહેબ આંબેડકરના
(11) રાજ્યની સત્તાને કોણ મર્યાદિત કરે છે? – મૂળભૂત હકો
(12) રાજકીય લોકશાહી કોણ સ્થાપે છે? – મૂળભૂત હકો
યોગ્ય જોડકાં બનાવો [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ) 1]
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. માનવ હકદિન | 1. બંધારણીય ઇલાજોનો હક |
2. બંધારણના આત્મા સમાન | 2. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો |
3. મૂળભૂત ફરજદિન | 3. મૂળભૂત હકો |
4. રાજ્યની સત્તાને મર્યાદિત | 4. 10 ડિસેમ્બર |
5. 6 જાન્યુઆરી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. માનવ હકદિન | 4. 10 ડિસેમ્બર |
2. બંધારણના આત્મા સમાન | 1. બંધારણીય ઇલાજોનો હક |
3. મૂળભૂત ફરજદિન | 5. 6 જાન્યુઆરી |
4. રાજ્યની સત્તાને મર્યાદિત | 3. મૂળભૂત હકો |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ભારતના બંધારણના ઘડવૈયા | 1. હકારાત્મક |
2. ધર્મપરિવર્તન કરવાની સ્વતંત્રતા | 2. કાનૂની |
3. મૂળભૂત હકોની ભૂમિકા | 3. નૈતિક |
4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા | 4. ડૉ. બાબાસાહેબ આંબેડકર |
5. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ભારતના બંધારણના ઘડવૈયા | 4. ડૉ. બાબાસાહેબ આંબેડકર |
2. ધર્મપરિવર્તન કરવાની સ્વતંત્રતા | 5. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક |
3. મૂળભૂત હકોની ભૂમિકા | 2. કાનૂની |
4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા | 3. નૈતિક |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ | 1. નકારાત્મક |
2. ભારતનું સામાજિક કલંક | 2. સંયુક્ત રાષ્ટ્રોએ |
3. મૂળભૂત હકોનું સ્વરૂપ | 3. ભારતે |
4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું કરનાર | 4. અસ્પૃશ્યતા સ્વરૂપ |
5. હકારાત્મક |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ | 2. સંયુક્ત રાષ્ટ્રોએ |
2. ભારતનું સામાજિક કલંક | 4. અસ્પૃશ્યતા સ્વરૂપ |
3. મૂળભૂત હકોનું સ્વરૂપ | 1. નકારાત્મક |
4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું કરનાર | 5. હકારાત્મક |
નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરોઃ [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
માનવ અધિકાર (હક)
ઉત્તરઃ
માનવ અધિકાર (હક) એટલે વ્યક્તિના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વનો સર્વાગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ, જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે. તેને ‘માનવ અધિકાર’ (હક) કહે છે.
પ્રશ્ન 2.
મૂળભૂત હકો
ઉત્તરઃ
મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવા માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.
પ્રશ્ન 3.
મૂળભૂત ફરજો.
ઉત્તરઃ
મૂળભૂત ફરજો એટલે દેશપ્રેમ, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રતિ જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોએ બજાવવાની ફરજો.
પ્રશ્ન 4.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
ઉત્તર:
દેશના રાષ્ટ્રીય અને સામાજિક જીવનનાં વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને ‘રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ કહેવામાં આવે છે. આ સિદ્ધાંતોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રશ્ન 5.
હકારાત્મક ભેદભાવ
ઉત્તરઃ
હકારાત્મક ભેદભાવ એટલે જૂના પરંપરાગત ભેદભાવોને નાબૂદ કરવા માટે સમાજના નબળા-અસહાય અને વંચિત સમૂહની તરફેણમાં ‘ભેદભાવ’ કરવાની નીતિ.
પ્રશ્ન 6.
કાયદા સમક્ષ સમાનતા
ઉત્તરઃ
કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે સમાજ તેમજ કોઈ પણ વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.
પ્રશ્ન 7.
કાયદાનું સમાન રક્ષણ
ઉત્તર:
કાયદાનું સમાન રક્ષણ એટલે દેશના તમામ નાગરિકો અને વગ સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એકસરખા સંજોગોમાં એકસરખો વ્યવહાર.
કારણો આપી વિધાનો પૂરાં કરો [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
મૂળભૂત હકો જરૂરી છે, કારણ કે………
ઉત્તરઃ
રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ-સ્વાતંત્ર્યના રક્ષણ માટે તેમજ સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે.
પ્રશ્ન 2.
બધા મૂળભૂત હકોમાં બંધારણીય ઇલાજોનો હક અત્યંત મહત્ત્વનો છે, કારણ કે…………
ઉત્તરઃ
આ હક દ્વારા ભારતનો કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂત હકના રક્ષણ માટે અદાલતમાં ફરિયાદ કરી ન્યાય મેળવી શકે છે.
પ્રશ્ન 3.
મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે, કારણ કે……….
ઉત્તર:
ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ કેન્દ્રની સર્વોચ્ચ અદાલત કે રાજ્યની વડી અદાલતમાં જઈ શકાય છે.
પ્રશ્ન 4.
બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, કારણ કે…………
ઉત્તરઃ
ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ, કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે.
પ્રશ્ન 5.
સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ, કારણ કે…………
ઉત્તરઃ
દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા; રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે.
પ્રશ્ન 6.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વશરત છે, કારણ કે…………
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ કરવા { માટે મૂળભૂત હકોની જેમ તેમને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભલે આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી. પરંતુ આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને.
પ્રશ્ન 7.
માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે, કારણ કે…………..
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તાર છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે.
પ્રશ્ન 8.
શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે, કારણ કે…………..
ઉત્તર :
ભારતના બંધારણમાં દેશના બધા નાગરિકોને શોષણ સામેનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
પ્રશ્ન 9.
બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, કારણ કે……….
ઉત્તર:
શોષણ વિરોધી મૂળભૂત હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને જોખમભરેલાં સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
પ્રશ્ન 10.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી, કારણ કે……….
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. તેમનો અમલ કરવા માટે સરકારને અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી.
પ્રશ્ન 11.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે, કારણ કે……….
ઉત્તર:
આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે.
પ્રશ્ન 12.
ભારતના બંધારણ અનુસાર અસ્પૃશ્યતાનું પાલન એ એક ગુનો છે, કારણ કે…………
ઉત્તરઃ
અસ્પૃશ્યતાના પાલનથી અસ્પૃશ્ય જાતિઓનો સમાનતાનો અધિકાર છીનવાઈ જાય છે. બંધારણે અસ્પૃશ્યતાને નાબૂદ કરી છે.
પ્રશ્ન 13.
નાનાં બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહિ, કારણ કે………….
ઉત્તરઃ
શોષણ વિરોધી મૂળભૂત હકથી દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને કારખાનાંમાં, ખાણોમાં કે અન્ય જોખમવાળાં સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
પ્રશ્ન 14.
મૂળભૂત હકોનો અમલ મોકૂફ રાખી શકાય છે, કારણ કે………..
ઉત્તર:
જાહેર હિત અને રાજ્યની સલામતીને લક્ષમાં રાખીને જ મૂળભૂત હકોનો ઉપયોગ થઈ શકે છે. કોઈ પણ હક નિરંકુશ હોઈ શકે નહિ. આથી કટોકટીના સમયે મૂળભૂત હકોનો અમલ મોકૂફ રાખવાની 3 જોગવાઈ બંધારણે કરેલી છે.
પ્રશ્ન 15.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતમાં ફરિયાદ કરી શકાતી નથી, કારણ કે………….
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો મળતા નથી. તેમજ આ સિદ્ધાંતોને કોઈ કાનૂની પીઠબળ ન હોવાથી તેમના અમલ માટે અદાલતમાં ફરિયાદ કરી શકાતી નથી.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
માનવ અધિકારો એટલે શું?
ઉત્તરઃ
માનવ અધિકારો એટલે વ્યક્તિના અસ્તિત્વ માટે તેમજ તેના વ્યક્તિત્વના સર્વાગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ.
પ્રશ્ન 2.
માનવ અધિકારો કોણે જાહેર કર્યા છે? ક્યારે?
ઉત્તર:
10 ડિસેમ્બર, 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રો યુ.એન.)ની સામાન્ય સભાએ માનવ અધિકારો જાહેર કર્યા છે.
પ્રશ્ન 3.
માનવ અધિકારદિન ક્યારે ઊજવાય છે?
ઉત્તર:
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ‘માનવ અધિકારદિન’ ઊજવાય છે.
પ્રશ્ન 4.
ભારતે માનવ અધિકારોને ક્યાં સ્થાન આપ્યું છે?
ઉત્તર:
ભારતે તેના બંધારણના ત્રીજા ભાગના અનુચ્છેદ 14થી 32માં મૂળભૂત હકો તરીકે માનવ અધિકારોને સ્થાન આપ્યું છે.
પ્રશ્ન 5.
મૂળભૂત હકો એટલે શું?
ઉત્તર:
મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે જોઈતી અમુક પરિસ્થિતિઓ.
પ્રશ્ન 6.
6થી 14 વર્ષની ઉમર સુધીનાં બધાં બાળકોને ક્યો મૂળભૂત હક પ્રાપ્ત થયો છે?
ઉત્તર:
6થી 14 વર્ષની ઉંમર સુધીનાં બધાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક પ્રાપ્ત થયો છે.
પ્રશ્ન 7.
સમાનતાના મૂળભૂત હકમાં કયા બે સિદ્ધાંતોનો સમાવેશ રૂ કરવામાં આવ્યો છે?
ઉત્તરઃ
સમાનતાના મૂળભૂત હકમાં સમાવેશ કરવામાં આવેલા સિદ્ધાંતો
- કાયદા સમક્ષ સમાનતા અને
- કાયદાનું સમાન રક્ષણ.
પ્રશ્ન 8.
કાયદા સમક્ષ સમાનતા એટલે શું?
ઉત્તર:
કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે સમાજ કોઈ પણ વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.
પ્રશ્ન 9.
કાયદાનું સમાન રક્ષણ એટલે શું?
ઉત્તર:
કાયદાનું સમાન રક્ષણ એટલે દેશના તમામ નાગરિકો અને વગો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એકસરખા સંજોગોમાં એકસરખો વ્યવહાર.
પ્રશ્ન 10.
વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ભારત સરકાર કયા કયા અવૉઝ આપે છે?
ઉત્તર:
વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ભારત સરકાર ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી એવા દસેક અવૉર્ડ્ઝ આપે છે.
પ્રશ્ન 11.
યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા બલિદાન આપનાર લશ્કરી દળોના સભ્યોને કયા કયા અવૉર્ડ્ઝ આપવામાં આવે છે?
ઉત્તર:
યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા બલિદાન આપનાર લશ્કરી દળોના સભ્યોને પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીરચક્ર જેવા અવૉર્ડ્ઝ આપવામાં આવે છે.
પ્રશ્ન 12.
લશ્કરમાં ઊંચા હોદ્દાઓ ધરાવનારના નામની આગળ લાગતાં કયાં કયાં વિશેષણોને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી?
ઉત્તર:
લશ્કરમાં ઊંચા હોદાઓ ધરાવનાર નામની આગળ લાગતાં ફિલ્ડ માર્શલ, ચીફ માર્શલ, મેજર, જનરલ જેવાં વિશેષણોને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી.
પ્રશ્ન 13.
બાળમજૂરી કાનૂન હેઠળ કઈ બાબતને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે?
ઉત્તરઃ
14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં; ખાણ, બાંધકામ કે અન્ય જોખમી વ્યવસાયમાં; ગૅરેજ, હૉટલ કે લારી-ગલ્લા પર તેમજ ઘરનોકર તરીકે રાખવામાં આવે તો તેને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે.
પ્રશ્ન 14.
ભારતનો નાગરિક કયા મૂળભૂત હકથી પોતાને યોગ્ય લાગે તે ધર્મ અપનાવી શકે છે?
ઉત્તર:
ભારતનો નાગરિક ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત હકથી પોતાને યોગ્ય લાગે તે ધર્મ અપનાવી શકે છે.
પ્રશ્ન 15.
શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કયા મૂળભૂત હકથી કરી શકાય?
ઉત્તર:
શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક નામના મૂળભૂત હકથી કરી શકાય છે.
પ્રશ્ન 16.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા મૂળભૂત હકને બંધારણનો આત્મા’ કહ્યો છે?
ઉત્તરઃ
ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને ‘બંધારણનો આત્મા’ કહ્યો છે.
પ્રશ્ન 17.
કયા દિવસને ‘મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
ઉત્તર:
દર વર્ષે 6 જાન્યુઆરીના દિવસને ‘મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
પ્રશ્ન 18.
નાગરિકની મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ શો છે?
ઉત્તર:
નાગરિકની મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે જાગૃતિ અને રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે.
પ્રશ્ન 19.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાનું માર્ગદર્શન આપે છે?
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદાં જુદાં નીતિવિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી તે અંગે માર્ગદર્શન આપે છે.
પ્રશ્ન 20.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શો છે? ?
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ ભારતના બધા નાગરિકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે એવી સમાજરચના સ્થાપવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપવાનો છે.
પ્રશ્ન 21.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતમાં શા માટે ફરિયાદ કરી શકાતી નથી?
ઉત્તરઃ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો મળતા નથી. તેમજ આ સિદ્ધાંતોને કોઈ કાનૂની પીઠબળ ન હોવાથી તેમના અમલ માટે અદાલતમાં ફરિયાદ કરી શકાતી નથી.
પ્રશ્ન 22.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે શું કહ્યું છે?
ઉત્તર:
ડૉ. બાબાસાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક : સિદ્ધાંતો વિશે કહ્યું છે કે, “તે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે.”
નીચેના વિધાનોનાં કારણો આપોઃ [પ્રરિત્યેકના 2 કે 3 ગુણ].
પ્રશ્ન 1.
ભારતના બંધારણ અનુસાર અસ્પૃશ્યતાનું પાલન એ એક ? ગુનો છે.
ઉત્તરઃ
આપણા દેશના બંધારણ પ્રમાણે બધા નાગરિકો સમાન દરજ્જો અને સમાન અધિકાર ધરાવે છે.
- અસ્પૃશ્યતાના પાલનથી અસ્પૃશ્ય જાતિઓનો સમાનતાનો અધિકાર છીનવાઈ જાય છે.
- બંધારણે અસ્પૃશ્યતાને નાબૂદ કરી છે.
- આથી ભારતના બંધારણ અનુસાર કોઈ પણ જાતિને કે વ્યક્તિને અસ્પૃશ્ય ગણવી એ એક ગુનો છે.
પ્રશ્ન 2.
નાનાં બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહિ.
ઉત્તરઃ
શોષણ વિરોધી મૂળભૂત હકથી દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે.
- આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને કારખાનાંમાં, ખાણોમાં કે અન્ય જોખમવાળાં સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
- બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. તેથી નાનાં બાળકોને શોષણમુક્ત રાખવા જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહિ.
પ્રશ્ન 3.
મૂળભૂત હકોનો અમલ મોકૂફ રાખી શકાય છે. અથવા મૂળભૂત હકોને મર્યાદા છે.
ઉત્તર:
મૂળભૂત હકો નાગરિકના વ્યક્તિત્વના સર્વાગી વિકાસ માટે અનિવાર્ય છે.
- આમ છતાં, નાગરિક સમાજ કે રાજ્યથી પર નથી.
- જાહેર હિત અને રાજ્યની સલામતીને લક્ષમાં રાખીને જ મૂળભૂત હકોનો ઉપયોગ થઈ શકે છે.
- કોઈ પણ હક નિરંકુશ હોઈ શકે નહિ. આથી કટોકટીના સમયે મૂળભૂત હકોનો અમલ મોકૂફ રાખવાની જોગવાઈ બંધારણે કરેલી છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણો]
પ્રશ્ન 1.
માનવ અધિકાર એટલે શું?
ઉત્તરઃ
માનવ અધિકાર એટલે વ્યક્તિના અસ્તિત્વ માટે અને તેના વ્યક્તિત્વનો સર્વાગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ. જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે, તેને માનવ અધિકાર’ કહે છે.
માનવ અધિકારો વડે દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાની ન્યૂનતમ જરૂરિયાતો(રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય)ને ગૌરવપૂર્વક અને સન્માનપૂર્વક મેળવીને પોતાનો સર્વતોમુખી વિકાસ સાધી શકે છે.
પ્રશ્ન 2.
સમાનતાના હકમાં કઈ કઈ સમાનતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ઉત્તર:
સમાનતાના હકમાં સમાવિષ્ટ સમાનતાઓ આ મુજબ રે છેઃ
- કાયદા સમક્ષ સમાનતા,
- કાયદાનું સમાન રક્ષણ,
- દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનનાં સ્થળો તેમજ જાહેર સ્થળો તથા જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓના ઉપયોગની સમાનતા,
- જાહેર નોકરીઓમાં સમાનતા,
- અસ્પૃશ્યતા પર પ્રતિબંધ અને
- ઇલકાબો કે ખિતાબો પર પ્રતિબંધ.
પ્રશ્ન 3.
સ્વતંત્રતાના હકમાં કઈ કઈ સ્વતંત્રતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ઉત્તર:
સ્વતંત્રતાના હકમાં સમાવિષ્ટ સ્વતંત્રતાઓ આ મુજબ છેઃ
- વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા;
- શાંતિપૂર્વક; શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા;
- મંડળો,સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા;
- ભારતના સમગ્ર ‘ વિસ્તારમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા;
- ભારતના સમગ્ર ‘ વિસ્તારના (જમ્મુ-કશ્મીર સિવાય) કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
- કોઈ પણ વ્યવસાય, કામકાજ વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા.
પ્રશ્ન 4.
તમારી પડોશમાં એક કુટુંબ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. તે હવે હિંદુ ધર્મ સ્વીકારવા ઇચ્છે છે, તો તે કુટુંબને તમે શું માર્ગદર્શન આપશો?
ઉત્તર:
તમારી પડોશમાં રહેતા કુટુંબને જણાવો કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતના બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો હક આપ્યો છે. આ હક મુજબ દરેક નાગરિક ધર્મપરિવર્તન કરી શકે છે, તો તમે તમારા પડોશી કુટુંબને જણાવો કે તે જિલ્લા કલેક્ટરની ઑફિસમાં અરજી કરીને ધર્મપરિવર્તન કરવાની કાર્યવાહી પૂર્ણ કરે. સરકારની પરવાનગી મેળવીને તમારા પડોશી હિંદુ ધર્મ અંગીકાર કરી શકશે.
પ્રશ્ન 5.
હકારાત્મક ભેદભાવ એટલે શું?
ઉત્તર:
હકારાત્મક ભેદભાવ એટલે જૂના પરંપરાગત ભેદભાવોને નાબૂદ કરવા માટે સમાજના નબળા-અસહાય અને વંચિત સમૂહોની તરફેણમાં ‘ભેદભાવ’ કરવાની નીતિ.
દેશની અનુસૂચિત જાતિઓ (હરિજનો), અનુસૂચિત જનજાતિઓ (આદિવાસીઓ) તેમજ સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત મનાતા વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે રાજ્યસરકાર ખાસ કાયદાકીય જોગવાઈઓ કરે તો તેને સમાનતાના મૂળભૂત હકનો ભંગ ગણાશે નહિ. આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણસંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. આ ઉપરાંત, સ્ત્રીઓ અને બાળકો માટેની ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહિ.
પ્રશ્ન 6.
તમારી સોસાયટીમાં રહેતી વ્યક્તિ તમારા પિતાને માર મારવાની વારંવાર ધમકીઓ આપ્યા કરે છે, તો તમે તમારા પિતાને { એ વ્યક્તિથી બચાવવા શું કરશો?
ઉત્તર:
આ માટે તમે એ વ્યક્તિ વિરુદ્ધ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરો. પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને તપાસ કરતાં ખાતરી થાય કે એ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરવાની છે, તો સાવચેતીના પગલાં તરીકે એ અધિકારી તેની ‘ગુના નિવારક અટકાયત ધારા’ હેઠળ ધરપકડ કરશે. અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્યસરકાર કરી શકે છે.
પ્રશ્ન 7.
આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમારા વિસ્તારના એક ઉમેદવાર શ્રીમતી નયનાબહેન પરીખ ગાંધી મેદાનમાં સભાનું આયોજન કરવા ઇચ્છે છે, તો તેમને તમે શું માર્ગદર્શન આપશો?
ઉત્તર:
ભારતના બંધારણે સ્વાતંત્ર્યના મૂળભૂત હક દ્વારા દરેક નાગરિકને શાંતિપૂર્વક; શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા આપી છે, તો આ સ્વતંત્રતાનો ઉપયોગ કરવા નજીકના પોલીસ સ્ટેશનની પાસે પરવાનગી મેળવવી ફરજિયાત છે. પોલીસ સ્ટેશનની પરવાનગી મળતાં શ્રીમતી નયનાબહેન જાહેર શાંતિ, સુલેહ અને સલામતીનો ભંગ ન થાય એ રીતે સભાનું આયોજન કરી શકે છે.
પ્રશ્ન 8.
તમારા રહેણાક વિસ્તારમાં વિવિધ પ્રકારે થતી બાળમજૂરી અંગેની મોજણી હાથ ધરીને તેને અટકાવવા વિદ્યાર્થી તરીકે તમે શું કરશો? વિચારીને ઉત્તર લખો.
ઉત્તર:
મારા રહેણાક વિસ્તારમાં આવેલાં ગેરેજ, હૉટલ, લારીગલ્લા અને ઘરનોકર તરીકે 14 વર્ષથી નીચેની ઉંમરનાં દસ બાળકોને મજૂરી કરતાં મને જોવા મળ્યાં.
એક વિદ્યાર્થી તરીકે મેં બાળકોને કામે રાખનાર જવાબદાર માણસોનું ધ્યાન દોર્યું કે, 14 વર્ષની નીચેની ઉંમરનાં બાળકો પાસે મજૂરી કરાવવી એ કાયદાથી પ્રતિબંધિત છે. બાળમજૂરી નાબૂદી કાનૂનનો તમે ભંગ કરી રહ્યા છો. બાળમજૂરી એ શિક્ષાપાત્ર ગુનો છે, તો તમારે દંડકીય 3 કાર્યવાહીમાંથી બચવું હોય તો સત્વરે આ બાળકો પાસે કામ કરાવવાનું 3 છોડી દો. આ બાળકોના વાલીઓ પાસે જઈને તેમના અભ્યાસ બાબતે વિચાર-વિમર્શ કરો.
2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો: [પ્રત્યેકના 3 ગુણ]
2. ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
ધાર્મિક સ્વાતંત્ર્યનો હક
ઉત્તર:
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
- ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી.
- ભારત ધાર્મિક બાબતો અને માન્યતાઓમાં તટસ્થ છે.
- અહીં બધા ધર્મોને સમાન ગણવામાં આવ્યા છે.
- ભારતના બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો હક આપ્યો છે.
- આ હક દરેક નાગરિકને જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાથ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ મનપસંદ ધર્મ પાળવાનો તથા માનવાનો અને તેનો પ્રચાર-પ્રસાર કરવાની સ્વતંત્રતા આપે છે.
- આ હક મુજબ દરેક નાગરિકને પોતાના ધર્મના ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા અને વિધિઓ કરવાની અને એ વિધિઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા છે.
- આ હકે નાગરિકને ધર્મપરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપી છે.
- આ ઉપરાંત, આ હક અન્વયે નાગરિક પોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેનું સંચાલન કરી શકે છે તેમજ એ ધાર્મિક સંસ્થાઓ મિલકત ધરાવી શકે છે.
પ્રશ્ન 2.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
ઉત્તર:
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે અતિમહત્ત્વના છે. આ હકોથી
- ભારતના કોઈ પણ નાગરિકને પોતાનાં ભાષા, બોલી, લિપિ, સંસ્કૃતિ, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને તેમનો વિકાસ કરવાની સ્વતંત્રતા મળી છે.
- રાજ્ય દ્વારા સંચાલિત કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય એવી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને ભાષા, ધર્મ કે સંસ્કૃતિને કારણે પ્રવેશ આપવાનો ઇન્કાર થઈ શકતો નથી.
- ભારતના કોઈ પણ નાગરિકને પોતાનો વિકાસ સાધવા માટે યોગ્ય લાગે તે કલા, શિક્ષણ અને સાહિત્ય વગેરે સંસ્કારપોષક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા મળી છે.
- લઘુમતી કોમો ભાષાકીય અને ધાર્મિક દષ્ટિએ પોતાની શિક્ષણસંસ્થાઓ સ્થાપી શકે છે. રાજ્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને નાણાકીય સહાય આપવા બંધાયેલું છે. – રાજ્યસરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે.
- દેશના સાંસ્કૃતિક વારસાની જાળવણી એ રાજ્યની ફરજ બને છે.
પ્રશ્ન 3.
સામાજિક નીતિઓ સંબંધી રાજ્યનીતિના સિદ્ધાંતો
ઉત્તરઃ
સમાજના પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ (હરિજનો), અનુસૂચિત જનજાતિઓ (આદિવાસીઓ) અને સમાજના વંચિત સમૂહો વગેરેના આર્થિક અને શૈક્ષણિક વિકાસ તથા કલ્યાણ માટે રાજ્યએ ખાસ પગલાં ભરવાં. તેમને તમામ પ્રકારના શોષણમાંથી મુક્તિ મળે તેમજ તેમને સમાન ન્યાય મળે એ માટે ખાસ પગલાં ભરવાં.
- ભારતના તમામ નાગરિકો માટે એકસરખા દીવાની કાયદા (યુનિફૉર્મ સિવિલ કોડ) ઘડવા. સૌને ન્યાય મળી રહે એવી ન્યાયવ્યવસ્થા ગોઠવવી.
- લગ્ન, લગ્નવિચ્છેદ (છૂટાછેડા), ભરણપોષણ, સગીર બાળકો, દત્તકવિધાન પદ્ધતિ, વસિયતનામું વગેરે બાબતો વિશે એકસમાન કાયદા ઘડીને સામાજિક ન્યાય સ્થાપવા રાજ્ય પ્રયત્નો કરવા.
- રાજ્યમાં બધા નાગરિકોને કામ કરવાનો હક મળે એ માટે સરકારે પ્રયાસો કરવા.
- વૃદ્ધાવસ્થા, માંદગી, અપંગ અવસ્થા, વિષમ આર્થિક પરિસ્થિતિ વગેરે પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને નાણાકીય અને અન્ય આવશ્યક મદદ મળી રહે એ માટે સરકારે અસરકારક જોગવાઈઓ કરવી.
પ્રશ્ન 4.
આરોગ્યવિષયક નીતિઓ સંબંધી રાજ્યનીતિના સિદ્ધાંતો
ઉત્તર:
પ્રજાના આરોગ્ય અને જીવનધોરણ ઊંચું લાવવા રાજ્ય પ્રયત્નો કરવા.
- જાહેર સ્વાચ્ય અને જનસુખાકારી વધારવાનાં પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ માનવી.
- જાહેર સ્વાથ્યને હાનિકારક એવાં માદક પીણાં, કેફી પદાર્થો અને નશાકારી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો.
- દેશના પર્યાવરણનું રક્ષણ થાય તેમજ તેમાં જરૂરી સુધારો થાય એવો રાજ્ય પ્રયાસ કરવો.
- દેશનાં જંગલો અને વન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે રાજ્ય ખાસ પગલાં ભરવાં.
- કામદારોને કામના સ્થળે રાજ્ય આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું તેમજ આરામના સમયે તેઓને સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિની તકો પૂરી પાડવી.
- કામદારોનું માનસિક સ્વાથ્ય જાળવવા માટે તેમને મનોરંજનની સગવડો પૂરી પાડવા રાજ્ય પ્રયત્નો કરવા.
પ્રશ્ન 5.
શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી રાજ્યનીતિના સિદ્ધાંતો
ઉત્તર:
બંધારણના અમલ થયાના 10 વર્ષમાં રાજ્ય 6થી 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવી.
- રાષ્ટ્રના ગૌરવના પ્રતીક સમાં મહત્ત્વનાં કલાત્મક અને ઐતિહાસિક સ્મારકો, કલાકૃતિઓ, સ્થળો, ઇમારતોના પદાર્થો વગેરેને ચોરી, લૂંટફાટ, વિકૃતિ, સ્થળાંતર, નિકાસ કે નાશ થતો અટકાવી તેમનું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે.
આમ, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન કરવું એ સરકારની મુખ્ય ફરજ છે.
પ્રશ્ન 6.
મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સમજાવો.
ઉત્તર:
મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:
મૂળભૂત હકો | રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો |
1. મૂળભૂત હકોની ભૂમિકા કાનૂની છે. | 1. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા નૈતિક છે. |
2. તેમને અદાલતનું રક્ષણ મળે છે. | 2. તેમને અદાલતનું રક્ષણ મળતું નથી. |
3. તેમનો અમલ કરવા રાજ્ય બંધાયેલ છે. | 3. તેમનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. |
4. તે કટોકટીના સમયમાં મોકૂફ રાખી શકાય છે કે તેમના ઉપર નિયંત્રણ મૂકી શકાય છે. | 4. તેમનો અમલ રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવતો નથી. તેમની ઉપર નિયંત્રણ મૂકી શકાતું નથી. |
5. તેમનું સ્વરૂપ નકારાત્મક છે. તે રાજ્યની સત્તા પર અમુક બંધનો મૂકે છે અને અમુક કાર્યો નહિ કરવાનું ફરમાવે છે. | 5. તેમનું સ્વરૂપ હકારાત્મક છે. તે રાજ્યને સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માર્ગદર્શન આપે છે. |
6. મૂળભૂત હકોનો સમગ્ર ઝોક નાગરિકોના વ્યક્તિત્વના વિકાસ પર છે. | 6. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમગ્ર ઝોક સમાજવ્યવસ્થાના પરિવર્તન પર છે. |
7. તે રાજ્ય અને નાગરિકોના સંબંધોની ચર્ચા કરે છે. | 7. તે રાજ્યની આંતરિક નીતિ અને આંતરરાષ્ટ્રીય રાજ્યનીતિની ચર્ચા કરે છે. |
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો: [પ્રત્યેકના 4 ગુણ]
પ્રશ્ન 1.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરો.
ઉત્તર:
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચે મુજબ છેઃ
- મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિઆવશ્યક એવા કેટલાક માનવહકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ કે કામ કરવાનો હક, પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મેળવવાનો હક, જીવનનિર્વાહનાં જરૂરી સાધનો મેળવવાનો હક, 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક વગેરે.
- બધા નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય એ રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું.
- સંપત્તિ અને ઉત્પાદનનાં સાધનોનું વિકેન્દ્રીકરણ થાય એવી નીતિઓ ઘડવી અને તેમનો અમલ કરવો.
- સમાજનાં ભૌતિક સંસાધનો(જળ, જમીન અને જંગલો)નું વિતરણ બધાના કલ્યાણ માટે થાય એવા પ્રયત્નો કરવા.
- શ્રમજીવીઓ અને કુમળી વયનાં બાળકોના સ્વાથ્યનું રક્ષણ કરવું તથા ગરીબીને કારણે તેમને બિનઆરોગ્યપ્રદ કામો કરવા ન પડે એ માટે પગલાં લેવાં.
- જાહેર સ્વાથ્યને નુક્સાન કરે એવાં દારૂ જેવાં માદક પીણાં અને – કેફી પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો.
- ખેતી, પશુપાલન, કુટિર ઉદ્યોગો, ગ્રામોદ્યોગો વગેરેનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો. દુધાળાં પ્રાણીઓની કતલ અટકાવવી.
- રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક આપવી. આર્થિક કારણસર – કોઈને ન્યાય આપવાનો ઈન્કાર કરવામાં ન આવે તેમજ એવા લોકોને મફત કાનૂની સહાય મળી રહે એવો રાજ્ય પ્રબંધ કરવો.
- જંગલો, વન્યજીવન તથા પર્યાવરણનું રક્ષણ કરવા પગલાં ભરવાં.
- રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમાં પ્રાચીન, ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું.
- સત્તાનું વિકેન્દ્રીકરણ છેક ગ્રામસ્તરે થાય એ માટે ગામડાંમાં ગ્રામપંચાયતોની રચના કરવી.
- ઉદ્યોગોના સંચાલનમાં શ્રમજીવીઓની હિસ્સેદારી વધે એ પ્રકારનાં પગલાં ભરવાં. કામના સ્થળે કામદારોનું સ્વાથ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિ સર્જવી.